________________
વદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[૨૩૩ પતિ ગયે પરદેશ શેઠ પે, એલી કપટ વિશેષ
પતિ હમારા અતિ બીમાર, ચલ ચલે તજ શેષ છે ધન૨૩ છે સુદર્શન શેઠ ગૃહસ્થ હતા. તે બધો વ્યવહાર બરાબર ચલાવતા હોવા છતાં ધર્મને કેવી રીતે સુરક્ષિત રાખતું હતું, એ વાત હવે બતાવવામાં આવે છે. શેઠે કપિલ પુરોહિતની સાથે મિત્રતા કરી. કપિલ સદગુણી અને વિદ્યાકળા વગેરેમાં નિપુણ તથા ધાર્મિક વિચારને હેવાથી પરસ્પર સહકાર મળે એ ઉદ્દેશ્યથી સુદર્શને તેની સાથે મિત્રતા બાંધી તેની સાથે પ્રીતિસંબંધ જેડ.
આજે કેટલાક લેકે મિત્રતા તે બાંધે છે પણ તેમની મિત્રતા કેવી હોય છે એ તો જાણનારાઓ જ જાણે છે. સાધારણ રીતે સમાન આચાર વિચારવાળાની સાથે જ પ્રીતિ સંબંધ જોડાય છે. પરંતુ પ્રીતિ કરવામાં પોતાના ધાર્મિક ત દબાઈ ન જાય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈની સાથેના પ્રીતિસંબંધથી ધર્મભાવનાને વિકાસ રુંધાતો ન હોય કે ધાર્મિક ભાવનાને ધકક પહોંચતો ન હોય તો તેની સાથે પ્રીતિસંબંધ જોડવામાં કાંઈ વધે નથી; પણ જે ધાર્મિક ભાવનાનો વિકાસ રુંધાતો હોય તે તેની સાથે પ્રીતિસંબંધ જોડવો ન જોઈએ. સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે અહીં જ રહી જશે પણ કેવળ એક ધર્મ મિત્ર જ સાથે આવશે. મારો જે વિકાસ થયો છે તે ધર્મના પ્રતાપે જ થયે છે એમ સમજવું જોઈએ. જો પિતા ધર્મ ઉપર આઘાત કરતા હોય તે તેમને પણ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, આપની હું દરેક પ્રકારે સેવા કરવા તૈયાર છું પરંતુ તમે ધર્મ ઉપર આઘાત ન કરે. આપે મને શરીર આપ્યું છે તે આ શરીર આપની સેવા કરવા માટે તૈયાર છે, પણ ધર્મ આત્માને છે, અને આત્માને તમે બનાવેલ કે આપેલો નથી. જો હું આપે આપેલા શરીરને ખરાબ કામોમાં દુરુપયોગ કરતો હોઉં તે તે આપ મને દંડ આપી શકો છો પણ આ શરીરમાં રહેતાં હું આત્માનું કલ્યાણ કરું તે એમાં આપને શું વાંધે છે ? કે તમે બાધા ઊભી કરે છે. આ જ પ્રમાણે જે સ્ત્રી પણ ધર્મમાં બાધા પહોંચાડતી હોય તે તેને પણ કહી દેવું કે, હું તારું ભરણપોષણ કરીશ, પણ મારો ધર્મ હું છોડીશ નહિ. આ પ્રમાણે મિત્ર પણ ધર્મકાર્યમાં બાધક થતો હોય તે તેને પણ કહી દેવું કે, મિત્રનું કામ સંકટના સમયે સહાયતા આપવાનું છે. જે તમારા ઉપર કોઈ સંકટ આવી પડે તે હું સહાયતા આપવા તૈયાર છું પણ મારા ધર્મ ઉપર કરવામાં આવતા કોઈ પ્રકારને આઘાત સહી શકું નહિ.
શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં મહાશતક શ્રાવકની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, મહાશતકની સ્ત્રી રેવતીએ પિતાની બાર શેકોને મારી નાંખી અને પિતે માંસ મદિરાની મોજ માણવામાં ઉન્મત રહેવા લાગી. મહાશતકે વિચાર્યું કે, આ સ્ત્રી તે આવી ખરાબ છે પણ મારે ધર્મ સ્વતંત્ર છે. મારો ધર્મ મારી પાસે છે, એટલે મારા ધર્મ ઉપર કોઈ આઘાત કરી શકે નહિ. આ પ્રમાણે વિચાર કરી તેણે સંસારનાં કામોને ત્યાગ કર્યો અને પ્રતિજ્ઞા ધારણ કરી ધર્મસ્થાનમાં જઈ બેઠે. તેને અવાધજ્ઞાન થયું. તે વખતે રેવતીએ મહાશતકની પાસે જઈ કહ્યું કે, તમે આ ધર્મને ઢાંગ કરી કેમ બેઠા છે ! તમને કોઇએ ભરમાવ્યું લાગે છે કે તમે આવા ઢોંગમાં પડેલા છો ? ચાલો, ઊઠો ! આપણે સંસારનો આનંદ
૩૦.