Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
Catalog link: https://jainqq.org/explore/005523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર પરમાત્માને નમઃ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત // ઓત્મસિદ્ધિશાસ્ત્રી, પ્રવચનમાળા 'ભાગ :- ૩, ગાથા :- ૯૨ થી ૧૪૨ • પ્રવચનકાર છે પૂજ્ય મુનિશ્રી ભાનુવિજયજી મહારાજસાહેબા સર્વમંગલમ્ આશ્રમ, 'સામોડીયા (પાટણ). રૂ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત || આત્મસિદ્ધિશાસ્ત્ર | પ્રવચનમાળા ભાગ : ૩ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત | આત્મસિદ્ધિશાસ્ત્ર | પ્રવચનમાળા ભાગ ૩ ગાથા : ૧૨ થી ૧૪૨ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ : પ્રેરણા અને આશિષદાતા : પૂ. સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ : સંકલનકર્તા: પૂ. સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા : પ્રકાશક: સદ્ભુત અભ્યાસ વર્તુળ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા. ભાગઃ ૩ ગાથાઃ ૯૨ થી ૧૪૨ પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ (પૂ.ગુરુજી) અધિષ્ઠાતા, સર્વમંગલમ્ આશ્રમ, ગામ સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ.) તથા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ, પાટણ ઉ.ગુ. - ૩૮૪ ૨૬૫ સંકલનકાર : સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા પ્રકાશક: સતુશ્રુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - ૩૮૪ ૨૬૫ તા.જી. પાટણ (ઉ.ગુ.) વતી, ડૉ. એસ.ટી. કોટક પ્રથમ આવૃતિ - ૧૯-૧૦-૨૦૧૩ પ્રત: ૧000 આસો વદ-૧, સં.૨૦૬૯ મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ પ્રાપ્તિ સ્થાન ૧. સર્વમંગલમ્ આશ્રમ, ૨. સર્વમંગલમ્ પરિવાર આશ્રમ સાગોડીયા- ૩૮૪૨૬૫. તા.જી. પાટણ. (ઉ.ગુ.) | વેરાઈ ચકલા, પાટણ-(ઉ.ગુ.) ૩૮૪૨૬૫ ફોન : ૦૨૭૬૬-૨૭૭૫૯૪ ફોન : ૦૨૭૬૬-૨૨૦૨૩૭ E-mail : sarvamangalamashram@gmail.com ૪. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા ૩. શ્રી જગદીશભાઈ વોરા ૯, બોલે સ્મૃતિ, ૧૧૫૬, જી-૧, ખીરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસ.ટી. રોડ, સૂર્યવંશી હોલ લેન, શિવાજી પાર્ક, સાંતાક્રુઝ (વેસ્ટ) મુંબઈ - ૪૦૦ ૦૫૪. મુંબઈ - ૪૦૦ ૦૨૮. ફોન : ૦૨૨-૨૬૬૧૩૭૦૮, ફોન : ૦૨૨-૨૪૪૫૫૩૮૨, મોબાઈલ : ૦૯૮૨૧૧ ૩૦૩૦૭ મોબાઈલ : ૦૯૮૨૧૯ ૮૧૦૨૯ E-mail : jkpaints.bombay@gmail.com : મુદ્રક: શાર્પ ઑફસેટ પ્રિન્ટર્સ ૩૧૨, હીરા પન્ના કૉપ્લેક્સ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧. ફોન : ૨૪૬૮૪૬૧, મોબાઈલ : ૯૮૨૫૦ ૭૫૦૬૧, અમદાવાદ ફોન: ૨૬૫૮૪૪૧૪ ( ૧૫ Email: sharpoffset@hotmail.com For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગત શતાબ્દિના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર પરમકૃપાળુદેવ, શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક અમરકૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર” ઉપર પ.પૂ.ગુરુજી મુનિ શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ-પાર્લા, મુંબઈના ઉપક્રમે તા.૧૮-૧૦-૨૦૦૫ થી તા. ૧૯-૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી પ્રવચનમાળાનો ત્રીજો અર્થાત્ છેલ્લો ભાગ પ્રકાશિત કરતાં સદ્ભુત અભ્યાસ વર્તુળ, સાગોડીયા, પાટણ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. આત્મસિદ્ધિ પ્રવચનમાળા ભાગ-૩ માં કુલ ૧૪૨ ગાથામાંથી ગાથા ૯૨ થી ૧૪૨ ઉપરના પ્રવચનોનો સમાવેશ થાય છે. ગાથા ૧ થી ૪૨ ઉપરના પ્રવચનો આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૧' અને ગાથા ૪૩ થી ૯૧ ઉપરના પ્રવચનો “આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૨' તરીકે આ પહેલાં પ્રકાશિત થયેલ છે. સમાજ આજે ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, આતંકવાદ, સંયમહીન સ્વચ્છંદી જીવનથી ત્રસ્ત છે. More and more and more and more, વધુ જોઈએ, હજુ વધુ જોઈએ. પૈસો વધુ, પદ ને પ્રતિષ્ઠા વધુ, Standard of living પણ વધુ ઐયાસીવાળી અને મોભાવાળી જોઈએ. પદ, પૈસો, પ્રતિષ્ઠા તથા સંગ્રહ, સત્તા ને સ્વામિત્વમાં માનવ દિન પ્રતિદિન કાદવની માફક વધુ ને વધુ અટવાતો જાય છે. ઇચ્છાઓ, વાસનાઓ, વાણી, મન અને શારીરિક વિકારોના ગુલામ માનવમાં માનવતાનું અધ:પતન પરાકાષ્ઠાએ પ્રસર્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં દિશાહીન, અર્થહીન અને આંધળી આથડકૂડમાં મૂંઝાયેલી માણસજાતને પ.પૂ.ગુરુજીએ વીતરાગ માર્ગ પ્રશસ્તા અનુપમ સશાસ્ત્ર આત્મસિદ્ધિશાસ્ત્ર' ઉપરની એમની અનૂઠી પ્રવચનમાળામાં મૂલગામી, સ્થાયી તેમજ અચૂક સમાધાન શોધવા અને સાધવા મુમુક્ષુઓને પવિત્ર આધ્યાત્મિક અમૃત યાત્રા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કરુણાવશ કરાવી છે. જીવન અભિમુખ અધ્યાત્મનો મંગલ ઉદ્ઘોષ કરતા એમના પ્રવચનો અધ્યાત્મ અભિમુખ પથિકોને પરમતત્ત્વની ઉપાસના તથા પ્રાપ્તિ અર્થે યથાર્થ માર્ગ ચીંધીને જીવન આનંદ, પ્રેમ અને ઉલ્લાસથી છલકાવી દે છે. સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણમાં માનવને માનવતાના અધિષ્ઠાન પર ઊભો કરવા શિક્ષણ, આરોગ્ય, ગૌશાળા, કૃષિક્ષેત્રે લોકહિતાર્થે જનકલ્યાણની ચાલતી વિવિધ સતપ્રવૃત્તિઓના પૂ.ગુરુજી પ્રેરક અને પ્રેરણાસ્રોત છે, એમની આત્મબોધમય અમૃતવાણીથી અનેક તત્ત્વ જિજ્ઞાસુ સાધકોએ સ્વઅધ્યયન તથા સ્વાનુભવાર્થે જીવન સાધનાના રહસ્યો જાણી સીમિતમાંથી અસમિતિમાં નિખરવાની ઉમદા તક પ્રાપ્ત કરી છે. પ.પૂ.ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. સર્વના આત્મકલ્યાણાર્થે સર્વધર્મ સમભાવ અને સદ્ભાવના પાયા ઉપર પ.પૂ.ગુરુજીની ચૈતન્ય અનુભવી સત્યશોધક અમૃતવાણીમાં વીતરાગ પરમાત્માના વચનામૃતો, આગમોનું અમૃત, વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ, સંયમનો સાર અને જીવનની ચેતના છે. આ વિવેચનાત્મક પ્રવચનોમાં આધ્યાત્મિક રહસ્યોનો ઉઘાડ છે, માહિતીસભર વિશ્લેષણાત્મક આત્મલક્ષી પ્રવાહનો નિખાર છે, રોચક શૈલીમાં સચોટ દષ્ટાંતો અને વિવિધ શાસ્ત્રોના સુસંબંધ અવતરણો ટાંકીને પ.પૂ.ગુરુજી શબ્દસત્ત્વનો હાર્દ સમજાવે છે. પ્રત્યેક ગાથામાં નિહિત અર્થગંભીર શબ્દના દાર્શનિક અને તાત્ત્વિક પાસાને પૂ.ગુરુજી સરળ સુબોધ હૃદયસ્પર્શી વિવેચન દ્વારા ઉજાગર કરે છે. - શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી પૂ.ગુરુજીના પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલ તૈયાર કરવાના ભગીરથ કાર્ય પછવાડે અવશ્ય કોઈ દૈવી સંકેત હોવો જોઈએ. અમે ઋણ સ્વીકાર સહ એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એમના દ્વારા સંકલિત “શબ્દાર્થ અધ્યયન કર્તાને ગાથાઓ સમજવા ઉપયોગી બનશે, એ હેતુસર એને પુસ્તકના અંતે પરિશિષ્ટમાં સમાવેલ છે. આ ગ્રંથ સંકલનના પુણ્યશાળી કાર્યમાં પ્રેમપૂર્વક પરિશ્રમ લઈ વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન માટે સાધ્વી ભગવંતો સર્વ શ્રી પૂ.સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ, For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ.સાધ્વીજી ગુણધર્માશ્રીજી મહારાજ અને પૂ.સાધ્વીજી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજને અમે સવિનય વંદીએ છીએ. એમના દ્વારા લખાણોની ઝીણવટભરી ચોકસાઈપૂર્વક ચકાસણી, ભાષાવિષયક સૂચનો અને કૌશલ્યપૂર્ણ સંશુદ્ધિ વગર આ પ્રકાશન અસંભવિત હતું. અમે ઋણસ્વીકાર સહ સર્વે પૂજ્ય સાધ્વી ભગવંતોનો હૃદયપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા પરમ શ્રદ્ધેય સંત પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતુ સ્થાન સૌના હૃદયમાં ધરાવનાર પરમ શ્રદ્ધેય સંત પૂજ્ય શ્રી આત્માનંદ સાહેબનો અમો કૃતજ્ઞતાપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ, રાજકોટ) તથા આ ગ્રંથ પ્રકાશન માટે સ્નેહ, સદ્ભાવ અને સહયોગ આપનાર સર્વેનો અમે આભાર માનીએ છીએ. આ પરાવાણી-સરવાણીના ઉદ્દગાતા પ.પૂ.ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ પરમહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન આત્મ જિજ્ઞાસુઓને પરમાર્થ માર્ગ પરમાનંદને પામવા નિમિત્ત બની રહો એ જ મંગલ કામનાઓ સહ... તા. ૧૯-૧૦-૨૦૧૩ આસો વદ-૧, સં. ૨૦૬૯ સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પૂજ્ય શ્રી આત્માનંદજી તત્ સત્ શ્રી મહાવીરાય નમઃ શ્રી સગુરુદેવાય નમઃ શ્રી પરમકૃપાળુદેવાય નમઃ પરમ કૃપાળુદેવના હૃદયમંદિરમાંથી પ્રગટ થયેલ આ સત્કૃત – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ આગમોનો સાર છે, જેમાં સર્વનયોનો સૂત્રાત્મક રીતે સમન્વય થયેલ છે. દરેક ગાથામાં કૃપાળુદેવના હદયની વિશાળતા તથા અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિ ઝળકે છે. ગાથા નં. ૯૨ થી ગાથા નં. ૧૪૨માં નિશ્ચય અને વ્યવહારનો સુભગ સમન્વય કરીને તેઓએ મોક્ષનો માર્ગ પ્રત્યક્ષરૂપે પ્રશસ્ત કરી આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. પૂજયશ્રી ભાનુવિજયજી મહારાજને આશરે ત્રીસેક વર્ષ પહેલાં સૌ પ્રથમ મહેસાણામાં એક શ્રાવકના નિવાસ સ્થાને મળવાનું બન્યું હતું, ત્યારથી તેઓની સાથે સધર્મના નાતે અંતરનો પ્રેમ બંધાઈ ગયો છે, જે વર્ષો જતાં ધીરે ધીરે વધતો રહ્યો છે. તેમનો સર્વદર્શનો પ્રત્યે ઉદાર ભાવ તથા સાપેક્ષ દૃષ્ટિ હૃદયને સ્પર્શી જાય છે. તેઓ સૌના હૃદયને જોડવા માટે ઘણો પ્રેમપરિશ્રમ કરી રહ્યા છે. કોઈ પણ વિષયને તેઓ સરળ આગવી શૈલીમાં સમજાવે છે; જેથી સાધક મુમુક્ષુઓ સહેલાઈથી ગ્રહણ કરી શકે. તેમની પાસે અખૂટ શબ્દભંડોળ છે; જેનો તેમના પ્રવચનમાં આપણને અનુભવ થાય છે. પૂજય મહારાજશ્રીએ “મોક્ષનો ઉપાય છે તે પદની તથા ઉપસંહારની ગાથાઓ જેમાં નિશ્ચય અને વ્યવહારનો સુંદર સમન્વય છે તથા જયાં સાધકને તે ગ્રહણ કરવા માટે ગુડ્ઝમની અનિવાર્યતા છે - તે ગાથાઓને અત્યંત સરળ ભાષામાં સમજાવી છે, જે વિચારતાં આપણને પરમ કૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ અહોભાવ આવે છે, ગાથાઓનો મર્મ અંતરમાં આલ્વાદ આપે છે અને સાધના કરવા માટે સાચું પાથેય પ્રાપ્ત થાય છે. મોક્ષનો ઉપાય છે - તે પદમાં જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છે દક દશા, મોક્ષપંથ ભવઅંત. ગાથા નં. ૯૯ ઉપરોકત સૂત્રાત્મક ગાથાને મહારાજશ્રીએ સરળ ભાવે સમજાવી છે. બંધના કારણો કહ્યાં છે – For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧) અજ્ઞાન - વિપરીત બુદ્ધિ અને તેથી ઊંધી માન્યતા (ર) અવિરતિ – ઈન્દ્રિયો અને મન ઉપર આપણો કાબૂ ન હોવો (૩) કષાય - અંતરમાં સંયોગો અથવા પરિસ્થિતિના કારણે ઊઠતાં આવેગો (૪) પ્રમાદ - બેહોશી, અસાવધાની (૫) મન, વચન, કાયાની – શુભ અથવા અશુભ પ્રવૃત્તિ તે બંધના કારણોમાંથી છૂટવું હોય તો એક નિયમ સમજવો જરૂરી છે. (૧) આપણે બંધાયેલા છીએ, પણ કાયમ માટે બંધાયેલા નથી. (૨) બંધાયેલા રહેવું હોય તો ખુદ તીર્થકરો આવે તો પણ આપણને છોડાવી શકે નહીં. (૩) અને છૂટવું હોય તો કોઈ રોકી શકે નહીં. આવો નિર્ણય થશે અને બંધન છોડવું હશે ત્યારે તમે છોડી શકશો, સ્વતંત્રતા તમારી પાસે છે. આપ હી બાંધે, આપ હી છોડે, નિજ મતિ શકિત વિકાસી ચેતન જો તું જ્ઞાન અભ્યાસી.' - શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે તેઓ સમજાવે છે કે આપણને કોઈએ બાંધ્યા નથી - આ જૈનદર્શનની મૌલિક વાત છે. જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જ હોય; - સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય. ગાથા નં. ૧૦૭ ઉપરોકત ગાથાનું માર્મિક વિવેચન કરતાં મહારાજશ્રી જણાવે છે કે મોક્ષની ઘટના તે શરીરમાં બનતી ઘટના નથી પણ આત્માની ઘટના છે. આ મોક્ષ જે થાય છે તે આત્માનો થાય છે.. પરમકૃપાળુદેવ કહે છે : નિર્દોષ નરનું કથન માનો, તેહ જે ણે અનુભવ્યું. તેઓએ અનુભવ કરીને આપણને બોધ આપ્યો છે. જાતિ અને વેશથી મોક્ષ નથી પણ વિતરાગદશામાં જ મોક્ષ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ગાથા નં. ૧૩૫ આ ગાથાનો ગૂઢ સિધ્ધાંત પણ પૂ. મહારાજશ્રીએ પોતાની સરળ શૈલીમાં રજુ કર્યો છે; જે દરેક સાધકને પ્રેરણા આપે છે. સત્તા અપેક્ષાએ દરેક જીવ સિધ્ધ સમાન છે પણ તે સિધ્ધત્વ ખીલવવા માટે શ્રી સદ્ગક્ની આજ્ઞા પ્રમાણે અવિરત પુરુષાર્થ કરવો પડશે. એ રીતે ઉપાદાનની મુખ્યતા હોવા છતાં નિમિત્તની અનિવાર્યતા પણ સ્વીકારી છે. આ ત્રીજા ભાગની ૯૨ થી ૧૪૨ ગાથાઓ સાધના માટે ઘણી અગત્યની ગાથાઓ છે, તેમાં ઉપસંહારની ગાથાઓ તો આખા શાસ્ત્રનો સાર છે; જેનું મહારાજશ્રીએ ખૂબ સુંદર રીતે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 પુરુષાર્થ પ્રેરક વિવેચન કર્યું છે. પૂજય મહારાજશ્રીએ ત્રણ વર્ષ દરમિયાનના તેમના સ્વાધ્યાયમાં – ખૂબ પ્રેમ પરિશ્રમ લઈને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની દરેક ગાથાનો શબ્દાર્થ, ભાવાર્થ-નયાર્થ, આત્માર્થ તથા પરમાર્થ સમજાવ્યો છે.. તે પ્રવચનોને આદ. બહેન શ્રી ભારતીબેન નિરંજનભાઈ મેહતાએ અથાગ મહેનત કરીને એક સુંદર ગ્રંથનું સ્વરૂપ આપ્યું છે તે માટે અંતરના ભાવથી તેમને અનેકશઃ ધન્યવાદ આપીએ છીએ તથા આ પ્રકાશન કાર્યમાં માર્ગદર્શન આપનાર સર્વ સાધ્વી મહારાજ સાહેબોને પણ સવિનય વંદન કરીએ છીએ. આ સન્શાસ્ત્રનું પ્રાગટ્ય પરમકૃપાળુદેવના પરમ સખા પૂજયશ્રી સોભાગભાઈની વિનંતીના ફળસ્વરૂપે થયેલ છે માટે આપણે સૌ તેમના પણ અત્યંત ઋણી છીએ. સર્વ સાધક-મુમુક્ષુ ભાઈ-બહેનો આ ગ્રંથનું રસપાન કરી, તેનો મર્મ સમજી આત્મસિદ્ધિનું પ્રથમ સોપાન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તેવી મંગલ ભાવના. આ ગ્રંથના ત્રીજા ભાગનું વિમોચન-શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબામાં કરવા માટેની અમારી વિનંતી સ્વીકારી તે બદલ પૂજય મહારાજશ્રી તથા સર્વ ટ્રસ્ટીઓનો અંતરથી આભાર માનીએ છીએ. ગુરુપૂર્ણિમા, તા. ૨૨-૦૭- ૨૦૧૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના સંસ્થાપક અને પ્રેરણામૂર્તિ પૂજ્યશ્રી આત્માનંદજીને પશ્ચિમ ભારતની અને ખાસ કરીને ગુજરાતની જનતા એક મહાન આધ્યાત્મિક સંત તરીકે ઓળખે છે. બાળપણથી જ એકાંત-ચિંતન, યોગાભ્યાસ, ભજન-કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાચનના સંસ્કારવાળા પૂજ્યશ્રી આત્માનંદજી (મુકુંદભાઈ સોનેજી) નો જન્મ તા.૨-૧૨-૧૯૩૧ ના મંગળદિને અમદાવાદ મુકામે થયો હતો. તેમણે પરદેશની ઉચ્ચ મેડીકલ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ તથા ગીતા, ઉપનિષદ્, શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો, કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કરેલ છે. ૯૬૯માં અસ્વસ્થ તબિયત દરમિયાન ગહન ચિંતન-મનના પરિપાકરૂપે તેમના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. ઈ.સ.૧૯૭૬માં તેઓએ પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય વ્રતને ગ્રહણ કર્યું. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજ્ય આચાર્યશ્રી સમતભદ્ર મહારાજની આજ્ઞાથી ગૃહત્યાગ કરીને “આત્માનંદ નામ ધારણ કર્યું. વિદ્યાની બહુમુખી ઉપાસના, સત્સંગ-સ્વાધ્યાય, તીર્થયાત્રા, ગુણગ્રાહકતા, અનેકાંતદષ્ટિયુક્ત અનેકાંતદષ્ટિ ઇત્યાદિ આત્મસાધનાના વિવિધ અંગોનું આરાધન અને ભક્તિ-સંગીતના માધ્યમથી જીવનને પવિત્ર અને ઉર્ધ્વગામી બનાવવાનો તેમનો અભિગમ રહ્યો છે. નાની ઉંમરથી તેમણે લક્ષ બાંધી દીધેલ કે શાશ્વત સુખ અને આનંદ પ્રાપ્ત કરવા છે. તે માટે જીવન સદાચારી, સાદુ અને દિવ્ય બનાવવું. મુખ્ય સાધનો સત્સંગ, સેવા, ભક્તિ અને સંતોના સાન્નિધ્યને સફળ રીતે અપનાવ્યા. વાચન-ચિંતન-મનન-લેખનથી તેમણે ઈચ્છિત દિશા અને દશા પ્રગટાવ્યા. ટુંકમાં સાહેબજીનું જીવન ભક્તિપ્રધાન, અધ્યાત્મ પ્રયોગાત્મક અને પ્રેરણાદાયી છે. તેમની વાણી અનુભવાત્મક, ઉત્સાહપ્રેરક અને શુભ આશીર્વાદરૂપ છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિષે પૂ.ગુરુજીના હૃદયમાંથી નીકળેલા ઉગારો સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા “આત્મસિદ્ધિ શાસ્ત્ર એક ગંભીર સાગર છે. તે શબ્દોનો સાગર નથી, એ કલ્પનાઓનો સાગર નથી. એ વિચારો કે ભાવોનો સાગર નથી. એ વિકલ્પોનો નહિ પણ સમગ્ર અસ્તિત્વનો સાગર છે.” “આ આત્મસિદ્ધિના પ્રત્યેક શબ્દોમાં અનંત જ્ઞાનનો સાગર ભર્યો છે. આત્માની સિદ્ધિ જેમાં કરવામાં આવી છે, તેવું જે શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર.” - “એવું એક દિવ્ય શાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર ! જેમાં પ્રજ્ઞાની વાત કરી છે, જેમાં ધ્યાનની, સમ્યજ્ઞાન, સમ્યદર્શનની, મોક્ષની, પરમ અનુભૂતિની અને પરમાત્માની તથા જીવોની ભૂલોની પણ વાત કરી છે.” જ્યારે ધરતી પર આગમો નહિ હોય, ધરતી ઉપર શાસ્ત્રો નહિ હોય, અને આ ધરતી ઉપર એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે, તો બધા શાસ્ત્રો જીવિત થશે.” આત્મસિદ્ધિ એ એક શાસ્ત્ર નથી, પણ શાસ્ત્રોની ખાણ છે.” સોનાની ખાણ છે. આમાં એકપણ શબ્દ વધારે નથી. આ સમગ્ર અધ્યાત્મનું સંગીત છે. રતનનો * ડાબલો છે.” ““આત્મસિદ્ધિ શાસ્ત્ર એ વહેતી પ્રચંડ નદી છે, કચરો તેમાં તણાઈ જાય. બધાં જ આપણા કચરા તાણી જશે, ખેંચી જશે.' આત્મસિદ્ધિ કોઈ વિચારોથી લખાઈ નથી, આત્મસિદ્ધિ કોઈ જ્ઞાનથી લખાઈ નથી, આત્મસિદ્ધિ લખાઈ જ નથી. આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. જેમ દેવ અવતરે તેમ આત્મસિદ્ધિનું અવતરણ થયું છે.” “જાગૃતિક અવસ્થામાંથી આત્મસિદ્ધિનું અવતરણ થયું તેના માધ્યમ શ્રી પરમકૃપાળુ દેવ થયા.” * “આત્મસિદ્ધિ શાસ્ત્ર એક અલૌકિક વસ્તુ છે, જેમાં દોઢ કલાકમાં તમામ શાસ્ત્રોનું રહસ્ય પ્રગટ થયું !' For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ‘‘આત્મસિદ્ધિ રચવાનું કોઈ આયોજન નહિ, વિકલ્પ નહિ અને રચવાની વૃત્તિ પણ નહિ અને પ્રગટ થાય એ આત્મસિદ્ધિ ધરતી ઉપરની દિવ્ય ઘટના છે.’’ ‘આત્મસિદ્ધિ એ પરમ ગંભીર દ્રવ્યાનુયોગનો ખજાનો છે. દ્રવ્યાનુયોગ જૈન દર્શનનો નિચોડ છે, પરંતુ આ તો જીવનનું શાસ્ત્ર છે.’’ ‘આત્મસિદ્ધિ એ જૈનદર્શનનો ડ્રાફટ છે. એ ૪૫ આગમોનો ડ્રાફટ છે. એક આત્મસિદ્ધિ જીવનમાં હશે તો કરોડો રૂપિયાની સંપત્તિ હાથમાં હશે. જૈનદર્શનનાં તમામ રહસ્યો આમાં છે.'' -આત્મવાદ, કર્મવાદ, મોક્ષવાદ, સાધનવાદ, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય અને વ્યવહાર, મતાર્થી અને આત્માર્થી, જ્ઞાન અને ક્રિયા, જિજ્ઞાસુ અને મુમુક્ષુ, બોધબીજ, ગુરુ શિષ્ય, ભેદજ્ઞાન, જ્ઞાતા દ્રષ્ટા, સમર્પણ, સદેહી-વિદેહી-અદેહી બધાં જ ગંભીર રહસ્યો આમાં સમાયેલ છે. * ‘‘તમામ શાસ્ત્રોનો સાર સર્વાંગીપણે અનેકાંતના પાયા ઉપર કહ્યો છે.’’ ‘‘મોક્ષમાર્ગના પ્રારંભથી માંડી મોક્ષ થાય ત્યાં સુધીની સાધનાઓનું વર્ણન આ શાસ્ત્રમાં છે.’’ * * * * * * " ‘‘આધ્યાત્મિક જગતમાં સર્વથી શ્રેષ્ઠ સર્જન, જેમાં તત્ત્વજ્ઞાનનો અને ખાસ કરીને ભારતીય તમામ દર્શનનો નિષ્કર્ષ છે તેવું શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર - જેનું પ્રાગટ્ય પરમકૃપાળુ દેવ દ્વારા થયું.’’ ‘‘આત્મસિદ્ધિ શાસ્ત્ર ! પરમ રહસ્યથી ભરેલું, તમામ પ્રકારનાં પાસાઓને સ્પષ્ટ કરતું અને અધ્યાત્મના મૌલિક સિદ્ધાંતોને વિગતવાર જણાવતું એવું અજોડ શાસ્ત્ર ! For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ પરમાત્મા For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાકર સમર્પણ પૂ. શ્રી સોભાગભાઇ અને પૂ. શ્રી અંબાલાલભાઇ ને સાદર સમર્પણ પૂ. સોભાગભાઇ માટે શ્રીમજીનાં વચનો પૂ. અંબાલાલભાઇ માટે શ્રીમજીના વચનો “ આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાણ જેવા “અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.” અને વૈરાગ્યાદિને કારણે લબ્ધિ પ્રગટાવે એવી. “ શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી હતી, તે એવી કે અમે ત્રણ-ચાર કલાક બોધ કર્યો નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી વાત્કાર (વેચારવા યોગ્ય છે. લાવવા કહે તો તે બધું અમારા શબ્દોમાં જ (વચનામૃત પત્રાંક ૭૮૨) લખી લાવતા.” શ્રી સોભાગની મમક્ષ દશા તથા જ્ઞાનીના (શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા પૃ. ૨૧૧) માર્ગ પ્રત્યેનો તેનો અદભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.” (વચનામૃત પત્રાંક ૭૮૩) For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણીઆ વિ.સં.૧૯૨૪ કારતક સુદ પૂનમ, રવિવાર 9-11-1867 દેહવિલય: રાજકોટ વિ.સં. ૧૯૫૭ ચૈત્ર વદ-૫, મંગળવાર 9-4-1901 For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજસાહેબ સર્વમંગલમ્ આશ્રમ, ગામ : સાગોડીયા, જી. પાટણ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 1 વિ? સંતો હિબ્રુ કઈ દિશા? સંત એ જ દિશા - મહાભારત પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સમત્વ ” સાધનાપથ સમજાવતા સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા અને તમસો મા જ્યોતિમય’ – અંધકારમાંથી અસ્તિત્વનો પ્રકાશ પામવા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના અધિષ્ઠાતા છે. ૬ જુલાઈ ૧૯૩૧ પૂનામાં જૈન કુળમાં જન્મ, ૧૨ વર્ષની નાની વયે પોતાના માતા-પિતા સાથે દીક્ષા ગ્રહણ, ૧૭ વર્ષની ઉંમરે મુંબઈમાં જાહેર ધાર્મિક મનનીય પ્રવચનો દ્વારા અધ્યાત્મ ગગનમાં બાલમુનિ તરીકે ઊંચી ઉડાન, સર્વ ધર્મો અને સશાસ્ત્રોના અભ્યાસ અને આરાધના થકી સાધકને સાંકડા કૂંડાળામાંથી બહાર આણી, સઘળે વિલસી રહેલ એક પરમ તત્ત્વની અર્થાત્ સત્યની ઝાંખી કરાવવા જ માર્ગદર્શન અને સાધના માટે મુનિશ્રી કાર્યરત છે. જૈન આદર્શને અનુરૂપ જીવન જીવતાં અને માનવસેવાને જ માધવસેવા માની “સર્વનું મંગલ થાઓ, સર્વ સ્વસ્થ રહો, સર્વ સુખી થાઓ', એવી શુભ કરુણાસભર ભાવનાને સાકાર કરવા લોકહિતાર્થે જનકલ્યાણની વિવિધ સદ્ભવૃતિઓ પૂ.મુનિશ્રીની નિશ્રામાં સાગોડીયા અને પાટણ આશ્રમોમાં ચાલે છે. તેમની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને અધ્યાત્મની સત્યશોધક નવનીત પીરસતી અમૃત વાણીથી પ્રભાવિત ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધા, આદર અને પ્રેમથી મુનિશ્રીને “ગુરુજી” તરીકે હૃદયમાં પ્રસ્થાપિત કરેલ છે. પૂ.ગુરુજીની અમૃત વાણીમાં વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ અને ઓમ્કારનો નાદ છે, આગમોનું અમૃત, વીતરાગ પરમાત્માના વચનામૃતો, સંયમનો સાર અને જીવનની ચેતના છે. | ઋષિતુલ્ય, સૌમ્ય, સર્વતોમુખી જ્ઞાનમૂર્તિ પૂ.ગુરુજીએ પોતાને પ્રાપ્ત જ્ઞાન અને સ્વાનુભવને સમાજના એક વર્ગ પૂરતો મર્યાદિત ન રાખતાં સર્વના આત્મકલ્યાણ અર્થે સર્વ ધર્મ સમભાવ અને સંભાવના પાયા ઉપર ઈ.સ.૧૯૬૬ માં સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયાની સ્થાપના કરી. એમની ઉદ્ઘોષણા છે : “ધર્મ એક છે. ધર્મ સનાતન છે. ધર્મ એ પરબ્રહ્મ પ્રાપ્તિનો એક માર્ગ છે. રસ્તા અનેક હોય પણ છેવટનું વિશ્રામ સ્થાન For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ - 18 તો એક જ છે, માટે ધર્મને સંપ્રદાયના વાડામાં કેદ ન કરો. ધર્મને નામે કદી પણ ઝઘડો ન કરો. જ્યાં ઝઘડો છે ત્યાં ધર્મ નથી જ.” પૂ.ગુરુજીની પ્રેરણાથી અથાક પરિશ્રમ અને અખૂટ ધીરજપૂર્વક સાગોડીયાની ખારીપાટ ૬૮ એકર જમીન ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જમીન સુધારણા થઈ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયાને નયનરમ્ય ચિત્તઆકર્ષક નૈસર્ગિક સુંદરવનમાં રૂપાંતરિત કરેલ છે. મનના કોલાહલને શાંત કરી, ભીતરના આંદોલનને ઝંકૃત કરી, આત્મખોજ અર્થે સાધક અહીં પ્રગાઢ શાંતિ અને અલૌકિક આનંદનો અનુભવ કરે છે. ચમત્કાર અને દુન્યવી લાલચથી પોતાની પાસે આવવાનું અનુમોદન ન આપતાં પૂ.ગુરુજી હંમેશા આગંતુકને સમજાવતા હોય છે કે એક ખૂણે બેઠા બેઠા માણસના જીવનમાંથી રાગ, દ્વેષ, કષાયને ઓછા કરવાનો અમારો પ્રયત્ન છે. અમારે માણસને નરમાંથી નારાયણ કરવો છે. આ અમારું ધ્યેય છે અને એ માટે અમારા પ્રયત્નો છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં અહીં આશ્રમમાં શિક્ષણ, સેવા તથા આત્મઆરાધનાની પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલી રહી છે. સદાચાર, ચારિત્ર્ય ઘડતર માટે જીવન જ્યોતિ જ્ઞાનમંદિર (બુનિયાદી માધ્યમિક શાળા) અને જીવન જાગૃતિ સંસ્કાર મંદિર (ગુરુકુળ-છાત્રાલય)માં વિદ્યાર્થીઓનો સર્વાગી અને સંતુલિત વિકાસ થઈ રહ્યો છે. કોમ્યુટર સેન્ટર, પુસ્તકાલયની સગવડો સાથે શાળામાં સંસ્કાર સિંચન સહ સાચી કેળવણી માટે પૂ.ગુરુજી પ્રયત્નશીલ રહે છે. આશ્રમમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૂ.ગુરૂજીના વડપણ હેઠળ સંતોષજનક ચાલે છે. આરોગ્ય સેવા માટે શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ વાન અને સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી, મધ્યમ વર્ગ અને નિરાધારોને સહાય કરવા હરિઓમ્ સહાય યોજના, મંદબુદ્ધિ અપંગ સહાય યોજના, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ, વિધવાઓ માટે સહાય યોજનાઓ, દુષ્કાળ-અતિવૃષ્ટિ-ભૂકંપ વખતે વિવિધ રાહતકાર્યો પૂ.ગુરુજીની રાહબરી હેઠળ નિયમિત ચાલતાં હોય છે. અહિંસા પ્રેમી પૂ.ગુરુજીની જીવમાત્રનું કલ્યાણ થાય એવી ભાવકરુણાને મૂર્તિમંત કરવા કુમુદ ગૌશાળામાં ગાયોની સેવા શુશ્રુષા અર્થે સુંદર વ્યવસ્થાનું આયોજન થયું છે. સૌંદર્યસભર નૈસર્ગિક કુમુદ ગૌશાળા મધ્યે બંસરીવાદક ભગવાન કૃષ્ણની પ્રતિમા અને સમગ્ર ગૌશાળા સંકુલ મન અને ચિત્તને શાંતિ તથા આનંદ આપે છે. - પુષ્પને કહેવું નથી પડતું કે મારામાં સુગંધ છે, તેમ સેવા, સ્વાધ્યાય, સુમિરનથી સ્વરૂપ- સ્થિરતાની સાધનાની અધ્યાત્મ પ્રવૃત્તિઓ અને આત્મબોધદાયક પૂ.ગુરુજીની For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અમૃતવાણીની સૌરભ ડીસા, પાલનપુર, મહેસાણા, ખેરવા, અમદાવાદ, કોબા, મોરબી, રાજકોટ, વવાણીયા સુધી સીમિત ન રહેતાં મુંબઈ, મધ્યપ્રદેશ, બેંગ્લોર અને અમેરિકા સુધી પ્રસરી છે. પૂ.ગુરુજીના સાંનિધ્યમાં અધ્યાત્મ જીવનનું સર્વોત્તમ શિખર સ્વરૂપરમણતા સિદ્ધ કરવા સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા આદર્શ આધ્યાત્મિક સંકુલ અને દિવ્ય તીર્થધામ છે. પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધના દ્વારા જીવનની શાંતિ અને પરમાર્થનો માર્ગ પામવા વાનપ્રસ્થો માટે સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર છે. આત્માર્થી સાધકો માટે સાધક કુટિર, કેશર ધ્યાન કક્ષ – પાંચ કુટિરો, ભગવાન પાર્શ્વનાથનું મંદિર છે. અતિથિઓ માટે આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ છે. અધ્યયન માટે લાયબ્રેરી, ઓડિયો-વિઝયુઅલ માટે ઓડીટોરિયમ અને સુંદર ભોજનાલયની સગવડ આ પવિત્ર પરિસરમાં આવેલી છે. - શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રમાં પૂ.ગુરુજી આત્મબોધ આપી વીતરાગતાને વરવા જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યનું અમૃત પીરસે છે. પ.પૂ. ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. દર રવિવારે અને સમયાંતરે નિયમિત આયોજાતી ધ્યાન શિબિરોમાં એમની નિશ્રામાં ધ્યાનની ભૂમિ ઉપર પ્રેમના પુષ્પો પાંગરી જીવન ઉત્સવ બને છે. જીવનમાં જ્ઞાન પ્રકાશનાં અજવાળાં પાથરી સાધક પૂ.ગુરુજીના સાંનિધ્યમાં પરમતત્ત્વની ઓળખાણ દ્વારા પરમ સમીપે જવા ધ્યાન સાધના કરે છે. પૂ.ગુરુજીની પ્રેરણાથી આશ્રમની પવિત્ર ચેતનવંતી ભૂમિમાં એકાંત, અસંગ, મૌનસ્થ દશામાં સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન, ભક્તિ, ધ્યાન સાધના અર્થે સાધુ-સંતો અને આત્માર્થી મુમુક્ષુ જીવો આત્મોન્નતિ કરી શકે તે હેતુથી સગવડો આપતા આદર્શ આત્મ આરાધના કેન્દ્રની શરૂઆત અધ્યાત્મ જગતની નોંધપાત્ર ઘટના છે. દરેક તત્ત્વજ્ઞાની અંતે તો એક “સતુ” તત્ત્વની જ ખોજ કરે છે. સર્વદર્શન સભાવ અને અન્ય મત પ્રત્યે ઉદાર, અનેકાંતદષ્ટિ ધરાવનાર પૂ. ગુરુજીએ આત્માર્થી જીવ ભારતીય તત્ત્વજ્ઞાનની પદર્શન વિચારધારાને જાણી અને સમજી શકે એ ઉદ્દેશ્યથી આશ્રમમાં વીતરાગ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરેલ છે. જેમાં વીતરાગ દર્શનની દૃષ્ટિએ ધર્મ, કર્મ, તત્ત્વદર્શન, મોક્ષમાર્ગ, જીવના ક્રમિક વિકાસના ૧૪ ગુણસ્થાન, અનેકાંતવાદ, બાર અનુપ્રેક્ષા, યોગ, ધ્યાન, વીતરાગ વિજ્ઞાનની માહિતીસભર સંક્ષિપ્ત પ્લેટોને પ્રથમ ખંડમાં દર્શાવવામાં આવી છે. બીજા ખંડમાં સત્તાધના દ્વારા આત્માર્થી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સાધક આત્મજ્ઞાન અને આત્મશાંતિ પામે એ હેતુસર પરમતત્ત્વવેતા, અધ્યાત્મયોગી, જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન દર્શનને આલેખેલ છે. અને ત્રીજા ખંડમાં વેદ ઉપર આધારિત ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા (વેદાંત) દર્શનો અને વેદ ઉપર આધારિત ન હોય તેવા ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો ઉપરની વિચારણા તથા ભારતના મહાન સંતો દાર્શનિકોના જીવનચરિત્ર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવેલ છે. પ.પૂ. ગુરુજી દ્વારા ૧૯૬૮ માં સ્થપાયેલ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણમાં પૂ.ગુરુજીના આધ્યાત્મિક પ્રવચનો, ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન યજ્ઞો, સંતો-વિદ્વાનોના પ્રવચનોનું આયોજન થાય છે. અને સાધકને આત્મકલ્યાણ અર્થે પ્રેરણા, માર્ગદર્શન અને આત્મબોધ મળે છે. ૩૪ ચાતુર્માસ પ્રવચનમાળાઓ થઈ. ૩૬ પુસ્તકોનું પ્રકાશન અને દર ત્રણ મહિને આશ્રમનું મુખપત્ર “પરમ તત્ત્વ'નું પ્રકાશન ધર્મપ્રેમી જનતાને અધ્યાત્મના પીયૂષ પીવડાવે છે. પૂ.ગુરુજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમ્યગૂ જ્ઞાન પ્રસારણ યોજના, સપ્રુત અભ્યાસ વર્તુળ અને શ્રી ગુરુવાણી, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન અને ઓડિયો-વિડીયો સી.ડી. તૈયાર કરે છે. પૂ.ગુરુજીમાં સાધુની સાધુતા ને સંતનું સંતત્વ છે. તેઓ સમાધિના સુંદરેશ્વર છે, મૌનના મુનિ, યોગના યોગેશ્વર, પ્રેમનું પૂર્ણ સ્વરૂપ અને સત્યનું સત્ત્વ છે. તેઓ કૃપાના સાગર, જ્ઞાનની સરસ્વતી, ભક્તિની યમુના અને અધ્યાત્મની ગંગા છે. પ.પૂ.ગુરુજીની દિવ્યસાધનાથી પવિત્ર બનેલી આ તપોભૂમિ સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર તથા માનવીય ગરિમાનું ક્ષેત્ર છે. અધ્યાત્મનું અરણ્ય અને અમૃતનું સરોવર છે. આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના ઝળહળતા પ્રકાશથી સનાતન મોક્ષમાર્ગ અને વીતરાગતાને ઉદ્યોત કરનાર પૂ.ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ માનવતાના મસીહા છે, એવા પ્રેમસ્વરૂપ, કરુણામૂર્તિ પ.પૂ. ગુરુજીને કોટિ કોટિ પ્રણામ. ડૉ. એસ.ટી. કોટક (ડીસા) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આચમન પૂ. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ ૐ અર્હ નમઃ શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રભવચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમઃ અનંત કરુણાના સાગર, પરમ તારક, દેવાધિદેવ, વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પરાર્થરસિક, કરુણાનિધિ પ. પૂ. ગુરુજીની પરમકૃપા અમારા સર્વે ઉપર નિરંતર વરસી રહી છે, જેના પરિણામે શ્રીમતી ભારતીબેન એન. મહેતા પૂ. ગુરુજીના આત્મસિદ્ધિશાસ્ત્રનાં બધા જ પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલો તૈયાર કરી શકયાં. તેઓ તથા અમારા સાધ્વી શ્રી દિવ્યદર્શિતાશ્રીજીના સહિયારા પુરુષાર્થથી બે ભાગની જેમ આ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ ત્રીજાનું એક શ્રેષ્ઠ સર્જન - સંકલન મુમુક્ષુ જગત સમક્ષ મૂકાઇ રહ્યું છે એનો અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ત્રીજા ભાગમાં છઠ્ઠું પદ તથા શિષ્યબોધબીજ કથનની ૯૨ થી ૧૪૨ ગાથાનું વિવેચન છે. મુમુક્ષુઓએ મુખ્યપણે તો છ પદોનો સર્વાંગીણ બોધ પ્રાપ્ત કરવાનો છે ને તે પ્રાપ્ત કરી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. તેમાં જો પ્રવર્તે તો જ સાચા અર્થમાં આત્મસિદ્ધિ આત્મસાત થાય ને મુમુક્ષુ પાંચમાં પદમાં સ્થિત થઇ શકે. તે માટે પૂ. ગુરુજીએ છ પદના સર્વાંગીણ બોધ માટે તથા છ પદમાં સમાયેલા છ દર્શનો, નિશ્ચયનય ને વ્યવહારનય, દ્રવ્યાર્થિકનય ને પર્યાયાર્થિક નય, ઉપાદાન અને નિમિત્ત કારણ આવા ગૂઢ તત્ત્વોને સમજવા માટે ગૂઢ ચાવીઓ, કળો જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાઇ છે તેને સમજાવવા, ગૂઢ રહસ્યોને સુપાચ્ય બનાવવા તીર્થંકરદેવો, ગણધર ભગવંતો, મહર્ષિઓ, મનીષીઓ, તત્ત્વચિંતકો, ભકતો, કવિઓ; ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, શ્રી ગૌતમસ્વામીજી, શ્રી સુધર્માસ્વામીજી, શ્રી કુંદકુદાચાર્યજી, ઉમાસ્વાતિ, મહારાજ પૂજયપાદ સ્વામી પૂ. હરિભદ્રસૂરી મ., પૂ. હેમચંદ્રસૂરી મ., પૂ.જ્ઞાનવિમલસૂરી, પૂ. ઉદયરત્ન મ., ઉપા. યશોવિજયજી મ., આનંદઘનજી મ. શ્રી ચિદાનંદજી, શ્રી દેવચંદ્રજી મ., મહર્ષિ પતંજલિ, ગોરખ, મછીંદર-દાદુ-સુંદરદાસ, અષ્ટાવક્રજી, જનકવિદેહી, તુલસીદાસજી, સુરદાસજી, નરસિંહ મહેતા, અખો, કબીર, દાસ રણછોડ, ગંગાસતી, મીરા આદિ અનેકનાં આર્ષવિધાનો-શ્લોકો, પદો, મંતવ્યો, ઉદાહરણો આપીને તત્ત્વને વિશદ રીતે For Personal & Private Use Only 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 સ્પષ્ટ કર્યું છે. કથાઓ, દૃષ્ટાંતો કહીને ગહન તત્ત્વજ્ઞાનને બોઝીલ ન બનાવતાં માખણ મિશ્રી સમ બનાવ્યું છે. આમેય ગુરુની ભાષા ને પ્રવચનશૈલી પ્રસાદગુણ સંપન્ન હોવાથી અર્થગહન ગ્રંથોનું રહસ્ય મુમુક્ષુઓ સહજમાં પામી શકે છે. આપણે તેના અંશોનું આચમન કરીએ. મોક્ષમાર્ગમાં અવરોધ કરનાર પરિબળ ત્રણ, (૧) અહંકાર (૨) આસક્તિ અને (૩) પોતાની માન્યતાનો જડતાપૂર્વકનો આગ્રહ. મારો કહેલ શબ્દ એ પરમ સત્ છે એવો જે દાવો કરે છે તે સત્યથી હજારો માઇલ દૂર છે. જેને બાદ કરી શકાય તેને કહેવાય છે વિભાવ. જેને બાદ ન કરી શકાય તેને કહેવાય છે સ્વભાવ. ‘સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે' આ જૈનદર્શનનો સામ્યવાદ છે. તે સાધનાનો પાયો છે. કર્મો જોરદાર તો છે પણ તારા જેટલા તો નહીં જ. તું જે દિવસે નિર્ણય કરીશ તે દિવસે કર્મોનો ભુક્કો તું બોલાવી દઇશ. ભાન થવું તેને કહેવાય છે જાગરણ, તેને કહેવાય છે અપ્રમત અવસ્થા. ધર્મના તમામ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે પરંતુ આપણા બધા ઉપાયો દેહાધ્યાસ મજબૂત કરવા માટેના છે. સાંભળવું અને શ્રવણ કરવું એ બે વચ્ચે ફરક છે. સાંભળવામાં કાનની મુખ્યતા અને શ્રવણ કરવામાં હૃદયની મુખ્યતા છે. આત્મબીજનું ખીલવું તેનું નામ સાધના અને ખીલતા ખીલતાં પૂરેપૂરું ખીલી જાય ત્યારે બને પરમાત્મા. આપણે જ્ઞાનીની બુદ્ધિ સુધી પહોંચીએ છીએ પણ હૃદય સુધી પહોંચી શકતા નથી. જે હૃદય સુધી પહોંચ્યો તે શિષ્ય. દાસભાવનો મુખ્યભાવ નમ્રતા, નમ્રતાનો મુખ્યભાવ વંદન અને વંદનનો મુખ્યભાવ તન, મન અને ધનથી સદ્ગુરુની સેવા છે. જેની પાસે પ્રેમ હોય, ક્રુણા હોય, જે નિષ્પક્ષપાતી હોય, કદાગ્રહ અને હઠાગ્રહથી જે મુક્ત હોય અને સત્યને સમર્પિત હોય તે સરળ છે. આત્માની ભ્રાંતિનું ભાન જયાં થાય તે સત્સંગ. ભાન જે કરાવે અને મટાડે તેને કહેવાય સદ્ગુરુ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મોહના બે કામ (૧) આત્મ વિસ્મરણ કરાવવું (૨) સુખ બહારના પદાર્થોમાં, વિષયોમાં અને સંયોગોમાંથી મળે છે એમ ઠસાવી દેવું. પહેલા સભ્ય સમજ આવશે, તેથી જ્ઞાન સ્વચ્છ થશે, એમાંથી દઢ શ્રદ્ધા થશે પછી પ્રક્રિયામાં ઢળશે. પ્રક્રિયામાં ઢળ્યા પછી અવરોધ કરનાર દર્શન મોહનીય કર્મનો ઉપશમ થશે ત્યારે જે કંઈ અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. સમગ્રપણે જ્ઞાન શેયમાંથી છું પડીને જ્ઞાતામાં કર્યું છે એવી જે અવસ્થા તેને કહેવાય છે શુદ્ધભાવ. આગ્રહ અહંકારને મજબૂત કરે છે ને ખાસ કરીને બીજાઓથી તોડે છે. આત્માની અશુદ્ધ અવસ્થા વર્તમાનની છે. શુદ્ધ થઈ શકવું તે યોગ્યતા છે. સદ્ગુરુ હૃદયથી બોલે છે અને શિષ્ય હૃદયથી સાંભળે છે અને હૃદયમાં તે પરિણામ પામે છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થવો તેને કહેવાય છે જ્ઞાનભાવ. આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તેને કહેવાય છે મોહભાવ. મુમુક્ષુ વાચકવર્ગ આ ગ્રંથનું ઊંડાણથી અવગાહન કરે, છએ છ પદોને એના યથાર્થ સ્વરૂપમાં સમજી છઠ્ઠા પદમાં પ્રવર્તે, પૂ. આનંદઘનજી મહારાજે ગાયું છે કે, કારણ જોગે હો કારજ નિપજે, એમાં કોઈ ન વાદ પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજમત ઉન્માદ. સદ્ગુરુ આજ્ઞા અને જિનદશાના અવલંબને “ સવન-જ્ઞાન-રાત્રિાળ મોક્ષમ:' આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને આરાધી વાચક વૃંદ પરમાનંદ સ્વરૂપ મોક્ષપદને પામે એ જ મંગલભાવના. આ સંકલન કાર્યમાં અમ છદ્મસ્થતા-મતિમંદતાના કારણે કોઈપણ ક્ષતિ થઈ હોય. વીતરાગદેવના વચન વિરુદ્ધ ને ગુરૂજીના આશય વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં. વિ.સ. ૨૦૬૯ જેઠ વદ ૧૩ યોગનિષ્ઠ પૂજય આચાર્યદેવશ્રી વિજય તા. ૬/૭/૨૦૧૭ શનિવાર કેશરસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી પૂ. ગુરુજીનો ૮૩મો જન્મદિન પરમયોગિની પ.પૂ.સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજના અંતેવાસી, પરમવિદૂષી પ.પૂ.સાધ્વી વિનયશ્રીજી મહારાજની ચરણકિં કરી સાધ્વી પ્રિયદર્શનાશ્રી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 શંકાઓ શિષ્યની અને સમાધાન સદ્ગુરુ પાસેથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ.પૂ. ગુરુજીએ અત્યંત ગંભીર પ્રવચનો આપ્યાં છે. આ પ્રવચનોમાં શિષ્ય મારફત ષટ્પદ ઉપર થતી શંકાઓ અને તેના સમાધાન સ્વરૂપ સમ્યક્ સમજણ સદ્ગુરુ મારફત સંવાદરૂપે આપેલ છે. આત્મજિજ્ઞાસુ સાધકને આત્મદર્શનની સમસ્યાઓના સમાધાન અર્થે આ ગ્રંથ અત્યંત ઉપયોગી નિવડશે. શિષ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નો નીચે મુજબ છે. પ્રથમ પદ ‘આત્મા છે' વિશે પ્રશ્નો આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાક મતની પ્રચલિત દલીલો, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની શંકારૂપે - જિજ્ઞાસારૂપે જણાવે છે. પ્રશ્ન - ૧ હે ગુરુદેવ નેત્રો દ્વારા આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્શદિ ઈન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી. આમ આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. પ્રશ્ન - ૨ દેહ, ઈન્દ્રિયો અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ, કોઈ જુદું ચિહ્ન દેખાતું નથી. પ્રશ્ન ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી ? - 3 પ્રશ્ન - ૪ આમ જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોને થાય અને મોક્ષ કોનો થાય ? એટલે મોક્ષના ઉપાય કરવા તે ફોકટ છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ 25 દ્વિતીય પદ “આત્મા નિત્ય છે” વિશે પ્રશ્નો) શ્રી ગુરુના નિર્મળ અંતરમાંથી વહેતા વચનામૃતના પવિત્ર ઝરણામાં ડૂબકી મારતાં શિષ્યના અંતરમાં “આત્મા છે જ એવો સમ્યગૂ નિર્ણય પ્રકાશિત થાય છે. પરંતુ દેહની ઉત્પત્તિ-નાશરૂપ સ્થૂળ ભવપર્યાયની અપેક્ષાએ (ચાર્વાક મતના પ્રભાવથી) અને સમયે સમયે પલટાતી ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ (બૌદ્ધમતના પ્રભાવથી), આત્માનું નિત્યત્વ નહીં સ્વીકારનારા આ બે દર્શનોની પ્રચલિત દલીલો, તે દર્શનનાં નામ લીધા વિના શિષ્યની શંકાઓ જિજ્ઞાસારૂપે અહીં રજૂ કરે છે. પ્રશ્ન - ૧ આત્માના અસ્તિત્વ સંબંધી નિઃશંક થવા છતાં શિષ્યને શંકા થાય છે કે જેમ ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, તેમ આત્મા દેહની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થાય છે અને દેહના મૃત્યુ સાથે તેનું પણ મૃત્યુ થાય છે. આમ આત્મા ત્રણે કાળ હોય એવો નિત્ય પદાર્થ નથી. પ્રશ્ન - ૨ વસ્તુ માત્ર ક્ષણિક સ્વભાવી છે, નિત્ય નથી, તેમ દેહના યોગથી આત્મા ઉપજે છે અને દેહના વિયોગથી આત્મા નાશ પામે છે એમ દેહકાળવાર્તાપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. તૃતીય પદ “આત્મા કર્મનો કર્તા છે' વિશે પ્રશ્નો પરમકૃપાળુદેવે આત્માના કર્તુત્વને નહીં સ્વીકારનારાં એવા સાંખ્ય, ન્યાય વગેરે વૈદિક દર્શનની પ્રચલિત દલીલ, તે દર્શનોનાં નામ લીધા વિના શિષ્યની શંકારૂપેજિજ્ઞાસારૂપે મૂકી છે. પ્રશ્ન - ૧ કર્મનો કર્તા કોણ ?' એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં શિષ્યને એમ લાગે છે કે કર્મનો કર્તા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કર્તા હોવો જોઈએ. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જડ અને રૂપી એવા કર્મનો કર્તા કેવી રીતે બની શકે? જીવને જ કર્મનો કર્તા ગણીએ તો કર્મ કરવાં એ જીવનો ઘર્મ અર્થાત્ સ્વભાવ ઠરે છે અને For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 સ્વભાવ હોવાથી તેની નિવૃત્તિ ક્યારે પણ સંભવતી નથી. પ્રશ્ન - ૨ નિર્લેપ, રાગ-દ્વેષરહિત શુદ્ધ સ્વભાવી, સદા અસંગ અને નિર્વિકારી આત્મા કર્મ કઈ રીતે કરી શકે? પરંતુ કર્યા વિના કર્મ હોઈ શકે નહીં તેથી સત્ત્વ-રજસ-તમસ એ ત્રિગુણાત્મક પ્રવૃતિ કર્મનો બંધ કરે છે અથવા તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરી શકે. આમ કોઈપણ પ્રકારે જીવને કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવને કર્મનો બંધ કેમ હોય? પ્રશ્ન - ૩ કાં તો કર્મનું કર્તાપણું જીવમાં ઘટતું નથી અને કાં તો જીવનો કર્મ કરવાનો સ્વભાવ હોય તો સ્વભાવ મટી શકે જ નહીં. આમ જીવ કર્મનો અકર્તા હોવાથી દોષ રહિત અને અબંધ ઠરે છે તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે. ચતુર્થ પદ “આત્મા કર્મનો ભોક્તા છે' વિશે પ્રશ્નો શ્રી ગુરુએ આપેલ સમાધાન ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને શલ્યની જેમ પીડતા વિકલ્પો દૂર થતા જાય છે અને તત્ત્વનિર્ધાર થાય છે. તેમ છતાં અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ જતાં તે જીવ કર્મફળનો ભોક્તા ન હોઈ શકે એ પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન - ૧ જ્ઞાનશક્તિ વિહોણા કર્મો તો જડ છે તેને ફળ દેવાની કેમ ખબર પડે? તેથી જીવ કર્મનો ભોક્તા ન હોઈ શકે? પ્રશ્ન : ૨ ઈશ્વર ફળ આપનાર છે તેમ માનીએ તો જીવને કર્મનો ભોક્તા કહી શકાય. ઈશ્વર એકને શુભ ફળ અને બીજાને શિક્ષા કરવા અશુભ ફળ આપે તો તેને ઈશ્વર કેમ કહેવાય? ઈશ્વર શુદ્ધ સ્વરૂપી હોવાથી એ વીતરાગ પરમાત્મા અનંત પરદ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં પડે નહીં. તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો, તે ન્યાયયુક્ત લાગતું નથી. તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાં રહ્યું? For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ 21 પંચમ પદ “મોક્ષ છે' વિશે પ્રશ્નો જેમ જેમ શિષ્ય શ્રીગુરુનાં વચનામૃત વાગોળતો જાય છે, તેમ તેમ તેની વિવેકશક્તિ વધતી જાય છે અને પરિણામે તેને તત્ત્વનાં ગૂઢ રહસ્યો સમજાતાં જાય છે. પરમકૃપાળુદેવે મોક્ષ પદને નહીં સ્વીકારનાર પૂર્વ મીમાંસા દર્શનની પ્રચલિત દલીલને તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે. પ્રશ્ન - ૧ આત્માનું કર્તુત્વ અને ભોક્તત્વ દઢપણે ભાસે છે; પરંતુ અનંતકાળ વીત્યા છતાં કર્મબંધ થવામાં કારણભૂત એવા રાગ-દ્વેષ આદિ જે દોષો આત્મામાં છે, તે હજુ ટળ્યા ન હોવાથી જીવને કર્મબંધનથી નિવૃત્ત થવારૂપ મોક્ષ હોય એમ ભાસતું નથી. પ્રશ્ન - ૨ જીવ અનંતકાળથી શુભાશુભ પરિણામ કર્યા જ કરે છે. જો તે શુભ કર્મ કરે તો તે દેવાદિ ગતિમાં પુણ્યરૂપ શુભ ફળ ભોગવે છે અને જો અશુભ કર્મ કરે તો તે નરકાદિ ગતિમાં પાપરૂપ અશુભ ફળ ભોગવે છે. ચારે ગતિમાં ફરતો જીવ કમરહિત દેખાતો નથી, તેથી જીવનો સર્વ કર્મના સંગથી રહિત એવો મોક્ષ થવો સંભવિત લાગતો નથી. આ બધા પ્રશ્નોનું વિગતવાર સ્વરૂપ અને શ્રી સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવા આ ગ્રંથનું સાધંત અવગાહન કરવું જ રહ્યું. ષષ્ઠમ્ પદ : “મોક્ષનો ઉપાય છે? -વિષે પ્રશ્નો તીવ્ર જિજ્ઞાસા અને અદમ્ય ઉત્સાહથી શિષ્યના સંશયો શ્રી ગુરુના પવિત્ર સત્સંગ દ્વારા ટળતા જાય છે અને સમ્યજ્ઞાનનો ઉદય થતો જાય છે. પરમ કૃપાળુ દેવે મોક્ષ પદને નહિ સ્વીકારનાર પૂર્વ મિમાંસા દર્શનની પ્રચલિત દલીલને, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસા રૂપે મુકી છે. પ્રશ્ન - ૧ શિષ્યને શંકા થાય છે કે કર્મો તો અનંતકાળથી થયાં જ કરે છે અને મનુષ્યનું આયુષ્ય તો ઘણું ઓછું છે. અનંતકાળથી બાંધેલા અનંતકર્મો અલ્પ આયુષ્યવાળા For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 મનુષ્યભવમાં કઇ રીતે ટાળી શકાય? મોક્ષપદ ઉપર સદ્ગુરુ દ્વારા સમાધાન થવા છતાં મોક્ષપ્રાપ્તિના ઉપાય વિષે પોતાની મૂંઝવણના સમાધાન અર્થે સદ્ગુરુ પાસે યાચના કરે છે. પ્રશ્ન - ૨ આ જગતમાં ઘણાં દર્શનો છે અને તેમાં આત્મતત્ત્વ તથા મોક્ષ વિષે જુદા જુદા અભિપ્રાય, માન્યતા અને ઉપાયો બતાવેલ હોઇ શિષ્યની મતિ મૂંઝાઇ જાય છે. દરેકમાં મોક્ષનો ઉપાય ભિન્ન ભિન્ન પ્રકારે બતાવતા હોઇ શિષ્યને મોક્ષનો કોઇ અવિરોધ ઉપાય છે જ નહિ એમ લાગવાથી કયો મત સાચો અને તે વિવેકપૂર્વક કેમ નક્કી કરવું ? એવી શંકા શિષ્ય સમાધાનાર્થે સદ્ગુરુ સમક્ષ મૂકે છે. પ્રશ્ન - 3 જગતમાં બ્રાહ્મણાદિ જાતિ તથા વિવિધ સંપ્રદાયો આદિના ભિન્ન ભિન્ન વેષ વિષે અનેક મતમતાંતર તથા ભેદ પ્રવર્તતા હોઇ મોક્ષનો ઉપાય કઇ જાતિ અને વેષમાં પ્રાપ્ત થાય છે એ વિષે શિષ્ય નિશ્ચય કરી શકતો નથી. ભિન્ન ભિન્ન મત, પંથ અને સંપ્રદાયો મોક્ષનો ઉપાય પોત પોતાની રીતે સાચો ઠેરવવા મથે છે અને એ મોટો દોષ છે. પરસ્પર વિરોધી વાતોથી મૂંઝાયેલ શિષ્ય મોક્ષનો અવિરોધ ઉપાય સમજવા સદ્ગુરુ પાસે અભિલાષા સેવે છે. પ્રશ્ન - ૪ તેથી એમ લાગે છે કે મોક્ષનો કોઇ એક યથાતથ્ય ઉપાય હોય એમ જણાતું નથી. તો પછી આત્માનાં અસ્તિત્વાદિ પાંચ પદનું જ્ઞાન પણ ઉપકારક થઇ શકે નહીં, અર્થાત્ જે પદને અર્થે જાણવા જોઇએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. પ્રશ્ન - ૫ અસ્તિત્વ, નિત્યત્વ, શિષ્ય કહે છે, હે ગુરુદેવ ! આપે આત્માના પાંચ પદની કર્મકર્તૃત્વ, કર્મફળભોકતૃત્વ તથા મોક્ષત્વની શંકાઓનું સચોટ સમાધાન કરવાથી હવે મારા અંતરમાં શંકારહિત દઢ પ્રતીતિ થઇ છે. સુશિષ્યની જિજ્ઞાસાની પ્રબળતા તેમજ અંતરમાં ઊછળી રહેલાં ઉલ્લાસિત પરિણામોથી આનંદિત શિષ્ય સદ્ગુરુને કહે છે કે જો મોક્ષનો ઉપાય સમજીશ, તો મારા સદ્ભાગ્યનો ઉદય થયો છે એમ માનીશ.’ For Personal & Private Use Only - Page #30 -------------------------------------------------------------------------- ________________ 29. t" શ્રી જિનેશ્વર પરમાત્માને નમઃ : સૌજન્ય : શ્રીમતી ભારતીબેન નિરંજન મહેતા (મુંબઈ) : ત્રણ સ્વીકાર : શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (શ્રી સાંતાક્રુઝ-પાર્લા-અંધેરી) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 અનુક્રમણિકા ૭. 9c ૭૭ પ્રવચન નં. વિષય ગાથા નં. | પાના નં. ૬ . શિષ્યની શંકા: મોક્ષનો ઉપાય નથી ૯૨ થી ૯૭ મોક્ષનો માર્ગ | ૯૮ મોક્ષભાવ નિવાસ ૯૮-૧ કર્મબંધના કારણો ૯૯ બંધ છેદક દશા ૯૯-૧ મોક્ષનો પંથ ૧૦) આત્માનું સ્વરૂપ ૧૦૧ જૈનદર્શનનો સામ્યવાદ ૧૦૧-૧ કર્મોનો રાજા મોહ ૧૦૨ ૭૫. સંસારનું મૂળ કારણ ૧૦૨-૧ કર્યતંત્રનું કારણ અને કાર્ય ૧૦૨-૨ દર્શન મોહનું સ્વરૂપ ૧૦૩ ૧૦૩ કષાયનાશનો ઉપાય ૧૦૪-૧૦પ ૧૧૨ સાધનામાં સંવેગની મહત્તા ૧૦૫-૧ ૧૨૨ વ્યવહાર સમક્તિનું સ્વરૂપ ૧૦૬ ૧૩૧ મોક્ષનું અસાધારણ કારણ ૧૦૭ ૧૩૮ જિજ્ઞાસુનું લક્ષણ ૧૦૮ ૧૪૬ જિજ્ઞાસુનું કાર્ય ૧૦૯ ૧૫૫ વર્તે સદ્ગુરુ લક્ષ ૧૧૦ ૧ ૬૫ પરભાવમાં જતી વૃત્તિને પલટાવો ૧૧૧ ૧૭૩ ૮૬. પરમાર્થે સમક્તિ ૧૧૧-૧ ૧૮૨ વીતરાગપદ વાસ ૧૧ ૨ ૧૯૦ ૮૮. કેવળજ્ઞાનનું સ્વરૂપ ૧૧૩ ૧૯૯ વિભાવને દૂર કરવાનો ઉપાય ૧૧૪ ૨૦૭ ૯૦. સંસારનું મૂળ દેહાધ્યાસ ૧૧૫ ૨૧૫ * પ્રવચન ક્રમાંક ૧ થી ૩૬ (ગાથા : ૧ થી ૪૨) “આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૧'માં આપેલ છે. * પ્રવચન ક્રમાંક ૩૭ થી ૦૫ (ગાથા: ૪૩ થી ૯૧) “આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૨'માં આપેલ છે. ૮૩ ૮૫. ૮૯. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન નં. ૯૧. ૯૨. ૯૩. ૯૪. ૯૫. ૯. ૯૭. ૯૮. ૯૯. ૧૦૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩. ૧૦૪. ૧૦૫. ૧૦૬. ૧૦૭. ૧૦૮. ૧૦૯. ૧૧૦. ૧૧૧. ૧૧૨. ૧૧૩. ૧૧૪. વિષય સાધનાની પ્રક્રિયા મોક્ષનું સ્વરૂપ કર વિચાર તો પામ સદ્ગુરુના ઉપદેશથી થતું અપૂર્વ ભાન નિજ સ્વરૂપનું ભાસન કર્મના અકર્તા બનો સ્વના કર્તા ભોક્તા બનો નિગ્રંથ માર્ગ અને સદ્ગુરુનો ઉપકા૨ સદ્ગુરુ પ્રત્યે સમર્પણ ધર્મનો પાયો તત્ત્વજ્ઞાન રોગ-આત્મસ્રાંતિ વૈદ્ય-સદ્ગુરુ ઔષધ-વિચાર ધ્યાન હૃદયમાં નિશ્ચય દૃષ્ટિ અને પાલનમાં વ્યવહાર સર્વ્યવહાર અને નિશ્ચય કારણ યોગે હો કારજ નિપજે ઉપાદાનની મુખ્યતા અને નિમિત્તની અનિવાર્યતા જ્ઞાનથી છૂટે મોહ દયા અને શાંતિનું તાત્ત્વિક સ્વરૂપ મુમુક્ષુતાના અવરોધક દુર્ગુણો તથા સમતા, ક્ષમા અને સત્ય પારમાર્થિક ગુણો ત્યાગ વૈરાગ્ય જ્ઞાનીની દશા જાગીને જોઉં તો જગત દિસે નહીં મોક્ષ માર્ગ સમ્યક્ પ્રચંડ પુરુષાર્થમાં છે રત્નકણિકાઓ શબ્દાર્થ પરિશિષ્ટ For Personal & Private Use Only ગાથા નં. ૧૧૫-૧ ૧૧૬ ૧૧૭-૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩-૧૨૪ ૧૨૫ થી ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૨૯-૧ ૧૨૯-૨, ૧૩૦ ૧૩૧-૧૩૨ ૧૩૩-૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૮-૧ ૧૩૮-૨ ૧૩૯ ૧૪૦ ૧૪૧-૧૪૨ પાના નં. ૨૨૩ ૨૩૦ ૨૩૯ ૨૪૮ ૨૫૪ ૨૧ ૨૮ ૨૭૪ ૨૮૨ ૨૮૯ ૨૯૭ ૩૦૪ ૩૧૦ ૩૧૭ ૩૨૫ ૩૩૫ ૩૪૫ ૩૫૪ ૩૬૩ ૩૭૪ 31 ૩૮૩ ૩૯૨ ૪૦૨ ૪૧૧ ૪૨૪ XI Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 minos. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ( પ્રવચન ક્રમાંક - ૬૬ ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ - પ્રકરણ : ૧ શિષ્યની શંકા ? મોક્ષનો ઉપાય નથી હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? (૯૨) અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. (૯૩) કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. (૯૪) તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? (૯૫) પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવગ; સમજું મોણ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. (૯૬) ટીકા- મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંતકાળના કર્મો છે, તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? (૯૨) અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૩) બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે,એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમ કે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. (૯૪). તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. (૯૫) આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય' બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. (૯૬). શિષ્ય સરુને એમ કહે છે કે આપની વાત સાચી છે કે મોક્ષ છે પરંતુ એમ થાય છે કે જો કદાપિ મોક્ષ હોય તો પણ એક મૂંઝવણ છે કે મોક્ષનો અવિરોધ ઉપાય અમને દેખાતો નથી. આજે મોક્ષમાર્ગમાં વિરોધોનો પાર નથી. સૌ એમ જ કહે છે કે અમે કહેલા રસ્તે ચાલશો તો મોક્ષ પ્રાપ્ત થશે. મોક્ષના અસંખ્ય માર્ગ તો છે પણ પરસ્પર વિરોધ છે અને પરસ્પર આગ્રહ પણ છે. આ પાડોશી કહે છે તે માર્ગે ચાલશો તો નરકમાં જશો. ઓછી શિક્ષા જરાય નહિ અને તુરત જ પરવાનો ફાટી જાય કે તમને મોક્ષ નહિ મળે. શિષ્ય એમ કહે છે કે મોક્ષનો સ્વીકાર તો અમને થાય છે પરંતુ એક મોટી મૂંઝવણ છે કે જગતમાં નજર નાખીએ છીએ તો જુદી જુદી વાતો સાંભળવા મળે છે. જાકુ જાકુ પૂછીયે સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે ?' આનંદઘનજીએ પણ કહ્યું કે, મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ” આ મુશ્કેલી છે. આ માનસિક યાતના છે. નિર્ણય કરી શકાતો નથી. કેટલાની વાત સાંભળવી? કેટલાને ના પાડવી, કેટલાનો વિચાર કરવો? તેના કરતાં છોડી દઈએ તો માથાકૂટ જ નહિ. ખાવું પીવું ને લહેર કરવી. પરંતુ એમ નથી. અવિરોધ ઉપાય શિષ્યને જડ્યો નથી. ધારો કે અવિરોધ ઉપાય હોય તો વળી બીજી મુશ્કેલી એ છે કે કર્મો અનંતકાળનાં છે તેથી કઈ રીતે છેદી શકાય? અહીં બે વાતો સ્પષ્ટ કરી લઈએ. કોઈપણ કર્મ અનંતકાળ માટે બંધાતું નથી. કર્મ બંધ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ જો થાય તો માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનો ૭૦ કોડાકોડી સાગરોપમનો થાય, તેનાથી વધારે નહિ. ૭૦ કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિના કર્મો બાંધી શકાતાં નથી. કોઇપણ કર્મો અનંતકાળનાં હોઈ શકે નહિ પણ પ્રવાહ અનંતકાળથી હોઈ શકે. આ વાત સ્પષ્ટતાથી સમજજો. જેમ નદીના કિનારે ઊભા છીએ, પહેલાં પાણી હતું તે ગયું, પછી બીજું પાણી આવ્યું, તે પણ ગયું. પ્રાણીનો પ્રવાહ તો કાયમ છે પણ પાણી બદલાતું જાય છે, તેમ કર્મોનો પ્રવાહ છે પરંતુ એના એ કર્મો નથી. કર્મોનો પ્રવાહ અનંતકાળ સુધી ચાલી શકે છે. કોઇપણ એક કર્મ તે અનંતકાળ સુધી ટકી શકે નહિ. સાતત્ય હોઈ શકે, તે કારણથી જ કર્મો અનાદિનાં કહેવાય છે. ગમે તેવો ભાવ થાય પરંતુ અનંતકાળ સુધી કર્મો ભોગવવાં પડે એવા કર્મો બંધાતાં નથી. પ્રવાહ અનુસંધાન ચાલે છે, તેથી જ અનાદિ કાળથી આપણે સંસારમાં છીએ. બીજી વાત એ છે કે અનંતકાળથી બાંધેલાં કર્મો છેદવા માટે અનંતકાળ જોઈએ નહિ. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કપાસ ખેતરમાં વાવો, એ તૈયાર થાય પછી રૂની ગાંસડીઓ બંધાય, તેને ગોડાઉનમાં લાંબા સમય સુધી રાખો તો પડી રહેશે પણ કોઈ આવીને દિવાસળી ચાંપે તો બળતાં કેટલી વાર થાય ? રૂની ઢગલાબંધ ગાંસડીઓને બળતાં વાર લાગતી નથી તેમ અનંતકાળનાં કર્મોને પણ બળતાં વાર લાગતી નથી. ધીમે ધીમે કર્મો ઓછા કરવાં છે કે એકીસાથે છેડો ફાડવો છે, તે તમારા ઉપર આધાર રાખે છે પણ અનંતકાળનાં કર્મો કાઢવા અનંતકાળ જોઇતો નથી. ત્રણ વાતો કરી. એક મોક્ષ માટે અવિરોધ ઉપાય નથી, જો મોક્ષ હોય તો પણ ફાયદો નથી, કર્મો અનંતકાળનાં છે અને અનંતકાળનાં કર્મો કેવી રીતે છેદી શકાય ? ગુરુદેવ કહેવાના છે કે કર્મો અનંતકાળના પ્રવાહની અપેક્ષાએ છે. જેમ તમારે કુળની પરંપરા એટલે સંતતિ ચાલે છે ને ? દીકરો, પછી દીકરાનો દીકરો, પછી તેનો પણ દીકરો. વહીવંચો એટલે બારોટ ચોપડા લઈને આવે છે ને ? અને તમને વંશનો પ્રવાહ વંચાવ્યા જ કરે છે. અહીં સાતત્ય છે તેમ કર્મોનું પણ સાતત્ય છે. અનંતકાળથી કર્મો છે પણ જુદાં જુદાં. એક ને એક નહિ. કર્મો તો ઉદયમાં આવે એટલે ભોગવાતાં જાય છે અને પાણીના પ્રવાહની જેમ નવાં નવાં કર્મો બંધાય છે અને ઉદયમાં આવ્યા કરે છે તથા અનંતકાળના કર્મો છેદવા અનંતકાળ જોઇતો નથી. આ બધી સ્પષ્ટતા ૯૩મી ગાથામાં થશે. હવેની ગાથાઓ અદ્ભુત છે, ગંભીર છે. બહુ ધ્યાનથી, જાગૃતિથી આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો અને લક્ષમાં લેજો. શિષ્યને બહારની મુશ્કેલીઓનો ખ્યાલ છે. આંતરિક મુશ્કેલીઓનો ખ્યાલ નથી. તેની દૃષ્ટિ બહાર છે અને સાધનો વિષે પણ તેને બહારની સમજ છે. જે અંતરાયો તેને નડે છે તે પણ બહારના છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે ? તેનો જવાબ પરમકૃપાળુ દેવે આપ્યો હોત કે ભગવા વેષમાં મોક્ષ છે તો વાત પૂરી થઈ જાત, પણ મુશ્કેલી બહારની નથી, મુશ્કેલી અંદર છે. બહાર ગમે તેટલી મુશ્કેલી હોય, તે એક માત્ર સાધનથી દૂર થઈ શકે. શિષ્ય પોતાના સ્વછંદનો ત્યાગ કરે અને પુરુષની આજ્ઞા સ્વીકારે તો તેને કાંઈ પણ મુશ્કેલી પડવાની નથી. ખરેખરી મુશ્કેલી અંદરની છે. મોક્ષમાર્ગમાં અવરોધ કરનારાં પરિબળો અંદર બેઠાં છે અને મુખ્ય પરિબળ ત્રણ છે. આસક્તિ, અહંકાર અને પોતાની માન્યતાનો જડતાપૂર્વકનો આગ્રહ. આ ત્રણ દૂર નહિ થાય ત્યાં સુધી સાધકનું સાધના તંત્ર સમ્યક પ્રકારે નહિ ગોઠવાય પરંતુ શિષ્યને આ ખ્યાલ નથી. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય ? એ કેવી રીતે બેસે? એ કેમ ચાલે ? તેમણે આની વ્યાખ્યા આપી નથી. આની ફોરમ્યુલા આપી હોત તો આપણે સ્થિતપ્રજ્ઞ બની શકત પરંતુ તેમણે જવાબ જે આપ્યા તે ઊંડાણપૂર્વક આપ્યા છે. તેમણે કહ્યું કે હે અર્જુન ! એ કેમ બેસે છે ? કેમ બોલે છે ? કેમ ખાય છે ? એ વાત ગૌણ છે. મહત્ત્વની વાત તો એ છે કે प्रजहाति यदा कामान् सर्वान् प्रार्थ ! मनोगतान् । મનનાં ઊંડાણમાં રહેલી કામનાઓને તથા છૂપાઈને રહેલી વૃત્તિઓને મૂળમાંથી ઉખેડી For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા માંક-૯૨ થી ૯૭ ફેંકી દે છે, તેનો નિકાલ કરે છે, તે સ્થિતપ્રજ્ઞ છે. આવી અવસ્થા જો પ્રાપ્ત થાય તો સમ્યગુ વિવેક પ્રગટ થાય અને સમ્યમ્ વિવેક જ્યાં હોય ત્યાં અન્યથા વર્તન ન હોય, ત્યાં અનાચાર કે સ્વછંદ ન હોય. સમ્યમ્ વિવેક જ્યાં હોય ત્યાં વ્યવહારમાં તંદ્ર ન હોય, અને જ્યાં સમ્ય વિવેક હોય તેના વર્તનમાં, અસ્તિત્વમાં સંવાદિતા ઝળક્યા વગર રહે નહિ. આ અંદરની ઘટના છે. માત્મચેવાભના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તોવ્ય . (૨/૬) આત્માથી આત્મા વિષે, આત્મા દ્વારા, જે નિરંતર સંતુષ્ટ છે, સમાધિસ્થ છે, સ્વસ્થ છે, એમાં સ્થિર છે, એમાં ડૂબેલો છે તેને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ. અહીં શિષ્ય આટલું જ પૂછે છે કારણ કે તેણે અંતરમાં ડૂબકી મારી નથી, તેણે અંતરમાં જોયું નથી. જ્ઞાનીઓએ તો તે જોયું છે. ભગવાન મહાવીરે બે શબ્દોમાં કહ્યું કે रागो य दोसो वि य कम्मबीयं, શિષ્ય ! રાગ અને દ્વેષ આ બે કર્મનાં બીજ છે, એ સંસારનાં બીજ છે, એ કર્મબંધના કારણો છે. આ બે જન્મ મરણ અને દેહ ધારણ કરાવનાર પરિબળો છે. શિષ્ય બહાર ઊભેલો છે, એટલે આવું જ પૂછે. એ બીજું પૂછી ન શકે. તેણે એમ પૂછવું જોઈતું હતું કે રાગ દ્વેષ દૂર કેમ થાય ? અહંકાર અને આસક્તિ દૂર કેમ થાય ? તે કહો, તેને બહારનું લક્ષ છે તેથી તે આમ પૂછે છે. અથવા મતદર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. શિષ્ય કહે છે કે મનુષ્યદેહના અલ્પ આયુષ્યની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણાં છે અને તેઓ મોક્ષના અનેક ઉપાયો કહે છે. કોઈ કંઈ ઉપાય કહે છે અને કોઈ વળી બીજો ઉપાય કહે છે, તો તેમાં ક્યો મત સાચો, તે મેળ પડી શકતો નથી, માટે મોક્ષ હોય તો ભલે તેની જગ્યા પર રહ્યો પણ મોક્ષનો માર્ગ નથી અને માર્ગ ન હોય તો મોક્ષમાં જવું કઈ રીતે? તેથી અમને લાગે છે કે માર્ગ નથી, એટલા માટે માર્ગ નથી કે માર્ગ ઘણા છે, દર્શન ઘણાં છે અને કહેનારા જુદું જુદું કહે છે. એક જ સત્ય છે પરંતુ કહેનારા એ સત્યને જુદી જુદી ભાષામાં કહે છે. એ ઓળખવું મુશ્કેલ છે. ઝાડ ઉપર એક પક્ષી એની ભાષામાં મસ્તીમાં ગાતું હતું. નીચે ફકીર ઊભો હતો. એક પહેલવાન માણસ ત્યાંથી નીકળ્યો, તેને પૂછ્યું કે યે પક્ષી કયા બોલ રહા હૈ ? તેણે કહ્યું દંડ, બેઠક ને કુસ્તી બોલ રહા હૈ. પછી એક વાણિયો આવ્યો, તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે ? તો કહે, સાહેબ હળદર, મીઠું, મરચું. બીજું શું બોલે ? એક વૈદ્ય નીકળ્યો, તો તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે ? તો કહે, વાત પિત્ત અને કફ, તે બીજું શું બોલે ? પછી એક જ્યોતિષી નીકળ્યો, તેને પણ પૂછ્યું કે શું બોલે છે ? તો કહે મંગળ, બુધ, ગુરુ. આ મંગળ નડે છે. છેલ્લે એક માણસ નીકળ્યો તો તેને પણ પૂછ્યું. તે માણસ કહે અરે ! ખાના, પીના ઔર મોજ કરના એમ ગાય For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫ છે. પૂછવા જેવું તો પક્ષીને હોય કે તું શું બોલે છે ? પક્ષી કહેતું નથી પણ પક્ષીના નામે કહેનારા ઘણા છે. પક્ષી જે બોલે છે તે સમજતા નથી અને પક્ષી જે કહે છે તે કહેતા નથી પણ અંદર જે ઘૂંટાય છે તે કહી રહ્યા છે. પહેલવાનનાં મનમાં દંડ બેઠક અને કુસ્તી કસરત જ ઘૂંટાઇ છે વાણિયાના મનમાં મીઠું, મરચુ અને હળદર ઘૂંટાઇ છે, એમ જેના મનમાં જે ઘુંટાતું હશે તે કહેશે. જેને પૂછશો તેના મનમાં જે ઘુટાંતુ હશે, તે પ્રમાણે કહેશે તેમ જગતમાં મોક્ષ માર્ગ માટે જેને જેને પૂછશો તો તે તેના મનમાં જે ઘુંટાતું હશે તે પ્રમાણે કહેશે. તે વખતના કાળમાં પરમકૃપાળુદેવ સામે પ્રશ્ન હતો કે મતદર્શન ઘણાં છે તેમાં કયો મત સાચો? ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે. (આનંદઘનજી) ગચ્છના આટલા બધા ભેદ અમે નયને નિહાળીએ છીએ, છતાં તમે તત્ત્વની વાત કરો છો ? તમને વિચાર નથી આવતો ? તત્ત્વની વાત કરતાં તમને શરમ નથી આવતી ?આટલા બધા ભેદો, આટલા બધા મતો, મતાંતરો, કલેશ અને કંકાસ, આટલા બધા વિવાદો અને વિખવાદો અને વાત પાછી તત્ત્વની કરો છો ? મેળ કયાંથી પડશે ? શિષ્ય કહે છે, પ્રભુ ! મત પણ ઘણા છે અને દર્શન પણ ઘણાં છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું કે શ્રુતિઓ પણ ભિન્ન છે અને સ્મૃતિઓ પણ ભિન્ન છે. કોઇ એક પુરુષ એવું કહેનારો નથી કે જે સર્વને માન્ય હોય. શાસ્ત્રો પણ ઘણાં છે અને મત મતાંતર પણ ઘણાં છે. મહર્ષિ વ્યાસ કહે છે કે અમને ખબર નથી કે ધર્મનો મર્મ અમારા હાથમાં કેવી રીતે આવે ? આ મૂંઝવણ તે વખતે પણ હતી અને પરમકૃપાળુદેવ વખતે પણ હતી અને અત્યારે તો પરાકાષ્ટાએ પહોંચી છે. શેરીએ શેરીએ નવો મત અને એના કરતાં મુંડે મૂંડે મતિમિના જેટલાં માથાં તેટલા મતો, અનેક ઉપાયો અને અનેક માન્યતાઓ. કોઇ એમ કહે કે જ્ઞાનથી જ મોક્ષ મળશે. તત્ત્વજ્ઞાનનો વિચાર કરો, બ્રહ્મનો વિચાર કરો, દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરો, ષટ્ દ્રવ્ય અને નવ તત્ત્વનો વિચાર કરો, કોઇ ક્રિયાની જરૂર નથી. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા પાઠ કંઇ જરૂર નથી. એક એમ કહે છે કે આ બધી ગરબડ શા માટે કરો છો ? ફકત રામ રામ કરો. કશી ઉપાધિમાં પડવું નહિ. કોઇ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવાનું કહે છે. કોઇ કહેશે અહં બ્રહ્માસ્મિ । એમ રટ્યા જ કરો અને કામ થઇ જશે. આટલા બધા કહેનારાઓ પોતપોતાની રીતે કહ્યા કરે છે. સાક્ષીભાવે રહેનારો કહે છે કે ગમે તે ખાવ, ગમે તેમ ચાલો. રાત હોય તો પણ વાંધો નહિ, જલેબી ને ગાંઠિયા ખાઇ શકો છો. જે કરો તે સાક્ષીભાવે કરો, જ્ઞાતાભાવે કરો. શાયકભાવમાં રહીને ખાવ, વીતરાગ ભાવમાં રહીને ખાવ, અવેરનેસ રાખી ખાવ. ભાવ શુદ્ધ હોય તો ગમે તે ખાવ તેનો વાંધો નહિ, આવું પણ કહેનારાઓ છે અને આવી વાત તો આપણને ગમે તેવી છે. જલેબી ને ગાંઠિયા તો મળે કમસે કમ. આ પ્રકારનો મતનો આગ્રહ જેને હશે તે કદીપણ વિવેક કરી શકશે નહીં. શિષ્યની મૂંઝવણ એ છે કે કઇ જાતિ અને કયા વેશમાં મોક્ષ છે ? શિષ્યનું જોર શરીર For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ ઉપર છે, માટે તેને જાતિ યાદ આવી. તેને એમ ખબર નથી કે દેહથી મુકત થયા સિવાય મોક્ષ મળતો નથી. શિષ્ય દેહ જોઈને વાત કરે છે. જાતિ દેહ સાથે સંબંધ ધરાવે છે પણ આત્મા સાથે નહિ. આત્માને કોઈ જાતિ નથી. જે પરંપરા કે કુળમાં જન્મ્યો ત્યાં તેને જાતિ વળગે છે. અને બીજી વાત એ કે કયા વેશમાં મોક્ષ છે ? આ પણ પ્રશ્ન જેવો તેવો નથી. વેશ હજુ બધામાં કોમન નક્કી થયો નથી. બીજામાં થયો કે નહિ તે ખબર નથી પણ જૈન પરંપરામાં શ્વેતાંબરનો વેશ જુદો, તેરાપંથીનો જુદો, સ્થાનકવાસીનો જુદો. દિગંબરોએ એક મોટું કામ કર્યું. વેશ જ કાઢી નાખ્યો. એમણે કહ્યું કે વેશ નડે છે, કપડાં નડે છે, મોક્ષમાં એ અંતરાય અને અવરોધ કરે છે. દિગંબર થાય તેને જ મોક્ષ મળે. બહેનો નિરાવરણ રહી શકે નહિ એટલે બહેનોને મોક્ષથી વંચિત કરી. નવો જન્મ લઈ જ્યારે પુરુષ થશે ત્યારે મોક્ષ મળશે માટે એક જન્મ તો લેવો જ પડશે. કોઈ ભગવાં કપડાં પહેરે છે. કોઈ પીળાં કપડાં, કોઈ સફેદ કપડાં પહેરે છે, જાતજાતના રંગો છે. શિષ્ય કહે છે કે નક્કી કરી આપો કે કયા વેશમાં, કઈ જાતિમાં મોક્ષ મળે છે કારણ કે આવા બધા ઘણા ભેદો છે. અંબાલાલભાઇએ વિવેચનમાં લખ્યું છે કે કઈ જાતિમાં મોક્ષ છે ? કયા વેશમાં મોક્ષ છે? એનો નિશ્ચય ન બની શકે કેમકે તેવા પ્રકારના ઘણા ભેદો છે અને એ દોષથી પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. તમારા બધાના મનમાં પણ આવા કોઈ ગોટાળા નથી ને ? આ ગોટાળાની વાત પરમકૃપાળુદેવ અહીં કરે છે. કાંતો બધા ખોટા છે, કાંતો તેમાંથી એક સાચો છે. કાંતો કોઈને પકડ છે, કાંતો કોઈને મતભેદ છે. આ બધા કારણે ધર્મમાં ઘણા મતભેદો પડી રહ્યાં છે. મતભેદો વેશના કારણે, જાતિનાં કારણે, બહારના સીમ્બોલને કારણે છે તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય નથી માટે જીવાદિ જાણવાથી શું ઉપકાર થાય ? આ શિષ્ય બહુ સરળ છે. તેની મૂંઝવણ સાચી છે અને બહુ સ્પષ્ટપણે સાચા શબ્દોમાં એ વ્યક્ત કરે છે. ૯૩ અને ૯૪મી ગાથામાં વાત કરી કે કઈ જાતિ અને કયા વેશમાં મોક્ષ છે? મતમતાંતરો ઘણા છે અને માન્યતાઓ ઘણી છે. દર્શનો ઘણાં છે માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે ૧૩ મા ગુણસ્થાને અરિહંત પરમાત્મા બિરાજમાન છે, તેઓ રાગ દ્વેષથી મુક્ત બન્યા છે, અજ્ઞાનથી, મોહથી સંપૂર્ણપણે મુક્ત બન્યા છે એવા વીતરાગ પુરુષો સ્વતંત્રપણે ધર્મની પ્રરૂપણા કરી શકે, આવા વીતરાગ પુરુષો હજારો હશે. પરંતુ વીતરાગતા હોવાના કારણે તેમનામાં મત મતાંતરો નથી. છઠ્ઠા ગુણસ્થાને જે મુનિ છે અને જે સાધક છે, ને વીતરાગ પરમાત્માએ જે કહ્યું છે તેને અનુસરીને જ જેઓ કહે છે, તેમને જ કહેવાનો અધિકાર છે પરંતુ અત્યારે જગતમાં આ નિયમ રહ્યો નથી. ભૂમિકા વગર કહેનારા વધ્યા અને મનમાં જે આવ્યું તેમ કહેતા ગયા, તેના કારણે આટલા મતમતાંતરો આપણને દેખાય છે. સમજવા પ્રયત્ન કરજો. આ જૈન શાસ્ત્રોની પ્રણાલિકા છે. પરમકૃપાળુદેવને ૧૬ વર્ષની ઉંમરે હૃદયમાં મંથન ચાલ્યું કે પરબ્રહ્મ, પરમ અસ્તિત્વ અને પરમ સિદ્ધાંતને પ્રાપ્ત કરવા કોનું વચન માનવું? સત્યવચન કોનું હોય ? આંખ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭ મીંચીને પણ અમે માનીએ તો એમાં જોખમ ન હોય, અસત્ય ન હોય, એવું કહેનાર પુરુષ કોણ હોય ? કોનું માર્ગદર્શન લેવું ? અને તે વખતે બહુ જ સ્પષ્ટપણે તેમણે કહ્યું કે : નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. અહીં બે શરતો આપી. એક તો કહેનાર પુરુષ નિર્દોષ હોવો જોઇએ. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે દોષ જેનામાં નથી, તે નિર્દોષ છે અને બીજું જેનો તેણે અનુભવ છે, એવા નિર્દોષ નરનું કથન માનો. જગતમાં એકલા વીતરાગ પુરુષ જ બોલ્યા હોત અને આ વચેટિયા ન બોલ્યા હોત તો આટલા મત મતાંતરો અને ભેદો જ ન હોત. વીતરાગ પુરુષોને બહુ બોલવું નથી પણ જે વીતરાગ નથી તેને બોલવાની ચળ ઉપડે છે. અમે કહી દઇએ, સમજાવી દઇએ, કલ્યાણ કરી દઇએ અને નવો માર્ગ સ્થાપીએ. બીજાનું ભલું કરીએ. નવો પંથ અને નવો ચીલો પાડીએ અને નવું કહીએ. આ બધાના કારણે જ આટલા મતભેદો ઊભા થયા છે. શાસ્ત્રોએ એક અદ્ભુત વાત કરી કે જ્યાંસુધી આવું બધું ચાલતું હોય ત્યાં સુધી જે નિર્દોષ નર હોય તેનું કથન માનો અને બીજી એ પણ શરત છે કે તેહ જેણે અનુભવ્યું' કહેનાર વક્તાઓ તો ઘણા મળશે જેની પાસે ઓરેટરી છે, જીભનો ખેલ છે, વાચાળતા છે, વચન છે. જગતને સત્યની પડી નથી પણ વાણી વિલાસ જોઇએ છે. સત્યની ગર્જના જગતને જોઇતી નથી. સાચું તેને શોધવું નથી તેથી વાણીમાં અંજાઇ જવાનું થાય. જે વકતા છે, જે કહેનાર છે તેણે અનુભવ કરેલો હોવો જોઇએ. કહેનાર પુરુષ અનુભવી હોય તો એમના શબ્દોમાંથી મત, મતાંતરો કે માન્યતા ન થાય અને જુદી અવસ્થાઓ પણ ન આવે. શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! અત્યારે તો એટલા બધા મતો, દર્શનો અને માન્યતાઓ છે કે કોઇ માર્ગ નિશ્ચિત થઇ શકે તેમ નથી. કઇ જાતિમાં, કયા વેશમાં મોક્ષ છે તેનો નિર્ણય કરી શકાતો નથી અને સાચો નિર્ણય આપે તેવો કોઇ પુરુષ દેખાતો નથી અને કોઇ ખરો નિર્ણય આપે તો કોઇ માને તેવું પણ નથી. આ બધું જોતાં લાગે છે કે મોક્ષનો ઉપાય છે જ નહિ અને મોક્ષનો ઉપાય ન હોય તો આ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ તત્ત્વો જાણવાથી ફાયદો કે ઉપકાર શું થાય ? મગજને તકલીફ પણ ન આપવી અને જાણવું પણ નહિ, એ વાત વધારે સારી લાગે છે. એના કરતાં ખાવું અને ઊંઘવું બે જ કામ ન કરીએ, નિરાંત તો ખરી. પરંતુ અહીં શિષ્યની વૃત્તિ આવી નથી. તેને જાણવાની જીજ્ઞાસા છે, તાલાવેલી છે. એને મંથન અને મથામણ છે. તે જાણતો નથી એટલે પ્રશ્ન કરે છે. પોતાનું હૃદય ખોલીને ગુરુના ચરણોમાં એવું નિવેદન કરે છે કે પાંચે પદના ઉત્તરથી સર્વાંગ સમાધાન થયું છે, પ્રતીતિ થઇ છે. આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કર્તા નથી, આત્મા કર્મનો ભોક્તા નથી, મોક્ષ નથી, આ પાંચે પાંચ શંકાઓનું સમાધાન કરી ગુરુદેવે ઉત્તર આપ્યો કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ પણ છે. શિષ્યે આ પાંચે પાંચ બાબતો સંપૂર્ણ સ્વીકારી, સર્વાંગ સ્વીકારી, જેમ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્યાંક-૯૨ થી ૯૭ છે તેમ સ્વીકારી અને શંકાઓનું સમાધાન પણ થયું. શિષ્ય નિઃશંક બની ગયો, તેને કોઇ મૂંઝવણ રહી નથી પરંતુ હવે શિષ્ય કહે છે કે આપની કૃપાથી જો મને મોક્ષનો ઉપાય સમજાય તો હું મારું સદ્ભાગ્ય માનીશ. મારો ઉદય થશે. ઉદય શબ્દ બે વખત બોલ્યો. એક તો સદ્ભાગ્યનો ઉદય થાય અને બીજો ઉદય એટલે સાધના કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય, અને અંદર આત્માનો પણ ઉદય થાય. શિષ્યને આ સમાધાન થયું છે તેના ઉપરથી નક્કી થાય છે કે શિષ્યને મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર જીજ્ઞાસા છે. આટલા મત મતાંતરો અને માન્યતાઓ છે. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે? અહીં ઘણી બધી ગૂંચવણો છે તો પણ શિષ્યની તૈયારી એટલી બધી છે કે આ બધા વચ્ચે પણ માર્ગ શોધીને તેને મોક્ષની સાધના કરવી છે. શિષ્ય ગુરુદેવને વિનંતી કરે છે કે આપે કૃપા કરી મને પાંચ પાંચ બાબતો સમજાવી. હવે એક મોક્ષનો ઉપાય સમજાય તો મારું સદ્ભાગ્ય ખૂલી જાય. શિષ્યમાં મોક્ષ પ્રાપ્ત કરવાની એવી તાલાવેલી જાગી છે કે માર્ગ નક્કી થઈ જાય તો મંડી પડે, પીછે હઠ ન કરે, આળસ કે પ્રમાદ ન કરે, તેના જીવનમાં જેટલી ક્ષમતા અને શક્તિ છે તે પૂરેપૂરી વાપરે તેવો ઉલ્લાસ તેને અંદરમાં પ્રગટ્યો છે. મોક્ષનો ઉપાય સાંભળે એટલી જ વાર, તુરત જ અંદર ઝંપલાવી દે. શિષ્યની આવી તૈયારી છે પરંતુ તમારે તૈયારી કરવાની હજુ વાર છે. ઉતાવળ પણ શું છે ? સીત્તેર કે એંશી વર્ષ થયા છે, હમણાં નહિ તો આવતા જન્મમાં. અનંતકાળ કાઢ્યો તો થોડો વધારે થશે. પરંતુ શિષ્ય આવો નથી. ઉપાય સાંભળું તો મારું સદ્ભાગ્ય ખૂલી જાય. ઉપાય સાંભળું તો માર્ગ પણ મળે, તૈયારી પણ કરી શકાય. શિષ્યને નિશ્ચય થયો છે કે સદ્ગુરુ અવિરોધ મોક્ષનો ઉપાય બતાવશે. ૨૮મી ગાથામાં ગુરુદેવે સમાધાન કરતાં મોક્ષમાર્ગ બતાવ્યો છે. જાતિ, વેશ, મત મતાંતરો, માન્યતા, હઠાગ્રહ બધું બાજુએ મૂકી દીધું. હવે બહારની સમસ્યા જ નથી. સમસ્યા તો અંદર છે. પ્રશ્ન તો અંદરનો છે અને અંદરની સમસ્યા દૂર કરવાની છે. ગુરુદેવ શિષ્યને મધુર ભાષામાં કહે છે કે સાધનામાં ઉતાવળ પણ ન ચાલે અને આળસ પણ ન ચાલે. કબીરજીએ એક પદમાં નાનકડી કડીમાં કહ્યું છે કે “સાહિબ મિલે સબૂરી મેં પરમાત્મા ધીરજમાં મળે છે. ધીરજ એટલે આળસ નહિ કે હોતી હૈ, ચલતી હૈ. સબૂરી એટલે સામે ગમે તેવી મુશ્કેલી હોય તેમાં મૂંઝાયા વગર સતત પુરુષાર્થ કરે. પુરુષાર્થ પ્રચંડ પરંતુ ઉતાવળ જરાય નહિ. એવી અવસ્થા તેને કહેવાય છે સબૂરી, તેને કહેવાય છે ધીરજ. પદ-૬૬ સશુરુનું સમાધાન મોક્ષનો ઉપાય છે' પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. (૯૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા રીતે તને સહજમાં પ્રતીતિ થશે. | શિષ્યને ગુરુદેવ એમ કહે છે કે, હે શિષ્ય ! અમે તને પાંચ પાંચ પદના પ્રશ્નોના ઉત્તરો આપ્યા, તે પાંચે પાંચ ઉત્તરોની આત્મામાં પ્રતીતિ થઈ એટલે કે તને વાત બેસી ગઈ. સમ્યક નિર્ણય થઈ ગયો. જેમ છે તેમ હૈયામાં સ્થાપિત થઈ ગયું, જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો. કોઈ શંકા રહી નથી, કોઈ મૂંઝવણ રહી નથી. અંદરથી નિઃશંક અવસ્થા પૂરેપૂરી આવી ગઈ છે. આટલું થયું ને ? આટલું પરિણામ આવ્યું ને ? આટલો એકરાર થયોને ? તું આત્મા નથી એવું લઈને તું આવ્યો હતો. હવે આત્મા છે તેમ સ્વીકાર કર્યો આ મહત્ત્વની વાત છે. માત્ર હા પાડે છે તેમ નહિ, પણ તને પ્રતીતિ થઈ. પ્રતીતિ શબ્દનું ભાષાંતર સ્પષ્ટપણે થઈ શકતું નથી પણ એમ કહેવાય કે રોમ રોમથી આ સત્ય છે તેમ ઝણકાર આવવો તેને કહેવાય છે પ્રતીતિ. ગમે તેટલા તર્ક સામે આવે છતાં એનામાં શંકાનું બી ઊભું ન થાય, તે પ્રકારની આંતરિક અવસ્થા તેને કહેવાય છે પ્રતીતિ. આ ઘટના ઘટી. પાંચે ઉત્તરથી તને તારા આત્મા વિષે પ્રતીતિ થઈ છે તો મોક્ષના ઉપાયની પણ સહજ રીતે પ્રતીતિ થશે. બે શબ્દો મહત્ત્વના છે. થશે અને સહજ થશે એટલે નિશ્ચિત વાત કે આ પરિણામ આવશે. સદ્ગુરુ કહે છે કે સહજ એટલા માટે કે હવે તારે આળસ કરવા જેવું રહ્યું નથી કારણ કે તું લગોલગ નિકટ પહોંચી ગયો છે. દરવાજે પહોંચી ગયો છે. હવે સહજ અડે તેટલી વાર અને દરવાજો ખૂલે તેમ છે. આપણે તો જરા પણ હલવા તૈયાર નથી. એની મેળે દરવાજો ઊઘડે તો જઈએ. હાથ અડાડે તો ઊઘડી જાય પરંતુ એટલું પણ કરવા આપણે તૈયાર નથી. હવે શિષ્યની શંકાની નિવૃત્તિ થઇ, એટલે મોક્ષનો ઉપાય કંઈ કઠિન નથી અને સમજાવવામાં તકલીફ પડે તેમ નથી. કારણ કે તે કેવળ જીજ્ઞાસુ નથી પણ વિશેષ જીજ્ઞાસુ છે. સદ્ગુરુએ શિષ્યને માન્યતા આપી અને શિષ્યનો સ્વીકાર કર્યો. શિષ્યને ઉલ્લાસ આપ્યો, એમ કહો કે શિષ્યની પીઠ થાબડી અને ધન્યવાદ આપ્યા. - ગંગાસતીના શિષ્યા પાનબાઈએ એક પદમાં એમ કહ્યું છે કે ગંગાસતીએ મને ખોળામાં બેસાડી, મારા માથે હાથ મૂકી, અગમ નિગમની પરમ વાતો મને હૃદયમાં ઊતરી જાય એ રીતે સમજાવી છે એ ગંગાસતીનો ઉપકાર કેમ ભૂલાય ? અહીં, ગુરુદેવ શિષ્યને પીઠ થાબડી વાત કરી રહ્યાં છે કે પાંચ વાતનો તે સ્વીકાર કર્યો માટે તું ધન્યવાદને પાત્ર છો. તમે જ્યારે હૃદયથી, પ્રતીતિપૂર્વક કહો છો કે આત્મા છે, ત્યારે સપુરુષને હૃદયથી એટલો બધો આનંદ થાય છે કે તેટલો આનંદ બીજા કશાથી ન થાય. સગુરુને એમ થાય છે કે હવે લાઇન ઉપર આવ્યો, સીગ્નલ પડ્યું, લાઈન કલીઅર થઈ ગઈ. આત્મા છે અને મોક્ષ છે તે બંને વાતનો સ્વીકાર કર્યો તેથી સિક્કો મારી દીધો કહેવાય. હવે શિષ્ય જરૂર ઝંપલાવશે અને પુરુષાર્થ કરશે, તેથી મોક્ષનો ઉપાય તેનામાં પરિણમશે અને સહજ અવસ્થા આવશે. હવે મોક્ષનો ઉપાય જાણવાની શિષ્યને જે ઉતાવળ થઈ છે તેને સદ્ગુરુ શાંત પાડે છે. હવે ઉતાવળ કરીશ નહિ. શાંત અવસ્થાની જરૂર છે. હવે ઉતાવળ કરીને શંકા પણ ન કરતો અને તેઓ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્યાંક-૯૨ થી ૯૭ કહે છે કે જાતિ, વેશ, માન્યતા એ બહુ મહત્ત્વની વાત નથી. આ બધાનો ઉકેલ જેવો તું અંદર જઇશ, તારા સ્વરૂપમાં જઈશ ને ઠરીશ કે તુરત જ થઈ જશે. કારણ કે અંદરમાં જે કારણ છે તે જુદું છે. પાંચ પદ સમજાયા, હવે તને દૃઢ શ્રદ્ધા થઈ છે તો મોક્ષનો ઉપાય સમજવામાં વાર નહિ લાગે. અમને સમજાવવામાં તકલીફ નહિ પડે. સ્વાભાવિક રીતે તું એ પ્રમાણે વર્તન કરીશ એવી અમારા અંતરની અવસ્થા કહે છે. આટલી વાત પૂરી કરી, આત્મસિધ્ધિ શાસ્ત્રમાં મોક્ષના ઉપાયની જે વાત કરવી છે, તેનો પ્રારંભ થાય છે. શરૂઆતથી, પ્રારંભથી જે બહારના પ્રશ્નો હતા તે બહાર રાખ્યા. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે તથા કયા મતમાં મોક્ષ છે તેવું નક્કી કરવા બેઠા નથી. બાવીશ વર્ષની ઉંમરે પરમકૃપાળુદેવે કહ્યું કે હું કોઈ ગચ્છ કે મતમાં નથી. હું આત્મામાં છું. લઘુરાજ સ્વામીએ પણ એવી જ વાત કરી કે પ્રભુ ! તમે અમને કયાંયના ન રાખ્યા. ન રાખ્યા ઢુંઢિયામાં, ન રાખ્યા તપામાં, ન રાખ્યા શ્વેતાંબરમાં, ન રાખ્યાં દિગંબરમાં, ન રાખ્યાં કોઈ વેશમાં કે મુહપત્તિમાં, પરંતુ સીધા પકડીને મૂકી દીધા આત્મામાં. આ મોટી ઘટહ્મા ઘટી. કયાંય અટક્યાં જ નહિ. જ્ઞાની પુરુષ મળે તો આ પરિણામ આવે. એ બહાર રહેવા ન દે. બે હાથ પકડીને જ્યાં મૂકવા છે ત્યાં મૂકી દે છે. આપણે તો જ્ઞાની પુરુષને પૂછીએ કે કહોને, કયા વેશથી મોક્ષ મળે ? કપડાંથી મોક્ષ મળતો હોત તો ઝટ મોક્ષ મળી જાય. પરમકૃપાળુદેવનો મહાન ઉપકાર છે કે તેમણે જાતિ અને વેશનો પ્રશ્ન હાથમાં જ લીધો નહિ, ફાઇલ બાજુ પર રાખી દીધી. તર્ક અને દલીલ કરનારા ઘણા છે. ભગવા પહેરો તો મોક્ષ થાય, ઘોળાં પહેરો તો મોક્ષ થાય. આમાં તો જ્ઞાનીને પણ ટકવું મુશ્કેલ થઈ પડે. કયાંથી નિર્ણય થાય ? જીવ કયાં કયાં અટકીને ઊભો છે તે જોઈ લો. પરમકૃપાળુદેવે કયાંય મુશ્કેલી ઊભી થાય તેમ રાખ્યું જ નહિ. ધારદાર તલવાર લઈ એક ઝાટકે તેમણે જવાબ આપ્યો કે હે શિષ્ય ! કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. અદ્ભુત વાત છે. હજારો પ્રશ્નોનો ઉકેલ આ નાનકડી લીટીમાં છે. કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે. મોક્ષભાવ છે તે જીવમાં પોતાના સ્વરૂપ વિશે સ્થિતિ થવી તે છે. જગતમાં બે જ ભાવ છે, એક કર્મભાવ અને બીજો મોક્ષભાવ. કર્મભાવ એને કહેવાય જ્યાં અજ્ઞાન છે અને મોક્ષભાવ એને કહેવાય જ્યાં સ્વરૂપને વિશે સ્થિતિ છે. શિષ્ય! સમજી લે કે કર્મભાવ અજ્ઞાન છે. તે સંસારનું મૂળ છે. વેશને કે મતને પકડવાની જરૂર નથી. કર્મભાવ અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવી તે મોક્ષભાવ છે. અજ્ઞાન અંધકાર સમાન છે. અંધારામાં જેમ કંઈ દેખાતું નથી, તેમ અજ્ઞાન અવસ્થામાં જીવને સત્ય દેખાતું નથી. કપડાં બદલાવશો કે જાતિ નક્કી કરશો અથવા મત બદલશો, તો સત્ય નહિ દેખાય. અંધારું દૂર કરવું પડશે. અંધારું કપડાંથી, જાતિથી કે બહારની માન્યતાથી દૂર નહિ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય. અંધારાને દૂર કરવા પ્રકાશ જોઈશે. લાઈટ જોઈશે. સૂર્ય નારાયણને પધરાવવા પડશે. જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાન અંધકાર નાશ પામે, કર્મભાવ દૂર થાય અને મોક્ષભાવ પ્રગટ થાય. શિષ્ય ! સાધના માટે અત્યંત સંક્ષિપ્ત શબ્દોમાં અમે આ વાત કરી છે. ૨૮મી ગાથામાં થોડી વિશેષતાઓ છે, તેને બરાબર ધ્યાનથી સમજવાની છે. કમ સે કમ એક કામ તો કરો. મોક્ષભાવની સાધના તો કરશો ત્યારે કરશો પણ ચિત્ર તો સ્પષ્ટ કરી લ્યો. મનમાં પ્રતીતિ તો કરી લ્યો કે કરવાનું તો આ છે. બીજે કયાંય પણ અટકવા જેવું નથી. લોકો પૂછે છે, શેમાં દાખલ થઈએ ? અહીં કે ત્યાં? મોક્ષ કયાંથી મળશે ? અમે કહીએ છીએ કે બધેથી બહાર નીકળશો તો મોક્ષ મળશે. દાખલ થશો તેથી મોક્ષ નહીં મળે, પણ બહાર નીકળવાથી મળશે. બધેથી બહાર નીકળવાનું હોય તો કર્મભાવથી બહાર નીકળવું પડે. અજ્ઞાન છે તે કર્મ ભાવ છે, ત્યાંથી બહાર નીકળો અને મોક્ષભાવ તે નિજભાવ છે, રહેવાનું તો પોતાના સ્વરૂપમાં છે, સ્વરૂપમાં ઠરવાનું છે. બહારમાં કયાંય પણ રહેવાનું નથી. કોઈ આશ્રમમાં, કોઈ મમાં, કોઈ મત, માન્યતા કે મંડળમાં કે કોઈ પક્ષમાં રહેવાનું નથી. જ્ઞાની પુરુષના હાથમાં હાથ આપો તો તેઓ હાથ ઝાલીને બધેથી ખેંચીને તમને તમારા સ્વરૂપમાં મૂકી દેશે. આ વાત આગળની ગાથામાં વિચારીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પ્રવચન ક્રમાંક – ૬૭, ગાથા ક્રમાંક-૯૮ પ્રવચન ક્રમાંક - ૬૭ ગાથા ક્રમાંક - ૯૮) મોક્ષનો માર્ગ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) ટીકા - કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણાં કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. બને તેટલા શાંત બનીને, વિક્ષેપ વગર, એકાગ્ર બનીને, ચંચળતા વગર હૃદયના ઊંડાણમાં રહીને આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો. આ ૮મી એક જ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. પછીની ૯૯થી ૧૧૮ ગાથા સુધી આ ગાથાનો વિસ્તાર છે. મૂળ જો જીવતું હશે તો ડાળીઓ અને પત્તાઓ આવશે, ફૂલ ખીલશે અને ફળ આવશે. મૂળ નહિ હોય તો કંઈ નહિ થાય. ૯૮મી ગાથા એ મોક્ષમાર્ગનું મૂળ છે. આ મૂળને સાધક યથાર્થપણે સમજે. અહીં બે શબ્દો સ્પષ્ટપણે સમજવા જરૂરી છે. એક છે કર્મભાવ અને બીજો શબ્દ છે મોક્ષભાવ. કર્મભાવમાંથી જે ધારા આવે તે સંસારની ધારા અને મોક્ષભાવમાંથી જે ધારા આવે છે તે નિર્વાણની ધારા. આખો સંસાર જે ઊભો થાય છે તે કર્મભાવની ધારામાંથી થાય છે. નિર્વાણની પ્રાપ્તિ જે થાય છે તે મોક્ષભાવની ધારામાંથી થાય છે. મોક્ષ જોઇએ છે, મોક્ષ જોઈએ છે, એમ કહેવાથી કંઈ નહિ થાય. આગ લાગી છે તેમ કહેવાથી કંઈ નહિ થાય ડોલ ભરી પાણી રેડશો તો આગ ઓલવાશે. મોક્ષ જોઈએ છે તેમ કહેવાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. પરંતુ તેના માટે કઈ ધારાથી મોક્ષ થાય તે ધારા બરાબર સમજવી પડશે. અહીં મોક્ષ શબ્દ નથી વાપર્યો પણ મોક્ષભાવ શબ્દ વાપર્યો છે, તે ભાવ શબ્દ વિશેષ છે. જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષભાવ કહે છે. જે ક્રિયાથી મોક્ષ થાય તે ક્રિયાની વાત નથી કરી પરંતુ જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષભાવ કહ્યો. જયાં ભાવ હોય છે ત્યાં આનુષંગિક ક્રિયા પણ હોય છે. તમારા ઘેર મેહમાન આવે અને તેના માટે હૃદયમાં પ્રેમ હશે તો તે આવશે ત્યારે તમે ઊભા થશો, સામે જશો, “પધારો સાહેબ ! બહુ આનંદ થયો, તમારા દર્શન થયા, રાહ જોતા હતા', એમ કહેશો. પછી ઘરમાં લઈ જઈ બેસાડશો. પાણી આપશો. ચા, કોકાકોલાથી શરૂઆત થશે. શું જમશો ? ખબર પડે કે કરણીમાં પ્રેમ છે અને પ્રેમ ન હોય તો આંખથી પણ ખબર પડે કે ગમ્યું નથી. જેવા ભાવ હોય તેને અનુરૂપ આનુષંગિક ક્રિયા પણ હોય. તમે ક્રિયા અને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩ ભાવને તોડશો નહિ. બેને અલગ કરશો નહીં. ભાવ હોય પણ ક્રિયા ન હોય તેવું બહુ ઓછું બને. ભાવ હોય ત્યાં ક્રિયા પણ હોય. ક્રિયા અને ભાવ સાથે ચાલે છે. ફરી, માના હૃદયમાં વાત્સલ્યભાવ હોય છે. એક બેન એવા છે કે તેણે ચાઈલ્ડ સાઈકોલોજીનો અભ્યાસ કર્યો છે, પી.એચ.ડી. પાસ થયા છે. બાળક વિષે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે પણ મા નથી બની. જયારે બીજી એક બેન છે તે મા બની છે. તે પ્રેકટીકલ છે. જયારે પેલી બેન થીયરીકલ છે કે બાળકને કેમ ઉછેરવું ? કેમ છાનું રાખવું ? બધું થશે પણ વાત્સલ્ય ક્યાંથી લાવશે ? મા થાય ત્યારે જ વાત્સલ્યનો ભાવ પ્રગટ થાય અને તે ભાવ જયારે પ્રગટ થાય ત્યારે આનુષંગિક ક્રિયા પણ હોય. જે ભાવથી મોક્ષ થાય, તે મોક્ષનો ભાવ અને એ ભાવની સાધના તે જ તેની ક્રિયા. બને ભાવ સમજી લેવા અનિવાર્ય છે. એક કર્મભાવ અને બીજો છે મોક્ષભાવ. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે. શાસ્ત્રો એમ કહે છે કે સંસારનું મૂળ અજ્ઞાન છે, આ સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે માટે મહાપુરુષોએ કહ્યું છે ‘વજ્ઞાનં રજુ વણમ્ I' એક જગ્યાએ મોટો યજ્ઞ થતો હતો. હજારો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા. સ્વાહા સ્વાહા તેમ ધ્વનિ થતા હતા. કર્મકાંડ ચાલી રહ્યો છે. હોમ થઈ રહ્યો છે, મંત્રો બોલાઈ રહ્યા છે ત્યારે બે મુનિઓ મંડપ બહાર ઊભા રહીને જોરથી ઉદ્ઘોષણા કરે છે અને કહે છે, હો વ, 3gો વછે, પરં તત્ત્વ ન જ્ઞાયતે | આ કેટલું કષ્ટ સહન કરે છે, પરંતુ પરમતત્ત્વને જાણતા નથી. મુનિઓ આ શબ્દો વારંવાર બોલે છે. આ ધ્વનિ યજ્ઞમંડપમાં યજ્ઞ કરાવનાર પુરુષના કાન ઊપર પહોંચે છે ને ત્યાંથી ઊભા થઈ જુવે છે કે આ શબ્દો કહેનાર કોણ છે ? તેઓ મુનિ પાસે જઈને પૂછે છે કે હે મુનિરાજ ! આપનું શું કહેવું છે? મુનિ કહે છે કે તમે ઘણું કષ્ટ કરો છો પરંતુ પરમતત્ત્વને જાણતા નથી. તે પૂછે છે કે કયું પરમતત્ત્વ ? મુનિ તેને પરમતત્ત્વની વાત કરે છે અને તેઓ મુનિની પાછળ પાછળ ચાલી નીકળે છે. એ હતાં સ્વયંભવસૂરી. મહાપુરુષોએ કહ્યું છે કે સમસ્યા ક્રિયામાં નથી, સમસ્યા કર્મમાં નથી, સમસ્યા અજ્ઞાનમાં છે. અજ્ઞાન જ ઘેરામાં ઘેરી સમસ્યા છે. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે અથવા કર્મભાવ અજ્ઞાનમાંથી આવે છે. ફરી કહું છું, તમે શાંત બનજો, એકાગ્ર બનજો. પ્રત્યેક શબ્દને બરાબર સમજજો. કર્મભાવ જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ તે જીવનો સ્વભાવ છે. અહીં નિવાસ શબ્દ વાપર્યો છે. પોતાના ઘરમાં વસવું તેને કહેવાય છે નિવાસ. આ બહુ મઝાનો શબ્દ છે. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહીએ આપ સુહાવો. પોતાના ઘરમાં વાસ કરવો એટલે પોતાના સ્વરૂપમાં કરવું. કુંદકુંદાચાર્યજીએ કહ્યું ‘વરિત્ત ૨૩જુ થમ્પો ચારિત્ર એ જ ખરો ધર્મ છે. પરંતુ ચારિત્ર એટલે શું? મોહ અને ક્ષોભરહિત For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા ક્યાંક-૯૮ આત્માના શુદ્ધ પરિણામ તેનું નામ ચારિત્ર. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો. ચારિત્ર તે જ્ઞાન. જ્ઞાન દશા ખરી પણ તીવ્ર જ્ઞાનદશા, પરાકાષ્ઠાની જ્ઞાનદશા એ જ ચારિત્ર. ઘૂંટાતું ઘૂંટાતું જ્ઞાન પરમ અવસ્થા અથવા આકરી અવસ્થાએ પહોંચ્યું, એવી આકરી અવસ્થા, તેનું નામ ચારિત્ર. જેમ દૂધ ઘૂંટાતું ઘૂંટાતું જાય, તે બાસુંદી બને, મહેંદી ઘૂંટાતી ઘૂંટાતી શરીર પર ચડી શરીરને સુશોભિત કરે, તેમ જ્ઞાન ઘૂંટાતું ઘૂંટાતું ચારિત્ર બને. ચારિત્ર અને જ્ઞાન જુદા નથી. જાણવું અને જીવવું બંને જુદા નથી. જે જાણે છે તે જીવે છે અને જે જીવે છે તે જાણે છે. બે વચ્ચે અંતર હોઈ શકે નહિ. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. આપણી પાસે કર્મનો જથ્થો ઘણો છે. એ કર્મો સાથે લઈને ફરીએ છીએ. પ્રત્યેક સમયે નવીન કર્મબંધ થાય છે. કર્મબંધ કર્યા પછી આપણા તરફથી કોઈ ઈફેકટ આપવામાં ન આવે, કોઈ પુરુષાર્થ કરવામાં ન આવે તો યોગ્ય કાળે કર્મો ઉદયમાં આવ્યાં વગર રહેશે નહિ. અહીં શબ્દ છે કર્મભાવ. આ શબ્દને છૂટો પાડીએ. કર્મ+ભાવ એટલે કર્મભાવ. કર્મનો જડ તત્ત્વમાં સમાવેશ થાય છે અને ભાવનો ચેતનતત્ત્વમાં સમાવેશ થાય છે. ભાવ એ ચેતનની પ્રક્રિયા અને કર્મ એ જડની પ્રક્રિયા છે, પરંતુ એ કર્મ ઉદયમાં આવે છે. ઉદય એટલે ફળ સન્મુખ થવું. જે કર્મ બાંધ્યા છે એ કર્મ એના કાળે, એના સ્વકાળે, યોગ્યકાળે ફળ આપવા સન્મુખ થાય છે, ત્યારે અંદર હલચલ મચી જાય છે, તેને કહેવાય છે કર્મનો ઉદય. કર્મના ઉદય વખતે આત્મામાં જે ભાવ થયા તેને કહેવાય છે કર્મભાવ. આત્મામાં ભાવ એમને એમ નહિ થાય કારણ કે આત્માનો સ્વભાવ નથી પણ કર્મના નિમિત્તે આત્મામાં ભાવ થાય છે. આ વાતને ફરી સમજીએ. ભાવ એ આત્મામાં થતી ઘટના છે અને કર્મ એ પુદ્ગલમાં થતી ઘટના છે. જે કર્મનો બંધ કર્યો છે તે કર્મ સ્વકાળે ઉદયમાં આવે છે, ઉદયમાં આવે એટલે પોતાનું કાર્ય કરે છે, તેથી આત્મા ઉપર તેની ઈફેકટ એટલે અસર થાય છે. સ્વીચ ઓન કરી એટલે પંખો ચાલુ. તમે તો એક જ કામ કર્યું, સ્વીચ ઓન કરી. વીજળીને પંખામાં દાખલ થવાનો રસ્તો કરી આપ્યો. એ સ્વીચ ઓન નહિ થાય તો પંખો ચાલુ ન થાય. તમારું કામ સ્વીચ ઓન કરવાનું છે. બીજું કામ પંખો ચાલુ થાય તે છે. કર્મનો ઉદય થાય છે અને કર્મના ઉદય વખતે આત્મામાં જે ઈફેક્ટ થાય અથવા આત્મામાં જે કંઈ બને, જે પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. આ ભાવ બીજું કામ કરે છે, તે નવા કર્મોની રચના કરે છે. દુકાન ચાલુ, રોકાણ કર્યું, આવક થઈ અને બહુ મહત્ત્વની વાત એ થઈ કે આ ધંધામાં કયારેય ખોટ આવતી જ નથી. કર્મોનો બંધ સતત થયા જ કરે છે. કર્મનો ઉદય જયારે થાય ત્યારે કર્મના ઉદયકાળમાં, આત્મામાં જે કંઈપણ પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. એ કયારે થાયઅને કેમ થાય? કર્મના ઉદયમાં એ પોતે એકતા સાધે છે એટલે કે કર્મના ઉદયમાં જોડાય છે, કર્મના ઉદયમાં For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫ જોડાતા આત્મામાં જે કંપન થાય તેને કહેવાય છે આત્માનો ભાવ. એ આત્માના ભાવને કહેવાય છે કર્મભાવ. એ જે કર્મભાવ તેને કહેવાય છે અજ્ઞાન. એને અજ્ઞાન કહો કે મિથ્યાત્વ કહો, કંઇ ફેર નથી. આ થઇ સંસારને ચાલુ રાખવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આપણે ચાલુ રહીશુ ત્યાં સુધી સંસાર આનંદપૂર્વક ચાલુ રહેશે. તેનો અંત નહિ આવે. ગમે તેટલી વાત કરશો કે બળ્યો આ સંસાર, નથી જોઇતો આ સંસાર, પણ બળાપો કાઢવાથી સંસાર ઓછો થતો નથી. સંસાર ઓછો થતો નથી કેમકે કારણ અંદર પડયું છે. કર્મ એ જડની પ્રક્રિયા છે. ભાવ એ આત્માની પ્રક્રિયા છે. આ બંનેના સહયોગથી જે ઘટના ઘટે છે તેને કહેવાય છે અજ્ઞાન. એ અજ્ઞાન સંસારનું મૂળ છે. સંસાર જોઇતો ન હોય તો અજ્ઞાન ન જોઇએ અને અજ્ઞાન નહિ હોય તો સંસાર ઊભો નહિ થાય. પરંતુ એવી કોઇપણ ક્ષણ નહિ હોય કે કર્મનો ઉદય નહિ હોય. કારણ? આપણે એની વ્યવસ્થા કરી છે. નિરાંતે કર્મોનો ઉદય થયા કરે તેવી સરસ વ્યવસ્થા કરી છે. સતત કર્મનો ઉદય અંદર થયા કરે છે અને આપણે ગાફેલ પણ રહીએ છીએ. ગાફેલ રહેવાના કારણે એકતા સાધીએ છીએ. એકતા કરવાના પરિણામે આત્મામાં જે કંપન થાય છે, જે સ્પંદન થાય છે તેને કહેવાય છે ભાવ. ભાવના અસંખ્ય પ્રકાર છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ, ભય આવા કંપનો આત્મામાં થાય છે. આત્મામાં થતાં આ સમગ્ર કંપનને શાસ્ત્રો અજ્ઞાન ભાવ કહે છે. સમજી લેજો કે આ અજ્ઞાન તે જ કર્મભાવ અને કર્મભાવ એ જ અજ્ઞાન અને એ જે કર્મભાવ છે તે જ સંસારનું મૂળ છે. આનો ઉપાય શું? કોઇ રસ્તો છે ? તેનો રસ્તો મોક્ષભાવ છે. પરંતુ મોક્ષભાવ એટલે શું? બહુ ટૂંકમાં વ્યાખ્યા આપી. અદ્ભુત શબ્દ કહ્યો, નિજવાસ. નિજ એટલે પોતામાં, પોતાના ઘરમાં, પોતાના સ્વરૂપમાં અને વાસ એટલે વસવું. આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ છે, સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે, એમ નિશ્ચયનયથી શ્રધ્ધાપૂર્વક જાણીને ઉદયમાં આવતા કર્મો, ને તે કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો, એ બધાથી પૂર્ણપણે તે ભિન્ન છે, તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો, તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. સમજાયું, શું કરવું તે ? લોકો પૂછે છે કે અમારે શું કરવું ? અને અમે સમજાવીએ ત્યારે કહે છે કે આ તો નહિ બને. આ જ કરવું પડશે અને આ પ્રક્રિયામાં જ જવું પડશે. ઉદયમાં આવતા કર્મો અને કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો સાથે આત્માનું જોડાણ થવાનું. એ જોડાણ થાય તો કર્મભાવ અને જોડાણ ન કરતા,એ જોડાણ તોડીને આત્મા તેનાથી સર્વથા ભિન્ન છે, એવા અનુભવપૂર્વક પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. આવો શુદ્ધ આત્મભાવ તે તમારું ઘર છે, ત્યાં સ્થિતિ છે કરવાની છે. ત્યાં સ્થિતિ કરવી તેને કહેવાય છે જ્ઞાન. કર્મ સાથે એકતા કરવી તેને કહેવાય છે અજ્ઞાન અને શુદ્ધ સ્વરૂપ સાથે એકતા કરવી તેને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન શું કામ કરે ? વાતો કરે ? જ્ઞાન બોલ બોલ કરે ? કરે શું ? પ્રત્યેક ક્ષણે પોતાની For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા ક્રમાંક-૯૮ ચેતના કર્મ સાથે જોડાતી જો હોય, તો ત્યાંથી છૂટી કરીને, આત્મા સાથે જોડવાનું કામ કરે તે જ્ઞાન. કર્મ સાથે જોડવાનું કામ કરે તે અજ્ઞાન, ચૈતન્ય સાથે જોડવાનું કામ કરે તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે તેટલા વાંચ્યા હશે પણ બહુ કામમાં નહિ આવે. જ્ઞાન કામમાં આવશે. કર્મ સાથે એકતા કરાવનાર જે ભાવ તે અજ્ઞાનભાવ છે. એ અજ્ઞાનભાવને અંધકાર કહ્યો છે. પ્રાર્થના કરો છો ને કે “તમસો મા જયોતિર્ગમય' ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. આ ઊંડું અંધારું કર્યું? કર્મના ઉદયકાળમાં કર્મ નિમિત્તે ઉપસ્થિત થતાં સંયોગો એમાં ચેતનાનું જોડાઈ જવું તે છે ઊંડું અંધારું. હે ભગવાન ! એ ઊંડા અંધકારમાંથી અમને જ્ઞાનના પ્રકાશમાં તું લઈ જા. અમારું જોડાણ શુદ્ધ ચેતના સાથે થાય એવી અવસ્થામાં તું અમને લઈ જા. અજ્ઞાનમાં જ ભૂલ થાય છે. ભય અંધકારમાં જ લાગે, મોહ અજ્ઞાનમાં થાય, વ્યાકુળતા, ક્ષોભ, વિકલ્પો, કલેશ અજ્ઞાનમાં થાય, મૂંઝવણ અને દ્વન્દ્ર અજ્ઞાનમાં જ થાય. તેમાં એકતા કરવાથી પદાર્થો વિપરીત જ જણાય. જે નથી અથવા જે જેવા નથી એવા જણાય અને તેના પરિણામે અંદરમાં જે કંપન થાય એને કહેવાય છે રાગ અને દ્વેષ. એ રાગદ્વેષથી સંસાર પરિભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે. અંધકાર દૂર કરવા માટે ઉપાય છે? વિવેકાનંદ એક નાનકડી ઘટના હંમેશા કહેતા હતા. ગૂફામાં ઘણું અંધારું હતું. થોડા યુવાન આદિવાસીઓ ત્યાં આવ્યાં. કોદાળી તગારા પાવડા લઈને. અંધારું તગારામાં ભરી બહાર ફેંકવા લાગ્યા. સાંજ સુધી મહેનત કરી પણ અંધારું ઓછું ન થયું. હવે શું કરવું ? એટલામાં કોઈ ડાહ્યો માણસ ત્યાંથી નીકળ્યો. તેણે આ લોકોને પૂછ્યું કે તમે આ શું કરો છો ? તેઓ કહે અંધારું અમારે કાઢવું છે પણ નીકળતું નથી, સવારથી મહેનત કરીએ છીએ, આ ખોદી ખોદીને કમર વાંકી વળી ગઈ છે. અમે અંધકાર ઉલેચ્યો પણ અંધકાર ઓછો થતો નથી તો અમે શું કરીએ ? ડાહ્યા માણસે ખિસ્સામાંથી બેટરી કાઢી અને સ્વીચ ઓન કરી તો અંધારું ગાયબ. આદિવાસીઓને આશ્ચર્ય થયું કે આપને કયા જાદુ કિયા ? અરે ! જાદુ નહિ, પણ અંધકાર દૂર કરવા પ્રકાશ જોઇશે, તેમ અજ્ઞાન દૂર કરવા જ્ઞાન જ જોઇશે. જ્ઞાન એટલે નિવાસ. પોતાના સ્વરૂપમાં કરવું તેનું નામ જ્ઞાન. પોતાના ઘરમાં રમવું તેનું નામ જ્ઞાન. મહાપુરુષો અને સમ્મચારિત્રની પ્રક્રિયા કહે છે. સમ્યગદર્શનમાં હું આત્મસ્વરૂપ છું તેવો અનુભવ થાય છે અને આ અનુભવ થતાની સાથે જ બે કામો થાય. પહેલું કામ દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. દેહ અને આત્મા એક થઈ શકતા નથી. જેમ તમે ગમે તેટલા કિંમતી કપડાં પહેરો પણ ચામડી અને કપડાં એક થઈ શકતાં નથી, ગમે તેટલો ટાઈમ કપડાં શરીર પર રહે, પણ શરીર જુદું છે અને કપડાં જુદાં છે તેમ ગમે તેટલો ટાઈમ આત્મા શરીરમાં રહે, પણ આત્મા દેહથી જુદો જ છે. આ કહેવાની કે બોલવાની વાત નથી પરંતુ આ સમ્યગદર્શનનો અનુભવ થાય ત્યારે દેહ સાથેની એકતાબુદ્ધિ ટળી જાય. બુદ્ધિમાં ભલે સ્વીકાર્યું કે દેહ અને આત્મા એક જ છે પરંતુ હકીકતમાં દેહ અને For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મા એક નથી. તમે દીકરાના દીકરાને ખોળામાં બેસાડી રમાડતા હો ત્યારે આસકિત અને મમત્વને કારણે બોલતા હો છો કે આ મારો દીકરો છે પરંતુ તમે બંને જુદા છો અને જુદાં જ રહેવાના. સમ્યગ્દર્શન થતાં દેહ સાથે એકતાબુદ્ધિ ટળી ગઈ એટલે બુદ્ધિમાં જે એકપણું છે તે ટળી ગયું. આજે દેહ ને આત્મા બંને જુદા જ છે પણ બુદ્ધિમાં એક માન્યા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જેમ દેહ સાથે એકતાબુદ્ધિ ટળી જાય તેમ રાગાદિ જે ભાવ છે તેની સાથે પણ એકતાબુદ્ધિ ટળી જાય. આ રાગ દેખાશે અને અંદર રાગની ધારા ઊઠી છે તેમ પણ દેખાશે. અને રાગની ધારાથી અલગ પડીને તમે રાગને જોઈ શકશો. રાગના દ્રષ્ટા બનવું તે જ્ઞાનનું કામ છે. પરંતુ અત્યારે તો રાગની ધારા ઊઠી નથી કે તેમાં ભળ્યા નથી. રાગમાં ડૂબી જવાય છે. માખી તેલમાં પડે તો શું થાય? માખી જો સાકરના ગાંગડા ઉપર બેઠી હોય તો સ્વાદ પણ લે અને ઊડી જાય. પરંતુ માખી જો તેલમાં ઝંપલાવે તો ગઈ, આવી જ રીતે આત્મા રાગાદિ ભાવમાં ડૂબી જાય છે. જ્ઞાન જયારે પ્રાપ્ત થાય ત્યારે રાગાદિ ભાવથી જુદું થઈ રાગાદિ ભાવને જોવે છે. કર્મની ધારામાંથી રાગની ધારા આવી પરંતુ આ ધારા મારાથી જુદી છે તેવો તેણે અનુભવ કર્યો અને રાગની ધારા સાથે પોતે જોડાતો નથી. હવે જોડાવાના પરિણામે જે પ્રક્રિયા થવી જોઈએ, એ પ્રક્રિયા બંધ થઈ અને એ પ્રક્રિયા બંધ થવી તે મોક્ષનો ઉપાય છે, એ મોક્ષની સાધના છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આવી એક ઘટના સમગ્ર જીવનમાં થવી જોઈએ. બે ધારાઓમાંથી યથાર્થ ધારાનો સાધક સભ્ય નિર્ણય કરે અને શુદ્ધ સ્વરૂપમાં જો સ્થિર થાય તો, સ્થિર થવાના પરિણામે કર્મ બંધાતા નથી. કર્મ બંધાય છે તે નિજવાસ થતો ન હોવાના કારણે. રાગાદિ ભાવ થાય છે, તે પોતાના સ્વરૂપમાં સ્થિર ન થવાને કારણે થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનાં કારણે કર્મ બંધાતા નથી અને કર્મ બંધાતા નથી ત્યારે સંસારનો સમગ્ર ભય એનો ટળી જાય છે અને ભય ટળતા જીવનમાં પ્રગાઢ પ્રશાંત અવસ્થા અનુભવે છે, તેને પરમકૃપાળુદેવ મોક્ષની અવસ્થા કહે છે. મોક્ષની જગ્યા માટે વિકલ્પ કરવાની જરૂર નથી. તમે પીસ્તાલીસ લાખ યોજનની સિધ્ધશિલા પણ ભૂલી જાવ અને અહીંથી સાત રાજ પ્રમાણ દૂર લોકના અગ્રભાગ ઉપર કોઈ જગ્યા છે તે પણ ભૂલી જાવ. એ તો સ્થળનું ભૌગોલિક વર્ણન છે. પરંતુ મોક્ષનો અનુભવ તો આ મનુષ્યગતિમાં અહીં જ થશે. મોક્ષનો અનુભવ આ દેહમાં રહીને થશે. જયાં સુધી મોક્ષનો અનુભવ ન થાય, ત્યાં સુધી સ્થળ સંબંધિત મોક્ષની પ્રાપ્તિ આપણને નહિ થાય. એ સિધ્ધશિલા કેવડી મોટી છે ? કેટલી લાંબી છે ? અંદર જગ્યા છે કે નહિ ? એવી ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી. જ્ઞાની પુરુષોનું કહેવું છે કે સાધકને અહીંયા એવો અનુભવ થાય છે પણ તે કેવી રીતે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા માંક-૯૮ થાય? તેને બે કાર્યો કરવા પડે, એક કર્મધારા તોડવી પડે અને આત્મા સાથે એની પોતાની ધારા જોડવી પડશે. તુકારામજીએ ગાયું કે કૌન સંગ જોડું ક્રિષ્ના, કૌન સંગ તોડું. તેણે કૃષ્ણને પૂછયું કે હું કોની સાથે પ્રીતિ તો અને કોની સાથે જોડું ? દેવચંદ્રજી મહારાજે ગાયું કે પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ. પર એટલે પુદ્ગલ અથવા તો જડ. પુદ્ગલ અનંત છે અને તેના પ્રકાર પણ અનંત છે. તમારા ઘરમાં જેટલો સામાન વસાવ્યો છે તે બધાને એક જ શબ્દમાં કહેવું હોય તો જડ, પુદ્ગલ છે તેમ કહો તો પણ ચાલે, પરંતુ તમે કહેશો કે આ સોફાસેટ, આ ફ્રીજ, આ પંખો, આમ ઘણી વસ્તુઓ છે. આ બધાનો સરવાળો એક શબ્દમાં ક્લેવો હોય તો કહેવાય પુદ્ગલ. સમગ્ર જગત જે દેખાય છે તે એક શબ્દ પુદ્ગલ માત્રમાં આવી જાય છે. પુદ્ગલથી બીજું કંઈ પણ નથી. પુદ્ગલ સાથે ધારા જોડી છે એટલે પ્રીતિ અનંતી પર થકી જોડી છે. પર એટલે બીજું, આત્મા સિવાય બીજું અને તેની સાથે પ્રીતિ જોડી છે. આપણે પ્રેમ તો કર્યો છે પરંતુ ખોટી જગ્યાએ કર્યો છે. એ ખોટી જગ્યા બદલવાની છે. તમે ખરેખર પ્રેમી થઈને જાન આપ્યો છે. લોકો પૈસા માટે જાન આપે છે. કૌરવ પાંડવ લડયા, શાના માટે જાન આપ્યો? યુધ્ધ થયું, હજારોને ખતમ કર્યા, કોના માટે ? કોઈ સત્તા માટે, કોઈ દેશ માટે, કોઈ રૂપ માટે, કોઈ પૈસા માટે, એમ જાન તો કુરબાન કરે છે પણ શું વળ્યું ? જડ માટે જાન આપ્યો. ઘરમાં ઝગડા કેમ થાય છે ? પૈસા માટે ને ? પતિનું ખાતું જુદું. પત્નીનું ખાતું જુદું હોય અને બેંક મેનેજરને ભલામણ કરે કે મારું ખાતું અહીં છે તેમ કહેવાનું નથી. મેનેજર કહ્યા વગર રહે નહિ. આ કેમ થાય છે ? તો પ્રીતિ અનંતી પર થકી. એક પુદ્ગલ સાથે પ્રેમ કર્યો, પુદ્ગલ જગતમાં અનંત છે. દેવચંદ્રજી કહે છે કે આ પ્રીતિ તોડવી પડશે. તોડવા માટે સાહસ કરવું પડશે. આ પ્રીતિનો ઢાળો તોડવો મુશ્કેલ છે. આ લોખંડની સાંકળ નથી કે તૂટી જાય. આ તો કાચા સૂતરના ધાગા છે પણ સાહેબ ! એ કાચા સૂતરના ધાગા તોડવા મુશ્કેલ છે. ભલભલા તોડી શકયા નથી. - આ “પ્રીતિ અનંતી પર થકી જે તોડી શકે છે તેને વૈરાગ્ય કહો, તપ કહો. ત્યાગ કહો. ધ્યાન કહો, સાધના કહો, ઉપાસના કે સાધનાની ભઠ્ઠી, જે કહેવું હોય તે કહો. એ પ્રીતિ તૂટે, પછી બીજું કામ કરવાનું રહે છે. પરથી પ્રીતિ તોડી એ શુદ્ધ આત્મા સાથે જોડવી પડે. બે જ પ્લગ છે. પુદ્ગલના પ્લગમાંથી પીન કાઢી, બીજા પ્લગ એટલે કે શુદ્ધ ચૈતન્યમાં તે જોડવી પડે. તમે પુદ્ગલના પ્લગમાં મજબૂત રીતે પીન નાખી દીધી છે. એ પીન કાઢો. તમે કહેશો રહેવા દો ને ? મઝા આવે છે. પરંતુ જ્ઞાની તમારી પાછળ પડયા છે, પણ તમે કંઈ મચક આપો તેમ નથી. કર્મભાવની સાથે જે ધારા જોડાણી છે તે ધારા શુદ્ધ આત્મભાવ સાથે જોડવી પડે અને તેને કહેવાય છે મોક્ષભાવ. આવો મોક્ષભાવ મોક્ષ આપશે. મોક્ષ મેળવવો હશે, એને એ રીતે મોક્ષની પ્રાપ્તિ થશે. મહાપુરુષોએ કહ્યું છે કે અજ્ઞાનદશામાં કેવી ઘટના ઘટે છે તે જુઓ. માણસને ઘણાં પ્રકારનાં For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સ્વપ્નાઓ આવે છે. હું રાષ્ટ્રપતિ બન્યો. રાષ્ટ્રપતિ ભવનમાં ગયો. સોગનવિધિ થઈ રહી છે. હજી બન્યો નથી પણ સ્વપ્નાં ચાલુ છે. મૃત્યુ થયું તેવા સ્વપ્નાઓ પણ આવે છે. રાષ્ટ્રપતિનું સ્વપ્ન આવે તે સારું કહેવાય અને મૃત્યુ થયું તે અશુભ કહેવાય. પરંતુ સવારે ઊઠીને જોવે છે કે હું તો જીવતો છું. સ્વપ્ન આવ્યું તે હકીકત સાચી પણ છેવટે તો સ્વપ્ન. જો સાચું હોત તો વ્યવસ્થા જુદી કરવી પડત. સ્વપ્નામાં મૃત્યુ થયું છે પરંતુ ખરેખર જાગ્રત અવસ્થામાં મૃત્યુ થયું નથી. સ્વપ્નામાં જેમ મૃત્યુ થયુ તેમ મનાય છે, દેખાય છે તેમ અજ્ઞાન અવસ્થામાં આ જીવ પોતાના નહિ એવા બીજા દ્રવ્યમાં પોતાપણું માની બેસે છે. પરંતુ જ્ઞાની પુરુષ એમ સમજાવે છે કે સ્વપ્નદશા હોવાથી માણસ જીવતો હોવા છતાં મૃત્યુ પામ્યો છે તેવી ભ્રમણા થાય છે, તેમ અજ્ઞાન દશા હોવાથી માણસ પોતામાં પોતાપણું માનતો નથી પરંતુ પર પદાર્થોમાં પોતાપણું માની બેસે છે અને આવી જે માન્યતા તેનું નામ અજ્ઞાન. સુખ કપડામાં કે બાહ્ય પદાર્થોમાં નથી. સુખ બાહ્ય પદાર્થોમાં છે આવું માનવું તે અજ્ઞાન છે, તે જ ભ્રમણા છે, તે જ મિથ્યાત્વ છે અને તે જ કષાય છે. આ અજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. એ અશુભ છે. જેટલા શબ્દો વાપરવાં હોય તેટલા વાપરો પણ વ્યવસ્થા આમ છે, તો કર્મભાવ અજ્ઞાન છે તે સ્પષ્ટ થયું? - આ એક કર્મભાવ સ્વતંત્ર પક્ષ છે. ભૂલમાં તમે તેને તમારામાં પ્રવેશ આપી દીધો છે. તેનો પ્રવેશ પુદ્ગલમાં હોય પણ તમે ભૂલ કરી છે. તમારા ચોપડે તમે નાણાં જમા કરી દીધા છે. જયારે ચોપડાની તપાસ થશે ત્યારે ખબર પડશે કે આ એન્ટ્રી ખોટી આવી છે. તમારા નાણાં છે જ નહિ. કર્મભાવને તમે આવકાર્યો છે. પુદ્ગલ સાથે તમે પ્રેમ કરી બેઠા છો, દિલ દઈ બેઠા છો પરંતુ ત્યાંથી પાછા વળવું પડશે. મોક્ષભાવ એ પોતાનો ભાવ છે. આ પોતાનું ઘર છે. આ પોતાની અવસ્થા છે. નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો, ઈહ છેની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન ફારો, તસ ઍણી કર ગ્રહીએ, જો ધન, સો તુમ સોહં ધારો સોહં જાની દટો તુમ મોહં સમકો વારો. ચેતન ઐસા જ્ઞાન વિચારો. અદ્ભુત વાત છે. આ આનંદઘનજી એમ કહે છે કે આ કરવું પડશે. બીજો પક્ષ કયો? તો મોક્ષભાવ. જે ભાવથી મોક્ષ મળે તેને કહેવાય મોક્ષભાવ. જે ભાવથી સંસાર વધે તેવો ભાવ એ કર્મભાવ છે. કર્મભાવને કહેવાય છે અજ્ઞાન અને મોક્ષભાવને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન શબ્દ પાછળ કોઈ શબ્દ ન વાપર્યો. સમ્યજ્ઞાન કે યથાર્થ જ્ઞાન તેમ ન કહ્યું. માત્ર જ્ઞાન શબ્દ જ વાપર્યો. જયાં મોક્ષભાવ છે ત્યાં જ્ઞાન અને કર્મભાવ છે ત્યાં અજ્ઞાન. કર્મભાવમાં ચેતન પોતાની ધારા પુદ્ગલ સાથે જોડે છે અને મોક્ષભાવમાં પોતાની ધારા પોતાની For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રવચન ક્રમાંક ૬૭, ગાથા ક્ર્માંક-૯૮ સાથે જોડે છે. પરંતુ આપણને શું થયું છે કે ઊંધુ જ કરીએ છીએ. આનંદઘનજી મહારાજે અદ્ભુત રીતે કહ્યું છે, સુમતા ચેતન પતિકું ઇણવિધ, કહે નિજ ઘરમેં આવો, આતમ ઉઠ સુધારસ પીયે, સુખ આનંદ પદ પાવો, ચેતન શુદ્ધાતમકું યાવો. સમતા પોતાના પતિ આત્માને કહે છે કે તમારું ઘર તો આ છે. હું તમારી સાથે જીવનારી છું અને તમે કુમતિના ઘરમાં જઇને બેઠા છો, તેમાં તમારી શોભા નથી. કંઇ સમજાયું ? સમતા કહે છે કે ચાલો બેઠા તો બેઠા, ભૂલ થઇ ગઇ છે પરંતુ હવે તમે પાછા આવો, હું આજે પણ તમને સ્વીકારવા તૈયાર છું. કુમતિના ઘરમાંથી પાછા આવો. હું કજીયો નહિ કરું. પરંતુ તમે પાછા આવો. નિજ ઘરમાં આવો. પોતાના ઘરમાં વસવું તેને કહેવાય છે મોક્ષભાવ. એવા મોક્ષભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ૯૮મી ગાથામાં આટલાં સૂત્રો જોયાં. સંત્પુરુષોએ સંપૂર્ણ મોક્ષમાર્ગ આ ગાથામાં બતાવી દીધો છે. કર્મભાવ અને મોક્ષભાવની થોડી ચર્ચા બાકી છે, તેનો હવે પછી વિચાર કરશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. 3 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૬૮ ગાથા ક્રમાંક - ૯૮-૧ મોક્ષભાવ નિજવાસ - હા કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) આ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ સ્પષ્ટપણે બતાવ્યો છે. હવે પછીની ગાથાઓમાં આ ગાથામાં રહેલ સિધ્ધાંતનો વિસ્તાર છે. વિસ્તારને સમજવા મૂળને સમજવું પડશે. બે પ્રકારના ભાવો છે. કર્મભાવ (અજ્ઞાન) અને મોક્ષભાવ (જ્ઞાન). આ બંને ભાવોને પરમકૃપાળુદેવે એક વચનામૃતમાં સ્પષ્ટ કરેલ છે. ‘પત્રાંક ૫૩૭, વર્ષ ૨૮, પાનું ૪૩૫, મુંબઈ કારતક સુદ ૭, શનિવાર ૧૯૫૧. પેરેગ્રાફ ચોથો અને છઠ્ઠો'. ખંભાતનાં મુમુક્ષોઓ સાથે બેસી તત્ત્વચિંતન કરે છે. એ મુમુક્ષોઓને અંદરમાં ઘણી મૂંઝવણ થાય છે અને આ મૂંઝવણમાં કૃષ્ણદાસને સૌથી વધારે મૂંઝવણ થઈ છે. એ કૃષ્ણદાસને લક્ષમાં રાખીને પરમકૃપાળુદેવે થોડા શબ્દો કહ્યા. પહેલી વાત તો એ કરી, કૃષ્ણદાસના ચિત્તમાં વ્યગ્રતા જોઈને, તમારા સૌનાં મનમાં ખેદ રહે છે, તે બનવું સ્વાભાવિક છે, કારણ કે મુમુક્ષુ છો, સાધર્મિક છો, સાધકો છો અને સાથે સાધના કરો છો, તેમાંથી એકાદ મુમુક્ષુને પીડા રહેતી હોય, અસ્વસ્થ રહેતો હોય તો સાથેના મિત્રોને પીડા થાય તે નિશ્ચિત વાત છે. પરંતુ કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. અમે કૃષ્ણદાસને કહીએ છીએ કે કોઈપણ હિસાબે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે અને તે અનિવાર્ય છે, કારણ કે સમગ્ર સાધનામાં સૌથી મહત્ત્વનું સાધન એ મન છે. મન વિક્ષિપ્ત નહિ હોય તો જ સાધના થશે. તમામ યોગની સાધનાઓ અને ધ્યાનની સાધનાઓ મનની વિક્ષિપ્તતા દૂર કરવા માટે છે. વિક્ષેપનો અર્થ અંતરાય. કોઈપણ કાર્ય ચાલુ કર્યું હોય, લગ્નપ્રસંગ હોય અને નજીકનો સગો કજીયો કરે તો કહીએ છીએ કે વિક્ષેપ થયો. વિક્ષેપ એટલે મનનું ડહોળાઈ જવું અથવા તો વ્યગ્ર થવું. વિક્ષેપ એટલે મનનું આડું અવળું થવું. જ્યાં મનને જોડવું છે ત્યાં ન જોડાય. જ્યાં મનને ચોટાડવું છે ત્યાં ન ચોટે. આનંદઘનજીએ કુંથુનાથ ભગવાનના ચરણમાં નિવેદન કર્યું છે ? મનડું કિમ હી ન બાઝ, હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે ! હું મારા મનને તમારી સાથે જોડવા માટે પ્રયત્ન કરું છું, પણ મન ત્યાં લાગતું નથી, એ મારી મુશ્કેલી છે. એવી જે અવસ્થા છે તેને કહેવાય વિક્ષિપ્તતા. ચિત્તના પાંચ પ્રકારો છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એમાં એક અવસ્થા છે ચિત્તની વિક્ષિપ્તતા, એટલે ચિત્તનું ડહોળાઈ જવું, જેમ પાણી પીવા લાયક છે પણ ડહોળાઈ ગયું છે. ચિત્ત ધ્યાન કરશે, For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રવચન ક્રમાંક - ૬૮, ગાથા ક્રમાંક-૯૮-૧ સાધના કરશે પણ ચિત્ત ડહોળાઈ ગયેલું છે અને જ્યારે ચિત્ત ડહોળાઈ જાય છે ત્યારે જીવનમાં માઠા પરિણામ આવે છે. તો કૃષ્ણદાસને ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. મૂળ વાતનો પ્રારંભ કરીએ. “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને મુમુક્ષુ કહો અથવા વિચારવાનું કહો, એવા જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહિ. મુમુક્ષુને ભય હોય ? એને મૃત્યુનો ભય નથી, રોગનો ભય નથી, અપયશનો ભય નથી, ધન ઓછું થાય તેનો ભય નથી, સ્વજનો સાથે નહિ રહે તેનો ભય નથી, આવતી કાલે શું ખાશું? તેનો તેને ભય નથી, ઊંઘ આવતી નથી, તેની પણ ચિંતા નથી. સંસારમાં જુદા જુદા પ્રસંગો બને છે, તેનો કોઈ ભય નથી. પરંતુ તેને એક માત્ર ભય અજ્ઞાનનો છે. અજ્ઞાનનું સામ્રાજ્ય અને સત્તા કેટલી વિશાળ છે તેની ખબર નથી. એની ઓફિસ કે કોઈ સ્ટાફ નથી, મેઇનટેનન્સ નથી. તેની વ્યવસ્થા કરવાની નથી, છતાં ચૌદ રાજલોક ઉપર અજ્ઞાનનું સામ્રાજ્ય છે. આખા જગતમાં અનંતા જીવો ઉપર તેની સત્તા ચાલે છે અને જગતના અનંત જીવોને સંસારમાં રોકી રાખ્યા હોય તો એક અજ્ઞાને રોકી રાખ્યાં છે. એટલા માટે ઉપમિતિ ભવપ્રપંચ કથામાં સિદ્ધર્ષિગણિ કહે છે કે તે અજ્ઞાન જીવને ભલામણ કરે છે કે હે જીવ ! તું મંદિરમાં જજે, છૂટ છે, મંદિરમાં ભગવાનની પૂજા કરજે. તું તીર્થયાત્રા કરજે, મંત્રજપ કરજે. શાસ્ત્રોનું વાંચન કરજે પરંતુ જીવંત જ્ઞાની પુરુષ પાસે તું જઇશ નહિ. ત્યાં મારું મોત છે. સમજાયું કાંઈ ? બીજે કયાંય મને મોતનો ભય નથી. સમેત શિખર જાવ, મઝા આવશે. હરવું, ફરવું અને ખાવું. પહેલાં તો મેનુ નક્કી થાય કે જાત્રાએ જવું છે તો આઠ દિવસનો નાસ્તો શું લઈ જવો ? સવારે શું, બપોરે શું અને સાંજે શું ખાવું ? તીર્થની યાત્રા પર જઈ શકો છો. વ્રત, ઉપવાસ, તપ કરજો, માળા કરજો પણ જીવંત જ્ઞાની પુરુષ પાસે જશો નહિ. ત્યાં મારું એટલે અજ્ઞાનનું મોત છે. વિચારવાન પુરુષને અજ્ઞાન સિવાય બીજો ભય હોય નહિ. આ તો નિર્ભય છે. આનંદધનજીએ કહ્યું : અબ હમ અમર ભયે, ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે ? ....અબ હમ. સૌથી મોટો ભય મૃત્યુનો છે, એવો મૃત્યુનો ભય જેને છૂટી ગયો છે, તેને ભય કોનો? તો કહે એક અજ્ઞાનનો. સંસારમાં જકડી રાખનાર સૌથી મોટું પરિબળ અજ્ઞાન છે. એક અજ્ઞાનથી નિવૃત્તિ ઇચ્છવી એ સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહિ. કેટલી વખત આ વચનામૃતજી વાંચી ગયા હોઇશું? આજે વાંચવું નથી પણ તેમાં ડૂબવું છે. મુમુક્ષુ જીવને ભૌતિક ઇચ્છા કે કામના હોય નહિ. જગતના પદાર્થોની ઇચ્છા ન હોય. દુઃખ ન આવે અને સુખ મળે તેવી ઈચ્છા પણ ન હોય. તેને વ્યકિતની, વસ્તુની, પદાર્થની, સંયોગની અનુકૂળતા વગેરે કોઇપણ ઇચ્છા ન હોય. એક જ ઇચ્છા હોય અજ્ઞાનની નિવૃત્તિ થવી, અજ્ઞાનથી મુક્ત બનવું તે અને ત્રીજી વાત એ કે એને સંસાર કારાગૃહ લાગે. પૂર્વ કર્મના બળે કદાચ કોઈ ઉદય હોય, ગૃહસ્થ જીવનમાં હોય, દુકાનમાં માલ વેચતો હોય, પૈસાની લેવડદેવડ કરવી પડતી હોય તો For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા - ૨૩ પણ વિચારવાન જીવના મનમાં સંસાર કારાગૃહ-જેલ છે એવી સમજણ દઢ હોય. તમે તો મહેલમાં રહો છો. તમે બતાવો છો કે આ અમારું મકાન છે. મુંબઈમાં આવું મકાન ભાગ્યે જ જોવા મળે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આના જેવી બીજી કોઈ જેલ નથી. ધન્નાજી કહે છે, મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. એટલા માટે નહિ રહેવાય કે તે પીંજરું છે. પોપટ સોનાના પીંજરામાં છે, તે રાણીને પ્રિય છે. તેની સેવામાં દશ વશ નોકરો છે. છએ ઋતુઓનાં ફળો તેને પીંજરામાં મળે છે. રતનના કટોરામાં તેને ભોજન આપવામાં આવે છે. આવા પોપટની નજર જ્યારે આકાશમાં જાય છે અને પોતાના જ્ઞાતિબંધુઓ એટલે બીજા પોપટો ઊડતા હોય ત્યારે તેને થાય છે કે હું કયારે આકાશમાં ઊડું ? ઊડવામાં જે મુકિત અને મઝા છે તે પીંજરામાં નથી. ભલે આ પીંજરું સોનાનું છે અને રત્નોથી મઢેલું છે. ભલે ત્યાં રત્નના કટોરા અને છએ સ્તુનાં ફળ મળે પણ આ પીંજરું એ મોટું બંધન છે. પોપટને ત્યાં ગમતું નથી. ધન્યવાદ તો તમને છે કે તમને આ સંસાર ગમે છે. રત્નજડિત કો પીંજરો રે માતા, તે સૂડો જાણે બંધ, કરણી તો જે સી આપકી રે માતા, કોણ બેટા, કોણ બાપ ? જનની હું લેવું સંયમ ભાર. છ ખંડનો માલિક ચક્રવર્તી હોય, જ્યારે તેને એવું લાગે કે આ સમગ્ર સંસાર એક કારાગૃહ છે, એક જેલ છે ત્યારે તે તેમાંથી છૂટવા મથે છે. આપણને તો જેલ સદી ગઈ છે. કોઠે પડી ગઈ છે. આપણને ગમે છે. આપણને અનંતકાળથી સદી ગઈ છે. જ્ઞાની સંસારને જેલના સ્વરૂપમાં જુએ છે. સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ચારેકોર દુઃખથી પીડાતા લોકો જોવા મળશે. તેઓ હસે છે, બોલે છે, એમ પણ કહે છે કે લીલા લહેર છે અને છતાં અંદર કાળો કેર પણ છે. આ આખો સંસાર બળી રહ્યો છે. ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે અને સળગી રહ્યો છે. સ્કંદક પરિવ્રાજક ભગવાન મહાવીરને વંદન કરવા આવે છે, ત્યારે ભગવાન મહાવીરે તેમને ઉપદેશ આપ્યો. ___ अलित्तोणं भंते लोओ, पलित्तो णं भंते लोओ। સંસારને દાવાનળ જેવો જાણતા સ્કંદકે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. આ સમગ્ર સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપથી સળગી રહ્યો છે. જન્મ મરણથી સળગી રહ્યો છે, રાગ દ્વેષનાં જે ફળ છે તે ફળથી આખો સંસાર બળી રહ્યો છે, વિષાદયુક્ત થઈ રહ્યો છે, એવો નિર્ણય, એવો વિચાર નિશ્ચયરૂપે જેને વર્તે છે, તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. આ વિચારવાન જીવની વ્યાખ્યા થઈ. આવા વિચારવાન જીવને એક જ અજ્ઞાનનો ભય છે. તેને જ્ઞાન પ્રાપ્તિમાં જે કાંઈ અંતરાય-મુશ્કેલી છે, તે અજ્ઞાન છે, તેના સિવાય કશાનો ભય તેને લાગતો નથી. અને જ્ઞાન પ્રાપ્તિ માટે તે પોતાના જીવનમાં જાગૃત બને ને પોતાના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય એ માટે પુરુષાર્થનો પ્રારંભ કરે. મુમુક્ષુ જીવ જ્ઞાની પાસે જાય છે, તેના ચરણમાં બેસે છે, ઉપદેશ શ્રવણ કરે છે. પરમકૃપાળુ દેવે એમ કહ્યું કે “તીર્થકરોએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે', અનંતકાળમાં For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવચન ક્રમાંક ૬૮, ગાથા ક્ર્માંક-૯૮-૧ અનંત તીર્થંકરો થયા. આપણે પણ સતત તીર્થંકરો પાસે ગયા. તેમનો ઉપદેશ સાંભળ્યો, ‘પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં.' મૂઢ એટલે સમજણ વગરનો. એને દિશા સમજવી જ નથી એટલે ઉપાય પ્રવર્તી શકે નહિ. જો તમને ઇચ્છા જ ન હોય અને આ પ્રમાણે જ રહેવું હોય તો તીર્થંકરોનો ઉપાય પણ ચાલી શકતો નથી. અમારી વાત તો જવા દો, એ બહુ મહત્ત્વની વાત નથી. પરંતુ તીર્થંકર જેવાઓનો ઉપાય પણ ચાલી શકતો નથી. ફરી ફરી ઠોકી ઠોકીને કહે છે કે ‘આ જીવ સમજે તો સહજ મોક્ષ છે'. મોક્ષ દુર્લભ છે તે વાત નીકળી ગઇ. પરંતુ એક વાત જરૂર આવી કે આ વાત સમજે તો જીવનો મોક્ષ સહજ છે. નહિ તો અનંત ઉપાયે પણ મોક્ષ નથી. સમજ પીછે સબ સહેલ હૈ, બિન સમજે મુશ્કિલ સમજે તો મોક્ષ સહજ છે. ન સમજે તો કઠિન લાગે. ‘જીવનું જે સહજ સ્વરૂપ છે તે સમજવું છે અને તે કાંઇ બીજાના સ્વરૂપની વાત નથી.’ પોતાનું જે સ્વરૂપ છે તે સમજવાનું છે. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે ? જો આટલી વાત સ્પષ્ટ છે તો મોક્ષ સહજ મળે તેમ છે. આટલી વાત સરળ હોય તો મુશ્કેલી કયાં ઊભી થાય છે ? ગુંચવાડો કયાં છે? પ્રોબ્લેમ-પ્રશ્ન ક્યાં છે ? તો વચનામૃતમાં કહે છે કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે' તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે', તેની નિવૃત્તિ નથી થઇ, તે જ પ્રશ્ન છે. સ્વપ્ન દશામાં જીવ ઘણું બધું જુએ છે. હું મૃત્યુ પામ્યો છું, તેમ જુએ પણ આંખ ખોલે ત્યારે ખબર પડે કે હું તો મારી પથારીમાં સૂતો છું. સ્વપ્નામાં ગરમ ગરમ સુખડી પણ ખાય, વડાપ્રધાન પણ બને, અને ઘણીવાર ચપણયું લઇને ભીખ માગી રહ્યો છું તેમ પણ જુએ, પણ તે સ્વપ્ન દશા છે, સાચું નથી. તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્ય વિષે પોતાપણું માને છે. આપણે બાકાત કોને કર્યો ? પોતાને. આ વાત તમને નહીં ગમે. તમારા ઘેર કોઇ આવે ને પૂછે કે આ ઘર કોનું છે ? તમે શું કહેશો ? મારું પોતાનું છે. કોઇ એમ કહે કે તમારું નથી તો કહેશો ને કે તારા બાપનું છે ત્યારે ? મારું છે, મેં મહેનત કરી છે’. એમ બીજા દ્રવ્યને સ્વપણે માને છે. પોતાને નથી માનતો પણ પોતાના નથી એવા બીજા દ્રવ્યને સ્વપણે -પોતાપણે માને છે, એ પ્રકારની માન્યતા તેનું નામ સંસાર. સંસાર બીજું કાંઇ નથી, આવી જે માન્યતા અને તે માન્યતાને દઢ કરનાર પરિબળ તેને કહેવાય છે અજ્ઞાન. વ્યવહારિક દૃષ્ટિએ અભણ, મૂર્ખ, નિરક્ષર હોય તેને આપણે અજ્ઞાની કહીએ છીએ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ જે બીજા દ્રવ્યોને વિષે પોતાપણું માને છે એ જે માન્યતા તેનું નામ અજ્ઞાન. આ ‘અજ્ઞાન નરકાદિ ગતિનો હેતુ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, તે જ દેહનો વિકાર છે, તે જ પિતા, તે જ પુત્ર, તે જ શત્રુ, તે જ મિત્રાદિ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ માન્યતાની જો નિવૃત્તિ થઈ જાય, પરમાં પોતાપણાની માન્યતાની નિવૃત્તિ થઈ જાય તો સહજ મોક્ષ છે.' તમે કહેશો કે આ પાંચમો આરો છે. જ્ઞાની કહેશે, ભલે રહ્યો. તું આટલું તો કર. બીજામાં પોતાપણું માની રહ્યો છે તે તો છોડ. છોડવા જેવું શું છે ? બીજામાં પોતાપણું માન્યું છે તે. પોતાનાં નહિ એવા પરદ્રવ્યને પોતાના માની બેઠો છે, એ માન્યતા તે જ સંસાર છે, એ જ અજ્ઞાન છે. એની નિવૃત્તિના અર્થે સત્સંગ સપુરુષ આદિ સાધનો કહ્યાં છે. જીવ જો પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો એ સિદ્ધ થઈ શકે તેવું છે અને સાધનો પોતે વાપરે તો જ સિદ્ધ થઈ શકે. છેલ્લી લીટીમાં પરમકૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આટલો જ સંક્ષેપ, આટલી જ ટૂંકી વાત, જીવમાં જો પરિણામ પામે તો તે સર્વ વ્રત, તપ, યમ, નિયમ, જાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન બધું લખે છે. નહિ તો કરવા છતાં કંઈપણ તેણે કર્યું નથી. ગોળ ગોળ મોટું મીંડુ જ કર્યું છે, તેમાં શંકા નથી. છેલ્લી વાત, આના સંદર્ભમાં. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. જગતના બધા જીવોના વિષમભાવ તો કર્મના કારણે છે. વિષમભાવ તો બાહ્ય ઉપાધિના કારણે છે. પરંતુ જો નિશ્ચયનયની અપેક્ષાએ જોઈએ તો જગતમાં બધા જીવો સમ સ્વભાવી છે પણ બીજા પદાર્થમાં જીવ જો પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામ્યા સિવાય રહે નહિ. આ એક જ વાત ફરી ઘૂંટી રહ્યાં છીએ. નિજને વિષે નિજ બુદ્ધિ થાય અને પર વિષે પોતાપણાની બુદ્ધિ ટળી જાય તો પરિભ્રમણ દશા ટળે. તમે ઘણી વખત પૂછો છો ને કે અમારે શું કરવું ? લ્યો, આ કરવું. તો તુરત જ કહેશો કે આ તો કેમ થાય ? જો કરવું જ નથી તો પૂછો છો શું કરવા ? આ જન્મમાં કે આવતાં જન્મમાં, પણ કરવું તો આ જ પડશે. નિજ વિષે નિજ બુદ્ધિ થાય, અને પર પદાર્થને પોતાના માન્યા છે એ પરમાં નિજ બુદ્ધિ છે, તે ટળી જાય તો પરિભ્રમણ દશા ટળે. તેમાં લેશમાત્ર શંકા નથી. જેના ચિત્તમાં આવો માર્ગ વિચારવો અવશ્ય થયો છે, તેના આત્મામાં જ્ઞાન પ્રકાશ પામે. કર્મભાવ અજ્ઞાન છે, અજ્ઞાન અંધકાર જેવું છે અને જ્ઞાન થાય તો અજ્ઞાન ચાલ્યું જાય. આત્મામાં પ્રકાશ થાય. આવો પ્રકાશ જેના આત્મામાં થયો હોય, એવી અવસ્થા જેને પ્રગટ થઈ હોય તે સાધક. જ્ઞાન કેવી રીતે મેળવવું ? જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ? શું ઉપાય ? જ્ઞાન મેળવવા માટે કયાં જવું? શું કરવું? “જેને નિજ વિષે નિજ બુધ્ધિ છે, પરને વિષે પોતાપણાની બુદ્ધિ ટળી ગઈ છે, એવી ઘટના જેના અંતરમાં ઘટી રહી છે, તેનામાં જ્ઞાન પ્રકાશ પામ્યું કહેવાય. આવું જ્ઞાન જેનામાં પ્રકાશ પામ્યું હોય, એવી જે વ્યકિત તેની દાસાનુદાસપણે અનન્ય ભકિત કરવી' તે પરમ શ્રેય છે. તે પરમ કલ્યાણ છે. આવી વ્યક્તિ જગતમાં છે. તમારું જોડાણ-મિલન થાય કે ન થાય. ફોનનો રોંગ નંબર લાગે તો કોઈ શું કરે ? તમને ફોન કરતાં નહિ આવડતો હોય. સામો પણ એમ કહેશે કે ભાઈ ! ફોન મૂકી દો. રોંગ નંબર છે. જેના આત્મામાં આવો પ્રકાશ થયો છે એવા પુરુષને For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રવચન ક્રમાંક - ૬૮, ગાથા ક્યાંક-૯૮-૧ દાસાનુદાસપણે અનન્ય ભકિતએ નમસ્કાર. દાસપણે નહિ પણ દાસાનુદાસપણે. અમે દાસના પણ દાસ છીએ. આપણે તો શેઠના શેઠ છીએ, મંદિરમાં જઈએ ત્યારે પૂજારીને કહીએ કે ઓળખે છે ? ટ્રસ્ટી છું. વાટકી લાવ, કળશ લઇ આવ, પછી ભગવાનની પૂજા કરીએ. આપણે પૂજા કરી કે શું કર્યું ? એ તો જ્ઞાની જાણે! પણ દાસાનુદાસ ભાવ પરમ શ્રેય છે. આત્માનો પ્રકાશ જેને પ્રાપ્ત થયો છે એવા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થયે તેની દાસાનુદાસપણે અનન્ય ભકિત કરવી અને જેને આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં અંદર વિષમતા અથવા અહંકાર આવતો નથી, એવા જ્ઞાનીને ધન્ય છે. નહિ તો એ ગણે કે કેટલા શિષ્યો થયા ? કોની ભક્તિ વધારે છે? નંબર એક, નંબર બે - આ વિશેષ કરે છે. અરે ! ભલા માણસ! આ ઉપાધિમાં તું કયાં પડ્યો? ભકિતમાનને ભક્તિ કરનાર પ્રાપ્ત થવા છતાં વિષમતા આવતી નથી એવા જ્ઞાનીને ધન્ય છે. ત્રણ વાતો કરી. ઉપાય પણ બતાવ્યો. એ ઉપાય કરવો. આવી ઘટના જેનામાં બની છે તેની દાસાનુદાસપણે સેવા કરવી એ પણ બતાવ્યું અને જેની ભકિત શિષ્ય કરી રહ્યો છે તેઓને પણ અંતરમાં જરાપણ વિષમભાવ ન થવો જોઈએ તેવી ચેતવણી પણ આપી અને પછી એમ કહ્યું કે આવી સર્વાશ દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આત્માને જો કોઈ ગુરુપણે આરાધે, તમે અમારા સદ્ગુરુ છો, એમ કહી ગુરુપણે આરાધે, ભક્તિ કરે, દાસાનુદાસ ભાવથી અર્પણ થાય તો પરમકૃપાળુ દેવે કહ્યું છે કે પ્રથમ ગુરુપણું છોડી શિષ્ય વિષે તેને પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. જેથી તેનામાં અહંકાર ઊભો ન થાય. જો અહંકાર ઊભો થાય તો શિષ્યનું તો જે થવાનું હશે તે થશે પણ ગુરુની દશા બેસી જશે. માટે ગુરુને પણ કહ્યું, જ્ઞાન પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જો કોઈ પણ હોય તો અહંકાર છે.' આવો અહંકાર ગાળવા માટે આ શ્રેષ્ઠતમ ઉપાય બતાવ્યો છે. આ ૮૮મી ગાથાની પ્રસ્તાવનામાં એ જોયું કે અજ્ઞાન એ સૌથી મોટો દોષ છે. એ અજ્ઞાન જ્ઞાન દ્વારા દૂર કરવાનું છે. એ જ્ઞાન જેનામાં પ્રકાશિત થયું છે તેના ચરણોમાં જવાથી, દાસાનુદાસપણે સેવા કરવાથી, એ જ્ઞાન પ્રાપ્ત થાય અને ગુરુમાં પણ વિષમતા ભાવ થાય નહિ. જો વિષમભાવ થાય તો તે અટકી જાય તેથી અહંકાર ઓગાળવા માટે જે શિષ્ય છે તેના વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે. શિષ્યનું અજ્ઞાન પણ જાય અને ગુરુનો અહંકાર પણ જાય. આને ગુરુ શિષ્યની સંધિ કહે છે. આવી સંધિ થાય તો જીવન સાર્થક થાય. હવે ૯મી ગાથાનો પ્રારંભ થશે. ૯મી ગાથામાં કૃપાળુદેવ એમ કહેવાના છે કે તમે જાતે વિચારો કે શેનાથી બંધન થાય છે. શું શું કરવાથી બંધન થાય છે સૂયગડાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યાય ઉદ્ઘ એકમાં કહ્યું : बुज्झिज्ज तिउद्देज्जा बंधणं परिजाणिया । किमाह बंधणं वीरे, किं वा जाणं तिउद्दई ॥१॥ પહેલો શબ્દ બોધ પામો, જાણો અને બોધ પામીને તોડો. ભગવાન મહાવીરને પૂછો કે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭ પ્રભુ! આપને બેંતાલીશ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું અને સવારે એક પ્રહર અને સાંજે એક પ્રહર એમ ત્રીસ વર્ષ આપે દેશના આપી, તેમાં આપે કહ્યું શું ? ભગવાન મહાવીર કહે છે. બે શબ્દો. જાણો અને તોડો. બસ અમારી વાત પૂરી થઇ ગઇ. શું જાણવું ? તો શેનાથી આત્મા બંધાય છે તે. ભગવાન બંધન કોને કહે છે તે પણ જાણો અને કોને જાણવાથી બંધન તૂટે છે તે પણ જાણો. આ ચાર શબ્દોમાં તમામ સાધના સંક્ષેપમાં પ્રાપ્ત થાય છે. નવ્વાણુમી ગાથામાં પરમકૃપાળુ દેવે આ સૂત્ર મૂક્યું છે કે ઇ કઇ રીતે આત્મા બંધાય છે. જો તમને ખબર પડી જાય કે આનાથી આત્મા બંધાય છે તો એ બંધન તોડો. મોક્ષનો ઉપાય છે. મોક્ષની વાત છોડો પરંતુ કેમ બંધાય છે તે જાણો. જેનાથી બંધાય છે તે છોડશો એટલે મોક્ષ. સીધી વાત છે કે જેનાથી બંધાય છે તે કારણ જાણી, કારણ ઉપર છેદ મૂકો તો મોક્ષ પ્રાપ્ત થાય. ૯૯મી ગાથામાં પરમકૃપાળુ દેવ અદ્ભુત વાતથી પ્રારંભ કરવાના છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. 髅 શરીરનું બીજ ચિત્ત છે. ચિત્તનું બીજ વાસના છે. વાસનાનું બીજ કર્મ છે. કર્મનું બીજ ભાવ છે. એ ભાવ તરફ જાગ્રત થવું તે ધ્યાન છે. કર્મતંત્રની સમગ્ર પરંપરા નિર્મિત થાય છે એનું કારણ ભાવ છે. એ ભાવને જોવો ને બંધ નિમિત્તક ભાવથી તટસ્થ રહેવું એ જ સાધના છે. મૂળ જે દ્રવ્ય છે એનો પોતાનો પણ સ્વભાવ છે. આજે એનું અભાન છે. એ ભાન થાય તે જ જ્ઞાન ને જેનું ભાન થાય તેમાં જ રમણ તે જ ધ્યાન. -પૂ.ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ પ્રણીત ચૈતન્ય યાત્રા ભાગ-૧ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯ પ્રવચન ક્રમાંક - ૬૯ ગાથા ક્રમાંક - ૯૯ કર્મબંધના કારણો iા પથ; જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯૯) ટીકા :- જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. (૯૯). ગાથા, ૯૯, ૧૦૦ અને ૧૦૧ ત્રણે ગાથાઓ સાથે વિચારવાની છે. અંદર અંદર એ ત્રણે ગાથાઓ સંકળાયેલી છે. ત્રણે ગાથાઓની અંતિમ કડીઓમાં ત્રણ શબ્દો વાપરવામાં આવ્યા. ૯૯મી ગાથામાં “મોક્ષપંથ ભવઅંત', ૧૦૦ મી ગાથામાં “તે જ મોક્ષનો પંથ' અને ૧૦૧મી ગાથામાં “મોક્ષપંથ તે રીત’ આ શબ્દો વાપર્યા. જેણે સાધનાનો પ્રારંભ કરવાનો છે, સાધનામાં ઢળવાનું છે, જેની પ્રાથમિક કક્ષા છે તેવા સાધક માટે સામગ્રી ૯૯મી ગાથામાં છે. સાધના કરતાં કરતાં એક વિશેષ સમજણ અને આંતરિક બોધ જેને પ્રાપ્ત થાય છે એ મધ્યમ ભૂમિકાનો સાધક છે, તેના માટે સમગ્ર સાધના ૧૦૦મી ગાથામાં છે અને ઉત્કૃષ્ટ કોટિનો સાધક, જે સમગ્ર પણે આંતરિક ચેતનાનો સ્પર્શ પામીને, આંતરિક અવસ્થામાં ડૂબેલો છે અથવા ડૂબવાનો છે, તેને હવે બાહ્ય સાધનો, બાહ્ય કર્મકાંડ કરવાની જરૂર નથી, વિચારોની પણ જરૂર નથી. જેને માત્ર પોતાનો સમગ્ર ઉપયોગ, સમગ્ર ચેતના સ્વરૂપ તરફ વાળવાની છે, ત્યાં બહારના કોઈપણ સાધનો કે અવલંબનોની કે આવશ્યક અનુષ્ઠાનની પણ જરૂર નથી, તેના માટે ૧૦૧મી ગાથા છે. તેને એક માત્ર આંતરિક અવસ્થામાં જ રહીને સતત સાધના કરવાની છે. પહેલા બે સાધકો કરતાં ઉત્કૃષ્ટ સાધક દશા આ ત્રીજા નંબરના સાધકની છે. બે પ્રકારના સાધકોને સાધનાનું પરિણામ તો આવે છે, કર્મક્ષય થાય છે અને શુદ્ધિ પણ થાય છે, પરંતુ જે પ્રકારનો ક્ષય ઉત્તમ કક્ષાના સાધકને થાય છે, જેવી આંતરિક શુદ્ધિ થાય છે તેવી થતી નથી. પ્રાયે છઠું કે સાતમે ગુણસ્થાને ઝીલતા મુનિને આ પ્રકારની ઉત્તમ સાધના છે. જેઓ બાહ્ય સંસારથી વિરામ પામ્યા છે, બાહ્ય સંગથી વિરામ પામ્યા છે, દેહની મૂછ જેમની ગઈ છે, એકાંત જેમને સહજ રીતે સદી ગયું છે, મૌન જેમના જીવનનો પ્રાણ છે અને બાહ્ય તમામ પ્રકારના સંયોગથી જેમની ચેતના ઉપરામ પામી છે, આવા સાધક માટે પરમકૃપાળુદેવે કહ્યું કે “એકાકી વળી વિચરતો સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો' આવી પણ એક અવસ્થા છે. ભર્તુહરિ કહેતા હતા કે હે પ્રભુ ! આ બ્રહ્મમાં એવી લીનતા પ્રાપ્ત થાય કે પથ્થર ઉપર મારું આસન હોય, પદ્માસન વાળ્યું હોય, આંખો બંધ હોય, અંદરમાં શાંત અવસ્થા હોય, મનમાં વિકલ્પ ન હોય અને મારી સમગ્ર ચેતના બ્રહ્મમાં એવી લીન થઈ હોય કે, કોઈ હરણને ખંજવાળ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આવે અને ખણવાનું સાધન ન મળે તો મારા બરડે એ પોતાના શરીરને ખણે, છતાં પણ મારામાં કોઈ વિકલ્પ ન આવે, તેવી અવસ્થા મને પ્રાપ્ત થાવ. (આપણને તો મચ્છર બેસે તો પણ ખબર પડે છે) આ ભાવના નથી પણ અવસ્થા છે. ઉપયોગ સ્વરૂપમાં ડૂબી ગયો છે. ગજસુકુમાલના તાજા લોચવાળા માથા ઉપર ચીકણી માટીની પાળ કરી, ખેરના ધગધગતા અંગારા મૂક્યા. જરાક ચિત્ર દોરો ! શું હાલત થાય ? આવી ઘટના ઘટી હોવા છતાં હુંકાર કરતા નથી. અવાજ કરતા નથી. પીડા સહન કરે છે. જસ્ટ લાઈક એનેસ્થેસીયા, જાણે ઘેનમાં ગયા હોય, ના, તેવી અવસ્થા પણ નથી, સંપૂર્ણ જાગૃત છે. આને સહિષ્ણુતા ન કહેશો, ધીરજ પણ ન કહેશો, સહન કરવાની ક્ષમતા છે તેમ પણ ન કહેશો, પરંતુ એમ કહો કે તેમનો ઉપયોગ ઊંડો પોતાના સ્વરૂપમાં એવો ડૂબેલો છે કે દેહની ભૂમિકા ઉપર શું થાય છે, એ પણ સમજવા માટે તેમની પાસે અવકાશ નથી. આવી પણ સાધના અને અવસ્થા હોઈ શકે છે. ખંધક મુનિની ચામડી ઉતારવા રાજાના સેવકો આવ્યા અને કહ્યું કે રાજાની આજ્ઞા છે કે જીવતાં ચામડી ઉતારવાની છે. ખંધક મુનિએ કહ્યું કે ધન્યવાદ, સ્વાગત છે. પરંતુ મારી એક વિનંતી છે કે ઠંડી, તાપ ને તપસ્યાને કારણે મારી ચામડી જરા બરછટ થઈ ગઈ છે, તેથી હું કેવી રીતે ઊભો રહું કે મારી ચામડી ઉતારતાં તમારા હાથને પીડા ન થાય ? આ આવેશ નથી, ભાવુકતા કે લાગણીશીલતા નથી, એક અંતરની અવસ્થા છે. જેમ પાડોશીને ત્યાં કાંઇક થાય તો આપણને અસર થતી નથી, તેમ દેહ આપણો પાડોશી છે, દેહમાં કંઈપણ થાય તેની ચૈતન્ય ઉપર અસર ન થાય, એવી પણ એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. આવા સાધકો માટે સ્થૂળ સાધનો રહ્યા નથી. સાધના કરતાં કરતાં એક દિવસ એવો આવે છે કે સંસાર પણ છૂટી જાય છે અને સાધનો પણ છૂટી જાય છે. આ વાત તો સારી લાગે છે પણ જોખમ ખેડવા જેવું નથી. આ એક પરિપકવ અવસ્થા છે. યોગશાસ્ત્રમાં આને નિષ્પન્ન અવસ્થા કહે છે. જેમ રસોઈ થઈ જાય એટલે ગેસ બંધ કરીએ છીએ, કહેવું પડતું નથી. સીડી પર ચડીએ છીએ, છેલ્લે પગથિયે પહોંચ્યા, રૂમમાં પ્રવેશ કરીએ એટલે સીડી છૂટી જાય છે, છોડવી પડતી નથી. કેટલી બધી મહેનત કરી ટ્રેઇનની ટીકીટ બે મહિના પહેલાં મેળવી હોય,ટીકીટ જાળવી રાખી હોય, અમદાવાદ પહોંચીએ કે ટીકીટ તુરતજ ટી.સી. ના હાથમાં આપી દઈએ છીએ, જે ટીકીટ માટે મહેનત કરી હોય તેને છોડતાં વાર લાગતી નથી તેમ સાધકને એક એવી અવસ્થા આવે છે કે સાધનો પણ છૂટી જાય છે. - સાધકની બે અવસ્થાઓ છે. સાધકની એક એવી અવસ્થા છે કે તેમાં સાધનો જરૂરી છે અને સાધકની બીજી એવી અવસ્થા આવે કે સાધનો પણ છૂટી જાય છે, અવલંબનની પણ જરૂર નથી. ૧૦૧મી ગાથામાં જે સાધના છે તે આવા સાધકની છે. કોઈ સર્વસંગ પરિત્યાગ કરીને, સ્વસ્થપણે એકાંતમાં ને મૌનમાં ઊભા હોય, અથવા પદ્માસને બેઠા હોય, આંખ બંધ હોય કે કદાચ ઉઘાડી પણ હોય, પરંતુ જેમનો સમગ્ર ઉપયોગ સ્વરૂપમાં કરેલ છે, જેમનો ઉપયોગ બહાર જતો નથી, તેમને ખબર પણ નથી પડતી કે કાળ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯ કેટલો ગયો ? સમય અને સ્થૂળ સંયોગથી પણ પર એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તે ઉત્કૃષ્ટ સાધક છે. ત્રણે ત્રણ ગાથાઓમાં સમગ્ર જૈન દર્શનની મોક્ષની સાધનાઓનું વર્ણન છે. આ એક અદ્ભુત સંકલન છે. તમામ શાસ્ત્રોમાં મોક્ષના જુદા જુદા રસ્તાઓ છે. યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, બૃહદ્રવ્યસંગ્રહ, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને ભગવદ્ગીતા વિગેરે શાસ્ત્રોમાં અનેક ઉપાયો છે. આ ઉપાયો ત્રણ ગાથાઓમાં પરમકૃપાળુદેવે ઠાંસી ઠાંસીને ભર્યા છે. કક્ષા પ્રમાણે છે. વર્તમાનમાં પોતાની ભૂમિકા કક્ષા કેવી છે તે સમજી લેવી બહુ જરૂરી છે. કોઈની સાથે તુલના કરવા જેવી નથી. પોતાને પોતાથી અધિક માની લેવાની જરૂર નથી. વધારે આત્મ વિશ્વાસ પણ નહિ અને જરાય ઓછો પણ નહિ. તમે છો ત્યાં છો અને જેવા છો તેવા છો. સુરદાસજી જેવા સુરદાસજી સંકોચ વગર અને હૃદયથી કહી શકે પણ આપણે ન કહી શકીએ. તેમણે કહ્યું, મો સમ કૌન કુટિલ ખલ કામી, જીન તનુ દિયો ઉન કો વિસરાયો, એસો નિમક હરામી, મો સમ કૌન કુટિલ ખલ કામી. સુરદાસજી કહી શકે કે મારા જેવું કોણ કુટિલ, ખલ, કામી હશે ? મારા જેવો કોણ વાસનાઓથી અંધ હશે ? પ્રભુ ! તેં શરીર આપ્યું અને હું ભોગોમાં, વિષયોમાં, વૃત્તિઓમાં, પદાર્થોમાં, ધનમાં, સંયોગોમાં આસક્ત બનીને તને (પરમાત્માને) જ ભૂલ્યો. હું નિમકહરામી છું. હું કૂતરામાંથી પણ ગયો. સાહેબ ! ક્લેરાને તમે પા રોટલો નાખો તો તમારો ઓટલો નહિ છોડે. તે એમ સમજે છે કે સીક્યોરીટી ગાર્ડ તરીકે મારી નિમણૂક થઈ ગઈ છે. મારી જવાબદારી છે. તે ઓટલે બેઠો હોય ત્યારે હિંમત છે કોઈની કે ત્યાં જઈ શકે ? તુરત જ વાંધો લે એની ભાષામાં કે મારા માલિકની પરવાનગી વગર અંદર પગ નહિ મૂકવાનો. પગ મૂકશો તો જોવા જેવી થશે. પ્રભુ ! હું તો નિમકહરામી છું. કૂતરામાંથી પણ હું ગયો. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, ચિદાનંદ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ ઉદ્ઘોષણા જેમણે કરી તે એમ પણ કહી શકે છે કે ... અધમાધમ અધિકો પતિત,સકળ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાન છું, કરુણાળ ! (શ્રીમદ્ રાજચંદ્ર) આ બંને છેડા જોઈ લો, એક છેડો નિશ્ચયનો, એક છેડો વ્યવહારનો. શંકરાચાર્યજી પણ કહે છે કે ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્ - આ મૂળભૂત અવસ્થા અને પાપોહમ્ પાપોહમ્ - આ વર્તમાન અવસ્થા. હું મારી મૂળભૂત અવસ્થા જોઈ શકું છું અને મારી વર્તમાન અવસ્થા પણ જોઈ શકું છું. બંને અવસ્થા દેખાય છે. વર્તમાન અવસ્થાને જોઈને, મૂળભૂત અવસ્થા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧ સાથે તુલના કરતાં કરતાં મારી વર્તમાન અવસ્થા બદલાતી જાય અને મૂળભૂત અવસ્થા પ્રાપ્ત થતી જાય તેવી યાત્રા મારે મારા જીવનમાં કરવાની છે. આ ત્રણે ગાથાઓને ધીરજથી સમજવાની બહુ જરૂર છે, માટે સમજવા કોશિશ કરો. જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. આ મોક્ષનો પંથ છે. આનંદઘનજીએ કહ્યું કે, પંથડો નિહાળું રે, બીજા જિન તણો, અજિત અજિત ગુણધામ, બીજા જિનેશ્વર પરમાત્મા, અજીતનાથ ભગવાન. એમનો રસ્તો હું જોઈ રહ્યો છું, પણ જડતો નથી, હું ગૂંચવાઈ ગયો છું. અનેક કેડીઓ અને રસ્તાઓ છે, પણ મૂળ રસ્તો પકડાતો નથી. હું પ્રયત્ન કરું છું, મને તો પરમાત્માને મેળવવાનો સ્પષ્ટ માર્ગ જોઈએ છે. લોકોએ ઘણી કેડીઓ પાડી છે. કયાં જવું, કેવી રીતે જવું, કયા રસ્તે જવું એ મૂંઝવણ છે. તટસ્થપણે માર્ગ શોધી કાઢવો છે, મોક્ષપંથ શોધવો છે. તમે જે મોક્ષપંથની વાત કરો છો, તે માર્ગે ચાલીએ, યાત્રા કરીએ તો શું થાય ? તો પહેલો અનુભવ ભવનો અંત થાય. અદ્ભુત શબ્દ મૂક્યો. ભૂ શબ્દ સંસ્કૃત છે તેમાંથી ભવ શબ્દ બન્યો. ભૂ એટલે થવું, વારંવાર થવું. આપણે થઈએ છીએ. થવું એટલે વારંવાર જનમવું. આપણે કેટલા જન્મો ધારણ કર્યા? જ્ઞાની પુરુષ કહે છે અનંતવાર જનમ્યા. ગણિત તો એવું છે કે આંખના પલકારામાં એક લાખ જોજન ફરી આવે એવી ગતિ કરનાર દેવ છ મહિનામાં જેટલો પ્રવાસ કરે તેને એક રાજ કહેવાય, આવા ચૌદ રાજલોક છે. न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । ર નાથ મુ નન્દ, સર્વે નવા ૩uતો | (વૈરાગ્ય શતક) એવી કોઈ જાતિ, એવી કોઈ યોનિ, એવું કોઈ કુળ કે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અનંતવાર જનમ્યો ન હોય અને અનંતવાર મર્યો ન હોય. અનંતવાર જનમ્યા એટલે નક્કી થઈ ગયું કે અનંતવાર મર્યા પણ ખરા. જનમ્યો તેને મરવાનું તો નક્કી જ છે. કોઈ પુરુષાર્થ કરે તો મરણ પછી જન્મ લેવો ન પડે, તેવું બની શકે છે. ભગવાન મહાવીર હોય કે ભગવાન આદિનાથ હોય, ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય તો પણ ભલે, જનમ્યા તેને મરવું તો પડે જ. કોઈ આજે જશે તો કોઈ કાલે જશે. જ્યાં જન્મ મરણની ઘટના ઘટે છે તેને કહેવાય છે ભવ. એને કોઈ ભવસાગર કહે છે, એવા ભવસાગરનો અંત આવી જાય એને કહેવાય છે મોક્ષ. એ મોક્ષનો પંથ અમે તમને કહી રહ્યા છીએ. પહેલી વાતઃ પરમકૃપાળુ દેવ કહે છે કે અમે તો કહીએ જ છીએ પણ તમે જાતે વિચાર કરો. કઈ રીતે બંધાવો છો ? એમની વાત આપણા ગળે ઊતરે તેવી નથી કારણ કે આપણે બાહ્ય સુખની તલાશમાં છીએ, શોધમાં છીએ. એમને એમ કહેવું છે કે જ્યાં તમને સુખ દેખાય છે, જે અવસ્થામાં તમને સુખ દેખાય છે, તે જ બંધનું કારણ છે. તમને શેમાં સુખ દેખાય For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રવચન ક્રમાંક ૬૯, ગાથા ક્ર્માંક-૯૯ છે ? તે માટે એક શબ્દ વાપર્યો કે વિષયોમાં-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દમાં. વિષયમાં સુખ કેમ દેખાય છે ? અનુભવ એવો છે. અનુભવ એવો કેમ છે ? અજ્ઞાનના કારણે. અજ્ઞાન છે માટે વિષયોમાં આસક્તિ થાય છે. વિષયોમાં આસકિત થવાના કારણે તે પદાર્થો તરફ જાય છે. વિષય તરફ જેને જવું પડે છે તેને પદાર્થો જોઇશે. તે પહેલાં તો વિષયોમાં સુખ છે એવી બુદ્ધિ થાય છે. તે થયા પછી તેમાંથી સુખ મેળવવાની તાલાવેલી થાય છે, પછી ખાવાનું સુખ, પીવાનું સુખ, સાંભળવાનું સુખ વિગેરે મેળવવા, રૂપ રસ આદિ વિષયો સંબંધી જે પદાર્થો છે તે આપણને જોઇએ છે. તે વસાવીએ છીએ અને તે પદાર્થો પ્રત્યે મમત્વ પણ થાય છે. આ વિષયોમાં આસક્તિ અને પદાર્થોમાં મમત્વ બંધનું કારણ છે. એટલા માટે જ્ઞાનસારજી ગ્રંથમાં ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥ તને સંસારનો ભય લાગે છે ? મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે ? ખાલી કંટાળો આવ્યો છે તેવું અમે તને પૂછતા નથી, કેમ કે ધરતી ઉપર એવો કોઇ માણસ નથી જેને એકાદ વખત તો સંસાર ઉપર કંટાળો ન આવ્યો હોય. આ કંટાળો તે વૈરાગ્ય નથી. પરંતુ જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, મુક્ત થવું છે, કાયમી સ્વતંત્રતા મેળવવી છે, કર્મ બંધનમાંથી છૂટી જવું છે તો તેણે તેની ઇન્દ્રિયો જે વિષયો તરફ દોડી રહી છે, તેને રોકવી જોઇએ. ૭૦ વર્ષનો વૃદ્ધ હોય, દાંત પડી ગયાં હોય અને ગાંઠિયા ચવાતા ન હોય તો ખાંડણીમાં ખાંડીને ખાય. અલ્યા રહેવા દે બાપા ! કયાં સુધી આ ચાળા કરીશ તું ? પણ વિષયની આસકિત છે. વિષયોમાં સુખ છે એ પ્રકારની માન્યતાના કારણે વિષય સુખ મેળવવા માટે પદાર્થો-સાધનો જોઇએ. તે માટે પદાર્થો મેળવવા છે. પદાર્થોમાં મમત્વ અને વિષયોમાં આસકિત તે બંધનું કારણ છે. શાસ્ત્રકારોએ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, (૪) પ્રમાદ અને (૫) યોગ, આ પાંચેને બંધનાં કારણો કહ્યાં છે. (૧) મિથ્યાત્વ : મિથ્યા-વિપરીત માન્યતા, મિથ્યા સમજ, મિથ્યા બુદ્ધિ. બુદ્ધિ તો ખરી પણ વિપરીત બુદ્ધિ. બુદ્ધિ બે પક્ષે કામ કરે છે. સદ્ગુદ્ધિ તરીકે પણ કામ કરે છે અને વિપરીત બુદ્ધિ તરીકે પણ કામ કરે છે. બંનેનો આપણને અનુભવ છે. જ્યારે આપણને એમ થાય કે કોઇનું ભલું કરું તો સારું, તે સર્બુદ્ધિ છે અને બીજાનું ઠેકાણું પડી જાય તો સારું, તે વિપરીત બુદ્ધિ છે. વ્યવહારમાં વિપરીત બુદ્ધિ જેમ પરિણામ લાવે છે, તેમ અસ્તિત્વમાં, સતમાં, પરમ તત્ત્વમાં વિપરીત બુદ્ધિ પરિણામ લાવે છે. પરમ સત્ જેવું છે તેવું નહિ પણ જેવું નથી તેવું સ્વીકારવું અને અવળી બુદ્ધિથી દૃઢ કરવું. બહુ ઉત્કૃષ્ટ બુદ્ધિ લેવલ હોય તે સિદ્ધ કરી શકે કે આત્મા નથી. તો અહીં બુદ્ધિ છે પણ વિપરીત, અવળી બુદ્ધિ. જે પરમાર્થ છે, જે વાસ્તવિક્તા છે, જે સત્ય છે, જે તત્ત્વ છે, જે અસ્તિત્વ છે તે જેમ છે તેમ ન સ્વીકારવું, તે વિપરીત બુદ્ધિ. અસ્તિત્વ એમ કહે છે કે મારો જ સ્વીકાર કરવાનો હોય, કારણ કે અમે પરિપૂર્ણ છીએ, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩ સંપૂર્ણ છીએ, જેમ છે તેમ છીએ. અમારામાં કંઈ ઉમેરવાની કે ઓછું કરવાની જરૂર નથી. ખલિલ જીબ્રાન કહે છે કે તમે સત્યને અલંકાર પહેરાવો છો ત્યારે સત્ય સત્ય નથી રહેતું. અલંકાર વગર સત્ય શોભે છે. તે સત્ય એમ કહે છે કે “મને અલંકારની જરૂર નથી. ભાષામાં મત કે માન્યતાનો અલંકાર ન જોઈએ. શાસ્ત્રોનો અલંકાર ન જોઈએ. કંઈ પણ ન હોય તો પણ અમે છીએ, ત્રણ કાળ અમારું હોવાપણું છે. અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. અમારા અસ્તિત્વ માટે અમારે કોઈની અપેક્ષા નથી. કોઈની દયા કે લાગણીની જરૂર નથી.” સત્ય નિરપેક્ષ છે. આવું નિરપેક્ષ સત્ય જેમ છે તેમ સ્વીકારવું. આ એક અવસ્થા છે. તે જેમ છે તેમ ન સ્વીકારતાં વિપરીત માનવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. પરમાર્થને અપરમાર્થ તરીકે જોવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. જેમ છે તેમ ન જોતાં, નથી તેમ જોવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. સૌથી મોટું બંધનું કારણ જો કંઈ હોય તો વિપરીત બુદ્ધિ છે. દિશા જ ખોટી, રસ્તો જ ખોટો, આંકડા અને ગણિત જ ખોટું, ડ્રાફટીંગ જ ખોટું, તેના ઉપર સહી કરો તો શું હાલત થાય? આપણે એમ કહીએ છીએ કે હું માનું છું, સત્ એમ કહે છે કે તમે શું માનો છો તે અમારે જાણવાની જરૂર નથી. તમે ઘણા મોટા માણસ હો તોપણ તમે જે કહો છો તેની શરમમાં અમે આવતા નથી. અમે શરમ બાજુ પર મૂકી જેવા છીએ તેવા જ પ્રગટ થઈએ છીએ. સત્ય તો આ છે. આવો પરમાર્થ, આવું પારમાર્થિક સત્ય જેમ છે તેમ ન માનતાં વિપરીત પણે માનવું તે મિથ્યાત્વ છે. મીઠું સફેદ અને સાકર પણ સફેદ છે. ચા કરવી હોય તો જે ધોળું છે તે નાખો. બહેનોને પૂછો કે શું હાલત થાય ? ત્યાં સાકર જ જોઈએ. જ્યાં જે જોઈએ ત્યાં તે જ જોઈએ. જે વસ્તુ જેમ છે તેમ ન સમજવી એ વિપરીત બુદ્ધિ, તેના કારણે એના વ્યવહારમાં વર્તનમાં, એની ક્રિયામાં, એના કર્મમાં, એના અવલોકનમાં, એના વિચારોમાં, ચિંતનમાં મૂળભૂત ફરક પડી જાય છે. કુણાલ બહારગામ ભણતો હતો. તેના પિતા અશોક સમ્રાટે તેને પત્રમાં લખ્યું કે “ીયતાનું અધ્યયન કરજે, અભ્યાસ કરજે. કુણાલની સાવકી માના હાથમાં પત્ર આવ્યો. તે જાણતી હતી કે તેના પિતા જે આજ્ઞા કરશે તેનું કુણાલ પાલન કરશે. બાઈ રાજકારણી હોવી જોઈએ. તેણે એક જ કામ કર્યું. ઉપર મીંડું મૂકી દીધું. શું થયું ? સંઘીયતાનું આંધળો થઈ જા. તેણે પત્ર વાંચ્યો અને આંખ ફોડી નાખી. એક મીંડાનો ફેરફાર થાય અને આવું માઠું પરિણામ આવે તો આખે આખા સતમાં ફેરફાર થાય તો શું પરિણામ આવે ? જીવનમાં શું હાલત થાય ? અને જે કારણે આવી હાલત થાય, માઠું પરિણામ આવે, તેને મહાપુરુષો મિથ્યાત્વ કહે છે. પરમકૃપાળુદેવ કહેતા હતા કે જારના પૂળા તૈયાર કરી ખેતરમાં સાચવીને રાખ્યા હોય અને ગામનો માતેલો પાડો ત્યાં આવે તો બધા પૂળા સાફ. ખેડૂતની બધી મહેનત માતેલો પાડો મિનિટોમાં ખતમ કરી નાખે છે. તેવી રીતે બિચારો સાધક કયારેક તપ કરે, કયારેક જપ કરે, પ્રાર્થના કરે, કયારેક ધ્યાન કરે, કયારેક તીર્થયાત્રા કરવા જાય, કયારેક આત્મસિદ્ધિનું પારાયણ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯ પણ કરે, આ બધું થોડું થોડું ક્યારેક કરે અને માંડ થોડી મૂડી ભેગી કરી હોય અને મિથ્યાત્વ નામનો પાડો આવી બધું સાફ કરી નાખે છે. પાડો શબ્દ આપણને ગમે તેવો નથી પણ પરમકૃપાળુ દેવે વાપર્યો છે. અત્યાર સુધી તમે ઘણું કર્યું છે પરંતુ મિથ્યાત્વ ધોઈ નાખે છે. આ મિથ્યાત્વ - વિપરીત માન્યતા તે બંધનું કારણ છે. પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ, સને અસત્ માનવું, જેમ છે તેમ ન માનતાં, જેમ નથી તેમ માનવું. આવી બધી ખોટી કલ્પનાઓ, વિપરીત બુદ્ધિ હોવાના કારણે થાય છે. મિથ્યાત્વને શાસ્ત્રીય પરિભાષામાં દર્શનમોહ કહે છે. સાધનામાં આ સૌથી મોટો અંતરાય છે. આ બંધનું કારણ છે. હિંસા, અસત્ય, ચોરી, અનાચાર, પરિગ્રહ, આ બધા બંધના કારણો છે પરંતુ આ બધાનું મૂળ કયાં છે તે શોધો ને ? મૂળ શોધીને ઉખેડશો તો ડાળાં પાંદડાં આપોઆપ દૂર થઈ જશે. હિંસા તો ડાળી છે, અનાચાર ડાળી છે, પરિગ્રહ ડાળી છે, અસત્ય ડાળી છે પરંતુ મિથ્યાત્વનું મૂળ જીવતું હશે તો કદાચ દયા કરી હશે તોપણ તે નિદર્યતામાં ક્યારે ફેરવાઈ જશે તે ખબર નથી. સહુથી મોટું બંધનું કારણ જો કોઈ હોય તો વિપરીત બુદ્ધિ છે. न मिथ्यात्वसमः शत्रु न मिथ्यात्वसमं विषम् । - મિથ્યાત્વિો શેનો, મિથ્યાત્વમં તમ: (ધર્મબિન્દુ), જગતમાં મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ હળાહળ ઝેર નથી, મિથ્યાત્વ જેવો બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી અને મિથ્યાત્વ જેવું મોટું પાપ નથી. પરમકૃપાળુ દેવ કહે છે કે બંધના એ જ કારણ છે તે વિચારો. જેનદર્શને બહુ મહત્ત્વનો શબ્દ આપ્યો છે. એ શબ્દ છે આસ્રવ. નવ તત્ત્વો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ નવ તત્ત્વો જાણવા જેવા છે. તેમાં આસ્રવ નામનું એક તત્ત્વ છે. જેમ તળાવમાં ચારે બાજુથી પાણી આવે છે, તેમ આત્મામાં ચારે તરફથી કર્મોનું આવવું, પાપોનું આવવું તેને કહેવાય છે આસ્રવ. આમ્રવના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ આ પાંચ મુખ્ય ભેદો છે અને તેના પેટા ભેદો સત્તાવન છે. શ્રી હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તોત્રમાં એક નાનકડા શ્લોકમાં વીતરાગ પરમાત્માની આજ્ઞા શું છે તે જણાવ્યું છે. શ્રવ: સર્વથા હેય:', જેનાથી આત્મામાં કર્મ આવે તેને આસ્રવ કહેવાય. તે આસ્રવ છોડવા યોગ્ય છે. વીતરાગ પુરુષની ત્રણ કાળ માટે આ આજ્ઞા છે. આજ્ઞા કોની ? તો વીતરાગ પુરુષની આજ્ઞા. જેની તેની નહિ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યય જ્ઞાન. આ ચાર જ્ઞાન હોય તોપણ છદ્મસ્થ. સંપૂર્ણપણે રાગ દ્વેષથી અને સંપૂર્ણપણે મોહથી, અજ્ઞાનથી મુક્ત બન્યા પછી જે ખજાનો મળી જાય છે તે કેવળજ્ઞાન છે. એ છે અનંતજ્ઞાન. અનંતજ્ઞાનમાં તેમણે સંપૂર્ણ સમગ્ર અસ્તિત્વ જેવું છે તેવું જોયું અને જોઇને દરેક જીવના ભલા માટે તેમણે આજ્ઞા કરી કહ્યું, તે વીતરાગ પુરુષની આજ્ઞા. “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું.” For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫ જેની તેની નહિ પણ વીતરાગ પુરુષની આજ્ઞા માનો. કદાચ કહેનાર વીતરાગ ન હોય તો પણ જે કહેતો હોય તે વીતરાગનું કહેલું કહેતો હોય અને વાત કરતાં કરતાં પોતે વચ્ચે ન આવે તો તેનું વચન માનો. આસ્રવ એટલે ચારેબાજુથી કર્મોનું આવવું. અંદર શું થાય છે ? અંદર શું ઘટના ઘટે છે તે તમે જુઓ તો ખરા ! એમને એમ બોલ્યા કરો છો કે મોક્ષ જોઈએ છે. થોડું તો સમજો. જે બંધાયેલો છે તેને મોક્ષ જોઈએ છે, કોણ બંધાયેલો છે ? પોતે. શેનાથી બંધાયેલો છે ? તમે જાતે તો વિચારો. શબ્દોમાં તો નક્શો તૈયાર છે, સંપૂર્ણ છે. તમને વિચાર કરવા માટે સત્ શાસ્ત્રો કાચો માલ પૂરો પાડે છે, તેમાં વર્ણન છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અને યોગ. આ બધા કારણો બંધના છે પછી તમે જાતે વિચારો. આપણને બધું તૈયાર જોઈએ છે. વિચારવું નથી. બધું તૈયાર મળી જાય તો આપણને ગમે. રોટલી બજારમાં તૈયાર મળી જશે પણ ધર્મ બજારમાં તૈયાર મળતો નથી. એને તમારે શોધવો પડશે. તેના ઉપર વિચાર કરવો પડશે. અમે તમને કહીએ છીએ તે સોએ સો ટકા સત્ય છે. છતાં પણ તમને કહીએ, તેની હા કહેતાં પહેલાં સૂક્ષ્મ બુદ્ધિથી ચિંતન કરજો. વિચાર કરજો, તમે ના પાડશો તો દુઃખ નહિ થાય પરંતુ સમજ્યા વગર હા પાડશો તો દુઃખ થશે. સમજ્યા વગર હા પાડશો તે નહિ ચાલે. પહેલી વાત એ કરી કે, જ્યાં તમને સુખ લાગે છે તે બંધનું કારણ છે. હવે આપણને સુખ વગર ચાલશે ખરું ? આપણું સુખ શેમાં? આપણું સુખ વિષયોમાં છે. વિષયોમાં સુખ હોય તો પદાર્થો જોઇશે અને પદાર્થો મેળવવા જતા ન કરવાનું કરીએ છીએ. અન્યાય, ખોટાં તોલમાપ, જુઠું બોલવું, આ બધું શા માટે કરવું પડે ? પદાર્થો પ્રિય છે, તે મેળવવા છે, તો નક્કી થયું કે પદાર્થો પ્રત્યેનું મમત્વ અને વિષયો પ્રત્યેની આસક્તિ તે બંધનું કારણ છે. વિષયોમાં સુખ છે તેમ માનવું તે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિના કારણે વિષયો તરફ દોડવું તેને કહેવાય છે અવિરતિ. આપણી ઇન્દ્રિયો વિષયો તરફ જ દોડે છે અને દોડ્યા પછી પદાર્થો પ્રાપ્ત થાય તો અહંકાર થાય, સરળતાથી ન મળે તો છેતરપીંડી કરીએ, માયા કરીએ અને મળ્યા પછી વધારે અને વધારે મળે તેવી વૃત્તિ થાય તે લોભ. અને વચ્ચે કોઈ અવરોધ આવે તો ક્રોધ આવે. આમ ચાર કષાય આવી ગયા ને ? મેળવતા વચ્ચે અવરોધ આવે તો ક્રોધ, મળ્યું તો અહંકાર, સરળતાથી ન મળ્યું તો છેતરપીંડી - માયા. મળ્યા પછી હજુ વધારે અને વધારે જોઈએ તે લોભ. આ જ્યારે આવે છે ત્યારે પ્રમાદ પણ આવે છે. (૪) પ્રમાદ એટલે માત્ર આળસ કે નિદ્રા નહિ, પણ પ્રમાદ એટલે બેહોશી. નશીલી ચીજો માણસ ખાય તે પ્રમાદી નથી પણ તેને બેહોશી તો જરૂર છે. (૫) અને છેલ્લે મન, વચન, કાયાની જે કંઈ પ્રવૃત્તિ થાય તે યોગ. કષાયથી પ્રેરિત પ્રવૃત્તિ છે. શરીરની ક્રિયા ખરી પણ કષાયથી પ્રેરિત છે, આવી જે પ્રવૃત્તિઓ થાય તે બંધના કારણો છે. આ બંધના કારણોનું વર્ણન કર્યું, તેહ બંધનો પંથ છે. હવે શું કરવું તેની સૂચના આગળની કડીમાં પરમકૃપાળુ દેવ આપવાના છે. ગાથા ૯૯, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા માંક-૯૯ ૧૦૦ અને ૧૦૧ ત્રણે ગાથાઓ અંદર અંદર સંકળાયેલ છે. તેને બરાબર સમજવી પડશે. ૯૯મી ગાથા પ્રાથમિક સાધક માટે, ૧૦૦ મી ગાથા મધ્યમ સાધક માટે અને ૧૦૧ મી ગાથા ઉત્કૃષ્ટ સાધક માટે છે. આપણો નંબર ઉત્કૃષ્ટ સાધકમાં આવે તેવું આપણે ઇચ્છીએ. ત્યાં બાહ્ય ક્રિયા નથી, અવલંબન અને આધાર નથી. ત્યાં પ્રવૃત્તિ નથી. પ્રતિક્રમણ કરે તો પૂછે કે પ્રતિક્રમણમાં કેટલો ટાઈમ થશે ? અમે કહીએ કે અઢી-ત્રણ કલાક થશે. તો કહે કે ગયે વખતે મહારાજ આવ્યા હતા તેમણે દોઢ કલાકમાં પતાવ્યું હતું. તેઓ આપણને કહેવા માગે છે કે તમે પણ દોઢ કલાકમાં પતાવો. આ ધર્મ કરવાની કોઈ રીત કે પદ્ધતિ નથી. ધર્મ એક જીવનનો ઉલ્લાસ છે. માટે આનંદઘનજીએ કહ્યું કે ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર ધર્મ તો આનંદની એક અવસ્થા છે. પ્રેમનું સંગીત છે. જીવનની મહેફીલ છે. જીવનનો આનંદ છે. સાધકે વિચારવાનું કે બંધના કારણો કયાં? તેને દૂર કેવી રીતે કરવો? આગળની ગાથામાં આ ચિત્ર આવશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૭૦ ગાથા ક્રમાંક બંધ છેદક કારણો જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. - For Personal & Private Use Only ૩૭ (૯૯) સમગ્ર વિશ્વનું જો વિશ્લેષણ કરીએ તો જગતમાં બે પદાર્થો આપણને જોવા મળશે. એક પદાર્થ જેને આપણે જોઇ રહ્યા છીએ તે અને એક પદાર્થ જે જોનારો છે તે. જોનારો જુદો છે અને જેને જોઇ રહ્યા છીએ તે પણ જુદો છે. જેને જોઇ રહ્યા છીએ તે જડ પદાર્થ તેની પાસે જોવાની ક્ષમતા નથી, જાણવાની ક્ષમતા નથી, સંવેદના નથી, ભાવ નથી, ઉર્મિ નથી. તેની પાસે જોવાની, આત્માનું દર્શન કરવાની શકિત અને યોગ્યતા પણ નથી પરંતુ પદાર્થ છે. એ પદાર્થને જડ કહ્યો છે. જડ પદાર્થ માટે પારિભાષિક શબ્દ છે પુદ્ગલ. ભેગા થવું અને વિખરાઇ જવું, આ ઘટના નિરંતર જેમાં ઘટ્યા કરે છે તેનું નામ પુદ્ગલ. જગત તરફ જોશો તો આ જોવા મળશે. એકત્ર થાય છે પછી વિખરાઇ જાય છે. પૂરન અને ગલન. પૂરાઇ જવું અને ગળી જવું, એ ઘટ્ના નિરંતર થયા કરે છે, એનું સાતત્ય છે, સતત થયા કરે છે, એ તત્ત્વને પુદ્ગલ અથવા જડ કહે છે. પરંતુ પુદ્ગલને પોતે છે તેવું ભાન નથી, હોઇ શકે પણ નહિ, તેમાં સંવેદના નથી અને તેમાં જાણવાની ક્ષમતા પણ નથી. પરંતુ કોઇ એક તત્ત્વ એવું છે કે તે પુદ્ગલને જોયા કરે છે, જાણ્યા કરે છે. જાણનાર તેને જાણે છે. જે જાણનાર છે તે પણ જુદો અને જાણનારને જણાય છે તે પણ જુદું. આ બંને તત્ત્વો સ્વતંત્ર છે, સ્વાધીન છે અને સ્વયં પરિપૂર્ણ છે. ૯૯-૧ એક અર્થમાં પુદ્ગલ પણ પરિપૂર્ણ છે અને ચૈતન્ય પણ પરિપૂર્ણ છે. જે તત્ત્વ જોનાર, જાણનાર છે તેને નામ આપ્યું ચૈતન્ય અને જે જણાય છે, જોવામાં આવે છે તેને નામ આપ્યું પુદ્ગલ. પુદ્ગલ અને ચૈતન્યના સંયોગથી જે કંઇ પણ બનાવ બને છે તેને કહેવાય છે સંસાર. સંસારમાં જે રચના જોવામાં આવે છે તે બે તત્ત્વોના સંમિશ્રણથી, સંયોગથી થાય છે. જ્યારે બે તત્ત્વો સાથે મળે છે ત્યારે થોડું પ્રેસર-દબાણ દ્રવ્યો ઉપર આવે છે. જડ અને ચેતન દ્રવ્ય બંને જો ભેગાં થાય છે તો પોતાની અસલિયતમાં રહી શકતા નથી. સંયોગ થયા પછી બંને તત્ત્વોમાં વિકૃતિ આવે છે. વિકૃતિ જીવનની સમસ્યા છે. બન્ને તત્ત્વો પોતાની મૂળભૂત ક્ષમતા, મૂળભૂત અવસ્થા ગુમાવી બેસે છે. સંયોગને શાસ્ત્રીય પરિભાષામાં બંધ કહે છે. આત્મા અને પુદ્ગલ બંનેનો સંયોગ થવો તેનું નામ બંધ. એ બંધમાં જે મહત્ત્વનો ભાગ ભજવે છે, એવું પુદ્ગલ તત્ત્વનું એક જે ઘટક તેને કહેવાય છે કર્મ. તો કર્મ અને આત્મા બેના સંબંધમાંથી જે કંઇપણ પરિસ્થિતિ ઊભી થાય છે, તેના કારણે ચેતન તત્ત્વ પોતાની અસલિયત સંપૂર્ણપણે ખોઇ બેસતું નથી પરંતુ મૂળભૂત અવસ્થા ઉપર થોડું દબાણ આવે છે અને થોડી સ્થિતિ બદલાઇ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવચન ક્રમાંક – ૭૦, ગાથા ક્યાંક-૯૯-૧ જાય છે. એ બદલાયેલી સ્થિતિને વિકૃતભાવ અથવા પારિભાષિક શબ્દમાં વિભાવ કહે છે. દૂધ એ દૂધ છે અને દહીં તે દહીં છે. બંને સ્વતંત્ર પદાર્થો છે. દૂધ ફાટી જાય તો ન રહે દૂધ કે ન બને દહીં. એ ત્રીજી અવસ્થા વિકૃત અવસ્થા છે, તેમ આત્મામાં પણ આવી વિકૃત અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે વિકૃત અવસ્થાને કારણે જે કાંઈ અવસ્થા થાય તેને કહેવાય છે બંધ અવસ્થા. આપણો આત્મા બંધ અવસ્થામાં છે, બંધાયેલો છે. તે બંધન બે વચ્ચે હોય, એકમાં બંધન ન હોય. બે વસ્તુ ભેગી થઈ. આત્મા અને પુદ્ગલનો સંયોગ થયો તેને કહેવાય છે બંધ. જ્યારે બંધ થાય છે ત્યારે આત્માનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. ચેતન દ્રવ્યમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે. આવું અનંત સામર્થ્યવાળું આત્મદ્રવ્ય છે. પરંતુ આજે આપણને આવું સામર્થ્ય દેખાતું નથી. આજે આપણી આંખ નબળી પડે તો જોઈ શકીએ નહિ. જ્ઞાન તો એવું ને એવું છે. કેવળજ્ઞાન જેને પ્રગટ થાય તે તમામ ચોદે રાજલોકમાં રહેલા પદાર્થોને એક સમય માત્રમાં જોઈ શકે, આવો કેવળજ્ઞાનનો ધણી આત્મા આંખે મોતિયો આવ્યો હોય તો પૂરું જોઈ શકતો નથી. જરા વિચારો, આ શું અવસ્થા થઈ? આટલી આપણી તાકાત, આટલી આપણી શકિત છે, અને એમ કહ્યું છે કે આત્મા આનંદનો સાગર છે અને આવા આનંદમય આત્માને જરા ભૂખ લાગી હોય અને ખાવામાં મોડું થાય તો માથું ગુમાવી બેસે છે. આ આનંદનો સાગર આ શું કરવા બેઠો? તેણે આનંદ ખોયો. અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ, પૂરેપૂરું પ્રગટવું જોઈએ, આવિર્ભત થવું જોઈએ, તે ન થાય તે પ્રકારની અવસ્થા તેને કહેવાય છે બંધ. આવો બંધ થવાથી જે ઘટના ઘટે તેને કહેવાય છે સંસાર. સંસાર કોઇએ બનાવ્યો નથી, કોઇએ ઘડ્યો નથી, રચ્યો નથી. કોઈ નવરો બેસી સંસાર ઘડતો હોય તેવી ઘટના જગતમાં ઘટતી નથી. જગતમાં પદાર્થો અને વસ્તુઓ પણ છે. અહીં પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ'. બે રસ્તા છે. એક બંધાઈ જવાનો રસ્તો, અને એક છૂટવાનો રસ્તો, તમારે શું કરવું છે ? તે તમારે નક્કી કરવાનું છે. બંધાઈ ગયેલા જ છીએ એટલે નવી પસંદગી કરવાની નથી. જ્ઞાની છૂટવાની વાત કરે છે, જે બંધાયેલો છે તે કેમ મુક્ત થાય ? મુક્ત અવસ્થા એ જીવનની સહજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થા છે. મોક્ષ શબ્દ વારંવાર બોલીએ છીએ પરંતુ મોક્ષ શબ્દનો સીધો અર્થ એ છે કે જે મૂળભૂત ચૈતન્ય છે, તે સંપૂર્ણપણે નિરાવરણ થતાં તેમાં રહેલી તમામ ક્ષમતાઓ પૂરેપૂરી પ્રગટ થાય, અને પ્રગટ થયા પછી કાયમ ટકે તેવી અવસ્થાને મોક્ષ કહે છે. ફરીથી સમજીએ, જે મૂળભૂત ચૈતન્ય દ્રવ્ય, તેમાં રહેલા અનંત ગુણો, તેમાં રહેલું અનંત સામર્થ્ય અને તેમાં રહેલી ક્ષમતા એ પૂરેપૂરી ખીલે, ક્ષમતા આજે તેનામાં છે જ, પરંતુ પૂરેપૂરી ખીલી નથી. જેમ ૬૪ પ્રહરી પીપરમાં સામર્થ્ય અને શકિત તો છે પણ તે ઘૂંટાય તો શકિત પ્રગટ થાય. ૬૪ પ્રહર ઘૂટ્યા પછી જ તેની સંપૂર્ણ શકિત પ્રગટ થાય છે. જ્યારે શકિત પ્રગટ થઈ ન હતી ત્યારે પણ અંદર હતી અને ઘસારો આપ્યો ત્યારે પ્રગટ થઈ. પ્રગટ થઇ એ નવી For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી આવી, પણ હતી તે બહાર આવી, તેમ ચૈતન્યની સમગ્ર સત્તા, શકિત બહાર આવવી, એ અવસ્થા પ્રગટ થવી તેને કહેવાય છે મોક્ષ. મોક્ષ એટલે ચૈતન્ય દ્રવ્યની પૂરેપૂરી સ્વતંત્રતા એને પ્રાપ્ત થાય. આજે આપણે સ્વતંત્ર નથી. ન જનમવું હોય તો પણ જનમવું પડે અને ન મરવું હોય તો પણ મરવું પડે. પ્રતિકૂળતા જોઈતી નથી પણ સામે આવી જાય છે. ડાયાબીટીઝ રોગ પૂછ્યા વગર આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ પરતંત્રતા અને પરાધીનતા છે. એ સમગ્ર પરાધીનતા દૂર થઈ, સ્વાધીનતા પ્રગટ થાય તેનું નામ મોક્ષ. મોક્ષનો સંબંધ ક્ષેત્ર સાથે નથી, કાળ સાથે નથી, કોઈ અન્ય લોકની સાથે પણ નથી. મોક્ષની અનુભૂતિ આ દેહે આ ધરતી ઉપર આ ક્ષણે, આવી અવસ્થામાં કરવાની છે. એ અવસ્થા એવી છે કે તેમાં ચેતન તત્વ સંપૂર્ણપણે નિરાવરણ થાય, એની ક્ષમતા પૂરેપૂરી ખીલે. જેમ ફૂલ પૂરેપૂરું ખીલે અને સુંદર લાગે છે, બીજ પૂરેપૂરું ખીલે અને ઘટાદાર વૃક્ષ બને છે, ચંદ્ર પૂરેપૂરો ખીલે અને પૂર્ણિમા આપણને જોવા મળે છે, સૂર્ય પૂરેપૂરો ખીલે તો આકાશમાં મધ્યાહ્ન સમયે તપે છે, બાળક પૂરેપૂરો ખીલે તો પ્રતિભાશાળી વ્યકિત બને છે તેમ ચેતન પૂરેપૂરું ખીલે તો મુક્ત બને છે. આપણે પૂરા ખીલ્યા નથી. પૂરેપૂરા ખીલવાની ક્ષમતા આપણી અંદર છે, પરંતુ કર્મબંધનના કારણે ખીલી શકયા નથી. જે જે કારણો કર્મબંધનાં છે તે તે કર્મબંધનો માર્ગ છે અને તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, મોક્ષપંથ છે, જ્યાં ભવનો અંત આવે છે ત્યાં ફાઈલ કલીયર થઈ જાય છે, પછી ફાઇલમાં નવું કંઈ ઉમેરાતું નથી. રોજમેળ ખાતાવહી અહીં પૂરી થઈ જાય છે પરંતુ આપણે રોજ નવું ખાતું ખોલતાં જ જઈએ છીએ. કર્મબંધ થાય તે રીતે વર્તવું એ બંધ. કર્મો એની મેળે આવતાં નથી. કર્મોને આવવાનો કોઈ હેતુ કે ઇરાદો નથી કે અમુક વ્યકિત પાસે જઈ તેને બાંધી દઈએ. પરંતુ આપણે કર્મ બંધાય એ રીતે વર્તીએ, એ રીતે જીવીએ અને એવું કાર્ય કરીએ તો કર્મબંધ થાય છે. આ સંસારના પરિભ્રમણનો માર્ગ છે. ફરી એક વખત જોઈ લઈએ કે કર્મબંધ કયા કારણોથી થાય છે ? (૧) વિપરીત બુદ્ધિ, ઊંધી માન્યતા. (અજ્ઞાન – મિથ્યાત્વ) (૨) ઈન્દ્રિયો અને મન ઉપર આપણો કાબૂ ન હોવો. (અવિરતિ) (૩) અંદરમાં સંયોગો અથવા પરિસ્થિતિના કારણે ઊઠતા આવેગો. (કષાય) (૪) બેહોશી, અસાવધાની (પ્રમાદ) (૫) મન, વચન કાયાની શુભ અથવા અશભ પ્રવૃત્તિ. (યોગ) આ પાંચે પાંચ કારણો બંધ થવામાં નિમિત્ત છે. આ બંધના કારણોમાંથી છૂટવું હોય તો એક નિયમ સમજવો જરૂરી છે. (૧) આપણે બંધાયેલા છીએ પણ કાયમ બંધાયેલા નથી. (૨) બંધાયેલા રહેવું હોય તો ખુદ તીર્થકરો આવે તો પણ આપણને છોડાવી શકે નહિ. (૩) અને છૂટવું હોય તો કોઈ રોકી શકશે નહિ. નિર્ણય તમારે કરવાનો છે કે બંધાઈને રહેવું છે કે મુક્ત થવું છે ? જો નિર્ણય છૂટવાનો હશે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ४० પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા માંક-૯૯-૧ તો તમને ધર્મ યાદ આવશે, સપુરુષ - સદ્ગુરુ યાદ આવશે, સશાસ્ત્રો, ધ્યાન, યોગ, મંત્રજાપ, પ્રાણાયામ આ બધું જ યાદ આવશે. અત્યારે તો તમારા લીસ્ટમાં પૈસો, સત્તા, કુટુંબ, પરિવાર, માન, પ્રતિષ્ઠા, લાગવગ, ઓળખાણ આવું બધું હશે. લોકો મને પૂછે, મોટો કહે, માન આપે, આ બધું હશે પણ આ લીસ્ટમાં નહિ હોય. બંધાયેલા છીએ પણ બંધાયેલા રહેવું નથી એવો નિર્ણય થશે અને બંધન છોડવું હશે ત્યારે તમે બંધન છોડી શકશો. આટલી સ્વતંત્રતા તમારી પાસે છે. આપ હી બાંધે, આપ હી છોડે, નિજમતિ શક્તિ વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. તને કોણે બાંધ્યો ? તને કોઈએ બાંધ્યો જ નથી. એક ભાઈ સાધુ મહારાજને કહેતા હતા કે, ગુરુદેવ ! મારે સંસારમાંથી છૂટવું છે, પરંતુ ઘરના માણસો છોડતા નથી. ગુરુદેવે એક મઝાના પ્રયોગની વાત કરી. એમણે એક માણસને કહ્યું કે તું મને ઝાડ સાથે મજબૂત બાંધી દે અને મજબૂત બંધાયા પછી તેણે બૂમ પાડી કે હું બંધાઈ ગયો છું, મને છોડાવો. પણ જે છોડાવવા આવે તેને ના પાડે કે તું મને અડીશ નહિ અને બૂમો પાડ્યા કરે કે મને છોડાવો. તેનો અર્થ એ થયો કે બંધાયેલો છું પણ છૂટવું નથી. માત્ર બૂમો જ પાડવી છે. સંસાર આપણને જોઈએ છે અને મોક્ષમાં જવાની બૂમ પાડીએ છીએ. જેને છૂટવું હોય તેને રોકનાર કોઈ નથી. પૂરેપૂરી સ્વતંત્રતા છે. જો બંધાવું હોય તો બંધાઈ શકો છો અને મુક્ત થવું હોય તો મુક્ત થઈ શકો છો. अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । પ્પા મિત્તામમિત્ત , સુપ્પઢિયસુપઢિયો છે (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦/૩૭). જૈનદર્શને આ મૌલિક વાત કરી. તમને કોઈ બાંધનાર નથી. આત્મા પોતે જ કર્મથી બંધાયેલો છે અને બંધાયેલ આત્મા પોતે મુક્ત થઈ શકે છે. જે ક્ષણે તમને ભાન થાય કે આપણે બંધનમાં છીએ અને હવે આ બંધન અમારે તોડવું છે તો તે માટે શકિત પણ તમારી પાસે છે, બંધાયા તે પણ તમારી શકિતથી અને છૂટશો તે પણ તમારી શકિતથી. તમારી શકિત બંને ધારામાં કામ કરે છે. બંધાવું હોય તો પણ શક્તિ કામ કરે છે અને છૂટવું હોય તો પણ શક્તિ કામ કરે છે. એને કહેવાય છે આત્માનું વીર્ય, આત્મામાં અનંત વીર્ય, અનંત શક્તિ અને અનંત સામર્થ્ય છે. આત્મા બંને કામ કરી શકે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું કે : (૧) આત્મા છે. (૨) કર્મ છે. (૩) કર્મ અને આત્માનો સંયોગ છે. (૪) એ સંયોગ અનાદિનો છે અને (૫) એ સંયોગનો વિયોગ પણ થઈ શકે છે. એ વિયોગ કયારે થઈ શકે ? તો તમે જે ક્ષણે નિર્ણય કરો ત્યારે થઈ શકે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આનંદઘનજીએ પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં કહ્યું કે કનકાપલવત્ પયડી પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ, અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ધરતીમાં સોનું અને માટી બંને ભેગાં છે. સોની તેને લાવીને તેજાબ છાંટી, પ્રયોગ કરી સોનું છૂટું પાડે છે અને માટીને પણ જુદી કરે છે, તેમ કર્મ અને આત્માને જુદા પાડવાની પ્રક્રિયા કરવી તેનું નામ સાધના છે. તેમાં શું કરવાનું ? આંખો બંધ કરી બેસી રહેવાનું ? માળા ગણીએ, જાપ કરીએ, એકાગ્રતા કરીએ, ધ્યાન કરીએ, આ બધું શા માટે કરવાનું ? આ બંનેને જુદા પાડવા. આત્મા અને કર્મને જુદાં કરવાં હોય તો બે વસ્તુ જાણવી પડશે. શેનાથી કર્મ બંધાય છે ? અને શું કરવાથી એ બંધન તૂટી શકે છે ? - પાંચ કારણો આપણને બાંધનારાં છે, તે કારણો છેદક દશા પણ છે. એ પાંચ કારણો જે આપણને બાંધનારા છે, તે બાંધનારાં કારણો છેદાય તેવી જે દશા તે મોક્ષપંથ છે. શબ્દો મઝાના છે. આવી એક અવસ્થા અંદર પ્રગટ થવી જોઈએ. સમ્યગદર્શન એક અવસ્થા છે. વિપરીત બુદ્ધિને દૂર કરનાર સમ્યગ્રદર્શન છે. વિપરીત બુદ્ધિ બંધનું કારણ અને સમ્યગદર્શન મોક્ષનું સાધન છે. વિપરીત બુદ્ધિનો છેદ સમ્યગદર્શનથી થાય છે. પરંતુ તે કોઈ ક્રિયા, કાર્ય કે બનાવ નથી. સમ્યગદર્શન એ ચેતનાની અવસ્થા છે. જ્યારે દર્શનમોહનીય અથવા મિથ્યાત્વનો ઉપશમ થાય છે, ત્યારે ચેતનામાં ઘટના ઘટે છે, અને એ નિર્વિકલ્પ અવસ્થામાં ચેતનાની અનુભૂતિ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન આત્મામાં થતી એક પ્રક્રિયા છે, તે શરીર ઈન્દ્રિયો વાણી કે મનમાં નહિ થાય પરંતુ મનની પેલી પાર ગયા પછી ચૈતન્યમાં આ ઘટના ઘટે છે. જુઓ એક શરીર જે સ્થૂળ બહાર દેખાય છે તે, એક મન જેનાથી વિચાર કરીએ છીએ તે, અને એક વાણી જેનો ઉપયોગ કરીએ છીએ, તે ત્રણેનો આપણને પરિચય છે. પરંતુ એ ત્રણેની પેલી પાર જે ખરેખર આપણે છીએ, તે ચૈતન્ય તત્ત્વ આપણને દેખાતું નથી. જે આપણે પોતે છીએ એવું ચૈતન્ય તત્ત્વ, તેની અનુભૂતિ જીવનમાં થાય તેનું નામ સમ્યગ્દર્શન. આ અનુભવ થયા પછી જીવનમાં એક બીજી ઘટના ઘટે છે, આપણી ઇન્દ્રિયો, આપણું શરીર, આપણી વૃત્તિઓ વિષયોથી વિરામ પામે છે. અત્યારે આપણે ગમે તેટલું સમજીએ કે વિષયોમાં સુખ નથી, છતાં જઈએ છીએ પાછા વિષયો પાસે જ. ગંદકીમાં રહેલ કીડાની બગીચામાં રહેલ ભ્રમર સાથે દોસ્તી થઈ. બંને વચ્ચે સંબંધ થયો. ગંદકીના કીડાને બગીચાના ભ્રમરે કહ્યું કે દોસ્ત ! તું આમાં ને આમાં પડ્યો રહે છે, આ વાસ સહન થાય તેવી નથી. તું મારી સાથે ચાલ અને જો તો ખરો કે ફૂલની કેવી સુગંધ છે ? બહુ આગ્રહ કર્યો એટલે ગંદકીનો કીડો તૈયાર થયો, પણ તેને લાગ્યું કે ત્યાં ગયા પછી મને ત્યાંની ગંધ નહિ ફાવે તો, માટે સાવચેતીનાં પગલાં ભરવાં સારાં. ઉકરડામાંથી બે ગોળીઓ તૈયાર કરી અને નાકમાં ભરાવીને તે ગયો. બગીચાનો ભ્રમર કહે છે કે દોસ્ત ! આ ગુલાબના ફૂલની સુગંધ કેવી સરસ આવે છે. અને ચંપાની પણ કેવી સરસ સુંગધ છે. તે ના પાડે છે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા ક્યાંક-૯૯-૧ કે સુંગધ આવતી નથી. પણ નાકમાં બે ગોળીઓ ગંદકીની ભરેલી હોવાથી સુગંધ આવે કયાંથી? મને લાગે છે કે તમે પણ આમ જ કરતા હશો. જ્યાં જાવ ત્યાં બે ગોળી સાથે લઈ જાવ છો. એક રાગની અને એક દ્વેષની. એક અહંકારની અને એક મમત્વની, કદાચ ક્યાંય ન ફાવ્યું તો ? જ્યાં જાવ ત્યાં આ બે ગોળીઓ સાથે. પ્રોટેકશનનાં પગલાં. પણ એક અવસ્થા જીવનમાં એવી છે કે સમ્યગ્દર્શન થયા પછી તે જીવની ઇન્દ્રિયો વિષય તરફ જતી નથી. રોકવાની તો વાત જ નથી. જતી હતી એટલા માટે કે સુખના કેન્દ્રની ખબર ન હતી. સુખનું કેન્દ્ર જડી જાય પછી તે તરફ જવાની જરૂર પણ નથી. આવી દશાને, અવસ્થાને શાસ્ત્રો વિરતિ કહે છે. વિરતિ એટલે વિરામ પામવું, પાછા આવવું, અટકવું, વિષયોથી પાછા ફરવું. વિરતિ જ્યારે થાય ત્યારે તેના કારણે કષાયો મંદ પડે છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધાનું બળ તૂટે, જોર ઘટે. વિપરીત બુદ્ધિ હશે અને અવિરતિ હશે તો કષાયો જોર કરશે. આખા સંસારમાં ચારે તરફ જુઓ તો કષાયનું સામ્રાજ્ય છે. ઘરમાં કષાયો, બહારમાં પણ કષાયો, મંદિરોમાં પણ કષાયો, સમાજમાં પણ કષાયો, ચારે તરફ કષાયોનું સામ્રાજ્ય છે. મોહ, ક્રોધ, અહંકાર, લોભ આ બધી લાગણીઓ જીવનમાં કામ કરે છે. પરંતુ સમ્યમ્ દર્શન થાય, વિરતિની દશા આવે એટલે કષાયો શાંત પડે. કષાયો શાંત થશે ત્યારે તમારા જીવનમાં ખરી શાંતિનો અનુભવ થશે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે “અશાંચ વત: સુરઉમ્ જે અશાંત છે તે અંદરથી સુખ અનુભવી શકતો નથી. સુખનો અનુભવ કરવો હોય તો શાંત અવસ્થા જોઈએ. શાંત અવસ્થા ત્યારે જ થાય કે કષાયો શમ્યા હોય. કષાયોનો લાવારસ અંદર વહેતો હશે, ક્રોધની તીવ્રતા, માયાની તીવ્રતા, અહંકાર અને લોભની તીવ્રતા હશે તો અશાંતિ જ હશે. નાની નાની બાબતોમાં કેટલાં દુઃખ ઊભા થાય છે ? એક વખત એક જાનનું સામૈયું કર્યું. માંડવા સુધી આવ્યા, પરંતુ વેવાઈ કંઈ કામમાં હશે તેથી પધારો એમ કહેવું જોઈએ તે ન કહ્યું, તો જાન પાછી ગઈ. અમે માંડવે આવ્યા અને તમે પધારો તેમ પણ ન કહ્યું, હવે લગ્ન નહિ થાય. આટલી વાતમાં આટલું મોટું કરવાનું? આ અહંકાર કરાવે છે. તેનો વાંક નથી, અહંકારનું ભૂત વળગ્યું છે. આપણને પણ કયારેક ક્રોધ, કયારેક લોભ, કયારેક માયા, કયારેક માન, કયારેક ઈર્ષ્યા, કયારેક વિષાદ હોય છે. આપણે કયારેય નોર્મલ અવસ્થામાં તો હોતા જ નથી, જ્યારે જુઓ ત્યારે એબનોર્મલ અવસ્થા જ હોય. કેટલા બોજા નીચે જીવીએ છીએ? આપણે જ ઉદ્ઘોષણા કરીએ છીએ કે આત્મા સિધ્ધ સમાન છે પરંતુ આપણી હાલત ઊલટી જ છે. તે પ્રકારની દશા આપણી નથી. તેનો છેદ કરવા અવસ્થા જોઈએ. ચોથી વાત અપ્રમાદ અવસ્થા એટલે સંપૂર્ણ જાગૃતિ. સમગ્રપણે જાગીને જીવનમાં જીવવું જોઇએ. નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું કે – જાગીને જોઉં તો જગત દિશે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે' જાગીને જોઈએ છીએ તો કાંઈ દેખાતું નથી. જનક વિદેહીને સ્વપ્ન આવ્યું. તેણે હાથમાં પાત્ર લીધું છે અને ભિક્ષા માગી રહ્યા છે. પછી તેમની ઊંઘ ઊડી ગઈ. તેમને થયું કે આ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૩ હું જનકવિદેહી તરીકે બેઠો છું તે સાચું કે ભીખ માંગી રહ્યો છું તે સાચું ? બીજે દિવસે રાજ્યભામા ગયાં, ત્યારે જે આવે તેને પૂછે કે આ સાચું છે કે તે સાચું ? પરંતુ જવાબ કોણ આપે ? એક જ્ઞાની પુરુષ રાજયસભામાં આવ્યા અને તેમણે કહ્યું કે આ સાચું હોય તો તે સાચું અને તે સાચું હોય તો આ સાચું. સમજાયું ? તમારું રાજ્ય સાચું હોય તો સ્વપ્નું પણ સાચું અને સ્વપ્નું સાચું હોય તો રાજ્ય પણ સાચું. જનકવિદેહીએ કહ્યું કે જવાબ બરાબર છે. સ્વપ્ન જેમ ખોટું છે, તેમ આ દેખાય છે તે પણ ખોટું છે. તમે તો એમ કહો છો કે સ્વપ્ન ખોટું છે પરંતુ જે દેખાય છે તે ખોટું નથી. જેમ સ્વપ્ન ખોટું છે તેમ જે દેખાય છે તે પણ ખોટું, એવું જાગરણ જીવનમાં આવે અને આવું જાગરણ પ્રાપ્ત કરી જીવનમાં જીવીએ તેને કહેવાય અપ્રમત્તદશા (સાવધાન દશા). જાગીને જીવવાનું છે. ભગવાન મહાવીરને પૂછ્યું કે, હું રે ? હૈં વિટ્ટે ? ∞દમાસે ? હંસગે ? હં મુંનતો ? માસંતો ? પાવળાં ન વંધરૂ | ૭ || નયં રે, નયં વિદે, નયમાસે નયં સગે । जयं भुंजतो भासतो, पावकम्मं न बंधइ ॥ ८ ॥ (દશવૈકાલિક સૂત્ર અ.ચોથું) પ્રભુ અમારે કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે શયન કરવું ? કેવી રીતે ભોજન કરવું ? અને કેવી રીતે બોલવું ? ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યો અને તે બધા જ જુદું જુદું પૂછે તો કઇ પદ્ધતિ આપે ? ભગવાને અદ્ભુત વાત કરી કે યતનાપૂર્વક ચાલો, યતનાપૂર્વક ઊભા રહો, યતનાપૂર્વક બેસો, યતનાપૂર્વક શયન કરો, યતનાપૂર્વક ભોજન કરો અને યતનાપૂર્વક બોલો. યતના એટલે જયણા- જાગૃતિ, સંપૂર્ણપણે જાગીને જીવવું. આનંદ તો આ છે. રસ્તામાં તમે ચાલ્યા જતા હો, વચમાં કોઇ જોવા જેવું ચિત્રનું બોર્ડ લગાડેલું હોય અને નજર ત્યાં જોવામાં ગઇ. કેળાની છાલ પણ નીચે આવી અને સાક્ષાત્ દંડવત પ્રણામ. શું થયું ? હોસ્પીટલમાં દાખલ અને બે પગ ઊંચા, શું થયું સાહેબ? કેળાની છાલ આવી. તું કયાં ગયો હતો ? પ્રમાદ, સાવધાન ન રહેવાયું. અપ્રમત્ત અવસ્થામાં, સાવધાન અવસ્થામાં, જાગૃતઅવસ્થામાં આત્મસ્વરૂપમાં વર્તે એવી દશા, સમ્યગ્દર્શન પણ એક દશા, વિરતિ પણ એક દૃશા, મંદ કષાયને કષાય રહિત અવસ્થા પણ એક દશા, અપ્રમત્ત અવસ્થા તે પણ એક દશા, અને મન, વચન, કાયા આ ત્રણે સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો કે નિરોધ કરવો તે પણ એક દશા. આ પાંચે કારણો છેદક દશા છે. આ પાંચે સાધન કર્મબંધના કારણોને દૂર કરે. જરા પુનરાવૃત્તિ કરી લઇએ. વિપરીત બુદ્ધિને (મિથ્યાત્વને) સમ્યગ્દર્શન દૂર કરે. અવિરતિને વિરતિ (સંયમ) દૂર કરે. કષાયને અકષાય અથવા મંદ કષાય દૂર કરે. પ્રમાદને (અજાગૃત દશાને) અપ્રમાદ દૂર કરે અને મન, વચન, કાયાના અશુભ યોગને For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા ક્રમાંક-૯૯-૧ અને શુભ યોગને, મન વચન કાયાની નિવૃત્તિ (યોગ નિરોધો દૂર કરે. આવાં પાંચ કારણો તે મોક્ષના ઉપાયો છે. આ મોક્ષનો પંથ છે, તેથી ભવનો અંત આવે છે. આની શરૂઆત અહીંથી થાય છે. જેને સાધના કરવી છે તેને અહીંથી શરૂઆત કરવાની છે પણ આ વાત પૂરી નથી. ૧૦૦મી ગાથામાં કૃપાળુદેવ મધ્યમ કક્ષાના સાધકો માટે વાત કરશે. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.(૧૦૦) મોક્ષનો માર્ગ અલગ અલગ નથી. વાટ તો એક જ છે. જે વાટે ભગવાન મહાવીર તર્યા, એ જ વાટે રાજા શ્રેણિક, સતી સુલસા વગેરે તરશે. રસ્તો તો એક જ છે પરંતુ પ્રક્રિયા જુદી જુદી હોય. ઉપાય ભિન્ન ભિન્ન હોઈ શકે. આ એકસોમી ગાથામાં જીવનની એક મૌલિક ઘટના છે, તેનું વર્ણન છે. પહેલાં રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેનું એકત્વ. એકત્વ એટલે શું? એકલા રાગની વાત નહિ, એકલા દ્વેષની વાત નહિ અને એકલા અજ્ઞાનની વાત નહિ, પરંતુ ત્રણે એક થઈ જાય તેવી એક અવસ્થા છે. એ ત્રણેનું એક થવું તેને કહેવાય છે ગાંઠ અથવા ગ્રંથિ. રાગનું એકલાનું પણ જોર નથી, દ્વેષનું એકલાનું પણ જોર નથી અને અજ્ઞાનનું એકલાનું પણ જોર નથી. આ ત્રણે જબરા અને બળિયા તો છે, પરંતુ જ્યારે એ ત્રણે ભેગાં થાય અને તેમાંથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય છે ગ્રંથિ. તમે જ્યારે સાંભળતા હો છો કે ગ્રંથિભેદ કરવો છે, તો કઈ ગ્રંથિ ? રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેનું એકત્વ થઈ જાય, ત્રણે એકરૂપ થઈ જાય, ત્રણે જુદા પાડી ન શકાય. જ્યાં રાગ છે, ત્યાં દ્વેષ છે, ત્યાં અજ્ઞાન પણ છે. એ ત્રણે ભેગાં થઈ જે એક રસાયણ-એક પદાર્થ તૈયાર થયો તે ગ્રંથિ, તે ગાંઠથી કર્મબંધ થાય છે. આ ગાંઠ તોડવી પડશે ને ? જોવું પડશે કે ગાંઠ કયાં પડી છે? ઘા તો યોગ્ય જગ્યા ઉપર થવો જોઇએ. અત્યાર સુધી ગમે ત્યાં ઘા કર્યા છે. “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. આટલું બધું કર્યું, આટલા સાધનો કર્યા, પણ હજુ કંઈ ઠેકાણું પડ્યું નથી. વીર વિજયજી મહારાજે કહ્યું કે “સંસારની માયામાં મેં વલોવ્યું પાણીઅત્યાર સુધી સંસારની માયામાં પાણી વલોવ્યું પણ માખણ હાથ ન આવ્યું. આટલાં બધાં કામો કર્યા પણ ઘા યોગ્ય જગ્યા પર થયો નથી. કર્મબંધનાં ઘણાં કારણો અને તેને આવવાના દરવાજા પણ ઘણા હોઈ શકે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં મુખ્ય બે જ કારણો. એક ચારિત્ર મોહનીય, તેમાંથી રાગ દ્વેષ આવે છે અને એક દર્શન મોહનીય, જેમાંથી અજ્ઞાન આવે છે. આગળ ગાથા આવવાની કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) કર્મો મુખ્ય આઠ છે, તેમાં મુખ્ય મોહનીય છે તેના બે ભાગ. ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય. ચારિત્રમોહનીયમાંથી જે ધારા આવે છે તે રાગ, દ્વેષ, અને દર્શનમોહનીયમાંથી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૫ જે ધારા આવે છે તે અજ્ઞાન (મિથ્યાત્વ, ઊંધી માન્યતા). અજ્ઞાન, રાગ, દ્વેષ ત્રણેનું એક થવું તેને કહેવાય છે ગ્રંથિ. આ ગ્રંથિ અથવા ગાંઠમાં રાગ, દ્વેષ, અજ્ઞાન ત્રણે સમાઈ જાય છે. ટૂંકમાં એક છેલ્લી વાત, કર્મના ઉદયમાં સૌથી વધારે આપણા ઉપર શાસન જો કોઈ કરતું હોય તો મોહનીય કર્મનું શાસન છે. એનું સામ્રાજ્ય આપણા ઉપર સૌથી વધારે છે. મોહનીય કર્મના ઉદયમાં આત્મા તન્મય થાય છે. એકાકાર થાય છે. કોઇએ ગાળ આપી. અંદર કેટલું દુધ્ધન ચાલે છે ! એ કોણ ? મને ગાળ કેમ આપી ? જોઈ લઈશ, બતાવી દઈશ, વિગેરે વિગેરે. આ આર્તધ્યાન થયું અને કોઈ પ્રશંસા કરે તો કહેશે, કરે જ ને ? હું લાયક જ છું, મને ઓળખનારાં ઘણાં ઓછાં છે. તમે ડાહ્યા માણસ છો, તેથી મને ઓળખી લીધો અને માન, સન્માન આપ્યું. આ મોહનીયકર્મનો ખેલ છે. રસ્તામાં ચાલ્યા જતા હો, સોનાની લગડી પડી છે. મનમાં થાય કે લઈ લઉં? થોડા સારા સંસ્કાર હોય તો એમ થાય કે પારકું છે, લેવાતું હશે ? વળી વિચાર આવે કે બીજો કોઈ લઈ જશે, તેના કરતાં હું લઈ લઉં તો શું ખોટું ? તમે જ બધા ઘાટ ઘડ્યા કરો અને મનમાં ને મનમાં વિચાર કર્યા કરો. આ ખેલ કોનો ? મોહનીયકર્મનો. यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ॥ आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥ (જ્ઞાનસાર. ૪/૩) ઉપા. યશોવિજયજી મહારાજ કહે છે કે જે ઔદયિકાદિ ભાવોમાં મોહ પામતો નથી તે પાપકર્મથી લપાતો નથી, (જેમ આકાશ કાદવથી નથી લેવાતું) પણ જે મોહભાવ પામે તે કર્મથી બંધાય છે. લોઢું ભઠ્ઠીમાં નાખ્યું તો લાલચોળ થઈ ગયું અને હાથેથી અડો તો ફોલ્લા પડે. કારણ? લોટું અગ્નિમાં તન્મય થયું. અગ્નિમાં લોઢાનું તન્મય થવું તે એક અવસ્થા ઉત્પન્ન કરે છે તેમ મોહનીય કર્મના ઉદયમાં તન્મય થવું એવી જે અવસ્થા છે તે બંધનું મુખ્ય કારણ છે. કઈ રીતે આત્મા બંધાય છે, તે સમજાયું ? આ વિચાર કરજો કે મોહનીય કર્મના ઉદયમાં જીવ તન્મય અને એકાકાર થાય છે તે બંધનું કારણ છે. જે વખતે રૂપિયાની નોટો ગણતાં હો ત્યારે તેમાં એકાકાર થઈ જાઓ છો. માળા ગણતાં મન ઠેકાણે નથી રહેતું ? આ કોનો ખેલ છે? મોહનીયનો. મોહનીય કર્મના ઉદયમાં આત્મામાં જે તન્મય ભાવ થાય તે બંધનું કારણ છે. આ ગાથાની શરૂઆત થઈ છે. ચર્ચા આગળ વિસ્તારથી થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ४६ પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦ પ્રવચન ક્રમાંક - ૭૧ ગાથા ક્રમાંક - ૧૦૦ મોક્ષનો પંથ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (૧૦૦) ટીકા - રાગ, દ્વેષ અને અજ્ઞાન, એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. (૧૦૦) સાધના વિષેના અને અધ્યાત્મ વિષેના જે કાંઈ વાસ્તવિક પ્રશ્નો હોય, તે બધા પ્રશ્નોનો કૃપાળુદેવે એક સાથે અહીં ઉકેલ આપ્યો છે. એક એક શબ્દ ખોલવા જેવો છે. એક એક શબ્દનો મર્મ સમજવા જેવો છે. ધર્મમાં મતભેદ હોઈ શકે જ નહિ અને ધર્મમાં અલગ અલગ વાત હોઈ શકે નહિ. આકાશ એક છે, સૂર્ય એક છે, ચંદ્ર એક છે, નદીનાં નીર એક છે, ફૂલની સુગંધ એક છે, કોયલનો ટહુકાર એક છે. જ્યાં જાવ ત્યાં આ વસ્તુ એક છે. એ પ્રમાણે ગમે તે અવસ્થામાં ધર્મ એક છે. ધર્મ શબ્દ પોતે સ્વયં સંપૂર્ણ છે. સાધકે એ જાણવું પડશે કે ધર્મ કરવો એટલે શું કરવું? શું પ્રક્રિયા છે તેની? શું રીત છે તેની? આ સમજવા માટે પાયાની બે વાતો સમજી લેવી જરૂરી છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. પરમકૃપાળુદેવ જકાર શબ્દ વાપરતા નથી. ૨૦ વર્ષની ઉંમરે કહ્યું કે હે એકાંતવાદીઓ તમે તમારી વાત સાધનાની ભૂમિકા ઉપર શાંતિ પૂર્વક કહી શકતા નથી, માટે હઠમાં આવીને તમે જકાર શબ્દ વાપરીને તમારી વાત કરો છો. આપણી પાસે સમજણ અધૂરી હોય, ધીરજ, તર્ક અને બુદ્ધિ પણ ન હોય ને કહીએ છીએ. કાશીમાં એક પંડિત ભણીને ઘેર આવ્યો. તેણે કાશીના બધા પંડિતોને હરાવ્યા. મા વિચક્ષણ હતી, તેણે કહ્યું, બેટા ! બહુ મોટું કામ કહેવાય કે આટલા મોટા પંડિતોને તેં હરાવ્યા પણ કઈ રીતથી તે હરાવ્યા? તેમણે કહ્યું મારી રીત એક જ હતી. તેઓ જે કંઈ પણ કહે ત્યારે હું કહું કે હું આ વાત માનતો નથી. આ મારી રીત. આ જે આગ્રહ છે, જે હઠાગ્રહ છે, જે માનવું છે તે બાજુએ મૂકીને જો વિચાર કરવામાં આવે તો જે શબ્દનો પરમકૃપાળુદેવ વાંધો લેતા હતા તે “જ' શબ્દ અહીં મૂક્યો છે. તે જ મોક્ષનો પંથ છે. સાધનાની ભૂમિકામાં સ્પષ્ટપણે કહીએ છીએ કે આ જ મોક્ષનો પંથ છે. બીજો કોઈ પંથ નથી. આવી શ્રદ્ધા છે, આવી અનુભૂતિ છે, આવી પ્રતીતિ છે. માટે “જ” શબ્દ બોલે છે, તે શબ્દ પાછળ અનુભવનું બળ બોલે છે. માટે તે શબ્દ મહત્ત્વનો થઈ પડ્યો. “તે જ મોક્ષપંથ', કયો મોક્ષનો પંથ ? જે સાધનથી, જે પ્રક્રિયાથી, જે ઉપાયથી, જે રીતથી રાગની, દ્વેષની અને અજ્ઞાનની નિવૃત્તિ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ४७ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય, તે રીત, તે પ્રક્રિયા, તે ઉપાય, તે સાધન જ મોક્ષનો પંથ છે. બીજો પંથ હોઈ શકે નહિ. ધીરજથી વાતને ખ્યાલમાં લેજો. અહીં નિવૃત્તિની વાત છે. વ્યવહારમાં ૫૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈએ છીએ, ઘરમાં ઉપાધિ વધે છે. ઘણા લોકોને ફડફડાટ થાય કે આ નિવૃત્ત થશે એટલે સુખેથી રહેશે નહિ અને બીજાને રહેવા નહિ દે.આ નિવૃત્તિનો અર્થ નથી. છોડીને ચાલ્યા જવું, કપડાં બદલવાં, બાવા બની જવું, કંટાળીને ભાગી છૂટવું, કામ ન કરવું, આ નિવૃત્તિનો અર્થ નથી. પદાર્થ અને વસ્તુથી નિવૃત્ત થવાનું નથી. નિવૃત્તિનું ક્ષેત્ર જુદું છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનથી, નિવૃત્ત થવાનું છે. આપણો રાગ કેટલે અંશે ઘટ્યો? આપણો દ્વેષ કેટલો ઘટ્યો? આપણું અજ્ઞાન કેટલું ઘટ્યું? આ બધું કેટલું ઓછું થયું? અધ્યાત્મિક ક્ષેત્રમાં નિવૃત્તિ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ. સાબુ સારો છે કે નહિ તેની પરીક્ષા કરવા મેલાં કપડાં ઉપર સાબુ લગાડી, થોડી વાર રહેવા દઈએ છીએ. સાબુ લગાડ્યા પછી કપડાંનો મેલ કપાય તો સાબુ સારો. યશોવિજયજી મહારાજે કહ્યું રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જલ ઝીલો, આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો. આત્મતત્ત્વ વિચારીએ મળ ઘણી જગ્યાએ ભેગો થાય છે. પેટમાં ય મળ થાય છે, કપડામાં ય મળ ભેગો થાય છે, ઘરમાં ય મળ ભેગો થાય છે અને આત્મામાં ય મળ ભેગો થાય છે. બાકી બીજા બધા મળ તો ઠીક છે, પરંતુ આત્મામાં જે મળ ભેગો થાય છે, તે બહુ મોટો પ્રશ્ન છે. રાગદ્વેષરૂપી મળ ગાળવા કયાં જવું? કોઈ સાબુ, નદી કે તળાવ ત્યાં કામ નહિ લાગે. એક જ ઉપાય છે. ઉપશમ જલ ઝીલો. ઉપશમ નામની નદી છે, સમતા નામની નદી છે, સમભાવ નામની નદી છે. એ નદીમાં ડૂબકી મારો તેમ નહિ, ઝીલો. ઝીલો એટલે સતત સ્નાન કરો. જેમ પક્ષીઓ અને તરવૈયાઓ પાણીમાં ઝીલે છે, તેમ જીવનમાં સતત સમતામાં, સમભાવમાં ઝીલો. રાગ-દ્વેષનો મળ કાઢવા માટે જ્ઞાનરૂપી સાબુ લગાડો. જ્ઞાનરૂપી સાબુ અજ્ઞાનરૂપી મળને કાપે છે. જ્ઞાન શું કામ કરે ? જ્ઞાન આવે છે એ રાગનું ભાન કરાવે છે, દ્વેષનું ભાન કરાવે છે. ટૂંકમાં એમ કહેવાય કે જ્ઞાન આવે એટલે રાગ, દ્વેષ જાય. એને બીસ્તર, પોટલાં બાંધીને જવું પડે. જ્ઞાન આવે અને રાગ દ્વેષ ન જાય તો સમજવું કે જ્ઞાન નથી આવ્યું પણ વાયડાઈ, વકતૃત્વ, ઓરેટરી આવી છે. વાચાજ્ઞાન આવ્યું છે, અહંકાર મજબૂત થયો છે. જેમ શાકવાળાં શાક લઈએ એટલે કોથમીર, મરચાં લટકામાં આપે તેમ વાચાજ્ઞાન સાથે અહંકાર લટકામાં મળે છે. આ લટકામાં આવેલો અહંકાર આપણને રોકે છે. જ્ઞાન એ છે કે જે રાગ, દ્વેષના મળને દૂર કરે, અજ્ઞાનના મળને દૂર કરે. ઉપશમ જલ ઝીલો' કપડામાં સાબુ લગાડ્યા પછી ધોકા મારવા પડે છે. પહેલા સાબુ લગાડવાનો, બરાબર લગાડવાનો, થોડીવાર રાખવાનો પણ ખરો, પણ સાબુ કપડામાં કાયમ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦ રખાય નહિ. મેલ કાઢી નાખવો પડે અને સાથે સાબુ કાઢી નાખવો પડે. મેલ કાઢવા સાબુ અને સાબુને કાઢવા ધોકો લેવો પડે. રાગ-દ્વેષ રૂપી મેલને કાઢવા જ્ઞાનરૂપી સાબુ લગાડવાનો પણ આ વાંચેલું જ્ઞાન, વાચા જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન માત્ર રાખવાનું નથી. એનાથી ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા છે. મેલ દૂર કરવા વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય જોઈએ. જ્ઞાન વૈરાગ્ય લાવે, શાંતિ લાવે, પ્રેમ લાવે, અનાસક્તિ, ઉદાસનીતા લાવે. સહિષ્ણુતા, ઉદારતા, મૈત્રી, ક્ષમા, જીતેન્દ્રિયપણું અને નિર્ભયતા લાવે છે. જ્ઞાન એકલું નથી આવતું. જ્ઞાન આવે ત્યારે પોતાની સંપત્તિ, પોતાની સેનાને લઈને આવે છે. જેમાં રાષ્ટ્રપતિ આવવાના હોય તો આગળ ગાડી, પાછળ ગાડી, વચમાં ગાડી એમ બધા ઠાઠ છે તેમ જ્ઞાનનો પણ ઠાઠ છે. જ્ઞાન લુખ્ખું નથી. જ્ઞાન આવશે ત્યારે સાથે વૈરાગ્ય, ત્યાગ, સમતાને લાવશે. મૈત્રીને લાવશે, ઉદાસીનતા, નિર્લોભતા અને અભયને પણ સાથે લાવશે. જ્ઞાન આ કામ કરે છે. વૈરાગ્યરૂપી ધોકાથી સાબુ અને મેલ નીકળી જાય અને આત્મા ચોખ્ખો થાય. પછી આતમપરિણતિ આદરી, પર પરિણતિ પીલો.” ઘર્મ કરવો હોય તો શું કરવું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી. આત્મામાં પરિણમવું, પરિણમવું પણ આત્મામાં, એવી પરિણતિને આદરે અને પર પરિણતિને દૂર કરે તેને કહેવાય છે ધર્મ. જેમ કોઈ વેપારીને પૂછે કે વેપાર કેવો થયો ? તો ૬૦, ૭૦ લાખ રૂપિયાનો વેપાર થયો. પછી પૂછે કે નફો કેટલો થયો? તો કહેશે રોલીંગ થયું પણ નફો નહિ. એમ આપણું રોલીંગ ઘણું થાય છે, પણ નફો બેસતો નથી. નફો ન થાય તો કામ અધૂરું રહે. અજ્ઞાન અને રાગ દ્વેષ ન જાય, ત્યાં સુધી આપણું કામ અધૂરું રહે. અંબાલાલભાઈએ વિવેચનમાં લખ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. પેટમાં પણ ગાંઠ થાય છે, ટી.બી.ની પણ ગાંઠ થાય છે. વાયુ અને કેન્સરની પણ ગાંઠ થાય છે. તેના કરતાં પણ સૌથી ઘેરી ગાંઠ મનમાં થાય છે. આપણે કહેતા હોઈએ છીએ કે તેના મનમાં ગાંઠ પડી ગઈ છે. હવે ઉકેલવી મુશ્કેલ છે. બાપ-દીકરા વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે અને મિત્ર મિત્ર વચ્ચે પણ ગાંઠ પડે છે અને ગુરુ ચેલા વચ્ચે પણ ગાંઠ પડે છે. ગાંઠ પડે અને નડે છે. મુખ્ય કર્મની ગાંઠ નડે છે. મોટું ઝાડ કાપવાનું હોય તો લોકો કુશળતાથી ડાળાઓ કાપી નાખે છે, પરંતુ કાપતાં કાપતાં વચ્ચે નાની ગાંઠ આવી જાય તો જુવાન છોકરાઓ ધારદાર છીણા લઈને હથોડાના ઘા કરે તો પણ તે ગાંઠ તોડવી મુશ્કેલ પડે છે. ગાંઠ પરાણે તૂટે છે. પેટમાં રહેલી ગાંઠ દવાથી કે ઓપરેશનથી દૂર થાય છે, મનમાં રહેલી ગાંઠ સમજાવટથી દૂર થાય છે પરંતુ કર્મમાં પડેલી ગાંઠ કેમેય દૂર થતી નથી. આ જે મુખ્ય ગાંઠ છે તેના માટે શાસ્ત્રીય શબ્દ છે ગ્રંથિ. આ સંસાર ઊભો છે તે કર્મની ગાંઠના કારણે. મુખ્ય શબ્દ એટલા માટે કહ્યો કે આ ગાંઠ વિના કર્મનો બંધ ન થાય. ગાંઠ હોય તો જ કર્મનો બંધ થાય. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૯ એ ગાંઠની જેનાથી નિવૃત્તિ થાય, એટલે રાગ, દ્વેષ, અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનો ઉપાય છે. ત્રણ શબ્દો જુદા પાડી વિગતવાર સમજી લઇએ. રાગ, દ્વેષ બે શબ્દો અને અજ્ઞાન ત્રીજો શબ્દ. રાગ-દ્વેષ તે ચારિત્ર મોહનીયના ખાતામાં જાય છે અને અજ્ઞાન શબ્દ દર્શનમોહનીયના ખાતામાં જાય છે. આ બે પેટા ખાતેદાર છે. મોહનીય કર્મ મુખ્ય છે, તે દાદો છે. ચારિત્ર મોહનીયનાં બે પ્રકાર, (૧) રાગ અને (૨) દ્વેષ. દર્શન મોહનીયનો એક પ્રકાર તે અજ્ઞાન અને અજ્ઞાનનું બીજું નામ મિથ્યાત્વ. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધીંગણીએ કહ્યું કે મોહ રાજા છે. માયા, મહામૂઢતા તેની પટરાણી છે. અને રાગ કેશરી પાટવીકુંવર છે અને દ્વેષ ફટાયો એટલે નાનો કુંવર છે. ક્રોધ, માન, માયા, લોભ પૌત્રો છે. મમતા અને આસિકત મોહરાજાની બે લાડકી દીકરીઓ છે. બાપને દીકરી બહુ વ્હાલી હોય એટલે તેના ચાળા જુદા હોય છે. આ આખું કુટુંબ જગતના અનંત પ્રાણીઓને નચાવી રહ્યું છે. આખા કુટુંબનું રાજ આ જગત ઉપર ચાલી રહ્યું છે. જ્યારે મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં એના પ્રત્યે તન્મય ભાવ થાય છે. એ તન્મય ભાવ થવો તે જ બંધનું કારણ છે. મર્મ સમજી લ્યો, મોહનો ઉદય થતાં, આત્માનું એ ઉદયમાં તન્મય થવું તે જ બંધનું કારણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મો તો પૂર્વે બાંધેલાં છે. કર્મો બેલેન્સમાં પડ્યાં છે, તે ઉદયમાં આવવાનાં, પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ-લીંક આગળ ચાલતી નથી. ધર્મ કરવો એટલે શું કરવાનું ? સાધના કરવી એટલે શું કરવાનું ? કર્મ તો પૂર્વે બાંધેલાં છે અને તેના સ્વકાળે ઉદયમાં આવે છે. પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ આગળ વધતી નથી અને તે આગળ ન વધે તો જૂના કર્મોની ધારા તૂટી જાય છે. એના કારણે ગાંઠ પણ તૂટી જાય છે. એ ન ભળવાની પ્રક્રિયા કયારે બને ? જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો. આ શાસ્ત્રો એટલા માટે વાંચવાના, સત્સંગ પણ એટલા માટે કરવાનો, જ્ઞાની પુરુષો પાસે એટલા માટે જવાનું, એમના ચરણોમાં એટલા માટે નિવાસ કરવાનો, શ્રવણ, મનન, ચિંતન, નિદિધ્યાસન આ પ્રક્રિયાઓ એટલા માટે કરવાની કે જેથી સ્વરૂપમાં સ્થિર રહેવાય. શાસ્ત્રો એમ જ કહે છે કે તારામાં ઠર. સદ્ગુરુ પણ એમ કહે છે કે તારામાં ઠર. મુમુક્ષુ પણ એમ કહે છે કે તારામાં ઠર. તીર્થંકરો અને અનંત જ્ઞાનીઓ પણ એમ જ કહે છે કે તું તારામાં ઠર. બધા જ્ઞાનીઓને સ્ટેજ ઉપર આવી એક જ વાત કહેવાની છે કે તું તારા પોતાનાં સ્વરૂપમાં ઠર પણ સ્થિર કઇ રીતે રહેવાય? જ્ઞાની પુરુષો કહે છે આ તારામાં જે વૃત્તિઓ ઊઠે છે તેનાથી તું અલગ રહે અને રાગ દ્વેષ ન કરતા તું સમભાવમાં વર્ત તો સ્થિર થઇશ. સમભાવમાં જો વર્તે તો જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય અને નવી ગાંઠ પડે નહિ, બંધાય નહિ. ધર્મ કરવો એટલે શું કરવું? સાધના કરવી એટલે શું કરવું ? ધર્મની ક્રિયા કરવી એટલે શું કરવું ? ફરી સમજી લ્યો. ધર્મ મત કે માન્યતા નથી. ધર્મ જુદા જુદા હોઇ શકે નહિ. ધર્મ અલગ અલગ નથી. કૃપાળુદેવે કેટલીય જગ્યાએ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૦ પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦ કહ્યું છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે જ મારો ધર્મ છે. તમે જૈન હો, હિંદુ હો, મુસલમાન હો, સ્ત્રી હો કે પુરુષ હો, શ્વેતાંબર હો કે સ્થાનકવાસી હો, અગાસવાળા, સાયેલાવાળા, કોબાવાળા હો કે ધરમપુરવાળા હો, ગમે તે હો પરંતુ રાગ દ્વેષ જો શાંત થાય તો “વાળા' બરાબર. નહિ તો વાળા જ વાળા. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ધર્મ અલગ ન હોઈ શકે. રાગ-દ્વેષ છોડવા તે જ સૌનો ધર્મ છે. આનંદધનજી મહારાજે કહ્યું છે કે ધર્મ જીનેશ્વર ભગવાનના ચરણમાં ગયા પછી કોઈ કર્મ બાંધે નહિ. તેમણે આનંદથી ગાયું. ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ જિનેશ્વર. આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે, પણ ધર્મનો મર્મ જાણતા નથી. જો ધર્મનો મર્મ જાણી રાગ દ્વેષ ન કરતાં સમભાવમાં વર્તે તો બે કામ થાય. જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય અને નવાં કર્મની ગાંઠ ન પડે. બે વાત ખ્યાલમાં રાખવી પડે. કોઈ કોઈ વખત જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય છે, પરંતુ નવા કર્મોની ગાંઠ આપણે પાછી બાંધી પણ લઈએ છીએ. જૂની ગઈ, પરંતુ નવી આવી. કર્મ બંધન કરાવનારાં જે પરિબળો છે તેમાં મુખ્ય પરિબળ રાગ છે. રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે આકર્ષણ, ખેંચાણ, રાગ એટલે પ્રલોભન, રાગ એટલે મઝા, સુખ; રાગ એટલે લીનતા અને રાગ એટલે ડૂબી જવું. રાગ આ બધું કામ કરે છે. કપડાં ઉપર પાકો રંગ લગાડો પછી તે ઉખડતો નથી. જૂનો રંગ કાઢવો છે અને નવો રંગ ચડાવવો છે તે માટે આપણે રંગારા પાસે જઈએ છીએ, તો તે કહેશે કે આ જૂનો રંગ એટલો પાકો છે કે નવો રંગ લાગશે કઈ રીતે ? તેમ રાગનો રંગ ચડ્યો છે અને તેના ઉપર ધર્મનો રંગ ચડાવવો છે. જો જૂનો રંગ નીકળે તો નવો રંગ ચડે ને ? આનંદઘનજી મહારાજ કહે છે કે ... આનંદઘન પ્રભુ ! કાળી કંબલીયા, ચડત ન દૂજો રંગ, તજ મન કુમતિ કુટિલકા સંગ. આનંદઘનજી મહારાજે કહ્યું કે આ કંબલ ઉપર કાળો રંગ લાગ્યો છે, તે કેમે કરીને છૂટતો નથી. પણ તે રંગ કાઢવો પડશે. પર વસ્તુ પ્રત્યે જે ખેંચાવું, પર વસ્તુને મૂલ્ય આપવું, પર વસ્તુને મહત્ત્વ આપવું, તેને કહેવાય છે રાગ. રાગ એટલે મુલ્ય, મહત્ત્વ, પ્રતિષ્ઠા, રંગ. રાગ એટલે પર વસ્તુ પ્રત્યેનો અંદરથી રસ. શાંતિથી વિચારજો કે આપણા જીવનમાં રાગ અને રસ કોના પ્રત્યે છે ? ઉપવાસ કર્યા પછી શું યાદ આવી જાય છે ? આવતી કાલે પારણામાં આટલી વસ્તુ તૈયાર રાખજો. એક બેન કહેતાં હતાં કે મારા ઘરવાળા અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરે છે, બહુ તપસ્વી છે, પરંતુ પારણાના દિવસે મને ટેન્શન થઈ જાય છે. એક ચીજ ઓછી હોય તો એમનો પિત્તો ફાટી જાય અને મહાભારત થઈ જાય. ઉપવાસ સારો પણ મહાભારત થાય For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તે ખોટું. એ એટલા માટે થાય છે કે પર વસ્તુ તરફ ખેંચાય છે, રાગ થાય છે. રાગ ન કરવો હોય તો શું કરવું ? રાગ ન કરવો હોય તો ઉદાસીનતા રાખવી. ‘અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા'. જનની એટલે મા. અધ્યાત્મને જન્મ આપનારી કોઇ મા હોય તો ઉદાસીનતા છે. ગંભીર મોઢું, સ્મશાનમાંથી આવતા હોય તેવું મોઢું કે શેરબજારના ભાવો ગગડી ગયા હોય અને મોઢું પડી જાય તે ઉદાસીનતા નથી. ઉદાસીનતાનો અર્થ એ થાય છે કે પદાર્થો અને સંયોગોથી ઉપર ઊઠવું, ઉદ્+આસીન, આસીન એટલે બેસવું.પદાર્થની સાથે નહિ, પદાર્થના નીચે નહિ પણ પદાર્થ, વસ્તુ અને સંયોગોથી ઉપર ઊઠવું. ઉપર ઊઠવું એટલે તેમાં આસક્ત બનવું નહિ, ડૂબવું નહિ. ઉદાસીનતા આવે તો બીજું શું પરિણામ આવે ? ઉદાસીનતા આવે તો તે નિમિત્તે અંદરમાં દ્વેષનો પરિણામ ન આવે. દ્વેષને અલગ રીતે કાઢવાની જરૂર નથી. ઉદાસીનતા આવશે તો દ્વેષ તેની મેળે જશે. દ્વેષને કાઢવાનો ઉપાય પ્રેમ છે. પ્રેમ વગોવાઇ ગયેલ શબ્દ છે એટલે પ્રેમને બદલે મૈત્રીભાવ શબ્દ વાપરીશું. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી હોય. દ્વેષ જાય તો મૈત્રી આવે. જેટલો પદાર્થો પ્રત્યે, વસ્તુ પ્રત્યે અને સંયોગો પ્રત્યે રાગ એટલો વ્યકિત પ્રત્યે દ્વેષ. સમજી લેજો, આ દ્વેષની પેદાશ કેવી રીતે થાય છે ? ટલી રાગની તીવ્રતા હશે તેટલી દ્વેષની પણ તીવ્રતા હશે. ન શ્રેણિક રાજાએ કોણિકને રાજ આપ્યું અને હલ્લ વિહલ્લને હાર, હાથી અને કુંડલ આપ્યા. હવે એક વખત હાથી ઉપર બેસીને હલ્લ વિહલ્લની પત્નીઓ નીકળી અને કોણિકની પત્ની પ્રભાવતીએ આ જોયું. હાર અને કુંડલ સુંદર લાગતાં હતાં. પ્રભાવતીએ પોતાના પતિને કહ્યું, જુઓ, આ રાજ તમારું છે કે બીજા કોઇનું ? રાજ જો તમારું હોય તો હાથી ઉપર આ કુંડલ અને હાર પહેરીને હલ્લ વિહલ્લની પત્ની નીકળે અને હું એમને એમ રહી જાઉં ? આ રાજ તમારું કે બીજા કોઇનું? આ ચાવી ટાઇટ કરવાની રીત છે. હાર ને હાથી પ્રત્યે રાગ થયો, આસક્તિ થઇ, કથા એવી દુઃખદ છે કે તેના કારણે યુદ્ધ થયું અને એ યુદ્ઘમાં એક કરોડ એંશી લાખ માણસોનો સંહાર થયો. પરિણામ એ આવ્યું કે સેચનક હાથી, હાર અને કુંડલ કોઇના ન રહ્યાં. યુદ્ધ થયું અને કેટલાય માણસો ખતમ થયા. પરંતુ એના મૂળમાં કોણ ? રાગ. રાગ હશે તો દ્વેષ આવ્યા વગર રહેશે નહિ. તમે ભલે પ્રેમનાં ગીતો ગાવ અને પ્રેમની વાત કરો પણ એનાથી જીવનમાં પરિવર્તન નહિ આવે. રાગ, દ્વેષને લાવ્યા વગર રહેશે નહિ. એટલા માટે કહ્યું કે વસ્તુ નિમિત્તે વ્યકિત ઉપર દ્વેષ થાય છે. પદાર્થ જડ, વસ્તુ જડ અને તેના નિમિત્તે જીવતા માણસની સાથે દ્વેષ ? કુટુંબમાં, ઘરમાં આગ લાગે છે, તે કાંઇ અમસ્તી લાગતી નથી. રાગની આગ લાગે છે. બધી આગ ઓલવાઇ જાય, પણ રાગની આગ ઓલવાતી નથી. આ રાગ નિમિત્તે દ્વેષ. જુઓ ! આ પૃથક્કરણ જુઓ ! રાગ વગર દ્વેષ નહિ થાય, અને રાગ ગયા વગર દ્વેષ નહિ જાય. ૫૧ ફરીથી સમજી લો, ગમે તેટલી પ્રેમની વાતો કરો, લોકો કરે જ છે ને ? પ્રેમથી રહો, હળીમળીને રહો, હસતાં હસતાં રહો, પણ કયાંથી રહેવાય ? વચમાં વસ્તુઓ અને પદાર્થ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૨ પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્યાંક-૧૦૦ આવે છે ને? ઘર આવે છે ને ? જમીન આવે છે ને ? અમે એક ગામમાં વહોરવા ગયેલા. પાંચ-સાત ઘર હશે. એક ભાઈ અમારી સાથે ઘર બતાવવા આવ્યા. ત્રણ-ચાર ઘેરથી આહાર લીધો પછી ત્યાં ઊભા રહ્યા અને મને કહે કે મહારાજ ! ઓલું સામું દેખાય છે તે પણ જૈનનું ઘર છે, તમે ત્યાં જાવ. મેં કહ્યું કે તમે સાથે નહિ આવો? ના, એ ઘેર હું પગ મૂકતો નથી? મેં પૂછ્યું એમ કેમ ? કોણ છે એ? તો કહે મારો સગો ભાઈ છે અને અમારે ત્રણ ચાર વર્ષથી પાંચ ફૂટના ઓટલા માટે કેઈસ ચાલે છે. પાંચ ફૂટના ઓટલા માટે કેટલાં વેર વિરોધ? સામાયિક અને પ્રતિક્રમણ કરે છે, ઉપવાસ કરે છે, મિચ્છામિ દુકકડે બોલે છે પણ પાંચ ફૂટનો ઓટલો કોનો ? તે નક્કી થવું જોઈએ. આ રાગનું જોર છે, રાગની તાકાત છે. જગતમાં ચારે તરફ જો કંઈ પીડા હોય તો રાગની પીડા છે. શાસ્ત્રો એમ કહે છે કે વસ્તુ પ્રત્યે રાગ થાય છે અને જીવ પ્રત્યે દ્વેષ થાય છે. પુનરાવૃત્તિ કરીને કહું છું કે વસ્તુ, પદાર્થ પ્રત્યે રાગ થાય છે અને દેહ પ્રત્યે પણ રાગ થાય છે. દેહ પણ જડ છે. તે નિમિત્તે અંદર દ્વેષ થાય છે. દ્વેષ થયા પછી ચારે કષાયો પોતાના કામે લાગી જાય છે. છેલ્લી વાત, આ રાગ અને દ્વેષ એ બંને આત્માને ભૂલાવીને પર વસ્તુમાં જે તન્મયતા કરાવે છે, એ તન્મયતા કરાવનાર પરિબળને અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનનું જેમ કામ છે તેમ અજ્ઞાનનું પણ કામ છે. અજ્ઞાન પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે, માટે કહ્યું કે રાગ, દ્વેષ, અને અજ્ઞાન વગેરે કર્મોના ઉદયમાં ન તણાતાં, સર્વ પર પદાર્થોથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણીને એમાં સ્થિર થવું તે જ મોક્ષનો માર્ગ છે. શું સાધના કરવાની ? શું ધર્મ કરવાનો? શેની ઉપાસના કરવી ? પરમાત્માની, સદ્ગુરુની, સશાસ્ત્રની, સદ્ધર્મની. પરમાત્મા એ જ હોઈ શકે જેઓ પોતે સ્વયં વીતરાગ છે, રાગ દ્વેષથી મુક્ત છે. સદ્ગુરુ પણ એ જ હોઈ શકે કે જેઓ રાગ દ્વેષને જીતવા માટેનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. સત્ શાસ્ત્રો એ જ હોઈ શકે જેમાં રાગ દ્વેષને કેમ જીતવાં, તેની પ્રક્રિયા બતાવી હોય અને સદ્ધર્મ પણ એ જ હોઈ શકે જેનાથી રાગ દ્વેષ જીતાતાં હોય. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ, સમ્યગુદૃષ્ટિ ગુણઠાણાં થકી જાવ લહે શિવશર્મ. જેટલા જેટલા અંશમાં રાગની ઉપાધિ, દ્વેષની ઉપાધિ, અજ્ઞાનની ઉપાધિ ઓછી થાય, તેટલા અંશમાં ધર્મ. ધર્મનું સરવૈયું કાઢવું હોય તો ઉપાય એ છે કે રાગ દ્વેષ જેટલાં ઘટ્યાં એટલો ધર્મ વધ્યો. જેમ જેમ રાગ, દ્વેષ, અજ્ઞાન ઘટતાં જાય તેમ તેમ ધર્મ ખીલતો જાય, એક ક્ષણ એવી આવે કે રાગ, દ્વેષ, અજ્ઞાન સંપૂર્ણપણે દૂર થાય, પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય, પરિપૂર્ણ ધર્મ એનામાં પ્રગટ થાય. આવો પરિપૂર્ણ ધર્મ પ્રગટ થાય એવી અવસ્થાને મહાપુરુષોએ મોક્ષ કહ્યો છે. આવો મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય તે જ મોક્ષનો પંથ છે. ફરીથી, ધર્મો અનેક હોઈ શકે નહિ, ધર્મો અલગ અલગ હોઈ શકે નહિ, ધર્મના સંપ્રદાય કે મત હોઈ શકે નહિ, માન્યતા હોઈ શકે નહિ. ધર્મ કોઈ વ્યક્તિનો હોઈ શકે નહિ. ધર્મ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૩ કોઈની મિલકત નથી, થાપણ નથી, ધર્મ એ પ્રાણીમાત્રનો અધિકાર છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. જેને ધર્મ કરવો છે તેને પરમકૃપાળુદેવે કહ્યું છે કે મુખ્ય આ સાધના છે, બાકી બધી સાધના આના માટે કરવાની છે. આ સામાયિક, આ પ્રતિક્રમણ, પૂજા, દેવદર્શન, દેવવંદન, ઉપવાસ, તપ, સત્સંગ, સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન, તત્ત્વ વિચાર, ભક્તિ આ બધું શેના માટે છે ? આ મુખ્ય ગાંઠ તોડવા માટે છે. હર પળે અંદર જોવું પડશે. બીજા તરફ જોવાની વાત નથી કરતા. બીજા તરફ જોવામાં આપણે બહુ નિષ્ણાત છીએ. બીજાના રાગ દ્વેષ કેટલા ઘટ્યા તેનો તાળો આપણી પાસે છે. પરંતુ ભાઈ ! તારો તાળો તો મેળવ. બીજાના રાગ દ્વેષ ઘટ્યા કે ન ઘટ્યા તેનું તારે શું કામ છે? પણ તારા પોતાના રાગ, દ્વેષ કેટલાં ઘટ્યા તે જો. મહાપુરુષો કહે છે કે રાત દિવસ શેનો વિચાર કરવો ? શાનું ચિંતન મનન કરવું? આપણાં રાગ, દ્વેષ, અજ્ઞાન કેટલાં ઘટ્યાં, છૂટ્યાં, તૂટ્યાં, ઓછાં થયાં, દબાયાં, ઉપશમ પામ્યાં, ક્ષય પામ્યાં તે વિચારવું. એનું બળ કેટલું તૂટ્યું ? રાગ દ્વેષનું બળ તૂટતું જાય, પછી તમારું આત્માનું બળ વધતું જાય તેનું નામ અધ્યાત્મ અને રાગ દ્વેષનું બળ વધતું જાય અને તમારું બળ ઘટતું જાય તેનું નામ સંસાર. તમારું બળ શેનાથી વધશે ? પૈસાથી નહિ, સત્તાથી નહિ, રૂપથી નહિ, બહારના પદાર્થોથી નહિ. જેટલા રાગ દ્વેષ ઘટે તેટલું તમારું બળ વધે અને જેટલાં રાગ દ્વેષ વધે તેટલું તમારું બળ ઘટે. આત્મબળ એ સૌથી મોટું બળ છે. ગૌતમ સ્વામીને કેશીકુમારે પ્રશ્ન કર્યો, પ્રભુ! હું આપને જોઉં છું. આપ મુક્ત અને સ્વતંત્ર લાગો છો. કોઈ બંધન આપનામાં દેખાતું નથી. આપ બંધનથી કેવી રીતે મુક્ત બન્યા ? કેશીકુમાર ભગવાન પાર્શ્વનાથના ગણધર છે, તેઓ મહાવીર સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને પૂછે છે. બન્ને પ્રેમથી મળ્યા છે, સાથે બેસીને ચર્ચા કરે છે તે વખતે ગૌતમ સ્વામીજીએ કહ્યું કે रागदोषादओ तिव्वा, नेहपासा भयंकरा । ते छिदित्तु जहानायं, विहरामि जहक्कम्मं ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર. ૨૩/૪૩) કેશીકુમાર ! રાગ, દ્વેષ, મોહ વગેરે તીવ્ર સ્નેહ પાશો છે, મજબૂત પાશો છે. મજબૂત બંધન છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી, જ્ઞાનની ધારદાર તલવારથી, એ પાશો છેદીને, મુક્ત બનીને અમે વિહરી રહ્યા છીએ. અમારા જીવનમાં હવે દુઃખ નથી, ભય નથી, ચિંતા નથી, શોક નથી, આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ છે. આનું નામ ધર્મ. “રાગ દ્વેષ અજ્ઞાન' એ મુખ્યકર્મની ગાંઠ છે. કર્મનો માલ આ ગાંઠમાંથી તૈયાર થાય છે. અને રાગ, દ્વેષ અજ્ઞાન આ ત્રણે તેમાં સાથે હોય છે. અજ્ઞાન વગર રાગ નહિ અને રાગ વગર દ્વેષ નહિ. આ રાગ દ્વેષ અને અજ્ઞાન આ ત્રણેનું એકત્વ એ ગાંઠ. એ ગ્રંથિથી નિવૃત્તિ થાય તો કર્મબંધ છૂટે. લોકો કહે છે, બહુ સાંભળ્યું. હવે નિવૃત્ત થયું છે. લોકોની ભાષા અને સમજ અભુત હોય છે. આપણને થાય કે ફળદ્રુપ ભેજું છે. કેટલું સાંભળવું ? બસ, બહુ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્યાંક-૧૦૦ થયું. કેટલાય આશ્રમોમાં જઈ આવ્યાં પણ કયાંય ઠરીને રહી શકતા નથી. ' એક ઠેકાણે ઠરવું. કોનામાં કરવું ? બહાર કરવા જેવું છે જ નહિ. બહારથી નીકળીને અંદર કરવા જેવું છે. પણ રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ ઠરવા દેતા નથી. ખો-ખો ની રમત જોઇ હશે. એક છોકરો બેઠો હોય અને પાછળથી બીજો આવીને કહે ખો, એટલે તે દોડવા લાગે. તમે ધ્યાન કરવા બેઠા હો અને રાગ આવીને કહે હો, તો તમે તુરત જ ઊભા થઈ જાવ, જરાય વાર ન લાગે. આમ તો તમે પ્રેમ અને મૈત્રીની વાત કરતા હો અને દ્વેષ આવીને કહે ખો, તો પ્રેમ ગયો, મૈત્રી ગઈ. આ ખો ખોની રમતમાંથી મુક્ત થવાની જરૂર છે. બહુ રમ્યા, રમી રમીને ઘરડા થઈ ગયા. અનંતકાળ આ રમતમાં ગયો. પરમકૃપાળુ દેવ કહે છે કે, “થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ.” આ ધર્મમાં મતભેદો નથી, આ ધર્મમાં શાસ્ત્રોનો વિરોધ નથી, અલગ અલગ કોઈ પ્રક્રિયા નથી. આ ધર્મમાં કોઈ હઠાગ્રહ-મતાગ્રહ નથી. સર્વને સંમત થાય તેવો ધર્મ છે, કારણ કે જ્ઞાની પુરુષોએ કહેલો છે. વ્યવહાર સમક્તિની વ્યાખ્યા કરતી વખતે એમ કહ્યું કે સદૈવ, સદ્ગુરુ, સદ્ધર્મ અને સન્શાસ્ત્રની શ્રદ્ધા તે સમતિ. વીતરાગ હોય તે જ પરમાત્મા-સવ અને તેમની શરણાગતિનો સ્વીકાર. રાગદ્વેષને જીતવા માટે રાત દિવસ પુરુષાર્થ કરે તે સદ્ગુરુ. દશવૈકાલિકમાં શ્રમણ શબ્દ છે. શ્રમ શબ્દમાંથી શ્રમણ શબ્દ બન્યો છે, શ્રમ એટલે મહેનત કરનારો. ભગવાન મહાવીરનો સાધુ એ શ્રમણ છે, મહેનત કરનારો છે, એ શેના માટે મહેનત કરે છે? રાગ દ્વેષને જીતવા માટે, એટલા માટે તેમને સદ્ગુરુ કહ્યા. જેમાં રાગ દ્વેષને જીતવાની પદ્ધતિ બતાવી, પ્રક્રિયા છે તે સન્શાસ્ત્ર.રાગ દ્વેષ જેનાથી જીતાય તેવી જે પ્રક્રિયા તેનું નામ સદ્ધર્મ છે. સવ, સશાસ્ત્ર, સદ્ગુરુ અને સદ્ધર્મ તેની પ્રતીતિ, એની શ્રદ્ધા એનું નામ વ્યવહાર સમ્યગ્દર્શન અને તેની પ્રતીતિ કરીને રાગથી, દ્વેષથી અને અજ્ઞાનથી નિવૃત્ત થવું, એવી અવસ્થા થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. બે સભ્ય દર્શન સાથે જો થાય તો તે મોક્ષનો પંથ છે. નિઃશંકપણે પરમકૃપાળુદેવે વાત કરી છે કે સો ટકા આ જ મોક્ષનો માર્ગ છે. બીજો માર્ગ હોઈ શકે નહિ. અનંતકાળથી ધર્મ કર્યો છે, પણ રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ થઈ નથી માટે આત્મ સ્વરૂપને ઓળખવું. અને સ્વરૂપને ઓળખીને પર પદાર્થ પ્રત્યે જે ઢળવાપણું છે તે ટાળવું અને પર વસ્તુની આસક્તિને કારણે બીજા જીવો પ્રત્યે જે દ્વેષ થાય છે તેને દૂર કરવો. ત્રણ શબ્દો મળ્યાં, એક શબ્દ ઉદાસીનતા, બીજો મૈત્રી અથવા પ્રેમ અને ત્રીજો શબ્દ વસ્તુ તત્ત્વ જેમ છે તેમ તેનું યથાર્થ જ્ઞાન. આની સામે પણ ત્રણ શબ્દો છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન. આ તમામ શાસ્ત્રો આ ત્રણ શબ્દો ઉપર છે. એક સપોર્ટર છે અને એક વિરોધી છે. જે વિરોધી તેને આપણે સપોર્ટર માન્યા અને જે સપોર્ટર છે તેને આપણે વિરોધી માન્યા. રાગનો રાગ એ અનંતાનુબંધી કષાય છે. રાગની મીઠાશ આપણને ગમે છે. એટલા માટે કહ્યું કે મોટો ભોરીંગ નાગ ફૂંફાડા મારતો આવતો હોય, તો આપણે તેનાથી ડરીને ચેતી જઈએ. પણ ઉંદર મામા આખી રાત કરડે, આખો પગ ફોલી ખાય પણ તેના મોંમા રસાયણ હોવાથી For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૫. ફૂંકી ફંકીને કરડે છે તેથી ખબર પડતી નથી તેમ રાગ બહુ મીઠો છે. ફોલી ખાય છે પણ ખબર પડતી નથી. આ રાગની મીઠાશ છે, રાગ ગમે છે, વ્હાલો લાગે છે. જ્યાં સુધી રાગનો રાગ છે, ત્યાં સુધી ધર્મની શરૂઆત થઈ શકશે નહીં. સમજાયું કાંઈ ? રાગ તો સારો નહિ, પણ આ રાગનો રાગ બહુ ભૂંડો. આપણને જે કાંઈ છે તે રાગ નથી પણ રાગનો રાગ છે. રાગ પ્રિય છે. જેટલો રાગનો રાગ તેટલો દ્વેષ તીવ્ર. હજાર ઉપાય તમે કરશો. અને હજાર ગીત તમે ગાશો કે “પ્રેમ કી ગંગા બહાતે ચલો'. કયાંથી બહાવે ? અંદર રાગની આગ છે ત્યાં પ્રેમની ગંગા કયાંથી બહાવે ? અરે ! વિશ્વ દાવાનળ ત્યાં સળગશે. દ્વેષ એટલા માટે થાય કે વસ્તુ પ્રત્યે રાગ થાય અને જીવતી વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય. કેટલીયે ઘટનાઓ ઘરમાં ઘટે છે. ત્રણ ભાઈઓ વચ્ચે ઘરની વસ્તુઓનું વિભાજન કરવાનું હતું. વિભાજન કરતાં કરતાં છેલ્લે એક ઓશીકું વધ્યું. હવે શું કરવું ? તો ત્રણ ભાગ કરો. કોઈ ઓશીકું છોડવા તૈયાર નથી અને ત્રણ ભાગ કરો તો કોઈના માથા નીચે મૂકવાના કામમાં ન આવે. કામમાં આવે કે ન આવે, પણ ભાગ તો સરખા જ કરવા પડે. ન કરો તે ન ચાલે. આ કોણ કહેવડાવે છે ? ઓલો રાગ. રાગ શું કરાવે છે ? રાગ દ્વેષ કરાવે છે. રાગમાંથી દ્વેષ આવે છે. અજ્ઞાન રાગ પેદા કરે છે અને રાગ દ્વેષ પેદા કરે છે. દ્વેષ આપણને ડહોળી નાખે છે. તમારે શું કરવું છે, તે કહો. શાંતિથી જીવવું છે? પ્રેમથી જીવવું છે ? ધર્મ કરવો છે? કોઈને હાલાં થવું છે? હાલાં અને વાળાં કાઢી નાખો. પેકીંગ અને રીબન કાઢી નાખો. નગદ ધર્મ, ઉધાર નહિ, આ ક્ષણે થાય. મંદિરમાં ગયા અને રાગ ઘટ્યો તો સફળ થયા. સદ્ગુરુ પાસે ગયા અને રાગનો અંશ ઘટ્યો તો દર્શન સફળ. પ્રવચનમાં ગયા અને રાગનો અંશ તૂટયો તો પ્રવચન સફળ. કંઈ પણ ઘટ્યું નહિ, ગયું નહિ તો મોટું મીંડું. અહીં ૧૦૦મી ગાથા પૂરી થાય છે. અમારી દૃષ્ટિએ હવે જે ૧૦૧મી ગાથા આવે છે તે એટલા માટે અત્યંત ગહન છે કે આખો દ્રવ્યાનુયોગ આમાં ભર્યો છે. આ તમારો ખજાનો છે. આ ગાથામાં જેટલી સાધના છે તે બહાર નહિ દેખાય. આમાં કોઈ બહારના સાધનો નથી, અનુષ્ઠાન નથી. કોઈ કર્મ કાંડ નથી. અહીં એવી સાધના છે, જે અંતરમાં જ થાય અને આત્મામાં અંતરની અવસ્થામાં એ ઘટના ઘટે. સમગ્ર ધર્મનો દ્રવ્યાનુયોગનો પાયો આ એકસો એકમી ગાથામાં છે. જ્યારે પાછા મળીશું ત્યારે આ ગાથાને લક્ષમાં રાખી ચિંતન કરીશું. અત્યારે આ વાત શુષ્ક અને કઠિન પડે તેવી છે પણ અમે કહીએ છીએ કે તમે સાંભળો ને સાંભળો, અમને તમારી ગરજ છે. અમે એમ ઇચ્છીએ છીએ કે વહેલી તકે સાગમટે મોક્ષમાં જઈએ. કાઠિયાવાડમાં કહે છે ને કે સાગમટે જમવા આવજો. મિત્રો અને સગા સબંધીને લાવજો. હું પણ એમ જ કહું છું કે આપણે સાગમટે મોક્ષમાં જઈએ. આ જ રસ્તો છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ પ્રવચન ક્રમાંક - ૭૨ ગાથા કમાંક - ૧૦૧ આત્માનું સ્વરૂપ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) “સતુ” એટલે “અવિનાશી', અને “ચૈતન્યમય' એટલે “સર્વ ભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય' “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો”, “કેવળ' એટલે “શુદ્ધ આત્મા’ પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. (૧૦૧) અહીં આ ગાથાથી મહત્ત્વનો વળાંક આવે છે. અત્યાર સુધી દાર્શનિક ચર્ચા થઈ, તત્ત્વજ્ઞાનની ચર્ચા થઇ, પદાર્થ વિજ્ઞાનની, અધ્યાત્મ પદાર્થ વિજ્ઞાનની ચર્ચા થઈ. આંતરિક તત્ત્વની વાત કરી જેમ કે આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે વિગેરે આ પારમાર્થિક દાર્શનિક ચર્ચા થઈ. હવે ૧૦૧ ગાથાથી જે ચર્ચાનો પ્રારંભ થાય છે તે સમગ્ર જૈનદર્શનની સાધના છે. સમગ્ર જૈનદર્શનના વિવિધ અંગોને સંકલિત કરીને એક કેન્દ્ર ઉપર સમગ્ર સાધનાને પ્રગટ કરવી એવો અલૌકિક દૃષ્ટિકોણ આ ગાથાઓમાં જણાવેલ છે. આ ૧૦૧થી ૧૪૨ સુધીની ગાથાઓમાં અલગ અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. સાધક કેવી સાધના કરે, તેને કયા કયા પ્રત્યાઘાતો થાય છે? કેવી કેવી ભ્રમણાઓ થાય છે ? આટલું બધું સાંભળ્યા પછી પણ કેવી કેવી મિથ્યા માન્યતા હોય છે? કેવા આગ્રહો હોય છે ? કેવા હઠાગ્રહો હોય છે અને સાધનની બાબતમાં કેટલાં જુદાં જુદા મતભેદો હોય છે, અને એ બધાને કારણે સાધક કેવો અટવાતો જાય છે? તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો, તેણે સંસાર છોડ્યો, પદાર્થોને અનિત્ય જાણ્યા, સંસારનો ત્યાગ કરી મુનિપણાનો સ્વીકાર કર્યો. આ બધું કરવા છતાં, આગ્રહ તેમાંથી ગયો નથી. મત અને માન્યતા ગઈ નથી, એ અટકાવે છે, અવરોધ કરે છે, પ્રતિબંધ કરે છે અને તેના કારણે સાધક અટકે છે. મોક્ષ મેળવવો સહેલો નથી તેમ કઠિન પણ નથી. મોક્ષ મેળવવો સહેલો છે પણ માન્યતાઓ છોડવી કઠિન છે. તેના જ કારણે માનવ જુદી જુદી માન્યતા અને અભિપ્રાયને કારણે એ સાધક ન રહેતાં અટવાઈ જાય છે. બહુ શાંતિથી, ધીરજથી, હવેની બે ગાથાઓ અત્યંત તન્મયતાપૂર્વક સમજવા પ્રયત્ન કરજો. જેટલા ઊંડાણમાં જવાય, જેટલી ડૂબકી મારી શકાય, જેટલું તન્મય થવાય, જેટલું તરૂપ થવાય, જેટલી ગહનતા અને એકાગ્રતામાં જવાય તેટલો માનસિક અથાગ પુરુષાર્થ કરજો. આખી ગાથાનો એક એક શબ્દ સમજવા પ્રયત્ન કરજો. તમે ઘણા બુદ્ધિશાળી છો, મોટા ઉદ્યોગપતિ છો અને કરોડો રૂપિયાની હેરફેર કરનારાઓ છો. તમારામાં બુદ્ધિ ઓછી નથી પણ એ સમગ્ર બુદ્ધિ આ એક જ કામ માટે વાપરજો. આચાર્યોએ કહ્યું છે કે બુદ્ધિનું ફળ તત્ત્વ વિચારણા છે. તત્ત્વનિશ્ચય For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૭ કરી, તત્ત્વની પ્રાપ્તિ કરવી તે છે. બુદ્ધિ આટાપાટાના ખેલ કરવા માટે નથી. કોઇને વેતરવા માટે નથી. બુદ્ધિ તો ઘણા ખેલ કરે છે અને આપણે જે દુઃખી થયા છીએ તે બુદ્ધિના ખેલને કારણે થયા છીએ. એ બુદ્ધિને તત્ત્વવિચાર, તત્ત્વજ્ઞાન અને તત્ત્વનિર્ણય તરફ વાળવી છે. વ્યવહારમાં ઓછી બુદ્ધિ ચાલશે પણ પરમાર્થમાં ઓછી બુદ્ધિ નહિ ચાલે. તમારી માન્યતા જુદી છે કે વ્યવહારમાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિમત્તા જોઇએ, અને પરમાર્થમાં ઉપલો માળ ખાલી હોય તો ચાલે, આ માન્યતામાંથી બહાર આવજો. ઉપલો માળ ખાલી નહિ ચાલે, તીવ્રતમ બુદ્ધિમત્તા જોઇશે. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्धयैव, तद्विघात: प्रसज्यते ॥ જેને અધ્યાત્મની અને પરમાર્થની સાધના કરવી છે તેણે સ્થૂળ બુધ્ધિથી નહિ, પણ સૂક્ષ્મ બુદ્ધિથી તત્ત્વ જાણવું પડશે. બુદ્ધિને સૂક્ષ્મ કરવી પડશે. ઝીણામાં ઝીણી વસ્તુ પકડવી હોય તો મોટો સાણસો કામમાં ન આવે પણ ત્યાં ઝીણું સાધન જોઇએ. જગતમાં ઝીણામાં ઝીણો તો આત્મા છે. તેને પકડવા સ્થૂલ નહિ પણ સૂક્ષ્મ બુદ્ધિ જોઇએ. એવી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે પરમાર્થને જાણો, વિચારો, સમજો અને પરમાર્થનો નિર્ણય કરો. ‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે મોક્ષપંથ એ રીત’ફરીથી આ ગાથાનો ઉચ્ચાર કરીએ અને ઉચ્ચાર વખતે ખ્યાલમાં રાખીએ કે કયા કયા શબ્દો કયાંથી છૂટા પાડવા. ‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત' આટલો ભાગ જોઇએ. જૈનદર્શનના સારરૂપનિચોડરૂપ આ ગાથા છે. આના ઉપર આખું જૈનદર્શન ઊભું છે. આ ગાથામાં હજારો શાસ્ત્રો સમાયાં છે. વાત મોક્ષની છે. પરંતુ મોક્ષ થાય કોનો ? કેવી રીતે થાય ? શું કરવાથી થાય ? અને તે કરવા માટે શું કરવું પડે ? આ મદ્દાઓ સમગ્ર જૈનદર્શનના પાયામાં છે. સાધનાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આત્મા વિષે જે ભ્રમણાઓ છે, તેની વાત કૃપાળુદેવ કરે છે. સર્વાભાસ – સર્વપ્રકારનાં જે આભાસો છે એનાથી રહિત. સ્થૂળ પણ આભાસો અને પર્યાયાર્થિક નયથી આત્મામાં વર્તમાન અવસ્થામાં જે કંઇપણ દેખાય છે તે પણ આભાસ. એ બધા આભાસોથી અને ભ્રમણાઓથી આત્માને જુદો પાડવો પડશે. પર્યાયાર્થિક નયથી આત્મામાં વર્તમાનમાં જે વિભાવો વિકારો દેખાય છે, રાગદ્વેષ દેખાય છે, કષાયો દેખાય છે અથવા વિપરીત ભાવો દેખાય છે, તે દેખાતા હોવા છતાં, અંદર હાજર હોવા છતાં, આત્મામાં ઘટતા હોવા છતાં, આત્મામાં વેદાતા હોવા છતાં, અને આત્માના ક્ષેત્ર ઉપર આ ફૂલતા ફાલતા હોવા છતાં, તે બધાથી આત્મા જુદો છે. તેની હાજરી હોવા છતાં આત્મા તેનાથી જુદો છે. સમજવા પ્રયત્ન કરજો. જે વખતે રાગ અંદર દેખાય છે, આસક્તિ છે, રાગનો ભાવ છે, રાગની તીવ્રતા છે, રાગનો વિકાર ઊઠે છે તે વખતે પણ રાગથી આત્મા જુદો છે તેમ જ્ઞાની પુરુષ કહે છે. જે વખતે રાગ દેખાય તે વખતે રાગથી આત્મા જુદો છે, તું રાગને જોવે છે પણ તું રાગથી જુદો આત્મા છે, તેને કેમ નથી જોતો ? જે વખતે રાગ છે તે વખતે રાગની હાજરીમાં, રાગથી For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા માંક-૧૦૧ જુદા આત્માને જોવો તે દર્શનની કળા છે. જ્યાં સુધી રાગથી જુદા આત્માને રાગની હાજરીમાં તમે નહિ જોઈ શકો ત્યાં સુધી રાગથી આત્માને જુદો પાડી નહિ શકો. જુદો જે પાડવો છે તે આત્માને પાડવો નથી, જ્ઞાનને પાડવું નથી, જુદો જે પાડવો છે તે રાગને પાડવો છે. રાગ જુદો જો ન હોય તો રાગને જુદો પાડી ન શકાય. સોની સોના ઉપર જ્યારે કામ કરે છે ત્યારે સોનું બચાવી લે છે, પરંતુ સોનામાં જે ભળ્યું છે તેને કાઢવા માટે તેજાબ અને અગ્નિનો ઉપયોગ કરે છે. બધી જ મથામણ સોનામાં જે ભળ્યું છે તેને કાઢવા માટે છે. દાગીનામાં જ્યારે અન્ય દ્રવ્ય ભળેલાં હોય ત્યારે પણ સોની સોનું અને અન્ય દ્રવ્ય તે બન્નેને જુદાં જોઈ શકે છે. તે જુદા જોતો હશે તો જુદા પાડી શકાય. શાસ્ત્રો એમ કહે છે કે આત્મા અને રાગ અનંત કાળથી જુદાં છે અને સાથે પણ છે. તે માટે બે શબ્દો સમજી લેવા જેવા છે. એક શબ્દ છે સ્વભાવ અને બીજો શબ્દ છે વિભાવ. વિભાવનો બીજો અર્થ છે સંસ્કાર. સ્વભાવ ત્રણે કાળ છે. સ્વભાવ બહારથી આવે નહિ. સ્વભાવ બદલાવી શકાય નહિ. સ્વભાવને ટાળી ન શકાય, એને દૂર પણ કરી શકાય નહિ. સ્વભાવનો નાશ પણ કરી શકાય નહિ. સ્વભાવ અનાદિથી છે. તેની આદિ નથી, તેનો અંત પણ નથી. કયારે ગોળ ગળ્યો ન હતો ? અને કયારે ગોળ ગળ્યો નહિ હોય ? તમે એમ તો નહિ કહી શકો કે “ગોળ સો વર્ષ પહેલાં ગળ્યો ન હતો. આજે ગળ્યો છે અને અમુક વર્ષ પછી કડવો થઈ જશે, ગોળ ત્રણે કાળ ગળ્યો જ છે અને ગળપણ તે તેનો સ્વભાવ છે. સ્વભાવ વગર વસ્તુ રહી શકતી નથી. પોતાના સ્વભાવને ખોવાની, ટાળવાની કે સ્વભાવ રહિત થવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈ એવી ઘટના ઘટતી નથી કે સ્વભાવ રહિત થઈ શકાય. તમારા ખ્યાલમાં લાવવા પ્રયત્ન કરજો. સ્વભાવરહિત થઈ શકાય નહિ. તમારો સ્વભાવ જ્ઞાન છે, તો જ્ઞાન રહિત થઈ નહિ શકો. નિગોદમાં હો તો પણ જ્ઞાન રહિત નહિ થઈ શકાય અને ૧૩માં ગુણસ્થાને પણ જ્ઞાન રહિત ન થઈ શકાય. ચોથા ગુણસ્થાને હો કે સિદ્ધ અવસ્થામાં હો, પણ જ્ઞાનરહિત નહિ થઈ શકાય. સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી અનંત અનંત કાળ રહો તો પણ જ્ઞાનરહિત નહિ થઈ શકાય કારણ એ સ્વભાવ છે. સ્વભાવ પ્રાપ્ત કરાતો નથી. તેમાં અનુગ્રહ કે કૃપા કામમાં નહિ આવે. સ્વભાવ તો છે જ, સ્વભાવ હોય જ. સ્વભાવ વગર વસ્તુ કે દ્રવ્ય ન હોય. એ તેનું બંધારણ છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવને લઈને ટકે છે અને જીવે છે. અનંતકાળથી સ્વભાવ છે, સ્વભાવ અનંતકાળ રહેવાનો છે પરંતુ સ્વભાવની સાથે જે આ સંસ્કાર પડે છે તે અનંતકાળ રહે તેમ નથી. ક્રોધ એ સંસ્કાર છે. રાગ સંસ્કાર છે. દ્વેષ સંસ્કાર, હિંસા સંસ્કાર, વાસના સંસ્કાર, કામવાસના એ પણ સંસ્કાર ને અહંકાર એ પણ સંસ્કાર છે. આ સંસ્કાર અનાદિકાળથી છે પણ અનંતકાળ સુધી રહેતા નથી. જ્યાં સુધી તમારી કૃપા હશે ત્યાં સુધી રહેશે. તમે કહેશો કે રહો તો રહે. મહેમાનને તમે રોક્યા છે, મહેમાન તો જવા તૈયાર છે. રાગ દ્વેષને તમે રોકયા છે, તેઓ જવા તૈયાર છે. ક્રોધને તમે રોક્યો છે, ક્રોધ તો For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૯ જવા તૈયાર છે. પણ પાયાની ભૂલ એ છે કે પોતાનો આત્મા અને રાગ જુદા છે, તેનું આપણને ભાન નથી. સંસ્કાર અને સ્વભાવ બંને જુદાં છે. સંસ્કાર અનાદિ કાળથી સાથે છે પરંતુ તેના માટે એક નિયમ છે કે તે અનંતકાળ રહી શકે તેમ નથી. તો કેમ રહ્યા ? તમે રાખ્યા એટલે રહ્યા. જ્યાં સુધી રહેશે ? તમે રાખશો ત્યાં સુધી રહેશે. એમ પૂછશો નહિ કે રાગ કેમ દૂર થાય ? તમારે રાગને રાખવો હોય તો રાખી શકશો અને કાઢવો હશે ત્યારે કાઢી શકશો. તમે મનમાં એમ નક્કી કર્યું હોય કે આ પાડોશીને અહીંથી કાઢવો છે તો કાઢે જ છૂટકો કરો ને! એની પાછળ પડીને પણ તમે કાઢ્યા વગર રહેતા નથી તેમ રાગને કાઢ્યા વગર તમે રહી શકવાના નથી કારણ કે રાગ સ્વભાવ નથી. પરમકૃપાળુદેવ કહે છે કે આત્મામાં રાગનો વિકારી પર્યાય જે દેખાય છે તે આભાસ છે, પણ તેનાથી ચૈતન્યમૂર્તિ આત્મા તે વખતે પણ જુદો છે માટે જુદો પાડી શકાય છે. જો જુદો ન હોય તો જુદો પાડી શકાય નહિ. એજીન સાથે ડબ્બો જોડાયો છે અને મજબૂત શેન્ટીંગ થયું છે. પરંતુ બીજા સ્ટેશને ગયા પછી ડબ્બો જુદો પાડવો હોય તો પાડી શકાય છે. કારણ કે શેન્ટીંગ થયું ત્યારે બંને જુદા હતા. રાગ અને આત્મા બન્ને એક ક્ષેત્રમાં દેખાતા હોવા છતાં બંને જુદા છે. રાગ દેખાય છે તેમાં ના નહિ. વેદાંત અને સાંખ્યદર્શન રાગની ના પાડે છે પરંતુ જૈનદર્શન રાગની હા પાડે છે પણ રાગ હોય તે વખતે ચૈતન્યતત્ત્વ આત્મા રાગથી જુદો છે તેમ સ્વીકાર પણ કરે છે અને કહે છે કે રાગ જુદો છે તેથી તેને કાઢી શકાય છે. આ શું કહેવાઈ રહ્યું છે ? તમે કહો છો કે શું કરીએ ? આ કષાયો શાંત થતા નથી. તું ટકાવી રાખે છે ને શું કરીએ એમ કહે છે. તારામાં કયાંક ગડબડ છે. કયાંક અંદર તને મીઠાશ છે. કયાંક ગમે છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે રાગ જેટલો ભૂંડો છે, તેના કરતાં વધારે મૂંડી રાગની મીઠાશ છે. રાગનો રસ છે તે ભૂંડો છે. રાગ તો જશે પણ તેનો રસ જશે ત્યારે રાગ ટળશે, નહિ તો રાગ ટળશે નહિ. અહીં એમ કહેવું છે કે આત્મા વિષે જે કેટલીક ભ્રમણાઓ છે તેની વાત ક્રમે ક્રમે આવશે. ઘણા કહે છે અને જ્યોતિ દેખાય છે, લાલ પીળો રંગ દેખાય છે, ગોળ ગોળ ચક્કર દેખાય છે. જે દેખાતું હોય તે ખરું, પણ તે આત્મા નથી. આત્મામાં આ બધું હોય નહિ. આત્મામાં રંગ, આકાર હોય નહિ. આત્મા તો નિરાકાર છે, તે આકૃતિ વગરનો છે. આત્મા અરૂપી છે. તેમાં રૂપ, રસ, ગંધ, આકાર નથી, દેખાવ નથી. આ બધું દેખાય છે પણ તે આત્મા નથી. અને સાથે સાથે આત્મામાં જે રાગ દેખાય છે, વિકાર અને વિભાવ દેખાય છે, તે પણ આત્મા નથી, એટલે શાસ્ત્રીય પરિભાષામાં વર્તમાન આત્મ દ્રવ્યમાં પર્યાયાર્થિક નયથી જોતાં, આત્મામાં જે વિકારો દેખાય છે તેની બાદબાકી કરીને આત્માને જોવો તે આત્માને જોવાની કળા છે. સમ્યગ્દષ્ટિ આવા આત્માને જોવે છે. જૈનદર્શને બે દૃષ્ટિ આપી છે. એક દ્રવ્ય દૃષ્ટિ અને બીજી પર્યાય દૃષ્ટિ. તમે વસ્તુ તરફ કઈ દૃષ્ટિથી જોવો છો તે મહત્ત્વનું છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રવચન ક્રમાંક - ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ મોક્ષની ઘટના બહાર ઘટતી નથી, શરીરમાં ઘટતી નથી. સ્થળમાં કે કાળમાં ઘટતી નથી. મોક્ષની ઘટના તો સમગ્રપણે આંતરિક ઘટના છે. દેહમાં રહીને સાધના થાય તે વખતે દેહનો ઉપયોગ તમે કરો તેની વાત જુદી છે પણ મોક્ષની જે ઘટના ઘટે છે તે આંતરિક ઘટના છે, તે અંદર ઘટે છે. તેમાં પ્રધાન દ્રવ્ય આત્મા છે, મુખ્ય દ્રવ્ય આત્મા છે, મોક્ષ પણ આત્માનો થાય છે. ઉપાદાન અને ઉપાદાનકારણ પણ આત્મા છે. આ બધી સામગ્રી ભીતર છે. બહાર કયાંય નથી. હા! “સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય' આ વાત આગળ આવશે. આ બંને જોઇશે પણ તે બન્ને બહાર ઊભા છે. ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે. મોક્ષનો મૂળભૂત આધાર કંઈપણ જો હોય તો આત્મા છે. એનો અર્થ એવો છે કે મોક્ષ માટે બહાર કંઈ કરવાનું રહેતું નથી. જરા તટસ્થપણે વાતને સમજજો. આનો અર્થ એમ ન કરશો કે કાલથી મંદિરે જવું નથી. આત્મસિદ્ધિનો પાઠ બંધ કરી દો. પરંતુ ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે. મોક્ષ માટે જે કરવાનું છે, તે અંદર કરવાનું છે, આત્મામાં કરવાનું છે. આ વાત પ્રધાનપણે સમજજો. તો મોટી ભ્રમણામાંથી મુક્ત થવાશે. આનંદધનજી મહારાજે સાદી ભાષામાં કહ્યું – દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ જિનેશ્વર, ઘર્મ જિનેસર ગાઉ રંગશું આ અદ્ભુત ગાથા છે, દોડતા દોડતા દોડતા દોડિયો એટલે હું દોડ્યો. જેટલું દોડાય તેટલું દોડ્યો. મનથી દોડ્યો, મનમાં જે કંઈ વિચારો ઊઠ્યા તેથી દોડ્યો. મને કહ્યું ચલો કાશી, તો કાશી ગયા. મને કહ્યું કે ચલો, સમેતશિખર. તો શિખરજી ગયા. મને કહ્યું, ચલો ઈડર, તો ઈડર ગયા. મને કહ્યું કે ચલો જંગલમાં તો જંગલમાં ગયા. મને કહ્યું કે થા દિગંબર તો દિગંબર થયા. લેકિન ભીતર કુછ હુઆ નહિ. બહાર દોડ્યા. બહાર ઘટના ઘટતી નથી. ઘટના અંદર ઘટે છે. શાસ્ત્રોએ એમ કહ્યું કે ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે, તે આત્મામાં ઘટે છે, મોક્ષનું કાર્યક્ષેત્ર આત્મા છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. ઘણી શંકાઓ થશે. શંકા ભલે થાય. પરંતુ માન્યતા ન બાંધશો. તમે એમ ન કહેશો કે અમે તો આ પ્રમાણે માનીએ છીએ. તમે માનો છો પણ તમે સર્વજ્ઞ છો? સર્વશે કોઈ દિવસ એમ નથી કહ્યું કે અમે માનીએ છીએ. માન્યતાની વાત જ નથી. અવસ્થા શું છે ? ભીતર શું છે ? પ્રતીતિ શું છે ? ઘટના શું છે ? અને અંદરના બનાવો કેવા છે? એ અર્થમાં મોક્ષ માટે બહાર કશું કરવાનું નથી. અંદર નહિ થાય તો, બહાર કરેલું સફળ નહિ થાય. એ અર્થમાં કહ્યું કે યમ, નિયમ, સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો'. ઊંઘમાં બોલો છો? વહ સાધન બાર અનંત કિયો. આ જબરો ફટકો છે. ક્રિકેટની બેટીંગ મોટામાં મોટી થઈ ગઈ. અરે ! તું શેનો ગર્વ કરે છે ? “અમે મુનિ થયા, અમે અગિયાર અંગના પાઠી થયા, માસખમણ કર્યું, અમે ત્રણ કાળ દેવવંદન કરીએ છીએ, એકસો બેતાલીશ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ખમાસમણાં આપીએ છીએ. અમે આ ત્યાગ કર્યો’ એમ ગર્વ શેનો કરે છે? આ બધું એક વખત નહિ પણ અનંતવાર કર્યું છે. બહારમાં ઘટના ઘટી, પરંતુ અંદર કંઈ નહિ. મોક્ષની ઘટના આત્મામાં ઘટે છે, બહાર નહિ. પણ બહાર અને અંદર કનેકશન છે. સમગ્ર ચારિત્રની સાધના, ગુપ્તિની સાધના, વ્રતની સાધના, તમને બહાર દેખાશે. ભક્તિની, સ્વાધ્યાયની, તપ જપની સાધના બહાર દેખાશે પણ ખરી સાધના આત્મામાં થવી જોઈએ. સ્વીચ ઓન ત્યાંથી કરશો તો બધું ચાલુ. સ્વીચ તો કોઈક ખૂણામાં છે. આ બધું દેખાય છે ઝાકઝમાળ, એરકન્ડીશન, સ્પીકર, આ લાઈટો પરંતુ આ બધા પાછળ નાનકડી સ્વીચ કામ કરે છે. એ બંધ કરો તો બધું બંધ કર્યું શું ? આટલું જ હલાવ્યું, જે કંઈ છે તે એમાં છે, તેમ સંસારની સ્વીચ આત્મામાં છે. એ સ્વીચ બંધ કરો તો મોક્ષ અને સ્વીચ ખોલશો તો સંસારમાં છો. માટે જે પણ કરવું હોય તે અંદરમાં કરો. જૈનદર્શને બે નયનો, બે કારણોનો સ્વીકાર કર્યો છે, નિશ્ચયનય અને વ્યવહારનય, ઉપાદાન કારણ અને નિમિત્તકારણ, જ્ઞાન અને ક્રિયા, એમ બે વાતનો સ્વીકાર કર્યો. શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા, શબ્દો છે. “ઈડરમાં પરમકૃપાળુદેવે આપેલી ધર્મ દેશના', આ વિષય ઉપર અમારાં પ્રવચનો ઘાટકોપરમાં ચાલતાં હતાં, ત્યારે નોંધ વાંચવામાં આવી હતી. સૂયગડાંગ સૂત્રના બે વિભાગ છે. પ્રથમ શ્રુત સ્કંધ અને દ્વિતીય શ્રુત સ્કંધ. તેમાં હજારો શ્લોકો છે. એ સૂયગડાંગ સૂત્ર પરમકૃપાળુદેવે બે હજાર વખત વાંચ્યું. ચૌદ વર્ષની ઉંમર થતાં કેટલાંય આગમો ઉપર દૃષ્ટિ ફેરવી. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી, અગ્નિભૂતિ, વાયુભૂતિ માર્કદી પુત્ર જયંતિ શ્રાવિકા વિગેરેએ ૩૬ હજાર પ્રશ્નો પૂછ્યા છે. એ ભગવતી સૂત્ર તેમણે ૩૬ વખત વાંચ્યું. આનું નામ સ્વાધ્યાય કહેવાય. શાસ્ત્રની કેટલી જરૂર છે ! સ્વાધ્યાયનું કેટલું મહત્વ છે તે પણ આના ઉપરથી સમજી શકાય. અને છતાં 1. “જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ; તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. આ ફટકો પણ આપ્યો. વ્યવહારનય-નિશ્ચયનય, ઉપાદાન-નિમિત્ત, જ્ઞાન-ક્રિયા, દ્રવ્યભાવ, એ બંનેને સાથે રાખવા એ અદ્ભુત કળા છે. તમે કહો છો ને કે પંદર માણસો હોય તેને સાચવવા મોટી કળા છે, આવા પંદર તો સચવાશે પણ વ્યવહારનય નિશ્ચયનય આદિ બન્નેને સાથે રાખવા એ તો અદ્ભુત કળા છે. જૈનદર્શન એમ કહે છે કે નયો મુખ્ય ગૌણ હોઈ શકે પરંતુ નિષેધ ન હોઈ શકે. बुज्झिज्ज तिउद्देज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरे ? किं वा जाणं तिउद्दई ? ॥१॥ (સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમ અધ્યયન ઉદ્દેશ-૧) સુધર્માસ્વામીને જંબુસ્વામી પૂછે છે કે હે પ્રભુ ! ભગવાન મહાવીર સ્વામીએ શું કહ્યું? સુધર્માસ્વામીજી કહે છે કે ભગવાને બે શબ્દો કહ્યાં, “બોધ પામો અને તોડો'. બંધન કેવી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ રીતે થાય છે તે જાણો. આત્મા કેવી રીતે બંધાય છે ? શું કરવાથી અને કઈ પ્રક્રિયાથી બંધાય છે ? ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું ? અને શું જાણવાથી આ બંધન તૂટે ? આ બંધની, કર્મ સંબંધની, સંયોગોની અને વિભાવની તમામ ઘટના આત્મામાં ઘટે છે. તેનું સ્થળ ભીતર છે. અંદર જ્ઞાન પણ દેખાશે, સાથે સાથે ક્રોધની પર્યાય પણ દેખાશે. અંદર વૈરાગ્યની ઝલક પણ દેખાશે, ને રાગની પર્યાય પણ દેખાશે. જે વખતે રાગની પર્યાય દેખાય તે વખતે બળ વાપરીને, આ રાગથી ચૈતન્ય જુદું છે, તેવો ભાવ આપવો તે સાધના છે અને એવી સાધના તે મોક્ષનો પંથ છે. “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત” આ શબ્દો ધ્યાનમાં લેજો. ત્રણે કાળ કોઈપણ જાતના કારણ વગર, કોઈની પણ સહાય વગર, કોઇપણ જાતના નિમિત્ત અને બાહ્ય પરિબળ વગર જેનું હોવાપણું છે, તેને કહેવાય છે સત્. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, ત્રણે કાળમાં જે છે તેના હોવા માટે કોઈની જરૂર નથી. ત્રણે કાળ કોઇના અવલંબન કે ટેકા વગર જે છે તે સત્. તેને કોઈનો આધાર લેવો પડતો નથી. સત્ સ્વાધીન છે. ત્રણે કાળ છે. તે અવિનાશી છે. આત્મા સત્ એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય છે. અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષનો માર્ગ છે. આત્મા’ શબ્દ બોલ્યા પછી બીજો કોઈ શબ્દ બોલવાની જરૂર નથી. શાસ્ત્રોમાં એક જ શબ્દ ઘૂંટ્યો છે આત્મા. ૧૪ પૂર્વમાં અને ૪૫ આગમોમાં એક જ શબ્દ ઘૂંટ્યો છે આત્મા. આત્મા’ શબ્દ બોલ્યા પછી જ્ઞાની મૌન થઈ જાય છે. “આત્મા એ જ શાસ્ત્રોનું પ્રતિપાદ્ય છે, નિયંદન છે, નિચોડ છે, શાસ્ત્રોનો અર્ક છે. શિષ્ય કહે છે, પ્રભુ ! અજવાળું ન થયું તમે શું કહેવા માગો છો, તે ખબર ન પડી. પછી બીજો શબ્દ બોલવો પડ્યો, “સતું' અરે, શિષ્ય ! ત્રણે કાળ જ રહે છે, ત્રણે કાળ જે છે, અવિનાશી છે તેની અમે વાત કરીએ છીએ. કંઈ ભાન ન થયું, અજવાળું ન થયું, પછી શબ્દ બોલ્યા, “ચૈતન્યમય'. આ શબ્દો પરાણે બોલવા પડે છે. જ્ઞાની શબ્દોની બહુ કરકસર કરે છે. તમે રૂપિયાની કરકસર કરો છો ને ? આત્મા શબ્દ બોલ્યા અને કામ પતી જતું હોય તો આગળ બીજો શબ્દ બોલવાની જરૂર નહિ. પરંતુ જ્ઞાની આત્મા શબ્દ બોલ્યા પણ હલચલ ન થઈ, ઝલક ન આવી, હર્ષ ન થયો, સમજણ ન પડી, અંદર પ્રતિક્રિયા ન થઈ. તેથી કહે છે કે આત્મા સત્ છે એટલે અવિનાશી છે, તેનો નાશ થઈ શકતો નથી અને ચૈતન્યમય છે.