________________
૬૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ સમયે બીજું કાંઈ કરી શકતા ન હો તે પરમાત્માનું ભજન તે બરાબર કરી શકે છે. જ્યારે પ્રચંડ વાવાઝોડું ચડી આવ્યું હોય ત્યારે આંખમાં ધૂળ ઘુસી જશે એ કારણે શાસ્ત્રવાચન આદિ કાર્ય કરી ન શકે, પણ આત્મા તે કલ્યાણ કસ્વા માટે ત્યારે પણ સ્વતંત્ર છે. જે તે વખતે પણ તમે આત્માનો વિચાર કરે છે તે વાવાઝોડું પણ તમારા માટે અનુકૂલ જ બની જશે. આ જ પ્રમાણે આ ઉપાધિપૂર્ણ જમાનામાં બીજું કાંઈ કરી ન શકે તે પણ પરમાત્માને અવશ્ય ભજો તે બધાં તર્કવિતર્કો સ્વતઃ શાન થઈ જશે અને સંસારની ઉપાધિ તમને કાંઈ હાનિ કરી શકશે નહિ. પરમાત્માની પ્રાર્થનાદ્વારા જે આત્મા ઉપરનું આવરણ દૂર કરી દેવામાં આવે તે આત્મા ૫ણુ પરમાત્માની માફક પ્રકાશમાન થઈ જશે. જો કે આ કામ બીજી રીતે પણ કરી શકાય છે પરંતુ પરમાત્માની પ્રાર્થનાદ્વારા આ કામને કરવું બહુ જ સરલ છે એટલા માટે પરમાત્માનું ભજન કરે.
જે પ્રમાણે આ પ્રાર્થનામાં પરમાત્માની પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે પાતંજલિ યોગદર્શનમાં પણ કહેવામાં આવ્યું છે. જો કે, પરમાત્માની પ્રાપ્તિ માટે અષ્ટાંગ યોગની વિધિ બતાવવામાં આવી છે પણ જે વખતે દુનિયામાં તોફાનનું વાવાઝોડું ચડયું હોય તે વખતે પ્રાણાયામ આદિ યોગ સાધવા માટે ક્યાં બેસશો ? એટલા માટે એક એ સરલ ઉપાય બતાવવામાં આવ્યો છે, જે યોગસાધના જેટલું જ ફળ આપશે. જે પ્રમાણે સમુદ્રમાં તેફાને ચડ્યું હોય કે નદીમાં પૂર આવ્યું હોય ત્યારે નૌકાને આધાર લેવામાં આવે છે તે જ પ્રમાણે સંસારમાં તેફાન ચડે ત્યારે જ્ઞાનીજનોએ આત્માને બચાવવા માટે એક સરળ ઉષય વિચાર્યો છે. એ ઉપાય બતાવતાં પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે –
શ્વરપુષિામાન અર્થાતગસાધના કરી ન શકે તે ઈશ્વરપરિધાન દ્વારા પણ યોગની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિ તે એક હોય છે પણ તેનાં સાધનો અનેક હોય છે. બીજાં સાધનોને ઉપયોગ સંસારમાં તોફાન થયું હોય ત્યારે કરી શકે કે ન કરી શકે પણ ઈશ્વરપરિધાન તે પ્રત્યેક સમયે કરી શકો છો.
પરિધાનને સાધારણ અર્થ ધારણ કરવું અને વિશેષ અર્થ અનન્ય અને નિષ્કામભક્તિથી ધારણ કરવું એ થાય છે. કઈ પણ પ્રકારની પૌગલિક વાંછા ન રાખી, તન, મન અને ધનને પરમાત્માને સમર્પણ કરી દેવું એ પરમાત્માની અનન્ય ભક્તિ અથવા ઈશ્વર પરિધાન છે. બધા ઉપાયોને છોડી ઈ જે ઈશ્વર ઉપર દઢ વિશ્વાસ રાખવામાં આવે તે જે સિદ્ધિ બીજા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે તે જ સિદ્ધિ ઈશ્વરની ભક્તિથી પણ પ્રાપ્ત થઈ શકે છે. બલ્ક બીજા ઉપાયોથી તે સિદ્ધિમાં વિલંબ પણ થાય છે પણ આ ઉપાયથી તે ક્ષણભરમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ જ્ઞાનીઓને આત્મવિશ્વાસ છે.
હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કેવી રીતે કરવું? ઈશ્વરને તન, મન, ધન કેવી રીતે સમર્પણ કરવું? શું આજે જ જે કાંઈ હોય તે બધાનો ત્યાગ કરી દેવો અને સાધુ બની જવું? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજને કહે છે કે, ઈશ્વરની ભક્તિ હોવાની સાથે આ સંસાર રહે છે તે ભલે રહે, પણ જે ધન કે ઈશ્વરની ભક્તિમાંથી કઈ એકને છોડવાનો સમય આવે તે તે વખતે તન–ધન ભલે ચાલ્યાં જાય પણ ઈશ્વરની ભક્તિ તે રહેવી જ જોઈએ. તન, ધન, પ્રાણુ સ્ત્રી આદિ સંસારનાં બધાં પદાર્થો જ્યાંસુધી ઈશ્વરની