________________
વી ૧૦]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૪૭
આ વાતને દૃષ્ટિમાં રાખીને જ જ્ઞાનીઓ કહે છે કે, હે જીવ! તું ભગવાન પાર્શ્વનાથના શણુમાં લીન થઈ જા. ભગવાન પાર્શ્વનાથમાં લીન થઈ જવું એટલે વીતરાગતામાં લીન થઈ જવું એ છે.
આ ઉપરથી કરી એવા પ્રશ્ન ઉભા થાય છે કે, જ્યારે વીતરાગતામાં જ લીન થઈ જવું છે તેા પછી ભગવાન પાર્શ્વનાથનું નામ જ શા માટે લેવામાં આવે! આ પ્રશ્નને ઉત્તર એ છે કે, વીતરાગ તે અનંત થઈ ગયા છે પણ અત્યારે આપણે કાઈ નામનું અવલબન હેાવું જોઈ એ. એટલા માટે ભગવાન પાર્શ્વનાથનું નામ લઈ તેમને વંદન કરી તેમનામાં લીન થઇ જા ! એમ કહેવામાં આવે છે.
ભગવાન પાર્શ્વનાથનું પૂરેપૂરું ચરિત્ર કહેવાના તેા અત્યારે સમય નથી એટલા માટે અત્યારે કેવળ એટલું' જ કહું છું કે, તેઓ વીતરાગતાના ઉત્કૃષ્ટ સાધક હતા. તેમણે કરેલી સાધનાને અપનાવવા માટે જ તેમનું નામ લેવામાં આવે છે; એટલા માટે આપણે તેમના શરણમાં લીન થઈ જવું જોઇએ. ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કવિએએ અનેક રીતિએ કરેલ છે પણ બધાને સાર વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ છે.
ગ્રન્થકારાએ ભગવાન પાર્શ્વનાથના દેશ ભવના ચરિત્રનું વર્ણન કર્યું છે. તેમના નવમા ભવના ચરિત્રવર્ણનમાં કહ્યું છે કે, નવમા ભવમાં તેમનું નામ મરુભૂતિ હતું. મરુભૂતિના મોટાભાઈનું નામ કમર્દ હતું. કમઠે મરુભૂતિ ઉપર બહુજ રુષ્ટ રહેતા હતા. એક દિવસ રાષમાં તે રાષમાં કમઠે મરુભૂતિના માથા ઉપર શિલા ફેંકી તા પણ મરુભૂતિ શાન્ત રહ્યા અને પેાતાના ભાઈ ઉપર ક્રાધ ન કર્યાં. આ સહિષ્ણુતા અને શાન્તિને કારણે મરુભૂતિ આત્મવિકાસ સાધતા ગયા અને કમર નીચે પડતા ગયા.
આજે એવા પ્રસંગ ઉભા થવા પામે તે એમજ કહેવામાં આવે કે મે એવા અપરાધ શે! કર્યાં હતા કે મારી સાથે એવા દુર્વ્યવહાર કર્યાં અને મારી ઉપર શિલા ફેંકી ? પણ જ્ઞાનીએ તેા એમ વિચારે છે કે, મારા કાઇને કોઈ અપરાધ હશે ! અને જો મારે અપરાધ નહિ હાય તા એથી મારા કર્માંની નિર્જરા થશે ! આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીએ સહનશીલ થઈ શાન્તિ પકડે છે અને ફલસ્વરૂપ ખીજાનું પુણ્ય હરી લે છે, અને દુર્વ્યવહાર કરનાર પાપના ભાગી બને છે.
દશમા ભવમાં કમહ તા યાગી થયા અને મરુભૂતિ ભગવાન પાર્શ્વનાથ થયા. ભગવાન પાર્શ્વનાથે કમઠને કહ્યું કે, તમને યેગક્રિયા સમજવાનું જ્ઞાન તા નથી તેા પછી આ બધી ધમાલ શું કરેા છે! આ પ્રકારની ક્રિયા કરવાથી શા લાભ ! જો તમારે કોઈ ક્રિયા જ કરવી છે તેા જ્ઞાન-ધ્યાનની ક્રિયા કરે !
કમઠે જવાબ આપ્યા કે, અમે તેા યાગી છીએ. અમારા કામમાં ડખલગીરી કરવાને તમને શા અધિકાર છે! તમે તેા હાથી-ધાય પાળેા અને રાજકાજ કરેા. અમારા યેગીએની વાતમાં વચ્ચે પડેા નહિ, નહિ તે તેનું પરિણામ સારું નહિ આવે ! પછી પસ્તાવા કરવાને તમને વખત આવશે !
ભગવાને કહ્યું કે, એ તેા ઠીક છે, પણ તમે ઊલટે માર્ગે જઇ દુનિયાને ચક્કરમાં