________________
શુદ ૯ ]
રાજકેટ-ચાતુર્માસ
[૪૨પ
છે. જૈનશાસ્ત્રમાં પાંચ મહાવ્રત અને ગદર્શનમાં પાંચ યમ કહેવામાં આવ્યાં છે. પણ બલિહારી તો તેમની છે કે જેઓ પાંચ મહાવ્રતે કે પાંચ યમોનું બરાબર પાલન કરે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યામ છે. આ જ પ્રમાણે જેનશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કોઈની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, અણુદીધેલું ન લેવું, શીલવ્રતનું પાલન કરવું અને કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું એ પાંચ મહાવ્રત છે. અણુવ્રતમાં છેડી છૂટ રહે છે. જેમકે અહિંસાનું પાલન કરીશ પણ જે મારે અપરાધ કરશે તેને હું દંડ આપી શકીશ. આ પ્રમાણે અહિંસા પાલનમાં એક છૂટે રાખી એટલા માટે આ વ્રતનું નામ અણુવ્રત છે. આ પ્રકારની 2 સખી જે માણસ અપરાધી સિવાય બીજા કોઈને કષ્ટ આપતું નથી તે માણસ અણુવ્રતનું પાલન કરનાર છે. અણુવ્રત અને મહાવ્રતમાં આ જ અંતર છે કે, અણુવ્રતમાં તે કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવે છે, જ્યારે મહાવ્રતમાં કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. ગદર્શનમાં પાંચ યામેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, દેશ, જાતિ, કાલ સમય વગેરેને કોઈ પણ પ્રકારને અપવાદ રાખ્યા વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમોનું પાલન કરવું છે. પાંચ યામાં કે પાંચ મહાવતેમાં દેશ, જાતિ, કાળ કે સમય વગેરેનો કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતા નથી. અણુવ્રતમાં અમુક અપવાદ રાખવામાં આવે છે. જૈનદર્શનમાં એ જ વિશેષતા છે કે, પ્રત્યેક વ્યક્તિ પિતાની શક્તિ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરી શકે છે અને તેનું પાલન કરી શકે છે :
દેશથી પ્રતિબંધને અર્થ એ છે કે, હું અમુક દેશમાં તે અહિંસાદિનું પાલન કરીશ પણ અમુક દેશની બહાર અહિંસાદિનું પાલન કરી શકીશ નહિ. આ પ્રકારની છૂટ મહાવ્રતમાં કે પાંચ યામમાં હોઈ શકતી નથી. આ જ પ્રમાણે અમુક જાતિના ઉમે નહિ માટે એ અપૂર્ણ અહિંસા છે. પણ જેનશાસ્ત્ર કહે છે કે, મહાવ્રતમાં એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે કેઈ જાતિના છની હિંસા કરવાની છૂટ હોઈ શકે જ નહિ. જે અહિંસામાં આ પ્રકારની અપૂર્ણતા છે તે અહિંસા અણુવ્રતમાં છે, મહાવ્રતમાં નથી. મહાવતેમાં તે એકેન્દ્રિય આદિ પ્રત્યેક જાતિના છની અહિંસા કરવી, કરાવવી તથા અનુદવાની પ્રતિજ્ઞા એકી સાથે કરવામાં આવે છે અને તેને જ અહિંસામાં સમાવેશ થાય છે.
આજે મહાવ્રતની આ વ્યાખ્યા ન સમજવાને કારણે ઘણું જ ગડબડ થવા પામે છે. લાક લોકો કહે છે કે અમે હિંસા તો ન કરીએ પણ બીજાને કહીને કરાવીએ કે હિંસાનો ઉપદેશ આપીએ તો તેમાં શું હરકત છે ? ખરી રીતે બીજાએ કરેલી હિંસાને અનુમોદને આપે છે તે સાધુ નથી. સાધુ તે તે છે કે, જે હિંસા કરે નહિ, કાવે નહિ તથા હિંસાને અનુમોદન પણ આપે નહિ
દેશમાં, અમુક દેશમાં હિંસા નહિ કરું અને અમુક દેશમાં કરીશ એવી સીમા બાંધવામાં આવે છે તે અણુવ્રતમાં છે. જેમકે દિગ્ગતમાં એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે, હું અમુક સીમાની બહારની હિંસાને ત્યાગ કરું છું. આ અણુવ્રત માટે છે. સાધુઓ માટે તે મહાવ્રત છે કે જેનું પાલન બધા દેશમાં સમાનરૂપે કરવું આવશ્યક છે. સાધુને અઢીદીપની બહાર પણ કેઈ લઈ જાય તે પણ તે સાધુ અહિંસાદિ મહાવ્રતનું પાલન અપવાદ રાખ્યા વિના પૂર્ણરૂપે