________________
પ૬૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો અનાથી મુનિને અધિકાર–૬૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, હે રાજન! હવે તને એ બતાવું છું કે મેં સાધુના આચારની આ બધી વાત તને શા માટે સંભળાવી છે? તમે પણ એમ વિચાર કરે છે, અનાથી મુનિએ રાજાની સમક્ષ સાધુઓના આચાર વિષયક વર્ણન શા માટે કર્યું છે? જો તમે એમ કહેતા હો કે, અમને સાધુઓના આચારથી શું મતલબ ! તે આ તમારી ભૂલ છે. બલ્કિ જે સાધુ હશે તે તો પિતાને આચાર પહેલાં બતાવશે. જે સાધુતાનું પાલન કરતા ન હોય તે ભલે એમ વિચારે કે, જે હું સાધુઓને આચાર ગૃહસ્થોને બતાવીશ તે ગૃહસ્થ મારા કાર્યની ટીકા કરશે પણ જે સાધુતાનું પાલન કરતા હશે તે મુનિઓ તે સાધુઓને આચાર પહેલાં જ બતાવશે. તેમ કરવામાં તેમનો પિતાને પણ લાભ છે અને સાથે સાથે તમારે પણ લંભ છે.
सौचांग मेहावि सुभासिय इमं, अणुसांसणं नाणगुणोववेयं ।
मग्गं कुसीलाण जहाय सव्वं, महानियंठाण वए पहेणं ॥५१॥ “હા મેધાવી ! હે! બુદ્ધિમાન રાજા! આ સુભાષિત કે જેનું મેં તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળી તું તે વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન અર્થાત શિક્ષારૂપ છે અમે સાન, દર્શન અને ચારિત્રનાં ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન અને ચાત્રિથી સુસંસ્કૃત એવી શિક્ષાને સાંભળી તું ખુશીનો માર્ગ છોડી દઈ મહાનિર્ચન્વેના માર્ગે ચાલ.” ' એનાથી મુનિએ રાજા શ્રેણિમે જે કાંઈ કહ્યું છે તે ઉપરથી તે એમ જૈણાય છે કે જાણે રાજા શ્રેણિક સાધુ થતું હોય પણ તે સાધુ થતું નથી છંતા મુનિએ તેને એમ કહ્યું છે તે તેને શે ઉદ્દેશ છે તે અત્રે જોવાનું છે. - રાજા શ્રેણિકને મુનિએ મેધાવી કહ્યા છે. આ ઉપરથી એમ પ્રગટ થાય છે કે, એ સુભાષિત-શિક્ષા બુદ્ધિમાનને જ આપવી જોઈએ, બુદ્ધિહીનને નહિ. પણ આજે તે શ્રેણિક જેવા બુદ્ધિમાન લેકે નથી એટલે શું આ શિક્ષા કેઈને આપવી ન જોઈએ ?
બુદ્ધિમાન માણસે બે પ્રકારના માનવામાં આવે છે. એક તે તે બુદ્ધિમાન છે કે જે કઈ વાતને સાંભળી તે જ સમયે સત્યાસત્યને નિર્ણય કરી લે છે અને બીજે તે બુદ્ધિમાન છે કે જે તુરત જ સત્યાસત્યને નિર્ણય કરી શકતો નથી પણ તેને પ્રયત્ન તે તે બાજુ જે હોય છે. જેમકે એક તે મસ્તિર હોય છે અને બીજે છાત્ર હોય છે. એ બન્નેમાંથી કેને બુદ્ધિમાન કહેવાય ? જે બન્નેમાં બુદ્ધિ ન હોય તે એક માસ્તર અને બીજો છાત્ર હોય એ બની જ ન શકે અને જે બને સમાન બુદ્ધિવાળા હોય કે પછી એકને માસ્તર અને બીજાને છાત્ર બનવાની જરૂર પણ રહેતી નથી. માસ્તર અને છાત્ર બનેમાં બુદ્ધિ તે છે પણ એકમાં વધારે છે અને બીજામાં ઓછી છે પણ જેનામાં બુદ્ધિ ઓછી છે તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે અને બીજે તેને બુદ્ધિ આપે છે. આ પ્રમાણે જે છાત્રમાં બુદ્ધિ ઓછી છે તે પણ બુદ્ધિમાન જ છે; કારણ કે, તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ જ પ્રમાણે જે બુદ્ધિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તે પણ બુદ્ધિમાન જ છે અને જેનામાં બુદ્ધિ છે તે તે પહેલેથી બુદ્ધિમાન છે જ. તમે જે કઈ વાતને નિર્ણય તાત્કાલિક કરી ન શકે તે પણ