________________
વી ૮ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૧૯
હતા કે, હું નિદ્રા લઇ રહ્યો છું પણ હું તે નિદ્રા શું લેતા હતા, માને કે દુ:ખાને સદાને માટે રવાના કરતા હતા! મારા દુઃખની તે છેલ્લી રાત હતી.
તમારા સંકલ્પ પણ સાચા અને દૃઢ હોય તેા પછી તમને દુઃખ જ થાય નહિં, દૃઢ સત્સં’કલ્પથી જ દુ:ખામાંથી મુક્ત થવાય છે. ઢીલા સ`કલ્પથી કાંઇ થતું નથી.
અહીં એક પ્રશ્ન થાય છે કે, શું સંકલ્પ કરવા માત્રથી દુ:ખ ચાલ્યું જાય એ સંભવિત છે? જે માનસશાસ્ત્રને અભ્યાસી હશે તેની સામે તા આવા પ્રશ્ન ઉભા થશે નહિ પણ જેએ માનસશાસ્ત્રથી અનભિજ્ઞ છે તેમને જ આવે! સંદેહ થાય છે. આવા લોકેાને કહેવાનું એ છે કે, શું કેવળ પોતાના સંકલ્પ કારણે દુનિયામાં દુઃખ પેદા થતું જોવામાં નથી આવતું? ડાકણ વળગી કે ભૂત વળગ્યું એ પોતાના મનના સંકલ્પનું જ પરિણામ છે કે ખીજું કાંઇ છે? ડાકણુ-ભૂતાની વાત સાંભળી ભયના સંકલ્પ લોકા કરે છે અને એ ભયસંકલ્પને કારણે જ તે દુઃખ પામે છે. જેમકે કોઇ મકાનને માટે તમને એમ કહેવામાં આવે કે, આ મકાનમાં ભૂત છે તે। શું તમે એ મકાનમાં જતાં ભય પામશે! કે નહિ ? એ મકાનમાં પ્રવેશ કરતાં જ તમારા પગ ધ્રુજશે કે નહિ! પગ કાંપવા લાગે છે. ભૂતના ભયના કારણે તમારા સંકલ્પ જ એવા બની જાય છે કે, એસ'કલ્પને કારણે જ મકાનમાં પ્રવેશ કરતાં જ તમારા પગ ધ્રૂજવા માંડે છે.
ભયને કારણે મને પણ એવા સંકલ્પ થઈ ગયેા હતેા કે, જેના કારણે મારે લગભગ પાંચ મહિના સુધી કષ્ટ ભોગવવું પડયું હતું. મે દીક્ષા લીધેલ હતી. પરંતુ દીક્ષા લીધા પહેલાં ભૂત-ડાકણુ વગેરેની જે વાતે મેં સાંભળેલી હતી તેના ભયના સંકલ્પ નીકળ્યા ન હતા, અને એ ભયસંકલ્પને કારણે મને સંસારનેાજ દેષ જણાતા હતા. જ્યારે મારા મનમાં ભયને સંકલ્પ હતા ત્યારે હું એમ જ સમજતા હતા કે, અમુક માણસ મારા ઉપર જાદુ કરે છે. રાતના વખતે પહેરો ભરનારા સિપાઇએ પહેરા ભરતી વખતે અવાજો કરતા તો એ અવાજ સાંભળી હું એમ વિચારતા કે એ લોકો મારી ઉપર જાદુ કરી રહ્યા છે. મને આ પ્રકારના ભય લાગતા હતા તે મારા ખોટા વિચારેાને કારણે જ લાગતા હતા ને? મારા ખાટા સ`કલ્પને કારણે જ મને દુઃખ થતું હતું, પણ જ્યારે મારામાંથી એ ખોટા વિચારા નીકળી ગયા ત્યારે મારું દુ:ખ પણ ચાલ્યું ગયું.
મતલબ કે, આ પ્રમાણે સ'કલ્પથી દુ:ખ પેદા થાય છે એ તે તમે લોકો પણ જીએ છે. તમે લોકો પણ તમારા પેાતાના સ`કલ્પથી જ દુઃખ પેદા કરા છે. સ્ત્રીઓમાં તે સંકલ્પથી દુ:ખ પેદા કરવાની પદ્ધતિ વિશેષ છે. કેટલીક સ્ત્રીએ તેા સાધુઓને એમ કહે છે કે, “ આના ઉપર એધે ફેરવી દો, આના ઉપર જંત્ર મંત્ર કરી આપે ’ પણ જો સાધુએ જંત્ર મંત્ર કરવા લાગે તે કેટલા બધા લેાકેા આવે? તમા લેાકેાની આવી પદ્ધતિએ જ સાધુઓને સાધુતાથી નીચે પાડવાનું કામ કર્યું છે અને તમારા માટે તમે દુઃખ પણ પેદા કર્યું છે. સાધુએ પણ તમે લોકોને પ્રસન્ન રાખવા માટે જંતર મંતરના ચક્કરમાં પડી ગયા છે, પણ વાસ્તવમાં સાધુએ પાસે પરમાત્માના નામ સિવાય બીજું કાંઈ આપવા માટે હાવું ન જોઇએ; પરંતુ તમે લોકો પણ સંકલ્પથી પતિત થયા છે અને સાધુએ પણ પતિત થઈ રહ્યા છે !