________________
વદ ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
[ ૭૯
તુચ્છ જણાશે. આ વિષયમાં બધા શાસ્ત્રોનું મન્તવ્ય એક સરખું છે; કેવળ અર્થ કરવામાં ભેદ હોય છે; પણ સ્યાદ્વાદદષ્ટિએ એ વિષે વિચારવામાં આવે તે બધાં શા સત્યના પ્રતિપાદક છે એમ જણાશે ! આ વાત એક પ્રમાણદ્વારા સમજાવું -
મીરાને કોઈએ કહ્યું કે, તમને રાણું કેમ પ્રિય નથી લાગતા? ત્યારે મીરાએ જવાબ આપ્યો કે –
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરી રે મોહન પ્યારા !” આની વ્યાખ્યા કરવામાં વાર લાગશે છતાં તે વિષે થોડું કહું છું. મેં શંકર ભાષ્યમાં જોયું તે તેમાં પણ એમ જ કહ્યું છે કે, “સંસારના છ મૃગજળની માફક ભ્રમમાં પડી જઈ ભટકયા કરે છે. જેમ સૂર્યના કિરણો રેતી ઉપર પડવાથી પાણીનો ભ્રમ થાય છે અને તેને પાણી માની મૃગલાઓ તેની પાછળ દોડે છે પણ પાણી ન મળતાં તૃષા શાન્ત થતી નથી અને હતાશ થાય છે. તેમ આત્મા પણ સંસાર અને શરીરના વિષયમાં
આ મારું છે એવું માની બેસે છે અને એ ભ્રમને કારણે સંસારમાં તે ભટકે છે, રેતીને પાણી માનવાથી જેમ વાસ્તવમાં પાણી મળતું નથી અને તૃષા શાન્ત થતી નથી, તેમ સંસારના વિષયમાં સુખની ઇચ્છા કરવાથી વાસ્તવિક સુખ મળતું નથી, પણ કેવળ સુખનો આભાસ થાય છે. મીરા પણ એ જ વાત કહે છે કે, “સંસારનું સુખ મૃગજળ જેવું છે. એટલા માટે હું સંસારના સુખના ભ્રમમાં ભટકવા ચાહતી નથી.” જેમ રેલના બે પાટા ઉપર ચાલી શકાતું નથી તેમ પરમાત્માની ભક્તિ કરવી અને સંસારની મોજ માણવી એ બને કામ એક સાથે બની શકતાં નથી. જ્યારે સંસારની વસ્તુઓનું મમત્વ છેડી દેવામાં આવે છે ત્યારે જ પરમાત્માની ભક્તિ થઈ શકે છે.
કહેવાનો આશય એ છે કે, સ્વર્ગથી આ ભૂમિ કાંઈ ઊતરતી નથી તેમ જ નંદનવનથી મંડિકુલ બાગ પણ ઊતરતે ન હતો. તમારું કલ્યાણ તે અહીં થઈ રહ્યું છે છતાં તમે સ્વર્ગની પ્રશંસા અને તેની ઈચ્છા કેમ કરે છે?
અમેરિકન ડૉકટર ઘેર છે, જે એક આધ્યાત્મિક વિદ્વાન હતું, તે એક દિવસ પિતાના શિષ્યોની સાથે જંગલમાં ગયો. ત્યાં તેમના શિષ્યોએ તેમને પૂછયું કે, સ્વર્ગની ભૂમિ સારી કે અહીંની ભૂમિ ? થેરે જવાબ આપ્યો કે, “જે ભૂમિ ઉપર તું તારા બે પગ રાખી ઊભો રહ્યો છે અને જે ભૂમિ તારું વજન ઉપાડી રહી છે તે ભૂમિને જો તું સ્વર્ગની ભૂમિ કરતાં ઊતરતી માનતો હે તો, આ ભૂમિ ઉપર પગ મૂકવાને પણ તું અધિકારી નથી.” આ જ પ્રમાણે તમારું કલ્યાણ આ ભૂમિકારા થઈ શકે છે અને થઈ રહ્યું છે તેમ છતાં તમે સ્વર્ગને ગુણ જ ગાયા કરે છે તે તમારો વ્યામોહ જ છે. સુદર્શન–ચરિત્ર-૮
હવે સુદર્શનની કથા હું કહું છું. અત્યાર સુધી તો મેં બાગની વાત કહી છે. તે બાગને કદાચિત શ્રેણિકે બનાવ્યું હશે પણ જંગલને જુઓ અને વિચાર કરે તે માલુમ પડશે કે, અહીંના જંગલની સરખામણી સ્વર્ગ પણ કરી શકે નહિ. અહીંના જંગલ કરતાં