________________
'૪૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેને પુત્ર છે?” તેણે કહ્યું કે, “હું વજીરને પુત્ર છું.” બાદશાહે કહ્યું કે, “એટલે જ વાસ્તવમાં આ છોકરો બુદ્ધિમાન છે.”
મતલબ કે, મહાનની અપેક્ષાએ લઘુ છે, અને લઘુની અપેક્ષાઓ મહાન છે. આ નિયમાનુસાર મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રત છે અને અણુવ્રતની અપેક્ષાએ મહાવત છે. જો શ્રાવકોમાં અણુવ્રત ન હાય અર્થાત તેઓ સ્થૂલ હિંસા પણ કરવા લાગે, અસત્ય બોલવા લાગે, ચોરી કરવા લાગે કે, વ્યભિચાર કરવા લાગે તે મહાવ્રત પણ રહી શકે નહિ. એટલા માટે જે તમોને સદ્દગુરુ જોઈએ તે તમે પણ તમારા અણુવ્રતનું પાલન કરે. આજના લેકે પોતે અણુવ્રતનું ધ્યાન રાખતા નથી અને એ કારણે ગુરુ પણ એવા જ ચાહે છે; અને જેવાને તેવા મળી પણ આવે છે. કેટલાક લેકે, ખરાબ કામ થતું જોઈ કહે છે કે, અમે શું કરીએ ! અમે તે ગૃહસ્થ છીએ પણ તેઓ એટલું જાણતા નથી કે, ગૃહસ્થ તે ચારેય ગતિઓના મહેમાન છે અને અમે શ્રાવકે તે સ્વર્ગના મહેમાન છીએ. જો તમે શ્રાવક અણુવ્રતનું બરાબર પાલન કરે તો તમારી પાસે ખરાબ સાધુઓ ટકી જ ન શકે. પણ બને છે એવું કે –
ગુરુ લેભી ચેલા લાલચી, દેને ખેલે દાવ;
દેને ડૂબે બાપડા, ચઢ પત્થરકી નાવ. * જ્યારે ગુરુ ભી હોય અને શિષ્ય લાલચુ હોય ત્યારે બન્નેય સમાન જ બની જાય છે. શિષ્ય એમ વિશ્ચારે છે કે, ગુરુનું કામ અમારા વિના ચાલતું નથી એટલા માટે તેઓ ગુરુઓ પાસે એવી આશા કરે કે, અમે તમારું કામ કરી આપીએ અને તમે અમારું કામ કરી આપે. આ પ્રમાણે ગુરુ-શિષ્ય બન્ને પરસ્પર પિતાપિતાની ચાલબાજી રમે છે, અને બન્ને એક બીજાને ધક્કા મારી ડૂબાડે છે પરંતુ જો તમે લેકે શ્રાવકવ્રત પાળો અને મહાવ્રતને ધારણ કરનાર ખરા સાધુઓ તરફ સદ્દભાવ અને શ્રદ્ધા રાખી તેમને સહાયતા કરે તે અનાથી મુનિ અને રાજા શ્રેણિકને જમાને આજે પણ ઉપસ્થિત થઈ જાય. સુદર્શન ચત્રિ-૪૫
અણુવ્રતનું પાલન કરનાર શ્રાવકે પણ કેવા હોય છે તે વાત સુદર્શનની કથા ઉપરથી - જુઓ. સુદર્શનને શળીએ ચડાવવામાં આવશે એ ખબર મનોરમાને મળ્યાં છતાં તે જરાપણ ' ડગી નહિ કે દઈ નહિ પણ ધર્મધ્યાન કરવા લાગી. * તમે લેકે રીતરિવાજના નિયમ પ્રમાણે રેઈને કે છાતી ફૂટીને શું કઈ મરેલાને પાછા લાવી શકે છો? જે નહિ તે પ્રથારૂપે રોવા-ફૂટવાનો રિવાજ શા માટે બંધ કરી દેતા નથી? માંગરોળની એક બાઈએ રોવાને આજે ત્યાગ કર્યો. તે કહેતી હતી કે, હું ત્યાગ તે " આજે લઉં છું પણ મારે ૨૧ વર્ષને જુવાનજોધ પુત્ર જ્યારે મરી ગયો હતો ત્યારે પણ " હું રાઈ ન હતી. આ શું ઓછી વાત છે? અહમદનગરમાં શ્રી. ફીદિયા વકીલ કહેતા હતા કે, લોકમાન્ય તિલકને પુત્ર કે જેનું ભાવિજીવન બહુ ઉજ્જવળ જણાતું હતું–તે બહુ બીમાર પડયો. તે વખતે તિલકને બીરારમાં કઈ ખાસ કારણને અંગે બોલાવવામાં આવ્યા હતા. તિલકે વિચાર્યું કે, જો હું અહીં રહીશ તે પુત્ર સાજો થઈ જશે એમ નથી. વળી અત્રે પુત્રની સારસંભાળ બરાબર રાખવામાં આવે છે. તેની સેવા કરવામાં કઈ ખામી નથી. * આ બાજુ જો હું બીરારમાં જઈશ નહિ તે ત્યાંનું કામ બગડી જશે. આ પ્રમાણે વિચાર