________________
૩૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
અનાથી મુનિને અધિકાર–૩૮
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, પરવસ્તુ ઉપર અધિકાર જમાવ એ જ અનાથતા છે અને પરવસ્તુની માલિકીને ત્યાગ કરી આત્મસ્વરૂપને સમજવું એ જ સનાથતા છે.
કોઈ અનાથ બનવા ચાહતું નથી. બધા સનાથ બનવા ચાહે છે પણ સનાથ બનવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમકે તમે સ્વરાજ્ય મેળવવા ચાહો છો પરંતુ તમારામાં સ્વરાજ્ય મેળવવાની યોગ્યતા છે કે નહિ તે જુઓ! તમે સ્વરાજ્ય તે ચાહો છો પણ તમે વિલાયતી દવા, વિલાયતી વસ્ત્રો, વિલાયતી ચીજોથી દૂર રહ્યા છો કે નહિ ? જે નહિ તે પછી શું તમે સ્વરાજ્યને યોગ્ય બન્યા છે ! આ પ્રમાણે જ્યારે તમે વ્યાવહારિક સ્વતંત્રતા મેળવવાને માટે યોગ્ય બન્યા નથી તે પછી આધ્યાત્મિક સ્વતંત્રતા મેળવવા માટે કેટલી યોગ્યતા મેળવવી જોઇએ તેને વિચાર કરે !
મતલબ કે, તમે સનાથ બનવા તે ચાહે છે પણ સનાથ કેવી રીતે બની શકાય તે પણ જુઓ. જે કોઈ પુરૂષ પતે પરવસ્તુને ગુલામ બનવા ચાહત નથી કે પરવસ્તુ ઉપર પિતાને અધિકાર જમાવવા ઈચ્છતો નથી તે જ સનાથ છે. જો તમે સનાથતાની આ વ્યાખ્યાને તમારા હૃદયમાં સ્થાન આપશે તે તમારું સાંસારિક જીવન વ્યર્થ નહિ જતાં સુખદાયક બની જશે.
રાજા શ્રેણિકે અનાથી મુનિને ઋદ્ધિ બતાવીને કહ્યું હતું કે, “મારી પાસે આટલી બધી ઋદ્ધિ છે અને હું હાથી, ઘડા તથા રાજ્યને સ્વામી છું છતાં આપ મને અનાથ કેમ કહો છે?” પણ મુનિએ પિતાની અનાથતા બતાવીને રાજાને કહ્યું કે, “હે રાજન ! તું જે ચીજોને કારણે પિતાને સનાથ સમજે છે તે ચીજોને કારણે તું સનાથ છે કે અનાથ તેને વિચાર કર.
“હે રાજન! તારી પાસે છેડા હોવાને કારણે તે સનાથ છે એમ કેમ કહી શકાય. એ તે તારી નિર્બળતા છે કે તું ઘેડાની સહાયતા લે છે. માટે ઘડાને કારણે તું સનાથ નહિ પણ વધારે અનાથ બને છે! ”
વળી, હે રાજન ! તું કહે છે કે, મારી પાસે ઘેડા ઉપરાંત હાથીઓ પણ છે એટલે હું અનાથ નથી પણ હે રાજન! જ્યારે ઘડાથી અનાથતા ન મટી તે હાથીઓ દ્વારા સનાથતા ક્યાંથી આવી શકે? ઘેડાની અપેક્ષા હાથીએ તને વધારે અનાથ બનાવ્યું છે. તો પછી તું એવું અભિમાન શા માટે કરે છે કે, મારી પાસે હાથી ઘોડા હોવાને કારણે હું અનાથ છું?”
“વળી, હે રાજન ! તું એમ કહે છે કે, મારી પાસે આટલું બધું રાજ્ય છે, આટલાં બધાં ગામે છે, તે પછી હું અનાથ શાને ? ' પણ હે રાજન ! તું રાજપાટ હેવાને કારણે પિતાને સનાથ સમજે છે પણ તું તેને જ કારણે અનાથ છે. આ પ્રમાણે હે રાજન ! તું જે પરપદાર્થોને કારણે પિતાને સનાથ સમજે છે તે જ પરંપદાર્થોને કારણે તું અનાથ બની રહ્યો છે, એ