ચૈતન્યમય એટલે જગતના જેટલા પદાર્થો, જેટલા ભાવો છે એ બધા ભાવોને જાણનાર અને પોતાને જણાવનાર એવો આત્મા છે. આત્મા બે કામ કરે છે. પોતાને પણ જાણે છે અને સાથે સમગ્ર વિશ્વના પદાર્થોને પણ જણાવે છે. તમારા જ્ઞાનમાં જેટલું આવતું હોય તેટલું તમારું જ્ઞાન જાણે, પણ આપણા જ્ઞાનનું કદ નાનું છે. મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન નાનું કદ, સાથે અવધિજ્ઞાન હોય તો પણ નાનું કદ અને મનઃપર્યય જ્ઞાન હોય તો પણ નાનું કદ. આ ચાર જ્ઞાનનો ધણી હોવા છતાં કદ નાનું. અફાટ અને વિરાટ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કેવલ્યજ્ઞાન છે. કેવળજ્ઞાન એવું છે કે તે જગતના બધા પદાર્થોને જણાવે છે. જગતના બધા પદાર્થો અને તેના અસ્તિત્વને જાહેર કરનાર આપણું જ્ઞાન તે કેવળજ્ઞાન. જ્ઞાન ન હોય તો અસ્તિત્વની ખબર ન પડે. બહુ મઝાકમાં સ્વામી રામતીર્થ કહેતા હતા કે મારા કહેવાથી સૂર્ય ઊગે છે. સૂર્ય તો આકાશમેં આયા, પર મેં આંખ ન ખોલું તો ? ઉસકી હા કહના, ના કહના મેરે હાથમેં હૈ. એટલે જ્ઞાન જગતના પદાર્થોને પણ જણાવે છે અને પોતાને પણ જણાવે છે. ૨૪ કલાક તમારા પોતામાં જે થાય છે, તેને પણ તમે જાણો છો અને જગતના પદાર્થોને પણ જાણો છો. - જ્ઞાનમાં જગતનાં પદાર્થો જણાય છે તેને કહેવાય છે શેય. અને જે જાણનાર છે, જે પોતાને જાણે છે તેને કહેવાય છે જ્ઞાતા. આ જગતમાં બે સંબંધ છે, જ્ઞાતા અને શેય. અને બેને જોડનાર કડી છે જ્ઞાન. જ્ઞાન ક્ષેય તરફ ઢળે છે, જ્ઞાતા તરફ પણ ઢળે છે. જ્ઞાન તો જ્ઞાતા અને જોય બંનેને જણાવે છે. તમે એકલા બેઠા હો અને તમને કોઈ પૂછે કે કોણ છે ? તો તમે એમ કહેશો કે કોઈ નથી. તો બે વાત થઈ. તું છે એમ નક્કી થયું, ના કહેનારો છે તે નક્કી થયું. આ વાત કોણે કરી ? આ કામ કોણે કર્યું ? માટે જ્ઞાન જાણનારને પણ જાણે છે અને જાણવા લાયક છે તેને પણ જાણે છે. તો આત્માનો સ્વભાવ સર્વભાવને પ્રકાશવા રૂપ છે અને અન્ય સર્વ વિભાવ અને દેહાદિના સંયોગના આભાસ રહિત છે. આભાસ, બહુ સરસ શબ્દ છે. તમે ઘણી વખત કહેતા હો છો કે મને આભાસ થયો, પણ કંઈ સ્પષ્ટ ન થયું. આભાસનો અર્થ એ થાય કે દેખાય ખરું પણ હોય નહિ. આંખમાં કંઈ તકલીફ થાય તો ચંદ્ર બે દેખાય. બે ચંદ્ર છે નહિ. ચંદ્ર તો એક જ છે. કાઠિયાવાડ પાસે ભાલની ધરતી ઉપર મોટી નદી વહેતી દેખાય છે અને આપણને થાય કે ચાલો પાણીની બેગ ત્યાં જઈ ભરી લઈએ. દોડતા દોડતા ત્યાં જઈએ ત્યારે પાણી હોય નહિ. દેખાય છે ખરું પણ હોય નહિ, તેનું નામ આભાસ. તેવી જ રીતે, રાગદ્વેષ આદિ વિભાવ ભાવો છે, આત્મામાં દેખાય છે, પરંતુ દેખાતા હોવા છતાં, તેનાથી આત્મા જુદો છે એમ જે જોવું તેને કહેવાય છે આત્માનું સત્યદર્શન. આ જીવનમાં જે કંઈ દેખાય છે, જેટલા સંયોગો દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ છે સત્યદર્શન. આ જીવનમાં જે કંઈ સંયોગો દેખાય છે તેનાથી આત્મા પર છે. ટ્રેઈનમાં આપણી બાજુમાં કોઈ અળવીતરું છોકરું આવી જાય અને તોફાન કરે તો આપણે કહીશું કે તું કયારે જવાનો છે? તે કહેશે કે બે સ્ટેશન પછી. શા માટે આકરા થવાનું ? આ તારી જીંદગીમાં જડાયેલ નથી. સંયોગ છે, છૂટી જશે. ઘરવાળો ઘરવાળી એટલે કે પતિ પત્ની પણ જીંદગીમાં સાથે જડાયેલાં નથી, એ પણ સંયોગ છે, છૂટી જશે. બાહ્ય સંયોગોથી તો ભિન્ન, પણ દેહાદિક સંયોગથી પણ આત્મા ભિન્ન છે. જેના દર્શનની ભાષાનું ગૌરવ ઊંચું છે. તે કહે છે કે કોઈ કોઈનું નથી, તારે બધું અહીં મૂકીને જવાનું છે. તારા વડિલો કંઈ સાથે લાવ્યા ન હતા, તેઓ મૂકીને ગયા, તેમ તું પણ મૂકીને જઇશ. આ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રવચન ક્રમાંક ૭૨, ગાથા ક્ર્માંક-૧૦૧ વાત ગમતી નથી પણ જ્ઞાની તો એમ કહે છે કે ભાઇ, દેહાદિક સંયોગો છે, તે દેખાય છે પણ તેનાથી આત્મા જુદો છે, એ બધા તારા નથી, એનાથી આત્મા જુદો છે. સર્વાભાસ રહિત. એ સંયોગોથી પણ આત્મા જુદો છે. વિભાવભાવથી રહિત છે. વિભાવભાવો એ આત્મા ઉપર ઘટતી ઘટનાઓ છે. દેહાદિક સંયોગ તે આત્માથી છેટી પણ બહારમાં બનતી ઘટના છે. દેહ આત્માથી છેટો છે, ઘર આત્માથી છેટું છે, કુટુંબ તો આત્માથી ઘણું છેટું. જગતનાં પદાર્થો આત્માથી વધારે છેટા. આ બધા સંયોગો છે. સંયોગ બે પ્રકારે છે. વાસ્તવિક સંયોગ અને આસક્તિથી સંયોગ. તમે અહીં બેઠા છો અને તમારો ફલેટ કયાં તમારી સાથે છે? પણ મારો ફલેટ છે, લઇને આવ્યા છો. ફલેટ તો જુહૂના દરિયા કિનારે એની જગ્યા પર છે. પણ સંયોગ છે. તે નિકટમાં પણ છે અને દૂર પણ છે. રાગ, વિભાવો, સીધા આત્મામાં થાય છે અને દેહાદિ સંયોગો આત્માથી છેટા થાય. પરમકૃપાળુદેવને કહેવું છે કે રાગાદિ ભાવો જે આત્મામાં દેખાય છે તેનાથી આત્મા જુદો છે અને દેહાદિ સંયોગો જે દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ સાંભળીને તમને ફડક બેસવી જોઇએ કે મને કેમ ફરક દેખાતો નથી ? આત્મા જુદો છે તેમ જ્ઞાનીપુરુષો કહે છે અને હું જુદો નથી, તેમ માની મઝા માણી રહ્યો છું. જ્ઞાની કહે છે, ભાઇ ! આ તો સંયોગ છે. આ સંયોગ લાંબા ગાળાનો છે. કોઇ પચાશ કે સાઠ અથવા સીતેર, એંશી વર્ષ સંયોગમાં રહે. કોઇ કળી થઇને કરમાઇ જાય, કોઇ ફૂલ થઇને ખરી જાય, અને કોઇ ફળ પાકીને ખરી પડે, પણ કળી, ફુલ, ફળ, બધું જવાનું એક દિવસ. વાવાઝોડું આવશે તો મોટું તોતીંગ ઝાડ હશે તો પણ જશે, જમીન દોસ્ત થશે. આ બધું દેખાય તો છે, કાયમ નથી, મારું નથી, બધો આભાસ છે. ‘આત્મા સત્ ચૈતન્યમય' આત્મા સત્-હોવારૂપ દ્રવ્ય છે તેને કેમ ઓળખવું ? તો કહે ચૈતન્યમય છે. ચૈતન્યમય એટલે જોવું અને જાણવું, એ બે ક્રિયાને ચૈતન્યમય કહેવાય. આવા જોવા જાણવાના સ્વરૂપવાળો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આવા આત્માને નહિ જાણવાવાળા જીવો આત્મા માટે જુદી જુદી કલ્પના કરે છે. આ બધી કલ્પનાઓથી આત્મા જુદો છે. કોઇને પ્રકાશ દેખાય, કોઇને જ્યોત દેખાય તો કોઇને લાલ, પીળો રંગ દેખાય પણ આ બધાથી આત્મા જુદો છે. સ્પર્શ, રૂપ, સ્વાદ, ગંધથી આત્મા ભિન્ન, શરીરથી આત્મા ભિન્ન, હલનચલનથી ભિન્ન, સાથે રાગાદિ વિભાવોથી પણ આત્મા ભિન્ન. ભલે વર્તમાનમાં વિભાવ ભાવો દેખાય છે, એ છે ખરાં, સાચા છે. વિભાવભાવો આત્મા જ કરે છે છતાં તે તેનાથી ભિન્ન છે. દેહાદિથી અને તેનાં સંયોગોથી આત્મા ભિન્ન છે. આમ સર્વ આભાસોથી રહિત એવો શુદ્ધ આત્મા જે રીતથી પ્રાપ્ત થાય તે મોક્ષનો પંથ છે તેમ હે શિષ્ય ! તું જાણ. જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત આ જગ્યાએ કેવળ એટલે કેવળજ્ઞાન નહિ પણ કેવળ એટલે ફકત, બીજું કાંઇ નહિ, માત્ર આત્મા જ. એ માત્ર શબ્દ આત્માને લગાડી શકાય. માત્ર આત્મા એટલે વિભાવોથી રહિત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૬૫ શુદ્ધાત્મા. શાસ્ત્રીય પરિભાષામાં બોલવું હોય તો શુદ્ધાત્મા નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત છે. ઉપર જતા પહેલાં, છેલ્લો વરઘોડો નીકળે તે પહેલાં આ બધું સમજી લેવું, જાણી લેવું જરૂરી છે. આમ તો આઠ-નવ વર્ષની ઉંમરે આ બધું વર્ગમાં શીખવા જેવું છે. તે ચૂકયા તો સોળથી વશ વર્ષ સુધી, પાંત્રીશ પછી ઊતરતો કાળ. મોટી ઉંમરે તમારામાં શીખવાનો વેગ કેવી રીતે આવશે ? આ ચૈતન્ય તત્ત્વ કેવું છે તે નક્કી કરી લ્યો. આત્મામાં વૈભાવિક ભાવો દેખાય છે તે માત્ર આભાસ છે. જૈનદર્શન સિવાય આ કહેવાની કોઇમાં હિંમત નથી. હું પુનરાવૃત્તિ કરીને કહું છું કે જૈનદર્શનની આ ખૂબી છે. એણે એમ કહ્યું કે આ રોગ છે અને આ રોગની દવા પણ છે. ભૂલ પણ છે અને ભૂલને સુધારી શકાય છે. રાગાદિ ભાવો છે,તેને દૂર કરી શકાય છે. રાગાદિભાવો નથી, નથી એમ કહેવાથી દૂર નહિ થાય. વેદાંતને એમ કહેવું છે કે બ્રહ્મમાં રાગાદિ ભાવો નથી. પરંતુ નથી કહેવાથી ભાવો દૂર નહિ થાય. છે તેનો સ્વીકાર કરો અને તેનાથી પણ આત્મા ભિન્ન છે તેમ જાણો અને તેને દૂર કરો. નોકર્મ એટલે શરીર. શરીર કર્મ નહિ પણ કર્મનું કારણ. કર્મની બધી ઘટનાઓ શરીર હોય તો થાય, શરીરમાં થાય, શરીર દ્વારા થાય, માટે શરીર તે નોકર્મ. ભાવકર્મ કરવાના પરિણામે આત્મા સાથે કર્મનો જે સબંધ થાય એને કહેવાય છે દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મને કોલ આપનાર અંદરના રાગાદિ પરિણામો, વિભાવો તેને કહેવાય છે ભાવકર્મ. હે શિષ્ય ! તું દ્રવ્યકર્મોથી ભિન્ન છો, નોકર્મથી પણ ભિન્ન છો અને ભાવકર્મથી પણ ભિન્ન છો. કેવળ એવો શુદ્ધ આત્મા પામીએ – પણ પામવાનો છે કયાં ? શબ્દ છે પામીએ પણ આત્મા તો છે જ, પામવાનો કયાં છે ? સ્ટેશને ગયા પછી તમને ખબર પડે કે બેગ ઘેર રહી અને તે લેવા ફરી દોડીએ તેમ આત્માને મૂકીને તમે કયાંય જઈ શકો નહીં. આત્મા તો પ્રાપ્ત જ છે. પરંતુ પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. જૈનદર્શનની આ અદ્ભુત વાત છે. તે મેળવવાનો નથી, કોઈ પાસે માંગવાનો નથી, બેંકમાં મૂક્યો નથી અને કોઈ ટ્રસ્ટીઓને વહિવટ કરવા આપ્યો પણ નથી. ટ્રસ્ટીઓ પાસે મિલકત મૂકી હોય તો સગીર વય પછી મિલકત મળે. ઓલો છોકરો કહેશે કે મને અઢાર વર્ષનો થવા દો પછી તમારી ખેર નથી. આત્માને પામવાનો નથી તે કયાંય ગયો નથી. આત્મા હાજર છે. આ જૈનદર્શનની ઉદ્ઘોષણા છે કે આત્મા છે. એને પામવાનો છે એટલે જાણવાનો છે, એને જાણવાનો છે એટલે એનો મેલ દૂર કરવાનો છે. નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ દૂર થાય અને તેને દૂર કરવા બહુ મહેનત કરવાની નથી. અંદરમાં સ્વીચ ઓફ કરી દો. ભાવકર્મ સ્વીચ છે. બીક વગર બોલો કે “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ.” આ જૈન ધર્મની અદ્ભુત ઉદ્ઘોષણા છે. કેસે દેત કર્મનકુ દોષ' તું કર્મને કેમ દોષ આપે છે? તેમ યશોવિજયજી મહારાજ કહે છે. જો ચેતન એટલે આત્મા કર્મ ન કરે તો ન થાય. જેથી, જેનાથી, જે કરવાથી, જે રીતથી, જે પ્રક્રિયાથી કેવળ શુદ્ધ આત્મા પામીએ તે મોક્ષનો પંથ છે. અમારે શુદ્ધ આત્મા જોઈએ છે. વીંટી સોનાની છે, ગટરમાં પડી છે, ધોઈ નાખ બાપા ! પહેરવી તો છે, ધોવાની મહેનત કરવી પડશે. એમ ન કહેશો કે “ના, ના, For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ ભ્રમ છે, ગટર ભ્રમ છે. ગટરમાં સોનાની વીંટી પડી છે, મેલી થઈ છે તે ભ્રમ છે', ભ્રમ નહીં તથ્ય છે, સત્ય છે પણ ગટરમાં પડેલી સોનાની વીંટીને ધોઈ શકાય છે, તે સત્ય છે. વીંટી મેલી પણ થઈ છે અને ધોઈ શકાય તેમ પણ છે. તેમ આત્માને શુદ્ધ કરી શકાય, જેથી કેવળ પામીએ.” ઓનલી માત્ર આત્મા, શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય, તે મોક્ષનો પંથ છે. પચાશને તમે પૂછશો કે મહારાજ ! મોક્ષનો પંથ શું છે ? અને કહેનાર હજાર ઉપાય બનાવશે. તું આખ મીંચીને બેસ, પ્રાણાયામ કર, ભ્રસ્ત્રિકા કર. પ્રાણાયામ બહાર અને કપાલભાતિ પણ બહારની વસ્તુ છે. આ બધું બહાર, અંદરમાં કંઈ નહિ ? સંયોગો આત્માથી ભિન્ન છે, બહારની ક્રિયાઓ પણ ભિન્ન છે, જેનાથી કેવળ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય એ જ મોક્ષનો પંથ છે.મોક્ષના પંથ અનેક નથી. ચિદાનંદજી મહારાજે કહ્યું, “જાકુ જાકુ પૂછીએ સૌ અપની અપની ગાવે પણ સાચો માર્ગ કોઈ બતાવતું નથી. આનંદધનજી મહારાજ ૩૦૦ વર્ષ પહેલાં થયા. એમણે પણ કહ્યું કે મત મત ભેદે રે, જો જઈ પૂછીએ, સો સ્થાપે અહમેવ. આ બધા પોતાના જ મત સ્થાપે છે. મોક્ષમાં જવા માટે જુદાં જુદાં બારણાં બતાવે છે. અલ્યા! મોક્ષને દરવાજા જ નથી. દરવાજાની વાત કયાં કરે છે ? રસ્તો સળંગ છે. છેલ્લી વાત, ધ્યાન રાખી સાંભળજો, આત્મા શુદ્ધ છે, એ કારણ પરમાત્મા છે. પરમપરિણામિક ભાવની અપેક્ષાએ આત્મા શુદ્ધ જ છે, પરંતુ વર્તમાનમાં નજર નાખતા કર્મનો સંબંધ દેખાય છે માટે અશુદ્ધ છે. તું તારામાં જો ઠરીશ તો કર્મનો સંબંધ છૂટી જશે. તું શુદ્ધ જ છો અને એવો શુદ્ધ આત્મા જે રીતથી પામીએ તે મોક્ષનો પંથ છે, રીત છે. થોડાં સૂત્રો આનાં સંદર્ભમાં બાકી છે, તેનો હવે વિચાર થશે. એ ગહન વિષયનો પણ હવે પ્રાંરભ કરીશું. કર્મ અનંત પ્રકારનાં શાથી છેડ્યાં જાય ? આ મહત્ત્વની ગાથા છે. આ જૈન દર્શનની કર્યતંત્રની ફીલોસોફી છે. જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગ છે તેમ કર્મની ફીલોસોફી પણ છે. આત્માશુધ્ધ છે પણ કર્યતંત્ર પણ છે તે વર્ણનનો પ્રારંભ ૧૦૨મી ગાથાથી થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૭૩ ગાથા ક્રમાંક - ૧૦૧-૧ જેનદર્શનનો સામ્યવાદ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) આપણે અહીં ૧૦૧મી ગાથાનું પુનરાવર્તન કરીએ છીએ. એકની એક વાત વારે વારે કહેવી તેનું નામ પુનરાવર્તન. પુનરાવૃત્તિની ત્યારે જરૂર પડે કે જ્યારે કોઈ ચોક્કસ ભલામણ કરવાની હોય. બાપ દીકરાને ઘણીવખત કહેતો હોય છે, બેટા ! ધ્યાન રાખજે, આ વાત મહત્ત્વની છે. દીકરો કહેશે કે કેટલી વખત કહેશો કે આ વાત મહત્ત્વની છે ? અહીં સમગ્ર મોક્ષની સાધના, તેની રીત, તેની પદ્ધતિની વાત કરવાની છે. ગાથામાં એક લીટી આવી છે કે મોક્ષપંથ તે રીત. આ મોક્ષનો પંથ છે અને આ મોક્ષ પ્રાપ્ત કરવાની શૈલી છે, પદ્ધતિ છે. કોઈપણ વાત કર્યા પછી છેવટે આપણને પ્રશ્ન ઊભો થાય છે કે વાત તમારી બરાબર, પણ કરવું કેવી રીતે ? મેળવવું કેવી રીતે? કઈ એવી રીત છે કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય? પહેલો શબ્દ ખ્યાલમાં રાખજો, કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે. નિરંતર અનુભૂતિ એટલે વચ્ચે વિક્ષેપ ન થાય, બીજા વિચારો કે વિષયો વચ્ચે ન આવે, દ્વન્દ્ર ન થાય. બીજા વિકલ્પો, વિચારો કે ભાવો વચ્ચે ન આવે, ધારા ન તૂટે, સતત અંતરમાં અખંડ ધાર ચાલે, જેમ તેલની ધારા અખંડ હોય છે, તેમ આ ધ્યાનની ધારા પણ અંતરમાં અખંડ ચાલે અને એ ધારામાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. શાસ્ત્રોમાં તત્ત્વનું વર્ણન છે, પણ શાસ્ત્રોમાં તત્ત્વ નથી. શાસ્ત્રો શ્રવણ કરનારને શબ્દો મળે છે પણ શબ્દોમાં તત્ત્વ નથી. શબ્દો દ્વારા કહેવું પડે છે પણ શબ્દો સાંભળીને શબ્દોમાં જો અટકશો તો હાથમાં કંઈ નહિ આવે. એ શબ્દો લઈને, એ શબ્દો જેના માટે છે, જેનો સંકેત કરે છે, જેનું પ્રતિપાદન કરે છે, જેની લક્ષતા છે, જેની સંવેદના છે ત્યાં પહોંચવાનું છે. વચમાં શબ્દો છૂટી જાય છે. છીલકું નીકળી જશે ત્યારે દાણો હાથમાં આવશે, છીલટા વગર દાણો નથી. અનુભવ જેમને થયો છે, એમણે આદાન પ્રદાન જો કરવું હોય તો શબ્દોના માધ્યમ દ્વારા કરવું પડે. શબ્દો દ્વારા તેમણે કહ્યું, પણ શબ્દોથી શબ્દોનું પ્રતિપાદ્ય જુદું છે. એ શબ્દોથી પ્રતિપાદ્ય જે આત્મ તત્ત્વ – શુદ્ધાત્મા, તેના સ્વરૂપનો અનુભવ, તે શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ છે. આત્માને જાણ્યો છે, સાંભળ્યો છે, વાંચ્યો છે, વાત કરી છે, શ્રવણ કર્યું છે પણ અનુભવ્યો નથી અને અનુભવ ન થાય ત્યાં સુધી આહુલાદ નહિ આવે, પ્રસન્નતા નહિ આવે, સમાધાન નહિ થાય, વિકારો અને વાસના શાંત નહિ થાય, કર્મોનો ક્ષય નહિ થાય, રાગ દ્વેષ મંદ નહિ પડે. કારણ ? અનુભવ થયો નથી. અનુભવ તો એવું કહે છે કે બાસુંદી જોઈ રહ્યા છીએ, દેખાય છે, અંદર બદામ, પીસ્તા, For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્રમાંક-૧૦૧-૧ કેશર છે. મધમધાટ સુગંધ છે, વર્ણન પણ થાય છે કે બાસુંદી આવી છે, આવી છે. નાકમાં સુગંધ પણ આવે છે, અને મોંમાં પાણી પણ છૂટે છે, પરંતુ જ્યાં સુધી જીભના ટેરવા ઉપર બાસુંદી ન મૂકો ત્યાં સુધી અનુભવ ન થાય. અનુભવ થયા પછી જે થાય તે ઘટના છે. સ્વાદ આવ્યો, આહ્લાદ આવ્યો, આનંદ આવ્યો ત્યારે ખબર પડી કે આ બાસુંદી છે. બાસુંદી કહેવાથી નહીં વળે, ખબર નહિ પડે, પણ ખાશો ત્યારે જ ખબર પડે, પ્રગટ અનુભવ થાય. આત્માને જાણવો એક વાત, આત્માનો પ્રગટ અનુભવ થવો બીજી વાત. આવા આત્માનો પ્રગટ અનુભવ કરવાની એક રીત છે, પદ્ધતિ છે, પ્રક્રિયા છે. તેની આ રીત પરકૃપાળુદેવે વચનામૃતજીમાં જણાવી છે. આ વચનામૃત અનેક વખત વાંચવામાં, સાંભળવામાં અને જાણવામાં આવ્યું હશે પણ આ ગાથાના સંદર્ભમાં આ વચનામૃત છે એમાં “રીત' શબ્દ વાપર્યો છે તેની સ્પષ્ટતા વચનામૃતમાં છે. કડી મેળવવાની છે. પાના નં. ૪૩૬. વર્ષ ૨૮, વચનામૃત ક્રમાંક ૫૩૯. મુંબઈ કારતક સુદ ૧૪, સોમવાર. ૧૯૫૧. આ વચનામૃત કારતક સુદ ચૌદશનું છે, અને તે પહેલા કારતક સુદ સાતમે લખેલ વચનામૃત છે. તે કૃષ્ણદાસ આદિને લખેલું છે. સાત દિવસનું અંતર છે. કારતક સુદ સાતમે જે વાત ઘૂંટી તે જ વાતને કારતક સુદ ચૌદશે ઘંટી. પુનરાવૃત્તિ છે. બન્ને વાતોમાં રીત સ્પષ્ટ થઈ ગઈ. આ રીત જાણ્યા પછી મોક્ષમાર્ગમાં શંકા રહેવી ન જોઈએ, સંદેહ રહેવો ન જોઈએ. કયો માર્ગ છે તે વિકલ્પ રહેવો ન જોઈએ અને મતભેદ રહેવો ન જોઈએ. પહેલું સૂત્ર – “સર્વ જીવ આત્માપણે સમ સ્વભાવી છે.' આ જૈનદર્શનનો સામ્યવાદ, કોઈને આમાં મારવા નહીં પડે. આ સામ્યવાદ લાવવો સ્વાભાવિક છે અને આ માટે આત્મસિદ્ધિમાં ઉત્તમ પરિભાષા આપી છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ' તમે તો નિગોદ, એકેન્દ્રિય-બે ઇન્દ્રિયાદિ, પશુ, દેવ, માનવ, નારકી, સુખી-દુઃખી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-ક્ષત્રિય, અમીર-ગરીબ, સારો – ખરાબ, રૂપાળો-કાળો, બિમાર-સાજો આટલું બધું જુઓ છો, અહીં તો ભેદ દેખાતો જ નથી. જ્ઞાની કહે છે કે અમને તો માત્ર સિદ્ધ જ દેખાય છે. અમને દેહ પણ દેખાતો નથી. કર્મકૃત ભેદો પણ દેખાતા નથી. જાતિભેદ, લિંગભેદ દેખાતા નથી. અમને કંઈ દેખાતું નથી. સ્થૂલ શરીર પણ દેખાતું નથી. સ્ત્રી નથી દેખાતી કે પુરુષ નથી દેખાતો, અમને માત્ર સિદ્ધ જ દેખાય છે. સર્વકર્મથી મુક્ત એવો સિદ્ધ દેખાય છે. આ બધા જીવો સિદ્ધ જેવા છે. જગતના જીવો કેવા છે, તેનું સ્ટેટમેન્ટ આથી ઉત્તમ હોઈ શકે નહિ. જોતાં આવડવું જોઈએ. જ્ઞાનીની એક દૃષ્ટિ છે અને જગતની પણ એક દૃષ્ટિ છે. અજ્ઞાનીની પણ એક દૃષ્ટિ છે. અજ્ઞાની ભેદ પાડે છે, વિકલ્પ કરે છે અને વિવાદ કરે છે, અહંકાર કરે છે, દ્વેષ કરે છે, લઘુતાગ્રંથિ અનુભવે છે. જ્ઞાની બધા ભેદને ટાળે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં ભેદ નથી. તેની દૃષ્ટિમાં સર્વ જીવો સિદ્ધ છે. નમો સિદ્ધાણં. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” નિગોદમાં રહેલા For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૬૯ જીવમાં પણ સિદ્ધ દેખાય અને સિદ્ધશીલા ઉપર બેઠેલા જીવમાં પણ સિદ્ધ દેખાય, આવી દર્શન કરવાની ક્ષમતા તે સમ્યક્ દર્શનની ક્ષમતા છે. સમ્યષ્ટિને ભેદ દેખાતો નથી એટલા માટે એમ કહ્યું કે સર્વ જીવો આત્માપણે સમસ્વભાવી છે. કોઇનો દ્વેષ ન કરશો. કોઇ પ્રત્યે રાગ પણ ન કરશો. કોઇને વિશેષ પણ ન કહેશો કે કોઇને ઓછો પણ ન કહેશો. લઘુતાગ્રંથિ પણ ન અનુભવશો અને ગુરુતાગ્રંથિ પણ ન અનુભવશો. કોઇના પ્રત્યે નફરત પણ ન કરશો અને કોઇના પ્રત્યે આસક્તિ પણ ન કરશો. કારણ ભેદ છે જ નહિ, છે જ નહિ. જે કંઇ છે તે સિદ્ધ છે. બધે આવા સિદ્ધ દેખાવા તે સંસારી અવસ્થામાં, દેહવાળી અવસ્થામાં, પ્રાણી માત્રમાં સિદ્ધ દેખાવા તે સમ્યગ્દર્શનની સર્વોચ્ચ અવસ્થા છે, અનુભૂતિ છે. બીજું સૂત્ર ‘બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામે છે'. બીજા વાક્યની જરૂર નથી. આ સંસાર કેમ ઊભો થાય છે ? આ રખડવું કેમ પડે છે. આ ચોર્યાશીના ચક્કર કેમ ઊભા છે. આ ચોર્યાશી લાખ વેષ કેમ ધારણ કરવા પડે છે ? આ સંસારમાં પરિભ્રમણ કેમ કરવું પડે છે? આ જગતમાં કેમ રહેવું પડે છે ? કયો અપરાધ છે ? કઇ ખામી છે ? એક જ છે. બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે તો આ પરિભ્રમણ થાય. અત્યારે આ જ થઇ રહ્યું છે. જીવ સંસાર છોડી, ઘર છોડી, આશ્રમમાં જાય તો આશ્રમ મારો એમ નિજ બુદ્ધિ ત્યાં કરે છે. અહીંથી ઊખડીને ત્યાં ચોંટયો. ‘પર પદાર્થમાં નિજ બુદ્ધિ કરે,' પર એટલે આત્મા સિવાય ઇતર જે કંઇપણ છે તે પર, આ બધા પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે. લોકો પૂછે છે કે આ સંસારમાંથી મુક્ત કેમ થવાય ? આમાં ચાવી છે. જાણી લ્યો કે પરિભ્રમણ કેમ થાય છે ? બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે એટલે પરિભ્રમણ થાય છે. હવે ત્રીજું સૂત્ર : નિઘ્ને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. પહેલા સૂત્રમાં ફન્ડામેન્ટલ, બીજા સૂત્રમાં સંસારનું વર્ણન અને ત્રીજા સૂત્રમાં મોક્ષનો ઉપાય. આટલી સરળ વાત તમને કયાંય જોવા નહિ મળે, આવું સંકલન જોવા નહિ મળે. પહેલાં સૂત્રમાં જગતનાં તમામ જીવો સમસ્યભાવી છે. આ પાયાની વાત. સંસાર કેમ છે? કોના કારણે છે ? બીજા સૂત્રમાં – આ જીવ પરપદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે માટે પરિભ્રમણ દશા પામે છે. આ પરિભ્રમણ કરવું નથી. સંસાર જોઇતો નથી. આ ચાર ગતિમાં રખડવું નથી. હવે જન્મ લેવો નથી અને સંસારના ચૌટે ચૌટે રખડવું નથી. તો શું કરવું? નિજને વિષે નિજ બુદ્ધિ થાય. નિજ એટલે પોતે, પોતા વિષે પોતાપણાની બુદ્ધિ થાય, તો પરિભ્રમણ ન થાય. નિજ વિષે નિજ એટલે પોતે, પોતા વિષે પોતાપણાની બુદ્ધિ થાય, તો પરિભ્રમણ ન થાય. નિજ વિષે નિજ બુદ્ધિ થાય આ માસ્ટર કી છે. હજાર ઉપાય છે જ નહિ. ઉપાય એક જ છે. નિજ એટલે પોતે, નિજ એટલે આત્મા, તે પણ શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા વિષે પોતે છે એવી બુદ્ધિ થાય. પોતાપણાનું તાદાત્મ્ય જો પોતા વિષે જોડાય તો પરિભ્રમણ દશા ટળે છે. આ વાત બધા માટે નથી. સાંભળતા ભલે બધા હોય પરંતુ કરનારા આંગળીના વેઢે ગણાય For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રવચન ક્રમાંક - ૭૩, ગાથા માંક-૧૦૧-૧ તેટલા. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્ય છે, અનિવાર્ય છે, જે વિચાર્યા કે ચિંતન વગર નહિ ચાલે, ધ્યાન કર્યા વગર નહિ ચાલે, આ પ્રાપ્ત કર્યા વગર નહિ ચાલે, એવી તાલાવેલી જેનામાં જાગી છે તે મુમુક્ષુ છે. એ અંદરમાં જાગ્યો છે, કે આવો માર્ગ વિચારવો આવશ્યક છે, અનિવાર્ય છે. અનંતકાળથી આ વિચાર્યું નથી પણ હવે વિચારવું આવશ્યક છે, તેવું જેને થાય છે, તેના માટે એક ઉપાય છે. તેને શું કરવું જોઈએ ? ત્રણ સૂત્રો પહેલાં કહ્યા તે સિદ્ધાંત અને હવે જે વર્ણન અને પ્રક્રિયા આવે છે તે સાધના છે. જેના અંતરમાં આ વિચારવું આવશ્યક અને અનિવાર્ય લાગ્યું છે, અને એવો ભાવ જેના અંતરમાં જાગ્યો છે, જે તરફડી રહ્યો છે, જેનામાં તલસાટ થઈ રહ્યો છે, રાત દિવસ મંથન થઈ રહ્યું છે. તે મુમુક્ષુ છે. મીરાને આવું મંથન થયું. તેણે કહ્યું, “અન્નડા ન ભાવે રાણા, નિદ્રા ન આવે, લોકડાં કહે છે મીરાં થઈ ગઈ છે ઘેલી.” શું દુઃખ છે મીરાંને ? શેર બજારના ભાવ ઘટી ગયા છે ? સંસારની ચિંતા છે ? ના, આવી કોઈ પીડા નથી. તેની પીડા જુદી છે. તેને પ્રભુનો વિયોગ સાલે છે. એને વિયોગ સહન થતો નથી. એના વગર જીવી શકાતું નથી. એના વગર ખાવું ભાવતું નથી. તરફડાટ થાય છે. જેમ માછલીને પાણીની બહાર કાઢો અને પછી માછલીને પૂછીએ કે શું જોઈએ છે ? તો કહેશે મને પાણીથી જુદી ન પાડો. હું પાણી વગર જીવી નહિ શકું. મીરાં કહે છે હું પરમાત્મા વગર જીવી નહિ શકું, અને મુમુક્ષુ એમ કહે છે કે હું આત્મા વગર જીવી નહિ શકું. તો આવી તાલાવેલી અને વેદના તેના અંતરમાં જાગી છે. ઠંડે કલેજે વાત કરશો તો મેળ નહિ પડે. અંદર આગ લાગવી જોઈએ, કયાંય ચેન ન પડે. કોઈ કારણ વગર ધન્નાજી કહે છે, મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. મા કહે, બેટા ! અચાનક શું થયું ? ઘરમાં કલેશ થયો નથી, બત્રીશ પદ્મિની સ્ત્રીઓ છે. હાથમાં મીઠાઈના થાળી લઈને ઊભી છે. સ્વામીનાથ ! લ્યો તેમ વિનંતી કરે છે. ધન સંપત્તિના ઢગલા છે. માનું વાત્સલ્ય છે. કાનન્દીના મહેલમાં રહે છે. છતાં કહે છે કે મા ! હવે નહિ રહેવાય. પણ કારણ ? “માડી ! મેં વીર પ્રભુની વાણી સાંભળી છે. મારે મારામાં નિજ બુદ્ધિ કરવી છે. મારે આત્માનો અનુભવ કરવો છે. સ્વાનુભવ કરવાની તાલાવેલી જેને લાગી છે તે કરશે શું? હજારો ઉપાયો નથી. આ એક ઉપાય સિવાય બીજો કોઈ માર્ગ નથી. હજારો ઉપાયો કરશો તો પણ કામમાં નહિ આવે. આ ભારપૂર્વક વાત થઈ રહી છે. આ જ માર્ગે જવું પડશે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ માર્ગ સાથે હજારો માર્ગ ભલે જોડાય. મેઈન રોડ સાથે હજારો પેટા રસ્તાઓ ભલે જોડાય, પણ મુખ્ય માર્ગ તો એક જ છે. હાઈ વે એક જ. જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેના માટે મુખ્ય માર્ગ એક જ છે. જે મુમુક્ષુને આવી તાલાવેલી લાગી છે, તેને જ્ઞાન પ્રાપ્ત કરવાં ત્રણ સૂત્રો કહ્યાં. પહેલું સૂત્ર - સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બીજું સૂત્ર - પર પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. ત્રીજું સૂત્ર - નિજ ને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આને અમે જ્ઞાન કહીએ છીએ. લોકો પૂછે છે કે મેરુ પર્વત કયાં આવ્યો ? તારે ચડવું છે ? જ્ઞાનીને લોકો આવા સવાલો જરૂર વગર પૂછ્યા કરે છે. તું આત્મા છો, તેમ નક્કી કર ને ? જેને અંદરમાં ઉતકંઠા થઈ રહી છે તેને જીવંત પુરૂષ શોધવો પડશે. ઇજીપ્તમાં કહેવત છે કે આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે, તેની પહેલાં ગુરુ પણ જન્મે છે, શિષ્ય હોય અને ગુરુ ન હોય તે કદી પણ બનતું નથી. જ્ઞાની પુરુષ તમને શોધતા શોધતા આવે ત્યારે ઘૂંઘટ ન કાઢશો. જે વખતે તમારો હાથ ઝાલે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહિ અને ભળતાના હાથમાં તમારો હાથ આપશો નહિ. ધરતી કોઈ પણ દિવસ સપુરુષ વગરની હોતી નથી. અંદર તીવ્રતા જાગશે ત્યારે સદ્ગુરુ સામે આવશે ત્યારે ગુરુને શોધી લેજો. ચૈતન્ય મહાપ્રભુને શોધી લેજો, કબીરને શોધી લેજો. યશોવિજયજી મહારાજે આનંદધનજીને શોધી લીધા. - જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, આવો અનુભવ જેને થયો, આવી પ્રતીતિ જેને થઈ, નિજમાં નિજ બુદ્ધિ જેને થઈ, અને પર પદાર્થમાંથી નિજ બુદ્ધિ હટી, આવી ઘટના જેનામાં ઘટી, જેમણે નિજ આત્માનો નિરંતર અનુભવ થયો અને થઈ રહ્યો છે, તેની દાસાનુદાસપણે, નમ્રપણે ભક્તિ કરવી, એ જ પરમ શ્રેય છે. આ સ્પષ્ટ અને શંકા વગરની વાત છે. દાસના પણ દાસ થવું. આ વાત આપણને ફાવે તેવી નથી. અમને ધનપતિ, ઉદ્યોગપતિ કહો, મોટા વકીલ કહો, મોટી સંસ્થાના મોટા ટ્રસ્ટી કહો પણ દાસ થવાનું કહો છો ? જેટલો અહંકાર તીવ્ર તેટલી મોટાઈ બતાવવાની વૃત્તિ પણ તીવ્ર. જોર આને કહેવાય. અહંભાવને ઓગાળવા માટે દાસભાવને સ્વીકારવો પડશે. અહંભાવ ઓગળ્યા સિવાય પ્રેમ પ્રગટ થતો નથી. પ્રેમ પ્રગટ થયા સિવાય સમર્પણ થતું નથી અને સમર્પણભાવ વગર અખંડ આજ્ઞા પાલન થઈ શકતું નથી અને અખંડ આજ્ઞા પાલન કર્યા સિવાય સંસાર નિરોધ થઈ શકતો નથી. કંઈ સમજાય છે ? આ ક્રમે યાત્રા કરવી પડશે. લોકો મને પૂછ્યા જ કરે છે. આ કાળમાં કોઈ સદ્ગુરુ હશે ? પાછો પોતે જ કહે છે કે આવા દુષમકાળમાં સદ્ગુરુ કયાંથી હોય ? હું કહું છું કે બીજું બધું ન હોય પણ સદ્ગુરુ હોય જ. આ ધરતી મુમુક્ષુ વગર નથી અને મુમુક્ષુને જીવાડનાર સદ્ગુરુ ન હોય એવી ઘટના કોઈ દિવસ ઘટે નહિ. મા વગર બાળક ન હોય તેમ સદ્ગુરુ વગર મુમુક્ષુ ન હોય. કોણ જીવાડશે મુમુક્ષુને ? સદ્ગુરુ વગર મુમુક્ષુ જીવી શકશે નહિ. સદ્ગુરુ કરુણા વશ આવશે. ટાગોરજીએ કહ્યું, આવો, કરુણા વરસંત આવો. આંખમાં અમી લઈને આવો. હૃદયમાં પ્રેમનું અમૃત અને આંખમાં કણા લઈને આવો અને આવશે જ. જ્ઞાનેશ્વર કહેતા હતા, મારે સદ્ગ શોધવાની જરૂર નથી. મારા મોટાભાઈ નિવૃત્તિનાથ જડયાં. સોપાન, જ્ઞાનેશ્વર અને મુકતાબાઈ આ બધા ભાઈબેન, દુનિયામાં આ ત્રણ અલૌકિક For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્રમાંક-૧૦૧-૧ વ્યકિત થઈ. તેમને સદ્ગુરુ મળ્યા. દાસાનુદાસ થઈને અહંભાવ ઓગાળ્યા વગર કામ નહિ થાય. દાસભાવ તે જ પરમ ઉપાય. જ્યાં દાસભાવ છે, ત્યાં સેવા છે, શુશ્રુષા અને ભક્તિ છે. ભક્તિ ટોચની વસ્તુ છે અને આવી શરૂઆત જીવનમાં જેને થાય તે દાસના પણ દાસ એટલે દાસાનુદાસ છે. તેમની ભક્તિ કરવી પરમ શ્રેય છે. આશ્ચર્યની વાત છે કે આવો સિદ્ધાંત સર્વ જ્ઞાની પુરુષે જગતને આપ્યો અને જેના આત્મામાં જ્ઞાન પ્રકાશ્ય છે તેવા મુમુક્ષુ જીવોને દાસાનુદાસપણે ભક્તિ કરવાની આજ્ઞા આપી છે, તેની સાથે સાથે તેઓ જાણતા હતા કે આનો દુરુપયોગ થાય તેવો છે. હંમેશા ઉત્તમ અને શ્રેષ્ઠ વસ્તુનો જ દુરુપયોગ થાય. એની જ કોપી થાય. બીજાની કોપી ન થાય. ઇમીટેશન સોનું મળે, પણ ઇમીટેશન લોખંડ કયાં છે? કપચી કાંકરા મળે પણ કૃત્રિમ કપચી અને કાંકરા કયાં મળે ? ઢગલાબંધ જોઈએ તેટલી મળી જાય. દાસાનુદાસ ભાવ જેના અંતરમાં છે એવા મુમુક્ષુની ભક્તિ મળવી ઉત્તમ વાત છે. નકલી માલ તો ઘણો મળે પણ આવો મુમુક્ષુ પ્રાપ્ત થાય તે ઉત્તમ વાત છે. તો આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં જેને વિષમતા આવતી નથી, અહંકાર આવતો નથી, એ જ્ઞાનીને ધન્ય છે. આવી ભક્તિ દાસાનુદાસપણે જેની કરે છે, તે ગુરુને એમ નથી થતું કે આવો મારો શિષ્ય છે. મારે કેટલા શિષ્યો છે ? શિષ્ય શબ્દ તો સારો પણ મારે કેટલા ચેલા છે. લોકો નોંધ રાખે છે. કયા ગામનો ? કયારથી થયો ? આ વર્ષે આવ્યો હતો કે ગેરહાજર હતો ? બહુ મૂંઝવણ છે. આ પ્રશ્ન કંઈ જેવો તેવો નથી. કોઈ ગુરુ ચેલાઓનું લીસ્ટ રાખે છે. મોહ ત્યાંથી ઊઠયો અને અહીં આવીને બેઠો. મોહ એમ કહે છે કે મને બેસવા માટે એક ઇંચ પણ જગ્યા આપશો, તો હું બેસીશ. એક ઇંચ, એક તણખલું, એક રાતી પાઈ, એક ફૂટેલી હાંડલી ચાલશે. વધારે નહિ. અમને કોઈપણ જગ્યા મળે ત્યાં અમે બેસીએ. સંસારી પાસે પણ અને સાધુ પાસે પણ બેસીએ છીએ. ભગવા પહેરનાર પાસે પણ જઈએ અને ઘોળા વસ્ત્ર પહેરનાર પાસે પણ જઈએ. અમારી હાજરી બધે જ છે. આ મોહનું સામ્રાજય જુઓ ! ઉચ્ચ મુમુક્ષુને અને ઉચ્ચ સદ્ગને વિષમતા હોતી નથી. બન્ને વચ્ચે તાલમેળ છે. આ સર્વાગદશા, સંપૂર્ણ દશા, એવી નિરહંકાર દશા, જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે કે સાહેબ ! તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. એમ ગુરુપણે આરાધે તો પ્રથમ ગુરુપણું છોડી એ શિષ્ય વિષે, ગુરુને દાસાનુદાસપણું કરવું ઘટે. કાંઈ સમજાયું? સાધકને આ ક્રિયા કરવાની છે, અને ગુરુપણ એમ કહે કે અમે દાસાનુદાસ છીએ. ગુરુ પણ જાગૃત છે અને સમજે છે કે જીવંત વ્યક્તિની જવાબદારી લેવી, એના જીવનમાં કદી અકલ્યાણ ન થાય તેવી કાળજી રાખવી એ સૌથી મોટી જવાબદારી છે. વડાપ્રધાન પદ કરતાં પણ મોટી જવાબદારી છે. એક રાજા અને સેનાપતિ કરતાં પણ મોટી જવાબદારી છે. કોઈનું અહિત ન થાય, કોઈનું અકલ્યાણ ન થાય, તેની કાળજી રાખવી, તે સૌથી મોટી જવાબદારી છે. જે શરણે આવ્યો છે, જે ચરણે આવ્યો છે, દાસાનુદાસ ભાવે આવ્યો છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે, તેનું હિત ન થાય તેવું બને નહિ અને જો પોતાનું અહિત થતું હોય For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તો ગુરુપણું છોડીને તેનું દાસાનુદાસપણું સ્વીકારે આવી શાસ્ત્રોએ આજ્ઞા કરી છે. પરમકૃપાળુદેવ કહે છે, આ મોક્ષનો માર્ગ છે. આ નિશ્ચય છે. તીર્થંકર આદિ મહાપુરુષોએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. જેટલા તીર્થંકરો થયા, તેઓએ આ જ ઉપદેશ આપ્યો છે. જેટલા વર્તમાનમાં છે અને જે ભાવિમાં થશે, તેઓનો આ જ ઉપદેશ હશે પરંતુ જીવ જાણી જોઈને, ઈરાદાપૂર્વક રખડવા માંગે છે. શું કહેવું આ લોકોને ? બાપ છોકરાને સમજાવે છે કે આપણો આટલો મોટો ધંધો ચાલે છે, હવે તું દુકાને બેસ અને અનુભવ લે. તો છોકરો કહેશે, તમે બેસો ! મારે બેસવું નથી. રખડવું જ છે તેના માટે ઉપાય નથી. ફરી ફરી જ્ઞાની પુરુષોએ કહ્યું કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહિ તો અનંત ઉપાયે પણ નથી. તમારા ઉપર આધાર છે. તમારી પાસે તો જ્ઞાનીને નિષ્ફળ બનાવવાની કળા છે. કેટલા તીર્થંકરો થયા, કેટલી ચોવીશી થઈ પણ તમે તેને આઉટ કરો તેવું બેટીંગ કરો છો. કેટલા જ્ઞાની પુરુષોને આઉટ કર્યા ? તીર્થકર દેવનાં સમોવસરણમાં જઈને આવ્યા. અમે ગુરુજીના નિકટ છીએ, તમારે કંઈ કામ હોય તો કહેજો, એમ કહી ગુરુજીને પણ આઉટ કર્યા. તમારું કામ આઉટ કરવાનું છે. કયાં સુધી આ કરશો? હવે આ સ્વીકારો કે જીવ સમજે તો સહજ મોક્ષ છે અને નહિ તો અનંત ઉપાયે પણ નથી. આત્માને સમજવો વિકટ નથી. આત્માને સમજવો સહેલો છે, કેમ કે જીવનું તે સહજ સ્વરૂપ છે. આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી. કોઈ બીજાને પૂછો કે અમારે તમારું સ્વરૂપ સમજવું છે તો કોઈ કહે અને કોઈ ન પણ કહે. સી.બી.આઇ. ની તપાસ આવે તો બધા સાચું કયાં બોલે છે ? ઇન્કમટેકસ ઓફીસર આવે તો સાચું કહી દો છો ? બીજાના સ્વરૂપની વાત નથી. પોતે પોતાને ગોપવે, છૂપાવે, અથવા ન જણાવે તેવું નથી. કારણ? બહુ મઝાનું સૂત્ર છે. પોતે પોતાથી છૂપાઈને રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? બીજાથી ગુપ્ત તમે રહી શકો પણ પોતાથી ગુમ ન રહી શકો. તમે શરીરથી, કુટુંબથી, પરિવારથી ગુપ્ત રહી શકો, પણ તમે આત્માથી ગુપ્ત કઈ રીતે રહી શકો ? મર્મ સમજો. પોતે પોતાથી ગુપ્ત ? બીજાથી ગુપ્ત રહી શકાય પણ પોતે પોતાને પોતાથી કેમ ગુપ્ત રાખી શકે ? પરમકૃપાળુદેવ કહે છે કે એ ન બને. પણ બને છે. કેવી રીતે ? સ્વપ્ન દશામાં જીવ ન બનવા યોગ્ય પોતાનું મૃત્યુ પણ જોવે છે. કોઈને સ્વપ્ન આવે કે હું મરી ગયો અને ભય પામી આંખ ઉઘાડે તો આ રહ્યો ! સ્વપ્નમાં મર્યો છે, ખરેખર મર્યો નથી. સ્વપ્નમાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ જોવે છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નમાં આ જીવ પોતાના નહિ તેવા બીજા દ્રવ્યને વિષે સ્વપણું માને છે. એ જે માને છે તે અજ્ઞાનના કારણે માને છે. એ માન્યતા તેનું નામ મિથ્યાત્વ, એ માન્યતા તેનું નામ સંસાર, આ ખોટી માન્યતાનું નામ માયા, તેનું જ નામ મોહ અને આ ખોટી માન્યતાનું નામ ગ્રંથિ. પૂછો છો કે ગ્રંથિ અને મોહ કોને કહેવાય? તો ખોટી માન્યતા તે મોહ, તે જ અજ્ઞાન, અને આ નર્કગતિનો હેતુ છે. જન્મ આ અજ્ઞાન અને મોહના કારણે છે, મરણ એના કારણે, દેહ એના કારણે, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્યાંક-૧૦૧-૧ દેહના વિકાર એના કારણે, આ મારો પુત્ર, આ મારાં માતાપિતા, આ મારા શત્રુ, આ હાલો, આ ગમતો, આ અણગમતો, એવા કલ્પનાના ભાવો પણ અજ્ઞાન અને મોહ મમત્વના કારણે થાય છે. પણ જ્યારે સહજ રીતે આત્માને જાણશો ત્યારે આ બધા ભાવો ટળી જશે. આ પંચમકાળમાં, આવો પ્રગટ માર્ગ કહેનાર પુરુષ, આ ધરતી ઉપર આવીને આપણા વચ્ચેથી ગયો. તેણે પ્રગટ માર્ગ દર્શાવ્યો. સંસારની નિવૃત્તિના અર્થે સત્ પુરુષ અને સત્સંગ આદિ સાધન થયાં. આ સાધન જો જીવ પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય, જેટલી પોતાની શક્તિ છે તે પ્રમાણે કરે તો મોક્ષ મળે નહિ તેવું ન બને. એક માણસ ધીમે ધીમે ચાલતો હોય અને બીજો પૂછે કે કેમ, શું થયું ? તો કહે પગ ચાલતા નથી. જો બીજો માણસ બૂમ પાડે કે એ સાવધાન ! હડકાયું કૂતરું આવ્યું. તો શું થાય ? દોડે કે નહિ? મતલબ એ છે કે તેની પાસે ઘણી શક્તિ પડી છે પણ વાપરતો નથી. તમે પણ તમારી શકિત વાપરતા નથી, મંડી પડતા નથી, શક્તિ બચાવો છો માટે મોક્ષ મળતો નથી. દાંત કચકચાવી, હોઠ બીડી પાછળ પડો. આંખો મીંચીને ઝંપલાવો, તે માર્ગે જાવ તો મોક્ષ ન મળે તેવું ન બને. પોતાનો પુરુષાર્થ ગોપવ્યા વગર પ્રવર્તે તો બધા સાધનો સિદ્ધ થશે. નહિ તો બધાં રમકડાં છે તમારા માટે ! બાળકો ઢીંગલી સાથે રમે, તમે પુસ્તકો સાથે રમો છો, શું ફરક પડ્યો? રોજ બે કલાક વાંચન કરો પણ શું ફરક પડ્યો ? બે કલાક આ બધાં રમકડાં. વધારે શું કહેવું? આ કરુણા બોલે છે, આ વ્યથા બોલે છે. આ વેદના બોલે છે. આટલો સંક્ષેપ, આ એક જ લીટી પરિણામ પામે, “આ એક વાત જીવ સમજે તો સહજ મોક્ષ છે.” વૈદ્ય એમ કહેતા હોય છે કે રાઈના દાણા જેટલી દવા છે, પણ તે લેજો હોં. રાઈના દાણા જેટલી દવામાં બીજી હજાર દવા નાખી છે. રોગ નહિ રહે. મહાપુરુષ કહે છે, વધારે શું કહેવું? આટલી જ વાત છે. જીવ સમજે તો સહજ મોક્ષ છે. પર પદાર્થમાં નિજ બુદ્ધિ થાય તો સહજ પરિભ્રમણ છે અને નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. આટલી જ વાત છે. જેનામાં આવી જ્ઞાનનો પ્રકાશ થયો છે, એવાના ચરણે માથું મૂકીને દાસાનુદાસપણે ભકિત કરે તો નિવૃત્તિ થાય. આટલી જ વાત ! વધારે શું કહેવું ? આટલો સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત, નિયમ, સર્વ પ્રકારના જાપ, સર્વ પ્રકારની જાત્રા, સર્વ પ્રકારની ભકિત અને સર્વ શાસ્ત્રનું જ્ઞાન કરીને છૂટ્યો (અર્થાત્ તે સાર્થક થયું). તેમાં કોઈ સંશય નથી. કૃષ્ણદાસ અને મુમુક્ષુઓ ! આ જ અમારી વિનંતી છે. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જે થી કે વળ પામિયે, મોક્ષપંથ તે રીત. આ રીતથી આજે વાત કરી. આ રીત છે. હવે કોઈને પૂછવા ન જશો કે શું રસ્તો છે? આ સીધો રસ્તો, આ નેશનલ હાઈ વે, ચાલ્યા જજો. છેક મોક્ષમાં જઈ ઊભા રહેશો. કંઈ વચ્ચે ફંટાવાનું બનશે નહિ. પણ કોઈ બીજે ઠેકાણે ફસાઈ ગયા તો મોક્ષ હાથમાં નહિ આવે. આટલી સરળ વાત જીવનમાં ઉતારજો. * For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૨મી ગાથાનો પ્રારંભ હવે પછી થાય છે. હું દર વખતે કહું છું કે, આ ગાથા ઘણી મહત્ત્વની છે. પરંતુ કઈ ગાથા મહત્ત્વની નથી ? આમાં ઊંડું રહસ્ય છે, આ વિશાળ દરિયો છે. જે છે તે કહું છું. આ કર્યતંત્રની ગાથા છે. કર્મતંત્ર જૈનદર્શનની અદ્ભુત ફીલસૂફી છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે ક હું પાઠ. ૧૦૨ તમને નવાઈ લાગશે કે આ મોક્ષ માર્ગ તો કર્મક્ષય કરવાનો પાયો છે. અહીં મુબંઈમાં તો હવે ૬૦, ૭૦ અને સો માળનાં મકાનો થાય છે. તેનો પાયો કેવો હશે? આ દરિયામાં પૂલ થાય છે, બ્રીજ થાય છે, તેનો પાયો કેવો હશે ? ૧૦૨ મી ગાથા પાયો છે. તેના ઉપર લાખો શ્લોકો છે. લોક પ્રકાશ, વિશેષાવશ્યક, છ કર્મગ્રંથ, ગોમ્મટ સાર, લબ્ધિસાર, જય ધવલા, મહાધવલા, વિ. થોડા નામો બોલ્યો. વિશેષાવશ્યક ભાષ્યમાં હજારો શ્લોકો, પંચ સંગ્રહમાં સેંકડો શ્લોકો છે. આ જ્ઞાનીઓએ આપણા માટે શું નથી કર્યું? આપણે એવા નપાવટ છીએ કે તેમણે આટલું બધું કહ્યું છતાં કંઈ લક્ષમાં લેતા નથી. આ અદ્ભુત ગાથા છે. ૪૫ લાખ શ્લોકો છપાયેલા, પ્રીન્ટેડ ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. એ બધા શ્લોકોને પરમકૃપાળુદેવે ૧૦૨મી ગાથામાં ઢાળી દીધા છે, અદ્ભુત છે. ગાથાનો સાર આવતી કાલે જોઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્રવચન ક્રમાંક - ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ ગાથા ક્રમાંક - ૧૦૨ પ્રવચન ક્રમાંક - ૭૪ કર્મોનો રાજા મોહ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) કર્મ અનંત પ્રકારનાં છે; પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીયકર્મ છે. તે મોહનીયકર્મ હણાય તેનો પાઠ કહું છું. (૧૨) આત્માના અનંત ગુણો છે. સાકર તમે હાથમાં લો. જેટલી તમારી સમજણ તેટલું વર્ણન કરશો. ગળપણ છે. રંગે સફેદ છે, ખરબચડી છે, વજનમાં આટલી છે, ગોળ આકાર છે. વર્ણન પૂરું થયું. આ સાકરના પણ અનંતગુણો છે. સાકર તો કટકો અથવા સ્કંધ છે, તમે તેનું વિભાજન કરો, અને વિભાજન કરતા કરતા અંતિમ વિશેષ-પરમાણુ છે અને તે પરમાણુના પણ અનંત ગુણો છે. આપણી મર્યાદા છે, આપણે જોઈ શકતા નથી. કેવળજ્ઞાનના વિરાટ દર્શનમાં આખે આખું દ્રવ્ય દેખાય છે. દર્પણની સામે તમે ઊભા હો તો તમે પૂરેપૂરા દેખાશો. તમારું એક એક અંગ દર્પણમાં ઝળકે છે. સમગ્ર વિશ્વ કેવળજ્ઞાનમાં ઝળકે છે. કેવળજ્ઞાની જાણવાની કોશિશ કરતા નથી, જાણવા માટે એ રાહ જોતા નથી, પણ જણાઈ જાય છે. જાણવું તે આપણી અવસ્થા છે અને જણાઈ જવું તે શેયની અવસ્થા છે. એમ કહેવાય છે કે કેવળજ્ઞાનમાં સમગ્ર વિશ્વ ઝળકે છે. પરંતુ એ ઝળક્યું અને તેમાં જણાઈ જવાની શક્તિ હતી ત્યારે જ્ઞાને તેને જોયું. ઓહો ! આત્મામાં આવી અનંત શક્તિઓ છે. પુદ્ગલમાં પણ અનંતી શક્તિ છે. પુદ્ગલનો અંતિમ ભાગ પરમાણુ, તેમાં પણ અનંતી શકિત છે. દરેક પરમાણુ સ્વયં સ્વતંત્ર છે, સ્વાવલંબી છે, સ્વાધીન છે, તેને કોઈની અપેક્ષા નથી. આત્માના “અનંત’ ગુણો છે, બધા જ ગુણોને કર્મ આવરણ કરે છે. એક પીપમાં સો જુદી જુદી વસ્તુઓ મૂકી હોય, ઉપર ઢાંકણું ઢાંકી દો. તો કેટલી વસ્તુ ઢંકાણી? સો એ સો, કેમ કે તે બધી વસ્તુઓ સાથે મૂકી છે, તેમ આત્માના અનંત ગુણો આત્મામાં સાથે રહેલા છે, તેથી તે આત્માના અનંતગુણો ઉપર કર્મોનું આવરણ આવે છે. અંદરમાં જે પ્રકારે આપણો ભાવ થાય છે તે પ્રકારે કર્મનો બંધ થાય છે અને ભાવના ભેદ પણ અનંત છે. અસંખ્ય પ્રકારનો ક્રોધ, પણ શાસ્ત્રમાં આમ વિભાજન છે – અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન ક્રોધ. સંજવલન જે ક્રોધ છે તે સો વ્યકિતઓ કરતી હોય, પણ તેમાં અલગ અલગ પ્રકારનો ક્રોધ છે. એક સરખો નથી. ભાવના અનંત પ્રકારો છે, અનંત પ્રકારના ભાવ હોવાના કારણે જે કર્મનો બંધ થાય છે તે કર્મના પ્રકાર પણ અનંત છે. મોક્ષ મેળવવા તમારે આ સમજવું જ પડશે. મોક્ષ મેળવવો હોય, કર્મોથી છૂટવું હોય તો આ બધું જાણ્યા For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વગર નહિ ચાલે. આપો આપો ને મહારાજ, અમને શિવશુખ આપો.' એમ કહેવાથી મોક્ષ નહિ મળે. જો મળતો હોત તો, તમને મળી ગયો હોત. કર્મનાં મુખ્ય વિભાજન આઠ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આત્માનો મુખ્ય ગુણ, પ્રધાન ગુણ, ચેતના અથવા જ્ઞાન. જગતના તમામ પદાર્થોથી આત્મા જે જુદો પડે છે તેનું કારણ ? તેનો સ્વતંત્ર સ્વભાવ છે જ્ઞાન. કોણ જાણનાર છે? જે જાણી શકે છે, જેનામાં જાણવાની શકિત છે તે આત્મા છે ને બધાં જ દ્રવ્યોથી તે જુદો છે. બીજા દ્રવ્યો જાણનાર નથી અને હાજર છે તેઓ પોતાને જાણી શકતાં નથી. પુદ્ગલ એટલે જડ પદાર્થો તે પોતાને જાણતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તેમાંથી કોઈ પદાર્થ પોતાને કે બીજાને જાણી શકતા નથી. તમામ દ્રવ્યોને અને પોતાને જાણનાર આત્મા પોતે છે. સૂર્ય આકાશમાં ઊગ્યો છે અને તમે કોઈને કહો, જો ને ભઈલા ! સૂર્ય આકાશમાં ઊગ્યો છે ? દેખાય છે? તો એ કહે કે મને ફાનસ આપો તો જોઈ આવું. તમે શું કહો એને ? ભલા માણસ સૂર્ય સ્વયં પ્રકાશિત છે તેને જોવા માટે ફાનસની શી જરૂર? તેમ આત્માનું જ્ઞાન સ્વયં પ્રકાશિત છે પોતાને પણ જાણે છે અને જગતના પદાર્થોને પણ જાણે છે. જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન માટે ત્રણ શબ્દો છે. (૧) ચેતના એક શબ્દ, જે ચેતે છે, ચિતિ શક્તિ. (૨) જાણે છે તે જ્ઞાન અને (૩) ઉપયોગ શબ્દ. જૈન પરંપરામાં સાંપ્રદાયિક શબ્દ છે. ઉપયોગ એટલે use નહિ પણ જાણવું, આત્માનું લક્ષણ છે ઉપયોગ -જાણવું. બીજું કંઈ ન થાય તો ઠીક છે પણ મરતાં પહેલાં તમે તમને જાણી લ્યો. શાસ્ત્રોમાં કહ્યું છે જ્ઞાન, ચેતના અને ઉપયોગ એ ત્રણ શબ્દો પર્યાયવાચી છે. અગ્નિ કહો, બળતણ કહો કે ફાયર કહો. વસ્તુ એક જ પણ શબ્દો અલગ અલગ. પાણી કહો, જલ કહો કે વોટર. ભાષાનો ફરક છે. “જે ગાયો તે સઘળે એક આ એક આત્માને જ ગાયો છે. આત્માના અનંત ગુણોમાં જ્ઞાન ગુણ મુખ્ય છે. જેમ ગાડી ચલાવનાર એક, પણ બેસનારા ઘણા હોય છે પણ બધો આધાર ગાડી ચલાવનાર ઉપર હોય છે. તેમ બધા ગુણોને જણાવનાર, જાણનાર તે જ્ઞાન. એક જ્ઞાન ગુણ સ્વતંત્ર અને શુદ્ધ જ્યારે હોય ત્યારે તેનું કાર્ય શુદ્ધ હોય, પણ જ્ઞાન ગુણમાં બીજું કંઈ ભળે તો એ કાર્ય અટકી જાય. આઠે આઠ ગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન, બીજો ગુણ દર્શન, ત્રીજો ગુણ આનંદ ચોથો ગુણ વીર્ય, પાંચમો સુખ ગુણ. હવે તમે નક્કી કરી લો કે તમારે કોઈની પાસે સુખની ભીખ માંગવાની જરૂર નથી. જરા અલંકારિક ભાષામાં કહેવું હોય તો પુલ એમ કહે છે કે તમે ભૂલ કરો છો ભાઈ ! સુખ અમારી પાસે નથી. છતાં તમે અમારી પાસે માંગો છો ! દેવચંદ્રજી મહારાજે કહ્યું કે “જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત, કયું જાણું કર્યું બની આવશે.” જડ પાસે વર્ણ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે. સુખ નથી. પુદ્ગલ પાસે સુખ નથી, For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ છતાં માગો છો તેનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વની અનેક વ્યાખ્યાઓ છે. જેની પાસે જે નથી, જે જેનો સ્વભાવ નથી, તેની પાસે તે માગવું તે મિથ્યાત્વ છે. રસોડામાં બે ડબ્બા પડ્યા હતા. એક સોડાનો, એક ખાંડનો. બન્ને સફેદ. આંખો મીંચી ચામાં સોડા નાખી દીધા તો ચાની શું હાલત થાય? અહીં સફેદ હોય તે ખાંડ એ વ્યાખ્યા ખોટી પડે. ગળી હોય તે ખાંડ. ગળપણ સાકરમાં જ છે. ચૈતન્ય આત્મામાં જ છે.આનંદ આત્માનો ગુણ છે. વીર્ય પણ આત્માનો ગુણ છે. (૬) અગુરુ લઘુ એ મહત્ત્વનો શબ્દ છે. અગુરુ લઘુ એટલે વસ્તુ જેવી છે તેવી ને તેવી કાયમ ટકાવી રાખનાર પરિબળ તે અગુરુ લઘુ. મિશ્રણ ન થવા દે અને પરિવર્તિત ન થાય (૭) આત્મા અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એનામાં નથી. (૮) આપણે અવિનાશી છીએ, દેહ સાથે જોડાયા છીએ એટલે આપણામાં ઉત્પત્તિ અને નાશ એમ બે દેખાય છે પરંતુ આપણે દેહથી જુદા છીએ અને અવિનાશી છીએ. આપણી આ અક્ષય સ્થિતિ છે. આપણા આ આઠ ગુણોને જેઓ ઢાંકે તે આઠ કર્મો છે. અહીં એમ કહેવું છે કે કર્મો અનંત છે પરંતુ તેમાં મુખ્ય આઠ કર્મો છે અને તેમાં પણ મુખ્ય મોહનીય છે. કેમ મોહનીય ? બાકી બધા કર્મો છે, પણ તે કર્મો કરાવતાં નથી. સાહેબ! ધીરજથી સમજવાનું છે. મોહનીય કર્મ, કર્મ કરાવવા પ્રેરે છે. બીજા કર્મ કરાવનાર મોહનીય કર્મ છે. ચોરી પાપ, હિંસા તે પાપ, દુરાચાર તે પાપ, પરિગ્રહ તે પાપ. પ્રતિક્રમણમાં બોલો છો ને કે પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, ....સત્તરમે માયા મૃષાવાદ અને અઢારમે મિથ્યાત્વશલ્ય. આ સત્તર પાપોને કરાવનાર અઢારમું મિથ્યાદર્શન છે. મુંબઈમાં પોલીસ ચોકી ઘણી, પણ પોલીસનો વડો તો એક જ. હુકમ ત્યાંથી થાય. ફાઈનલ કરવું કે ન કરવું તે પોલીસ નક્કી ન કરી શકે પણ વડો પોલીસ નિર્ણય કરે તેમ થાય. તેમ અહીં પાપ અસંખ્ય પ્રકારનાં પણ કરાવનાર પરિબળ એક જ અને તે મિથ્યાત્વ. મિથ્યાત્વ અસંખ્ય પાપો કરાવે છે. બરાબર ખ્યાલમાં રાખજો. માટે મિથ્યાત્વ પરં પાપં, મિથ્યાત્વ પરં તમ:, મિથ્યાત્વે પરં વિષા મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો અંધકાર નથી, મિથ્યાત્વ જેવું ઝેર નથી. મિથ્યાત્વ જેવો અધર્મ નથી. મિથ્યાત્વનું બીજું નામ દર્શનમોહ. તેની ચર્ચા અહીં કરીશું. આ દર્શનમોહ જ જબરો છે. આઠ કર્મોની પેટા પ્રકૃતિ એકસો અઠ્ઠાવન. આઠે કર્મો જુદા જુદા હોવા છતાં તેમાં મુખ્ય મોહનીય અને મોહનીયમાં પણ દર્શનમોહ. દર્શનમોહનું સ્વરૂપ જાણ્યા વગર ઠેકાણું નહિ પડે. દર્શનમોહ ગયા સિવાય તમારી સાધના, તમારું કરેલું સફળ નહિ થાય. તમારું વાવેલું નહિ ઊગે, માન્ય નહિ થાય. ડ્રાફટીંગ તો થયું પણ સાહેબ સીક્કો ન મારે અને સહી ન કરે ત્યાં સુધી માન્યતા ન મળે. વાંચતાં પણ ન આવડે તેવી આડી અવળી સહીઓ કરે છે પરંતુ સાહેબની સહી થઈ ગઈ એટલે મંજૂરી મળી ગઈ. દર્શનમોહ નહિ જાય ત્યાં સુધી આપણા સાધનોને માન્યતા નહિ મળે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. (પૂ. દેવચંદ્રજી મહારાજ) અમારા ભારતના સંતો ભલે ભણ્યા નથી પણ તેમણે બહુ સારી ભાષામાં એમ કહ્યું કે, અનેક જુગ વિત્યા રે એણે પંથે ચાલતા જી, તોયે ન આવ્યો મારગડાનો અંત. દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો’ આવું હોય ત્યાં ઘટના ઘટે. વાતોમાં નહિ, શબ્દોમાં નહિ, શાસ્ત્રોમાં અને પ્રવચનોમાં નહિ, ઉપદેશોમાં નહિ પરંતુ દર્શનમોહ જાય તો ઘટના ઘટે છે. તમે કોઇનાં બેસણામાં જાવ ત્યાં ડાહ્યા થઈને કહેશો, ભાઈ ! શરીર તો ગયું પણ તેનો આત્મા તો નિત્ય છે. આપણને એમ થાય કે ઊઠીને પગે પડવા જેવું છે. આ મહાપુરુષ લાગે છે. તેના ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ખબર પડે કે કેટલી વીસે સો થાય છે ? મોહનીય કર્મને મદિરાની ઉપમા આપવામાં આવે છે. મોહરૂપી મદિરાનો નશો સૌથી વધારે. જગતમાં જેટલા દારુ છે તેના કરતાં આનો નશો વધારે. કારણ દારુનો નશો કલાક, બે કલાક કે ચાર કલાકે ચોક્કસ ઊતરશે પરંતુ મોહરૂપી દારૂનો નશો તો ચડેલો જ રહે છે. અહીં પ્રવચન કે સત્સંગમાં પણ તમે નશામાં જ આવો છો. સમેતશિખર પણ નશામાં જ જાઓ છો. મોહરૂપી મદિરાનું પાન કરી મનુષ્ય ઉન્મત્ત બને છે. દારુ પીધેલ માણસને કેફ ચડે છે. કેફ શબ્દ ગુજરાતી છે. કેફ ચડે છે ત્યારે ભાન ભૂલી જાય છે. આપણા આશ્રમ પાસેથી એક ગટર જાય છે તેમાં પાટણ કોર્ટના વકીલ, કાળો કોટ પહેરેલો, ગટરમાં પડ્યા હતા. હવે બનવા જોગ હું ત્યાંથી નીકળ્યો. મને ઓળખતા હતા. મને કહે ગુરુજી ! માફ કરજો મને, મારે ન પીવો જોઈએ. ભાન ન રહ્યું. દારુ ભાન ભૂલાવે છે, તેમ મોહ પણ ભાન ભૂલાવે છે અને લોક વિરુદ્ધ કાર્ય થાય છે. • તમે અને હિંસા કરો, તમે અને જુઠું બોલો, એ ન બને ! તમે અને ચોરી એ ન બને. તમે કોઈ સ્ત્રી જોઈ આંખ મેલી કરો ! એ ન બને. પણ મોહ અંદર બેઠો છે તે બધું કરાવે છે. મોહ મહમદ છાકથી, હું છકીયો હો નાંહી શુદ્ધ લગાર; | ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ. ચિદાનંદજી મહારાજ ભગવાનને ઠપકો આપે છે. પ્રભુ ! જ્યારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામ ન લાગે તો તેમને શું કરવાના? ભગવાન ! અમે ભયંકર આફતમાં છીએ. અમે તારા છીએ અને તે કામમાં ન આવે તો તને કરવાનો શું ? ચિદાનંદજી મહારાજ કહે છે, મોહરૂપી મદિરાનું પાન કરી અમે છકી ગયા છીએ. જરા પણ શુદ્ધ નથી. આ ટાઈમે અમારી સાર સંભાળ લેવા જેવી છે. દીકરો બાપને કહેશે કે અમારી અત્યારે સંભાળ લેવા જેવી છે. આ ઉચિત અવસર છે, મારી ખબર તો લો. મોહન વિજયજી મહારાજ કહે છે, ભગવાન ! અમે મોક્ષ માગવા નથી For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રવચન ક્રમાંક - ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ આવ્યા, અમને મુક્તિ કયારે મળશે તેમ પૂછવા નથી આવ્યા, અમારું કયારે કલ્યાણ થશે તેમ પૂછવા નથી આવ્યા. અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે અમારામાં મોહ છે, તમારી તાકાત હોય તો તમે તેને દૂર કરો, તો તમે ખરા ! વાહ, વાહ ! ભારે અદ્ભુત વાત કરી. ભક્તો પણ ખરા છે. અમારો મોહ દૂર કરો ત્યારે તમે ખરા કહેવાઓ. એમને અધિકાર છે ને! એ પ્રેમનો અધિકાર છે. મમ્મીને દીકરો બોલે છે ને ? બાળક બોલે છે અને મમ્મી રાજી થાય છે. કારણ? મા છે. ભક્તોને પણ આવો જ અધિકાર છે. અમારો મોહ દૂર કરો, અમે ઘણા ઉપાયો કર્યા પણ મોહ દૂર થયો નથી. આ દર્શનમોહનીય છે, તેનું એક જ કામ છે, વિપરીત માન્યતાઓ કરાવવી. વિપરીત માન્યતા એટલે ઊંધી માન્યતા. એક ઇંટ ખોટી પહેલેથી મૂકાય તો આખું મકાન ખોટું બને. ઇંટ વ્યવસ્થિત મૂકાવી જોઈએ. સરવાળામાં પહેલાં ભૂલ થાય તો એ ભૂલ છેક સુધી ચાલી જ આવશે. વિપરીત માન્યતાઓને દઢ કરાવવી તે દર્શનમોહનું કામ છે. દા.ત. “શરીર તે જ હું છું, વિષયો અને ભોગોમાં સુખ છે, હિંસાથી ઘર્મ થાય છે', આ દર્શનમોહ છે. અંદર વૃત્તિઓ ઊઠશે તેને દબાવશો નહિ, તેને મુક્તપણે પસાર થવા દો, એવું માનવું તે દર્શનમોહ છે. મનુસ્મૃતિમાં મનુએ કહ્યું છે કે સાહેબ ! અગ્નિમાં કેટલું ઘી નાખવાથી અગ્નિ ઓલવાશે ? દુનિયાભરનું ઘી નાખશો તો પણ અગ્નિ નહિ ઓલવાય, અગ્નિ વધારે પ્રજ્વલિત થશે. જેમ જેમ વૃત્તિ પોષશો, તેમ તેમ પ્રજવલિત થશે. જોર કરીને વૃત્તિઓ જીતવી પડે, બળવો કરવો પડે. આ વાત તમને નહિ ગમે. તમને વૃત્તિ પોષવાની વાત ગમશે. રાતના બાર વાગ્યે ભજીયા ખાવાનું મન થાય તો ઘરવાળીને ઉઠાડે, કહે કે ભજીયાં બનાવ. આ વૃત્તિ ઊઠી છે તો પૂરી કર, પછી મન ન થાય. અમે પૂછ્યું કે વૃત્તિ શાંત થઈ ? બે દિવસ પછી પાછી ઊઠશે, અને વૃત્તિમાંથી વૃત્તિ આવશે. વૃત્તિ પોષવાથી વૃત્તિ શાંત થાય, તે વિપરીત માન્યતા છે. અત્યારે સદ્ગુરુ હોય જ નહિ, એમ કહેવુ તે વિપરીત માન્યતા. આમ વિપરીત માન્યતાઓ ઘણી છે અને તેથી તે કષાય સહિત વર્તે છે. - વાઇરસ ઇન્સેકશન થાય એટલે તાવ આવે, માથું દુઃખે, પગ દુઃખે, ખાવાનું ન ભાવે. ઘણું બધું થાય. દર્શનમોહ પણ જબરું વાઇરસ ઇન્ફકશન છે. તેનાથી ઘણું બધું થાય. કષાયો સહિત વર્તવાનું થાય અને કષાયો આવ્યા એટલે કર્મોને આવવાના દરવાજા ખૂલી ગયા. કર્મજ ગ્રહણ થાય છે અને તે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. સાત કર્મો ભાગ લેનારાં છે અને આઠમું મોહનીય કર્મ કરનારું છે. મોહનીયકર્મ ઉત્પાદક છે, તે કમાણી કરે છે. બાકી બધા કર્મ ભાગ લે છે. આ કંપની ખરી છે, બીજા સ્લીપીંગ પાર્ટનર. વર્કીગ પાર્ટનર તો એક જ છે અને તે મોહ. મોહ સાતે જણાને કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમને બોલાવી લઇશ. પરમકૃપાળુદેવે સમજીને કહ્યું હશે કે તેમાં મુખ્ય મોહનીય', આ મોહનીયકર્મ તે આઠે કર્મનું મૂળ છે. કંઈ મર્મ સમજાણો ? બીજો ભાગ ચારિત્ર મોહનો છે. તમે આત્માને જાણ્યો, અને જગતના પદાર્થો મિથ્યા For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે, અનિત્ય છે તેમ પણ જાણ્યું. તેમાં સુખ નથી તેમ પણ જાણ્યું અને જાણવા છતાં અનેક જન્મના સંસ્કારના કારણે ફરી ફરી ત્યાં જાવ, આનું નામ ચારિત્ર મોહનીય. પાછો ત્યાં જાય. વળી વળીને જુએ કે મારા વરઘોડામાં કેટલાં છે ? આ મોહની પ્રક્રિયા જુઓ ! એટલા માટે અમે મોહ હણવાનો પાઠ કહીએ છીએ. “તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ'. આ શબ્દમાં ચમત્કાર છે. બાકી બધા કર્મોને હણવાની જરૂર નથી. કહે છે ને કે નૃપતિ જીતતાં, જીતીએ, પુર દળને અધિકાર. મોહ કેવી રીતે કામ કરે છે? મોહનું વર્કીગ કેવું છે ? कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागुव्व मट्टियं ॥ (ઉત્તરાધ્યયન અ. ૫/૧૦ શ્લોક) ભગવાન મહાવીરનો કહેલો આ અદ્ભુત શ્લોક છે. શબ્દ વાપર્યો છે શિશુનાગ ! શિશુનાગ એટલે અળસિયો. સંસ્કૃતમાં અળસિયાને શિશુનાગ કહે છે. અળસિયું જોયું છે ને? સાપ જેવું જ દેખાય અને સાપની જેમ જ ચાલે છે. એ અળસિયું એક કામ કરે છે. એ માટી જ ખાય છે. એ મોઢેથી માટી ખાય અને શરીરથી માટી ભેગી કરે. કહેવાય છે કે તે માટીમાં જ જન્મે છે, માટી ખાય છે, માટી ભેગી પણ કરે અને મને પણ માટીમાં અને પાછળ મૂકતો જાય પણ માટી. એક શિષ્ય શહેરમાંથી પસાર થઈ, ગુરુ પાસે આવ્યો. ગુરુએ શિષ્યને પૂછ્યું કે તું ફલોરા ફાઉન્ટન પરથી આવ્યો. ત્યાં તો ખૂબ જ ટ્રાફિક હોય છે. તે ત્યાં શું જોયું ? શિષ્ય કહ્યું કે માટીનાં પૂતળાં પાછળ, અનેક માટીનાં પૂતળાઓ મેં જોયાં. આ શિષ્ય જ્ઞાની હોવો જોઈએ. માટીનાં પૂતળાં પાછળ, અરે ! માટીનાં પૂતળાઓ ! ગુસ્સો ન કરશો. ને ન કહેશો કે, અમે આટલા બધા રૂપાળા છીએ ને ! અરે શું રૂપાળા? માટીના જ પૂતળાં. માટીના પૂતળાં પાછળ કોણ દોડે છે ? હવે તો કહો કે માટીનાં પૂતળાં. અળસિયો મોઢેથી માટી ખાય અને ભેગી પણ માટી કરે. મોહથી ઉન્મત્ત થયેલ માણસ શરીર અને વાણીમાં ઉન્મત્ત અને ઉછૂખલ બની જાય છે. કાબૂ વગરનો અને લગામ વગરનો થઈ જાય છે. રાવણ, દુર્યોધન બેકાબૂ થયા, તેથી ગયા. અમે ઘણી વખત કહ્યું છે કે એશી લાખની કિંમતી કાર હોય, સરસ મઝાની. મિત્રને કહીએ નવી કાર આવી છે, ચાલો ચોપાટી ફરી આવીએ. મિત્ર તો ઠાઠથી બેસે, પોતાની હોય તેમ. પરંતુ ડ્રાઇવર કહે કે અરે! ગાડી તો સરસ છે પરંતુ આમાં બ્રેક નથી. બ્રેક વગરની ગાડીમાં તમે બેસશો ખરા ? અહીં બે કેન્દ્રો આપ્યાં. બંને મહત્ત્વનાં છે. એક કેન્દ્ર ધન એટલે લક્ષ્મી અને બીજું કેન્દ્ર કામવાસના. આપણે ચોવીસ કલાક કોની પાછળ દોડીએ છીએ? ધન પાછળ. ધનતેરસ આવશે ત્યારે ઓલો ચાંદીનો સિક્કો સાચવી રાખ્યો હશે, તે તિજોરીમાંથી કાઢશે, હાથથી દૂધ લઈ નવરાવશે, પછી ચાંદલો કરશે અને લક્ષ્મીજીને પગે પડશે. આટલાં પ્રેમથી તો ભગવાનની પૂજા For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ પણ નહિ કરી હોય, આ મોહી કેન્દ્ર-ધન તે મળી જાય ને ! આખું જગત ધનની પાછળ છે. સંસાર છોડ્યો હોય છતાં સાધુ પણ ધનની પાછળ. તમારે શું કરવું છે ? મછીંદર પણ ધનમાં સપડાઈ ગયા, પરંતુ ગોરખનાથ ચેલાએ તેને બહાર કાઢ્યાં. હિંદુસ્તાનમાં આવા પણ ચેલાઓ છે. એક દિવસ તેઓ જંગલમા નીકળ્યા ત્યાં મછીંદરે સોનાની ઇંટ જોઈ અને મૂકી થેલીમાં. થોડું આગળ ચાલ્યા અને મછીંદરને ડર લાગવા માંડ્યો. તેણે ગોરખને પૂછ્યું કે અહીં કંઈ ભય જેવું તો નથી ને ? ગોરખને થયું કે મછીંદર કેમ ભયની વાત કરે છે ? સાધુકો ભય કૈસા ? વળી આગળ ગયા એટલે ફરી પૂછ્યું કે ગોરખ ! કંઈ ભય નથી ને ? જ્યાં ગોરખે જોળી ઉપાડી અંદર જોયું તો તેમાં ભય દેખાયો અને પાસેના કૂવામાં સોનાની ઇંટ ફેંકી દીધી. લગભગ તેના વજન જેટલો એક પત્થર થેલીમાં મૂકી દીધો. થોડે ગયા પછી ફરી પૂછ્યું કે ગોરખ ! ભય તો નથી ને ? અરે ! ભય તો કૂવામાં પાછળ ફેંકી દીધો. ત્યારથી કહેવત પડી ગઈ છે કે ચેત મછીંદર ! ગોરખ આયા. ભય કાયાને નહિ પણ માયાને છે. ધન પછી બીજું કેન્દ્ર, પુરુષ માટે કામવાસના હોય તો સ્ત્રી અને સ્ત્રીને કામવાસના હોય તો પુરુષ. જગતમાં બે જ કેન્દ્રો છે. ધન અને કામવાસના. બાકી બધા ઉપકેન્દ્રો છે. વિરે fશકે ચ સ્થિર વિત્ત એટલે ધન. ધન મોટામાં મોટું કેન્દ્ર અને આપણી સમગ્ર ચેતના તેની આજુબાજુ. ફોનમાં પણ પૂછતા હોઈએ છીએ કે ભાવ વધ્યો ? આ લોકો સાધુઓને પણ પૂછે છે, મહારાજ કંઈ જ્યોતિષ જાણો છો ? આ શેરના ભાવ વધશે ? મહારાજ બિચારો, સંસાર છોડી સાધુ થયો અને તમે એમને પૂછો છો. જૂઓ તો ખરા કે તમે કોને પૂછો છો? અને સાધુ પણ કહેતા હોય છે. હા, સાંજે પાંચસો પાંચ થશે. આ તો એવી નાવ છે કે ચલાવનાર પણ ડૂળ્યો અને બેસનાર પણ ડૂળ્યો. બે કેન્દ્રો છે. પુરુષ સ્ત્રીમાં ઉન્મત્ત બને છે, સ્ત્રી પુરુષમાં ઉન્મત્ત બને છે અને ધનમાં બધા ઉન્મત્ત બને છે. તેનાથી રાગ દ્વેષ કરે છે અને તે રાગ દ્વેષથી કર્મમળનો સંચય થાય છે. જેમ અળસિયું માટીનો સંચય કરે છે, તેમ આ જીવાત્મા કર્મનો સંચય કરે છે. એટલા માટે હવે એમ કહે છે કે “હણાય તે કહું પાઠ'. આ કર્મ બંધાવાનો બધો આધાર ભાવ ઉપર છે. આ ભાવની વાત ધ્યાનથી સમજી લેજો. જીવ ભાવ કરે છે. ભાવ જીવમાં થાય છે. કર્મમાં નહિ. ભાવ થાય છે પછી જ કર્મનો બંધ થાય છે. કર્મનું કામ પછી ચાલુ થાય. જેમ તમે કોઈ લેખિત ઓર્ડર આપો કે આ માલ બનાવજો. તમારું લેખિત જાય પછી જ માલ બનાવવાનું કામ ચાલુ થાય. તમારું લેખિત જાય ભાવમાં એટલે પછી જ કર્મ માલ બનાવવાનું ચાલુ કરે. ત્યાં સુધી નહિ. કર્મનો વાંક જ નથી. કર્મ કર્તા નથી, કર્મ કર્મનો કર્તા નથી. પરંતુ ભાવ વગર કર્મો થતાં નથી. સાહેબ ! જરા ધીરજથી સમજો. આ વાત તમારા કામની છે. અમે એમ તો માની શકીએ કે તમે પ્રવચનમાં આવીને બેઠા છો એટલે તમારે મોક્ષમાં તો જવું છે માટે તમારે આટલું તો સમજવું જ પડશે કે કર્મો કંઈ કરતાં નથી. ભાવ થાય એટલે કર્મો બંધાય. પહેલાં ભાવ થાય. આ ભાવ થાય છે તેનું કારણ? પૂર્વ કર્મનો ઉદય અને આપણો પદાર્થો તરફનો ભાવ, તેના તરફનું વલણ, ઢલણ. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એનાથી શું થાય ? ભાવ થવાથી આત્મપ્રદેશ ઉપર કંપન થાય. જેમ સિતાર ઉપર આંગળી એડે એટલે ઝંકાર ઊઠે. સિતાર ખૂણામાં એમ જ પડી હોય તો ઝંકાર નહિ ઊઠે, પરંતુ આંગળી અડી નથી કે ઝંકાર ઊઠ્યો નથી. અને વાદક રવિશંકર જેવો હોય તો જાતજાતની રાગિણીઓ પ્રગટે, તેવી જ રીતે કષાયો થાય, ભાવો થાય એટલે આત્મપ્રદેશ ઉપર ઝંકારરૂપી કંપન થાય. કંપન થાય એટલે કર્મબંધ થાય. પહેલા કંપન પછી કર્મોની આવક. કષાયોના ઉદયના કારણે કંપન, કંપનના કારણે ભાવ અને ભાવના કારણે કર્મનો બંધ. આમ ચક્ર ચાલે. આ રીતે કર્મ બંધાય, તેમાં એક નિયમ છે. એક ક્રોડાક્રોડી સાગરોપમ કર્મની સ્થિતિ હોય તેમાં એકસો વર્ષ અબાધાકાળ એટલે એક સો વર્ષ સુધી પડ્યું પડ્યું કર્મ પાક્યા કરશે. બજારમાંથી કેરી લાવીને ટોપલીમાં પકવવા માટે મૂકી. કોઈ પૂછે કે કેરી છે ? તો કેરી તો છે પણ પાકી નથી. પકવવા મૂકી છે. બે દિવસ પછી પાકે એટલે ખવાય. તેમ કર્મ પણ પાકે પછી ફળ આપે. આ અબાધાકાળ પૂરો ન થાય ત્યાં સુધી કર્મફળ ન આપે. તમે ખીચડી બનાવવા તેને કુકરમાં મૂકી ગેસ ઉપર મૂકો છો. કમસે કમ દશેક મિનિટ તો લાગેને ? અને પછી કુકર સીટી વગાડે કે ખીચડી પાકી ગઈ છે. આ અબાધાકાળ, ત્યાં સુધી કર્મ ફળ ન આપે. એક મઝાની વાત એ પણ છે કે તમે જેટલાં કર્મો બાંધ્યા છે, તેમાં નિકાચિત કર્મોને બાદ કરી, બીજા બધાં કર્મો ઉદયમાં આવતા પહેલાં તમે ઈફેકટ આપો તો ફેરફાર કરી શકો છો. વાત ધ્યાનમાં લેજો. એક રજાઈની ગાંઠ, બીજી સૂતરની આંટીની ગાંઠ, ત્રીજી સૂતરના તાંતણાની ગાંઠ અને ચોથી રેશમની દોરીની ગાંઠ મારો અને તેમાં તેલનું ટીપું પાડી, ભંડકિયામાં મૂકી દો. દશ વર્ષે બહાર કાઢો તો પછી ગાંઠ કયાંથી છૂટે? રજાઈની ગાંઠ જેવા કર્મો પૃષ્ટ, સૂતરની આંટી જેવા કર્મો બદ્ધ. સૂતરના તાંતણાની ગાંઠ જેવાં કર્મો નિધત્ત, અને રેશમની ગાંઠ ઉપર તેલનું ટીપું ને અનેક વર્ષો પછી કાઢીએ તેના જેવા ચીકણાં નિકાચિત કર્મો, ભોગવવાં જ પડે. એક રાજાને સંગીત અતિ પ્રિય છે, તેને સંગીતમાં ખૂબ જ આનંદ આવે છે. સંગીતકારો આવ્યા છે અને સંગીત શરૂ કરે છે. રાજાએ પોતાના શય્યાપાલકને કહ્યું કે મને ઊંઘ આવે એટલે સંગીત બંધ કરાવજો. રાજાને ઊંઘ આવી ગઈ. શય્યાપાલને સંગીત સાંભળવામાં રસ પડ્યો તેથી સંગીત બંધ ન કરાવ્યું. થોડીવાર પછી રાજા જાગી ગયા, સંગીત ચાલું હતું તેથી રાજાને થયું કે મારી આજ્ઞા કેમ ન માની ? અહંકાર આવ્યો કે તેના મનમાં સમજે છે શું ? મારી આજ્ઞાનો ભંગ ? અને રાજાએ શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું. આપણે પણ ઘરમાં ઘણી વખત આવું કરીએ છીએ. મને પૂછ્યા વગર પિયર કેમ ગઈ? હવે ઘરમાં નહિ આવવા દઉં. આ અહંકાર બોલે છે. આ બીજો કોઈ આત્મા નહિ પણ ભગવાન મહાવીરનો આત્મા હતો. કર્મ બંધાયા અને પરિણામે છેલ્લા જન્મમાં કાનમાં ખીલા ઠોકાયા. આ નિકાચિત કર્મનું ફળ. બધા કર્મો નિકાચિત નથી હોતાં. બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, તેની કવોલીટી જુદી, અને આ નિકાચિત કર્મની કવોલીટી જુદી. પણ કર્મ ઉદયમાં આવી ગયું પછી તેમાં કંઈ ન થાય. ટીકીટ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ કઢાવી, ટ્રેનમાં બેઠા. ગાડી ચાલુ ન થઈ હોય તો પાછું ઊતરી શકાય. પરંતુ એક વખત ગાડી ચાલુ થાય તો ભુક્કો માર્યા સિવાય કોઈ રસ્તો નથી. કર્મો ઉદયમાં નથી આવ્યાં ત્યાં સુધી તમારું વ્રત, તપ, જપ કાર્યકારી – અસરકારક થાય, પછી નહિ. જ્ઞાની પુરુષે કેટલાક રસ્તાઓ બતાવ્યા અને કેટલીક જાગૃતિની વાત કરી. નિકાચિત કર્મો ભોગવવાં જ પડે. પરંતુ એક વાત છે. તેનો ગાળો ઓછો થઈ શકે. કર્મનો ગાળો બે કલાકનો હોય તો દોઢ કલાક થઈ શકે પણ ભોગવવું તો પડે જ . જેમ પાંચ ડીગ્રી તાવ હોય અને ઇજેકશન લો તો બે ડીગ્રી થઈ જાય. આ ફેરફાર થયો કે નહિ ? કોણે કર્યો? તમારી અસર આટલું સામર્થ્ય તમારામાં છે. કષાયભાવ થાય તેનાથી કંપન, કંપનથી કર્મ થાય. ચેતનામાં જે કંપન થાય છે તેને કહેવાય છે ભાવ. આંગળી ફરે, સિતાર વાગે અને સંગીત ચાલુ થાય, પછી રાગ નક્કી થાય કે આ ભિમપલાસી છે, આ મલ્હાર છે, આ દીપક છે, આ હુમરી છે. પહેલાં ભાવ થાય પછી ખબર પડે કે આ ક્રોધનો, આ પ્રેમનો, આ ક્ષમાનો, આ અહંકારનો, આ કામવાસનાનો ભાવ છે. અનાદિથી કર્મ સાથે જ છે. પણ ઉદયમાં આવ્યું એટલે કંપન થાય, ભાવ થાય અને ભાવ પ્રમાણે કર્મનો બંધ થાય. છેલ્લી વાત, ભાવ થયા, તેમાં બે ભાગ પડ્યા. શુભ ભાવ અને અશુભ ભાવ. આખું જગત આ બે ભાવો વચ્ચે છે. શુભ અને અશુભ. બહુ બહુ જોર કરે તો અશુભમાંથી શુભમાં જાય અને ત્યાં અટકી જાય. દુનિયાભરના ધર્મો અશુભ ભાવ દૂર કરી શુભભાવ કરવાની વાત કરે છે. એક જૈનદર્શન એવું છે કે તે કહે છે કે અશુભભાવ તું કરીશ નહિ. શુભભાવ જરૂર કરજે પણ તેમાં અટકતો નહિ અને તેને એક ધક્કો ઓર મારીને તું શુદ્ધભાવમાં જા. આ અદ્ભુત વાત કરી. એક ધક્કો ઓર દો, એક ધક્કો ઓર. પોતાની ચિંતા કરવી તે સ્વાર્થ, પ્રાણીમાત્રના હિતની ચિંતા કરવી તે મૈત્રી અને કોઇપણ જાતની ચિંતા ન હોય તેનું નામ વીતરાગતા. તમારી ચિંતા છોડી અને બીજાની ચિંતા કરો, પછી એ પણ ચિંતા છોડો, એ મહત્ત્વનું છે. શુભભાવ અને અશુભભાવ દૂર કરવા શુદ્ધભાવ જોઈશે અને શુદ્ધભાવમાં ઝંપલાવવા જીવમાં પ્રચંડ સામર્થ્ય જોઈએ, બળ જોઈએ. શુદ્ધભાવ એવો છે કે તેમાં શુભભાવ પણ નથી અને અશુભભાવ પણ નથી. શુભાશુભથી પર છે. સિદ્ધ અવસ્થામાં તો ભાવ જ નથી. શુભ, અશુભ કે શુદ્ધ કોઈપણ પ્રકારનો ભાવ નથી. ત્રણેથી પર છે. ત્યાં કંપન જ નથી, સિતારને આંગળી અડાડો તો વાગે ને ? કષાય છે જ નહિ, કષાય એટલા માટે નથી કે કર્મ નથી, અને કર્મ નથી તો કષાય નથી, કષાય નથી તો કંપન નથી એટલે સ્થિરતા છે. અનંત સ્થિરતા જેનામાં છે તેને કહેવાય છે સિદ્ધ અવસ્થા. - તમારે સિદ્ધ થવું છે ? અશુભ કાઢી શુભમાં જાવ, ત્યાં પણ અટકયા વગર તેને પણ છોડો. પ્લેનમાંથી નીચે ઊતરવું હોય તો સીડી લગાવવી પડે. નીચે ઊતરીએ એટલે સીડીને પણ છોડી દેવાની. તેમ અશુભમાંથી બચી શુભમાં આવ્યા, શુભને પણ છોડી કૂદકો મારી શુદ્ધમાં આવવું. શુદ્ધમાં કૂદકો મારો એટલે સિદ્ધ. સિદ્ધ થયા પછી શુદ્ધ પણ નહીં રહે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૫ શરીર, ઇંદ્રિયો અને મનની વૃત્તિ એટલે વિકાર તથા વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને, જ્ઞાનદર્શનમય આત્માનું જે ધ્યાન કરે છે તે કર્મોથી કદીપણ બંધાતો નથી. તેને કર્મો અને પુદ્ગલો અનુસરતાં નથી. માટે તેને ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. આથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કર્મો અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં પણ મોહનીય વડું, હણાય તે કહું પાઠ. હવે બે પાઠ આવશે. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ. આગળ ચર્ચા કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સાધના કરવા માટે શાંત મન, ભાવનાશીલ હૃદય, સ્થિર બુદ્ધિ, જાગૃત શ્રદ્ધા અને અંતરનો સાચો તલસાટ જરૂરી છે. જીવનમાં આધ્યાત્મિકતાની પ્રચંડ આગ પ્રગટવી જોઈએ. એ આગમાં પૂરી રીતે તપ્યા સિવાય સાચા સાધક બનાતું નથી. આજનો પ્રચલિત ઘર્મ, સ્થૂળ ક્રિયાકાંડો, વ્રતો અને નિયમો આવેશને જન્મ આપે છે. પોષે છે. જીવાડે છે. અને એ આવેશથી જ અંતે તે નષ્ટ થાય છે. તેથી તેનો સાધકના હૃદયને સ્પર્શ થતો નથી. -પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ પ્રણીત ચૈતન્ય યાત્રા ભાગ-૨ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રવચન ક્રમાંક - ૭૫ પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્ર્માંક-૧૦૨-૧ ગાથા ક્રમાંક ૧૦૨-૧ સંસારનું મૂળ કારણ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) ગાથા ૧૦૨, ૧૦૩ અને ૧૦૪, આ ત્રણ ગાથાઓમાં સમગ્ર કર્મતંત્રનાં બીજો, મૂળિયાં નાખી દીધા છે. આનો વિસ્તાર જેટલો કરવો હોય તેટલો થઇ શકે. આ ત્રણ ગાથાઓ મૌલિક છે. બહુ ધ્યાન અને ધીરજથી સમજજો. તમે જ્યારે કંટાળો છો ત્યારે બોલો છો બળ્યાં આ કરમ ! મારાં કર્મો જ ફૂટેલાં છે. પરંતુ આ બળ્યાં કરમ શું ? એ શું કામ કરે છે ? કેવી રીતે કામ કરે છે ? શું પ્રક્રિયા અને પદ્ધતિ છે ? પછી ખ્યાલ આવે કે કર્મનો એક ટકો પણ વાંક નથી. સો ટકા વાંક આપણો પોતાનો છે. કર્મ ગુનેગાર છે જ નહિ. આપણે ગુનેગાર છીએ. જવાબદાર આપણે છીએ. લાલબત્તી છે, પોલીસ ઊભો છે અને તમારા મિજાજમાં ગાડી હાંકી મૂકો, સીટી વાગે અને પોલીસદાદા તમને ઊભા રાખે. તમે જો આઘાપાછા થાવ તો પોલીસચોકીએ લઇ જાય. કરનાર જવાબદાર છે. વ્યવસ્થાની જવાબદારી નથી. કર્મતંત્ર વ્યવસ્થા છે, તેની પાછળનું સર્જક બળ બીજું છે. એ બન્નેને સમજવાં પડશે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. - કર્મતંત્રના મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરીએ. અનંત પ્રકારના કર્મો છે. તમે જગતને જુઓ, અનંત જીવોને જુઓ. દરેકને પોતાની પરિસ્થિતિ છે, સ્વતંત્ર છે. દરેક વ્યકિતને પોતાના સંયોગો જુદા જુદા છે. એક ઘરમાં માતા પિતાના ચાર દીકરાઓ હોય, પણ ચારે જુદા જુદા. તેમની પ્રકૃતિ જુદી, ટેવો જુદી, રીતભાત જુદી, સ્વભાવ જુદો, વર્તન અને વ્યવહાર જુદો. એકને નોકરીમાં મહિને પચીશ હજાર મળે છે અને બીજો એક મિનિટે ચાલીશ હજાર કમાય છે અને એક ફૂટપાથ ઉપર નોકરી માટે જૂતાં ઘસે છે. એમાં મા બાપનો વાંક નથી, એકની જવાબદારી નથી. એક બીજું અજાણ્યું તંત્ર તેની પાછળ કામ કરે છે. દરેક વ્યકિતનું જીવન સ્વતંત્ર છે, ઘડતર પણ સ્વતંત્ર છે. આટલી બધી અવસ્થાઓ જગતમાં હોય અને તેને તે અવસ્થા ભોગવવા ક્ષેત્ર-જગ્યા હોય, કાળ હોય, સંયોગ ને પરિસ્થતિ હોય અને અનુકૂળ સામગ્રી પણ હોય, આ બધું એક સમયમાં એડજેસ્ટ થાય તે બહુ આશ્ચર્યકારક ઘટના છે. કેવી રીતે આ ગોઠવાતું હશે ? જેવી રીતે જેને જ્યાં ભોગવવાનું હોય, જે ટાઇમે ભોગવવાનું હોય, જે સંજોગોમાં ભોગવવાનું હોય અને ભોગવતી વખતે જેમની હાજરી હોવી જોઇએ તે જ હાજર હોય. અનંત પ્રકારનાં કર્મો છે. અનંત પ્રકારનાં કર્મોની પાછળ, પાયાનું કારણ અનંત પ્રકારના ભાવો. આ ભાવો પણ અનંત છે. પ્રત્યેક ભાવ સ્વતંત્ર અને પ્રત્યેક ભાવ સર્જક છે. ઘણી For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વખત કોઈ રૂપાળા માણસોને જોઈને થતું હશે કે આપણે આટલા રૂપાળા હોત તો? પ્લાસ્ટીક સર્જરી કરાવશો પણ તે બહુ સફળ નહિ થાય. મૂળ રૂપ કયાંથી લાવવું ? તારા માટે આ જ બરાબર છે. ભાઈ ! તારી નિયતી આ જ છે અને વ્યવસ્થા આ છે, કારણ કે એ બધા પાછળ કારણ તારો ભાવ છે. ભાવના અનંત પ્રકાર, માટે કર્મના અનંત પ્રકાર અને તેને ભોગવવાના પણ અનંત પ્રકાર, માટે વ્યવસ્થાના પણ અનંત પ્રકાર, આ વિરાટ જગત ચોદ રાજલોક છે, આ અદ્ભુત વ્યવસ્થા છે. કયૂટર કદાચ ભૂલ કરશે પરંતુ આ વ્યવસ્થા ભૂલ નહિ કરે. | તુલસીદાસજીએ કહ્યું છે કે, રાતનો ટાઈમ છે, ગહરાજા ચોકી કરે છે. રામજીના વનવાસનો પહેલો દિવસ છે. સીતાજી, રામજી અને લક્ષ્મણજી વૃક્ષ નીચે બેઠાં છે, લક્ષ્મણજી પાંદડા પાથરી પથારી કરે છે, કાંકરા વીણે છે કે મારા ભાઈને કાંકરા ન ખેંચે. પથારી કરતાં કરતાં આંખમાં આંસુ આવે છે. નથી પાથરવાનું કે ઓઢવાનું ! જે સ્ત્રીએ ધરતી ઉપર પગ નથી મૂક્યો. માટીથી જેના પગ મેલા થયા નથી, જેના પગને માટી અડી નથી, તેને આજે આ પાંદડાં ઉપર સૂવાનું છે, લક્ષ્મણજીને આંસુ આવે છે પણ રામજી કે સીતાજીની આંખમાં આંસુ નથી. રાત્રીનો સમય થયો છે. રામજી અને સીતાજી સૂતાં છે, તમે એમ પૂછશો કે તેમને ઊંઘ આવી હશે કે કામ્પોઝની ગોળી લેવી પડી હશે? તેમણે ઊંઘની દવા લીધી નથી. અઢાર મણ તળાઇમાં જેવી ઊંધ આવે તેવી જ ઊંઘ આવી હતી. કોઈ તાણ કે દબાણ મન ઉપર નહિ. ઉચાટ નહિ. આપણા પાંચ રૂપિયા આઘા પાછા થાય તો દશ વખત ખિસ્સામાં હાથ નાખીએ, અલ્યા ! શું કરે છે ? આખી અયોધ્યા ગઈ, પણ કોઈ ઉચાટ વગર નિશ્ચિતપણે ઊંઘે છે. સીક્યોરીટી ગાર્ડ લક્ષ્મણજી છે. તેમણે બાર વર્ષ આ સેવા કરી. તે વખતે ગુહરાજા અને લક્ષ્મણજી વાત કરે છે. જુઓ તો ખરા, ભગવાન રામચંદ્રજીને આ પીડા? અને આગળ કેયી શબ્દ બોલ્યાં નથી અને લક્ષ્મણજી કહે છે કે એમાં કોઈનો વાંક નથી. આ અમારાં પોતાનાં કરેલા કર્મો અમારે ભોગવવાનાં છે. સુખ અને દુઃખ બંને કર્મનું ફળ છે. લક્ષ્મણજી અને ગુહારાજા એકાંતમાં વૃક્ષ નીચે બેસીને વાત કરે છે કે કોને દોષ આપવો? અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાનાં છે. આ કર્યતંત્રની થીયરી ગણત્રી કરવા માટે નથી કે ફટાફ્ટ બોલી જઈએ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય કર્મ, મોહનીય કર્મ, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય કર્મ. જીવન સાથે તેનું શું જોડાણ છે તે સમજવા માટે છે. અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારનાં કર્મો, અનંત પ્રકારનાં ફળ, અનંત પ્રકારની ભોગની વ્યવસ્થા, અને અનંત પ્રકારની ભોગની પ્રક્રિયા, આટલું મોટું જગત કર્યતંત્રની વ્યવસ્થા છે. ઈશ્વર વચમાં આવતા નથી. એક વખત કૃચ્ચેવ રશિયાથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાનની હાલત જોઈ કે અહીં કોઈ રણી ધણી નથી. તેમણે કહ્યું કે હું ઇશ્વરને માનતો ન હતો, હવે ઈશ્વરમાં માનવા લાગ્યો છું. મને લાગે છે એણે કટાક્ષ કર્યો. ઈશ્વર કર્મના ફળ આપવા વચ્ચે આવતા નથી, પણ કર્મત્ર ચોક્કસપણે કામ કરે છે. તેની વિગતવાર ચર્ચા થવી જોઈએ. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક ૭૫, ગાથા ક્ર્માંક-૧૦૨-૧ અનંત પ્રકારનાં કર્મો, તેમાં મુખ્ય આઠ છે અને આઠમાં મુખ્ય રીંગ લીડર, બધાને હંફાવનાર મોહનીય કર્મ. ભગવાન મહાવીરનો જીવ સોળમા ભવમાં વિશ્વભૂતિ નામના રાજપુત્ર હતા. સંયમ ગ્રહણ કર્યું. હજાર વર્ષ દુષ્કર તપ કર્યું. એક દિવસ પારણા માટે મથુરાનગરીમાં ભિક્ષા લેવા ગયા. ગાયે પાડ્યા ત્યારે ત્યાં રહેલા તેમના કાકાના દીકરા વિશાખાનંદીએ તેમને કહ્યું કે તે દિવસે એક મૂઠી મારી, કોઠાના ઝાડનાં બધાં ફળ નીચે પાડેલાં. અત્યારે તે તારું બળ કયાં ગયું ? સાંભળ્યું ભગવાન મહાવીરે અને તે જ વખતે ઊભેલી ગાયનું શીંગડું પકડી, તેને ગોળ ગોળ ફેરવી. જોઇ લે મારું બળ ! ભગવાન મહાવીરનો જીવ, એક વખત બળ બતાવ્યા વગર રહી ન શક્યા. તમને થશે કે ભગવાન મહાવીરને થયું તો અમને ન થાય ? મહાપુરુષોના જીવનના પ્રસંગો ઉપરથી આપણે તેનો બોધ લેવાનો છે, તેનુ રહસ્ય સમજવાનું છે. આપણે આપણામાં થતા ભાવો પ્રત્યે સજાગ રહેવાનું છે. કયો ભાવ કયારે ઉત્પન્ન થશે તેની ખબર ન પડે. ८८ મોહનીય વડું અને આ મોહનીય કેવી રીતે હણાય તે પાઠ મારે તમને કહેવો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય હણાય તે મારે કહેવું નથી. કારણ કે જ્યારે મોહ મરશે ત્યારે ભેગાં સાતેય કર્મો જશે કારણ કે મોહનીયકર્મ મુખ્ય છે. ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો.' આઠમે જ્યારે પગ મૂકયો ત્યારે ચારિત્રમોહના પરાજયનો પ્રારંભ કરે છે પણ જીત્યો નથી. ‘મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો’. ‘મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર તરીને અમે બારમે ગુણસ્થાને આવ્યા છીએ. હવે અમે ભયથી મુક્ત છીએ. પહેલાં મોહ જાય અને મોહ જતાની સાથે જ એક જ અંતર્મુહૂર્તમાં એકી સાથે ત્રણ જાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. પહેલાં મોહ જાય, પછી આ ત્રણ જાય એટલે ચારે ઘનઘાતી કર્મો ગયાં. ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં.' આમ ચારે ઘનઘાતી કર્મો ગયાં. બાકીનાં તો કાળ પૂરો થયે, પોતાની મેળે જશે. - થોડાં સૂત્રો લક્ષમાં રાખજો (૧) કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવાના છીએ. (૨) જીવન સાથે કર્મોનું સંયોજન - આપણા જીવનમાં કર્મો કેવી રીતે, કયાંથી પ્રવેશ કરે છે ? દરવાજો કયાં છે ? કયાંથી અંદર આવે છે ? તમારે આવવા દેવાં ન હોય તો દરવાજો બંધ રાખવો, પણ ખબર હોવી જોઇએ ને કે તે કયાંથી આવે છે ? સંયોજન કયાં થાય છે? આપણા સંબંધમાં કયાંથી આવે છે ? (૩) કર્મો જીવનમાં કેવી રીતે ભોગવવાં પડે છે ? દરેક વ્યકિતના જીવનમાં કર્મો ભાગ ભજવે છે અને દરેક માટે પોલીસી જુદી છે, રીત પણ જુદી છે. કર્મનાં પરિણામો જીવનમાં આવે છે ત્યારે તે કેવી રીતે ભોગવવાં પડે છે તે મહત્ત્વની વાત. (૪) કર્મો-કર્મનાં પરિણામ જ્યારે ભોગવવાનાં આવશે ત્યારે જેણે કર્યાં છે તેને જ ભોગવવાનાં આવશે. સાથીઓ ભોગવવામાં સામેલ નહિ થાય. તમારે જ ભોગવવાં પડશે. (૫) કર્મને ભોગવવાની પ્રક્રિયા. આટલા સિદ્ધાંતો કર્મશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૯ આ સૂત્ર સમજી લેજો. “જો ભાવ જીસ પ્રકાર સે નિયત હૈ, વો સ્વભાવ સે બદ્ધ હૈ.' જે ભાવ (ભાવ એટલે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય) જે પ્રકારથી નિયત છે, તે તેના સ્વભાવથી બંધાયેલું છે. કોઈપણ પદાર્થ પોતાના સ્વભાવને ઉલ્લંઘીને તું નથી. આ દ્રવ્યની ખૂબી છે અને સ્વભાવ છે, નિયત છે. દરેક જીવ સમ સ્વભાવી છે. અહીં સમ એટલે સમતા કે સમભાવ નહીં, પણ સમ સ્વભાવી એટલે કોઈપણ જાતના ભેદ કે ઉપાધિ વગર, તંદ્ર વગર, અખંડપણાનું હોવું તેનું નામ સમ. અને આ રીતે વિચાર થાય તો બધા જીવો સમ સ્વભાવી છે. આ ભેદ જે પડે છે તે કર્મકૃત, ઉપાધિકૃત, કંઠ કૃત છે, આત્મામાં ભેદ નથી. જ્યારે જોશો ત્યારે આત્મા સમસ્વભાવી છે. એક સરખો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. પ્રત્યેક આત્મા મૂળથી સિદ્ધ છે. આવિર્ભાવ બાકી છે, આને કહેવાય સમ સ્વભાવ. અહીં એમ કહે છે કે પ્રત્યેક ભાવ નિયત છે એટલે આત્મા જેમ છે, જેવો છે તેવો જ છે. અન્યરૂપે નથી. વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ નિયત છે, તેને અન્યરૂપથી માનવો, આને કહેવાય છે વિપર્યાસ. પરમકૃપાળુદેવ આ શબ્દ વારંવાર વાપરે છે. આને કહેવાય છે વિપરીત બુદ્ધિ, વિપર્યાસ. શું તેની વ્યાખ્યા થઈ ? જે ભાવ જે પ્રકારથી નિયત છે, તેને અન્યરૂપે માનવો. સૂર્યનો તાપ પડી રહ્યો છે. નદી કિનારે છીપલું પડ્યું છે. કોઈને થાય કે ચાંદીનો કટકો પડ્યો છે. ચાંદીના કટકા જેવું દેખાય પણ ચાંદી નથી. એક છીપલા પર સૂર્યનો પ્રકાશ આવે અને તેને ચાંદી માનવી તે વિપર્યાસ. સાયકલની ટયુબ પડી છે, બહાર ઠંડી છે. ઘેર આવતાં તાળું ખોલી રહ્યાં છો અને ટયુબને સહેજ પગ અડી જાય તો બૂમ પાડી ઊઠો કે અહીં સાપ છે. કોઈએ કહ્યું કે બેટરી લઈને જુઓ તો ખરા કે શું છે ? બેટરીથી જુવે છે તો ટ્યુબ છે. ભ્રમણા ગઈ, શાંતિ થઈ. એ જ રીતે શરીર તે આત્મા નથી પણ શરીરને આત્મા માનવો તે મોટો વિપર્યાસ. કેટલાયે વર્ષોથી તમે સાંભળો છો કે શરીર જુદું છે અને આત્મા જુદો છે. તમે આત્મા છો, શરીર નથી. જે ભાવ જે પ્રકારથી નિયત છે તે ભાવને અન્ય રૂપે માનવો તે વિપરીત બુદ્ધિ. આ વિપરીત બુદ્ધિના કારણે પોતાને નુકસાન થાય છે અને અન્યરૂપે કહેવાથી બીજાને પણ નુકસાન થાય છે. શાસ્ત્રમાં તેને ઉસૂત્ર પ્રરૂપણા કહે છે. તમે પૂરું ન જાણો તો ન કહેશો. અધિકાર નથી તમને કહેવાનો. અમે એટલું જ કહીએ છીએ કે જે જ્ઞાની પુરુષ કહે છે તે જ માનો અને કહો. સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે કે જંબુ ! આ અમે તને કહીએ છીએ તે કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન થયા પછી જે કહ્યું છે તે કહીએ છીએ. આમાં અમારું કંઈ નથી. આ જ્ઞાનીની નમ્રતા છે. જવાબદારી છે. તમને આ આકરો શબ્દ પ્રયોગ નહિ ગમે. ખાટકી જીવોની હિંસા કરે છે તે મોટામાં મોટું પાપ કરે છે, પણ તેના કરતાં જે વિપરીત પ્રરૂપણા કરે છે તે ખાટકી કરતાં પણ મોટું પાપ કરે છે. આ જરા ભારે શબ્દો છે ખાટકી તો એક જન્મ ખતમ કરે છે પણ વિપરીત પ્રરૂપણા તો અનેક જન્મો ખતમ કરે છે. ન કરશો, વિપરીત પ્રરૂપણા ન કરશો. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્યાંક-૧૦૨-૧ પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જિમ્યો.” ઉન્માર્ગની દેશના ન કરશો અને સન્માર્ગનો નાશ ન કરશો. “એકાંતે એમ કહે કે વ્રત, તપ, ભક્તિ, જપ કંઈ જરૂર નથી, અનંતવાર કર્યું છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે એ પણ લક્ષમાં લો કે આ કર્યા વગર જાગૃતિ આવે તેમ નથી. કહેનાર પણ એ જ છે. તમે ગમતી વાત લક્ષમાં લો અને ન ગમતી વાત ઉડાડી દો, એ ન ચાલે. જ્ઞાની સાથે ખેલ ન કરો. ઉન્માર્ગની દેશના અને સન્માર્ગનો નાશ ન કરશો. રાતનાં બાર વાગ્યા હોય અને હોટેલમાં જઈ જલેબી ફાફડા ખાતો હોય. કોઈ પૂછે તો કહેશે આત્મા કયાં ખાય છે? સાક્ષીભાવે ખાવામાં વાંધો નહિ. શંકરાચાર્યજીના જીવનમાં ઘટના ઘટી. સાચી હોય કે ખોટી બહુ ખબર નથી. એમ કહેવાય છે કે દારૂના પીઠા ઉપર ગયા. પ્યાલી લીધી અને પીવા બેઠા. બધાએ પીધી. પછી લુહારની દુકાન આવી. ત્યાં સીસું ઉકળતું હતું. ઓલાને કહ્યું, લાવ ગ્લાસ ભરીને અને શિષ્યોને કહ્યું કે તમે પણ પીવો. ના બાપજી ! આ નહિ, ઓલું સારું લાગતું હતું. આ નથી લાગતું! આ ઘટના ઘટી કે નહિ ? તે ખબર નથી પણ તેનો ભાવ સમજવા જેવો છે. વાત એક જ કરવી છે કે કોઈપણ મહત્ત્વના સિદ્ધાંતોનો પોતાની વૃત્તિના પોષણ અર્થે ઉપયોગ કરશો નહિ. ૨૮ વર્ષના ટોડરમલજી કહે છે – “અપની વૃત્તિ અખિલ રખકે જીના હૈ, ઔર ઔરોકો કર્મ કી વજહ સે યે ભોગના પડતા હૈ, ઐસા શાહુકાર મત બનો.” કોણ ખાય છે? તો દેહ ખાય છે. દેહ જુદો અને આત્મા જુદો છે, તે ફાફડા ખાવા માટે ? સિદ્ધાંતોનો કદી પણ ગેરઉપયોગ કે દુરુપયોગ ન કરો. હિંસા એ પાપ છે. અસત્ય એ પાપ છે, પણ વિપર્યાસ બુદ્ધિ જેવું નહિ. ઉસૂત્ર પ્રરૂપણા એ સૌથી મોટું પાપ છે. અનુભવી પુરુષ આનંદધનજીએ અટલ ઊંડાણમાં ડૂબકી મારીને કહ્યું. શુદ્ધાત્મામાં રમતા રમતા એમણે કહ્યું. પાપ નહિ કોઈ ઉસૂત્ર ભાષણ સ્મિો, ઘર્મ નહિ કોઈ જગસૂત્ર સરીખો. જો ભાવ જીસ પ્રકાર સે નિયત હૈ, (ભાવ એટલે દ્રવ્ય, અર્થ, વસ્તુ જે પ્રકારે નિયત છે.) ઉસે અન્યરૂપસે માનના, અન્યરૂપસે કહના, ઉસે વિપર્યાસ બુદ્ધિ કહતે હૈ. છીપના કટકાને ચાંદીનો ટૂકડો કહેવો અથવા તો ખોટાને સાચું મનાવવું. દા.ત. પાંચસો રૂપિયાની ખોટા નંબરવાળી નોટને સાચી જાણી લેવી કે દેવી. આ બધી વિપર્યાસ બુદ્ધિ છે. કર્યતંત્રની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલાં મહત્વની વાત એ છે કે વિપર્યાસ બુદ્ધિથી ચેતીને ચાલજો. વિપર્યાસ બુદ્ધિ ગઈ? તો હવે લીલી ઝંડી છે. મહત્ત્વની વાત આ વિપર્યાસ બુદ્ધિને ટાળવાની છે. આ વિપરીત બુદ્ધિ તેનું નામ મિથ્યાત્વ. આ વિપરીત બુદ્ધિનું નામ દર્શનમોહ, આ વિપરીત બુદ્ધિનું નામ અજ્ઞાન. લોકો પૂછે છે કે મિથ્યાત્વ કોને કહેવાય ? અને કહેનારા એમ કહે છે કે આ બાજુના દેરાસરમાં જઇશ તો તેનું નામ મિથ્યાત્વ. આ અચલગચ્છનું છે. ગયો તો મર્યો સમજજે. આ મિથ્યાત્વની ઘર ઘરની વ્યાખ્યા. હાથ નથી જોડતો, પાપ લાગે. તમે સાધુ મહારાજ છો, પણ કઈ તિથિના છો ? ઉપાશ્રયમાં ઊતરવા ન દે. વિપરીત બુદ્ધિ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૧ ! વિપરીત બુદ્ધિ એ મિથ્યાત્વ છે, તમે માનો તે મિથ્યાત્વ નથી. સમકિત પણ ઘર ઘરનું અને મિથ્યાત્વ પણ ઘર ઘરનું છે. આવી વિપર્યાય બુદ્ધિ તેને કહેવાય છે મિથ્યાત્વ, તેને કહેવાય છે દર્શનમોહ. વિપસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, દર્શનમોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, ઊંધી માન્યતા, વિરુદ્ધ માન્યતા આ બધા એકાર્થી શબ્દો છે. આ વિપર્યાસ બુદ્ધિ દૂર થયા સિવાય તત્ત્વ જેમ છે તેમ સમજાશે નહિ. કંઈ ખ્યાલમાં આવે છે ? તત્ત્વને જેમ છે તેમ સમજવું હશે તો વિપરીત બુદ્ધિ દૂર કરવી પડશે. સમકિત લેવું સરળ પડશે. તત્ત્વ સમજવું કઠિન નથી પણ વિપરીત બુદ્ધિ તત્ત્વ સમજવા દેતી નથી. સત્ય માનવું અઘરું નથી પણ વિપરીત બુદ્ધિ સત્યને ગૂંચવી નાખે છે. આ વિપરીત અને વિપર્યાસ બુદ્ધિ દૂર કરી ૧૦૩મી ગાથાને સમજવા પ્રયત્ન કરીશું. મૂળ કરતાં પ્રસ્તાવના લાંબી થઈ, પણ ઉપાય નથી. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. આ ગાથાને સમજવા માટે “વિપર્યાસ બુદ્ધિ દૂર કરવી તે સૂત્ર માસ્ટર કી સમાન છે. કઈ ચાવી કયાં લગાડવી તે સમજવું પડે. નહિતર ચાવી પણ બગડે અને તાળું પણ બગડે. તમે પરાણે ચાવી નાખો છો અને પછી બૂમ પાડો છો. આપણી હાલત આવી છે. તો “જીસ સમય જીવ જૈસે ભાવ કરતા હૈ, વહ ઉસ સમય હી, વૈસે હી શુભ અશુભ કર્મોકા બંધ કરતા હૈ.' ૪૫ લાખ ગાથાઓનું મૂળ આ છે. ભાવ નથી કરતા ત્યાં સુધી પૂરી સ્વતંત્રતા છે. તમારા અધિકારની વાત છે. પરંતુ તમે તો કહેશો કે શું કરું? મારે ક્રોધ કરવો ન હતો, પણ થઈ ગયો, એમ નથી. તે ક્રોધ કર્યો માટે થયો. કરવો ન હતો અને થઈ ગયો તે કેવી વાત કહેવાય? દોષ પોતાનો છે, બીજાનો નથી. મોટરકારમાં બેસો અને સ્ટીયરીંગ તમારા હાથમાં છે તો તમારે નક્કી કરવાનું છે કે કઈ દિશામાં કે કઈ જગ્યાએ જવું છે ? તમે કહેશો ગાડી આ જગ્યાએ જવાની ના પાડે છે તો આ વાત કાંઈ બેસતી નથી. ગાડી તો સાધન છે. પુદ્ગલ દ્રવ્યનો અંતિમ વિશેષ પરમાણુ છે. પરમાણુનું વિભાજન ન થાય તેમ કાળનો અંતિમ વિશેષ સમય. પછી તેનું વિભાજન ન થાય. આંખ ઉઘાડીએ ને બંધ કરીએ, જ્ઞાનીને પૂછો કે કેટલો કાળ થયો. જ્ઞાની કહેશે કે અસંખ્ય સમય. આઈનસ્ટાઇન કહે છે કે સૂર્યનું કિરણ ધરતી ઉપર આવે છે તો એક લાખ છયાસી હજાર માઈલની યાત્રા એક સેકંડમાં કરીને આવે છે. તો પહેલા ઇંચનો પ્રવાસ કેટલી સેકંડમાં થયો હશે ? આ સૂક્ષ્મ વિભાજન થયું. जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । તો તમ તમ સમ, સુહાસુદૃ વંથ વí . (ઉપદેશમાળા) જે જે સમયે જીવ અંદર જે જે પ્રકારનો ભાવ કરે છે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે. તે કર્મ ભોગવવાનો સમય વધારેમાં વધારે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે. બહુ મોંઘો સોદો થયો. એક સમયમાં આ ભાવ થયો અને તેને ભોગવવાનો કાળ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ? For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા માંક-૧૦૨-૧ આ તાકાત કર્મની નહિ માનતા પણ આ તાકાત તમારા ભાવની છે. ખ્યાલમાં આવે છે ? કર્મો તો એમ કહે છે કે તમે ભાવ કરવાનું શરૂ કરો એટલે અમે અમારું કામ ચાલુ કરીએ છીએ. તેની પહેલાં અમારું કામ ચાલું થતું નથી. સૈનિકો ઊભા હોય, અને સેનાપતિ પણ ઊભા હોય. સેનાપતિ એટેન્શન એમ કહે એટલે એકદમ પૂતળાં થઈ જાય અને પછી કહે લેફટરાઈટ, કવીક માર્ચ. લેફટ તો લેફટ અને રાઈટ તો રાઇટ જ પગ ઉપાડે. તમે જુઓ તો ખરા? આ કર્મો એમ કહે છે કે અમારું કામ તમારા ભાવ પછી જ ચાલુ થાય છે. સમજાય છે? બહુ મોંઘી બજાર છે આ. હીરા માણેક તો કરોડ રૂપિયામાં મળે, આ કરોડની વાત જ નહિ, સાગરોપમ અને ક્રોડાકોડીની વાત. જીવ જે સમયે જેવાં ભાવ કરે છે, અજ્ઞાનમાં કરે, સમજીને કરે, વગર સમજીને કરે, જાણી ને કે જાણ્યા વગર કરે, હું દિલગીર છું, એમ કહે એટલું કહેવાથી કામ પતતું નથી. જો પતતું હોત તો આપણે કરતા જ રહેત, પણ રચના થઈ જ જાય છે. આ ફેકટરી જુઓ, આ સમયે આ ભાવ થયો અને એ સમયે જ કર્મનો બંધ થઈ ગયો. અને એ સમયે નિજની નિયતિ, કયાં જનમવાનો ? ક્યાં જવાનો ? કયાં ભોગવવાનો? કેવી રીતે ભોગવશે ? શરીર કયાં મળશે? કેટલો સમય રહેશે ? કર્મો ઉદયમાં આવ્યા પછી કેટલો ટાઇમ કર્મોનું ફળ ભોગવવું પડશે ? કોની કોની હાજરી હશે ? એક સમયમાં આ ફેકટરીમાં બધું નક્કી થઈ જાય છે, માટે જાગો, હરપલ જાગો, પ્રત્યેક સમયે શુભ કે અશુભ કર્મનો બંધ પડે છે. આ સંસાર બે પાયા ઉપર ચાલે છે. શુભ કર્મ અને અશુભ કર્મ. જેને તમે સુખ કહો છો તે શુભકર્મનું ફળ છે અને જેને તમે દુઃખ કહો છો તે અશુભકર્મનું ફળ છે. આ બે કર્મો શુભ અને અશુભ તમારા ભાવથી ટ્રાન્સફર થઈ જાય, અને આ ભાવ તમે એક સમયમાં કરો છો. હવે તમને ખબર પડી કે તમે કેટલા જબરા છો અને તમારામાં કેટલી તાકાત છે? આ બધું તમે કરી શકો છો. ફરી પુનરાવૃત્તિ કરી લઈએ કે “જીવ, ઇસ સમય જૈસા ભાવ કરતા હૈ, વહ ઉસ સમય થી શુભ અશુભ કર્મ કા બંધ કરતા હૈ!” જે સમયે ભાવ કરે તે જ સમયે, બીજે સમયે નહિ અને ભાવ જુદો અને રચના જુદી તેમ નથી. બાંધેલા કર્મના ભાગ પણ પડશે. કયા ભાગ ? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વિગેરે ભાગલા પડશે. આ તો વહેંચણી થઈ ગઈ. મૂળ મૂડી તો તમે મેળવો છો તેમાંથી આ મોટાનું, આ નાનાનું, આ વચલાનું વિગેરે તમે ભાગ પાડો છો ને તેમ એક સમયમાં ભાવ થાય, એ ભાવ પ્રમાણે એ સમયે શુભ કે અશુભનો બંધ થાય છે. તે માટે ભાવની મૂડી તમારી પાસે છે. શુભની ધારા અને અશુભની ધારા આ સંસારનું મૂળ છે. દેવગતિ અને મનુષ્યગતિ એ શુભનું પરિણામ. અશુભનું પરિણામ નરકગતિ અને તિર્યંચગતિ. શુભ કર્મો શુભ રીતે અને અશુભ કર્મો અશુભ રીતે ભોગવવાં પડે છે. ટૂંકમાં અશુભ કર્મ ભોગવતી વખતે અશાતા હોય અને શુભકર્મ ભોગવતી વખતે શાતા હોય. બેલેન્સમાં અશુભકર્મો હશે તો એ કર્મો અશાતા આપ્યા વગર રહેશે નહિ. લોકો કહે છે કે આ દુઃખ થાય છે તો જંતર મંતર દોરા ધાગા For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૩ કરીએ. આવા લોકો પણ દુનિયામાં છે. કાશીથી મહારાજ આવ્યા છે, તેને હનુમાનજી સાક્ષાત્ પ્રસન્ન છે. તે તમામ દુઃખોને દૂર કરે છે. દીકરા ન હોય તેને દીકરા પણ આપે છે. પૈસા ન હોય તેને પૈસા મળે છે. અહીં બધા લાઇન લગાડે છે. મહારાજને કહેવું જોઇએ કે તમે કમાણી કરવા મુંબઇ આવ્યા શું કામ ? કાશીમાં જ રહો ને ! તમે ભગવાનને કહો છો કે મારાં જન્મ-મરણ ટાળો પણ પ્રભુ કહે છે કે દીકરા ! તારી પાસે શુભાશુભ કર્મો પડ્યાં છે, હું તને બચાવી નહિ શકું. શુભાશુભ બંને ભાવો બંધનું કારણ છે, એના માટે તત્ત્વજ્ઞાનની પરિભાષામાં આસ્રવ શબ્દ આપ્યો. તત્ત્વો પણ જેમ છે તેમ સમજવાની વાત કરી છે. નવ તત્ત્વો છે, તેમાં આસ્રવ એક તત્ત્વ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે તેનાથી કર્મોની આવક થાય છે. તેને કહેવાય છે આસવ. આ આસ્રવ તત્ત્વથી સંસાર વધે. એક ત્રીજા નંબરનો ભાવ છે, તે શુદ્ધ ભાવ છે, તે માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ, શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્મસ્વરૂપમાં લીનતા, શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મયતા, જાગૃત અવસ્થા. આ અવસ્થામાં કોઇ કંપન નથી, કોઇ ધ્રુજારી નથી, કોઇ ભાવ નથી, રાગ દ્વેષ નથી, ક્રોધ કે ક્ષમા નથી, પુણ્ય કે પાપ નથી, કોઇ જાતના ભાવ નથી. માત્ર આત્મસ્વરૂપમાં રમણતાં છે. પરમ પારિમાણિક ભાવમાં જ રમણતા છે. સમગ્રપણે જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને શાતામાં ઠર્યું છે, એવી જે અવસ્થા તેને કહેવાય છે શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવમાં બંધન થતું નથી. કર્મનું કારખાનું બંધ થાય છે. આને કહેવાય છે અબંધક દશા, અને આવી અબંધક દશા અપ્રમત્તભાવમાં પ્રાપ્ત થાય. અપ્રમત્ત ભાવ હોય ત્યાં ધ્યાનની દશા હોય અને જયાં ધ્યાનની દશા હોય ત્યાં નિજસ્વભાવે રમતો હોય. પોતાના સ્વરૂપમાં રમણતા કરતો હોય ત્યાં કર્મનો બંધ નહિ, કર્મની ફેકટરી નહિ. તમે હશો પણ ત્યાં કર્મનો બંધ નહિ હોય, કારણ કે શુભાશુભ ભાવ બંધ થઇ ગયા. ફકત રહ્યો શુદ્ધ ભાવ. તમે જ રહ્યા, તમે જ રહ્યા અને તમારી ચેતના તમારામાં જ ઠરે. આપણે ઘેર આપણે આવી ગયા, ‘અપને ઘરમેં અપના રાજ'. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો. ત્યાં ભાવ નથી, વિકલ્પ નથી, વિકાર, વિભાવ કે રાગ દ્વેષ નથી. વિપરીત બુદ્ધિ નથી, વિકૃતિ નથી એટલે એમ કહે છે કે કર્મતંત્ર નથી. ઉત્પાદન નથી. ઉત્પાદન બંધ હોય તેવી અવસ્થાને સંવર કહે છે અને સંવરની સાથે એક બીજી પ્રક્રિયા થાય છે. ઉત્પાદન તો બંધ થયું પણ પહેલાં જે ભેગું કર્યું છે તેનો નિકાલ કરવો પડેને ? નિકાલ થાય તેને નિા કહે છે. તો શું થાય ? કર્મો બેલેન્સમાં ન રહે. કર્મોનો ક્ષય થાય અને મોક્ષ હાથમાં આવે. આટલો સહેલો મોક્ષ છે. જરાપણ કઠિન નથી. આ મોક્ષનો પંથ છે. શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરીએ પર ભાવ, આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ. આ દેવચંદ્રજી મહારાજ ગુજરાતીમાં બોલ્યા. ધન્ય છે આ સંતોને. માગધીમાં બોલ્યા. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્યાંક-૧૦૨-૧ સંસ્કૃતમાં પણ બોલ્યાં. પછી તેમને લાગ્યું કે સંસ્કૃત સમજનારા નહિ હોય એટલે ગુજરાતીમાં પણ બોલ્યા. અને હવે અંગ્રેજીમાં પણ બોલે છે. શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરીએ પરભાવ. શું થાય છે? આ વિચાર કરતાં કરતાં તેને વીતરાગ પરમાત્મા નજરમાં આવે છે. આ વીતરાગ પુરુષ એવો કોણ છે ? જેને શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી અને શુદ્ધ ભાવ છે અને સતત વીતરાગભાવ જ છે. આ વીતરાગ પુરુષનું જ અવલંબન લેવું અને વીતરાગ પુરુષને ઓળખાવનારા સદ્ગુરુનું અવલંબન લેવું. આવા શુદ્ધદેવનું અવલંબન કરતાં કરતાં પરભાવ, કષાયો, રાગદ્વેષ, છૂટી જાય. વિકલ્પો, વિકારો, વાસનાઓ, શુભ અને અશુભ ભાવ છૂટી જાય, તેમનો પરિહાર થઈ જાય, પછી આત્માનો જે જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી ધર્મ છે તેમાં રમણતા કરતાં કરતાં અંદરથી આત્મ સ્વભાવ પ્રગટ થાય. જે અંદરમાં હતું તે બહાર આવ્યું. હવે અમને ખબર પડી કે તમે જુદા અર્થમાં કહો છો. અમે જુદા અર્થમાં કહીએ છીએ. સત્ય પ્રયોગ. “આત્મગુણ નિર્મળ નિપજતાં ધ્યાન સમાધિ સ્વભાવે આત્માના નિર્મળ ગુણ પ્રગટ થાય એ ધ્યાનમાં થાય અને ધ્યાન કરતાં કરતાં તે સ્વરૂપમાં ઠરી જાય તે સમાધિ. આવી સમાધિમાં જાય ત્યારે તેને સ્વભાવની પ્રાપ્તિ થાય, આ નિજભાવ. ગઇકાલનો શબ્દ યાદ કરો નિજભાવ. પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે, સ્વામી વિનવીએ મન રંગે. પૂર્ણ આનંદ અને શુદ્ધતાનો સ્વભાવ પ્રાપ્ત કરીએ. પરમપદની પ્રાપ્તિ જે કરે છે તે શેનાથી કરે છે ? આ પ્રક્રિયાથી કરે છે. હવે એક વાત સાથે વિચારી લઈએ કે આ ભાવ અંદર થાય છે પણ કો-ઓપરેટીવ ફેક્ટર તો અંદર હશે ને ? આ જગતમાં કંઈ જ ન હોય તો ભાવ જુદો થાય. શુભ અને અશુભ ભાવ જે થાય છે, જેની હાજરીમાં થાય છે તેને કહે છે નિમિત્ત. એ નિમિત્તોને શોધી લેવાં પડશે. હવે પછીનાં સૂત્રો કર્યતંત્રનાં છે, તેને જોઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૭૬ ગાથા ક્રમાંક - ૧૦૨-૨ ) કર્યતંત્રનું કારણ અને કાર્ય કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) થોડી વાતો સ્પષ્ટ સમજી લઈએ તો ગાથાના મર્મનો ખ્યાલ આવશે. કર્મના પ્રકાર અનંત છે. જીવો પણ જગતમાં અનંત છે અને સાથે સાથે ભાવના પ્રકાર પણ અનંત છે. સીતાર ઉપર આંગળી ફરી વળે છે. સાંભળનારને ખબર નથી પડતી કે શું થાય છે ? પણ અનુભવ થાય છે કે મધુર સંગીત ગુંજી રહ્યું છે. રવિશંકરની આંગળી સિતારના તાર ઉપર ફરે છે. હારમોનિયમમાં ગોઠવાયેલી નોટ ઉપર આંગળી ટચ થાય એટલે ગીત પેદા થાય છે. પછી તેને નામ મળે કે આ દીપક રાગ, આ મલ્હાર રાગ, આ ભીમપલાસ રાગ વિગેરે અને સ્વર પણ નક્કી થાય છે. નદી ઉપર પવન આવે એટલે તરંગો ઊઠે છે તેમ આત્મપ્રદેશોમાં કંપન જ્યારે થાય છે ત્યારે ભાવ ઊઠે છે. આત્મા એક અખંડ તત્ત્વ છે, તેના અસંખ્ય પ્રદેશો છે. તે ક્યારેય છૂટા નથી પડતા. ચૂલા ઉપર પાણી ગરમ થઈ ઊકળે, ઊંચું નીચું થાય, એમ આત્મપ્રદેશોમાં કંપન થાય છે, કંપન ઉપરથી નક્કી થાય છે કે આ ક્રોધ છે, આ અહંકાર છે, આ માયા છે, આ લોભ અને આ ઢેષ છે. સિતાર પર આંગળી ફરે પછી ગીત ઉત્પન્ન થાય. તાર તો એના એ જ છે. આંગળી અલગ અલગ ફરે છે તેમ આત્માના પ્રદેશોમાં અલગ અલગ કંપન થાય, એમાંથી જે રીધમ આવે છે એને ભાવ કહેવાય છે. ભાવ અને વિચાર એ બન્ને જુદા છે. ભાવ પછી વિચારની પ્રક્રિયા થાય. પહેલાં ભાવ ઊઠે છે. પ્રેમભાવ, દ્વેષભાવ વગેરે અલગ અલગ ભાવ. ગમાનો ભાવ, અણગમાનો ભાવ, અહંકારનો ભાવ, તિરસ્કારનો ભાવ, ધૃણાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ. આવા બધા જે ભાવો છે તે અંદર થતા હોય છે. ભાવ પછી વિચાર થાય. ગાડી ચાલે છે પણ કયારેક સાઠ માઈલની સ્પીડ ઉપર, કયારેક એશી માઈલની સ્પીડ ઉપર, જેમ એકસીલેટર ઉપર પગ દબાવે તેમ તેની સ્પીડ વધે. જે પ્રમાણે અંદરમાં ભાવની રેઈન્જ હોય અને જે પ્રકારનો ભાવ હોય, તે ભાવ પ્રમાણે કર્મ નક્કી થાય. તમને નવાઈ તો લાગશે પણ આ કામ ચોવીસ કલાક અંદર થઈ રહ્યું છે. સમયે સમયે અનંત કર્મોનો બંધ થઈ રહ્યો છે પણ આપણે તે જોઈ શકતા નથી પણ તેનું કારણ જુદા જુદા ભાવો છે. જુદા જુદા પદાર્થો, વસ્તુઓ, વ્યકિતઓ, સંયોગો, બનાવો, ઘટનાઓની આપણા ઉપર અસર થાય છે અને અસર પ્રમાણે આપણને ભાવ થાય છે. ભાવ જ્યારે થાય ત્યારે નક્કી થાય કે આ ભાવના નિમિત્તે (૧) આ પ્રકારનો કર્મબંધ થયો છે અને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રવચન ક્રમાંક ૭૬, ગાથા ક્ર્માંક-૧૦૨-૨ તેનું ફળ આ વ્યકિતને આવું ભોગવવાનું રહેશે. (૨) સ્થિતિ-કાળ નક્કી થાય, એ ફળ કયારે આપશે અને કેટલો ટાઇમ ભોગવવાનું રહેશે તે, તે જ વખતે નક્કી થાય. એક વર્ષ પછી, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી કે કલાક પછી આ કર્મ ફળ આપવાનું છે. (૩) આ કર્મ જ્યારે ફળ આપશે ત્યારે આવા બળથી અને આટલી શક્તિથી ફળ આપશે. દશ જણને તાવ આવ્યો છે, કોઇને મેલેરિયા, કોઇને ટાઇફોઇડ, કોઇને વાઇરસ ઇન્ફેકશન. કોઇને ૧૦૪ ડીગ્રી અને કોઇને ૧૦૩ ડીગ્રી તાવ અને તાવ પણ જુદો જુદો. કર્મો જ્યારે ફળ આપે છે ત્યારે તેના પ્રકાર જુદા જુદા જે પડે છે. એની શકિત જે કામ કરે છે તેને કહેવાય છે રસ, કર્મની તાકાત. તમે જેટલા જોરથી દડો ફેંકશો તેટલા જોરથી સામે આવશે. ક્રીકેટના મેદાનમા જેટલાં જોરથી બોલીંગ થાય, તેટલા જોરથી બેટીંગ કરવી પડશે. જેટલા જોરથી ભાવ થાય, જેટલી તીવ્રતાથી ભાવ થાય એ પ્રમાણે કર્મની શકિત નિર્માણ થાય. તો આ પ્રમાણે કર્મ કેવું ફળ આપશે અને કેટલી તાકાતથી ફળ આપશે તે પણ નક્કી થાય. (૪) આખી પ્રક્રિયામાં આ જગતમાંથી કર્મનો જથ્થો તમે કેટલો લેશો તે પણ નક્કી થાય. શાસ્ત્રીય પરિભાષામાં જો બોલવાનું હોય તો આને અનુક્રમે (૧)પ્રકૃતિબંધ, (૨)સ્થિતિબંધ, (૩)રસબંધ અને (૪)પ્રદેશબંધ કહે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ કર્મ દુઃખ આપશે, આ સુખ આપશે, આ અનુકૂળતા આપશે, પ્રતિકૂળતા આપશે. આ જ્ઞાનને ઢાંકશે, દર્શનને ઢાંકશે, આ કર્મ દેહની રચના કરશે. આ બધી પ્રક્રિયાઓ જેથી થાય તે પ્રકૃતિબંધ. જે સમય નક્કી થાય તે સ્થિતિબંધ, ફોર્સ શક્તિ નક્કી થાય તે રસબંધ અને કેટલો કાર્મણ વર્ગણાનો જથ્થો તમે વાપર્યો તે પ્રદેશબંધ. ભાખરી બનાવવી હોય તો બે ભાખરીમાં, ચાર ભાખરીમાં લોટ કેટલો જોઇએ તે બહેનોને ખ્યાલમાં છે, કેટલો જથ્થો કર્મબંધમાં લીધો તે પ્રદેશબંધ કહેવાય. કંટાળો ન લાવશો. આ આપણી વાત છે. મોક્ષમાં જવું છે, મુક્ત થવું છે તો જાણવું તો પડશે જ, કેવી રીતે કર્મ બંધાય છે ? આ બધું જુદું જુદું થાય છે તેનું કારણ તમારા ભાવ જુદા જુદા છે. જગતમાં અનંત વ્યકિતઓ છે અને તે પ્રત્યેક વ્યકિતનાં ભાવ પણ જુદાં જુદાં છે. સવારથી માંડી સાંજ સુધીમાં ફુલસ્કેપ કાગળ લઇને બેસજો અને લખતા જજો કે કેટલા ભાવ થયા? ઘરમાં કેવા ભાવ આવ્યા ? લીફટમાં કેવા અને ગાડીમાં બેઠાં બેઠાં કેવા ભાવો આવ્યા ? કોઇની સાથે ગાડી ભટકાણી ત્યારે કેવા ભાવ આવ્યા ? અને કોઇએ સાઇડ ન આપી ત્યારે કેવા ભાવ આવ્યા ? સાંજ સુધી શું થયું તે વિચારજો. નોકર સાથે કેવા ભાવથી વાત કરી, શ્રીમતી સાથે કેવા ભાવ આવ્યાં ? ઘરાક સાથે વાત કરતા કેવા ભાવો આવ્યા ? ઉઘરાણી કરવા ગયા ત્યારે કેવા ભાવ આવ્યા, અને આશ્રમમાં ગયા ત્યારે કેવા ભાવો થયા ? હર પળે તમે જુદા છો. હર ક્ષણે જે જુદા જુદા ભાવો ઊઠે છે તેથી હર ક્ષણે બંધ થાય છે. એવા અનંત ભાવો એક જીવાત્મા કરે છે. તો ગણિત શું આવ્યું ? જીવ અનંત અને એક જીવના ભાવો અનંત. એક જીવ પણ અનંત ભાવો કરે છે અને અનંત ભાવો કરતો હોવાના પરિણામે કર્મબંધ જે થાય છે તેનાં પ્રકાર પણ અનંત. For Personal & Private Use Only - Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૭ અનંત પ્રકાર કર્મના એટલા માટે થાય છે કે અનંત પ્રકારના ભાવો છે. દરેકનો ક્રોધ એકસરખો હોતો નથી. ઓછા વધતા પ્રમાણમાં ક્રોધ હોય છે. કોઇને તમે સમજાવો તો તુરતજ સમજી જાય છે, કોઇને વધારે કહેવું પડે અને કેટલાક એવા બહાદુર હોય છે કે ચાર જણ ઝાલી રાખે તો પણ ઝાલ્યો ન રહે. કહેશે કે મને છોડો. પતાવી લેવા દો. ક્રોધનું છેલ્લામાં છેલ્લું પરિણામ હિંસા. યશોવિજયજી મહારાજે કહ્યું કે ‘હિંસા ગિની અતિ બૂરી રે વૈશ્વાનરની જોડ’. બે ભાઇ બહેન છે, તેમાં બહેનનું નામ છે હિંસા અને ભાઇનું નામ છે ક્રોધ. આ ભાઇ બહેન એવાં છે કે સાથે જ રહે. આ બેન સાસરે જતી નથી પણ ભાઇની સાથે જ રહે છે. જ્યાં ક્રોધ છે ત્યાં હિંસા છે. જેટલો તીવ્ર ક્રોધ તેટલી તીવ્ર હિંસા. જેટલી તીવ્રતા ક્રોધની તેટલી જ તીવ્રતા હિંસાની પણ છે. એક માણસ લાલ આંખ કરે વાત પૂરી થઇ ગઇ, એક માણસ વધારે બોલે ત્યાં વાત પૂરી થઇ ગઇ. ત્રીજો માણસ દાંત કચકચાવીને અપશબ્દો બોલે વાત પૂરી થઇ ગઇ, ચોથો માણસ ગાળાગાળી કરે વાત પૂરી થઇ ગઇ. કોઇ માણસ તમાચો મારી લે પછી શાંત અને કોઇ માણસ હાથમાં બંદૂક લઇ ગોળી મારે ત્યારે વાત પૂરી થાય અને આતંકવાદી તો મશીનગન લઇને આવે છે. આ બધા જુદા જુદા પ્રકાર થયા. જેટલાં પ્રમાણમાં ભાવની તીવ્રતા તેટલા પ્રમાણમાં કર્મની તીવ્રતા. કર્મનું પ્રેરક બળ આપણો ભાવ છે. અહંકાર તો બધામાં હોય છે. નાનકડા છોકરામાં પણ અહંકાર હોય. નાનો છોકરો પણ રીસાઇ જાય છે. એક છોકરો સ્કૂલમાંથી આવ્યો અને બહારથી મમ્મી, મમ્મી ! બૂમ પાડી. મમ્મીએ સાંભળ્યું નહિ. છોકરો કહે, શું કરતી હતી ? મેં કેટલી બૂમો પાડી તે સાંભળી નહિ ? આ ટેણીયો, તેને એટલો ક્રોધ અને તેનું ગજું એટલું, સમજણ એટલી, તે પ્રમાણેનો ક્રોધ. પરાકાષ્ટાનો પણ ભાવ હોય છે. હિટલરે ૬૦ લાખ માણસોને ખતમ કર્યા. મહાભારતના યુદ્ધમાં કરોડો માણસો ખતમ થઇ ગયા. આ હિંસાનું પરિણામ જુઓ. હિંસા પાછળ ક્રોધ, દ્વેષ, ઘૃણા, અહંભાવ, તિરસ્કાર આ બધાં ભેગાં હતાં. તેના કારણે આ થયું. આ ભાવ અંદર થાય છે. ભાવ શબ્દ સ્પષ્ટ કરું છું. ચૈતન્યના પ્રદેશમાં થતું કંપન, એમાંથી પ્રગટતી જે ધારા તેનું નામ ભાવ. જેમ સિતાર ઉપર લખેલું ન હોય કે આ ભીમપલાશ રાગ છે કે આ દીપક રાગ છે, આ ઠુમરી છે. તાર તો એના એ છે પણ આંગળી જે રીતે ફરે તેવાં રાગ નીકળે. આંગળી તમે ફેરવો તો કોકનું માથું દુ:ખી જાય, પણ રવિશંકર ફેરવે તો ડોલવા લાગી જાવ. એના એ તાર છે પણ આંગળી જુદી જુદી ફરે છે અને તેમાંથી સંગીત પ્રગટ થાય છે, આત્મપ્રદેશમાં કંપન થાય છે તેના કારણે અંદર જે જુદી જુદી રીધમ થાય છે તેને કહેવાય છે ભાવ. આપણે એમ કહીએ છીએ કે મને તમારા પ્રત્યે બહુ ભાવ છે, પ્રેમ છે. તેઓ કહે કે લાવ, બતાવ. બતાવી ન શકાય પણ લાગણી છે. કુછ કુછ હો રહા હૈ. કંઇક થાય છે ને! આ ભાવ. આ ભાવ પછી વિચાર, પછી સંકલ્પ, પછી વિકલ્પ, પછી વૃત્તિ, પરંતુ મૂળ ભાવ. આવા અનંતભાવો આત્મામાં થાય છે. ધીરજથી ખ્યાલમાં લેજો. આવા અનંત ભાવો આત્મામાં For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા માંક-૧૦૨-૨ થાય છે. પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે. એનું કર્યતંત્ર અને કર્મચના જુદી છે. હું પુનરાવૃત્તિ કરીને કહું છું કે એક ભાવ ને તેની કમરચના જુદી છે. બીજો ભાવ જુદો, તેની કર્મરચના પણ જુદી અને બધા માટે જવાબદાર આપણે એકલા. સમજાયું ? જેટલા ભાવ તેટલાં કર્મો, તેટલી જ કર્મરચના અને જેટલી કર્મરચના તેટલાં તેના ફળ અને તે ભોગવવાનાં કોને? આપણે એકલાયે. ત્યાં કુમકુમ પત્રિકા ન લખાય કે અમારે કર્મ ભોગવવાનાં છે તો તમે પણ આવજો. આ ભાવ અંદર જે થાય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. શુભ ભાવ. અશુભભાવ અને શુદ્ધ ભાવ. જેનાથી પોતાને અશાંતિ થાય અને અશાતા થાય, અને જે ભાવથી બીજાને પીડા અને દુઃખ થાય તે અશુભભાવો. આ સામાન્ય બાબત છે. પરંતુ આ અશુભ ભાવના ઘણા પ્રકાર છે. અશુભભાવ એટલે હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, ઈર્ષ્યા, અવર્ણવાદ. આપણે બીજું કંઈ પણ ન કહીએ પણ એટલું જ બોલીએ કે આ હમણાં હમણાં બહુ ચગી ગયો છે. ભગવાન એને ઠેકાણે પાડે તો સારું ! ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આને ઠેકાણે પાડ. આવું કામ તમે કોઈ બીજાને કહો તે ઠીક છે પણ આ બીજાને ઠેકાણે પાડવાનું કામ ભગવાનને કહો છો ? આ તમારો ભાવ થયો. તમે ભાવ કર્યો કે તરત રચના થઈ અને રચના થાય એટલે પરિણામ ભોગવવું પડે અને બીજી વાત, પરિણામ ભોગવતાં ન આવડે તો નવા ભાવ અને નવા ભાવથી નવા કર્મની રચના થાય. વળી તે ભોગવવા પડે. અનંતકાળ આમ ચાલ્યો ગયો. પ્રવચનમાં તમે કલાકથી વધારે ટાઈમ થાય તો ઘડિયાળ જોયા કરો કે પ્રવચન કયારે પૂરું થશે. અહીં પ્રવચનમાં તો હજુ ટાઈમ જાય પણ ધ્યાનમાં કેમ ટાઇમ જાય ? શાસ્ત્રો એમ કહે છે કે કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે તેને ભોગવવાની એક વિધિ છે, પદ્ધતિ છે. બધા માટે આ અગત્યનું સૂત્ર છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અથવા બાંધવ કોઈપણ સ્વજન તેનું દુઃખ લઈ શકતા નથી. સાટુ, સાળો કે જમાઈ, કોઈ તેનું દુઃખ લઈ શકતા નથી. કોઈ બીજાના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. પોતે એકલાએ જ દુઃખનો અનુભવ કરવો પડે છે. બધી અનુકૂળતા હોય, તમારી પાસે પચાસ માણસો બેઠા હોય, ડોકટરની પેનલ હોય, પલંગ, ગાદલાં સરસ, દવા ટાઈમસર, પૈસો છે, બધી જ વ્યવસ્થા છે, પણ જે પીડા થાય છે, દુઃખ થાય છે તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. દુઃખમાં આદાન પ્રદાન થઈ શકતું નથી, અને જો દુઃખમાં આદાન પ્રદાન થઈ શકતું હોત તો તુરત જ તમે પ્રાર્થના કરશો કે આ પદ્ધતિ બંધ કરવા જેવી છે. કોઇનું દુઃખ કોઈ લઈ શકતું નથી અને દુઃખ ટ્રાન્સફર કરી શકાતું હોત તો આ જબરા માણસો, પૈસાવાળા, રાજકારણીઓ, સત્તાધીશો ટ્રાન્સફર જ કરત. તેઓ ભોગવત જ નહિ. પરંતુ એવું નથી બનતું. દુઃખ ભોગવતી વખતે તમે એકલા જ છો. ધ્યાન રાખજો. એ પીડા અસહ્ય છે. અને ઘણીવખત દુઃખ ભોગવતી વખતે આજુબાજુના લોકો સહાનુભૂતિ ન બતાવે, તમારી સેવા ન કરે, તમને અનુકૂળ ન બને તો તમને તેના માટે દ્વેષ થાય છે. તમે કહો છો કે આખી જીંદગી આને માટે ઢસરડા કર્યા, ખબર હોત ને તો આ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૯ ન કરત ! કર્યું ને ? શું થાય ? કર્મ કર્તા કા અનુગમન કરતા હૈ. કર્મ છે, તે કર્તાની પાછળ જાય છે. આ સિદ્ધાંત છે. જે કર્તા હશે તેની પાછળ કર્મો જાય છે. મહાભારતમાં એક નાનકડો શ્લોક છે. હજારો ગાયો હોય પણ વાછરડું તેની મા પાછળ જ જાય છે. વાછરડામાં એટલી અક્કલ છે કે તે પોતાની માને ઓળખી શકે છે. ભૂલતું નથી. હજારો ગાયોમાં જેમ વાછરડું તેની મા પાછળ જાય છે, તેમ કર્મો કરનારની પાછળ જાય છે. એવું નથી થતું કે પાડોશીની કે બીજા કોઈની પાછળ જાય, આટલી બધી ચોક્કસ વ્યવસ્થા છે. જે કર્તા છે તેની પાછળ જ કર્મ જાય. કવિ ગંગે આ વાતને જુદી ભાષામાં કરી છે. ચંચળ નારીના નેણ છૂપે નહિ, ચાંદ છૂપે નહિ બાદલ છાયા, રાડ પડે તો રજપૂત છૂપે નહિ, કર્મ છૂપે નહિ ભભૂત લગાયા. રાડ પડે રજપૂત છુપે નહિ, તેમ રખીયાં લગાડવાથી કર્મો છુપાતાં નથી. કપડાં બદલો તોપણ કર્મ છુપાઈ જતાં નથી, રંગ બદલાવો તેથી કાંઈ કર્મ છુપાઈ જતાં નથી. તમે નામ બદલો કે કોઈ ખૂણામાં ભરાઈને બેસો તો પણ કર્મ છૂપાઈ જતાં નથી. દુઃખ ભોગવવા પડે તેવા કર્મો બાંધતી વખતે તમે પોતે ભાવ કર્યા છે માટે જાગો ! અને બંધ પડયો હતો ત્યારે આજુબાજુમાં જે હાજર હતાં તે અત્યારે નથી. સ્પષ્ટ થાય છે આ વાત ? આ તો આજે આવ્યાં, નવા જનમમાં, પણ તે વખતે હાજર ન હતાં. ગજસુકુમારનો જીવ એક વખત જેઠાણીનો જીવ હતો અને સોમિલનો જીવ એક વખત બાળકનો જીવ હતો. જેઠાણીને બાળક નહિ અને દેરાણીને બાળક હતું. વ્યવહાર છે, જેને બાળક હોય તેનું મૂલ્ય વધારે હોય, તેનું મહત્ત્વ વધારે હોય. ઘરમાં દીકરો છે, સુંદર છે, રૂપાળો છે. આ દેરાણીને બાળક છે માટે તેનું માન છે, મારું માન નથી. એક દિવસ જેઠાણીને ભયંકર વિચાર આવ્યો. બાળક ઘોડિયામાં હતું. રોટલો કર્યો બાજરીનો અને ગરમ ગરમ રોટલો બાળકનાં માથા ઉપર બાંધી દીધો. નાનું બાળક સોમિલ થયો અને જેઠાણી મરીને ગજસુકુમાર થઈ. પછી ગજસુકુમારે દીક્ષા લીધી ને તેમના માથા ઉપર ખેરના અંગાર મૂકયા એ ઘટના ઘટી. આ બધો તાળો મળી ગયો ને ? જ્યારે બંધ પડ્યો ત્યારે કર્મના પરિણામ ભોગવવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. તમે જ્યારે ભાવ કરો છો તે તમને જ ખબર છે, તમે એકલા હો છો અને અત્યારે તમારી સાથે જે છે તે, તે જ વખતે હાજર હોતાં નથી. સંયોગો પછી થાય છે. દુઃખ ભોગવતી વખતે તેઓ તમારી આજુબાજુ હોવા છતાં ભાગીદાર બને શકે નહિ, આ લોજીક, આ તર્ક, સમજાયું? આ કઈ રીતે ગોઠવણ થાય છે, ખ્યાલ આવ્યો ? તેનો અર્થ એ થયો કે તમે જે કંઈ ભાવ કરશો તે માટે સંપૂર્ણ રીતે તમે જ જવાબદાર. ભાવ પ્રમાણે તમે જે કર્મ કરશો તે માટે સંપૂર્ણ તમે જવાબદાર અને તમારી આજુબાજુમાં સ્વજનો, મિત્રો, વેવાઈ, સાથીઓ આ બધું ઝુમખું મોટું હશે, તે તમારા દુઃખમાં ભાગીદાર બની નહિ શકે, કારણ ? જેણે આ કર્મો કર્યા છે, જેણે ભાવ કર્યો છે તેને કર્મ બંધાણું છે અને તેને જ આ કર્મ ભોગવવાનું છે. કહેશે ખરાં For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા ક્રમાંક-૧૦૨-૨ કે તમને આ દુઃખ આવ્યું, તેના કરતાં મને આવ્યું હોત તો સારું હતું. પણ યાદ રાખજો, લખી રાખજો કે જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી બોલશે. પણ જો નિયમ થઈ જાય પછી કોઈ બોલે ખરું? કર્યતંત્રની વ્યવસ્થા અતિગૂઢ છે, ચોક્કસ છે અને નિયત છે. જૈનદર્શનની ઉદ્ઘોષણા, મહાવીર પ્રભુની ઉદ્ઘોષણા, તત્ત્વજ્ઞાનીની ઉદ્ઘોષણા એમ છે કે આત્મા ભાવ કરવામાં સ્વતંત્ર છે, કર્મબંધ કરવામાં સ્વતંત્ર છે. ભાવ ન કરો તો કર્મબંધ ન થાય, બંધ ન થાય તો ભોગવવાનું ન હોય, ભોગવવાનું ન હોય તો શરીર ન જોઈએ. અને શરીર ન જોઈએ તો જન્મ લેવો ન પડે. લીંક આવીને ? ભાવ કરવામાં સ્વતંત્ર, અને કેવા ભાવ કરવા તેમાં પણ સ્વતંત્ર. એક માણસે ગાળ આપી અને તેને તમે કહો કે આપો. તમારી પાસે જે હશે તે આપશો, અમે પી જશું. એ જ માણસે બીજાને ગાળ આપી. તે બીજો માણસ સામે દશ ગાળો આપે તો નવું ખાતું ખોલ્યું. સામે એકશન લેવામાં તમારી સ્વતંત્રતા છે માટે જ્ઞાની પુરુષો જાગીને જીવવાનું કહે છે. ક્ષણે ક્ષણે જાગીને જીવો. કદાચ બદલો લેવાનો ભાવ થાય, પણ ત્યાં તમે ચેતી ગયા તો કાર્ય નહિ થાય, ભાવ થયો અને ગુસ્સો કર્યો અને એમ થયું કે સામું ચોડી દઉં એને બરાબર, પરંતુ પાછું એમ થયું કે હમણાં જ પ્રવચન સાંભળીને આવ્યો છું તો ગુસ્સા સામે ગુસ્સો ન કરાય પણ પ્રેમથી વ્યવહાર રાખવાનો છે. ભાવ થયો તો ભાવ પૂરતા જવાબદાર અને એકશન કંઈ ન લો તો વધારે જવાબદાર નહિ. પરંતુ એકશન લીધું તો પૂરેપૂરા જવાબદાર. કર્મના ઉદય પછી તેને ભોગવવા કર્મને આધીન થઈને રહેવું પડે છે કોઈ આમાં હતાશા, લાચારી, નિરાશા નથી. પરંતુ નિયમ તો નિયમ પ્રમાણે જ કામ કરશે. કર્મ કર્યા પહેલાં તમારી સ્વતંત્રતા છે, પણ કર્મ કર્યા પછી તમારી સ્વતંત્રતા નથી. ભોગવવાં જ પડે. એક સરસ મઝાનું ઉદાહરણ છે. વૃક્ષ ઉપર ચડવા માટે તમે સ્વતંત્ર છો, અને વૃક્ષ ઉપર ચડી જાઓ છો. પણ જો પછી પગ લપસ્યો તો નીચે ન પડવું તે તમારા હાથની વાત રહેતી નથી. કયાં પડશો, કેવું ફ્રેકચર થશે? ચડવામાં તમારી સ્વતંત્રતા. પડતી વખતે તમારી સ્વતંત્રતા નહીં. આનો અર્થ એ થયો કે તમે આજે પણ સ્વતંત્ર છો અને જે બને તે માટે તમે પોતે જ જવાબદાર છો. હવે તમે કોઈને એમ ન કહેશો કે તમે સુખ આપો અને એમ પણ ન કહેશો કે તમારા કારણે અમે દુઃખી દુઃખી થઈ ગયા. તમે છો એટલે દુઃખના દહાડા છે. અલ્યા, તે ન હોત તો ય દુઃખના દહાડા આવત. તું પોતે જવાબદાર છો. આવી જવાબદારી સ્વીકારવી અને જાગીને જીવવું તે કર્મતંત્રના સિદ્ધાંતને સમજ્યા પછી જીવનમાં કરવાની સાધના છે. આ જાણીને શું કરશો ? આ સમજીને, સાંભળીને શું કરશો ? જીવન જીવવાની શૈલી બદલવી પડશે. કારણ કે તમને સ્વતંત્રતા મળી છે. હવે ખબર પડી કે તમે સ્વતંત્ર છો. એટલા માટે યશોવિજયજી મહારાજ કહેતા હતા કે “આપ હી બાંધે, આપ હી છોડે, નિજમતિ શકિત વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી'. પોતે જ બાંધે છે, પોતે જ છોડે છે. તે માટે તું અભ્યાસી છો, તું સમજ. આ સમજીને સાધક જીવનની યાત્રાનો પ્રારંભ કરે છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. પરમકૃપાળુ દેવ આ ૧૦૨મી ગાથામાં કહે છે કે, કર્મો અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ એમ આઠ છે. આ મુખ્ય પ્રકારો છે. શબ્દો સાંભળો અને યાદ પણ રાખજો. જીવનમાં કામ લાગશે. આ બધાં કર્મો આપણી પાસે છે અને આપણા ઉપર કામ કરી રહ્યાં છે, પરતું આપણે તેને ઓળખતા નથી. જે વખતે જ્ઞાનની શકિત ક્ષીણ થાય અથવા જ્ઞાન ઉપર આવરણ આવે, ત્યારે સમજી લો કે જ્ઞાનાવરણીય કર્મે કામ કર્યું, યાદ ન રહે, સ્મૃતિ ઘટી જાય. તો અત્યારે એમ કહેવાય છે કે બદામ ખાવ તો યાદ રહેશે. શેર બદામ ખાઈશ તો પણ યાદ નહિ રહે, કારણ કે જ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે, ઉદયમાં છે. આ કર્મો અલગ અલગ રીતે આત્માને ફળ આપે છે. આત્માની મુખ્ય શકિતઓ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ અને વીર્ય. આ તમારો ખજાનો છે. એક શબ્દ હજુ ઉમેરવો પડશે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આ બધી શકિતઓ અનંત છે. અનંત એટલે કદી પણ ખૂટે નહિ તેવી. જ્ઞાન ગમે તેટલું વાપરો કયારેય ઓછું નહિ થાય. જ્ઞાન અનંત છે. આનંદ ગમે તેટલો અનુભવો પણ આનંદ અનંત જ છે. શકિત ગમે તેટલી વપરાય, પણ શકિતઓ ખૂટશે જ નહિ. આત્માની ચારે ચાર શકિતઓ અનંત છે. તેના ઉપર આવરણ આવી શકે. તે આવરણ કરનાર ચાર કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ છે. આનો અર્થ એમ થયો કે શકિત તમારી, પણ દોર તેમના હાથમાં છે. તેમાં કંઈ ઓછું વધતું આવરણ થાય તો તે પ્રમાણે શકિતઓનો ઓછો વધતો ઉઘાડ થાય. જેમ આકાશમાં સૂર્ય ઊગ્યો છે તેનો પ્રકાશ બહાર આવવામાં વાદળા આવરણ કરે છે તેમ આત્માને કર્યો આવરણ કરે છે. આકાશમાં સૂર્ય ઊગ્યો છે, તે પ્રકાશિત છે પણ આવરણને કારણે ઢંકાઈ ગયો છે. વાદળાં ખસે તો સૂર્યના દર્શન થાય. વાદળાં સંપૂર્ણ ખસી જાય તો સૂર્ય પૂરેપૂરો પ્રગટ થયેલો દેખાય. આપણા ઉપર પણ કર્મોનાં વાદળો છે. કર્મ ખસે તો શકિત પ્રગટ થાય. છે બધું તૈયાર પણ આવરણ આવ્યું છે. તો કરવાનું શું? આપણે વાદળાં ખસેડવાનાં. કર્મરૂપી આવરણ ખસેડવું. એ કર્મોનાં વાદળો જેનાથી ખસી જાય તેનું નામ ધર્મ. એનું નામ જ્ઞાન, એનું નામ ધ્યાન. જેનાથી ખસે એનું નામ યોગ તેનું નામ ભક્તિ. આપણે આપણાં કર્મના વાદળો ખસેડવાનાં છે. અત્યારે આટલી વાત થઈ, હવે પછી આઠ કર્મો, તેનું કાર્ય કેવું છે તે વાત કરીશું. પછી દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીયની વાત થશે. આપણા ઉપર સૌથી મોટો હુમલો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો છે. આ બંને આપણને ઊંધે રવાડે ચડાવે છે અને શાંતિથી બેસવા દેતા નથી. તમે કહો છો કે ભાવ તો ઘણા થાય છે કે ધ્યાનમાં બેસીએ, માળા ગણીએ, પૂજા કરીએ પણ તેમ થતું નથી. ચારિત્ર મોહનીયકર્મ ના પાડે છે. આપણને For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા ક્રમાંક-૧૦૨-૨ તેમ કરતાં અટકાવે છે કે આમ કરવું નથી, સૂઈ જાવ એના કરતાં. એક ભાઈ કહે કે કરવાનું મન બહુ થાય, કે વહેલા ઊઠીએ અને માળા કરીએ. પછી એલાર્મ મૂકીએ કે વહેલા ઊઠવું છે પણ જેવો એલાર્મ વાગે કે બટન દબાવી દઇએ. ઊઠી શકાતું નથી. અહીં પુરુષાર્થ જરૂરી છે. જ્ઞાનીને કહેવું છે કે કર્મો જોરદાર તો છે, પણ તારા જેટલાં તો નહિ જ. તું જે દિવસે નિર્ણય કરીશ. તે દિવસે કર્મોનો ભુક્કો તું બોલાવી શકીશ. તું નિર્ણય કર. તે નિર્ણય જ કર્યો નથી, ત્યાં સુધી કર્મોને લીલા લહેર છે, પણ નિર્ણય કરશો તો એ પણ સમજી જશે. કૂતરું આપણે આંગણે આવે અને કટકો રોટલો નાખો તો રોજ આવશે. બે ચાર દિવસ રોટલો નાખો તો એ સમજશે કે અહીં મારી નિમણૂક થઈ ગઈ છે. રાત્રે ભસે તો તમારી ઊંઘ ઊડી જાય. સવારે તમે તેને કહેશો કે હટ,જા, તો પણ તે ઊભું રહેશે. એ તમને પ્રેમ કરે છે. લાકડી લઈને દોડશો તો એ આગળ અને તમે પાછળ. પણ અધવચથી તમે પાછા ફર્યા તો ફરી એ પણ પાછું આવશે. આ કૂતરું પંદર દિવસમાં હળી ગયું. તો પછી કર્મો તો અનંતકાળનાં છે. માટે તમારે તેની સામે પ્રચંડ અને પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. આવતી કાલે આપણે તેની આગળ ચર્ચા કરીશું. ઘન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૩ પ્રવચન ક્રમાંક - ૭૭ ગાથા ક્રમાંક - ૧૦૩ દર્શન મોડનું સ્વરૂપ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩). તે મોહનીયકર્મ બે ભેદે છે ઃ એક “દર્શનમોહનીય” એટલે “પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી “ચારિત્રમોહનીય'; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમ કે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામ સ્વરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦૩) સાધકોને જાણવું જરૂરી છે કે આપણા માર્ગમાં કયા અંતરાયો છે? કયા પરિબળો આપણને રોકે છે ? શેમાં આપણે અટવાઈ જઈએ છીએ ? ચિંતકોનું કહેવું એવું છે કે પાપના પ્રકાર ભલે અસંખ્ય રહ્યા, વૃત્તિઓ ભલે અસંખ્ય રહી, ક્રિયાઓ ભલે અસંખ્ય રહી, પરંતુ આ બધાની પાછળ અવરોધ કરનાર મુખ્ય પરિબળ છે. એક દર્શનમોહ અને બીજું ચારિત્રમોહ. દર્શન અને ચારિત્ર એ બે શબ્દો આત્માના પક્ષે છે અને મોહ શબ્દ કર્મના પક્ષનો છે. બે મળીને શબ્દ થયો દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શન એટલે દૃષ્ટિ, દર્શન એટલે જોવું, દર્શન એટલે સાક્ષાત્કાર, દર્શન એટલે સમજવું, અવગત કરવું અને દર્શન એટલે વિચાર. કોઈપણ પદાર્થ પ્રત્યે તમે કઈ દૃષ્ટિએ જોવો છે તે મહત્ત્વનું છે અને તમે શું જુઓ છો તે મહત્ત્વનું છે. વસ્તુ કેવી છે અને તમે તેના તરફ કેવી રીતે જુઓ છો તે બે વચ્ચે કયાં ડીફરન્સ પડે છે, તે મહત્ત્વનું છે. કયાં અંતર પડે છે, તેના ઉપરથી દર્શનમોહનું કામ નક્કી થાય. જે વસ્તુ તમને દેખાય છે તે વસ્તુ જેમ છે, જે સ્વરૂપમાં છે, તેમાં કશું ઉમેરવું નહિ, ભેળસેળ કરવી નહિ. વસ્તુ જેમ છે તેમ સ્વીકારો તો દર્શન કહેવાય. પરંતુ તેમાં ભ્રમણા થાય તેને દર્શનમોહ કહે છે. જેમ પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ એટલે જે પરમાર્થનો, કલ્યાણનો મંગળ માર્ગ છે, શ્રેયમાર્ગ છે, હિતનો માર્ગ છે, જ્ઞાનીઓએ દર્શાવેલ માર્ગ છે, અનુભવીઓએ કહેલ માર્ગ છે, તેના વિષે તે માર્ગ ખોટો છે તે પ્રકારની બુદ્ધિ, તેને કહેવાય દર્શનમોહ. બુદ્ધિ બે પ્રકારે કામ કરે છે. પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ એટલે જેનાથી કલ્યાણ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્યાંક-૧૦૩ થાય છે તેનાથી અકલ્યાણ થાય તે પ્રકારની માન્યતા એ અપરમાર્થ બુદ્ધિ. અને પરમાર્થ બુદ્ધિ એટલે વસ્તુ પોતે જેવી છે તેવી જોવી. આત્મા નથી એક દષ્ટિ, આત્મા અનિત્ય છે બીજી દૃષ્ટિ, આત્મા કર્મનો કર્તા નથી ત્રીજી દૃષ્ટિ, આત્મા કર્મનો ભોગવનાર નથી તે ચોથી દૃષ્ટિ. મોક્ષ નથી આ પાંચમી દષ્ટિ. આ દષ્ટિ થઈ, આ દર્શન થયું અને આવી માન્યતા લઈને હજારો માણસો જગતમાં જીવે છે. તેમનું દર્શન આમાં અટવાઈ ગયું છે. અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થ વિષે અપરમાર્થ બુદ્ધિ, બંને પક્ષે વાત છે. જે પરમાર્થ માર્ગ છે, મંગલમાર્ગ છે, કલ્યાણ માર્ગ છે તેના વિષે અપરમાર્થ બુદ્ધિ રાખવી, જેમ કે અહિંસા મંગલ છે, સંયમ મંગલ છે, તપ, ધ્યાન, ભક્તિ, સ્વાધ્યાય મંગલ છે, આ બધું મંગલ છે. આ બધું પરમાર્થ છે, છતાં શું કરવા કરવું ? કંઈ જરૂર નથી, આ અપરમાર્થ. આને કહેવાય પરમાર્થ વિષે અપરમાર્થ બુદ્ધિ, અપરમાર્થ વિષે પરમાર્થ બુદ્ધિ રાખવી તે દર્શનમોહ. ભગવાન મહાવીરના વખતમાં એક ગાથા લોકો કહેતાં હતાં हत्थागया इमे कामा, कालिया जे अणागया। को जाणइ परे लोओ, अत्थि वा णत्थि वा पुणो ॥ આ જગતમાં ઘણા માણસો છે. જેઓ કહે છે અરે ભાઈઓ ! તમારા હાથમાં આજે સ્વાભાવિક રીતે કામભોગના પદાર્થો પ્રાપ્ત થયા છે, કોને ખબર આવતી કાલ છે કે નહિ? અને કોને ખબર પરલોક છે કે નહિ ? પુણ્ય પાપ છે કે નહિ ? માટે હાથમાં જે આવ્યું તે ભોગવી લો અને લીલાલહેર કરો. આવી તેમની માન્યતા છે. ચાર્વાક દર્શનમાંથી એક સૂત્ર આવ્યું કે બન્નીમૂતરચ ફેદરા પુનરામનું પ્રત: I દેહને એક વખત ચિતા ઉપર ચડાવ્યો પછી બળીને ખાખ થઈ જાય. પાછું આગમન થાય, તે વાત ખોટી છે, આ દર્શનમોહ. દર્શનમોહ કહે છે કે આત્મા નથી. આત્મા નથી તેમ કહો તો આ પલોજણમાંથી બહાર નીકળી શકશો. જો આત્મા છે તેમ સ્વીકાર કરો તો ધ્યાન, પૂજા, તપ, સંયમ, ભક્તિ, સદ્ગ, મંદિર આ બધું જીવનમાં આવશે, પણ જો આત્મા જ નથી તો બધું નીકળી જશે. દર્શનમાં જે મોહ થાય છે તેથી ધર્મ થતો નથી. દર્શનમોહે એક મહત્ત્વનું કામ કર્યું, આપણી ભાષામાં કહીએ તો અસત્યનો સંપૂર્ણ સ્વીકાર અને સત્યનો સંપૂર્ણ અસ્વીકાર. અસ્તિત્વનો સંપૂર્ણ ઇન્કાર અને નથી એનો પૂરેપૂરો સ્વીકાર. આ જગતમાં અસ્તિત્વ છે, તેનો ઈન્કાર, અસ્વીકાર કરે છે માટે જ શાસ્ત્રો કહે છે કે જે એકને જાણે તે સર્વને જાણે. દર્શનમોહનું કામ એકને ઉડાડી દેવાનું છે. જો આત્મા નથી તેમ નક્કી થઈ જાય તો આપણો માર્ગ ખુલ્લો. “ચોરી એ પાપ છે, અસત્ય, દુરાચાર પાપ છે. પરિગ્રહ ન કરશો, ક્રોધ ન કરશો, કોઈનું ઝૂંટવી ન લેશો” આ આત્મા નથી તેમ કહો તો આ બધું નીકળી જશે. દર્શનમોહ સત્યને સ્વીકારવામાં મૂંઝવણ ઊભી કરે છે. માગધીમાં એક ગાથા છે, જેમાં દર્શનમોહ એટલે મિથ્યાત્વ કોને કહેવાય, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૫ તેનું વર્ણન છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. અમારા માટે અને જગતના પ્રાણીઓ માટે બહુ ખેદ અને દુઃખની વાત છે. “સુગતિ કે સદ્ગતિનો માર્ગ ન જાણવાને કારણે મૂઢમતિવાળો હું, ભયાનક એવાં સંસારરૂપી ઘોર વનમાં કેટલા કાળ સુધી પરિભ્રમણ કરતો રહીશ?” પરિભ્રમણ કરાવવાનું કામ દર્શનમોહ કરાવે છે. દર્શનમોહ કહે છે, મઝા કરો. ઘરે રોજ એકનું એક શાક બનાવે તો તમે કહોને કે શું ધાર્યું છે? રોજ ભીંડા ખાવાના? રોજ દૂધી ? એક જ કપડાં રોજ પહેરવાનાં ? હમણાં પેરીસમાં એક ભાઈએ પોતાનું શર્ટ ફાડી નાખ્યું અને કટકા કટકા જોડી શિવડાવ્યું. બધા મિત્રો ભેગા મળ્યા ત્યારે તેને કહ્યું આ નવી ડિઝાઇન કયાંથી લાવ્યો? બહુ સરસ છે. આણે દરજીનું એડ્રેસ આપ્યું. બીજા જ દિવસે ઢગલાબંધ માણસો ત્યાં ગયા. અમારું શર્ટ ફાડી નાખો અને કટકા જોડી સીવી આપો. દુનિયામાં શું ચાલે છે? અને તેમાં જીવ આલાદ માને છે. મિથ્યાત્વ -દર્શન મોહ અંદરમાં શું કામ કરે છે? “મિથ્યાત્વ સે ગ્રસ્ત હોતા હૈ, ઉસકી દૃષ્ટિ વિપરીત હો જાતી હૈ' તેનું જોવું, જાણવું, વિચારવું બધું વિપરીત. વિપરીતનો અર્થ ઊંધું, જેવું ન હોય તેવું. જ્યારે માણસ ખોટી ભ્રમણાથી પકડાય છે ત્યારે વહેમ કરે છે કે તેને કંઈક વળગ્યું છે. તે રાડો પાડે છે, રડે છે, આક્રંદ કરે છે, પછડાટી ખાય છે. ટેટા જેવો હોય પણ તાકાત આવી જાય છે. લોકો કહે છે કે પકડાઈ ગયો છે, કંઈ વળગ્યું છે. આપણે મિથ્યાત્વથી પકડાઈ ગયા છીએ તે આપણને ખબર નથી પણ જ્ઞાનીને ખબર છે. જ્યારે પકડાઈ જાય છે ત્યારે સૌથી પ્રથમ તેની દૃષ્ટિ વિપરીત થઈ જાય છે. પછી તેને ધર્મ રુચિકર લાગતો નથી. આ રુચિ શબ્દ મહત્ત્વનો છે. ધર્મ તેને ગમતો નથી. જો આપણને ધર્મ ન ગમે તો સમજી લેજો કે આપણને મિથ્યાત્વે પકડી લીધાં છે. દર્શનમોહ કાર્યકારી છે અને વર્તમાનમાં એ કાર્ય કરે છે. જેવી રીતે તાવથી પકડાયેલ માણસને મીઠો રસ, સ્વાદિષ્ટ રસ પણ ગમતો નથી, તેમ મિથ્યાત્વથી પકડાયેલ માણસને અમૃત સ્વરૂપ ધર્મ પણ ગમતો નથી. આ ધર્મ શબ્દમાં ધ્યાન, ભક્તિ, તપ, વ્રત સ્વાધ્યાય બધું આવી ગયું. સમાજ સેવા, પરોપકાર પણ તેમાં આવ્યાં. સ્વાર્થત્યાગ પણ તેમાં આવ્યો. મૈત્રીભાવ પણ તેમાં આવ્યો, યોગ પણ તેમાં આવ્યો. ધર્મ શબ્દ વ્યાપક છે. જે મિથ્યાત્વથી પકડાઈ ગયો છે તેને ધર્મ ગમતો નથી. જે મિથ્યાત્વથી પકડાઈ જાય, તેનું પહેલું પરિણામ એ આવે કે તેની દૃષ્ટિ વિપરીત થઈ જાય. પરમકૃપાળુ દેવે કહ્યું કે આ લક્ષ્મી તે વિજળીના ચમકારા જેવી છે. આપણા રૂમમાં કબાટ હોય, કબાટમાં ખાનું અને તે ખાનામાં પણ ચોરખાનું. ઘણી વખત તો પોતાને પણ ન જડે કે કયાં મૂક્યું છે? “વિદ્યુત લક્ષ્મી' આપણે બોલીએ છીએ અને પાછા લક્ષ્મીની આટલી સાચવણી પણ કરીએ છીએ. આ કોણ કરાવે છે? દર્શનમોહ – વિપરીત માન્યતા. મીરાબાઈએ સરળ ભાષામાં કહ્યું કે - સાકર શેરડીનો સ્વાદ ત્યજીને, કડવો લીમડો ધોળમાં રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલમા રે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક ૭૭, ગાથા ક્ર્માંક-૧૦૩ આપણે શું બોલીએ છીએ ? પૈસો, પૈસો, પૈસો ! સત્તા, સત્તા, સત્તા ! કંઇક મોઢે ચડી જવું જોઇએ. પછી તેમાં તન્મય થાય. એક ભાઇ મોટી ઉંમરના થયા, પણ સુરતની ધારી યાદ કરે, અહાહા ! શું સ્વાદ આવે. ખાધી હોય તો કલ્યાણ થઇ જાય. આ જગતને જુઓ કે આ મિથ્યાત્વ શું કામ કરે છે. એક માણસ એક સ્ત્રી પાછળ પાગલ થઇ ગયો. પૂછ્યું તું કેમ પાગલ થઇ ગયો ? તો કહે કે આ બેઠી છે સામે તેના કારણે. ભાઇ તેની સાથે પરણ્યા હતા, અને એટલા ઘેલા થયા કે પાગલ થઇ ગયા. જ્યારે બીજા ભાઇ પાગલ જેવા હતા. તેને કારણ પૂછ્યું તો કહે કે મારે આની સાથે લગ્ન કરવા હતા, પણ તે આને પરણી ગઇ અને મને મળી નહિ માટે. ૧૦૬ વિપરીત દૃષ્ટિ એટલે મિથ્યાત્વ. (૨) મિથ્યાત્વના કારણે ધર્મમાં રુચિ થતી નથી. ધર્મ જ્યારે ગમે ત્યારે તેમાં આનંદ આવે, ઉલ્લાસ આવે. પહેલાંના વખતમાં સામયિકમાં ઘડી રાખતા હતા. ડોશીમા સામાયિક કરવા બેઠાં હોય અને તે ઠપ ઠપ કર્યા જ કરે. ‘અરે, માતાજી ! જેટલું કાણું હશે તેટલી જ રેતી પડશે. ઠપ ઠપ કરવાથી વધારે રેતી નીચે નહિ પડે.' જીવને ધર્મ ગમવો જોઇને ને? મિથ્યાત્વ તમને ગમવા નહિ દે. તાવના કારણે જેમ મીઠો રસ ગમતો નથી તેમ મિથ્યાત્વના કારણે અમૃતરૂપ ધર્મ તેને ગમતો નથી. શાસ્ત્રમાં તો કહ્યું છે કે ધર્મ રસાયણ છે, પ્રેમ અમૃત છે, અહિંસા મંગલ છે, સંયમ જીવનની મૂડી છે. તપ જીવનનો આહ્લાદ છે પણ આપણને આ વાત બેસતી નથી. અનંત જ્ઞાનીઓ એક બાજુ અને આ એકલો એક બાજુ. તેનું એક જ કામ કે હું આ માનતો નથી. મિથ્યાદષ્ટિ જીવ ત્રીજા તબક્કામાં કષાયથી પૂરેપૂરો પકડાઇ જાય છે. આ દર્શનમોહની વ્યાખ્યા ચાલે છે. પરમાર્થ ગમે નહિ અને તીવ્ર કષાયથી પૂરેપૂરો પકડાઇ જાય છે. જેનામાં કષાયનો ધમધમાટ છે, તેનામાં દર્શનમોહ પૂરેપૂરો કાર્યકારી છે તેમ સમજવું. મિથ્યાત્વે તેનો કબજો લઇ લીધો છે. કષાય કરવો સહેલો નથી. ક્રોધ કરવો સહેલો નથી, અહંકાર કરવો સહેલો નથી. મોંઘુ પડે છે. બહુ કિંમત ચૂકવવી પડે છે પણ કરે છે જીવ. તે કષાયથી અભિભૂત થઇ જાય છે. - (૧) મિથ્યાત્વથી જે ગ્રસ્ત થાય છે તેની દૃષ્ટિ વિપરીત થઇ જાય છે. (૨) તેને ધર્મ રુચિકર લાગતો નથી. તાવ આવ્યો હોય તો મધુર રસ રુચિકર લાગતો નથી અને કડવો લાગે છે. સાપ કરડે ત્યારે ઝેર ચડ્યું છે કે નહિ તે જોવા, કડવો લીમડો ખવડાવે છે અને આ કડવો લીમડો જો તેને મીઠો લાગે તો સમજવું કે ઝેર ચડ્યું છે, તેમ સંસારના ભોગો જો મીઠા લાગે તો સમજવું કે મિથ્યાત્વરૂપી ઝેર ચડ્યું છે. સમજાય છે ? દર્શનમોહ તમને રોજીંદા જીવનમાં દેખાશે. તે તમારાથી અળગો નથી. તમે તેનો અભ્યાસ કરી શકશો. (૩) તે કષાયથી પકડાઇ જાય છે. તીવ્ર કષાય તેને થાય છે. (૪) ચોથી વાત બહુ મહત્ત્વની છે. જીવ અને શરીર એક છે તેમ માનીને ચાલે છે. આપણે કેટલી વખત બોલ્યા છીએ... For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, વંદન હો અગણિત. મોટા પાયા ઉપર કહેવું હોય તો, જડ અને ચેતન એક છે તે પ્રકારની બુદ્ધિ થાય તેને કહેવાય છે મિથ્યાત્વ-દર્શનમોહ. આને ગ્રંથિ પણ કહે છે. જડ અને ચેતનમાં એકતા બુદ્ધિને શાસ્ત્રીય પરિભાષામાં ચિત્ત જડ ગ્રંથિ કહે છે. જડ એટલે પુદ્ગલ અને ચિત્ત તે ચૈતન્ય. જડ અને ચૈતન્ય એક છે તે પ્રકારની બુદ્ધિ. આખું પુદ્ગલ આપણા સંપર્કમાં નથી આવતું, પુદ્ગલનો એક ઢાંચો એટલે શરીર તે આપણા સંપર્કમાં આવે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુમાંથી જે તૈયાર થયું, તે આપણા સંપર્કમાં આવે છે. જડનું પ્રતિનિધિત્વ કરે છે આ શરીર. શરીર સાથે એકતાબુદ્ધિ, શરીર સાથે તાદાભ્ય બુદ્ધિ, શરીર સાથે તન્મયતા, શરીર સાથે હુંપણું એટલે તે જ હું એ પ્રકારની બુદ્ધિ તે દર્શનમોહ છે. (૫) “આત્મ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘ રૂપ. શરીર અને શરીરને વળગેલા પદાર્થો શરીરથી જુદા છે, છતાં એ બધા પોતાના છે, પોતાની માલિકીના છે તેમ માનવું, આ પ્રકારની સ્વામિત્વની ભાવના આ દર્શનમોહ છે. “પુગલસે રાતો રહે, માને એહ નિધાન.” પુદ્ગલમાં રાચ્યો રહે અને પુદ્ગલ નિધાન છે તેમ પોતે માને તે દર્શનમોહ. (૬) ભોગ તરફની અંદર તીવ્ર લાલસા તે દર્શનમોહ. તીવ્ર લાલસા હોય તો મૂળ ચૂકી જવાય. ખાદ્ય-અખાદ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય, બધું ચૂકી જવાય છે. (૭) સંત પુરુષ, સત્ પુરુષ પ્રત્યે દ્વેષ. આ દર્શનમોહનું કામ છે. દર્શન મોહ કહે કુગુરુ ચાલશે પણ સંત પુરુષ નહિ ચાલે. રમણ મહર્ષિ કહેતા હતા કે જંગલમાં હાથીનું ટોળું ચાલ્યું આવતું હોય અને સામેથી સિંહ નીકળે. હજુ સિંહ ગર્જયો નથી અને ટોળું ભાગવા લાગે. માત્ર સિંહને જોતાં ટોળું પલાયન થાય છે તેમ સદ્ગુરુને જોતાં આ વિકારો પણ પલાયન થાય છે. આ દર્શનમોહ એમ કહે છે કે સદ્ગુરુથી છેટા રહો. લાલબત્તી ! તમે બધે જજો. મંદિરમાં જજો, આશ્રમમાં જજો. શિખરજીની જાત્રા કરવા જજો, કાશીએ જજો, પૂજાપાઠ કરજો પણ ધ્યાન રાખજો, સદ્ગુરુ પાસે ન જશો. ત્યાં ગયા તો મોહ કહે છે કે મારું મોત છે. સદ્ગુરુ વગર મોહ મરતો નથી અને સદ્ગુરુને જોયા પછી મોહ રહેતો નથી. ક્યાંથી મોહ રહે? સદ્ગુરુ તે જીવંત જ્ઞાની છે. એવા સદ્ગુરુ પ્રત્યે કયારેય દ્વેષ ન થવો જોઈએ. તમામ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સદ્ગુરુ છે. મીઠાઈ બનાવવી હોય તો “ઘી,ગોળ ને આટો, બીજું બધું દાટો', એમ કહેવાય છે. લાડુ બનાવવા આ મૂળભૂત વસ્તુ છે, તેમ સદ્ગુરુ મૂળભૂત છે, તેના વગર નહિ ચાલે. પરંતુ જો તે સદ્ગુરુ પ્રત્યે દ્વેષ કરે, અણગમો કરે, ધૃણા કરે, તેમનાથી છેટો રહે, તેમની હાજરીમાં તેઓ અસદ્ગુરુ છે તેવું વર્તન કરે તો દર્શનમોહ કહેવાય. પછી બીજા કોઈ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્રમાંક-૧૦૩ અસદ્ગુરુને ચરણે બેસે, તેમને મહત્ત્વ આપે, તેમાં પોતાની મોટાઈ માને, બસ ખેલ ચાલુ. ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ, તરે નહિ, તારે નહિ, જેસી પથ્થર નાવ. આ અસદ્ગુરુ અને આ દર્શનમોહ. ગુણી ઉપર દ્વેષ આ મિથ્યાત્વ. કોઇનામાં ગુણો જુઓ તો તમને આનંદ થાય ? આહલાદ થાય ? આહાહી ધ્યાનમાં બેસે છે, તો ધન્યવાદ ! પરંતુ આ તો એમ કહે કે બીજું કરે પણ શું? ઊંઘ નથી આવતી ને! તમારું લોજીક પણ જબરું છે. ધન્યવાદના બદલે કહે કે બીજું કરે પણ શું ? આ દર્શનમોહ. આ દર્શનમોહના પ્રકારો. (૮) જગતના પદાર્થો પ્રત્યે, ભોગો પ્રત્યે પ્રગાઢ આસક્તિ, આનું નામ દર્શનમોહ ! ખબર નથી કેટલી નોંધ તમે આ બધી વાતની લો છો ? ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ જેનામાં હોય તે દર્શનમોહ. હમણાં ફ્રાન્સમાં હોટેલ્સમાં નવો પ્રયોગ શરૂ થયો છે. કોઇએ પેટ ભરીને મોઘી વાનગી ખાધી હોય, પછી બીજી નવી વાનગી જોવા મળે, તો ખાય કેવી રીતે? પેટમાં જગ્યા તો જોઈને ને ? મેનેજર કહેશે, સાહેબ વ્યવસ્થા છે, ગોળી લઈ લો. વોમીટ થઈ જશે અને પછી નવી વાનગી ખાવ. આ ભોગની તીવ્ર લાલસા. આનું નામ દર્શનમોહ. (૯) તત્ત્વવિચારને અનુસરીને ચાલતો નથી. ચાલે છે ખરો પણ તત્ત્વ વિચારને અનુસરીને નહિ. પરમકૃપાળુદેવે ઢોલ પીટાવીને કહ્યું છે કે સ્વછંદનો ત્યાગ કરો. સ્વછંદ મત આગ્રહ ત્યજી, વર્તે સદ્દગુરુ લક્ષ, સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ધર્મ સુધી આવ્યો, ધર્મ તેને જડ્યો, ધર્મ કરવાનો પ્રારંભ કર્યો, સદ્ગુરુ કહે તારા માટે ધ્યાન ઉત્તમ ઉપાય છે. ઓલો એમ પૂછે છે કે ભકિત કરું તો? થયું ! સરુનો કોઈ આગ્રહ હોતો નથી. કહે ખરા, પણ આગ્રહ નહિ. તારી ટાઈપ આવી છે તો તારા માટે ધ્યાન જરૂરી છે. એક સાધક સદ્ગુરુ પાસે આવ્યો ને કહે કે મારે પરમાત્મા મેળવવા છે તો મારે શું કરવું? સદ્ગુરુ કહે, “અહીં સાવરણો પડ્યો છે. વાળવા માંડ.” આવું કોઈ સદ્ગુરુ કહે તો તમે વાળવા માંડો? “અમે જ્ઞાન માટે, અને ધ્યાન માટે આવ્યાં છીએ, ભક્તિ અને સ્વાધ્યાય માટે આવ્યા છીએ. તત્ત્વની ઊંડી વાતો કરવા આવ્યા છીએ પણ એ જ મિનિટે કોઇપણ વિકલ્પ કર્યા વગર સાવરણો હાથમાં લઈ વાળવા મંડો તો સમજો કે સ્વછંદ ગયો. દર્શનમોહ તત્ત્વ વિચારને અનુસરી ચાલતો નથી અને પોતાના છેદે ચાલે છે. “રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ' આથી મોટું સર્ટીફીકેટ તમારે કોનું જોઈએ છે ? (૧૦) બીજાનું મન શંકાશીલ બને, એની શ્રદ્ધા તૂટી જાય, એનામાં સંદેહ ઉત્પન્ન થાય અને દ્વિઘામાં પડી જાય એવી તત્ત્વજ્ઞાન કે શાસ્ત્રની વાત કરવી તેને કહેવાય છે દર્શનમોહ. ઊંડાણથી વિચારો કે દર્શનમોહ કેટલા પ્રકારથી કામ કરે છે ? “તપ કર્યા વગર ચાલે એમ તપ કરતો હોય તેને કહે. “ઊભો ઊભો સૂકાઈ જઈશ પણ એમ મોક્ષ નહિ મળે' પરંતુ એમ નથી કહેતો કે ભગવાન મહાવીરે પણ સાડાબાર વર્ષ સુધી તપ કરેલ છે. કોની સાથે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૯ વાતચીત કરવી, કોની સાથે બેસવું અને સંગ કરવો તે જોખમ છે. માથામાં એવું બેસાડી દે કે સંદેહ ઉત્પન્ન થાય. તત્ત્વ વિષે આપણને શંકા થાય. આત્મા, આત્મા અને આત્મા ! પત્તર રગડી નાખી છે. આત્મા હોય તો દેખાય નહિ? પરદેશી રાજા કેશીકુમારને કહેતા હતા. ગુરુદેવ! મેં આત્મા જોવા કેટલી બધી કોશિશ કરી. કાચની પેટીમાં એક માણસને પૂરી રાખ્યો અને મરી ગયો. હવે જો અંદર આત્મા હોય અને તે પેટીમાંથી બહાર નીકળે તો તેમાં તિરાડ તો પડે ને ? માટે કહું છું આત્મા નથી. જેને મૃત્યુદંડની શિક્ષા થયેલી એવાં ચોરના અમે ટૂકડે ટૂકડા કર્યા કે કયાંય આત્મા દેખાય છે ? પણ આત્મા દેખાયો નહિ, માટે આત્મા નથી. અને બીજાને પણ કહેતો ફરે કે આત્મા નથી. પરદેશી તો ઠીક પરંતુ ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામીજી, ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા, એમને પણ આત્મા માટે શંકા હતી. બીજાની વાત કયાં કરવી ? ભગવાન મહાવીર મળ્યા અને ગાડી પાટા ઉપર આવી ગઈ. દર્શનમોહમાંથી મોહ નીકળી ગયો. દર્શન રહ્યું. જ્યારે આપણામાંથી દર્શન નીકળી જાય છે અને મોહ રહી જાય છે. ગુરુ મળે તો મોહ જાય, દર્શન રહે. મોહ બાકાત કરો, બાકી રહે તે દર્શન. દર્શનમોહની વ્યાખ્યા એમ થાય કે જે દર્શન સાથે મોહ જોડાય તે દર્શનમોહ. સંદેહ થાય, શંકા થાય, બીજાની શ્રદ્ધા તોડવામાં આવે તેવું વર્ણન થાય તે દર્શન મોહ. છેલ્લી વાત - આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગતો હોય તો દર્શનમોહ છે. આનંદઘનજીએ બહુ મસ્તી અને મોજમાં ગાયું કે “અબ હમ અમર ભયે ન મરેંગે'. એમણે ઉદ્ઘોષણા કરી કે, અમે અમર થયા છીએ, હવે મરવાના નથી. એવું શું બન્યું કે તમે આટલા આનંદથી આ વાત કહો છો ? “યા કારણ મિથ્યાત્વ દિયો તજ' દર્શનમોહ જશે એટલે તમને ખબર પડશે. એમ ન પૂછશો કે દર્શનમોહ ગયો તે કેમ ખબર પડે ? આ લક્ષણો બતાવ્યાં, તે અંદરમાં ન દેખાય તો સમજો કે દર્શનમોહ ગયો. “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે બોધ શબ્દ બરાબર છે. કેમ ? દર્શનમોહને દૂર કરવા શાસ્ત્રજ્ઞાન પૂરતું નથી. શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન છે પરંતુ બોધમાં ઘટના છે. મિથ્યાત્વ જાય, પરિણતિ બદલાય અને સાથે અમલમાં આવે અને અંદરમાં ઘટના પણ ઘટે માટે બોધ શબ્દ વાપર્યો. બોધમાં બે છે, જ્ઞાન પણ છે અને પ્રેકટીકલ પણ છે. અનુભવ છે. જ્ઞાનમાં માત્ર સિદ્ધાંત છે, પ્રેકટીકલ નહીં. પ્રેકટીકલ વગરનું જ્ઞાન તે શબ્દજ્ઞાન અને પ્રેકટીકલ સહિત જ્ઞાન તે બોધ. દર્શનમોહ માત્ર શાસ્ત્રજ્ઞાનથી દૂર નહિ થાય. શાસ્ત્રો વાંચજો, ના નથી કહેતા, તમને કંઈપણ વાત કરવી તેમાં જોખમ છે. તમે શું અર્થ કરશો તે ખબર નથી. જેમણે દર્શનમોહ હણી વિપરીત માન્યતાઓ ટાળી દીધી છે તેણે બહુ મોટું કામ કર્યું છે, સંસાર છોડી દીક્ષા લીધી તેના કરતાં ય મોટું કામ. વિપરીત માન્યતાઓ ટાળી અને મોક્ષમાર્ગમાં જ વર્તે છે એવા સદ્ગુરુને પ્રાપ્ત કરી એમના અનુભવના આધારે ઉપદેશ પ્રાપ્ત કરી, સાંભળતા, વિચારતા, પરિણમાવતા જીવને, પોતાની ભૂલ સમજાય અને સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગે ત્યારે તેને સ્વરૂપની ઝાંખી થાય. આવી સ્વરૂપની ઝાંખી થાય એટલે રાગ દ્વેષ ઓછા થવા માંડે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્યાંક-૧૦૩ આને કહેવાય છે દર્શનમોહ ગયો. “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.” કંઈ સ્પષ્ટ થયું ? દર્શનમોહ કેવું કામ કરે છે ? જેમ વરસાદ ખૂબ પડે પછી પાણી ઓસરવા માંડે તેમ દર્શનમોહ જાય એટલે રાગ દ્વેષ ઓસરવા માંડે. પરંતુ ત્યાં એક બીજું પરિબળ કામ કરે છે તે છે ચારિત્રમોહ. દર્શનમોહની વાત કરી, હવે ચારિત્રમોહની વાત કરીએ. સદ્ગુરુનાં ચરણમાં રહીને, તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી, વિપરીત માન્યતાને છોડી, તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરતા કરતા પોતામાં એ બોધને પરિણમાવતા પરિણમાવતા, સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગ્યા પછી, અનન્ય ભાવથી સેવા કરતા કરતા, અહંકાર ઓગળી ગયો અને અહંકાર ઓગળતા તેમની આજ્ઞા મુજબ આચરણનો પ્રારંભ થાય, પણ તે પ્રારંભ કર્યા પછી પૂર્વના સંસ્કાર બેઠા થાય અને જે આત્મા જામ્યો છે તે આત્મામાં ઠરી ન શકે તેવું જે પરિબળ તેનું નામ ચારિત્રમોહ. જાણ્યું ખરું અને ઠરવા માટે કોશિશ તો કરે છે પણ કરી શકતો નથી. બહાર ઠરો તે મહત્ત્વનું નથી પણ સ્વરૂપમાં કરો તે મહત્ત્વનું છે. સ્વરૂપમાં કરવા જેવું છે. ત્યાં સુખ છે, શાંતિ છે, સમાધાન છે, સ્વર્ગ છે, ત્યાં મોક્ષ છે. વારિવં સ્થિરતાપનું ચારિત્ર સ્થિરતારૂપ છે. સમતા પ્રાપ્ત થાય તો આનંદ આનંદ છે. પણ જૂના સંસ્કારો ફરી ધક્કો મારે છે, કષાય અને નોકષાય. નોકષાય તોફાની છોકરાઓ જેવા છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, કામવાસના, વચમાં આવી તોફાન કર્યા કરે. બહુ ગમે તેમને. જેમ તમે ચીડાવ તેમ તેઓને વધારે મઝા આવે. દેહની આસક્તિ પરેશાન કરે છે. અંદર બોધ છે કે આત્મા છે, સરુની કૃપા પણ થઈ છે, ઠરવું છે આત્મામાં, પણ તેઓ જોર કરે છે. ઓલી ખો ખોની રમત છે ને ? રમ્યા જ હશો. બેઠા હોય અને પાછળથી છોકરો આવ્યો. કહે ખો! ઊભા થઈ તમે દોડવા માંડશો. ધ્યાનમાં બેઠા હો, કષાયનો ધક્કો લાગ્યો અને કહે હો ! તમે પાછા દોડવા માંડશો અને કષાયની રમતમાં લાગી જશો. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. આ કાવ્ય નથી. અનુભવનો નિચોડ છે. કોઈ આશ્રમમાં બેસીને પ્રગટ થયો નથી. અપૂર્વ અવસર જે પ્રગટ થયું તે ખાટલા ઉપર, જોડે માતાજી છે. દવા આપે છે, સેવા પણ કરે છે. સેવા ધર્મ છે. કોણે કહ્યું કે જ્ઞાની થયા એટલે સેવા ન કરે ? જ્ઞાની તો સેવા કરે જ. સેવા ધર્મ છે, આનંદ થાય છે. કાથીના ખાટલા ઉપર બેસીને અપૂર્વ અવસર લખાયું છે. અર્જુનને દ્રોણાચાર્યે પૂછ્યું, તને શું દેખાય છે ? નીચે તેલની કડાઈ અને ઉપર રાધાની પૂતળી ફરે છે અને દ્રોણાચાર્યે કહ્યું, આ પરીક્ષા છે, આ ફરતી રાધાની પૂતળીની ડાબી આંખ જે વીંધી નાખે તે પરીક્ષા પાસ. ગુરુએ ભીમને પૂછ્યું કે શું દેખાય છે ? તો કહે ગુરુજી આ ઘણું બધું દેખાય છે, યુધિષ્ઠિરને પૂછ્યું, તો કહે પૂતળી દેખાય છે. સહદેવને પૂછ્યું, તો કહે આખો દેખાય છે અને અર્જુનને પૂછ્યું, તો કહે એક માત્ર ડાબી આંખ સિવાય કંઈ જ દેખાતું નથી. ગુરુજી કહે તારે હાથમાં બાણ લેવાની જરૂર નથી. અમને કંઇપણ દેખાતું નથી, એક For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૧ માત્ર આત્મા જ દેખાય છે. સમજવું કે ચારિત્રમોહ ગયો. તેનું ઊઠમણું થયું. માત્ર આત્મા જ દેખાયો. “એક દેખિયે એક જાનિયે, રમી રહે ઇક થોર, સમલ અમલ ન વિચારીયે, યહ સ્થિતિ કછુ નહીં ઓર.” સમયસાર નાટકમાં બનારસદાસજી બોલ્યા હતા. કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું કે તમામ નયો, તમામ પ્રમાણો, તમામ નિક્ષેપો, તમામ સપ્તભંગી, તમામ વિચારો અને વિકલ્પો, તમામ વૃત્તિઓ, તમામ શાસ્ત્રો, તેનાથી પર જઈને શાસ્ત્રથી પ્રતિપાદ્ય એક માત્ર શુદ્ધ ચેતનામાં જ લીનતા કરવી, તે જે કરે છે તેને અમે ધ્યાન કહીએ છીએ. ચારિત્રમોહ જાય એટલે આવું ધ્યાન થાય. મને લાગે છે કે તમને હવે મૂંઝવણ નહિ થાય, તમે હવે કોઈને પૂછશો નહિ કે દર્શનમોહ કેવો હોય ? આટલા બધા લક્ષણો દર્શનમોહના કહ્યા પછી મોહ ગયો કે દર્શન ? સીધી વાત છે. મોહને ટાળવાનો છે, દર્શનને રાખવું છે. દર્શનની આંખમાં મોહનું કસ્તર પેઠું છે, તે કાઢી નાખવાનું છે. અહીં પ્રવચનમાં નથી વાર્તા કે નથી હસવાનુ છતાં તમે પ્રેમપૂર્વક સાંભળો છો ત—ત્તિ પ્રતિચિત્તેન જે આત્માની વાત સાંભળે છે, તે વિશે ભવ્ય છે. ૧૦૩ ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. ૧૦૪મી ગાથી શરૂ થશે, ત્યારે ૧૦૩મી ગાથાનું વિહંગાવલોકન થશે. ધન્યવાદ ! કર્મ ફીલોસોફીની ચર્ચા થોડી બાકી છે તે હવે કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર, For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા ક્યાંક-૧૦૪-૧૦૫ પ્રવચન ક્રમાંક - ૭૮ ગાથા ક્રમાંક - ૧૦૪-૧૦૫ કષાયનાશનો ઉપાય કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? (૧૦૪) ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાતુ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે, વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે, ક્રોધાદિ રોકયાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો તેમાં સંદેહ શો કરવો ? (૧૦૪) આધ્યાત્મિક જગતમાં, સમગ્ર સાધના જગતમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે, જેનો પ્રારંભ આ ગાથાથી થાય છે. તમે શાસ્ત્રો જાણો, વાંચો, તત્ત્વચર્ચા કરો, તત્ત્વનિર્ણય કરો, વિવિધ પ્રકારનાં અનુષ્ઠાનો કરો, ધર્મસાધના કરો, યોગ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, વૈરાગ્ય ધારણ કરો. છેવટે શું જોઈએ છે આપણને ? આ બધું કરવાનું શા માટે આપણને કહેવામાં આવે છે ? સુખેથી જીવન જીવીએ છીએ. ખાવું, પીવું, પહેરવું. ઓઢવું, ગાવું, મોજમઝા કરવી, તો આ જીવનમાં તમે શા માટે અવરોધો ઊભા કરો છો ? અમને જીવવા દો ને ? ઉત્તરાધ્યયન સૂત્રમાં આ ગાથા છે इत्था गया इमे कामा, कालिया जे अणागया। ___ को जाणइ परे लोके, अत्थि वा नत्थि वा पुणो ॥ આ કામ ભોગો હાથમાં આવેલા છે, આવતી કાલની કોને ખબર છે ? આપણને શરીર મળ્યું છે, ઈન્દ્રિયો મળી છે, કામ ભોગનાં સાધનો મળ્યાં છે, ભોગની સામગ્રી મળી છે, ભોગવી શકાય તે પ્રમાણે દેહની બધી અનુકૂળતા મળી છે. આવતી કાલની કોને ખબર છે ? પરલોક છે કે નહિ ? કોને ખબર પુણ્ય-પાપ છે કે નહિ? માટે જે જીવન જીવી રહ્યા છીએ, તે જીવવા દો, એમ નાસ્તિકો કહે છે. આ જીવનમાં એક મહત્ત્વની વાત મૂકીને આપણા જીવન પરિવર્તનની વાત શાસ્ત્રને કરવી છે. એક જીવન એ બદ્ધ જીવન છે અને બીજું એક જીવન મુક્તજીવન છે. ગમે તેટલી સ્વતંત્રતા આપણને હોય, પણ છેવટે આપણે પરાધીન છીએ અને બંધાયેલા છીએ. આપણા જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય, એ માટે શાસ્ત્રોનું કહેવું છે કે આ બધા જ ઉપાયો, આ બધી સાધનાઓ એક વિશેષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે, અને વિશેષ અવસ્થા એ જ આત્માની સહજ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૩ અવસ્થા છે. ‘સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી તે જ મોક્ષ છે' એવા એક વાક્યનો ઉપયોગ પરમકૃપાળુદેવે કર્યો છે. આત્માનો સહજ સ્વભાવ છે. અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ તે નોર્મલ નથી. એબનોર્મલ એટલે કૃત્રિમ છે અને સાજિક જે જીવન છે તેને મોક્ષ કહેવાય. મોક્ષનો સંબંધ સ્થળ, કાળ અને પરિસ્થતિ સાથે નથી. મુક્ત થયા પછી એ મુક્ત ચેતના કયાં પ્રયાણ કરે છે અને કયાં કેટલો સમય સ્થિરતા કરે છે, એ મુક્ત ચેતનાની સ્થળ અને કાળની ઘટના છે. પણ સ્થળ કાળ સિવાય મુક્ત અવસ્થા એ આત્માની પોતાની સહજ અવસ્થા છે, એવી સહજ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે એક ઘટના ઘટે છે કે આખું દ્રવ્ય પૂરેપૂરું ખીલી ઊઠે છે. એક બીજ જમીનમાં ગયું. ધીરે ધીરે તે વિકાસ પામ્યું અને પાંચ, દશ, પંદર વર્ષમાં એ વિશાળ વૃક્ષ બન્યું. હજારો ડાળીઓ, હજારો પાંદડાઓ, હજારો ફૂલો અને ફળો તેના ઉપર લચી રહ્યાં છે. આખું વૃક્ષ પૂરેપૂરું ખીલી ગયું છે, તેની એક સુંદરતા છે. એ વૃક્ષ આપણને સુંદર લાગે છે. બીજનો ચંદ્ર આપણે જોયો હતો પછી ખીલતાં ખીલતાં એ પૂર્ણિમાનો ચંદ્ર થયો અને તે અલૌકિક લાગે છે. જેમ ચંદ્ર પૂરો ખીલે છે, બીજ પૂરું ખીલે છે તેમ આત્મા પણ પૂરો ખીલે છે. એ આત્માનું પૂરેપૂરું ખીલવું, પૂરેપૂરું મહોરવું, પૂરેપૂરું પ્રગટ થવું, આત્મામાં જે કંઇપણ અપ્રગટ અને તિરોભૂત છે, જે કંઇ અંદર છુપાયેલું છે તે પૂરેપૂરું ખુલ્લું થવું, પ્રગટ થવું એવી અવસ્થા તેનું નામ મોક્ષ. ઘણા લોકોને મૂંઝવણ થાય છે, સિદ્ધશીલામાં જઇ કરવું શું ? મોટો પ્રશ્ન છે. તેને કરવાની ખબર છે, જીવવાની ખબર નથી. કરવું અને ન કરવું એ સ્થૂળ જગતના પ્રશ્નો છે. હોવું એ આધ્યાત્મિક જગતની ઘટના છે. તમારા હોવા માટે કોઇ કારણ નથી, કોઇની જરૂર નથી. કોઇ નિયમ નથી. અસ્તિત્વ એ નિર્વિવાદ છે, સ્વાધીન છે, સ્વતંત્ર છે અને સ્વાવલંબી છે. અસ્તિત્વ અકારણ છે. અસ્તિત્વ સદાજીવી છે, એ છે, એ સદાય છે. આત્મા હોવાનું કોઇ કારણ નહિ. મોક્ષના હોવામાં કોઇ કારણ નહીં. મોક્ષ અવસ્થા છે. જ્યારે આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે છે ત્યારે તેના ગુણો સંપૂર્ણ ખીલે છે. બેંકમાં તમારી પાસે કેટલું બેલેન્સ છે, તેની જરૂર ખબર છે. તિજોરીમાં કેટલાં ઘરેણાં છે, તેની જરૂર ખબર છે, પરંતુ આત્મામાં કેટલાં ગુણો છે તેની ખબર નથી. આત્મદ્રવ્યમાં અનંતગુણો છે. આત્મા દ્રવ્ય છે, તેના અસંખ્યાત પ્રદેશો છે. પ્રદેશે પ્રદેશે અનંતગુણો છે અને પ્રત્યેક ગુણની અનંત પર્યાય છે. સનાતન, શાશ્વત અને કાયમ આવું એક ચક્ર જગતમાં કામ કરી રહ્યું છે. આ ક્ષણમાં આપણામાં મોટી ઘટના ઘટી રહી છે, આપણા દેહમાં ઘટે છે, પણ આપણે એને જાણતા નથી. સમજતા નથી. સ્વીકારતા નથી. એક અર્થમાં આને જ મિથ્યાત્વ -દર્શનમોહ કહે છે. તમે જે કંઇ છો તેનો પહેલાં સ્વીકાર તો કરો, તેનો અનુભવ તો કરો. અનુભવ પછી થશે પણ પહેલા સ્વીકાર થશે. એવો સ્વીકાર એક વખત જો થઇ જાય તો સ્વીકાર થયા પછી અનુભૂતિની ઘટના ઘટે છે. મોક્ષ એ બહારની અવસ્થા નથી. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.' બધા સંશયો દૂર થઇ ગયા, મોક્ષ કોઇ સ્થળ, કાળ કે ઘટના નથી, કોઇ વ્યવસ્થા કે મર્યાદા નથી. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રવચન ક્રમાંક ૭૮, ગાથા ક્ર્માંક-૧૦૪-૧૦૫ મોક્ષ કોઇ જગ્યાએ બંધાયેલ નથી. કોઇ ઠેકાણે રહેવાની વાત નથી. મોક્ષ એટલે આપણી જાતની પૂરેપૂરી શુદ્ધતા. પોતે પૂરેપૂરો શુદ્ધ બની જાય, એવી જે અવસ્થા તેનું નામ મોક્ષ. મોક્ષમાં શરીર ન હોય, આત્મા હોય પણ આ શરીર વગર ચાલે કઇ રીતે ? આ પ્રશ્ન દેહાધ્યાસનો છે. આત્મજ્ઞાનનો નથી. દેહાધ્યાસ એમ કહે છે કે શરીર નહિ હોય તો ચાલશે કેવી રીતે ? અને આત્મજ્ઞાન કહે છે કે દેણ છે તે જ મોટી ઉપાધિ છે. બન્ને પરસ્પર વિરોધી દૃષ્ટિકોણ છે. એવી એક અવસ્થા જેને શાસ્ત્રોએ મોક્ષ અવસ્થા કીધી છે, તેમાં તમે પૂરેપૂરા ખીલો છો, ખીલી શકો છો. જે પણ તમારામાં સંભાવના કે ક્ષમતા છે, જે કંઇ અસ્તિત્વમાં છૂપાઇને રહ્યું છે, એ બધું જ એકી સાથે, કાયમ માટે પૂરેપૂરું ખીલી જાય તેવી અવસ્થાને મોક્ષ કહે છે. - હું બહુ જ ભારપૂર્વક વાત કરું છું કે મોક્ષને સમજી લો. લોકો પૂછે છે કે મોક્ષમાં ગયા પછી ત્યાં એકલાં જ રહેવાનું ? અને અનંતકાળ ? અહીં તો એકલા ન રહેવું હોય તો બાગબગીચામાં જઇ શકાય. પણ ત્યાંથી કયાં જવું ? આ મૂંઝવણ મોક્ષને સમજ્યા નથી માટે થાય છે. મોક્ષ પોતાની શુદ્ધતા છે. પોતાની સહજ અવસ્થા છે. આવી સહજ અવસ્થા પ્રાપ્ત કરવી એ જીવનનું લક્ષ છે, એ જીવનનો હેતુ છે, એ જીવનનું સંગીત છે. એટલા માટે હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં ચાર શબ્દો આપ્યાં. चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । જ્ઞાન-શ્રદ્વાન-ચારિત્રરૂપ રત્નત્રયં ચ સ: ॥ (? /) બહુ મઝાની ગાથા છે. જગતમાં ચાર વર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર વર્ગ એટલા માટે કે માણસ જે કંઇ મથે છે, જે કંઇ મહેનત કરે છે, એ મહેનત ચાર ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ અર્થોપાર્જન, બીજો ભાગ કામ ઉપભોગ, ત્રીજો ભાગ શુભ પ્રવૃત્તિ (ધર્મ) અને ચોથો ભાગ સંપૂર્ણ મુક્ત અવસ્થા. આ ચારે ચાર વર્ગમાં, શ્રેષ્ઠતમ અવસ્થા મોક્ષ છે. એટલા માટે મોક્ષ આપણી સહજ અવસ્થા છે, અર્થોપાર્જન કે ભોગ ઉપભોગ સહજ અવસ્થા નથી. શુભ પ્રવૃત્તિ પણ સહજ અવસ્થા નથી, પરંતુ મોક્ષ આપણી સહજ અવસ્થા છે. શાસ્ત્રો એમ કહે છે કે અમે જે વાત કરીએ છીએ તે તમારી અકૃત્રિમ અવસ્થાની વાત કરીએ છીએ. તે તરફ તમારું ધ્યાન દોરો. જે સહજ અવસ્થામાં તમારું અસ્તિત્વ પૂરેપૂરું ખીલી ઊઠે છે અને તે ખીલતાં આપણા જીવનમાં જે અનુભૂતિ થાય તેને કહેવાય છે આનંદ. આપણને આ જે આનંદ મળે છે, તે આનંદ નિરપેક્ષ છે. સુખ સાપેક્ષ છે. ખાતા હો, ટીવી જોતા હો તો સુખ થાય, પરંતુ ટી.વી.જોતાં જોતાં લાઇટ ચાલી જાય તો હાય ! ગઇ, એમ બૂમ પણ પાડો. આ બધી બહારમાં ઘટતી ઘટના છે. તમારું હોવું, તમારામાં જે ક્ષમતા છે, જે કંઇ શકયતા છે, જે કંઇ તિરોભૂત છે, જે છૂપાઇને રહેલ છે, જે આંતરવૈભવ છે તે પૂરેપૂરો પ્રગટ થવો, પૂરેપૂરું ખીલી જવું, તેવી જે અવસ્થા તેને કહેવાય છે મોક્ષ. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' માટે કહ્યું કે તમે પૂરેપૂરા શુદ્ધ બનો ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧ ૫ થાય. શુદ્ધ બનવું તેનો અર્થ આપણામાં જે કંઈ ભળ્યું છે, અથવા આપણે જેને કોલ કર્યો છે, તે ભાવકર્મ રાગદ્વેષ અને તેના કારણે બંધાયેલા જે દ્રવ્યકર્મ છે, તેનો ક્ષય થવો. “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતન રૂપ' આ ભાવકર્મ એ પોતાની કલ્પના છે. કલ્પના એટલે વિકલ્પો, કલ્પના એટલે સ્પંદન, કલ્પના એટલે ભાવ, વિકારો. નિજ એટલે પોતાનાં. આ પોતાનાં છે માટે ચેતનરૂપ છે, એટલે તેની ખતવણી આત્મતત્ત્વમાં થાય, ચૈતન્યમાં થાય, તેથી તેને ભાવકર્મ કહીએ છીએ પણ આ ઘટના તે દ્રવ્યકર્મના બંધ માટે બને છે. એ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. એ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય, એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. આ અદ્ભુત અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે, એટલા માટે આ સમગ્ર ઉપાયો છે, અને સમગ્ર સાધના છે. તે અવસ્થા કેવી રીતે થાય તેનું વર્ણન હવે કરીશું. શાસ્ત્રમાં ત્રણ શબ્દો છે. હેય, શેય અને ઉપાદેય. હેય એટલે છોડવા લાયક. શેય એટલે જાણવા લાયક અને ઉપાદેય એટલે આચરવા લાયક. જીવનમાં છોડવા લાયક છોડો, જાણવા લાયક જાણો અને આચરવા લાયક આચરો. દેયં દાનોચિત સર્વમ્ ! કોને કહેવાય છે? જેનાથી હાનિ થાય છે, નુકસાન થાય છે, તેને કહેવાય છે હેય. આપણને જેનાથી કંઈક મુશ્કેલી થાય, કંઈક સહન કરવું પડે કે મૂંઝવણ થાય તેને કહેવાય છે હેય અને જે કંઈ પણ જાણવાલાયક છે તે જાણવું. આમ શું જાણવા લાયક છે અને શું છોડવા લાયક છે તે નક્કી કર્યું ત્યારપછી જે ગ્રહણ કરવા લાયક છે તેને ગ્રહણ કરે તેને કહેવાય છે ઉપાદેય. એ ગ્રહણ કરવા લાયક એવા જે શુદ્ધ આત્મ તત્ત્વની પૂર્ણ અને કાયમ માટે અનુભૂતિ તેને જ્ઞાનીઓ મુકત અવસ્થા અથવા મોક્ષ અવસ્થા કહે છે. આ મોક્ષ ચાર વર્ગમાં શ્રેષ્ઠ છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી કયારેય ખોવી પડતી નથી. જગતમાં ચોર્યાશીલાખ જીવાયોનિ છે, અને અનંત પ્રકારના જન્મો જગતમાં થાય છે, પણ તે બધા થોડા વખત માટે - ટેમ્પરરી, કાયમ નહિ. એમ કહેવાય છે કે અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય. બહુ મોટું ગણિત છે. આટલું મોટું ગણિત હોવા છતાં, આટલો દીર્ઘકાળ હોવા છતાં એ કાયમ નહિ. કાયમ રહે તેવી અવસ્થા છે મોક્ષ. આ અવસ્થા કાયમ છે અને જીવનમાં એ પ્રાપ્ત થઈ શકે છે. પરમકૃપાળુદેવે બહુ સરળ વાત કરી છે. કદાચ તે ન સમજાય તો તમને આટલું તો સમજાશે કે ક્રોધ કરવાથી આપણને શોક સંતાપ થાય છે. ક્રોધ કરવાથી આપણે વ્યગ્ર બનીએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ, હલબલી ઊઠીએ છીએ, અશાંત બનીએ છીએ, આપણે અવિવેકી બનીએ છીએ. ક્રોધ કરવાથી આપણે શાંતિ અને સંપૂર્ણ સુખ ખોઈ બેસીએ છીએ. આટલી તો આપણને ખબર પડે છે પણ એ ખબર પડતી નથી કે ક્રોધ કરતી વખતે ક્રોધને જોનારો રહેતો નથી પણ ક્રોધ સાથે તન્મય થઈ જાય છે. ક્રોધ આવે ત્યારે ક્રોધથી જુદા પડવું જોઈએ. તમને થશે કે જો ક્રોધથી જુદા પડીએ તો ક્રોધ થાય કેવી રીતે ? પણ જ્ઞાની કહે છે કે કર્મના પરમાણુઓ જ્યારે સક્રિય થાય અને તમારા ઉપર અસર પાડવાની શરૂઆત જ્યારે કરે ત્યારે તમે સહેજ જાગૃત હો તો બનતી ઘટનાને, ઘટનાથી અલગ થઈને તમે જોઈ શકો. બનતી ઘટનાને રોકવાની For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા માંક-૧૦૪-૧૦૫ વાત નથી, પરંતુ બનતી ઘટનાને ઘટનાથી અલગ રહી જુઓ. ધારો કે બે જણાં લડે છે અને તમે તેને જોઈ રહ્યા છો. લડે છે તે ઘટના છે. તમે તેમાં સામેલ થતા નથી, માટે તમે જોનારા છો. જોનાર તે સાક્ષી. ન્યાયધીશ પૂછે કે આ લોકો લડતા હતા ત્યારે તમે હાજર હતા ? જે કંઈ બને ત્યારે આપણી હાજરી હોવી તે સાક્ષીભાવ. ક્રોધ થાય ત્યારે ક્રોધને પોતે હાજર રહીને જુએ તે સાક્ષીભાવ. ફેર પુનરાવૃત્તિ કરીએ, ક્રોધ થાય તે વખતે ક્રોધથી અલગ પડી ક્રોધને જોવો. તો બે પરિણામ આવશે. એક તો ક્રોધની ધારા તૂટશે, અને બીજું ક્રોધ થવાના પરિણામે આપણાં જીવનમાં જે મોટો લોસ થાય છે તે નહીં થાય. કલિકાલ સર્વજ્ઞ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । સુતેર્તની શોથઃ, શોથઃ શમસુવાવ્યા છે (૪૧) ચાર મોટી વાતો કરી, ક્રોધ જ્યારે થાય ત્યારે અંતરમાં સંતાપ થાય. ક્રોધ વેરનું કારણ છે, તે જ્યારે થાય ત્યારે વૈરરૂપી અગ્નિ પ્રગટ થાય. ક્રોધ જ્યારે થાય ત્યારે દુર્ગતિમાં જવાનો રસ્તો ખુલ્લો થાય અને ક્રોધ જ્યારે થાય ત્યારે શાંતિનું સુખ તમે ખોઈ બેસો છો. આવો છે ક્રોધ, માટે કહ્યું કે આવા ક્રોધના ભાવથી કર્મનો બંધ થાય છે. સરળ વાત છે, જ્યારે ક્રોધ નથી કરતા ત્યારે ક્ષમા ભાવ હોય છે અને ક્ષમાના ભાવમાં તમે સુખશાંતિ અનુભવો છો. ક્રોધ કરવાથી અશાંતિ થાય છે, પણ ક્ષમા જો આપો તો અશાંતિ મટી જાય છે. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, ખેમા કરતા ખરચ ન લાગે, ભાંગે કરોડ કલેશ. ક્ષમા આપવામાં ખર્ચ કરવું પડતું નથી, પણ લાભ ઘણો મોટો. શું લાભ ? તો એક, બે નહિ પણ કરોડો કલેશ ક્ષમા આપતાં શાંત થાય છે. તમે નિર્દોષ થાઓ છો, સ્વસ્થ થાઓ છો, દબાણ અને બોજા વગરના બનો છો, હળવા થાવ છો. તમે જ યાદ કરો કે જ્યારે તમારામાં ક્રોધ હોય ત્યારે મનની હાલત કેવી હોય છે ? અને એ પણ યાદ કરો કે કલેશ શમી જાય ત્યારે કેટલા શાંત બનો છો ? કલેશ હોય ત્યારે અંદરમાં વ્યગ્રતા અને વ્યાકુળતા હોય છે અને કલેશ શમી જાય ત્યારે સાહજિક શાંતિ હોય છે. સાહજિક શાંતિનો અનુભવ એ મોક્ષનું સેમ્પલ છે. જેમ બહેનો રસોઈ કરતાં દાળ, શાક સહેજ ચાખી જુએ. ચાખતા ચાખતા નક્કી કરે કે હવે બરાબર છે, તેમ તમે ક્ષણવાર શાંતિ અનુભવો અને જો આવો અહેસાસ તમને થાય તો નક્કી કરજો કે જો કાયમી શાંતિ મળે તો કેવો અહેસાસ થાય? આ મોક્ષનો ઉપાય. ક્રોધ કર્મબંધનું કારણ અને ક્ષમા કર્મબંધ તોડવાનું સાધન. કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? અહીં આ લીટીમાં કહ્યું “પ્રત્યક્ષ અનુભવ સર્વને', પરંતુ તમે સ્પષ્ટ થઈ સમજ્જો કે આ બધાને અનુભવ થતો નથી. ક્રોધ વખતે ક્રોધથી અલગ થઈને જરા ક્રોધને જાણે તો ખ્યાલ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આવે. ક્ષમા વખતે ક્ષમાથી અલગ થઈ તેને જાણે તો ખ્યાલ આવે. ક્રોધમાં સંતાપ છે અને ક્ષમામાં શાંતિ છે. શાંતિ એ મોક્ષનો આસ્વાદ છે. ક્રોધ એ આસ્વાદ છે, પણ બંધનો આસ્વાદ છે. ક્રોધ, અહંકાર, માયા, લોભ આ ચારિત્ર મોહનીયનું સામ્રાજ્ય છે. આ ચારિત્ર મોહનીયના ચાર પ્રબળ વિકારો ક્રોધ, અહંકાર, માયા અને લોભ. આ ચારેથી કર્મનો બંધ થાય છે. આ ચારે ચારના જુદા જુદા વિરોધી ભાવ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ છે. આ જે કર્મનો બંધ થાય છે, તેનાથી છૂટવાનું છે. તમે જો આંટી પાડી છે તો ઉકેલવાની છે, જે કપડામાં ગાંઠ વાળી છે તે ઉકેલવાની છે. જે દોરડું વાળ્યું છે તે દોરડું ખુલ્લું કરવાનું છે. ક્રોધથી બંધાયા તો ક્ષમાથી છૂટયા, અહંકારથી બંધાયા તો નમ્રતાથી છૂટયા, માયાથી બંધાયા તો સરળતાથી છૂટ્યા. લોભથી બંધાયા તો સંતોષથી છૂટટ્યા. દ્વેષથી બંધાયા તો મૈત્રીથી છૂટયા અને રાગથી બંધાયા તો વિરાગથી છૂટ્યા. આ બધા છે છોડાવનાર પરિબળો. કંઈ ખ્યાલમાં આવે છે ? આ બધું આપણાં જીવનમાં સતત થઈ રહ્યું છે. આ ઘટના સતત ઘટ્યા જ કરે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચેનું સૌથી મોટું યુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પણ આપણું યુદ્ધ પૂરું થયું નથી. નિરંતર અંદરમાં ચાલે છે. આ પ્રકારના કષાયોથી જ્યારે રહિત થાય અને કષાયરહિત અવસ્થાનો જ્યારે અનુભવ થાય, તે વખતે જે ભાવમાં રહેવાનું થાય, તે ભાવને કહેવાય છે વીતરાગ ભાવ. વીતરાગ ભાવમાં જેટલા અંશો મળે એટલા અંશમાં ચારિત્રામોહનું બળ તૂટે અને સંપૂર્ણપણે વીતરાગ ભાવમાં રહે તો ચારિત્ર મોહનો સંપૂર્ણપણે ક્ષય થાય. એવી અવસ્થા પ્રાપ્ત થતાં જે અવસ્થાનો અનુભવ થાય તેને કહે છે મોક્ષ. પરમકૃપાળુદેવ કહે છે કે આવો અનુભવ તમે કરશો પછી કોઈ સંદેહ રહેશે નહિ. જો આ સહજ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો, કઈ પ્રક્રિયા કરવી પડશે ? જીવનમાં ક્યાં પરિવર્તનો લાવવાં પડશે? કેવી રીતે પ્રારંભ કરવો ? શું કરવું જીવનમાં ? પહેલી વાત તો એ છે કે ભાવ કર્યા, કલ્પનાઓ કરી એટલે આ ઉપાધિ ઊભી થઈ. કંઈ ન કરવું તે પણ એક અવસ્થા છે અને આ ક્રિયાને અક્રિય અવસ્થા કહે છે. અક્રિય અવસ્થા આળસુ અવસ્થા નથી,પડયા રહેવાની અવસ્થા નહિ, પરંતુ અક્રિય અવસ્થા એટલે પોતાની સહજ મૂળભૂત અવસ્થા. ત્યાં ક્રિયા નથી, હાજરી છે. હાજરી હોવી અને કંઈ પણ કરવાનું ન હોવું એવી અવસ્થા તે સહજ અવસ્થા છે અને આને મોક્ષ અવસ્થા કહે છે. આનો પ્રારંભ ૧૦૫મી ગાથાથી છે. હવે જે ગાથાઓ આવે છે તેમાં તમે સમજશો તો હજારો પ્રશ્નોના જવાબો છે. તેથી તે પ્રત્યેક ગાથા અત્યંત મહત્ત્વની છે. ૧૪૨ ગાથાઓ પછી તમારા મનમાં કોઈપણ પ્રકારના સંદેહ નહિ રહે. તમામ પ્રકારના નયોનું વર્ણન એક પછી એક આ ગાથાઓમાં આવે છે. નવાઈ લાગે છે કે શરૂઆત કયાંથી કરવી ? મંડળમાં જવું? ઉપાશ્રય કે કોઈ આશ્રમમાં જવું? કોઈ ગુરુ મહારાજ પાસે જવું કે સદ્ગુરુ કરવા ? તેમની પાસેથી કોઈ મંત્ર લેવો કે દીક્ષા લેવી કે કોઈ ભઠ્ઠીમાં તપવું ? કંઈ ને કંઈ કરવું ? કોઈ વાત નહિ, કરવાની વાત જ નહીં, પરંતુ છોડવાની વાત For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા ક્રમાંક-૧૦૪-૧૦૫ છે. શરૂઆત છોડવાથી કરવી પડશે. જેમ જેમ છોડશો તેમ તેમ કરવાનું થઈ જશે. માટે કહ્યું કે અહીં કોઈ પ્રારંભ કરવાની જરૂર નથી. જગતમાં હજારો ધર્મશાસ્ત્રો છે અને ચારે બાજુથી આ કરો, આ કરો એમ કહે છે. ધ્યાન કરો, યોગ-પ્રાણાયામ કરો, ભઠ્ઠીમાં તપો, જંગલમાં જાવ, આંખો બંધ કરો, કુંડલિની જાગૃત કરો, સંન્યાસી બનો, દિગંબર બનો, મુનિ બનો, તપવ્રત કરો, અનુષ્ઠાન કરો. આ શરૂઆત કરોથી થતી નથી પરંતુ છોડોથી થાય છે. બન્ને દિશાઓ બિલકુલ જુદી જુદી છે. જગત કરવાની વાત કરે છે, અહીં છોડોની વાત કરે છે. અદ્ભુત વાત છે. છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ. (૧૦૫) આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવાં. અહીં “જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે કવચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જધન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાઘન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય એમ જિને કહ્યું છે, અને “જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય', અત્રે તે વાતનો વિરોધ નથી. (૧૦૫) અહીં એમ કહેવું છે કે, અમે જે છોડવાની વાત કરીએ છીએ, તે છોડવું જ કઠિન છે. તમે જેને કઠિન માનો છો તે અમારી દૃષ્ટિએ સહેલું છે. તમે માનો છો કે કુટુંબ છોડવું કઠિન છે. સંપત્તિ, લાખો રૂપિયા, ઘરબાર એ બધું છોડવું કઠિન છે. અમે કહીએ છીએ કે એ બધું સહેલું છે, પણ મત અને દર્શનનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ છે. બે શબ્દો છે, એક મત અને એક દર્શન. અજ્ઞાનદશામાં ખંડ ખંડ જ્ઞાનના પરિણામે પોતાનો અભિપ્રાય જે બંધાયો એને કહેવાય છે મત. મત એટલે પોતાનો અભિપ્રાય. આપણે કહીએ છીએ કે અમારો મત આવો છે, તમે જે માનતા હો તે ખરું. આનંદઘનજી મહારાજે કહ્યું કે, મત મત ભેદે રે, જો જઈ પૂછીએ, સો સ્થાપે અહમેવ. જેટલા જેટલા મતવાળા છે, તે બધાને જઈને પૂછીએ તો અમારો મત સાચો છે, તે પ્રમાણે પોતે સ્થાપના કરે છે. જગતમાં જોરદાર કરવા જેવી જો કોઈ વાત હોય તો અમે સાચા છીએ, બાકી બધા ખોટા છે. તે સાબિત કરવું છે, નક્કી કરવું છે પણ કઈ રીતે ? તર્કથી, દલીલથી, લખીને, બોલીને, ઉપદેશથી, ધમકી આપીને. નહિ માનો તો કયાં જશો ? આ ધમકી છે. આ કંઈપણ કર્યા સિવાય, એક મહત્ત્વની વાત કરવી છે. મત એટલે પોતાની માન્યતા. માન્યતા છદ્મસ્થ અવસ્થામાં હોય, માન્યતા અજ્ઞાન અવસ્થામાં હોય. જરા આ વાતને સ્પષ્ટ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૯ કરીએ તો પાંચ પ્રકારનાં જ્ઞાન છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. આના બે વિભાગ - એક વિભાગ છદ્ભસ્થ જ્ઞાન અને બીજો વિભાગ કેવળજ્ઞાન. છદ્મ એટલે દોષ. હજી પણ દોષ રહ્યા છે એટલે જ્ઞાન છે પણ સાથે દોષ રહ્યા છે, તેથી તે છર્મસ્થજ્ઞાન. અને જ્ઞાન છે પણ દોષ નથી રહ્યા, માત્ર જ્ઞાન એટલે કેવળજ્ઞાન. જેમાં બીજા કોઈ પણ દોષ નથી તે સર્વજ્ઞ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન એ ચાર છદ્ભસ્થ અવસ્થાના જ્ઞાન છે. એ અંતિમ અવસ્થા નથી, તેમાં દોષ રહ્યા છે. આવા જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પોતાનો વ્યકિતગત અભિપ્રાય પરમાર્થ માટે બંધાય તેને કહેવાય છે મત. આ જગતમાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિમાં વધારેમાં વધારે અવરોધ, જો હોય તો બે અવરોધ છે. એક બહારનો અવરોધ તે પોતાનો મત અને બીજો અંદરનો અવરોધ કષાય. “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.' અહીં બે શબ્દો મૂકયા, બહારથી પણ નિગ્રંથ અને અંદરથી પણ નિગ્રંથ. બહારથી પણ છૂટવું જોઈએ અને અંદરથી પણ છૂટવું જોઈએ. પરંતુ ભૂલ કયાં થઈ ? બહારથી છૂટવું જોઇએ એટલે સંસાર છૂટવો જોઈએ, કુટુંબ પરિવાર વિ. છૂટવું જોઈએ પરંતુ અહીં એમ કહે છે કે બહારથી છૂટવું એટલે મત છૂટી જવો, મતનો આગ્રહ છૂટી જવો, તે બહારથી છૂટવું. મતનો આગ્રહ એટલે પોતાની માન્યતાનો આગ્રહ. આ શબ્દ ફરીથી સમજો. ખંડ ખંડ જ્ઞાન તે અખંડ નહિ. જે વસ્તુને સંપૂર્ણપણે જોનારા છે, જેમણે સમગ્રતામાં સંપૂર્ણતામાં જોયું, તેમના જ્ઞાનમાં અભિપ્રાય નથી, તે પરમ સત્ય છે. તે જ્ઞાનાન્ન મુક્તિ: પરમજ્ઞાન, સત્યજ્ઞાન, પારમાર્થિક જ્ઞાન, તે વગર મુકિત નથી. પારમાર્થિક જ્ઞાન, સત્યજ્ઞાન એટલે અસ્તિત્વ જેવું છે તેવું પૂરેપૂરું જ્ઞાનમાં ઝળકવું. જેમ કે એકસ-રે મશીન આંતરડામાં કયા ઠેકાણે, ફેફસામાં કયા ઠેકાણે ડાઘ પડ્યો છે તે બતાવે છે, તેમ સર્વજ્ઞ અવસ્થા એ સમગ્ર વિશ્વનું મશીન છે. એ જ્ઞાનમાં કંઈ પણ છૂપું રહેતું નથી, તેને કહેવાય અખંડ જ્ઞાન. અખંડ જ્ઞાનમાં જે જોયું અને વર્ણવ્યું તે સત્ય. ખંડ જ્ઞાનમાં જે જોયું અને માન્યું આને કહેવાય છે મત. આ મતનો આગ્રહ. બીજું છે દર્શન. મત અને દર્શન બન્ને શબ્દો જુદા જુદા છે. દર્શન એટલે વિશેષ પ્રકારના પુરુષોએ કરેલો વિચાર, સર્વાગી નહિ પણ એકાંતિક. આત્મા નિત્ય જ છે તેમ વેદાંત કહે છે. આત્મા જ નથી તેમ ચાર્વાક કહે છે. આત્મા અનિત્ય છે તેમ બોદ્ધ કહે છે. આત્મા એક જ છે તેમ વેદાંત કહે છે. આત્મા અનેક છે તેમ તૈયાયિક વૈશેષિક કહે છે, આનું નામ દર્શન. દર્શનનો આગ્રહ, મતનો આગ્રહ છોડીને સાધકે સાધના કરવાની છે. પહેલાં છોડવાની વાત કરી. દર્શન અને મતનો આગ્રહ છોડવાનો છે. સૌથી મોટી મુશ્કેલી જો કોઇપણ હોય તો આગ્રહ છોડવાની મુશ્કેલી છે. મેં એક વખત કહ્યું હતું. ઓટીપુર ગામમાં આખું મહાજને એક વ્યકિતને ઘેર ગયું. તે માણસે રોડ ઉપર એક ખીલો ખોડેલ હતો અને બળદ ત્યાં બાંધતો હતો. તેના કારણે બધાને હેરાન થવું પડતું હતું. માણસ બહુ જબરો એટલે આખું મહાજન કહેવા આવ્યું. તેણે સ્વાગત કર્યું, બધાને બેસાડ્યા. પોતે નીચે બેઠો અને પાઘડી ઉતારી પૂછ્યું કે કેમ પધારવું થયું ? મહાજને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રવચન ક્રમાંક ૭૮, ગાથા ક્રમાંક-૧૦૪-૧૦૫ કહ્યું કે અમે બધાં જે કહીએ તે તારે માનવું પડશે. રસ્તા વચ્ચેથી તારે ખીલો ખસેડવો પડશે. તેણે કહ્યું કે તમારી વાત માથા ઉપર પણ ખીલો નહિ ખસેડું. આ આગ્રહ. તમે ગમે તે વાત કરો, મારો આગ્રહ નહિ છૂટે. આગ્રહ અટકાવે છે, રોકે છે અને જ્ઞાનનાં દ્વાર બંધ કરે છે. આગ્રહ અહંકારને મજબૂત કરે છે અને ખાસ કરીને બીજાઓથી તોડે છે. સૌથી મોટું નુકસાન તમારો આગ્રહ તમને સત્પુરુષથી તોડે છે. તેમનાથી દૂર લઇ જાય છે, કંઇ સમજાયું ? સદ્ગુરુ મળવા મુશ્કેલ છે, તેમ ગાયા કરો અને તમારો આગ્રહ પણ રાખો. સદ્ગુરુથી તમે તૂટો છો, છૂટો છો. આગ્રહ તમને સદ્ગુરુ સાથે ભેગા થવા દેતો નથી. આગ્રહ વચમાં નડે છે. જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધી સદ્ગુરુ સાથે તમારું તાદાત્મ્ય નહિ થાય, ટયુનીંગ નહિ થાય, સંવાદ નહિ થાય, હૃદય નહિ ભળે, પ્રેમ નહિ થાય, તમે તન્મય નહિ થઇ શકો. તમે સમર્પણ નહિ કરી શકો. તમે પ્રેમની અનુભૂતિ નહિ કરી શકો. કારણ કે કદાગ્રહ છે. તે તમારો નાતો બીજાઓથી તોડે છે. પોતાની અને પોતે માનેલી વાત સાચી તેમ આગ્રહ કરવાથી સંબંધો તૂટશે, કારણ કે તે સત્ય છે તેમ મનાવવા માટે પોતાની તમામ બુદ્ધિ કામે લગાડે છે. જે બુદ્ધિ સત્યને સમજવા માટે વાપરવાની હતી તે બુદ્ધિ પોતાનો આગ્રહ સાચો છે તે મનાવવા સિદ્ધ કરવા માટે વાપરે છે. તેમાંથી શબ્દો આવ્યા, ખંડન મંડન. આ પંડિતોનું બહુ પ્યારું કામ છે. બીજાની વાતનું ખંડન કરવું અને પોતાની વાતનું ખંડન કરવું. તેમાં પંડિતોને બહુ મઝા આવે છે. હજારો શાસ્ત્રો આ ખંડન મંડનથી ભરેલાં છે અને તેમાં જે જીવો અટકયા છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. તેમાં પાછો બીજો વિકલ્પ નડે છે કે પોતે અત્યાર સુધી આ મતને માનતો હતો તેને કેમ છોડવો ? લોકો શું કહેશે ? મને આ કેમ પાલવશે ? સૌથી મોટી વાત તો એ છે કે આ અવસ્થા હોવાના કારણે એ જાતજાતના વિકલ્પો કરે છે. હું આ આશ્રમમાં જાઉં કે ત્યાં જાઉં ? આ ગુરુ પાસે જાઉં કે ઓલા ગુરુ પાસે જાઉં ? લોકો ક્યેતા હોય છે કે એક જબરો મંત્ર આપો. અમને તો ખબર નથી કે આ જબરો મંત્ર શું છે ? મંત્ર એટલે મંત્ર. મનનું ત્રાણ કરે તે મંત્ર. વિકલ્પ કરે કે કયો મંત્ર જપું ? નવકાર મંત્ર બોલતો હોય, તેને થાય કે ગાયત્રી મંત્ર જપું તો કેમ ? ગાયત્રી મંત્ર કરતો હોય તેને થાય કે ‘હરિ ૐ’ના જાપ કરું તો કેમ ? ન નવકાર જપે, ન ગાયત્રી જપે અને ન તો હરિ ૐ જપે – તેના કારણે અસ્થિરતા અને ચંચળતા વધે. જે સાધન સ્થિરતા માટે હતું, તેમાંથી અસ્થિરતા થઇ. આવા અસંખ્ય વિકલ્પોમાં આપણી ચેતના અટવાઇ ગઇ છે. તુલના કરીએ કે આ ગુરુ સારા કે પેલા ગુરુ સારા ? ગુરુને સારા નરસા શા માટે કરે છે ? તું સારો હોઇશ તો યોગ મળી આવશે. ધ્યાન પોતે કરતો હોય અને બીજા ધ્યાન કરે છે તેમ ખબર પડે તો થાય કે જરા જોઇ આવું કે કેવું ધ્યાન થાય છે ? આ વિકલ્પ અને આગ્રહ પરમાર્થ માર્ગમાં હિમાલય જેવડા અવરોધો ઊભા કરે છે. હિમાલય ખસેડી શકાય પણ વિકલ્પો અને આગ્રહો ખસેડી નહિ શકાય. પરમકૃપાળુ દેવ કહે છે કે તારે મોક્ષનો ઉપાય જોઇએ છે ? આ છઠ્ઠું પદ ‘મોક્ષનો ઉપાય છે' પાંચ જાણવાનાં અને છઠ્ઠું જીવનમાં જીવવાનું. મોક્ષ છે તેમ નક્કી તો કર્યું પણ તેટલા For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૧ માત્રથી કામ પૂરું થતું નથી, પછી મોક્ષનો ઉપાય કરવો પડશે. ડોકટરોની પેનલ બોલાવી નક્કી તો કર્યું કે આ રોગ છે, પરંતુ તેટલાથી કામ પતતું નથી. નક્કી કર્યા પછી ઉપચાર કરવો પડે છે. પહેલાં યથાર્થપણે નક્કી કરી લો કે મોક્ષ છે અને પછી મોક્ષનો ઉપાય કરો. મોક્ષનો ઉપાય શું છે? એમ કહ્યું કે પહેલાં છોડો. શું છોડો? મતનો આગ્રહ, દર્શનનો આગ્રહ અને તેના વિષેના વિકલ્પો. આ જેઓ છોડશે તે એક નેગેટીવ પોઈન્ટ અને “કહ્યો માર્ગ આ સાધશે' તે પોઝીટીવ. પહેલા પણ કહ્યું કે “હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” બે શબ્દો બોધ અને વીતરાગતા તે અચૂક ઉપાયો છે. એક દર્શનમોહને હણે છે અને એક ચારિત્રમોહને હણે છે. સંપૂર્ણ મોહનું જવું તે પરિપૂર્ણ મુક્ત અવસ્થા છે. આ માર્ગ જે કહ્યો તે સાધશે તે અવશ્ય મોક્ષ પામશે. અહીં એમ કહેવું છે કે માર્ગ પામ્યાથી મુકિત નહિ થાય. માર્ગને સાધવો પડશે. પામવું જુદી વાત અને સાધવું જુદી વાત. પામવું તે માર્ગનો બોધ થયો, અને સાધવામાં તમારો પુરુષાર્થ આવે અને પુરુષાર્થ જ્યારે થાય ત્યારે અમે નિશ્ચિતપણે કહીએ છીએ કે “જન્મ તેહના અલ્પ'. અલ્પ જન્મ શા માટે કહ્યા તેનો વિચાર આગળ કરીશું. કહેવું તો એમ છે કે આ માર્ગ સાધશે તેનો તત્ ક્ષણ મોક્ષ થાય, પણ સાધના કરનારમાં એ માટેનો જુસ્સો, પ્રબળ પુરુષાર્થ એને કહેવાય છે સંવેગ. સંવેગ ત્રણ પ્રકારે છે. એક ઉત્કૃષ્ટ સંવેગ, મધ્યમ સંવેગ અને એક જધન્ય સંવેગ. જેવો સંગ તેવી પ્રાપ્તિ. જેવી તીવ્રતા તેવી પ્રાપ્તિ. આ જધન્ય, આ ઉત્કૃષ્ટ એવા જે ભેદ પડે છે તે સાધનામાં નથી પડતા પણ સાધના કરનાર સાધકની આંતરિક અવસ્થાના કારણે થાય છે. શબ્દ ખ્યાલમાં રાખજો. શબ્દ છે સંવેગ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ર૯મા અધ્યાયમાં જ્યારે જંબુસ્વામીને સુધર્માસ્વામી કહેવાનો પ્રારંભ કરે છે ત્યાં કહે છે કે સંવેગેણં ભત્તે નીવે, વુિં ગળેફ? આ સંવેગથી હે ભગવાન ! જીવમાં શું પ્રગટ થાય છે ? એ સવેગની વાત આગળ પ્રવચનમાં આવશે. હવે પછીથી એક એક મહત્ત્વની વાત શરૂ થશે. વારંવાર ભલામણ કરું છું કે શબ્દો બરાબર સમજજો. અને એ પણ સ્પષ્ટતા છે કે માત્ર પામવાથી કામ નહિ થાય. માત્ર પામવાથી પચાસ ટકા અને સાધવાથી સો ટકા કામ થાય. સો ટકા કામ કરવું હશે તો પામવું અને સાધવું બંને સાથે કરવાં પડશે. આવી અવસ્થા તમે તમારા જીવનમાં પ્રાપ્ત કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧ પ્રવચન ક્રમાંક - ૭૯ ગાથા ક્રમાંક - ૧૦૫-૧ સાધનામાં સંવેગની મહત્તા છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ. (૧૦૫) અંબાલાલભાઈની ટીકા આ ગાથા ઉપર મહત્ત્વની છે. “આ મારો મત છે, માટે મારે વળગી રહેવું', આના જેવો સાધનામાં બીજો કોઈ અવરોધ નથી. જ્ઞાની પૂછે છે કે તારે મતને સિદ્ધ કરવો છે કે તારે સની પ્રાપ્તિ કરવી છે ? મતને સિદ્ધ કરવો હોય તો અહંકારની તૃપ્તિ છે અને સત્ની પ્રાપ્તિ કરવી હોય તો જીવનની સમસ્યાનો ઉકેલ છે. તારે કરવું છે શું ? મતને તું માનીશ તો મતની આજુબાજુમાં જ રહીશ. વિકલ્પો, વિચારો અને માન્યતા એ પ્રમાણે રહેશે. તારી સમજણ પણ એ રીતે કામ કરશે અને સૌથી મોટી વાત એ છે કે તારી સામે સત્ વસ્તુ કહેનાર કોઈ જ્ઞાની પુરુષ આવશે તે વખતે તું એમને સાંભળી નહિ શકે. તું તરત જ એમ કહીશ કે તમે ગમે તેમ કહો પરંતુ મારો મત આ છે. આ મારો મત છે અને આ મારું દર્શન છે. હું જૈન છું એટલે જૈનદર્શન. હું વૈષ્ણવ છું માટે વૈષ્ણવદર્શન. હું બુદ્ધ છું તો બૌદ્ધ દર્શન અને ઇશ્વરવાદી છું તો ઈશ્વરદર્શન. નાસ્તિક છું તો નાસ્તિક દર્શન. તો ગમે તેમ કરી આવા જુદા જુદા દર્શનો સામે મારું દર્શન સત્ય છે તેમ બીજા દર્શનો સામે સાબિત કરવું, એ જ તેની સાધના થઈ. આનંદધનજી મહારાજે કહ્યું છે કે છ જુદા જુદા દર્શનો જુદા જુદા દૃષ્ટિકોણથી વાત કરે છે. દરેક દર્શન પોતાની ભાષામાં વાત કરે છે. બંભન કે ઘર નાતી ધોતી, જોગી કે ઘર ચેલી, કલમા પઢ પઢ ભઈ રે તુરકડી તો, આપ હી આપ અકેલી. અવધૂ એસો જ્ઞાન વિચારી. શ્રદ્ધા સખી એમ કહે છે કે મને નિસ્પક્ષ રહેવા ન દીધી. બ્રાહ્મણને ઘેર જનમ્યાં ત્યારે પૂછ્યું, તમારો ધર્મ શું? તો નહાવું, ધોવું, આભડછેટ જાળવવી. સ્નાન કર્યા પછી જો બીજાના છાંટા ઊડે તો એટલો ગુસ્સો કરે કે સામો હેબતાઈ જાય. પરંતુ એ માને છે કે હું બરાબર છું કારણ કે આ મારો ધર્મ છે, મારું આ દર્શન છે. મારી આ માન્યતા છે. “યોગી કે ઘર ચેલી', યોગીઓના ઘેર જ્યારે ગયા ત્યારે ચલમ ભરવી, દમ મારવો, પ્રાણાયામ કરવા, હયોગ કરવા એ બધું અમારું કાર્ય છે. “કલમા પઢ પઢ ભઈ રે તુરકડી' મુસ્લીમના ઘેર જનમ્યા ત્યારે કલમો પઢવી, અને “આપ હી આપ અકેલી'. આ બધું કરવા છતાં મારા હાથમાં કંઈ આવ્યું નહિ, મને પ્રાપ્તિ થઈ નહિ. કારણ? આ મારું દર્શન, ગમે તે રીતે મારે મારા દર્શનને સિદ્ધ કરવું છે. આ મારો મત, તેને વળગી રહેવું છે. આ જીવે આવું કરવામાં એક નહિ પણ અનેક For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૩ જન્મો કાઢ્યા. એવો આગ્રહ અને એ સંબંધી વિકલ્પો એમાં સાધક પોતે અટવાયો છે. અહીં એમ કહેવું છે કે મત તેમજ દર્શનનો આગ્રહ અને વિકલ્પો જે છોડશે અને જે માર્ગ જ્ઞાની પુરુષે કહ્યો છે તે સાધશે તો તેના જન્મ અલ્પ રહેશે. કેમ જન્મ અલ્પ કીધા ? જરા સૂક્ષ્મ ચર્ચા છે, અહીં જન્મ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. આમ તો જન્મ એક વચન છે, પણ તે એમ બતાવવા વાપર્યો છે કે મોક્ષને પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. શાસ્ત્રનું એક વાકય સમજી લેવા જેવું છે કે જે ઉત્કૃષ્ટપણે આરાધના કરે છે, એટલે જેટલી પોતાની શક્તિ, સામર્થ્ય, બળ, કૌશલ્ય અને જેટલી પોતાની સમજણ અને જેટલાં પોતાનાં પ્રાપ્ત સાધનો છે તે પૂરેપૂરા વાપરીને આરાધના કરે છે, તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં વિલંબ થતો નથી. - સાધકો ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ સાધક, જધન્ય સાધક અને મધ્યમ સાધક. જેનામાં તીવ્ર સંવેગ છે તે ઉત્કૃષ્ટ સાધક. તીવ્ર સંવેગના બે અર્થ છે. જેનામાં મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી છે, મોક્ષ જ જોઈએ છે અને તે પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી હોય તેટલું જ નહિ પણ આખું જીવન હોડમાં મૂકવાની તૈયારી છે. સમગ્ર જીવન અર્પણ કરવા જે તૈયાર છે અને આ તીવ્ર સંવેગ સાથે ક્ષયોપશમ ભાવની અથવા ઔદયિક ભાવની જે શકિત પોતાને પ્રાપ્ત થઈ છે એ તમામ શકિતને ક્ષાયિકભાવ પ્રાપ્ત કરવા વાપરે છે તે ઉત્કૃષ્ટ સાધક છે. ધીરજથી વાત ખ્યાલમાં લેજો કે ઉત્કૃષ્ટ સાધક એટલે તીવ્ર સંવેગ અને તીવ્ર પુરુષાર્થ. ભગવાન મહાવીર એમ કહેતા હતા કે મારો માર્ગ પ્રચંડ પુરુષાર્થમાં છે. જે વ્યકિત પ્રચંડપણે પુરુષાર્થ કરે અને ઉત્કૃષ્ટપણે આરાધે તો તે જ ભવે તેનો મોક્ષ થાય. તે વાતમાં વિરોધ નથી. - સભ્ય દર્શનમાં પહેલી ઘટના તે દર્શનમોહનો ઉપશમ. આપણી પાસે દર્શનમોહના દલિકો છે, પણ અંતર્મુહૂર્ત સમગ્રપણે દર્શનમોહ કંઈ પણ ન કરી શકે તેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય. જુદા જુદા પરમાણુઓ જુદી જુદી રીતે એકત્ર કરવામાં આવે તો જુદા જુદા પરિણામો આવે, તે રસાયણ શાસ્ત્રનો વિષય છે. આપણે જ્યારે ભાવ કરીએ છીએ, ત્યારે કાશ્મણ વર્ગણાના પરમાણુઓ ૮ કર્મરૂપે પરિણામ પામે છે, આ કર્મના પરમાણુઓ જ્ઞાનને અવરોધ કરશે, દર્શનને અવરોધ કરશે, આ પરમાણુઓ અશાતા અથવા શાતા આપશે, આ કર્મના પરમાણુઓ દુર્ગતિમાં લઈ જશે અને આ કર્મના પરમાણુઓ આવા દેહની રચના કરવામાં સહાયક બનશે. આટલું બધું વિભાજન એક સમયમાં થઈ જાય. હું સમય શબ્દ બોલું છું. ક્ષણ શબ્દ બોલતો, નથી. અહીં ભાવ થયો નથી કે વિભાજન થયું નથી. આવી રચના થાય અને તેની જુદી જુદી અસરો આપણા પર નિર્માણ કરે. જેમ દવાઓ લેવામાં આવે તો જુદી જુદી અસરો આપણા શરીર ઉપર થાય અને મન ઉપર પણ થાય, એ જ પ્રમાણે જે કર્મો છે તે જ્યારે ઉદયમાં આવે ત્યારે અંદર જુદી જુદી અસરો નિર્માણ થાય છે. ક્રોધ મોહનીયકર્મનો ઉદય જો હોય તો તે વખતે અંતરમાં હલચલ મચી જાય. આવેશ, ઉત્તેજના, ગુસ્સો, અણગમો થાય એ પ્રકારનું નિમિત્ત તે બને, ત્યારે તમે જાગૃત ન હો તો ક્રોધ મોહનીયકર્મના ઉદયમાં, ક્રોધ મોહનીય દ્વારા ક્રોધ કરી નવા કર્મોનો વધારો કરો. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રવચન ક્રમાંક – ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧ અહીં એક વાત એ કરવી છે કે દર્શનમોહનો ઉપશમ જો થયો હોય તો અંતર્મુહર્ત અથવા જેટલો કાળ અનુભવ થાય તેટલો કાળ દર્શનમોહ કંઈ અસર કરી શકતું નથી. અંદર અસર રહિત એવી જે અવસ્થા, તે અવસ્થામાં નિર્વિકલ્પ દશા હોય છે અને એવી નિર્વિકલ્પ દશામાં જે શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય તેનું નામ સમ્ય દર્શન અને તે વધારેમાં વધારે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે છે. આ અંતર્મુહૂર્ત ચાલે તો લાંબો અનુભવ કહેવાય. એવો અનુભવ જ્યારે અંતરમાં થાય ત્યારે શુદ્ધ ચૈતન્યતત્ત્વની પ્રગટ અનુભૂતિ થાય. હું આત્મા છું, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું, એમ વિચાર કે વિકલ્પ પણ નહિ, પણ જે પોતે છે તેમ પોતાને પોતાની અનુભૂતિ થાય. હું આ છું એવો શબ્દ પણ નહિ, અને કહેવાની જરૂર પણ નહિ. આવી પ્રગટ અનુભૂતિ અંદરમાં સતત રહે. તે વખતે કોઈ વિકલ્પો કામ કરતાં નથી, જેમ કે જગત છે, જગતમાં પોતે છે, શરીર છે, શરીરમાં પોતે છે અને કોણ જાણે પોતે કેવી રીતે બેઠો છે ? ઘરના ખૂણામાં બેઠો છે કે બહાર ? તેનો ખ્યાલ હોતો નથી. આવી અનુભૂતિ થાય ત્યારે દર્શનમોહનીય કર્મ સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે ત્યાં કોઈ વિકલ્પ ઊઠતો નથી તેવી નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે. સમજવા કોશિશ કરજો એ અનુભૂતિ કોની ? તો આત્મતત્ત્વની. હું આત્મદ્રવ્ય, આખું આત્મ દ્રવ્ય સળંગ, અખંડ અને પરિપૂર્ણ એને અનુભવમાં આવે. જેમ હાથમાં આંબળું લીધું તો આંબળું પૂરેપૂરું તમને દેખાય તેમ ચૈતન્યદ્રવ્યનું દર્શન અનુભૂતિ એ કાળમાં થાય, આનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન ભાષામાં નહિ કહેવાય, ક્રિયાથી બતાવાતું નથી પરંતુ જેને અનુભૂતિ થાય છે તેના માટે અનુભૂતિ પ્રમાણ છે. ત્યાં શાસ્ત્રનો આધાર નથી. વિચારનો કે વિકલ્પનો પણ આધાર નથી. માત્ર નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય તત્ત્વની અનુભૂતિ. આવી સમકિતની પ્રાપ્તિ થયા પછી વચમાં કોઈ વિક્ષેપ ન આવે તો, શાસ્ત્રીય પરિભાષામાં તે વમી ન નાખે અને પ્રચંડ પુરુષાર્થ તેનો ચાલુ રહે તો તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ કયારે મળશે? તે પૂછવાની જરૂર નથી. તું શું કરવા તૈયાર છે ? તે વાત કર. મોક્ષમાં વિલંબ નથી, પણ તારા પુરુષાર્થમાં વિલંબ છે. સમ્યગ્દર્શન થાય તે ભવમાં મોક્ષ મળે, તે ભવમાં ન થાય તો ત્રણ ભવમાં થાય અને જો તે ન થયો તો વધારેમાં વધારે પંદર ભવમાં મોક્ષ થાય. છેલ્લે એમ પણ કહ્યું કે જો કોઈ સમકિત વમી નાખે, તો ફરી પ્રાપ્ત કરવું પડે. __ अंतोमुत्तमित्तं पि, फासियं हुज्ज जेहिं समत्तं । तेसिं अवड्ढ पुग्गल, परिअट्टो चेव संसारो ॥ સમ્યગ્દર્શન એમ કહે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનથી વધારે કાળ હું તને સંસારમાં રહેવા દઇશ નહિ. માટે મારો હાથ પકડતાં પહેલાં વિચાર કરજે. સંસારમાં હું તને વધુ રહેવા દઈશ નહિ. સભ્ય દર્શન થતાં અંદરમાં અસાધારણ ઘટના ઘટે છે. જો સાથે તીવ્ર સંવેગ હોય તો એ ભવમાં એ જીવ મોક્ષ પ્રાપ્ત કરે. દૃઢ પ્રહારી મુનિ ભગવંતને કહે છે કે મેં ઘણાં પાપો For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કર્યા છે, અને મારે આ જન્મમાં જ બધા પાપોથી મુકત થવું છે. તેઓએ કહ્યું કે મુક્ત થઈ શકાય. તારે કિંમત ચૂકવવી પડશે અને પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. તેણે કહ્યું કે આપની આજ્ઞા હોય તેમ કરીશ. તેઓએ કહ્યું કે એક કામ કર. જ્યાં જ્યાં તું ચોરી કરીને આવ્યો છે, જ્યાં જ્યાં લોકોને પરેશાન કર્યા છે, જ્યાં જ્યાં લોકોને હેરાન કર્યા છે, જ્યાં જ્યાં હિંસા કરી છે, જ્યાં જ્યાં ધાડ પાડી છે ત્યાં ત્યાં ગામના દરવાજે તું જા અને કાયોત્સર્ગ ધ્યાનમાં તું રહે. પછી જે બનાવ બને તેને તું જોયા કર, આ ઘટના બને ત્યારે તારા મનમાં સહેજ પણ આવેશ ન આવે, ઉત્તેજના ન થાય, જરા પણ દ્વેષ ન થાય અને ક્રોધની ચિનગારી પણ તારામાં ન આવવી જોઈએ. તું ધ્યાનમાં હોઇશ, તું કાયોત્સર્ગમાં હોઈશ અને જોનારા એમ કહેશે કે આ અમારા ઘરમાં આવ્યો હતો, ચોરી કરી હતી, બાળકનું ખૂન કર્યું હતું, મારો એને. એકાદ પત્થર ઉપાડી મારશે પણ ખરા. ગુસ્સે પણ થશે, અને ગમે તેમ બોલશે, પણ તે વખતે તને એમ થવું જોઈએ કે આ લોકો મારા કર્મો ખપાવવાની પ્રક્રિયામાં બહુ મોટી મદદ કરે છે. આમના જેવા બીજા કોઈ મિત્રો નથી. આપણે કહીએ ને કે “બોલો સાહેબ ! આ તે કંઈ ઉપદેશ કહેવાય ? દૃઢપ્રહારી ! આ પથ્થર તને પ્રતિક્રિયા રૂપે મળે છે. આ પથ્થર મારનાર તારો દુશ્મન નથી પણ મિત્ર છે તેમ માનજે. તારો સાથી છે તેમ માનજે. અને તારે જે કર્મો ખપાવવાનાં છે, તે કર્મો ખપાવવામાં સહાયક છે, એમ તારી ધીરજ રહે, તો તને આ જનમમાં મોક્ષ મળશે જ.નગરના ચાર દરવાજા છે. દોઢ મહિનો એક દરવાજે ઊભા રહેવાનું થયું. તેમ છ મહિને ચાર દરવાજા પૂરા થયા. તપ, ઊભા ઊભા કાઉસગ્ગ અને તે વખતે આવનાર અને જનાર ગાળો આપે, કોઈ લાકડી કે પથ્થર મારે, કોઈ તેના વાળ ખેંચે, કોઇ હલાવે અને કહે કે કેમ હવે, ડહાપણનો દરિયો બન્યો ? સાધુ થયો ? લે, લેતો જા, એમ કહી મારે ત્યારે હૃદયમાં ક્રોધના તરંગો ન આવે. સાંભળજો! માનસિક ભૂમિકા કેવી હશે ? આવો તરંગ કે ક્રોધ ન ઊઠે પણ સકારાત્મક રીતે થાય કે આ માણસ કર્મ ખપાવવામાં સહાયભૂત બને છે. આના જેવો મારા માટે બીજો કોઈ હિતકારી નથી. મારું ભલું કરનાર બીજું કોઈ નથી, આવું વિચારી શકાય? આ ગાંડપણ કે ઘેલછા નથી લાગતી ? આવું થઈ શકે ખરું? આવી સલાહ આપનાર સોરાબજી વકીલ નહિ પણ મુનિ ભગવંત હતાં. તેમણે એમ કહ્યું કે આ તારાં નિબિડ કર્યો છે. તારે ફેંસલો કરવો છે. આવું બે ત્રણ દિવસ થાય પણ મહિનાઓ સુધી અને દરેક દરવાજે? પાછી ત્રણ શરતો સાથે કે ઉગ્ર તપ, ધ્યાન- કાયોત્સર્ગ અને ઊભા ઊભા હસતે મોઢે પરિષહો સહન કરવાના, ઉપરથી ધન્યવાદ આપવાના કે તમે મારા મિત્રો છો. આખા નગરમાં દૃઢપ્રહારીએ કાળો કેર વર્તાવેલો. ઓસામા બિન લાદેન કરતાં પણ વધારે કેર વર્તાવેલો હતો. શાસ્ત્રોમાં વર્ણન છે કે છ મહિનામાં હજારો માણસોએ તેને અલગ અલગ રીતે પરેશાન કરેલો પરંતુ નવાઇની વાત એ છે કે એક પણ ક્ષણ માટે તેનામાં ક્રોધના તરંગો ઊભા થયા ન હતા. છ મહિનામાં બધા કર્મોનો નિકાલ કર્યો. હવે કર્મો જબરા અને બળવાન છે તેમ નહિ કહેવાય અને અમે શું કરીએ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦પ-૧ તો કર્મો હટે ? તેમ પણ પૂછવાનું રહેતું નથી. જેટલું તમારું જોર અને જેટલો તમારો સંવેગ અને જેટલી તમારી તીવ્રતા, તે તીવ્રતા પ્રમાણે કામ થશે. ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યો હતા. બધા સરખા સાધક હતા નહિ. આ બધા જ એ જ ભવમાં મોક્ષમાં ગયા, તેવું તો નથી થયું. કોઈ દેવલોકમાં ગયા, અને કોઈ મોક્ષમાં ગયા. જેટલો તીવ્ર સંવેગ હોય તે પ્રમાણે મુકિત મળે. એક વખત શ્રેણિક મહારાજે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો. બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. મારે એ જાણવું છે પ્રભુ ! આ ચૌદ હજાર મુનિઓ આપના શિષ્યો છે, એ મુનિઓમાં એવો કોઈ સાધક છે, કોઈ એવો અણગાર છે કે જેના ભાવ દિન-પ્રતિદિન ચડતા અને ચડતા જ હોય? પરિણામ શુભ અથવા શુદ્ધ ચડતા જ હોય. દરિયામાં ભરતી આવે. એકમ કરતાં બીજે વધારે હોય તેમ પુનમ આવતાં સુધીમાં દરિયો ઉછળવા લાગે. સુદ પક્ષમાં બીજના ચંદ્રની કળા ખીલતી જાય છે. શરદપૂર્ણિમા આવી અને ચંદ્ર પૂરેપૂરો ખીલે અને વદ પક્ષમાં ચંદ્રની કળા ઘટતી જ જાય છે. તો કોઈ મુનિના ભાવ ઘટે જ નહિ પણ દિનપ્રતિદિન વધતા જ જાય તેવો કોઈ મુનિ છે ? મહાવીર ભગવાને કહ્યું કે શ્રેણિક ! ધન્નો અણગાર આવો મુનિ છે. તે કાકંદી નગરનો વતની છે. બત્રીશ પદ્મિની સ્ત્રીઓનો તે પતિ હતો. માતા પિતા અને કુટુંબીજનો પણ અનુકૂળ હતાં. એક દિવસ એ કાકંદી નગરીમાં મારે જવાનું થયું, અને પહેલા જ દિવસે ધન્નાજી પ્રવચનમાં આવ્યાં અને પ્રવચન સાંભળી ઘેર આવી તેની માને કહે છે કે મા ! હવે આ સંસારમાં મારાથી નહિ રહેવાય. કોઈ વખત ધનાજી જેવો ઉલ્લાસ આપણને થતો નથી. આપણે ઠંડા પડી ગયા છીએ. માએ ધન્નાને ઘણું સમજાવ્યો પરંતુ એ ધન્નાએ સંસાર છોડ્યો. શું શું છોડ્યું? ૩૨પદ્મિની સ્ત્રીઓ છોડી, કુટુંબ-સંપત્તિ, ધન ધાન્ય છોડ્યું? દીક્ષા ગ્રહણ કરી અને પ્રતિજ્ઞા લીધી, સંકલ્પ કર્યો, અભિગ્રહ કર્યો કે હે પ્રભુ ! મને જીવનભર માટે સંકલ્પ કરાવો કે હું છઠ્ઠનું તપ એટલે સ્થાનકવાસી પરંપરામાં તેને બેલા વ્રત કહે છે તે કરીશ અને છઠ્ઠના પારણે આયંબીલ કરીશ, અને ફરીથી છઠ્ઠ કરીશ. છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણું આયંબીલ કરીને. શ્રેણિક આ ચૌદ હજાર મુનિઓમાં ઉત્કૃષ્ટ સાધના કરનાર ધન્ના નામના અણગાર છે. મુનિવર ચૌદ હજારમાં રે, ધન ધનો અણગાર રે, વીર જિર્ણોદે વખાણિયો રે, શ્રેણિક સભા મોઝાર રે. શ્રેણિક સભામાં ભગવાન મહાવીરે તેનું વર્ણન કર્યું છે. આ વર્ણન કર્યું ત્યારે ધન્નાજી કયાં ઊભા હશે તે ખબર નથી, પણ તેમણે કંઈ જાહેરાત કરી નથી કે હું આ પ્રકારની સાધના કરું છું. કયાંક કોઈ ખૂણામાં, કોઈક વૃક્ષની નીચે, ધ્યાન કરતા હશે, સાધના કરતા હશે અને નિત્ય ચડતો ભાવ, નિત્ય ચડતા પરિણામ, આપણને તો કયારેક ઊભરો આવે છે પરંતુ ઘેર જઈએ એટલે ઊભરો બેસી જાય. ઉત્કૃષ્ટ પણે સાધના જો કરે, તીવ્ર સંવેગથી જો સાધના કરે તો મોક્ષ દૂર નથી. ઢગલાબંધ કર્મો હોય તો પણ તેનો ક્ષય કરી શકાય. કાળનો ગેપ હોઈ શકે, દઢ પ્રહારીએ તમામ તાકાત વાપરી અને તેમને કર્મનો નિકાલ કરતાં છ મહિના લાગ્યા. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭. આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અને ધન્ના અણગારે જીવન ભર આ તપ વ્રત અનુષ્ઠાન કર્યા. અંતર્મુહૂર્ત માત્ર સમ્યગદર્શનનો સ્પર્શ થવાથી અને પ્રચંડ વીર્યથી જો સાધનાનો વેગ ચાલે તો તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે અને જો તેમ ન થાય તો ત્રણ જન્મમાં થાય અને તેમ પણ ન થાય તો પંદર ભવમાં મોક્ષ મળે. પરંતુ પંદર ભવમાં કદાચ અવળો પડે તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં રહી શકે નહીં, તેવું સમ્ય દર્શનનું બળ છે. આવું સમ્યગ્દર્શન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેનો સંવેગ વધતો જાય. તીવ્ર મોક્ષની અભિલાષા તેને કહેવાય છે સંવેગ. અને આવી તીવ્ર અભિલાષા પૂરી કરવા પોતાની તમામ તાકાત વાપરવાની તૈયારી જોઈએ. રાત્રે તમે ઘરમાં સૂતા હો અને અચાનક આગ લાગે, તમે ગાઢ નિદ્રામાં છો અને બૂમ પડે કે આગ લાગી છે ત્યારે તમે પૂરી તાકાત વાપરી ઘરની બહાર નીકળી જાઓ છો, તેમ મોક્ષાભિલાષી પૂરો પુરુષાર્થ કરે તો તેના જન્મ ન રહે, અથવા તો જન્મ અલ્પ રહે. સદ્ગુરુ મળતા પહેલાં આ ચેતવણી છે, કયારે સદ્ગુરુ મળશે તે કહેવાય નહિ. સદ્ગુરુની પ્રાપ્તિ કયારે થશે, કશું કહી શકાય નહિ. જો તમારી તૈયારી હશે તો સદ્ગુરુ સામેથી આવશે. સદ્ગુરુ તમારી શોધમાં છે. દાદુ રાજસ્થાનમાં ગયા. તેઓ એક ઘેર ગયા. ત્યાં છ વર્ષનું બાળક જોયું. તેણે તે બાળકની માને કહ્યું કે હમકુ યહ બચ્ચા દે દે ! યહ બાલક હમારા હૈ, તમારા નહીં હૈ. માએ એમ ન કહ્યું કે મારા બાળકને તમને કેવી રીતે આપું, માને સમજણ હતી, તેથી તેણે બાળક સોંપી દીધું, સુંદર ચાલ્યો ને એ સુંદરદાસ બન્યા. સદ્ગુરુ શોધતા આવ્યા ને ? તમે ચર્ચામાં પડશો નહિ કે આ કાળમાં સદ્ગુરુ છે કે નહિ? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? મળે છે કે નથી મળતા? આ બધી ચર્ચા છોડો. અંદર તાલાવેલી જાગશે ત્યારે હાથ પકડનાર આવશે. તમને ઢંઢોળશે કે ચાલો, શું બેઠા છો ? સદ્ગુરુ મળતા પહેલાં ઘણી તૈયારી કરવાની હોય છે. જેમ વરસાદ આવતા પહેલાં ખેડૂત તૈયારી કરે છે, ખેતર ખેડી રાખે છે, કાંકરા કાઢી નાંખે છે. વાડ કમ્પલીટ કરે છે. ખેડૂત એમ નથી કહેતો કે વરસાદ આવશે પછી તૈયારી કરીશું. રસોઈ કરતા પહેલાં બહેનો બધી સામગ્રી ભેગી કરે છે અને બધું તૈયાર રાખે છે. સદ્ગુરુ મળતા પહેલાં પૂરી તૈયારી કરી રાખજો. “ન જાને કિસ રૂપમેં નારાયણ મિલ જાય'. ખબર નથી કે તે કયા સ્વરૂપમાં આવશે. તે ઓળખાશે નહિ અને કહેશે પણ નહિ કે અમે સદ્ગુરુ છીએ, અમે સપુરુષ છીએ. આવું જ કહેતા હોય કે અમે સપુરુષ છીએ તેનાથી છેટા રહેજો. જે સદ્ગુરુ છે તે હાથ પકડી લેશે. તેમની કળા, રીત, પદ્ધતિ તેઓ જાણે. એ જે રીતે કામ કરશે તેની તમને ખબર નહિ પડે, એટલા માટે એમ કહ્યું છે કે સદ્ગુરુ મળતા પહેલાં એક કામ કરી રાખજો કે પોતાની મતિ કલ્પનાથી કોઈ મત અથવા કુળ દર્શનનો આગ્રહ થઈ ગયો હોય અથવા આનાથી જ મોક્ષ છે અથવા આ જ ધર્મ છે તેવી માન્યતા ઘૂંટી હોય, તેમ માન્યું હોય, અથવા જ્ઞાની આમ જ વર્તે તેવી માન્યતા કેળવી હોય તો આવા આગ્રહો છોડી, નિરાગ્રહી વલણ તૈયાર કરી રાખવું. આ સદ્ગુરુ મળતા પહેલાંની તૈયારી છે. સમજાય છે ? અનંત ચોવીશી થઈ, અનંત તીર્થકરો થયા. આપણે ત્યારે હાજર હતા. સમવસરણમાં પણ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા માંક-૧૦૫-૧ ગયા હતા પણ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા છીએ. એમ ન કહેશો કે તીર્થકર મળ્યા નથી. અનંત ચીવીશી થઈ અને આપણે હાજર હતા. જ્ઞાની પુરુષ કે સદ્ગુરુ મળ્યા નથી તેમ ન કહેશો, મળ્યા તો છે પરંતુ આપણે પૂર્વ તૈયારી કરી નથી. ગંગાસતીએ તેથી કહ્યું છે કે વીજળીના ઝબકારે મોતી પરોવી લ્યો, પાનબાઈ ! બહુ અદ્ભુત વાત કરી છે. ગંગાસતી ભણેલા નહિ, અભણ હતા અને તેઓ ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમને પતિ અને બાળકો પણ હતાં. તેમણે કહ્યું કે વીજળીનો ઝબકારો થયા પછી સોય અને દોરો શોધવા જાઉં તો મોતી કયારે પરોવું ? મોતી હાથમાં તૈયાર જોઈએ અને સોયમાં દોરો પરોવેલો જોઇએ. અને જ્યાં ઝાઝો પ્રકાશ આવે તેવી બારીએ બેસવું, જેથી ઝબકારો થયો નથી અને મોતી પરોવ્યું નથી. આવું જ્યારે તૈયાર હોય ત્યારે કામ થાય. આપણને તો સદ્ગુરુ મળતા પહેલાં જાતજાતની માન્યતાઓ અને મતો હોય છે કે દેવ આવા હોવા જોઈએ અને સદ્ગુરુ હોય તો આવા હોય, શાસ્ત્રો હોય તો આવા હોય, પોતે માને તેવા હોય. - સદ્ગુરુ, સદૈવ અને સશાસ્ત્રો આ ત્રણ શબ્દો મહત્ત્વનાં છે. સત્ એટલે જેમ છે તેમ અને જેવાં હોવા જોઇએ તેવાં. દા.ત. ચામાં સાકર નાખવી છે. સાકરનો રંગ સફેદ, મીઠું સફેદ અને સોડા પણ સફેદ છે. ચામાં ખાંડ જોઈએ અને ખાંડની પહેચાન પણ જોઈએ કે આ વસ્તુ સાકર જ છે. સાકરને બદલે મીઠું નાખવાથી ચા બગડી જશે. તો વસ્તુ જેમ છે તેમ જાણવી અને આગ્રહ છોડી દેવો. આગ્રહને દૃઢ કરનારા અનેક વિકલ્પો હોય છે, જેમ કે આ માન્યતા ઘણા બધાની છે માટે સાચી પણ હોય. આ પણ વિકલ્પ છે કે લોકોમાં આમ જ સારું કહેવાશે માટે હું આ ટોળામાં ભળું અને લોકો તેથી મને સાચો માનશે. આવા બધા આગ્રહના કારણે જે વિકલ્પો ઊઠે છે તે છોડી દેવા, તે સદ્ગુરુ મળ્યા પહેલાની પૂર્વ તૈયારી છે. સમજાય છે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર? પરમકૃપાળુદેવે સ્વસ્થ રહી ગૂઢ આ વાત કરી છે. તમે આવી તૈયારી રાખશો તો સદ્ગુરુ મળે જ. મને બોલતા મિનિટથી પણ ઓછો ટાઈમ જોઈશે, પરંતુ તમારે આગ્રહ છોડવામાં કદાચ જન્મો કરવાં પડશે. આગ્રહ છૂટતા નથી, એકી સાથે જે ધડાક દઈને છોડી શકે તેમાં બહુ હિંમત અને તાકાત જોઈએ. સત્ નિષ્ઠા જોઈએ. જે દિવસે આ થશે તે દિવસે સદ્ગુરુના ચરણમાં ખરેખરા નમસ્કાર થશે. તે દિવસે તમે કહેશો કે “આવ્યો શરણે તમારા, સહાય કરજો હમારી' ! પ્રભુ ! બધા આગ્રહ છોડીને તમારે શરણે આવ્યો. ભારતીય પરંપરા છે કે નમસ્કાર માથું નીચે નમાવીને કરીએ છીએ. સદ્ગુરુના ચરણમાં મસ્તક ઝૂકાવીએ છીએ. માથું એટલે બુદ્ધિ. મારી બુદ્ધિ, મારી સમજ, મારો ખ્યાલ, મારું વાંચન, મારા સિદ્ધાંતો અને માન્યતાઓ પ્રભુ ! આપના ચરણમાં મૂકું છું. તમારા ચરણોમાં અર્પણ કરું છું. બોલતાં કેટલી વાર થઈ ? પૈસા આપવા, બાહ્ય પદાર્થો આપવાં સહેલા છે, પણ આગ્રહ છોડવો મુશ્કેલ છે. આગ્રહ છોડવા માટે વિશાળતા, સરળતા, નિષ્પક્ષપાતતા અને મધ્યસ્થતા જોઈશે. કોઈ આગ્રહ લઈને સદ્ગુરુ પાસે ન જશો અને જો જશો તો વચમાં આગ્રહ હશે તો સાંધો રહેશે. મિલન નહિ થાય. વરસાદથી પડેલું બિંદુ દરિયામાં પડી ગયું અને દરિયામાં For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૯ સમાઈ ગયું, જેમાં સાકર દૂધમાં ભળી જાય તેમ સદ્ગુરુમાં આપણી ચેતના ભળી જાય. કયારે ભળશે ? વચમાં કોઈપણ જાતનો આગ્રહ ન હોય ત્યારે. આગ્રહ છોડવાથી સદ્ગરનો બોધ પ્રાપ્ત થશે. ત્યાં સુધી વ્યાખ્યાન, પ્રવચન, ભાષણ જે સાંભળવું હોય તે સાંભળો પણ બોધ ન થાય. બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. પ્રવચનમાં તો કાનથી સંભળાય અને તે પ્રવચન બહાર રહે છે. આ બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. સદ્ગુરુનો બોધ, એનો એ બોધ, એનો એ શબ્દ બોધ બની જાય છે. એક શિષ્ય સદ્ગુરુ પાસે આવ્યો અને સદ્ગુરુને કહે કે મને કંઈક કહો. ગુરુ કંઇપણ બોલ્યા નહિ. દશ મિનિટ, પંદર મિનિટ અને અર્ધી કલાક થઈ, પણ ગુરુ કંઈ બોલ્યા નહિ એટલે તે ઊભો થઈ ચાલવા માંડ્યો. તુરત જ સદ્ગુરુએ કહ્યું કે ઊભો રહે. તુરત જ તે પાછો આવ્યો અને પૂછ્યું કે શું કરું ? ગુરુએ કહ્યું કે જે કહ્યું છે. આમાં સમજવાનું શું ? તને એમ કહ્યું કે તું તારામાં ઊભો રહે. હવે મળી ગયું? હવે જા. સદ્ગુરુ કંઇપણ કહેશે તે ત્યારે પરિણમશે, જ્યારે નિરાગ્રહ-આગ્રહ રહિત અવસ્થા હશે. જમીન ખેડાયેલી હશે તો એ બીજ જમીનમાં જશે અને બીજી વાત એ કે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તશે તો. આ સાધનાની તૈયારી છે. ઉપર જે કહ્યો તેવો મોક્ષમાર્ગ આરાધશે તો થોડા ભવ કરી ભવ બંધનથી મુક્ત થશે. વાર નહિ લાગે. (૧) સદ્ગુરુનો બોધ માન્ય કરે, (૨) સદ્ગુરુના બોધ પ્રમાણે વર્તે, (૩) આજ્ઞાપાલન કરવા પ્રચંડ પુરુષાર્થ કરે, આવું જ થાય ને પુરુષાર્થ તીવ્ર હોય, તો આ જન્મમાં જ મોક્ષ અને આ જન્મમાં ન થયો તો ત્રણ જન્મમાં થશે. ત્રણ જન્મમાં ન થયો તો પંદર ભવમાં અને પંદર ભવમાં ઠેકાણું ન પડ્યું તો વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન, પણ તેથી વધારે નહિ જ. છેલ્લી વાત, અનંતકાળ સુધી જીવ નિજ છેદે ચાલી પરિશ્રમ કરે છે. ફરીથી કહું છું કે એકાદ વર્ષ કે વીશ પચ્ચીશ નહિ પણ અનંતકાળ સુધી પરિશ્રમ કરે, તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. તમે મંડળમાં જોડાયાં, તમને કેટલાં વર્ષ થયાં ? તમે કહેશો કે પાંચ થયાં, કોઈને પચ્ચીસ થયાં પણ જેની સાથે જોડાવાનું છે ત્યાં ન જોડાયાં અને મંડળમાં જોડાયાં. પરમકૃપાળુદેવે શું કહ્યું? અનંતકાળ સુધી નિજ છેદે ચાલીને પરિશ્રમ કરે, મહેનત કરે, પ્રચંડ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહિ. પરંતુ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલનાર આરાધકે પોતાના આગ્રહો છોડ્યા, જ્ઞાનીના બોધ અનુસાર ચાલવાનો નિર્ણય કર્યો અને સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિર્ણય કરી, પ્રચંડ પુરુષાર્થ કરવાનું નક્કી કર્યું. અહીં સદ્ગઓ કોઈની ઉપર શાસન કરતા નથી. કોઈને વાડામાં પૂરતા નથી, એમનું કામ વાડા તોડવાનું છે. વાડામાં જોડાયા હોય તો બહાર કાઢવાનું છે. તો નિજદે પરિશ્રમ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧ કરે તોપણ જ્ઞાન પોતાથી ન થાય, પામવાનું હોત તો પામ્યો હોત. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સર્વ આગ્રહનો ત્યાગ કરે, સદ્ગના બોધનું અનુસરણ કરે અને એમની આજ્ઞાએ વર્તવાનો પ્રચંડ પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે. ૪૮ મિનિટમાં કેવળજ્ઞાન પામી શકે. આવી તૈયારી સાધક જીવ પોતે પોતાના જીવનમાં કરે. આ ગાથામાં મોક્ષમાર્ગના પ્રારંભની વાત પરમકૃપાળુદેવે કરી. હવે મોક્ષમાર્ગ માટે જુદા જુદા એંગલથી ચર્ચાનો પ્રારંભ થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સાધના એ હઠ નથી, પ્રયત્ન નથી, ક્રિયા નથી, વિચાર નથી, એક ભાવ દશા છે. સાધના કરવાથી થાય છે એમ નથી. ભાવની જે અભિવ્યક્તિ તે ક્રિયા છે, તે કર્મ છે, તે અનુષ્ઠાન છે. ભાવ પોતે તો વિધેયાત્મક છે જ પણ સાથે એની અભિવ્યક્તિ પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યક્તિ પણ છે. વિધેયાત્મક ભાવની અભિવ્યક્તિ તે ક્રિયા, તે અનુષ્ઠાન, તે ધર્મ માટે જૈન શાસ્ત્રોએ ધર્મની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું ““ઉપયોગે ધર્મ” ઉપયોગ એ જ ધર્મ, કર્મનું કેન્દ્ર સ્થળ કે કાળ નથી; વ્યક્તિ કે વિચાર નથી. ચેતનાનો ઉપયોગ તે ધર્મનું કેન્દ્ર છે. એ ઉપયોગમાં શું થઈ રહ્યું છે, એ જોવું એ ધર્મની ક્રિયા છે, માટે ભાવ અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે અને એ ભાવ શુદ્ધ બનતો જાય, પરમ શુદ્ધ બનતો જાય તેમ તેમ ધર્મ થાય છે. ભાવ એક અવસ્થા છે. -પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ પ્રણીત ચૈતન્ય યાત્રા ભાગ-૩ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૩૧ પ્રવચન ક્રમાંક - ૮૦ ગાથા ક્રમાંક - ૧૦૬ વ્યવહાર સમકિતનું સ્વરૂપ ષપદનાં પપ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. (૧૦૬) ટીકા : હે શિષ્ય ! તેં છ પદના છ પ્રશ્નો વિચાર કરીને પૂછયા છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈપણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. (૧૦૬) પરમકૃપાળુદેવ દ્વારા પરમ ગૂઢ આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું. ગ્રંથની સમાપ્તિ વખતે શિષ્ય પોતાના ગુરુની ભક્તિ વ્યકત કરે છે, અહોભાવ અને બહુમાન વ્યક્ત કરી પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. ભક્તિમાર્ગની આ મહત્ત્વની ઘટના છે. શિષ્ય એમ કહે છે કે જે અમારી પાસે અમારો ખજાનો હતો, વૈભવ હતો, તે અમારી પાસે હોવા છતાં અમે જાણતા ન હતાં. તમે એ વૈભવને ઓળખાવ્યો. એ અર્થમાં તમે અમને આત્મા આપ્યો. આત્મા તો છે જ, પરંતુ અમને ક્યાં ભાન હતું કે હું આત્મા છું. “તે તો પ્રભુએ આપિઓ'. તમારા ચરણમાં શું ધરું પ્રભુ ! તમને કોઈ અપેક્ષા નથી. ધરવા જેવી ચીજ તો આત્મા છે અને તે તો તમે અમને આપ્યો છે. તમારું તમને અર્પણ કરીએ છીએ. તમે આપ્યો એટલે તમે અમને ઓળખાવ્યો છે. આત્મા હોવા છતાં અમને આત્માનું જ્ઞાન નથી, આત્માનો સ્વીકાર નથી, અને અમને આત્માની પ્રતીતિ નથી. તમામ શાસ્ત્રોને ટપારી ટપારીને એમ કહેવું પડે છે કે 'તત્વમસિ'. આ વેદાંતનું સૂત્ર છે. “તત્ ત્વમ્ અસિ” તત્ એટલે તે. ત્વમ્ એટલે તું. અસિ એટલે છે, તું તે છે - શરીર નહિ, તું જે માને છે તે નહિ. ઈન્દ્રિય તે તું નહિ, પ્રાણ તું નહીં, મન કે બુદ્ધિ તે તું નહિ. બાહ્ય પદાર્થો તું નહિ. તું બધાથી જુદો છે. તત્ એટલે તે. આ તત્ અમારી પાસે હતું. આ તરૂપ અમે હતા. હે પ્રભુ! અમે અમને જાણતા ન હતા, તમે અમને ઓળખાણ કરાવી. એ મહાન ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે કે બાળ ગોપાળ, ગરીબ-તવંગર, સામાન્ય, મૂર્ખ, પંડિત, ભણેલ, અજ્ઞાની, સાધુ ગૃહસ્થ સંસારી, બધા જ આત્મા છે પણ પોતે પોતાને ઓળખતા નથી. અમે તમારી પાસે એ આત્માનો વૈભવ ગાવા આવ્યા છીએ. એ ભેટશું, પ્રસાદ, ગીફટ છે. આ ૧૦૬મી ગાથામાં આનાથી જુદી વાત છે. આ ગાથામાં સદ્દગુરુ શિષ્યને ધન્યવાદ આપે છે. ૧૦૬મી ગાથામાં કહે છે કે ષપદના ષટ્યશ્નો તે વિચાર કરી પૂછયા અને તે પદની સર્વાગતામાં મોક્ષપદની પ્રાપ્તિ છે. આ અદ્ભુત ગાથા છે. છેલ્લી ૪૨ ગાથા તો જાણે ચૌદ પૂર્વના સાર જેવી છે. ૪૫ આગમના નિચોડ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રવચન ક્રમાંક - ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ જેવી છે. સદ્ગુરુ શિષ્યને કહે છે આ પર્ષદના છ પ્રશ્નો તે બહુ વિચાર કરીને હે શિષ્ય! અમને પૂછયા છે. તું વિચારક અને ચિંતક છો. તારી વિચારદશા પ્રગટ થઈ ચૂકી છે. તે વિચાર કરે છે. ઊંઘમાંથી ઊઠીને તેં પૂછયું નથી. તારું મંથન છે તેથી અમે તને ધન્યવાદ આપીએ છીએ. અમારા હૃદયમાં જે અમૃત ભર્યું હતું, અમારા હૃદયમાં જે ખજાનો અને અણમોલ ધન હતું કે અમારે પ્રગટ કરવું જ છે, પણ કરવું કોની પાસે ? અમારો વૈભવ અમારે બતાવવો હતો પણ બતાવવો કોને? અર્થ અને કામભોગની વાર્તા સાંભળવી ગમે, રાજકારણમાં શું થયું તે સાંભળવું ગમે, નિંદા સાંભળવી ગમે પણ પરમાર્થની વાત સાંભળવી આ જીવને ગમતી નથી. જે પોતે આત્મા છે, તે આત્મા વિષે જાણવાની જરા પણ ઇચ્છા નથી, તે આશ્ચર્યની વાત છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે અમારા હૃદયમાં પ્રેમનું અમૃત ભરેલું હતું, કહેવું હતું, પ્રગટ કરવું હતું, વ્યક્ત કરવું હતું, અમારે ખાલી કરવું હતું. કુવાને પણ ખાલી થવું પડે છે. આકાશમાં વાદળોને પણ વરસીને ખાલી થવું પડે છે. વાદળાં વરસે છે અને ખુશ થાય છે. મા વરસે છે, ગુરુ વરસે છે. આ ઠેકાણે હે શિષ્ય, તું વરસ્યો. અમે તને અમારા હૃદયમાં જે અમૃત ભર્યું હતું તે પાયું, પણ પીનારો જોઇએ ને ? “વિવેકી વીરા રે મળવા અતિ દોહ્યલા રે કયાં જઈ કરવી, અંતરની ગુહ્ય વાત જો' જ્ઞાનીને બીજી મૂંઝવણ નથી. તેમને બોલવાના અભરખા નથી, એમને પાંડિત્ય બતાવવું નથી, એમને પોતે કેવા વક્તા છે તે બતાવવું નથી. પરંતુ હૃદયમાં અમૃત ભર્યું છે, તે પીનારો આવે તો પાવું છે. તૃષાતુરને પાવાની મહેનત કરવી છે. ગુરુ કહી રહ્યાં છે કે અમારે ખાલી થવું હતું પણ જ્યાં ત્યાં ખાલી ન થવાય. અમે છલોછલ ભરાઈ ગયા હતા અને અમારે વ્યકત થવું હતું, પરંતુ જ્યાં ત્યાં વ્યક્ત ન થવાય. હે શિષ્ય ! તેં રસ્તો કરી આપ્યો. અમે તારા નિમિત્તે ઠાલવી શક્યા છીએ. તું અમારા માટે નિમિત્ત છે. આગળ શિષ્ય સદ્ગુરુને કહેવાનો છે કે તમે અમને આત્મા ઓળખાવ્યો અને અહીં સદ્ગુરુ એમ કહે છે કે તે આત્માની વાત પૂછી અમારા હૈયાને ખાલી કરવાની તક આપી. જરા સમજી લો, આધ્યાત્મિક ક્ષેત્રમાં કેવી ઘટના ઘટે છે ? ભગવાન મહાવીરને ગૌતમ સ્વામી પ્રશ્નો પૂછે છે અને ભગવાન મહાવીર સમાધાન કરે છે તેમાંથી શાસ્ત્ર બન્યું ભગવતી સૂત્ર, તેમાં ૩૩ હજાર પ્રશ્નો છે. તે ભગવાન મહાવીરને પૂછાયા છે. કોઈ પ્રશ્નો પૂછે અને તેનું સમાધાન કરવાનું ચાલુ થાય તેમાંથી શાસ્ત્રની રચના થાય. ઘણાં શાસ્ત્રો પ્રશ્નોના જવાબ રૂપે છે. હે શિષ્ય ! તને ધન્યવાદ, તું નિમિત્ત બન્યો છે. આ ધરતી ઉપર મહાપુરુષો અકારણ બોલ્યા નથી. કોઈ સાધક જીવ કે મુમુક્ષુ જીવ કે લાયક જીવ, ખપી જીવ, પાત્ર જીવ હોય અને તેનામાં મંથન ચાલતું હોય, ચિંતન ચાલતું હોય, વિચારનો ધોધ વહેતો હોય અને તત્ત્વ સ્પષ્ટ થતું ન હોય અને અનુભવ ન હોય એ પણ તેવાં પાત્રને શોધે છે કે કયાં જઈને મારું હૈયું ઠાલવું ? અને સદ્ગુરુ પણ એવા પાત્રને શોધે છે કે હું મારું હૈયું ઠાલવું. આવા જીજ્ઞાસુ થઇને પૂછનાર અને પ્રેમપૂર્વક સમાધાન કરનાર જ્યાં મળે ત્યાં ગુરુ શિષ્યની સંધિ થાય. હે શિષ્ય ! તને ધન્યવાદ આપું છું. તે વિચાર કરીને પ્રશ્નો પૂછયા For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે. વિચાર એ જાગૃત અવસ્થાનું ચિન્હ છે. તું જાગૃત થયો અને જાગીને આ પ્રશ્નો પૂછયા છે અને અમે પણ તને હૈયું ખોલીને જવાબ આપ્યો છે. ચારેબાજુથી વિચારીને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે, બાકી રાખ્યું નથી. - હવે તે પદની સર્વાગતા સમજી લે. આ બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરવાની છે. તે છ પદ વિષે પ્રશ્નો પૂછયા અને તે પદ વિષે અમે જવાબ આપ્યા. તે છએ છ પદની સર્વાગતા એટલે તે છએ પદો એકી સાથે સ્વીકારવાં. આત્મા છે તેમ માને પણ નિત્ય છે તેમ ન માને, નિત્ય છે તેમ માને તો કર્મનો કર્યા છે તેમ ન માને. કર્મનો કર્તા છે તેમ માને પણ કર્મનો ભોક્તા છે તેમ ન માને અને મોક્ષ છે તેમ માને પણ મોક્ષનો ઉપાય છે તેમ ન માને અથવા પાંચે પાંચ પદ માને અને એક પદને ન માને અથવા છએ છ પદનું જે રીતથી વર્ણન કર્યું છે તેવું ન માને તો સર્વાગતા કહેવાય નહિ. આપણે જે શરીર બન્યું છે તેમાં બે હાથ, બે પગ, બે કાન, બે આંખ અને એક નાક, એક મસ્તક, એમાંથી એક પણ ઓછું થાય તો ઓછું કહેવાય. આંખ ન હોય તો હાલત શું થાય ? કાન નથી તો શું હાલત થાય ? એ કહો. સર્વ અંગોથી સંપન્ન શરીર જોઈએ તેમ વસ્તુ તત્ત્વનો સ્વીકાર પણ સર્વાગીણ કરવો. આ વ્યવહાર સમ્યગ્દર્શનની વાત છે. આગળ પરમાર્થ સમકિતની વાત આવશે. નિશ્ચય સમકિત એ સૂત્ર આવવાનું છે. પહેલાં વ્યવહાર સમકિત એટલે છએ છ પદો જેમ છે તેમ સ્વીકારવાં. આ નિશ્ચય સમકિત નથી. નિશ્ચય સમકિતમાં અનુભવ છે, આમાં અનુભવ નથી, દર્શન નથી, સાક્ષાત્કાર નથી, પ્રતીતિ નથી. શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે તેનો બુદ્ધિ દ્વારા સ્વીકાર કર્યો છે. રખે ભૂલમાં તમે એમ ન માનશો કે તમે નવ તત્ત્વો ભણ્યા, જાણ્યાં અને સમજીને સ્વીકાર્યા અને નવ તત્ત્વોની શ્રદ્ધા સમ્યગૂ થઈ એટલે નિશ્ચય સમ્યગ્દર્શન થઈ ગયું. સમ્ય દર્શન તો અંદરની ઘટના છે. તેમાં આત્માનો સ્પર્શ થવો જોઈએ, આત્માનો ટચ થવો જોઇએ. છ પદોની સર્વાગતા એટલે છએ છ પદો સર્વાગરૂપમાં સ્વીકારવાં. જ્ઞાનીના એક પણ પદ કે એક પણ વાક્યને આઘું પાછું કરે તો તેનો અનંત સંસાર વધે. આ સૂત્ર સમજી લ્યો સૂત્ર, અર્થ, તદુભય કૂડાં કહ્યાં' સૂત્ર ખોટું બોલે અને અર્થ પણ ખોટો કરે અને પ્રતિપાદન પણ ખોટું કરે, આવું કૂડું જે કરે, તેનો અનંત સંસાર વધે. બાકી બધાના વચનમાં ફેરફાર કરી શકાય પણ જ્ઞાનીનાં વચનોમાં ફેરફાર કરી ન શકાય. જ્ઞાનીનાં વચનો મરડવાની અથવા અર્થ બદલવાની કોશિશ જે કરે છે, તે પોતાનો અનંત સંસાર વધારે છે. જોખમ છે, મોટું જોખમ છે. મહાપુરુષોએ કહ્યું કે દેશના આપવી, તત્ત્વ ઉપદેશ આપવો તેના જેવી મોટી કોઈ જવાબદારી નથી, તેના જેવું મોટું જોખમ કોઈ નથી. એક પણ જીવ મિથ્યા સમજે, ખોટો હઠાગ્રહ કે ખોટી પકડ કરે અને તે ખોટા આગ્રહમાં સપડાયો તો એ જીવ અનંતકાળ સંસારમાં રખડશે? તેનો જવાબદાર ઉપદેશક છે. એના કારણે થયું, કર્મતંત્ર માફ નહીં કરે. છએ છ પદ સર્વાગરૂપમાં સ્વીકારવાં તે જ મોક્ષમાર્ગ છે, એમ તું નિશ્ચય કરી લે. આ ગાથા ખૂબ જ માર્મિક છે. અંબાલાલભાઈ એના ઉપર ટીકા લખે છે, હે શિષ્ય ! તે છ પદના For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ - પ્રવચન ક્રમાંક – ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ છ પ્રશ્નો વિચાર કરી પૂછયા છે. સદ્ગુરુ ધન્યવાદ આપી પીઠ થાબડે છે. સદ્ગ ખોટા વખાણ કરતા નથી. સગુરુના મુખેથી વખાણ સાંભળવા તે બહુ સભાગ્યની વાત છે. સદ્ગુરુ તમને રાજી કરવાં કે ખુશામત કરવા આવ્યાં નથી. તમે નાખુશ થાવ તેની ચિંતા પણ કરતાં નથી. તેઓ સત્ય જેવું છે તેવું કહે છે. તેઓ પ્રેમથી, સરળતાથી, નમ્રતાથી જરૂર કહે પણ સાહેબ! સત્યને ગમે તેટલું મરડો અને મીઠાશ લાવવા જાવ પણ તેમાં કડવાશ આવ્યા વગર રહેતી નથી. મૂળ વાત તો કહેવી જ પડે કે તું જે ક્રોધ કરે છે તે ખોટું કરે છે. તેને પૈસા મળ્યા છે એટલે તું અભિમાન કરે છે અને બીજાને દબડાવે છે. મંદિરમાં કે આશ્રમમાં જાય ત્યાં હું પૈસાવાળો ! અને બધા ઉપર દાદાગીરી કરે છે તે કરવા જેવું નથી. ગમે તેટલી મીઠાશથી કહો પણ કહેવું તો પડે ને ? ઓલો સાંભળે ખરો ? તેને સત્ય કડવું જ લાગશે. મહાપુરુષોએ કહ્યું કે આ છ પ્રશ્નો તે પૂક્યા, તેની પાછળ તારો વિચાર જણાય છે. બસ, આ વિચાર જાગૃત થવો તે જીવનમાં મોટી ઘટના છે. વિચાર જાગૃત ન થવો તેને ઓધસંજ્ઞા કહે છે. ઓધસંજ્ઞા એટલે પ્રવાહ પતિત. આખું જગત, આખો સંસાર જે પ્રવાહમાં ચાલે છે તેના પ્રવાહમાં ચાલવું તેને કહેવાય છે ઓઘસંજ્ઞા. હેય, શેય અને ઉપાદેય આ ત્રિપદીનો વિચાર કર્યા સિવાય જગત જેમ ચાલે છે તે પ્રમાણે ચાલવું તેને કહેવાય ઓઘસંજ્ઞા. આવી ઓઘસંજ્ઞામાં વિચાર કે જાગૃતિ નથી. ઘેટાનું ટોળું જેમ ચાલે છે તેમ. એક ઘેટું આગળ ગયું અને ખાડામાં પડ્યું તો તેની પાછળ ચાલનાર બધાં જ ખાડામાં પડે, તેમ આખો સંસાર કરે છે. ખાવું, પીવું, હરવું-ફરવું, પહેરવું-ઓઢવું, ધન મેળવવું, મારો પુત્ર, પુત્રી, મારી વસ્તુ, મારું ધન, મારું ઘર અને મારાં સગાં સંબંધી, આમ રડતાં રડતાં એક દિવસ આંખ મિંચાઈ જાય એટલે છેલ્લો વરઘોડો નીકળે. બધા આ જોવે છે છતાં બધા એના એ માર્ગે જ ચાલે છે. આ ઓઘસંજ્ઞા. અહીં ઓઘસંજ્ઞાનું સામ્રાજ્ય છે જ્યાં કોઈ પોતાનો વિચાર જ નથી. હે શિષ્ય ! તું આ જગતના જીવોથી જરા જુદો છે. તારામાં ઓઘસંજ્ઞાનું બળ તૂટ્યું અને વિચારની જાગૃતિ થઈ. તમે જાણ્યા વગર બોલ્ય જ જાઓ છો કે “એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા', પણ જરાક તો ઊભા રહો. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞામાંથી બહાર નીકળી, તત્ત્વચિંતનનો પ્રારંભ થવો તે જગતથી અલગ પડીને જીવન જીવવાની કળા છે. તમારે કરવું હશે પણ લોકો નહિ કરવા દે. ઘરનાં અને સમાજનાં લોકો ના પાડશે. મીરાંબાઈને પણ આવું બન્યું હતું, કારણ કે તે ભજન કરતી હતી. નરસિંહ મહેતાને અને આનંદધનજીને પણ તગડી મૂકવાની કયાં જરૂર હતી? તેઓ તો ભજન કરતા હતા પણ તગડી મૂકયા. આ તો લોકો અને લોકસંજ્ઞા ! કાઢી મૂક્યા. ન ચાલે, તમે અમને ખુશ ન કરો તો, અમને ખુશ રાખો અને અમારું માન સન્માન તમે જાળવો. અરે ! આખો સંસાર છોડી જે મુનિ બન્યાં હોય તેને પણ સંસારમાં જે ડૂબેલાં છે તેની પીઠ થાબડવી પડે છે, સન્માન કરવું પડે છે. શાસ્ત્રો કહે છે કે જ્ઞાની પુરુષનું આવું કામ નથી. જગતના પ્રવાહથી તમે થોડા જુદા પડો તો વિચારની જાગૃતિ થશે. આવી વિચારની જાગૃતિ થઈ છે તેથી હે શિષ્ય ! તને ધન્ય છે. અને આ છ પદની સર્વાગતામાં જ મોક્ષમાર્ગ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૫ છે તેમ તું નિર્ધાર. આમાંના કોઇ પદને એકાંતે આગ્રહપૂર્વક ઉત્થાપન કરે કે અવિચારથી ઉત્થાપન કરે, તો મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. આ બિલકુલ વ્યવહારિક ભૂમિકા છે. આ ગાથામાં છએ છ પદને સર્વાંગીણ રીતે સ્વીકારવાં એ પણ પૂર્વ તૈયારી છે. અવિચાર કે એકાંત આગ્રહથી છ પદનું ઉત્થાપન ન કરે. આત્મા છે તેમ માને પણ નિત્ય છે તેમ ન માને તો ગયો. આત્મા નિત્ય છે તેમ માને પણ કર્મ નથી એમ માને તો ગયો, કર્મ છે તેમ માને પણ મોક્ષ નથી તેમ માને તો ગયો. ઘણાં લોકો તર્ક કરતા હોય છે કે બધાં જ મોક્ષમાં જાય તો ત્યાં તેટલી જગ્યા હશે ? આવું કદી બન્યું નથી કે બધા મોક્ષમાં ગયા. તેને મોક્ષની ચિંતા નથી પણ બધાં મોક્ષમાં જાય તો જગતનું શું થશે ? તેની ચિંતા છે. તેને જગત ટકાવી રાખવું છે. જગત ટકાવી રાખવાની વૃત્તિને ઓઘસંજ્ઞા કહે છે, અને બહાર નીકળવાની વૃત્તિને વિચારદશા કહે છે. આવી વિચારદશા જેને પ્રાપ્ત થાય છે તે છએ છ પદનો સંપૂર્ણ સ્વીકાર કરે છે. શિષ્ય કહે છે કે પાંચ શંકાઓનું પૂરેપૂરું સમાધાન થયું. ‘પાંચે ઉત્તરની થઇ આત્મા વિષે પ્રતીત'. પાંચે ઉત્તરથી સમાધાન થયું અને અમારું દિલ ઠર્યું. હવે આ મોક્ષના ઉપાયની વાત જો આપ કરો તો એ શંકાનું સમાધાન થાય અને ‘ઉદય ઉદય સદ્ભાગ્ય' એટલે સમકિત થઇ જાય. સમ્યગ્દર્શનનો ઉદય થવો એ જીવનનું સદ્ભાગ્ય છે. ચાર દિવસ પહેલાં શેરના ભાવ વધતા હતા એટલે સદ્ભાગ્ય હતું અને હવે શેરના ભાવ ઘટ્યા તેથી દુર્ભાગ્ય આવ્યું. હવે અકળામણ થઇ ગઇ. જ્યારે તેજી હતી ત્યારે એ પણ તેજીમાં હતો અને મંદી થઇ એટલે ઢીલો પડી ગયો. અહીં સદ્ભાગ્યનો ઉદય એટલે સમકિત. ખરેખરો ભાગ્યશાળી આ શિષ્ય છે કે તેણે બહુ વિચાર કરી ષટ્કદના પ્રશ્નો પૂછ્યા છે અને સદ્ગુરુએ તેને સમાધાન પણ કરાવ્યું છે. સદ્ગુરુ શિષ્યને ધન્યવાદ આપે છે. શિષ્ય નિમિત્ત બન્યો તેથી આત્મસિદ્ધિ ધરતી ઉપર ઊતરી. જ્ઞાની પુરુષની વાણીને પ્રગટ થવામાં કોઇ નિમિત્ત જોઇએ. જગતના ઘણા વિચારકોને આત્મા સંબંધી શંકા થાય છે. તમને નવાઇ લાગશે કે ગૌતમ સ્વામીજી ઇન્દ્રભૂતિ એ મહાન પંડિત, પાંચસો શિષ્યના ગુરુ, જગતમાં તેમની સાથે તુલના થાય તેવો વિદ્વાન મળવો મુશ્કેલ, તેમને ચાર વેદ કંઠસ્થ પરંતુ આત્મા વિષે શંકા હતી. તેઓ આત્માને માનતા ન હતાં અને બીજી મોટી મુશ્કેલી એ હતી કે તેમને શંકા અને મૂંઝવણ હતી, છતાં કોઇને પૂછી શકતા ન હતા. હું આટલો મોટો પંડિત અને બીજાને પૂછું ? કોઇને થાય કે અરે ! તમે આટલું જાણતા નથી ? હું પાંચસો શિષ્યોનો ગુરુ, બીજાને પૂછુ એ ન બને ? પંડિતો કોઇની સામે જાય નહિ અને પૂછે નહિ અને પૂછે તો સીધું ન પૂછે, વાયા વાયા કરીને પૂછે. જ્ઞાની સમજી જાય છે અને કહે છે કે તારી ચતુરાઇ મૂકીને સીધું પૂછ ને ? પરંતુ તેને અહંકાર નડે છે. પંડિતો, આચાર્યો, ગાદીપતિ બધા ભેગા મળે ખરા પરંતુ એકબીજાને કંઇ પૂછી ન શકે. પોતાની મૂંઝવણ રજુ ન કરી શકે. તે પોતે સમકિતી છે, વિદ્વાન છે તેમ મનાવે. સમકિત પામ્યા નથી તેમ કઇ રીતે કહે ? તે તો અમે પરમાત્મા છીએ તેમ મનાવે અને પાંચ બોઘા ભેગા થાય અને હા પણ પાડે. આમ ગાડી ચાલે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રવચન ક્રમાંક - ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ અમે એક ગામમાં ગયા હતા. ત્યાં દર શનિવારે હનુમાનજીની મૂર્તિ પાસે દશ-પંદર હજાર માણસો આવે. ઘણી મોટી મૂર્તિ હતી. અમે એક ભાઈને પૂછ્યું કે આનું માહાભ્ય આટલું બધું કઈ રીતે ? મહારાજ ! હું તમને ખાનગીમાં કહું છું. આ પત્થર આમ ઊભો હતો અને મને શું સૂઝયું કે મેં સિંદુર લાવી તેના ઉપર લગાડયો અને કહ્યું કે આ હનુમાનજી જમીનમાંથી પ્રગટ થયા છે. બસ વાત ચાલી અને હજારો માણસો દર્શન કરવા આવે છે. હવે હું ના પાડું તો યે કોઈ માને ખરાં ? મને કહેશે તું જુઠો છે. મને ઘણું દુઃખ થાય છે કે મેં બધાને ઊંધે રવાડે ચડાવ્યાં, અને હવે હું કંઈ કરી શકતો નથી. ઊંધે રવાડે કોઈને ચઢાવશો નહિ. પર્યુષણમાં ગણધરવાદની વાચના થાય છે. અગિયાર ગણધરોની સાથે તત્ત્વચર્ચા થાય છે. તેમાં પહેલો પ્રશ્ન આત્મા છે કે નહિ? ભગવાન મહાવીર પાસે ઇન્દ્રભૂતિ આવ્યા. ભગવાન મહાવીર કહે છે કે આવ, ઈન્દ્રભૂતિ ! અહીં આવવાની જરૂર છે. આત્મા છે કે નહિ તે તને શંકા થાય છે ને ? તું જે શબ્દોનો અર્થ કરીને આત્મા નથી એમ નક્કી કરે છે, તે શબ્દોમાં આત્મા છે, એવું રહસ્ય છુપાયેલું છે. આત્માની શંકા અને બીજી જેટલી શંકાઓ, જેટલા પ્રશ્નો છે તે બધા આ છએ પદના પ્રશ્નોમાં સમાઈ જાય છે. ધ્યાન દઈને સાંભળજો. જગતમાં જેટલા પ્રશ્નો છે આધ્યાત્મિક, દાર્શનિક,ધાર્મિક, તાત્ત્વિક અને જેટલી શંકાઓ છે તે બધાજ પ્રશ્નો, શંકાઓ હે શિષ્ય ! તારા છ પ્રશ્નોમાં સમાઈ જાય છે. આ જગત અને આખા સંસારવતી તે પ્રશ્નો પૂક્યા છે. તે પ્રશ્નો પૂછ્યા અને અમે સમાધાન કર્યું. અમારું કામ પૂરું થયું. તે સાંભળ્યું પણ એક કામ બાકી રહ્યું. તેં પૂછેલા પ્રશ્નોના જવાબમાં છ પદ તને કહેવામાં આવ્યાં તે છે પદમાં કયાંય શંકા ન રહે તેમ નિઃશંકપણે તું તેનો સ્વીકાર કર. સમ્યગ્દર્શનની અનેક વ્યાખ્યાઓ છે તેમાં આ એક વ્યાખ્યા છે કે તમે સવં શિવ શં નિહિં પ’ | હે જિનેશ્વર પરમાત્મા ! તમે જે પ્રતિપાદન કર્યું છે, જે કહ્યું છે તે પરમ સત્ય છે. આવી નિઃશંક અવસ્થા તે પણ સમ્યગદર્શન છે. કયાંય શંકા ન રહે, એમ સર્વાગે સદ્ગુરુએ સમાધાન કર્યું છે. સદ્ગુરુના પક્ષે વાત પૂરી થઈ. પ્રશ્નો પૂછીને તારા પક્ષે પણ વાત પૂરી થઈ. હવે તારે કરવા જેવું તો એ રહ્યું કે નિઃશંકપણે સર્વાગીણપણે છએ પદનો સ્વીકાર કર. સર્વતો ભાવથી, આનંદપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક સ્વીકાર કર. સમાધાન અમે કર્યું પણ (૧) તારે સમજવું પડશે, (૨) તારે વિચાર કરવો પડશે અને (૩) તારે સર્વાગે માન્ય કરવું પડશે. સમજે, વિચારે અને સર્વાગે માન્ય કરે તો વ્યવહાર સમકિત થયું કહેવાય. આના ઉપર નિશ્ચય સમકિતની ઇમારત ઊભી થાય. સમકિતમાં બહુ ઉતાવળ કરવા જેવી નથી. સમકિતની વ્યાખ્યા સારી પેઠે – સુપેરે સમજવા જેવી છે. સમકિત મેળવવામાં ઉતાવળ કરવી, પણ અમને સમકિત થઈ ગયું છે તેમ ગપ્પાં મારવાં નહિ. અમે ઘણી વખત કહીએ છીએ કે આર્કીટેકટનું પ્લાનીંગ જો મકાન માટે ખોટું હોય તો કડિયાનો શું વાંક ? કડિયો તો કહેશે કે સાહેબ ! પ્લાનીંગ પ્રમાણે અમે કર્યું. આર્કીટેકટના પ્લાનમાં ભૂલ હોય તો ચણતર ખોટું. તેમ સમજણમાં ભૂલ હોય તો તારી બધી સાધના ખોટી. તો સમજવું પડે એક, વિચારવું પડે છે, અને વિચાર્યા પછી સર્વાગે For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૭ માન્ય કરવું પડે ત્રણ. વ્યવહારમાં જ્યારે છોકરીનું સગપણ થાય ત્યારે છોકરી છોકરાના આખા ઘરનો સર્વાગે સ્વીકાર કરે છે. મા-બાપ, ભાઈ, બહેન બધાનો. તેમ હે શિષ્ય ! સંપૂર્ણપણે સ્વીકાર થાય ત્યારે સમ્યત્વ કહેવાય. આવા વ્યવહાર સભ્યત્વમાં મોક્ષમાર્ગનો નિર્ધાર થાય છે. આવા મોક્ષમાર્ગનો જે નિર્ધાર તેને કહેવાય છે વ્યવહાર સમ્યત્વ. આ વ્યવહાર સમ્યત્વનાં બે સૂત્રો જોયાં. એક સૂત્ર એ જોયું કે “છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ', આ વ્યવહાર સમ્યકત્વનું એક પાસું અને એ પદ સમજે, વિચારે અને સર્વાગપણે માન્ય કરે તે બીજું પાસું. અને ત્રીજુ પાસું સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મ આ ત્રણેની શ્રદ્ધા. આ ત્રણે પાસાં ભેગાં થાય તેને કહેવાય વ્યવહાર સભ્યત્વ. હવે આત્માનો અનુભવ થઈ શકે તેવી ભૂમિકા ઉપર આવ્યો. તેના પહેલાં એમ ન કહેશો કે અમે આત્મા જોયો છે. શું જોયું ? તો કહેશે લાલ રંગ દેખાયો, જ્યોત દેખાણી વિગેરે. આત્મા લાલ કે પીળો નથી. આત્મા અનુભવની વસ્તુ છે. આત્મામાં રંગ કે આકાર નથી. આગળ ૧૦૭મી ગાથામાં પરમકૃપાળુદેવ સ્પષ્ટ વાત કરશે. ૧૦૭ અને ૧૧૦ મી ગાથામાં થોડું પુનરાવર્તન છે. નિશ્ચય સમ્યગ્દર્શનની મજબૂત ભૂમિકા આ ગાથામાં તૈયાર થાય છે. વ્યવહાર સમકિત વગર નિશ્ચય સમકિત થઈ શકશે નહિ. નિશ્ચય સમકિતની અપેક્ષાએ વ્યવહાર સમકિત એ સમકિત નથી. તમે સમજો વ્યવહાર સમકિત એ પાયો છે અને પાયા વગર આ ઈમારત ચણી શકાય નહિ. આવા ગૂઢ સૂત્રો હવેની ગાથાઓમાં આવશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ પ્રવચન ક્રમાંક - ૮૧, ગાથા ક્રમાંક-૧૦૭ પ્રવચન ક્રમાંક - ૮૧ ગાથા ક્યાંક - ૧૦૭ મોક્ષનું અસાધારણ કારણ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન હોય. (૧૦૭) ટીકા ? જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેશથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુકિતપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ કે ફેર નથી. (૧૦૭) ગાથા ૧૦૭, ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ આ ચાર ગાથાઓ સાધકની અને સાધનાની અપેક્ષાએ અત્યંત મહત્ત્વની છે. આધ્યાત્મિક જગતમાં સમ્યગ્દર્શનની બહુ ચર્ચા થાય છે. જુદા જુદા દૃષ્ટિકોણથી એ ચર્ચા થઈ રહી છે. ચર્ચાને પૂરેપૂરો અવકાશ છે. પરંતુ માન્યતા અને આગ્રહને અવકાશ નથી. તેમાં પણ દુરાગ્રહને ક્યારેય અવકાશ નથી. અહંકારયુક્ત દુરાગ્રહ એ અનંતાનુબંધીની એક અવસ્થા છે. જે વિખવાદો ધર્મક્ષેત્રોમાં થાય છે અને થઈ રહ્યા છે તે બધા જ વિખવાદોનું કંઈ પણ કારણ હોય તો સમ્યયથાર્થ સમજણનો અભાવ છે. અમે અલગ કારણ ગણતા નથી, અમારે કોઈ દાવો કરવો નથી, અમારે કોઈને ખોટા કહેવા પણ નથી, પરંતુ જે સાચું હોય તે આવું હોય એમ તો જરૂર કહી શકાય અને ખોટું હોય તો ધ્યાન દોરી શકાય. આટલા બધા મતભેદો, આટલા બધા વિવાદો ધાર્મિક ક્ષેત્રમાં? અને વિવાદોમાં માત્ર ગૃહસ્થો નહિ, સાધુઓ પણ અટવાયા છે, ત્યાગી અને સાધકો પણ અટવાયા છે. તેમાંથી માનસિક સંતાપ પણ ઉત્પન્ન થયા છે અને કષાયોનું પોષણ પણ થયું છે. હજુ કોઈ નિર્ણય પર આવી શકયા નથી, પણ પરમકૃપાળુદેવે આ તમામ બાબતો માટે સ્પષ્ટ નિર્ણય આપી દીધો છે. કોઈ સંદેહ કે શંકાને અવકાશ રાખ્યો નથી. તે નિર્ણય સ્પષ્ટપણે સમજવામાં આવે તો વિવાદો અને વિખવાદોમાંથી આપણે મુક્ત બની શકીએ. એક વખત કોઈપણ એક વાત સમજણપૂર્વક અગર સમજણ વિના પકડાઈ ગઈ હોય અને અનુયાયી કે પ્રશંસકો મળ્યા હોય તેમાંથી એક સંપ્રદાય કે ટોળું ઊભું થયું હોય, પછીથી સાચું સમજાય તો પણ પાછા વળવું ઘણું મુશ્કેલ છે. આ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વ પાંચ પ્રકારનાં છે. અભિગ્રહિક મિથ્યાત્વ, અનભિગ્રહિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અનાભોગિક મિથ્યાત્વ અને પાંચમો પ્રકાર આભિનિવેશિક મિથ્યાત્વ ઘણો ગંભીર છે. એક વખત ભૂલથી, અજ્ઞાનથી એકાંકી સમજણથી કોઈ પ્રરૂપણા થઈ ગઈ હોય અને પછી ખ્યાલ આવે કે મેં જે પ્રરૂપણા કરી છે તે શાસ્ત્ર સંગત નથી, તો મારે આ પ્રરૂપણા ત્યાં જઈ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯ બદલવી જોઇએ અને સામે ચાલીને કહેવું જોઇએ કે મેં કહ્યું હતું તે ખોટું છે. મારી ભૂલ હતી. આવું જાણે છે કે હું ખોટો છું પણ સાચું કહી શકે નહિ તેને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. કોઇ મુનિએ ચાતુર્માસમાં કંઇક પ્રરૂપણા કરી અને આચાર્ય પાસે આ સમાચાર ગયા હોય કે તેણે શાસ્ત્રથી વિપરીત પ્રરૂપણા કરી છે. હવે તે મુનિ સાથે હજારો ભક્તો છે, શિષ્યો પણ છે, તેનું માન અને પ્રતિષ્ઠા છે. લોકોમાં મહાપુરુષ તરીકે સ્થાન તેમને મળ્યું છે. લોકો અવતારી પુરુષ તરીકે તેમને માને છે અને આચાર્ય તેને કહે કે તેં પ્રરૂપણા કરી તે ખોટી છે. હવે તું પાછો ત્યાં જા અને લોકો વચ્ચે જઇને કહે કે મેં પ્રરૂપણા કરી હતી તે ખોટી છે. શિષ્ય કહે છે કે ગુરુદેવ ! તમે કહો છો તે સાચું છે અને મારાથી ખોટી પ્રરૂપણા થઇ ગઇ છે, પરંતુ ત્યાં પાછા જઇને કહેવું મારા માટે શકય નથી. તમે કહેતા હો તો પ્રાયશ્ચિત કરું. એક મહિનાના ઉપવાસ કરું, તડકામાં તપું, ઠંડીમાં ઠરું, કહો તેટલી માળા ગણું અને કહો તેટલા મંત્રજાપ કરું, પરંતુ આ મારાથી નહિ બને કેમ કે હજારો માણસો મારા અનુયાયીઓ છે, મને માને છે, મને પૂજે છે. ત્યારે ગુરુદેવ કહે છે કે આ બધું કરવાથી તેં તીર્થંકરદેવની આજ્ઞાનો ભંગ જે કર્યો છે, તેમાંથી તું મુકત નહિ થઇ શકે. આ એટલા માટે દૃષ્ટાંત આપ્યું કે શાસ્ત્ર પ્રરૂપણા કેટલી ગંભીર ઘટના છે. આ કંઇ સંદેશ કે ગુજરાત સમાચાર પત્ર નથી, કોઇ નવલકથા કે નવલિકા નથી. જે પુરુષોએ સંપૂર્ણપણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને પછી જે વાત કરી છે તે પરિપૂર્ણ વાત છે. એવા પુરુષનું કહેલું તો જ બદલાવી શકાય જો બીજો કોઇ સમકક્ષ જ્ઞાની હોય. કેવળજ્ઞાનીની ભૂલ હોય જ નહીં ને ભૂલ કાઢવાની પણ ન હોય. પરમકૃપાળુદેવે જે કહ્યું છે તેનો મર્મ સમજો. પણ મર્મ સમજવાને બદલે તમારી માન્યતા વચમાં લાવીને શ્રીમદ્ભુને નામે મૂકો તો શ્રીમદ્ભુની ઘોર આશાતના છે. આ ૧૦૭ થી ૧૧૦ ચાર ગાથાઓમાં શ્રીમદ્ભુએ ગુજરાતી ભાષામાં, સમજાય તેવી ભાષામાં, એકડે એક અને બગડે બે જેવી ભાષામાં તમામ વિવાદોનો સ્પષ્ટપણે ઉકેલ આપ્યો છે. પહેલી વાત, જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન હોય. ધાર્મિક ચિત્ર વગોવાયું હોય તો બે કારણોથી, એક જાતિવાદ અને બીજો વેશવાદ. છઠ્ઠા પ્રશ્નની ચર્ચા વખતે શિષ્યે પૂછ્યું હતું કે ગુરુદેવ ! કઇ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે ? પ્રશ્ન ત્યાં પૂછાયો હતો, તેનો જવાબ અહીં મળે છે. જો જાતિમાં મોક્ષ માન્યો હોત તો આખી જાતિ મોક્ષે જાત. અને વેશમાં મોક્ષ માન્યો હોત તો મોક્ષ બહુ સરળ થાત. સફેદ કપડાંમાં મોક્ષ કહ્યો હોત તો બધાં પાસે કપડાંની કયાં ખોટ છે ? આખી નવી મીલ તૈયાર થાત અને મીલવાળાનો ધંધો ધમધોકાર ચાલે. કાળાં બઝાર થાય અને એ કપડું તમને મળે નહિ કારણ કે તે વેશમાં મુકિત મળે છે. પહેલી વાત, મોક્ષની ઘટના તે શરીરમાં બનતી ઘટના નથી પણ આત્મામાં બનતી ઘટના For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રવચન ક્રમાંક - ૮૧, ગાથા ક્રમાંક-૧૦૭ છે. આ મોક્ષ જે થાય છે તે આત્માનો થાય છે. એક સરળ વાત જ્ઞાનીને કહેવી છે કે સંસાર જેનાથી ઊભો થયો તેનાથી વિપરીત અવસ્થા તે મોક્ષ અવસ્થા. શેનાથી સંસાર ઊભો થાય છે ? ભગવાન મહાવીરે કહ્યું કે ..... रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयंति ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર અ.૩૨/૬). હજુ તો શાસ્ત્રો આ ધરતી ઉપર છે. જરા ઉઘાડો તો ખરા, પાનાં તો ખોલો. તમારી ધૂનમાં સ્વછંદપણે કહ્યું જાઓ છો, શાસ્ત્રોનાં પ્રમાણ તો મેળવો. જગતમાં ત્રણ પ્રમાણ છે. એક અનુભવ પ્રમાણ, પોતે પ્રગટપણે સ્વાનુભવ કર્યો છે તે, અનુભૂતિ કરી છે તે. અને એ સભ્ય અનુભૂતિ કર્યા પછી જે વ્યકિત વાત કરે છે તેમાં તેનો અનુભવ પ્રમાણ છે. બીજું અનુમાન પ્રમાણ, અનુમાનથી કહી શકાય. જો સાધક હોય તો તેનામાં વૈરાગ્ય હોય, મુમુક્ષતા હોય, સહનશીલતા, શાંતિ અને દયા હોય, ઉપશમ ભાવ હોય, પરમતત્ત્વની લગની હોય, સદ્ગુરુ પ્રત્યે ભકિત અને પરમાત્મા પ્રત્યે આદરભાવ હોય, તો અનુમાનથી સમજવું કે આ સાધક છે. ત્રીજું આગમ પ્રમાણ છે. સૌથી મોટું પ્રમાણ તે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર શું કહે છે ? જ્યારે જ્યારે પાંચસો આચાર્યો ભેગા થાય ત્યારે વચમાં શાસ્ત્ર મૂકે. તમારી સ્મૃતિમાં આ વાત છે પરંતુ વિદ્યમાન શાસ્ત્રો શું કહે છે ? શાસ્ત્રો જે ન્યાય આપે તે ન્યાયને યોગ્ય ગણવામાં આવે છે. કારણ ? તે પ્રાપ્ત કરવાનું વચન કોનું સત્ય કેવળ માનવું? અમને કહો કે તમે જે આત્માની વાત કરો છો, તમે જે નવ તત્ત્વોની વાત કરો છો, સમ્ય દર્શનની વાત કરો છો, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય માનવું? પૂછવાની જરૂર જ નહિ. જગતમાં બે પરંપરા છે. વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ અને પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. તેણે સારાં વચનો કહ્યાં માટે માણસ સારો હોવો જોઈએ. એમ જે વિશ્વાસ મૂકવો તે વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ. શાસ્ત્રો એમ કહે છે કે તે એટલા માટે ખોટું છે કે અનીતિ કરનારો નીતિની વાત કરી શકે છે. દુરાચાર સેવનારો પણ સદાચારની વાત કરી શકે છે. નાસ્તિક પણ આસ્તિકતાની વાત કરી શકે છે. આત્માને નહિ માનનાર તે આત્મા છે તેમ કહી શકે છે. ત્યારે વચન તો આવ્યું સાચું પણ પુરુષ એવો નથી. બીજી પરંપરા પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, તે કહેનારો પુરુષ કોણ છે ? તેના શબ્દો અમે પછી જોઈશું, પછી તોલીશું, પછી ન્યાય કરીશું પણ અમને જોવા દો કે કહેનાર પુરુષ કોણ છે? કહેનાર પુરુષ વીતરાગ હોય, આમ હોય, મોહથી મુક્ત હોય તો તેનું વચન કેવળ સત્ય માની શકાય. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે કોનું વચન સત્ય માનવું ? અને તે પછી ગુરુદેવ કહે છે કે तमेव सच्चं निशंकं जं जिणेहिं पवेइअं। વીતરાગ પરમાત્માએ જે કહ્યું છે તે પરમ સત્ય છે, હે શિષ્ય ! આનો તું સ્વીકાર કર. પરમકૃપાળુદેવે ન્યાય તોળ્યો. બધા મતભેદો દૂર કર્યા. વ્યકિતને મહત્ત્વ ન આપ્યું. શ્રી મહાવીરને For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૧ કે ગૌતમને યાદ ન કર્યા, શ્રી પાર્શ્વનાથ કે શ્રી કૃષ્ણને યાદ ન કર્યા, શ્રી રામને યાદ ન કર્યા પણ અવસ્થાને યાદ કરી. નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. અદ્ભુત વાત કરી. કથન માનો પણ નર જુઓ. કેવો નર નિર્દોષ હોય ? દોષ ત્રણ છે, રાગ દ્વેષ અને મોહ. એ ત્રણે દોષથી રહિત પરમેનન્ટ જેમની અવસ્થા છે તે. આ પરમેનન્ટ શબ્દ એટલા માટે વાપરું છું કે અત્યારે તમે બધા પ્રવચનમાં બેઠાં છો, એમ લાગે કે રાગ, દ્વેષ મોહ રહિત છો, પરંતુ બહાર ગયા પછી ખબર પડે કે રાગ દ્વેષ મોહ રહિત છો કે દૂસરી ગરબડ હૈ ભીતરમેં'. નિર્દોષ નરની તો કાયમની અવસ્થા. એક વખત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી તે અવસ્થા કયારેય ન બદલાય એવી અવસ્થા જેમની છે તે નિર્દોષ નર. પછી મહાવીર હોઈ શકે, બુદ્ધ હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે. નામ ગમે તે આપો. “રામ કહો, રહેમાન કહો, પારસનાથ કહો અમને વાંધો નથી. અમારી શરત એ છે કે તે નિર્દોષ નર જોઇએ. રાગ, દ્વેષ અને મોહથી તે સદા માટે મુક્ત હોવો જોઇએ. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણે જાય ત્યારે અનંતજ્ઞાન પ્રગટે, તમામ શેયો જ્ઞાનમાં ઝળકી ઊઠે. કંઈ સમજાય છે, શું થાય છે? એક બાજુ રાગ દ્વેષ ગયા અને બીજી બાજુ અનંત જ્ઞાનનો ખજાનો ખુલ્લો થયો. એ અનંતજ્ઞાનના દર્પણમાં જગતનાં તમામ જોયો જેમ હતાં તેમ ઝળક્યાં અને તેઓએ જે જોયું તે કહ્યું. પ્રગટ અને પ્રત્યક્ષ સર્વજ્ઞનો અનુભવ છે. “નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું કથન તેનું જ માનો જે નિર્દોષ હોય. પરંતુ એક લીટી વધારી લખ્યું કે “તેહ જેણે અનુભવ્યું' તેનો જેમણે અનુભવ કરેલ હોય. અનુભવ મહત્ત્વનો છે. વાત તો ગમે તે કરી શકે છે. પરંતુ અનુભવ જેને થાય તેની અવસ્થા બદલાઈ જાય છે. શાસ્ત્રમાં શું કહ્યું છે ? રાગ અને દ્વેષ એ સંસારનું બીજ છે. તો આનો અર્થ એ થયો કે સંસારનો પ્રતિપક્ષી મોક્ષ છે. મોક્ષ જો મેળવવો હોય તો રાગ અને દ્વેષનું બીજ બાળી નાખવું જોઈએ. સંપૂર્ણપણે એ બીજ બળી જાય એવી અવસ્થાને વીતરાગ દશા કહે છે. જ્યાં વીતરાગ અવસ્થા છે ત્યાં મોક્ષ છે. આવી વીતરાગ અવસ્થા આત્મામાં પ્રગટ થાય છે. શરીરમાં નહિ, કપડાં અને વેશમાં નહિ, જાતિમાં નહિ, અને ઉંમરમાં પણ નહિ. ઉંમરમાં થતી હોત તો બધા બુઢાઓ મોક્ષમાં જ જાય. અહીં કોઈ હોત જ નહિ. જાતિ અને વેષ બન્ને આત્માથી જુદાં છે. વીતરાગ અવસ્થા એ આત્મામાં બનતી ઘટના છે. કોણ વીતરાગ થાય છે ? કહેશો ? શરીર થાય છે ? ના, આત્મા વીતરાગ થાય છે. જેનામાં વીતરાગતા પ્રગટી તેનો મોક્ષ થયો. