________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ રાજકોટ–ચાતુર્માસ]
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૨ સોમવાર
(પ્રાર્થના) કુંથ જિણરાજ તૂ ઐસે, નહિ કોઈદેવ તે જે,
રિલેકીનાથ તૂ કહીએ, હમારી બાંહ દઢ ગહિએ. કંથ૦ ૧ શ્રી કુન્થનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાનની પ્રાર્થના, હું મારી બુદ્ધિની અનુસાર કહ્યું કેપ્રાચીન સાધુ-મહાત્માઓએ પ્રાકૃત ભાષામાં જે કાંઈ કહ્યું છે, તે પ્રમાણે કહું, એ બન્ને એક જ વાત છે. પ્રાચીન સાધુ-મહાત્માઓએ પ્રાકૃત ભાષામાં જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાતત્ત્વને દૃષ્ટિ સમક્ષ રાખી હું પરમાત્માની પ્રાર્થના કર્યા કરું છું. શાસ્ત્રાનુસાર પરમાત્માની પ્રાર્થના કરવી, એને હું ઠીક સમજું છું. શાસ્ત્રનાં પાને પાને પરમાત્માની પ્રાર્થના વર્ણવેલી છે, એ મારે મત છે. મારા આ મતની સાથે કોઈને મતભેદ પણ હોઈ શકે પરંતુ એ વિષે ઊંડા વિચાર કરવાથી એમાં કાંઈ મતભેદ જેવું જણાશે નહિ. કારણ કે, પરમાત્માની પ્રાર્થનાને વિષય જ એ છે કે, તેમાં મતભેદને સ્થાન નથી. હું તો એમ માનું છું કે, ભગવાનની ઉપદેશિત દ્વાદશાંગીમાં જે એકાદશાંગી ઉપલબ્ધ છે, તેમાં પ્રાર્થના જ ભરેલી છે.
ભગવાન મહાવીરે જગતકલ્યાણ માટે જે અન્ન સમયે અમૃત વાણું ઉપદેશેલી છે અને જે ઉત્તરાધ્યયનને નામે ઓળખાય છે, તે ઉત્તરાધ્યયનસૂત્રને સમસ્ત પ્રવચનને સાર કહેવામાં આવે તે તેમાં મારી દૃષ્ટિએ કાંઈ ખોટું નથી. આ ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬ અધ્યયને છે, સંપૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્રને ક્રમશઃ વાંચી તેને ભાવ સમજાવવા માટે બહુ લાંબા સમયની આવશ્યકતા રહે છે તે પછી એકાદશાંગી વાણીને સમજાવવામાં કેટલો બધે સમય જોઈએ? આપણી શક્તિ તો નાનકડી ગાગર ઉપાડવા જેટલી છે તો પછી સાગરને કેમ ઉપાડી શકીએ ? પણ પ્રાચીન સાધુ-મહાત્માઓએ ભગવાનની વાણીરૂપ સાગરને આ ઉત્તરાધ્યયનસૂત્રરૂપી ગાગરમાં ભરી દીધું છે અને એ રીતે આપણા જેવા અલ્પશક્તિવાળા લોકો પણ જિનાગમને સંક્ષેપમાં સમજી શકે એ પ્રયત્ન કર્યો છે. તે મહાત્માઓએ તે આવો હિતકારી પ્રયત્ન કર્યો છે, પણ પ્રત્યેક વાતને સમજવાનું ઉપાદાન કારણ તે આ આત્મા જ છે. શાસ્ત્ર તે નિમિત્ત કારણ છે. જેમકે, પુસ્તકનું વાચન તે બધા કરે છે પણ