________________
૬૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ કારતક
કરતા નથી ? પરંતુ મુનિને ઉપદેશ સાંભળી જ્યારે તેના હૃદયના પલટા થઈ ગયા ત્યારે તે કહેવા લાગ્યા કેઃ—
तुब्भे सुद्धं खु मणुस्सजम्मं, लाभा सुलद्धा य तुमे महेसी ।
तुभे साहाय सबन्धवा य, जंभे ठिया मग्गे जिणुत्तमाणं ॥ ५५ ॥
રાજા શ્રેણિક, અનાથી મુનિને તેમની દ્વારા પ્રાપ્ત વસ્તુ કેવી રીતે ભેટ ધરે છે એ જુઓ. જે પ્રમાણે કોઈ રાજાએ કોઈ માણસને એક ખાગ ભેટમાં આપ્યા. રાજાદ્રારા બાગને ભેટ પામનાર માણસ જો કૃતજ્ઞ હશે તેા તે બાગમાં પેદા થતાં ફળફુલને રાજાને ભેટ આપ્યા વગર રહેશે નહિ. આ જ પ્રમાણે ઉપદેશના પાત્ર જો કૃતજ્ઞ હશે તે તે ખેાધરૂપી બાગનાં ફળજુલા મેધ આપનાર ગુરુને જે પ્રમાણે રાજા શ્રેણિક અનાથી મુનિને સ્તુતિદ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વગર રહેશે નહિ. આમ કરવું એ સુપાત્રનું લક્ષણ છે. ભગવાન મહાવીરે ગેાશાલા તથા જમાલિને એધ આપ્યા હતા. પણ તેઓ કેવા નીવડયા ? આ પ્રમાણે ઉપદેશ તેા એક જ પ્રકારના હેાય છે પણ પાત્ર પેાતાની યાગ્યતાનુસાર તેને ગ્રહણ કરે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, હે ! મુનિ ! આપને ઉપદેશ સાંભળી મને એ ખાત્રી થઈ છે કે, સુંદર મનુષ્યજન્મ તા તમને જ મળ્યા છે અને તમે જ મનુષ્યજન્મા લાભ મેળવ્યા છે!
મનુષ્યજન્મ. કોના સુંદર માનવા એ વાતને વ્યવહારદષ્ટિએ જુએ તે પછી નિશ્ચયનીદષ્ટિએ પણ તેને વિચાર કરી શકશો. માતા કે, એક માણસ દેખાવમાં તે સુંદર છે પણ તે બેઠા બેઠા એવું કાર્ય કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપર અભિયાગ કરવામાં આવે છે અને તે પાતે તેમાં ફસાય છે. બીજો માણસ દેખાવમાં તે કુરૂપ છે પણ તે એવું. કાય` કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપરના અભિયાગ મટાડી દે છે. તમે આ અને માણસમાંથી કોને સારા કહેશે। ? કોને સુંદર માનશે ? આ પ્રશ્નના જવાબમાં તમે એમ જ કહેશેા કે, જે દેખાવમાં સારા નથી પરંતુ કા સારું કરે છે. તેનેા જ મનુષ્યજન્મ સફળ છે.
આ જ વાતને નિશ્ચયને વિષે પણ સમજો. આ જ વાતને દૃષ્ટિમાં રાખી રાજા શ્રેણિક અનાથી મુનિને કહી રહ્યા છે કે, હે! મુનિ ! આપે જ સુંદર મનુષ્યજન્મને પ્રાપ્ત કર્યાં છે અને આપે જ સુંદર મનુષ્યજન્મના લાભ મેળવ્યેા છે.
જે માણસ પોતાનેા લાભ કરે છે તે જ માણસ બીજાને પણ લાભ પહેાંચાડી શકે છે અને જે પેાતાનું અહિત કરે છે તે ખીજાઓનું પણ અહિત કરે છે. જે ખીજાગ્માનું કલ્યાણ કરવામાં સંલગ્ન રહે છે, તેના પ્રયત્નથી બીજાનું કલ્યાણ થાય કે ન થાય પરંતુ તેનું પોતાનું તે કલ્યાણ અવશ્ય થાય જ છે.
રાજા શ્રેણિકે પહેલાં કહ્યું હતું કે, આપ આ મનુષ્યજન્મના સાધુજીવનમાં ઉપયાગ કરી હીરાને પત્થરના બદલામાં આપવા જેવું કાય કરી રહ્યા છે; પણ જ્યારે તે મુનિના ઉપદેશથી સદ્બધ પામ્યા ત્યારે તે જ રાજા શ્રેણિક કહેવા લાગ્યા કે, આપના મનુષ્યજન્મ સુંદર છે. અને આપ જ મનુષ્યજન્મના ખરા લાભ લઈ રહ્યા છે !