________________
૧૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ કાર્યમાં વિવેક રાખવામાં આવે તે ધર્મનું આરાધન સરળતાપૂર્વક થઈ શકે છે. જેમકે કાનેથી ધર્મનું શ્રવણ પણ થઈ શકે છે અને કામેત્તેજક ગાનતાન પણ સાંભળી શકાય છે. આ જ પ્રમાણે આંખે દ્વારા પુરુષનું દર્શન પણ કરી શકાય છે અને ખરાબ દશ્ય પણ જોઈ શકાય છે. પણ જે વિવેક રાખવામાં આવે તે કાન અને આંખોને સદુપયોગ કરી પાપથી બચી શકાય છે અને ધર્મનું આરાધન પણ થઈ શકે છે. આ પ્રમાણે દરેક વાતમાં વિવેક રાખવામાં આવે તો ધર્મનું આરાધન સરળતાપૂર્વક થઈ શકે છે.
સુદર્શન ચેડાં જ વર્ષોમાં ૭૨ કલાઓમાં પારંગત થઈ ગયો હૈડાં વર્ષોમાં બધી કલાઓમાં પારંગત થઈ જવું એમાં પૂર્વજન્મનાં સંસ્કારે પણ કારણભૂત છે. સાંભળ્યું છે કે, એક સાત વર્ષનો છોકરો એવું સરસ સંગીત જાણે છે કે, તેના જેવું મોટા મોટા સંગીતાચાર્યો પ્રયત્ન કરવા છતાં પણ જાણી શક્યા નહિ. આનું કારણ પૂર્વજન્મનાં સંસ્કારે છે. આ પ્રમાણે જેમનાં પૂર્વજન્મનાં સંસ્કારે પણ સારાં રહે છે તે ચેડામાં વિશેષ જાણી શકે છે. એટલા માટે ધર્મ અને નીતિની શિક્ષાની આવશ્યકતા રહે છે. કેવળ પૂર્વ સંસ્કારોને આધારે બેસી રહેવું ન જોઈએ તેમ પૂર્વ સંસ્કારને ભૂલી પણ જવા ન જોઈએ. પણ નિશ્ચય અને વ્યવહાર તથા ધર્મ અને નીતિ એ બન્નેને સમન્વય કરી આગળ વધવું ઠીક છે.
ધર્મ અને નીતિ એ બને જીવનરથનાં ચક્ર છે. એક પણ ચક્ર ભાંગેલું કે તુટેલું હોય તે જીવનરથ આગળ ચાલી શકતા નથી; તે પ્રમાણે નીતિ અને ધર્મ તથા વ્યવહાર અને નિશ્ચય એ બન્નેની આવશ્યકતા રહે છે. જે વૃક્ષનું બીજ (મૂળ) જ સડી ગએલું હોય છે તેને સુધારવું મુશ્કેલ છે. પણ જેનું બીજ સારું છે (મૂળ મજબુત હોય છે) પણ વૃક્ષ સડી ગયું હોય છે તે વૃક્ષને સુધારવું મુશ્કેલ નથી ! આ જ પ્રમાણે જેમનાં પૂર્વ સંસ્કારો સારાં હોય તેમને વિકાસ પણ જલ્દી થાય છે, પણ જેમનાં પૂર્વ સંસ્કારો સારાં હતાં નથી તેમને વિકાસ પણ જલ્દી થઈ શકતો નથી. હવે કોઈ એમ કહે કે અમારે પૂર્વભવ તો ચાલ્યો ગયો, એટલા માટે આ ભવ પૂર્વ ભવનાં સંસ્કાર પ્રમાણે જ વ્યતીત થશે, તો આ ભવમાં પુરુષાર્થ કરવાની શી આવશ્યકતા છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, તમે મકાન બનાવે છે તે કાંઈ તમારા માટે જ બનાવતા નથી, પણ તમારી ભાવિ પ્રજાના ઉપયોગમાં પણ એ મકાન આવે એવું બનાવો છે; તે જ પ્રમાણે ધર્મ ઉપર પણ વિશ્વાસ રાખો કે, આ ધર્મરૂપ ધન આ જન્મમાં નહિ તે આગળના જન્મમાં કામ આવશે. શેઠે સુભગને જે નવકારમંત્ર શીખડાવ્યો હતો તે શું આગળના જન્મમાં તેના ઉપયોગમાં ન આવ્યો ! જો શેઠ સુભગને નવકારમંત્ર શીખડાવત નહિ, અને જેમ બીજા લોકો “શકો મંત્રના અધિકારી નથી' એમ કહે છે, તેમ શેઠે પણ “સુભગને તું પણ મંત્રને અધિકારી નથી એમ કહી, તેને નવકારમંત્ર શીખડાવ્યો ન હેત તો શું સુભગને આગળને જન્મ સુધરી શકત? પણ કોઈને ધર્મવિમુખ રાખવા એ ધર્માત્માઓનું કામ નથી. ધર્માત્મા પિતે પણ સુખી થાય છે અને બીજાને પણ સુખી બનાવે છે. આ પ્રમાણે વિચાર કરી તમે પણ શુદ્ધ રહે અને બીજાને પણ શુદ્ધ કરે છે તેમાં સ્વ સાથે પરનું કલ્યાણ રહેલું છે.