________________
શુદી ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૭૩
કથન સાંભળી પિતા ઘણા પ્રસન્ન થયા અને મનમાં વિચારવા લાગ્યા કે, આવા સમયમાં પુત્રને ઘેર રાખવા તે ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે વીરસેનને કહ્યું કે, ‘ બેટા ! ખુશીથી યુદ્ધમાં જાઓ.' સૂરસેન પણ પિતાને કહેવા લાગ્યા કે, ‘હું પણ યુદ્ધમાં જઈશ.’ પિતાએ તેને કહ્યું કે, ‘ બેટા ! તને આંખા નથી એટલે યુદ્ધમાં જા એ ઠીક નથી. તું અત્રે જ રહે.’પણ સૂરસેન વિચારવા લાગ્યા કે, ભાઈ યુદ્ધમાં જશે એટલે તેની પ્રશંસા થશે અને મારા તા કેાઈ ભાવ જ નહિ પૂછે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને યુદ્ધમાં જવાને બહુ જ અનુરેાધ કર્યાં. સૂરસેનને બહુ અનુરાધ ધ્યાનમાં લઈ રાજાએ યુદ્ધમાં જવાની આજ્ઞા આપી. સુરસેન યુદ્ધમાં ગયા. તે આંધળા હેાવાથી કશું જોઈ તેા શકતા ન હતા એટલે તે કેવળ શબ્દો સાંભળી બાણુ મારતા હતા. પણ જ્યારે શબ્દો સાંભળતા નહિ ત્યારે બાણુ મારી શકતા નહિ. આ ઉપરથી શત્રુઓ સમજી ગયા કે તે આંધળેા છે અને શબ્દો સાંભળીને જ ખાણ ફેંકે છે. આ સમજણથી તેએએ વિચાર કર્યાં કે, શબ્દો માલ્યા વિના ચૂપચાપ તેને પકડી લેવા. શત્રુઓએ ચૂપચાપ જઈ સૂરસેનને પકડી લીધા. વીરસેનને માલુમ પડયું કે, સૂરસેન પકડાઈ ગયા છે. એટલે તે શત્રુઓની સામે થયા અને સૂરસેનને છેડાવી લાવ્યા. જ્યારે સૂરસેન પિતાની પાસે આવ્યા ત્યારે પિતાએ તેને પૂછ્યું કે, ‘તું પરાક્રમી તા છે. પણ શું તું વીરસેનની બરાબરી કરી શકે ખરા ?' સુરસેને જવાબ આપ્યા કે, ‘ હવે હું સમજી શક્યા છું કે, પરાક્રમ હેવા છતાં આંખ ન હેાવાને કારણે હું વીરસેનની બરાબરી કરી શકતા નથી. જો વીરસેન આવ્યા ન હેાત તા હું શત્રુએનાં બંધનામાં જ પડયા રહેત !' પિતાએ કહ્યું કે, ઠીક છે, આ ઉદાહરણ જ્ઞાનીઓને સમજાવવા માટે કામમાં આવશે.
ઃ
આ દૃષ્ટાંત ઉપર શ્રી આચારાંગસૂત્રની નિયુક્તિમાં કહ્યું છે કેઃ— कुणमाणो अवि य किरियं परिश्चयन्तो विसयणघणभोप दितों अवि दुहस्स "उरं न जिणइ अन्धो पराणिय ॥ कुणमाणो अवि निवि परिचयन्तो अवि सयणधणभोए । दितो अवि दुहस्त उरं मिच्छदिट्टी न ન સિન્ડ્રૂર્ ૩ ॥
આ દષ્ટાંત અને તેના દાદાન્તને આ એ ગાથાઓમાં કહેવામાં આવેલ છે. આ ગાથાઓમાં કહ્યું છે કે, તે આંધળેા ખાણ તેા ફેંકતા હતા, પરાક્રમ પણ બતાવશે હતો અને સ્વેચ્છાએ યુદ્ધમાં ગયા હતા છતાં તે શત્રુએને જીતી શકવામાં સમર્થ બની શક્યા નહિ ઊલટા શત્રુઓનાં બંધનમાં પડી ગયા; કારણકે તે આંધળા હેાવાથી જોઈ શકતા ન હતા. આ જ પ્રમાણે જેમને જ્ઞાનનેત્રા હાતાં નથી તે ત્યાગ પણ કરે અને ધન–ભાગ આદિથી વિમુખ પણ રહે, છ્તાં જ્ઞાનનેત્ર ન હેાવાને કારણે તે મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. વીરસેન સમૈત્ર હતેા જો તે ધરબાર છેાડી યુદ્ધમાં ગયા ન હેાત અને પરાક્રમ બતાવ્યું ન હેાત તે। શું આંખ હાવા છતાં શત્રુએને તે જીતી શકત ખરા ? નહિ. આ જ પ્રમાણે જેતે જ્ઞાન તા હેાય છે પણ જે તે પ્રમાણે ક્રિયા કરતા નથી તે પણ મેાક્ષને પ્રાપ્ત કરી શકતા નથી; એટલા માટે ક્રિયાની સાથે જ્ઞાનની અને જ્ઞાનની સાથે ક્રિયાની જરૂર રહે છે. કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી કાંઈ વળતું નથી.
પણ
તમે પણ જ્ઞાનયુક્ત ક્રિયા કરે। તા તમારા આત્માનું પણ કલ્યાણ થશે અને રાગાદ્િ
૪૦