________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯ર શ્રાવણ સુદી ૧૧ બુધવાર
પ્રાર્થના વિમલ જિનેશ્વ૨ સેવિએ, થારી બુદ્ધિ નિમલ હેય જાય રે; છવા ! વિષયવિકાર વિસારને, તૂ મેહની કર્મ અપાય રે;
છવા! વિમલ જિનેશ્વર સેવિએ. ૧ શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કરતાં ભકતએ મનમાં કેવી ઉન્નત ભાવના ભાવવી જોઈએ એ વાત આ પ્રાર્થનામાં કહેવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! આત્મા ! તારી પૂર્વ સ્થિતિનું તું સ્મરણ કર. પૂર્વ સ્થિતિનું સ્મરણ કરવાથી, પોતે કયા કયા ભવમાં કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયો અને કેટલી મુશ્કેલીએ આ દુર્લભ ભવને પામે છે એનું ભાન થાય છે. અને જ્યારે પિતાની વર્તમાન સ્થિતિનું ભાન થાય છે ત્યારે આ દશ વીશ કે પચાસ વર્ષના આયુષ્યમાં આ દુર્લભ ભવને આળસમાં વ્યર્થ ગુમાવી ન દેતાં એને ભગવદ્ભક્તિમાં સદુપયોગ કરી જીવનને સાર્થક કરવું જોઈએ. જ્યારે આ પ્રમાણે આત્મભાન થશે ત્યારે આ આત્મા એ નિર્ણય ઉપર આવશે કે –
રે જવા! વિમલ જીનેશ્વર સેવિયે” હે જીવ! તું ભગવાન વિમલનાથની સેવા-પ્રાર્થના કર. ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી ? એને માટે આ જ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, મેહનીય કર્મને ખપાવી ભગવાન વિમલનાથની સેવા કરી અને પરમાત્માની પ્રાર્થનાની આગળ બધાને તુચ્છ સમજી મોહનીય કર્મને ખપાવ. જેમકે તમારી પાસે રૂપિયા છે, પણ જો તમને કોઈ રૂપિયાને બદલે સેનામહોર આપે તે તમે રૂપિયાને મૂકી દેશે. આ જ પ્રમાણે કઈ સોનામહોરના બદલામાં રત્નો આપે તે તમે સોનામહોરો મૂકી દેશો. આ પ્રમાણે જ્યારે પરમાત્માની . પ્રાર્થનાને બધાથી ઉત્કૃષ્ટ માનવા લાગશે ત્યારે તેની આગળ બધાને તુચ્છ સમજી છોડી મૂકશે, પણ કેવળ બોલવાથી એમ કાંઈ બનતું નથી, એ તે કરવાથી જ બને છે. જે તમે ત્યાગ કરશે તો તમને લાભ થશે અને હું કરીશ તો મને લાભ થશે. હું તમારી આગળ આ વાત કરનારો છું, પછી તે જે કરશે તેને જ લાભ થશે. જેમકે કોઈ માણસ બધાને ખાવાનું પીરસે છે પણ પિતે ભૂખ્યા રહે છે તેને શું લાભ થયે. આ જ પ્રમાણે પીરસનારો તે થાળી પીરસી જાય છે, પણ જમનારે ઊંઘતો રહે તે શું તેની ભૂખ મટી શકે ? નહિ. તે જ પ્રમાણે મોહનીય કર્મ ખપાવીને ભક્તિ કરવાની વાત કહેનાર અને સાંભળનાર ધર્મારાધન કરે તો તેને લાભ થશે. જો તમે પરમાત્માની પ્રાર્થનાને ઉત્કૃષ્ટ માનશે તો પછી બીજી કોઈ ચીજ તુચ્છ લાગ્યા વિના નહિ રહે ! માટે તમે એવી ભાવના કરે કે, મને તે પરમાત્માની પ્રાર્થના જ જોઈએ, ધનસંપત્તિ કે પુત્રાદિ ન જોઈએ. જો તમે સંસારની બધી વસ્તુ છડી ન શકે અને તમારે સંસારનું કામ કરવું પણ પડે; તે તમે કાંઈ નહિ તે સંસારનાએ કામને મુખ્ય ન માનતાં, ગૌણ માને, તે પણ ઘણો
૨૨