________________
૪ર૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કરશે. એમ થઈ ન શકે કે, અઢીદ્વીપમાં તે બીજાં વ્રત છે અને અઢીદીપની બહાર બીજા વ્રત છે. આ પ્રમાણે દેશ કે જાતિની મર્યાદા મહાવ્રતમાં હેતી નથી.
- આ તે દેશ અને જાતિની વાત થઈ. હવે કાળની વાત લઈએ. કાળને માટે એવી છૂટ રાખવામાં આવે કે, “સુકાળ હોય છે તે અહિંસા વ્રતનું પાલન કરીશ પણ દુષ્કાળ કે, આપત્તિકાળ હોય ત્યારે અમારે “આપદ્ધર્મ જુદો છે. જેમકે સ્ત્રી કે પુત્રને કઈ સતાવતું હોય ત્યારે અહિંસાનું પાલન થઈ શકે નહિ, ત્યારે તે આતતાયીને–પીડા આપનારને દંડ આપવામાં આવે. આ પ્રમાણે અહિંસા વ્રતમાં છૂટ રાખવી એ મહાવત નથી. શાસ્ત્ર આ પ્રકારનું વ્રત લેવા માટે અટકાવતું નથી પણ એ પ્રકારનું વ્રત અણુવ્રત છે. મહાવ્રત તે તે છે કે, ભલે ગમે તે અપરાધી હોય પણ તેને દંડ આપવામાં ન આવે–તેની હિંસા કરવામાં ન આવે. જે મહાવ્રતનો સ્વીકાર તે કરે છે પણ અહિંસાનું આ પ્રમાણે પૂર્ણ રીતે પાલન કરતું નથી તે અનાથ જ છે, સનાથ નથી. "
કાલની બાદ સમયને અપવાદ બતાવવામાં આવ્યો છે. મહાવ્રતમાં સમયને પણ અપવાદ રાખવામાં આવતું નથી. સમયને અર્થ અવસર છે. જેમકે જાણી જોઈને તે કોઈને માટે નહિ પણ એવી છૂટ રાખવામાં આવે છે, જે મને કોઈ ભયંકર રોગ થાય તે રોગને મટાડવા માટે હિંસાને આશ્રય લેવો પડે કે મને કોઈ જીવ જોવામાં ન આવે પણ રેગનિવારણ માટે તેની હિંસ થઈ જાય તે છૂટે છે. મહાવ્રતમાં આ પ્રકારની છૂટ રાખી શકાય નહિ. અણુવ્રતમાં આ પ્રકારની છૂટ જાણી જોઈને રાખી શકાય છે. અણુવ્રતમાં (આકુટી બુદ્ધિએ) જાણી જોઈને અને અનાકુટી બુદ્ધિએ હિંસાની છૂટ બતાવવામાં આવેલ છે, પણ મહાવ્રતમાં એવી કઈ પ્રકારની છૂટ આપવામાં આવેલ નથી. સાધુઓ આવી છૂટ રાખી પણ શકે નહિ. તેઓ તે. રાતના સમયે જે ચાલવું પડે છે તે જીવ હોય કે ન હોય પણ ઘાદારી જગ્યા પુંજીને જ ચાલી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે સાધુની પાસેથી એ પાંચ હાથ દૂર રહે તે તેમને માસિક દંડ આવે છે.
મતલબ કે, જે તેમાં દેશ, કાલ, સમય અને જાતિ વગેરે કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી તે મહાવતે છે. મહાવ્રત સાર્વભૌમ છે, એટલા માટે મહાવ્રતોમાં કઈ પ્રકારની છૂટ હોઈ શકે નહિ. સુદર્શન ચરિત્ર–૪૬
'આ સંસાર વિચિત્ર છે. એટલા માટે કઈ તે સુદર્શનની પ્રશંસા કરતા હતા તે કઈ નિંદા. કોઈ તે કહેતા હતા કે, આ તે ધર્મને ઢોંગ કરતા હતા, તે કોઈ એમ કહેતા હતા કે, આપણે હદયની વાત સમજી શક્તા નથી તે શા માટે તેની નકામી નિંદા કરી પાપ બાંધવું ? એ પિતાના મઢે બે ચાર શબ્દો બોલે તો તેની શૂળીએ ચડાવવાની શિક્ષા માફ થઈ શકે એમ છે, અને બધાએ તેને બેલવાને આગ્રહ પણ કર્યો, છતાં તે બેલતા નથી, તે મૌન રહેવામાં કોઈ સદાશય રહ્યો હશે એમ આપણે સમજવું જોઈએ.
શેઠ તે બધાની પ્રશંસાત્મક કે નિદાત્મક વાતે શાન્ત ભાવે સાંભળ્યું જતા હતા.
ભલે બધા દેવો એક થઈ જાય પણ સત્ય તત્ત્વને માનનાર પિતાના સત્યધર્મથી ચલિત થતું નથી. જે કે બધા દેવે એક બાજુ થઈ જાય એ અસંભવ છે, અને કદાચિત