________________
વદી ૪] . રાજકેટ-ચાતુર્માસ
[૨૫ છે. પંડિતાએ કહ્યું કે, એ બધી વાત મારા ખ્યાલમાં છે. હમણાં જ હું મારી યુકિત અજમાવું છું.
પંડિતા ગાજતે વાજતે પાલખીમાં મૂર્તિ બેસાડી સુદર્શનની પષધશાળા તરફ ચાલી. પૌષધશાળા પાસે જઈ તેણીએ મૂર્તિને તે જલ કે સ્થળ ઉપર ફેંકી દીધી અને પછી સાથે આવેલા લોકોને કહ્યું કે, “તમે લોકો અહીં ઉભા રહે, હમણાં હું પૂજા સંબંધી ક્રિયા કરી પાછી આવું છું.” આ પ્રમાણે કહી પંડિતા સાથેના પહેરગીરાને ભ્રમમાં નાંખી પિષધશાળામાં ગઈ અને શેઠને ઉપાડી મૂર્તિના સ્થાને તેમને બેસાડી દીધા અને શેઠને કહ્યું કે, “શેઠ ! તમે વતનિયમમાં દઢ રહેજો. અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારા વ્રતનું પાલન કરો. કાંઈ બોલશો નહિ.”
શેઠ તે પિષધમાં બેઠા હતા. એટલે પંડિતાએ આમ કહેવા છતાં તથા ઉપાડીને મૂર્તિના સ્થાને બેસાડયા છતાં તેઓ કાંઈ બોલ્યા નહિ. મૌન ધારણ કરી રાખ્યું. પંડિતાએ મૂર્તિના સ્થાને સુદર્શનને બરાબર બેસાડી દીધા અને પછી પાલખી ઉપાડી તેણીએ ચાલવા માંડયું.
પંડિતાએ સુદર્શનને આ પ્રમાણે ઉપાડયા છતાં પણ સુદર્શન તે નિશ્ચલ જ બેઠે રહ્યો. આ ઉપરથી કોઈ એમ કહી શકે કે સુદર્શને આવે કાયર કેમ બન્યો ! તેણે પંડિતાને કેમ કાંઈ કહ્યું નહિ? આ પ્રમાણે કોઈ કહી શકે પણ સુદર્શન આ પ્રશ્નના જવાબમાં કહે છે કે, “જ્યારે મેં શરીરની બધી પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો છે તે પછી આ શરીર ઉપર જે થવાનું હોય તે ભલે થાય. માટે તે વખતે શરીરની પ્રવૃત્તિમાં પડવું ન જોઈએ.”
પંડિતા સુદર્શનને ઉપાડી ચાલી નીકળી. પહેરેગીરે તે એમ જ માનતા હતા કે, આ તે એ જ મૂર્તિ છે. પંડિતા જેમ આવી હતી તેમ વાજતે ગાજતે સુદર્શનને મહેલમાં લઈ ગઈ અને એકાન્તમાં તેને મુકી તે હસતી હસતી અભયા પાસે ગઈ અને રાણીને કહ્યું કે, “હું સુદર્શનને મહેલમાં લઈ આવી છું. મેં મારી ફરજ બજાવી લીધી છે. હવે તું તારી ફરજ બજાવ.”
અભયાએ કહ્યું કે, “બહુ સારું થયું. હવે હું મારી ફરજ બજાવીશ. તે તારી શક્તિને પરિચય આપ્યો. હવે મારી શક્તિ પણ જો.”
શેઠ તે જેમ પૈષધશાળામાં ધ્યાનસ્થ બેઠો હતો તે જ પ્રમાણે મહેલમાં પણ ધ્યાનસ્થ બેસી રહ્યા. તે તો એમ જ વિચારતો હતો કે, “ભલે મહેલ હોય કે જેલ હય, મારે તે મારા વ્રતનું પાલન કરવાનું છે. ભલે આ શરીર રહે કે ન રહે, પણ મારા આત્માને કોઈ હાનિ પહોંચાડી શકે એમ નથી.” આ અભયારાણી શૃંગાર સજી, રમઝમ કરતી સુદર્શનની પાસે આવી, પણ સુદર્શન તે પહેલાંની માફક ધ્યાનમગ્ન હતો. રાણી વિચારવા લાગી કે, મારા ઝાંઝરનો અવાજ સાંભળવા છતાં પણ તેની સમાધિને ભંગ ન થયો, તે તે ધ્યાનસ્થ જ બેઠો છે. ગમે તે થાય મારે તે તેને વિચલિત કરે છે. એટલા માટે અત્યારે તે તેની પાસે સામનીતિથી કામ લેવું એ ઠીક છે. મારે તે ગમે તે નીતિથી વશ કરવો છે.