________________
૬૦૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો માત્માની પ્રાર્થના કરવામાં આ પ્રકારની સમજનું જ અંતર રહેલું છે. આ સમજને ફેરવવાની જરૂર છે.
ભગવાન મહાવીરને ગોવાળે રાંઢવાથી (દોરડાંથી) માર મારી કહ્યું હતું કે, તેં જ મારા બળદેને ચોર્યા છે. મારા બળદે ક્યાં છે તે બતાવ. આમ કહેવા છતાં જ્યારે ભગવાન બેલતા ન હતા ત્યારે ગોવાળને ક્રોધ વધતા જતા હતા. કથાનકમાં કહ્યું છે કે, તે વખતે ઈન્દ્રનું આસન ડોલાયમાન થયું. ઇન્દ્ર ત્યાં આવ્યા અને ક્રોધે ભરાઈ તે ગોવાળને કહેવા લાગ્યા કે, “હે! દુષ્ટાત્મા ! જે સિદ્ધાર્થ રાજાના પુત્ર છે અને જેમણે રાજ્યને તૃણવત્ ત્યાગ કર્યો છે તેઓએ શું તારા બળદ ચેર્યા હશે? તું નથી કે આ કોણ મહાત્મા છે કે તેમને તું ફટકા મારી રહ્યો છે! મને તારા ઉપર એવો ક્રોધ આવે છે કે તારા શરીરને આ વજથી વીંધી નાખું ?”
તે વખતે ભગવાન ગોવાળ અને ઇન્દ્રની વચ્ચે પડ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા કે, “ઈન્દ્ર! તું આ શું કરે છે? તું અને મારી ભક્તિ કરવાને કારણે જ દંડ આપે છે ને ? પણ મારી ભક્તિ મારા ગુણોને અપનાવવાથી થઈ શકે કે દુર્ગુણેને અપનાવવાથી ? આને દંડ આપવાને શું હું સમર્થ ન હતું ? પરંતુ જે હું એને દંડ આપત તે શું તું મારો ભક્ત રહી શક્ત ? તું ક્ષમાને કારણે જ મારે ભક્ત થયે છે ને ? તે પછી મારી ભક્તિ કરવા માટે તું ક્ષમાથી વિપરીત કામ શા માટે કરી રહ્યો છે ! આ ગોવાળ તે અજ્ઞાન છે પણ તું તે એનાથી પણ વધારે અજ્ઞાનતાનું કામ કરે છે. આ ગેવાળ મારા વિશ્વાસે બળદેને છેડી ગયો હતો પણ એ શું જાણે કે હું બળદની ખબર રાખીશ કે નહિ ? તે ગોવાળે પાછા આવી બળદો ક્યાં ગયા એમ મને પૂછ્યું અને જ્યારે મેં તેના પ્રશ્નનો જવાબ ન આપે ત્યારે તેને એવી શંકા પડી કે તેના બળદને મેં જ ચોર્યા છે. આ પ્રમાણે એ તે અજ્ઞાન છે ! પણ તું તે અજ્ઞાન નથી. તું તે જ્ઞાની છો છતાં મારી ભક્તિને નામે તું મારા ગુણોથી વિપરીત કોમ કેમ કરી રહ્યો છે? તારે મારી ભકિત કરવા માટે મારાં લક્ષણ જેવાં જોઈએ કે તેનાં લક્ષણ જોવા જોઈએ ? એને દંડ આપવા માટે હું સશક્ત નથી એમ તે નથી. મેં બાળપણમાં જ મેરને ડોલાવ્યો હતો તો હવે મારામાં શું એ શક્તિ નથી ? શક્તિ છે છતાં મેં તેને દંડ એટલા માટે આ નહિ કે મારી તેના ઉપર અનન્ત કપા છે. એટલા માટે તું એને કોઈ પ્રકારને દંડ આપવાને વિચાર છોડી દે.”
ભગવાન મહાવીર સાચા ક્ષત્રિય હતા. તેમનામાં બ્રાહ્મણત્વને ગુણ પણ હતું અને ક્ષાત્રત્વને ગુણ પણ હતું. તેઓ જાણતા હતા કે કેવળ મસ્તિષ્ક શક્તિથી જ કામ ચાલી શકતું નથી પણ તેની સાથે ક્ષત્રિચિત વીરતાની પણ આવશ્યકતા રહે છે.
ભગવાનની અમૃત વાણું સાંભળી ઈન્દ્ર તે શાન્ત થયે જ પણ તે ગેવાળ પણ બોધ પામ્યો. તે ગેવાળ વિચારવા લાગ્યો કે, “મેં તેમને માર માર્યો છે છતાં તેઓ મારે પક્ષ ખેંચી રહ્યા છે અને મને બચાવી રહ્યા છે. ધન્ય છે એ મહા પ્રભુને! આ પ્રમાણે વિચાર કરી તે ગોવાળ ભગવાનના પગે પડે. કહેવત છે કે, “સાંભરના તળાવમાં ભલે હાડકું પડે કે પત્થર પડે, પણ તે બધું મીઠું જ બની જાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ પ્રેમ કરીને ભગવાનને ભેટે કે ક્રોધ કરીને ભગવાનને ભેટે પણ ભગવાન તે એમને બધાને સમાન જ માને છે અને જે તેમને ભેટે છે તેમને બધાને પિતાના જેવા જ બનાવી દે છે.”