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને શું કરવું પડે ? અને સંસાર ઊભો કરવો હોય તેને શું કરવું પડે? સંસાર ઊભો કરવો હોય તો રાગ દ્વેષ કરવાં પડે અને સંસાર ટાળવો હોય તો રાગ દ્વેષ ટાળવા પડે. શાસ્ત્રો કહે છે કે વીતરાગદશા આત્માની દશા છે. શરીરની દશા નથી, શરીરમાં આ ઘટના ઘટે છે. રાગ દ્વેષ કરવા હોય તો પણ શરીર જોઇશે અને રાગ દ્વેષને જીતવા હશે તો પણ શરીર જોઇશે. શરીર માધ્યમ છે, મીડીયા છે, સાધન છે. એ વચલો ઉપયોગ છે. શરીરમાં For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રવચન ક્રમાંક ૮૧, ગાથા ક્ર્માંક-૧૦૭ રહીને સાધના થાય. યુદ્ધ કરવું હોય તો મેદાન જોઇએ. શરીર મેદાન છે. શાસ્ત્રમાં શરીરને નોકર્મ કહ્યું. કર્મ નહિ પણ કર્મનું કારણ શરીર છે. ખેતરની માટીમાં ઘઉં પાકે તો માટી કારણ છે, તેમ વીતરાગ અવસ્થા છે તે શરીર દ્વારા પ્રગટ થાય. એ ઘટના શરીરની નથી પણ શરીરમાં રહેલ આત્મામાં થતી ઘટના છે. સમજી લ્યો, શરીરની ઘટના હોત તો જરૂર જાતિ ઉપર જવું પડત. કઇ જાતિમાં મોક્ષ છે ? પરંતુ કૃપાળુદેવ સાફ ના પાડે છે. વીતરાગ દશા આત્માની છે. જાતિ કે વેશની નથી. એ અવસ્થા કે દશાને તમે જોઇ ન શકો, જાણી ન શકો, ઘટના જે ઘટે છે તે આત્મામાં ઘટે છે. મોક્ષ શરીરનો થતો નથી પણ મોક્ષ આત્માનો થાય છે. આ મોક્ષની અવસ્થા કે વીતરાગદશા પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા આત્માને કરવી પડે તે દેહમાં રહીને કરવી પડે. દેશને નોકર્મ કહ્યું. કર્મ નહિ, પણ કર્મનું કારણ. સંસારનું કારણ શરીર અને સંસારમાંથી મુક્ત થવાનું કારણ પણ શરીર. સંસારનું સાધન પણ શરીર અને મોક્ષનું સાધન પણ શરીર થઇ શકે છે. બાજી તમારા હાથમાં છે. તમને અત્યારે શરીર મળ્યું છે, હવે તમે તેને સંસારનું કારણ બનાવો છો કે મોક્ષનું કારણ બનાવો છો તે તમારા હાથમાં છે. ઘણા લોકો કહે છે કે અમારે મોક્ષમાં જવું છે પરંતુ અત્યારે એટલી બધી ઉતાવળ નથી. રખડવું જ છે તેને શું કહેવું? તેઓ કહે છે કે સ્વર્ગલોક-દેવલોક કેવો હોય તે જાણવા દો અને અત્યારે ચોપાટી જઇ ભેળપુરી ખાઇ લેવા દો પછી વાત. આવું કહેનારા પણ જગતમાં હોય છે. શરીર સંસારનું કારણ પણ થઇ શકે છે અને એ જ શરીર દ્વારા ઉત્તમ સાધના કરી મોક્ષમાં પણ જઇ શકાય છે ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજે શ્ર્લોક કહ્યો છે. सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥ સમ્યગ્દર્શન સહિત સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, આ ત્રણે રત્નો પ્રાપ્ત થતાં જો હોય તો માનવેદહમાં જ પ્રાપ્ત થઇ શકે છે. આ શરીર દુઃખમાં પણ નિમિત્ત છે. આ જગતમાં જેટલાં દુ:ખો છે તે બધાં શરીર છે માટે છે. જો શરીર ન હોય તો દુઃખ હોય જ નહિ. આ એક વાત સ્પષ્ટતાથી સમજી લેજો કે શરીર દુઃખમાં નિમિત્ત છે અને ઉપાદાન કારણ કર્મ છે. બંને જુદા છે. શરીર દુઃખમાં નિમિત્ત બને છે અને શરીરમાં જે દુઃખ થાય છે તેનું કારણ કર્મ છે. શરીર અને કર્મ તે બંનેની ઘટના તે જગત, તે આ સંસાર. આ જન્મ દુઃખનું નિમિત્ત છે, પણ ત્રણ રત્નો જો પ્રાપ્ત કરો તો જીવન ધન્ય થઇ જાય, માટે માનવજીવન પર પસંદગી ઊતરે છે. ‘બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો' એમ તમે તાલમાં ડોકું હલાવી હલાવીને ગાવો છો પણ તમે સમજો છો કે તમે શું કહી રહ્યાં છો ? અને પરમકૃપાળુ દેવ ‘પુણ્ય કેરા પુંજથી’ એમ શા માટે કહી રહ્યા છે તે ખ્યાલમાં આવે છે ? ધીરૂભાઇ અંબાણી કે વડાપ્રધાન થઇ શકાય અથવા તો પાંચ પકવાન, ભેળપુરી ખાઇ શકાય તેટલા માટે કહ્યું હશે ? ફાઇવસ્ટારમાં જઇ બસો, ત્રણસો રૂપિયાની થાળી ખાઇ શકાય એટલા માટે ? ના રે ના - For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૩ એટલા માટે નહિ, પરંતુ આ વીતરાગ અવસ્થા આ દેહથી પ્રાપ્ત થઇ શકે છે. દેહમાં નહિ પણ દેહથી. આ દેહમાં ઘટના ઘટે છે અને પછી દેહ છૂટી પણ જાય છે. વીતરાગદશા થઇ એટલે વ્યકિતત્વ પાછું આવવાનું નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે મુક્ત બને છે. મોક્ષનું અસાધારણ કારણ શું ? ઘણાં બધાં કારણો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, તપ, જપ, વ્રત વિગેરે. ગુરુઓ કહે છે અમને સમર્પિત થાવ, આવો ! અમારે ચરણે માથું મૂકો, અમારી આજ્ઞાએ ચાલો. અમે કહીએ તેમ કરો. ધોળાં પહેરો, કાળાં પહેરો, પરંતુ ધોળા કાળામાં શું આવી ગયું, તે ખબર પડતી નથી પણ કરો. આ બધા મોક્ષના ઉપાયો છે ? ના. મોક્ષનું અસાધારણ કારણ એક જ જેના વગર મોક્ષ ન જ થાય. તપ કરો તો મોક્ષ થાય પણ ખરો અને ન પણ થાય. બહાર જઇને બાફશો નહિ કે તપ કરવાની ના પાડી છે. રાત્રે ફાઇવસ્ટાર હોટેલમાં જમતાં હોય, ચાર જાતનાં ફરસાણ મીઠાઇ ખાતાં હોય ! પૂછીએ કે તમે ખાઓ છો અને રાત્રે અગિયાર વાગ્યે. તમે તો આત્મજ્ઞાનની વાત કરો છો ને ? જવાબ મળે છે કે સાક્ષીભાવે ખાઉં છું. ભાઇ ! હું ખાતો નથી. મારે સાક્ષીભાવ છે. આ સાક્ષીભાવ નથી, આ જ્ઞાન નથી. આના જેવું ભયંકર ઝેર બીજું કોઇ નથી તમે સાક્ષી હો તો પણ, અને જ્ઞાની હો તો પણ અને વીતરાગ હો તો પણ રાત્રે બાર વાગ્યે આરોગો તો તે વીતરાગતાનાં લક્ષણ નથી. વીતરાગ હોય તે કદી આવું કરે નહિ અને કહે નહીં પણ જે કરે છે અને કહે છે, તેના જેવો મોહનીયકર્મનો ભયંકર બંધ કોઇ કરતાં નથી. આ વાત સમજવા જેવી છે કે મોક્ષનું અસાધારણ કારણ શું ? લોકો કહે છે કે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, ભક્તિ, ત્યાગ, દાન, શીલ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. શાસ્ત્રો કહે છે એક માત્ર કારણ તે વીતરાગ દશા છે. આ બધું હોય પણ વીતરાગ દશા ન હોય તો સાહેબ ! મોક્ષથી છેટાં. હું ફરી ફરી સ્પષ્ટતા કરું છું કે પ્રતિક્રમણ, સામાયિક, ભકિત કરવાની અમે ના નથી પાડતા. પણ માત્ર ભક્તિથી મોક્ષ મળે પણ ખરો અને ન પણ મળે, કારણ ? બધે વીતરાગતા તો અનિવાર્ય છે જ. મીઠાઇ ખાવી છે ? તો ગમે તે બનાવો મોહનથાળ, લાડુ, બાસુંદી પણ એક વાત નિશ્ચિત છે કે તેમાં સાકર તો જોઇશે જ. બદામ ઓછી વધતી ચાલે, કેસર ન હોય તો પણ ચાલે પરંતુ સાકર એટલે ગળપણ ન હોય તે ન ચાલે. બાકી બધું હોય તે લટકામાં પણ વીતરાગદશા વગર ન ચાલે. તો આનો અર્થ એ થયો કે તમામ પ્રક્રિયાઓ વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે છે. — હવે એમ કહે છે કે ‘જાતિ વેષનો ભેદ નહિ’ કઇ જાતિમાં વીતરાગ થવાય ? બ્રાહ્મણ હોય તો થવાય કે ક્ષત્રિય હોય તો થવાય ? સ્ત્રી હોય તો થવાય કે પુરુષ હોય તો થવાય? વીતરાગ કેમ થવાય ? તે કહો. બીજો પ્રશ્ન છે કે કયા વેષમાં થવાય ? મોટા વાંધા જાતિ અને વેષના છે. આજે પણ વેદાંતની પરંપરામાં એમ કહે છે કે શંકરાચાર્ય જે તે ન થઇ શકે. દ્રાવિડ બ્રાહ્મણ હોય તે જ થઇ શકે. હવે ક્રાંતિકારી લોકો એમ કહે છે કે એ વાત દૂર કરો. હવે બીસી પણ શંકરાચાર્ય થઇ શકે છે. લડવું જ છે લોકોને. આનો સંબંધ જાતિ સાથે નથી. પહેલું સૂત્ર પરમકૃપાળુદેવ કહે છે કે જાતિભેદ નથી. આ જાતિમાંથી જ મોક્ષ થાય તેમ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રવચન ક્રમાંક ૮૧, ગાથા ક્ર્માંક-૧૦૭ કોઇ જાતિનો ઇજારો નથી. ઘણી જગ્યાએ મોનોપોલી હોય છે. આ મંદિરમાં ધજા દોશી કે મહેતા કુટુંબ જ ચડાવે, બીજું કુટુંબ નહિ. આવાં કપડાં પહેરે તો જ મોક્ષ થાય, અને મઝાની વાત તો એ છે કે એવાં કપડાં પહેર્યાં હોય પણ રાગ દ્વેષ ભરપૂર ભર્યા હોય, રાગ દ્વેષ હોય તો મોક્ષ ન મળે. અમુક કપડાં પહેરવાથી જો રાગદ્વેષ જતાં હોય તો આ બધી મથામણ કરવાની શી જરૂર છે ? શાસ્ત્રો કહે છે કે જાતિનો અને વેશનો ભેદ નથી. આપણામાં બે પરંપરા છે. દિગંબર અને શ્વેતાંબર. શ્વેતાંબર પરંપરા એમ કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ છે. જ્યારે દિગંબર પરંપરા ના પાડે છે. હવે બહેનોએ વિચારવાનું છે કે અમને મોક્ષ કેમ ન મળે ? શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષ તો તેને મળે કે જેની વીતરાગ દશા થઇ છે. એવી દશા સ્ત્રીની થાય તો પણ મોક્ષ મળે અને પુરુષની થાય તો તેને મોક્ષ મળે અને જેની આ દશા ન થઇ હોય તેને મોક્ષ ન મળે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. બીજું સૂત્ર – વેષનો ભેદ નથી. લશ્કરમાં એક સરખાં કપડાં પહેર્યાં હોય અને એ કપડાં ઉપર બધા જુવે તેમ બિલ્લો લગાડે, લશ્કરમાં યુનીફોર્મ ચાલે પણ મોક્ષમાં યુનીફોર્મ ન ચાલે. કયાં કપડામાં મોક્ષ મળે એમ પૂછશો તો કપડામાં મોક્ષ નથી. વીતરાગ દશામાં જ મોક્ષ છે. તો જાતિ વેષનો ભેદ નથી પણ ‘કહ્યો માર્ગ જો હોય' એટલે અમે જે વીતરાગતાનો માર્ગ બતાવ્યો છે એવો માર્ગ જો હોય તો એ માર્ગને સાધવાથી મુક્તિ મળે છે. આ જાતિભેદ અને વેષભેદના ઝગડા પૂરા થયા. કૃપાળુદેવ કહે છે કે આવો મત માન્ય રાખશો નહિ. અરવિંદ આશ્રમમાં તમે જાવ તો અરવિંદ જેવી દાઢી રાખતા હતા તેવી દાઢી ચેલાઓ પણ રાખે છે. બાપુજીના આશ્રમમાં જાવ તો બાપુ જેવી પોતડી આ લોકો પણ પહેરે. પરંતુ બાપા ! પોતડી પહેરવાથી ગાંધી ન થવાય. અને દાઢી રાખે અરવિંદ ન થવાય. લોકોને આ જ આવડે, કેમકે તે સરળ રસ્તો છે. ગાંધીજીના અનુયાયી થવું હોય તો અહિંસાનો સત્યનો માર્ગ સ્વીકારવો પડશે. તે કઠિનમાર્ગ છે. જો પોતડી પહેરી ગાંધી થવાતું હોય તો સોદો ઘણો સસ્તો થઇ જાય. કહે છે કે ‘સાધે તે મુક્તિ લહે' આ જે મોક્ષનો માર્ગ કહ્યો છે તે જે સાધે તે મુકિતપદ ‘સાધે તે મુક્તિ લહે, ભેદ ન તેમાં હોય' તેમાં કોઇપણ જાતનો ભેદ નથી. એકસો સાત, આઠ, નવ અને દશ આ ચાર ગાથાઓમાં શ્રીમદ્ભુએ ધર્મના નામે જે વિખવાદો ઉત્પન્ન થાય છે તેનો ઉકેલ આપ્યો છે. દુઃખની વાત તો એ છે કે જેમણે વિખવાદનો ઉકેલ આપ્યો એ શ્રીમના નામે નવા વિખવાદો થઇ રહ્યા છે. માણસોને કોણ જાણે આવું જ કરવું ગમે છે. અમારું સાંભળવું જ નથી. એમને કંઇને કંઇ અડપલાં જ કરવાં છે. જેમણે બધા વિખવાદો તોડી એક બહુ જ પ્રસિદ્ધ વાક્ય કહ્યું કે ‘જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુકત થવું તે જ મારો ધર્મ છે'. બધાં આ બોલે અને લખે પણ ખરાં પરંતુ તેમાં ઝગડો કયારે થાય તે ખબર છે ? એક જણ કહેશે કે બોર્ડ આ ખૂણે મુકવું છે. બીજો કહેશે કે ના, આ બીજા ખૂણે મુકવું છે. ટ્રસ્ટીઓ છેવટે એમ નક્કી કરે કે આ બોર્ડ આ ખૂણે પણ નહિ અને આ ખૂણે પણ નહિ. અહીં મૂકો. પામે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૫ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોમનાથમાં રચેલા મહાદેવ સ્તોત્રમાં કહ્યું છે કે, भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । સંસારના મૂળરૂપ રાગ અને દ્વેષ જેમણે ક્ષય કરી દીધાં છે એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ-મહેશ્વર હોય કે જિન હોય એમને અમારા નમસ્કાર છે. અમારે તો રાગદ્વેષથી મુકત ચેતના જ જોઈએ છે. “પ્રભુ! તારા નામ છે હજાર, તો કયા નામે લખવી કંકોતરી ? તારા નામ હજારો કે અસંખ્ય હોઈ શકે. નામમાં શું વાંધો છે ? જીવનમાં વીતરાગ અવસ્થા જોઇએ અને એવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ઉપાય આ છે. અંબાલાલભાઈ ટીકામાં કહે છે કે જે મોક્ષનો માર્ગ કહ્યો તે માર્ગ જે સાધે તે મોક્ષ પામે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. ટૂંકમાં રાગ દ્વેષ રહિત અવસ્થા થાય, “છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ.' મત, દર્શનનો આગ્રહ તથા વિકલ્પને છોડી દે. “હણે બોધ વીતરાગતા', અને દર્શનમોહ તેમજ ચારિત્ર મોહ બંનેને દૂર કરનાર બોધ અને વીતરાગતા છે તે બે અચૂક ઉપાય છે. આવો મોક્ષનો માર્ગ કહ્યો છે, તે જે સાધે તો તેનો ગમે તે જાતિ અને વેષથી મોક્ષ થાય છે, તેમાં કોઈ જાતનો ભેદ નથી. આ બહુ અગત્યની વાત છે. “તમે અહીં અમારા આશ્રમમાં આવો તો મોક્ષ થાય, બાકી નહિ. વાત પૂરી થઈ’ આખા જગતમાં અમારા આશ્રમનો ઇજારો. અત્યારે ધીમે ધીમે બધા ઝંડા લગાડશે. સિદ્ધશીલા ઉપર પણ ઝંડા રહે હમારા. સારું છે ત્યાં ઝંડા વગર જવાનું છે. અમારે તો વીતરાગ દશા જોઈએ છે. જે સાધે તે મુકિતપદ પામે. મોક્ષમાં ઉચ્ચ-નીચ કશાનો ભેદ નથી અને મોક્ષમાં જગ્યા પણ નક્કી થતી નથી કે આ મારી જગ્યા અને આ તમારી જગ્યા. “ગુરુજી માટેની જગ્યા બે ફૂટ ઊંચી અને વધારે લાંબી” એવું નથી. એક વખત એક ભાઈ મને કહે કે મને હાર્ટ એટેક આવે તેવું થઈ ગયું. મેં પૂછ્યું કે કેમ? તો કહે કે મેં એક મોટી ભૂલ કરી. મેં ચાર શંકરાચાર્ય જેવા મહાનુભાવોને ભેગા કર્યા, પણ તેમાં શું વાંધો આવ્યો ? તો કહે ઘણી માથાફોડ થઈ. એક શંકરાચાર્ય કહે મારી ગાદી આ રીતે હશે તો નહિ આવું. બીજો કહે મારી ગાદી આના કરતાં બે ફૂટ ઊંચી જોઈએ. એ રીતે નહિ હોય તો નહિ આવું. મારા ત્રણ દિવસો પાઘડી ઉતારતા, ટોપી ઉતારતા અને પગે પડતા ગયા. પરાણે પરાણે પ્રાર્થના કરી મનાવ્યા. “બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' આ કહેનારા કલાક સરખા બેસે તો ગંગા નાહ્યા. સાહેબ ! આ બધું થતાં મને બ્લડપ્રેસર થઈ ગયું. આ ઉચ્ચ નીચના ભેદ અહીં હોય છે પરંતુ મોક્ષમાં નથી. આવો બીજો કોઈ ભેદ કે ફેર નથી. ગાથા એકસો સાત, આઠ, નવ અને દશમાં બધા વિખવાદોને દૂર કરવાનું મિશન છે. આત્મસિદ્ધિનું પારાયણ કરવા છતાં વિખવાદ ઊભા કરતા હોય તો શું કહેવું ? મને શબ્દો જડતા નથી અને ખરેખર આ માન્યા પછી વિવાદ કે વિખવાદ રહેશે નહિ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮ પ્રવચન ક્રમાંક - ૮૨ ગાથા ક્રમાંક - ૧૦૮ જિજ્ઞાસુનું લક્ષણ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. (૧૦૮) ટીકા : ક્રોધાદિ કષાય જેના પાતળા પાડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. (૧૦૮). ૧૦૮મી ગાથાનો પ્રારંભ થાય છે. આ શરૂ કરતાં પહેલાં ૧૦૦મી ગાથામાં જે સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે તે સંક્ષેપમાં સમજી લઈએ. બહુ સૂક્ષ્મ અને ઊંડાણભરી ચર્ચા ન કરતાં પ્રથમ કક્ષાના સાધકોને સમજાય તેવી મોક્ષમાર્ગની વાત આ ગાથામાં કહી છે. સદ્ગુરુનો બોધ સાંભળવો, એને સમજવો, એને વિચારવો અને એનું અંતરથી સઘન અવલોકન કરવું, મંથન કરવું, પરામર્શ કરવો, તેમાંથી નિચોડ કાઢવો અને કાઢીને એને માન્ય રાખવું, હૃદયથી સ્વીકારી કબૂલ કરવું. તેના માટે આ છ પદમાં છ તત્ત્વોનું વર્ણન કરવામાં આવ્યું છે, તત્ત્વથી, શાસ્ત્રથી, અનુમાનથી, પ્રમાણથી. જેટલું આપણી બુદ્ધિથી સમજાય, જેટલા તર્ક થઈ શકે, જેટલી સમજણ કેળવી શકાય તે કેળવીને છ એ છ પદોની શ્રદ્ધા પ્રાપ્ત કરવી અને તેની સાથે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષાદિથી ક્રોધાદિ કષાયો જીતવા માટે જે ઉપાયો બતાવ્યા, ટૂંકમાં રાગ દ્વેષ જીતવા માટે જે જે ઉપાયો બતાવ્યા તે મોક્ષમાર્ગ છે. સંક્ષેપમાં વર્ણન - કોઈ સ્ત્રી અથવા પુરુષ અથવા કોઈ જાતિ હોય તો જ મોક્ષ થાય એવું નથી. અંદરની ચેતનાનું આ કામ છે. સ્કૂલ દેહનું આ કામ નથી. અમુક વર્ષો પહેરવાથી અને અમુક જાતિમાં હોય તો જ મોક્ષ થાય તેમ નથી. થવું શું જોઈએ ? જે કોઈ પણ રીતે સદ્ગુરુનો બોધ સમજે, તે અનુસાર આત્માની શ્રદ્ધા કરે, ને તે અનુસાર પોતાના કષાયો ઘટાડવા માટે અથવા વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે, આ રીતે વીતરાગ અવસ્થા જો પ્રાપ્ત કરે તો અવશ્ય મુકિત મળે. ૧૦૭મી ગાથાનો નિષ્કર્ષ – મોક્ષમાર્ગ સર્વ જીવો માટે સરખો છે. સ્ત્રી માટે જુદો, પુરુષ માટે જુદો, સફેદ કપડાવાળા અને કાળા કપડાંવાળા માટે જુદો એમ મોક્ષમાર્ગ જુદો જુદો ન હોય કારણ કે મોક્ષમાર્ગ તો આત્મામાં જ રહ્યો છે. છેવટે આ કામ આત્મામાં અને આત્મા માટે કરવાનું છે. જો આત્મામાં જ કામ કરવાનું હોય તો એને પોતાના ભાવને ફેરવવા પડે. રાગભાવ અને દ્વેષભાવ બદલવા પડે. દ્વેષભાવ બદલવા મૈત્રીભાવ કેળવવો પડે. ક્રોધભાવના બદલે ક્ષમાભાવ કેળવવો પડે. અહંકારને બદલે નમ્રતાભાવ કેળવવો For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૭ પડે. ભાવને બદલાવે નહીં, ભાવ પલટાવે નહિ, ભાવમાં પરિવર્તન કરે નહિ અને વેષ પરિવર્તન કરે અને કોઈ જાતિની વાત કરે તો એથી મોક્ષની પ્રાપ્તિ ન થાય. બહુ ભારપૂર્વક આ વાત થાય છે. સાચો માર્ગ મળ્યો હોય, અને માન્ય પણ કર્યો હોય પણ જો તે પ્રમાણે વર્તે નહિ તો કામ ન થાય. માર્ગ સાચો મળ્યો, સમજ્યો, સ્વીકાર્યો, માન્ય પણ થયો. દિવ્યમાર્ગ છે, સત્યમાર્ગ છે, એ પ્રમાણે સ્વીકારી શ્રદ્ધા સુધી પહોંચ્યો, શ્રદ્ધાથી સ્વીકાર્યો પરંતુ તે પ્રમાણે વર્તે નહિ તો કામ ન થાય. શ્રદ્ધા હોવી એક વાત છે અને વર્તન તે બીજું કામ છે. દ્રવ્યાનુયોગની પરિભાષામાં સમ્યગ્દર્શન એ શ્રદ્ધાગુણનું કાર્ય છે. અને શ્રદ્ધામાં જેનો સ્વીકાર થયો તે પ્રમાણે વર્તવું તે ચારિત્ર ગુણનું કાર્ય છે, આગળ ગાથામાં આવશે, “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત.' જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. સાચો માર્ગ મળ્યો, તે પ્રમાણે વર્તન કરવું પડે અને જ્યારે વર્તવા જાય ત્યારે સંઘર્ષ થાય. અંદરથી ક્રોધ ઊઠે છે. અહંકાર કહે છે કે કર, આ ક્રોધ વગર નહિ ચાલે. લોકો કહે છે કે સંસારમાં રહેવું હોય તો તું સાપની જેમ ફૂંફાડો તો મારજે, પણ કરડીશ નહિ. ફૂફાડો એટલે ક્રોધ કરજે, એના વગર તારી છાપ નહિ પડે. ઢીલા રહેવાથી બધા તને ઘોળીને પી જશે. ટાઈટ રહેવા જેવું છે” લોકો તો ડાહ્યા થઈને જાતજાતની સલાહ આપે છે અને ઉપાયો બતાવે છે. પણ અંદર ક્રોધ ઊભો થાય અને તે વખતે વૃત્તિ જોર કરે, ત્યારે પ્રચંડ પુરુષાર્થ કરીને, એ વૃત્તિને વાળવી પડે, કાપવી પડે. ગાડીનો ટર્ન લેવો હોય તો જોર વાપરવું પડે છે. દોડતી રેલગાડીને બદલવા પણ જોર કરવું પડે છે અને નદીના વહેણને બદલવા પણ ઘણી મહેનત કરવી પડે છે. આ બધા કરતાં વૃત્તિને બદલવા સૌથી વધારે જોર વાપરવું પડે છે. વૃત્તિને આધીન થવાથી તો હાર થાય છે. પછી કહેશે કે ક્રોધ કરવો ન હતો પણ થઈ ગયો. આ નિર્બળતાનું સૂચક ચિન્હ છે. પુરુષાર્થ કરીને વૃત્તિને બદલવી પડે. વૃત્તિને બદલવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. અંદર લોભની વૃત્તિ ઊઠે ત્યારે લોભની વૃત્તિને પલટાવી, બદલવી અને સંતોષમાં પરિવર્તિત કરવી, તે અસાધારણ પુરુષાર્થ માંગી લે છે. પહેલું કામ વૃત્તિઓનું સમ્યગ્રદર્શન. તમારી અંદર જે વૃત્તિઓ ઊઠે છે તેને સમ્યક પ્રકારે જુઓ. એનો બચાવ ન કરો. તેને મહોરું ન પહેરાવો અને તેને બીજા ઢાંચામાં ન ઢાળો. ક્રોધ તે ક્રોધ જ છે, પછી એમ ન કહો કે “ગુસ્સો કર્યા વગર ન ચાલે. એવો બદલાવ ન આપો.” વૃત્તિ જેવી ઊઠી તેવી જ, તેવા સ્વરૂપમાં જોવી. વૃત્તિને પરિવર્તિત કરવી, તે કરવામાં પ્રચંડ પુરુષાર્થ જોઈએ. પરમકૃપાળુદેવ કહે છે કે માન્ય કર્યું, સાંભળ્યું, જાણું, સમજ્યો, વિચાર્યું, શ્રદ્ધા પણ થઇ, અહીં સુધી આવ્યો, પરંતુ તે પ્રમાણે જો વર્તે નહિ તો કાર્ય ન થાય. બંને જુદા જુદા વિભાગો છે. શ્રદ્ધા એક ઉપાય છે અને વર્તવાનું કાર્ય બીજું છે. જેટલી પુરુષાર્થની કચાશ તેટલો મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ. હવે કોઈને પૂછશો નહિ કે મોક્ષ કઈ રીતે મળે ? જેટલી For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮ પુરુષાર્થની તીવ્રતા તેટલી મોક્ષ માર્ગની સુગમતા. આ ગણિત છે. આ ભવે સાચા સદ્ગુરુ મળ્યા છે અને શક્ય હોય તેટલાં કર્મ ખપાવી શકાય તેવો પુરુષાર્થ સાધક જો કરે તો આત્મસિદ્ધિ કરી તેમ કહેવાય. ૧૦૭ મી ગાથામાં પરમકૃપાળુદેવને આ વાત કરવી હતી. હવે ૧૦૮મી ગાથા શરૂ થાય છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ પ્રસિદ્ધ ગાથા છે. આપણને આ ગાથા મોઢે થઈ ગઈ છે. વારંવાર રીપીટ કરીએ છીએ. ધૂનમાં ને ધૂનમાં ગાઈ જઈએ છીએ અને એમ માન્યું કે અહીં અટકીને ઊભા રહેવા જેવું નથી, હવે આગળ વધો. આ ગાથા આત્મસાત્ કર્યા વગર આગળ કયાં વધશો ? સાધકને આગળ વધવા ભૌતિક અને આધ્યાત્મિક એમ બે પ્રકારની મૂડી જોઈએ. બંને મૂડી હશે તે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકશે. શાસ્ત્રો એમ કહે છે કે ખેતી કરવી હોય તો જમીન જોઇએ, ધંધો કરવો હોય તો ધન જોઈએ, ગીત ગાવું હોય તો કંઠ જોઈએ, બગીચો બનાવવો હોય તો ફૂલોના છોડ જોઈએ, તેમ સાધનામાં ભૌતિક અને આધ્યાત્મિક બે પ્રકારની મૂડી જોઇએ. ભૌતિક મૂડીમાં પુણ્યની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂડીમાં પુરુષાર્થની વ્યવસ્થા છે. ભેદ સમજી લો. આર્યદિશમાં જન્મ થવો, આર્યકુળ-ઉત્તમ કુળ મળવું, માનવદેહ મળવો, પાંચ ઇન્દ્રિયો સંપૂર્ણ મળવી. વિચાર કરવા માટે મન અને નિર્ણય કરવા બુદ્ધિ મળવી. લાગણીઓ અનુભવવા હૃદય મળવું, સંસ્કારી માતા પિતા મળવા, સદ્ગુરુનો યોગ થવો, સત્સંગ પ્રાપ્ત થવો. આ બધી ભૌતિક મૂડી છે. પરંતુ એકલી આ મૂડીથી કામ થતું નથી. સાથે આ આધ્યાત્મિક મૂડી, આ ચાર બાબતો અત્યંત મહત્ત્વની છે. (૧) શાંત સ્વભાવ, (૨) આશય શુદ્ધિ અર્થાત્ નિષ્કામ ભાવ, માત્ર મોક્ષ અભિલાષ, સંવેગ, (૩) નિર્વેદ, વિષયો - ભોગો પ્રત્યે અંતરમાં ઉદાસીનતા-ભવે ખેદ અને (૪) છેલ્લી બાબત - પ્રેમથી છલકતું હૃદય – પ્રાણીદયા. યાદ રાખજો, આના વગર આધ્યાત્મિક સાધના થઈ શકશે નહિ. લોકો પૂછે છે કે કયા મંદિરમાં જવું? મોટા કે નાનાં ? મંદિર નાનું કે મોટું તેનું કામ નથી. ભગવાન મંદિરમાં બિરાજમાન હોવા જોઈએ. ગાથા છે કષાયની ઉપશાંતતા' આનો અર્થ એ થયો કે સ્વભાવ શાંત હોવો જોઈએ. તમે અંદરથી શાંત હો, અંદર ઘસમસતા વેગે પૂર વહેતું ન હોય, અંદરમાં ઉકાળા વળતા ન હોય, વૃત્તિઓ તોફાન કરતી ન હોય, અંદર વમળો પેદા થતા ન હોય, વારે વારે ડહોળાઈ જતા ન હોઈએ, આવી એક અવસ્થા તેને કષાયની ઉપશાંતતા કહે છે. ઉપશાંત થવું એટલે શાંત થવું. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે તમામ વૃક્ષો, તમામ વનસ્પતિ, તમામ નદીઓ, તમામ પર્વતો એ બધાનો આધાર પૃથ્વી છે, તે પ્રમાણે સમગ્ર સાધનાનો આધાર શાંતિ છે. શાંત થવું તે સાધનાનો મુખ્ય આધાર છે. અશાંત થવાથી બે બાબતો બને છે. અશાંત For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૯ થશો તો સાધના થશે નહિ અથવા સાધના કરી હશે તે અશાંત બનવાથી ધોવાઈ જશે. બેલેન્સમાં કંઈ નહિ રહે. સાધના તો આપણે કરી છે પરંતુ સાધના કર્યા પછી અશાંત બન્યા છીએ. કયારેક ક્રોધનું વમળ આવે, કયારેક અહંકારનું વમળ આવે, કયારેક માયાનું, કયારેક લોભનું, કયારેક મોહનું, કયારેક કામવાસનાનું, ક્યારેક ઈર્ષ્યાનું, કયારેક વેરનું, કયારેક દ્વેષનું, કયારેક કઠોરતાનું વમળ આવે. આમ સતત વમળો વહ્યા જ કરે છે. વમળો વહેતાં હોય તો પાક થાય નહિ. જમીન તૈયાર થાય નહિ અને અંકુર ફૂટી શકે નહિ. અનંતકાળથી કરતાં કરતાં આવ્યા છીએ છતાં આપણી હાલત આવી ને આવી રહી હોય તો સમજવું કે શાંત સ્વભાવની પ્રાપ્તિ આપણને થઈ નથી. આ બહુ મોટી વાત છે. આ શાંત સ્વભાવ માટે પરંપરાનો શબ્દ છે ઉપશાંત. ઉપશાંત શબ્દનો અર્થ એ છે કે મૂળમાં અગ્નિ ઓલવાયો નથી પણ અગ્નિ ઉપર રાખ નાખી દીધી છે. રાખ છે ત્યાં સુધી અગ્નિ પ્રગટ દેખાશે નહિ. તેની પાસે બેસશો તો પણ ગરમી લાગશે નહિ. કારણ કે અગ્નિ છે પણ ઉપર રાખ નાખી છે. જોખમ એ છે કે સહેજ પવન આવે તો રાખ ઊડી જાય અને અગ્નિ પાછો પ્રજવલિત થઈ જાય. ઉપશાંત હોવું એક અર્થમાં સારું છે પરંતુ એક અર્થમાં જોખમ પણ છે. જાગૃત જો રહ્યા તો બરાબર અને જાગૃતિ જો ન રહે તો જોખમ. ઉપશાંત થવું એટલે અંદરથી શાંત થવું અને વમળો અંદર ઊઠવા ન દેવા. સંસારમાં જીવવાનું છે, લોકો વચ્ચે જીવવાનું છે, જાતજાતની પ્રકૃતિનાં માણસો સાથે જીવવાનું છે. જુદા જુદા બનાવો બનવાના છે, ઘટના ઘટવાની છે, પરિસ્થિતિ આવવાની છે, સંયોગ ઉત્પન્ન થવાના છે અને જુદા જુદા પ્રસંગો આવવાના છે. એ બધા વચ્ચે આપણે શાંતિથી પસાર થઈએ તો તેના જેવી કોઈ મોટી પૂર્વ તૈયારી નથી. ડગલે પગલે નિમિત્તો હશે, પણ તમે ઉશ્કેરાઈ જશો નહિ, ઘરમાં પાણી ઢોળાઈ જાય, ઉશ્કેરાઈ શકો, ઉશ્કેરાવું હોય તો ઘણા બધા પ્રસંગો છે. તમે એમ ન માનશો કે બધા તમને અનુકૂળ થઈ જાય. તમારે પ્રસંગો, પરિસ્થિતિ અને ઘટનાઓ વચ્ચે જીવવાનું છે, છતાં શાંત રહેવું તે એક સાધના છે. જનકરાજાની દીકરી, રામચંદ્રજીની પત્ની, સીતાજી અયોધ્યાની મહારાણી છે અને એકલી અટુલી તેને સગર્ભા અવસ્થામાં ભર જંગલમાં છોડી દે છે. અશાંત થવા માટે આથી મોટું નિમિત્ત કર્યું હોઈ શકે? રામાયણ એમ કહે છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં સીતાજી અંદરથી અશાંત બન્યા નથી. તેમણે ગીતા વાંચી હશે કે નહિ તે ખબર નથી પણ તેઓ અંદરથી અશાંત બન્યા નથી. અશાંત ન બનવા માટે બહુ બળ જોઈએ છે. અશાંત થવામાં એટલે ક્રોધ કરવા માટે ઓછું બળ જોઈએ. ક્ષમા આપવામાં ઘણું બળ જોઈએ. પ્રજાપાલ મહારાજાએ મયણા સુંદરીને કહ્યું કે “તું એમ માને છે કે સુખદુઃખનું કારણ કર્મ છે, કર્મ સત્તા કામ કરે છે તો આ તારા ભાગ્યથી ખેંચાઈને તારા પતિ આવ્યા. એ શ્રીપાળ કોઢિયા છે, રક્તપિત્તિયા છે, તેની સાથે મયણા સુંદરીને પરણાવે છે. હું આ જમાનાની વાત નથી કરતો, પરંતુ તે જમાનાની એક ઉત્તમ વ્યકિતની વાત કરું છું. મયણા સુંદરી પોતાના For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮ પતિની ચરણ સેવા કરે છે તે વખતે શ્રીપાળ રાજા મયણા સુંદરીને કહે છે કે મારી સાથે તું પરણીને શું કરીશ ? કોઈ સુંદર યુવાન રાજકુમારને શોધી, તું તેની સાથે પરણી જા. આવી ઘટના ઘટી હોવા છતાં મયણા સુંદરી અશાંત ન બન્યા. શું સાધના કરવી એટલે ભારેખમ મોઢું રાખીને વાંચવું કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, સાક્ષી છે, આમ બોલ્યા જ કરવું ? તે સાધના નથી. તે તો પોપટવાણી થઈ. પોપટ પણ બોલશે કે હું સાક્ષી છું, સાક્ષી છું. અશાંત બનવાના કારણે આપણે ઘણું બધું ખોઇએ છીએ. આપણી સાધનામાં બાધા ઉત્પન્ન ન થાય માટે પરમકૃપાળુદેવે કહ્યું કે કષાયો ઉપશાંત થવા જોઈએ એટલે કે કષાયનું જોર તમારા કરતાં વધવું ન જોઇએ. આ ગણિત સમજી લો. અહીં આપણું જોર ચાલતું નથી પણ કષાયોનું જોર ચાલે છે, માટે એવી અવસ્થા સૌથી પહેલાં પ્રાપ્ત કરવી કે કષાયોનું જોર આપણા ઉપર ન ચાલે. કષાયો થાય ખરા, તરંગો ઊઠે ખરા પણ તેનું જોર આપણા ઉપર ચાલવું ન જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજર્ષિ ઈન્દ્ર મહારાજાને કહે છે, जो सहस्सं सहस्साणं, संगामे दुज्जओ जिणे । अगं जिणिज्ज अप्पाणं, ओस से परमो जओ ॥ (९/३४) યુદ્ધનાં મેદાનમાં હજારો સૈનિકો સામે ઊભા રહીને યુદ્ધ કરવું, અને હજારો સૈનિકોને જીતી લેવા સહેલા છે પણ અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ આમાંથી કોઈપણ વૃત્તિ ઊઠે, તે વૃત્તિને આધીન ન થવું અને તટસ્થ રહેવું, એ કઠિનમાં કઠિન કામ છે. એ કાર્ય કરવા માટે હું નીકળ્યો છું. પરમકૃપાળુદેવે એક મહત્ત્વની વાત કરી છે કે સગુનો બોધ તો જ પરિણમે, શબ્દ વાપર્યો છે “સુહાય' - સદ્ગુરુનો બોધ પરિણમે-તેનામાં ઉતરે, તેનામાં કામ કરે, કયારે ? જો શાંત સ્વભાવ હોય, અંદર કષાયોનું જોર ન હોય ત્યારે. શાસ્ત્રો અનેકવાર સાંભળ્યાં, પણ બોધ પરિણમ્યો નહિ. મીઠાઈ ખૂબ ખાધી પણ લોહી ન થયું, ઝેર થયું. સંત પુરુષ મળ્યા પણ જ્ઞાન પરિણમ્યું નહિ, અંદર પરિવર્તન થયું નહિ, ઘટના ઘટી નહીં. જ્ઞાન અંદરમાં ઊતરે તે માટે સાધકે પૂર્વ તૈયારી કરવી પડે. સદ્ગુરુ પ્રાપ્ત થાય અને સદ્ગુરુ બોધ આપવાનો પ્રારંભ કરે એનાં પહેલાં સાધકે કેવાં તૈયાર થઈને સદ્ગુરુ પાસે જવું, તેનું વર્ણન આ ૧૦૮મી ગાથામાં છે. છ મહિના પછી દીકરીનાં લગ્ન હોય તો છ મહિના પૂર્વે તૈયારી ચાલતી હોય. મિત્રો પૂછે છે કે કેમ હમણા દેખાતા નથી ? ખબર નથી? લગ્ન છે. તમને ખબર છે કે વ્યવહારમાં શું તૈયારી કરવી પડે ? એક આ વાતની ખબર નથી કે સદ્ગનો બોધ પૂરેપૂરો અંદરમાં ઊતરે તે માટે શું તૈયારી કરવી ? પૂર્વ તૈયારી વગર તમે જશો તો પ્રાપ્ત નહિ થાય. સદ્ગુરુ મળ્યા પણ બોધ નિષ્ફળ ગયો. સદ્ગુરુએ બોધ આપ્યો, અંદર ન પરિણમ્યો. કારણ? પૂર્વ તૈયારી વગર આપણે તેમની પાસે ગયા. પૂર્વ તૈયારીમાં પહેલું લક્ષણ શાંત સ્વભાવ. શાંત સ્વભાવનો અર્થ ઉપશાંત અવસ્થા. ઉપશાંતનો અર્થ કષાય મોળા પડે. એમાં બહુ જોશ ન હોય, બહુ રોષ ન હોય. જેમ દાળમાં મીઠું ઓછું હોય અથવા ન હોય તો મોળું લાગે, મરચું ન હોય તો શાક મોળું લાગે, એમ કષાયો મોળા પડે. જેના કષાયોમાં બળ ન હોય, જોર ન હોય તેનું For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા મન ઓછું વિક્ષિપ્ત થાય, ઓછું ડોળાયમાન થાય અને એવું મન તત્ત્વવિચાર કરી શકે. તત્ત્વવિચાર માટે ઉશ્કેરાયેલું મન કામમાં નહિ આવે. આપણી પાસે શાંત મન હોવું જોઈએ. આપણને ઉશ્કેરાતાં વાર લાગતી નથી. નિમિત્ત મળ્યું નથી કે અંદર ભડકો થયો નથી. ભગવદ્ગીતામાં એક સરસ સૂત્ર આપ્યું કે મોદ્રવં વાં, યઃ સહતે તે સુતી ની: બહુ માર્મિક વાત કરવી છે. અર્જુને પૂછ્યું હશે કે નહિ તે ખબર નથી પણ ભગવાન કૃષ્ણ કહ્યું કે તે સુખી માણસ છે કે જે કામવાસના અને ક્રોધ એ બંનેમાંથી આવતા પ્રચંડ વેગને રોકી શકે છે, ખાળી શકે છે. આપણે તેને સુખી માણસ કહીએ છીએ કે જેની પાસે વિપુલ સંપત્તિ છે, ભોગનાં સાધનો છે, મોટો બંગલો છે. અહીં એમ કહે છે કે જે કામ ક્રોધના વેગને રોકી શકે છે, તેને આધીન થતો નથી, તે સુખી માણસ છે. આને કહેવાય ઉપશાંત અવસ્થા. કષાયો મોળા પડવા, કષાયોનું બળ અને સામર્થ્ય તૂટવું, એની શકિત તૂટવી તે મહત્ત્વનું છે. અત્યારે આપણા કષાયો જોરમાં છે, અને તેમાં સામર્થ્ય છે. કષાયો શાંત થાય, તેમાં તણાઈ ન જાઓ, બેબાકળા ન થાઓ, તમને કષાયો તાણી ન જાય, ખેંચી ન જાય, તમે શાંત રહી શકો, ઉદાર અને નમ્ર બની શકો, તમે ખમી શકો, હાથ જોડી શકો, સરળ અને સંતુષ્ટ રહી શકો. આવું થતું હોય તો કષાયની ઉપશાંતતા, આ એક લક્ષણ. શાંત સ્વભાવનાં ચાર લક્ષણો છે. ક્રોધ મોળો, અહંકાર મોળો, માયા અને લોભ મોળાં અને આપણી પરિભાષામાં કહેવું હોય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, આ ચાર જીવનમાં આવ્યા છે, અને રોજીંદા જીવનમાં જે આનો ઉપયોગ કરે છે, જે આ ગુણો સિદ્ધ કરે છે, તે જિજ્ઞાસુનું પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ આશય શુદ્ધિ. આશય એટલે અંદરનો ભાવ. જે કંઈ ધર્મ કે અનુષ્ઠાન કરે, જે કંઇપણ વ્રત, તપ, જપ, આદિ કરે, જે કંઈ ધ્યાન અથવા સ્વાધ્યાય આદિ કરે તેની પાછળ કોઈ ભૌતિક કામના ન હોવી જોઈએ. આ પ્રકારની મનની અવસ્થા તેને સંવેગ કહેવામાં આવે છે. માત્ર મોક્ષની અભિલાષાની સાથે અંદરમાં અન્ય કોઇપણ જાતની કામના ન હોય. “નોય પૂજાદિની જો કામનારે, નોય વહાલું અંતર ભવ દુઃખ” જેના જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય કે કોઈપણ જાતની કામના કે અંદરમાં કોઈપણ જાતની ભૌતિક ઇચ્છા ન હોય તે જ આ માર્ગ સાધી શકશે. આપણું મન એક મોટું ગોડાઉન છે. દુનિયામાં સૌથી મોટું કોઈ ગોડાઉન હોય તો મન છે, તેમાં અનંત ઈચ્છાઓ રહેલી છે. ભગવાન એમ કહે છે કે રૂછીમો માસિસમા ગતીમા ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. એક ફૂટપટ્ટી લઈને નીકળો તો આકાશનું માપ નહિ કાઢી શકો. ઇચ્છાઓ કદી પૂરી થતી નથી, અને જીવ ઈચ્છાઓ કર્યા વગર રહ્યો નથી. તમે ઈચ્છાને ટેલિફોન કરો છો કે વેલકમ અને દુઃખને કહો છો આવીશ નહિ, ડોન્ટ કમ. આ વેલકમની વાત બંધ કરો. દુઃખને બંધ કરવું હોય તો મથામણ કરવાની જરૂર નથી પણ માત્ર ઈચ્છાઓ બંધ કરો. દુઃખ એની મેળે જતું રહેશે. કેટલાંક દુઃખો શારીરિક-પ્રાકૃતિક હોય છે. આપણે એમ ઇચ્છતા નથી કે હે ભગવાન! For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ૨ પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્યાંક-૧૦૮ મને કયારે રોગ થાય ? ઘણાને રોગ થાય છે પરંતુ મને કેમ બાકાત રાખે છે ? એવી ઈચ્છા કરી નથી. શારીરિક વ્યાધિઓ-દોષો છે. ધરતીકંપ થાય તેનો ઉપાય જ નથી. જમીન હલી જાય ત્યાં ઉપાય જ નથી. ઠંડી પડે અને ઠુંઠવાઈ જઈએ ત્યાં ઉપાય નથી, ત્યાં આપણું જોર ચાલતું નથી. આ પ્રાકૃતિક, સાહજિક, સ્વાભાવિક છે, એ બધું થાય, પરંતુ અંદરમાં જે જાતજાતની વૃત્તિઓ ઊઠે છે, તે આપણે કરીએ છીએ. ઈચ્છાઓ પૂરી થતી નથી અને જો પૂરી થાય છે તો ફરી નવી નવી જાગૃત થાય છે. આપણને એમ થાય કે આજે શેર બજારમાંથી પચાસ હજાર મળી જશે. પરંતુ પચ્ચીશ ખોયા. અથવા પચાશને બદલે ઓગણપચાશ મળ્યા. એક હજાર ઓછા મળ્યા. તમે ધારણા કરી હતી તેથી દુઃખી થયા. દુઃખનું મૂળ ઇચ્છા છે. જેના મનમાં ઈચ્છાઓનો અવિરત પ્રવાહ ચાલે છે, વિકલ્પના ધોધ ચાલે છે એવી અવસ્થામાં સાહેબ ! આસન વાળીને ધ્યાન કરવા બેસશો તો ધ્યાન નહિ થાય. આ ધ્યાન માટે સાધુઓ કેટલા બધા પ્રયત્નો કરવાનું કહી રહ્યા છે. પાંચ વાગે ઊઠો, આસન વાળો, ધ્યાન કરો, કપાળમાં ધ્યાન રાખો, પેટ તરફ જુઓ અને આંખો બંધ કરો. હલો નહિ. ૐ બોલો. શ્વાસ લો, પાછો લો, મધ્યમ લો, આ બધું જ કરીએ પણ ઈચ્છા કરી તો બધું ગયું. ઇચ્છા બધાને તોડે છે. હૈ ઈચ્છા દુઃખ મૂળ' અંદર ઇચ્છા કરીને દુઃખને આપણે નોતરીએ છીએ. ઇચ્છા કરીએ એટલે ઇચ્છા દેવી એમ કહે છે કે હું એકલી નહિ આવું. મારો પરિવાર સાથે આવશે. દુઃખ આવશે, ચિંતા આવશે, સંતાપ અને અણગમો આવશે. મૂંઝવણ, ટેન્શન, ડીપ્રેશન, ઇમોશન આવશે. આવેશ અને બ્લડપ્રેશર પણ આવશે. મને બોલાવશો તો હું બધાને સાથે લઈને આવીશ. મોટો પરિવાર છે મારે, તેથી સાધના ધ્યાન નહીં થાય. પરમકૃપાળુદેવને અત્યંત મહત્ત્વની વાત કરવી છે. અંદર કોઈ અભિલાષા કે અપેક્ષા નહિ. સાદી ભાષામાં અંદર કોઇપણ જાતની ભૌતિક ઇચ્છા નહિ. વળી સાથે શબ્દ વાપર્યો માત્ર. માત્ર એટલે બીજું કશું જ નહિ પરંતુ માત્ર મોક્ષની જ અભિલાષા. (૩) ભવે ખેદ, તેને કહેવાય નિર્વેદ. નિર્વેદમાં શું થાય ? निव्वेअणं दिव्वमाणुस्सतेरिच्छि असु कामभोगेसु निव्वेअं हव्वमागच्छइ, सव्वविसअसु विरज्जइ । નિર્વેદ પ્રાપ્ત થતાંની સાથે જ ઇન્દ્રિયોના તમામ વિષયોથી તેનું મન પાછું વળે, પાછું હટે કે પાછું પડે તેમ નહિ, નિરાશ થયું તેમ અર્થ નથી પરંતુ પાછું વળે છે. દેવોના, મનુષ્યોના, પશુઓના જે કામ ભોગો છે તેના પ્રત્યે તેને આકર્ષણ, ખેંચાણ કે પ્રલોભન રહેતું નથી. એક શબ્દ વાપર્યો છે કે સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા આવે છે. આ ઉદાસીનતા શબ્દ સાથે મારે દર વખતે ખુલાસો કરવો પડે છે કે ઉદાસીનતા એટલે પડેલું મોટું નહિ પણ ઉદાસીનતા તો બાદશાહી છે, ઉદાસીનતા તો જીવનની મસ્તી અને ખુમારી છે. જેના અંદરમાં કોઈ ઈચ્છા નથી. “જાકુ કછુ ન ચાહિયે, વો શાહન કો શાહ.' જેને કંઈ જ જોઈતું નથી તે બાદશાહોનો પણ બાદશાહ છે. બાદશાહ પડેલ મોઢાંવાળો કે ગમગીન હોય ? અરે ! એને For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૩ તો અદ્ભુત ખુમારી છે, કારણ ? તેને કંઈ જોઈતું નથી. આખી ધરતી સામે હાજર થાય, ત્રણ લોકના ભોગો સામે હાજર થાય અને વિનંતી કરે કે અમારી સામે તો જુઓ અને તે વખતે જેને આંખ ઉઘાડવાનું પણ મન ન થાય તેને કહેવાય છે ઉદાસીનતા. દુનિયાના ભોગો, વિષયો પ્રત્યે ઉદાસીનતા અથવા સંસારની અસારતાનું ભાન. તમારા શબ્દોમાં તો સંસારમાં સાર જેવું બીજું કાંઈ નથી. આટલું બધું કર્યું અને એક દિવસ આંખ મિંચાઈ ગઈ તો “સબ પડા રહા ઔર વો ચલા ગયા. જીવનકા ઠીકાના નહિ હૈ, એક દિન જગતસે જાના હૈ.” આને કહેવાય છે અસારતા. આટલી બધી મહેનત –મથામણ કરી મેળવ્યું, લોકો કહે છે, “ભાઈ! મરવાની પણ ફુરસદ નથી”. મોત આવશે ત્યારે કોઈ તમને પૂછશે નહિ કે ફુરસદ છે ? પટ ઉપાડી જશે. લોકો પણ કહેશે, જોતજોતામાં ગયો. સંસારના ભોગોનો, વિષયનો, કામભોગનો રસ ઊડી જાય, ઉદાહરણ બરાબર નથી પણ સમજવા માટે લઈ શકાય. દીકરો ન હોય, પથ્થર તેટલા દેવ પૂજ્યા હોય, બધા સાધુઓ તથા મંત્રવાદીઓ પાસે જઈ આવ્યો હોય, કેટલાયે દોરાધાગા કર્યા હોય અને બનવાકાળ દીકરો થયો. મોટો થયો, યુવાન અને સુંદર થયો. રૂપાળો, બુદ્ધિમાન, નમ્ર વિવેકી અને પિતાનો માનીતો હતો. જાણે માતાપિતાને આંખનો તારો ! કરોડ રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત કરી હતી, એને પરણાવ્યો, રંભા અપ્સરા જેવી વહુ ઘરમાં આવી. કેટલો આનંદ થતો હશે ? તે વખતે એમ થાય કે, ઓહોહો ! સંસારમાં મારા જેવું કોઈ સુખી નથી. તે વખતે અમે જો એમ કહીએ કે આ સંસાર અસાર છે તો કહેશે, મહારાજ ! તમે કયાં વિન્ન કરવા આવ્યા? અને અચાનક એ દીકરાનું હાર્ટફેઈલ થાય અને મૃત્યુનાં મોમાં ચાલ્યો જાય, પછી સંસારમાં રસ રહે ખરો? ઉપમા સમજાય છે ? સમજવા જેવી છે. હવે તેનો સંસારમાંથી રસ ઊડી ગયો. બસ, યુવાન દીકરો ગયો. ઘરમાં પુત્રવધુ વિધવા થઈ. કરોડની સંપત્તિ હોય તો પણ શું ? અને ન હોય તો પણ શું? રસ ઊડી ગયો. પછી તેને મકાનો, ભોજન, મીઠાઇઓ ગમે નહિ. આવું કંઈપણ બન્યું ન હોય, કોઇપણ દુઃખદ ઘટના બની ન હોય, બધું અનુકૂળ હોય છતાં સંસારમાંથી રસ ઊડી જાય તેને કહેવાય છે નિર્વેદ. ભોગો હોવા છતાં રસ ઊડી ગયો. આમાં નિરાશા, હતાશા, ગમગીની નથી. આમાં તો અંદરનું બળ છે. ચક્રવર્તીની સમૃદ્ધિ હાજર છે, પોતે સ્વતંત્ર ભોગવી શકે તેમ છે, પોતાની સત્તા મળે છે પણ અંદર જ્ઞાન છે. તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમેં ભયો રે ઉદાસી, જાકું જ્ઞાનકળા ઘટાભાસી. અંદર જ્યારે જ્ઞાન થાય ત્યારે આવી ઉદાસીનતા આવે. ગમગીની નહિ, બેચેની નહિ, નિરાશા, હતાશા, મૂંઝવણ નહિ. જ્યારે આવું હોય ત્યારે આપણે શું કહીએ ? અમારાં કરમ ફૂટેલાં છે. અહીં કોઈ વાત જ નથી. બસ એ જ મસ્તી, ઉલ્લાસ, આનંદ છે. આને સંસારનો રસ ઊડી ગયો, માત્ર રસ મોક્ષનો જ રહ્યો. આને કહેવાય છે માત્ર મોક્ષ અભિલાષ. - ત્રીજી વાત, સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા, અને છેલ્લી મહત્ત્વની વાત ભક્તનું કે સાધકનું હૃદય સુકું નથી હોતું. કઠોર કે લાગણીશૂન્ય નથી હોતું. તે નઘરોળ નથી. એનું હૃદય For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા માંક-૧૦૮ તો પ્રેમથી છલકાતું હોય છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમનો સાગર વહેતો હોય છે. “પ્રાણીદયા’ - દયા એટલે જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાના અંતરમાં પ્રેમનો સાગર છલોછલ લહેરાતો થાય. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ. ભાઈ સાહેબ ! આ ધરતી ઉપર કેટલા દિવસ તમારે રહેવું છે? અમરપટ્ટો લખાવીને લાવ્યા છો ? થોડા કાળ માટે વેર ઝેર, મનામણાં, રીસામણાં, ઇર્ષ્યા, કલેશ, પ્રપંચ, ખટપટ, વેર, વૈમનસ્ય, વિરોધ, દુઃખ, મુશ્કેલી, પ્રતિકૂળતા, નિરાશા, હતાશા, ગમગીન થવું, પટાવવું, મનાવવું, શું ધંધો માંડ્યો છે ? “કબ તક રહેગા યહાં પર ? એક દિન જાના હૈ'. એના પહેલાં પણ પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમથી હૃદય ઠાલવજો. ભીનું હૃદય જોઇશે. સુકું અને કઠોર હૃદય નહિ ચાલે, આવેશવાળું હૈયું પણ નહિ ચાલે. મુલાયમ, શાંત, સ્વસ્થ, ગંભીર, ને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી છલકતું હૃદય, આવી જેની અવસ્થા થઈ છે તે આત્માર્થી બની શકે છે, તેને આત્માર્થ સિદ્ધ થાય છે. આ થઈ સદ્ગુરુ મળતા પહેલાંની પૂર્વ તૈયારી. આવી અવસ્થા થયા પછી સદગુરુ મળે તો સદ્ગુરુને જોતાં તમને આનંદ થાય અને એમનો બોધ સાંભળવો ગમે. “સદ્ગુરુ બોધ સુહાય'. હવે ૧૦૯મી ગાથામાં પરમકૃપાળુદેવ અદ્ભુત વાત કરવાના છે. આજે આટલી વાત કરી. સમગ્રપણે સાધક પૂર્ણ તૈયારી કરીને રહે. જેથી સરુની સાથે આત્મિક પ્રક્રિયાના કાર્યનો પ્રારંભ થાય. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ પપ પ્રવચન ક્રમાંક - ૮૩ ગાથા ક્રમાંક - ૧૦૯ જિજ્ઞાસુનું કાર્ય તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ. (૧૦૮). ટીકા : તે જીજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વર્તે. (૧૦) ગાથા ૧૦૮, ૧૦૯, ૧૧૦ માં પરમાર્થ માર્ગની સાધનાના પ્રારંભમાં સાધકને કેવા થવું પડે? તેના માટે પરમકૃપાળુદેવે એક શબ્દ આપ્યો કે તેને જિજ્ઞાસુ થવું પડે. જિજ્ઞાસા એ આંતરિક વિકાસનું સૂચક ચિન્હ છે. તવં જ્ઞાતું છા’ તત્ત્વને જાણવાની ઇચ્છા તેનું નામ જિજ્ઞાસા. જાણવાની ઇચ્છા તો આપણને થાય છે કે પૈસા કઈ રીતે મળે? સત્તા કઈ રીતે પ્રાપ્ત થાય? સંબંધો કઈ રીતે જળવાય? પરીક્ષામાં પાસ કેવી રીતે થવાય ? શેરના ભાવ કેવી રીતે વધે? એ જિજ્ઞાસા આપણામાં છે પણ તે તત્ત્વ જિજ્ઞાસા નથી, તે વ્યાકુળતા છે. જિજ્ઞાસા એટલે તત્ત્વને જાણવાની આંતરિક ઈચ્છા. સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, ગુરુવંદન પચ્ચખાણ વિગેરે કર્મકાંડ શાસ્ત્રોએ જ કહ્યાં છે પરંતુ શાસ્ત્રોનું કહેવું છે કે એ સ્થૂળભાગ છે. બહારનો ભાગ છે. અંદરનો ભાગ છે તત્ત્વની તીવ્ર જિજ્ઞાસા. તીર્થકર દેવો ગણધરને દીક્ષા આપે છે. ગણધર ભગવંતો ઉત્તમ કોટિના મહાપુરુષો છે. તીર્થકરો પછીનું સ્થાન ગણધરોનું છે. અરિહંત પ્રભુના મુખેથી નીકળેલી વાણીને ગુંથવાનું કામ ગણધર ભગવંતો કરે છે. એ ઉત્તમ કળા છે, અદ્ભુત કળા છે. દીક્ષા ગ્રહણ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી નમ્ર બનીને ભગવાનનાં ચરણોમાં મસ્તક મૂકી પૂછે છે કે પ્રભુ ! વિતવમ્ ? ત્યારે ભગવાન કહે છે ૩પ વા ઉત્પન્ન થાય છે. ભગવાન મૌન રહ્યા. તેમનામાં મંથન જાગ્યું, ઉત્પન્ન થાય છે, જગતમાં નાશ પણ જોવા મળે છે ? બીજી પ્રદક્ષિણા આપી, ફરી પૂછે છે. ભગવાન કહે છે વિનામે વા એટલે નાશ પણ થાય છે અને તેનું મંથન કરતાં લાગે છે કે જગતમાં કંઈક સ્થિર પણ છે. આ ખેલ દરિયામાં દેખાય છે. દરિયાનાં મોજાં ઊઠશે કયાં? જો દરિયો ન હોય તો મોજાં નહિ ઊઠે. દરિયો હોવો જોઈએ તેમ સ્થિર તત્ત્વ હોવું જોઈએ. સોનામાંથી ઘાટ ઘડાય છે, અલંકારો બને છે, પણ સોનું તો એનું એ જ રહે છે. સોનું જો ન ટકે તો ઘાટ ઘડાશે કેમ ? ત્રીજી પ્રદક્ષિણા આપી ફરી પૂછે છે પ્રભુ ! જિં તત્ત્વમ્ ?’ ભગવાન કહે છે કુવે વા આમાંથી એક સૂત્ર આવ્યું ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુતં સત્ ! આ જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત છે. સત્ કેવું હોય ? સત્ની વ્યાખ્યા શું? સન્ની વ્યાખ્યા ન થઈ શકે. પણ સત્ની આજુબાજુનું થોડું વર્ણન થઈ શકે. જેમાં ઉત્પત્તિ પણ થાય છે, નાશ પણ થાય છે, છતાં For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્યાંક-૧૦૯ કાયમ ટકે છે. એવી ઘટના જેના પર બને છે એને કહેવાય છે સત્, તેને કહેવાય છે અસ્તિત્વ, તેને કહેવાય છે તત્ત્વ. આવું તત્ત્વ જાણવાની તાલાવેલી, સત્ જાણવાની તાલાવેલી તેને કહેવાય જિજ્ઞાસા. અત્યાર સુધી બાકી બધી જિજ્ઞાસા હતી. કેમ વ્યવહાર થાય? લોકો પૂછે છે અમારે ત્યાં પ્રસંગ છે, અમારે વ્યવહાર શું કરવો? અમને કહો, અને ઓલો જ્યારે જવાબ આપે ત્યારે નમ્રતાપૂર્વક સાંભળે. જાણે મોટું કામ કર્યું, સાંભળીને ઘણો લાભ થયો એમ કહે. એ બધી વ્યવહારની વાત થઈ. આ તો તત્ત્વની વાત છે. તત્ત્વ જાણવું છે, તત્ત્વની જીજ્ઞાસા છે. માટે કહ્યું જિજ્ઞાસા વ વિવેશ્વ, મમતા–નાશolધુમ મમતાનો નાશ કરનાર જિજ્ઞાસા અને વિવેક, એ સાધકની મોટામાં મોટી મૂડી છે. એવી મૂડી લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે છે. - જીજ્ઞાસા એટલે ? તત્ત્વને જાણવાની તાલાવેલી, અને તત્ત્વને જાણવાની ઇચ્છા અંદર તો થઈ પણ એમ તત્ત્વ પ્રાપ્ત ન થાય, યાદ રાખજો. વાંચવાથી બુદ્ધિને સંતોષ થશે, શબ્દોનો સંગ્રહ થશે, શબ્દોનો ખજાનો તમારી પાસે આવશે, બીજાને કહીને ઈમેસ કરી શકાશે, ઓરેટરી કરી શકાશે, પ્રવચનો આપી શકાશે, પણ અંદર ખાલી રહેવાશે, અંદર કશું જ નહિ. શબ્દો એકલાં શું કરશે ? શબ્દો કામ ન કરી શકે, તેના માટે અવસ્થા જોઇશે. એટલા માટે કહ્યું - આત્મજ્ઞાનનો તે સાચો ઇચ્છુક હોય. એક ઇચ્છા રહી, બાકી બધી ઈચ્છાઓ ગઈ. આત્માનો પ્રગટ અનુભવ કરવો છે, આત્માને જાણવો છે આવી રોમેરોમમાં ઇચ્છા જેને પ્રગટ થઈ છે તેને કહેવાય જીજ્ઞાસુ. રીપીટ કરીને કહું છું, આત્માને જાણવો છે, યથાર્થપણે અને સમ્યક પ્રકારે જાણીને અનુભવવો છે તેના માટે આ ક્રમ છે. પહેલાં જાણવાનું કામ થશે પછી અનુભવવાનું કામ થશે. સીધું અંદર કામ નહિ થાય. જાણ્યા વગર અનુભવ કરશો કોનો ? જાણ્યા વગર જે કંઈ અનુભવ કરશો તે કદાચ ખોટો હોય, યથાર્થ નહીં હોય, સમ્યક નહીં હોય. આવી રીતે આત્મજ્ઞાનનીઅનુભવ કરવાની તાલાવેલી, ઇચ્છા જેનામાં જાગી છે તેને કહેવાય છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ શું ક્રિયા કરે ? શું તેની કાર્યવાહી ? પહેલું કામ એ કષાયો ઘટાડે. જે કષાયો ઉત્પન્ન થાય છે તે કષાયોને ઘટાડતો હોય. અત્યાર સુધી કષાયોમાં તણાઈ જતો હતો, તે હવે તેમાં તણાતો નથી, તે સ્થિર રહે છે, કષાયોમાં જોડાતો નથી. કષાયો ઉત્પન્ન થવાનું કામ બંધ નહિ થાય પણ જોડાવાનું કામ બંધ થશે. કષાયો ઉત્પન્ન નહિ થાય તેવું ન બને, કષાયોનું દળ આપણી પાસે પડેલું છે તે સક્રિય થાય પણ જોડાવાનું કામ બંધ કરી શકાય. કષાયો ઉત્પન્ન થાય છતાં કષાયોમાં જોડાતો નથી તેવું કાર્ય નિરંતર કરે છે, તે બહુ મોટી સાધના છે. કોઈ આવીને એમ કહે કે ભાઈ ! તમારા જેવા માણસ તો દુનિયામાં નથી, તો હવે ભાઈને અંદર શું થાય છે તેની તે ભાઇને ખબર, પરંતુ તે વખતે કષાય ઉત્પન્ન થાય, અહંકાર થાય, આ કષાયો ઉત્પન્ન થાય એવા સંયોગોમાં પસાર થતી વખતે કષાયોમાં ન જોડાવું તેવી સાધના જિજ્ઞાસુ જીવ કરતો હોય. માત્ર શાસ્ત્રનું વાંચન કરે તે જિજ્ઞાસુ જીવ છે તે વ્યાખ્યા અધૂરી છે. કષાયોના પ્રસંગો તો જીવનમાં આવતા રહે પણ તે કષાયોને ઘટાડે. જગતમાં રહીને For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૫૭ સાધના કરવાની છે. સાધકો માટે જગતથી અલગ નવી દુનિયા, નવી વસાહતો ઊભી નહીં કરી શકાય. વસાહતો ઊભી કરશો ત્યાં પણ સંસાર આવવાનો. સંસારમાં રહીને જ્યારે કષાયો ઉત્પન્ન થાય ત્યારે તે કષાયોને ઘટાડવા તે જીજ્ઞાસુનું પહેલું કાર્ય છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે સુખ જો હોય તો સંસારમાં છે,જ્ઞાનીઓ તેને ભ્રમણા કહે છે. સંસારીનું સુખ બન્નેમાં, ભોગમાં અને પરિગ્રહમાં. કંચનમાં અને કામિનીમાં અને તેથી જ આ આરંભ અને પરિગ્રહ છે. ભોગ માટે પરિગ્રહ જોઈએ. પરિગ્રહ માટે આરંભ અને આરંભ માટે આયોજન જોઈએ, વ્યવસ્થા જોઈએ. તે માટે સાધનો જોઇએ અને સાધનો માટે કરેજ જોઈએ અને આરંભ કરવો પડે. આટલી મોટી જંજાળમાં સંસારીને રહેવું પડે છે કારણ કે સંસારમાં સુખ છે એમ માનીને તે ચાલે છે. જગતમાં કોઈને પણ પૂછો, થોડાં માણસોને બાદ કરી બધાને પૂછો, ભાઈ! સુખ શેમાં છે ? તેઓ કહેશે કે મૂર્ખ છો તેથી પૂછો છો ? સુખ તો સંસારમાં, પૈસામાં, ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં, પદાર્થો મેળવવા, સાચવવા અને સંગ્રહ કરવામાં છે, કોઈ માને નહિ તેને સીધો કરવામાં, ઠેકાણે પાડવામાં એમ જાતજાતના સુખો છે. તે વખતે ભાન ન થાય કે મારી આ ભ્રમણા છે. ખરેખર સંસારમાં સુખ નથી પણ સુખનું કેન્દ્ર બીજું છે. સુખની ધારા કોઈ બીજી જગ્યાએથી આવે છે. એવું સમજવું જોઈએ. એ સમજતાં સમજતા એને કંઈ જડી આવે. ઓહો ! સુખ તો મોક્ષમાં છે, ત્યારે મોક્ષ શબ્દ નજર સમક્ષ આવે છે. અત્યારે મોક્ષ શબ્દ ભ્રમમાં ઓધસંજ્ઞાએ, ટેવ મુજબ, ચાલુ પરંપરા મુજબ બોલીએ છીએ. હવે મોક્ષ શબ્દ જે આવ્યો તે સમજણપૂર્વક આવ્યો કે સંસારમાં સુખ નથી. સર્વ પ્રકારનાં અશુભ કર્મો અને સર્વ પ્રકારનાં શુભ કર્મો છેદીને પછી જ સુખ પ્રાપ્ત થાય, તેથી તે માટે તત્પરતા અને પ્રયત્ન આ બીજું કામ છે. કષાય ઘટાડવા એ પહેલું કામ અને શુભ અશુભ કર્મો છેદીને મોક્ષ મેળવવાની તત્પરતા જાગી છે, ને પુરુષાર્થ કરે છે તે બીજું કામ. પાપનો ક્ષય કરવાનો છે અને પુણ્યનો પણ ક્ષય કરવાનો છે. બંને આસ્રવો છે. જ્યારે મોક્ષ સંવર, નિર્જરાથી છે. આ પુણ્ય-ભૌતિક સુખ છોડવા જેવું એને લાગે છે. પ્રામાણિક રહો, દાન આપો, તપ કરો, મંદિરમાં જાવ, સમાજ સેવા કરો, લોકોનું ભલું કરો તેમ આખી દુનિયા અને દુનિયાના ધર્મો કહે છે. પરંતુ એક વાત મહત્ત્વની છે કે તેની ઉપર એક અવસ્થા છે, અને તે શુદ્ધ અવસ્થા છે. તેમાં ઝંપલાવવાનું છે એમ વીતરાગ દર્શન કહે છે. વીતરાગ દર્શન એમ કહે છે કે આ શુભ છોડી શુદ્ધમાં કૂદકો મારો. આવું કામ કરવાનો જેણે પ્રારંભ કર્યો છે અથવા હવે કરવાનો છે તેને અમે જીજ્ઞાસુ કહીએ છીએ. સંસાર અર્થે હવે જીજ્ઞાસુને કંઈ કરવું નથી અને બીજું સંસારના અર્થે તમે જે કંઈ પણ કરશો તે પણ કર્યતંત્રમાં જેમ નક્કી થયું હશે તેમ જ થશે. સૌને વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ બનવું છે. દર મહિને લાખો રૂપિયા રોકડા હાથમાં આવે. કેમ ન ગમે ? પરંતુ જીજ્ઞાસુને હવે ભવ-સંસાર અર્થે કંઈ કરવું નથી. જેટલો પુરુષાર્થ કરવો છે તે મોક્ષ અર્થે જ કરવો છે અને તેમાં દૃઢતાપૂર્વક વર્તે For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્રમાંક-૧૦૯ આ જીજ્ઞાસુ જીવોનું એક લક્ષણ. બીજો શબ્દ છે ખેદ. ખેદ શબ્દ બરાબર સમજી લ્યો. ખેદ એટલે નિસાસા કે નિરાશા નહિ, ખેદ એટલે હતાશા નહિ. ખેદ એટલે સમજવા અને જાણવા છતાં, કડવા અનુભવો થવા છતાં તેનો ત્યાગ થઈ શકતો નથી અને કહેવાય છે ખેદ. સમજવા કોશિશ કરજો. જાણ્યું તો ખરું, સમજાયું તો ખરું કે ભોગોમાં, વિષયોમાં અને સંસારમાં સુખ નથી, પદાર્થોમાં સુખ નથી. સંયોગોમાં સુખ નથી પણ તેનાથી છૂટી શકાતું નથી. આ કષાયો કરવા જેવા નથી, રાગ દ્વેષ કરવાં જેવાં નથી તે જાણું છું, છતાં કરું છું. જાણું છું કે બધા સ્વાર્થના જ સંબંધો છે પણ રાખું છું. ભોગોમાં સુખ નથી છતાં છૂટી શકાતું નથી. ખાતો જાય અને કહેતો જાય કે આમાં સુખ નથી એટલું જ નહિં પણ ખેદ થાય કે અરે જીવ! તે આટલું સાંભળ્યું, વાચ્યું, સત્ પુરુષોનાં ચરણોમાં રહ્યો, અધ્યાત્મ શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા, મંથન કર્યું અને છતાં પણ તારી આસક્તિ અને કષાયો છૂટતા નથી, મોહ છૂટતો નથી, રાગ દ્વેષ છૂટતાં નથી, એવી જે પીડા થાય, તેને કહેવાય છે ખેદ. ખેદ નિરાશા નથી. તમે કહો છો ને કે આ જાણીને મને ઘણો ખેદ થયો, એ ખેદ જુદો, તેની કવોલીટી જુદી. પરંતુ અહીં જે ખેદ શબ્દ વાપર્યો છે તેની કવોલીટી જુદી છે. પ્રાતઃકાળ થાય છે, કમળ ખીલે છે, ભમરો આવીને બેસે છે અને સ્વાદ લે છે. સ્વાદ લેતાં લેતાં તેમાં ડૂબી જાય છે, લીન થઈ જાય છે. સાંજે સૂર્યાસ્ત થાય છે અને કમળ બીડાઈ જાય છે. એ ભ્રમરના ડંખમાં શકિત છે, લાકડાં પણ કોતરી શકે છે, આવી શક્તિ હોવા છતાં તે મુલાયમ કમળને ભેદીને બહાર આવી શકતો નથી. હાથી આવે છે. કમળ પોતાના મુખમાં લે છે અને ભ્રમર તેમાં છુંદાઈ જાય છે. છૂંદાવા છતાં તેનામાં ગંધની આસક્તિના કારણે સમજણ આવતી નથી. હું જાણું છું પણ કરી શકતો નથી, પોતાની જાત પ્રત્યે ખેદ. પોતાની જાત પ્રત્યે ઠપકો આપવાની વૃત્તિ તે ખેદ. માટે જ તે માને છે કે સંસાર ખરેખર કલેશરૂપ છે. આ સંસાર ઊભો કરું છું સાચવું છું, સંભાળું છું. જ્યારે વરઘોડે ચડીને, વાજતે ગાજતે સંસાર માંડયો હશે ત્યારે ખુશખુશાલ, આનંદ આનંદ. પછી ધીમે ધીમે માલુમ પડ ગયા કે ફંસ ગયે. ન નીકળી શકાય કે ન રહી શકે. સંસાર પ્રત્યે ખેદ એટલે સમજવું કે ભોગો પ્રત્યે નિરસતા છે. છેલ્લી વાત, આના સંદર્ભમાં એક અદ્ભુત શબ્દ વાપર્યો છે. જે આપણી ગણત્રીમાં નથી. માત્ર દયા નહિ પણ અંતર દયા. દયા તો આખી દુનિયા કહે છે. દયા ઘરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટમેં પ્રાણ. આ દયાની પાછળ અંતર શબ્દ મૂક્યો છે. દયાના પ્રકાર છે. એક બહારની દયા, ભૂખ્યો, તરસ્યો, ઠંડીમાં ઠરતો, રોગથી પીડાતો, કલેશ કરતો, મુંઝાયેલો, કુટપાથ ઉપર જીવન પસાર કરતો, કંટાળેલો, થાકેલો, ઘરમાં અપમાનિત, તિરસ્કાર પામેલો, પહેરવા કપડાં નથી, For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૯ ખાવા અન્ન નથી, માંદો પડ્યો છે, દવા નથી, આવકનાં સાધનો નથી, ચારે તરફથી મુંઝાયેલો છે, તેના ઉપર દયા આવવી તે બહારની દયા. એટલા માટે ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું, ઠંડીમાં ઠરતો હોય તેને ધાબળો ઓઢાડવો, અસહાય હોય તેને સહાય કરવી. રોગીને દવા આપવી અને એટલા માટે હોસ્પીટલો છે. શિક્ષણ કેન્દ્રો, મોટી મોટી યોજનાઓ પણ છે. કરોડો રૂપિયા ખર્ચાય છે. શાસ્ત્ર એમ કહે છે કે આ જે દયા છે તે દ્રવ્ય દયા છે, બહારની દયા છે, પરંતુ કરવા જેવી છે, બીજી દયા, તે અંતરદયા છે. જગતનાં જીવો વારંવાર મોહના કારણે, અજ્ઞાનના કારણે, રાગ દ્વેષના કારણે દુઃખી થાય છે. કર્મથી બંધાય છે. સંસારમાં સપડાય છે. પરિભ્રમણ કરે છે. જન્મ મરણનું દુઃખ અનુભવતાં હોય છે. રાગ દ્વેષથી પીડાતા હોય છે, કષાયોમાં તણાતાં હોય છે, મોહના અંધકારમાં અથડાતાં હોય છે. એ બધામાંથી આ જગતનાં જીવો ક્યારે મુકત થાય? એ પ્રકારની દયા તેને કહેવાય છે અંતર દયા. જ્ઞાની પુરુષો જાણે છે કે અમને સુખ મળ્યું છે તે અમારા આત્મામાંથી મળ્યું છે, અમને સમાધિ મળી છે, તે અમારા આત્મામાંથી મળી છે, અમને આનંદનો ખજાનો મળ્યો છે, તે અમારા આત્મામાંથી મળ્યો છે. પરંતુ સાથે એમને એવો પણ ભાવ થાય છે કે જેવો ખજાનો અમારી પાસે છે તેવો ખજાનો જગતના સૌ જીવો પાસે છે પણ તેઓ પોતાના ખજાનાને જાણતા નથી, તેના કારણે દુઃખી થાય છે. તેવા દુઃખી પ્રત્યે જે દયા, તેને કહેવાય અંતરદયા. આ વાત જરા વિચિત્ર લાગે એવી છે. કોઈ ભૂખ્યો હોય અને માંગતો હોય, માબાપ એક રોટલાનો કટકો કે કંઈક પૈસા આપોને ? તમારી ગાડી ઊભી હોય ત્યાં હાથ લાંબો કરી કહેશે કે આપો ને સાહેબ ! પાંચિયું, આપણે કહીશું કે લે. દયામાં પણ છણકો. આ દયા કહેવાય? વૈભવશાળી હોય, ચમકતી લાખો રૂપિયાની ગાડી હોય, કરોડોનાં ઘરેણાં પહેર્યા હોય, ઠસ્સાથી બેઠો હોય, લોકો સલામ કરતા હોય, ઘેરી વળતા હોય, બાજુમાં પદ્મિની જેવી સ્ત્રી બેઠી હોય, ભોગોનાં સાધનો હોય, તેને જોઈ તમને એમ થાય ખરું કે આ પણ દયાને પાત્ર છે? કોઈ તેને કહે કે સાહેબ ! અમને તમારી દયા આવે છે. તો સાહેબ શું કરે ? એક તમાચો મારે ને ! મારી દયા ? મને ઓળખે છે કે હું કોણ છું ? લીસ્ટ તને આપું ? મારે આટલો ધંધો, આટલા નોકરો, આવી સરસ ગાડી, આ બાળકો, આ સંપત્તિ, તું શું તારા મનમાં માને છે ? દયા મારી ખાય છે ? પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે સમ્યગ્દર્શનથી રહિત છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દયાને પાત્ર છે અને સમ્યગદર્શનથી સહિત પુણીયો શ્રાવક એ ભક્તિને પાત્ર છે. શ્રેણિકરાજા ત્યાં જઈ માથું નમાવે છે. ભગવાન મહાવીર તો વંદન કરવા જેવા છે જ, પરંતુ આ પણ વંદન કરવા જેવો છે. આટલો મોટો સમ્રાટ તેના ચરણે માથું મૂકે છે. દરિદ્ર હોય, અંગ ઉપર ફાટેલાં કપડાં હોય અને ભોજન માટે સામગ્રી ન હોય પરંતુ અંદરમાં જો સમ્યગ્ગ દર્શન હોય તો જગતમાં તેના જેવો શ્રેષ્ઠ અને સુખી કોઈ નથી. સમ્યગ્દષ્ટિ આત્મા આવા ભૌતિક સમૃદ્ધિવાળા જીવને જોઈ વિચારે કે આ બિચારો ખોઈ બેઠો છે, એ કયારે પોતાના For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રવચન ક્રમાંક ૮૩, ગાથા ક્ર્માંક-૧૦૯ આત્માને જાણશે ? એવી લાગણી અંતરમાં અનુભવે તે છે અંતરદયા. સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઇ રહ્યો છે. સંત તુકારામે તેમની મરાઠી ભાષામાં એમ કહ્યું કે ‘સંસાર ત્રી તાપાચી સગડી'. સગડીમાં કોલસા નાખી પેટાવો તો ખૂબ જ લાગે. આવે. તુકારામ એમ કહે છે કે આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રણ તાપની સગડી છે. આવા ત્રણ તાપથી પીડાતા જગતના જીવોને જોઇને, પરમશાંતિનું ધામ પોતા પાસે છે છતાં એ જાણતા નથી એ પ્રકારની લાગણી થવી આને કહેવાય છે અંતર દયા. આને કહેવાય છે પ્રેમ, આને કહેવાય છે કરુણા, આને કહેવાય છે ભાવદયા. આવી ભાવદયા જેનામાં હોય તેને કહેવાય છે જીજ્ઞાસુ. એટલું નહિ પણ આ જાણ્યા પછી તેને એમ થાય કે હું પણ કર્મના બંધનમાંથી કયારે મુક્ત થાઉં ? મારા આત્માને બંધનમાંથી કેમ મુક્ત કરું ? અને જગતના બધા જ જીવો કર્મબંધનમાંથી મુક્ત બને, એવી ભાવના અંતરમાં થાય તેને કહેવાય છે અંતરદયા. કષાયની ઉપશાંતતા, મોક્ષની જ અભિલાષા, ભવનો ખેદ અને અંતરદયા, આ ચાર ગુણોસાધનો લઇ જીજ્ઞાસુ જીવ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે છે. આઘ્યાત્મિક વર્તુળમાં; આધ્યાત્મિક ઝોનમાં પ્રવેશ કરવાનો અધિકાર જીજ્ઞાસુ જીવને જ છે. પ્રત્યેક શબ્દ ખોલી ખોલીને સમજો. બીજો ઉપાય જ નથી. કેરીનો રસ છાલની અંદર હોય, ખુલ્લો તો હોય જ નહિ. છાલ સાચવવી અને જાળવવી પણ પડે. બજારમાં તમે જાવ ત્યારે છાલ સાથે કેરીનો રસ લેવો પડે. છાલ પાછી લે અને રસ આપો તેમ ન બને. શબ્દ એ છાલ છે અને અંદર ભરેલો રસ બ્રહ્મજ્ઞાન છે. એ છાલ તમારે લેવી પડશે ને ખોલવી પણ પડશે. કેરીને ઘોળી ઘોળીને રસ કાઢો છો અને અંતે છાલ ફેંકી દો છો, તેમ શબ્દોને સમજીને મૂકવાના છે અને ભાવને ગ્રહણ કરવાનો છે. જીજ્ઞાસુ જીવ ભાવને ગ્રહણ કરે છે. એ જીજ્ઞાસુ જીવને એક મોટું કામ હવે કરવાનું છે, હવે એ તૈયાર થયો, પાત્ર થયો, અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે તે ખબર નથી. એક બીજ જમીનમાં પડ્યું. તમને શું ખબર એ કેવી રીતે ખીલે છે ? આપણને ખબર પડતી નથી કે માના પેટમાં બાળક કઇ રીતે વિકાસ પામે છે. પૂર્ણિમાનો ચંદ્ર કેવી રીતે ખીલ્યો તે આપણને ખબર પડતી નથી. એમ સાધક જીવની યાત્રા કેવા ક્રમે થાય છે તેની આપણને ખબર જ નથી, જે યાત્રા કરે તે જાણે. જીજ્ઞાસુ જીવને સદ્ગુરુની પ્રાપ્તિ થાય જ. ધ્યાનથી સમજજો કે જગતમાં એવી ચેતનાઓ છે, તેઓનું કાર્ય આ જ છે. પોતાને કંઇ કરવાનું બાકી નથી. જેમ નદીના કિનારે નાવિક ઊભા જ હોય છે. તમે ગયા અને તુરત જ તમને નાવમાં બેસાડી સામે પાર લઇ જાય છે. એ જ તેમનું કામ છે, તેમ આ જગતમાં કેટલાક તારુઓ એટલે તારનારાઓ છે, તેઓ જીજ્ઞાસુઓને તારે છે. तिण्णाणं तारयाणं, बुद्धाणं बोहयाणं, मुत्ताणं मोअगाणं । આમ રોજ ગગડાઓ છો ને ? તારુ તારનાર, તેઓ તારક છે, તારે છે. તેમની ચેતનામાં એક કરુણાનો ભાવ છે કે ‘જગતના જીવો જન્મ અને મરણથી મુક્ત થવા માટે વીતરાગ પરમાત્માના ધર્મને પ્રાપ્ત કરે. ધર્મની સમજ અમારે એમને-જીજ્ઞાસુને આપવી છે, એ માટે – – For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૧ અમારું જીવન છે'. આવી ચેતનાઓ સાથે જીજ્ઞાસુઓ કનેકશન કરે છે. આ આંતરિક ઘટના છે. આંતરિક જગતમાં આવી રચના થતી હોય છે અને જીજ્ઞાસુ તથા સદ્ગુરુનું મિલન થાય છે, સંયોગ થાય છે, અનુબંધ થાય છે, ટ્યુનીંગ અને જોડાણ થાય છે. આ ચર્ચા છોડો કે સદ્ગુરુ છે કે નથી ? કેવા હોય ? કેમ ઓળખવા ? રહેવા દે, ભાઈ ! તું તને ઓળખ, પછી બધું થઈ પડશે. તું તૈયાર તો થા. ઘણી વખત સદ્ગુરુ તારા આંગણે આવ્યા અને તે તેને કાઢી મૂક્યા. શીરડીના સાંઇબાબા છે. તેમને એક ભક્ત ભોજન લેવા આવવાનું આમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું કે આવીશ. અને સવારે નવ વાગ્યે ભક્તના ઘેર ભોજન લેવા ગયા. એણે કૂતરાને આવતો જોયો અને ઠંડો મારી કાઢી મૂક્યો. પછી બપોરે બાર વાગ્યે ભિખારીનાં વેશમાં ગયા, તો કહ્યું કે, જા. અહીં જગ્યા નથી. સાંજના એક લંગડા માણસ તરીકે ગયા તો ત્યારે પણ કાઢી મૂક્યા. તે ભક્ત સાંજના પાછો બાબા પાસે ગયો કે મેં આપને કહ્યું હતું પરંતુ આપ પધાર્યા નહિ. તે કહે હું ત્રણ વખત આવ્યો હતો પરંતુ તે દંડા મારી કાઢી મૂક્યો. સદ્ગુરુ આવે છે પરંતુ તમે કાઢી મૂકો છો. સદ્ગુરુ નથી આવતા એમ કહેવું તે બિનજરૂરી ચર્ચા છે. જગતમાં આવી ચેતનાઓ છે, જે ચેતનામાં બે ભાવની ધારા છે. એક વીતરાગતા તરફની ધારા છે અને બીજી ભાવ કરુણાની ધારા છે. તેઓને બીજું કંઇપણ કરવાનું નથી. તેઓ સંસારના કિનારે ઊભા છે. પોતે તરી રહ્યા છે અને ત્યાંથી જે આવે તેને તારવા છે. તારવાનો અહંકાર નથી. કરવાનો ભાવ નથી, કર્તાપણાની બુદ્ધિ નથી. પોતાનાં વખાણ કરતા નથી કે ઓળખાણ આપતા નથી પણ હાથ લાંબો જો કરો તો પકડીને સામે કિનારે મૂકી આવે. આવું કાર્ય જેમના જીવનમાં સહજ રીતે થઈ રહ્યું છે એમને કહેવાય છે સદ્ગુરુ. કેવું ભાષણ આપે છે, કેવાં કપડાં પહેરે છે, એ લક્ષણ નથી. બારમાં ગુણસ્થાને પહોંચ્યા કે તેનાથી આગળ વધ્યા તેમજ તેવાં ગપ્પાં મારવાં તે તેમનું લક્ષણ નથી. સદ્ગુરુ આંતરિક અવસ્થા છે. પોતાને પોતે જાણ્યો છે. જે ખજાનો પોતાને મળ્યો છે એવો ખજાનો સૌની પાસે છે તેમ આંગળી ચીંધવાનું કામ કરવું છે. કોઈ કાળ એવો નથી કે જગતમાં સદ્ગુરુ કે સંતપુરુષ ન હોય. સદ્ગુરુ છે જ અને આવશે. તમારા આંગણે આવશે. સામે ચાલીને આવશે. મા કરતાં વધારે દયાળુ છે. જેમ બાળક ફરતું થાય, ચાલે, પણ પડે એવું લાગે તો મા દોડતી જાય. મા અનુભવી છે. બાળક ઊભું થાય તો ઊભું થવા દે, ઊભું થતાં પડે તો પડવા દે. ધીમે ધીમે ચાલતું હોય તો ચાલવા દે પણ ચાલતાં ચાલતાં પડી જાય તો દોડીને પકડી લે. મા બાળકની કેટલી કાળજી રાખે છે! તેમ સદ્ગુરુ પણ જીજ્ઞાસુની કાળજી રાખે છે. મા કરતાં પણ અનંત વાત્સલ્ય તેમના હૃદયમાં છે. પંઢરપુરમાં વિઠ્ઠોબાજી ઊભા છે. તેમની મૂર્તિ બહુ ભાવિક મૂર્તિ છે. તેઓ હાથ પહોળા કરીને ઊભા છે. સામે ચંદ્રભાગા નદી છે અને તેમાં ઊંડે સુધી પાણી છે. વિઠ્ઠોબાજીનો એક હાથ કેડ ઉપર છે અને તે કહે છે કે તું ચાલ્યો આવ. બહુ પાણી નથી. આ કેડ જેટલું જ પાણી છે. હું અહીં તારો હાથ પકડવા ઊભો છું. ચોવીસે કલાક હું તારું ધ્યાન રાખું છું. સદ્ગુરુ ઊભા છે. ચોવીસ કલાકની સર્વીસ છે એમની. બીજી વાત, સદ્ગુરુ મળ્યા સિવાય અને એ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્યાંક-૧૦૯ તમારો હાથ ન પકડે ત્યાં સુધી ગમે તેમ કૂદકા મારો તો યે મોક્ષ નહિ મળે. હું ગુસ્સાથી નહીં પણ બહુ પ્રેમથી કહું છું. જીજ્ઞાસુ બન્યા સિવાય આ અવસ્થા પ્રાપ્ત નહિ થાય. તમે જીજ્ઞાસુ બનો, જીજ્ઞાસુ બનશો તો કોક તમારો હાથ પકડશે. તમારા સદ્ગુરુ જ્યારે હાથ પકડે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહિ. કદાચ એવું બને કે હાથ પકડનારા ખોટા પણ હોય, પણ તમે જીજ્ઞાસુ હશો તો ખોટાએ હાથ પકડ્યો હશે તો તેમાંથી મુક્ત થઈ જશો. કદાચ અસગુરુના હાથમાં ભૂલમાં સપડાઈ ગયા હશો તો તમારું કોન્સીયસ બાઈટ થશે જ, અંદરથી અવાજ આવશે કે “કુછ કમ હૈ, કુછ કમ હૈ,” “ઉતાવળ નથી. આ જગ્યા બરાબર નથી' એમ તમારો અંતરાત્મા ડંખશે અને સદ્ગુરુ તમારી પાસે અવશ્ય આવશે. તમે જીજ્ઞાસુ બનો. જીજ્ઞાસુ જીવને શું થાય ? તેને સદ્ગુરુનો યોગ મળે જ. આ આધ્યાત્મિક ઘટના છે. જેમ કન્યા માટે વર શોધો છો ને ? ઠેક ઠેકાણે જુઓ છો. વર માટે કન્યા શોધતા હો તો કેટલાં ઠેકાણે જુઓ છો ? વ્યવહારમાં વર શોધો છો તેમ સદ્ગુરુને શોધો. સદ્ગુરુ મળે જ અને મળે તો ઓળખાણ પણ થાય અને હૈયું ભરાઈ જાય કે જેને શોધતો હતો તે મળી ગયા. મને પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થયા પછી તેનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દે છે. તે વખતે સદ્ગુરુ તેને જે આપે છે, આને કહેવાય છે બોધ. ચિલાતીપુત્રને ત્રણ શબ્દોમાં બોધ મળ્યો, ઉપશમ, સંવર અને વિવેક આ બોધ મળ્યો. ભગવાન મહાવીર જંગલમાં ગયા અને ચંડકૌશિક સાપને કહ્યું કે બુઝ, બુઝ,ચંડકોશિયા ! બસ, આટલું જ કહ્યું, બીજું બોલ્યા નથી. બોધ એટલે લાંબુ લેકચર આપવું પડે કે કલાકો સુધી ભાષણ આપવું પડે એવું નથી. બોધ વસ્તુ જ જુદી છે. બે શબ્દો પણ હોઈ શકે, મોન પણ હોઈ શકે. કંઈ પણ ન બોલે અને હાજર હોય ત્યારે અંદર ફીલીંગ થાય, અંદર ઘટના ઘટે, અંદર સળવળ થાય, અંદર ક્રાંતિ થાય અને ક્રાંતિ થાય તે વખતે તેને જે કંઈ મળે તે બોધ. આવા જીજ્ઞાસુ જીવને સગુનો બોધ થાય. બોધ એટલે જ્ઞાન નહિ પણ આંતરિક અવસ્થાનું સમ્યગ્દર્શન. તું આ છો, તું આ છો. તું તને ભૂલી ગયો છે. શુદ્ધોશિ, વૃદ્ધોરિ, નિરંગનોડસિ, સંસારમાયારિવર્તિતોરા તું આ છો, એમ હાથ મૂકી એક વખત બતાવે તત્વમસિ ! તે તું છો, એમ ઉદ્ઘોષણા કરીને જાગૃત કરે. જીવને ઉપદેશ આપે, બોધ થાય. બોધ તેને સુંદર અને પ્રિય લાગે, મંગળ અને કલ્યાણકારી લાગે. તેના પ્રત્યે ભાવ અને ભક્તિ થાય, તેના પ્રત્યે શ્રદ્ધા થાય. આને કહેવાય છે સમક્તિ. “તો પામે સમક્તિને આ તેર મણનો તો. આ ૧૦૮મી ગાથામાં જે વર્ણવ્યું છે તેવો થયો હોય તો સદ્ગુરુનો બોધ તેને પ્રાપ્ત થાય. લીંક સમજાઈ ૧૦૮મી ગાથાને યાદ કરો, તેને જાણો, તેને સમજો “તો પામે સમક્તિને’ આ પહેલું સમક્તિ અને આને શાસ્ત્રોમાં વ્યવહાર સમક્તિ કહ્યું છે. હજુ નિશ્ચય સમક્તિ, પારમાર્થિક સમક્તિ બાકી છે. અનુભવ બાકી છે. આત્મા સાંભળ્યો, જાણ્યો, અનુભવ્યો નથી. મુંબઈનું શબ્દોથી વર્ણન સાંભળ્યું, જાણ્યું, નક્શામાં જોયું, ગમ્યું, માન્યું પણ નજરે જોયું નથી. હવે આત્મા જાણ્યો, પ્રેરણા થઈ, ગમ્યો. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૬ ૩ અનુભવ્યો નથી, છતાં શ્રદ્ધા થઈ, તે પણ સમક્તિ છે, એક ઘટના છે. એટલા માટે પહ્માનંદજી આચાર્યે બહુ આનંદમાં આવીને કહ્યું કે .. तत् प्रति प्रीतिचित्तेन, येन वार्तापि हि श्रुता । તેના પ્રત્યે પ્રેમ લાવીને, આત્માની વાર્તા પણ જેણે પ્રેમપૂર્વક સાંભળી છે, એ નિશ્ચિત ભવ્ય હોવો જોઈએ, ભવ્ય સિવાય આ વાત સાંભળી નહિ શકે. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે, અરે ! અમે તમારા માટે આ ભેટ લાવ્યા છીએ. આ ખજાનો લાવ્યા છીએ. અહીં આવ ! સાંભળ તો ખરો ! આ તારી વાત તને કરવા અમે આવ્યા છીએ. કેટલો પ્રેમ ભર્યો છે ?! કેટલી કરુણા ભરી છે ?! કેટલી લાગણી છે ! તું સાંભળ અને લઈ જા ! “તો પામે સમક્તિને', આ છે વ્યવહાર સમકિત અને આવું સમકિત જ્યારે થાય ત્યારે તરત જ તેનું પરિણામ “વર્તે અંતર શોધ.” જીજ્ઞાસા થયા પછી સદ્ગુરુનો યોગ થાય અને બોધની પ્રાપ્તિ થાય. બોધની પ્રાપ્તિ થાય તેને કહેવાય સમ્યકત્વ. અને સમતિ થાય એટલે શું થાય ? “વર્તે અંતર શોધ'. અંતરની શોધમાં જવાનો એ પ્રારંભ કરે. હવે તેની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય. અંબાલાલભાઈની ટીકા જોઈ વાત પૂરી કરીએ. આવો જીજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદ્ગુરુ મળે. આ લીટી અંબાલાલભાઈની છે અને પરમકૃપાળુદેવે તે વાંચી છે. તેમણે એમ નથી કહ્યું કે હવે સદગુરુ થવાના જ નથી. સદ્ગુરુ મળે જ અને સાચા સદ્ગુરુ મળે. મળે એટલે બોધ આપે, તેમનો બોધ પરિણમે તો સાચી શ્રદ્ધા થાય તે વ્યવહાર સમક્તિ. ત્યાર પછી અંદર કામ ચાલુ થાય. પોતાના દોષ શોધી શોધીને અંતર શુદ્ધ કરવા માટે તેની પ્રવૃત્તિનો પ્રારંભ થાય એટલે તે અંતરાત્મા બને. અને અંતરાત્મા બની ચારિત્ર મોહનીયનો નિકાલ કરવાના કામમાં એ લાગી જાય. આ ઘટના તેના અંતરમાં ઘટે છે. ૧૦૯મી. ગાથામાં, “તો પામે સમક્તિને’ એમ શબ્દો મૂક્યા. ૧૧૦મી ગાથામાં, “લહે શુદ્ધ સમક્તિ” એવા શબ્દો મૂકયા. સમકિત પૂર્વે શુદ્ધ એમ શબ્દ મૂકયો. શુદ્ધ સમકિત એટલે નિશ્ચય સમકિત, પરમાર્થ સમક્તિ અથવા નિર્વિકલ્પ આત્મ અનુભૂતિ. તે જિજ્ઞાસુ જીવને, થાય સ ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ. આ અંદર થતી પ્રક્રિયા છે. જેમ બીજ જમીનમાં ગયું અને પ્રક્રિયા ચાલુ, અનાજ પેટમાં ગયું અને ફેક્ટરીનું કામ ચાલુ અને તે અનાજમાંથી અનેક પરિણામ થાય. બાળક ગર્ભમાં આવ્યું કે એનું કામ ચાલુ થઈ જાય. કબીરજી કહે છે કે નવ નવ માસ બનનકો લાગા. આ ચાદર વણવામાં નવ નવ મહિના લાગ્યા. માને પણ ખબર નથી કે બાળક અંદરમાં કેવી રીતે કામ કરે છે? કેવી રીતે મોટું થાય છે ? - જીજ્ઞાસુ જીવમાં અંદરમાં કામનો પ્રારંભ થાય પરંતુ બીજાને ખબર ન પડે કે ભીતર કયા હો રહા હૈ! જેને અંદર બોધ થાય, સમક્તિ થાય, તે શોધી શોધીને પોતાના દોષો અને ઊણપો For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્રમાંક-૧૦૯ દૂર કરે છે, તેને ખજાનો મળી જાય છે. ગટરમાં સોનાનો હાર પડી ગયો હતો, તે કાઢયો ને તુરત જ કાદવ કાઢવાના કામમાં લાગી જાય છે, તેમ આત્મા ઉપર લાગેલા મેલને ધોવાનું કામ ચાલુ થઈ જાય છે. આ મેલ ધોવાનું કામ જે ચાલુ કરે તેને કહેવાય છે વ્યવહાર સમક્તિ અને ધોવાનું કામ થયા પછી અનુભવ થાય તેને કહેવાય છે નિશ્ચય સમક્તિ. બહુ ધ્યાનપૂર્વક આ સૂત્રો લક્ષમાં લેજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૫ પ્રવચન ક્રમાંક - ૮૪ ગાથા ક્રમાંક - ૧૧૦ વર્તે સદ્ગુરુ લક્ષ મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ, લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. (૧૧૦). ટીકા : મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ અને પક્ષ નથી - ૧૧૦ આ ગાથામાં શુદ્ધ સમકિત કઈ રીતે પ્રાપ્ત થાય તેનું વર્ણન છે. જે સાધકો આ પ્રક્રિયામાંથી પસાર થયા છે, અનુભવ લીધો છે, અનુભૂતિ થઈ છે અને સાથે શબ્દનો યોગ પણ થયો છે, તે વખતે જે શબ્દો દ્વારા પ્રગટ થયું, તેમાં સાધકો માટે અનુભવમાં ઢળવાની પ્રક્રિયાનું વર્ણન છે. પહેલાં એક વાત કરી કે બીજ જમીનમાં જાય છે, આપણને ખબર નથી પડતી કે અંદરમાં શું થાય છે? જ્યારે અંકુર ખીલે ત્યારે આપણને ખબર પડે છે કે બીજે વિકાસ કર્યો, પછી તેનો છોડ થાય, કળીઓ આવે, ફૂલ ખીલે અને ફળ બેસે. સાધનાની પ્રક્રિયામાં બધો પ્રોસેસ કઈ રીતે થાય તે આપણે જાણતા નથી. પણ જે લોકો આ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તેમને અનુભવ થયો છે અને શબ્દોનો યોગ પણ થયો છે. અને એ શબ્દો દ્વારા જે પ્રગટ થયું તેને શાસ્ત્ર કહેવાય. સશાસ્ત્રોની રચના થતી નથી, સશાસ્ત્રો પ્રગટ થાય છે. રચના કરવી એ પંડિતો અને વિદ્વાનોનું કામ છે. સંતો રચના કરતા નથી. સંતો તો પોતાના અનુભવને વ્યકત કરે છે અને એ અનુભવ વ્યકત કરતી વખતે કેવી કેવી ઘટના થાય છે ? કેવી પ્રક્રિયા થાય છે ? શું બને છે તેનું વર્ણન સમજવું અને જાણવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે કેમ કે તેને પણ તે પ્રક્રિયામાં ઢળવું પડશે. જેમ કોઈ વિદ્યાર્થી પાસ થયેલા વિદ્યાર્થીને પૂછે છે કે તે કેવી રીતે અભ્યાસ કર્યો કે તું ઊંચા માર્કે પાસ થયો, આ તેનો અનુભવ પૂછે છે. કોઈ પ્રવાસે ગયા હોય તેની પાસેથી જનાર માહિતી પૂછે છે કે તું થાઈલેન્ડ જઈ આવ્યો અને મારે પણ જવું છે તો તેં શું શું કર્યું? પૂર્વ તૈયારી શું કરી? ત્યાં કેવું લાગ્યું ? વિગેરે. પૂછનાર બિનઅનુભવી છે અને જઈ આવ્યો છે તે અનુભવી છે, એ બન્ને વચ્ચે સંવાદ થાય છે, તાલમેલ થાય છે. બિનઅનુભવી પૂછે પણ ડહાપણ ડોળે એ ન ચાલે, આગ્રહ રાખે તે ન ચાલે. પોતાની સમજણ વ્યકત કરે તે ન ચાલે, હું નથી માનતો એમ કહે તે ન ચાલે, અનુભવી વ્યક્તિ જે અવસ્થામાં પસાર થઈ છે તેનો અનુભવ જેને તે અવસ્થામાંથી પસાર થવું છે તેને કામમાં આવશે. તેને કામમાં લાવવો છે તે માટે તેને નમ્ર બનવું પડે. સાધકની નમ્રતા એ સામાન્ય નમ્રતા કરતાં જુદા પ્રકારની છે. અનુભવની પ્રક્રિયા સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. સ્થૂળ ભૂમિકા ઉપરની નથી. એ ઘટના For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્રમાંક-૧૧૦ અતીન્દ્રિય ક્ષેત્રમાં ઘટી છે. એવી ઘટના જેમના જીવનમાં ઘટી છે એ મહાપુરુષોએ કરુણાને વશ થઈ ઉપદેશ આપ્યો છે. પરમકૃપાળુદેવ દ્વારા આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે, તેમણે રચના કરી નથી. તેમને સ્કુયું. અંદર હતું તે પ્રગટ થયું. અંદરમાં હોવું, બહાર પ્રગટ થવું, સાથે તેને શબ્દોમાં ઢાળવું, આ ત્રણે પ્રક્રિયાઓ સાથે થાય તે જ્ઞાનીનું કાર્ય છે, તે વિદ્વાનોનું કાર્ય નથી. આ ગાથાઓમાં એક પ્રક્રિયાનું વર્ણન છે, જેમાં સાધકને સદ્ગુરુ પ્રાપ્ત થાય છે. સાધક જીજ્ઞાસુ બને છે, તેને જાણવાની તાલાવેલી પ્રગટ થઈ છે, તેને જાણવું જ છે. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, जिज्ञासा च विवेकश्च, ममतानाशकावुभौ । (અધ્યાત્મ સાર. મમતાત્યાગાધિકાર ગાથા નં. ૨૭) જીજ્ઞાસા અને વિવેક બન્ને મમત્વનો નાશ કરનાર છે. અજ્ઞાનનો, મોહનો, અવિદ્યાનો નાશ કરનાર છે. શબ્દ સાંભળી લેજો કે જીજ્ઞાસા અને વિવેક મમતાનો નાશ કરે છે, અજ્ઞાન અને મોહને દૂર કરે છે, ભ્રમને દૂર કરે છે. પોતાના જીવનમાં થયેલ આસક્તિ અને પ્રમાદને પણ દૂર કરે છે. એવી જીજ્ઞાસા જ્યારે પ્રગટ થાય ત્યારે કષાય ઉપશાંત થાય, મોક્ષની જ ઈચ્છા રહે, ભવનો ખેદ રહ્યા કરે અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ, આ ચાર ગુણો પ્રગટ થાય અને એવા જીજ્ઞાસુને સદ્ગુરુનો યોગ પણ થાય જ. આમાં કોઈ જ શંકાનું કારણ નથી. જ્યાં સાકર પડી છે ત્યાં કીડીઓ આવવાની જ છે. સાકર તમારા કબાટમાં, કબાટની અંદરના ખાનામાં, ડબ્બામાં પડી છે, છતાં કીડીબાઈ ત્યાં પહોંચી જાય છે કારણ કે તેનામાં એ પ્રકારની સેન્સ અને સમજણ છે. તેમ સદ્ગુરુ જીજ્ઞાસુ પાસે આવશે ને આવશે જ. અને જ્યારે આવશે ત્યારે જીજ્ઞાસુને અંદર એક છબી દેખાશે, એક સંવેદન થશે, એક અનુભૂતિ થશે. જેમ મા આવે ત્યારે બાળકને એક પ્રકારની સંવેદના થાય છે, તેમ જીજ્ઞાસુને પણ સંવેદના થાય છે, આશા થાય છે, હાશ થાય છે કે હું જેને શોધતો હતો તે મને મળ્યાં. અપૂર્વ આનંદ છે. હજુ કંઈ થયું નથી, ઘટના ઘટી નથી, માત્ર સદ્ગુરુ આવ્યા છે અને મળ્યા છે. આકાશમાં વીજળી ગરજી રહી છે, વાદળાં બંધાણા છે, મોર ધરતી ઉપર ટહુકાર કરે છે, એમ કહે છે કે તમે આવો.જેમ વરસાદને મોર આહવાહન કરે છે કે તમે આવો, અમે તમારી પ્રતીક્ષા કરીએ છીએ તેમ જીજ્ઞાસુ સદ્ગુરુને આહવાહન કરે છે કે તમે આવો, અમે તમારી પ્રતીક્ષા કરીએ છીએ. જીજ્ઞાસુ બોલાવે છે તે નિરર્થક થતું નથી, તે નિષ્ફળ જતું નથી. સદ્ગુરુ આવે છે, મળે છે અને પ્રેમથી તેનો સ્વીકાર કરે છે. આ પ્રેમ ભાવાત્મક છે, પ્રેમમાં આસકિત નથી, મોહ, મમત્વ નથી, આગ્રહ નથી, સ્વાર્થ નથી. અંદર ન નિર્મળ, નિર્ભેળ, શુદ્ધ અને પરમ પ્રેમ છે. આવો પ્રેમ જ્યાં ઘટે છે, તેને કહેવાય છે. ગુરુ શિષ્યની સંધિ. સંધિ થાય છે એટલે જોડાણ થાય છે. પ્લગ જુદો, પીન જુદી, કંઈ થતું ન હતું પણ પ્લગમાં પીન નાખો કે પ્રવાહ ચાલુ. સદ્ગુરુ પ્લગ છે, જીજ્ઞાસુ પીન છે. એ બન્નેનો મેળાપ થાય છે પછી જે ઘટના ઘટે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૭ છે તે અદ્ભુત છે. શું ઘટે છે ? સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી પહેલી ઘટના સદ્ગુરુ બોધ આપે છે. બોધ જ્યારે આપે છે ત્યારે શબ્દો અલગ અલગ હોય છે પણ તાત્પર્ય એક હોય છે કે તારું સુખ તારી પાસે છે. તારો ખજાનો તારી પાસે છે તારો વૈભવ તારી પાસે છે. તું માત્ર ભૂલી ગયો છે. તેં કશું ખોયું નથી. આપ આપકું ભૂલ ગયા, ઇનસે કયા અંધેર ? સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર. આ સદ્ગુરુ એને યાદ કરાવે છે, એને સ્મૃતિમાં લાવે છે. જેમ મનોવૈજ્ઞાનિકની દૃષ્ટિએ કોઇ વ્યકિતને માથાની નસમાં નુકશાન થયું હોય અને પોતાનું નામ ભૂલી જાય અને કોઇ પૂછે તો યાદ ન આવે અથવા બીજું જ કહે, પછી ધીમે ધીમે ટ્રીટમેન્ટ મળતાં યાદ આવી જાય કે હા, આ મારું નામ છે. તેમ સદ્ગુરુ કહે કે તું શરીર નથી, ઇન્દ્રિયો નથી, તું પ્રાણ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું અહંકાર નથી, તું રાગદ્વેષ કે કષાયો નથી, તું વિકારો, વાસનાઓ કે વિકલ્પ નથી, તું કોઇનો માલિક નથી, તું જાતિ, વર્ણ કે કુળવાળો નથી. બધાથી જુદો તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. સદ્ગુરુના વચનથી તેને સ્મૃતિમાં આવે કે હા, હું આત્મા છું. આપણને આપણી સ્મૃતિ થાય તે સૌથી મોટી ઘટના છે. આત્મા આવા બોધને પ્રાપ્ત કરે તેને શાસ્ત્રો વ્યવહાર સમક્તિ કહે છે. જેનો અનુભવ કરવાનો છે તેનું સ્પષ્ટ ચિત્ર આવી ગયું છે. વ્યવહાર સમકિત એટલે કલીયર પીકચર. દર્શનમોહનીય-મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય તે ક્રોધ, માન, માયા, લોભ એમ કુલ પાંચ પ્રકૃતિનો ઉપશમ થયા પછી એને જેનો અનુભવ થવાનો છે તેનું લગભગ પીકચર બુદ્ધિમાં આવી જાય. આવું જે તત્ત્વ અને તેના પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક્ત્વ. સમજી લેજો કે અનુભવ થયો નથી પણ થવાનો છે. પ્રક્રિયામાં ઢળ્યો નથી પણ ઢળવાનો છે, અનુભૂતિ બાકી છે. અને એ અનુભૂતિ થાય તે અસલ સમકિત, જેને શાસ્ત્રો નિશ્ચય સમક્તિ કહે છે. સદ્ગુરુનો બોધ પ્રાપ્ત થયા પછી તેની સામે એક પીકચર આવ્યું કે આવો આવો આત્મા છે. આ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાળ આ બધા વચ્ચે જીવ દ્રવ્ય આવું છે, ચેતન તત્ત્વ આવું છે. તે દ્રવ્ય છે તેના અસંખ્યાત પ્રદેશો છે, તેના શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, ચારિત્ર વીર્ય વિગેરે અનંતા ગુણો છે અને તેની અનંતી પર્યાયો છે. તે બધાનું પીકચર કલીયર થઇ જાય ને તે થયા પછી તેનો સ્વીકાર જ્યારે થાય તેને કહેવાય છે શ્રદ્ધા. આવી શ્રદ્ધાને શાસ્ત્રોએ વ્યવહાર સમકિત કહ્યું છે. શાસ્ત્રો વાંચીને તમે પણ કહી શકશો કે આટલાં તત્ત્વો અને આટલાં દ્રવ્યો છે. આ દ્રવ્ય, ગુણ, પર્યાય છે. તમે બુદ્ધિશાળી હો અને બોલવાની ક્ષમતા હોય તો તમે પણ કહી શકો પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે અનુભવ કર્યો છે. એવો અનુભવ ન થાય ત્યાં સુધી તમે તેનાથી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્યાંક-૧૧૦ દૂર છો. એવો અનુભવ કઈ રીતે થાય ? સદ્ગુરુનો બોધ મળ્યા પછી તે પોતાના અંતર તરફ વળે. હવે એને ખબર પડી કે આ મારું ઘર છે. મારા ઘરમાં જાતજાતનો કચરો ભરાયેલો છે. અસ્તવ્યસ્ત અવસ્થા છે. પોતાનું ઘર હવે તેને સ્વચ્છ કરવું છે. દાસ રણછોડે, ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું ! દિલમાં દીવો રે કરો. આ રણછોડ નામના અભણ ભક્ત કહ્યું કે મારા ગુરુના કહેવાથી મેં મારું ઘર સંભાળી લીધું. ઘરમાં કેટલો બધો કચરો ભર્યો છે? કેટલી બધી અશુદ્ધિ છે? સાવરણો લઈ ઘર વાળવા માંડ્યું. વ્યવહાર સમક્તિ થયા પછી પોતાના દોષો દેખાય અને દોષો દૂર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય, તેને જ્ઞાનીઓએ અંતરાત્મ અવસ્થા-અંતર્મુખતા કહી છે. જીજ્ઞાસુ કરે શું? જીજ્ઞાસુ બોલ બોલ ન કરે, એ કહેવા ન નીકળે. જીજ્ઞાસુ થયો તેથી તેને ભાન થયું કે ઓહો ! આ ચૈતન્યદ્રવ્ય ઉપર કેટલો બધો મેલ ચડી ગયો છે? આટલા બધા કર્મો? આટલા બધા વિકારો, વિકલ્પો અને આવી હાલત ? એ ભાન થતાંની સાથે જ એ કામે લાગે છે, એ કામે લાગી જવું તેનું નામ સમ્યક ચારિત્ર. આપણામાં એટલે આત્મામાં જે કચરો છે તે જાણીને, કચરો કાઢી નાખવાના કામે લાગી જવું તે માટે અદ્ભુત શબ્દ વાપર્યો છે ‘વર્તે અંતરશોધ'. અંતર શુદ્ધ કરવા માટે એ પ્રવર્તે છે, કારણ અંતરાત્મા-અંતર્મુખ થયો અને જે પોતાનું નથી તેની તેને ખબર પડી ગઈ. જ્ઞાન જ પોતાનો સ્વભાવ છે. રાગ સ્વભાવ નથી, કષાય સ્વભાવ નથી, મોહ સ્વભાવ નથી, માયા સ્વભાવ નથી, વિકાર સ્વભાવ નથી. જે મારો સ્વભાવ નથી તે બહારનું છે તેને કાઢો. જે સ્વભાવ છે તેને જાળવો. સ્વભાવને જાળવવો અને વિભાવને દૂર કરવો એ પ્રક્રિયામાં સાધક ઢળી ગયો. - સદ્ગુરુ મળ્યા પછી પોતાનો મત અને માનેલું દર્શન છે તેનો આગ્રહ છોડી દે છે. પરમકૃપાળુદેવે ત્રણથી ચાર જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે “મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ. તેમની દૃષ્ટિએ સૌથી મોટું નડતર અથવા અવરોધ જો હોય તો મત અને દર્શનનો આગ્રહ છે, તેથી તે પરમાર્થ કે સિદ્ધાંત પામી શકતો નથી. આત્મશોધ કે અનુભૂતિ કરી શકતો નથી. બીજા અવરોધો છે તેની ના નહીં પરંતુ આના જેવો કોઈ અવરોધ નથી. શરૂઆતમાં મતાર્થી લક્ષણમાં પણ મતદર્શનનો આગ્રહ છોડવાનું કહ્યું અને અહીં ૧૧૦ મી ગાથામાં ફરી કહ્યું, “મત દર્શન આગ્રહ તજી, વર્તે સગુરુ લક્ષ, લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ' આખો સંસાર છોડી શકાય, અણગાર થઈ શકાય, દિગંબર અવસ્થા પ્રાપ્ત કરી શકાય, જંગલમાં રહી શકાય, માસખમણ વિગેરે તપ તથા સ્વાધ્યાય કરી શકાય, યમ, નિયમ, પ્રાણાયામ, હઠયોગ કરી શકાય પણ પોતાનો માનેલો મત અને પોતાનું માનેલું દર્શન તેનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ છે. મતદર્શનનો આગ્રહ ન છૂટે ત્યાં સુધી સ્વરૂપની અનુભૂતિ ન થાય. કોઈ કવિએ કહ્યું છે કે “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ' આખો ડુંગર તણખલાથી ઢંકાઈ ગયો છે. મત અને દર્શન એ તણખલાં છે અને તેને કારણે ચૈતન્યરૂપી ડુંગર ઢંકાઈ ગયો છે તો સાધક શું કરે? સાધક તેને ખસેડવા બળ અને હિંમત વાપરે. બાહ્ય For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૯ પદાર્થો તજવામાં ઘણી તાકાત વાપરવી પડે છે. લાખો રૂપિયાનું દાન આપવું તે સહેલી વાત નથી. આખી ચક્રવર્તીની સંપત્તિ છોડવી સહેલી વાત નથી, છતાં એ છોડી શકાશે પણ મત અને દર્શનનો આગ્રહ છોડવો મુશ્કેલ છે તેમ જ્ઞાની પુરુષો કહે છે. આ બાધા કરે છે, અવરોધ અને અંતરાય કરે છે. તમે કોઈને મળો અને પૂછો કે તમે કયા મતમાં છો ? કયાં દર્શનમાં છો ? અને પછી તમે તેને સાચો માર્ગ બતાવશો તો પણ તે પોતાનો મત અને માન્યતા છોડશે નહિ. - સદ્ગુરુ મળ્યા પછી શું પ્રક્રિયાનો પ્રારંભ થાય છે ? તે પ્રથમ પોતાનો મત માન્યતાનો આગ્રહ છોડી દે છે. વર્ષો પસાર થાય પણ આગ્રહ છૂટતો નથી. કોઈને મળો તો તે તુરત જ પૂછશે કે કોણ તમે ? સ્થાનકવાસી, દેરાવાસી કે તેરાપંથી ? કોણ તમે ? દિગંબર, તપાગચ્છવાળા કે ખરતરવાળા? ધરમપુરવાળા કે સાયલાવાળા કે અગાસવાળા? આ નવી દુનિયા છે. આ વાળા અને વાડા બહુ નડે છે. પછી તુલના કરે અને તુલનામાં પોતે પોતાને ભૂલી જાય છે. પોતાની અવસ્થાનું ભાન નથી રહેતું. દીકરો છોડવો હજુ સહેલો છે પણ પોતાનો મત છોડવો અઘરો છે. એ અનુભવ બધાને છે. સદ્ગુરુ મળ્યા પહેલાં મતદર્શનનો જે આગ્રહ હતો તે છોડી દે છે અને બીજું કામ એ કે જે કાંઈ સમજણ પ્રાપ્ત કરી છે તે સમજણને સદ્ગના બોધને લક્ષમાં લઈને બદલાવી નાખે છે. સમજાણું કંઈ આમાં ? આ પોતે ન રહ્યો, પણ “વર્તે સદ્ગુરુ લક્ષ' સદ્ગુરુના લક્ષે પોતે વર્તે છે. ધાર્મિક વિચારો પોતે કર્યા હોય, અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું હોય, મુનિનું સ્વરૂપ જાણ્યું હોય, પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જાણ્યું હોય અને સદ્ગુરુ મળ્યા પછી તેમનું મૂળ સ્વરૂપ જે છે તે જાણીને પોતાની સમજણમાં આ પ્રકારનો ફેરફાર કરે છે. સદ્ગુરુ પ્રાપ્ત થતાં અરિહંત અને સિદ્ધની આત્મદશા કેવી હોય ? તેઓ વીતરાગ છે તે વર્ણન સાંભળી, સમજીને પૂર્વે જે વર્ણન સાંભળેલ છે કે તેઓને ૩૪ અતિશયો છે, વાણીના પાંત્રીશ ગુણો છે, સમવસરણનું વર્ણન અને તેમની સભામાં ઈન્દ્રો આવે છે, પૂજા કરે છે, એમનું રૂપ અને સૌંદર્ય અદ્ભુત છે, તે બહારનું વર્ણન છે પરંતુ તેઓ વીતરાગ છે તે અંદરનું વર્ણન છે. આ વર્ણનની સાથે પોતાની સમજણ મેળવે. પછી પોતાની સમજણનો આગ્રહ છોડી દે. આટલું કામ કરે ત્યારે તે વ્યવહાર સમક્તિી કહેવાય. સદ્ગુરુ મળ્યા પછી તે શું કરતો હશે ? સદ્ગુરુ મળ્યા પછી એને હવે જીવવાનું છે, ચાલવાનું છે, કરવાનું અને વર્તવાનું છે, એમની આજ્ઞાને અનુસરીને પોતે હવે ચાલે છે. શબ્દ છે “ગુરુજીંતાણુવત્તબં” અત્યાર સુધી પોતાને ગમતું હતું, સમજતો હતો, ઇચ્છતો હતો, માનતો હતો તેમ કરતો હતો. હવે સદ્ગુરુ પાસેથી જે આજ્ઞા મળે તે પ્રમાણે કરે છે. આ પરતંત્રતા કે પરાધીનતા નથી પણ પોતાની વૃત્તિને બદલાવવા માટે સૌથી મોટું સાધન છે. સદ્ગુરુની આજ્ઞાને અનુસર્યા પછી સદ્ગુરુની ભક્તિ, ગુણસ્મરણ, એમનું ચિંતન, એમના વિચાર, આ પ્રક્રિયા નિરંતર ચાલે. તેને શાસ્ત્રોમાં વ્યવહાર સમક્તિ કહ્યું છે. વ્યવહાર સમક્તિ સામાન્ય બાબત નથી. આપણો પાયો તૈયાર નથી અને આપણે નિશ્ચયસમક્તિની વાતો કરીએ છીએ. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રવચન ક્રમાંક ૮૪, ગાથા ક્ર્માંક-૧૧૦ આત્માને જાણ્યો નથી અને સાક્ષીભાવની વાતો કરીએ છીએ. આત્માને તો પહેલાં જાણો, સાક્ષી કોણ રહેશે ? આ વ્યવહાર સમક્તિ તે નિશ્ચય સમક્તિ થવાનું અસાધારણ કારણ છે. નિશ્ચય સમક્તિ એટલે શુદ્ધ આત્મ તત્ત્વની પ્રગટ અનુભૂતિ. શબ્દ ખ્યાલમાં લેજો, શુદ્ધ આત્મતત્ત્વની પ્રગટ અનુભૂતિ, નિર્વિલ્પ અનુભૂતિ. આ નિશ્ચય સમકિતની અનુભૂતિમાં વ્યવહાર સમકિત કારણ છે માટે કોઇ જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન લેવું અનિવાર્ય છે. બારમા ગુણસ્થાન સુધી તેને અવલંબન જોઇએ. દશ ગુણઠાણા સુધી મોહનીય કર્મનો ઉદય હોય છે. આ વૃત્તિઓ કયારે જોર કરે કે ઉથલો મારે તે કહેવાય નહિ. મૂળ જગ્યા ઉપર લાવીને પણ મૂકી દે, કશું કહેવાય નહિ. આ વૃત્તિઓનો ભરોસો કરવા જેવો નથી. એ વૃત્તિઓને જો જીતવી હોય તો જ્ઞાની પુરુષના વચનના આશયનું અવલંબન કરતાં કરતાં અંદર શુદ્ધ આત્માના ઘોલનનો પ્રારંભ કરે. વ્યવહાર સમક્તિ પછી શુદ્ધ આત્માનું ઘોલન. ‘સહજાત્મ સ્વરૂપ-પરમ ગુરુ', આ મંત્ર નથી પણ ઘોલન છે. જરા સમજી લેજો. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એમ અંદર ઘોલન ચાલે છે કે સહજ આત્માનું સ્વરૂપ આવું છે એમ ઘોલન ચાલતાં ચાલતાં અંદર એક પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાને કર્મતંત્રની પરિભાષામાં મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયનો ઉપશમ કહે છે. તે વખતે આત્માનો પ્રત્યક્ષ અનુભવ અંદરમાં થાય. લોકો પૂછે છે કે આત્મા છે તો દેખાતો કેમ નથી ? નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ ? બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવસ્વરૂપ. ગુરુદેવ ત્યારે કશું બોલ્યા ન હતા પણ તેમણે આ ઠેકાણે કહ્યું કે તે એટલા માટે દૃષ્ટિમાં નથી આવતો કે દર્શનમોહનો ઉપશમ થયા સિવાય એ દૃષ્ટિમાં આવે તેમ નથી. દર્શનમોહનો જ્યારે ઉપશમ થાય ત્યારે પ્રત્યક્ષ અનુભવ થાય. એ અનુભવ વખતે વિકલ્પ, વિચાર, દ્વન્દ્વ, મૂંઝવણ, ચિંતા, ભય, ખેદ, આસક્તિ, મમત્વ, મોહ, મારાપણું, સંસાર, માન્યતા આ કશું જ હોતું નથી. માત્ર એક દૃઢ નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સાંભળો છો ? શું કહેવાઇ રહ્યું છે ? કોઇપણ જાતના વિકલ્પો નહિ. જેવું ચેતનતત્ત્વ છે તેવું જ અનુભવાય પણ લાંબો ટાઇમ આ અનુભૂતિ ટકતી નથી. ટચ થાય છે. પારસમણિ લોખંડને અડવું જોઇએ, ઘસવાની જરૂર નથી. વીજળીનો કરંટ એક ઝાટકે લાગે છે, લાંબો ટાઇમ ટકાવવાની જરૂર નથી. - સમક્તિના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકાર છે પણ અનુભવ તો એક સરખો જ થાય છે. કાળાદિની અપેક્ષાએ ભેદ થાય પણ અનુભવમાં કોઇ પક્ષ કે ભેદ નથી, કોઇ ઓછા વધતાપણું નથી. બાહ્ય ગમે તે અવસ્થા હોય છતાં અનુભવમાં ભેદ નથી. સ્વાદ એક સરખો જ છે. તેમાં કોઇ જાતિ, વર્ણ, વેશ કે આકૃતિ નથી. શુદ્ધાત્મા બધાથી રહિત છે. આ બધું આત્માથી બહાર છે. આ બધાને બાદ કરી, બધાથી રહિત અનુભવને નિશ્ચય સમક્તિ ક્યું છે. બધું જ બાદ કરી શકાશે પરંતુ અનુભવ કયારેય બાદ ન કરી શકાય. આત્માનો અનુભવ એક જ પ્રકારનો હોય. ધારો કે સો માણસો છે. તેમાં કોઇને ઉપશમ સમક્તિ, કોઇને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૧ ક્ષયોપશમ સમક્તિ અને કોઇને ક્ષાયિક સમક્તિ એમ જુદા જુદા પ્રકારનાં સમક્તિ હોઇ શકે પરંતુ બધાને અનુભવ તો એક જ પ્રકારનો થાય. નામ જુદા જુદા પડે છે. કોઇને દર્શનમોહનો ઉપશમ, કોઇને દર્શનમોહનો ક્ષયોપશમ અને કોઇને દર્શનમોહનો ક્ષય, પણ બધાને આત્માનો અનુભવ એક સરખો થાય. એ અનુભવ જુદો જુદો નથી. બધાને આત્માનો જ અનુભવ છે. આત્માના અનુભવમાં કોઇ પક્ષ નથી, કોઇ ભેદ નથી. એટલા માટે કહ્યું કે પક્ષ અને ભેદ બંનેને દૂર કરો. વ્યવહાર સમક્તિમાં ભેદ હોઇ શકે. કોઇ પારસનાથને માને, કોઇ આદિનાથને માને, કોઇ શાંતિનાથને માને. શાસ્ત્રોમાં પણ કોઇ આચારાંગ અને કોઇ સૂયગડાંગને માને, વચનો ભિન્ન ભિન્ન હોય અને સદ્ગુરુની આજ્ઞા પણ ભિન્ન ભિન્ન હોય, ભક્તિ કરવામાં પણ ભેદ હોય પણ નિશ્ચય સમ્યક્ત્વમાં આત્માનો જે અનુભવ થાય છે, તેમાં કોઇ પણ જાતનો ભેદ પડતો નથી. અંબાલાલભાઇએ લખ્યું છે કે દિગંબરપણું કે શ્વેતામ્બરપણું ત્યાં મટી જાય છે. ૧૧૦મી ગાથા અમારી અપેક્ષાએ અત્યંત મહત્ત્વની છે. દેરાવાસી, દિગંબર કે તેરાપંથી અથવા સ્ત્રી કે પુરુષનો આત્મા એક સરખો જ આત્મઅનુભવ કરે છે. ત્યાં અનુભવમાં ભેદ કે પક્ષ નથી. ત્યાં આત્મતત્ત્વ જેવું છે તેવું જ બધાને એકસરખું જ અનુભવમાં આવે છે. વ્યવહાર સમક્તિના કાળમાં, સત્પુરુષોના ચરણોમાં રહીને, સત્શાસ્ત્રોનું શ્રવણ કરી, મનન કરી, ચિંતન ઘોલન કરીને આવો આત્મા છે એવો નિશ્ચયમાં લીધો છે, સમજણમાં લીધો છે, બુદ્ધિમાં લીધો છે અને શ્રદ્ધામાં લીધો છે પરંતુ જ્યાં સુધી દર્શનમોહનો ઉપશમ ન થાય અને કોઇ માને કે મેં આત્મા જોયો છે તો સાહેબ ! એ ઠંડા પહોરનું ગણ્યું છે. માની લેજો કે અનુભવ થયો નથી. અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા. અનુભવ જ્યારે થશે ત્યારે તે જુદો હશે. લોખંડના દશ કિલોના ટુકડાને પારસમણિ અડે તો બધું જ લોખંડ સોનું થઇ જાય. થોડું સોનું અને થોડું લોખંડ એમ ન રહે. બધે એક સરખો જ સ્પર્શ થાય. આત્મા થોડો શુદ્ધ અને થોડો લિન એમ ન થાય. કોઇપણ જાતની ગરબડ અનુભૂતિમાં નથી. જેમ પારસમણિને અડ્યા પછી બધું જ લોખંડ કંચન થઇ જાય, તેમ દર્શનમોહનીયનો ક્ષય કે ઉપશમ થયા પછી તેને આત્માનો અનુભવ થાય. સમક્તિમાં ભેદ નથી. આવો આત્માનો અનુભવ થવો તે ધર્મ છે, આવો આત્માનો અનુભવ થવો તેનું નામ ધ્યાન છે અને તેનું નામ સમાધિ છે. ત્યાં કાંઇ જ ભેદ નથી. યાદ કરો એ પદ, ‘પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ....મૂળ મારગ સાંભળો જિનનો રે' આ જ્ઞાનાદિની શુદ્ધતા જ્યારે થાય ત્યારે તેમાં કોઇ જાતનો ભેદ રહેતો નથી. એવી અભેદ અનુભૂતિ જીવનમાં થાય છે. તમારે મોક્ષમાં જવું જ હોય તો આત્મઅનુભવ કર્યા સિવાય મોક્ષમાં નહિ જવાય. અનુભવ અહીં થશે પછી જ મોક્ષમાં જવાશે. વીતરાગ અહીં બનશો પછી ત્યાં પ્રવેશ મળશે. સમજી લો. જે અહીં વીતરાગ થાય છે તે મોક્ષમાં જઇ શકે છે. એવું નથી કે સિદ્ધશીલા પર જઇને For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્રમાંક-૧૧૦ વીતરાગ થવાય. વીતરાગ જેને થવું છે તેને આત્મ અનુભૂતિ કરવી પડશે. આત્મ અનુભૂતિ જેને કરવી હશે તેને નિશ્ચય સમક્તિ જોઇએ. નિશ્ચય સમકિત જેને લેવું છે તેને વ્યવહાર સમક્તિ દઢ કરવું પડશે અને વ્યવહાર સમક્તિ દૃઢ કરવા સદ્ગુરુ પ્રાપ્ત કરવા પડશે. સદ્ગુરુ પ્રાપ્ત કરવા હશે તેને જીજ્ઞાસુ બનવું પડશે અને જીજ્ઞાસુ બનવા, વ્યવહાર સમક્તિ પ્રાપ્ત કરવા, શ્રદ્ધાપૂર્વક આત્મતત્વનો સ્વીકાર કરવો પડશે. આવી ઘટનાઓનો જીવનમાં સ્વીકાર ન થાય ત્યાં સુધી કંઈ ન થાય. ગાથા ફરીથી યાદ કરીએ, “મત દર્શન આગ્રહ ત્યજી' સૌથી મોટી હિંમત આ મતદર્શનનો આગ્રહ છોડવા માટે જોઇશે. નહિ તો આ આગ્રહ નડશે. તમને આત્મઅનુભવ થશે નહિ અને ભ્રમમાં રહેશો. જેણે આત્માને જોયો, તેનો આગ્રહ છૂટી ગયો. મને આત્માનુભવ થયો છે અને હું કટ્ટર શ્વેતાંબર છું, એ બે શબ્દોનો મેળ પડતો નથી.બધા ભેદો અને પક્ષો મટી ગયા.બધી માન્યતાઓ અને બધા આગ્રહો પણ ગયા. આત્મ અનુભવ થવો તેનું નામ નિશ્ચય સમ્ય દર્શન, તે સાચું, ખરું, અસલ અને પરિપક્વ છે. હવે ખીચડી પાકી ગઈ, હવે કાચી નથી. કપાળુદેવ કહે છે કે હવે મોક્ષ માગવાની જરૂર નથી नादंसणिस्स नाणं, नाणेन विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ શ્લોક ૩૦) જ્ઞાન સવળું, ચારિત્ર સવળું અને તપ સવળું. લોટમાં ગોળ ભળે એટલે લાડવો ગળ્યો થઈ જાય. ગોળ ગળ્યો છે તેમ સમ્યગ્દર્શન પોતે સુંદર છે. એ જ્ઞાનને સુંદર બનાવે છે અને ચારિત્રને પણ સુંદર બનાવે છે. ૧૧૦મી ગાથામાં આવી અલૌકિક વાત પરમકૃપાળુદેવે કરી છે. આગળની ગાથાઓ ઘણી જ રહસ્ય ભરેલી છે. હું જ્યારે કહ્યું કે માત્ર પાઠ કરવાથી કામ નહિ થાય ત્યારે પાઠ છોડી દેવો તેવો અર્થ ન કરવો પણ પાઠ કે મંત્રજાપ યંત્રવત ન કરવો. યંત્રવત ન કરવું હોય તો તેના શબ્દોનું ભાવન કરવું. ભાવન કરવું એટલે પોતાના આત્માને તેનાથી વાસિત કરવો. આ વારંવાર પાઠ કરવાનો અર્થ આત્માને ભાવિત કરવો, એવી ગાથા ૧૧૧થી શરૂ થાય છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૭૩ પ્રવચન ક્રમાંક - ૮૫ ગાથા ક્રમાંક - ૧૧૧ પરભાવમાં જતી વૃત્તિને પલટાવો વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમક્તિ. (૧૧૧) ટીકા : આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમક્તિ છે. અત્યંત અંતરની ગહન સૂક્ષ્મ વાત આ ૧૧૧મી ગાથામાં છે. તેના વિવેચનનો પ્રારંભ થાય છે. બહારના સિદ્ધાંતો, બહારનાં સૂત્રો ઠીક ઠીક બુદ્ધિ હોય તો બરાબર સમજી શકાય છે. આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ અને એક એવા બિંદુ તરફ જઈ રહ્યા છીએ કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ બુદ્ધિના લેવલથી નહિ સમજાય, પણ એ સમજવા માટે અંતર પ્રજ્ઞા જોઈએ. શરીરમાં ચૈતન્ય છે, પણ ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેનું શરીર જાણતું નથી, ઈન્દ્રિયો જાણતી નથી અને ચૈતન્યમાં જે ઘટનાઓ ઘટે છે તેને મન પણ જાણી શકતું નથી. ઘટનાનું કેન્દ્ર અને પ્રાપ્ત થયેલ પરિધિ એ બે વચ્ચે ઠીક ઠીક અંતર છે. જ્યાં સુધી પરિધિ ઉપરથી વાત થશે, ત્યાં સુધી કેન્દ્ર સુધી પહોંચાશે નહિ. શબ્દો અને તર્ક આપણાં પોતાનાં નથી પણ ઉછીનાં છે, તેમાં આપણને રસ છે, તેનો આગ્રહ છે,તેનો આપણને અહંકાર છે અને તેના ઉપર મારાપણાનું લેબલ મારીને આપણે આપણી જાતને પંડિત, સ્વાધ્યાયકાર કહેવડાવીએ છીએ. ટાંકામાં પોતાનું પાણી નથી પરંતુ બહારથી ભરેલું છે તેમ આપણી પાસે પણ માથાના ટાંકામાં બહારથી ભરેલા શબ્દો છે. શબ્દો વિકલ્પો, આગ્રહ, મતાગ્રહ, માન્યતાઓ, વિવાદ, સંપ્રદાયો ઊભાં કરે છે. એક વખત આ શબ્દોનો મોહ છોડવો પડશે. કદાચ પદાર્થોની આસક્તિ છૂટશે પણ શબ્દોની આસકિત છોડવી ઘણી મુશ્કેલ છે. મારો કહેલ શબ્દ એ પરમ સત્ છે તેવો જે દાવો કરે છે તે સત્યથી હજારો માઈલ દૂર છે. પરમકૃપાળુદેવને અંતરમાં બનતી ઘટના અને અંતરમાં પ્રાપ્ત થતી એક અવસ્થા તરફ અંગુલીનિર્દેશ કરવો છે. પૂરેપૂરું કહી નહિ શકાય કે વર્ણવી નહિ શકાય પરંતુ અંદર જે બને છે તેને ઠીક પ્રમાણમાં સાધકે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આજથી જે ગાથાની શરૂઆત થાય છે તેની આ ભૂમિકા છે. જ્યાં સુધી આ વિચારણા ચાલે છે, ત્યાં સુધી તમારી સમજ, માહિતી, તમારો સંગ્રહ, જાણકારી બધું દૂર રાખશો તો મેળ પડશે. મોટા ભાગે તમે સાંભળતા નથી પણ તુલના કરો For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્યાંક-૧૧૧ છો. આપણે આપણને સાંભળીએ છીએ. જ્યાં સુધી તમે તમારું જ સાંભળશો ત્યાં સુધી તીર્થકર દેવ આવશે તો પણ તમે તેમને સાંભળી નહીં શકો. એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ. આ ઘટના જે ઘટે છે તે અંદરની છે, તેના તરફ જોઇએ. આ સૂત્રથી બહુ ચર્ચિત એવું સમક્તિ અથવા સમ્યગ્રદર્શનને સમજવાનો પ્રારંભ થાય છે. કોઈ પણ રીતે સમ્યગદર્શનની સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. તે સંપૂર્ણ આંતરિક ઘટના છે. જે વખતે અનુભવ થાય છે તે વખતે અનુભવ કરનાર હાજર નથી. કોઈ નોંધ કરનાર નથી. અનુભવ થયા પછી તે સ્થૂળ ભૂમિકા ઉપર આવે છે, ત્યારે એ અનુભવને સ્મૃતિમાં લાવવો પડે છે. એ કઠિન વાત છે. શાસ્ત્રનો પાયો, આધ્યાત્મિકતાનો પાયો, સાધનાનો પાયો આ સમક્તિ ઉપર ઊભો છે. તમે કહો છો કે વૃક્ષ માટે બીજ અનિવાર્ય છે. બીજ વગર કંઈપણ નહિ થાય. જેની પાસે બીજ છે તેની પાસે આખું વૃક્ષ છે. વૃક્ષ બીજમાં છુપાયેલું છે, તિરોભૂત છે. બીજમાં વૃક્ષ છે તેને ખીલવાની પ્રક્રિયા કરવાની છે. અંદર રહેલા બીજને ખીલવા આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે તેનું નામ સાધના. સાધક બીજને ખીલવા માટેની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સાધનાનો, આધ્યાત્મિકતાનો પાયો, જ્ઞાનનો આધાર, ચારિત્રનો આધાર, યોગ અને ધ્યાનનો આધાર અને વીતરાગતા તથા કેવળજ્ઞાનનો આધાર, પાયો તે સમ્યગ્દર્શન. ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર, તેના ૨૮મા અધ્યાયમાં, આ ત્રીશમી ગાથામાં પરમાર્થ નિર્ણય તીર્થંકરદેવે આપ્યો છે. नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा, अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ ३० ॥ આ સુપ્રીમકોર્ટનો નિર્ણય ફેરવી નહી શકાય. સમ્યગદર્શન વગર સમ્યજ્ઞાન હોઈ શકે નહિ. શરૂઆત દર્શનથી કરી. તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પહેલું સૂત્ર જ્યારે આવ્યું ત્યારે શરૂઆત સમ્ય દર્શનથી કરી. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. કોઈ કોઈ ઠેકાણે શરૂઆત જ્ઞાનથી કરી છે, પરંતુ અનુભવી એમ કહે છે કે સમ્યગદર્શન એ જ્ઞાનનો ભાગ નથી, એ શ્રદ્ધાનો ભાગ છે. જ્ઞાનને સ્વચ્છ કરવાનું કામ સમ્યગ્રદર્શન કરે છે. જ્ઞાન આપણી પાસે છે, પરંતુ સમ્ય દર્શન નથી. જ્ઞાન ઉપાધિ ઉત્પન્ન કરે છે. બહુ વિચિત્ર આ વાત છે, આટલું જ્ઞાન ન હોત તો જગતમાં આટલા મતભેદો ન હોત. ધર્મના નામે, તત્ત્વના નામે, દર્શનના નામે, ધ્યાનના નામે, યોગના નામે રોજ એક નવી દુકાનનું ઉદ્ઘાટન થાય છે. વ્યાપારીઓ એટલા વધ્યા છે કે ઘરાકો માટે તાણાતાણી થાય છે. માલ લીધા પછી ખબર પડે છે કે માલ બોગસ છે. લેનાર અને દેનાર પણ બોગસ છે. જ્ઞાન તો છે પણ એ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. તમને આશ્ચર્ય લાગશે, એ જ્ઞાનને પરિમાર્જન કરવાનું કાર્ય સમ્યગદર્શન કરે છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યગ્દર્શનની જરૂર છે. મને ખ્યાલ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૫ નથી આવતો કે તમને સમજાય છે કે નહિ ? પણ સમજવું તો પડશે. સમ્યગ્દર્શન નથી તેને સમ્યજ્ઞાન ન હોય. આ વાતનું પ્રમાણ છે. સો વર્ષ પહેલાં આ ધરતી ઉપર આવેલા પરમકૃપાળુદેવે ગાયું છે કે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. બહુ સ્પષ્ટ વાત કરી છે. જ્ઞાની પુરુષની વાત ગહન નથી પણ સ્પષ્ટ છે, સરળ છે. શબ્દનો ઉપયોગ કરવો પડે માટે કરે છે. એ શબ્દથી પર રહીને કરે છે. નવ પૂર્વ ભણ્યો હોય છતાં તે જ્ઞાની નથી, બધું અજ્ઞાન છે. અમે મતિકલ્પનાથી કહેતા નથી પણ આગમોની સાક્ષી આપી કહીએ છીએ. અમે કહીએ છીએ એમ નથી કહેતા પણ આગમો સાક્ષી છે. આ સત્ શાસ્ત્રો છે તે સાક્ષી છે. સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યગ્ જ્ઞાન ન હોય. સમ્યગ્ જ્ઞાન વિના ચારિત્ર ગુણ વિકાસ પામી શકે નહિ. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વીતરાગતા આ ગુણો છે. ગુણ એટલે આત્માની શક્તિ. જેમ સાકરમાં ગળપણ તેનો ગુણ છે, શક્તિ છે તેમ આ બધા ગુણો ચૈતન્યની શકિત છે. આ બધા ગુણો અને શક્તિઓ આત્મદ્રવ્યમાં છે. કોઇ દાબડામાં કિંમતી રત્નો ભર્યા હોય, તમને ખબર પણ ન હોય અને ચાવી ખોવાઇ ગઇ હોય અને કોઇ આવીને એમ કહે છે કે આ દાબડામાં કિંમતી રત્નો ભર્યા છે. તમે કહોને કે લાવો, ખોલો, અમને તો ખબર જ નથી. જ્ઞાનીપુરુષો દાબડામા રહેલ કિંમતી ખજાનાની માહિતી આપે છે ને તેની ચાવી પણ આપે છે. ત્યારે હૃદયમાંથી નીકળે છે. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શિષ્ય ગદ્ગદ્ થઇ જાય છે. હૃદય ભરાઇ જાય છે. આટલો મોટો ઉપકાર ! ‘શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન' તમે આપી આપીને શું આપશો ? છે શું તમારી પાસે ? નશ્વર નાશવંત પદાર્થો છે, તે પણ તમારા નહિ પણ માગી લાવેલા છે. અવસ્થા અંદરથી પ્રગટ થાય છે. ચારિત્ર શબ્દ બાહ્ય કર્મકાંડ નથી. ચૈતન્યનો બગીચો ખીલવો તેનું નામ ચારિત્ર. બગીચામાં ચંપાનો છોડ, જાઇ, ગુલમહોર, માલતી એમ જાતજાતનાં ફૂલો હોય છે. ચૈતન્ય એક બગીચો છે. કેટલા ફૂલોનો બગીચો ? શબ્દ છે, અનંત ગુણોનો બગીચો. नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा, अगुणिस्स नत्थ मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્રરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહિતને સકલ કર્મક્ષય રૂપ મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ પદની પ્રાપ્તિ નથી. બે શબ્દો અલગ પાડ્યા. મુકિત એટલે મોક્ષ ન હોય, તેને નિર્વાણ પણ ન હોય. નિર્વાણ એટલે રાગદ્વેષનું કાયમ માટે શાંત થવું. ભવભ્રમણ મટી જવું. માયાનો દીવો કાયમ માટે બુઝાઇ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ જવો. કાયમ માટે ફેંસલો થઈ જવો. આ બધાનો આધાર એક માત્ર સમ્ય દર્શન. આ ગાથાથી સમ્યગ્દર્શનનું મૌલિક સ્વરૂપ વિચારવાનો પ્રારંભ થાય છે. સમ્યગ્દર્શન આપવા લેવાની ચીજ નથી. સમ્યગ્રદર્શન ગાંઠિયાનું પડીકું નથી કે લો તમને આપ્યું. આજે તો તેની જાહેરાત પણ થાય છે કે આટલાને સમક્તિ આપ્યું. બીજા બધા ખેલ કરો પણ આ ખેલ રહેવા દો. સમ્યગ્દર્શન આવું હોઈ શકે નહિ. સમ્યગદર્શનની ઘટના ઘટે ત્યારે હાજર તત્ત્વ સદ્ગુરુ છે. શાસ્ત્રો પણ તે વખતે હાજર નથી. શાસ્ત્રોએ પહેલાં કામ કર્યું. જે આત્માનો અનુભવ તમને થવાનો છે, એ આત્મા કેવો છે તેની માહિતી સશાસ્ત્રો વાંચીને શ્રુત જ્ઞાન દ્વારા તમે માહિતી મેળવી લીધી છે પણ પ્રતીતિ થઈ નથી. સમ્યગદર્શનની ઘટના જ્યારે અંદર ઘટે છે, ત્યારે માત્ર પોતે અનુભવ કરે છે અને સદ્ગુરુ હાજર હોય છે. સદ્ગુરુ કંઈ પણ બોલતા નથી, મૌન છે. સદ્ગુરુ બોલ્યા વગર હાજર રહે છે અને શિષ્ય કહે છે, અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. સમ્યગદર્શન શું છે ? પરમાર્થ શું છે ? નિશ્ચય શું છે ? અથવા તો વાસ્તવિક શું છે? સમ્યગ્દર્શનની અનેક વાતો કર્યા પછી એક નિર્ણય ઉપર આવ્યા કે પરમાર્થથી તો સમકિત આ જ છે, એવો નિર્દેશ કર્યો છે એટલા માટે આને નિશ્ચય સમ્યગ્રદર્શન કર્યું છે. જૈનદર્શનની પરિભાષામાં એક પરિપાટી છે. જ્યારે કંઈપણ વાત કરે ત્યારે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી, પારમાર્થિક અને વ્યવહારિક, એમ બે રીતે વાત કરે. પાણી કેવું છે તો પારમાર્થિક અપેક્ષાએ પાણી શીતળ છે અને શિયાળામાં નહાવા માટે પાણી ગરમ કર્યું હોય તો વ્યવહારિક રીતે પાણી ગરમ છે. પાણી ગરમ દેખાય છે, તે પાણી એકલાનું કામ નથી, તેને અગ્નિનો સંગ થયો છે. આ સંસારમાં તમારા એકલાનું કામ નથી. તમને સંગ થયો, સંસારમાં લપેટાયા. આ સંસાર તમે ગળે બાંધ્યો છે. નાનકડા ઘડામાં કૂતરું પરાણે મોં નાખે પછી કેવી મૂંઝવણ થાય તેને નીકળવા માટે ? તમે મૂંઝાણા તો હશો જ, કારણ કે પરાણે મોઢું નાખ્યું ને ? કાંઠલો કોણ તોડે ? દંડો લઈને કોઈ કાંઠલો તોડવા આવે તો કૂતરું ભાગી જાય, તેમ સદ્ગુરુ માયારૂપી કાંઠલો તોડવા આવે છે. પણ તમે ઊભા રહો તો ને ! તોડવા દો તો તોડે ને ? આ પરમાર્થ શું છે ? પારમાર્થિક અવસ્થા શું છે? તેની વાત ૧૧૧મી ગાથામાં આવી રહી છે. સમ્યગદર્શનના નિસર્ગ સમ્યગદર્શન, બીજ સમ્યગ્દર્શન, વિગેરે ઘણા પ્રકારો છે. આ ગાથામાં પરમાર્થે સમક્તિ કહ્યું. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ. ૧૧૧ આ એક અદ્ભુત ગાથા છે. ઘણાં ઘણાં તથ્યો અને સત્યો આ ગાથામાં ધરબાઈને પડ્યાં છે. આ ગાથામાં ચાર ખંડ છે, ચાર ભાગ છે, ચાર અંશ છે. (૧) વર્તે નિજ સ્વભાવનો For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૭ અનુભવ. (૨) વર્તે નિજ સ્વભાવનો લક્ષ (૩) વર્તે નિજ સ્વભાવની પ્રતીત. (૪) વૃત્તિ વહે નિજ ભાવમાં, તો પરમાર્થે સમક્તિ. આ ચાર કટકા મળીને ગાથા છે. આ ઘટનાની સમાપ્તિમાં ‘વૃત્તિ વહે નિજ ભાવમાં.' લગ્ન પતી ગયા કયારે કહેશો ? હસ્તમેળાપ થાય ત્યારે. વૃત્તિ વહે નિજ ભાવમાં એ હસ્તમેળાપ. પૂછો કયારે મોક્ષ મળશે ? વૃત્તિ વહે નિજ ભાવમાં. ધ્યાન કોને કહેવાય ? તો વૃત્તિ વહે નિજ ભાવમાં. સાધના કોને કહેવાય ? ધર્મ કોને કહેવાય ? સામાયિક કોને કહેવાય ? પરમાર્થ કોને કહેવાય ? તો બધાનો જવાબ એક જ છે કે વૃત્તિ વહે નિજ ભાવમાં. આ મોટામાં મોટી ઘટના છે. વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ, વૃત્તિ એટલે ચેતનાની ધારા, વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે તીવ્રતા, વૃત્તિ એટલે જ્ઞાન. વૃત્તિ શબ્દ સાંખ્યદર્શનનો પણ છે. યોગનો પણ શબ્દ છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિોધ: I' ચિત્તવૃત્તિનો નિરોધ તેનું નામ યોગ એમ કહ્યું. પરમકૃપાળુદેવે અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મૂકયો છે. વૃત્તિ એટલે જ્ઞાનની ધારા, આંતરિક ધારા, ચેતનાની ધારા. ભાગવતમાં એક સરળ વાત કરી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ રાધાને થઇ. રાધાએ શું કર્યું? જે ધારા હતી તે ઉલટાવી નાખી. ધારા શબ્દ લખી ઉલટાવી નાખજો તો રાધા થશે. ધારાને ઉલટાવાની છે. આ કરવામાં અનંતકાળ ગયો. પરમકૃપાળુદેવે કહ્યું છે ને કે અનંતકાળથી આથડચો, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુસંતને, મૂકહ્યું નહિ અભિમાન. જ્ઞાનની ધારા તો છે પણ બહાર તરફ જાય છે, એને અંદર વાળવી છે. તેને વાળવા પ્રચંડ પુરુષાર્થ જોઇશે. કોઈ પૂછે કે તમે સાધના કરો છો એટલે શું કરો છો ? હજારો પ્રકારની સાધના કરતાં હો પણ એટલું જ કહેજો કે બહાર જતી ધારાને અંદરમાં વાળવા માટે મથામણ કરીએ છીએ. કેટલાં વર્ષો થઇ ગયાં પણ ધારા બહાર જ જાય છે. વારો રે કોઇ પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતાં જુઠ્ઠા બોલી થઇ, દે છે ધણીને આળ, વારો રે કોઇ પરઘર રમવાનો ઢાળ. આનંદઘનજીએ સંતોને નોતરું મોકલ્યું કે કોઇ આવોને ! ‘વારો રે કોઇ.' આ પરધર રમવાનો ઢાળ પડી ગયો છે. ઢાળ ગુજરાતી શબ્દ છે. ઢાળ ઉપર સાયકલ ચાલે તો પેડલ ન મારવું પડે, એની મેળે ચાલે, તેમ પરભાવમાં જવું આપણે માટે સડસડાટ છે-મંદિરમાં ઊભા ઊભા પ્રાર્થના કરીએ છીએ કે ‘દર્શનં દેવદેવસ્ય' પણ મનમાં થતું હોય કે શેરનું શું થયું? અરે ! કયાં પહોંચી ગયો ? તકલીફ નથી, એમાં ઢળી શકે છે. આ મારી વૃત્તિને, મારી પરિણતિને પર તરફ જવાની જે ટેવ પડી ગઇ છે તેને કોઇ રોકો. મને મદદની જરૂર છે. યશોવિજયજી મહારાજ જરા જુદા અર્થમાં કહે છે કે ‘જીવ લાગી રહ્યો પરભાવમેં, સહજ સ્વભાવ લખે નહિ અપનો' પોતાનો જે સહજ સ્વભાવ છે તે લક્ષમાં લેતો નથી. બાપ જેમ દીકરાને કહે છે તેમ જ્ઞાની પુરુષ આપણને કહે છે કે અલ્યા ! અમે આટલું કહીએ છીએ, For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રવચન ક્રમાંક – ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ તું કેમ લક્ષમાં લેતો નથી. શું લક્ષમાં લેવાનું ? “સહજ સ્વભાવ'. ચૈતન્યનો સ્વભાવ સહજ છે. આત્માનું સ્વરૂપ સહજ છે, ઘાટ ઘડવાના નથી. મોરના પીંછા રંગવાના નથી તેમ આત્માનો સ્વભાવ ઘડવાનો નથી. “લખે નહિ અપનો સહજ સ્વભાવને તું લક્ષમાં કેમ લેતો નથી? આવું કેમ થયું ? “પડીયો મોહ કે દાવમેં ' મોહના દાવમાં, કુંડાળામાં આવી ગયો છે. આ વૃત્તિ આજે કુંડાળામાં છે. આ જે આત્માની પરિણતિ, રુચિ, જ્ઞાનની ધારા વહે તો છે પણ પરભાવમાં. પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજ ભાવ તરફ વાળવી. એ વળી ગયેલી અવસ્થાને પરમાર્થે સમકિત કહે છે. આમાં સાથે કશું રાખશો નહિ, કયો માર્ગ તમારો? કયું શાસ્ત્ર તમારું? ક્યા કપડાં પહેરો છો ? અને કયો વેશ પહેરો છો ? જાતિ વેશનો ભેદ નહિ. કોઈ વળગાડ જ નહીં. હવે નવો શબ્દ નીકળ્યો છે વાળા. આ વાળા ને વાડા છોડવા પડશે. “વૃત્તિ વહે નિજ ભાવમાં આ સૌથી મોટી આધ્યાત્મિક ઘટના છે. જ્ઞાનની ધારા જે સતત પરભાવમાં વહી રહી છે, તેને ઊલટી કરીએ. કબીરજીએ કહ્યું, “ઊલટ ચલો, પહોંચ ગયે ! દેખતે રહે વો રહ ગયે.' આ ઊલટ ચલો એટલે જે વૃત્તિ પરભાવમાં જાય છે તેને ઊલટાવો. પ્રચંડ પુરુષાર્થ ઉલટાવવામાં જોઈએ. એક સાધુ મહારાજને પૂછ્યું કે દીક્ષા લીધાને કેટલાં વર્ષ થયાં ? તો કહે છત્રીસ વર્ષ થયાં. છત્રીસ વર્ષમાં શું કર્યું ? પંચિંદિય સંવરણો ચાલુ છે. તમે સમજ્યા કંઈ ? પાંચે ઈન્દ્રિયોને વિષય તરફ જતી રોકવી આ કામ છત્રીશ વર્ષથી ચાલુ છે પરંતુ હજુ સંવરણો થયું નથી. શંકરાચાર્યજીએ કહ્યું, વરિ ગત : તામવિજા: ઉંમર ગઈ પછી કામવિકાર કેવો ? એક એંશી વર્ષનો માણસ તેના ગુરુને કહેતો હતો કે મારા માથામાં એકલી સ્ત્રીઓ જ ભરી છે. એશી વર્ષની ઉંમરે તું આવી વાત કરે છે ? ભગવાન જ્યારે ભજીશ ? હજુ ઈન્દ્રિયો, વિષયો તરફ!' પંચિંદિય સંવરણો’ હજુ પહોચ્યા નથી. તારી વૃત્તિને અંદર વાળ. “વૃત્તિ વહે નિજ ભાવમાં' આ કઈ રીતે થાય ? શું પ્રક્રિયા છે એની ? શું રીત અને પદ્ધતિ છે ? તેના માટે આપણે થોડા સૂત્રો જોઈએ. પહેલું સૂત્ર – “વર્તે નિજ સ્વભાવનો અનુભવ' ઇન પ્રેઝન્ટ વર્તમાનકાળ છે, ભૂતકાળ નથી. વર્તે-વહે છે. વર્તમાનમાં અનુભવ કરી રહ્યો છે. શેનો ? નિજ સ્વભાવનો. તે માટે (૧) યથાપ્રવૃત્તિકરણ' એટલે તીવ્ર વૈરાગ્યનો પરિણામ, આ પહેલી ઘટના. (૨) અપૂર્વકરણ એટલે ગ્રંથિ સુધી આવીને ગ્રંથિને ભેદવા પુરુષાર્થ કરે અને ગ્રંથિભેદ પછી (૩) અનિવૃત્તિકરણમાં જ્યારે દાખલ થાય ત્યારે વચમાં અંતરકરણની પ્રક્રિયા થાય, પછી અંતરકરણમાં પ્રવેશ કરે ત્યારે દર્શનમોહનીય અને અનંતાનુબંધીના ચાર કષાય આ પંચક એટલે પાંચે પાંચ પ્રકૃતિનો બિલકુલ ઉપશમ થઈ ગયો હોય, એક પણ દલિક કામ કરતું ન હોય. દલિકો સત્તામાં પડ્યા છે પણ તે સક્રિય નથી. કશું કરતાં નથી. એવો પ્રચંડ પુરુષાર્થ થયો કે દર્શનમોહનીયનો આખો જથ્થો For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૯ સામે પડ્યો છે ખરો, પણ કશું કરતો નથી. એ કરતો નથી એવો જે અંતરકરણનો કાળ અને આ બાજુમાં ચૈતન્યની જાગૃતિ થઈ, પાંચ પ્રકૃતિ કામ કરી ન શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગયો, એવી અવસ્થામાં નિજ સ્વભાવનો અનુભવ થાય. જરા ધીરજથી સમજજો. આ કશી સાધના, ક્રિયા કે પ્રક્રિયા નથી. કોઈ સાધન નથી. બધી સાધનાઓ શાંત, બધી ક્રિયાઓ શાંત, બધા વમળો શાંત, બધું શાંત. દર્શનમોહનો આખો જથ્થો અક્રિય-શાંત એવો પિરિયડ અને બીજી બાજુમાં સજગતા છે, જાગૃતિ છે. તે વખતે મોહ પણ શાંત. કષાયો પણ શાંત અને વિકારો પણ શાંત, આ બધા શાંત. પરભાવમાં જે જ્ઞાન રોકાયેલું હતું તે ત્યાંથી છૂટું કરીને આખો જ્ઞાનનો જથ્થો સ્વભાવ તરફ વળ્યો. જાણે જગત કે સંસાર છે જ નહિ. અહંકાર છે જ નહિ, શબ્દો છે જ નહિ. માત્ર નિજ સ્વભાવ. આવો જે નિજ સ્વભાવ, તેમાં વર્તવું, તેને પરમકૃપાળુદેવ સમકિત કહે છે. આ એક ઘટના છે. અંબાલાલભાઈએ ટીપ્પણી લખી છે, આત્મસ્વભાવનો જે અનુભવ,લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે. ત્યાં પરમાર્થે સમક્તિ છે. આથી વધારે ટીપ્પણી અંબાલાલભાઈ લખી શક્યા નથી પણ ટીપ્પણીને આધારભૂત બનાવી શકાય. અહીં મુખ્યત્વે પરમાર્થ સમકિત એટલે નિશ્ચય સમકિતની વાત છે. વૃત્તિ વહે નિજ ભાવમાં અને નિજ સ્વભાવનો અનુભવ આ આંતરિક પ્રક્રિયા છે. દર્શનમોહનો ટોટલ જથ્થો ૭૦ ક્રોડા ક્રોડી સાગરોપમનો હતો તેમાંથી ૬૦ ક્રોડા ક્રોડી સાગરોપમ રદ કરી નાખે છે. આ કર્મગ્રંથની પરિભાષા છે. હવે રહ્યો એક ક્રોડા ક્રોડી સાગરોપમનો જથ્થો, તેમાંથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કર્યો અને તે પણ સક્રિય ન રહે. હાજર છે પણ સક્રિય નથી, એકશન નહિ. એ જે અવકાશ થયો તેમાં જે અનુભવ થયો તે નિજ સ્વભાવનો અનુભવ પોતાના નિજ સ્વભાવમાં વર્તે, અનુભવ કરે' એ ધ્યાન. અનંતકાળમાં પોતે આત્મા હોવા છતાં પોતાનો અનુભવ પોતાને થયો નથી અને એવો અનુભવ દર્શન મોહનીય શાંત થતાં થયો. વર્તે નિજ સ્વભાવનો અનુભવ એ ઘટના અંદર ઘટી. ઘટના અંદર ઘટે છે. કઈ ઘટના ? ચિત્ર સ્પષ્ટ કરજો. બુદ્ધિના જે વાંધા સાંધા છે તે કાઢી નાખો ને બુદ્ધિને કહો કે જરા જ. - નિજ સ્વભાવ જે સહજ સ્વભાવ છે તે પોતાના સહજ સ્વભાવનો અનુભવ વર્તે છે. તે અનુભવમાં શબ્દો, શાસ્ત્રો, મંત્રો કંઈ જ નથી, માત્ર નિજ સ્વભાવ. સમજાય તો સમજવા કોશિશ કરજો. સમ્યગ્ દર્શનમાં એનું જે જ્ઞાન છે, તે જ્ઞાનનું શેય નિજસ્વભાવ છે, પર પદાર્થ નથી. હું શું બોલ્યો ? આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે તેના જ્ઞાનનું શેય નિજસ્વભાવ છે. કોઈ પૂછે કે શું જાણો છો ? ત્યારે તમે એમ કહો કે ઘણું જાણીએ છીએ, આ ઘણું જાણીએ છીએ એ ઉપાધિ છે. જ્યારે તમે એમ કહો કે અમે નિજ સ્વભાવ સિવાય કંઈ જાણતા નથી, તો સમક્તિ. અત્યારે તો તમે નિજ સ્વભાવ સિવાય ઘણું જાણો છો. અહીં માહિતી, જાણકારી, For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્રમાંક-૧૧૧ અભ્યાસ નહિ પણ અનુભવ વર્તે છે. ગંભીર મુખ કરીને કહે કે આત્મા જન્મતો નથી, મરતો નથી, આત્મા ખાતો પીતો નથી. રાત્રે અગિયાર વાગે ફાઇવસ્ટાર હોટેલમાં બેસી ખાતો હોય અને પૂછીએ કેમ આમ ? તો કહેશે સાક્ષીભાવે ખાઈએ છીએ. આ સાક્ષીભાવ ફૂટી નીકળ્યો. રાત્રે અગિયાર વાગ્યે તને શું સૂઝયું ? અને ફાઇવસ્ટાર હોટલમાં ? કોણ ખાય છે ? ખાનારો અને જોનારો જુદો છે, એમ કહેશે. તો જોનારો અગિયાર વાગ્યે ત્યાં શું કામ જુએ છે? જોવું હોય તો અંદર જો ને ! પરમકૃપાળુદેવે બધા વાંધા કાઢી નાખ્યા. તેમણે કહ્યું કે વર્તે નિજસ્વભાવનો અનુભવ - આને સમક્તિ કહેવાય. તમને તમારા સ્વભાવનો અનુભવ થયો હોય તો, નમસ્કાર-વંદન, પણ ન થયો હોય તો સમક્તિી છીએ તેવો દાવો ન કરશો. અમે ફલાણાવાળાં છીએ. આ વાળામાં સમક્તિ પેસી શકતું નથી. નિજ સ્વભાવમાં સમક્તિ વસે છે. “સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાઉમેં, જીવ લાગી રહ્યો પરભાવમેં.' એમ કહ્યું કે સમક્તિ ન થયું હોય પણ પોતે માની લે કે અમને સમક્તિ થયું છે બાર અને પંદર મિનિટે. જ્યારે સમક્તિ થયું ત્યારે ઘડિયાળ મેળવી હતી ? આવાં કહેવાતાં સમક્તિની વાત નથી. એક વખત સમક્તિ થયા પછી એટલે નિજ સ્વભાવનો અનુભવ થયા પછી એ જે સ્વાદ લીધો, મઝા માણી, લ્હાવો લીધો, એ જે આનંદ માણ્યો, એ જે અમૃત પીધું, એ જે રસાયણ પીધું, એ અનુભવ કર્યા પછી તેને એમ જ થાય છે કે આ અનુભવમાં જ સ્થિર રહેવું છે પણ સ્થિર થાય નહીં તેનું કારણ ચારિત્રમોહનો જથ્થો વળગેલો છે, એના કારણે એ જ્યારે સક્રિય થાય ત્યારે અંદર ડામાડોળ થવાથી વૃત્તિ ચલ વિચલ થાય છે ત્યારે અનુભવ કરનાર એમ કહે છે કે એ જે મઝા, આનંદ, ખુમારી ઓર જ હતી. હવે ડામાડોળ થવા લાગ્યો છે, તે વખતે એમ થાય કે ફરીથી એ અનુભવ કયારે થશે ? એને કહેવાય લક્ષ. અનુભવ પછી શબ્દ આવ્યો લક્ષ. અનુભવ કર્યા પછી ચારિત્ર મોહનીયના દલિકો ઉદયમાં આવ્યાં એટલે અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. પણ મઝા અને આનંદ અનુભવમાં જ છે એમ લક્ષ રહ્યાં કરે છે. સૂરતની ઘારી ખાધા પછી ઘેશ ખાવાનો વારો આવે તો ઘેશ ખાય છે ખરો, પણ મજા ન આવે. થાય કે ખાવા જેવું તો ઓલું છે, પરંતુ લમણે હાથ મૂકી ઘેશ ખાવી પડે છે. - નિજ સ્વભાવનો અનુભવ કર્યા પછી જયારે પૂર્વના બળવાન સંસ્કાર સક્રિય થાય અને એને ડામાડોળ કરે ત્યારે કોઈ પણ હિસાબે જે નિજ સ્વભાવનો અનુભવ કર્યો છે તે જ અનુભવમાં ફેર જવા જેવું છે એવું લક્ષ અંદરમાં રહ્યા કરે, એ પણ સમ્યગ્દર્શનની એક ઘટના છે. આટલી વાત, સમજાય કે ન સમજાય, પરંતુ આ સમજવું જ પડશે. અમે વધારે શું કહીએ? અમે દમદાટી ન આપીએ કે સમજવું પડશે. સમજવાનું કામ તમારું છે. આ ૧૧૧મી ગાથામાં સંપૂર્ણપણે આંતરિક પ્રક્રિયાની વાત છે. સમ્યગ્રદર્શનથી કેવળજ્ઞાન સુધીનો નેશનલ હાઈ વે. સમક્તિથી શરૂઆત અને કેવળજ્ઞાનમાં સમાપ્તિ. આ શિષ્ય કેવળજ્ઞાન લઈને જ રહેશે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૧ સમક્તિથી ઉપાડ થાય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે જ કરે. એક શબ્દ લક્ષ અને બીજો શબ્દ છે પ્રતીત. ભૂલમાં કરંટને આંગળી અડે અને પૂછીએ કે શું થયું ? કહેવું પડે કે પ્રતીતિ. કડક મીઠી ચાનો ઘૂંટડો લીધો તો ઘણા લોકો કહેશે વાહ ! સ્વર્ગ જેવું સુખ માણ્યું એક ઘૂંટડામાં. તેમ એક વખત આત્માનો અનુભવ કરે તો જગતનો કોઈ અનુભવ ગમે નહિ. બધું ફિક્કુ લાગે, માટે સમ્યગ્દષ્ટિ એમ કહે છે કે અમને ઇન્દ્રપદ જોઇતું નથી અને ચક્રવર્તીની સાહ્યબી પણ જોઈતી નથી. “ગઈ દીનતા સબહિ હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં'. ભગવાન! આપે આ સમ્યગ્દર્શન આપ્યું એટલે બીજું કંઈ જ ગમતું નથી. ફરી ફરીને ત્યાં, ફરી ફરીને ત્યાં, કારણ કે એવો સ્વાદ મળ્યો અને અવર્ણનીય અનુભવ મળ્યો. પ્રતીતિ થઈ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્રમાંક-૧૧૧-૧ પ્રવચન ક્રમાંક - ૮૬ ગાથા ક્રમાંક - ૧૧૧-૧) પરમાર્થે સમકિત વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. (૧૧૧) સ્પષ્ટતાપૂર્વક સમ્યગદર્શનની ઘટનાને જેટલા ઊંડાણમાં જઈને સમજી શકાય એ સમજવાનો પુરુષાર્થ જીવે કરવાનો છે. પહેલાં સમજણ આવશે તેથી જ્ઞાન સ્વચ્છ થશે, એમાંથી દઢ શ્રદ્ધા થશે, પછી પ્રક્રિયામાં ઢળશે અને પ્રક્રિયામાં ઢળ્યા પછી દર્શનમોહનીય નામનું વિરોધ કરનાર, વિક્ષેપ ઉત્પન્ન કરનાર, બાધા ઉત્પન્ન કરનાર, અવરોધ કરનાર જે કર્મ, તેનો ઉપશમ થશે ત્યારે જે કંઈ અનુભવ થાય તે સમ્યગ્દર્શન. જેમ નોટ ઉપર રીઝર્વબેંકની છાપ પડી ગઈ, પછી ચલણમાં આવશે, છે તો કાગળનો કટકો પણ ગવર્નરની સહી થઈ એટલે એ ચલણમાં આવી, તેમ એક વખત સમ્યગ્દર્શનની છાપ જેને પ્રાપ્ત થઇ, એ મોક્ષમાર્ગના ચલણમાં આવ્યો કહેવાય. તે પહેલા કોઈ ગમે તેટલી સાધના કરે તેને જ્ઞાનીએ સંમત કરી નથી. પરંતુ જ્ઞાનીએ એમ જરૂર કહ્યું છે કે તે મંદ શુભભાવ છે. સમ્યગ્દર્શન પછીનો શુભભાવ અને સમ્યગદર્શનની ગેરહાજરીમાં થયેલ શુભભાવ એ બંનેની ગુણવત્તામાં ફરક છે. સમ્યગ્રદર્શન થયું હોય તે વખતનો શુભભાવ વિશિષ્ટ કોટિનો હોય અને સમ્યગદર્શન પહેલાનો શુભભાવ મંદ કોટિનો હોય. સમ્યગ્દર્શન અશુદ્ધને રોકે છે, શુભને ઉત્કૃષ્ટ બનાવે છે અને શુદ્ધ તરફ લઈ જાય છે. આ ત્રણે કામો સમ્યગદર્શનમાં થાય છે. એક વખત સમ્યગ્દર્શનનો પ્રગટ સ્વાનુભવ થયા પછી તેની ઝંખના, તેની તાલાવેલી, તેને જે અનુભવ થયો છે તેમાં સ્થિર રહેવાની છે. તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે તેથી તેની ચેતના અન્ય કશા તરફ જવા ઇચ્છતી નથી. તેને બીજે જવું ગમતું નથી. ઈતને દિન તું નાહિ પિછાણ્યો, મેરો જનમ ગમાયો અજાનમેં, અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. અનંતકાળ ગયો પણ પરિચય ન હતો. હવે પહેચાન થઈ. એક વખત સમ્યગદર્શનનો અનુભવ જેને થયો છે તેની ભાવના તે અનુભવમાં સ્થિર રહેવાની છે. જેમ અત્યંત ગરમી હતી, બળું બળું થતું હતું, દાવાનળ જેવી ગરમી લાગતી હતી, પછી અચાનક એરકન્ડીશનમાં ગયા, પછી બહાર આવવાનું મન થતું નથી. આ બહારની શાતાની વાત થઈ. આટલી નાનકડી ઘટના પણ વારે વારે તમને ત્યાં લઈ જાય છે, તેમ સમ્યગ્દર્શન થયા પછી સમ્યગ્રદર્શન એ આત્માને વારેવારે ખેંચે છે. અંદર વાસ કરવા જેવો છે, સ્થિર થવા જેવું છે, તેમાં કરવા જેવું છે, એમ થયા કરે છે. યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં કહે છે કે For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૩ वत्स किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यति (३/१) | નિધિ, ખજાનો વૈભવ તારી પાસે છે, તું તેમાં સ્થિર થા. તું કેમ આટલો ચંચળ બને છે. એક કામ પૂરું થયું, સમ્યગ્દર્શનમાં સ્વાનુભવ થયો. હવે બીજા કામનો પ્રારંભ થયો. જેનો સ્વાનુભવ થયો છે તેમાં કર્યો નથી, તેમાં કરવા માટેનો પુરુષાર્થ હવે કરવાનો છે. સાધકને બે કામ કરવાના છે, (૧) આત્મ અનુભવ. એ આત્મ અનુભવના કાર્યમાં દર્શનમોહનાં જથ્થાની સાથે પૂરેપૂરો સંગ્રામ ખેલે અને દર્શનમોહને શાંત કરે. (૨) આત્મઅનુભવ થયા પછી એ અનુભવમાં સ્થિર રહેવાનું છે. