________________
૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[અષાડ
માત્રથી થઈ જાય છે. શાસ્ત્રમાં જે કાંઈ કહેવામાં આવ્યુ હાય છે તેના સારાંશ પહેલી ગાથામાં બતાવી દેવામાં આવે છે કે જેથી આ શાસ્ત્રમાં શું છે? તેની ખબર પડી શકે !
અનુબન્ધ ચતુષ્ટયદ્વારા શાસ્ત્રના મૂળ ઉદ્દેશ જાણી શકાય છે. ઉદ્દેશ વિના પ્રવૃત્તિ થતી નથી. જ્યારે તમે ઘરની બહાર નીકળેા છે. ત્યારે અમુક ઉદ્દેશ નક્કી કરીને નીકળેા છે. ઉદ્દેશ બધાના જુદા જુદા હાય છે એ વાત જુદી છે પણ કાઈ ને કાંઈ ઉદ્દેશ તા અવશ્ય દરેક પ્રવૃત્તિ પાછળ રહેલા હાય છે. જેમકે દૂધ ખરીદનારે માણસ જ્યાં દૂધ વેચાય તે તરફ જાય છે તે જ પ્રમાણે શાકપાન ખરીદનારા માણસ શાક મારકીટ તરફ જાય છે. આ પ્રમાણે દરેક પોતાના ઉદ્દેશને લક્ષ્યમાં રાખી પ્રવૃત્તિ કરે છે. એટલા માટે શાસ્ત્રને ઉદ્દેશ શા છે, તેનેા વિષય શું છે એ પહેલાં ખતાવવામાં આવે છે. બાદ એ શાસ્ત્રદ્વારા કયા પ્રયાજનની સિદ્ધિ થવાની છે ! શાસ્ત્રના કાણુ કાણુ અધિકારી છે! એ બતાવવામાં આવે છે. અને ત્યાર બાદ શાસ્ત્રના પૂર્વાપર સંબંધ શું છે એટલે કે શાસ્ત્રમાં કથિત વસ્તુને કહેનાર અને સાંભળનાર સાથે શું સંબંધ છે એ બતાવવામાં આવે છે.
આ ચાર વાતાદ્વારા શાસ્ત્રની પરીક્ષા થઈ જાય છે. આ ચારેય વાતે આ મહાનિગ્રન્થીય અધ્યયનમાં છે એ એના નામ નિર્દેશથી જ સ્પષ્ટ જણાય છે. આ ચારેય વાતાને આ અઘ્યયનમાં કેવી રીતે સમાવેશ કરવામાં આવ્યા છે તે યથાવસરે બુદ્ધિ અનુસાર આગળ બતાવવામાં આવશે.
હવે આ વાતને વ્યાવહારિક રીતિએ વિચાર કરીએ કે, જેથી બધા સમજી શકે ! મહાન્ પુરુષોની સેવા કરવાની બધાની ઇચ્છા હાય છે પણ મહાન્ કાને કહેવા ! એ વિષે ભાગવતમાં કહ્યું છે કેઃ—
महत्सेवां द्वारमाहुर्विमुक्तेः तमोद्वारं योषितां संगिसंगम् | महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृद् साधवो ये ॥ અર્થાત્—આ સંસારમાં મેક્ષનું દ્રાર મહાન પુરુષોની સેવા, સંગતિ અને ઉપાસના છે અને નરકનું દ્વાર એ સ્ત્રીના ઉપાસક-કનકકામિનીના ભોગાની સેવા કરવી એ છે.
આ પ્રમાણે મહાન પુરુષોની સેવા-સંગતિને મેાક્ષનું દ્વાર બતાવ્યું પણુ મહાન્ પુરુષ કહેવા કેાને ! એ એક મોટા પ્રશ્ન છે. જેએ મેાટા જાગીરદાર છે, જેઓ મૂલ્યવાન કપડાં ટાઢથી પહેરે છે અને અક્કડબાજ થઈ તે કરે છે, જેએ મેાટી મોટી હવેલીઓમાં રહે છે તેઓને મહાન કહેવા કે બીજા કોઈ ને? મહાન્ કોને કહેવા એના નિણૅય શાસ્ત્રદ્વારા તા કરવામાં આવશે જ, પણ ભાગવત–પુરાણકાર કહે છે કે, આવી ઉપાધિ ધારણ કરનારને અમે મહાન માનતા નથી. પણ જેમનું ચિત્ત સમ છે, જેમનું મન સમતાલ છે તેમને જ અમે મહાન માનીએ છીએ. જેમનું મન આત્મામાં છે, પુદ્ગલામાં રચ્યું પચ્યું રહેતું નથી તે જ મહાન છે. મહાન્ પુરુષનું મન હમેશાં સમતલ રહેવું જોઇએ. ચિત્તને સમતાલ રાખવું એટલે કે આત્માના સ્વભાવને ભૂલી જઈ પુદ્ગલામાં રમણ ન કરવું. જડ અને ચેતનને વિવેક કરી જડસ્વભાવને દૂર કરવા અને ચેતનસ્વભાવને અપનાવવે, અર્થાત્ જડના ધમ નશ્વર અને અજ્ઞાન છે અને ચેતનના ધમ અવિનાશી અને જ્ઞાનસ્વરૂપ છે એમ માનવું એ ચિત્તની સમસ્થિતિ છે.