________________
૨૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વે ભી ભય માને યથા રે, સૂને ઘર વૈતાલ; ત્યાં મૂરખ આત્મ વિષે રે, માન્યા જગ ભ્રમજાય,
[ શ્રાવણ
આ કથનાનુસાર મેં ભ્રમને કારણે અનેક દુઃખા વહેારી લીધાં છે.
વહેમને કારણે કેવાં કેવાં ભૂતા પેદા કરવામાં આવે છે એ વાત તેા તમે જાણા જ છેા. શરીરને પેાતાનું માનવું એ પણ એક પ્રકારના વહેમ જ છે. આત્મા ભ્રમને કારણે જ શરીરને પેાતાનું માની રહ્યો છે, પણ એમ વિચારતા નથી કે આ શરીર મારું નથી. આજ પ્રમાણે ભ્રમને લીધે આત્મા ખીજાને સુખ દુઃખના આપનારી માની રહ્યો છે. પરંતુ સુણસ્ય દુ:સ્ય ન થોપિ વાતા, પી કરાતીતિ હ્રવુત્તિ રેષામ્। સુખ અને દુ:ખને આપનારે. ખીજો કાઈ નથી, પણ આ આત્માદ્રારાજ સુખ કે દુઃખ પેદા થાય છે. શરીર તા એક સાધન કે હથિયાર છે. શરીરને જો કોઈ દુ:ખ આપે તે પણ આ આત્મા દુઃખી થઈ શકતા નથી. આ સિવાય જો શરીરને કારણે જ આ આત્માને દુઃખ પેદા થાય છે તેા શરીરમાં જ આ આત્માને આવવું ન પડે, એવા પ્રયત્ન કેમ કરતા નથી ! જ્યાંસુધી આત્મા શરીરની સાથે છે ત્યાંસુધી જ તેને દુ:ખ છે. શરીરના સબંધ છેડયા બાદ તેને કાષ્ઠ પ્રકારનું દુઃખ થઈ શકતું નથી. એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવુંછું.
અગ્નિ ઉપર તપેલામાં પાણી ગરમ કરવા મુકયું હોય ત્યારે પાણીના તપેલાને સન્– સન્ અવાજ કરતું તમે જોયું હશે. ‘સન-સન' એવા અવાજ કરી શું કહે છે એને માટે એવી કલ્પના કરવામાં આવે છે કે, પાણી કહે છે કે, અગ્નિની એવી તાકાત નથી કે મને કષ્ટ આપી શકે ? મારામાં એવી શક્તિ છે કે, હું અગ્નિને બુઝાવી શકું છું પણ શું કરું! વચમાં આ પાત્ર આવી ગયું છે અને એ કારણે જ ભારે કષ્ટ સહન કરવું પડે છે. હું આ પાત્રની સાથે હેાવાથી બધનમાં પડી ગયેા છું અને કષ્ટો ભોગવી રહ્યા છું.
જ્ઞાનીજના પણ એ જ વિચારે છે કે, જે પ્રમાણે પાણી પાત્રની સાથે હાવાથી જ અગ્નિને લઈને ઉકળે છે, તે જ પ્રમાણે મારો આત્મા તા દુઃખ રહિત છે પણ શરીરની સાથે હાવાથી દુ:ખ અનુભવી રહ્યા છે. કચેતના અને કફળ ચેતનાથી જ આ આત્મા કષ્ટો ભાગવી રહ્યો છે. આમ હોવા છતાં કમને દોષ આપવાની જરૂર નથી. આત્માએ સાવધાન થવું જોઈ એ.
માને કે કોઈ માણસ આંધળાની માફક આંખા બંધ કરી જતા હતા. રસ્તામાં તેનું માથુ એક થાંભલાની સાથે ભટકાયું અને તેનું માથું ફુટી ગયું. એ કારણે તે થાંભલાને મારવા લાગ્યા. આમ કરનારને તમે શું કહેશેા ! એમજ કહેશેા કે થાંભલાના શું અપરાધ છે કે તેને મારી રહ્યા છે, એ તેા જડ છે, માટે તારે સાવધાની રાખવી જોઇતી હતી.
આ જ પ્રમાણે કમ પણ જડ છે. એટલા માટે કમને દોષ આપવાથી શો લાભ ? પણ કર્મચેતના અને કર્માંકુલ ચેતનાને ભિન્ન માની આત્માને વિવેક કરેા તા દુઃખ જ રહેવા પામશે નહિ !
મુનિ કહે છે કે, હે રાજન્! મારા શરીરમાં અસદ્ય વેદના થવા લાગી. મારા પિતાથી એ દુઃખ જોઈ શકાતું ન હતું. તેઓ કહેતા હતા કે, મારા પુત્ર તેા ધણા સહન