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નહિ ભમતો રે; અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આત્મા, શું મુંડે ? શું લોચે રે ! “સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરું થયું, સાધના પૂરી થઈ, હવે કંઈ કરવાની જરૂર નથી', આવું જો માનતા હો, આવું સમજતા હો તો ભૂલ છે. એ ભૂલ સમ્યગ્દર્શનની નથી પરંતુ સમ્યગ્રદર્શન નથી છતાં સમ્યગ્દર્શન થયું છે તેમ માનનારની ભૂલ છે. જો સમ્યગ્રદર્શનનો અનુભવ હોય તો પુનઃ પુનઃ અનુભવમાં સ્થિર રહેવાની વૃત્તિ ઊઠે છે. એક મોટું કામ એણે કર્યું. પ્રગટ આત્માનો અનુભવ તેને ન હતો, તે અનુભવ અનંતકાળ પછી તેણે ર્યો. પરમકૃપાળુ દેવે કહ્યું, આપ આપકું ભૂલ ગયે, ઈનસે કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર ! આથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે કે પોતે પોતાને જ ભૂલી જાય ? એ સ્મરણમાં આવ્યો, સ્મૃતિમાં આવ્યો, શાસ્ત્રો દ્વારા પારખ્યો, જ્ઞાન દ્વારા જાણ્યો. સંતોના સહવાસમાં રહીને એણે નિર્ણય પણ કર્યો અને સાધનામાં ઢળીને દર્શનમોહ શાંત કરીને અનુભવ તેણે કર્યો. આ મોટી ઘટના છે. માટે એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્મા જો તીવ્રપણે ઉપાડ કરે તો એ ભવમાં જ મોક્ષે જાય. ધારો કે ન ગયો તો ત્રણ ભવમાં મોક્ષે જાય અથવા પંદર ભવમાં જાય. વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં જવાનો જ. સમ્યગ્રદર્શન એમ કહે છે કે તને વધારે કાળ સંસારમાં રહેવા નહિ દઉં. મારો હાથ પકડતાં પહેલાં વિચાર કરજે. મોક્ષમાં લઈ ગયે જ છૂટકો. ખરેખર તો આ સાહિત્યની ભાષા છે. સમ્યગ્રષ્ટિને સંસારમાં રહેવાની ક્યાં ઈચ્છા છે ? સમ્યગ્રદર્શનની એ ખૂબી છે કે જેને તે અંતર્મુહૂર્ત માત્ર પણ સ્પર્શે એવો સમ્યગ્રષ્ટિ આત્માનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી ઓછો હોય, તે સંસારમાં વધુ પરિભ્રમણ ન કરી શકે. એ પણ સ્પષ્ટ સમજી લેજો કે “સમ્યગ્દર્શન થયું એટલે સાધનાની પૂર્ણાહુતિ થઈ ગઈ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્ર્માંક-૧૧૧-૧ અને પછી તમે ગમે તે ખાવ, ગમે તેમ ચાલો, વર્તે, એવું સ્પેશીયલ લાઇસન્સ' સમ્યગ્દષ્ટિને જ્ઞાનીપુરુષ આપતા નથી. હજુ ઘણું કામ બાકી છે. એક ભાઇએ મકાન ચણાવ્યું, પછી પૂછ્યું કે કયારે રહેવા જવાના ? તો કહે કયાંથી જવાય ? ઇન્ટીરીયર ડેકોરેટર આવશે, પ્લાન બનાવશે. ફર્નીચર થશે પછી જવાશે. આ બધું થયા પછી કયારે ? તો કહે ગૃહશાંતિનું મુહૂર્ત આવશે ત્યારે. આમ સમ્યગ્દર્શન થવું એક વાત છે અને તેનાથી પણ આગળ વધી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. ભ્રમમાં ન રહેશો કે સમ્યગ્દર્શન અંતિમ અવસ્થા છે. તમને થશે કે આવી ચર્ચા ફરી ફરી કેમ કરો છો ? અમને તો લાગે છે કે ઘૂંટી ઘૂંટીને આ જ હૃદયમાં બેસાડવાનું છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તે ચતુર્થ ગુણસ્થાનક. કુલ ગુણસ્થાનક ચૌદ. પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ. ચોથાથી દરવાજો ઉઘડ્યો. હજુ દશ પગથિયાં બાકી છે. ચૌદમે પહોંચવાનું છે. ચોથે પહોંચ્યા એટલે દરવાજે પહોંચ્યા પરંતુ મહેલમાં જવાનું બાકી છે. ખરેખરી સાધના પાંચ, છ, સાત અને આઠમામાં છે. આઠમેથી ક્ષપક શ્રેણી અથવા ઉપશમ શ્રેણી મંડાય. ક્ષપકશ્રેણી જોરદાર ચક્કી છે. કર્મનો ભુક્કો ત્યાં થાય છે. ક્ષપક શ્રેણીમાં કર્મોનો ક્ષય કરે છે. દશમે થઇને બારમે જાય. ત્યાંથી તેરમે ગુણસ્થાને સર્વજ્ઞ બને છે. આ બધી એટલા માટે સ્પષ્ટતા કરીએ છીએ કે સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરું થયું નથી પરંતુ તમને ઠેકાણાની ખબર પડી, તમને સરનામું મળ્યું, પરંતુ હજુ ખજાનો પ્રાપ્ત કરવાનો બાકી છે. એટલા માટે સમ્યગ્દર્શન થયા પછી એક બીજો પ્રવાહ ચાલુ થાય છે. તે પ્રવાહ એ છે કે સમ્યગ્દર્શનમાં જે આત્માનો સ્વાનુભવ કર્યો, એ આત્મામાં પોતાની બહાર જતી વૃત્તિને રોકી અંદર ઠેરવવાની છે. તમને પ્રશ્ન થશે કે આટલું મોટું કામ કર્યા પછી પણ વૃત્તિ ઠેરવવાની બાકી રહે છે ? હા, બાકી છે. સામે ચારિત્ર મોહનો જથ્થો પડ્યો છે. સ્વરૂપની સ્થિરતામાં વિક્ષેપ કરનાર જે પરિબળ છે તેનું નામ ચારિત્ર મોહ છે. દર્શનમોહ વ્યતીત થઇ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ધ્યાન શબ્દ અહીં આવ્યો છે. આ કુંડલિની જાગૃત થાય અને નાચવા કૂદવા માંડે. આંખો ચકળવકળ થાય એ શારીરિક પ્રક્રિયા છે. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. સમ્યગ્દર્શનમાં જે શુદ્ધ સ્વરૂપ અનુભવ્યું તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન તેને વર્તે છે, તેને કહેવાય છે સ્વરૂપની સ્થિરતા. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते । સમ્યક્ચારિત્રનો સીધો અર્થ થાય છે સ્વરૂપમાં સ્થિરતા. આવી સ્વરૂપ સ્થિરતા સિદ્ધોનેમોક્ષમાં ગયેલાઓને હોય છે. તેઓ પોતાના સ્વરૂપમાં સ્થિર છે, ઠરેલા છે. સમ્યગ્દર્શન થયા પછી તે ઠરે છે. દર્શનમોહના જથ્થાને હઠાવતાં અનંતકાળ જાય, પરંતુ ચારિત્રમોહના જથ્થાને હઠાવતાં અનંતકાળ નહિ જાય. થોડાક વર્ષો જશે. બરાબર મંડયા રહેશો તો તે જ ભવમાં, નહિ તો ત્રણ જનમમાં, ન થાય તો પંદર જનમમાં અને છેલ્લે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં, આ જથ્થાને ખસેડતાં વાર નહિ લાગે. જેમ પથ્થરનાં જથ્થાને ખસેડવો મુશ્કેલ પણ માટીનો જથ્થો For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૫ હટાવતાં વાર લાગતી નથી. અનુભવ થયા પછી સમ્યમ્ દૃષ્ટિ આત્માને કયાંય ગમતું નથી, ચેન પડતું નથી, સોરવાતું નથી, વિષયો ભોગો ગમતા નથી. અર્થ અને કામ કે ભૌતિક સમૃદ્ધિ ગમતી નથી. એને કંટાળો નથી આવ્યો પણ જેમ તાવ આવ્યો હોય અને પાસે બેઠેલી મા દીકરાને શીરો ખવરાવવા પ્રયત્ન કરે તો દીકરો કહેશે મા ! ભાવતું નથી. શીરો છે, મીઠો છે તેમાં ના નહિ પણ તાવ હોવાથી ભાવતો નથી, તેમ સમ્યગ્દર્શન થયા પછી સંસાર ભાવતો નથી. - સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ધોળ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે – આગળ સમ્યગ્દર્શનની પરિભાષામાં વાત કરી અને આ ભક્તિમાર્ગની પરિભાષાની વાત થઈ. પરમાત્માનું નામ લેવું તે સાકર શેરડી બરાબર છે અને સંસારની વાતો કરવી તે કડવા લીમડા બરાબર છે. અત્યાર સુધી હળાહળ ઝેર ઘોળ્યું, હવે સમ્યગ્દષ્ટિ આત્માને ઝેર ઘોળવું નથી, કડવો લીમડો ઘોળવો નથી, તેને આત્માના અનુભવનો રસ ઘોળવો છે. ગમતું નથી એટલે ચીડાઈ જાય છે કે કંટાળો આવ્યો છે તેમ નથી પણ રુચિ થતી નથી. એક દિવસ એવો હતો કે ભોગોની પ્રગાઢ રુચિ થતી હતી, ભોગ પાછળ દોડતો હતો, હવે ભોગોના ઢગલા તેની પાસે ખડકાયા છે પણ ભોગો ભોગવવા તેને ગમતા નથી. પૂરી સ્વતંત્રતા છે પણ ભોગવટો કરવાની અંદર વૃત્તિ નથી. કયા બાત હૈ? ઇન્દ્ર મહારાનો વૈભવ છે, છ ખંડનો માલિક છે પણ અંદર ગમતું નથી. એક સુંદર ઉદાહરણ છે. કોઈને મોટી ઉંમરે દીકરો થયો હોય, રૂપાળો, ડાહ્યો અને વિવેકી હોય, વિનય સંપન્ન હોય. પિતાના દિલનો કટકો બની ગયો હોય અને અચાનક એક દિવસ તેનું મૃત્યુ થાય તો બાપને તેનો કિંમતી મહેલ કેવો લાગે ? રહેવા જેવો લાગે? તે કહેશે કે મને આ બધું સ્મશાન જેવું લાગે છે. આ દીકરાના આઘાતથી સ્મશાન જેવું લાગે છે. સમ્યમ્ દષ્ટિને કોઈ આઘાત લાગ્યો નથી પણ ભાન થયું છે તેથી સંસાર એને ગમતો નથી અને એનાથી મહત્ત્વની વાત, તેને ખરેખરો આનંદનો ખજાનો મળી ગયો છે, માટે તેને સુખ જોઈતું નથી, સંસારનું સુખ કહો તો વાંધો નહીં પણ આનંદનો અનુભવ જેણે કર્યો છે તેને હવે સંસારના સુખમાં રસ પડતો નથી. એક રાજા હતો, તે રસ્તો ભૂલી ગયો અને આદિવાસીના ઝૂંપડામાં ગયો. પાણી આપ્યું, ભોજન આપ્યું, બેસાડ્યો. રાજાને બહુ સંતોષ થયો. રાજાએ તેને કહ્યું કે તું અમારા મહેલમાં આવજે. માણસ લેવા મોકલીશ. આદિવાસી પૂછે છે કે તમારા મહેલમાં શું છે ? ખાવાનું છે? ખાટી છાશ અને ઘૂસ મળશે? એણે એ જ જોયું છે. ઝાડના પાંદડાનાં ઘરેણાં પહેર્યા હતાં, તે બતાવી પૂછે છે કે આવાં ઘરેણાં મળશે ? તેણે બીજું કંઈ જોયું જ નથી. સમ્યગ્દષ્ટિએ અનંત આનંદનો ખજાનો જોયો છે. માટે સંસારનું સુખ નિરસ લાગ્યું છે અને તમે જોયું નથી માટે તેમાં રસ પડે છે. સાહેબ ? ૩૨ પદ્મિની સ્ત્રીઓ સોનાનો થાળ હાથમાં લઈ, પાંચ પકવાન ભરીને પીરસવા નીકળી છે, સોળે શણગાર સજ્યા હોય, પકવાન પીરસાતા હોય, આગ્રહ કરતી હોય છતાં પતિરાજ સામું જોવા તૈયાર નથી. શું થયું? અણબનાવ, બોલાચાલી For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્રમાંક-૧૧૧-૧ કે રીસામણાં થયા નથી પણ તેને ખજાનો મળ્યો છે. ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે રસ આગે, આવત નહિ કો માનમેં. તેની દીનતા ચાલી ગઈ. હવે દુઃખ જ નથી. સમ્યગ્દષ્ટિને બહારનું દુઃખ છે પણ દુઃખી નથી. સંયોગો કે પરિસ્થિતિનું દુઃખ છે પણ દુઃખી નથી. આપણને બહારનાં બધાં સુખો છે પણ દુઃખનો પાર નથી. તમે કયાં સુખ માણી શકો છો ? દુઃખનાં ગાણા ગાવામાંથી ઊંચા આવો તો સુખ પામો ને ? આ શેની વાત થઈ રહી છે ? સમ્યગ્રદર્શન જેને થયું છે તેની. સમ્યગ્દષ્ટિને તો આનંદનો પાર નથી, કેમ કે તેને ખજાનો મળી ગયો છે. કબીરજી કહે છે કે જબ ખજાના મિલ ગયા, તબ રોનકી બાત કહાં હૈ ? “મન મસ્ત ભયા, અબ કયું બોલે ? ભીતરનો ખજાનો ખૂલી ગયો છે, હવે બોલવાની વાત કયાં છે ? સમ્યગ્દષ્ટિએ જોયું છે પણ હજુ એક વાત બાકી છે. ચારિત્રમોહના દલિકો અંદર છે એટલે અનંત જન્મોના પૂર્વના સંસ્કાર છે. કયારેક કયારેક એ સંસ્કારો બહાર ખેંચી જાય છે. સમ્યગ્દષ્ટિને બહાર જવું નથી પણ સંસ્કાર ખેંચી જાય છે. કર્મની ભાષામાં તેને ચારિત્રમોહનો ઉદય કહે છે. આ જોખમી વાત છે. તમે એમ ન કહેશો કે “અમને વૃત્તિ કે ઇચ્છા નથી પણ ચારિત્રમોહનો ઉદય છે એટલે સંસાર ભોગવીએ છીએ. અલ્યા ! આ તો કાચો પારો છે, કાચું ઝેર છે. સમ્યગ્દષ્ટિને ઈચ્છા જ નથી. ઉદયમાં આવે છે અને ધક્કો વાગે છે તેથી અનુભવમાં સ્થિર થઈ શકાતું નથી. અનુભવમાં સ્થિર રહેવું છે તેમ વારે વારે ઘૂંટાય તેને લક્ષ કહે છે. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ' આ લક્ષ થયું. કોઈ કન્યાનાં લગ્ન થઈ ગયાં હોય, તેનો સંસાર ગોઠવાઈ ગયો હોય તો પતિનું ઘર પોતાનું છે અને માતા-પિતાનું ઘર પિયર છે તેમ લાગે છે. પિયર આવી હોય તો ક્યારે મારા પોતાના ઘેર જાઉં એમ થયા કરે છે.સમ્યગ્દષ્ટિને લક્ષ રહ્યા કરે કે કયારે ફરી અનુભવ કરું ? ફરી ફરી કયારે અનુભવ થાય? આ ફાટ પડી ગઇ. પહેલાં સળંગ સંસારમાં જતો હતો. હવે સળંગ નહીં જાય. આખો જતો હતો, હવે નહીં જાય, હવે તેને ભાવ પણ નથી, કંટાળો પણ નથી, અણગમો પણ નથી. એક લક્ષ રહ્યા કરે કે કયારે ફરી અનુભવ ક્યું ગાંધીજીએ લખ્યું છે કે રેવાશંકર જગજીવનદાસની પેઢી ઉપર પરમકૃપાળુદેવ બેસતા હતા, માલ લેતા હતા, વેચતા હતા, ઘરાકો સાથે વાત કરતા હતા. પરંતુ જેવો ઘરાક ઊભો થઈ જાય કે તરત બાજુમાં પડેલાં શાસ્ત્રનાં પાનાં ઉઘાડતા હતા, ને સ્વરૂપમાં કરતા હતા. જ્યાં હજારો માણસોની અવર જવર હોય તે પાયધુનીની પેઢી ઉપર શાસ્ત્રો શેનાં યાદ આવે ? પણ તેઓ શાસ્ત્રો વાંચતા હતા. આનંદઘનજીએ કહ્યું છે કે પતિ પરદેશ ગયો છે. સ્ત્રી ઘરમાં છે અને નાનું કુટુંબ છે. બાઈ ઘર ચલાવે છે પણ લક્ષ કયાં ? આંખો બંધ કરે એટલે પતિ યાદ આવી જાય કે પતિ ઘેર કયારે આવશે ? એનું જ લક્ષ. વિરહ સાલે અને આંખમાંથી આંસુડાં પણ ટપકે. કયારે કામ પૂરું કર્યું અને કયારે આત્મામાં ઠરું ? વારે વારે આવું થાય, તેને કહેવાય લક્ષ. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૭ સમ્યગદર્શન થયું એટલે ગમે તેમ ખાય, ગમે તે બોલે, ગમે તેમ હરે, ફરે, આવી બધી વ્યાખ્યાઓ કરશો નહિ. લોકોને ઊંધે રવાડે ચડાવશો નહિ. સમ્યગ્રદર્શન એ નક્કર ઘટના છે. આખો સંસાર તેના માટે વ્યર્થ એટલે અસાર થઈ ગયો છે. સમ્યગ્દર્શન થયા પછી સંસાર શેરડીના કુરચાં જેવો રસ વગરનો લાગશે. ૩૨ પદ્મિની સ્ત્રીઓ પીરસતી હોય છતાં ત્યાં વૃત્તિ જતી નથી. એવી અવસ્થા છે. સમ્યગ્રદર્શનનું અદ્ભુત કાર્ય છે. હજુ ચારિત્રમોહનો જથ્થો છે. ક્યારેક દેહના કાર્યો જેવા કે ખાવું, પીવું પડે અને સંસારના કાર્યો કરવા પડે તે કરે. આ કરવા જેવું છે અને આ કરવું પડે છે એમ બે વચ્ચે ફરક છે. તે કરતી વખતે હું આત્મા છું અને હું દેહથી ભિન્ન છું અને મારે આત્મસ્વરૂપમાં સ્થિર થવું છે એવું લક્ષ, એવું ખેંચાણ, એવી રુચિ જયારે અંદર કરે, તેને કહેવાય છે લક્ષ. આ લક્ષ શબ્દની વ્યાખ્યા થાય છે. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ'- એક અને બીજો શબ્દ “લક્ષ'. અન્ય કાર્ય કરવા છતાં ધ્યાન આત્મા તરફ રાખે. આનંદઘનજીએ સરસ ઉદાહરણ આપ્યું કે “નટવો નાચે ચોકમેં ને, લોક કરે લખશોર' જૂના જમાનામાં તરગાળા આવતા હતા, દોરડાં બાંધતા હતા અને નટો દોરી ઉપર નાચતા હતા. બંને હાથમાં તલવાર હોય અને દોર ઉપર નાચે. નીચે હજારો માણસો શોરબકોર કરતાં હોય પરંતુ તેઓ જરાપણ ચસ્કે નહિ. તલવાર હાથમાં છે પણ તેઓનું લક્ષ દોર ઉપર જ છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા બધા કાર્યો કરે પણ લક્ષ તેનું આત્મા ઉપર. તેણે આત્માને ભાળ્યો છે. કોઈ માણસ કોઈ સ્ત્રીના પ્રેમમાં પડે તો કહે ને કે શું ભાળ્યું છે તેમાં ? સમજ્યા કંઈ? શું ભાળી ગયો છે એમાં ? કંઈ ઠેકાણે છે કે નહિ? તેમ જગતના જીવો કહે છે કે શું ભાળી ગયો છે આત્મામાં ? જગતને લાગે આ ઘેલો છે અને આ એમ જાણે કે જગત ઉન્મત્ત છે. તે કાર્યો કરે, પ્રવૃત્તિ કરે, પરંતુ અન્ય કાર્યોમાં તેને તન્મયતા ન થાય અને હું આત્મા છું તેવો અનુભવ સતત રહ્યા કરે, એવી પ્રતીતિ તેની ન જાય. “વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત’ તો આ પ્રતીતિ. ઊંઘમાં પણ તેને પૂછો કે તું કોણ છે ? તો નામ યાદ ન આવે પણ કહેશે કે હું આત્મા છું. આ વાતની શ્રદ્ધા ફરતી નથી અને આત્માનું લક્ષ થયા પછી મૃત્યુનો પ્રવાહ તેની શ્રદ્ધાને હવે વેરવિખેર કરી શકતો નથી. ચારિત્રમોહના કારણે કષાયો જોર કરે છે, નોકષાય જોર કરે છે, જૂના સંસ્કારો કામ કરે છે, જૂની વૃત્તિઓ જોર કરે છે પરંતુ જાગી ગયેલો સમ્યગ્દષ્ટિ આત્મા આને મચક આપતો નથી. સંસ્કારો અને વૃત્તિઓ રહેવાની, પણ હવે વૃત્તિઓ આવે છે તે દર્શનમોહના માલમાંથી નથી આવતી. ચારિત્રમોહના માલમાંથી આવે છે. ચારિત્રમોહનો માલ દર્શનમોહ જેટલો ગાઢો નથી. દર્શનમોહનો ગઢ તૂટ્યો. “તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.” હવે તેને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે છે. સમ્યગ્દર્શન થાય એટલે શું થાય, તે વિચાર તો કરો. પરમકૃપાળુદેવે આ એક ગાથામાં અસંખ્ય શાસ્ત્રો ઠાલવી દીધાં છે. કોઈ ભ્રમણા કે ગેરસમજ નહિ રહે. સમ્યગદર્શન એ માની લેવાની ચીજ નથી. ચાંદલો વગેરે બાહ્ય ચિન્હ અને સમ્યગ્દર્શનને સંબંધ નથી. કપાળમાં ચાંદલો કર્યો એટલે સમ્યગૃષ્ટિ છો For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રવચન ક્રમાંક ૮૬, ગાથા ક્ર્માંક-૧૧૧-૧ તેવો દાવો ન કરશો. સમ્યગ્દર્શન એક આંતરિક અવસ્થા છે. હવે તેની પરિણતિ, જ્ઞાનની ધારા, અંદરમાંથી ઊઠતી ધારા જુદી છે. વૃત્તિઓ જોર કરીને પુદ્ગલ તરફ ખેંચતી હોવા છતાં એ પુદ્ગલ તરફ ખેંચાવા તૈયાર નથી. એવી ટકવાની શકિત તેનામાં આવી ગઇ છે. બહુ મોટી તાકાત છે. સ્વરૂપને જાણવું જુદી ઘટના અને સ્વરૂપમાં ઠરવું તે પણ જુદી ઘટના છે. એ કેમ ઠરી શકતો નથી ? પૂર્વના સંસ્કારો ઉદયમાં આવે છે, જોર કરે છે તેથી ઠરી શકતો નથી. સમ્યગ્દષ્ટિની આખી અવસ્થા બદલાઇ ગઇ. તે આત્મા કદાચ સંસારમાં રહેતો હશે પણ તેની રહેવાની કળા હવે જુદી છે. સંસારમાં સરસો રહે, અને મન મારી પાસે, સંસારમાં રાચે નહિ, તે જાણ મારો દાસ. અર્જુન ! સુણો ગીતાનો સાર. સભ્યચ્છિષ્ટ આત્મા સંસારમાં ચિત્તપાતી નથી, કાયપાતી છે. આ હરિભદ્રસૂરી મ.સા.ના શબ્દો છે, એ શરીરથી સંસારમાં રહ્યો છે પણ મનથી સંસારમાં રહ્યો નથી. તમને પણ ઘણી વખત ખબર તો પડી જાય છે, કોઇ વાત કરો છો પણ ઉપરછલ્લી,અંદરથી નહીં, જેમ અણગમતા મહેમાન આવે ત્યારે બધું કરો છો પણ ઉપરનો દેખાવ, અંદરનો પ્રેમ નહિ, તેમ સભ્યષ્ટિ આત્મા સંસારમાં રહે છે ખરો, પણ રસ કયાં? તેને રસ આત્મામાં છે. તમામ કર્તવ્યો શ્રેષ્ઠ રીતે અદા કરે છે પરંતુ તેમાં ભળતો નથી. તેની વૃત્તિ હંમેશા સ્વભાવ તરફ જ દોડતી હોય છે. ‘વૃત્તિ વહે નિજ ભાવમાં’. - સભ્યષ્ટિની સાધના શું ? એમ તમે પૂછતા નથી પણ હું જ તમને કહું છું કે તેની સાધના એ કે વૃત્તિ જે બહાર જાય છે તે વૃત્તિને તમામ શકિત વાપરી અંદર વાળવી એ એનો પ્રચંડ પુરુષાર્થ છે, સભ્યષ્ટિ સમયે સમયે આ કર્યા કરે છે. ફરી ફરી કહું છું કે ભ્રમમાં ન રહેશો કે ‘હવે અમારું કામ પૂરું થયું'. હસ્તમેળાપ પછી જ સંસારની શરૂઆત થાય છે, તેમ સમ્યગ્દર્શન થયા પછી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. શરૂઆત હવે થયેલી હોવાના કારણે પોતાની વૃત્તિને જોર કરીને સ્વરૂપમાં વાળે આનું નામ ધર્મ, આનું નામ ધ્યાન. એને ખબર પડે કે વૃત્તિ બહાર જઇ રહી છે તો તેનો દ્રષ્ટા બન્યો, જોનાર બન્યો. વૃત્તિ બહાર જઇ રહી છે, આ વૃત્તિ બહાર ચાલી, તરત જ વૃત્તિને પાછી વાળે, વૃત્તિ બહાર જવાની, સમ્યગ્દષ્ટિ વૃત્તિને પાછી વાળ્યા વગર રહે નહિ. બહાર જતી વૃત્તિને પુરુષાર્થ કરી પોતાના સ્વભાવમાં લઇ જવી તેને પરમાર્થે સમક્તિ, નિશ્ચિત, સંપૂર્ણ, સાચું સમકિત, જ્ઞાનીએ માન્ય કરેલું સમક્તિ, નિશ્ચયનયની અપેક્ષાએ સમકિત અને વાસ્તવિક ઘટનાથી થયેલ સમકિત કહેવાય. એના જીવનમાં સર્વાંગીણતા છે. વ્યવહારમાં ઊભો છે, વ્યવહાર તે પૂરો કરે છે પરંતુ તેનું લક્ષ અંતર તરફ છે. તે આવું ધ્યાન કરે છે. ઐસે જિન ચરણે ચિત્ત લાવો, ઐસે પ્રભુ ગુણ ગાવો ! બે કામ થયા. (૧) વૃત્તિને જાણવી કે કયાં જાય છે તે, અને (૨) બહાર જતી વૃત્તિને For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અંદર વાળવી. પૂર્વ જન્મના સંસ્કારથી ઉત્થાન પામેલી વૃત્તિને સમ્યગ્દષ્ટિ જાણે છે પણ અંદર ટકવા દેતો નથી, આ સાધના છે. સમ્યગ્દષ્ટિ શું સાધના કરતો હશે ? આ સાધના સ્વપ્નમાં પણ તેને યાદ આવી જાય, ઊંઘમાંથી તે જાગી જાય છે, પણ ઝબકીને નહિ, તેને અનિદ્રાનો રોગ પણ નથી અને પ્રમાદ એને પોષાતો નથી. અપ્રમાદ અવસ્થામાં રહીને ઊઠતી વૃત્તિને જોવે છે. તે જાણે છે કે આ ચારિત્રમોહનું કામ છે. અનેક જન્મોના સંસ્કાર છે અને તે મને બહાર ખેંચી જવા માટે આવ્યા છે, છતાં તેનામાં સ્થિરતા છે. એ તુરત બહાર જતો નથી. અંદર રહેવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે આપણે બહાર ગયા વગર રહેતા નથી. ધ્યાનમાં બેસીએ તો ૨૫ વખત ઘડિયાળ જોવાઈ જાય કે કેટલા વાગ્યા? તું ધ્યાન કરીશ કે ઘડિયાળ જોઇશ? સમ્યગ્દષ્ટિ જીવ મંદિરમાં ગયા પછી એવો ભક્તિમાં લીન થાય કે કોઇક આવીને હલાવે કે ટાઇમ થઈ ગયો. તેને ભાન ન હોય. એની મેળે ઊભો ન થાય. વૃત્તિ અંદર ઊઠ્યા વગર રહેશે નહિ પરંતુ ઊઠતી વૃત્તિને સમ્યગ્દષ્ટિ ઓબઝર્વેશન કરી પકડ્યા વગર રહેશે નહિ. કારણ કે તે જ્ઞાતા છે. એ વૃત્તિ પાછળ પોતે જશે નહિ. આમ ઊઠતી વૃત્તિને, પોતાની પરિણતિને, પોતાની રુચિને આત્મામાં સ્થિર રાખવા જ પુરુષાર્થ કરે. “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ'. આ ૧૧૧મી ગાથામાં પરમાર્થે સમક્તિની વાત કરી. ૧૧રમી ગાથામાં અદ્ભુત શબ્દ આવ્યો, “વર્ધમાન સમક્તિ' સમક્તિ વધતું જાય. આ વળી શું કે સમક્તિ વધતું જાય ? સમક્તિ તો સંપૂર્ણ છે. શાસ્ત્રો એમ કહે છે કે સમ્યગ્રદર્શન તો થાય પરંતુ તેનો અવરોધ કરનાર ચારિત્રમોહ છે. તેનું બળ જેમ તૂટતું જાય અને અંદરમાં શુદ્ધિ કેમ થતી જાય તેમ તેમ સમ્યગ્રદર્શન વર્ધમાન થાય, અંદર ગરતો જાય, અનુભવ કરતો જાય અને શુદ્ધિ વધતી જાય. અહીં વૃત્તિ શાંત બનતી જાય અને અંદરથી ચારિત્રમોહ તૂટતો જાય. આ વીતરાગ થવાની પૂર્વ તૈયારી છે. થવું છે ને વીતરાગ ? આ જૈનદર્શનમાં વીતરાગતાની સાધના છે. સંતો એમ કહે છે કે અમારા હાથમાં જો તમે રહો અને અમારું કહેવું જો કરો તો અમે તમને વીતરાગ બનાવ્યા સિવાય છોડીએ નહિ. “વર્ધમાન સમક્તિ થઈ'- અનુભવ વધતો જાય, વધતો જાય તો મહેફીલ જામેને ? બીસ્મીલાખાનની શરણાઈ વાગતી હોય, બરાબર તાર અને સાજ ગોઠવાઈ ગયા હોય અને એક પછી એક આલાપ થતો હોય, ત્યાં સંગીત જામતું જાય તેમ અહીં પણ અનુભવ વધતો જાય છે. સમ્યગ્દષ્ટિનો અનુભવ જામતો જવો તેને કહેવાય છે વર્ધમાન સમક્તિ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ પ્રવચન ક્રમાંક - ૮૭ ગાથા ક્રમાંક - ૧૧૨ વીતરાગપદ વાસ વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. (૧૧૨) ટીકા ? તે સમક્તિ વધતી જતી ધારાથી હાસ્ય-શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જે થી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. આધ્યાત્મિક જગતમાં સર્વથી શ્રેષ્ઠ સર્જન, જેમાં તત્ત્વજ્ઞાનનો અને ખાસ કરીને ભારતીય તમામ દર્શનનો નિષ્કર્ષ છે તેવું શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. તેની ૧૧૨મી નાની ગાથામાં ચૌદ પૂર્વ નીચોવી દીધા છે. ચૌદપૂર્વનો સંક્ષેપ એટલે ૧૧૨મી ગાથા. આ ગાથાને સમજવા ચોદપૂર્વ સમજવા પડે અથવા એવું પણ કહેવાય કે ૧૪ પૂર્વમાં જે કહેવાનું છે તે બધું જ ૧૧૨મી ગાથામાં સમાવી દીધું છે. એક એક શબ્દ ગંભીર છે. સમગ્ર જૈન ધર્મની સાધના-પ્રથમથી સમાપ્તિ સુધીનું પૂરેપૂરું વર્ણન આ નાનકડી ગાથામાં છે. સમગ્ર સાધના ત્રણ ભાગમાં વહેંચાયેલી છે, પહેલો ભાગ ક્ષેત્ર વિશુદ્ધિ, બીજો ભાગ યથાર્થ બીજ, ત્રીજો ભાગ પરમપદની પ્રાપ્તિ. સમ્યગ્દર્શન થતાં પહેલાં ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડે છે. માર્ગાનુસારીથી માંડીને સમ્યગ્દર્શનની અવસ્થા સુધી મિત્રા, તારા, બલા, દીપ્રા ચાર દૃષ્ટિ સુધી જે કંઈ પ્રક્રિયા થાય એ ક્ષેત્ર વિશુદ્ધિની પ્રક્રિયા છે. બહુ સાદી વાત છે. બિયારણ ઊંચામાં ઊંચું હોય, ખેડૂત કુશળ હોય અને ખેતર સારું હોય, પરંતુ ખેતરને ચોખ્ખું કર્યા સિવાય બીજ વાવવામાં આવે તો બી પૂરેપૂરું ઊગે નહિ. ગમે તેવો ચિત્રકાર હોય પરંતુ કેનવાસ ચોખ્ખું અને સ્વચ્છ હોય તો જ ચિત્ર સારું થાય, એ રીતે સૌથી પહેલાં ક્ષેત્ર શુદ્ધ કરવું પડે. તેમાં ચાર સૂત્રો-નીતિ, સંતોષ, સદાચાર અને સંયમ છે. આ ચાર સિવાય કદી પણ સાધનાનો યથાર્થ પ્રારંભ થઈ શકતો નથી. તેને ક્ષેત્ર સંશુદ્ધિ પણ કહે છે. ભગવદ્ ગીતામાં આને દેવી સંપત્તિ પણ કહે છે. સાદી ભાષામાં વરસાદ આવતા પહેલાં આકાશમાં વાદળાંઓ ઘેરાય છે તેમ સાધનાનો પ્રારંભ થતા પહેલાં તે પોતાના શરીરને, પોતાની ઇન્દ્રિયોને, પોતાના મન અને અંતઃકરણને શુદ્ધ અને સ્વચ્છ બનાવે છે. પાણી ગાળ્યા વગર જેમ પીવાતું નથી, થાળી સાફ કર્યા વગર ભોજન પીરસાતું નથી તેમ ક્ષેત્ર વિશુદ્ધિ કર્યા સિવાય યથાર્થ બીજની સાધના થઈ શકતી નથી. બે શબ્દો છે, (૧) ક્ષેત્ર અને (૨) ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રમાં શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણ, બુદ્ધિ આવે અને ક્ષેત્રજ્ઞ એટલે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા.સર્જન ડોકટર જ્યારે ઓપરેશન કરે ત્યારે ઓપરેશનમાં બધા સાધનો સ્ટરીલાઈઝ એટલે જંતુમુક્ત- સ્વચ્છ કરેલાં હોવાં જોઈએ, નહિ તો ઈન્ફકશનની માત્રા વધી જાય. અંતઃકરણ શુદ્ધ-મન શુદ્ધ, ઇન્દ્રિયો શુદ્ધ, હૃદય શુદ્ધ, પ્રાણ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૧ શુદ્ધ અને શરીર શુદ્ધ, આ બધા શુદ્ધ થાય ત્યાં સમ્યગ્દર્શનની ઘટના ઘટે છે, એમને એમ નહિ ઘટે. એટલા માટે હરિભદ્રસૂરિજી મહારાજે પણ કહ્યું કે સાધકને સૌથી પહેલાં ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડશે. બીજી સાધના યથાર્થ બીજ, બિયારણમાં ગોટાળો ન ચાલે. ખોટા બી આવે છે. નામ ગમે તે હોય પણ કૃત્રિમ બી આવે છે. આ યુગ આવો છે. લેબલ ગમે તે હોય પણ અંદર વસ્તુ ખોટી. જેમ બીજ વગર વૃક્ષ ખીલી શકતું નથી તેમ સમ્યગદર્શન વગર સાધનાનો બગીચો ખીલી શકતો નથી. અને ત્રીજો તબક્કો પરમ પદની પ્રાપ્તિ. અસંખ્ય ભૂમિકાઓ છે સાધનાની અને સાધકોની, સાધક અસંખ્ય ભૂમિકામાંથી પસાર થાય છે. આ સૂક્ષ્મ ભૂમિકાઓ છે. ૧૪ ગુણસ્થાનકનું વર્ણન ઘણું સ્થળ છે. અનેક સાધકો જગતમાં સાધના કરતા હોય છે અને તેઓ જુદી જુદી ભૂમિકા પરથી પસાર થાય છે. છેવટે વીતરાગપદની પ્રાપ્તિ થાય ત્યારે સાધના પૂરી થાય છે. તેની પ્રાપ્તિ પછી ચૌદમા ગુણઠાણાના અંતે કર્મો છૂટી જાય છે, દેહ છૂટી જાય છે, તેના પરિણામે જન્મ અને મરણ પણ છૂટી જાય છે. તમારે જન્મ મરણ ટાળવા છે એ મને ખબર નથી પણ શાસ્ત્રો જે વાત કરે છે તે એમ સમજીને વાત કરે છે. તમે જન્મમરણથી કંટાળ્યા છો અને તમારે એનાથી છૂટકારો મેળવવો છે. આવી ગડમથલ તમારા હૈયામાં ચાલતી હોય તો એ ગડમથલનું સમાધાન કરવા અમે આવ્યા છીએ. આ ગડમથલ જો ન હોય તો અમારું કહેવું નકામું છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એ અંતિમ ગાથા આવશે. હવે દેહ બાધક નથી. ઘટના ઘટે છે આત્મામાં અને પ્રગટ થાય છે દેહ દ્વારા. શરીર વીતરાગ થતું નથી, આત્મા વીતરાગ થાય છે અને વીતરાગ થયેલો આત્મા જે દેહમાં રહે છે તે દેહને ધન્ય છે. વીતરાગ થયેલો આત્મા જે દેહમાં છે તેને સાકાર પરમાત્મા કહે છે અને દેહ છૂટી જાય છે ત્યારે તેને નિરાકાર પરમાત્મા કહેવાય છે, તેથી એમ કહ્યું કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત'. આ જ્ઞાની છે. દેહ હોવા છતાં દેહ નથી એવી વીતરાગ અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરે છે પછી ક્રમ પ્રમાણે દેહ છૂટે છે. દેહ છૂટયા પછી જ્યાં સ્થિરતા થાય તેને મોક્ષ અવસ્થા કહે છે. ખરેખર તો મુકત અહીં થાય છે અને પછી મોક્ષમાં જાય છે. વીતરાગ અહીં થાય છે, સર્વ કર્મોનો ક્ષય મનુષ્ય દેહમાં થાય છે. ફરીથી ત્રણ શબ્દો યાદ કરીએ. ત્રણ શબ્દો વચ્ચે સમગ્ર જૈન ધર્મની સાધના છે. પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ, પછી યથાર્થ બીજ અને છેલ્લે પરમપદની પ્રાપ્તિ. શાસ્ત્રમાં આના માટે ઘણી ભૂમિકાઓ છે છતાં શાસ્ત્રો પણ પૂરેપૂરી ભૂમિકા કહી શકતાં નથી અને અનેક સાધકો એક સાથે સાધના કરતા હોય, છતાં દરેકની આંતરિક અવસ્થાઓ-ભૂમિકાઓ જુદી જુદી હોય છે. આ ગાથાને તમે સામાન્ય ન સમજશો. શબ્દ શબ્દ ખોલવો પડશે. જેમ કોઈ માણસ પાસે ખટારા ભરાય તેટલો જથ્થાબંધ ભંગાર હોય, તેની કિંમત આંકો અને કોઈ માણસ પાસે સોનાની લગડીઓ જ છે, ભંગાર કરતાં લગડીઓનું વજન ઓછું ભલે હોય પણ તેની કિંમત For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ વધારે છે. તેના કરતાં ખીસામાં રહેલ એકાદ રતનની કિંમત સૌથી વધારે છે, તે મૂલ્યવાન છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સાધક સાધનાની શરૂઆત કરે છે પછી ધીમે ધીમે સૂક્ષ્મ થતો જાય છે, સાધના સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે અને એક તબક્કો એવો આવે છે કે શાસ્ત્રો પણ તેનું વર્ણન કરી શકતાં નથી. આવી અદ્ભુત સાધના છે. આનો સમાવેશ અસંખ્ય ભૂમિકામાં થાય. કેવી રીતે પ્રારંભ થાય ? વચમાં કયા કયા અવરોધો આવે, કયા અંતરાયો આવે ? સાધક તો પોતે એકલો છે. મથામણ પોતે એકલો કરે છે. કયાંક વૃક્ષ નીચે, કયાંક ગુફામાં, કયાંક સ્મશાનમાં કોઈપણ ઠેકાણે એકલો મથામણ કરે છે. કોઈ એકાંત સ્થાનમાં નિર્વસ્ત્ર ઊભો હોય, સાધના કરતો હોય, અંદર વૃત્તિઓ ઊઠતી હોય, તે એને ખૂંચતી હોય તેને દૂર કરવાની હોય. કયાંક જોર વાપરતો હોય. આપણને તો ઊભેલો જ દેખાય પરંતુ સાધક ભઠ્ઠીમાં તપી રહ્યો છે. વૃત્તિઓ ઊઠે છે એનો તેને ખ્યાલ છે. એ વૃત્તિઓ પકડાય છે અને એ વૃત્તિઓને દૂર કરવાના ઉપાયને પણ એ જાણે છે અને પોતાનું બળ અને પુરુષાર્થ પણ વાપરે છે. આ સાધકનો ઇતિહાસ કદી લખી શકાય નહિ. જો કોઈ ઈતિહાસ સાધનાને લગતો હોય તો તે બહુ સાચો નહિ હોય. લખવો કઈ રીતે ? શું અંદર મંથન ચાલ્યું છે ? કયા ભાવો ઊઠ્યા છે ? કઈ અવસ્થાઓ આવી અને કઈ ઘટનાઓ ઘટી ? કયા દોષ અને અવરોધો આવ્યા ? કેવી રીતે દૂર કર્યા ? એ બધું તો એ પોતે જ જાણે છે. તે તો એકાંતમાં ઊભો છે. તે કોઈને કહેવા જતો નથી અને તેણે કોઈને કહેવું પણ નથી. આવી અદ્ભુત સાધનાની પ્રક્રિયા છે. આ સાધક પ્રચંડ પુરુષાર્થ કરી તેમાંથી પસાર થાય છે. ક્ષેત્ર વિશુદ્ધિની વાત કરવી હોય તો માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો અને યોગની પૂર્વ સેવા એ ક્ષેત્ર વિશુદ્ધિની વાત છે અને મિત્રા, તારા, બલા, દીપ્રા આ ચાર દૃષ્ટિઓ સમ્યગ્દર્શનની પૂર્વની અવસ્થાઓ છે. બીજો તબક્કો યથાર્થ બીજ - સમક્તિની પ્રાપ્તિ થઈ, તેની સાથે જ એની વૃત્તિ, એની ધારા, એની પરિણતિ આખી બદલાઈ ગઈ. બે પ્રકારના ભાવ છે. એક નિજભાવ અને બીજો પરભાવ. બીજા પણ શબ્દો છે, એક સ્વભાવ અને બીજો વિભાવ. ત્રીજા પણ શબ્દો છે, સહજભાવ અને વિકૃતભાવ. આ ત્રણે ત્રણ શબ્દો મહત્ત્વના છે. તો નિજભાવ એટલે સ્વરૂપનો ભાવ, આત્માનો ભાવ, સ્વભાવ ભાવ અને તેની સામે છે પરભાવ. રાગ પરભાવ છે અને વીતરાગતા સ્વભાવ છે. દ્વેષ પરભાવ અને મૈત્રી સ્વભાવ છે. સ્વભાવને પણ જાણવો અને વિભાવને પણ જાણવો. આ બંનેને જાણી વિભાવ તરફ જતી વૃત્તિને રોકીને સ્વભાવમાં ઠેરવવી, તે કામ સમ્યગ્દષ્ટિ મહાત્મા નિરંતર કરતાં હોય છે. “વર્ધમાન સમક્તિ થઈ', આ શબ્દો અદ્ભુત છે. સમક્તિ વર્ધમાન એટલે વધતું જાય તેનો અર્થ જેમ જેમ પોતાનો આત્મા સ્વરૂપમાં સ્થિર થતો જાય તેમ તેમ સામે પક્ષે કર્મનો ક્ષય થતો જાય. કર્મનો ક્ષય અલગ રીતે કરવાની વાત નથી. એ રીઝલ્ટ-પરિણામ છે. સ્વીચ ઓન કરો અને લાઈટ થાય તે પરિણામ છે. સમ્યગ્દર્શનમાં પોતાના સ્વભાવમાં, નિજ સ્વરૂપમાં For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૩ આત્મા ઠરે છે અને જેટલા પ્રમાણમાં આત્મા ઠરે છે તેટલા પ્રમાણમાં કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા એમને એમ થતી નથી. જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ શુદ્ધિ થાય. જેમ જેમ શુદ્ધિ થાય તેમ તેમ સ્થિરતા વધે, જેમ જેમ સ્થિરતા વધે તેમ તેમ કર્મની નિર્જરા થાય અને ફરી જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ શુદ્ધિ વધે. આ શબ્દોનો ગોટાળો છે તે સમજાયો? ઘટના અંદર ઘટે છે. જે આત્માનો સ્વાનુભવ કર્યો છે, નિજભાવનો અનુભવ કર્યો છે, તેમાં પોતાની વૃત્તિ જેમ જેમ ઠરે, તેમ તેમ સામે કર્મનો ક્ષય થતો જાય. જેટલા પ્રમાણમાં વૃત્તિ સ્થિર તેટલા પ્રમાણમાં કર્મનો ક્ષય. કંઈપણ કરવાથી કર્મનો ક્ષય થાય છે એ વાત ભૂલ ભરેલી છે. સ્થિર થવાથી કર્મનો ક્ષય થાય છે. અંદર જેમ જેમ ધારા વધે છે તેમ તેમ કર્મક્ષય થાય છે અને બીજી વાત, અંદરમાં જે મિથ્યાભાસ થાય છે તે મિથ્યાભાસ ટળતાં જાય છે. પરિભાષા સમજી લઈએ. મોહનીયના બે પ્રકારનાં દળ છે, એક દર્શનમોહનીય અને એક ચારિત્ર મોહનીયનું દળ. મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આમ દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. તમામ પ્રકારનાં કર્મોમાં સૌથી બળવાન કર્મ જો હોય તો દર્શનમોહનીય છે. અનંત પ્રકારનાં કર્મો છે તેમાં આઠ પ્રકારનાં કર્મો મુખ્ય છે તેમાં ચાર ઘાતિક બળવાન છે તેમાં મોહનીયકર્મ બળવાન અને મોહનીયકર્મના પેટા વિભાગમાં દર્શનમોહનીય બળવાન છે. આપણને જો કોઈ મોક્ષે જતાં રોકનાર હોય તો તે દર્શન મોહનીય છે. ચાલ્યા મોક્ષ તરફ, ઘણી વખત ઉપાડ તો કર્યો, વરઘોડો તો કાઢ્યો મોક્ષે જવા માટે પણ દર્શનમોહનીય કહે છે ખડે રહો ! ખમી ખા, ઊભો રહે. અનંતકાળ ગયો. આવું બળવાન દર્શનમોહનીય જે સ્વરૂપની અનુભૂતિ થવા ન દે. આવા બળવાન દર્શનમોહનીય ગયા પછી સ્વરૂપને અનુભવ્યા પછી હવે સ્વરૂપમાં કરવું છે, સ્વરૂપમાં કરવામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે તે ચારિત્ર મોહનીય છે. અગાઉ પણ મેં વાત કરી છે. અત્યારે સંક્ષેપમાં કહું છું કે ચારિત્ર મોહનીય ગમે તેટલું બળવાન હોય છતાં તેની તાકાત તૂટી ગઈ છે. જેમ કોઈ બિમાર પડે પછી પરાણે પરાણે ઊભો થાય તો, જીવતો છે ખરો પણ તાકાત તૂટી ગઈ છે. દર્શનમોહ તૂટ્યા પછી ચારિત્ર મોહનું જોર ચાલતું નથી. પણ તે વિક્ષેપ કર્યા વગર પણ રહેતું નથી. આ શું કહેવાઈ રહ્યું છે ? તેના કારણે સ્વરૂપમાં સ્થિરતા થઈ શકતી નથી. ચારિત્ર મોહનીયનાં ૨૫ ભેદ છે. અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયો તે જ રીતે અપ્રત્યાખ્યાનીય ચાર કષાયો, પ્રત્યાખ્યાનીય ચાર કષાયો, સંજવલનના ચાર કષાયો કુલ સોળ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા છે, તેમજ ૩ વેદ - સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, આમ કુલ ૨૫ થયા. તેઓ તોફાની બાળક જેવાં છે. તમે ધ્યાનમાં બેઠાં હો ત્યાં આમાંથી એકાદ આવે અને તમારું ધ્યાન ડહોળાઈ જાય. એ લડે નહિ પણ ચાળો કરતા જાય. હાસ્યાદિ છે અને ત્રણ વેદ એમ કુલ નવ નોકષાય છે. કષાય નહીં પણ કષાયનું કારણ હોવાથી તેને નોકષાય કહે છે. એ બધા આપણને વારંવાર પજવે છે. બીજી For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ વાત એ પણ છે કે દર્શનમોહનીયનો ગઢ તૂટયા પછી મોહરાજાને બહુ ગુસ્સો આવે છે. હવે આને ગમે તેમ કરીને પજવું. અહીંથી ચારિત્ર મોહનીયનું કામ ચાલુ થાય છે. સાધનામાં ચાર મુખ્ય અવસ્થાઓ છે. સમ્યગ્રદર્શન, દેશવિરતિ, સર્વ વિરતિ અને ચોથી વીતરાગ અવસ્થા. અનંતાનુબંધી સમ્યગ્દર્શનમાં બાધક, અપ્રત્યાખ્યાની દેશ વિરતિમાં બાધક, પ્રત્યાખ્યાની સર્વ વિરતિમાં બાધક અને સંજવલન યથાખ્યાત ચારિત્રમાં બાધક છે. મને લાગે છે કે આ કર્મગ્રંથના પુસ્તકો ખોલ્યાં નહિ હોય. રોજમેળ ખાતાવાહીમાંથી નવરા થાઓ તો આ પુસ્તકો ખોલો ને ? મૃત્યુ આવતા પહેલાં જૈનદર્શનનો મૌલિક ખજાનો જાણી તો લ્યો. ભીતરમાં શું શું થાય છે? કેવી કેવી ઘટનાઓ ઘટે છે ? જેમ જેમ આત્માનો અનુભવ થાય છે તેમ તેમ કર્મની નિર્જરા થાય છે. નવ તત્ત્વોમાં ત્રણ તત્ત્વો, એક છે આસ્રવ એટલે કર્મોનું આવવું આ કામ ચાલુ છે અને બીજા બે તત્ત્વો છે સંવર અને નિર્જરા. આવતાં કર્મોને રોકવા તે સંવર અને સત્તામાં જે કર્મો પડ્યાં છે તેને ખતમ કરવા તે નિર્જરા. તમને શું લાગે છે? થોડાં વચનામૃતના વચનો વાંચવાથી મોક્ષના દરવાજા ફટાક દઈને ખૂલી જતા હશે ? પરમકૃપાળુદેવ ના પાડે છે. એમણે કર્મો કેવી રીતે જશે, તેનું વર્ણન કરેલ છે. જેમ જેમ કર્મ નિર્જરા થાય તેમ તેમ સમક્તિ નિર્મળ થતું જાય છે. વાસણને માંજો તો વાસણ ઉજળું થાય, વધારે માંજો તો વાસણ ચકચકિત થાય . તેવી રીતે આત્મસ્થિરતા થતી જાય તેમ તેમ કર્મ નિર્જરા થતી જાય. જેમ જેમ કર્મ નિર્જરા થતી જાય તેમ તેમ સમ્યગ્દર્શન વધુ નિર્મળ થતું જાય અને જેમ જેમ તે નિર્મળ થાય તેમ તેમ સ્થિરતા સ્વરૂપમાં વધતી જાય. જેમ સ્થિરતા વધે તેમ નિર્જરા થતી જાય. આ ચક્ર સમજાય છે ? તમે સહેલો રસ્તો પસંદ કર્યો. હે ભગવાન ! કૃપા કરી અમને મોક્ષ આપો. ભગવાન કૃપણ નથી પરંતુ એમ તો કહેજે કે દીકરા ! હું મૂડી આપીશ પણ તારે વેપાર તો કરવો પડશે ને ? તું ખોઈ નાખીશ તો શું કામનું ? સમ્યગ્દર્શન થયા પછી જે જે ઘટનાઓ ઘટે છે, તેનું વર્ણન કરે છે. હાસ્ય, રતિ, અરતિ, શોક એટલે વિષાદ અને ભય એટલે બીકવાળું માનસ, અને જુગુપ્સા એટલે અણગમો આ બધા જે નોકષાયો છે, તેઓનો ઉદય થાય છે. કયારેક હર્ષ, કયારેક શોક, કયારેક રતિ-સુખ તો વળી કયારેક અરતિ દુઃખ, કયારેક દુગંછા, કયારેક ભય, કયારેક ચિંતા આ નાના નાના બનાવો ચિત્તને વિક્ષિપ્ત કરે છે. સમજી લો આ વાત! આપણે ભય તળે જીવીએ છીએ. કયારેક શોક પણ થાય છે. શોક કરવા માટે પણ હજારો કારણો છે. મહાભારતમાં કહ્યું છે કે જસ્થાનનિ સહમણિ, હર્ષસ્થાનનિ તને વં' હર્ષના પ્રસંગો ઓછા હોય છે પણ શોકના પ્રસંગો વધારે હોય છે. આપણું ચિત્ત ડહોળાયેલું જ હોય છે, કયારેક શોકથી, કયારેક ભયથી, કયારેક હર્ષથી, કયારેક વિજાતીય આકર્ષણથી, કયારેક અણગમાથી અને કયારેક તિરસ્કારથી. આખા દિવસમાં આપણા મનમાં અને હૃદયમાં તોફાન ચાલતું હોય છે, હવે આમાં ધ્યાન અને સમાધિ લાગે કયાંથી ? સ્થિરતા આવે કયાંથી ? તમે ટકશો કેવી રીતે ? આ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૫ નોકષાયો એટલે કષાયોનું કારણ. ગુજરાતીમાં સાદી કહેવત છે કે “રોગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હસી અશોધ્યાનqશોવર્ઘ, પ્રજ્ઞાવાવાંશ ભાષા (ભ.ગીતા ૨/૧૧) હે અર્જુન ! જેનો શોક કરવા જેવો નથી એનો શોક કરે છે ને પછી તત્ત્વજ્ઞાનની ડાહી ડાહી વાતો કરે છે? સંસારમાં કયાં શોક કરવા જેવો છે ? મહાપુરુષો કહે છે કે પુદ્ગલનું બંધારણ થાય પછી જેવું તેનું કામ પૂરું થાય તે ક્ષણથી જ વિખરાવાની શરૂઆત થાય છે. કંઈ સમજાયું ? માટીનો ઘડો તૈયાર થયો અને પહેલી વખત પાણી ભર્યું તે જ દિવસથી વિખરાવાની તૈયારી. જન્મ થયો કે મરણની શરૂઆત, એક એક દિવસ ઓછો થતો જાય છે. જગતના બધા પદાર્થો એક દિવસ વિખરાઈ જવાના છે. કેટલા દિવસ તમે શોક કરશો? શોક તમને પજવે છે, ભય પજવે છે. દેહ અને આત્મા ભિન્ન જણાય તો શું થાય? દેહના સુખથી સુખ થાય એવી જે મિથ્યા માન્યતા હતી તે માન્યતા બદલાઈ જાય છે. આ વાક્ય સમજાયું ? દેહ ને આત્મા ભિન્ન છે તે જાણવાથી પરિવર્તન શું આવે? દેહના સુખમાં સુખ અને દેહના દુઃખમાં દુઃખ મનાતું હતું એ જે મિથ્યા માન્યતા હતી તે ટળી જાય. દેહ પણ રહેશે, સુખ પણ રહેશે અને દુઃખ પણ રહેશે. પણ વિપરીત માન્યતાને કારણે જે જોડાઈ જવાપણું થતું હતું તે ન થાય. આ પરિણામ આવે. આ સમ્યગ્દર્શનની શુદ્ધિ. - પાંચ ઈન્દ્રિયો છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દમાં ભૌતિક સુખો માને છે. આપણું બધું સુખ ઇન્દ્રિયોના વિષયોમાં, સારું સારું જોવું, સારું સારું ખાવું, સારું સારું પહેરવું, ઓઢવું. સારું સારું ભેગું કરવું, સારું સારું સુંઘવું, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેનું સુખ, તેમાં આપણું સુખ છે તેમ માનીએ છીએ. જ્યારે સમ્યગદર્શન થાય ત્યારે એમ લાગે છે કે આ ભ્રમણા હતી. આ માન્યતા હતી. સુખ દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં નથી. આત્માને કર્મથી છોડાવવો એમાં આત્માનું ખરેખરું સુખ છે. આ જુદી વાત સમજી લો. ફાંસીની શિક્ષા થઈ હોય તેવા કેદીને તમે જમવા બોલાવી સુંદર મીઠાઈયુક્ત ભોજન આપો, મીઠાઈ ખવડાવો, તેને સ્વાદ લાગે ખરો ? પણ જો કોઈ તેની ફાંસીની શિક્ષા રદ કરાવે તો બેમાંથી તેને શું ગમશે ? મીઠાઈ ખવરાવનારો કે ફાંસીની સજા રદ કરાવનારો? બેમાંથી શું ગમશે ? આત્મા કર્મમાંથી મુક્ત થાય તેના જેવું બીજું કોઈ સુખ હોઈ શકે નહીં. કર્મ છે તો દુઃખ છે અને દુઃખનું કારણ પોતે કરેલાં અશુભ કર્મો છે. દુઃખ એમ કહે છે કે મારી સાથે લડશો નહિ. મને કાઢવાની મહેનત કરશો નહિ. તે સફળ નહીં થાય. હું તમને છોડીને જવાનો પણ નથી. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ બંદા તમારી સાથે જ રહેશે. જેવા કર્મો ગયાં કે દુઃખ ગયું, જેવા કર્મો ગયાં કે સુખ પણ ગયું. અંતમાં ત્રીજું જે મળે તેને કહેવાય છે આનંદ. આનંદ આપણો સ્વભાવ છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રવચન ક્રમાંક - ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ અબ મોહે આનંદ અભુત આયા, કિયા કરાયા કચ્છ ભી નહીં, સહેજે પિયાજી કો પાય, અબ મોહે આનંદ અભુત આયા ! દુઃખ પણ ગયું અને સુખ પણ ગયું. રહ્યો આનંદ. અખો કહે છે “અબ મોહે અદ્ભુત આનંદ આયા'. અખાને પૂછ્યું કે તે શું કર્યું ? તો કહે “કિયા કરાયા કછુ ભી નહીં, સહજ પિયાજી કો પાયા' સમ્યગ્દર્શન થતાં એમ થાય છે કે આત્માનું સુખ આત્માને કર્મથી છોડાવવામાં મળે છે. કર્મથી છૂટવું હોય તો કષાયોને દૂર કરવા પડે અને કષાયો દૂર કરવા હોય તો નિજ સ્વભાવમાં ઠરવું પડે. નિજ સ્વરૂપમાં કરવું હોય તો સમ્યગદર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યગ્દર્શન આવે તો “વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ” આ શબ્દોમાં ખજાનો છે અને તમામ પ્રકારના કષાયો ઘટતા જાય, અનંતાનુબંધી જાય એટલે સમ્યગ્દર્શન, અપ્રત્યાખ્યાની જાય એટલે દેશવિરતિ. દેશવિરતિ એટલે શ્રાવકનાં ૧૨ વ્રતોનું પાલન. આ સાધના છે. શ્રાવકની પણ નિશ્ચિત સાધના છે. તેને દેશ ચારિત્ર પણ કહે છે. સમ્યગદર્શન થયું એટલે બધી છૂટછાટો મળી ગઈ તેવો ભ્રમ કરશો નહિ. સમ્યગ્દર્શન થયા પછી દેશ વિરતિ બાકી અને દેશ વિરતિ પછી સર્વ વિરતિ બાકી. સર્વ વિરતિ પછી અપ્રમત્ત અવસ્થા બાકી, અપ્રમત્ત અવસ્થા પછી ક્ષપકશ્રેણી બાકી, તેમાં મોહનો ક્ષય કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની બાકી. પછી પલાઠીવાળી નિરાંતે બેસી શકાશે. અપ્રત્યાખ્યાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો શ્રાવક અને પ્રત્યાખ્યાનીનું જૂથ જેણે દૂર કર્યું તે સાચો સાધુ. ભગવાન મહાવીરે ગાથા આપી છે : न वि मुंडिओण समणो, न ओंकारेण बंभणो । न मुणी रणवासेण, कुसचीरेण न तावसो ॥ ભગવાને એમ કહ્યું છે કે મસ્તક મુંડાવાથી શ્રમણ થવાતું નથી. ૐ કાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યવાસથી કોઈ મુનિ થતો નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થતો નથી. તો કઈ રીતે થવાય ? સમય સમો દારૂ, વંમરે વંમો . नाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥ સમતા પ્રાપ્ત કરે તો શ્રમણ કહેવાય. સાધુનું લક્ષણ સમતા, શ્રમણનું લક્ષણ સમતા, તપ જપ ઓછાં હોય તો ચાલશે પણ સમતા ન હોય તો ન ચાલે. સમતા તેનું ભૂષણ. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થાય છે. ઇચ્છાઓનો વિરોધ કરે તે તપસ્વી કહેવાય છે. આવી આંતરિક અવસ્થા સાધક જ્યારે પ્રાપ્ત કરતો જાય ત્યારે ચારિત્ર ગુણ વિશેષ શુદ્ધ થાય. પછી સંજવલન કષાય રહ્યો. એ આવે પણ તુરત દૂર થાય. પાણી વચ્ચે લીટી કરી તો મટતા કેટલી વાર લાગે ? તુરત જ મળી જાય તેમ આ ક્રોધ શાંત થતાં વાર નહિ. કોઈનો ક્રોધ એવો હોય છે કે મરણ પર્યત દૂર થતો નથી. ઓલાને મારા મરણ વખતે હાજર કરશો નહિ, મને ક્રોધ ચઢશે તો મારું મોત બગડી જશે. અલ્યા, તારું મોત તું બગાડે છે કે ઓલો For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૭ બગાડે છે ? આ વેરભાવ છે. - સાધક જેમ જેમ વિશેષ શુદ્ધ થતો જાય તેમ શુદ્ધ થતાં થતાં ચારિત્રનો ઉદય થાય છે. સવારે સૂર્ય આકાશમાં ઊગે અને સાંજે ચંદ્ર આકાશમાં ઊગે, તેમ સાધકના જીવનમાં ચારિત્રનો ઉદય થાય. ચારિત્રનો સૂર્ય જીવનમાં ઊગે અને એ ઉદય થયા પછી વીતરાગ પદમાં સ્થિર થઈ જાય. શરૂઆત કરી હતી સમ્યગ્દર્શનથી અને પૂર્ણતા થાય વીતરાગ અવસ્થામાં. હવે પૂછો કે અમારે સાધના કયાં સુધી કરવાની ? જીવીએ ત્યાં સુધી ? વીતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત સાધના કરવી પડશે. નહિ તો વચમાં યાત્રા અધૂરી રહેશે. સાધક સાધનાનો પ્રારંભ જ્યારે કરે છે ત્યારે તેની અવસ્થા બદલાઈ જાય છે. સમ્યગ્દર્શનથી પ્રારંભ થયો અને વીતરાગ અવસ્થા સુધી પહોંચ્યો તે દિવસે સાધનાની સમાપ્તિ. હવે તેને આગળ કંઈપણ કરવાનું રહેતું નથી. જે કરવાનું હતું તે બધું જ કર્યું. આવી વીતરાગ અવસ્થા સાધકે પ્રાપ્ત કરવાની છે. (૧) આત્માનો અનુભવ જ્યારે થાય ત્યારે સહજ રીતે એની બાહ્ય પ્રવૃત્તિ ઓછી થાય. આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ ઓછી થાય. તેની દોડધામ ઓછી થાય. કારણ કે આત્માનો અનુભવ થયો છે. (૨) વાત એ કે જેટલી તેનામાં ક્ષમતા હોય, સામર્થ્ય હોય, શક્તિ હોય તે વાપરી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરે. એ સ્થિર થવાનો પુરુષાર્થ તેનું નામ ધ્યાન. એ ધ્યાનમાં રહે. જૈનદર્શનને નિચોવો અને કોઈ એક શબ્દ આવે તો ધ્યાન શબ્દ આવશે. જ્યારે પૂછશો કે શું કરવું અમારે ? તો કહે કે ધ્યાન કરો. સામાયિક એ ધ્યાન છે. પ્રતિક્રમણ અને દેવવંદન ધ્યાન છે. હાથમાં માળા લઈને ગણવી એ પણ ધ્યાન છે. આ બધી અલગ અલગ પ્રકારે ધ્યાનની પદ્ધતિઓ છે. જો ધ્યાનમાં ન રહી શકાય તો સ્વાધ્યાયમાં પુરુષાર્થ કરવો. કાં તો ધ્યાનમાં રહો અથવા તો સ્વાધ્યાયમાં રહો. ધ્યાનમાં ન ટકી શકે તો સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાં ન રહી શકે તો પાછા ધ્યાનમાં. એમ આત્માની સ્થિરતા જેમ જેમ થતી જાય તેમ તેમ જથ્થાબંધ કર્મો તેનાં ખપતાં જાય. તમને શું લાગે છે ? કંઈક કરવાની વાત આવે એટલે તમે ઢીલા થઈ જાઓ છો. વગર કર્યું કંઈ જ મળતું નથી. છેલ્લી વાત, ભાગવતમાં શુકદેવજીએ એક અદ્ભુત વાત કરી છે. એક સરસવનો દાણો, જેટલો ટાઇમ ગાયના શીંગડા ઉપર રહે તેટલો ટાઇમ સાધકનું મન સ્થિર રહે તો ધન્યવાદ આપવા જેવા છે. જેટલા અંશમાં સ્વરૂપમાં સ્થિર થવાય છે તેટલા અંશે ધ્યાન થાય છે. જો ધ્યાનમાં ટકી ન શકાય તો સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય પછી ફરી ધ્યાન. આ બે વચ્ચે અદલાબદલી, પરંતુ ત્રીજી વાત નહિ. જેમ જેમ ધ્યાન વધે તેમ તેમ આત્માનું બળ વધે અને જેમ જેમ બળ વધે તેમ તેમ સ્થિરતા વધે. આમ વૃત્તિ આત્મામાં સ્થિર થતી જાય. ૪૮ મિનિટ અખંડપણે વૃત્તિ આત્મામાં સ્થિર જો રહે તો કેવળજ્ઞાન થયા વગર રહે નહિ. આમ એક બાજુ બળ વધારતો જાય, સ્વરૂપમાં ઠરતો જાય. સ્વરૂપમાં સ્થિર થાય આ બાજુમાં કર્મોનો ક્ષય થતો જાય, વિભાવમાંથી સ્વભાવમાં આવતો જાય. સ્વભાવમાં આવ્યા પછી વિભાવમાં જવાનું ન રહે અને આત્મામાં સ્થિરતા થાય, એને જ્ઞાની પુરુષોએ યથાખ્યાત ચારિત્ર For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રવચન ક્રમાંક – ૮૭, ગાથા ક્રમાંક-૧૧૨ (સાયિક ભાવનું) કહ્યું છે, તેના પરિણામે એ વીતરાગ દશા પ્રાપ્ત કરે. આ ૧૧૨મી ગાથા અહીં સુધી પહોંચાડે છે. સમ્યગ્દર્શનથી પ્રારંભ થાય અને વીતરાગ અવસ્થામાં તેની સમાપ્તિ થાય. વીતરાગ બન્યા સિવાય જંપીને બેસવું નથી, તેવો નિર્ણય સમ્યગ્રષ્ટિ જીવે કરી લીધો છે. સમ્યગ્દષ્ટિને પરિપૂર્ણતા જોઈએ છે. સમ્યગ્દષ્ટિ ઓછામાં રાજી નથી. સંપૂર્ણપણે કર્મનો ક્ષય થાય ત્યારે પરિપૂર્ણતા પ્રગટે. ફરીથી યાદ કરીએ કે ૪૮ મિનિટ સતત આત્મામાં સ્થિર રહે તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. બધા ધાતિકર્મોનો ક્ષય થાય છે. આગળ ૧૧૩મી ગાથામાં કેવળજ્ઞાનની ગંભીર ચર્ચા થશે. ઘણા લોકો કહે છે કે કેવળજ્ઞાન હોઈ શકે નહિ. કોઈ કહે છે કેવળજ્ઞાન આવું હોય. અજ્ઞાનીની વ્યાખ્યા સાચી ન હોય. કેવળજ્ઞાનનું એક વિશેષ સ્વરૂપ ૧૧૩મી ગાથામાં પરમકૃપાળુદેવ પ્રગટ કરવાના છે. એટલા માટે ૧૧૩મી ગાથા પણ અદ્ભુત છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૯ પ્રવચન ક્રમાંક - ૮૮ ગાથા ક્રમાંક - ૧૧૩ કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. (૧૧૩) ટીકા - સર્વ આભાસરહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. (૧૧૩) આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સિદ્ધાંતો અને સાધનાની સંહિતા પ્રગટ થયેલી છે. ગૃહસ્થ જીવનમાં જીવતી વિભૂતિને આવું ઘોલન ? અને ઘોલનમાં ને ઘોલનમાં દુનિયાભરનાં તમામ શાસ્ત્રોનો નિચોડ આવી જાય તેવું અવતરણ ધરતી ઉપર વારંવાર થતું નથી. આ અદ્ભુત ઘટના છે. અહીં કોઈ પ્રયત્ન થયો નથી. જ્યાં પ્રયત્ન છે ત્યાં અહંકાર છે, ત્યાં ભૂલ છે. પરંતુ અહીં કંઈ જ પ્રયત્ન નહિ, કોઈ વ્યવસ્થા નહિ, આયોજન નહિ. લેખણી હાથમાં લીધી, અને એક જ આસને બેસીને લેખણી ચાલી તે ચાલી. ગ્રંથ પૂરો થયો ત્યારે લેખણી અટકી. કવિઓ, વિદ્વાનો અને સાહિત્યકારો ઢગલાબંધ પુસ્તકો લઈને બેઠા હોય ત્યારે તેનું લેખનકાર્ય થાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રગટ થયું ત્યારે તેમની પાસે એક પણ ગ્રંથ ન હતો. પ્રાસ મેળવવા કે શબ્દબદ્ધ કરવા કંઈ મથામણ કરવી પડી નથી. જેમ ધરતીમાંથી-પાતાળમાંથી પાણી સ્લરે તેમ અંદરથી જ્ઞાન Úર્યું. જાણવું એક વાત, કહેવું બીજી વાત અને શબ્દબદ્ધ કરવું તે ત્રીજી વાત છે. છેલ્લા ત્રણ દિવસથી હું સમ્યગ્રદર્શનની વાત કરી રહ્યો છું. અનંતકાળમાં આ જીવાત્માએ સૌથી વધારે ઉપેક્ષા સમ્યગ્દર્શનની કરી છે, માટે મોક્ષની નજીક પહોંચી શકતો નથી. યાદ રાખજો સમ્યગ્દર્શન થતાં વાર લાગશે, મોક્ષ મેળવતાં વાર નહિ લાગે. માટે પરમકૃપાળુદેવે કહ્યું કે “તું છો મોક્ષસ્વરૂપ' યશોવિજયજી મહારાજે કહ્યું કે જેમ નગરમાં પ્રવેશ કરવા માટે આગળ મોટો દરવાજો હોય, તેમ મોક્ષ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યગદર્શન ભવ્ય દરવાજો છે. જેમ ઝવેરી કિંમતી રત્નોને સાચવીને પેટીમાં મૂકે, તેમ સમ્યગ્દર્શન રત્નોની પેટી છે. જેટલાં અધ્યાત્મ રત્નો પ્રાપ્ત થશે તે આ પેટીમાંથી પ્રાપ્ત થશે. સમ્યગ્દર્શન મૂળ છે. એટલા માટે સાધક જ્યારે સાધનાનો પ્રારંભ કરશે ત્યારે સૌથી પહેલાં ભૌતિક ભૂમિકા ઉપર તેને યથાર્થપણે તત્ત્વનો નિર્ણય કરવો પડશે. તત્ત્વ નિર્ણય કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે પણ તેનો અનુભવ કરવા માટે બુદ્ધિ બાધક બને છે. નિર્ણય કરવો હોય ત્યાં સુધી બુદ્ધિ ઉપયોગી છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ सूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः। પૂ. હરિભદ્રસૂરીજી મહારાજે કહ્યું ધર્માર્થી સાધકોએ પરમતત્ત્વનાં રહસ્યોને સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જાણવા જોઈએ. નિર્ણય કર્યા પછી બુદ્ધિ બાજુ પર મૂકી દે. એટલા માટે પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું કે सद्धाओ मेहाओ धिईओ धारणाओ अणुप्पेहाओ वड्ढमाणीओ ठामि काउस्सग्गं । અહીં શ્રદ્ધા એ શબ્દ પહેલાં મૂક્યો. આપણે સૂચન કરીએ કે બુદ્ધિ શબ્દ પહેલાં મૂકોને? પણ ના, શ્રદ્ધાથી શરૂઆત થશે. શ્રદ્ધા એટલે રુચિ, પ્રેમ, સંવેદન, આહૂલાદ. શ્રદ્ધા એટલે સંપૂર્ણ સ્વીકૃતિ. શ્રદ્ધા એટલે ભૂખ.જમવા બેસો એટલે પીરસનારને ખ્યાલ આવી જાય કે આ ખરેખર ભૂખ્યો છે કે નહિ ? ખેડૂત ખેતર ખેડીને બરાબર થાક્યો હોય, બરાબર ભૂખ્યો થયો હોય અને ઘરવાળી કંતાનના કટકામાં ભાત લઈને આવે. ભાત એટલે રોટલો, ગોળ કે છાસ લઈને આવે પછી ખેડૂતને પ્રેમથી ખાવાનું આપી બાજુમાં ઘરવાળી બેઠી હોય ત્યારે ખેડૂતને પાંચે પકવાન પીરસાયા છે એવું લાગે. કારણ કે ભૂખ લાગી છે. મીરાં કહે છે કે મને સ્વપ્નમાં પગરવ સંભળાયો, “હરિ આવનકી ઘડી'. પરમાત્માનો પગરવ સંભળાય છે, હવે ભવસાગર અમારા માટે ક્યાં છે ? મીરાં ! તને આટલું બધું જોર ? તો કહે, હા ! મોહે લાગી લગન હરિ ચરનન કી, ભવસાગર અબ સુખ ગયો છે. ભવસાગર હવે સૂકાઈ ગયો છે, આનું નામ શ્રદ્ધા. સમગ્ર સાધના બે શબ્દો વચ્ચે છે. સમ્યગ્દર્શન એ પ્રારંભ અને વીતરાગ અવસ્થા એ સમાપ્તિ. સાધનાના પરિણામે વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વીતરામયશ્નો: સ્થિતધર્મનિરુચ ' (૨/૬) જેમની ચેતના રાગ દ્વેષથી વિમુક્ત થઈ ગઈ છે તેને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ. સોળથી ઓગણીસ વર્ષના ગાળામાં પરમકૃપાળુદેવના મુખેથી આ સનાતન સત્ય પ્રગટ થયું કે “જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું તે અમારો ધર્મ છે” આ વીતરાગ અવસ્થા તે સાધનાની સમાપ્તિ છે. વીતરાગ અવસ્થા પછી જે પ્રાપ્ત થાય છે તે કેવળજ્ઞાન છે. “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો કયારે આવશે? નિધાન એટલે ખજાનો. આ અમારું પોતાનું નિધાન કયારે પ્રગટાવું? શ્રેપકશ્રેણી માંડી, સંપૂર્ણપણે મોહનો ક્ષય થયા પછી ત્રણ ઘાતિ કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો વ્યચ્છેદ થાય અને અંદરથી જે પ્રગટ થયું તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ફળ છે. જેમ આંબાના ડાળ ઉપર કેરી બેસે ત્યારે કેરી જોઈને આપણે રાજી રાજી થઈ જઈએ કે હવે આંબો ખીલ્યો. વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય એટલે પછી સર્વજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય.૧૧ ૩મી ગાથામાં સર્વજ્ઞ અવસ્થાનું અદ્ભુત વર્ણન છે. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવાણ. એક નહિ હજારો વાતો આમાં છે. દરેક વખતે હું આમ જ કહું છું. આ અમને દેખાય For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૧ છે એટલે કહું છું. અમને શબ્દો દેખાતા નથી, તાણાવાણા દેખાય છે. સિદ્ધાંતો પ્રગટ થયેલા દેખાય છે અને આધ્યાત્મિક તથ્યો ગૂંથાયેલાં દેખાય છે. કેવળજ્ઞાનની અનેક વ્યાખ્યાઓ છે. આ બધી વ્યાખ્યાથી એક અલગ વ્યાખ્યા કેવળજ્ઞાનની છે. શાસ્ત્ર પરિપાટી પણ છે. કેવળજ્ઞાન કહો, સર્વજ્ઞતા કહો, પૂર્ણજ્ઞાન કહો, પરિપૂર્ણજ્ઞાન કહો, શબ્દો જુદા વાપરી શકાય પણ કેવળજ્ઞાનમાં શું થાય છે ? સંપૂર્ણપણે વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં આત્માનો પોતાનો સ્વયં જે જ્ઞાનગુણ, આત્માનો સ્વભાવ છે તે સંપૂર્ણપણે ખીલી ઊઠે છે. જ્ઞાનગુણ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાન અંદરથી પ્રાપ્ત થાય છે. એક સંત ગામડાની ભાષામાં કહેતા હતા કે પુસ્તકમાંથી મસ્તક આવ્યું કે મસ્તકમાંથી પુસ્તક આવ્યું? મસ્તકમાંથી પુસ્તક આવ્યું, પુસ્તકમાંથી મસ્તક નથી આવ્યું. પુસ્તકનો આધાર જ્ઞાન છે. જ્ઞાનને અનંતજ્ઞાન કહ્યું છે. જગતનાં જેટલાં શેયો જાણવા લાયક પદાર્થો છે તે તમામને એક સમયમાં જાણી શકે તેવું સામર્થ્ય જ્ઞાનમાં છે. અગ્નિના કણિયામાં આખી દુનિયાને બાળી શકે તેવું સામર્થ્ય છે તેમ જ્ઞાનમાં પણ બધાને જાણવાનું સામર્થ્ય છે. જ્ઞાન બહારથી નથી આવતું. બહારથી જે આવે છે તે માહિતી આવે છે, જ્ઞાન નહિ. ચંદનનું ઝાડ સુગંધ આપે છે. પણ સુગંધ કયાંથી આવી? સુગંધ ચંદનનો સ્વભાવ છે. સહજ રીતે સુગંધ પ્રગટ થાય છે. કોઈ તમને પૂછે કે તમારો સ્વભાવ શું ? તમે તરત કહેશો કે ગુસ્સો કરવો, મારો સ્વભાવ, બહુ ગુસ્સો આવી જાય છે. અહંકાર કરવો, લોભમાં તણાઈ જવું, કોઇકનું સ્વાહા કરી જવું મારો સ્વભાવ. આ જે કરો છો તે તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ તો જ્ઞાન છે. તમે હંમેશા જ્ઞાયક, જાણનાર છો. ક્ષણે ક્ષણે તમે જાણો છો. આ જાણંગ શબ્દ દેવચંદ્રજીનો છે, જાણંગ એટલે જાણનાર. શરીર દ્વારા, ઈન્દ્રિયો અને મન દ્વારા તમે જાણો છો. પુસ્તક દ્વારા તમે જાણો છો. પરંતુ જાણનારો અંદર બેઠો છે. આ બધા દ્વારા તે જાણે છે. જ્ઞાની એમ કહે છે કે આંખથી નહિ પણ આંખ દ્વારા જાણો છો. આંખ સાધન છે, જાણનાર અંદર બેઠો છે, તે આંખનો ઉપયોગ કરે છે. સાંભળનાર અંદર બેઠો છે તે કાનનો ઉપયોગ કરે છે, નાકનો પણ તે ઉપયોગ કરે છે. આતમરામ ચાલ્યા જાય પછી વ્હાલામાં વહાલો દીકરો બાપની છાતી પર માથું મૂકી રડે કે બાપા ! એકવાર બોલો પણ કેવી રીતે બોલે ? બોલનાર, જાણનાર અંદર બેઠો હતો તે ગયો. પહેલી વાત જ્ઞાન આત્માનો ગુણ છે, સ્વભાવ છે. જ્ઞાનને ચેતના કહે છે અને ચિતિ શક્તિ પણ કહે છે. ચૈતન્ય અથવા જાણપણું પણ કહે છે. અને જૈન પરંપરાનો શબ્દ છે ઉપયોગ. ઉપયોગ એટલે વાપરવું તે અર્થમાં નહિ પણ ઉપયોગ એટલે જ્ઞાન. તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતી મહારાજે કયો ઢક્ષણ’ ઉપયોગને આત્માનું લક્ષણ કહ્યું છે. નવતત્ત્વ પ્રકરણમાં આત્માનું લક્ષણ જણાવે છે. नाणं च दसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो च, अअं जीवस्स लक्खणं ॥ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્યાંક-૧૧૩ જીવનું લક્ષણ જ્ઞાન. જ્ઞાનનો જથ્થો કેટલો? પ્રમાણ કેટલું? શબ્દ વાપર્યો જ્ઞાન અનંત છે. જરા ધીરજથી સાંભળજો. જગતમાં છ દ્રવ્યો છે. આત્મા, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ વિશ્વની વ્યવસ્થા છે. આ છએ પદાર્થને દ્રવ્ય કહે છે. દ્રવ્યમાં અનંત ગુણો છે અને તે પ્રત્યેક ગુણની અનંત પર્યાયો છે. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે ઘટના, પર્યાય એટલે પરિવર્તન. અહીં એમ કહેવું છે કે આ છએ દ્રવ્યો આખા જગતમાં વ્યાપ્ત છે. તેમાં અનંત ગુણો છે, તેની અનંતી પર્યાયો છે. તે સમગ્ર અનંત દ્રવ્યોને તેના અનંત ગુણોને અને તેની અનંત પર્યાયોને જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં છે તેને કહેવાય છે કેવળજ્ઞાન. આવી ક્ષમતા કેવળજ્ઞાનની છે. ૧૪ બ્રહ્માંડ અને તેમાં રહેલ તમામ દ્રવ્યની અવસ્થાઓને એક સમય માત્રમાં જાણી શકે તેવું સામર્થ્ય તેવી ક્ષમતા જ્ઞાનની છે. આવું જ્ઞાન દબાય છે, અવરાય છે, તે જ્ઞાનને આવરણ કરનાર કર્મ, તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આનંદઘનજીએ સરસ કહ્યું. સૂર્ય લખલખાટ આકાશમાં પ્રકાશી રહ્યો છે. બાર વાગ્યાનો મધ્યાહ્નનો સમય છે. ધરતી પર સૂર્યના કિરણો રેલાઈ રહ્યાં છે. આખા જગતમાં ઝગમગાટ છે. પરંતુ અચાનક આકાશમાં વાદળાં ભેગાં થાય છે અને સૂર્ય ઢંકાઈ જાય છે. પાછો પવન ફૂંકાય અને વાદળ ખસી જાય છે. સૂર્યનો પ્રકાશ પાછો પ્રગટ થાય છે. તેમ આત્મા ઉપર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવ્યું. દશમા ગુણઠાણાના અંતે પ્રથમ મોહનીયકર્મ સંપૂર્ણપણે દૂર થયા પછી બારમા ગુણઠાણાના અંત સમયે જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ દૂર થાય તે સીધું દૂર નહિ થાય, આ બધી સત્તા મોહનીયકર્મના હાથમાં છે. તે કહે છે માસ્ટર કી તમારી પાસે છે, મને દૂર કરો તો બાકીના ત્રણને દૂર થતાં વાર નહિ લાગે. જ્ઞાનાવરણીય કર્મ દૂર થાય ત્યારે અંદરમાં રહેલ અનંતજ્ઞાનની શકિત પૂરેપૂરી ખીલી જાય, એવા ખીલેલા જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. આ જ્ઞાનનું સામર્થ્ય, શકિત અને બળ છે. એટલા માટે કેવળજ્ઞાનથી જગતમાં કંઈ છાનું નથી. આપણે આજુબાજુમાં જોઈએ છીએ કે કોઈ આપણને જોતું તો નથીને ? પણ કેવળજ્ઞાનીઓ બેઠાં છે તે આપણને જોઈ રહ્યા છે. કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાંથી તમે બચી નહિ શકો. આ એક વ્યાખ્યા વ્યવહારનયની છે. આ શાસ્ત્રો, ધર્મો અને સિદ્ધાંતોની વ્યાખ્યા છે. કેવળજ્ઞાનની તાકાત તમામ દુનિયાને સમય માત્રમાં જાણે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને એકી સાથે એક સમયમાં જાણે છે. આ એક વ્યાખ્યા થઈ. અહીં એક બીજી વ્યાખ્યા છે. કેવળ નિજ સ્વભાવનું. આ કેવળ શબ્દ છે. કેવળ એટલે માત્ર. માત્ર નિજ સ્વભાવ, બીજું કશું નહિ. જેમાંથી બધી બાદબાકી થઈ ગઈ, નિજ સ્વભાવ જ્ઞાન અને આનંદ સિવાય કંઈ રહ્યું નહિ. બધું બાદ કરતાં કરતાં આત્માનો સ્વભાવ આત્મામાંથી બાદ કરી શકાતો નથી. તમે રાગ કાઢી શકો, દ્વેષ, મોહ, અહંકાર, કામ, ક્રોધ, કષાયો, વિકારો, વિકલ્પો, વૃત્તિઓ, સંસ્કારો, નો કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, આસક્તિ, ઇચ્છાઓ બધું જ કાઢી શકો પણ પોતાનો સ્વભાવ કાઢી શકતા નથી. આ બધું બાદ કરતાં જે સ્વભાવ બચે છે તેને ટાળી શકાતો નથી. જેને બાદ કરી શકાય તેને કહેવાય છે. વિભાવ અને જે For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૩ બાદ ન કરી શકાય તે સ્વભાવ. અનંતકાળથી આ વિભાવો અને કર્મો હોવા છતાં ક્ષણભરમાં તેને દૂર કરી શકાય છે. તમે નિર્ણય કરો તેટલીજ વાર થાય છે. તમે જે વખતે નિર્ણય કરો કે અનંતકાળના વિભાવને ટાળવો જ છે તો ટાળી શકો છો. તમે એમ કહો છો કે ધ્યાનમાં બેસીએ ત્યારે વિચારો બહુ આવે છે. તમે કોઈ મહેમાનોને જમવાનું આમંત્રણ આપો કે આ દિવસે આટલા વાગે આવજો. પછી તમે ભૂલી ગયા પણ મહેમાનો તો આવીને ઊભા રહે. તમે આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા. વિચારોને આમંત્રણ આપ્યું હતું તેથી આવ્યા. વિચારોનો વાંક નથી. આમંત્રણ નહિ આપો તો વિચારો નહિ આવે. વિભાવોને પણ આપણે આમંત્રણ આપીએ છીએ. કેવળ કંઈપણ નહિ, માત્ર નિજ સ્વભાવ. આ બધામાંથી માત્ર નિજ સ્વભાવ ગ્રહણ કરવો. શ્રી સીમંધર જિનવર સાહેબ, વિનતડી અવધારો, શુદ્ધ ધર્મ જે પ્રગટચો તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી વિનવીએ મન રંગે. પ્રભુ તમારામાં જે તમારો સ્વભાવ આવિર્ભાવ પામ્યો છે, એવો જ અમારો પણ સ્વભાવ છે. અમારો સ્વભાવ અત્યારે ઢંકાયેલો, દબાયેલો, અવરાયેલો છે. તેના ઉપર રાગ દ્વેષનાં ઢાંકણાં આવે છે, જેમ મોટો પટારો દબાવીને ભર્યો હોય. ઉપર ખંભાતી તાળું હોય, કંઈ દેખાય નહિ પણ કોઇક એમ કહે કે આ પટારામાં હીરા, માણેક મોતી ભર્યા છે પણ દેખાતાં નથી. આપણે કહીશું કે દેખાતાં નથી તો તાળું ખોલ. ઢાંકણું ઉઘાડ. રાગદ્વેષના ઢાંકણા નીચે ચૈતન્યનો ખજાનો દબાયેલો છે. આ રાગદ્વેષનાં તાળાં ખોલવા તે કઠિન વાત નથી. પૂ.જીવવિજયજી મહારાજે ગુજરાતીમાં બહુ સરસ વાત કરી કે, રાગ અને રીસા દોય ખવીસ, યે તુમ દુઃખ કા દિશા. રાગ અને રીસ, રીસ એટલે ગુસ્સો, દ્વેષ, અણગમો, નાકનું ટેરવું ચડી જાય. આવો માણસ સામેથી આવતો હોય અને આપણને જોઈ જાય તો રસ્તો બદલી નાખે. કોઈ પૂછે કેમ ? તો કહેશે ઓલો અભાગિયો આવે છે એટલે. રાગ અને રીસ એ કેવા છે ? ખવીસા. ગામડામાં માથા વગરનું ભૂત તેને ખવીસ કહે છે. આ ખવીસ હોય કે ન હોય પરંતુ રાગ અને દ્વેષ ખવીસ છે. આ જ દુઃખની ખાણ છે પછી ઉપાય બતાવે છે..... “જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઈશા. જ્યારે રાગ અને દ્વેષને તમે દૂર કરશો ત્યારે તમે જગતના ઈશ્વર થઈ જશો. વારંવાર પુનરાવૃત્તિ કરીએ છીએ કે રાગ દ્વેષ દૂર કરો કારણ કે તમારો ખજાનો ઢંકાઈ ગયો છે. આત્માનો ખજાનો એટલે કેવળ નિજ સ્વભાવ-આત્માનો સ્વભાવ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય, અનંત ચારિત્ર અને અનંત આનંદ વિગેરે આત્માના ગુણો છે, સ્વભાવ છે, બીજા ઘણા ગુણો છે પરંતુ આ મુખ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શાશ્વતતા, અનંતતા આ તમારો સ્વભાવ છે. આવો જે ચૈતન્યનો સ્વભાવ, આત્માનો સ્વભાવ તેનું અખંડજ્ઞાન વર્તે તેને કહેવાય છે For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ કેવળજ્ઞાન. તે સર્વ આભાસ રહિત છે. આભાસ એને કહેવાય કે જે દેખાય પણ હોય નહિ. એક ભાઈ રાત્રે બાર વાગે ચશ્મા શોધતા હતા. પત્ની કહે શું કરો છો? તેઓ કહે કે ચશ્મા શોધું છું. પત્ની કહે કે રાત્રે તમારે શું જોવાનું છે ? તેઓ કહે કે મને સ્વપ્ન આવ્યું છે તે બરાબર દેખાતું નથી, હવે ચશ્મા ચડાવીને જોયું છે. આ પતિદેવને ભાન નથી. દેખાય ખરું પણ હોય નહિં. આ તમારો સંસાર દેખાય છે ખરો પણ હોય નહિ. તમને મારો દીકરો, મારો પતિ, મારી પત્ની એમ બોલવામાં કેટલી મીઠાશ આવે છે? અમે અમેરિકા ગયા ત્યારે એક ભાઈ કહે અમારે ઘેર પધારો અમારું મકાન જોવા. ભલા માણસ ! અમારે મકાન જોઈને શું કરવાનું છે ? તેનું મકાન જોયા પછી કહીએ કે બહુ સરસ છે તો તેને શેર લોહી ચડે, પરંતુ મરી જઇશ ત્યારે મૂકીને જવાનું છે એમ કહીએ તો ? કબીરજીએ ગાયું છે ક... “અપને ખાતીર મહલ બનાયા, આપ હી જંગલ જા કર સોયા' જીસ ઘર અંદર આયા ચઢા હૈ, સો ઘર નાહિ તેરા, એસે એસે ઘર બહોત બનાયે, રાહ ચલણ જયું ડેરા.'' આ બધા આભાસ, મારું દેખાય છે પણ મારું નથી. આત્મામાં આ બધું દેખાય છે પણ છે નહિ. બધા આભાસ નીકળી ગયા આત્મામાંથી. ક્રોધ દેખાય છે પણ છે નહિ. અહંકાર, દુષ્કર્મો દેખાય છે પણ છે નહિ. નથી એટલા માટે કે બાદ કરી શકાય છે. તમે ક્રોધ વગર જીવી શકશો, પણ જ્ઞાન વગર જીવી શકશો નહિ. દુઃખ વગર જીવી શકશો પણ આનંદ વગર જીવી નહિ શકો. કારણ કે જ્ઞાન અને આનંદ તમારો સ્વભાવ છે. સ્વભાવ વગર જીવી ન શકાય, વિભાવ વગર જીવી શકાશે. | સર્વ આભાસથી રહિત એવો આત્મ સ્વભાવ, તેની અખંડ જ્ઞાનની ધારા ચાલે, કયારેક કયારેક નહિ પણ સતત અને તે દ્વારા મંદ ન થાય અને તેનો નાશ પણ ન થાય, એવું નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહેવાય. અલૌકિક વ્યાખ્યા છે. નિજ સ્વભાવનું જ્ઞાન અને તેની ધારા ખંડિત થયા વગર અંખડ વહે. કેવળજ્ઞાન થવાની પ્રથમ ક્ષણ છે, પણ કેવળજ્ઞાન કયારેય નાશ પામતું નથી. તે અનંત છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી જાય નહિ. આ તમારો ખજાનો છે. જે છોડવો પડે તે તમારો ખજાનો નહિ. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન'. અખંડ વર્તે એટલે ધારા ખંડિત ન થાય. ધારા મંદ ન થાય. કયારેક આપણું જ્ઞાન વિશેષ હોય, ક્યારેક આપણું જ્ઞાન મંદ હોય કારણ કે આવરણ છે. દીવાની જ્યોત તમે વધતી ઓછી કરો તેમ પ્રકાશ વધતો ઓછો થાય પરંતુ કેવળજ્ઞાન કયારેય તીવ્ર મંદ ન થાય અને ત્રીજી વાત તે કયારેય નાશ ન પામે. એવું અનંતજ્ઞાન વર્તે તેને અમે કેવળજ્ઞાન કહીએ છીએ. આ આપણી આપણા સ્વભાવની વાત થઈ. તો કડી શું આવી ? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આત્માનું જ્ઞાન આપણને છે જ નહિ એ પહેલી વાત. કદાચ સાંભળ્યું અને માન્યું કે આત્મા છે તો ધારા કાયમ ટકતી નથી, ક્ષણ, બે ક્ષણ હું આત્મા છું એમ તમને ક્યારે યાદ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૫ આવે ? ભૂલી જાવ છો. હું ખીમજીભાઈ છું કે પ્રેમજીભાઈ છું તે સતત ૨૪ કલાક અને જંદગીભર યાદ રહેશે. પરંતુ હું આત્મા છું એમ યાદ રહેશે? યાદ આવે તો ક્ષણ બે ક્ષણ પછી ભૂલી જવાય છે. હું શરીર છું” તે હું શરીર ન હોવા છતાં ભૂલાતું નથી.આ ખેલ જુઓ, હું આત્મા છું તે ભૂલી જવાય પણ હું શરીર છું તે ભૂલાતું નથી. ન હોવા છતાં બરાબર યાદ રહે. તમારું નામ કાંતિભાઈ હોય અને કોઈક બોલાવે કે ઓ શાંતિભાઈ ! તુરત જ કહેશો કે ભાઈ ! શાંતિભાઈ નહિ પણ મારું નામ કાંતિભાઈ છે. કોઈ દિવસ એમ થયું કે હું શરીર નહિ પણ આત્મા છું ? આપણી જ્ઞાનની ધારા વચ્ચે તૂટે છે. પોતાના જ્ઞાનની ધારા ન લૂટે તેવી અખંડ ધારા તે નિજ સ્વભાવની છે. નિજ સ્વભાવમાં રાગ, દ્વેષ, અહંકાર, નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, ગતિ, જાતિ, ઈન્દ્રિયો, વેશ્યા, માર્ગણાસ્થાન, પાપ સ્થાનકો, શુભ અશુભ ભાવ આ બધું નથી. આ બધાથી રહિત, અને જેનાથી રહિત ન થવાય તેને કહેવાય નિજ સ્વભાવ. સર્વ આભાસોથી રહિત છે, એવા નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન જેને વર્તે છે તેને અમે કેવળજ્ઞાન કહીએ છીએ. હું ફરી ફરી રીપીટેશન કરું છું, કારણ કે મારે તમને ઘુટાવવું છે. આ અદ્ભુત વ્યાખ્યા છે. શાસ્ત્રને સંમત છે. હવે મહત્ત્વની વાત, આવું કેવળજ્ઞાન જો પામ્યા તો ચાર ઘાતિકર્મો એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય કર્મનો મોટો જથ્થો ગયો. તેરમા ગુણસ્થાને પહોંચી ગયા. ચાર ઘનઘાતિ કર્મોનો વ્યવચ્છેદ થયો. વ્યવચ્છેદ થવાથી અંદરથી કેવળજ્ઞાન પ્રગટ થયું. હવે શરીર તો રહ્યું. એ શરીર પોતાની વાસનાને કારણે નહિ પણ ચાર અઘાતિ કર્મના કારણે રહ્યું છે. અઘાતિકર્મ, એટલે તમારા સ્વરૂપમાં કોઈપણ જાતની બાધા ઉત્પન્ન ન કરી શકે છતાં છે. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય, આ ચાર અઘાતિ કર્મો છે. તેનો સબંધ દેહ સાથે છે. ઘાતિ કર્મો તમારા સ્વરૂપને અસર કરે છે. આ અઘાતિ કર્મો હોય ત્યાં સુધી શરીર હોય છે. વીતરાગ કેવળજ્ઞાની શરીરમાં રહ્યા છે છતાં જીવનથી મુક્ત છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નવ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થઈ શકે, પણ કદાચ આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું પણ હોય તો તે પૂર્વ કરોડ વર્ષ જીવે પણ જીવનમુકત તરીકે જીવે. ત્યાં રાગ દ્વેષના કષાયોના આંદોલનો પ્રગટ ન થાય. જીવનમુક્ત દશા છે. જીવન તો છે પણ રાગ-દ્વેષથી મુક્ત, જીવન તો છે પણ કષાયોથી મુક્ત, જીવન તો છે પણ આસક્તિ, સુખ દુઃખથી મુક્ત, જીવન તો છે પણ મોહથી મુક્ત. આવું જીવન જીવે છે. તમારી બાજુમાં બેઠા હોય છતાં ખબર ન પડે કે આ કેવળજ્ઞાની છે. આપણે વિભાવો સાથે જીવીએ છીએ. કેવળજ્ઞાની જીવે છે એમને “જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા.' જીવન કે મરણમાં કોઈ અધિકતા નથી એવી જીવનમુકતદશા છે. તેના માટે બુદ્ધ ભગવાને બીજો શબ્દ આપ્યો છે - નિર્વાણદશા. “મરને કે બાદ મોક્ષ હોતા હૈ વો બાત જાને દો, યે તો જીતે જી મોક્ષકી બાત છે. આનો અર્થ એ થયો કે રાગ દ્વેષ ગયા પછી દેહ બાધક નથી. ઘણા લોકો કહે છે તોડો આ શરીરને? શરીર શું નડે છે તમને? રાગ દ્વેષ તોડો ને ? તો જીવનમુક્ત દશા તે નિર્વાણ. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ છેલ્લી વાત, ‘દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' જીવનની એક ઓર મજા છે. રાગ દ્વેષ સાથે જીવવું એ દુઃખમય જીવન છે. રાગદ્વેષ વગર જીવન જીવવામાં પરમ આનંદની વર્ષા થાય છે. જીવન છે, દેહ છે પણ રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, દ્વન્દ્ર નથી, મૂંઝવણ નથી, ચિંતા નથી કંઈપણ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહિએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” દેહ છૂટી ગયા પછી મોક્ષ મળશે એ ઉધાર. અહીં રોકડાની વાત છે. દેહ છે, દેહમાં જીવીએ છીએ, જીવતા છીએ, ધરતી ઉપર છીએ, તમારા વચ્ચે છીએ છતાં રાગ દ્વેષ વગર જીવીએ છીએ. રાગ દ્વેષ વગર કરોડો વર્ષ જીવી શકાય. અમને એક ભાઇ વાત કરતા હતા કે ઘરમાં કોઈ અકળાય તો શાંત રહેવું. કબીરજીએ કહ્યું કે અગળા હોય અગ્નિ તો આપણે થવું પાણી. આગળ અગ્નિ પ્રગટે તો પાણી ઢોળવું, પણ ગુરુજી! અમે તમારી સલાહ માનીએ તો જીવાય નહિ. કેમ ? તો કહે, રોફ રાખીએ તો જ જીવાય. એક ભાઈ કહેતા હતા કે હું ઘેર જાઉં એટલે મને જોઇને બધા ચૂપચાપ. ન બોલે કે ન ચાલે. મેં કહ્યું કે હડકાયું કૂતરું આવે ત્યારે પણ આવું જ થાય છે. ચૂપચાપ થઈ જઈએ. આમાં શું કમાણો તું ? રાગ દ્વેષ નહિ અને જીવન કરોડો વર્ષ ! કરોડો વર્ષમા નિમિત્ત નહીં આવતા હોય? કોઇ કહેનાર નહીં મળતું હોય? તેઓની જીવન જીવવાની અદ્ભુત રીત છે, દેહ છતાં નિર્વાણ. આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. આપણે ઉપસંહાર સમાપ્તિ તરફ જઈએ. એ જે વીતરાગ દશા તેનું ફળ કેવળજ્ઞાન અને તેમાં આત્મસ્વભાવનો અનુભવ અખંડ રહે. કોનામાં ? નિજ સ્વભાવમાં, આત્મામાં ઉપયોગ સ્થિર થાય. ચારે ઘાતિકર્મો વ્યવચ્છેદ પામ્યાં છે. હવે ચાર અઘાત કર્યો હોવાથી દેહ છે. આત્મા દેહમાં છે. દેહ ધારણ કરેલ છે છતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય જે સિદ્ધ ભગવંતના ગુણો છે તે આમનામાં પણ પ્રગટ થઈ ગયા છે, આ ધરતી ઉપર અને આ જ દેહમાં છે. એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમના માટે સાકાર પરમાત્મા શબ્દ વાપરી શકાય. અથવા દેહધારી ભગવાન કહી શકાય કારણ કે અઘાતિકર્મો જ બાકી રહ્યાં છે. ભાગવતની પરિભાષામાં નિરાકાર, આ નિરાકાર થયો છે. એવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેને કહેવાય છે કેવળજ્ઞાની. ૧૧૪મી ગાથાનો પ્રારંભ હવે થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૭ ( પ્રવચન ક્રમાંક - ૮૯ ગાથા ક્રમાંક - ૧૧૪ વિભાવને દૂર કરવાનો ઉપાય કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. (૧૧૪). ટીકા - કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. (૧૧૪) આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ રહસ્યથી ભરેલું, તમામ પ્રકારનાં પાસાઓને સ્પષ્ટ કરતું અને અધ્યાત્મનાં મૌલિક સિદ્ધાંતોને વિગતવાર જણાવતું શાસ્ત્ર છે. જે પુરુષ દ્વારા પ્રગટ થયું તેના દેહનું નામ પરમકૃપાળુદેવ. તેઓ લખે છે કે અમે દેહધારી છીએ તે યાદ કરીએ છીએ, ત્યારે માંડ માંડ યાદ આવે છે કે અમે દેહધારી છીએ. આથી વધારે ગંભીર વાત હોઈ શકે નહિ. તેમને વિસ્મરણ થયું નથી પણ તેમની આવી અવસ્થા છે. આઇનસ્ટાઇન એક મિત્રને ત્યાં જમવા ગયેલ. ભોજન થઈ ગયું. દશ વાગ્યા અને વાતોની શરૂઆત થઈ. અગિયાર, પછી બાર વાગ્યા અને આઈનસ્ટાઇન એમ વિચારે છે કે આ લોકો હજુ જવાની વાત કેમ નથી કરતા? અને જેના ઘેર ગયા છે તે લોકોને થાય કે આઈનસ્ટાઈન કયારે ઘેર જવા માટે ઊભા થશે ? છેવટે થાકીને પેલાએ આઈનસ્ટાઈનને કહ્યું કે, સાહેબ, આપને આપના ઘેર જવું નથી ? ત્યારે તેણે કહ્યું કે ઓહ ! આ મારું ઘર નથી ? આઈનસ્ટાઈનનું આઈ. કર્યું. લેવલ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કોઈ જાતનું વિસ્મરણ પણ નથી. પરંતુ તેની ચેતના કયાંક ડૂબેલી છે, વિજ્ઞાનોના પદાર્થોમાં, ચિંતનમાં, મનનમાં, મંથનમાં ક્યાંક ડૂબેલી છે. પરમકૃપાળુદેવ એમ જ્યારે કહે છે કે અમે દેહધારી છીએ તે માંડ માંડ યાદ આવે છે ત્યારે ડૂબેલી ચેતનામાં સ્મરણ કરવું પડે છે. આવા અસાધારણ વ્યકિતત્વ દ્વારા આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. ૧૧૩મી ગાથામાં ખરેખર વાત પૂરી થઈ ગઈ. સમ્યગ્દર્શનથી માંડીને સર્વજ્ઞ અવસ્થા સુધીનાં બધાં જ પાયાનાં તત્ત્વો અને બધી અધ્યાત્મની ભૂમિકાનું વર્ણન પૂરું થયું. આ ગાથામાં આત્મસિદ્ધિ સંપૂર્ણ થવી જોઈતી હતી પરંતુ અહીં ગાથા આગળ ચાલી. આ એટલા માટે ચાલી કે સાધકે, મુમુક્ષુએ અને શિષ્ય આ સાંભળ્યું છતાં તેના મનમાં એક મંથન છે. મુમુક્ષને અનુભવ કરવો છે માટે દ્વિઘા છે, સમસ્યા છે, વિમાસણ છે, તેને એમ થાય છે કે આ જે વિભાવ છે તે અનાદિ કાળનો છે, તેનો પ્રારંભ નથી અને આ ક્ષણ સુધી છે. આજે પણ છે, તો આવો અનાદિનો વિભાવ કેવી રીતે છૂટે ? આપણને બરાબર ખબર છે કે આપણામાં વૃત્તિઓનું કેવું ઘમસાણ મચે છે? કેવું તોફાન મચે છે? કેવું યુદ્ધ અને સંઘર્ષ થાય છે ? એક બાજુ એમ થાય કે જગતના બધા પદાર્થો છોડી દઈએ. બીજી બાજુ થાય For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્યાંક-૧૧૪ કે છોડવાથી કંઇ મુશ્કેલી નહિ થાય ને? વૃત્તિઓનું ઘમસાણ એ મોટામાં મોટું ઘમસાણ છે. કોઈ આપણને ગાળ આપે ત્યારે કહીએ છીએ કે આપવા દો ! તેના મોઢેથી બોલે છે ને? આપણને શું વાંધો આવ્યો ? પરંતુ બીજી મિનિટે થાય કે આ ન ચલાવી લેવાય. એને એવી ટેવ પડી જાય. વૃત્તિઓનો સામનો કરવો અત્યંત કઠિન છે. તો હે પ્રભુ! આ વૃત્તિઓ સંપૂર્ણપણે લય થઈ જાય તેવું બનતું હશે ? મહર્ષિ પતંજલીએ કહ્યું, “પશ્ચિત્તવૃત્તિનિરો : 'આ યોગની અમે જે વાત કરીએ છીએ તે ચિત્તની વૃત્તિનો વિરોધ કરવાની વાત છે. એમણે સ્વીકાર્યું કે વૃત્તિઓનો નિરોધ થઈ શકે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પાંચ પ્રકારના યોગ વર્ણવ્યા છે. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાન યોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગ. સંપૂર્ણપણે વૃત્તિઓનો ક્ષય થાય તેવી પણ અવસ્થા છે અને તેને માટે એક શબ્દ છે. એ શબ્દ છે નિવૃત્તિ. આપણે નિવૃત્તિ શબ્દ બોલીએ એટલે એવું સમજાય કે ૫૮ વર્ષ થયાં તેથી નિવૃત્ત થયા. અહીં આનો અર્થ એવો નથી પણ નિવૃત્તિનો અર્થ વૃત્તિ રહિત અવસ્થા. વેલ ગમે તેટલી મોટી અને સુંદર હોય અને ગમે તેટલી વિકસી હોય, વેલે આખા ઝાડને ઢાંકી દીધું હોય તો પણ વેલ તે બહારથી આવેલ વસ્તુ છે. તમે મૂળ કાપી નાખો એટલે વેલ ખતમ થઈ જાય. પરંતુ બને છે એવું કે વૃક્ષના ટેકા વગર વેલ ઊછરી શકતી નથી અને ઊછર્યા પછી જેનો ટેકો લીધો છે તેને ઢાંકયા વગર પણ રહેતી નથી. કાંઈ સમજાયું ? વેલ જે ઊભી થઈ તે વૃક્ષના આધારે અને તેનો ટેકો ન મળે તો વધી શકે નહિ પણ તે એવી વધે છે કે જેનો ટેકો લીધો છે તેને જ ઢાંકી દે છે. રાજકારણમાં પણ આવું જ થાય છે. જીતીને ભૂલી જાય કે અમે તમારે કારણે, તમારા સપોર્ટથી ચૂંટણી જીત્યા. આત્માના ટેકાથી વૃત્તિની વેલ ઊભી થાય છે અને એ જ વૃત્તિની વેલ આત્માને ઢાંકી દે છે. “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ' આટલો મોટો હિમાલય “તણખલાથી' ઢંકાયો. આટલો મોટો ભગવાન આત્મા અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યવાન અને અનંત આનંદથી ભરપૂર, શું નથી તેનામાં ? અદ્ભૂત ખજાનો છે. યશોવિજયજી મહારાજે ગાયું કે “પ્રભુ ! તું સબ બાતે પૂરો' અધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે બધી તાકાત ખીલી ગઈ છે, એ અર્થમાં સબ બાતે પૂરો એમ કહ્યું છે. જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી; સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણોકી દાસી. ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. હે પ્રભુ ! તું આવો છે. જો તું તારા સ્વભાવમાં રમે તો સુર નર કિન્નર અને ઇન્દ્રોની સંપત્તિ તારા ચરણોની દાસી બને. તને શું કહું ? તને શું ઓછપ છે ? તારી પાસે શું નથી? અરે, આત્મા! તારી પાસે અનંત સંપત્તિ છે, તો પણ ભિખારીની જેમ તું સુખની ભીખ માગે છે? તને શરમ નથી આવતી? ભારે ઠપકો આપ્યો. તમે સુખ કોની પાસે માગો છો ? પુદ્ગલ પાસે ને ? બોલોને ? અરે! ચૈતન્યમૂર્તિ આત્મા ! તું તો સુખનો સાગર છે, પણ વૃત્તિઓ જીતાતી For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી અને આશ્ચર્યની વાત તો એ છે કે વરસો સુધી આ વૃત્તિઓ સાથે જેમણે સંગ્રામ કર્યો તેમને પણ આ વૃત્તિઓ ઉથલાવી નાખે છે. ૬૦ હજાર વર્ષે વિશ્વામિત્રને ધક્કો લાગ્યો અને લપસ્યા. શિષ્યને મૂંઝવણ થાય છે કે આ વૃત્તિઓ શી રીતે જાય ? આ વિભાવ તો અનાદિનો છે. વિભાવ એટલે વિકૃતભાવ. પરંતુ આ બધું યાદ ન રહે તો બે શબ્દો તો તમને યાદ છે. રાગ અને દ્વેષ. આને કહેવાય છે વિભાવ. આ વિભાવ કેવી રીતે પેદા થાય છે? સમજાય છે ? આખા જગતને ઝુકાવનાર વિભાવ કેવી રીતે તૈયાર થાય છે ? જ્ઞાન છે તે પરને જાણે છે અને પોતાને પણ જાણે છે. જ્ઞાનનું લક્ષણ છે સ્વ-પર પ્રકાશક. જ્ઞાનની ક્ષમતા છે, હેસિયત છે, શકિત અને સામર્થ્ય છે કે પોતાને પણ જાણે અને પરને પણ જાણે. પરને જાણે ત્યાં સુધી તો બરાબર. અહીં સુધી જ્ઞાનનું કાર્ય છે. જરા જાગતા રહીને સાંભળજો. જ્ઞાનની ક્ષમતા એવી છે કે પરન-વસ્તુને જાણે છે, વ્યકિતને જાણે છે. રસ્તામાં ચાલ્યા જાઓ છો અને ગાડી નીકળી, તે જ્ઞાને જાણ્યું. કોઈએ ઘરેણાં પહેર્યા છે તે જ્ઞાને જાણ્યું. મરચાંના ભજીયાં તળાઈ રહ્યાં છે તે જ્ઞાને જાણ્યું, જાણવું તે તો જ્ઞાનનું કામ છે. કેમ જાણ્યું? એમ તમે ન કહી શકો. જ્ઞાન કાર્યકારી છે અને જાણવું તે તેનું કામ છે. પરંતુ જાણ્યા પછી તે એક ઇંચ આગળ વધે છે. જાણ્યા પછી તે પર પદાર્થો હું છું એમ માની લે છે. ધીરજથી વાત ખ્યાલમાં લેજો. જ્ઞાન જોખમ નથી. જ્ઞાન ૩૮ અક્ષાંશ સુધી આવી ગયું. જ્ઞાને જાયું પછી પોતે આગળ વધી તેમાં તદ્રુપ, તન્મય અને તદાકાર થાય છે. તેની સાથે પોતે પોતાનું તાદામ્ય સિદ્ધ કરે છે અને તેમ માનવાના પરિણામે અંદર જે ઠંદ્ર થાય છે તેને કહેવાય છે વિભાવ. વિભાવ થવાનું મૂળ જાણી લો કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે. જૈનદર્શન એમ કહે છે કોઈ શબ્દ એમને એમ ન બોલો. પ્રત્યેક શબ્દ પાછળ એક ગંભીર ઘટના છે. શબ્દ છીજું છે પણ અંદર રહસ્ય રહેલું છે. આપણે માનીએ છીએ કે આ બધું મારું છે પણ જે દિવસે જન્મ્યા હતા તે દિવસે સફારી સુટ કે સાડી પહેરીને જનમ્યાં હતાં? અને જે દિવસે આપણે જઈશું, છેલ્લો વરઘોડો નીકળશે ત્યારે શું લઈને જવાના? પૂ. ઉદયરત્ન મહારાજે કહ્યું છે કે, સાવ સોનાનાં સાંકળા પહેરણ નવ નવા વાઘા; ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. પહેલા સાવ સોનાનાં સાંકળા પહેરતાં હતાં. ચાલે ત્યારે પણ ખણ અવાજ આવે. એમાં તન્મય થાય. એક ભાઈ કહે કે મેં મારી તૈયારી કરી લીધી છે ઘોળું વસ્ત્ર કબાટમાં મૂકી દીધું. દીકરો કહે કે તમે તૈયારી ન કરી હોત તો અમે તૈયારી કરત. પોતે પરપદાર્થોમાં તન્મય થાય છે, તદાકાર થાય છે. શરીર, કપડાં, ધન, સબંધોને અને પદાર્થોને મારું માને છે, તાદાભ્ય કરે છે, તેના પ્રત્યે આસક્તિ અને મમત્વ થાય છે. તેમાંથી જે દ્વન્દ ઊભા થાય છે તેને કહેવાય છે રાગ અને દ્વેષ. જ્યારે વિભાવ ઉત્પન્ન થાય- રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ત્યારે એ રાગ દ્વેષને દૂર કરો. આ લેબોરેટરીની એનાલીસીસ છે હવે ખબર For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ પડી કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે ? તમે જ્યારે સ્વાધ્યાય અને પ્રવચનમાં જાવ ત્યારે સ્વાધ્યાયકાર કહેશે કે રાગ દ્વેષને જીતો. તમને પણ થાય કે ચાલો પ્રયત્ન કરીએ. પ્રયત્ન કરો ત્યારે ખબર પડે કે આ તો નમતું જોખે તેવાં નથી, છતાતાં નથી. શિષ્યને એમ થાય છે કે ગુરુદેવ ! અનાદિનો વિભાવ કેમ કરી દૂર થાય ? પહેલા સમ્યગદર્શનથી માંડી વીતરાગતા સુધીની વાત પૂરી થઇ. હવે ફરી શિષ્ય પૂછે છે આ વૃત્તિઓ જીતાતી નથી તો કેમ કરી જીતવી ? તેનો ઉપાય ગુરુદેવ કહે છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. આ ગાથામાં કેટલાં કોયડાઓ ઉકેલાયા છે. અનાદિનો વિભાવ દૂર કેમ થાય? અધ્યાત્મ શાસ્ત્રોએ જગતનાં બનાવોનું વર્ણન કરીને, અધ્યાત્મનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેવો એક સિદ્ધાંત સ્વપ્ન દશાનો છે. તે દશામાં ઘણાં કામ થાય છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ ગુરુદેવ આ વાત માટે કર્યો છે. ચાર અવસ્થાઓ છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને તેના પેટામાં નિદ્રા અવસ્થા. નિદ્રા આવે તો સપનાં આવે ને? સપનું ઊંધ્યા પછી જ આવે. ત્રીજી અવસ્થા એટલે ગાઢ નિદ્રા. ઊંચકીને ફેરવો તો પણ ખબર ન પડે. સવારે ઊઠે ત્યારે ખબર પડે કે અહીં કયાંથી આવ્યો? આ ત્રણ આપણા અનુભવની અવસ્થા પરંતુ ચોથી ઉજાગર અવસ્થા તે અધ્યાત્મની અવસ્થા, જેને તુર્થી અવસ્થા અથવા ચતુર્થ અવસ્થા કહે છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ અધ્યાત્મ શાસ્સે કર્યો છે. જેટલો કાળ સ્વપ્ન આવે છે એટલો કાળ સ્વપ્ન સો ટકા સત્ય છે. સમજવા કોશિશ કરજો કે જેટલો ટાઈમ તમે સ્વપ્નમાં રહો છો તેટલો કાળ સો ટકા સત્ય છે, ભાસ નહિ, ખોટું નહિ, સ્વપ્નામાં જે કંઈ દેખાય તે યથાર્થ સત્ય લાગે છે. તે વાતને સમજીએ. રાજકુમાર બીમાર હતો. એકનો એક દીકરો હતો. રાજારાણી પાસે બેઠાં છે. ગંભીર સમસ્યા છે. મૂંઝવણનો પાર નથી. ત્યાં રાત પડી. પતિ પત્ની વચ્ચે નક્કી થયું કે થોડું તમે જાગો અને થોડું હું જાણું. પણ બંને જાગે છે તેમાં રાજાને બેઠાં બેઠાં ઊંઘ આવે છે. ભાગ્યશાળી હોય તેને જ આવી હાલતમાં ઊંઘ આવે. સૌથી મોટો ભાગ્યશાળી એ કે તેને ચાલુ પ્રવચનમાં પણ ઊંઘ આવે, તેના ભાગ્યની તો કયાં વાત કરવી? ઊંઘ માટે લોકોને ગોળી ખાવી પડે અને આ તો બેઠાં બેઠાં ઝોંકા ખાય. છોકરો બીમાર છે, તેનું દર્દ વધતું જાય છે, રાણી રાજાનો હાથ પકડીને કહે છે કે જાગો. આ છોક્કાને થઈ રહ્યું છે ? રાજા કહે કે હું જાણું છું અને પાછો સૂઈ ગયો. ઊંઘમાં રાજાને સ્વપ્ન આવ્યું. ૩૫ વર્ષની ઉંમર થઈ, હું પરણ્યો, લગ્ન થયાં ઠાઠમાઠથી. સંસારની શરૂઆત થઈ. બાર દીકરાઓ થયા. બારે પરણ્યા. બાર વહુઓ આવી. મઝાનો મહેલ, સોનાના હિંડોળા અને પોતે હિંડોળા પર બેઠો છે. બાર વહુઓ પૂછે છે કે સસરાજી ! તમારા માટે શું બનાવીએ ? શીરો બનાવીએ કે બીજું કાંઈ ? આમ વાતો થઈ રહી છે. આનંદનો પાર નથી. તેમાં અસલ છોકરો ગુજરી ગયો. રાણીએ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૧૧ બૂમ પાડી અને પોક મૂકી, ઊઠો ઊઠો, તમે જોતાં નથી ? આ ગુજરી ગયો. ઓલા રાજાને સ્વપ્નાના નશામાં ભાન થતું નથી. પછી જાગીને કહે છે રાણીજી ! હું કોના માટે રડું? આના માટે રડું કે ઓલા બાર ગયા તેના માટે ? સ્વપ્નામાં બાર છોકરા અને બાર પુત્રવધૂઓ જોયાં હતાં. સ્વપ્નામાં જોયાં ત્યારે સત્ય જેવાં લાગ્યાં ને જાગતાંની સાથે બધું વિલીન. વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે, સ્વપ્નવત્ છે. સંસાર એ સપના જેવો મિથ્યા છે. આ વાત તમને નહિ ગમે, કડવી લાગશે. કારણ કે કેટલા બધા રસથી, રંગથી ઘરમાં ટાઈલ્સ નાખીએ છીએ. કારીગરને ખખડાવી નાખીએ છીએ કે તું મફત કામ કરે છે ? આ ટાઇલ્સ ઊંચી છે, એ કાઢી નાખ. પેઇન્ટર રંગ કામ કરતો હોય ત્યારે પણ ભલામણ કરીએ છીએ કે પાકો રંગ કરજે, ઊખડવો ન જોઈએ. એક સાધુ વહોરવા જતા હતા. રસ્તામાં નાગદત્ત શેઠનું મકાન ચણાતું હતું, અને શેઠ ભલામણ કરતા હતા. લાલ રંગ કરજો, વાદળી રંગ કરજો. તે સાંભળીને સાધુને જરા હસવું આવ્યું. હસવું ન જોઈએ પણ હસ્યા. શેઠની નજર ગઈ અને શેઠે કહ્યું કે મહારાજ ! હું મારા મહેલ માટે ભલામણ કરું છું એમાં તમારું શું જાય છે ? મુનિએ કહ્યું કે મારું કંઈ જતું નથી પણ તારી આ મહેનત ફોગટ છે, આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. શેઠને શું થયું હશે ? કહો. સ્વપ્નમાં જ્યારે જે જુઓ છો તે સત્ય જ છે એવું તમને લાગે છે. ખરેખર બાર દીકરા, બાર વહુઓ. કેટલો ગાળો ગયો હશે ? પચાશ સાઠ વર્ષ તો થયાં જ હશે ને ? અને સ્વપ્ન બે કે પાંચ મિનિટનું, પણ જેવી આંખ ખૂલી કે વહુઓ, દીકરાઓ, મહેલ બધું ગયું. અહીં એમ કહેવું છે કે સ્વપ્ન ગમે તેવું હોય તો પણ, જાગે ત્યારે સ્વપ્ન શાંત. આ સમજજો. બહુ મહત્ત્વની વાત છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, જેવાં જાગૃત થાવ કે સ્વપ્ન સમાઈ જાય, કંઈ મહેનત કરવી પડે સ્વપ્નને શમાવવા? કંઈ મથામણ કે ધ્યાન કરવું પડે? કંઈ સાધુપણું લેવું પડે? જંગલમાં કે ગુફામાં જવું પડે? જાગો, એટલે સ્વપ્ન ગાયબ, માત્ર જાગવાની જરૂર છે. અનાદિકાળનો વિભાવ જેવા જાગૃત થશો કે જશે. વાર નહિ લાગે. શું વાત કરી ? આટલી સરળ વાત કરી, બધી મથામણમાંથી છૂટાં કર્યા, માત્ર જાગવાની જરૂર છે. જ્ઞાની પુરુષો કહે છે કે .. ઊઠ જાગ મુસાફિર ભોર ભઇ, અબ રૈન કહાં તું સોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. જબ ચિડિયા ચૂગ ગઈ ખેત, ફિર પછતાયે કયા હોવત હૈ, જ્ઞાની પુરુષોનું કામ શું ? તેઓ ધર્મની દુકાન માંડવા નથી આવ્યાં. ગાદીપતિ બનવા નથી આવ્યા. અમારા પ્રવચનમાં કેટલા માણસો આવે છે તેની આસ્થા ચેનલ ઉપર જાહેરાત કરવા નથી આવ્યા. જ્ઞાની પુરુષો તો માત્ર તમને જગાડવા આવ્યા છે “તસ્માતું જાગર જાગર', અરે, જાગો રે જાગો. આ જાગવું એ મોટામાં મોટી ઘટના છે. જે ક્ષણથી તમે જાગો તે ક્ષણથી સંસાર વિલય થવા માંડે. ચૌદ રાજલોકમાં ફેલાયેલો સંસાર સ્વપ્ના જેવો છે. જેવા તમે જાગો For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ તેવું સ્વપ્ન મટી જાય છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય'. આ શબ્દો વારે વારે ઘૂંટવા જેવા છે. આ સ્વપ્નનું દૃષ્ટાંત લઇને હવે સિદ્ધાંતની વાત કરે છે. સ્વપ્નની જેમ વિભાવ અનાદિનો ભલે રહ્યો પણ તમે જાગૃત થાવ તો તે દૂર થઈ શકે છે. શું થાય ત્યારે ? “જ્ઞાન થતાં દૂર થાય’ જેવું જ્ઞાન થાય તેવો વિભાવ દૂર થાય. જો જ્ઞાન હોય તો વિભાવ નહિ હોય અને જો વિભાવ હશે તો જ્ઞાન નહિ હોય. બંને સાથે ન હોઈ શકે. “જ્ઞાન થતાં દૂર થાય.” જ્ઞાન થાય કે વિભાવ દૂર થાય. કમ સે કમ એટલી વાત તો નક્કી કરો કે વિભાવ મારો સ્વભાવ નથી. આ પ્રમાણે ભાન થયું તેને કહેવાય છે હોશ. ભાન થવું તેને કહેવાય છે જાગરણ. ભાન થવું તેને કહેવાય છે અપ્રમત્ત અવસ્થા, સ્વરૂપમાં સાવધાની, અને આવું ભાન ન રહેવું તેને કહેવાય છે પ્રમત્ત અવસ્થા-પ્રમાદ અવસ્થા. જ્ઞાની પુરુષ કહે છે જાગો, જાગો, જાગો. સંબુઝ, સંબુઝ એટલે બોધ પામો, બોધ પામો. ભગવાન મહાવીર ચંડકૌશિક પાસે જઈને બીજું કંઈ જ બોલ્યા નથી પણ કહ્યું કે બુક્ઝ-બૂઝ ચંડકોશિયા. બોધ પામ ! બોધ પામ ! તું ક્યાં આવ્યો છે અને શું કરે છે આ? જ્ઞાનીનું કામ જગાડવાનું છે અને આપણું કામ ઊંઘવાનું છે. પ્રવચન પૂરું થાય એટલે તમે કહેશો કે બહુ સરસ પ્રવચન થયું. બહુ મઝા આવી. અલ્યા ! સિનેમા જોવા બેઠો હતો ? તારે તો એમ કહેવું જોઈએ કે પ્રભુ ! આ સાંભળીને મારો વિભાવ દૂર થયો. ફરીથી, જેમ જાગ્યા પછી સ્વપ્ન રહેતું નથી તેમ જ્ઞાન થયા પછી વિભાવ રહેતો નથી. સ્વપ્ન હતું ત્યારે સત્ય, તેમ તમારો સંસાર સત્ય છે તેમાં ના નહિ. દીકરો છે, વહુ છે, મકાન છે. બધું બરાબર છે પણ તે સ્વપ્ન જેવાં છે તેમાં ના નહિ. રાગ, દ્વેષ, કષાયો, વિકારો અનાદિના છે, પણ દૂર થાય. શેનાથી? જ્ઞાનથી. જ્ઞાન બધાને દૂર કરે છે. જ્ઞાન રાગને કહે છે જા. દ્વેષને કહે છે જા, ક્રોધને કહે છે જા. જ્ઞાન કોઈને આવવા ન દે અને જો આવતું હોય તો સમજજો કે વાતો છે, પાંડિત્ય છે, વિદ્વતા છે, હું સારું બોલું, ઓરેટરી કરું, વ્યાખ્યાન આપું, તમે ડોલવા લાગો, હું નાચવા લાગું, વધ્યું શું એમાં? પણ જ્ઞાન જેવું થાય કે અંદરમા વિભાવ આવવા ન દે. ઓલો બેઠો હોય ને ચોકીદાર, સીકયોરીટી ગાર્ડ. કોણ છો ? નહિ જવાય, અંદર જવા ઓળખાણ લાવો. ઓળખાણ વગર અંદર નહિ જઈ શકાય. રાગ હોય તો જ્ઞાન ના પાડે કે આત્માના સ્વભાવમાં તારું સ્થાન નથી, માટે જા. આપણે તો બોલ્યા કરીએ કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પરંતુ રાગ પૂરેપૂરો આપણામાં ઘૂસી જાય, આપણને ઉપાડી જાય. ચોર ચોરી કરવા ઘરમાં આવે છે ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું કે ઘરમાં ચોર આવ્યા લાગે છે. શેઠ કહે કે જાણું છું. ઊઠો, ચોરે તો કબાટ ખોલ્યો, તો કહે, જાણું છું. તિજોરી તોડી અને ઘરેણાં કાઢ્યાં તો કહે, જાણું છું. હવે જતા લાગે છે, તો કહે જાણું છું, શેઠાણી કહે ધૂળ પડી તમારા જાણવામાં કે ચોર આવ્યા અને ચોરી કરીને ગયા પણ ખરા. ક્રોધ કરવા જેવો નથી, સંસાર અસાર છે, ભોગો ભોગવવા જેવાં નથી, રાત્રીભોજન કરવા જેવું નથી, બધું જાણું For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૧૩ છું, છતાં કરતો જાય. અરે, તારા જાણવામાં ધૂળ પડી. ભાઈ ! જ્ઞાન સમર્થ છે, જ્ઞાન તલવારની ધાર જેવું છે, જ્ઞાનમાં તાકાત છે. જ્ઞાન વિભાવને ટકવા ન દે. સમયસારજીમાં કુંદકુંદાચાર્યે કહ્યું કે જ્ઞાન નિષ્ક્રિય નથી, તે સક્રિય છે. જેવું જ્ઞાન થાય કે પહેલું કામ પ્રચંડ વૈરાગ્ય થાય. આ તો કહેશે કે અમને જ્ઞાન થયું છે અને અમે આસક્તિ વગર ભોગવીએ છીએ. સાંભળ્યું ? પણ ભોગમાં જાય છે શું કરવા ? આવું જ્ઞાન ન ચાલે. જેવું જ્ઞાન થાય કે અંદર ઘટના ઘટે, પરિવર્તન આવે, ફેરફાર થાય. જેવું આ બાજુ જ્ઞાન થાય કે આ બાજુ વિભાવ દૂર થાય. વચમાં ગેપ નથી આપ્યો કે જ્ઞાન થયા પછી છ મહિને કે વર્ષે વિભાવ જાય. જ્ઞાનનો અર્થ શું છે તે જાણો છો ? જ્ઞાન થાય એટલે તુરત જ જીવન બદલાઈ જાય, પરિવર્તન આવે, ક્રાંતિ થાય, અંદરમાં વૃત્તિઓ ઊઠે નહિ. માટે હે શિષ્ય ! વિભાવ અનાદિનો છે એમ ચિંતા ન કર. જાગ, જાગ, જાગ. જેવો જાગીશ કે સંસાર મિથ્યા લાગશે. સંસાર મિથ્યા છે એમ જ્ઞાનીઓ, અનુભવીઓ તો કહી કહીને થાક્યા. શંકરાચાર્યજીએ જગતમાં ફરી ફરીને મોટી ઉદ્ઘોષણા કરી છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ચિદાનંદજીએ ગાયું કે આ જગત છે તે સ્વપ્નાની માયા છે. જાગૃત થતા સ્વપ્ન જેમ વિલય પામે તેમ અનાદિકાળનો વિભાવ જ્ઞાન થતાં દૂર થાય છે. જ્ઞાન એક માત્ર સાધન છે. જ્ઞાન શબ્દ બરાબર સમજી લેવા જેવો છે. “જ્ઞાન” શબ્દનો આ અર્થ બહુ પ્રચલિત નથી. આપણે જ્ઞાન એટલે જાણવું, બોલવું એમ સમજીએ છીએ. પરંતુ વિશેષ સ્પષ્ટીકરણ આગળની ગાથામાં આવશે. “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મોહ', એવું પણ થાય છે ને ? પરંતુ જાગીને જો જો. જ્ઞાન કામ કર્યા વગર રહેશે નહિ. આ ચંદ્રહાસ પડ્યું છે. તલવાર કાપ્યા વગર રહે નહિ. જ્ઞાન થતાંની સાથે જ વિભાવ ગયા વગર રહે નહિ. પૂ. આનંદધનજી મહારાજે મસ્તીમાં વાત કરી. તેમની મસ્તી સમજવા જેવી છે. તેમણે કહ્યું કે અમારે ત્યાં આધ્યાત્મિક ગૃહિણીએ વૈરાગ્ય નામના બેટાને જન્મ આપ્યો છે અને આ પુત્ર જેવો જનમ્યો કે તેણે મોટું પરાક્રમ કર્યું. શું કર્યું? હનુમાનજી જેવા જન્મયા કે તેઓ સૂર્યને પકડવા દોડયા હતા. પરંતુ આ વૈરાગ્ય બેટો મોહરૂપી કુટુંબને ખાઈ ગયો. કુમતિ દાદીમા અને મત્સર દાદાજી વૈરાગ્યનું મુખ જોઇને મૃત્યુ પામ્યાં. બધાં જ કામ, ક્રોધ, મોહ, લોભ એ કુટુંબીજનો પણ વૈરાગ્ય જનમ્યો અને ગયાં. આવો “અવધૂ વૈરાગ્ય બેટા જાયા, વાને ખોજ કુટુંબ સબ ખાયા' જ્ઞાન થતાની સાથે જ વિભાવ જાય છે. હવે તો સમજાય છે ને ? આ કડી બહુ મહત્ત્વની છે. હવે તમે કોઈ પૂછશો નહિ કે અમારે શું કરવું ? તમે પૂછવાના તો ખરા જ કે અમારે શું કરવું? જેને કંઈપણ ખરીદી કરવી ન હોય તે દશ દુકાને જઈ માલ જોયા કરે. પછી કોઈ કહે કે શું ખરીદ્યુ ? તો કહેશે ખાલી માલ જોઈ રાખ્યો. જ્યારે લેવું હોય ત્યારે કામ લાગે. તમે અમારી સાથે પણ આવું કરશો ? જ્ઞાનનું સામર્થ્ય અનેરું છે. આ ગાથા ઘંટો. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાયસ્વપ્નની જેમ વિભાવ શમી જાય છે. ટકી શકે જ નહિ. એટલા માટે ગૌતમસ્વામીએ કહ્યું કે કેશીકુમાર ! For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ અમારી આજુબાજુ ભવતૃષ્ણા-રાગ દ્વેષની વેલડીઓ વીંટળાયેલી હતી, અમે પણ વીંટળાયેલા હતાં. પણ અમારા જ્ઞાની ગુરુએ જ્ઞાનરૂપી ધારદાર તલવાર આપી. આ તલવારથી બધી વેલડીઓ મૂળ સહિત કાપી અને મુક્ત બનીને વિહાર કરીએ છીએ. જ્ઞાન સૌને મુક્ત કરે છે. જ્ઞાન સ્વતંત્રતા આપે છે. રાગદ્વેષની વૃત્તિઓ છૂટી જશે. ગુરુદેવ શિષ્યને કહે છે. આ વિભાવ અનાદિનો છે ને ? ભલે રહ્યો, તું તેનાં ગાણાં ન ગા. જ્ઞાનની ઉપાસના કર. જ્ઞાન થતાં તે દૂર થશે. ઘરમાં ઘણાં ઉંદર હોય પણ બિલાડીને જોતાં જ બધા ભાગી જાય. તેને કહેવું પડે કે ઊભા રહો ! જંગલમાં મોર આવ્યો નથી કે ભોરીંગ નાગ ભાગ્યો નથી. તેમ જ્ઞાન આવ્યું નથી કે વિભાવ ગયો નથી. આવી તાકાત જ્ઞાનમાં છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૧૫ ( પ્રવચન ક્રમાંક - ૯૦ ગાથા ક્રમાંક - ૧૧૫ સંસારનું મૂળ દેહાધ્યાસ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (૧૧૫) ટીકા ઃ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રી, પુત્રાદિ સર્વમાં અહં મમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. (૧૧૫) અહીં પરમકૃપાળુદેવને અત્યંત મૌલિક અને ગંભીર વાત કરવી છે. ધર્મની વાત આખું જગત કરે છે. અનેક સંપ્રદાયો, અનેક મતો, અનેક સાધુ સંતો અને અનેક શાસ્ત્રો ધર્મના જુદા જુદા પ્રકારો અને જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કરે છે. ધર્મની જુદી જુદી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ વિષે પણ વાત કરે છે અને એ ધર્મને જે રીતે પોતાના જીવનમાં જીવે છે, એનાથી જીવનમાં જે છૂટવું જોઈએ, જે બદલાહટ અને ટ્રાન્સફરમેશન એટલે પરિવર્તન થવું જોઈએ, આવિર્ભાવ અને અવતરણ થવું જોઇએ તે થતું જોવામાં આવતું નથી. માણસ યંત્રવત્ ટેવ મુજબ ધર્મ કરે છે. ધર્મ ટેવ નથી, પરંપરા, આદત કે પુનરાવૃત્તિ નથી. કંઈક કરવું તેવો ધર્મનો અર્થ નથી. તો ધર્મ શું હોઈ શકે ? જવાબમાં પરમકૃપાળુદેવ કહે છે કે ધર્મની વાત તો આખું જગત કરે છે, પરંતુ મારે ધર્મના મર્મની વાત કરવી છે. આ મર્મ શબ્દ બહુ મહત્ત્વનો છે. મર્મ એટલે ગુપ્ત રહસ્ય, મર્મ એટલે ગૂઢ રહસ્ય, મર્મ એટલે ગાંભીર્ય અને મર્મ એટલે વાસ્તવિકતા. અમારે ધર્માનું નહિ પણ ધર્મનું ગુપ્ત રહસ્ય કહેવું છે. પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે કે “ધરમ ધરમ કરતો જગ સો ફિરે, ધરમ ન જાણે હો મર્મ'. આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે, એવું નથી કે જગતમાંથી ધર્મે વિદાય લીધી છે, ધર્મને વિદાય આપવા ઘણા બધા પ્રયત્નો થયા છે, આખો સામ્યવાદ અને ડાબેરી પક્ષોનું મુખ્ય કાર્ય એ છે કે જીવનમાંથી ધર્મ વિદાય લે, છતાં ધર્મ ગયો નથી અને ધર્મ જઈ શકે તેમ પણ નથી. બીજી બાજુ ધર્મ હોવા છતાં ધર્મનું પરિણામ આવતું નથી. “ધરમ ધરમ કરતો જગ સૌ ફિરે'. આખું જગત ધર્મ ધર્મ કરે છે, છતાં પરિણામ કેમ આવતું નથી ? વાંધો શું આવ્યો ? પૂ. આનંદધનજી મહારાજનું કહેવું છે કે ધર્મનો મર્મ કોઈ જાણતું નથી. આટલા બધા માણસો, આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સિદ્ધાંતો, આટલા બધા ઉપદેશકો, સ્વાધ્યાયકારો, અને પ્રવચનકારો હાજર હોવા છતાં એ ધર્મનો મર્મ જાણતાં નથી. અહીં તેમણે આગવી વ્યાખ્યા આપી છે કે “ધર્મ જિનેશ્વર For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા ક્રમાંક-૧૧૫ ચરણ ગ્રહ્યા પછી'. (પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન). તેમના શરણમાં ગયા પછી, તેમને આધીન અને સમર્પિત થયા પછી, તેમના ચરણોમાં તન્મય થયા પછી તેમના ચરણોને ગ્રહણ કર્યા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે. જેમ અમૃત પીધા પછી મરવાનું હોય જ નહિ અને ઝેર પીધા પછી જીવતા રહેવાનું ન હોય. જેમ ઝેર મારે જ મારે, અને અમૃત બચાવે જ. તેમ ધર્મનાથ ભગવાનનું શરણ ગ્રહ્યા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે. ભગવાન બુદ્ધ ત્રણ શબ્દો આપતાં હતાં. બુદ્ધ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ. અને જૈન પરંપરામાં ચારનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું છે. અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિપણતો ધમ્મો મંગલ. આ ચાર મંગલ છે. તેથી જ આ ચાર લોકોત્તર છે, લોકોત્તર હોવાથી આ ચારનું શરણ ગ્રહણ કરવા લાયક છે. “અરિહંતે શરણે પવક્વામિ, સિદ્ધ શરણે પવક્વામિ, સાત્ શરણં પવક્વામિ.' કેવલિપણાં ધર્મો શરણે પવન્જામિ, કેવળી પ્રણીત ધર્મના શરણનો હું સ્વીકાર કરું છું. ઉપરના ત્રણ તત્ત્વોની ત્રણ અવસ્થાઓ આ ચોથા શરણના કારણે આવી છે. અરિહંત પરમાત્મા અરિહંત બન્યા, એ ધર્મના કારણે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ બન્યા એ પણ ધર્મના કારણે અને સાધુઓ પોતાના જીવનમાં જે આચરી રહ્યા છે તે પણ ધર્મના કારણે. ધર્મ સાધુને સાધુ બનાવે છે, અરિહંતને અરિહંત બનાવે છે અને સિદ્ધને સિદ્ધ બનાવે છે. અરિહંત, સિદ્ધ અને સાધુ એ ત્રણેને બનાવનાર, અર્થાત્ તે પદ સુધી પહોંચાડનાર ધર્મ છે. ધર્મ સર્જક છે, ધર્મ આવી અવસ્થાઓ આપે છે. એટલા માટે પૂ. આનંદધનજી મહારાજે કહ્યું કે ધર્મનું શરણ ગ્રહણ કર્યા પછી કોઈ ન બાંધે કર્મ. આ મોટી વાત થઈ કે કોઈ રાગ દ્વેષ કરે જ નહિ તેથી કોઈ કર્મ જ ન બાંધી શકે. કોઈ કષાયો કે વિકારો ન કરે, કોઈ આસક્તિ અને દુષ્કર્મો ન કરે, કોઈ પાપો કે વિભાવો કરે જ નહિ. કોઈ મન, વચન અને કાયાથી બૂરું કાર્ય કરે જ નહિ, અશુભ પ્રવૃત્તિઓ કરે જ નહિ. આમ ધર્મ એક ઝાટકે વિભાવોનું નિરાકરણ કરી નાખે છે. ધર્મ કરવા છતાં, ધર્મ કરનાર વ્યકિતના જીવનમાં રાગ દેખાય, દ્વેષ દેખાય, અહંકાર, ઈષ્ય તથા મમતા પણ દેખાય, મમત્વ અને મૂછ પણ દેખાય, વેરભાવ અને તિરસ્કાર, કલહ તેમજ કંકાસ દેખાય, ચોરી અને દુરાચાર દેખાય, ભોગ, આરંભ, પરિગ્રહ દેખાય, આ બધું દેખાતું હોય તો ધર્મે કર્યું શું ? જો ધર્મ પરિણમે તો આ થઈ શકે નહિ, અને જો આ બધું થઈ શકતું હોય તો ધર્મ જીવનમાં આવ્યો છે તેવું સમજવામાં કયાંક ભૂલ થાય છે. તેનો અર્થ એ થયો કે ધર્મની ક્રિયા કરીએ છીએ પણ તેનો મર્મ જાણતા નથી.પૂ.આનંદઘનજી મહારાજની પરિભાષામાં ધર્મનું શરણ ગ્રહ્યા પછી કર્મ ન બંધાય, અને કર્મો હોય તો ધર્મ ન હોય. ધર્મ હોય તો કર્મ ન હોય. સીધી સાદી વાત છે કે અંધકાર હોય તો સૂર્ય ઊગ્યો ન હોય અને સૂર્ય ઊગ્યો હોય તો અંધકાર ન હોય. રવિ-રજની એક સાથે ન હોય. ધર્મ અને કર્મ બને સાથે રહી શકતાં નથી. ધર્મ આવીને સમગ્ર પરિવર્તન કરે છે. આખા જીવનની શૈલી બદલાઈ જાય છે. જીવનનો અભિગમ અને એપ્રોચ બદલાઈ જાય છે. આટલો બધો ફેરફાર કઈ રીતે? For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૧૭ તમે માનો ભલે ને તમારી જાતને ધાર્મિક પણ કહેવડાવી શકો છો, પણ જીવન ચાડી ખાશે, જીવન બોલશે. જીવનના કોઈપણ ખૂણામાં જો અહંકાર દેખાશે તો ધર્મ તુરત જ કહેશે, હું હોઉ તો અહંકાર ન હોય અને અહંકાર હશે તો હું નથી. સુગંધ હોય ત્યાં દુર્ગધ ન હોય અને દુર્ગધ હોય ત્યાં સુગંધ ન હોય. આ પ્રાથમિક અને પાયાની અથવા તો મૂળ ભૂમિકાની વાત છે. અનેક જુગ વિત્યા રે, એને પંથે ચાલતાં જી, હજુ યે ન આવ્યો મારગડાનો અંત જી. સમજવા પ્રયત્ન કરજો કે તમારી હાલની જે ઉંમર છે તેવડા તમે નથી, તમારું જીવન ચરિત્ર લખવું હોય તો અનંતકાળની વિગત મેળવવી પડે. અનંતકાળમાં તમે કયાં કયાં જનમ્યા? શું શું પરાક્રમો કર્યા તે બધી માહિતી મેળવાય ત્યારે તમારું જીવનચરિત્ર લખાય. તમે અનંતકાળથી આ ચક્રમાં જ છો. જન્મ અને મરણના કેન્દ્રમાં જ છો અને એ ચક્રમાં જ ફરી રહ્યા છો. અનંતકાળમાં તમે શું ધર્મ સાધના નહિ કરી હોય? ધર્મસાધના જરૂર કરી હશે. ધર્મસાધનાનું એક શુદ્ધ પરિણામ એટલે સંવર અને નિર્જરા, અને ધર્મસાધનાનું બીજું પરિણામ તે પુણ્યબંધ છે. તમે સમજવા પ્રયત્ન કરજો, કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય નહિ, ત્યાં સ્વચ્છ પ્રકાશ હોય. પણ થાય શું? લાકડાં ભીનાં છે, ભીનાં લાકડાંમાં ફૂંક મારી મારીને થાકો છતાં પણ અગ્નિ પ્રગટ થાય નહિ અને પ્રગટ થાય તો ધુમાડો આવ્યા વગર રહે નહિ. અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાયેલ છે અને જન્મ લેતું બાળક જેમ ઓળથી વિંટળાયેલ છે તેમ અનેક વિકારોથી આત્મા આજે પણ વીંટાળાયેલ છે, અજ્ઞાનથી અવરાયેલો છે. તેણે જીવનમાં પૂર્વે ધર્મ કર્યો તેનું પરિણામ પુણ્યબંધ આવી શકે. જો કે વાસ્તવિક અને અસલ, મૂળભૂત પરિણામ તો સંવર અને નિદ્રા છે. સંવર એટલે આવતાં કર્મોને રોકવા અને નિર્જરા એટલે સત્તામાં પડેલાં કર્મોનો નિકાલ થવો. તે થાય તો જન્મ મરણનો અંત આવે. ઘણી વખત અમને એમ થાય છે કે તમારે તમારાં બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં મૂકવાં હોય તો મૂકો, અમારી ના નથી પણ સાથે સાથે નવ તત્ત્વોનું જ્ઞાન તો કમ સે કમ આપો. આ જીવ, આ અજીવ, આ પુણ્ય, પાપ, આસ્રવ, નિર્જરા, સંવર, બંધ અને આને મોક્ષ કહેવાય, એટલો બોધ તો આપો. તમે જૈન કુળમાં જન્મ્યાં છો. તમને જન્મથી વીતરાગ પરમાત્મા મળ્યા છે, વીતરાગ પરમાત્માને ઓળખાવનાર સાધુઓ મળ્યા છે. વીતરાગ પરમાત્માનું તત્ત્વ જ્ઞાન મળ્યું છે, ત્યારે કહો તો ખરા કે બેટા ! આને જીવ કહેવાય, આને અજીવ કહેવાય, આને પુણ્ય અને આને પાપ કહેવાય. તમે તો તેને બેટ અને કેટ શીખવો છો. આ શીખવવાની કોણ ના પાડે છે? પણ માણસને જો માણસ બનાવવો હશે તો જીવનમાં પરિવર્તન લાવનાર તત્ત્વ જોઇશે. એ જ કારણથી મહાભારતમાં કહ્યું છે કે શ્રુતિ, સ્મૃતિ, અને સંપ્રદાય ભિન્ન ભિન્ન છે, કહેનારા વિદ્વાનો પણ ઘણા છે, પરંતુ ધર્મનું જે પરમ તત્ત્વ છે તે તો જ્ઞાની પુરુષની હૃદયરૂપી ગુફામાં છે. ત્યાં તમે જાવ તો ધર્મનું તત્ત્વ મળે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા ક્રમાંક-૧૧૫ આનંદઘનજી મહારાજે કહ્યું કે ધર્મનો સ્વીકાર કર્યા પછી કર્મો રહી શકતાં નથી. આ એક વાત થઈ. પરમકૃપાળુદેવને ધર્મના મર્મની વાત કરવી છે.સમજવા જરૂર પ્રયત્ન કરજો. આ ધર્મની વાત નથી પણ ધર્મના મર્મની વાત છે. આ ગુપ્ત રહસ્ય છે. આ અત્યંત ગોપનીય તત્ત્વ છે, જે પરમકૃપાળુદેવને પ્રગટ કરવું છે. ‘એ જ ધર્મનો મર્મ' અહીં “જ' શબ્દ વાપર્યો છે. નિશ્ચિત આ જ ધર્મનો મર્મ છે. અનેકાન્તવાદ જ શબ્દ વાપરતું નથી. પણ કૃપાળુદેવે જ શબ્દ વાપર્યો છે, નિશ્ચિત આ જ ધર્મનો મર્મ છે. ધર્મનો મર્મ જાણ્યા સિવાય ધર્મ જીવનમાં પરિણામ લાવી શકે નહિ. અહીં ત્રણ તબક્કા છે. (૧) પહેલો તબક્કો, પહેલું પગથિયું, પહેલું સૂત્ર, પહેલો એકડો એ કે “છૂટે દેહાધ્યાસ તો' સૌથી મોટો વાંધો એ કે ખાટલે મોટી ખોટ. જો પાયો જ ન મળે તો ખાટલારૂપી ધર્મનું અસ્તિત્વ કયાંથી હોય? આ સંસાર આટલો લીલોછમ? આટલો વ્યાપક ? કોના પાયા ઉપર? કહેવત છે કે મૂળ મજબૂત હોય તો વૃક્ષ પાંગરે, અને ઘેઘૂર વડલો લાંબે સુધી ફેલાય. અહીં દેહાધ્યાસરૂપી મૂળ મજબૂત છે એટલે સંસારરૂપી વડલો ફેલાય છે. ચાર ગતિ, ચોર્યાશીલાખ જીવાયોનિ અને ચૌદ રાજલોક સંસાર આટલો બધો વિસ્તરેલો છે. લોકો કહે છે કે મુંબઈ ઘણું વધતું જાય છે, કરોડો માણસો રહે છે પણ મુંબઈ વિશ્વના નકશામાં રાઈના દાણાથી પણ નાનું હશે. મુંબઈના ૧૧૦ માળનાં મકાનોના પાયા કેટલાં મજબૂત હશે ? તેમ આટલો મોટો સંસાર ક્યા પાયા ઉપર ઊભો હશે ? પરમકૃપાળુદેવ કહે છે કે આ સંસાર માત્ર દેહાધ્યાસના પાયા ઉપર ઊભો છે. આ અનંત સંસારનો પાયો છે. અનંતકાળથી આ જીવાત્માએ કંઇપણ કરવાનું બાકી રાખ્યું નથી, ફકત તેણે દેહાધ્યાસ ઊભો રાખ્યો છે “છૂટે દેહાધ્યાસ તો શું થાય ? (૨) તો “નહિ કર્તા તું કર્મ' તું કર્મનો કર્તા મટી જઇશ. કર્મનો કર્તા મટી જઈશ તો “નહિ ભોક્તા તું તેહનો” જો દેહાધ્યાસ નહિ હોય તો કર્મનો કર્તા મટી જવાનો અને કર્મનો કર્તા જો હોઇશ તો નિયમથી તે કર્મોને ભોગવવાં જ પડશે અને કર્મોનો જો ભોક્તા બનીશ, ને એ કર્મો ભોગવતાં નહિ આવડે તો ફરી કર્મોનો કર્તા બનીશ એટલે કર્મના કર્તા બનવું, પછી કર્મના ભોક્તા બનવું. ફેર કર્મો ભોગવવાં, ફેર કર્મના કર્તા બનવું. તો આ બધાને ટકાવી રાખનાર મજબૂત લીંક હોય તો આ દેહાધ્યાસ. અંબાલાલભાઇએ ટૂંકું વિવેચન લખ્યું છે તે પણ આપણે સમજીએ. હે શિષ્ય ! દેહમાં જ આત્મતા મનાય છે, સમજાય છે અથવા દેહ તે જ આત્મા છે તેમ જે માની લીધું છે, છે નહિ છતાં પણ માની લીધું છે. તમે ઘણી વખત એમ કહેતા હો છો કે ભાઈ સાહેબ! વાત એવી નથી પણ તમે એમ માની લીધું છે. અહીં પણ તમે એમ માની લીધું છે કે આ દેહ તે જ હું છું, આ માન્યતા છોડાવતાં નાકે દમ આવી જાય છે પણ છોડતા નથી. આ દેહ તે જ આત્મા છે એવું જેણે માન્યું છે તે માન્યતાની પાછળ બીજી માન્યતા સ્વાભાવિક આવે છે કે આ સ્ત્રી, પુત્ર, સંપત્તિ બધું મારું છે તેથી તમે ગમે તેટલો પ્રયત્ન કરશો અને ગમે તેટલી વખત વાત કરશો કે સ્ત્રી, પુત્ર, મકાન, ઘન,વૈભવ, બધું પારકું છે,એક વખત સૌએ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૯ મૂકીને જવાનું જ છે. આવી વાત જ્યારે થતી હોય ત્યારે અમને લાગે છે કે હવે અર્ધા કલાકમાં જ આ જંગલમાં જશે કે કેમ ? પણ પછી ખબર પડે કે આ ભાઈ તો પચાશ વર્ષથી આવી વાત કરે છે. આજે કરે છે એમ નથી. સ્ત્રી, પુત્ર અને સંપત્તિમાં અહંકાર થાય છે. ધનનો અહંકાર, સત્તાનો અહંકાર, રૂપનો અહંકાર, બળનો અહંકાર થાય છે. તમે બારીકાઈથી જોશો તો ધન અને સત્તા જેની પાસે છે તેનું બોલવાનું, બેસવાનું, ઊઠવાનું એ નોર્મલ નહિ હોય પણ કંઈક વિશેષ હશે. એ વાત તો જવા દો, પણ દીકરો પરણે એટલે મા સાસુ બની જાય, તે દિવસથી તેના વ્યવહારમાં ફરક પડી જાય. એ રાષ્ટ્રપતિ નથી બની પણ તેના હાથમાં સત્તા આવી ને ? કોઈક તો મળ્યું, જેની ઉપર રૂઆબ કરી શકાય કે આમ થાય, આમ ન થાય, આ ઘરમાં આમ ન ચાલે, તમે કાંઈ શીખ્યાં નથી, તમારા મા-બાપે શીખવ્યું નથી. પહેલાં તો કોઈ હતું નહીં. જેવું બીજું પાત્ર મળ્યું કે અહંકાર ઊભો થયો. એક બહેન કહેતાં હતાં કે મારા જેવું શાક કોઈને સમારતાં આવડતું નથી. આમાં પણ અહંકાર ? અહંકારને બેસવા એક તણખલા જેટલી જગ્યા પણ મળશે તો આવીને બેસી જશે, પછી તે અહંકારને વિદાય આપતાં નાકે દમ આવી જશે. અંબાલાલભાઈએ લખ્યું છે કે દેહમાં આત્મતા મનાઈ છે, દેહ તે આત્મા નથી, પણ ખોટી માન્યતાને લઈને સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ધન આદિ સર્વમાં અહં ભાવ વર્તે છે. કોઈ ભાઈ તમને કહે કે મેં નવું મકાન બંધાવ્યું. હિંદુસ્તાનની એક ચીજ વાપરી નથી, બધું ફોરેનથી જ મંગાવ્યું છે. વાત કરતી વખતે તેને ગલગલિયા થાય અને સાંભળનાર જો ગાંડો હોય તો ઇર્ષા થાય. અહંકાર આવે ત્યારે બીજું જે તત્વ આવે છે, તે છે મમત્વ. તમે ગમે તેટલું મનથી માનશો કે જગતની કોઈ વસ્તુ મારી નથી, બધું જ મૂકીને જવાનું છે, પણ ધીમેથી કોઈ તમારી વસ્તુ ઉઠાવી લે ત્યારે ખબર પડે. સ્વાધ્યાય પૂરો થયા પછી કોઈ તમારા ચપ્પલ ભૂલમાં પણ પહેરી લે તો કહો કે અલ્યા! એ રહેવા દે. હમણાં તમે સાંભળ્યું કે સંસાર મિથ્યા છે, તો આ ચામડાનાં ચપ્પલ મિથ્યા નહિ? ના, ચપ્પલ તો મારાં છે. દેહમાં આત્મતા મનાઈ છે તેને લીધે સ્ત્રી, પુત્ર આદિમાં પણ આપણું અને મમત્વ વર્તે છે. ઉપા. યશોવિજયજી મહારાજે જ્ઞાનસારજીમાં એક મૌલિક ગાથા આપી છે. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । ૩યમેવ દિ નપૂર્વ: પ્રતિમન્ટો મોહનિદ્ II (૪/૬) સરળ ગાથા છે. તેનો અર્થ એ છે કે અહં મમ તિ મંત્રોચ' આ મોટો મંત્ર છે. તમે નવકાર ગણતા હશો કે “સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ” એ ગુરુએ તમને મંત્ર આપેલ છે, તેને તમે થોડો ટાઈમ ગણતા હશો પરંતુ આપણે તો આ મંત્ર સતત જપીએ છીએ, “અહ” અને “મમ' (એટલે હું અને મારું), તો આ મંત્ર કોણે આપ્યો? મોહરાજાએ આપેલ છે. મોહરાજાએ આ મંત્ર આપી અંધાપો આપ્યો. તમે આત્માને જોઈ જ ન શકો. ઘણાં કહે છે કે આત્મા કયાં દેખાય છે? પરંતુ શેનો દેખાય ? તારી આંખો તો ઉઘાડી છે પણ અહં અને મમરૂપી અંધાપો છે. આખું For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા માંક-૧૧૫ જગત આંધળું ભીત જેવું બની ગયું છે. આ પહેલી લીટી થઈ. હવે બીજી લીટીના શબ્દો જોઈએ. અહં પહેલાં “ન' લગાડો એટલે ન અહં, અને મમ પહેલાં ‘ન' લગાડો એટલે ન મમ, ન અહં, ન મમ બોલો એટલે હું નહિ અને મારું નહિ. સાહેબ! આખો સંસાર ગયો. પરંતુ મોહ કહેશે કે મેં જપવા માટે મંત્ર આપ્યો છે ને, એ જપવાનો. ન નહિ ઉમેરવાનો. આ નાની ભૂલ બહુ મોટી ભૂલ કરાવે છે. અનંતકાળથી આપણે આત્મીયતા આત્માને બદલે દેહમાં માનીએ છીએ. એ ભૂલ જો સુધારવી હોય તો આત્મતા આત્મામાં જ માનવી. શરીર તે આત્મા નથી. આત્મા શરીરથી જુદો છે એવું જો સમજાય, અને એવી જો પ્રતીતિ થાય, એમ જો સ્વીકારાય તો સમ્યગદર્શન થાય. સમ્યગ્દર્શનનું મહત્ત્વ આટલું બધું કેમ છે? તે એટલા માટે છે કે સમ્યગ્દર્શન વગર મોક્ષ નથી. સમ્યગ્દર્શન વગર સમ્યજ્ઞાન પણ ન થાય અને સમ્યક્ ચારિત્ર પણ ન આવે. સમ્યગદર્શન વગર સમ્યક્ તપ અને સમ્યગૂ ધ્યાન પણ ન થાય. તેના વગર કશું સાચું ન થાય. બધું જ નિષ્ફળ થાય. પાંચ પૈસાની પણ સરવાળામાં ભૂલ થાય તો એ ભૂલ લાખો રૂપિયાના સરવાળામાં એ ભૂલ ચાલી જ આવે, તેમ આ જીવની ભૂલ નાની છે, દેહમાં આત્મતા મનાઈ છે. આ નાની ભૂલે આખો સંસાર ઊભો કર્યો. આટલી નાની ભૂલે કર્યતંત્ર ગોઠવ્યું, ચાર ગતિમાં ફેરવ્યા. આટલી નાની ભૂલે ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ-ટ્રાવેલીંગ કરાવ્યું. તમે જે અત્યારે અહીં આવ્યા છો તે પણ મુસાફરીમાં જ છો. અહીંથી પાછું પરિભ્રમણ - ટ્રાવેલીંગ ચાલુ થશે. કોણ કરાવે છે આ બધું? તો દેહમાં જે આત્મબુદ્ધિ છે અને આત્મામાં દેહબુદ્ધિ છે તે કરાવે છે. દેહને આત્મા માને છે અને આત્માને દેહ માને છે, જે નથી તે માને છે, આ ભૂલ છે. જે છે તે જ માનો તે સમજણ. તમે પણ ઘણી વખત કહેતા હો છો કે સાહેબ જરા સાચું સમજવા કોશિશ તો કરો પણ તમે જ આ સાચું સમજો ને. દેહને દેહ માનો, આત્માને આત્મા માનો, દેહમાં આત્મા છે તેમ માનો. દેહ આત્મા છે તેવી બુદ્ધિ, તેને દેહાત્મ બુદ્ધિ કહે છે. બુદ્ધિ એટલે આઈ.