________________
૧૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તે એ કોઈ પ્રકારને સંદેહ ન થ ! તે તે એમ જ વિચારતે રહ્યો કે, હું મારી પરીક્ષા આપી રહ્યો છું. આ પ્રમાણે વિચાર કરી તે નદીમાં કૂદી પડ્યો, ત્યાં સુધી તેનામાં પહેલાના જ જેટલો જ ઉત્સાહ અને ઉમંગ હતા.
કેટલાક લોકોને તે જ્યાં સુધી કોઈ પ્રકારની હાનિ થતી નથી ત્યાંસુધી ઘણે ઉમંગ રહે છે પણ જ્યાં થોડી હાનિ થાય છે ત્યાં તેમને બધે ઉમંગ ચાલ્યો જાય છે ! પણ સુભગને તે ઉમંગ પહેલાના જે જ કાયમ રહ્યો. - જ્ઞાની લોકો પણ પોતાની દશા બાળકની જેવી બનાવી લે છે. તેઓ એ જ ચાહે છે કે, “અમે પણ બાળકોના જેવા નિર્મળ બની જઈએ ! કોઈ છ મહિનાના બાળકને ગાળો ભાંડે તે શું તેને માઠું લાગશે? તે તે નિર્મળ હાસ્યથી બધાને ઊલટે આનંદ આપશે. તેનામાં કઈ વિકારી ભાવના ત્યારે હોતી નથી એટલે તે કોઈ પણ સ્ત્રીને જુએ છે તે તેને પોતાની માતા જ માને છે.”
આ પ્રમાણે જ્ઞાની લોકો પણ બાળકોના જેવા નિર્વિકારી બનવા ચાહે છે. વાસ્તવમાં જે જ્ઞાની હોય છે તેઓ પિતાની દશા બાળકના જેવી બનાવી પણ લે છે. તેઓ કોઈપણ સ્ત્રીને જુએ છે તેને માતાની સમાન જ માને છે અને કઈ ગાળો ભાંડે છે તે તેઓ નિર્દોષ હાસ્ય વડે એ ગાળાને હસી કાઢે છે. -. તે સુભગ બાળક પણ પૂરેપૂરે શ્રદ્ધાળુ હતું એટલા માટે નદીમાં કૂદી પડવાથી કષ્ટ થવા છતાં પણ તેણે નવકાર મંત્ર જાપ જપ છોડયો નહિ.
તમારા કાનમાં દશ વીશ હજારની કીંમતના મોતી હોય કે ગળામાં કીમતી હાર પહેરેલો હોય એટલામાં કઈ દુષ્ટ આવીને તમારા પેટમાં છરીને ઘા કરે અને લોહી નીકળવાથી તમને કષ્ટ થતું હોય તેમ છતાં શું તમે એ મોતીઓની કે હારની કીંમત ઓછી માનશે? વેદના થવા છતાં પણ મોતીઓને અને હારને સાચા જ માનશે ! કોઈને . સન્ત તાવ આવ્યો હોય અને તેને કોઈ કહે કે, તારા કાનમાં જે કીંમતી મોતી છે તે અમને આપી દે તે અમે તારે તાવ મટાડી દઈશું, તો શું તે દર્દી મોતી કાઢી આપશે! તે તે એમ જ વિચારશે કે, શરીર અને ખેતીને શો સંબંધ છે !
આ જ પ્રમાણે સુભગ બાળક પણ એ જ વિચારતા હતા કે, મને જે વેદના થઈ રહી છે તેને નવકાર મંત્ર સાથે શું સંબંધ છે? તેને હું ખૂટે કેવી રીતે માની શકું!
આ પ્રમાણે વિચાર કરવાથી તેને નવકાર મંત્ર વિષે કઈ પ્રકારને સંદેહ રહ્યા નહિ!
કેટલાક લોકે ધર્મ પ્રતિ કૃત્રિમ પ્રેમ રાખે છે. વાસ્તવમાં તે તેઓ ધનમાલ ઉપર એટલે વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ ધમ ઉપર કરતા નથી. કષ્ટો માથે પડવા છતાં મોતી વગેરેની કીંમત તે એછી માનતા નથી, પણ ધર્મ કરતાં જરાક કષ્ટ માથે આવી પડે છે તે કહેવા લાગે છે કે, ધર્મ કરતાં દુઃખ માથે આવી પડયું. આ પ્રમાણે ધર્મ ઉપર બધી ખરાબી ઢાળી દે છે. આવી દશામાં ધર્મ ઉપર વિશ્વાસ જ ક્યાં રહ્યા ? કષ્ટ પડવા છતાં ધર્મને કષ્ટની સાથે શો સંબંધ છે ! એ વિષે કશે વિચાર કરતા નથી. કષ્ટના સમયે પણ જે ધર્મ ઉપર દૃઢતા રહે તે સમજવું કે ધમને મર્મ સમજાય છે !
તમારું શરીર ખરાબ હોય અને તમે હીરાને લઈ ઝવેરીને પાસે ગયા છે તે શું તમારું શરીર ખરાબ છે એ કારણે ઝવેરી હીરાની કીંમત ઓછી આપશે ! અથવા શરીર