________________
૬૫૮] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક પદાર્થોનું સ્વરૂપ સમજી મહાપુરુષોના પગલે ચાલશે તે પણ કલ્યાણ થશે. રેલ્વેના ડબ્બાઓમાં પાવર હોતું નથી. પાવર તે કેવળ એજીનમાં જ હોય છે, પણ જ્યારે ડબ્બાઓને એજીનની સાંકળની સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે પાવર ન હોવા છતાં ડબ્બાઓ એજનની સાથે યથાસ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે સંસારનાં પદાર્થોનો ત્યાગ કરી પિતે સનાથ ન બનવા છતાં, જે સનાથ બન્યા છે, તેમના આત્માની સાથે પિતાનો સંબંધ જોડી દેવાથી એક દિવસ તમે પણ અવશ્ય સનાથ બની શકશે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
दुल्लहाओ मुहादाई, मुहाजीवी वि दुल्लहा।।
મુદાવાઝું મુહાવીર, રો વિ જછમિત શ્રી દશવૈકાલિક સૂત્ર અર્થાત–પૂર્ણ પ્રેમથી, સદ્દબુદ્ધિથી અને નિસ્પૃહતાથી દાન આપનાર દુર્લભ છે અને શુદ્ધ ભાવથી કેવળ સંયમનું પાલન કરવા માટે દાન લેનાર પણ દુર્લભ છે. જો કે આવું દાન આપનાર અને આવું દાન લેનાર બન્ને મળવાં દુર્લભ છે, પણ જો એવા બને મળી જાય તે બને સદ્ગતિને પામે છે. એટલા માટે સનાથ તે ન બની શકે તે જે મહાત્માઓ સનાથ બન્યા છે તેમની સાથે તમે સંબંધ જોડી લે તે તેમાં કલ્યાણ છે.
રાજા શ્રેણિકે અનાથી મુનિની સાથે પિતાને સંબંધ જોડ્યો છે અને એટલા જ માટે તેણે મુનિની પ્રાર્થના પણ કરી છે. રાજાએ મુનિની પ્રાર્થના કેવી રીતે કરી છે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે:- ક __ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तीए ।
सओरोहो सपरियणो सबन्धवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥ રાજા શ્રેણિકે, મુનિ પાસેથી ધર્મબંધ પામી, પિતાને અપરાધ તેમની પાસે માફ કરાવ્યો એ જો કે સ્પષ્ટ પાઠ નથી, જે પાઠ છે તે પણ ઉપરથી એમ જણાય છે કે, રાજા ઘેર ગયો અને પોતાની રાજસંપદા, બંધુ-બાંધવ કર્મચારીઓ વગેરે સહિત તે મુનિની પાસે આવી ક્ષમાપ્રાર્થના કરી અને બધા લોકેની સાથે પણ તે ધર્મને અનુરાગી થયા. મુનિએ જે સંપદાને મુક્તિમાં અવરોધક બતાવી હતી તે જ સંપદાને લઈ રાજા શ્રેણિક મુનિને ખમાવવા માટે આવ્યો. આ પ્રમાણે રાજાઓમાં સિંહસમાન એવા શ્રેણિક રાજાએ અનગારસિંહ એવા અનાથી મુનિની પાસે ક્ષમાપ્રાર્થના કરી.
રાજા શ્રેણિક રાજસિંહ હતા અને અનાથી મુનિ અનગારસિંહ હતા. શાસ્ત્રકારોએ બન્નેને સિંહની ઉપમા આપી છે. એટલા માટે અત્રે જોવાનું એ છે કે, સિંહ તો પશુ છે છતાં રાજા અને મુનિને માટે સિંહની ઉપમા કેમ આપવામાં આવી છે? સિંહમાં એવી કઈ વિશેષતા છે અને સિંહ તથા શ્વાન વચ્ચે શું અંતર રહેલું છે તે વિષે અત્રે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ઘણું કુતરાઓ એવા પણ હોય છે કે જે આકાર-પ્રકારમાં સિંહની જેવા દેખાય છે. સિંહના જે રંગ, તેના જેવું શરીર, અને તેના જેવી જ મુંછ તથા પુંછડી હોય છે, તથા દાંત પણ તેના જેવાં જ લાંબાં હોય છે. આ પ્રમાણે પ્રાયઃ ઘણી સમાનતા સિંહના જેવી હોય છે, છતાં શું તે કુતરો સિંહનું સ્થાન લઈ શકે ખરે ? તે કુતરો જ્યાંસુધી ન ભણે ત્યાંસુધી ભલે તે સિંહ જેવો લાગે, પણ જ્યારે તે ભસે ત્યારે શું તે સિંહના જેવી ગર્જના કરી શકે ખરો ? જ્યારે તે ભોં-ભે ભસે ત્યારે તે કુતરો જ છે એવી ખાત્રી થયા વગર