કયુ. લેવલ નહીં, બુદ્ધિ શબ્દનો અર્થ નિશ્ચય. દેહ એ જ આત્મા છે એવી જે બુદ્ધિ તે દેહાત્મબુદ્ધિ તથા આત્મામાં દેહ બુદ્ધિ. દેહને દેહ સમજવો જોઇએ અને આત્માને આત્મા જ સમજવો જોઇએ. ભૂલ સુધારવી જો હોય તો આ સમજવું પડશે. દેહ ને દેહ જ માનો, અરે ભાઈ ! જે છે તે જ માનો ને, અડદ છે તેને અડદ કહો અને મગ છે તેને મગ કહો. મગને અડદ કહો કે અડદને મગ કહો એ ચાલતું હશે ? દેહ દેહ જ છે આત્મા આત્મા જ છે. દેહાત્મબુદ્ધિ શું કરે છે ? આત્મામાં દેહ માને છે ને દેહમાં આત્મા માને છે. તેના કારણે કર્મનો કર્તા બને છે. કર્તા બને તો ભોક્તા બન્યા વગર રહી શકતો નથી. ભોકતા જો બને અને ભોગવતાં ન આવડે તો નવા કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ આપણી કમનસીબી છે. આપણે ચક્રમાં ફસાઈ ગયા છીએ. આ ચક્રમાંથી બહાર કાઢવા સાધુ સંતો આપણા સદ્ભાગ્યે આપણી પાસે આવે છે ને કહે છે કે તમે આત્મા છો એ સ્વીકારો પણ શ્રોતા સ્વીકારતો નથી, કારણ મોહે પાઠ આપ્યો છે. બરાબર શિક્ષણ આપ્યું છે, દઢીકરણ કરાવ્યું છે તેથી જન્મથી મૃત્યુ સુધી For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૨૧ દેહ એ જ આત્મા છે, તેમ માને છે, અનુભવે છે. મા પણ કહે છે કે આ મારો દીકરો છે, તે કોને જોઇને કહે છે ? દેહને જોઈને કહે છે. હું એમ કહ્યું કે દીકરાનો દેહ જુદો છે ને આત્મા જુદો છે તો કહેશે કે આમનું ફટકી ગયું છે. - આ બધામાંથી બહાર આવવું હોય તો પરમકૃપાળુ દેવ માર્મિક વાત કરે છે, ધર્મના મર્મની વાત કરે છે, “છૂટે દેહાધ્યાસ તો બધા દુઃખનું કારણ, બધા અજ્ઞાનનું મૂળ કારણ દેહાધ્યાસ છે. તમારે દુઃખ દૂર કરવું હોય તો શેનાથી કરવું ? દુઃખનું મૂળ દેહાધ્યાસને ટાળવો. દુઃખનું મૂળ વ્યકિત નથી, સંયોગો, પરિસ્થિતિ કે બહારના પદાર્થો નથી. પ્રાપ્ત થયેલી વ્યકિતઓ નથી. તમે ઘણી વખત કહેતા હો છો કે તમે જીવનમાં આવ્યા ન હોત તો અમારે સુખ ને સુખ હોત. તમે ભટકાણા એટલે દુઃખને દુઃખ. તમારું દુઃખ વ્યકિતના હાથમાં છે. દુઃખનું મૂળ આ બધું નથી પણ દેહાધ્યાસ છે. બીજી વાત જગતમાં સૌથી મોટો અવરોધ જો કોઈપણ હોય તો અજ્ઞાન છે. આપણી બધી જ પ્રાર્થનાઓ અજ્ઞાન દૂર કરવા માટે છે. એક નાનકડી પ્રાર્થના છે. તમસો મા જ્યોતિર્ગમય', તમસમાંથી મને જ્યોતિ તરફ લઈ જાવ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાવ. આનો મર્મ એ છે કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાવ. अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાનાંજનશલાકાથી અજ્ઞાન અંધકારને દૂર કરે છે તે માટે સદ્ગુરુદેવને નમસ્કાર હો, દુઃખનું મૂળ દેહાધ્યાસ છે. બીજી વાત અજ્ઞાનનું મૂળ દેહાધ્યાસ છે. આ ગણિત સમજી લો. તમે જે જે મહેનત કરો છો તે મહેનત સાર્થક થાય તેની ચાવી અહીંયા છે. આત્માને ભૂલીને તમે જે કાંઈ કરો છો,તે જો તમે આત્માને ન ભૂલો તો નહીં કરી શકો. જો તમને આત્માની સ્મૃતિ હોય, આત્મા યાદ હોય કે હું આત્મા છું, આનું દઢીકરણ થયું હોય તો સાહેબ ! તમે જુદું બોલી નહીં શકો, ગુસ્સો કરી નહીં શકો, અહંકાર કરી નહીં શકો, ઈર્ષ્યા કરી નહીં શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તમે સ્વાર્થી બની નહીં શકો. તમે કોઈનું ઝૂંટવી નહીં શકો, તમે કોઈનો તિરસ્કાર નહીં કરી શકો કારણ કે તમે આત્માને જાણ્યો. આત્માને નથી જાણતા માટે આ થઈ શકે છે. આ બધું જે કાંઈ થાય છે તે નથી જાણતા એવી હાલતમાં થાય છે. એક માણસ ઊભો ઊભો ગાળો આપતો હતો. કોઈકે કહ્યું કે આ માણસ ગાળો આપે છે, તો બીજો કહે કે સાહેબ ! એનો વાંક નથી. એ બહુ સારો માણસ છે, ડાહ્યો માણસ છે. કોર્ટનો મોટો વકીલ છે. આ કોર્ટમાં જ્યારે ઊભો હોય ને દલીલો કરે તો ન્યાયાધીશ પણ ધ્રૂજી જાય એ ટાઈપનો આ વકીલ છે, તો આવું કેમ બોલે છે? તો કહે કે સાહેબ ! દારુ પીધેલો છે, માટે આમ કરે છે. આપણે પણ પીધેલા છીએ. જો આત્મા છે એવી પ્રતીતિ હોત તો આવું ન કરત, ભૂલ ન કરત. અનર્થ કરી ન શકે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા માંક-૧૧૫ આત્માને ભૂલીને, હું દેહ છું એવી માન્યતા જેટલી દઢ તેટલા પ્રમાણમાં પાપની પ્રવૃત્તિ જોરદાર, ગણિત સમજી લો. જેટલા પ્રમાણમાં દેહ તે હું છું એવી દૃઢતા થશે અને એમ માનીને જે પ્રવૃત્તિ કરશે તે પ્રવૃત્તિમાં ગાઢ કર્મનો બંધ એ કરી લેશે, એ વિના કર્મો નહીં બંધાય. હું આત્મા છું, દેહ નથી એવી પ્રતીતિ જો થાય તો કર્મો નહીં બંધાય, પણ હું આત્મા છું એવી પ્રતીતિ નથી.ખરેખર હું દેહ છું એવી પ્રતીતિ છે પણ ખરેખર દેહ નથી. હું આત્મા નથી એવી પ્રતીતિ છે પણ ખરેખર તો હું આત્મા છું, દેહ નથી, પણ જે વિપરીત માની લીધું છે. વિપરીત બુદ્ધિ થઈ છે એવી બુદ્ધિને દેહાધ્યાસ કહે છે. આ દેહાધ્યાસ છૂટે તો કામ થાય. આટલી વાત આપણે કરી. દેહાધ્યાસ છૂટવો જોઈએ પણ એ છૂટતો નથી. છૂટે દેહાધ્યાસ' એ જ ધર્મનો મર્મ છે. આ સૂત્રને જીવનમાં ઉતારજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૨ ૩ પ્રવચન ક્રમાંક - ૯૧ ગાથા ક્રમાંક - ૧૧૫-૧ સાધનાની પ્રક્રિયા છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (૧૧૫). અત્યંત ગંભીર સૂત્રની સ્પષ્ટતા થઈ રહી છે. આ ધરતી ઉપર એક જ શબ્દ એવો છે કે જેની આજુબાજુ વિવાદ કે વિખવાદ હોવાં ન જોઈએ. મતભેદ, આગ્રહ કે પોતાની માન્યતા વચમાં ન આવવી જોઈએ અને તે શબ્દ ધર્મ છે. એક તત્ત્વ એવું છે કે જે તમામ વાદવિવાદોથી પર છે. પરંતુ જગત સામે નજર નાખતાં ઊંધુ દેખાય છે. જેટલા વિવાદો ધર્મના નામે થયા છે તેટલા બીજે થયા નહિ હોય. એક ગામમાં નવું સુંદર દેરાસર બન્યું હતું, અમે પૂછ્યું કે અહીં દેરાસર છે ને ? તો કહે “ છે તો ખરું પણ સંઘમાં ભાગલા પડી ગયા છે તેથી અમે ત્યાં જતાં નથી” ભગવાનના પણ ભાગલા ! ઘર્મને આ બધી બાબતો સાથે કંઈ લેવાદેવા હોય નહિ છતાં વિવાદ છે. અત્યારે ધર્મના નામે અનેક ક્રિયાઓ અને માન્યતાઓ ચાલે છે, અને ધર્મ શું છે તે જ ભૂલાઈ જાય છે. આનું એક મહત્ત્વનું કારણ સમજી લો, ધર્મ તત્ત્વનું પ્રતિપાદન અધિકૃત વ્યક્તિઓ સિવાય બિન અધિકૃત વ્યકિતઓ કરવા લાગે છે અને તેના કારણે આ પક્ષો ઊભા થયા છે. માટે એવો પુરુષ પ્રતિપાદન કરનારો જોઈએ કે “જે આખ પુરુષ હોય કે જે સંપૂર્ણપણે વીતરાગ હોય. રાગ દ્વેષ વર્તમાનમાં નથી એટલું જ નહીં પણ હવે તેનામાં જન્મવાના નથી, એ વીતરાગ પુરુષ છે. વીતરાગતા પ્રાપ્ત થયા પછી ચૈતન્ય તત્ત્વમાં રહેલું અનંતજ્ઞાન પૂરું ખીલી જાય છે. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. જ્ઞાન અલ્પ નથી પણ પૂર્ણ છે, પરંતુ આ જ્ઞાન ઉપર આવરણ આવી શકે છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ કરનાર કર્મ છે. આવરણ જેના ઉપર આવ્યું છે તે અને જેના વડે આવરણ થયું છે તે કર્મ બન્ને જુદા છે. ઢાંકણું પણ જુદું છે અને અંદરમાં રહેલ માલ પણ જુદો છે. દાબડામાં ગોળ છે. ઢાંકણું ફીટ કર્યું છે, ખોલવું હોય ત્યારે ખોલી શકાય. ગોળને ઢાંકણું બંને જુદાં છે તેમ જ્ઞાન અને તેના ઉપર જે કર્મ આવરણ કરે છે તે બન્ને જુદાં છે. જ્ઞાન ઢંકાયું છે. જ્ઞાન બહારથી નથી આવતું. તમને થશે કે અંદરથી જ્ઞાન કેવી રીતે આવે ? વાંચીએ તો જ્ઞાન આવે, સ્કૂલમાં જઇએ અને શિક્ષણ લઈએ તો જ્ઞાન આવે. સાંભળીએ તો જ્ઞાન આવે. ખરી વાત છે પરંતુ આ બધા જ્ઞાનને પ્રગટ થવાનાં નિમિત્તો છે. જેમ દીવાસળીની કાંડીને તમે ઘસારો આપો તો અગ્નિ પ્રગટ થાય. તમે ઘસારો આપો છો તેથી અગ્નિ પ્રગટ થતો નથી પરંતુ દીવાસળીની કાંડમાં અગ્નિને પ્રગટ કરવાની ક્ષમતા છે. બહારથી ઘસારો આપવાની જરૂર છે. તેમ જ્ઞાન પણ અંદરથી આવે છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રવચન ક્રમાંક - ૯૧, ગાથા ક્રમાંક-૧૧૫-૧ બહારથી ઘસારો આપવાની જરૂર છે. એ જ્ઞાન સંપૂર્ણપણે પરિપૂર્ણ ખીલી શકે છે. તેના માટે શબ્દ આપ્યો છે કેવળજ્ઞાન અને બીજો શબ્દ છે અનંતજ્ઞાન. ચૌદ રાજલોકમાં જાણવા લાયક જે જે બધા પદાર્થો રહેલા છે, તે તમામ પદાર્થો જે જ્ઞાનમાં સહજ રીતે વિના મહેનતે વિના પ્રયાસે એક સમયમાં, એક સાથે જણાય એવું જ્ઞાન તે કેવળજ્ઞાન અથવા અનંતજ્ઞાન. જાણવાનો પ્રયત્ન કરવો ન પડે પણ જણાઈ જાય. એક અરીસો છે તેની સામે તમે જાઓ તો તમે દેખાઓ છો તમારે કે અરીસાને તેમાં મહેનત કરવી પડતી નથી. અરીસાનો સ્વભાવ છે કે જે વસ્તુ સામે આવે છે તેમાં ઝળકી ઊઠે. પથ્થર કે આરસમાં નહિ ઝળકે પણ અરીસામાં ઝળકશો. દર્પણનો સ્વભાવ છે કે તેની સામે તમે છૂપાં રહી શકતાં નથી. તેમ જ્ઞાનનો પણ સ્વભાવ છે કે કોઈપણ દ્રવ્ય કે પરમાણુ તેની સામે ઝળકયા વગર રહી શકતું નથી. એવું કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે, તે કયારે થતું હશે? જો તે વીતરાગ હોય તો, વીતરાગતા + અનંત જ્ઞાન, તેનો ટોટલ સરવાળો જેનામાં થયો છે તેવો સર્વજ્ઞ પુરુષ જે પ્રરૂપણા કરે તે શુદ્ધ પ્રરૂપણા હોય. એમને જોવાનું નથી કે વાર્તાઓ વાંચવાની નથી. આંખ વગર સત્ય જેવું છે તેવું જોઈ રહ્યાં છે. “બિના નયનકી બાત' અમે જે વાત કરવાના છીએ તે બિના નયનકી બાત છે. આવી શુદ્ધ પ્રરૂપણા કરનારથી અધ્યાત્મ, સત, સત્ય, સનાતન સત્ , છૂપું નથી, છાનું નથી. તેઓ સત્ય જેવું હશે તેવું જ કહેશે. આ એક વાત થઈ. સર્વજ્ઞ પુરુષો દર વખતે હાજર હોય તેવું ન બને પરંતુ સાધના કરતાં કરતાં, સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં જેમણે આત્માનું ઘોલન કર્યું છે, જેમણે વીતરાગ પરમાત્માની આજ્ઞાનું અખંડપણે પાલન કરેલ છે, સર્વ પ્રકારનાં અવિરતિના પરિણામથી જેઓ વિરામ પામ્યા છે અને નિરંતર ધ્યાન સાધના કરીને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને આધીનતા જેમણે પ્રાપ્ત કરી છે એવી સમર્પિત ચેતનાઓ પોતાની મેળે નહિ પણ સર્વજ્ઞ ભગવાને જે કંઈ પણ કહ્યું છે તે રીતે યથાર્થપણે જાણીને, કોઈપણ જાતના આગ્રહ કે કદાગ્રહ વગર તેમનાં જ માધ્યમ બનીને, જે કંઈ વાત કરે તે બીજી પ્રરૂપણા થઈ. આ જગતમાં આવી પ્રરૂપણા કરનાર જો હોય તો ધર્મના નામે આટલાં મતભેદો ન હોય. ચાલો, એ આપણા હાથની વાત નથી. મતભેદો છે તે મતભેદો જગત ટાળી નહિ શકે, પણ વ્યકિત ટાળી શકશે. આપણે પોતે તે મતભેદો ટાળીએ તો ધર્મનો મર્મ જે છે તેને સમજી શકીએ. પરમકૃપાળુદેવ ધર્મના મર્મની વાત કરે છે. આ ગાથાની મહત્ત્વની ત્રણ પ્રક્રિયાઓ જે છે તેને જોઈ જઈએ. પહેલો નિર્ણય – જાણે છે તે આત્મા. દ્રવ્ય ગુણ પર્યાય વિગેરે બીજી કંઈ પણ ખબર પડતી નથી. આટલી જ વાત, જાણે છે તે આત્મા’ અને નથી જાણતો તે દેહ. આનો અર્થ એવો થયો કે જાણનારો જે જાણે છે તે આત્મા, તે આત્મા, જે નથી જાણતો એવા દેહમાં રહે છે. ખૂબીની વાત તો એ છે કે જાણે છે તે આત્મા, નથી જાણતો તેવા દેહમાં વસ્યો છે. દેહ કંઈ જ જાણતો નથી. જાણનાર આત્મા અને નથી જાણતો તે જડ દેહ. એ બન્નેને જુદાં પાડવાં તેનું નામ સાધનાની પ્રક્રિયા. આના માટે શાસ્ત્રમાં પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. જે બુદ્ધિ છે, જે ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તેનાથી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૫ એ પરમતત્વને ઘૂંટતા ઘૂંટતાં એ જ્ઞાનમાં પરમ તત્ત્વ પ્રગટ થઈ જાય, જણાય. પતંજલિએ કહ્યું કે “જ્ઞાતિમાહ્ય” પ્રજ્ઞાના મહેલ ઉપર ઊભા રહીને અમે પરમતત્ત્વના સાક્ષાત્ દર્શન કરીએ છીએ. જેમ દૂધ ઘૂંટાતુ ઘૂંટાતું બાસુંદી થઈ જાય તેમ બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક અભ્યાસપૂર્વક સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, તાપૂર્વક, ચિંતન, મનન અને મંથનપૂર્વક અનુપ્રેક્ષાપૂર્વક ઘૂંટાતી ઘૂંટાતી પ્રજ્ઞા બને છે. એ પ્રજ્ઞા આત્માને અનુભવી શકે છે. આંખો મીંચો પણ આત્મા દેખાશે નહિ. અંધારુ દેખાશે. આત્મા દેખાય છે તેમ કહો તો તે ભ્રમ છે. બધા ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. આ ગાથામાં પરમકૃપાળુદેવે જ શબ્દ વાપર્યો છે અમારો અભિપ્રાય અમે કદી પણ હઠપૂર્વક, આગ્રહપૂર્વક, કદાગ્રહપૂર્વક કહ્યો નથી. આ અમારી માન્યતા છે, અમે માનીએ છીએ એ રીતે અમે કંઈ કીધું નથી કે બોલ્યા નથી પરંતુ આ અમે જે કહીએ છીએ તે પારમાર્થિક સત્ય છે, માટે અમે જ શબ્દ વાપરીએ છીએ. સમજવા કોશિશ કરજો અને આ લક્ષણ હંમેશા વિચારવું કે જે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ. સીધી જ વાત છે. નિશ્ચય લક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેની નિહારો, તસ છેની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન ફારો તસ છેની કર ગહીએ જો ધન, સો તુમ સોહં ધારો, સોહં જાણી દટો તુમ મોહં, વે હૈ સમકો વારો ચેતન ઐસા જ્ઞાન વિચારો. બે જ કડીઓ છે પણ તેમાં આખી પદ્ધતિ છે. તમે ઘણી વખત પૂછો છો કે અમારે શું કરવું? લો, આ કરવું. ઘણા કહે છે કે અમે નક્કી નથી કર્યું પણ પૂછી રાખીએ. આપણે નિર્ણય કરી શકતા નથી, એ આપણી ખામી છે. ચેતન ઐસા જ્ઞાન વિચારો ! સોહં સોહ સોહં સોહ, સોહં અણુ ન બિયાસારો. જાતજાતના વિચારો કરીએ છીએ. આ અણુ છે, પરમાણુ છે તેમાંથી એટમબોમ્બ થાય. તેમ આ બીજ છે, તેમાંથી વૃક્ષ થાય. તો ચારેબાજુથી સાધક નિશ્ચય કરે. બુદ્ધિ, શ્રદ્ધા, સત્સંગ, સશાસ્ત્ર, સદ્ગુરુ, શ્રવણ, ચિંતન, મનન, અનુપ્રેક્ષા આટલાં બધાં પરિબળો દ્વારા સાધક સમ્યક પ્રકારે તત્ત્વનો નિશ્ચય કરે. તમારે નિશ્ચય કરવાનો કે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ. બે શબ્દો જડ અને ચેતન બને જુદાં છે. આ નિશ્ચય આપી દીધો અને તેમાંથી સ્વ લક્ષણ જાણી જુદો તારવી લેવાનો. સો બેગો એરપોર્ટ ઉપર આવી હોય. પાટા ઉપર ફરતી હોય તેમાંથી તમારી બેગ તારવી લ્યો છો ને ? તેમ સ્વ લક્ષણ જાણી લ્યો. કારણ ખબર છે. કોઇએ લાલ રીબન, કોઇએ પીળી રીબન બાંધી હોય તે સ્વ લક્ષણ. આ આટલી નાનકડી ઘટના માટે આટલા બધા શાસ્ત્રો છે. સ્વલક્ષણ નક્કી કરી તેનું અવલંબન લેવાનું. હું જાણનાર, હું જાણનાર, જાણે છે તે આત્મા, જાણે છે તે આત્મા. એ અવલંબન અને એમાં નક્કી થાય કે હું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. આગળ ગાથા આવવાની છે કે, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ પ્રવચન ક્રમાંક - ૯૧, ગાથા ક્યાંક-૧૧૫-૧ શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. (૧૧૭) આ ગાથાની પ્રસ્તાવના ૧૧પમી ગાથામાં છે. સ્વલક્ષણ તે પોતાનું લક્ષણ. શાસ્ત્રોના અધ્યયન દ્વારા, સદ્ગુરુની કૃપા દ્વારા, સત્સંગ દ્વારા સાધક પોતે સ્વલક્ષણથી નિશ્ચય કરે છે. પછી તેનું અવલંબન કરે છે. જાણે છે, તે આત્માના અવલંબનથી દેહ અને આત્માની એકતા દૂર કરે છે. આજે પણ દેહ અને આત્મા જુદાં જ છે. દેહ અને આત્મા એક હોત તો મરતી વખતે આત્મા જુદો પડ્યો ન હોત. અત્યારે તમે બેઠા છો તે વખતે પણ દેહ અને આત્મા જુદા છે એમ વિચારી એકતા દૂર કરો અને આ એકતા દૂર થાય તો સર્વથી પોતે જુદો છે તેમ આત્માને અનુભવો. તમામ દ્રવ્યો અને જડ પદાર્થોથી આત્મા ભિન્ન છે એવો અનુભવ કરે તો અજ્ઞાનના કારણે જે રાગદ્વેષ થતા હતા, તે રાગદ્વેષ થાય નહિ. ઘણાં લોકો કહે છે કે રાગદ્વેષ કરવા નથી પણ થઈ જાય છે, પણ એવું નથી, ભ્રમ છે, અજ્ઞાન છે માટે થઈ જાય છે. સ્વલક્ષણ નક્કી થયું નથી માટે થાય છે. “નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છેની નિહારો' પ્રજ્ઞારૂપી છીણીથી બંનેને જુદા પાડો. સમયસારજીમાં કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે જ્યાં જડ અને ચેતનની સાંધ છે તે સાંધ ઉપર પ્રજ્ઞા છીણીને મૂકો. સાંધ માન્યતામાં છે, સાંધ બુદ્ધિમાં છે, એ માન્યતા ઉપર પ્રજ્ઞા છીણી મૂકો. મૂક્યાં પછી એ છીણી બે ભાગ પાડશે. તેમાંથી તારું સ્વલક્ષણ નક્કી કરી તું સમજી લે કે તું ચૈતન્યમૂર્તિ આત્મા છો. આવી પ્રક્રિયા દ્વારા તું તારો દેહાધ્યાસ ટાળ. બીજી રીતે નહિ ટળે. આ દેહાધ્યાસ છૂટે તો શું થાય? જો અજ્ઞાન ગયું અને આ ઘટના ઘટી તો દેહ અને આત્મા વચ્ચેની એકતા દૂર થઈ. ભેદજ્ઞાન થયું અને અજ્ઞાન ગયું. અજ્ઞાન હતું માટે રાગદ્વેષ થતાં હતાં. રાગદ્વેષ હતા માટે કર્મો કરતો હતો. હવે અજ્ઞાન ગયું, રાગદ્વેષ પણ ગયાં અને “નહિ કર્તા તું કર્મ' હવે તું કર્મનો કર્તા બની શકીશ નહિ. તમે હશો પણ કર્મના કર્તા નહિ હો. બહુ અદ્ભુત વાત કરી. આ જ્ઞાનીની અવસ્થાદશા છે. જ્ઞાની દેહમાં છે, જીવંત છે અને કર્મ કરતા જગતને દેખાય પણ છે છતાં પણ જ્ઞાની કર્મ કરતો નથી, કારણ કે તેનામાં કર્તાભાવ નથી. કર્તાભાવ અજ્ઞાનના કારણે છે. અજ્ઞાન નથી તો કર્તાભાવ નથી અને તેથી રાગદ્વેષ નથી. તો “નહિ કર્તા તું કર્મ' તું કર્મનો કર્તા મટી જઇશ. | સર્વ કર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય. સર્વ કર્મના ક્ષય માટે બીજી વાત કરી. એક બાજુ કર્મનું કારખાનું ચાલુ અને બીજી બાજુ સર્વકર્મના ક્ષયની વાત કરે તો મેળ કયાંથી પડે ? કારખાનું બંધ કરવું હોય, નવા કર્મોને આવતાં અટકાવવા હોય તો અજ્ઞાનને દૂર કરવું પડે. અજ્ઞાન દેહાધ્યાસ છૂટે ત્યારે દૂર થાય. અને “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ બહુ સરસ લીંક આપી છે. જેને સાધના કરવી છે તેના માટે દીવા જેવો માર્ગ બતાવ્યો છે. ધોળે દિવસે આંખ મીંચીને ચાલો તેવો રસ્તો છે. તારે એક વાત સમજવી પડશે. દેહાધ્યાસ છૂટયા પછી નવા કર્મોનો કર્તા થતો નથી પણ જૂના બાંધેલા કર્મોનું શું? એ પણ તારી સાથે છે. એ કર્મો ઉદયમાં આવવાનાં For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૭ અને ઉદયમાં આવે ત્યારે પરિણામ આપવાનાં જ. કર્મો બે પ્રકારનાં છે. દુઃખની પ્રતીતિ કરાવે તેવા અને સુખની પ્રતીતિ કરાવે તેવાં. સુખદ સંયોગો અથવા દુઃખદ સંયોગો, આ બંને જાતની પરિસ્થિતિ કર્મ નિર્માણ કરે છે. પણ મઝાની વાત એ છે કે જેને દેહાધ્યાસ છૂટયો છે તે દુઃખદ પરિસ્થિતિ હોવા છતાં પોતે દુ:ખ ભોગવતો નથી. દેખાય છે કે દુ:ખ ભોગવી રહ્યો છે પણ અંદરની પરિસ્થિતિ જુદી છે. ગજસુકુમારને માથે અંગારા મૂકાયા છે તે દેખાય છે, ખંધક મુનિની દેહની ખાલ ઊતરતી દેખાય છે, સનતકુમારને દેહમાં વ્યાધિ જણાય છે. આવું હોવા છતાં, દુઃખ છે છતાં તેઓ દુ:ખ ભોગવતા નથી એટલે કે દુઃખી થતા નથી. આવી જ્ઞાનીની અવસ્થા હોય છે. દુઃખ તો અસહ્ય અને ભયંકર છે, કહ્યું છે કે સમ્યષ્ટિ આત્માઓ નરકમાં હોય તેમને નરકની અસહ્ય પીડા ભોગવવી પડે. ભોગવી રહ્યા હોય તો પણ દુઃખથી નિર્લેપ અને ન્યારા છે. દુઃખથી અલિપ્ત રહેવાની જે કળા છે તે દેહાધ્યાસ છૂટયા પછી જ પ્રાપ્ત થાય. આ સમજવું જીવનમાં બહુ જરૂરી છે. આંખો મીંચીને હું આત્મા છું, હું આત્મા છું એમ બોલવાથી કંઇ નહિ વળે. પણ ધ્યાનથી સમજી પ્રયોગમાં લેવું પડશે. દુઃખ છે, ભયંકર દુઃખ છે, દુઃખના સંયોગો અને વિપરીત પરિસ્થિતિ છે, પરંતુ જ્ઞાની દુઃખ ભોગવતો નથી. દુઃખ ભોગવવું તે અંદરનું કામ છે અને દુઃખની પરિસ્થિતિ નિર્માણ કરવી તે કર્મનું કામ છે. જુઓ, આ પરિબળો કેવાં કામ કરે છે ? દુઃખજનક કર્મો દુઃખદ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. અંતરાય કર્મો પ્રતિકૂળતાઓ ઉત્પન્ન કરે છે પરંતુ તે વખતે ભોગવવું કે ન ભોગવવું એ બીજી અવસ્થા તે અંદરની અવસ્થા છે. ‘નહિ ભોક્તા તું તેહનો' આપણને દેખાય છે કે તેઓ અસહ્ય દુઃખ ભોગવી રહ્યા છે પરંતુ તેમના કેન્દ્ર ઉપર નજર નાખો તો એમ જણાય છે કે તેઓ દુઃખ ભોગવતા નથી. દુઃખનાં નિકટ રહેવા છતાં દુઃખથી દૂર રહેવું એવી અસાધારણ અવસ્થા તેમણે પ્રાપ્ત કરી છે, અને સાથે સાથે તેઓ સુખ પણ ભોગવતા નથી. આ ધર્મનો મર્મ છે. આ કઇ રીતે બને ? ચક્રવર્તી છ ખંડનો માલિક છે. જેમ દેવભવમાં ઇન્દ્રનો વૈભવ શ્રેષ્ઠ છે. તેમ મનુષ્યભવમાં ચક્રવર્તીનો વૈભવ શ્રેષ્ઠ છે. કોઇપણ ભોગનું સાધન બાકી નથી, તમામ ભોગના સાધન હાજર છે, ભોગો ભોગવવા માટે સ્વતંત્ર છે. ભોગો ભોગવવાની સામગ્રી વચ્ચે ઊભેલા દેખાય છે, છતાં સામગ્રી ભોગવતા નથી, સુખ છે છતાં સુખ ભોગવતા નથી, સુખથી દૂર. જેમ દુઃખથી દૂર છે તેમ સુખથી પણ દૂર. તેમાં લપેટાતા કે લેપાતા નથી. તેમને સ્પૃહા નથી, ઇચ્છા નથી, તેમાં મીઠાશ નથી, માધુર્ય નથી, આ સારું છે તેમ માનતા નથી. સ્વીકારતા નથી. ઊભા છે સુખમાં પણ સુખને સ્વીકારતાં નથી. સુખ છે તેમ દુનિયા કહે છે. તેઓ નથી કહેતા. આવી અદ્ભુત દશા જ્ઞાનીની છે. નરસિંહ મહેતાએ સરળ ભાષામાં ફેંસલો આપી દીધો કે ‘સુખ દુઃખ મનમાં ન આણીએ રે' સુખ દુઃખને બહાર ઊભાં રહેવા દો. તમારા મનમાં ન લાવો. મનમાં આવશે તો આકુળતા, વ્યાકુળતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, હર્ષ, શોક, અશાંતિ, શાંતિ, અપેક્ષા, નિરાશા, સારું, નરસું, ઇર્ષા આ બધું થશે. બીજા લોકો તમને કહેશે કે તમે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રવચન ક્રમાંક – ૯૧, ગાથા ક્રમાંક-૧૧૫-૧ તો ઘણા સુખી છો. તમને થશે કે મારા પાડોશી જેવો નહિ. તે મારા કરતાં વધારે સુખી છે. ઇર્ષ્યાનું દુઃખ છે. સુખ ભોગવે છે પણ સાથે ઈર્ષ્યાનું દુઃખ. સુખ દુઃખ બંને હાજર હોવા છતાં તે કોઈપણ જાતના સંયોગોને ભોગવતો નથી. કારણ? કર્મના ફળથી પણ આત્મા દૂર છે. જેમ કર્મથી આત્મા ભિન્ન છે તેમ કર્મના ફળથી પણ આત્મા ભિન્ન છે. કર્મના ઉદયકાળમાં તેમાં ભળ્યા સિવાય જ્ઞાની પસાર થાય છે અને તે કારણે તેના કર્મો ખરી પડે છે. એ કર્મનું ખરી પડવું તેનું નામ નિર્જરા. વીતરાગ પરમાત્માના શાસનમાં કેવી કેવી વાતો થઈ છે ? તેની નોંધ લેજો. આજે પણ વીતરાગ પરમાત્માનું શાસન શાસ્ત્રો બધું હાજર છે. સુખ કે દુઃખના સંયોગો બહારના છે તેને મન પર લેતો નથી. મન તે અસરથી મુકત. સંયોગો વચ્ચે પસાર થતી વખતે તે નિમિત્તે ઉત્પન્ન થતી અસરો એટલે કર્મફળથી મુકત થવાની કળા તેનું નામ ધર્મ. આ તો અદ્ભુત કળા છે. જ્ઞાની જાગૃત છે, માટે તે પ્રકારે જ્ઞાની વર્તન કરે છે અને તેથી એના મનમાં રાગ દ્વેષને બદલે વિશુદ્ધ ભાવો ઉત્પન્ન થાય છે. તેનાં કારણે ભ્રમણાઓ ટળી જાય છે. ૧૯૨માં પત્રાંકમાં એક નાનકડી કડી છે. હું દેહાદિ સ્વરૂપ નથી. આ બોલવાની નહિ પણ અનુભવવાની વાત છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. આ ભાવન કરતાં કરતાં દેહાધ્યાસ છૂટે છે. આ ચાવી છે. આવું શુદ્ધ આત્મ સ્વરૂપ અત્યાર સુધી જાણતાં ન હતાં, તે જાણ્યું અને સદ્ગની હાજરીમાં જાયું, તેમની કૃપાથી જાણ્યું માટે કહે છે કે અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. તેનામાં ઘટના ઘટી છે તેથી કહે છે, લાગણીના આવેશમાં તણાઈને નથી કહેતા. તેનામાં મિથ્યાત્વનું બળ ઘટ્યું છે. દેહાધ્યાસ છો એટલે સ્વરૂપનું દર્શન થયું છે અને તે વખતે કર્મના તમામ પ્રકારના ભાવો અને ઉદયોથી જુદો પડ્યો છે, એવી કળા જેની પાસે છે તેને કહેવાય છે ધર્મનો મર્મ. આ ગાથામાં એક વાતની સ્પષ્ટતા કરી છે. ધર્મનાં તમામ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. પરંતુ આપણા બધા ઉપાયો તે દેહાધ્યાસ મજબૂત કરવા માટે છે. કેવી રીતે છે? તમે કહો છો કે અમે ગયા હતા જમવા પણ જમવામાં કંઈ ઠેકાણું ન હતું. આઈસ જેવું ઠંડુ પાણી પણ ન હતું. આત્મા હોવા છતાં ધ્યાન બધું શરીર સુખ માટે જ ને ? ગમે તેમ બોલો અને કરો. ઇશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે જે આત્માને જાણતો નથી એવો અજ્ઞાની ભયંકર અજ્ઞાનના ઘોર અંધકારમાં છે પણ જેણે આત્માને જાણ્યા પછી પણ તેનાથી વિરામ પામતો નથી તે તેના કરતાં પણ ઘોર અંધકારમાં છે. જૈનદર્શનના પાયામાં તમામ સાધનાઓ દેહાધ્યાસ દૂર કરવા માટે છે. સૂર્ય ઊગે પછી જ આહાર લેવો. સૂર્ય ઊગ્યા પછી એક કલાકે આહાર લેવો, સૂર્ય ઉગ્યા પછી બે કલાકે લેવો, એમ કરવાથી દેહાધ્યાસ અંશે અંશે ટળે. આ બધા For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૨૯ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલા પ્રમાણમાં દેહાધ્યાસ છૂટે તેટલા પ્રમાણમાં ધર્મ પરિણમે. ફરી પુનરાવૃત્તિ કરીને કહું છું કે ધર્મની તમામ સાધનાઓ દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલો દેહાધ્યાસ છૂટયો તેટલો ધર્મ પરિણમ્યો અને તેટલા માટે આ જે પ્રથમ અજ્ઞાનતા હતી કે દેહ તે હં, જાણે છે તે આત્મા અને તે હું નહીં, એવી અવળી માન્યતા હતી તે અવળી માન્યતા ફેરવવાનું કામ જેમણે કર્યું તે મારા સદ્ગુરુ છે. ગાડીને ફેરવવી હોય તો ધક્કા મારીને ફેરવવી પડે છે અને રસ્તો બરાબર ન હોય તો ગાડીને ટર્ન આપવો, સ્ટીયરીંગ ફેરવવું જેટલું કઠિન છે તેમ કોઇને ભ્રમ થયો હોય તો તે ફેરવવો, અવળી માન્યતાને ફેરવવી ઘણું કઠિન કામ છે. આપણી અવળી માન્યતા સદ્ગુરુ ફેરવે છે, એ તાકાત સદ્ગુરુમાં છે. માટે સદ્ગુરુને કહ્યું કે આપે અમારો આત્મા ઓળખાવીઓ તે ઉપકાર કયારેય નહિ ભૂલાય. શિષ્ય એમ કહે છે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું અમને જણાવ્યું અને અમે જાણ્યું અને અમારામાં પરિણમ્યું તથા વિષય કષાય મોળાં પડ્યાં, રાગ-દ્વેષ મોળાં પડ્યાં, અમે રસ્તે ચડ્યા છીએ. હવે કંઈ મોક્ષ દૂર નથી. “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો એ જ ધર્મનો મર્મ.' આ ગાથા પૂરી થાય છે. “એ જ ધર્મથી મોક્ષ છે' આના સિવાય બીજો કોઈ ધર્મ હોઈ શકે નહિ. આ જ ધર્મ છે અને આ જ ધર્મથી મોક્ષ છે તે વાત આગળની ગાથામાં આવે છે તે હવે કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬ પ્રવચન ક્રમાંક - ૯૨ ગાથા ક્રમાંક - ૧૧૬ મોક્ષનું સ્વરૂપ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. (૧૧૬). ટીકા - એ જ ધર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષ સ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂ૫ છો. (૧૧૬) આ ગાથા તત્ત્વજ્ઞાનની શિખર વાર્તા છે. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મદર્શન તેની ટોચની આ વાત છે. અધ્યાત્મ ક્ષેત્રમાં આથી ઉચ્ચ અને શ્રેષ્ઠ વાત બીજી હોઈ શકે નહિ. માર્મિક રીતે પરમકૃપાળુ દેવે ચરમ શિખરની વાત કરી છે. પહેલી વાત એ છે કે જગતના જીવો જાણ્યે અજાણ્યે જે કંઈપણ સત્કર્મ કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, ધર્મ સાધના કરે છે તેઓ ઓધે ઓધે એમ કહે છે કે અમે મોક્ષ માટે કરીએ છીએ. ભારતીય દર્શનોમાં મતભેદ હોઈ શકે પણ તમામ દર્શનો મોક્ષની બાબતમાં સહમત છે. એટલા માટે ભારતમાં ચાર પુરુષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષ પુરુષાર્થ એ પરમ પુરુષાર્થ છે અને તમામ ધર્મો આ મોક્ષ પુરુષાર્થની વાત કરે છે. મોક્ષના સ્વરૂપ વિષે મતભેદો છે. મોક્ષના સાધન વિષે મતભેદો છે પણ મોક્ષના સ્વીકાર વિષે મતભેદ નથી. તમે તમારા જીવનમાં જે કંઇપણ ધર્મ સાધના કરો છો તે શા માટે કરો છો ? તો કહો છો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. ભક્ત ભગવાન પાસે પણ માગે છે. “આપો આપો ને મહારાજ અમને શિવસુખ આપો” હે પ્રભુ ! અમને શિવસુખ એટલે મોક્ષનું સુખ આપો. એમ પણ કહેવામાં આવે છે કે અમે અમારા જીવનમાં જે કંઈપણ સાધના કરીએ છીએ તે મોક્ષપ્રાપ્તિ અર્થે કરીએ છીએ. અમારે મોક્ષ મેળવવો છે, મોક્ષમાં જવું છે. આની પ્રાપ્તિ જો કરવી હોય તો સાધન જોઇશે. તે સાધનનું નામ ધર્મ છે. તમે જે સાધન માનો છો તે નહિ પણ જ્ઞાનીપુરુષે કહેલી વાત તે ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જે મ અસિ ને મ્યાન' આ પાયાની વાત કરીને “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ' દેહાધ્યાસ છૂટી જાય તો તું કર્મનો કર્તા નહિ બને. કર્મનો કર્તા ન રહે તો કર્મો ભોગવવાનાં પણ ન રહે. આ ધર્મનો મર્મ ગુરુદેવ શિષ્યને કહે છે. પછી કહે છે કે અમે જે ધર્મ વર્ણવ્યો છે તે ધર્મથી જ મોક્ષ છે. આ પ્રતીતિ છે, આ અનુભૂતિ છે, અને આ ટંકાર જેવા વચનો છે. અનુભવ વગર પંડિત કે વિદ્વાન આમ ન બોલી શકે. વક્તા ન બોલી શકે. જેને અનુભૂતિ થઈ છે તે For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૧ રણકારપૂર્વક એમ કહે છે કે એ ધર્મથી જ મોક્ષ છે. આ ધર્મનો મર્મ છે અને જે કહ્યો તે ધર્મથી જ મોક્ષ છે. પરંતુ આ વાત અધૂરી છે, પૂરી વાત હવે આવે છે. જે ધર્મથી મોક્ષ છે તે ધર્મ તમારી માન્યતાથી જુદો છે. પરમકૃપાળુ દેવ એક ઝાટકે આ ભેદને દૂર કરે છે. અમે મોક્ષની વાત કરીએ છીએ ત્યારે તમે ઉપર તરફ જુઓ છો. કોઈ સિદ્ધશીલા છે, કોઈ જગ્યાએ મોક્ષનું સ્થાન છે. ત્યાં અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે. ત્યાં જવાનું છે એમ કંઈક કંઈક કલ્પનાઓ જગતમાં થઈ રહી છે પણ અમારી તથ્યવાળી અને પારમાર્થિક વાત એ છે કે તું જ મોક્ષ સ્વરૂપ છો. મોક્ષ બહારથી મેળવવાની વાત નથી. તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. આ અધ્યાત્મ શાસ્ત્રની શિખર વાર્તાને સમજવા કોશિશ કરજો. મોક્ષ મેળવવાની ચીજ નથી. મોક્ષ હોવાની, મુકત થવાની વાત છે. હું પોતે મોક્ષ એટલે મુકત છો અને મોક્ષ અવસ્થામાં જે જે બાબતો હોય છે તેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અવ્યાબાધ અવસ્થા હોય છે. કયારેય કોઈ જાતની બાધા કે અવરોધ ન આવે તેવી અવસ્થા એ અવ્યાબાધ અવસ્થા. ચક્રવર્તીની સંપત્તિ મેળવી હશે પણ મોત તેને છીનવી લેશે. લાખો રૂપિયાને આતંકવાદી છીનવી લેશે. દેહને સાચવ્યો હશે પણ એકાદ રોગ તેને છીનવી લેશે. આ મોક્ષ એવો છે કે તેને કોઈ છીનવી ન શકે, ત્યાં મૃત્યુનું પણ શાસન નથી, ત્યાં જરા, વ્યાધિ, વેદના કે ભય નથી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી. તે કલ્યાણ સ્વરૂપ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. આવી તારી પોતાની અવ્યાબાધ અવસ્થા છે. અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંત સુખ, અનંત ચારિત્ર, અનંત આનંદ એ પણ તું છો. આના સિવાય બીજું કંઈ નથી. આટલી અદ્ભુત વાત! સાંભળીને કંઈ રૂંવાટા ઊભા થાય છે ? અરે ! અમે તો મોક્ષને બહાર શોધીએ છીએ. મોક્ષ મેળવવા બહારની ક્રિયાઓ કરીએ છીએ. “મોક્ષ આ પંચમકાળમાં છે કે નહિ? મોક્ષ અપાવનાર સદ્ગુરુ છે કે નહિ ?' છોડ, આ બધી ચર્ચાઓ. અલ્યા ! તું જ મોક્ષ સ્વરૂપ છો. અને આ વાત એટલા માટે પ્રતીતિવાળી છે કે આત્મા પોતે સર્વ પ્રકારથી શુદ્ધ થાય એવી આત્માની પરમ શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે. આત્મામાં બંને લાયકાત છે. આત્મા અશુદ્ધ પણ થઈ શકે છે અને અશુદ્ધ બનેલ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. જો આત્મા શુદ્ધ જ હોય તો મોક્ષની વાત કરવાની જરૂર નથી અને અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો ન હોય તો આ બધા શાસ્ત્રોની કયાં જરૂર છે ? પરંતુ એમ નથી. આત્મા અશુદ્ધ છે અને એ અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. અશુદ્ધ અવસ્થા વર્તમાનની છે. શુદ્ધ થઈ શકવું તે યોગ્યતા છે. અને શુદ્ધ થવું તે મોક્ષની ઘટના છે. શું આવ્યું? અશુદ્ધ હોવું તે વર્તમાન અવસ્થા. પાણી ગરમ થઈ શકે છે, કપડું મેલું થઈ શકે છે, ઘરમાં કચરો આવી શકે છે, શરીર ઉપર મેલ ચડી શકે છે, પરંતુ પાણી ઠંડુ પણ થઈ શકે છે અને કપડું ઉજળું પણ થઈ શકે છે, ઘરમાંથી કચરો તથા શરીર ઉપરનો મેલ દૂર કરી શકાય છે, બન્ને વાતો છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૨ પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬ બે અપેક્ષાથી બે નયથી વાત કરવાની છે એક પર્યાયાર્થિક નય અને બીજો નિશ્ચયનય. આત્મા ત્રિકાળ શુદ્ધ છે તે નિશ્ચયનય. વ્યવહાર એમ કહે છે કે ત્રિકાળ શુદ્ધ છે તો વર્તમાનમાં અનુભવ કેમ થતો નથી ? કયાંક વિક્ષેપ છે. વ્યવહારનય કહે છે કે વર્તમાનમાં અશુદ્ધ છે, અને શુદ્ધ તે ત્રિકાળની અપેક્ષાએ. આત્મા અશુદ્ધ બન્યો છે, અશુદ્ધ થઈ શકે છે પણ એ આત્મા મટી શકતો નથી. સોનું ખાણમાં માટી ભેગું છે પણ સોનું મટી શકતું નથી. આત્મા અશુદ્ધ થઈ શકે છે અને તે પોતાની ભૂલના કારણે થાય છે. તેને કોઈ અશુદ્ધ બનાવતું નથી. તમે ન થાવ તો તમને કોણ અશુદ્ધ બનાવે? અશુદ્ધ આપણે થઈએ છીએ તે આપણી ભૂલ છે. પરમકૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે આ અમારી જ ભૂલ છે. અમે ભૂલથી કર્મો કર્યા છે માટે અમે ભોગવીએ છીએ. ભૂલ છે આત્માની અને ભૂલ એ કે સ્વરૂપનું ભૂલી જવું. આ મોટી ભૂલ છે. સ્વરૂપનું વિસ્મરણ એ સૌથી મોટી ભૂલ. આત્મસિદ્ધિમાં પહેલી લીટીમાં જ ઘોષણા કરી કે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત' સ્વરૂપ તો છે, આત્મા તો હાજર છે. અત્યારે પણ હાજર છે. નિગોદમાં રહેલ અશુદ્ધ આત્મા પણ શુદ્ધ બનીને મોક્ષમાં બીરાજમાન થઈ શકે છે. મોક્ષ માટે બીજો શબ્દ છે સિદ્ધ. આગળ આવશે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ’ બધા જીવો સિદ્ધ જેવા છે. તો કેમ થતા નથી ? તો કહ્યું કે “જે સમજે તે થાય'. આ સમજે તો થાય. સમજવાના સાધન છે, તેની પ્રક્રિયા છે, તેની રીત છે. તેનો વિકાસ છે. અશુદ્ધ પોતે થયા. તમને કોઈએ અશુદ્ધ કર્યા નથી. જેનદર્શનની માર્મિક વાત સમજી લો કે જૈનદર્શન ભૂલ માટે બીજા કોઈને જવાબદાર ગણતું નથી, પણ તમને સો ટકા જવાબદાર ગણે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે अप्पा कत्ता विकत्ताय, दुहाण च सुहाण च પપ્પા મિત્તમમિત્ત વ, તુપૂદિયસુપટ્ટિકો . (૨૦/૩૭) अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो । મMા વંતો સુધી દોડું, અરિ રોગે પરસ્થ (૩/૨૧) આ બે ગાથામાં અનેકવાર અપ્પા અપ્પા શબ્દ આવ્યો છે. અપ્પા માગધી શબ્દ છે. અપ્પા એટલે આત્મા. આત્મા કર્મનો કર્તા છે અને આત્મા જ તેને દૂર કરનાર પણ છે. આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે. તે આત્મા, તું તને નિયંત્રણમાં લે અને આત્માને નિયંત્રણમાં લઇશ તો આ લોકમાં સુખી થઈશ અને પરલોકમાં પણ સુખી થઈશ. તમને કોઈ બીજાએ અશુદ્ધ બનાવ્યા નથી. તમે અશુદ્ધ થયા છો. અશુદ્ધિ એ આપણી પોતાની ભૂલ છે. આપણી ભૂલ સુધારી શકાય તેવી છે અને આ ભૂલનો સ્વીકાર જો થાય તો જ્ઞાની બીજી વાત કરે છે. મૃત્યુદંડની ફાંસીની શિક્ષા રદ થાય કે ન થાય તે રાષ્ટ્રપતિ પર આધાર છે. પરંતુ આપણી ભૂલ આપણે સુધારી શકીએ છીએ. આપણામાં ક્ષમતા અને સામર્થ્ય છે, શક્યતા છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૩ જે આત્મા અશુદ્ધ છે તે સંસાર છે અને જે આત્મા શુદ્ધ છે તે મોક્ષ છે. જાગૃત રહીને સાંભળો. કલિકાલ સર્વજો યોગશાસ્ત્રના ચોથા અધ્યાયમાં એક ગાથા આપી છે તે મૌલિક છે. अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः તમેવ દિનેતા, મોક્ષમાદુર્મનીષિણ: . (૪/રૂ) આ ગાથામાં ૧૧૬મી ગાથાનો સાર છે. આ આત્મા એ જ સંસાર છે. સ્ત્રી, પુત્ર, ધન, મકાન, છોકરાં, પૌત્રો એ સંસાર નથી. સંસાર બહાર નથી. સંસાર બીજો નથી. સંસાર જગતમાં નથી પણ આત્મા એ જ સંસાર છે. કષાયો વડે જીતાયેલો આત્મા, ઈન્દ્રિયો વડે જીતાયેલ આત્મા, વિષયો વડે જીતાયેલો આત્મા, એ સંસાર છે. ક્રોધ વડે જીતાયેલો અને અહંકાર વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. જીભના સ્વાદ વડે જીતાયેલો આત્મા અને આંખ વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. કાન વડે જીતાયેલો અને વિષયો તરફ ઢળેલો આત્મા સંસાર છે. વાસનાઓ તરફ ખેંચાયેલો આત્મા તે સંસાર. સંસાર બહાર નથી. - પૂ. આનંદધનજી મહારાજે લાક્ષણિક શૈલીમાં વાત કરી, ભગવાન ! તમારી પાસે આવું કેવી રીતે ? મને તો તમારી પાસે આવતાં શરમ લાગે છે. લજ્જા આવે છે. કબીરજીએ પણ કહ્યું કે મેલી ચાદર ઓઢીને હું તમારા ચરણમાં કેવી રીતે આવું? આ મારું શરીર, મારું મન તે ચાદર છે અને એ ચાદર મેલી છે. હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, કામવાસના, ક્રોધ, મોહ અને લોભના કેટલા બધા ડાઘાઓ પડ્યા છે ! પ્રભુ ! હું કેવી રીતે તમારી પાસે આવું? તમે બહાર નીકળો ત્યારે ઠસ્સાબંધ સજાવટ કરીને નીકળો છો. આનંદઘનજી મહારાજ અજીતનાથ પ્રભુને કહે છે કે ભગવાન ! તમે અજીતનાથ છો. તમને કોઈ જીતી ન શકે. તમને મોહ જીતી ન શકે, ક્રોધ કે અહંકાર જીતી ન શકે, તમે અજીત છો. તમે કષાયો અને વાસનાઓને જીતી. તમે જેને જીત્યા તેઓએ આવી મને ઘેરી લીધો. તેઓ તમારી પાસેથી નીકળી અમને વળગ્યા. અલંકારિક ભાષામાં તેમણે કહ્યું કે, જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ? કષાયોથી જીતાયેલ આત્મા તે સંસાર. વિષયો વડે જીતાયેલો આત્મા તે સંસાર. સંસાર બહાર નથી, સંસાર કોઈએ પેદા કર્યો નથી કે વળગાડ્યો નથી. સંસાર કયાંયથી આવ્યો નથી પણ આત્મા એ જ સંસાર. તો પછી મોક્ષ? “તમેવ તક્રિનેતા' તું જ મોક્ષ છો, જેણે કષાયોને જીત્યા તે આત્મા મોક્ષ છે. જેણે ઇન્દ્રિયો અને વાસનાઓને જીતી તે આત્મા મોક્ષ. જેણે વિકારો અને રાગ દ્વેષ જીત્યાં તે આત્મા મોક્ષ. મોક્ષ પણ તું અને સંસાર પણ તું. અભુત વાત છે. તમે બહાર જોવા જાઓ છો પણ સબ કુછ ભીતર છે. સંસાર પણ અંદર અને મોક્ષ પણ અંદર. આત્મા એ જ સંસાર અને આત્મા એ જ મોક્ષ. अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ જ્ઞાની પુરુષોએ એને જ મોક્ષ કહ્યો છે. ‘છો મોક્ષ સ્વરૂપ આ ગાથાની વ્યાખ્યા અહીં For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬ થઈ. મોક્ષ બહાર નથી અને સંસાર પણ બહાર નથી. તું અશુદ્ધ પણ થઈ શકે છે અને શુદ્ધ પણ રહી શકે છે. બહુ હિંમતવાળી વાત છે, સાહસવાળી વાત છે. કાળ, કર્મ, નિયતિ બધાને બાજુએ મૂકયાં. કોઈ જવાબદાર નથી. તે પોતે જ જવાબદાર છો. આપણે જ્ઞાનીને પૂછીએ છીએ કે મોક્ષ કયારે મળશે? જ્ઞાની જવાબ આપે છે કે તું બદલાઈશ ત્યારે. કાળ સાથે મોક્ષનો સંબંધ નથી. મોક્ષનો સબંધ તારી સાથે છે. જ્યારે તારે મોક્ષમાં જવું હશે ત્યારે તને કોઈ રોકી શકે તેમ નથી. બહાનાં ન કાઢીશ કે આ પંચમકાળમાં મોક્ષ થતો નથી. તું બીજા, ત્રીજા અને ચોથા આરામાં પણ હતો. મોક્ષ કેમ ન થયો ? ને રખડતો જ કેમ રહ્યો ? કાળ અને કર્મ તને શું નડશે ? જે કંઈ છે તે તું જ તને નડે છે. તું છો મોક્ષ સ્વરૂપ, ભાઈ ! તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અશુદ્ધતા બાજુએ મૂક તો મોક્ષ. જ્યારે તું શુદ્ધ બને છે ત્યારે તેને કહેવાય છે શુદ્ધ આત્મપદ. કેવો આત્મા ! શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા એ જ શુદ્ધ આત્મપદ છે અને એ મોક્ષમાં જે અનંતજ્ઞાન ખીલેલું દેખાશે, અનંતદર્શન ખીલેલું દેખાશે, અનંત આનંદ લહેરાતો દેખાશે, અવ્યાબાધ અવસ્થા તને દેખાશે તે બધું જ અત્યારે આ ક્ષણે પણ તારામાં ભરેલું જ છે પણ અશુદ્ધિના કારણે ઢંકાઈ ગયેલું છે. સરળ વાત છે. અશુદ્ધિ દૂર કરો તો મોક્ષ હાથવેંતમાં છે અને અશુદ્ધિ દૂર નહિ કરો તો ભટકી ભટકીને થાકી જશો તો પણ મોક્ષ નહિ મળે. આમ તો મોક્ષ માટે તોફાનો ઓછાં નથી થતાં. ગીરનાર પાસે ભૈરવ નામનો પહાડ છે ત્યાં ઊંડી ખાઈ છે. કોઈ કહે કે પહાડ ઉપરથી ખાઇમાં કૂદકો મારો તો મોક્ષ મળે, કોઈ કહેશે કે કાશીએ જઈ કરવત મૂકાવો તો મોક્ષ મળે, કોઈ કહેશે જગન્નાથજીના રથ નીચ ચગદાઈ જવાય તો મોક્ષ મળે, કોઈ કહે કે જમનાજીમાં ડૂબકી મારો તો મોક્ષ મળે. આમ તે મોક્ષ મળતો હશે? મોક્ષ તો તારો સ્વભાવ છે. બહારથી મોક્ષ ન મળે. ભીતર દેખો ! યશોવિજયજી મહારાજે બહુ પ્રેમમાં આવીને પોતાના આત્માને કહ્યું કે, મેરો પ્રભુ! તું સબ બાતે પૂરો. હે મારા આત્મા ! તું બધી વાતે પૂરો છે. તેઓએ એ અર્થમાં કહ્યું છે કે પ્રભુ ! તું બધી રીતે સંપૂર્ણ છો. અનંત જ્ઞાન, અનંતદર્શન, બધું તારી પાસે છે. તમે નિગોદમાં હતા ત્યારે પણ તમારો ખજાનો તમારી સાથે હતો. તમે પ્રવાસ કરતાં હો ત્યારે પાકીટ લટકાવો છો ને ? જ્યાં જાવ ત્યાં સાથે ને સાથે ? નીચે ન મૂકો એને, એમાં બધું જ છે. તેમ તમે જ્યાં જાવ ત્યાં, નિગોદમાં પણ બધો ખજાનો તમારી સાથે જ છે. પ્રશ્ન થશે કે તો અનુભવ કેમ થતો નથી ? તું અશુદ્ધ છો માટે અનુભવ થતો નથી. શુદ્ધ થા એટલે અનુભવ થશે, મોક્ષ થશે. શુદ્ધ થા, સંસાર નષ્ટ થઈ જશે. સમાપન કરતાં થોડાં સૂત્રો જીવ સમજી લે પરમકૃપાળુદેવે “એ જ ધર્મથી મોક્ષ છે', આ દૈતની વાત કરી, ભેદની વાત કરી, મોક્ષ જુદો અને મેળવનાર જુદો ? પણ તુરત જ કહ્યું કે “તું છો મોક્ષ સ્વરૂપ.” મોક્ષ બહાર નથી અને મોક્ષમાં જે અનંતજ્ઞાન અને અનંત દર્શન એ તું જ છો. તું અનંત જ્ઞાન સ્વરૂપ છો. તું જ અનંત દર્શન અને તું જ અવ્યાબાધ સ્વરૂપ છો. શું ગાથા થઈ ? “એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ'. અનંતદર્શન For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૩૫ જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ' આ જે કંઈ છે તે તું જ છો. બધો તારો ખેલ છે. સંસાર પણ તારો ખેલ અને મોક્ષ પણ તારો ખેલ. સંસાર પણ તું અને મોક્ષ પણ તું. જીવને અનાદિકાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તે દૂર કરવો એ પહેલી વાત. આ પ્રક્રિયામાં જઈ રહ્યા છીએ તો શું કરવું? અશુદ્ધ છે તો શું કરવું ? મોક્ષ સ્વરૂપ છે તો શું કરવું? પ્રથમ દેહથી ભિન્ન પોતાના સ્વરૂપને ઓળખવું અને એ માટે આ આત્મસિદ્ધિશાસ્ત્રની રચના થઈ છે. આત્મસિદ્ધિ માત્ર પારાયણ કરવા માટે નથી. કોઈના મૃત્યુ પાછળ સંભળાવો, વાંચો તે સારું છે. પરંતુ આત્મસિદ્ધિ એટલા માટે છે કે પોતે પોતાના આત્માનું પ્રયોજન સિદ્ધ કરી શકે. પોતાના સ્વરૂપને ઓળખે. વિભાવમાં જે પરિણમે છે તેને બદલે સ્વરૂપમાં પરિણમવું. પડખું બદલવું, દિશા બદલવી. ગાડીની દિશા બદલવી હોય તો એજીનને આગળથી લઈ પાછળ જોડી દે એટલે દિશા બદલાઈ જાય. વિભાવમાં જે પરિણમે છે તેને બદલે સ્વભાવમાં પરિણમે તો પ્રક્રિયા બદલાઈ જાય. આ જ સાધના છે અને તે ધર્મ છે. તે પ્રમાણે વર્તન કરવાથી શું થાય ? તો તે વર્તનથી કર્મો ખરી પડે, લાકડી લઈને ખંખેરવાની જરૂર નથી. કર્મોની નિર્જરા થવાથી મુકત અવસ્થા પ્રાપ્ત થાય અને તેથી આત્મા પોતાના સ્વરૂપમાં રહે. કર્મો ખરી જવાથી આત્મા શુદ્ધ બને છે. આટલું તો કરો, તમે તમારા ઘરમાં તો આવો. સુમતિ નામની સખી પોતાના પતિ ચૈતન્યમૂર્તિ ભગવાનને વિનંતી કરે છે. “પિયા નિજ ઘર આવોને'. આ તમારું ઘર છે. તમે માયાના ઘરમાં બેઠા છો. આવો, તમે તમારા સ્વરૂપમાં આવો અને પરને પોતાનું માનવાનું મૂકી દો. આપણી પણ આ મોટામાં મોટી મુશ્કેલી છે. આપણે પરને પોતાનું માની બેઠા છીએ. પરને પોતાનું માનવાનું મૂકી દેવું તે જ ધર્મ છે. પરને પોતાનું માનવું તે ખરાબ મગજનું લક્ષણ છે. અમે કહીએ છીએ કે પરને પોતાનું માનવું છોડો. પોતાનું ન હોય ને પોતાના ઘરે આવ્યું હોય તો જેનું હોય તેને આપી દે એને ખાનદાની કહેવાય. મોક્ષ કંઈ બહારથી લાવવાનો નથી. ભ્રમણામાંથી બહાર આવો. મોક્ષ મેળવવો એટલે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ઢળવું. આત્મા શુદ્ધ થયો એટલે મોક્ષ. પછી એ ન પૂછો કે સિદ્ધશિલા કેટલી દૂર છે ? લોકોને બહુ ચિંતા છે કે કેટલી લાંબી છે ? કેટલી જગ્યા છે? જગ્યા નહિ હોય તો? આ બધી ચિંતા કરવા કરતાં તું તારા આત્માને શુદ્ધ કરને ભાઈ! આત્મા શુદ્ધ સ્વરૂપ છે અને જ્ઞાન પોતાનો ગુણ છે. ગુણ એટલે સ્વભાવ. દર્શન આત્માનો સ્વભાવ છે. આનંદ આત્માનો સ્વભાવ છે. કોઈ દિવસ તમે પૂછ્યું કે ગોળને ગળ્યો કરવા શું કરવું ? ગળપણ નાખવું પડશે ? અરે ! ગોળ તો ગળ્યો જ હોય તેમ તું પણ આનંદ સ્વરૂપ છો, જ્ઞાનસ્વરૂપ છો. પરંતુ વિપરીત માન્યતાને લઈને તું ખોટું માની રહ્યો છે, ઊંધુ સમજી રહ્યો છે. જે નથી તે માનવું, જે વાસ્તવિક છે તે ખોટું માનવું અને ખોટાને વાસ્તવિક માનવું આ ધંધો મિથ્યાત્વનો છે. આપણા જીવનમાં સૌથી દુઃખદ પરિબળ કોઈ હોય તો મિથ્યાત્વ. પરમકૃપાળુ દેવે કહ્યું કે ... દર્શનમોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રવચન ક્રમાંક ૯૨, ગાથા ક્ર્માંક-૧૧૬ આ મિથ્યાત્વ ગયું એટલે બધી બલા ગઇ. બલા ગુજરાતી શબ્દ છે. અણગમતું ટળે એટલે કહેવાય કે બલા ગઇ. સૌથી મોટી બલા તે મિથ્યાત્વની છે. હું જ નથી, અથવા હું દેહ છું તેવી ભ્રાંતિ કરાવે તે મિથ્યાત્વ. આ કેવું કહેવાય ! આપ આપસે ભૂલ ગયે, ઇનસે કયા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. એવી કેવી બુદ્ધિ થઇ કે હું જ નથી. આત્મા જ નથી તેવી બુદ્ધિ તે મિથ્યાત્વનો પ્રતાપ છે. મિથ્યાત્વ એમ નથી કહેતું કે તું નથી, મૂળમાં તારું અસ્તિત્વ નથી, પરંતુ એમ કહે છે કે તું જે નથી તે તું છો અને તું જે છો તે તું નથી. તું દેહ નથી પણ તું દેહ છો એમ માની બેઠો છે અને તું આત્મા છો પણ હું આત્મા નથી એમ તું માને છે, એવું મનાવવાનું કામ જે કરે તેને કહેવાય છે મિથ્યાત્વ, તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ, ખોટી અને મિથ્યા માન્યતા. વિપરીત માન્યતાને લીધે અને કષાયોમાં પરિણમવાને લીધે પોતાને આત્મા માની શકતો નથી. અત્યંત ક્રોધ, અહંકાર, માયા અને કામમાં પરિણમવાના લીધે પોતાને ઓળખી શકતો નથી. ત્રીજી મહત્ત્વની વાત એ કે આ કષાયોના કારણે આત્માને કર્મનું આવરણ આવેલ હોવાથી એ આત્મા હોવા છતાં આત્માનો અનુભવ કરી શકતો નથી. કેવી આ વાત કહેવાય કે આત્મા પ્રત્યક્ષ છે, હાજર છે છતાં તમે ખખડીને કહી શકતા નથી કે હા, હું આત્મા છું. કોઇ તમને કહે કે તમે રૂપાળા છો, હોશિયાર છો, પૈસાવાળા છો તો રાજી થઇ જશોને કહેશો કે હા, તમારી વાત સાચી છે. પણ કોઇ કહેશે કે તમે આત્મા છો તો ? આત્માના અનુભવ વગર ઉત્સાહ નહિ આવે. આ વિપરીત અને ઊંધી માન્યતા ઊંધુ મનાવે છે, કષાયોમાં પરિણમાવે છે. રાગ દ્વેષ કરાવે છે માટે કર્મ તૈયાર થાય છે અને કર્મ થાય છે તેથી તેનું આવરણ આવે છે અને તેથી આત્મા વર્તમાનમાં હાજર હોવા છતાં અને આ પાંચ ફૂટના કોથળામાં રહેલ હોવા છતાં તેનો અનુભવ થતો નથી. આત્માનો અનુભવ કરવા કયાં જશો ? કોઇ ગુફામાં જવું પડે? આત્મા તો અંદર છે અને એ અનુભવ પોતે કરવાનો છે. આ ઘટના અંદર ઘટે છે. જેમણે આત્માનો પ્રગટપણે અનુભવ કર્યો છે, અતીન્દ્રિય સૃષ્ટિમાં જે જઇ આવ્યો, તેને માણી આવ્યો છે, તેમાં ફરી આવ્યો છે, એની મોજ માણી આવ્યો છે તેવો જ્ઞાની પુરુષ જો આવીને આપણને કહે કે આત્મા છે તો આપણને પ્રતીતિ થાય. બસ, સદ્ગુરુનું આટલું જ કામ છે. સદ્ગુરુ તમને વળગતા નથી. તમારી પાસેથી કંઇ અપેક્ષા પણ રાખતા નથી. અપેક્ષા રાખે તો એ સદ્ગુરુ નહિ. એને ગુરુવાદ કહે છે. સદ્ગુરુએ-જ્ઞાનીએ પોતે જેમ છે તેમ જાણ્યું, અનુભવ્યું અને તમને કહ્યું. અનુભવ કરવાના પરિણામે તેઓ આવીને એમ કહે છે કે અમે આનંદમાં છીએ, સમાધિમાં છીએ, અમારામાં દુઃખ, ભય, અશાંતિ, બોજો, ટેન્શન, ડીપ્રેશન, ઇગો કંઇપણ નથી. કારણ કે તેમણે આત્માનો અનુભવ કર્યો છે. અને તેઓ એવા નથી કે તે આનંદ એકલા ભોગવે. તમે પણ આનંદ ભોગવો તેવું જ્ઞાનીને ગમે છે. સમજાય છે ? અમે તો આનંદ અનુભવીએ છીએ પરંતુ અમને એમ થાય કે અમે એકલા આનંદ અનુભવીએ તો - For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૭ ઠીક નહિ. તમને પણ સાથે સામેલ કરીએ. એટલા માટે તે તમારી પાસે આવે છે. બીજું કંઈ લેવા આવતા નથી. તેમને અનુભવ છે. જેમ તમે હાફુસ કેરી ખાતા હો અને દીકરો અમેરિકા હોય તો યાદ આવે ને ? અત્યારે બાબલો હોત તો તેને ખવરાવત. જ્ઞાની પુરુષો કહે છે કે અમે આત્માનો અનુભવ કર્યો છે. દુઃખમાંથી મુક્ત છીએ, મસ્ત છીએ, આનંદમાં છીએ, પહેરવાનું ઓઢવાનું ભલે ન હોય પણ ઔર મસ્તીમાં છીએ. ચક્રવર્તી પણ પાણી ભરે તેવી સાહ્યબી અમારી પાસે છે. તમને થશે જ્ઞાની ગાંડા તો થયા નથી ને ? જ્ઞાની કહે છે, ના! અમે અનુભવ કર્યો છે. આત્મા અમને અનુભવાય છે. આવો આત્મા તું પણ છો એમ અમે તને કહેવા આવ્યા છીએ, માટે તું ઊભો થા અને તેવા આત્માનો તું પણ અનુભવ કર. તને આનંદ મળશે. આ ધરતી ઉપર સદ્ગુરુઓનું આ કામ છે. મતો સ્થાપવા, સંપ્રદાયો ઊભા કરવા, ભ્રમણા ઊભી કરવી કે કોઈની આઘીપાછી કરવી એ કાંઇ સદ્ગનો ધંધો નથી. કુગુરુનો ધંધો છે. સદ્ગુરુ સાદી સીધી વાત કરે છે. અમે ડૂબકી મારી છે, સ્વાદ લીધો છે, મઝા માણી છે, અમૃત પીધું છે. આત્માને ચાખ્યો છે. આનંદ આનંદ થઈ ગયો છે. એવો જ આત્મા તમારી પાસે છે, તમને તેનો સ્વાદ આવે તેમ ઇચ્છીએ છીએ. કોઈ કહેશે ૫૦૦ રૂ. આપીએ અમને આત્મજ્ઞાન કરાવો. પૈસા અને આત્મજ્ઞાનને લેવાદેવા નથી. એ અંદરની એક અવસ્થા છે. સદ્ગુરુએ જાણ્યું, અનુભવ કર્યો અને અનુભવ કરીને કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ. હવે બહાર કયાંય શોધવા જઇશ નહિ. તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ તારો ખજાનો છે. તું એમ પૂછ કે આવો અમારો ખજાનો ભોગવી કેમ શકતા નથી ? ભાઈ ! તું અશુદ્ધ છો માટે. જેમ બાળક ધૂળમાં રમીને મેલો ઘેલો થઈ આવે અને તેને બહાર લઈ જવો હોય તો નવરાવે, નવા નવાં કપડાં પહેરાવે, કપાળમાં ચાંદલો કરે પછી બહાર લઈને નીકળે એટલે આનંદ આનંદ થાય. તેમ જ્ઞાની પુરુષ કહે છે, આવો, અમે તમને ચોખ્ખા થવામાં મદદ કરીએ. અમે એ કહેવા આવ્યા છીએ કે ખજાનો તમારી જ પાસે છે. તેને પ્રાપ્ત કરશો ત્યારે તમામ બાધાઓ અને પીડાઓથી રહિત તે અવસ્થા તમને મળશે અને આનંદ થશે. ‘તે જ ધર્મથી મોક્ષ છે અને તું છો મોક્ષ સ્વરૂપ' બધી ભ્રમણાઓ એકી સાથે ભાંગી નાખી. ધર્મનાથ ભગવાનનાં સ્તવનમાં આનંદધનજી મહારાજે કહ્યું છે કે દોડતા દોડતા દોડતા દોડિયો, જે તી મનની રે દોડ જિનેશ્વર ! આ દુનિયામાં લોકો દોડે જ છે. આ આશ્રમમાં ગયા, ઓલા આશ્રમમાં ગયા, પછી પૂછે કે ત્યાં કેવું છે ? પણ તારે શું જોઈએ છે ? કોઈ એમ કહેનાર મળે કે આમ શ્વાસ લે, આવાં કપડાં પહેર. તો ત્યાં આખું ટોળું ઊભું થાય. પછી કહેશે કે અહીં તો કંઈ વળ્યું નહિ. ગયા હતા શું કામ ? અલ્યા! મોક્ષ તો તારી પાસે છે, વિચાર તો કર, શ્રદ્ધા તો રાખ. અમે તારી વાત કરીએ છીએ. કુંદકુંદાચાર્યજી કહે છે કે અમે તારાં ગીત ગાઈએ છીએ. જેમ મા દીકરાનાં હાલરડાં ગાય તેમ જ્ઞાની પુરુષ તમારાં હાલરડાં ગાય છે. તમે આત્મા છો. તમે મુક્ત છો, For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્યાંક-૧૧૬ તમે મોક્ષ સ્વરૂપ છો. આમ તમારાં ગીત જ્ઞાની ગાય છે. કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું કે અમે તારો નિજ વૈભવ બતાવવા આવ્યા છીએ. આનંદથી એક વખત તો હા પાડ કે અમે આત્મા છીએ. અમે મોક્ષસ્વરૂપ છીએ. અમે અનંતજ્ઞાન, અનંતદર્શન, અને અનંત સુખ અને અનંત આનંદ સ્વરૂપ છીએ. આ સત્ય છે, તથ્ય છે, આ વાસ્તવિક્તા છે. જ્ઞાની પુરુષ કહે છે કે એક વખત આવી વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લે. આનંદથી એક વખત કહો કે હા, અમે આત્મા છીએ. ૧૧૬મી ગાથાના સંદર્ભમાં ૧૧૭મી ગાથા છે. ૧૧૭મી ગાથામાં થોડા શબ્દો છે જેમાં આત્માનું વર્ણન છે. અસલમાં આત્મા કેવો છે ! થોડા શબ્દો કહ્યા, પછી થાકીને કહ્યું કે હવે કેટલું કહીએ ? હવે તારા ઉપર છોડીએ છીએ. “કર વિચાર તો પામ.” આવી અદ્ભુત ગાથા ૧૧૭મી છે. આગળ આ ગાથાનો પ્રારંભ કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૯ પ્રવચન ક્રમાંક - ૯૩ ગાથા ક્રમાંક - ૧૧૭-૧૧૮) કર વિચાર તો પામ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. - (૧૧૭) નિશ્ચય સર્વે જ્ઞાની, આવી અત્ર સમાય; ધરી મોનતા એમ કહી, સહજ સમાધિ માંય. (૧૧૮) ટીકા - તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઇમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂ૫ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશ નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. (૧૧૭) સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃતિ કરી. (૧૧૮) - શ્રેષ્ઠતમ તત્ત્વજ્ઞાનથી ભરપૂર, જેમાં સર્વ દર્શનોનો સાર છે તે આત્મસિદ્ધિશાસ્ત્રની આ ૧૧૭મી ગાથા અતિ પરિચિત છે. સેંકડો વાર આ ગાથા બોલી ગયા હોવા છતાં આ ગાથાની ગંભીરતા આપણને નથી. આ ગાળામાં પાયાનું પદાર્થ વિજ્ઞાન છે. દ્રવ્યનું જે બંધારણ છે તેનું આમાં વર્ણન છે અને દ્રવ્યને કામ કરવાની જે શૈલી છે, તેનું વર્ણન પણ આ ગાથામાં છે. ખરેખર સાધના શું છે? અને કઈ ભૂમિકામાં સાધના થાય તેનું પણ રહસ્યમય વર્ણન આ ગાથામાં છે. આ ગાથા ખૂબ જ સરળ છે અને અર્થની અમને ખબર છે તેવું ન માનશો. કારણ આ ગાથાનો પ્રત્યેક શબ્દ એક એક વિભાગને સ્પષ્ટ કરે છે. બહુ ધીરજથી આ ગાથા સમજીશું. આની પહેલાંની ગાથામાં કહ્યું કે મોક્ષ બહારથી પ્રાપ્ત કરવાનો નથી “તું છો મોક્ષસ્વરૂપ', તેથી સંસાર પણ તું જ છો અને મોક્ષ પણ તું જ છો. દ્રવ્યમાં જે અનંતગુણોનો ખજાનો છૂપાઈને પડ્યો છે, તે આજે પણ છે, પરંતુ તે પ્રગટ નથી. તે ગુણો પૂરેપૂરા પ્રગટ થાય એટલે ખીલી જાય તેનું નામ મોક્ષ. આપણી પાસે જ્ઞાન છે પણ અનંતજ્ઞાન છૂપાયેલું એટલે તિરોભૂત છે. દર્શન છે પણ અનંતદર્શન છૂપાયેલું છે. આનંદ પણ અનંત આનંદ છુપાયેલો છે. આજે આપણને આનંદનો આસ્વાદ મળે છે, જ્ઞાન થાય છે અને દર્શનગુણ પણ કામ કરે છે. પરંતુ તેટલું જ જ્ઞાન કે દર્શન નથી, સ્થૂળ આનંદ છે તેટલો જ ને તેવો આનંદ નથી. આનંદ અનંત છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ દ્રવ્યમાં રહેલ સંપત્તિ, ગુણો સંપૂર્ણપણે ખીલી જાય તેના માટે શબ્દ છે આવિર્ભાવ. બીજ છે અને બીજમાંથી ઘેઘૂર વડલો બને છે. નાના બાળકમાંથી ૨૫ વર્ષનો યુવાન થાય છે. તેમ આત્મામાં જે કાંઈ છૂપાઈને રહ્યું છે તે કાયમ માટે પૂરેપૂરું પ્રગટ થઈ જાય તેવી અવસ્થા તેનું નામ મોક્ષ. મોક્ષ તો સ્વભાવ છે, આપણી અવસ્થા છે. મોક્ષમાં શું થાય છે? તમારી અસ્મિતા, તમારું ગૌરવ, તમારો વૈભવ પૂરેપૂરો ખીલી ઊઠે છે. જેમ ગુલાબના છોડ ઉપર ગુલાબ પૂરેપૂરું ખીલી ઊઠે તે છોડનું સૌદર્ય ઓર હોય છે, તેમ તમે પણ પૂરેપૂરા ખીલી ઊઠો, એ તમારા અનંત સૌંદર્યને મોક્ષ કહે છે. આ સોંદર્ય માટે બ્યુટી પાલર્ટની જરૂર નથી. આ તો આત્માનું સૌંદર્ય છે. આવું સૌદર્ય બીજે કયાંય નથી, એવી એક અવસ્થા તમારામાં કાયમ છે અને તેને શાસ્ત્રીય પરિભાષામાં પરંપારિણામિક ભાવ કહે છે. ભાવ પાંચ પ્રકારના છે. ક્ષયોપશમ ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિકભાવ, ઔદયિક ભાવ અને પારિણામિકભાવ. પહેલાંના ચાર ભાવોમાં કર્મ નિમિત્ત છે. જ્યારે એક પારિણામિક ભાવ સ્વતંત્ર છે. તેને કોઈ નિમિત્ત નથી. દ્રવ્યનો આ ભાવ નિગોદથી માંડી મોક્ષ સુધી જીવ સાથે સતત રહે છે. આપણે ચૌદ રાજલોકમાં બધે ફર્યા છીએ. કોઈ જગ્યા આ જીવે છોડી નથી. રાઈનો દાણો મૂકી શકાય તેટલી જગ્યા પણ આ જીવે છોડી નથી. આટલું પરિભ્રમણ કરવા છતાં આપણી જે મૂડી છે, જે અનંત ખજાનો છે તે આપણી સાથે જ રહ્યો છે. ગાંઠીયાનું પડીકુ સાઈકલ ઉપર મૂક્યું હોય તેમાંથી ઘેર જતાં વેરાઈ જાય તેવું અહીં થતું નથી. આ અદ્ભુત તત્ત્વ છે, તેને કહેવાય છે, પરંપારિણામિક ભાવ. આત્મતત્ત્વમાં રહેલી તમામ સંપત્તિ પૂરેપૂરી ખીલી જાય. જ્ઞાન ખીલતું ખીલતું અનંતજ્ઞાન થાય છે, દર્શન પણ ખીલતું ખીલતું અનંત દર્શન થાય છે. આનંદ અંશે અંશે છે તે પણ પૂર્ણ આનંદ આપણને પ્રાપ્ત થાય છે અને અવ્યાબાધ અવસ્થા એટલે વ્યાબાધા ન થાય એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. તમે તમારા સોહામણા સંસારમાં ગમે તેટલું વસાવશો, લોકોને આશ્ચર્ય પણ પમાડશો પરંતુ એક દિવસ આ બધું મૂકીને તમારે જવાનું છે. આત્માની સંપત્તિ એવી છે જે તમારી સાથે કાયમ રહી છે પણ તમે મનમાં લેતા નથી. તમારું આત્મતત્ત્વ છે તેનું અનેક પ્રકારથી શાસ્ત્રમાં વર્ણન કરેલ છે તેનું અત્યંત સંક્ષેપમાં અને પરિપૂર્ણ વર્ણન ૧૧૭મી ગાથામાં છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. આ પાંચ શબ્દો – શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ અને સુખધામ, આત્મ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આત્મામાં એ સમગ્ર વૈભવ છૂપાઈને રહ્યો છે. અમને તો થાય છે કે આપણા હાથમાં, આપણી સત્તા તળે, આપણું પોતાનું, કદીપણ બહારથી મેળવવું ન પડે તેવું ધન આપણી પાસે છે એને લક્ષમાં ન લેતાં આ દુનિયાનો વૈભવ મેળવવા પાછળ આ જીવ મોહના કારણે ગાંડો ઘેલો થાય છે, બધી રીતે જે પરિપૂર્ણ અવસ્થા છે, એવી પરિપૂર્ણ અવસ્થાનું વર્ણન કરવા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૧ આ પાંચ શબ્દો પસંદ કર્યા. આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, આત્મા ચૈતન્ય ધન છે, સ્વયંજ્યોતિ અને સુખનું ધામ છે. પછી કહ્યું કે બીજું કેટલું કહીએ ? તારા ઉપર છોડી દઈએ, આ છેલ્લી ભલામણ. તું વિચાર કર તો તને પ્રાપ્ત થશે. હવે તારા ઉપર આધાર છે. અમે પણ કહ્યું કે એક હજાર જીવ્યો હોય અને એક કરોડ વર્ષ સતત બોલવાનું હોય તો પણ જેનું વર્ણન ન થઈ શકે તેવું આ તત્ત્વ છે. અત્યાર સુધી અમે બોલ્યા. હવે તારી જવાબદારી. તું વિચાર કર અને તું પ્રાપ્ત કર. અમે મૌન લેવાના છીએ, આગળની ગાથામાં ગુરુદેવ મૌન લેવાના છે. પૂછવા પણ રોકાવાના નથી કે તને સમજાયું કે ન સમજાયું ? વાત પૂરી થાય છે. તું વિચાર કર, તને પ્રાપ્ત થશે. પહેલો શબ્દ છે શુદ્ધ ઃ આ શુદ્ધ શબ્દ સમજવા ચાર-પાંચ પાયાના સિદ્ધાંતો સમજી લેવા પડશે. પહેલો સિદ્ધાંત કે તું દેહ આદિ સર્વ પદાર્થોથી જુદો છે. સાથે હોવા છતાં જુદો. અસિ ને મ્યાનની જેમ. આ જેટલા પદાર્થો તમારી આજુબાજુ કર્મના નિમિત્તે, સંયોગોના નિમિત્તે એકત્રિત થયા છે, અને જે પદાર્થ ઉપર તમારા નામનું લેબલ લગાડેલ છે, તે સાથે આવશે નહિ. એક નાની ચમચી ઉપર પણ ફલાણા ભાઈ એવું નામ લખેલું હોય, પણ ખબર નથી કે ચમચી સાથે આવશે કે નહિ ? આ બધા પદાર્થોથી તું જુદો છે. બીજો સિદ્ધાંત - આત્મ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય સાથે ભળતું નથી. આ સમજી લેજો કે આત્મદ્રવ્ય કોઈ સાથે ભળી શકતું નથી. ભળવું હોય તો પણ ભળી શકે નહિ. શકયતા જ નથી. આત્મા બીજા સાથે ભળતો નથી અને આત્મામાં અન્ય કંઈ ભળી શકતું નથી. આત્મા તો જેવો છે તેવો શુદ્ધ જ છે. એકમેકમાં ભળી જવા માટે પ્રેમીઓ એક રૂમાલ અને દુપટ્ટો બંને સાથે ગળે બાંધી દરિયામાં ડૂબવા પ્રયત્ન કરે, પણ મર્યા પછી બંને છૂટાં જ રહે છે. જો બે શરીર સાથે ભળી શકતાં નથી તો બે દ્રવ્યો કેવી રીતે ભેગા થઈ શકે ? કોઈપણ દ્રવ્ય કોઈમાં ભળતું નથી અને કોઈ તેમાં ભળતું નથી, કારણ પ્રત્યેક દ્રવ્ય પરમાર્થથી સદા ભિન્ન છે. આને કહેવાય છે દ્રવ્યોની સ્વતંત્રતાનો સિદ્ધાંત. તમે કહેશો કંઈ સહેલું કહો, મઝા આવે તેવું કહો પણ આનાથી બીજી કોઈ મઝાની વાત નથી. છ દ્રવ્યો છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ વિશ્વની સમૃદ્ધિ અને વૈભવ છે. પાંચે દ્રવ્યો આકાશમાં અનંતકાળથી સાથે છે અને અનંતકાળ સાથે રહેવાનાં છે પરંતુ બધાં દ્રવ્યો એકબીજામાં ભળતાં નથી તેવી દ્રવ્યની સ્વતંત્રતા છે. જો આટલું સમજાઈ જાય તો એક મોટો ફાયદો થાય કે કોઈ પાસે કોઈને અપેક્ષા ન થાય. દેવચંદ્રજી મહારાજે કહ્યું છે.... પરમાતમ પરમેશ્વર વસ્તુ ગતે તે અલિપ્ત હો મિત્ત, દ્રવ્ય દ્રવ્ય મળે નહિ, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. આ માર્મિક ગાથા છે. વસ્તુ તેના સ્વભાવથી અલિપ્ત છે. મળતી નથી, ભેગી થતી નથી, એકમેક થતી નથી અને એટલાં જ માટે પ્રત્યેક દ્રવ્યો ભિન્ન અને સ્વતંત્ર છે. સંયોગ છે, For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ સાથે છે પણ ભળી જતા નથી. દ્રવ્યોનું સાથે હોવું તે વ્યવસ્થા છે, ન ભળવું તે સ્વભાવ છે. ઘરમાં કોઈ માણસ એવો પણ હોય છે કે જે સાથે રહે છે પણ કોઈમાં ભળતો નથી. તેને જ્ઞાન ન કહેશો પણ અતડો છે. કોઈ દ્રવ્ય કોઈમાં નથી ભળતું તેવો દ્રવ્યનો સ્વભાવ અથવા ગુણ છે, તેવી દ્રવ્યોની સ્વતંત્રતા છે, માટે આત્મા શુદ્ધ છે. વર્તમાનમાં આત્મામાં રાગ દ્વેષ દેખાય છે, કષાયો દેખાય છે પરંતુ રાગદ્વેષ સદાય રહી શકે તેમ નથી, એ જવાના છે. દૂધમાં ગમે તેટલું પાણી નાખો પરંતુ અગ્નિ ઉપર મૂકો એટલે પાણી બળી જશે. દૂધ જ રહેશે. આત્મામાં અન્ય જે ભળે છે તે કાયમ રહી શકતું નથી. માટે આત્મા શુદ્ધ જ છે. - ત્રીજી વાત – ત્રણ શબ્દો ખ્યાલમાં લેજો. નોકર્મ, દ્રવ્યકર્મ, અને ભાવકર્મ (૧) નોકર્મ એટલે કર્મ નહિ પણ કર્મનું કારણ. મુખ્યત્વે શરીર નોકર્મ છે. આ રાગ દ્વેષ, કષાય, વિષયો, વિકારો, કલેશ, કંકાસ, સંતાપ શરીર નથી કરતું પરંતુ શરીરના મેદાન ઉપર થાય છે. લડવા માટે મેદાન હોવું જરૂરી છે. લડનારા જુદા અને લડવા માટે જગ્યા પણ જુદી. જેમ બીજ વાવવા ખેતર જોઈએ. ખેતર વગર અનાજ ઊગે નહિ. ખેતર નોકર્મ જેવું છે. શરીર નોકર્મ છે. કર્મ નહિ પણ કર્મ બંધાવવાનું કારણ. તેનાથી પણ આત્મા જુદો છે માટે આત્મા શુદ્ધ. ઘણી વખત કહેવાઈ ગયું છે કે ૬૦, ૭૦, ૮૦ વર્ષ સુધી આત્મા શરીરમાં રહે છે છતાં જુદો ને જુદો. જુદો ન હોય તો એને પકડીને શરીરમાંથી બહાર કાઢવો પડે. પરંતુ જુદો છે એટલે ફટ દઈને બહાર નીકળી જાય છે એટલે નોકર્મ એટલે શરીરથી આત્મા જુદો છે, માટે શુદ્ધ છે (૨) જે દ્રવ્યકર્મ આઠ કર્મોનો જથ્થો તે કાર્મણ શરીર આપણી સાથે છે. આપણા પ્રવાસમાં દેહરૂપ સ્થૂળ શરીર કાયમ રહેતું નથી પરંતુ તેજસ અને કાર્પણ એમ બે શરીર સાથે જ રહે છે. કાર્પણ શરીરમાં આપણે મેળવેલી ઉપાધિઓ આપણી સાથે છે, તે કર્મો આપણા જીવનમાં સુખ દુઃખ પીડા આપવાનાં છે, તે લઈને આપણે ફરીએ છીએ તે અને તેજસ શરીર, આ બન્નેથી આત્મા રહિત છે. (૩) ભાવકર્મ : વર્તમાનમાં જે રાગ દ્વેષ આપણામાં દેખાય છે તે જાગૃત થયા પછી નહિ દેખાય. આ બધાથી આત્મા જુદો છે. આ આત્માની મૂળભૂત અવસ્થા અને સ્થિતિ છે. ગમે તેવા કર્મો એકત્રિત થયા હશે, પણ ધ્યાનરૂપી અગ્નિમાં એ કર્મો બળીને ખાક થયા સિવાય રહી શકતાં નથી. છેલ્લી વાત : વર્તમાનમાં આત્મા અશુદ્ધ છે પણ તે અશુદ્ધિ તમે જાગ્યા નથી ત્યાં સુધી છે. તમે જાગશો એટલે અશુદ્ધિ રહી શકશે નહિ. ઊઠ જાગ મુસાફીર ભોર ભઇ, અબ રેન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. જે જાગે છે તે પ્રાપ્ત કરે છે. જે જાગ્યા તેની અશુદ્ધિ ગઈ. ઘણી બહેનો એવી હોય છે કે ઘરમાં ખૂણે ખાંચરે કચરો ભેગો થયો હોય તેને બહાર કાઢતી નથી. જ્ઞાની પુરુષ કહે છે કે આત્મામાં રાગ દ્વેષનો કચરો ભેગો થયો છે. આ મેલના કારણે તે સ્વસ્થતા અનુભવી શકતો નથી. આ બધાથી રહિત જે અવસ્થા છે તે શુદ્ધ અવસ્થા છે. આજે પણ આત્મા શુદ્ધ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૩ છે. આ નિશ્ચયનયની અપેક્ષાએ વાત કરવામાં આવે છે. આનંદધનજીએ કહ્યું છે કે.. કનકાપલવત પયડી પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ. કનક એટલે સોનું અને ઉપલ એટલે માટી. ખાણમાં સોનું અને માટી અનાદિથી ભેગાં છે પણ જ્યારે બહાર કાઢે ત્યારે સોની તો જાણે છે કે સોનું પણ જુદું અને માટી પણ જુદી છે. એટલા માટે તો માટી અને સોનાને જુદા પાડવાના પ્રયોગ તે કરે છે. તે જુદા પડવાના ન જ હોત તો પ્રયોગ કરવાની જરૂર નથી. આત્મા અને કર્મો ભેગાં છે, જુદાં પડી શકતાં ન હોત તો જ્ઞાની તમને સાધના, તપ, ધ્યાન, કરવાનું કહેત નહિ, પુરુષાર્થ કરવાનું કહેત નહિ. એમ જ કહેત કે ખાઓ, પીઓ, લહેર કરો અને આનંદથી જીવો. જ્ઞાની પુરુષો કહે છે કે આ અશુદ્ધિ દૂર કરી શકાય છે, એ માટે ઉપાયો છે. માટે કહ્યું કે આત્મા શુદ્ધ છે. - સાધકનો પ્રારંભ અહીંથી થાય છે. આત્મા શુદ્ધ છે એ ઝંડો લઇને તે યાત્રા કરવા નીકળે છે. અશુદ્ધિ અને મલિનતા હોવા છતાં, પોતે શરીરમાં હોવા છતાં, કર્મો, રાગ દ્વેષ હોવા છતાં તે નિર્ણય કરી નીકળે કે આત્મા મૂળભૂત શુદ્ધ જ છે. શુદ્ધતાનો નિર્ણય કર્યા સિવાય સાધનામાં જોસ અને જોમ પણ નહિ આવે. ડોકટર પાસે જાવ ત્યારે ડોકટર દવા આપે છે પણ દર્દ મટી જશે જ, એમ ગેરંટી આપતા નથી. પરંતુ જ્ઞાની પુરુષો તો કહે છે કે અશુદ્ધિ મટશે ને મટશે જ. મટી જાય તે માટેના જે પ્રયોગ તેનું નામ સાધના, તે માટેનો પ્રયોગ તેનું નામ ધ્યાન, તેનું નામ તપ, તે માટેનો પ્રયોગ એટલે ચારિત્ર. આ બધા પ્રયોગો છે. આત્માની અશુદ્ધિ મટી શકે છે ને આત્મા શુદ્ધ થઈ શકે છે એવો નિશ્ચય, એવી શ્રદ્ધા અને એવો વિશ્વાસ લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે છે. યશોવિજયજી મહારાજે કહ્યું કે તમારી મૂળ અવસ્થા તમે ખોઈ નથી. મૂળ અવસ્થા ઉપર આવરણ આવ્યું છે. આવરણ દૂર કરીએ તેને કહેવાય છે આત્માની શુદ્ધિ, આત્મા શુદ્ધ છે. બીજો શબ્દ આત્મા બુદ્ધ છે. દુનિયામાં બે શબ્દો છે. એક શબ્દ છે બુદ્ધ, જે આપણો પરિચિત શ. છે. કોઈ માણસ વાત સમજતો ન હોય તો આપણે અકળાઈને કહીએ છીએ કે સાવ બુદ્ધ જેવો છે. બીજો શબ્દ છે બુદ્ધ. અજ્ઞાનથી જેની પર અવસ્થા છે તેને કહેવાય છે બુદ્ધ. પરમ અવસ્થા, પર અવસ્થા, જેને જાણવાનું કંઈ બાકી રહેતું નથી, સંપૂર્ણપણે જેણે અસ્તિત્વને જાણી લીધું છે અને જેમનામાંથી બધી અશુદ્ધિઓ ખરી પડી છે, એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી, એવું પરમજ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું, એવી પરમદશા જેમણે પ્રાપ્ત કરી તેને કહેવાય છે બુદ્ધ. ચૈતન્યઘન - પાણી જામે એટલે બરફ થાય. પરંતુ એ બરફ તે પાણી જ છે. ખંડ ખંડ જ્ઞાન બંધ થતાં અખંડ જ્ઞાન પ્રાપ્ત થાય તેને કહેવાય ચૈતન્યધન. આપણું જ્ઞાન ખંડ ખંડ છે, અખંડ નથી. એક સાથે બધી વસ્તુ જાણી શકતા નથી. વસ્તુ તત્ત્વને સમગ્રપણે જાણવાની ક્ષમતા જેમનામાં છે તેને કહેવાય છે ચૈતન્યઘન. ચૈતન્ય એટલે જાણનારો અને સંપૂર્ણપણે એક સાથે બધું જાણે તેને કહેવાય ચૈતન્યધન. એવો ચૈતન્યઘન આત્મા આપણા જીવનમાં પ્રગટ છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ સ્વયંજ્યોતિ ઃ ભગવદ્ ગીતામાં એક શ્લોક છે. ન ત૮ માર્યાતિ તે સૂર્યમ ! ત્યાં સૂર્ય પ્રગટ થઈ શકતો નથી, ત્યાં ચદ્ર પ્રકાશ આપી શક્તો નથી. દુનિયાનો કોઈ પ્રકાશ તેને પ્રકાશી શકતો નથી. પરંતુ બધાને જે પ્રકાશ આપે છે તેને કહેવાય છે સ્વયંજ્યોતિ. બીજી વાત જ્યોતિ પ્રગટાવવી પડે. દીવો પ્રગટાવવો પડે, લાઇટ ચાલુ કરવી પડે, સૂર્ય જ્યારે ઊગે ત્યારે પ્રકાશ આપે. પરંતુ આત્મા એવો છે કે તેને પ્રગટ કરવા કોઈની જરૂર નથી. સ્વયં પોતાથી પ્રગટ થાય છે માટે આત્માને જોવા જાણવા કશાની મદદ લેવી પડતી નથી. કારણ ? આત્મા સ્વયંજ્યોતિ છે. સ્વયં પોતે પોતાની જ્યોતિમાં પ્રગટ છે. અસંખ્યાત પ્રદેશો હોવા છતાં એકપણ તેનો પ્રદેશ છૂટો પડતો નથી. આત્મા માટે સ્વયંભૂ શબ્દ છે. પોતાનું જ્ઞાન પોતાની મેળે પ્રકાશે છે. અખંડપણે પ્રકાશે છે. જ્ઞાનથી તે અન્ય પદાર્થને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. આત્મા સુખનું ધામ છે : બહુ મઝાની વાત છે. તમે સુખ માટે ઓછાં વલખાં નથી મારતા. કેટલાયે પ્રયોગો કર્યા કે આનાથી સુખ મળશે પણ આજ સુધી કંઈ નક્કી થયું નથી. બે થઇશું ત્યારે સુખ મળશે, ત્રણ થઈશું ત્યારે સુખ મળશે, પણ પછી ખબર પડી કે આ તો ઉપાધિ વધી, પણ સુખ ન વધ્યું. સુખ ન મળે ત્યાં સુધી તમને ચેન નહિ પડે. ચક્રવર્તી કે ઇન્દ્રને પણ સુખ લાગતું નથી. કંઈક ખૂટે છે. જેમ દાળ પીતા હો ત્યારે કોઈક પૂછે કે દાળ કેવી થઈ છે ? તો કહેશો કે કંઈક ખૂટે છે પણ ખબર પડતી નથી. તેમ બધા સુખો મળ્યાં છતાં કંઈક ખૂટે છે. તમને આત્માનું પોતાનું સ્વતંત્ર સુખ નહિ મળે ત્યાં સુધી ચેન નહિ પડે. તમારે પુરુષાર્થ આત્માના સુખ માટે કરવો પડશે. શ્રીમદજીએ કહ્યું છે કે તને હિત કહું છું. તું ભ્રમા મા. હે જીવ ! સાચું સુખ અંતરમાં છે. બહાર નથી. આત્મા સિવાય બીજે કયાંય સુખ રહેતું નથી. અને બીજી વાત શાંતિથી સમજો. બહારના અને ભૌતિક સુખ ભોગવવા તમારી હાજરી જોઇશે. તે મેળવવા મહેનત પણ કરવી પડશે. અંતમાં તે પોતે જ અવ્યાબાધ, સ્વાધીન, અનંતસુખનું ધામ છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. જ્યાં રાગ, દ્વેષ, મોહ છે ત્યાં આકુળતા છે તેથી ત્યાં દુઃખ છે. આથી આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલ જે અતીન્દ્રિય સુખ જ્ઞાની ધર્માત્મા અનુભવે છે, તે આત્માને જ આધીન છે. સ્વયં આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. એટલા માટે એમ કહ્યું કે સુખનું ધામ તું છે. અને આત્મિક સુખ મળ્યા પછી એ સુખનો કોઈપણ દિવસ અંત આવતો નથી. એવી સમજણ સાધકને પ્રાપ્ત થાય તો પોતે પોતાથી સુખી રહી શકશે ને શાંતિનો અનુભવ થશે. કોઇપણ જાતના બાહ્ય પદાર્થો વગર સુખ અનુભવી શકાય એવો સુખમય તમારો સ્વભાવ છે. સુખનો પ્રવાહ અંદરથી બહાર વહે છે. હજારો વાર સાંભળ્યું હોય તેવું દૃષ્ટાંત યાદ કરીએ. જ્યારે કૂતરાને હાડકું મળે છે ત્યારે તેને લાગે છે કે તેને ધીરૂભાઈ અંબાણી જેવી સંપત્તિ મળી ગઈ, મોટો ખજાનો મળી ગયો. હાડકું મળ્યા પછી તે ચૂપચાપ એક ખૂણામાં ચાલ્યો જાય છે. એ જાણે છે કે તેના હરીફો ઘણા છે. તેથી ખૂણામાં જઈ હાડકું ચૂસતાં ચૂસતાં હાડકાની અણી જડબામાં ભરાઈ જાય છે, અને જડબામાંથી લોહી નીકળે છે. એ લોહીનો સ્વાદ કૂતરાને આવે For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૫ છે ત્યારે કૂતરો એમ માને છે કે હવે મને સ્વાદ આવ્યો. સ્વાદ આવે છે પોતામાંથી પણ આરોપ કરે છે હાડકાં ઉપર. તેમ સુખ આવે છે આત્મામાંથી અને આરોપ કરે છે પુદ્ગલ ઉપર, સંયોગો ઉપર. આ ભૂલ કોણ કરે છે ? આ ભૂલ કૂતરું કરે છે, તમે નથી કરતા ને ? સુખ આવે છે અંદરમાંથી. કોઇપણ સુખ જો તમારી હાજરી ન હોય તો મળે ? ન મળે, તમે ઘરેણું પહેરો છો, કપડાં નવાં પહેરો છો અને તમને સુખ થાય છે. તમે હાજર ન હો તો અલંકાર અને કપડાં કોણ પહેરશે ? કોણ મઝા માણશે ? આઈસક્રીમ ઘણો સારો છે પરંતુ તું તો હાજર જોઈએ ને ? જ્યારે તું ખાય છે ત્યારે તારામાંથી સુખ આવે છે અને આરોપ કરે છે આઇસ્ક્રીમ ઉપર. સુખ આવે છે તારામાંથી અને આરોપ કરે છે ચા ઉપર, પુદ્ગલ પદાર્થો ઉપર. સમગ્ર પુદ્ગલ પદાર્થો ઉપર સુખનો આરોપ થાય છે. સુખ આવે છે આત્મામાંથી તેથી આત્મા સુખધામ છે. સુખ અંદરથી આવે છે અને અંદર એક તત્ત્વ છે તે આત્મા છે. મોક્ષમાં અનંત સુખ છે. તમે જશો ત્યારે અનુભવશો. મોક્ષમાં કોઇપણ જાતના બાહ્ય પદાર્થો નથી. અને જો બાહ્ય પદાર્થોથી જ સુખ મોક્ષમાં પણ મળતું હોય તો અમે તમને એમ કહીએ કે અહીંથી બધુ ભેગું કરી લઈ જાવ. પણ ના, તેવું નથી. બાહ્ય પદાર્થો વિના અનંતસુખ છે. એવી પણ એક અવસ્થા છે કે કોઈપણ બાહ્ય પદાર્થો વગર સંપૂર્ણ સુખેથી રહી શકાય. તમે કયારેક એવી અવસ્થા અહીં ભોગવો છો. એકલાં બેઠાં હો, શાંત હો, કોઈ મૂંઝવણ, ટેન્શન, વિકલ્પો, વિચારો, ભય, ચિંતા, બોજો કે ભાર ન હોય તો તમે થોડું સુખ અનુભવો છો. આનો અર્થ એ થયો કે સુખ અનુભવવા માટે બાહ્ય પદાર્થોની જરૂર નથી. ત્યારે તમને લાગે છે કે હાશ ! શાંતિ મળી. તમારી પાસે શું હોય છે તે વખતે ? ટી.વી. છે ? ખાવાની સામગ્રી છે ? રૂપિયાની નોટો નથી તે વખતે. કંઈપણ નથી, છતાં એકલાં સુખ અનુભવી શકો છો. સગવડ માટે બાહ્ય પદાર્થોની જરૂર. ગરમી લાગે તો પંખો જોઇએ, લોકો લાઈટ જાય અને પંખો બંધ થાય તો બૂમો પાડે કે મરી ગયો પણ તું બોલે તો છે. બાહ્ય પદાર્થો અને તેના સંબંધ વગર સુખ અનુભવી શકાય છે. એક અનુભવની વાત સાંખ્યદર્શનમાં આવે છે. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. ઘણાં લોકો એટલાં સુખી હોય છે કે એવી નિદ્રા તેમને આવે કે પલંગ ઉપરથી પટકાઈને નીચે પડે તો પણ જાગે નહિ. ગાઢ નિદ્રાને સુષુપ્તિ કહે છે. તેમાં એક પ્રકારનું સુખ હોય છે. ઊઠે ત્યારે કહે છે કે હાશ કેટલું સારું લાગ્યું. સાંખ્યદર્શનકાર પૂછે છે કે એ સુષુપ્તિમાં તારી પાસે શું હતું ? કંઇપણ ન હતું છતાં સુખ લાગ્યું. આ અવસ્થામાં બાહ્ય પદાર્થ વગર સુખ અનુભવી શકાય છે પણ આ જડ અવસ્થા છે, નિદ્રા અવસ્થા છે. તેવું સુખ ધ્યાન અને સમાધિમાં અનુભવી શકાય છે. “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી.” સુખ અંદરમાંથી આવે છે, આત્મામાંથી આવે છે, એ સુખ ધ્યાન અને સમાધિમાંથી મળે છે. કારણ ? આત્મા સુખનું ધામ છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રવચન ક્રમાંક - ૯૩, ગાથા ક્રમાંક-૧૧૭-૧૧૮ પરમકૃપાળુ દેવ કહે છે કે આ પાંચ વિભૂતિઓ અમે વર્ણવી. પંરતુ આટલી જ આત્માની વિભૂતિઓ નથી. આવી તો અનેક વિભૂતિઓ આત્મામાં છે. તેનું વર્ણન કર્યું પાર આવે તેમ નથી. અત્યારે અજ્ઞાનને લઈને, દેહની સાથે તાદામ્ય બુદ્ધિ હોવાને કારણે તને તારા વૈભવની સમજ પડતી નથી. પણ આ લક્ષણો વિચારી જો ભેદજ્ઞાન કરે અને આત્મા અનુભવવામાં આવે તો પહેલા વિચાર થાય કે આવો છે આત્મા! બરાબર સાંભળે સદ્ગુરુ પાસે, પ્રેમથી સાંભળે, સાંભળ્યા પછી અંદર સદ્ભાવના અને પ્રેમ થાય અને ભાવના થયા પછી અંદર રુચિ થાય. રુચિ એટલે ગમો, પ્રિય લાગે. મહારાષ્ટ્રમાં આવડ શબ્દ છે. ભાવે છે. ગમે છે. સાંભળતાં સાંભળતાં તેને રુચિ થાય. “રુચિ અનુયાયી વીર્ય'. પોતાની શકિત જે ગમે છે તે તરફ વાળે છે. અને શકિત તે તરફ વાળે તો અવશ્ય આત્મપ્રાપ્તિ થાય. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. હવે અમે તારા ઉપર છોડી દઈએ છીએ. સમાધિશતકમાં એમ કહ્યું છે કે પોતે આવો આત્મા છે તેમ સાંભળે પણ છે અને બીજાને કહે પણ છે. છતાં પોતે આવો આત્મા છે તેમ નિર્ણય કરતો નથી માટે તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્મા બીજાને કહેવો તે એક વાત છે અને પોતે અનુભવ કરવો તે બીજી વાત છે. જ્ઞાની પુરુષો કહે છે કે જેમ વાસણમાં પાણી મેલું દેખાતું હોવા છતાં પાણી ચોખ્ખું થઈ શકે છે તેમ વર્તમાનમાં આત્મા અશુદ્ધ દેખાતો હોય તો પણ આત્મા શુદ્ધ થઈ શકે છે. કારણ કે તે મૂળભૂત શુદ્ધ છે. જેમ તારો આત્મા શુદ્ધ થઈ શકે છે તેમ બધા આત્માઓ શુદ્ધ થઈ શકે છે. આટલી બધી વાત અમે તારી પાસે કરી કે આ તારી અવ્યક્ત અવસ્થાને તારે વ્યક્ત કરવાની છે, પ્રગટ કરવાની છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્રે સમાય ; ધરી મોનતા એમ કહી, સહજ સમાધિ માંય. (૧૧૮) અહીં આત્મસિદ્ધિ સમાપ્ત થાય છે. ૧૪૨ ગાથામાં નહીં પરંતુ ૧૧૮ ગાથામાં સમાપ્ત થઈ. તેથી એમ કહ્યું કે “નિશ્ચય સર્વે જ્ઞાનીનો', જગતમાં જેટલાં જ્ઞાનીઓ છે તે બધાનો એકમત છે. એક અજ્ઞાનીના સો મત અને સો જ્ઞાનીનો એક જ મત, કોણ સાચું છે તે કહો? એક સંત ફરીદ કબીરને ત્યાં ગયા. કબીરજીના ભક્તો અને ફરીદના ભક્તો ભેગા થયાં. તેઓને થયું કે બંને ચર્ચા કરશે, વાદવિવાદ કરશે અને આપણને જાણવા મળશે. જ્ઞાનીઓ ભેગા થાય તો મઝા પણ આવે અને જાણવાનું પણ મળે. ફરીદ અને કબીર ભેગા થયા, કલાક બે કલાક બેઠા પરંતુ કોઈ કંઈ બોલ્યું નહિ. કંઈપણ બોલ્યા વગર વાત પૂરી થઈ ગઈ. તેઓ હસતા હસતા ઊભા થયા. લોકોને નવાઈ લાગી, કેમ કંઈ વાતો ન કરી ? પછી તેમણે કબીરજીને પૂછ્યું. આપ કુછ બોલે નહિ ? કબીરજીએ કહ્યું કે બોલને જૈસા કુછ હૈ હી નહિ, જો બોલને જૈસા હૈ વો હમ અનુભવ કર રહે છે. પરંતુ જો અજ્ઞાનીઓ ભેગા થાય તો વાદવિવાદ સિવાય બીજું કંઈ ન હોય. જ્ઞાનીઓ ભેગા થાય ત્યારે પ્રેમ સિવાય બીજું કંઈ હોય નહિ. એટલા માટે For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૭ સો જ્ઞાનીઓનો એક જ નિશ્ચય હોય. આ નિશ્ચય આ ષટ્કદમાં સમાઇ જાય છે. આ પ્રમાણે કહીને સદ્ગુરુ સહજ સમાધિમાં જાય છે અને મૌન અવસ્થામાં તેઓ પ્રવેશ કરે છે. હવે ૧૧૯મી ગાથાથી શિષ્યને બોધબીજ પ્રાપ્તિ કથનનો પ્રારંભ થાય છે. આ ટ્રાન્સફરમેશનની પ્રક્રિયા છે. સદ્ગુરુ પાસેથી સાંભળીને શિષ્ય એકાંતમાં બેસે છે અને વિચારનો પ્રારંભ કરે છે. વિચાર કરતાં કરતાં જેનો વિચાર કરે છે તેના ધ્યાનમાં ડૂબશે અને ધ્યાનમાં ડૂબ્યા પછી તેને આત્માની અનુભૂતિ થશે. એવી અદ્ભુત ઘટના જીવનમાં બને છે. ૧૧૯મી ગાથાથી એ અદ્ભુત ઘટનાનું વર્ણન છે. આ શબ્દો નથી પણ અંદરમાં બનેલો બનાવ છે. આ ટ્રાન્સફરમેશન એટલે પરિવર્તનની પ્રક્રિયા છે. સદ્ગુરુ ઉપદેશ આપે અને તમે માત્ર સાંભળીને બેસી રહો તો શું થાય ? ઠીક બોલ્યાં. આ કંઇ સાંભળ્યું ન કહેવાય. અંદર વિચાર થાય, ચિંતન થાય, મનન થાય, શાંત થાય, એકાગ્રતા થાય, ધ્યાન થાય, સમાધાન થાય, સ્વસ્થ થવાય, વિચારો અને વિકલ્પો શમી જાય. જે તત્ત્વ જાણતાં ન હતાં તે જાણપણામાં આવ્યું, એ દર્શનમાં આવ્યું. એમ કરતાં કરતાં ચેતના ધ્યાનમાં ડૂબે એટલે અનુભવ થાય. કયા બાત હૈ ? ચેતના ધ્યાનમાં ડૂબે એ ક્ષણે તેને અનુભવ થાય. અનુભવ જ્યારે થાય ત્યારે અંદરથી જે ઉલ્લાસ પ્રગટ થાય તેને કહેવાય આનંદ. આવો આનંદ પ્રગટ થયો એટલે સાધનાની સમાપ્તિ થઇ. કાર્ય પૂરું થયું. આ આત્માની પ્રાપ્તિ થઇ. હવે જે વર્ણન થાય છે તે શબ્દો નથી, અંદરમાં બનતી ઘટના છે. તમારે પણ અંદર ઊતરીને ધ્યાનમાં જઇને આ ગાથાઓ સાંભળવાની છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. door For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા ક્યાંક-૧૧૯ પ્રવચન ક્રમાંક - ૯૪ ગાથા ક્યાંક - ૧૧૯ સદ્ગુરુના ઉપદેશથી થતું અપૂર્વ ભાન શિષ્ય-બોઘબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. (૧૧૯) ટીકા -શિષ્યને સગુના ઉપદેશથી, અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાના વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. (૧૧૯) જીવનમાં જે ઘટના ઘટે છે, પરિવર્તન થઈ સમગ્રપણે અસ્તિત્વ બદલાઈ જાય છે, તેની પણ એક પ્રક્રિયા છે. તેને રૂપાંતરની અથવા બદલાહટની પ્રક્રિયા પણ કહી શકાય. લોઢાના કટકાને પારસમણિનો સ્પર્શ થાય તો લોઢું સોનું બની જાય છે. કેવી રીતે બને તે ખ્યાલ નથી, પણ સોનું બને છે અને તે સોનું ફરી લોખંડ બનતું નથી. તેમ અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકે છે. પણ પરિપૂર્ણ શુદ્ધ બન્યા પછી અશુદ્ધ બનાવી ન શકાય. સંસારી સિદ્ધ થઈ શકે છે પણ સિદ્ધ થયા પછી કોઈ સંસારી થઈ શકતું નથી. આ આંતરિક ઘટના છે. વ્યકિત તેને જાણી શકે છે. વ્યક્તિ તેનો સાક્ષી બની શકે છે. આંતરિક ઘટના ઘટે છે ત્યારે સમગ્ર જગતનો સ્થૂળ સંપર્ક એટલા ટાઈમ પૂરતો છૂટી જાય છે. અંદર ઘોલનની પ્રક્રિયા થાય છે. દહીમાંથી વલોણું થઈ માખણ બને છે તેમ ઘોલન કરતાં કરતાં અંદર પરિવર્તનની ઘટના ઘટે છે. આ ઘટના વ્યકિત જાણી શકે પરંતુ બીજા લોકોને ઘટના ઘટયા પછી ખબર પડે. અહીં છ પદનું વર્ણન પૂરું થયા પછી વર્ણન કરનાર સદ્ગુરુ સમાધિ અને મૌનમાં જાય છે. કોઈ ભલામણ કે સૂચન કરતા નથી. કંઈ સ્પષ્ટતા કરતા નથી. શું કરવું તે પણ કહેતા નથી અને પોતે સમાધિમાં ચાલ્યા જાય છે. સામે જે પાત્ર હતું તે જાગૃત હતું. શિષ્યનો અર્થ ચેલો નહિ, મતને સ્વીકારી ચાલનાર નહિ, પરંતુ શિષ્ય એક અવસ્થા છે. જેમ સદ્ગુરુની અવસ્થા છે તેમ શિષ્યની પણ એક અવસ્થા છે. સદ્ગુરુ આપનાર પાત્ર છે. શિષ્ય ગ્રહણ કરનાર પાત્ર છે. તેનામાં ગ્રહણશીલતા જો હોય તો આપનાર વ્યકિત રેડી શકે છે, અને તેનું રેડેલું ગ્રહણ કરનાર પચાવી પરિણમાવી શકે છે. આવું પરિણમન થાય તો શ્રવણની ઘટના સમ્યક પ્રકારે થઈ કહેવાય. શ્રવણ એ પણ એક સાધના છે. સાંભળવું અને શ્રવણ કરવું બે વચ્ચે ફરક છે. સાંભળવામાં કાનની મુખ્યતા છે અને શ્રવણ કરવામાં હૃદયની મુખ્યતા છે. હૃદયથી બોલવું અને હૃદયથી સાંભળવું આવી ઘટના જેનામાં થાય તે સદ્ગુરુ અને શિષ્ય છે. સદ્ગુરુનું હૃદય બોલે છે અને શિષ્યનું હૃદય સાંભળે છે અને હૃદયમાં તે પરિણામ પામે છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૯ વિવિધ સાધનામાં શ્રવણ પણ એક સાધના છે, અને એ શ્રવણ મોક્ષ સુધી પહોંચાડી શકે છે. ભગવાન મહાવીર પોતાના ગુહસ્થ શિષ્યોને શ્રાવક કહેતા હતા. માત્ર ચાંદલો કરવાથી શ્રાવક થવાતું નથી. પરંતુ ભગવાન મહાવીરે એમ કહ્યું કે શ્રદ્ધાપૂર્વક, વિવેકપૂર્વક શ્રવણ કરી, શ્રવણમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે તત્ત્વને પકડી, તેની અનુભૂતિ કરે તે મારો શ્રાવક. શ્રાવક વિધિપૂર્વક શ્રવણ કરે તો તેને બીજી સાધના કરવાની જરૂર નથી. અહીં શીર્ષક બહુ મઝાનું છે. શિષ્યબોધબીજપ્રાપ્તિ. વૈરાગ્યશતકમાં એક ગાથા છે. संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा। नो हु उवणमंति सईओ, नो सुलहं पुणरवि जीविअं॥ વહાલથી ભરેલો પિતા તેના પુત્ર સાથે પ્રેમથી વાત કરે છતાં જો પુત્ર બેદરકાર રહેતો હોય ત્યારે કહે છે કે તારા ભલા માટે કહીએ છીએ, સાંભળતો ખરો ! તેમ ભગવાન મહાવીર સાધકોને કહે છે “સંબુદ તમે બોધ તો પામો, બોધ કેમ પામતા નથી? સંબોધિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આ સંબોધિ શબ્દનો અર્થ એ થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેનું મિશ્રણ થઈ એક અવસ્થા પ્રાપ્ત થવી. તું સંબોધિ પ્રાપ્ત કરી લે. કારણ કે રાત, જે દિવસ અને જે જીવન જાય છે તે ફરી આવતું નથી. જાણવું અને બોધ પામવો બે વચ્ચે ફરક છે. જાણવું નો અર્થ થાય છે કે ભૌતિક બળથી વસ્તુના બાહ્ય સ્વરૂપને સમજી લેવું. અને બોધ પામવાનો અર્થ એ થાય છે કે તેના ઊંડાણમાં ઊતરી સ્વાનુભવ કરવો. આવી બોધની ઘટના અંદર ઘટતી હોય છે. બોધ એટલે સ્વરૂપનું સ્મરણ, સ્વરૂપની સ્મૃતિ, સ્વરૂપનું જ્ઞાન અને આવા બોધનું બીજ આત્મા છે. સમ્યગદર્શનનું બીજ પણ આત્મા, ધ્યાનનું બીજ પણ આત્મા, તપનું બીજ પણ આત્મા. બીજમાં બીજાણું છે તે વૃક્ષ થાય છે. એમ તમામ પ્રક્રિયા આત્મામાં થાય છે તેથી આત્મા બીજ છે. પરંતુ થયું છે એવું કે બીજ બીજ જ રહ્યું છે. ખીલ્યું નથી. આત્મા બીજ આપણી પાસે છે બીજનું ખીલવું તેનું નામ સાધના, અને ખીલતાં ખીલતાં તે પૂરેપૂરું ખીલી જાય ત્યારે બને પરમાત્મા. પરમાત્મા પૂરેપૂરા ખીલી ગયા છે, હવે કંઈ બાકી રહેતું નથી. આપણે તો બીજ રૂપે જ રહ્યા છીએ. જ્ઞાની કહે છે કે બીજને ખીલવાની પ્રક્રિયામાં જવા દો તો ખીલશે. બધી સાધનાનો આધાર આત્મા (બીજ) છે. મઝાની વાત તો એ છે કે થોકબંધ સાધના કરનાર વ્યકિત બધું કરે છે પણ આત્માને યાદ કરતી નથી. જાનૈયા આવી જાય, બેંડ વાજા આવી જાય, પછી ખબર પડે કે વરરાજા હજુ આવ્યા નથી. કરશો શું ? એ મુખ્ય પાત્ર છે. સમગ્ર સાધનામાં મુખ્ય પાત્ર આત્મા છે. એ આત્મા વિષે બોધ, સ્વરૂપ વિષે બોધ એને બોધબીજ કહેવાય. શિષ્યને જે ખરી પ્રાપ્તિ થાય છે, તેનું વર્ણન આ ૧૧૯મી ગાથાથી શરૂ થાય છે. શું બને છે, તે સમજી લો. પહેલાં શિષ્ય જીજ્ઞાસુ બને, મુમુક્ષુ થાય, જાણવાની તાલાવેલી ઉત્પન્ન થઈ, જગતના બાહ્ય પદાર્થો તેને અસાર લાગ્યા. તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો. અંદરમાં એક દ્વન્દ્ર ઊભું થયું. એક મૂંઝવણ અને સમસ્યા થઈ. એને એમ લાગે છે કે જગતના પદાર્થો ગમે તેટલા For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા માંક-૧૧૯ હોય તો પણ ખરું સમાધાન પ્રાપ્ત થઈ શકતું નથી અને થઈ પણ નહિ શકે. એવી એક જગ્યા કે કેન્દ્ર બાકી રહી જાય છે જેને શોધવાની જરૂર છે. આ પ્રમાણે આત્માને શોધવાની એક તાલાવેલી તેના અંતરમાં જાગી છે. આ તત્ત્વને જાણવું છે, સમજવું છે, તેની ખોજ કરવી છે. અને જેણે આ તત્ત્વ પ્રાપ્ત કર્યું છે તેવી વ્યકિતની તલાશ કરતો હોય. તલાશ કરતાં અને શોધતાં શોધતાં એને સદ્ગુરુનો યોગ થાય. આ બંને ઘટનાઓ સ્વાભાવિક છે. અત્યારે સદ્ગુરુ હોય કે ન હોય તેની ચર્ચામાં પડવાની જરૂર નથી. સદ્ગુરુ હોય જ. કોઈ કાળ એવો નથી કે ધરતી ઉપર સપુરુષ ન હોય, જ્ઞાની ન હોય, યતિ ન હોય પરંતુ આપણને યોગ થતો નથી. આ શિષ્ય તલાશ કરી રહ્યો છે અને સરુ પણ પોતાને જે અનુભવ થયો છે તેને કોઈ લેનાર પાત્ર મળી જાય તેવી શોધ કરી રહ્યા છે. લેનાર અને આપનાર બન્ને મળે ત્યાં ઘટના ઘટે છે. કથા કરવાથી કે કથા સાંભળવાથી ઘટના નહિ ઘટે, આ લેનાર અને આપનાર પાત્ર જ્યારે મળે, એ બે વચ્ચે સંબંધ થાય, ભાવાત્મક સંબંધ થાય ત્યારે ઘટના ઘટે. તેની વિધિ શું છે ? એની વિધિ છે ઉપદેશ અને ઉપદેશનો અર્થ એ થાય કે જે જાણ્યું છે અને બન્યું છે એને પ્રામાણિકપણે પરિપૂર્ણ શબ્દમાં પ્રગટ કરી કહેવું. જેનાથી હિત થાય, કલ્યાણ થાય, મંગલ થાય, ભલું થાય તેનું નામ ઉપદેશ. સદ્ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત થતાં તેની અંદર એક મહત્ત્વની શ્રવણની પ્રક્રિયા થાય છે. માત્ર સાંભળવું નહિ પરંતુ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, વિવેકપૂર્વક, એકાગ્રતાપૂર્વક, તન્મયતાથી, ધ્યાનથી, રસથી, પ્રેમથી સાંભળવું. ઉદાહરણ તરીકે યુવાન હોય, સુંદર હોય, આર્થિક રીતે સંપન્ન હોય, સંગીતકળામાં નિપુણ હોય, એવા યુવાન પાસે સ્વર્ગની કિન્નરી જે પ્રસિદ્ધ ગાયિકા છે, ઈન્દ્ર મહારાજને રીઝવવાનું કામ જે કરે છે, એવી કિન્નરીઓ ધરતી ઉપર આવે અને એ કિન્નરીઓ વાદ્યોની સાથે સંગીતનો આલાપ કરે તો આલાપ સાંભળવા આ યુવાન જેવો તન્મય થાય તેવી તન્મયતા આ શ્રવણમાં આવે છે. આવો પ્રગાઢ રસ, તન્મય અને તદાકાર થાય ત્યારે આવે છે. બીજું ઉદાહરણ, હરણિયું દોડતું હોય, શિકારી પાછળ પડ્યો હોય છતાં પકડાય નહિ. પરંતુ શિકારી બિનવાદ્ય વગાડે અને સંગીત છેડે તો હરણ સાંભળવામાં એવું તન્મય થઈ જાય કે શિકારીને ભૂલીને ત્યાં ઊભું રહી જાય. હરણને થાય કે હમણાં સનન્ કરતું બાણ વાગશે પરંતુ વાગવા દો આ સંગીત નહિ છોડાય. આવી શ્રવણ કરવાની તાલાવેલી એકાગ્રતાપૂર્વક અને ધ્યાનપૂર્વક થાય. સદ્ગુરુ ઉપદેશ આપે છે અને શિષ્ય તેને ગ્રહણ કરે છે. આ ઘટના બે વચ્ચે ઘટે. જાગૃતિપૂર્વક શ્રવણ કરતા દેહનું ભાન ભૂલી જાય એવી તન્મયતા આવે. આ ઉપદેશનું શ્રવણ કરે તેનો અર્થ એવો થાય કે સદ્ગના મુખમાંથી આવતો પ્રત્યેક શબ્દ એ સમગ્ર વ્યક્તિત્વથી ઝીલે છે. હું શું કહી રહ્યો છું તે સાંભળો છો ? સદ્ગુરુ પાસેથી શિષ્ય સમગ્ર વ્યકિતત્વથી ઝીલે છે. અંદર એ શબ્દને આવવા દે છે. અંદર ગ્રહણ કરે છે અને એ કર્યા પછી બીજી મહત્ત્વની પ્રક્રિયા ચાલુ થાય છે અને એ પ્રક્રિયા છે મનન. શ્રવણ વખતે કાન મુખ્ય અને મનન વખતે મન મુખ્ય હોય છે. તે શબ્દો સાંભળી પ્રત્યેક શબ્દને ખોલે છે. પ્રત્યેક શબ્દનું For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૫૧ મનન મંથન કરે છે. પ્રત્યેક શબ્દનું અવલોકન કરે છે. પ્રત્યેક શબ્દના મર્મને પકડે છે. પ્રત્યેક શબ્દ જેના માટે કહેવાયો છે તેવા આત્માની ખોજ કરે છે. વાત તો શબ્દોથી જ થાય પરંતુ અનાજ ઉપર જેમ છીલકા હોય તે છીલકા છોડી દઈ અને દાણો ઉપયોગમાં લે તેમ શબ્દોના છીલકા છોડી અંદર રહેલ તત્ત્વને શોધવાના કામનો પ્રારંભ કરે તેને કહે છે મનન. શાસ્ત્રો કહે છે કે મનનની સાધના કલાકો સુધી ચાલે. એકાંતમાં, મૌનમાં, અસંગ અવસ્થામાં, નિર્જન સ્થળમાં, વૃક્ષ નીચે, નદી કિનારે, કોઇ ગુફામાં એકલો બેસી મનન કરે. જેમ ધરતીમાંથી બીજ ફૂટી અંકુર થાય છે તેમ શ્રવણ કરતાં કરતાં મનન કરતાં કરતાં શબ્દો તૂટે છે અને અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિશેષ પ્રકારે ઊંડા જઈને એ તત્ત્વને જાણી લે છે. વિજ્ઞાનનો અર્થ થાય પૃથક્કરણ, સંશોધન, અવલોકન. વિજ્ઞાનનો અર્થ ચારે બાજુથી વસ્તુનો અભ્યાસ. પ્રત્યેક શબ્દનું પૃથક્કરણ કરી, અનેક બાજુઓથી નયથી, નિક્ષેપથી પ્રમાણથી એ શબ્દને શોધે છે, ગોતે છે, મર્મ કાઢે છે. અને એ કર્યા પછી તેને વિરામ પ્રાપ્ત થાય છે, બાહ્ય ભાવથી તે વિરમી જાય છે. આમ ઘટના ઘટે છે. તેના હાથમાં એ તત્ત્વ આવ્યું. પરિણામે તેની સમગ્ર ચેતના એ પોતાના તરફ વળી. એ વળે છે ત્યારે કહેવાય, “આવ્યું અપૂર્વ ભાન” કોઈ મૂછ પામેલી વ્યકિત કલાકો સુધી મૂછમાં જ રહે, અભાન દશામાં રહે, અને પછી તેની મૂછ ઊતરી જાય અને આંખ ઉઘાડે ત્યારે તેને ખબર પડે કે હું કયાં બેઠો છું? ભાન થયું. તો કહે “આવ્યું અપૂર્વ ભાન'. આ અપૂર્વ એટલે પહેલાં કદી ન હતું તેવું ભાન થયું. આ ભાન સિવાય બીજું બધું ભાન છે તમને. ઘેરથી બહાર તાળું મારીને જાવ તો બે ચાર વખત તાળું ખેંચી ખેંચીને જોશો કે બરાબર બંધ થયું છે? ખીસામાં જોખમ હોય તો વારે વારે જોયા કરો, પડી તો ગયું નથીને ? આમ સંસારનું અને જગતનું ભાન છે, પરંતુ સ્વરૂપનું ભાન નથી. બધું પૂર્વ ભાન પણ અપૂર્વ ભાન નથી. આજે પણ આત્માની ગમે તેટલી વાત સાંભળી હોય પણ ભાન ન આવ્યું હોય તો આત્મા શબ્દ માત્ર સાંભળ્યો ને ગયો. પૂર્વે કદીપણ નહિ આવેલું અપૂર્વ ભાન શિષ્યને થયું. આ આધ્યાત્મિક ઘટના છે. મોક્ષમાર્ગ પછી ઊઘડશે. ભાન આવ્યું, ખબર પડી અને તેને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય ભાસ્યું. તે વખતે તેને ભાન થયું કે હું આત્મા છું. હું ચૈતન્યમૂર્તિ આત્મા છું. અત્યાર સુધી તો હું જે નથી તે માનતો આવ્યો છું. એ મને ભાન થયું ત્યારે નિજપદ, પોતાનું પદ, પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ, પોતાનું પદ પ્રાપ્ત થયું. કયાંથી પ્રાપ્ત થયું? નિજમાંથી પ્રાપ્ત થયું. પોતામાંથી પ્રાપ્ત થયું તમને એમ હતું કે આત્મા જગતમાંથી પ્રાપ્ત થશે તે વખતે તમને કોઈ પૂછે કે ભાઈ! આ આત્મા તમને કયાંથી પ્રાપ્ત થયો. તમે કહેશો કે મારો આત્મા મને મારામાંથી પ્રાપ્ત થયો. બહાર હતો નહિ. આના માટે એક પ્રસિદ્ધ ઉદાહરણ છે. એક રાણીનો નવલખો હાર ખોવાઈ ગયો. સ્નાન કરીને રાણી આવ્યા અને જોયું તો હાર ન મળે. બધે શોધાશોધ ચાલી. એક ચબરાક દાસીનું રાણીના ગળા ઉપર ધ્યાન ગયું. દાસીએ કહ્યું, મહારાણીજી ! આપના ગળામાં જ હાર છે. ગળામાં હાર છે અને બહાર ગોતે છે. તેમ તમારામાં આત્મા છે, તમે જ આત્મા છો અને For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા ક્રમાંક-૧૧૯ જગતમાં શોધવા નીકળ્યા છો. તમારો આત્મા કયાં ભાગીને ગયો છે ? આત્માની ખોજ કયાં કરશો ? આત્મા તો તમારી પાસે જ છે. ગંગાસતીએ ઉદાહરણ આપ્યું છે, આ તો ગુંજાનો લાડવો છે પાનબાઈ ! ગુંજામાં એટલે ખીસામાં લાડવો હોય તો જ્યારે ખાવો હોય ત્યારે ખાઈ શકાય. એ એમ કહે છે કે આત્મા લાડવા જેવો છે. જ્યારે પ્રાપ્ત કરવો હોય ત્યારે પ્રાપ્ત કરી શકાય, જ્યારે જાણવો હોય ત્યારે જાણી શકાય. આનો અર્થ એવો થયો કે લાડવો ખીસામાં છે છતાં આપણે ભૂખે મરી રહ્યા છીએ. ખીસામાંથી તેને બહાર કાઢો. નિજપદ નિજમાંથી મળ્યું. આ નિજપદ પોતામાંથી પોતાને પ્રાપ્ત થયું. પરંતુ અહંભાવ ગયા સિવાય આપણો આત્મા આપણને જણાય નહિ. થયું શિષ્યમાં ? સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અંદર પ્રક્રિયા ઘટી, તેનાથી અંદર ભાન થયું અને “નિજપદ નિજમાંહી લહ્યું'. એ કહે છે આત્મા પોતામાંથી મળ્યો. મંદિરમાંથી, આશ્રમમાંથી, ડુંગરામાંથી, જંગલમાંથી આત્મા જડતો નથી. આત્મા તો ત્રણે કાળ હાજર છે. જગતમાં નિકટમાં નિકટ કોઈ હોય તો આત્મા છે. પતિ-પત્ની એટલાં નિકટ નથી. ઉદાહરણ સમજાય છે ? પતિ પત્નીથી પણ આત્મા નિકટ છે પણ અજ્ઞાનતાને કારણે દૂર લાગે છે અને આત્માને બહાર શોધે છે. કબીરજીએ કહ્યું, “કયાં ટૂંઢે રે બંદા કાશી, મેં તો તેરે પાસ હું. તું કયાં શોધવા નીકળ્યો છે ? કયાં તલાશ કરવા નીકળ્યો છે? તું જેને શોધે છે તે તારામાં જ છે. સદ્ગુરુએ અપૂર્વ ઉપકાર કર્યો. ઉપકાર એ થયો કે આત્મા આપણો આપણી પાસે હોવા છતાં આપણી હાલત ભિખારી જેવી હતી. આજે આપણી હાલત ભિખારી જેવી જ છે. જેની પાસે સુખ નથી તેની પાસે આપણે સુખ માગી રહ્યા છીએ. જેની પાસે જે હોય તે આપે. શરબત બનાવવું હોય તો સાકર પાસેથી ગળાશ માંગવી પડે. સુખ આત્માને પોતામાંથી જ મળે. - સદ્ગુરુએ અપૂર્વ ઉપકાર કરીને આત્મા અર્થે ઉપદેશ આપ્યો. સદ્ગુરુ એમ નથી કહેતા કે અમે શ્રેષ્ઠ પ્રવચનકાર છીએ કે વ્યાખ્યાનકાર છીએ. પોતાનો મત સ્થાપવા માટે ઉપદેશ આપતા નથી. આત્મા અર્થે જ ઉપદેશ આપે છે, જેથી શિષ્યને આત્માનું ભાન થાય. ગુરુએ ભાન કરાવ્યું અને શિષ્યને ભાન થયું. આત્માનું ભાન થવું તેનું નામ બોધબીજ. બોધબીજ જે પ્રાપ્ત થાય છે એના જેવી જગતમાં અણમોલ સંપત્તિ બીજી કોઈ નથી. એટલા માટે કહ્યું કે, સમક્તિ દાતા ગુરુ તણો, પચ્ચેવયાર ન થાય, ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. જેણે બોધબીજ આપ્યું, જેના નિમિત્તથી ભાન થયું, સમકિત પ્રાપ્ત થયું તેનો પ્રતિઉપકાર કરવો હોય, તેનો બદલો આપવો હોય તો કોઈપણ રીતે આપી શકાય નહિ. ધારો કે એ ઇન્દ્ર બને, ઇન્દ્ર બન્યા પછી તેની સઘળી સંપત્તિ ગુરુનાં ચરણમાં ધરે તો પણ તેનો બદલો આપી શકાય નહિ. સદ્ગુરુ ચક્રવર્તીની સંપતિ હોય કે ઈન્દ્રની સંપતિ હોય એ લેવાના નથી, ચિંતા કરશો નહિ. આપો તો પણ બદલો ન વળે. કારણ? આ બધા કરતાં મૂલ્યવાન ચીજ એમણે For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આપી છે અને એ છે બોધબીજ. એ જ ગુરુનો પ્રભાવ, એ જ પ્રતિભાવ, એ જ ગુરુની કૃપા, એ જ ગુરુની કરુણા, એ જ અનુગ્રહ અને એ જ ગુરુનો સદ્ભાવ છે. ગુરુ આ કામ કરે છે કે શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય. તમારા ઘેર દીકરા થાય એવી પંચાત સદ્ગુરુને કરવી નથી. તેઓને તો શિષ્યને કોઈપણ રીતે સમક્તિની પ્રાપ્તિ થાય અને હૃદયમાં અપૂર્વ ભક્તિ પ્રગટ થાય તે ભાવ છે. આ સાચી ભક્તિ પ્રગટ થઈ. અંદર બોધ થયો, દેખાદેખી નથી, ભાન થયું, એ ભાન થયા પછી તેને જે બોધ પ્રાપ્ત થયો તેમાં આત્મા તેની દૃષ્ટિમાં આવ્યો. પછી આત્મા પૂરેપૂરો ખીલે તેના માટે તે પ્રક્રિયામાં ઢળે, ને સાધનાની શરૂઆત થાય. મર્મ સમજી લેજો કે સદ્ગુરુએ છ પદનો ઉલ્લાસપૂર્વક ઉપદેશ આપ્યો. તેનું સ્વરૂપ સમજાવ્યું, કંઈપણ બાકી ન રહે એમ પૂરેપૂરી વાત શિષ્યને સમજાવી અને સમજાવ્યા પછી શિષ્ય પોતે પોતાની અંતરંગ ભૂમિકામાં, પોતાની તન્મયતામાં, પોતાના મનના ઊંડાણમાં જઈને તેણે પોતે કદીપણ નહિ સ્વીકારેલો નિર્ણય એક ધડાકે કર્યો કે હું આત્મા છું. સમ્યક્ઝકારે તમે આ નિર્ણય કરો. માત્ર બોલવાની વાત નહિ, બોલવાથી કંઈ ન વળે પણ નિર્ણય કરો. નિર્ણયમાં અભિવ્યક્તિ છે, અનુભવ છે, અને હું આત્મા છું તેવું અપૂર્વ ભાન થવું તેને શાસ્ત્રો સમ્યગ્રદર્શન કહે છે. સમક્તિ કોઈ લેવાદેવાની ચીજ નથી કે અમે આપ્યું અને તમે લીધું. સમકિત એટલે બોધબીજ અને આ બોધબીજની મૂડી ઉપર મોક્ષની સાધના કરવાની છે. બોધ ઉત્તમ બિયારણ છે તેમાંથી મોક્ષનું બીજ તૈયાર થાય છે. શિષ્ય પહેલાં તો આત્મા નથી એમ માનતો હતો. દેહ તે જ આત્મા છે, તેમ માનતો હતો. દેહને વળગી રહ્યાં છે તે બધાં મારાં છે, એમ માનતો હતો, પણ સદ્ગુરુએ જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે તેને ભાન થયું કે હા હું આત્મા છું. (દેહ થી જુદો છું) અને “નિજપદ નિજમાં લહ્યું આત્મા આત્મામાંથી નિજમાંથી જ મળ્યો, તેના પરિણામે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, વિગેરેમાં આત્માની ભ્રાંતિ હતી તે ટળી ગઈ. “સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વભાન. નિજપદ નિજમાંહી લઉં” પછી ઘટના શું ઘટી ? “દૂર થયું અજ્ઞાન'. અજ્ઞાન દૂર થવું તે આધ્યાત્મિક જગતની મોટામાં મોટી ઘટના છે. જેવું અજ્ઞાન દૂર થયું કે આત્માની અનુભૂતિ થઈ. આને કહેવાય સમ્યગ્દર્શન. આવા બોધબીજની પ્રાપ્તિ શિષ્યને થઈ છે. શિષ્યને થોડી વિગત કહેવી છે. આ અનુભવ અને સાક્ષાત્કાર તો થયો તેનું વર્ણન શિષ્ય હવે પછીની ગાથામાં કરશે અને ત્યાર પછી ઈ મૂડી લઈ શિષ્ય આગળ વધે છે તેની વાત બે-ત્રણ ગાથામાં આવશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્યાંક-૧૨૦ પ્રવચન ક્રમાંક - ૯૫ ગાથા ક્રમાંક - ૧૨૦ નિજસ્વરૂપનું શાસન ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. (૧૨૦) ટીકા –પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. (૧૨૦) આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથા ૧૧૯ થી ૧૨૩ સુધી સૂક્ષ્મ ઘટનાનું વર્ણન છે. એ સૂક્ષ્મ ઘટનાને સમજવી અનિવાર્ય છે. ઘટના એટલા માટે સૂક્ષ્મ છે કે અંદર થઈ રહી છે. બહાર નથી. સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થયો, તેનું વિધિપૂર્વક શ્રવણ થયું અને શિષ્યના અંતરમાં ઉલ્લાસ થયો. જેમ આકાશમાં મેઘ ગર્જના થાય અને મોરને ઉલ્લાસ થાય, વસંતઋતુ આવે એટલે કોયલ ટહુકવા લાગે, સંગીતની મહેફીલ જામે એટલે માણસ ડોલવા લાગે તેમ શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અંતરમાં ઉલ્લાસ થયો. આ ઉલ્લાસ પારમાર્થિક છે. ભૌતિક કે સાંસારિક નથી. ઉલ્લાસ તો આપણને ઘણી વખત આવે, ખાતાં પીતાં, લગ્નનાં ગીત ગાતી વખતે પરંતુ આ ભૌતિક ઉલ્લાસ છે. અહીં તો અભૌતિક ઉલ્લાસ છે. અંતર નાચી ઊઠે છે. કારણ કે અજબ ઘટના ઘટી છે. ભૂલાઈ ગયેલ ઘણી કિંમતી ચીજ મળી ગઈ છે. લાખો રૂપિયાનો મોંઘો હાર ખોવાઈ ગયો હોય અને તલાશ કરવા છતાં ન મળતો હોય, પણ અચાનક એક દિવસ હાર હાથ લાગે તો શું થાય ? આનંદ અને ઉલ્લાસ થાય. તેમ બિલકુલ ભૂલાઈ ગયેલ આત્મા મળે તો સાડા ત્રણ કરોડ રોમ નાચી ઊઠે. ઉપદેશ સાંભળતાં સાંભળતાં શ્રવણ કરનારમાં આવો ઉલ્લાસ ન આવે તો ટ્રેડીશનલ પ્રોગ્રામ થયો કહેવાય. સદ્ગુરુ આવે, ઉપદેશ આપે, તમે સાંભળો, તમે તમારા રસ્તે અને તેઓ તેમના રસ્તે, એવી આ ઘટના નથી. અપૂર્વ ઉલ્લાસમાં એક બીજી ઘટના એ ઘટે છે કે ભક્તિનો ઉદય થાય છે. ભક્તિ કરવાની નથી, તેનો ઉદય થાય છે. ઉલ્લાસમાંથી પ્રેમ આવે છે અને પ્રેમમાંથી ભક્તિ ફલિત થાય છે. એ ગીત નથી પણ પ્રેમની પરિપકવતા છે. અંદર પ્રેમનો સાગર ઘૂઘવે છે. એમાંથી પ્રેમનો પ્રવાહ જે આવે તેને કહેવાય છે ભકિત. સૌથી પરમપ્રેમની ભકિત શિષ્યને સદ્ગુરુ ઉપર છે. કારણ કે પરમાત્મા તો અતીન્દ્રિય છે. પરંતુ સદ્ગુરુ ભક્તિને જાણે છે, માને છે, સ્વીકારે છે તે ભક્તિનું સાકાર સ્વરૂપ છે. પરમકૃપાળુદેવના શબ્દમાં એ સજીવન મૂર્તિ છે. એ સજીવન મૂર્તિ સાથે ભક્તિ કરતાં પ્રેમનો ગુણાકાર થાય છે. પરમાત્મા તરફની ભક્તિ તમે કેવી રીતે પ્રગટ કરી શકો ? પૂજાપાઠ કરો, ચંદન લગાડો, તિલક કરો પણ કોઈ પ્રતિભાવ નહિ. સદ્ગુરુ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૫૫. પાસેથી પ્રેમ મળે છે, તેમને કંઈ જ કરવાની જરૂર નથી માત્ર તેમની હાજરી બસ છે. શિષ્યનું તો હૃદય ગદગદ્ થઈ જાય છે કે શું કરું અને શું આપું ? આગળ આવશે કે “શું પ્રભુ ચરણ કને ઘરું' ? આ તેના શબ્દો નથી, આ હૃદયરૂપી સાગરનાં મોજાઓ છે. તેને ખૂબ જ પ્રેમ અને ઉલ્લાસ પ્રગટ થયો છે. પરમકૃપાળુદેવે એક વ્યકિતને લખેલું કે તમને જેટલી જ્ઞાનની ચિંતા છે તેટલી ભક્તિની ચિંતા નથી. આ વાત સાચી છે. અહીં તો પરમ ભક્તિનો ઉદય શિષ્યને થયો છે. તે રહી શકતો નથી. તેના રોમરોમમાં આનંદ થાય છે. આ બીજી મહત્ત્વની ઘટના છે. - ત્રીજી એક મહત્ત્વની ઘટના - સદ્ગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો, શ્રવણ કર્યું, તે હું બરાબર સમજ્યો કે ન સમજ્યો ? સભ્યપ્રકારે સમજ્યો કે ખોટો સમજ્યો તેનો નિર્ણય થવો જોઈએ. સદ્ગુરુએ પરિપૂર્ણ ઉપદેશ આપ્યો. પરંતુ હું તેને યથાર્થપણે સમજ્યો છું ને ? આપણી મોટામાં મોટી મુશ્કેલી જો કંઈપણ હોય તો સદ્ગુરુના ઉપદેશને યથાર્થ પણે સમજવામાં આવ્યો નથી. સદ્ગુરુ કંઈ કહે અને શિષ્ય કંઈ સમજે. શેઠના સાળાને શેઠે એક દિવસ કહ્યું કે તું એક દિવસ કાકડી લઈ આવ્યો, એક દિવસ ભીંડા લઈ આવ્યો. બધું સાથે લાવતો હોય તો. જરા કામ કરતાં શીખ. એક કામ કરવા જઈએ તો ત્રણ કામ સાથે કરી આવીએ. હવે એક દિવસ શેઠ માંદા પડ્યા. શેઠાણીએ દવા લેવા મોકલ્યો. તે દવા તો લઈ આવ્યો, સાથે સ્મશાને લઈ જવાની વસ્તુઓ પણ લઈ આવ્યો. શેઠાણીએ પૂછ્યું કે આ બધું કેમ લાવ્યો? તો કહે કે શેઠે કહ્યું હતું કે બધું કામ એક સાથે કરતાં આવવું. શેઠે શું કહ્યું અને સાળો સમજ્યો શું ? ગુરુ કહે છે તે શિષ્ય અહીં બરાબર સમજે છે. પરંતુ જેમ કહ્યું તેમ બરાબર ન સમજે તો મોટી મુશ્કેલી ઊભી થાય. અહીં શિષ્યને સદ્ગુરુ પાસે માન્ય કરાવવું છે કે તે જે સમજ્યો છે તે બરાબર, યથાર્થ સમજ્યો છે? નહિ તો શેઠના સાળા જેવું થાય. શિષ્યને સગુરુ પાસે ખરું કરાવવું છે, માન્ય કરાવવું છે. ખરું કરાવવું હોય તો નમ્રતાથી, આનંદથી, ઉલ્લાસથી કહેવું પડે કે હું આ રીતે સમજ્યો છું. પોતાની સમજણ સાથે ગુરુની સમજણનો તાળો મળે તો ગુરુ-શિષ્યની સંધિ કહેવાય. ઉપદેશની પ્રક્રિયા અભુત પ્રક્રિયા છે. તે પોતાને મુખેથી સદ્ગુરુને કહેવા લાગે છે કે આપે ષટપો જે ઉપદેશ આપ્યો તે પરમ ઉપકાર કર્યો છે. શાસ્ત્ર અનુસાર, અનુભવના અનુસાર, બોધના અનુસાર, જ્ઞાનના અનુસાર આપે કહ્યું, શબ્દના આધારે જેટલું કહી શકાય તે આપે કહ્યું. ગુરુદેવ ! હું આ પ્રમાણે સમજ્યો તે સાચું છે? આપ એમ કહો કે તું જે સમજ્યો છે તે સાચું છે તો સિક્કો લાગે, મહોર લાગે. ગુરુદેવ ! હું આપના ચરણોમાં નિવેદન કરું છું. આપ સાંભળો. પ્રથમ તો સદ્ગુરુએ જે છે પદનો ઉપદેશ કર્યો તેનું સ્વરૂપ પોતાને યથાર્થપણે સમજાયું કે ન સમજાયું તે પ્રેમ અને ભક્તિપૂર્વક સદ્ગુરુને કહી બતાવે છે. આ એટલા માટે કહી બતાવે છે કે મારી કંઈ ભૂલ ન થઈ જાય. આપણો અનંતકાળ ભૂલમાં ગયો, હવે ભૂલ નથી કરવી, હવે મારે અહંકાર નથી કરવો, મારે મત વચમાં નથી લાવવો, મારે ડહાપણ ડોળવું નથી, માટે માન્યતા વચ્ચે લાવવી નથી. તેના For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ કારણે તો દુઃખી દુઃખી થઈ ગયો છું. મારી ભૂલ કંઈ હોય તો આપ બતાવો. તેથી આપ હું જે સમજ્યો છું તે સાંભળો. ૧૧૯મી ગાથાથી આ ચાલુ થાય છે. આ સૂક્ષ્મ ઘટના છે. જરા કલ્પના કરો. ગુરુદેવ શાંતિથી કોઈ વૃક્ષ નીચે બેઠા હશે. સામે શિષ્ય હશે. રોમેરોમમાં આનંદ અને ઉલ્લાસ હશે. આંખમાંથી આંસુ ટપકતાં હશે. તું સમજ્યો છે તે બરાબર સમજ્યો છે તેમ કહેવાથી શિષ્ય ધન્ય થઈ ગયો હશે. દુનિયા જે કહે છે, દુનિયાનું પ્રમાણપત્ર જોઈતું નથી. પરંતુ ગુરુદેવ કહે કે તારી સમજણ યથાર્થ છે એમ મહોર મારી આપે એને કહેવાય છે બોધ. એ બોધ કામમાં આવશે, માત્ર જ્ઞાન કામમાં નહિ આવે. જ્ઞાન તો ઘણું મેળવ્યું. એમાં જ્ઞાનનો દોષ નથી. દોષ તો આ જીવનો છે. અહીં તો શિષ્ય નરમાશથી કહે છે ગુરુદેવ ! આત્મા નિત્ય છે તેમ આપે કહ્યું તેથી મને અપૂર્વભાન થયું. “સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન' પહેલી ઘટના ઘટી, સદ્ગુરુના ઉપદેશથી આત્મા છે તેવો શબ્દ અમારી પાસે આવ્યો. અમારી નોંધમાં આત્મા શબ્દ જ ન હતો. સ્ત્રી, પુત્ર, જમાઈ, કપડાં, દાગીન, મકાન, સોનું, ઢોકળાં, ઢેબરાં, મસાલો આ બધું અમારા લીસ્ટમાં હતું, પરંતુ આત્મા કયાંય ન હતો. ગુરુદેવ! આજે આપે અદ્ભુત તત્ત્વ બતાવ્યું. બીજું બધું હવે છેકાઈ ગયું. પ્રથમ તો હું આત્મા નથી પણ દેહ છું, તેવી માન્યતા હતી, તે બદલાઈ ગઈ. હું દેહ નથી પણ આત્મા છું. આ બરાબર છે ને પ્રભુ ! અને “નિજ પદ નિજમાં કહ્યું પોતાનું પદ પોતામાંથી પ્રાપ્ત કર્યું. કેટલી બધી ભ્રમણા હતી કે આ શરીર તે હું, ઈન્દ્રિય, મન, શ્વાસોચ્છવાસ, પ્રાણ તે હું. પરંતુ આપના સમજાવવાથી બધી ભ્રમણા ભાંગી ગઈ અને શુદ્ધાત્મા તે હું છું, તે પ્રતીતિ થઈ ગઈ. મને લાગે છે કે મારામાંથી અજ્ઞાન દૂર થયું અને મને આત્મા સમજાયો. તે આત્મામાંથી જ સમજણ આવી. મારામાં શું થયું ? અજ્ઞાન ગયું. શિષ્યને આનંદનો પાર નથી. - અજ્ઞાન દૂર થયું, જીવનની આ મોટામાં મોટી સિદ્ધિ છે. કારણ? આ સંસાર અજ્ઞાનના કારણે ઊભો હતો. આ મોહ અને વિષયો અજ્ઞાનના કારણે જોર કરતાં હતાં. આ અજ્ઞાન જવાથી મોહનું બળ તૂટ્યું. મારા ઉપર ક્રોધ, કામવાસના અને અહંકારનું જોર હવે નહિ ચાલે. પ્રભુ! આવું અદ્ભુત કામ મારા જીવનમાં થયું. કયા શબ્દોમાં હું આપનો ઉપકાર માનું? આવું અલૌકિક કામ ગુરુદેવ ! આપે કર્યું. ઘરમાં પાંચ ફૂટનો ભોરીંગ નાગ ફૂંફાડા મારતો ફરતો હોય તો ઘરમાં કોઈને ઊંઘ આવે ? અને જ્યારે દેખાય ત્યારે તેને પકડીને બહાર મૂકી આવે, પછી જ હાશ થાય, તેમ અનાદિકાળનું અજ્ઞાન દૂર થતાં પ્રભુ! અમને હાશ થયું. હવે અમને મોક્ષની ચિંતા નથી. અજ્ઞાન દૂર થવાથી મોક્ષ સરળ છે. અત્યાર સુધી ભ્રમણામાં ફરતાં હતાં, હવે સાચું જ્ઞાન થયું, આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ઉલ્લાસ વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી. “શું પ્રભુ ચરણ કને ઘરું' સમજાય છે આ સૂક્ષ્મ ઘટના ? આ શિષ્યના હૃદયમાં કેટલું મંથન થતું હશે ? કેટલો ઉલ્લાસ આવતો હશે ? પ્રભુ! મને કહેવા દો ! મારો દેહાધ્યાસ છૂટી ગયો. આત્મા છે એવો સ્વીકાર જે ક્ષણે For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૭ થાય તે ક્ષણથી દેહાધ્યાસ છૂટી જાય. દેહ તો રહેશે તેને ખવરાવશે, કપડાં પહેરાવશે પરંતુ ત્રીજી પાર્ટી તરીકે. હું કપડાં પહેરું છું તેમ નહિ પણ બીજી પાર્ટી તરીકે બીજાને પહેરાવતાં હોય, બીજાને ખવરાવતાં હોય તેમ હવે વર્તન થાય છે. હવે શરીરથી જુદો રહીને શરીરને સાચવે છે, સંભાળે છે. પ્રભુ ! દેહાધ્યાસ છૂટી ગયો. બરાબર છે ? હવે આત્મા છે એમ પહેલા પદની સમજણ મારામાં આ પ્રમાણે થઈ છે. ગુરુદેવ મૌનમાં છે અને ઘટના એમ કહે છે કે હા ! આ સમજણ બરાબર છે. બીજું પદ આત્મા નિત્ય છે તે મને કેમ સમજાયું ? તે કહે છે. - ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. આ બીજું પદ આત્મા નિત્ય છે તેમ આપે કહ્યું ને ? તે હું આ પ્રમાણે સમજ્યો છું. મને ભાસ થયો, મને અનુભવ થયો, મને પ્રતીતિ થઈ, મને બરાબર સમજાયું. શું સમજાયું? નિજસ્વરૂપ”. નિજસ્વરૂપ સમજાયું તે શિષ્યનો ઉઘાડ છે. પરમ પુરુષાર્થથી ઉઘાડ કર્યો છે. નિશ્ચયનયની ભૂમિકા અને પારમાર્થિક નયની ભૂમિકાથી ઉઘાડ થયો છે માટે તેને આત્મા શુદ્ધ જ દેખાય છે. અશુદ્ધ અને મેલો છે, કર્મો વળગેલાં છે, કચરો અને ઝાળાં બાઝેલાં છે ખરાં, પરંતુ શિષ્ય તેને લક્ષમાં લેતો નથી. તે બધાને બાદ કરીને લક્ષમાં લે છે કે આત્મા નિત્ય છે. વિકારો, રાગદ્વેષ, કષાયો બધું જ છે પરંતુ મને સમજાયું છે કે હું બધાથી જુદો છું. જેમ સાપ કાંચળીથી જુદો છે, જેમ તલવાર મ્યાનથી જુદી છે, નાળિયેરનો ગોટો છાલથી જુદો છે તેમ હે ગુરુદેવ ! આત્મા નિત્ય છે, તે સાંભળીને દેહથી આત્મા જુદો છે એમ સમજાઈ ગયું છે. આત્મા નિત્ય છે અને શુદ્ધ ચેતનારૂપ છે. જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ, શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ. (પૂ. દેવચંદ્રજી મ.સા.) મોહનવિજયજી મહારાજે કહ્યું, ભગવાન ! તમે તો તીર્થંકર થઈને સમવસરણમાં બીરાજમાન થઇને બેઠા છો. કંઈ વાંધો નહિ, તમે મોહથી છૂટી ગયા છો. વિકારોએ તમને છોડી દીધા છે, પણ વાંધો નહિ. તમે મને મળ્યા ને ? હવે મને ભાન થયું. હવે મોહમાં નહિ ફસાઉં અને તમારી સાથે આવીને રહીશ. તમે મને ભાન કરાવ્યું કે આત્મા શુદ્ધ છે. કર્મ છે, રાગદ્વેષ છે, કષાયો અને મલિનતા છે, બધું જ છે. પાંચ બહેનો અનાજ વીણવા બેસે તો થાળીમાં કચરો છે, કાંકરા છે, પણ એમને ઘઉંના દાણા જ દેખાય છે. કારણ? કાંકરા રાખવા નથી. વીણવા બેઠાં છે. ઘઉં કાંકરા અલગ કરવા છે. એમ આત્મામાં જે કંઈ બહારથી આવેલું છે તે જુદું કરવા અમે બેઠાં છીએ. અમને શુદ્ધ આત્મા જ દેખાય છે. - ઓહો ! આ શિષ્યની મસ્તી જુઓ ! મલિનતામાં શુદ્ધાત્માને જુએ છે. એ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જોવે છે. કહ્યું છે કે પાણી ખાળમાં છે, તળાવમાં છે, નદીમાં છે, લોટામાં For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ છે. કચરાથી પાણી ગંદુ થાય તો પાણી ચોખ્ખું થઈ શકે છે. અમે વિકારોને બાદ કરીને શુદ્ધ ચેતનારૂપ આત્માને જોઈએ છીએ, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને આત્મા નિત્ય છે. શિષ્યને આત્મા આવો જણાયો. અને ત્રણ શબ્દો જીવનમાં આવ્યાં. અજર, અમર, અવિનાશી. જરવું, ખરવું એને જરા અવસ્થા અથવા વૃદ્ધાવસ્થા કહે છે, ઘડપણ કહે છે. પરંતુ વૃદ્ધાવસ્થા તે હું નથી. વૃદ્ધાવસ્થામાં વાળ ખરી જાય છે. લોકો કલાકો સુધી વાળ પાછળ મહેનત કરે છે. જુવાનીમાં વાળ કાળા ભમ્મર હોય પણ વૃદ્ધાવસ્થામાં ખરી પડે. એક ભાઈએ ટાલ પડ્યા પછી લાખો રૂપિયા નવા વાળ ઊગે તે માટે ખય્ય, પણ વાળ ફરી ન ઊગ્યા. મેં કહ્યું યુરિયા ખાતર નાખો, કદાચ એ કામ લાગશે. ટાલ પડી તેમાં તારું ગયું શું? કબીર કહે છે કે “બાલ જલે જૈસે ઘાસ કે પૂણી', મરી જાય પછી મડદાને બાળે ત્યારે વાળ તો વાસના પૂળાની માફક બળી જાય છે. યુવાનીમાં દાંત તો દાડમની કળી જેવાં લાગે છે, આ ડોકટર દાંત કાઢી હાથમાં આપે કે ‘લો સાહેબ ! દાડમની કળી', “ફેંકી દો, મારે શું કરવું છે એને'! દાંત ગયા, વાળ ગયા, કરચલીઓ પડી. એક દિવસ એવો હતો કે ચાર ચાર પગથિયાઓ સાથે ચડતા હતા. હવે એક ઉંબરો ઓળંગવો હોય તો લાકડીનો ટેકો લેવો પડે છે. ગુરુદેવ ! હવે મને મારી ભૂલ સમજાણી. આ વૃદ્ધાવસ્થા તે હું નથી. હું તો જોનારો છું. આ ક્રાંતિ મારામાં થઈ. આ આત્મા નિત્ય છે તેનો બોધ થયો. નાના હતા ત્યારે ગાતા હતા કે આ ઘડપણ કોણે મોકલ્યું ? હવે અમે કહીએ છીએ કે જે આવ્યું તે ભલે આવ્યું, શરીરને આવ્યું છે. શરીરને જોનાર આત્મા અજર છે. તે ઘરડો નથી. અમર :- નિશ્ચિત એવા મોતનો ભય અમને રહ્યો નથી. કોઈ કવિએ ગાયું છે કે “મૃત્યુ મરી ગયું રે લોલ” અમે મોતના ભયથી મરતાં હતાં. હવે મૃત્યુનું મૃત્યુ થઈ ગયું. ટાગોરજીએ કહ્યું, મૃત્યુદેવતા ! અમે તૈયાર થઈને ઊભા છીએ આવો. અમને ભય નથી. આનંદધનજીએ ગાયું, “અબ હમ અમર ભયે ન મરેંગે', અરે, શું થયું એવું ? “યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ઘરેંગે' ? હવે અમારે જન્મવાનું નથી. કારણ કે આત્મા નિત્ય છે તે બોધ અમને મળ્યો છે. આત્મા નિત્ય છે તેમ બોલવા માટે નથી. નચિકેતા આઠ વર્ષનો બાળક હતો. કથા એવી છે કે તે સામેથી તપાસ કરતાં કરતાં યમરાજને ઘેર ગયો. યમરાજ કહે તું આવ્યો ? લોકો તો મારાથી ડરે છે. તો કહે કે ડર શેનો ? મરનાર જુદો છે અને મરનારને જોનાર પણ જુદો છે. મરનાર શરીર અને મરનાર શરીરને જોનાર આત્મા છે, તે અમર છે. - ત્રીજો શબ્દ છે અવિનાશી :- આત્મા નિત્ય છે, આ સમજણ જેણે આવી તેને આત્મા શુદ્ધ ચેતનારૂપ દેખાયો. અજર અમર અને અવિનાશી છે તેવો તેને અનુભવ થયો. છેલ્લી વાત, તે દેહાતીત સ્વરૂપ છે. દેહથી રહિત, એટલે દેહથી તદ્દન ભિન્ન, એવા આત્માનો અનુભવ એને થયો. તે ગુરુદેવને પૂછે છે કે આ સમજણ સાચી છે ને ? આપે ઉપદેશ આપ્યો કે આત્મા નિત્ય છે, તે વખતે આપે વિગતવાર કહ્યું, મેં વિચાર્યું અને મારામાં For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આ ઘટના ઘટી. મને સમજણ આવી કે, “ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ”. - હવે શબ્દો ન રહ્યા પણ અનુભવરૂપ બની ગયા. ઘટના ઘટી ગઈ અને પરિણામ આવી ગયું. હવે વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય નથી. જગતમાં તમામ પદાર્થો નાશ પામે છે, એટલે કશો ભય નથી. એક ભાઈ એમ કહેતા હતા કે કબાટના ખાનાના ચોરખાનામાં મેં પૈસા મૂકેલ છે. કોઈ દેખે જ નહિ. થયું એવું કે તે મૃત્યુ પામ્યો અને નોટો તેમાં જ રહી ગઈ. જગતના બધા પદાર્થો વિનાશી છે પણ હું તે બધાને વિનાશી છે તેમ માનતો ન હતો. દેહને ટકાવી રાખવા ખૂબ જ મહેનત કરતો હતો. દેહ ધન મકાન સાત પેઢી સુધી ટકે. પરંતુ જગતના બધા પદાર્થો વિનાશી છે તેનું મને ભાન થયું. આ આત્મા એક જ અવિનાશી છે. હવે પદાર્થોનો નાશ થશે પણ મારો નાશ નહિ થાય. આ પુદ્ગલનો શો ભરોસો ? જોતાં જોતાં ખરી પડે. લોકો કહે છે કે જોતજોતામાં ઘડપણ આવી ગયું. ઘડપણ ન આવે, ઘડપણ ન દેખાય તેટલા માટે ઘણા લોકો ઘણી બધી કોશિશ કરે છે. વાળ કાળા કરે, કપડાં મઝાનાં પહેરે. પણ ઘડપણ ચાડી ખાધા વગર રહેતું નથી. ગમે તેમ પ્રગટ થઈ જાય. એક આત્મા કયારેય વૃદ્ધ થતો નથી. શરીર ઘરડું થાય છે. યે પુગલ કા કયા ભરોસા, હૈ સ્વપને કા વાસા | ચમત્કાર બીજલી કે જે સા,પાની બીચ પતાસા | આ વીજળી છે ને, પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર. પાણીમાં જેમ પતાસું રાખો અને તમે માનો છો કે ચોવીસ કલાક રહેશે? આ વીજળી ચમકે છે ને ? પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર ! બે મિનિટ પણ ન રહે. દેહ તો પતાસા જેવો છે, ખરી પડશે. જે દેખાય છે તે બધું વિનાશી પરંતુ તેને જોનાર હું અવિનાશી. અવિનાશી જોનારને હું ભૂલી ગયો હતો અને વિનાશી નાશ ન પામે તેની મથામણ કરતો હતો. કપડાંની ઘડી સરસ કરી કબાટમાં મૂકું અને કોઈ અડે તો પણ બૂમ પાડું કે રહેવા દો, બગડી જશે. ત્યારે કયાંથી યાદ આવે કે એક દિવસ આયખાનું કપડું પણ ફાટી જવાનું છે. કોના માટે છે આ બધું ? હવે ભાન થયું, અજર અમર અવિનાશી છું. મને એટલો બધો આનંદ થઈ ગયો કે હું વૃદ્ધ નથી, મરવાનો નથી, હું તો અવિનાશી છું. જે કાયમ ન રહે તેને કાયમ રાખવા કોશિશ કરતો હતો, અને જે કાયમ છે તેને માનતો ન હતો. આ બે મૂર્ખાઈ મારી મોટી હતી. આત્માની નિત્યતાનો ઉપદેશ આપીને આપે મારી મૂર્ખાઈ દૂર કરી દીધી છે. હવે વિશ્વાસ અને શ્રદ્ધા આવી ગયા. હવે મૃત્યુ આવે તો તેનું સ્વાગત કરું, આનંદથી વધાવી લઉં. જગત મરણ સે ડરત છે, મો મન બડો આનંદ, કબ મરશું કબ ભેટશું, પૂરણ પરમાનંદ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ જગત મરણથી ડરે છે. અમારા મનમાં આનંદ છે કે આ મરશે એટલે પૂરણ પરમાત્મા મને મળશે. યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાયે શરીર.' તો શું કરવું ? એની ચિંતા કરવી છોડી દો. આ શરીરની મદદથી જે ધ્યાન, તપ, પૂજાપાઠ, ભક્તિ થાય, સત્કર્મો થાય તે કરી લો. શરીર નાશ પામવાનું છે અને આત્મા અવિનાશી છે. હવે ૧૨૧મી ગાથાનો પ્રારંભ થશે. ત્રીજું અને ચોથું પદ આત્મા કર્મનો કર્તા છે, અને આત્મા તે કર્મોનો ભોકતા છે તેના માટે શિષ્યની શું સમજ થઈ છે તેનું ૧૨૧-૧૨૨ ગાથામાં નિવેદન કરશે. શિષ્ય બોલે છે અને સદ્ગુરુ સાંભળે છે. એટલા માટે સાંભળે છે કે શિષ્યની નાનકડી ભૂલ પણ રહી નથીને ? સમજણ જેમ છે તેમ યથાર્થ હોવી જોઈએ. આવી અભુત ઘટના ઘટી છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૬ ૧ પ્રવચન ક્રમાંક - ૯૬ ગાથા ક્રમાંક - ૧૨૧ કર્મના અકર્તા બનો કત ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. (૧૨૧) ટીકા -જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોકતાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. (૧૨૧). અહીં, તમામ પ્રયત્નો સમજણને સાચી કરવા માટેના છે. સમજણ જો સાચી થાય તો જીવનની બધી ભૂલો સુધરી જાય અને સમજણ જો ખોટી હોય તો જીવનમાં બધી જ ભૂલો થાય. શાસ્ત્રો વાંચવા માટે નથી અને જાણવા માટે પણ નથી. પોતાની ખોટી સમજણ સુધારવા માટે શાસ્ત્રો છે. ખરી સમજણ કોને કહેવાય ? સત્યને અનુકૂળ, સત્યનિષ્ઠ સમજણ એટલે અસ્તિત્વ જેવું છે તેવું, પરંતુ હું માનું છું તેવું નહિ, તમે જે માનો છો તેવુ નહીં પણ સત્ય જેમ છે તેમ સ્વીકારનાર બુદ્ધિ બને. સત્ય વિષેની સમજણ આપણા પક્ષે નહિ પણ સત્યના પક્ષે આપણામાં થાય. આટલી વાત આપણા જીવનમાં જો થાય, તો મનુષ્યની તમામ સાધનાની યાત્રા સમ્યક થાય. માણસ જે ભૂલ કરે છે તેને ભૂલ નથી લાગતી, કારણ કે તે સમજણની ભૂલ છે. ભૂલ સમજે તો ફરી ભૂલ કરે નહિ. સમજણની ભૂલ તે સ્વીકારવા તૈયાર નથી. જ્યારે જયારે શાસ્ત્રોનું શ્રવણ થાય, અથવા વાંચન થાય તે વખતે સાધક પોતાની સમજણ તરફ જુએ અને આ બધાના પરિણામે મારી સમજણ યથાર્થ થઈ છે કે નથી થઈ તેનો કયાસ કાઢે. આ મહત્ત્વનું કામ છે. જીવનમાં ફેરફાર – પરિવર્તન સમજણ વગર નહિ થાય. બે શબ્દો છે. સાચી સમજણ અને ખોટી સમજણ. કદાચ ખોટી સમજણ થઈ હોય પણ તે ખોટી સમજણ સાચી છે તેવો આગ્રહ થાય તો ખોટી સમજણ સુધારવી બહુ મુશ્કેલ પડે છે. જ્ઞાની પુરુષો અથવા સપુરુષો આપણને જ્યારે મળે છે ત્યારે તેમનો મોટા ભાગનો સમય ખોટી સમજણ દૂર કરાવવા માટે જાય છે. જો ખોટી સમજણ દૂર ન થાય તો તેમનો યોગ સફળ થતો નથી. લોઢું પારસમણિને અડતાંની સાથે સોનું બની જાય છે, તે પારસમણીમાં સામર્થ્ય છે, તો જીવંત પુરુષ પ્રાપ્ત થયા પછી આપણામાં પરિવર્તન ન આવે? આવવું જોઈએ પણ આવતું નથી. ત્યાં ખોટી સમજણ નડે છે, અને જ્ઞાની પુરુષની સમજણ સાથે તાલ મેળવતા નથી. ઘણી વખત તો પોતાની ખોટી સમજણને સાચી ઠેરવવા માટે જ્ઞાની પુરુષની સમજણનો આશ્રય કરીએ છીએ. આ ભૂલ જેને સમજવી છે તે વિનમ્ર બની ખોટી ભૂલ સુધારી શકે છે. સદ્ગુરુએ ઉપદેશ તો આપ્યો. બોધ આપ્યો, તેની સાથે જાગૃત શિષ્ય પોતાના અંતરનું અવલોકન કરે છે. મારી For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રવચન ક્રમાંક - ૯૬, ગાથા માંક-૧૨૧ પાસે બુદ્ધિ છે, વિચાર કરવાની ક્ષમતા છે, સમજણનું બળ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે અને સદ્ગુરુએ ઉપદેશ જ્યારે આપ્યો તેની પહેલાં મેં ઘણા ઉપદેશો સાંભળ્યા છે અને જ્ઞાનનો સંગ્રહ પણ કરેલ છે, એમાંથી મારી સમજણ અને મારા સદ્ગુરુએ આપેલો ઉપદેશ એ બે વચ્ચે કંઈ તાલમેલ છે ? પ્રામાણિક શિષ્યને આ તાલમેલ મેળવવો છે એટલે તેનો આગ્રહ ગયો, જાણપણાનું અભિમાન ગયું, હું જાણું છું એ મિથ્યા અહંકાર ગયો, કદાગ્રહ ગયો. હવે સાચું જાણવા માટે મારી પૂર્વ તૈયારી છે. એવી તૈયારી પણ કરી અને સાચું જાણવા છતાં વર્ષોથી પંપાળેલું અને ખોટું સમજેલ છોડવું હોય તો છોડવા માટે તેવી હિંમત પણ જોઈએ. તેવી હિંમત પણ આવી. આટલો બધો ફેરફાર જેનામાં થઈ શકે છે તે શિષ્યત્વ પ્રાપ્ત કરી શકે છે. કૃપાળુદેવે આ ગાથાઓની પુનરાવૃતિ કરી નથી પરંતુ શિષ્યનું અહીં અંતર અવલોકન છે, પૃથક્કરણ છે. સમજણને સાચી કરવાનો નમ્ર પ્રયત્ન છે. માટે શિષ્ય કહે છે. હે પ્રભુ ! આપે જે ઉપદેશ આપ્યો તે મેં સાંભળ્યો અને હું જે કહું છું તે આપના ઉપદેશ પ્રમાણે યથાર્થ અને સમ્યક છે કે નહિ તે મારે જાણવું છે. શિષ્ય ખૂબ જ નમ્ર બન્યો છે. આ ધરતી ઉપર સદ્ગુરુ અને શિષ્યના પ્રેમ વચ્ચે બીજો કોઈ આવી શકે નહિ. તેણે કહ્યું કે આપે કહ્યું તેના પરિણામે મારો દેહાધ્યાસ છૂટી ગયો. મને ભાન આવ્યું. હું મને મળ્યો. હું ખોવાઈ ગયો હતો, હવે હાજર થયો. ‘નિજપદ નિજમાંહી લહ્યું'. આત્મા કદી બહારથી મળતો નથી. જેને આત્મા મળે છે, તેને પોતાનામાંથી મળે છે. કારણકે પોતે આત્મા છે. પોતે પોતે જ છે છતાં આજ સુધી પોતે નથી તેમ માનતો આવ્યો છે. જે પોતે છે તે ના પાડતો આવ્યો છે તે ભૂલ મને સમજાઈ. આપણને આપણું શરીર કાયમ રાખવું છે, અમર થવું છે. લોકો અમર થવાની વાત કરે છે, કાયમ ટકવાની વાત છે. ટકી શકો પણ જેના આધારે તમારી વૃત્તિ કાયમ ટકવાની વાત કરે છે તે શરીર પોતે કાયમ ટકી શકે તેમ નથી. જે કાયમ ટકી શકે છે તે અમારા જોવામાં આવ્યું નથી. બીજું પદ આપે આપ્યું કે આત્મા નિત્ય છે તેનાથી આ વાત સ્પષ્ટ થઈ કે હું નિત્ય છું. આ ધરતી ઉપર મારું અસ્તિત્વ ભૂંસી નાખે એવું કોઈ બળવાન તત્ત્વ નથી. સદાજીવી છું. ભગવદ્ ગીતામાં થોડા શબ્દો છે. મનો નિત્યઃ શાશ્વતોડ્ય પુરાણો, ન હન્યતે ઇચમીને શરીરે ! (૨/ર૦) શરીર હણાવા છતાં જે નથી હણાતો તેવો હું જીવ છું, તેવો હું આત્મા છું. જેમ દિવાળી પર્વમાં જૂનાં કપડાં ઉતારી નવા કપડાં પહેરીએ છીએ. કપડાં બદલાયાં પણ પહેરનારો રહ્યો. જેમ કપડા બદલવાથી પોતે બદલાતો નથી તેમ શરીર બદલવાથી આપણે બદલાતા નથી. એક દેહ છોડી બીજા દેહમાં જઈએ છીએ ત્યારે તેમાં જનાર એ જ આત્મા છે. હું નિત્ય છું. આ મોટી ઘટના છે. હું નિત્ય છું એમ સમજણ આવે તો તમામ ભયોમાંથી આત્મા બચી જાય. ખલીલ જીબ્રાને એક વાર્તા લખી છે. કાલ્પનિક છે. તેણે એમ લખ્યું કે દમાસ્કસથી તહેરાન જવા હું નીકળ્યો તો પ્લેગને પૂછયું કે તમારો શું પ્લાન છે? કેટલાનો ભોગ લેવાનો For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૩ છે. ટારગેટ શું છે? પ્લેગે કહ્યું કે પાંચ હજાર માણસોનો છે. પાછો ફર્યો ત્યારે સમાચાર મળ્યાં કે પંદર હજાર માનવી મર્યા, તેથી તેને પૂછયું કે તમે પાંચ હજાર કહ્યા પણ આ તો પંદર હજાર ગયા. પ્લેગે કહ્યું કે મારાથી તો પાંચ હજાર મર્યા છે, પરંતુ બીજા દશ હજાર ભયથી મર્યા છે. આપણે જીવીએ છીએ પણ જીવવાનો આનંદ નથી. મુંબઈમાં તો લોકો કહે છે કે ઘેર હેમખેમ પાછા આવીએ ત્યારે ખરા. આટલા ભય વચ્ચે જીવવાનું? આ ભયનું કારણ દેહ છે. ભર્તુહરીએ કહ્યું કે જગતમાં જેટલી વસ્તુઓ છે તે બધી ભયથી મુકત નથી. ભોગમાં રોગનો ભય. કુળને નાશ થવાનો ભય, પૈસાને રાજા તરફથી ભય, શાસ્ત્ર ભણવામાં વાદનો ભય, શરીરને મરણનો ભય હોય છે. આપણે ભય વચ્ચે જીવીએ છીએ. કારણ ? આત્મા નિત્ય છે તેવી પ્રતીતિ નથી. શું લાગે છે તમને ? આત્મા છે, નિત્ય છે એમ બોલીએ એટલે આત્મ સિદ્ધિ થઈ ગઈ ? ના. આ પરિણામ હોય, કોઇપણ સંજોગોમાં તેને ભય લાગતો નથી; રોગનો, વૃદ્ધાવસ્થા કે ઈષ્ટવિયોગનો ભય નહિં, મૃત્યુનો ભય નહિ, પ્રાપ્ત થયેલું જશે તેનો ભય નહિ. બાળક જન્મે, યુવાન થાય, ઘરડો થાય અને છેલ્લો વરઘોડો પણ નીકળે, સ્વાભાવિક છે. આ બધા સંયોગો વચ્ચે જેમ મણકા ફરે અને દોરો એનો એ જ રહે એમ શરીરો બદલાય પણ આત્મા એનો એ જ રહે, આવી પ્રતીતિ ને થઈ છે તેને આત્મા નિત્ય છે એમ સમજાયું છે, એવું કહેવાય. શિષ્યનું નિવેદન છે કે દેહનો ધર્મ જુદો છે અને આત્માનો ધર્મ પણ જુદો છે. વિનાશી દેહમાં અવિનાશી આત્મા બેઠો છે. દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી, જાસી હમ સ્થિરવાસી, ચોખે વહેં નિખરેંગે ! અબ હમ અમર ભયે ન મરેંગે. સ્પષ્ટ થઈ ગયું? કોઈ ભય ન રહે, જો તમે સમજશો તો. સાંભળો તો છો પણ ભયમાંથી મુકત નથી. એટલે હા પણ પાડો છો છતાં આત્મા નિત્ય છે એવી પ્રતીતિ થઈ નથી. કહો છો ખરા પણ પ્રતીતિ નથી. પ્રતીતિ એક અદ્ભુત ઘટના છે. તેથી આનંદધનજીએ કહ્યું કે...... યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા’ શરીર મરવાનું જ છે. તમે તેને કાયમ રાખવા ખોટી મહેનત કરો છો. દેહથી અમર થઈ શકતું નથી અને અમર તત્ત્વ કયારેય મરતું નથી, તો દેહ વિનાશી, હું અવિનાશી, આવો પ્રગટ અનુભવ આત્મા નિત્ય છે તે સાંભળ્યા પછી મને થયો. “નાસી જાસી’ બે શબ્દો છે. નાશ પણ થશે અને જશે પણ ખરું. આવી એક પ્રતીતિ જ્યારે થઈ ત્યારે કદી ન થાય તેવો આનંદ મને થયો. એ અનુભવનો આનંદ ઓર છે. આવો આનંદ પ્રાપ્ત થતાં જીવનમાં સમાધાન આવે છે. - ત્રીજું સૂત્ર – સદ્ગુરુએ કહ્યું કે આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોકતા છે. જગતનો વ્યાપક નિયમ છે, તમારે જે ભોગવવાનું થાય છે તે તમે કર્યું છે. તમે કર્યું હશે તેવું ભોગવશો. ગુજરાતીમાં એક કહેવત છે કે જેવું વાવો તેવું લણો. વાવો છો બાજરો અને માંગો જીરૂ તો નહિ મળે. લાળ માળ તુ નલ્થિ મો . આ સિદ્ધાંત સ્પષ્ટપણે સમજાય તો For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રવચન ક્રમાંક – ૯૬, ગાથા ક્રમાંક-૧૨૧ મનુષ્યની સમગ્ર જીવનયાત્રા સુખમય થઈ જાય. પ્રસન્નતાથી હસતો હસતો, ગીત ગાતો ગાતો પસાર થાય. કોણ જાણે, કોયલ ટહુકવાનું ભૂલતી નથી, મોર ટહુકાર કરે છે, બાળક પણ સ્મીત કરે છે. એક આપણે જ એવા છીએ કે ગંભીર થઈને ફરીએ છીએ. થયું છે શું ? તથ્યને આપણે સમજતા નથી. ત્રીજા સૂત્રમાં આપે કહ્યું તે પ્રભુ ! તથ્ય જ કહ્યું છે. જીવન નિયમથી ચાલે છે. જીવન અકસ્માત કે અસ્તવ્યસ્ત નથી. જીવન પરતંત્ર કે પરાધીન નથી. જીવન મહાનિયમ પ્રમાણે ચાલે છે. આ મહાનિયમ જાણી જીવનમાં ઉતારીએ તો પ્રસન્નતાથી જીવી શકાય. જીવન હળવાશથી જીવવા માટે આ સાદી સમજ આપણે મેળવવી પડશે. બળાપો કરીને, દુઃખી થઈને, લમણે હાથ મૂકીને, બડબડાટ કરતાં આપણે જીવવું છે ? જીવન બહુ ટૂંકુ છે અને મોટા ભાગનો સમય બળાપો કરવામાં જ જાય છે. એક પાયાનો સિદ્ધાંત સમજશો તો સુખી થઈ જશો. ‘તમે જે કંઈ પ્રાપ્ત કરો છો, તમારા જીવનમાં જે કંઈ આવે છે તે તમે જે પ્રમાણે કર્યું હશે તે મુજબ જ આવે છે.” આ અર્થમાં કહ્યું છે કે આત્મા કર્મનો કર્તા છે અને બીજો નિયમ એ કે તું કર્મનો ક્ત છે તો તું કર્મના ફળનો ભોકતા પણ છો. જે કર્તા છે તે જ ભોકતા હોઈ શકે. એક કરે અને બીજો ભોગવે તેવી વ્યવસ્થા નથી. મા દીકરો હોય કે પતિ-પત્નીનો સંબંધ હોય, કોઈ એક બીજાનું સુખ દુઃખ લઈ શકે નહિ. પત્ની એમ કહેતી હોય કે હું તમારા માટે પ્રાણ આપું, પરંતુ આપી ન શકે. કોઈ પરીક્ષા કરવાની જરૂર નથી કેમ કે આ શક્ય જ નથી. અશકયને શકય બનાવી ન શકાય અને તે બનાવવાની જરૂર પણ નથી. જે વ્યકિતએ જે વસ્તુ માટે કાર્યવાહી કરી હશે તેના પરિણામો તેને જ જોવા પડશે. એનો અર્થ એ થયો કે તમે તમારા જીવનમાં જે કંઈ અનુભવો છો એ તમે કરેલું જ અનુભવો છો, તો આનંદ માનો, હિંમતથી સ્વીકારો, શ્રદ્ધાથી સ્વીકારો, નિર્ભયપણે અને હસતાં હસતાં સ્વીકારો. જ્ઞાની કહે છે કે પહેલી લીટી સુધારો તો બીજી એની મેળે સુધરશે. કર્મોનો કર્તા આત્મા છે અને તમે કર્મો કરવામાં સ્વતંત્ર છો. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કરવા સુધી તારો અધિકાર, કર્મ કર્યા પછી તારો અધિકાર નથી. આ ઠેકાણે શિષ્ય કહે છે .... કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોક્તા છે. એ સદ્ગએ વિસ્તારથી સમજાવેલું. આત્મા કર્મનો કર્યા છે તેની પણ ઘણી ગાથાઓ છે અને આત્મા તે જ કર્મોનો ભોકતા છે તેની પણ ઘણી ગાથાઓ છે. શિષ્ય એ બધી ગાથાઓનો નિષ્કર્ષ એક ગાથામાં આપે છે. એ એમ કહે છે કે આત્મા કર્મનો કર્તા છે તેમાં ના નહિ, અને આત્મા કર્મનો ભોકતા છે તેમાં પણ ના નહિ. આ ખેલ કયાં સુધી ચાલે છે? આ ઘટના કયાં સુધી ઘટે છે ? તે આ કર્મો કયાં સુધી કર્યા કરશે અને કયાં સુધી ભોગવ્યા કરશે? તો જ્ઞાની અર્ધી લીટીમાં જ કહે છે કે ‘વિભાવ વર્તે જયાંય'. આ જ્ઞાની પુરુષોની ખૂબી છે. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૫ સ્વભાવ અને વિભાવ બે શબ્દો સમજી લ્યો. વિકારી ભાવ, વિક્તભાવ તેને કહેવાય છે વિભાવ. પરભાવ છે તે પણ વિભાવ છે. જિઉ લાગિ રહ્યો પરભાતમેં, સહજ સ્વભાવ લિખે નહિ અપનો, પરિયો મોહકે દાઉમેં, જિ ઉ લાગિ રહ્યો પરભાવમેં. યશોવિજયજી મહારાજ કહે છે, આ મારો જીવ વિભાવમાં લાગ્યો છે. સાહેબ ! ધર્મ કરવો એટલે શું કરવું? ધર્મ કરવામાં શું કરવું પડે અને શું છોડવું પડે ? આખું મોટું લીસ્ટ આપવું પડે. લીલોતરી છોડો, રાત્રી ભોજન છોડો. પૈસા છોડો. આ લાંબુ લીસ્ટ નથી આપતો. એક જ શબ્દ કે વિભાવ છોડો. વિભાવ છૂટયો કે બધું જ ગયું. વિભાવ એટલે વિકારી ભાવ. અસલમાં, મૂળમાં જે ન હોય પણ વર્તમાનમાં જે દેખાય તે વિકારી ભાવ. બે દિવસ પહેલાં કહ્યું હતું કે અગ્નિ પ્રગટાવો એટલે ધૂમાડો થાય. ધુમાડો અગ્નિનો સ્વભાવ નથી. અગ્નિનો સ્વભાવ છે પ્રકાશ, તો ધુમાડો આવ્યો કેમ? પાણીના સંયોગના કારણે, લાકડાં ભીનાં છે તે પ્રગટાવ્યાં એટલે ધુમાડો થયો. લાકડાં સુકા હોય તો ધુમાડો ન આવે. વિભાવ છે તો કર્મનું કર્તાપણું આવે. કર્મનું કર્તાપણું છે તો ભોકતાપણું પણ છે. આ બન્ને જો હોય તો સંસારની યાત્રા અવિરતપણે ચાલ્યા જ કરશે. તમે હાથ જોડીને કહેતા હો છો કે અમારે સંસારમાં રખડવું નથી, પણ રખડવું પડશે. કયાં જશો ? હાથ જોડીને શું કરશો? ‘વિભાવ વર્તે જ્યાંય’ આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર. એ સિવાય જે કંઈ દેખાય તે વિભાવ છે. શાંતિથી બેસો, અંદર શું છે તે જુઓ. જ્ઞાન ઊઠતું હોય, શ્રદ્ધા ઊઠતી હોય, ચારિત્ર ઊઠતું હોય, કરૂણા અને પ્રેમ ઊઠતો હોય, સમભાવ ઊઠતો હોય, શાંતિ અને પ્રસન્નતા ઊઠતાં હોય તો તમે સ્વભાવમાં છો. પણ રાગ થતો હોય, ઈર્ષ્યા ઊઠતી હોય, દ્વેષ અને તિરસ્કાર ઊઠતો હોય તો કયાંક ગરબડ છે. આ રાગ દ્વેષ, તિરસ્કાર, ઈર્ષા તમારો સ્વભાવ નથી. વિભાવ અથવા વિક્તભાવ છે. એટલે તેમાં આખું તંત્ર છે. કર્મનો ઉદય થાય અને આત્મા જાગૃત ન રહે, વળી તે કર્મને આધીન થાય અને ફરી રાગ દ્વેષ કરે, આમ આત્મા કર્મનો કર્તા થાય છે અને ભોકતા પણ બને છે. અહીં આત્માની અજ્ઞાન દશા છે. શિષ્ય પોતાની સમજણ કેવી થઈ છે, તેની વાત સદ્ગુરુ પાસે કરી રહ્યો છે. વિભાવનો અર્થ મિથ્યાત્વ, દર્શનમોહ. તેટલા માટે તો વારે વારે કહેવાયું છે કે કર્મો અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય આઠ કર્મો છે અને તેમાં પણ સૌથી જબરું કર્મ મિથ્યાત્વ-દર્શનમોહનીય છે. કુટુંબમાં પણ બહુ મોટા અને વડા હોય તેને માનપાન આપવાં પડે. અહીં મોહનીયમાં પણ દર્શનમોહનીયનું જોર વધારે છે. આખા કર્યતંત્રની ધરી એક જ દર્શનમોહ, તેને મિથ્યાત્વ કહે છે તેના ઉપર કર્મનું ચક્કર ચાલે. તેના કારણે કર્મનું કર્તાપણું અને ભોકતાપણું છે. જ્યારે આત્મા વિભાવમાં પરિણમે છે, વિભાવમાં રમે છે, વિભાવને આધીન થાય છે ત્યારે કર્મનો કર્તા બને છે. આમાં કર્મનો વાંક છે જ નહિ. કર્મ સીધા તમારા સંબંધમાં આવતાં નથી પણ કર્મનો રસ્તો આપણે તૈયાર કરીએ છીએ. સાહેબ ! નેશનલ હાઈવે તૈયાર છે પધારો. તમને For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રવચન ક્રમાંક - ૯૬, ગાથા ક્રમાંક-૧૨૧ ખબર નથી પડતી પણ રાગ કરો કોઈ પ્રત્યે, તો કર્મોને આવવાનો રસ્તો ખુલ્લો છે. દ્વેષ કરો કોઈના પ્રત્યે, કર્મને આવવાનો રસ્તો ખુલ્લો. મન બગાડયું કોઈને જોઈને, કોઈ ભલે દુઃખી થાય તેમ વિચાર કરો તો કર્મને આવવાનો રસ્તો ખુલ્લો, દ્વેષના પરિણામ પાંચ દશ મિનિટ થયા અને તેને ભોગવવાનો સમય આવે, ફળ ભોગવવાનું આવે ત્યારે આખું વર્ષ ભોગવવું પડે. આટલી બધી શિક્ષા ? રાગ દ્વેષ કર્યા પણ તેનું પરિણામ આટલા લાંબા સમય ભોગવવાનું? ભગવાન ચંડકૌશિકને કહે છે કે તારા શિષ્ય તને એટલું જ કહ્યું હતું ને કે ગુરુદેવ ! પ્રાયશ્ચિત કરવાનું બાકી છે. ઈરિયાવહી બોલવાનું બાકી છે. આટલું તને યાદ કરાવ્યું. તારા ભલા માટે યાદ કરાવ્યું અને તું ગુસ્સો કરી તેને મારવા દોડયો ? થાંભલે અથડાયો. કપાળ લીલુછમ થયું. ત્યાં મરણ પામ્યો અને વચ્ચે બે ભવ કરી આ જન્મમાં સાપ થયો, આ તારા વિભાવને કારણે. વિભાવ દૂર કરો, મોટું વીલું કરીને બોલો કે સંસાર અસાર છે, તેમાં કઈ નહિ વળે. ચેતન જો નિજ ભાવમાં', આત્મા પોતાના ભાવમાં હોય તો પરભાવનો કર્તા ન બને પણ સ્વભાવનો કર્તા બને. આટલી બધી સ્પષ્ટતા પંચમકાળમાં પણ જાણવા મળે છે તો મોક્ષ છે કે નહીં તે ચિંતા કર્યા વગર વિભાવની ચિંતા કર. વિભાવને દૂર કરવાનો ઉપાય શું છે? વિભાવ એ સંસાર છે. સંસાર સાથે તારે લડવાની જરૂર નથી. વીંછીનો ડર છે જ નહીં, વીંછીમાં તેનો કાંટો જબરો હોય છે. કાંટો લઈ લેવામાં આવે તો વીંછીનો ડર નથી. નાગપાંચમને દિવસે ઓલો મદારી સાપને ગળામાં પહેરી ફરતો હોય છે, તેને બીક નથી, કેમ કે ઝેરની કોથળી કાઢી નાખી છે. ઝેરી દાઢ કાઢી નાખો એટલે શાંતિ રહે, પછી ભય નથી. ગમે તેટલાં બટકાં ભરે, મારી ન શકે. અહીં હવે સાપની મુશ્કેલી નથી, ઝેર ગયું. સંસારનું ઝેર વિભાવમાં છે. વિભાવનો કાંટો કાઢી નાખો એટલે કર્મનો ડર ગયો. મહાદેવજીના ગળામાં સાપ પ્રતીકરૂપે હિંમેશા રહેલો છે. મહાદેવજી બેઠા છે તેમનો વિભાવ દૂર થયો છે, સંસારમાં ફરી આવે તો પણ ડર નથી. કારણ કે વિભાવ દૂર થયો છે. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી આત્મા કર્મનો કર્તા બને છે અને પછી કર્મનો ભોક્તા પણ બને છે. બળાપો કરવાની જરૂર નથી, ચાવી તમારા હાથમાં આપી છે. આ સંસાર ઘટતો ન હોય તો લાકડી લઈને પણ વિભાવને કાઢો. સંસારને લાકડી મારવાની જરૂર નથી. “વૃત્તિ વહી નિજ ભાવમાં” આપણી વૃત્તિ આપણો ઉપયોગ જો નિજ ભાવમાં હોય એટલે સ્વરૂપમાં હોય તો તે જ ક્ષણથી આત્મા અકર્તા બને છે. શું તારણ આવ્યું ? વિભાવ છે ત્યાં સુધી કર્તા ભોકતાપણું છે અને જ્યારે પોતાનો ઉપયોગ, પોતાની વૃત્તિ નિજભાવમાં જાય એટલે કર્મનો કર્તા મટી જાય છે. કર્મનું કારખાનું બંધ. હડતાલ પાડવાની જરૂર નથી. અકર્તા થયો. આપણે વિભાવો કરી કરી દુઃખ ભોગવીએ છીએ. પેટ ચોળી પીડા ઊભી કરીએ છીએ. તારે સંસાર અને દુઃખ જોઈતું નથી તો શા માટે વેરભાવ, રાગ દ્વેષ કરે છે ? સામાયિકમાં પણ તું રહી શકતો નથી. સામાયિક કરતો હોય અને વરઘોડો નીકળે તો ધ્યાન વરઘોડામાં હોય. સામાયિક તો ફરી થશે, આ વરઘોડો કયાં જોવા મળશે ? વિભાવ થયો એટલે સંસાર For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૭ ઊભો રહ્યો. જેમ શેરના ભાવો વધે એટલે કરોડો રૂપિયાનો ખેલ તેમ વિભાવનું જોર વધે એટલે કરોડો કર્મોનો ખેલ થાય. સીત્તેર ક્રોડાકોડી સાગરોપમ એક પળમાં બંધાય. આટલો મોટો સટ્ટો કયાંય થતો નથી. શ્રીમદજી કહે છે કે “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર.” વિકલ્પના નિમિત્તે આખો સંસાર ઊભો થાય છે, વિકલ્પ કરતાં કેટલી વાર થાય? આ માણસ હરામખોર, મફતીયો નવી ગાડી લાવ્યો છે ને ! પણ તારું એમાં શું ગયું ? આ બોલવાની જરૂર ખરી ! પછી કહે કે જો જો એક દિવસ આ ગાડી ભટકાશે અને તૂટી જશે. પછી રાહ જોઈને જ બેઠો હોય, આ વિભાવ. આપણે બીજું કરીએ છીએ શું ? સ્વાધ્યાય તો કયારેક, પરંતુ ૨૪ કલાક વિભાવ જ કરતાં હોઈએ છીએ. વૃત્તિને પાછી વાળો. કંઈ સમજાય છે ? પોતાની વૃત્તિને પર તરફ જતાં રોકવી. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યેક રીત લખી તુમ એસી, ગહીએ આપ સુહાવો. શિષ્ય ગુરુદેવને કહી રહ્યો છે કે ત્રીજું અને ચોથું પદ હું આ પ્રમાણે સમજ્યો છું. થોડી વાત બાકી છે તે નિર્વિકલ્પ સ્વરૂપની છે. એવી અવસ્થા પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મને ચારો મળી શકતો નથી. ત્યાં કર્મો ઉત્પન્ન થઈ શકતાં નથી. કર્મોને ઉત્પન્ન થવાનું કામ વિકલ્પો કરે છે. વિકલ્પ કર્યા વગર આપણે રહી શકતાં નથી. ચોવીસ કલાક આપણે વિકલ્પો જ કર્યા કરીએ છીએ. અમે ગામડામાં હતાં ત્યારે એક ૮૫ વર્ષના ભાઈ ઉપાશ્રયમાં સૂવા આવે. ઘેર કોઈ સૂવા ન દે. રાતના ગમે ત્યારે આવે. અમે પૂછીએ કે રામજીભાઈ ! અગિયાર વાગ્યા રાતના, આટલું બધું મોડું કર્યું? તો કહે કપાસ એટલે રૂ નો ભાવ જાણવા રોકાયો હતો. મેં પૂછયું કે ધંધો કરો છો ? તો કહે, ધંધો તો બંધ છે પણ જાણ્યું હોય તો ઠીક રહે. આની હાલત શું થાય તે કહો? વિકલ્પ સંસાર ઉત્પન્ન કરે છે પછીની ગાથામાં નિર્વિકલ્પ અવસ્થાની વાત છે, ત્યાં વિકલ્પો નથી. આવતીકાલે આ ગાથા જોઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રવચન ક્રમાંક - ૯૭, ગાથા ક્રમાંક-૧૨૨ પ્રવચન ક્રમાંક - ૯૭ ગાથા ક્રમાંક - ૧૨૨ સ્વના કર્તા ભોક્તા બનો અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોકતા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ . (૧૨૨) ટીકા -અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂ૫ છે; તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તા ભોકતા થયો. (૧૨૨) સર્વ શાસ્ત્રનો સાર જેમાં રહસ્યપૂર્વક ઠાલવવામાં આવ્યો છે, જેના શબ્દો જેમ જેમ બોલીએ તેમ પ્રત્યેક શબ્દમાંથી અનંત રહસ્ય આપણને મળે, એવી અદ્ ભુત ગૂંથણી આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં થઈ છે. ૧૪ પૂર્વ હાજર નથી, બાકીના શાસ્ત્રો જોયા નથી, છતાં વિષાદ કરવા જેવું નથી. એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણી પાસે હાજર છે તો બધું જ આપણી પાસે છે. આ એક અણમોલ અપૂર્વ ખજાનો છે. શિષ્ય ગુરુદેવને કહે છે પ્રભુ ! આપે અમને પપદનાં રહસ્યો સમજાવ્યાં, ધ્યાનપૂર્વક અમે સાંભળ્યા. શિષ્યનું એક લક્ષણ એકાગ્રતાપૂર્વક, પક્ષપાત છોડી, મતભેદ દૂર કરી, પોતાના આગ્રહો દૂર કરી, હું જાણું છું એ અહંકાર દૂર કરી, અત્યંત વિનમ્ર બનીને, મનને ખાલી કરીને ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. મનમાં જો કંઈ ભર્યું હશે તો નવું ભરી નહિ શકાય. સૂફી પરંપરાની એક ઘટના છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. પંડિત છે. તે કહે છે કે હું તમારી પાસે જાણવા આવ્યો છું. સૂફી સંત કહે છે, વાત પછી કરીશું પહેલાં ચા પી લઈએ. કપ રકાબી લાવ્યા. ચા રેડતા ગયા, રેડતા જ ગયા અને ચા ઢોળાતી ગઈ. પંડિત કહે છે સાહેબ! જુઓ તો ખરા, આપ ચા રેડી રહ્યા છો અને ચા ઢોળાઈ રહી છે. સૂફી સંતે કહ્યું કે ભૂલ મારી છે કે તમારી તે તમે નક્કી કરો. જેમ ભરેલો કપ છે તેમાં ચા કેમ ભરવી ? તેમ તમે ભરેલા છો તો ઉપદેશ કેમ રેડવો ? જ્યારે ગુરુ પાસે જાવ અને તમારું મન ભરેલું હોય તો ગુરુ ઉપદેશ કઈ રીતે રેડે ? સદ્ગુરુ પાસે મન ખાલી કરીને જવું. - શ્રી અરવિંદ મન ઉપર ઘણો ભાર મૂકે છે. મનમાં ઘણું ભર્યું છે. માન્યતાઓ, વિચારો, ખ્યાલો, કેટલું બધું જાણપણું છે ! પરંતુ આ ખંડિત જ્ઞાન છે. અખંડ નથી. આવું અધૂરું જ્ઞાન લઇને સદ્ગુરુ પાસે જઈએ છીએ તેથી સદ્ગુરુ સાથે તાલ મળતો નથી, સંવાદિતા સિદ્ધ થતી નથી, ટ્યુનીંગ થતું નથી, વર્ષો સુધી ગુરુ પાસે રહો, પરંતુ તાલ ન મળે તો એવા ને એવા રહેશો. શિષ્ય ગુરુ પાસે આવ્યો છે. સદ્ગુરુએ કૃપા કરી આત્માનાં પર્ષદો સમજાવ્યા છે અને પછી મૌનમાં ગયા છે, સમાધિમાં ગયા છે અને સમાધિમાં ગયા પછી શિષ્ય ગુરુ પાસે આત્મ નિવેદન કરે છે કે પ્રભુ ! હું જે સમજ્યો છું તે સમ્યક છે ? સાચું છે ? આપે જે કહ્યું તેને અનુકૂળ છે ? તાલમેળ મળે છે ? જગતમાં વિરોધાભાસી સંપ્રદાયો કાયમ ઊભા થાય છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૯ ગુરુ કહે કાંઈ અને શિષ્ય સમજે કાંઈ ? સદ્ગુરુના વચ્ચે તમે અવરોધ ન કરો, તમે તમારો પક્ષ ન કરો. તમારો ખજાનો બહાર મૂકીને આવો. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે તું ચાર વેદ જાણે છે, પરંતુ એ ચાર વેદ જ તને ઉપાધિરૂપ થઈ પડયા છે કારણ કે શબ્દોના અર્થ કેમ બેસાડવા એ કળા તારી પાસે નથી'. શબ્દોનું જે પ્રતિપાદ્ય છે, શબ્દો જેના માટે છે, શબ્દોનું જે ગ્રાહ્ય છે તેના ઉપર જઈને જ્ઞાની વાત કરે છે. અહીં શિષ્ય કહે છે કે હું સમજ્યો છું તે બરાબર સમજ્યો છું કે નહીં તેનો મારે તાળો મેળવવો છે. પહેલું સૂત્ર - આત્મા છે. બીજું સૂત્ર આત્મા નિત્ય છે. ત્રીજું સૂત્ર - આત્મા કર્મનો કર્તા છે અને ચોથું સૂત્ર - આત્મા તે કર્મોનો ભોકતા છે. અહીં ૧૨૨મી ગાથામાં ત્રીજા અને ચોથા સૂત્રનો પ્રારંભ કરે છે. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. આ ગાથા ગૂઢ છે. દ્રવ્યાનુયોગનો સંક્ષિપ્તમાં સાર છે. જો દ્રવ્યાનુયોગ સમજશો તો આ ગાથા સમજવી સહેલી પડશે. શબ્દ છે “અથવા”. અહીં આ શબ્દ ઘણો મહત્વનો છે. આપણે એક વાત કરી. આ પણ એક દૃષ્ટિકોણ છે. આ એક પ્રક્રિયા છે પરંતુ તે સિવાય બીજી પણ વાત છે. જુદી જુદી અપેક્ષાથી સત્યને સમજવું એને જૈનદર્શન અનેકાંતવાદ કહે છે. આઇનસ્ટાઇનનો એક શબ્દ સાપેક્ષવાદ છે. ઘણા વિદ્વાનો અનેકાંતવાદ સાથે સાપેક્ષવાદની તુલના કરે છે, પણ તે બરાબર નથી. અનેકાંતવાદ જુદી વસ્તુ છે અને સાપેક્ષવાદ પણ જુદી વસ્તુ છે. છતાં પરસ્પર સંબંધ છે. આઈનસ્ટાઈન એમ કહે છે કે સાપેક્ષવાદનું મોટું ઉદાહરણ ટાઈમ. ટાઈમની સમયની ગણત્રી ઘડિયાળ પ્રમાણે કરો અને એક બીજી પણ રીત છે. ઘડિયાળ લઈને બેસો, પાંચ મિનિટ થઈ, દશ થઇ, પંદર અને પચીશ મિનિટ થઈ. પરંતુ બે પ્રેમીઓ જ્યારે ભેગાં મળે અને વાતો દિલ ખોલીને કરે ત્યારે કલાકોના કલાકો જાય, પછી ઘડિયાળ જોવે તો ચાર કલાક થઈ ગયા હોય, તો કહેશે ચાર કલાક ગયા ? એ ચાર કલાક તેને ચાર મિનિટ જેવા લાગે. આ એક અપેક્ષાથી વાત કરી. પરંતુ તમે લુહારને ત્યાં ધગધગતી ભઠ્ઠી પાસે બેસો તો ? ઉનાળામાં, ભર તડકામાં પાંચ મિનિટ પણ બેસો તો કેવું લાગે ? પાંચ કલાક જેવું લાગે. તો પાંચ કલાક પાંચ મિનિટ જેવાં અને પાંચ મિનિટ પાંચ કલાક જેવી, તે બધું સાપેક્ષ છે. આ તુલનાત્મક અધ્યયન થયું. ભગવાન મહાવીર એમ કહે છે કે વસ્તુ અનંત છે, વિરાટ છે, પ્રત્યેક વસ્તુના અનંત પાસાઓ પણ છે. ભાષાની મર્યાદા છે, સમજણની મર્યાદા છે. વસ્તુ અમર્યાદ છે. એટલા માટે જ્ઞાનવિમલસૂરિએ આનંદઘનજીનાં પદોની ટીકા લખી અને તેના પ્રારંભમાં એમણે એક પ્રસ્તાવના કરી કે .... આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાહ પ્રસારીને, કરે ઉદધિ વિસ્તાર. આપણે જ્ઞાનીની બુદ્ધિ સુધી પહોંચીએ પણ હૃદય સુધી પહોંચી શકતા નથી. જે હૃદય સુધી પહોંચ્યો તે શિષ્ય. બહાર રહ્યો તે ચેલો. સીધી વ્યાખ્યા છે કે ચેલો બહાર રહે છે, જ્યારે For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રવચન ક્રમાંક ૯૭, ગાથા ક્ર્માંક-૧૨૨ શિષ્ય હૃદય સુધી પહોંચે છે. આનંદધનજીના આશય માટે ઉદાહરણ આપે છે કે બાપ દીકરાને લઇને દરિયાકિનારે દરિયો બતાવે, પછી પાછો ઘેર આવે ત્યારે મા પૂછે કે દરિયો જોયો બેટા? કેવડો હતો. બાળક પોતાના નાના હાથ પસારીને કહે છે કે આવડો મોટો. સમજણ પૂરી પણ કેટલો મોટો તે બતાવી ન શકે. બાળક જેમ હાથ પસારીને દરિયાને બતાવે છે તેમ ધરતી ઉપર રહેલા વિદ્વાનો પરમ તત્ત્વનું વર્ણન કરે છે પણ પૂરેપૂરું કરી શકતા નથી. પરમતત્ત્વ પાર પામી ન શકાય તેવું અપાર અને અદ્દભુત છે, અનંત છે. અનેક પાસાઓથી વિચાર કરવો તેને જૈનદર્શન અનેકાંતવાદ કહે છે. એ પારિભાષિક શબ્દ છે. જૈનદર્શનમાં નયો આવે છે. ચાર શબ્દ છે નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી. આ પદ્ધતિ અને રીત છે. કોઇ વસ્તુનું પૃથક્કરણ કરી જો જાણવું હોય તો નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગીથી જાણવું જોઇએ. જે સર્વ નયની અપેક્ષાથી વાત કરે છે, જેની વાણીમાં સર્વ નયોનો તાલમેલ હોય, એની વાણી પૂર્ણ કહેવાય. જ્ઞાની પુરુષો બીજાના અભિપ્રાય ઉપર જીવતા નથી. હું વિનંતી કરીને કહું છું કે કૃપા કરીને જ્ઞાની પુરુષો માટે અભિપ્રાય આપવાનું બંધ કરો. તેમને તમારા અભિપ્રાય પ્રમાણે ઢાળો નહિ. તેઓ તમારા અભિપ્રાય પ્રમાણે નથી. યશોવિજયજી મહારાજે પોતે જ પોતાના માટે અભિપ્રાય આપ્યો છે કે ‘વાણી વાચક યશ તણી, કોઇ નયે ન અધૂરી.' આ ખૂબી છે. આ પ્રતિભાની શૈલી છે. આને કહેવાય પ્રરૂપણા. પ્રરૂપણા કરવી તે મોટામાં મોટી જવાબદારી છે. આનંદધનજી મહારાજે કહ્યું. જગતમાં હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, રાત્રીભોજન, કંદમૂળ ભોજન વગેરે અનેક પ્રકારનાં પાપો છે. પણ ‘પાપ નહીં કોઇ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો’. ઉત્સૂત્ર ભાષણ જેવું બીજું કોઇ પાપ નથી. મારી વાણી સર્વ નયથી સાપેક્ષ છે, વિચારીને પ્રગટ થઇ છે. - અથવા શબ્દ આવ્યો. અથવા આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોકતા છે તેનું કારણ છે વિભાવ. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી કર્મનું કર્તાપણું છે અને કર્મનું ભોકતાપણું પણ છે. આ એક અપેક્ષાથી વાત થઇ. બીજી અપેક્ષાથી નિજ પરિણામ એટલે આત્માના પરિણામ, આ પરિણામ શબ્દ રીઝલ્ટના અર્થમાં નથી. પરિણામ શબ્દ પારિણામિકતાના અર્થમાં છે. જૈનદર્શનની મુખ્ય વાત એ છે કે દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમન કરે છે. એટલા માટે તત્ત્વાર્થાધિગમનું એક સૂત્ર ‘ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય-યુકતંસત્' આ સત્ની વ્યાખ્યા. ખરેખર તો તેની વ્યાખ્યા હોય નહિ. રૂપને અરૂપમાં અને અરૂપને રૂપમાં ઢાળી શકાય નહિ. અનામીને નામ આપી શકાય નહિ. નરસિંહ મહેતાએ બહુજ સરળ ભાષામાં કહ્યું છે કે, ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે' ઘાટ બનાવ્યા પછી આ કંગન, આ કુંડળ, આ ઝાંઝર, આ હાર છે, એમ વાત છે. પરંતુ અંતે તો સોનું જ ને ? પર્યાય ભૂલી જાવ, અખંડ દ્રવ્યને યાદ રાખો. પર્યાયને જોશો ત્યાં સુધી અખંડ દ્રવ્ય નહિ દેખાય. એક પિતા પોતાના બાળકો માટે મીઠાઇ લાવ્યા. કોઇ સફરજન, કોઇ નારંગી, કોઇ મોસંબી પરંતુ બધાં સાકરનાં રમકડાં. વહેંચણી કરવા ગયા ત્યારે ઝગડાઓ ચાલુ, બાળક હોય તો પણ ઝગડો, ઝગડાઓ થવાના જ. એક દીકરો કહે મને તો For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૭૧ મોસંબી જ જોઈએ. બીજાને પણ એ જ જોઈએ. બાપે કંટાળીને બધા રમકડાં પાણીમાં પલાળી દીધા અને બધાને એક એક પ્યાલો શરબત આપી દીધું. અંતે ઝગડો બંધ. આકારો ઓગળી ગયા. આમ આકાર, પ્રકાર, વિકાર ઓગળી જાય પછી બાકી રહે તે સત્. જ્યાં સુધી આકારને, પ્રકારને, વિકારને જોશો તો સત્ નહીં જોઈ શકો, સત્ બધાથી પર છે. આ ઝગડા શેના હતા? તો આકારના હતા. આ સંપ્રદાયના જે ઝગડાઓ છે તે આકારના અને પ્રકારના છે. મૂળભૂત તત્ત્વ તેમાં ક્યાં છે? સત્ની વ્યાખ્યા આપી કે ‘ઉત્પતિ-વ્યય-ધ્રૌવ્યજં સ’ વસ્તુ ટકે છે અને પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આવો ખેલ દરિયામાં-દરિયાના પેટ ઉપર થાય છે. મોજાંઓના ખેલ થાય છે. એક મોજું આવ્યું અને ગયું, બીજું મોજું પણ આવ્યું અને ગયું. દરિયો તો એનો એ જ રહે છે. અહીં દ્રવ્ય એનું એ જ રહે છે. પર્યાયો બદલાતા રહે છે. માટે સાધનામાં કહ્યું કે ધ્યાન પર્યાય ઉપર નહિ, ધ્યાન દ્રવ્ય ઉપર. જ્યાં સુધી પર્યાયમાં ઊભા છો ત્યાં સુધી સાધના અધૂરી છે. જે દિવસે પર્યાય ઉપરથી નજર ઊઠીને દ્રવ્ય તરફ ઠરશે ત્યારે વિકલ્પ નહિ હોય. આને કહેવાય છે નિર્વિકલ્પ દશા. પર્યાય છે ત્યાં સુધી વિકલ્પ છે, પર્યાય છે ત્યાં સુધી આકાર છે અને પર્યાય છે ત્યાં સુધી પ્રકાર અને વિકાર છે અને ત્યાં સુધી વિકલ્પો છે. મહર્ષિ પતંજલિએ કહ્યું કે શાસ્ત્રો નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા માટે છે અને ધ્યાનમાં સૌથી મોટો અવરોધ કોઈ હોય તો વિકલ્પ. આપણી ધ્યાનની ધારાને આ વિકલ્પો તોડે છે. માંડ માંડ ધારા સંધાણી હોય અને વિકલ્પ આવે કે શેરના ભાવો તૂટયા, ત્યાં ધારા છૂટી જાય. વિકલ્પના કારણે અનેક વાર ધારા તૂટે છે. બીજી વાત – વિકલ્પ વસ્તુનિષ્ઠ છે, તેથી જૈનદર્શને પરમ વૈરાગ્યની વાત કરી. પરમકૃપાળુદેવે કહ્યું કે “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો હદ થઈ ગઈને ? એક રજકણ કે માટીનું કણ તો ઠીક છે પરંતુ દેવલોકમાં રહેલ સામાન્ય દેવની પગમાં પહેરવાની મોજડી લઈ ઝવેરી બજારમાં તેની કિંમત આંકવાનું કહે તો ઝવેરી કહેશે કે ચક્રવર્તીની છ ખંડની સંપત્તિ આપી દો તો પણ આ એક મોજડીની કિંમત જેટલી નહિ થાય. આ સામાન્ય દેવની મોજડી આટલી મોંધી તો વૈમાનિક દેવની મોજડી કેટલી મોંઘી હશે ? આવી વૈમાનિક દેવની રિદ્ધિ અને માટીનું કણ કૃપાળુદેવને બંને સરખાં છે. આ પ્રચંડ સાહસ છે ને ! આવું કહેનાર વીરપુરુષ જ હોય. આ પુદ્ગલ અને ધનદોલત રિદ્ધિ બધું એક સમાન છે તેવું જો સમજાઈ જાય તો વિકલ્પો ન ઊઠે. પુદ્ગલના ભિન્ન ભિન્ન આકારને કારણે વિકલ્પો ઊઠે છે. જેટલા વિકલ્પો કરશો તેટલા બીજા આવશે. અને વિકલ્પો થાય તેથી ધ્યાનની ધારા તૂટવાની જ. જરા વિગતથી સમજજો. ત્રણ શબ્દો છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે અસ્તિત્વ, હોવાપણું. હોવાપણું એકલું નથી પરંતુ તેમાં શકિતઓ પણ છે. શકિતનો બીજો અર્થ ગુણો પણ છે. દરેક દ્રવ્ય પ્રત્યેક સમયે પરિણમનશીલ-બદલાતું હોવા છતાં તે કાયમ ટકનારું અચલ છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું કે તમાવાયં નિત્યમ્ ! એ પોતે ટકીને બદલાય છે. ટકે છે દ્રવ્ય For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રવચન ક્રમાંક - ૯૭, ગાથા ક્યાંક-૧૨૨ અને બદલાય છે તેની પર્યાય. જૈનદર્શનની મૂળ વાત તમારે સમજવી જરૂરી છે. જ્યારે દ્રવ્ય પરિણમે છે ત્યારે દ્રવ્યની પરિણમવાની ચાલની રીત બે ધારામાં - બે ભાગમાં વહેંચાય છે. એક છે સ્વભાવની ધારા અને એક છે વિભાવની ધારા. વિભાવની ધારા છે ત્યાં સુધી આત્મા કર્મનો કર્યા છે અને આત્મા કર્મના ફળનો ભોકતા પણ છે અને ત્યાં સુધી સંસાર છે. તો વિભાવની ધારામાંથી સ્વભાવની ધારામાં આવવું છે. કર્મની ધારામાંથી જ્ઞાનની ધારામાં આવવું છે. ટોડરમલજીએ પણ કહ્યું છે કે બે ધારાઓ છે કર્મધારા અને જ્ઞાનધારા. કર્મની ધારામાંથી જ્ઞાનની ધારામાં જવું છે. જ્ઞાનની ધારા એટલે નિજ પરિણામ - અહીં નિજ અને પરિણામ બે શબ્દો આવ્યા, તેમાં નિજ એટલે દ્રવ્યનું, પોતાનું. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર, સક્ષમ અને સમર્થ છે. પ્રત્યેક દ્રવ્યમાં શકિત ભરેલી છે, તેથી તે પરિણમે છે. અનંતકાળથી આ ખેલ કાયમ ચાલી રહ્યો છે. પર્યાયની લીલા કાયમ નહિ ચાલે પણ દ્રવ્યની લીલા કાયમ ચાલે છે. તમારી લીલા બંધ થશે પણ દ્રવ્યની લીલા બંધ નહિ થાય.દ્રવ્ય થાકતું નથી તે અથાક છે અને પરિવર્તનશીલ હોવા છતાં તે કાયમ ટકે છે. નિજ પરિણામ બે પ્રકારનાં છે. એક વિભાવ પરિણામ અને બીજું સ્વભાવ પરિણામ, નિજ પરિણામ. વિકૃત પરિણામ, રાગદ્વેષ અને કષાયોના પરિણામ હોય તેને વિભાવ પરિણામ કહે છે. અને બીજો છે નિજ પરિણામ. નિજ એટલે પોતાનો સ્વભાવ, તેનો પરિણામ છે. દ્રવ્ય એકલું પણ પોતે પરિણમી શકે છે. વિભાવમાં પરિણમવું હોય તો નિમિત્તની હાજરીની જરૂર છે. તમે એકલા ક્રોધ ન કરી શકો, પણ કર્મનો ઉદય જોઈએ. કોઈ પાત્ર જોઇએ, તમને કોઈ ઉશ્કેરનાર જોઇએ. તમે ગુસ્સે થવા તૈયાર જ છો એટલે ઓલો બોલ્યો નથી કે તમે ગુસ્સે થયા નથી. કોઈકે કંઈક બોલવું કે કરવું તો પડેને ? નિમિત્તને આધીન ન થવું તે પણ તમારી સ્વતંત્રતા છે. તમારે ગુલામને આધીન ન થવું તે તમારી સ્વતંત્રતા અકબંધ છે. એકનાથ મહારાજ મહારાષ્ટ્રના સંત હતાં. એક માણસે બીજાને કહ્યું કે જો તું એકનાથને ગુસ્સો કરાવે તો તને એક લાખ સોનામહોર આપું. આવા ધંધા પણ જગતમાં થાય છે. મહારાષ્ટ્રમાં ભાગીરથી નદીમાં એકનાથ મહારાજ સ્નાન કરવા જાય છે અને ભીના કપડે મંદિરમાં જઈ આરતી ઉતારવાનો તેમનો નિયમ છે. મહા મહીનામાં કડકડતી ઠંડી છે. સવારે ચાર વાગ્યે ઊઠી સ્નાન કરવા ગયા અને પેલો માણસ રસ્તામાં બેઠો છે. જેવા સ્નાન કરીને મહારાજ આવ્યા કે આ તેના ઉપર એક વખત ઘૂંક્યો. તેઓ પાછા વળ્યા, ફરી સ્નાન કર્યું અને કથા એવી છે કે તે ૧૦૮ વખત ઘૂંકયો અને મહારાજે ૧૦૮ વખત સ્નાન કર્યું. જરાપણ ઉત્તેજિત ન થયા. ઓલો ઊભો થઈને પગે લાગ્યો અને માફી માંગી. વિભાવના કારણો હોય છતાં પણ તેને આધીન થયા વગર પોતાના સ્વભાવમાં ટકે તેના જેવી બહાદૂરી કોઈ નથી. આના જેવી કોઈ શૂરવીરતા કે સામર્થ્ય નથી. આના જેવી બીજી કોઈ કલા કે આવડત નથી અને આના જેવો બીજો કોઇ ધર્મ નથી. સાહેબ ! વિભાવનાં બધાં જ કારણો હાજર હોવા છતાં વિભાવમાં ન જવું અને સ્વભાવમાં ટકી રહેવું તે કેમ થાય ? શું કરશો તે નક્કી કરો. હજુ પ્લાનીંગ કર્યું નથી. મૃત્યુ આવશે For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૭૩ ત્યારે મૃત્યુને એમ નહિ કહી શકો કે સાહેબ! ઊભા રહો. મેં પ્લાનીંગ કર્યું નથી. પ્લાનીંગ એવું કરો કે વિભાવને દૂર કરી સ્વભાવમાં કરો. આનંદઘનજીએ ગાયું છે કે “નિશદિન જોઉં તારી વાટડી ઘર આવોને ઢોલા'. આ સુમતિ નામની પત્ની પોતાના પ્રિયતમને ચૈતન્યને વિનંતી કરે છે. પતિ માટે રાજસ્થાનનો શબ્દ છે ઢોલા. પિયા નિજ ઘર આવો. હું તમારી રાહ જોઉં છું. તમે માયાના ઘરમાં અને મમતાના ઘરમાં, આસકિતના અને રાગના ઘરમાં જઈ બેઠા છો. મારા વ્હાલા! તમે ત્યાં ન શોભો, એ તમારી જગ્યા નથી. ત્યાં તમે સારા ન લાગો. કોઈ રાજકુમાર દારુની દુકાનમાં જઈ દારુ પીતો હોય તો લોકો કહેશે કે તું રાજકુમાર છો. તને આ ન શોભે ભાઈ ! તેમ જ્ઞાની પુરુષ કહે છે “આત્મા ! તમે મોહ, માયા, મમતા, કુમતિ કે આસકિતના ઘેર ન શોભો. તમે તો સમતાના અને શ્રદ્ધાના ઘરમાં શોભો. તમે શુદ્ધ ચેતનાના ઘરમાં શોભો. હું તમારી નિશદિન વાટ જોઉં છું તમે ઘેર આવોને. ઝવેરી મોલ કરે લાલકા, મેરા લાલ અણમોલા; જાકે પટંતર કો નહિ, ઉસકા કયા મોલા. ઝવેરીઓ લાલ એટલે રત્નની કિંમત આંકે છે. ચૈતન્યમૂર્તિ ભગવાન એ તો અણમોલ રત્ન છે. કબીરજી કહે છે કે ઈસકી કિંમત કયા હો શકતી હૈ ? જા કે પટંતર કો નહિ ઉસકા કયા મૌલા ? એવા આત્મામાં રમવું તેને કહેવાય છે નિજ પરિણામ. આવા નિજ પરિણામને કૃપાળુદેવ શુદ્ધચેતનારૂપ કહે છે. આ ચેતનાની અવસ્થા, આ તમારી નિર્દોષ અવસ્થા, તે વખતે આત્મા જરૂર પરિણમે છે પણ તે વખતે તેનું પરિણમન બહાર નથી. સ્વરૂપમાં છે, ભીતરમાં છે, પોતાના સ્વભાવમાં છે અને મઝાની વાત તો એ છે કે નિજ પરિણમનમાં વિકલ્પની જરૂર નથી. વિભાવના પરિણમનમાં વિકલ્પોનો ધોધમાર વરસાદ પડે છે અને સ્વભાવના પરિણમનમાં એકપણ વિકલ્પ આવતો નથી, એવી નિર્વિકલ્પ અવસ્થા છે. ધ્યાન કરવા બેસો અને વિકલ્પ નથી કરવો, તે પણ એક વિકલ્પ છે. તો વિકલ્પને આવવા ન દો. એક ગુરુએ શિષ્યને કહ્યું કે હું તને ધ્યાનની પ્રક્રિયા આપું છું. તું ધ્યાન કરજે. શિષ્ય કહ્યું, નિઃશંક, કઈ શરત ? તો ગુરુએ કહ્યું કે તું જે વખતે ધ્યાન કરે તો તે વખતે વાંદરાને તારે યાદ ન કરવો. શિષ્ય કહ્યું કે ભલે ! શિષ્ય તો ધ્યાન કરવા બેઠો, અને વાંદરો હાજર. ધીમે ધીમે તો માથા ઉપર આવ્યો અને બધે વાંદરો જ દેખાય. શિષ્ય ગુરુ પાસે આવીને કહ્યું કે તમે મને વાંદરાને યાદ કરવાનું ન કહ્યું હોત તો ! આ તો ઉપાધિ આવી ગઈ. સંસાર આપણને છોડતો નથી. કારણ? વિભાવ અને સંસારને આપણે યાદ કરીએ છીએ. એક વખત વિસ્મૃતિ થઈ જાય અને સ્વભાવમાં પરિણમે તો વિકલ્પ રહિત અવસ્થા થાય. આ જ આત્માની સહજ અવસ્થા છે. અહીં વાત પૂરી કરીએ છીએ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રવચન ક્રમાંક – ૯૮, ગાથા ક્યાંક-૧૨૩-૧૨૪ પ્રવચન ક્રમાંક - ૯૮ ગાથા ક્યાંક - ૧૨૩-૧૨૪ નિગ્રંથ માર્ગ અને સદ્ગુરુનો ઉપકાર મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. (૧૨૩) અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. (૧૨૪) ટીકા - આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે, અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ, આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ગાથા ૧૨૩ થી ૧૪૨ સુધી પ્રત્યેક ગાથામાં એકેક સિદ્ધાંતનું વર્ણન છે. આ માત્ર ગાથાઓ નથી. દરેક ગાથામાં જૈનદર્શનના પાયાના મૌલિક સિદ્ધાંતમાંથી એક એક સિદ્ધાંતનું વર્ણન છે. ૧૨૩ થી ૧૪૨ ગાથાઓ જો બરાબર સમજવામાં આવે તો પ્રાયઃ પાંચમી કક્ષામાં સિદ્ધાંત બોધ જે પ્રાપ્ત થવો જોઈએ તે થાય. સિદ્ધાંત મૌલિક છે. ઉપદેશ પણ પ્રારંભમાં જરૂરી છે. ઔષધરૂપે છે. આ ઉપદેશબોધ સિદ્ધાંતબોધના અર્થે છે. જ્યાં સુધી વીતરાગ પરમાત્માના મૌલિક સિદ્ધાંતો યથાર્થ સ્વરૂપમાં ન જાણો ત્યાં સુધી સાધનાનો સાચા અર્થમાં પ્રારંભ થઈ શકશે નહિ. બહુ જ ધીરજથી અત્યંત ભક્તિભાવપૂર્વક, અત્યંત તીવ્રતાપૂર્વક સમજવા પુરુષાર્થ કરશો. ગાથા. ૧૨૩ માં શિષ્ય પોતાની જે સમજણ છે તે ચકાસી રહ્યો છે. મોટે ભાગે એવું બનતું હોય છે કે જ્ઞાની પુરુષ કંઈક કહે છે અને શિષ્ય કંઈક બીજું જ સમજે છે. જે જ્ઞાની પુરુષ કહે છે તેવા જ સ્વરૂપમાં, અર્થમાં શિષ્ય સમજે તો ગુરુ શિષ્ય વચ્ચે ટયુનીંગ થાય. નહિ તો થોડા વર્ષો પછી એ ગેરસમજણને આધારે નવી પરંપરા, નવો સંપ્રદાય અને નવો મત સ્થાપિત થાય આ મોટું જોખમ છે. શાસ્ત્રોનું એમ કહેવું છે કે શ્રવણની પણ એક વિધિ છે, એક કળા છે, એક પદ્ધતિ છે અને પદ્ધતિ એ છે કે ગુરુ બોલે ત્યારે તેના હૃદયમાં એક ભાવ હોય છે. ભાવ અરૂપી શબ્દાતીત હોય છે. એ ભાવને પોતે તો જાણે છે પણ પોતામાં રહેલ ભાવને સામે આવેલા શિષ્યની પાસે પ્રગટ કરવો હોય તો શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે શબ્દોનો ઉપયોગ થાય ત્યારે તેની ખૂબી એવી છે કે તેનો તમે ગમે તે અર્થમાં ઉપયોગ કરી શકો. નાનમ મને-૩મથક | શબ્દોના અનેક અર્થ છે પણ એમ કહેવું છે કે સદ્ગુરુના હૃદયમાં જે ભાવ છે તે ભાવને વ્યકત કરવા જે શબ્દો વાપર્યા છે તે શબ્દોને લક્ષમાં લઈ એનાં ભાવોને પકડો. બહુ મોટી For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૫ સાધના છે આ. સાંભળવું એક વાત છે પણ શ્રવણ ભાવપૂર્વક કરવું તે મોટી વાત છે. તેમનાં હૃદયમાં શું ભાવ છે તે સમજણ પડી ? એટલા માટે સદ્ગુરુ વારે વારે પૂછતા હોય છે કે સમજાય છે ? ખ્યાલમાં આવ્યું ? વાત બેઠી ? સ્પષ્ટ થયું ? આ એટલા માટે કહે છે કે તમારી સમજણ કલીયર થઇ કે નહિ. અહીં શિષ્ય પોતે નિવેદન કરે છે. ગુરુદેવ ! આપે છ પદની વાત વિગતથી કરી એના વિષે મારી સમજણ આ પ્રમાણે છે. ચાર પદોની વાત ૧૨૨ ગાથા સુધી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોકતા છે. શ્રીસદ્ગુરુએ સ્વીકાર્યું કે તારી સમજણ બરાબર છે. છેલ્લા બે પદો-મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ બે પદો મહત્ત્વનાં છે. આ ચારે ચાર પદો જાણ્યા પછી તેની મહેનત મોક્ષપદમાં કરવાની છે. જાણવા જેવા તો છ એ છ પદો છે પણ ઝીલવા જેવું પાંચમું પદ મોક્ષ છે, તો મોક્ષનો ઉપાય પણ છે. છઠ્ઠા પદમાં સાધના છે, અભ્યાસ છે, જીવનના ઘડતરનો અભ્યાસ છે. પાંચે પાંચ પદને સાર્થક બનાવવા માટે છઠ્ઠા પદની સાધના કરવાની છે. એ સાધના પથ છે, જેને મોક્ષનો ઉપાય કહેવાય છે. શિષ્ય કહે છે, પ્રભુ ! મારી સમજણ આમ થઇ છે કે ‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા' આ અર્ધી લીટીમાં હજારો વિવાદો ટાળી દીધા. હજારો સંપ્રદાયો છે, હજારો માન્યતા અને ખ્યાલો છે. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ જગતમાં વર્ણવામાં આવી છે. તેના વિષે ઘણી ભ્રાંતિ અને ભ્રમણા પણ છે. મોક્ષ નામનું સ્થળ છે. વૈકુંઠ છે, ત્યાં કોઇ રહે છે, ત્યાં દિવ્ય શરીર છે, ત્યાં સુખ છે આમ ઘણી બધી ભ્રમણાઓ મોક્ષ સાથે સંકળાયેલી છે. આ બધી ભ્રમણાઓ એક ઝાટકે શિષ્ય હાંકી કાઢે છે. શિષ્ય કહે છે કે ‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા' પોતાના આત્માની શુદ્ધતા થવી તેનું નામ મોક્ષ, મોક્ષમાં શું હોય તે મહત્ત્વનું નથી. મોક્ષ માટે જુદી જુદી અવસ્થાઓ છે તે વાત જવા દો. પરંતુ તેમાં સ્પષ્ટ સમજણ એવી છે કે પોતાના આત્માની શુદ્ધતાને જ અમે મોક્ષ કહીએ છીએ. જે ક્ષણે આત્મા પરમ શુદ્ધ બને છે, એવી અવસ્થાને પ્રાપ્ત કરે છે તે આત્માના શુદ્ધપદને મોક્ષ કહેવાય. આવી મારી સમજણ છે તો પૂ. ગુરુદેવ ! તે બરાબર છે ? વાત ખ્યાલમાં આવે છે કે મોક્ષ એ શું છે ? મોક્ષ કોઇ ચમત્કારી ઘટનાં નથી. મોક્ષ કોઇ ચમત્કારી સ્થળ નથી. ‘ત્યાં કોઇ રહેતા હોય, ખાતા પીતા હોય અને લહેર કરતાં હોય’ તેવા કોઇ સંબંધો આત્મા સાથે જોડશો નહિ. આત્માના શુદ્ધપદને જ મોક્ષ કહે છે. આ વાતને સમજવા થોડાં સૂત્રો પણ સમજવાં પડશે. આત્મા પરિપૂર્ણ શુદ્ધ બને તે મોક્ષ, આજે આત્મા શુદ્ધ નથી. આત્મા અશુદ્ધ છે. આત્મા પહેલાં શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એમ કહેવું પણ ખોટું છે આત્મા શુદ્ધ છે અને પ્રકૃતિ અશુદ્ધ છે એમ કહેવું પણ બરાબર નથી. આત્મા અશુદ્ધ છે અને શુદ્ધ થઇ શકતો નથી એમ કહેવું પણ વ્યાજબી નથી. તો વાસ્તવિક્તા શું છે ? એક વાત એ છે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધ છે. માટે સંસારમાં છે, સ્થૂળ દેહમાં છે અને બીજી વાત, બીજો સિદ્ધાંત અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઇ શકે છે. આત્મા અશુદ્ધ ન હોત તો આ સંસાર ન હોત. સંસાર પણ છે અને For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રવચન ક્રમાંક ૯૮, ગાથા ક્ર્માંક-૧૨૩-૧૨૪ મોક્ષ પણ છે. બન્ને સિદ્ધાંતો બહુ મહત્ત્વના છે. આત્મા અશુદ્ધ છે અશુદ્ધ થઇ શકે છે અને તે અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઇ શકે છે. જગતમાં અશુદ્ધિનાં કારણો પણ છે અને શુદ્ધિનાં સાધનો પણ છે અને તેના ઉપાયો પણ છે. એ ઉપાયો શાસ્ત્રોએ વર્ણવેલાં છે. આત્મા અશુદ્ધ જેનાથી છે, જેના સંગથી અશુદ્ધ બને છે તેવું તત્ત્વ છે તેને કર્મતંત્ર નામ આપેલ છે. હવે સવાલ એ આવ્યો કે આ આત્મા કર્મો સાથે એની મેળે જોડાય છે ? એની મેળે આ કર્મતંત્ર કામ કરે છે ? એની મેળે આ કર્મો અને આત્માનો સંબંધ થઇ જાય છે ? શાસ્ત્રો કહે છે કે એની મેળે આ કર્મો અને આત્મા સંબંધમાં આવતાં નથી. આત્મા તરફથી કર્મોમાં કંઇક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા માટે વિભાવ શબ્દ વાપર્યો છે. વિભાવ એટલે વિકૃત ભાવ, વિકારી ભાવ. જેટલા વિકારી ભાવો છે તેનો સમાવેશ બે શબ્દોમાં કર્યો, રાગ અને દ્વેષ. रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाइ - मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ॥ આ ઉત્તરાધ્યયનની ગાથા ઘણી મૌલિક છે. તેમાં કહ્યું કે રાગ અને દ્વેષ આ બન્ને કર્મોનું બીજ છે. સમજવા બરાબર પ્રયત્ન કરજો. મોહના કારણે કર્મની ઉત્પત્તિ થાય છે અને કર્મના કારણે જન્મ-મરણ થાય છે. આ જે કર્મો છે, તેનો સંબંધ આત્માની સાથે રાગ દ્વેષના કારણે થાય છે. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ તેટલાં પ્રમાણમાં અશુદ્ધિ. જેટલી રાગ દ્વેષની તીવ્રતા તેટલી અશુદ્ધિની તીવ્રતા. કર્મની પ્રકૃતિ, કર્મની સ્થિતિ, કર્મનો રસ, કર્મના પ્રદેશો આ બધા જે બંધાય છે અથવા તેની રચના જે થાય છે તે નિયમ વિરુદ્ધ નથી, અસ્ત વ્યસ્ત નથી પરંતુ નિયમ પ્રમાણે થાય છે. જેટલા પ્રમાણમાં અંદરમાં રાગ દ્વેષ થાય તેટલા પ્રમાણમાં કર્મતંત્રની ગોઠવણ થાય. સીધી વાત છે, જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું થાય. રાગ દ્વેષની જેટલી તીવ્રતા થાય તેટલા પ્રમાણમાં કર્મની રેઇન્જ લંબાય, કર્મમાં તીવ્ર રસ પડે. કર્મને દોષ આપશો નહિ, કર્મનો વાંક કાઢશો નહિ, કર્મને ઠપકો આપશો નહિ. કર્મ જે વખતે ફળ આપવા આવે ત્યારે આનંદથી કહેજો. તમે આવ્યા ? વેલકમ, આવો ! તમારે આવવું જરૂરી હતું કેમ કે અમે તમને આમંત્રણ આપી રાખેલું જ હતું. અમે ભૂલી ગયા હતા કે કયા જનમમાં હોઇશું અને કોઇના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું હશે, કોઇ ગાય રસ્તામાં ફરતી હશે, અને અમારામાં કેટલું જોર છે તે બતાવવા માટે શીંગડુ પકડીને ગોળ ગોળ ફેરવી આકાશમાં ઉછાળી હશે. કોઇ જનમમાં કોઇ ઉપર ખોટું આળ પણ મૂકયું હશે. બધું જ ભૂલી ગયા પણ તમે આવ્યા એટલે નક્કી થયું કે અમે કંઇક કર્યું જ હશે. તે વખતે અમને સમજણ ન હોવાના કારણે અમે રાગદ્વેષથી તરબોળ હોઇશું. નિકાલ કરવાના બદલે વધુ કર્મો એકત્રિત કર્યાં. આનંદધનજીએ લાક્ષણિક ભાષામાં કહ્યું છે કે મૂલડો થોડો રે ભાઇ, વ્યાજડો ઘણો, કેમ કરીને દીધો રે જાય' ? મૂળ રકમ ઓછી પણ તેનું વ્યાજ વધારે. અશાતાવેદનીય કર્મ બાંધ્યા ત્યારે થોડા, પણ કર્મો ભોગવતી વખતે તીવ્ર આર્તધ્યાન થયું અને તેથી નવા કર્મોનો For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બંધ પણ થયો, જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ તેના પ્રમાણમાં કર્મનો બંધ અને તેના પ્રમાણમાં આ સંસાર. શિષ્ય કહે છે હે ગુરુદેવ ! જેટલાં પ્રમાણમાં રાગ દ્વેષનો ક્ષય તેટલા પ્રમાણમાં આત્માની શુદ્ધિ. તમારો ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ તમે કેવી રીતે સાધશો ? શેના ઉપરથી નક્કી કરશો ? કોઈ ગુરુ કહેશે કે તું છટ્ટે ગુણસ્થાને પહોંચી ગયો તેથી કામ પતી ગયું ? કોઈ તો કહેશે કે તમે સાતમી અથવા બારમી ભૂમિકા ઉપર છો, પણ એ સર્ટીફીકેટ તમને નહિ બચાવે. તમારી પાસે તમારી અંતરની અવસ્થા જોઇશે. જેટલાં પ્રમાણમાં રાગદ્વેષનો ક્ષય તેટલાં પ્રમાણમાં આત્માની શુદ્ધિ થઈ કહેવાય. યશોવિજયજી મહારાજે કહ્યું કે જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી જાવ લહે શિવશર્મ જેટલા જેટલા અંશમાં આત્મામાંથી રાગદ્વેષની ઉપાધિ ઘટતી જાય એટલા એટલા અંશમાં ધર્મ. જેટલો ઘસારો લાગે તેટલું ઉજળું. રાગદ્વેષ કેટલા ક્ષય પામ્યા ? કેટલાં ઓછાં થયાં ? ઓછા થયા શબ્દ વાપરવા કરતા કેટલાં ક્ષય થયાં એ શબ્દો વાપરો તે વધારે યોગ્ય છે જેટલાં ક્ષય થાય એટલાં કાયમ માટે ગયાં. બાકીનો નિકાલ થશે. સમ્યગ્દર્શન ચતુર્થ ગુણસ્થાને થાય. ચારથી દશ ગુણસ્થાન સુધી જેટલા જેટલા અંશે રાગ દ્વેષ અને મોહનો ક્ષય થાય તેટલા તેટલા અંશમાં આ ગુણસ્થાન વધતું જાય. આ બાજુ રાગદ્વેષ ઘટતાં જાય અને બીજી બાજુ ગુણસ્થાન વધતું જાય. “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા'. આત્માની શુદ્ધતાનું નામ મોક્ષ. કોઈ બીજી વ્યાખ્યા જ નથી. કોઈને પૂછવાની જરૂર નથી. લોકો કહે છે કે સીમંધર સ્વામીને પૂછતા આવો કે અમને મોક્ષ કયારે મળશે? સીમંધર સ્વામી સ્પષ્ટપણે કહેશે કે “મોક્ષ કહ્યો નિજશુદ્ધતા’ જેટલા પ્રમાણમાં તારી શુદ્ધિ તેટલા પ્રમાણમાં મોક્ષ. આમ સંપૂર્ણ આત્મા શુદ્ધ થઈ શકે. - એક વાત સમજવાની છે કે આજે પણ આત્મા અંશે તો શુદ્ધ છે જ, કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશોમાં આઠ રૂચક પ્રદેશો એવા છે કે તેને કર્મોનો મેલ લાગતો નથી. આઠ રૂચક પ્રદેશો કર્મ વગરના નિર્મળ પ્રદેશો છે. નિગોદમાં પણ આઠ રૂચક પ્રદેશો નિર્મળ છે. જો આ રૂચક પ્રદેશોને પણ કર્મ વળગે તો આત્મા જડ થઈ જાય. આત્મા, આત્મા ન રહે, પણ આજે આત્મા છે આટલા પ્રમાણમાં જે શુદ્ધિ છે તે વસ્તુ વ્યવસ્થાને કારણે છે. સંપૂર્ણપણે શુદ્ધિ થાય એટલે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા'. આટલી સરળ વાત કહેવી અને સમજવી મુશ્કેલ છે. મોક્ષનો ઉપાય શું ? જો મોક્ષની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જાય અને મોક્ષની વાત સમજાય તો મોક્ષનો ઉપાય પણ સમજાય. એટલે કહ્યું કે “તે પામે તે પંથ'. પંથ એટલે માર્ગ, રસ્તો. ભગવાનની સ્તુતિ કરતાં નમુત્થણમાં કહ્યું છે કે હે ભગવાન ! આપ કેવા છો ? તો કહે મમ્મદયાણું, શરણદયાણ, બોદિયાણી મોક્ષ માર્ગને બતાવવાવાળા છો જેમ સડક તૈયાર થાય એટલે ગાડી પાણીના રેલાની જેમ ૧૨૦ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રવચન ક્રમાંક ૯૮, ગાથા ક્ર્માંક-૧૨૩-૧૨૪ માઇલની ઝડપે સડસડાટ ચાલી જાય. માર્ગ બતાવનારાએ માર્ગ શોધી રાખ્યો છે તેથી આપણે સડસડાટ જઇ શકીએ. રોડ બનાવવો તે મહત્ત્વનું છે તેમ મોક્ષપંથ બતાવવો તે ઘણું જ મહત્ત્વનું છે. તીર્થંકર દેવોએ માર્ગ નક્કી કરી દીધો છે. તેમણે માર્ગ બતાવ્યો. ભગવાનને ઘણી ઉપમાઓ આપી છે તેમાં એક ઉપમા એ આપવામાં આવી છે કે પરમાત્મા હાથ પકડીને માર્ગ ઉપર ચલાવનારા છે અને પોતે પોતાના જ્ઞાનથી બતાવનારા પણ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર મૂકયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. પરમકૃપાળુદેવે ‘મૂળ મારગ સાંભળો જીનનો રે'. એ શબ્દો વાપર્યા. આ રસ્તો છે, પંથ કે માર્ગ છે. તો ‘તે પામે તે પંથ’. જેનાથી રાગ દ્વેષનો ક્ષય થાય તેનું નામ પંથ. તે ઉપાય તે માર્ગ, તેનું નામ ધર્મ, તેનું નામ યોગ, તેનું નામ સાધના. તેનું નામ અભ્યાસ અને તે જ પુરુષાર્થ છે. તમારે તમારી અંદર જોઇ નક્કી કરવું પડશે કે રાગ દ્વેષ કઇ ડીગ્રીમાં હતાં ? જો ધર્મ સમજ્યા પછી પણ રાગ દ્વેષ ૧૧૦ ડીગ્રી પર હોય તો સમજવું કે ધર્મ સમજ્યા નથી. રાગ દ્વેષની તીવ્રતા ઘટતી જાય, જેનાથી ઘટે તે પંથ. તેનાથી આત્મા શુદ્ધ થાય. તમારે એ જોવાનું કે કોઇપણ સાધના કરો પછી ભલે તે શ્રેષ્ઠ સાધન હોય પરંતુ આત્માની શુદ્ધિ થાય છે ? આત્માની શુદ્ધિ થાય તે જ મોક્ષનો ઉપાય છે. એ જ મોક્ષનો માર્ગ છે. સ્વરૂપની સિદ્ધિશુદ્ધિ થાય એટલે જ્ઞાન નિર્મળ થાય.જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે આત્માની શ્રદ્ધા નિર્મળ થાય. જ્ઞાન નિર્મળ થાય. ચંચળતા અને અસ્થિરતા જાય એટલે ચારિત્ર નિર્મળ થાય. જ્ઞાન, દર્શન ચારિત્ર બધા જ ગુણો નિર્મળ થતાં જાય એવી જે અવસ્થા થતી જાય તે મોક્ષનો માર્ગ છે, પંથ છે. - મોક્ષ એ આત્માની શુદ્ધતા અને શુદ્ધતા જેનાથી પ્રાપ્ત થાય તેવો પંથ તે મોક્ષનો ઉપાય છે તે છઠ્ઠું સૂત્ર થયું. શિષ્ય કહે છે. ગુરુદેવ ! આ છ એ છ સૂત્રો અમને સમજાવ્યાં. આપે સંક્ષેપમાં માર્ગ બતાવ્યો, આ માર્ગમાં વીતરાગ પરમાત્માનો પૂર્ણ માર્ગ આવી જાય છે. હવે બહુ અદ્ભુત શબ્દ વાપર્યો છે. ‘સકળ માર્ગ નિગ્રંથ’. પરમકૃપાળુ દેવ એમ નથી કહેતાં કે અમે માર્ગ બતાવ્યો છે. નિગ્રંથ ભગવંતોએ કહ્યો છે તે આ માર્ગ છે. નિગ્રંથ એટલે જેની ગ્રંથિઓ ભેદાઇ ગઇ છે. ઉપનિષદમાં એક સ્તુતિ આવે છે. છિદ્યતે લયપ્રન્થિ:, મિદ્યન્ત સર્વસંશયા: હૃદયની ગ્રંથી છેદાઇ ગઇ છે અને મનના સંશયો છેદાઇ ગયા છે તેવી પરિપૂર્ણ અવસ્થા. ગ્રંથિ પણ નથી અને સંશયો પણ નથી. શંકા અને સંદેહ વગરનો માર્ગ ગુરુદેવ જેમ છે તેમ સમજાવેલ છે. આ વાત કરતાં શિષ્યનું હૃદય ભરાઇ જાય છે. હવેની જે ગાથાઓ પ્રગટ થાય છે તેમાં ત્રણ વાત આવે છે. એક વાત ઋણ સ્વીકાર, બીજી વાત, સદ્ગુરુ પ્રત્યે પોતાનો અહોભાવ અને ત્રીજી વાત સદ્ગુરુના ચરણોમાં પોતાની અર્પણતા. જેને આજની પરિભાષામાં ગુરુદક્ષિણા કહે છે. આજે તો રૂપિયા મૂકો. સવા રૂપિયો મૂકો કે સવા લાખ મૂકો, તે ગુરુદક્ષિણા. અહીં કયાંય રૂપિયાની વાત જ નથી. શિષ્ય દક્ષિણા આપે છે પણ અદ્ભુત આપે છે. એક ઋણ સ્વીકાર ઃ- ઋણ એને કહેવાય કે જેણે આપણને For Personal & Private Use Only - Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૯ અલૌકિક વસ્તુ આપી હોય તેનો સ્વીકાર કરવો. આને કહેવાય કૃતજ્ઞતા. જેટલા ગુણો છે તે બધામાં કૃતજ્ઞતા શ્રેષ્ઠ ગુણ છે. આપણા ઉપર કોઇએ નાનામાં નાનો ઉપકાર કર્યો હોય તો તે પ્રાણાંત સુધી ન ભૂલી તે ઉપકારનો બદલો વાળવા તત્ત્પર રહેવું તેને કહેવાય કૃતજ્ઞતા. અને તેની સામે દુર્ગુણ છે કે આપણા ઉપર ગમે તેટલો ઉપકાર કર્યો હોય તે ભૂલી જાય અને તેનો બદલો પાછો ન વાળે તેને કહેવાય કૃતઘ્નતા. આપણે કૃતઘ્ન ન બનીએ. આપણા ઉપર ઘણા ઉપકારી છે. કોણ ? સૂર્ય અને ચંદ્ર. તે બન્ને ઉપકારી છે. વરસાદ આવે એટલે આપણે રાજી રાજી થઇ જઇએ. જો વરસાદ ન આવ્યો હોત તો દુષ્કાળ પડત. વૃક્ષો ઉપકારી, મા બાપ પણ ઉપકારી, પરંતુ બધાં કરતાં સૌથી શ્રેષ્ઠ ઉપકારી કોઇ હોય તો તે સદ્ગુરુ છે. કેમ ? તો કહે છે કે તેઓ એવી વસ્તુ આપે છે કે તેના આપ્યા પછી આપણું કાયમ માટેનું ભિખારીપણું મટી જાય છે. તે એવો એક ખજાનો અને વારસો આપે છે, એવી મૂડી આપે છે જે આપણી પાસે છે ખરી, પણ તેની આપણને ખબર નથી. તેઓ આંગળી ચીંધી આપણી પાસે રહેલી મૂડીને ખજાનાને ઓળખાવે છે કે જેને આપણે ભૂલી ગયા છીએ. આ ઉપકાર જેવો તેવો નથી. એટલા માટે શિષ્ય જ્યારે આભાર માને છે ત્યારે એક શબ્દ બે વખત બોલાઇ જાય છે. એક વખત કહેત તો ચાલત. પરંતુ બે વખત કહે છે. અહો ! અહો ! પહેલું કારણ એ છે કે ગુરુદેવ ! આપે કરુણાના સાગર બનીને આ ઉપકાર કર્યો માટે આશ્ચર્ય થાય છે. અને બીજું આપે જે આપ્યું તે પણ અલૌકિક છે. અદ્દભુત છે. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. આમ તો ઘટના ઘટી ગઇ છે. પામરતા ચાલી ગઇ છે. યશોવિજયજી મહારાજે ગાયું કે ગઇ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં. તેમણે કહ્યું કે પ્રભુ ! તમે કૃપા કરી, અમને સમક્તિનું દાન આપ્યું અને અમારા જીવનમાંથી દીનતા ચાલી ગઇ. હવે અહીં કહ્યું કે આ પામર પર પ્રભુ કર્યો ઉપકાર. બંને વાતો ખૂબ યોગ્ય અને વ્યાજબી છે. અમે પામર હતાં. ‘અત્યાર સુધી અમારી પાસે જે અલૌકિક ખજાનો હતો તેને અમે ઓળખી શકયા ન હતાં. એ અમારી લાચારી, દીનતા અને પામરતા હતી'. એટલા માટે અહો ! અહો! શબ્દ બે વખત વાપર્યો અને આપ કરુણાના સાગર છો તેમ કહ્યું. સદ્ગુરુમાં ઘણા ગુણો છે. પરંતુ સૌથી મોટો ગુણ એ તેમની પરમ કરુણા છે અને આપણા માટે પરમ કરુણા જ ઉપયોગી છે. એ કરુણાવંત ન હોત તો આપણને ઉપદેશ અને સમાધાન કરાવત નિહ. આ બધું સમજાવીને પોતે ધ્યાનમાં, સમાધિમાં ગયા. તેઓ તો કૃતકૃત્ય છે. જ્યારે વીતરાગતા પ્રાપ્ત થઇ ત્યારે તેમને જે કાર્ય કરવાનું હતું તે પૂરું થઇ ગયેલ છે. પરંતુ તેઓ આપણા માટે બોલ્યા. આપણા વચ્ચે રહ્યા. તીર્થંકરો એક પ્રહર સવારે અને એક પ્રહર સાંજે ધર્મદેશના આપે છે. તેમની કોઇ જવાબદારી નથી કે કોઇએ નિમણુંક કરી તેમને નિશ્ચિત કામ સોંપ્યું નથી. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રવચન ક્રમાંક - ૯૮, ગાથા ક્યાંક-૧૨૩-૧૨૪ તેમને કંઈ લેવાનું નથી. એક માત્ર પરમ કરુણાના કારણે બોલે છે અને બીજું એ કે તેઓ જે કંઈ બોલે છે તે આત્માનું હિત કરનાર બોલે છે. તો જેમણે આપણા આત્માનું હિત બતાવ્યું તેવા સદ્ગુરુ છે. તો ઘટના શું ઘટી ? જુઓ, સદ્ગુરુનાં વચનો શ્રવણ કરતાં કરતાં આત્માની નિર્મળતા થઈ. સમજાય છે ? આપણે સાંભળીએ છીએ તેના કરતાં શ્રવણની ગુણવત્તા વધારે છે. અહીં એમ કહે છે કે સાંભળતાં સાંભળતાં આત્માની નિર્મળતા થઈ, વિકલ્પો શાંત થયા. બહારમાંથી મને અંદર આવ્યું. બાહ્ય પ્રવૃત્તિમાંથી અંદર ગયો. આરંભ પરિગ્રહ તેનાં ઘટ્યાં. સદ્ગુરુ સાથે તેની એકાગ્રતા થઈ અને તેમના શબ્દો સાંભળતાં સાંભળતાં શ્રવણ કરતાં કરતાં નિર્મળતા આવી, આ એક વાત થઈ. અમારો આત્મા જેને અમારે મેળવવાનો છે, જેને શાસ્ત્રોએ ગાયો છે, જેને મેળવવા યોગીઓ ધ્યાન કરે છે અને ગૃહસ્થો, સંસારનો ત્યાગ કરી સંન્યાસી અને સાધુ બને છે, એવો આત્મા ખૂબ ખોળવા છતાં અમને ખ્યાલમાં ન હતો આવ્યો તેવો આત્મા ખોળવાનો માર્ગ સદ્ગુરુએ આપ્યો તેથી અમારા ઉપર મોટો ઉપકાર થયો અને એ કારણે સમક્તિનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે. આ છ પદની વાત સાંભળતાં સાંભળતાં શિષ્યમાં ત્રણ ઘટના ઘટી (૧) આત્મામાં નિર્મળતા થઈ. (૨) સમક્તિનો અપૂર્વ લાભ થયો. (૩) અનંત જ્ઞાનમય આત્માનું ભાન થયું. એ લાભ થયા પછી સદ્ગુરુનું સ્વરૂપ કેવું અદ્દભુત હશે, એ વિચારતાં તેને ભાન થયું. જો એમની વાણી સાંભળીને આટલી શાંતિ અમને થઇ, આવી સમાધિ અમને પ્રાપ્ત થઈ , આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ તો સરુની પોતાની અવસ્થા કેવી હશે ? સમજાય છે કે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? સગુરુને ઓળખો. તેમને ઓળખવા માટે તેમનાં વ્યાખ્યાનો સાંભળવા તે જ માત્ર ઉપાય નથી પણ અંદરમાં વિચારવું પડે કે આટલી વાત સાંભળી અમારા મનના કલેશો ગયા. અમારી ભ્રમણાઓ તૂટી, અમારી મૂંઝવણ ગઈ અને અમને અપૂર્વ આનંદ થયો, અમારા હાથમાં આટલો મોટો ખજાનો આવ્યો તો જેમની પાસે આનાથી પણ મોટો ખજાનો ભર્યો છે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? અહો ! આ અહો શબ્દને સમજી લો. જેમ સડક ઉપર પસાર થતા હોઈએ અને ઠંડો પવન હોય તો શાંતિ થાય. વૈશાખ જેઠ મહિનાના બળબળતા તાપમાં સરોવર તરફથી ઠંડો પવન આવે તો શાંતિ વળે, તેના ઉપરથી ખ્યાલ આવે કે સરોવર કેવું ઠંડુ હશે? એ રીતે સદ્ગનાં વચનોથી અંદરમાં અપૂર્વ શાંતિ થઈ, આત્મા જાગૃત થયો, એના ઉપરથી ખ્યાલ આવે કે સદ્ગુરુને કેવી અનંત શાંતિની સંપદા મળી હશે ? તેઓ કેવા ગંભીર અને જ્ઞાની હશે ? તેની દશા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માટે શિષ્ય કહે છે “અહો ! અહો ! શ્રી સદગુરુ' કહી બે વાત કરી. એક બાબત તો શિષ્યને અણધારી વસ્તુ મળી, ઘટના ઘટી અને શાંતિ થઈ તેનું આશ્ચર્ય છે, પરમ પૂજ્ય ભાવ પણ થયો અને બીજી વાત એ કે આ પામર ઉપર પ્રભુ ! આપે આશ્ચર્યજનક ઉપકાર કર્યો. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૧ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. અહો, અહો, એમ બે વખત કહ્યું તેનું એક કારણ-જગતનાં લોકો વ્યવહારમાં લેવડદેવડ કરે છે. આપણે કોઈની સ્મશાનયાત્રામાં જઈએ તો એ આપણે ત્યાં આવે તેવો ભાવ હોય છે. લગ્નપ્રસંગે જાવ તો તે પણ કોઈ પ્રસંગે કામમાં આવશે તેવું કારણ, તેવો સ્વાર્થ હોય છે. પરંતુ સદ્ગુરુ તો પોતાના સ્વરૂપને સંપૂર્ણપણે પામી ગયા છે. તેમને શિષ્ય પાસેથી કોઈ સ્વાર્થ નથી. તેમને કંઈપણ મેળવવાનું બાકી નથી. પરંતુ કોઈપણ જીવ આત્મસ્વરૂપને પામે અને તેના આત્માને જાણે તે હેતુ સિવાય બીજો કોઈ હેતુ તેમને નથી. માટે તેમણે ઉપદેશ આપ્યો. બીજી વાત સદ્ગુરુ તો એમ કહે છે “જગત ગુરુ મેરા, ઓર મેં ઉસકા ચેલા” જગત અમારા ગુરુ છે અને અમે તેના ચેલા છીએ, આવી નમ્રતા છે. તો અમારે કયાં અહંકાર કરવો રહ્યો ? અમારે માન કે પૂજા કંઈ જોઈતું નથી. જ્ઞાની પુરુષોનો જન્મ બે કારણો માટે થયો છે. એક પ્રારબ્ધ ભોગવવા માટે જ્ઞાની પુરુષ જ્ઞમ્યા છે અને બીજું કારણ જગતનાં જીવોનાં કલ્યાણ માટે. સમજાય છે કાંઈ ? અહો ! અહો ! આ મોટો ઉપકાર છે. હવે એમ કહેવું છે કે સાક્ષાત્ સદ્ગુરુ એ કરુણાની મૂર્તિ છે. આવું લક્ષ આવી જાય તો સદ્ગુરુની કરુણા કેવી અગાધ છે તેનું આછું પાતળું ભાન થાય. શિષ્ય એમ કહે છે કે સદ્ગુરુને જોતાં તેમની ઊંચાઈ અમને ખ્યાલમાં આવી, કારણ કે સદ્ગુરુએ કરુણા કરી બોધ આપ્યો અને આ પામર એટલા માટે કે વિષયોમાં, કષાયોમાં, રાગમાં, પદાર્થમાં, વસ્તુઓમાં, સંયોગોમાં, મોહ અને માયામાં અટવાયેલા હતા. અમારી યોગ્યતા પણ ન હતી છતાં અમને બોધ આપ્યો. એમને જે આત્મજ્ઞાન છે તે અમને પમાડ્યું, એટલે એમનો અમાપ ઉપકાર છે. અહો ! અહો ! શ્રી સદ્ ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર'. આ શબ્દો સમજાણા? આ હદય સમજાણું? ઉપકારનું મહત્ત્વ માપવા અને સમજવા જેટલી અમારામાં ક્ષમતા પણ નથી. સદ્ગુરુનું વચન તો છેક મોક્ષ સુધી લઈ જાય. કોઈ ભૂખ્યા માણસને જમાડે, તરસ્યાને પાણી આપે તો તે આશીર્વાદ આપે. સુખી થજો. ઉઘરાણીવાળા લોહી પીતા હોય તો તે વખતે કોઈ માણસ આવીને કહેશે કે ચિંતા ન કરશો, હું બેઠો છું ને ? એ માણસ તમને દેવ જેવો લાગે ને ! અમારી મુશ્કેલીમાં તમે આવી અમને બચાવી લીધા. જો આવો ઉપકાર અદ્ભુત લાગે તો જેમણે અમારાં જન્મ મરણ ટાળવા, સંસારમાંથી અમને મુક્ત કરવા બોધ આપ્યો તેમનો ઉપકાર કેમ ભૂલાય? આવો અદ્ભુત ઉપકાર એમનો છે. આટલી વાત આ ગાથામાં કરી, થોડી ચર્ચા બાકી છે તે આગળની ગાથામાં લઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭ પ્રવચન ક્રમાંક - ૯૯ ગાથા ક્રમાંક - ૧૨૫ થી ૧૨૭) સદગુરુ પ્રત્યે સમર્પણ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સો હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન (૧૨૫) આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન (૧ ૨ ૬) ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. (૧૨૭) ટીકા - હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે). જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ધરું ? એક પ્રભુના ચરણને આધીન હતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. (૧૫) આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૬) છયે સ્થાનક સમજાવીને સગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૭) સંસારમાં કોઈ ધંધે લગાડી દે, આજીવિકાનું સાધન આપે, કમાતો કરી છે, તેનો ઉપકાર આપણે ભૂલતા નથી. મુંબઈ જેવા શહેરમાં રહેવા ઓટલો પણ ન હોય અને ખાવા રોટલો પણ ન હોય, ત્યારે કાઠિયાવાડના કોઈ એમ કહે કે મારે ત્યાં આવો. રોટલો, ઓટલો બને મળશે અને ધંધો કરવા મૂડી પણ આપીશ. હવે એ ધંધો કરે અને સારી સ્થિતિમાં આવે તો જેણે આ બધું કર્યું તેનો જીંદગીભર ઉપકાર ન ભૂલાય, કારણ એમણે મને આજીવિકાનું સાધન આપ્યું. બીજું, કોઈને અસાધ્ય રોગ થયો હોય, ભયંકર પીડા થતી હોય, કેટલાય ડોકટર પાસે ઘણા ઉપાયો કર્યા હોય છતાં દર્દ ન મટ્યું હોય અને કોઈ આવી મંત્ર બોલી દર્દ મટાડી દે અથવા કિંમતી દવા સૂચવે અને દર્દ મટી જાય તો આણે મને ભયંકર દર્દમાંથી મુક્ત કર્યો, તેમનો ઉપકાર ન ભૂલાય. અહીં પરમકૃપાળુદેવ કહે છે અનંતકાળથી હું સંસારમાં પરિભ્રમણ કરતો હતો, મને પરિભ્રમણ કરતો અટકાવ્યો તે સદ્ગુરુનો ઉપકાર કેમ ભૂલાય ? સમજાય For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૩ છે ? સદ્ગુરુના યોગથી દશા અને દિશા ફરી ગઈ, વૃત્તિ ફરી ગઈ, ભાવ ફરી ગયો, જીવન જીવવાની શૈલી કે રીત બદલાઈ ગઈ, કર્મબંધ કરતો હતો તેનાથી અટકી ગયો. કષાયો અને વિકારો શાંત થયા. વાસનાઓ શાંત થઈ. અંદર પરમ અવસ્થામાં ડૂબકી મારવાની તક મળી. બહિર્મુખ દશા જે હતી એ અંતરંગ દશા થઈ. આટલું બધું જીવનમાં થયું એ ઉપકાર, બુદ્ધિથી માપી શકાય તેવો નથી, માટે કહ્યું કે હે સદ્ગુરુદેવ ! આપે અમાપ ઉપકાર કર્યો છે. “આ પામર પર પ્રભુ કર્યો, અહો, અહો ! ઉપકાર' અમે પામર હતા. મૃત્યુને આધીન, કર્મોને આધીન, રાગદ્વેષને આધીન. અમને ખ્યાલ છે કે અમે કેટલાં પામર હતાં. અમને કંઈ જ ભાન ન હતું. અમે વિષયો,વિકારો અને જડ પદાર્થોમાં આસકત હતાં. એમાંથી હાથ પકડીને આપ બહાર લઈ આવ્યાં. આ ઉપકાર, બુદ્ધિથી માપી શકાય તેવો નથી. પોતાની પામરતા સમજાય ત્યારે જ સદ્ગના ઉપકારનું ભાન થાય. આવું સમજવાથી શિષ્યના હૃદયમાં ભાવની ધારા વહેવા લાગી. પ્રેમનો ધોધ વહેવા લાગ્યો. પ્રેમનો સાગર છલકાવા લાગ્યો. એને આશ્ચર્ય થયું અને મંત્રગુગ્ધ બન્યો. તેના હૃદયમાં ભક્તિનું પૂર ઉમટી આવ્યું અને તેથી મૂંઝવણ થઈ કે આટલા મોટા ઉપકારનો હું બદલો કેવી રીતે વાળું ? શું કરું તો ઉપકારનો બદલો વળે ? શું આપી દઉં તો ઉપકારનો બદલો વળે ? આવી મીઠી પ્રેમની મૂંઝવણ, સ્નેહ અને ભાવની મૂંઝવણ, ઉલ્લાસ અને ઉત્સાહની મૂંઝવણ સાધકના હૃદયમાં થઈ છે. “શું પ્રભુ ! ચરણ કને ઘરું ?' હું શું એમને આપું ? તેમણે મને જે આપ્યું એની તુલનામાં કંઈપણ આપી શકાય તેવું મારી પાસે નથી. સમજવા કોશિશ કરજો. સમક્તિ દાતા ગુરુતણો, પચ્ચેવયાર ન થાય. ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. જેમણે સમક્તિ આપ્યું એટલે જેમની હાજરીમાં, જેમના નિમિત્તે દર્શનમોહનો ઉપશમ થયો, સમકિતની સાધના થઈ, ગ્રંથિભેદ જેમની હાજરીમાં થયો, જેમનો સંગ કરવાથી, જેમની નિકટમાં રહેવાથી, જેમના ચરણોમાં રહેવાથી સમ્યગ્રદર્શન થયું, આવી ઘટના જીવનમાં જેના કારણે બને, જેના નિમિત્તથી બને તેમને જોતાં એમ થાય કે આનો બદલો કઈ રીતે વાળી શકાય? તેમણે સમકિત આપ્યું એટલે તેમણે બોધ આપ્યો, તેમણે ઉપદેશ આપ્યો, અમે શ્રવણ કર્યું તેનાથી અમને જ્ઞાન થયું, જ્ઞાનમાંથી બોધ અને બોધથી આત્માની ઓળખાણ થઈ અને અભ્યાસ કરતાં કરતાં અનુભૂતિ થઈ અને અમે આનંદના સાગરમાં ડૂબી ગયાં. આ સમક્તિદાતા ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. કરોડ વખત ઇન્દ્રપદ મળે ને તેમના ચરણોમાં ધરી દે તો પણ એ ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. આવો ભાવોલ્લાસ, આવી સમજણ શિષ્યના હૃદયમાં થઈ છે તેને મૂંઝવણ થાય છે કે પ્રભુના ચરણે શું ધરું ? ઘણી વખત એવું થાય છે કે ઘણાં નજીકનાં મહેમાનો જેમની સાથે વર્ષોનો ઘનિષ્ઠ સંબંધ હોય તેઓ ઓચિંતા અમેરિકાથી આવે અને ડોરબેલ વગાડે અને દરવાજો ખોલતાની સાથે આનંદ થાય તથા ગાંડાધેલા થઈ જવાય કે વર્ષો પછી આ આવ્યાં છે તેમને શું ખવરાવું? આઈસ્ક્રીમ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭ મંગાઉં ? ભોજન કરાવું? શું કરું એવું થાય ને? તેમ આ શિષ્ય ગાંડો ઘેલો થયો છે. “શું પ્રભુ ચરણ કને ધરું ?' કારણ ? સદ્ગુરુ પરમ નિષ્કામ છે. સદ્ગનાં અનેક લક્ષણોમાં મહત્ત્વનું લક્ષણ તેઓ નિષ્કામ છે. જે શિષ્યને પોતાથી બોધ થયો, તે શિષ્ય પોતાને નમસ્કાર કરવા ઊભો રહે એવી અપેક્ષા સદ્ગુરુને હોતી નથી. એમના અંતરમાં કોઈપણ જાતની કામના નથી. સદ્ગુરુ કેવા છે ? આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ. આ લક્ષણોમાં પરમ કરુણા અને પરમ નિષ્કામ શબ્દો ઉમેરો. કોઈ પણ જાતની કામના કે અપેક્ષા નથી. તેમને કંઈ જોઈતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી મહારાજે સિદ્ધરાજના સૈનિકોથી કુમારપાળને બચાવ્યો. અને તે રાજા બન્યો પછી ધર્મ ઉપદેશ પણ આપ્યો. પરંતુ તેમણે કુમારપાળ મહારાજા પાસે એક ચાદરની પણ અપેક્ષા રાખી ન હતી. આ સપુરુષોની ઉદારતા છે. નિષ્કામ ભાવના છે. આ નિષ્કામ કરુણાની ભાવનાથી જ તેઓ માત્ર ઉપદેશ દાતા છે. આ વાત સમજી લેજો. અને શિષ્યના પક્ષે પોતાનો ધર્મ છે. શું ધર્મ છે ? શું પ્રભુ ચરણ કને ધરું ? કારણ ? જગતમાં બધા પદાર્થો કિંમતી તો છે, મૂલ્યવાન છે. માટી કરતાં લોખંડ કિંમતી, લોખંડ કરતાં ચાંદી, ચાંદી કરતાં સોનું અને સોના કરતાં રત્નો, તેમાં પણ કોહિનૂર અને કોહીનૂર કરતાં ચિંતામણિ રત્ન કિંમતી અને આ ચિંતામણિ રત્ન કરતાં પણ આપણો આત્મા કિંમતી છે. કંઈ સમજાયું ? ઝવેરી મોલ કરે લાલકા, મેરા લાલ અમોલા, જાકે પટંતર કો નહીં, ઉસકા કયા મોલા? જેના સિવાય બીજું કંઈ મૂલ્યવાન નથી એવા આત્માની અપેક્ષાએ બધા નિર્મૂલ્ય છે. એટલા માટે તો કહ્યું કે ઈન્દ્રનો વૈભવ પણ આત્માની અપેક્ષાએ મૂલ્ય વગરનો છે. આવો મૂલ્યવાન આત્મા જેમણે આપ્યો તેમના ચરણોમાં શું ધરું ? આ શિષ્યની ખાનદાની છે. આ શિષ્યનો વિવેક છે. આનું નામ શિષ્ય. જે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે. મઝા કેવી છે કે સામું જે પાત્ર છે તેને કંઈ જોઈતું નથી અને આ કંઈ આપ્યા વગર રહી શકતો નથી. ત્યાં ગુરુશિષ્યની સંધિ થાય છે. આ તો, ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ; તરે નહિ, તારે નહિ, જે સી પથ્થર નાવ'. સાહેબ ! આવા બે વચ્ચે મેળ ન પડે. ગુરુની હાઇટ એવી છે કે તેને કંઈ જોઈતું નથી અને શિષ્યની હાઇટ એવી છે કે મારે શું આપવું? કોઈ આપણા ઉપર ઉપકાર કરે તો સામો ઉપકાર કરી બદલો વાળીએ તેનું મહત્ત્વ છે. કોઈ માન આપે, હાથ જોડે તો કમ સે કમ હાથ તો જોડીએ. પણ ઘણા એવા અહંકારી હોય છે કે સામેનો માણસ હાથ જોડે તો પણ તેનું માથું જરા પણ નીચું ન નમે. એ ટાઈટ અને ટાઇટ. અહીં શિષ્ય વિચાર કરે છે કે હું બદલામાં For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૫ શું આપી શકું ? સદ્ગુરુએ જ્ઞાનનું દાન કર્યું છે. જગતમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, સંપત્તિદાન અને ભૂમિનાં દાન કરતાં પણ જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાન મોહ નષ્ટ કરે છે, જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, જ્ઞાન, વિકારો અને રાગ દ્વેષ શાંત કરે છે. આવું જ્ઞાનદાન જેમણે આપ્યું તેમને હું શું ભેટ ધરું ? ભેટ ધરવા જેવો તો આત્મા છે. હું આત્માની ભેટ ધરું, પણ આત્મા તો સદ્ગુરુએ ઓળખાવ્યો છે. આત્મા જાણ્યો મેં, પણ જણાવ્યો તો સદ્ગુરુએ. આ ખજાનો ઘરમાં હતો પણ મને ભાન ન હતું. આ ઉપકારનો બદલો કેમ વાળી શકાય? આનો ઉપાય શું? શિષ્યને છેવટે રસ્તો સૂઝે છે કે એ બદલો વાળવાનો એક ઉપાય છે. જેવો આત્મા મારામાં છે તેવો આત્મા પ્રાણીમાત્રમાં છે. સર્વેમાં આત્માનું દર્શન કરવું અને આવું આત્મદર્શન સર્વમાં થાય, એ ઉપકારનો બદલો વાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આત્માની શુદ્ધિ કરવી તે ઉપાય છે. સદ્ગુરુને પ્રસન્ન કરવા, રાજી કરવાનો ખરેખર ઉપાય તો પોતાના આત્માની શુદ્ધિ કરવી તે છે. આમ કરવાથી સદ્ગુરુ ઘણા પ્રસન્ન થશે. તમે જેટલી શુદ્ધિ કરતા જાવ તેમ તેમની પ્રસન્નતા વધતી જશે. તમે ક્રોધ ન કરો, વૈરાગ્ય પ્રાપ્ત કરો. સદ્ગુરુ રાજી થશે. ધ્યાન કરો, મંત્રજાપ કરો, કોઈનું ભલું કરો તો સદ્ગુરુ રાજી થશે. સદ્ગુરુને રાજી કરવા માટે પોતાના આત્માની શુદ્ધિ કરવી તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમણે આત્માનું ભાન કરાવ્યું તેને બીજું હું કંઈ આપી શકું તેમ નથી પણ “વતું ચરણાધીન'. હવે મારે બાકીનું જીવન જીવવાનું છે તે મારી ઈચ્છાએ કે અપેક્ષાએ નહિ પણ એકજ ઉપાય કે “વતું ચરણાધીન. તેમના ચરણોને આધીન થઈ વર્તુ. મન એમને આધીન, વાણી એમને આધીન, શરીર એમને આધીન. આધીન થઈને વર્તવું તે સદ્ગને બદલો આપવાનો શ્રેષ્ઠતમ ઉપાય છે. અથવા તો એમણે જે કહ્યું અને એમણે જે કર્યું તેવું આચરણ કરું. ઉત્તમ માર્ગ એ છે કે વીતરાગ પુરુષોએ જેવું આચરણ કર્યું તેવું કરવું અથવા તે કહે તેમ વર્તવું. સંબોધ સત્તરીમાં શિષ્ય પૂછે છે કે ભગવંત, ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મ કોને કહેવો? તો એમણે કહ્યું કે “આણાએ તવો, આણાએ સંજમો'. વીતરાગ પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું, આજ્ઞાનું અખંડ પાલન કરવું તે ધર્મ છે. જે આજ્ઞા આપી તે પ્રમાણે ચાલવું તે વ્રત છે, તે તપ છે. આ જો સમજાય તો નક્કી થાય કે મારી મેળે મારી મથામણથી આ સંસાર પાર પામી શકાય તેમ નથી. મારા માથે કોઈ સમર્થ માલિક જોઇએ અને સમર્થ તો એક સદ્ગુરુ. છે. તેમની આજ્ઞાની ઉપાસના જ્યારે કરીશું ત્યારે સફળ થવાશે. તેણે ઓધસંજ્ઞાએ જે પણ કર્યું છે તેને ગૌણ ગણી સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો હવે નિર્ણય કર્યો છે. શિષ્યના ભાવ હજુ ઉલ્લાસમય છે. શિષ્ય એમ નિર્ણય કરે છે કે આ દેહ અને આદિ એટલે દેહને વળગીને જે કંઈ રહ્યું હોય તે બધું જ સદ્ગુરુની આજ્ઞાએ વર્તો. આ દેહમાં ઘટના ઘટી. આ દેહમાં સમકિતની અવસ્થા પ્રાપ્ત થઈ, આ દેહમાં આત્માનું ભાન થયું એવો દેહ અને દેહના સંબંધમાં જે કંઇપણ છે તે બધું જ પ્રભુને આધીન થઈ વર્તો. સદ્ગુરુ એટલે પ્રભુ. સદ્ગુરુ અને સંત વચ્ચે ભેદ નથી. કબીરજીએ પણ કહ્યું કે “સંત For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રવચન ક્રમાંક ૯૯, ગાથા ક્ર્માંક-૧૨૫ થી ૧૨૭ અને સાહીબ વચ્ચે ભેદ નથી. સદ્ગુરુ અને પરમાત્મા વચ્ચે ભેદ નથી’ આ દેહાદિ જે કંઇપણ છે તે બધું પરમાત્માને આધીન થઇ વર્તો. હવે શિષ્ય એકરાર કરે છે કે હું દાસ છું. ભક્તિમાર્ગમાં અહંકારને ઓગાળવાનો ઉપાય દાસ થઇને વર્તવાનો છે. બહુ અધૂરી વાત લાગે છે. દાસ તો ખરો પણ દાસાનુદાસ એટલે દાસનો પણ દાસ છું. આવી આધીનતા મારામાં આવે. પછી અત્યંત દીનભાવે કહે છે કે તમારે તો અનેક દાસ છે, તમારા ભક્તો તો અનેક છે. પ્રભુ ! મારા માટે તો આપ એક જ સદ્ગુરુ છો. અત્યંત દીન ભાવે કહે છે કે હું બધાથી નીચો છું. તમારા બધા શિષ્યોમાં મારો નંબર છેલ્લો, હું આપની સેવા કરું અને આપના દાસની પણ સેવા કરું એવો વિનમ્રભાવ આવે છે. સમક્તિ થયું, આત્મજ્ઞાન થયું, આત્માનો બોધ થયો, આત્મામાં ઘટના ઘટી, એ ઘટના ઘટયા પછી એક વખત એવો આવ્યો કે દાસાનુદાસ છું તેવો ભાવ પ્રાપ્ત થયો. નરમ વસ્તુ હોય તો મેળ પડે. કઠણ વસ્તુનો ઘાટ ન ઘડી શકાય. જો શિષ્યને અભિમાન થાય કે હું જ્ઞાની છું, હું કંઇ જેવો તેવો નથી તો એ ગયો, અહંકાર જાય અને નમ્રતા આવે તો આત્મગુણ પ્રગટે. એટલા જ માટે દાસનો દાસ છું અને હું કંઇ જાણતો નથી એવો ભાવ જીવમાં થવો જોઇએ. અહંકાર હોય તો આત્મજ્ઞાન ન હોય અને આત્મજ્ઞાન હોય તો અહંકાર ન હોય. સૂર્ય હોય તો ધરતી ઉપર અંધકાર ન હોય અને અંધકાર હોય તો સૂર્ય ન હોય. આવું અપૂર્વ ભાન જ્યારે પોતાને થયું ત્યારે એમ લાગે છે કે સદ્ગુરુ દેવની મનથી, વચનથી અને કાયાથી ભક્તિ કરવી, એ સિવાય મારા માટે ઉપકારનો બદલો વાળવા બીજો કોઇ ઉપાય નથી. યથાર્થ ભક્તિ પ્રગટવા માટે નમ્રતા પ્રગટવી જોઇએ. - હવે શિષ્યના મન વચન કાયા સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તે, સદ્ગુરુને ગમે, સદ્ગુરુને ભાવ થાય, સદ્ગુરુ આનંદિત થાય, તેવું કાર્ય પોતાના જીવનમાં કરે છે. નોકરી કરતો હોય તો શેઠ કહે તેમ કરવું પડે છે. પરંતુ અહીં તો તે આનંદ અને ઉત્સાહથી કરે છે. અરે, સદ્ગુરુએ મને પસંદ કર્યો ! મને બોલાવ્યો! મને કામ સોંપ્યું, મને સેવા સોંપી ! મારા ઉપર કૃપા કરીને મને આજ્ઞા કરી! આશા સાંભળતાંની સાથે જ શિષ્યને આનંદ ઉલ્લાસ આવે છે. સદ્ગુરુને નાનો કે મોટો એ ભેદ નથી. મારો કે પારકો એ ભેદ પણ નથી પરંતુ અહંકાર ઓગાળી જે સદ્ગુરુને આધીન રહે છે તેના ઉપર સદ્ગુરુને પ્રસન્નતા વર્તે છે. આવો દાસભાવ જેના જીવનમાં આવે તેને શું થાય ? ‘આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન’. સમ્યગ્દર્શન જેમની હાજરીમાં થાય તે સદ્ગુરુ. અને તેમના પ્રત્યે શિષ્યનો આ દાસભાવ. આવી વ્યકિત માટે તે સદ્ગુરુ છે. સમ્યગ્દર્શન જેમની હાજરીમાં થયું તેમના પ્રત્યે અહોભાવ આવવો જોઇએ અને તેને આધીન થઇ વર્તવું જોઇએ. “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર' જે મહાપુરુષો થયા છે તેમનો ઉપકાર તો છે, પરંતુ જે વ્યકિતની હાજરીમાં સમ્યગ્દર્શનની ઘટના ઘટી તેમને આધીન થઇ વર્તવું, તેમના ચરણમાં મનને લીન કરવું, તેમના ચરણમાં બધું અર્પણ કરવું, આવી અખંડ ભક્તિ શિષ્યને પ્રાપ્ત થઇ. ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્યને અખંડ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભક્તિ પ્રાપ્ત થઈ. જ્ઞાન અને અખંડ ભકિતનું મિલન એ શિષ્ય તથા સદ્ગુરુનું મિલન છે. સદ્ગુરુ પાસેથી જ્ઞાનની ધારા આવી અને પોતાનાં સદ્ગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પછી દાસભાવ અને સેવાનો ભાવ આવે. સેવાનો ભાવ આવે ત્યારે સદ્ગુરુને બધું અર્પણ કરે. યાદ રાખજો સદ્ગુરુ નિષ્કામ છે. તમને લૂંટતા નથી. સદ્ગુરુ પ્રત્યે આધીનતા આવે ત્યારે શિષ્યને વિકલ્પ પણ ઊઠતો નથી. સદ્ગુરુ આજ્ઞા કરે અને શિષ્ય તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે. ગુરુની સામે જઈ ઊભો રહે કે હે ગુરુદેવ ! આપની શી આજ્ઞા છે ? જેને આત્મજ્ઞાન થાય છે તેની આંતરિક અવસ્થા બદલાઈ જાય છે, માટે શાસ્ત્રને કહેવું છે કે અહંકાર ઓગાળવાનો એક માત્ર ઉપાય દાસભાવ છે. દાસભાવનો મુખ્ય ભાવ નમ્રતા છે, નમ્રભાવનો મુખ્ય ભાવ વંદન છે અને વંદનનો મુખ્ય ભાવ તન મન ધનથી સદ્ગુરુની સેવા છે. ફરી કહું છું કે સદ્ગુરુ સેવા ઇચ્છતા નથી. તમે ભ્રમણામાં ન રહેશો. સરુ તમારી પાસેથી કંઈ લેવા ઇચ્છતા નથી. મહારાષ્ટ્રમાં ગાર્ગી મહારાજ થયા છે, અત્યારે નથી. તેઓ નાનકડું પાણી પીવાનું ગાણું જેને ઢોચકું કહે છે તે તોડીને કાંઠલો કાઢી માથે મૂક્તા હતા. એ કાંઠલા વિનાના પાત્રમાં જ ખાવાનું અને પાણી પીવાનું. તેથી તેમનું નામ પડ્યું ગાર્ગી મહારાજ. તેઓ જે ગામમાં કથા કરે ત્યાં રાતના એક વાગે, બે વાગે ત્રણ ચાર પણ વાગે, છતાં કથા પૂરી થાય એટલે તે ગામમાં ન રહે. લોકો ઘણી વિનંતી કરતા હતા કે તમે થોડું તો રહો, ભોજન લો પછી જાવ. તેઓ કહેતા કે કથા કરી, હવે પાણી પણ નહિ પીઉં. તમારું પાણી મને આડું આવશે. હું હિંમતપૂર્વક કહું છું અને વાસ્તવિકતાથી કહું છું કે સદ્ગુરુ આવા નિષ્કામ છે. સદ્ગુરુના ચરણમાં પોતાની જાત અર્પણ કરી જીવવું એક લહાવો છે. એમ કહ્યું કે “આ દે હાદિ આજ થી વાર્તા ચરણાધીન, - દાસ, દાસ હું દાસ છું.' તેહ પ્રભુનો દીન.” આ દાસ શબ્દ ત્રણ વખત આવ્યો. દાસનો પણ દાસ તે દાસાનુદાસ. જગતમાં પ્રાણીમાત્રના, સદ્ગુરુના, અને સદ્ગુરુના શિષ્યોના પણ દાસ, આમ આ દાસ શબ્દ ત્રણ સાથે સંબંધ જોડી આપે છે. આવો અહંકાર જીવનમાં ઓગળી જાય પછી સાચું શિષ્યત્વ પ્રાપ્ત થાય છે. ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭ શિષ્ય સદ્ગુરુને ફરી વિનંતી કરે છે. ગુરુ શિષ્યની સંધિ થઈ. સદ્ગુરુ મળ્યા, ગુરુના ચરણોમાં અર્પણતા થઈ. સદ્ગુરુને આધીન થઈ પોતાનો અહંકાર ઓગાળ્યો. જે કંઈપણ અર્પણ કરવા જેવું હતું તે અર્પણ કર્યું. “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન'. અને એમ પણ કહ્યું કે “દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન'. અને છેલ્લે સન્માન કરતી વખતે શિષ્ય એમ કહે છે કે “ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ”. આત્મા છે, For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે, આત્મા કર્મનો ભોકતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ સ્થાનકો આપે મને સમજાવ્યાં. અને તેની સાથે “ભિન્ન બતાવ્યો આપ'. આપ એટલે આત્મા. આ બધાથી આપે આત્મા ભિન્ન બતાવ્યો. કેવી રીતે ? “મ્યાન થકી તરવારવત્' એટલે મ્યાનમાંથી તલવાર કાઢીએ અને જુદી દેખાય તેમ આ દેહ અને આત્મા, જડ અને ચૈતન્ય, આ પુદ્ગલ અને આ ચૈતન્ય એવા બે ભાગ પાડી અદ્ભુત કામ કર્યું. “મ્યાન થકી તરવાર વત્” આ ભેદ બતાવી ગુરુદેવ ! આપે અભુત અને અમાપ ઉપકાર કર્યો છે. આ ઉપકારના બદલામાં અમે કંઇપણ કરી શકીએ એવી અમારી હાલત નથી. આવું નિવેદન શિષ્ય સદ્ગશ્ના ચરણમાં પ્રેમપૂર્વક કર્યું. સદ્ગએ નિસ્પૃહભાવે આત્મા જેમ છે તેમ કહી બતાવ્યો. શિષ્યની બધી શંકાઓ દૂર થઈ. ભગવદ્ ગીતામાં અર્જુને સેંકડો પ્રશ્નો પૂછયા, પરંતુ ન તો કૃષ્ણ છંછેડાયા કે ન તો કંટાળો બતાવ્યો. જેટલા પ્રશ્નો પૂછયા તે બધાના પ્રેમપૂર્વક હસતાં હસતાં જવાબો આપ્યા છે. અહીં પણ શિષ્ય ઘણી શંકાઓ કરી, પણ ગુરુદેવે પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક, ધૈર્યથી, દેહાતીત-દેહથી, ભિન્ન આત્મા બતાવ્યો. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી જેમ બતાવે તેમ દેહથી આત્મા ભિન્ન છે તેમ અનુભવ કરાવ્યો. સંસારમાં બધે સ્વાર્થની વાતો હોય. સદ્ગએ તો નિસ્પૃહભાવે આત્મા જેવો છે તેવો કહી બતાવ્યો. આત્માનો નિશ્ચય પણ કરાવ્યો અને આત્મામાં સ્થિર થવાનો ઉપાય બતાવ્યો. ગુરુદેવ! આ ઉપકાર અમાપ છે. આનો બદલો કઈ રીતે વાળીશું ? કંઈ ખ્યાલમાં આવ્યું? શિષ્ય શું કહ્યું તે ? આવા આત્માનો અનુભવ થતાં હવે તો દેહ જુદો દેખાય છે અને દેહમાં રહેલો આત્મા પણ જુદો દેખાય છે. ઘર જ દેખાય છે અને ઘરમાં રહેનારો પણ જુદો દેખાય છે. આવી એક અદ્ભુત ઘટના જીવનમાં ઘટી છે. ભિન્ન અનુભવ કરાવ્યો તે અમાપ ઉપકાર થયો છે એમ શિષ્ય અંતમાં કહે છે. આવતા પ્રવચનથી હવે આત્મસિદ્ધિયાત્રાના ઉપસંહાર તરફ પ્રારંભ કરીશું. ૧૨૮ થી ૧૪૨ ગાથા ઉપસંહારની છે. પ્રત્યેક ગાથામાં એક એક સિદ્ધાંત પરમકૃપાળુદેવે પ્રગટ કરેલ છે. નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, આત્મભ્રાંતિ, ઔષધ આ બધા સિદ્ધાંતો સ્પષ્ટ થશે. બહુ પ્રેમપૂર્વક બધા સિદ્ધાંતો ધ્યાનથી સાંભળજો. હવે પછી ઉપસંહારની ગાથાઓ પર પ્રવચન થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૮૯ પ્રવચન ક્રમાંક - ૧૦૦ ગાથા ક્રમાંક - ૧૨૮ ઘર્મનો પાયો તત્ત્વજ્ઞાન ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. (૧૨૮). ટીકા - છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૮). આ ગાથાના પ્રારંભથી આપણે ઉપસંહાર તરફ જઈ રહ્યા છીએ. ઉપસંહારમાં જૈન દર્શનના પાયાના અને અત્યંત મોલિક સિદ્ધાંતોની ચર્ચા પરમકૃપાળુદેવે કરી છે. મોલિક એટલે મૂલ્યવાન, જેના આધારે શાસન, ધર્મ અને શાસ્ત્રો ટકે છે, સાધનાની આચાર સંહિતા જેના આધારે તૈયાર થઈ, જેના આધારે મોક્ષમાર્ગ પ્રગટ થયો, જેના આધારે કર્તવ્યની ભૂમિકા તૈયાર થઈ છે, માટે એ મૂલ્યવાન છે. કોઈ પણ ધર્મ માત્ર કર્મકાંડથી ચાલતો નથી. કર્મકાંડ એ ધર્મની અભિવ્યક્તિ છે પરંતુ ધર્મનો આધાર તેનું તત્ત્વજ્ઞાન છે. જો તત્ત્વજ્ઞાનની અધૂરપ હોય તો જાતજાતના મતભેદો અને મતાંતરો જોવા મળે છે. તે મતભેદો અધ્યાત્મ, ધર્મ કે શાસ્ત્રના કારણે નથી પણ તત્ત્વજ્ઞાનની અધૂરપ ત્યાં કામ કરે છે. માટે પરમકૃપાળુદેવે ઉપસંહાર કોઈ પણ ગ્રંથોની પ્રશસ્તિ કર્યા સિવાય, કોઈપણ ઠેકાણે પોતાનો ઉલ્લેખ કર્યા સિવાય કર્યો છે. ૧૪૨મી ગાથામાં પણ બીજી કોઈ વાત કરી નથી અને અંતમાં જે કહેવું હતું કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એ તરફ ધ્યાન દોર્યું છે. ઉપસંહારની જેટલી ગાથાઓ છે ત્યાં એક પણ ગાથા એવી નથી કે જ્યાં પુનરાવૃત્તિ હોય, અસ્પષ્ટતા કે ગૂંચવાડો હોય. પોતાની પ્રશંસા હોય તેવો એકપણ શબ્દ ઉપસંહારમાં નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક પણ શબ્દ વધારવા જેવો પણ નથી અને એક પણ શબ્દ ઘટાડવા જેવો નથી. આત્મસિદ્ધિ શાસ્ત્ર સંપૂર્ણ છે. જૈનધર્મના ધુરંધર આચાર્ય હોય કે ગદ્દર્શનના મીમાંસક હોય તેમને પણ આત્મસિદ્ધિમાં કંઈ ઉમેરવા જેવું લાગ્યું નથી. એક એક શબ્દ યોગ્ય રીતે વાપરેલો છે. તેનાં થોડાં કારણો છે. પહેલું કારણ - આ અનુભવની વાણી છે. બીજું કારણ એ છે કે અંતરમાંથી પ્રવાહ વહ્યો છે. ત્રીજું કારણ બીજા કોઈ વિચારને અવકાશ નથી, કોઈ રીતે શક્ય નથી કે એક કલાક અને ત્રીશ મિનિટમાં આવી ૧૪૨ ગાથાઓ સળંગ લખાય. આ કાળમાં આ ધરતી ઉપર એક આશ્ચર્યકારક ઘટના બનેલી છે. ચોથું કારણ - આમાં એકપણ વાત શાસ્ત્ર બહારની નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે માત્ર કરુણાને આધીન થઈ આ શાસ્ત્રની રચના થઈ છે માટે આ શાસ્ત્રને બહુ ધીરજપૂર્વક સમજી લેવાની જરૂર છે. એવું For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્રવચન ક્રમાંક - ૧૦૦, ગાથા ક્રમાંક-૧૨૮ કદાચ બને કે ધરતી ઉપર કદાચ બીજા શાસ્ત્રો કે ગ્રંથો ન રહે, બીજું સાહિત્ય ન પણ રહે, પરંતુ એક આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે તો તેમાંથી અનેક શાસ્ત્રો ઊભાં થશે. આ અદ્ભુત, મૂલ્યવાન અને મલિક શાસ્ત્ર છે. ઉપસંહારમાં ઘણી મૌલિક વાતો પાળુદેવ કહેવાના છે. બહુ ધીરજથી સમજજો. અમારી પણ કહેવાની મર્યાદા છે. તમારે સાંભળવાની મર્યાદા છે. તેમાં બીજો રસ્તો નથી. તટસ્થ મન અને પ્રેમથી છલકતું હદય હશે તો સમજાશે. બાળકની ભાષા કોઈ પ્રોફેસર ન સમજે, મા જ સમજે. બાપ પણ ન સમજે. મા કે બાળક કોઈ બોલતું નથી. મા અને બાળક વચ્ચે વાત્સલ્યનો સેતુ છે. તેના કારણે તેને ભાષા સમજાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે કરુણાનો એક પુલ છે અને તેના કારણે સદ્ગની ભાષા શિષ્ય સમજી જાય છે. શિષ્ય બહુ બુદ્ધિમાન ન હોય તો ચાલશે. સોભાગભાઈ તીવ્ર બુદ્ધિમાન ન હતા પણ તેમને એમ કહેવાયું કે તમે અમારા માટે જન્મ લીધો હોય તેમ લાગે છે. તમે ન હોત તો અમે અમારું હૈયું કયાં ઠાલવત? સોભાગભાઈ કરતાં બીજા માણસો તીવ્ર બુદ્ધિશાળી હતા. જેની પાસે પ્રેમ હોય, કરુણા હોય, જે નિષ્પક્ષપાતી હોય, કદાગ્રહ હઠાગ્રહથી જે મુક્ત હોય, અને સત્યને સમર્પિત હોય તે સરળ છે. ભગવાન અને સરુને સમર્પિત પછી થજો પરંતુ સત્યને સ્વીકારતાં પહેલાં શીખો. પોતાનાં મત, માન્યતા આગ્રહ બધું એક ઝાટકે છોડવા તૈયાર છે તેને શાસ્ત્રોએ સરળપણું કહ્યું છે. ભગવાન કહેતા હતા કે પોચી અને મુલાયમ જમીન ઉપર ખેડૂત કામ કરી શકે છે, ત્યાં વાવેલું ઊગે છે. જેણે હૈયું સરળતાથી, કોમળતાથી પવિત્ર બનાવ્યું છે ત્યાં જ્ઞાની પુરુષ વાવેતર કરી શકે છે. જ્ઞાની પુરુષ નથી મળ્યા તેવું કહેશો નહિ પરંતુ તમે જ્ઞાની પુરુષને વાવેતર કરવા દીધું નહિ હોય અથવા એવી જમીન તમે તૈયાર કરી નહિ હોય એ કારણ છે. એક અદ્ભુત ભૂમિકા ઉપર આપણે જઈ રહ્યા છીએ અને આજથી જે સૂત્રોનો પ્રારંભ થાય છે તે અત્યંત મહત્ત્વનાં સૂત્રો છે. દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ૧૨૮ એમ કહેવાયું છે કે ગચ્છનો ભાર જે આચાર્યને સોંપવાનો છે તેઓ નીતિમાન, શીલવાન, સદાચારી, આરાધક, નમ્ર, સરળ, તપ, જપ, વ્રત અને અનુષ્ઠાનમાં તત્પર, તમામ શાસ્ત્રના મર્મના જ્ઞાતા અને ખાસ કરીને પદર્શનના મીમાંસક હોય. આ આચાર્યની ભૂમિકા છે. તેમની અવસ્થા છે અને તેમણે છ દર્શન જાણવા જોઈએ. પહેલાં જૈનદર્શનના અભ્યાસથી જૈનદર્શન જાણો પછી તેને પૂરેપૂરું જાણવા માટે છ દર્શન પણ જાણો. છ દર્શનો જાણશો તો જૈનદર્શન વધારે સ્પષ્ટ થશે. સમજણ ચોખ્ખી અને સમ્યક થશે. તેથી જ પર્દર્શનનો અભ્યાસ કરવાનું શાસ્ત્રોએ કહ્યું છે. (૧) ચાર્વાક દર્શન, (ર)નૈયાયિક, વૈશેષિક દર્શન, (૩)સાંખ્યદર્શન-યોગદર્શન, (૪)બૌધદર્શન, (૫) વેદાંતદર્શન-મીમાંસા તેમજ (૬) જૈનદર્શન આ બધા દર્શનો છે. આત્મા નથી તેવી ઉદ્ઘોષણા ચાર્વાક દર્શને કરી. ચાર્વાકદર્શન એમ કહે છે કે આ બધી For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૧ વાતો છોડો. જે કાંઈ છે તે આ સ્થૂળ શરીર છે. જનમ્યા એટલે આપણી શરૂઆત અને મરીશું એટલે આપણો છેડો. કોઈ પુણ્ય, પાપ કે પરલોક નથી. કોઈ સાધુ સંતની જાળમાં ફસાવા જેવું પણ નથી. ખાવ, પીવો ને લહેર કરો. કોણ કહે છે કે મર્યા પછી જન્મ છે ? દેહ ભસ્મીભૂત થાય પછી પુનરાગમન કેમ થાય ? એક વખત શરીર બળ્યું તે પાછું આવે કેવી રીતે? ચાર્વાકદર્શનનો સિદ્ધાંત શું છે? Mi #ા કૃતં પિત’દેવું કરીને પણ ઘી ખાવ. પાછું આપવાનું જ નથી. નૈતિક જવાબદારી જ કોની કેવી રીતે રહે? ચાર્વાક દર્શન મહત્ત્વનું કામ કરે છે. એટલા માટે આનંદધનજીએ તેને કૂખ-કુક્ષી-પેટની ઉપમા આપી છે. પેટમાં ખોરાક જાય તે બધાને પહોંચે. હાથને, પગને અને શરીરની નસેનસમાં પહોંચે. પેટનું કામ શાંત છે પરંતુ બહુ મહત્ત્વનું છે. દેખાય છે માથાનું, કાનનું, આંખનું પણ મહત્ત્વનું કામ પેટનું છે. પેટમાં આખી ફેકટરી છે. શરીરને પોષક માલ તૈયાર કરી માથાના વાળથી તે પગના નખ સુધી પહોંચાડવાનું કામ પેટ કરે છે. પેટ બધાને સામગ્રી પૂરી પાડે છે. ચાર્વાક દર્શન બધાને આત્મતત્ત્વ ચિંતનની સામગ્રી પૂરી પાડે છે. જ્યારે તેણે કહ્યું કે આત્મા નથી તો સામે તેને જવાબ મળ્યો કે આત્મા છે અને આત્મા છે તે માટેનાં પ્રમાણો, તે માટેના સિદ્ધાંતો, તેના માટેના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવામાં આવ્યા. આત્મા નથી એમ કહેનાર શિષ્ય પણ ત્યાંથી શરૂઆત કરે નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવસ્વરૂપ. શા માટે તમે આત્માની વાત કરો છો ? આત્મા હોત તો દેખાય નહિ ? જગતના ઘટપટ આદિ બધા પદાર્થો દેખાય છે તો આત્મા દેખાય નહિ ? આત્મા નથી દેખાતો માટે આત્મા નહીં હોય . સદ્ગુરુએ એમ કહ્યું કે આ પક્ષમાં મારી પાસે સિદ્ધાંતો અને સૂત્રો છે. આત્મા નથી એમ કહેનાર ચાર્વાક દર્શન છે. આત્મા કૂટસ્થ નિત્ય છે, પરિતર્વનશીલ નથી તેમાં બદલાહટ આવતી નથી. જેમ કે સોનું છે, ગઠ્ઠો પડ્યો છે, તેમાં ઘાટ ઘડાતા નથી, અલંકારો બનતા નથી, સોનામાંથી અલંકારો બનતા ન હોત તો સોનાને કરવું છે શું ? શરીરને શણગારવા માટે તો આ સોનાના અલંકારો છે. પરિતવર્તન શીલનો અર્થ થાય કે ટકીને બદલવું. ‘તમાવાયં નિત્યં છે. રહે છે, કાયમ ટકે છે અને બદલાય છે છતાં પોતાનું અસલ સ્વરૂપ મૂકતું નથી, એવી બદલવાની કળા જેનામાં છે તેને કહેવાય છે નિત્ય. વૈશેષિકો એમ કહે છે કે આત્મા કૂટસ્થ નિત્ય છે. તેમાં ફેરફાર નથી, પરિવર્તન નથી. જો આ પ્રમાણે હોય તો પુણ્ય પાપ ન હોય, તેને ભોગવવાપણું ન હોય, કર્યતંત્ર પણ કામ કરતું ન હોય, વૃત્તિઓ પણ ઊઠતી ન હોય, અનેક જન્મમાં પરિભ્રમણ કરવાની ગોઠવણ થતી ન હોય પણ એમ નથી. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય પણ છે. વસ્તુનાં બે પડખાં છે એક કાયમ રહે તેવું પડખું અને બીજું બદલાય તેવું પડખું. માટી એ કાયમ રહેનાર અને ધડો, કૂ, માટલું આ બદલાતા For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રવચન ક્રમાંક તે ૧૦૦, ગાથા ક્ર્માંક-૧૨૮ આકારવાળું પડખું. સોનું કાયમ રહેનાર અને હાર, કુંડલ, વીંટી વિગેરે આકાર તે બદલાવાવાળું પડખું. આ આકારો બદલાય ભલે પણ સોનું તો રહેશે, તેમ પરિવર્તન ગમે તેટલા આવે પણ આત્મા તો રહેશે એ અર્થમાં કાયમ ટકવું તે વસ્તુની ખૂબી છે માટે આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે. સાંખ્યદર્શન એમ કહે છે કે આત્મા કર્તા પણ નથી અને આત્મા ભોકતા પણ નથી. પુષ્કર પલાશવત્ નિર્લેપ છે. પ્રકૃતિ કરે છે અને પ્રકૃતિ ભોગવે છે. તમને થશે આવી બધી મગજમારી શા માટે કરવી ? આત્મસિદ્ધિ જો સમજવી હશે તો માત્ર પારાયણથી કામ નહિ થાય. આમાં કહ્યું છે તે છ એ છ દર્શનો આમાં સમાયાં છે તે તમારે જાણવાં પડશે. ઓળખવા પડશે ને કમસે કમ આત્મસિદ્ધિનું શ્રવણ કર્યા પછી કોઇ પૂછે કે કયા કયા દર્શનો છે ? અને તમે અજાણ હો તો ન ચાલે. જાણતા હો તો કહી શકાયને કે છ દર્શનો અને તેમનું માનવું આ પ્રમાણે છે. આત્મા કર્તા પણ નથી અને આત્મા ભોકતા પણ નથી તેમ સાંખ્યદર્શન માને છે. સાંખ્યદર્શનને કહીએ છીએ કે પ્રકૃતિ જડ છે, તેમાં ભાવ ન હોય, સ્પંદન, કંપન ન હોય, રાગદ્વેષ ન હોય, કષાયો ન હોય, અશુભ કે શુભની ધારા ન હોય તેથી પુણ્ય પાપ બંધાય નહિ, આ બધું આત્મામાં થાય છે, તેથી આત્મા પોતે જ કર્મનો કર્તા છે અને આત્મા પોતે જ ભોકતા છે. - વેદાંત કહે છે જગતમાં એક જ પદાર્થ છે તે માત્ર બ્રહ્મ છે. બીજું કાંઇ નથી માત્ર બ્રહ્મ જ છે તેને આત્મસિદ્ધિ એમ કહે છે કે એકલો બ્રહ્મ જ જો હોય તો સંસારની વ્યવસ્થા ન થાય. કોણ પરિભ્રમણ કરશે ? કોણ જન્મ લેશે ? કોણ કર્મ બાંધશે ? આ વેદાંતદર્શનની વાત કરી. બૌદ્ધદર્શન એમ કહે છે કે આત્મા અનિત્ય છે, ક્ષણભંગુર છે, પર્યાય જેટલો છે તેને અમે કહીએ છીએ, સાહેબ ! આત્મા અનિત્ય જો હોય તો આત્માએ સો વર્ષ, એંશી વર્ષ દેહમાં રહીને જે પાપ કર્મો અને પુણ્ય કર્મો કર્યા હશે તેને ભોગવશે કોણ ? અને મર્યા પછી તેની હાજરી તો જોઇશે ને ? જે કરનારો છે તે જ ભોગવનારો છે. કરનાર જુદો અને ભોગવનાર જુદો ન હોય. જે ખાય તેનું જ પેટ ભરાય. અર્જુન ખાય અને પેટ ભરાય દુર્યોધનનું, એવું ન બને. જે કર્મો કરે છે તે કર્મો ભોગવે છે, માટે કરનાર અને ભોગવનાર એક જ છે. દર્શન ષટે સમાય છે, આ ષસ્થાનકમાંહિ' આ છ દર્શનો ષટ્કદમાં સમાય છે, ‘વિચારતા વિસ્તારથી’ તમે વિસ્તારથી વિચાર કરજો. વિચારવાનું કામ મન કરે છે. મસ્તક દ્વારા વિચાર થઇ શકશે. માટે જ મસ્તક અને મન જેને મળ્યાં તેને જ મોક્ષનો અધિકાર મળ્યો. મન અને મસ્તક બંને હશે તો જ મોક્ષ મળશે. મનને મોક્ષ નથી મળતો પણ મન તે મોક્ષનું સાધન છે. વિચાર કરનારો આત્મા છે અને સાધન મન તથા મસ્તક છે. તે બન્ને જેની પાસે છે તે વિચાર કરી શકો. તમે જે આ પત્પદનો ઊંડાણથી વિચાર કરશો, ગંભીરતાથી વિચાર For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૩ કરશો, વ્યાપકરૂપમાં જો વિચાર કરશો તો છ એ છ દર્શનો આ છ પદમાં સમજવા મળશે. એટલું જ નહિ પણ દ્વાદશાંગીમાં કે ૪૫ આગમોમાં જે ભૂતકાળમાં જ્ઞાની પુરુષોએ વર્ણન કર્યું છે તે તમામ વર્ણન, તમને આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી પણ મળી આવશે. પણ કયારે ? જ્યારે વિચાર કરશો ત્યારે જ મળશે. ઝડપથી બોલી જાવ, પારાયણ પૂરી થાય, પ્રસાદ મળે અને ઘર ભેગા થઇ જાવ તેટલાથી કામ નહિ ચાલે. વિસ્તારથી વિચારશો તો કંઇ પણ સંશય રહેશે નહિ. પરમકૃપાળુદેવે એ દૃષ્ટિએ લખ્યું છે કે અમે નિર્વિકલ્પ અવસ્થામાં છીએ. વિકલ્પ તો હશે જ ને ? ધંધો કરે છે, હજારોની લેવડ દેવડ કરે છે બધું જ કરે છે પરંતુ મિથ્યાત્વમોહનો ઉદય ન હોવાના કારણે પરમાર્થ તત્ત્વમાં અમને કોઇપણ જાતનો સંશય કે શંકા નથી. એ અર્થમાં, એ અપેક્ષાએ અમે નિર્વિકલ્પ છીએ. તત્ત્વ વિષે નિઃસંદેહ અવસ્થા અમારી છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયેન વિનશ્યતિ. સંશયમાં જ લોકો રહેતાં હોવાથી નિર્ણય કરી શકતાં નથી. હજુ લોકો પૂછે છે કે ઉપાદાન બરાબર કે નિમિત્ત બરાબર ? હજુ નક્કી થયું નથી. એ તો ઠીક, પણ આત્મા છે કે નહિ તે પણ નક્કી થયું નથી. પચાશ વર્ષથી સાંભળતા હોય અને વાંચતા હોય પણ સંશયને કારણે નક્કી કરી શકતા નથી. તત્ત્વનું જ્ઞાન થઇ શકતું નથી. જો વિચાર કરશો, પ્રયત્ન કરશો તો સંશય નહિ રહે અને નિઃશંક અવસ્થા થશે. દૃઢતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક, ચારે પડખાંથી જેટલા ઊંડાણમાં જવાય તેટલા ઊંડાણમાં જઇને, જેટલા તર્ક કરી શકાય તેટલા તર્ક કરીને, દલીલો કરીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો. તમારા મનમાં કોઇપણ શંકા રહેશે નહિ. સદ્ગુરુ એમ નથી કહેતા કે તું અમારું કહ્યું માન. તેમણે શિષ્યના પક્ષે શંકા મૂકી સમાધાન કરાવ્યું. આત્મસિદ્ધિમાં ગુરુના પક્ષે અને શિષ્યના પક્ષે એક જ વ્યકિત છે. દેખાય છે બે, કહેવાય છે ગુરુ - શિષ્યનો સંવાદ પણ ગુરુ અને શિષ્ય એક જ વ્યકિત છે, ગુરુ શિષ્યનો સંવાદ મૂકી નિર્દેશ એમણે કર્યો છે અને શંકાપણ વિસ્તારથી કરી છે અને સમાધાન પણ વિસ્તારથી કર્યું છે. કયાંય પણ શંકા ન રહે તેવી નિઃશંક અવસ્થા પ્રાપ્ત થવી તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનની બાબતમાં, તેની વ્યાખ્યાની બાબતમાં કયાંય પણ ગુંચવણ રહે તેવું નથી. આ છ એ છ પદની સંશય રહિતપણે શ્રદ્ધા કરી અને તેનો ભક્તિપૂર્વક સ્વીકાર કર્યો તથા સમજવું અને શ્રદ્ધા થવી એકી સાથે બન્ને કામ થયા, એક બાજુ પૂરેપૂરી સાચી સમજ, બીજી બાજુ સમ્યક્ શ્રદ્ધા, આ બંને તત્ત્વો જેના જીવનમાં સમગ્રપણે દેખાય તેને કહેવાય છે સમ્યગ્દર્શન. આવું સમ્યગ્દર્શન થવામાં મહત્ત્વનું પરિબળ વિચાર છે. વારંવાર વિચાર કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. એટલા માટે સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. પહેલો પ્રકાર-વાચના. સદ્ગુરુના મુખેથી વિધિપૂર્વક, નમ્રતાપૂર્વક, સરળતાપૂર્વક નમ્ર બનીને, હું કંઇ જાણતો નથી તેવો સ્વીકાર કરીને, એકાગ્રતાપૂર્વક, સમતાપૂર્વક, ભક્તિપૂર્વક, તન્મયતાપૂર્વક તત્ત્વનું શ્રવણ કરવું. સાંભળવું નહિ પણ શ્રવણ કરવું. શ્રવણ પછી એકાંતમાં મનન કરે, મંથન કરે, ચિંતન કરે, પરિશીલન અને અવલોકન કરે, ગાઢ ઊંડાણમાં જઇને વસ્તુ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રવચન ક્રમાંક - ૧૦૦, ગાથા ક્રમાંક-૧૨૮ જેમ છે તેમ સમજવા પ્રયત્ન કરે. પણ એકી ધડાકે વસ્તુ નહિ સમજાય. પ્રશ્નો ઊભા થશે તેથી ફરી સદ્ગુરુ પાસે આવીને પૂછે તે પૃચ્છના. બીજો પ્રકાર-પૃચ્છના-બહુ ભક્તિપૂર્વક, બહુ નમ્રતાપૂર્વક ગુરુ પાસે આવી નિવેદન કરે કે હે ગુરુદેવ ! આપે આ વાત કરી તે મને બેસતી નથી તો કૃપા કરીને સમજાવશો ? આપ જે કહો છો તે અમને ગળે ઊતરતું નથી એમ ન બોલાય. વિવેકપૂર્વક પૂછવું તે પૃચ્છના. - ત્રીજો પ્રકાર પરાવર્તન. પૃચ્છના પછી જે કંઈપણ શ્રવણ કર્યું છે તેને પુનઃપુનઃ યાદ કરવું. તમે એમ ન માનશો કે એક વખત સાંભળ્યું એટલે યાદ રહી જશે. પરાવર્તન પછી આવે છે (૪) અનુપ્રેક્ષા. પછી આવે (૫) ધર્મકથા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈને તત્ત્વનું ચિંતન કરવું. આ પ્રોસેસ છે આનાથી સમજણ સ્પષ્ટ થાય, સમ્યક્ સમજણ થાય એને સંશય ન રહે. તત્ત્વ વિષે કોઈપણ જાતનો સંશય ન રહે એ પ્રકારની મનની અવસ્થા. એમને એમ સમજ્યા વગર જડતાપૂર્વક માની લે તે સમજણની અવસ્થા નથી. સમજણની અવસ્થા એ છે કે તમારી બુદ્ધિ જેટલી પહોંચે તેટલી પહોંચાડ, તત્ત્વ જેવું છે તેવું સમજવા પહેલાં નિર્ણય કરો. ઉપસંહારની પહેલી ગાથા છે કે “દર્શન પટે સમાય છે આ પટસ્થાનક માંહિ.” આ છ એ છ દર્શનો ષટસ્થાનકમાં સમાય છે. હે શિષ્ય ! વિસ્તારથી વિચાર કરીશ તો કોઈપણ જાતનો સંશય અથવા સંદેહ મનમાં રહેશે નહિ. હવે પ્રશ્ન જ નથી. પ્રશ્નો બધાં ખરી પડ્યા. ઉપનિષદમાં કહ્યું કે હે ગુરુદેવ ! તમારા ઉપદેશના ગ્રહણ પછી મનમાં રહેલા સંદેહો અને જેટલી શંકા હતી તે બધું જ ખરી પડયું. પાકેલ પાંદડાની જેમ ખરી ગયાં, અમે સંશયો અને વિકલ્પો વગરનાં બની ગયા. આ ઉપસંહારની પ્રથમ ગાથા કહીને, હવે જે ગાથાઓ ચાલુ થાય છે, તે પ્રત્યેક ગાથામાં એક વિશેષ પ્રકારના સિદ્ધાંતો આવશે. ૧૨૯મી ગાથામાં ચાર વાતો કરવી છે. એક વાત આધ્યાત્મિક દૃષ્ટિએ સૌથી મોટો રોગ કયો? શારીરિક રોગોનાં નામો તમે સાંભળ્યા હશે. ડોકટરો કહેતા હશે અને તે રોગો આપણને પણ થતા હશે. માનસિક રોગો પણ છે, દ્વેષ, ભય, મૂંઝવણ, શંકાશીલ મન, ચિત્તભ્રમ, ચીડાઈ જવું, ગુસ્સે થવું, મગજ તેજ રહે વિગેરે માનસિક રોગો છે તેમાંથી ડીપ્રેશન, સપ્રેશન જેવી અણમોલ ભેટ આપણને મળે છે, તેના કારણે મન ઉપર બોજો કંટાળો અણગમો આવે છે. જુવાન બુદ્ધિશાળી માણસ ડોકટર કે વકીલ હોય છતાં પોતે ઝેર પી મરી જાય છે અને ચિઠ્ઠી લખતો જાય કે જીવનથી કંટાળો આવ્યો. આ મનનો રોગ છે. અસહિષ્ણુતા, ઈર્ષ્યા એ બધા મનના રોગો છે. બીજાને તમે સુખી ન જોઈ શકો તે મનનો રોગ. બીજાથી તમને ભય મૂંઝવણ થાય તે મનનો રોગ. તે કરતાં પણ ભયંકર રોગ તે આધ્યાત્મિક રોગ છે. શારીરિક રોગો વિષે ડોકટરોને ખ્યાલ આવે. માનસિક રોગો વિશે સાઈકોલોજીસ્ટ વિશેષ પૃથક્કરણ કરીને કહે છે. કેટલાંક લોકો એક વાત પકડી તેને ઘૂંટયા જ કરે, રીપીટેશન કર્યા જ કરે પણ તેનો વાંક નથી. સાઈકોલોજીસ્ટ તેને માનસિક રોગ કહે For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૫ છે. તેની વાત કોઈ ન સાંભળે તો કહેશે મારી વાત કોઈ સાંભળતું જ નથી. આ ઘરમાં મારું કોઈ છે જ નહિ. તે બોલ્યા જ કરે અને બીજા કંટાળી જાય. આ માનસિક રોગ છે. પરમકૃપાળુ દેવને કહેવું છે કે મોટા ભાગના માનસિક રોગો આધ્યાત્મિક રોગોમાંથી ઉત્પન્ન થાય છે. આજે નહિ તો કાલે અને કાલે નહિ તો ચાર-પાંચ વર્ષ પછી બજારમાં નીકળશો તો વાંચવા મળશે કે ડાબી આંખના સ્પેશીયાલીસ્ટ, બીજે વાંચશો કે જમણી આંખના સ્પેશ્યાલીસ્ટ, હાર્ટના સ્પેશ્યાલીસ્ટ પણ પછી આવા બોર્ડ પણ નીકળી જશે, પછી તમે એક જ બોર્ડ વાંચશો કે સાઇકલોજીકલ રીસર્ચ કરનારા ડોકટરો, મનોવૈજ્ઞાનિક ડોકટરો, હવે જે દવાઓ થશે તે મનોવૈજ્ઞાનિકો મનના રોગોની દવાઓ કરશે. ધીમે ધીમે તેઓ એ નિર્ણય પર જઈ રહ્યા છે કે શરીરના મોટા ભાગના જે રોગો થાય છે તે મનના રોગોના કારણે થાય છે. મન દબાય અને પીડાય તે ક્રોધ છે, ક્રોધના કારણે ઘણા બધા રોગ થાય છે. હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક, લોહીના રજકણો બદલાઈ જાય, આ બધા ક્રોધનાં પરિણામો છે, છતાં ક્રોધ કર્યા વગર આપણે રહી શકતા નથી. ક્રોધથી દુર્ગતિ થાય છે તે વાત જવા દો. ક્રોધ કરવાથી સંતાપ થાય, તમે લાલઘૂમ થઈ ગયા, ગુલાબના ફુલ જેવું હસતું મોં કરમાઈ ગયું અને તમારી સામે જે હસતો હતો તેને પણ તમે હસતો બંધ કરી દીધો. તમે શું મેળવ્યું ? બંનેના મોઢા ચડી જાય. આ માનસિક રોગ છે અને આ બધાનું મૂળ આધ્યાત્મિક રોગ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આધ્યાત્મિક દૃષ્ટિએ સાધના શું કરવી તેનું રહસ્ય આમાં છે. બહુ મૌલિક રહસ્ય છે. આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, તેના જેવો મોટો કોઈ રોગ નથી. “આપ આપસે ભૂલ ગયા, ઇનસે કયા અંધેર' તું પોતાને જ ભૂલી ગયો, આનાથી વધારે અજ્ઞાન શું હોઈ શકે? આપણે ઘણી વખત નિકટના જ સગાને લગ્નની કંકોત્રી આપતાં ભૂલી જઈએ છીએ. તેઓ મળે ત્યારે કહેશે કે અમે નિકટના છીએ, તમે અમને જ ભૂલી ગયા ? પરમકૃપાળુદેવ કહે છે કે અહીં તો એથીએ મોટો ગુનો છે કે તમે તમને ભૂલી ગયાં. પોતાના સ્વરૂપનું ભાન નથી, શું વાત છે? તમે તમને ભૂલ્યા. પોતાના સ્વરૂપનું ભાન નહિ તેના કારણે ચિત્તમાં દ્વ થાય છે. તેને કહેવાય છે ભ્રાંતિ. ભ્રાંતિ એટલે ભ્રમણા. એક ભાઈ સાંજના ટાઈમે પાડોશીને ત્યાં ગયા. પછી થોડીવાર થઈ એટલે કહ્યું કે તમે મારા ઘેર કેમ આવ્યા છો? કંઈ કામ હતું? પાડોશી કહે કે અરે ! અમે તો અમારા જ ઘરમાં છીએ, પણ તેઓ માનતા જ ન હતાં. તે કહે કે આ ઘર તો મારું છે. સાહેબ ! એના મગજનું તો ઠેકાણું નથી પરંતુ આપણા મગજનું પણ કયાં ઠેકાણું છે ? જે ઘર મારું નથી તેને પોતાનું માન્યું છે. તમને ગમે કે ન ગમે પણ સત્ય તો આ છે કે શરીર તમારું નથી. હું આ શરીર અને શરીરને વળગીને જે કંઈ રહ્યું છે તે બધું મારું, એ પ્રકારની બુદ્ધિપૂર્વકની માન્યતા તેને કહેવાય છે ભ્રાન્તિ અથવા ભ્રમણા. આપણે એનામાં જીવીએ છીએ માટે ચિત્ત આત્મામાં રહી For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પ્રવચન ક્રમાંક – ૧૦૦, ગાથા ક્યાંક-૧૨૮ શકતું નથી અને બીજે ભટકે છે. બીજે ભટકે છે તેને યોગની પરિભાષામાં વિક્ષેપ કહે છે, ચંચળતા કે અસ્થિરતા કહે છે. મન બીજે ભટકે છે કારણ તેને કેન્દ્ર નથી મળ્યું. अविक्षिप्तं मनः तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । (३६) પૂજ્ય પાદસ્વામીએ સમાધિતંત્રમાં કહ્યું છે કે અવિક્ષિપ્ત મન છે તે તત્ત્વ છે, સ્વસ્વરૂપમાં જ નિશ્ચલ થઈ ગયેલું મન તે તત્ત્વ છે. વિક્ષિપ્ત મન છે તે આત્મવિભ્રમ છે. મનમાં કોઈ જાતનો વિક્ષેપ ન હોવો જોઈએ. મનમાં વિક્ષેપ ન હોય તે જ્ઞાન અને વિક્ષેપ હોય તે ભ્રાન્તિ અથવા ભ્રમણા. એ ભ્રમણાના કારણે રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન છે, ચળવિચળ પરિણામ છે. તેના કારણે કર્મબંધ થાય છે. અત્યારે આટલી વાત. બાકીની ચર્ચા આપણે ફરી કરીશું. બહુ શાંતિ અને ધીરજથી તમે સાંભળો છો. હવે પછીના સૂત્રો બહુ સમજવા જેવાં છે. કદાચ કઠિન લાગે, ગહન પણ લાગે છતાં સમજવા બહુજ અનિવાર્ય છે. સમજવા જરૂર પ્રયત્ન કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ગાથા ક્રમાંક - ૧૨૯ (પ્રવચન ક્રમાંક - ૧૦૧ રોગ-આત્મભ્રાંતિ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વેદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. (૧૨૯) ટીકા - આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી. સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. (૧૨૯) આ ગાથામાં જે શબ્દો વાપર્યા છે, તેમાં વેદાંતદર્શનની છાંટ છે, “બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, વિ. શંકરાચાર્યજીએ વેદાંતની બાબતમાં અનેક ગ્રંથો લખ્યાં છે. પંચદશી, વિવેક ચૂડામણિ, મોહમુદગર તેમાં વેદાંતની વાત છે. વેદાંતે બે શબ્દો વાપર્યા, એક શબ્દ છે બ્રહ્મ અને બીજો શબ્દ છે માયા. માયા શબ્દનો બીજો અર્થ થાય ભ્રાંતિ, ભ્રાંતિનો અર્થ ભ્રમણા થાય. ભ્રાંતિ મૂળ વેદાંતનો શબ્દ છે પણ બધા દર્શને તે વાપર્યો છે. (૧) ઘડાનું મોટું નાનું અને પેટ મોટું હોય. ઘડામાં બોર ભર્યા હોય, વાંદરો બોર લેવા હાથ ઘડામાં નાખે. મુઠ્ઠી ભરે પછી તેનો હાથ બહાર નીકળે નહિ, એટલે તેને ભ્રમણા થાય કે અંદર તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આવી ગેરસમજ તે ભ્રાંતિ-ભ્રમણા. મુઠ્ઠીમાંથી બોર છોડી દે તો હાથ બહાર નીકળી જશે. આપણે પણ સંસારને મુઠ્ઠીમાં પકડીને બેઠા છીએ અને કહીએ છીએ કે અમને સંસાર છોડતો નથી, (૨) પોપટ લાકડી ઉપર બેસે છે પછી ગોળ ગોળ ફરે છે પછી તેને થાય છે કે હું પડી જઈશ એટલે લાકડી મજબૂત પકડી રાખે છે. તેને ભ્રમણા થાય છે કે હું પકડાઈ ગયો છું, તેને કહેવાય છે ભ્રાંતિ. (૩) હરણની ઘૂંટીમાં કસ્તુરી પેદા થાય છે. હરણ સુગંધ પાછળ પાગલ છે, તેને થાય છે સુગંધ બહારથી આવી રહી છે. તેથી બહાર શોધવા દોડાદોડી કરે છે, દશે દિશામાં ફર્યા કરે છે, આનું નામ છે ભ્રાંતિ. (૪) ખેડૂત ખેતરમાં કૃત્રિમ માણસ-ચાડિયો ઊભો કરે છે, તેને જોઈને ગાય, ભેંસ, તેને માણસ માની પાસે આવતાં નથી. આ ગાય, ભેંસને ભ્રાંતિ થાય છે. તેવી જ રીતે (૫) ભાલ પ્રદેશમાં ઘણી વખત એવું થાય છે કે ભર બપોરે દૂર નદી વહેતી દેખાય, ત્યાં જાવ તો પાણી ન હોય. પાણી ન હોય ને પાણી દેખાય એ ભ્રાંતિ-ભ્રમણાં. (૬) કૂતરું હાડકું લઈ આવે, તેને ચૂસે. હાડકાની કણી જડબામાં ભરાઈ જાય, લોહી નીકળે છે. લોહીનો સ્વાદ આવે છે પોતાના જડબામાંથી, પરંતુ મોમાં પડેલ હાડકામાંથી આવે છે તેમ માની મઝાથી હાડકું ચૂસે For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ છે. એ ભ્રાંતિ. છેલ્લું દૃષ્ટાંતઃ રાતના અંધારામાં રસ્તા ઉપર દોરડું પડેલું હોય, ઘણીવાર ચાલ્યા જતા માણસને લાગે કે સાપ લાગે છે અને બાપ! આ તો સાપ છે એમ બૂમાબૂમ કરી મૂકે છે. આ બધી ભ્રાંતિઓ છે તેમ આ શરીર તે હું છું તેને કહેવાય છે ભ્રાંતિ. વાસ્તવિક રીતે તમે શરીર નથી. શરીરમાં તમે છો. જે પોતે છે તે ન સ્વીકારવું, અને જે પોતે નથી તે માનવું તેનું નામ ભ્રાંતિ. બહુ સમજવા પ્રયત્ન કરજો. “જે પોતાનું થવાનું નથી, પોતાનું હતું નહિ, આવ્યા ત્યારે સાથે લાવ્યા ન હતા, જશો ત્યારે સાથે જશે નહિ, વચગાળામાં આ ઘટના ઘટે છતાં પોતાનું માને તેનું નામ ભ્રાંતિ. પરમકૃપાળુદેવે કહ્યું કે આત્મભ્રાંતિ સમ રોગ નહિ'. આ સંસાર ભ્રાંતિમાંથી મોહમાંથી ઊભો થાય છે. આને માયા કહો, અજ્ઞાન કહો કે અવિદ્યા પણ કહો. જે પદાર્થો નાશવંત છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે, જોતજોતામાં વિખરાઈ જવાના છે, ચાલ્યા જવાના છે અને ખતમ થઈ જવાના છે, એ પદાર્થો કાયમ રહેશે એમ માની તેની સાથે મમત્વની મજબૂત ગાંઠ બાંધવી તેનું નામ ભ્રાંતિ. તમને કોઈ એમ કહે તિજોરીમાં મૂકેલાં નાણાં બહાર કાઢવાની કે બજારમાં જવાની જરૂર નથી. તમે તુરત જ કહેશો કે એવું ન થાય. ધંધો કરવો જોઈએ. જ્ઞાની કહે છે કે અરે ! લક્ષ્મી ચંચળ છે, નાશવંત છે. વીજળીના ઝબકારા જેવી છે છતાં આ કાયમ રહેશે” એમ માનવું તે એક જાતની ભ્રમણા કે ભ્રાંતિ છે. “કાચની કાયા રે, છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની', આ કાયા પણ કાયમ રહેવાની નથી, સ્વજનો સારા છે, સુખ આપે છે, અનુકૂળ છે, પણ સાહેબ ! આ પક્ષીનો મેળો છે. આશ્રમની અંદર વૃક્ષો હોય છે, સાંજ પડતાં હજારો પક્ષીઓ એ વૃક્ષો ઉપર આવે છે. અમે તો કહીએ છીએ કે આખા દિવસમાં એમણે જે કર્યું હોય, તે વાતો કરે છે. જ્યાં જઈ આવ્યાં ? શું ખાધું? કયાં પાણી પીધું ? મઝા કરી ? કેવી લહેર આવી તે વાતો કરતાં હશે. સવારે જુઓ તો એક પણ પક્ષી ન હોય. આમ કુટુંબ પણ વડલાના ઝાડ જેવું છે અને કુટુંબીઓ ભેગાં થયેલાં પક્ષીઓ જેવાં છે. એક દિવસ બધા જ વિખરાઈ જવાનાં છે. “કાયમ સાથે રહીશું' એમ માનવું તે ભ્રાંતિ છે. આ ભ્રાંતિ-ભ્રમણાની વ્યાખ્યા થઈ રહી છે. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ભવન ઉપર ભવન. ફલેટ ઉપર ફલેટ બનાવતો જાય છે પણ વિચાર કર કે ભીંત જો કાચી છે તો તૂટી પડતાં વાર નહિ લાગે. અજ્ઞાનતાપૂર્વક ગેરસમજણ હોવી તેનું નામ ભ્રાંતિ. હું આત્મા છું, હું શરીર નથી, તેના બદલે હું શરીર છું, હું આત્મા નથી, ભ્રાંતિના કારણે આ બે ભૂલો આપણે વારંવાર કરતા આવ્યા છીએ. એટલા માટે કહ્યું કે “આત્મભ્રાંતિ સમ રોગ નહિ'. આ આત્માની ભ્રાંતિ છે તેના જેવો બીજો કોઈ રોગ નથી. એ જ બધા દુઃખનું મૂળ છે. એના કારણે અનાદિકાળથી સંસારમાં છીએ, તમે આજે છો તે પ્રમાણ છે. તમે ગઈકાલે પણ હતા એમ ભૂતકાળમાં જાવ તો અનંતકાળ ગયો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન ! તું ન હતો અને હું ન હતો તેવો કોઈ કાળ નથી અને ભવિષ્યમાં હું નહિ હોઉં કે તું નહિ હો For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯૯ તેવો કાળ પણ હશે નહિ. આપણો અંત આવવાનો નથી, પરંતુ એટલું છે કે તારું આ શરીર નહિ હોય, અને મારું આ શરીર નહિ હોય, પરંતુ આપણે હોઈશું. કાંઈ સમજાય છે ? હું બોલવામાં ભૂલ નથી કરતો, હું સત્ય કહી રહ્યો છું કે આ મોરમુગટવાળો કૃષ્ણ નહિ હોય અને આ ગાંડીવ બાણાવળી અર્જુન નહિ હોય. જે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા સજ્જ થયા છે, તે આજે, કાલે, બધા જશે પણ બધા જ હશે. હા, હચમને શરીરે.” “મનો નિત્ય, શાશ્વયં પુરાણો' એ અજર છે, નિત્ય અને શાશ્વત છે, અનાદિકાળથી છે. શરીર હણાવા છતાં જે હણાતો નથી. આવું તત્ત્વ હોવા છતાં તેને ન માનવું તેનું નામ ભ્રાંતિ. પરમકૃપાળુદેવ કહે છે, આ ભ્રાંતિના કારણે દુઃખ છે, મોહ છે અને આ ભ્રાંતિના કારણે મમત્વ અને આસકિત છે, આ ભ્રાંતિના કારણે મારાપણું છે. તમને થશે કે આ મારો બાબલો ઇંગ્લીશ મીડીયમમાં ભણશે, એમ.બી.એ. નો કોર્સ કરશે. મોટી કંપનીમાં કામ કરશે, ઘણો બધો પગાર હશે. આ બધી કલ્પના થાય અને તેના ઉપર મમત્વ થાય, એ તો સમજયા પરંતુ સામે ગાય બાંધી છે, તેના વાછરડાને તેનાથી દૂર રાખશો તો આખી રાત ભાંભરશે કે મારું વાછરડું કયાં? હવે તેનું વાછરડું ઇંગ્લીશ ભણી એમ.બી.એ. નો કોર્સ વગેરે કરવાનું છે ? એ ગાયને કોણ કહેશે કે “તારું વાછરડું મોટું થઈ તને ઓળખશે પણ નહિ. પણ તું તેને પોતાનું માને છે તે ભ્રાંતિ છે. તમે પણ જે તમારું નથી તેને પોતાનું માનો છો તે ભ્રાંતિ છે, એ ભૂલ છે અને તેના કારણે કર્મ બંધાય છે. કર્મના કારણે જન્મ મરણ કરવાં પડે છે. એટલા માટે કહ્યું કે “આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી' શરીરના રોગો છે, મનનાં રોગો છે, ઘણાં રોગો છે, પણ આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી. બીજી મોટી વાત એ છે કે આ રોગ છે તે ખબર પડતી નથી. આપણે અહીં બેઠા છીએ તે બધા જ રોગી છીએ. બધાને આ ભ્રાંતિનો રોગ લાગુ પડેલ છે. આ ભ્રાંતિરોગની ખબર પડે તેવી કોઈ સરકારી હોસ્પીટલ નથી, બ્રીચકેન્ડી કે જશલોકની પણ હોસ્પીટલ નહિ પણ એકજ જગ્યા છે જગતમાં ને એ જગ્યાનું નામ છે સત્સંગ. સત્સંગમાં જાવ ત્યાં આ શબ્દો કાને પડશે કે આત્મભ્રાંતિ સમ રોગ નહિ. બીજા સંગમાં લગ્નમાં કે મેળાવડામાં આ શબ્દો સાંભળવા નહિ મળે. લગ્નમાં તો ઓર ઠાઠ હોય છે. રાચનારા રાચે છે, ને જોનારા બળતાં હોય છે. એમને ભાન નથી પરંતુ સત્સંગમાં એને ખબર પડે કે આ રોગ છે. - હવે સવાલ એ થાય છે કે આ રોગ મટે તેવો છે? ડોકટર તો તમને તપાસશે, ફોટો લેશે, નિદાન કરશે પછી કહેશે કે ગંભીર રોગ છે. તમે પૂછશો કે મટાડી શકાશે ? ના. તત્ત્વજ્ઞાનના શાસ્ત્રો કહે છે કે આત્મભ્રાંતિ જેવો બીજો રોગ નથી પણ તે મટી શકે તેમ છે. એ રોગની ખબર સત્સંગમાં પડે, બીજે ન પડે, પણ મટાડશે કોણ? પરમકૃપાળુદેવે કહ્યું કે સદ્ગુરુ વૈદ્ય સુજાણ' શબ્દ અદ્ભુત છે. વૈદ્ય પણ બે પ્રકારના હોય છે. એક કોઇપણ જાતની અપેક્ષા ન રાખે ને દવા કરે. એક ઝંડુ ભટ્ટ નામના મોરબીમાં વૈદ્ય હતા. એક દરદીને જોવા ગયા. દર્દીને ટી.બી. હતો અને ઉંમર પચ્ચીસ વર્ષની જ હતી. પત્ની ખાટલા પાસે For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ બેઠી બેઠી રોતી હતી. તેણે ઓશીકા નીચે પાંચ હજાર મૂકી બાઈને કહ્યું કે દવા મોકલું છું. સાત્વિક ખોરાક આપજો. પૈસા મળી રહેશે. આવા પણ વૈદ્ય હોય છે અને બીજા ડોકટર એવાં પણ હોય કે દર્દીનું ઓપરેશન કરતાં કરતાં આવે અને કહે કે દર્દી જોખમમાં છે. બીજા ૫૦ હજાર ટેબલ પર મૂકો તો અમે મહેનત કરીએ. ગુરુ પણ બે પ્રકારના હોય છે ઝંડુ ભટ્ટ જેવા અને ડોકટર જેવા. જે ડોકટર જેવા છે તેને કુગુરુ કહ્યા છે. હું વારેવારે કહેવતો કહ્યા કરું, છું જેથી તમને સમજણ પડે. ચા બગડ્યો તેનો દિ બગડ્યો, અથાણું બગડયું તેનું વર્ષ બગડયું, ઘરવાળી કે ઘરવાળો બગડયો તેનો ભવ બગડયો પણ ગુરુ બગડ્યા તેના તો જન્મોજન્મ બગડ્યા. ગુરુ વગર તો ચાલશે પણ કુગુરુ તો જરાય નહિ ચાલે. જંતરમંતરવાળાં કે ઠંડા પહોરનાં ગપ્પાં મારે તેવા નહિ ચાલે. તમે બારમે ગુણસ્થાને છો, તેરમે ગુણસ્થાને છો. તમે ભગવાન છો અને હું પણ ભગવાન છું. નાચો, ઘંટ વગાડો, ઢોલ પીટાવો આવા ધંધા કુગુરુ કરે. સદ્ગુરુ તો એ છે કે જેણે વીતરાગ પુરુષોના સિદ્ધાંતો વીણી વીણીને જીવનમાં ઉતારીને સ્વાનુભવ કર્યો છે. જે પોતે વીતરાગના પ્રતિનિધિ બની જીવી રહ્યા છે એવા સદ્ગુરુ તે વૈદ્ય છે. તેઓ સુજાણ છે એટલે અનુભવી છે. અનુભવી તેને કહેવાય કે કયા દર્દની કઈ દવા છે તે બરાબર જાણતા હોય. આ સદ્ગુરુ ભ્રાંતિની દવા કઈ છે તે બરાબર જાણે છે. તેઓ એ રોગને પારખે છે. ક્રોધની દવા ક્ષમા છે, અહંકાર છે તો નમ્રતા તેની દવા છે, માયા માટેની દવા સરળતા છે, ઈર્ષા છે તો પ્રેમ તેની દવા અને દ્વેષભાવ છે તો મૈત્રીભાવ તેની દવા છે. હિંસાની દવા અહિંસા છે. દુરાચારની દવા સદાચાર અને અસત્યની દવા સત્ય છે. આ બધી દવાઓના જેમણે પ્રયોગો કર્યા છે તેઓ બરાબર અનુભવી છે. જેનો પ્રયોગ કરવાથી અનાદિ કાળથી થયેલ ભ્રાંતિ નામનો રોગ મટે છે માટે સદ્ગુરુ એ અનુભવી વૈદ્ય છે અને “સુજાણ'સારા જાણકાર પણ છે, તે જાણકાર અને અનુભવ કરનાર બને છે. પોતે જ્યારે સાધક હતા અને તેમણે સાધનાનો પ્રારંભ કરેલ અને તેમને કોઈ સદ્ગુરુએ આ રોગની દવા બતાવેલ હશે. એમને પણ સાધના કરતાં કરતાં ખ્યાલ આવ્યો હશે કે મને રાગ પજવે છે, દ્વેષ પજવે છે, ક્રોધ અને ઈર્ષ્યા પજવે છે. તેમણે પણ તેમના સદ્ગુરુના ચરણમાં માથું મૂકી પૂછ્યું હશે કે આટલાં બધાં તપ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, પરંતુ હજુ કંઈ હાથ આવ્યું નથી. લઘુરાજ સ્વામી કૃપાળુદેવને મળ્યા ત્યારે તેમણે કૃપાળુદેવને દિલ ખોલી, સરળતાથી નમ્રતાથી પૂછ્યું કે ત્રણ વરસીતપ કર્યા, મુનિ બની સાધના કરી, મૌન રહ્યા, એકાંતમાં રહ્યા પરંતુ સાહેબ ! કામવાસના હજુ કેડો મૂકતી નથી. પોતાનો દોષ છૂપાવ્યા વગર રજુ કર્યો. એ બતાવી આપે છે કે તેમનામાં લાયકાત છે. કામવાસના હોવી એક વાત છે પણ સ્વીકાર કરીને સદ્ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક છૂપાવ્યા વગર નિવેદન કરવું એ જુદી વાત છે. આ સાધુ છે, કૃપાળુદેવ ગૃહસ્થ અવસ્થામાં છે છતાં વાત કરી કે અમને ક્રોધ પીડે છે, કામવાસના પાડે છે. એવો એકરાર કરવામાં હિંમત, સામર્થ્ય અને સરળતા જોઇએ. કુગુરુઓ હોય છે તેઓ મહોરા પહેરે, બહારથી આડંબર કરે “જાણે સંતના ચાળા.” For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૧ કોઈ કવિએ કહ્યું છે કે તવ દૃષ્ટિએ જોતાં જેનાં કૃત્ય દિસે છે કાળાં, શોભા બગ તણી પેરે સારી, માછલાં દીએ તરત મારી. અહીં તો સદ્ગુરુ જ જોઈએ. જેઓ સાધનાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા છે. તેમણે તેમના સદ્ગએ કહેલું બધું પાલન કરેલ છે. કયારેક ક્યારેક ગુરૂગમ નહિ હોય, અણગમો પણ થયો હશે. અને ગુરુ આજ્ઞા કરે પણ મન ના પાડે તેવું પણ થયું હશે. આવા દર્દોમાંથી પસાર થયા હશે તથા તેમણે ઘણાં દર્દો મટાડયાં છે, તેઓ અનુભવી છે. જેમણે અનુભવ નથી તેઓ જો દવા આપવા જાય તો દર્દ ફૂટી પણ નીકળે. દવા કામ ન કરે, દવા અવળી પણ પડે. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું કે સદ્ગુરુ જોઈએ અને સુજાણ એટલે અનુભવી જોઈએ. તેઓ જે ઉપાય બતાવે તેનાથી શિષ્યનો રોગ અવશ્ય મટી જાય. આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. સદ્ગુરુ બોધ આપે તે એમની દવા. બોધ મળ્યા પછી શિષ્ય તેનો વિચાર કરે તે દવાનો ઉપયોગ. એ દવા ગુણ કયારે કરે ? પરિણમે ક્યારે ? દર્દી તો ડોકટરને પૂછે કે આ દવા લઈને શું પરેજી રાખવી? ડોકટર કહેશે બધું ખાવું. ખાશો તો મારું કામ ચાલશે ને ? તમે ખાધા કરો અને મારી પાસે આવ્યા કરો. વૈદ્યને પૂછો તો કહેશે એસીડીટી છે તેથી તળેલું, ખાટું બંધ કરવું. પથ્ય એ મોટું સાધન છે. દવાને પરિણમવા દેવી હોય, દવાને અંદર કામ કરવા દેવી હોય તો સદ્ગુરુની આજ્ઞામાં રહીને વર્તન કરો. રવિશંકર પાસે સિતાર શીખવી છે અને તેમને કહે હું વગાડીશ, તમારે વચ્ચે નહિ બોલવું. તો કેવી રીતે શીખશે? જેને સાધના કરવી હશે તેને સરુના ચરણોમાં બેસવું પડશે અને ભ્રાંતિરોગ જો મટાડવો હોય તો રોગની દવા લીધા પછી કડકપણે પથ્ય-પરેજીનું પાલન કરવું પડશે. પથ્ય પાલન કરવાની આપણી તૈયારી નથી. આ પરમાર્થ માર્ગમાં ન ચાલે. પરમાર્થ માર્ગમાં તમને તમારી જાતની ખબર નથી, કયાં વૃત્તિઓ અટકાવશે તે પણ ખબર નથી. એક વરઘોડો નીકળ્યો હતો. બાવાજી તેમાં આંખ મીંચીને બેઠા હતા. શિષ્ય પણ પાસે બેઠો હતો. શિષ્ય કહે છે ગુરુજી આંખો ખોલોને, તો કહે ના, પણ પાછળ જોઈને તું મને કહે કે કેટલાં માણસો પાછળ આવે છે ? માયા તો અનેક પ્રકારે કામ કરે છે. તેના રંગ ઢંગ બહુ જુદા છે. તમને કયારે પકડવા ? અને કેમ પકડવા તે બધું માયાને આવડે છે. કયારેક અહંકાર, કયારેક કામવાસના, કયારેક ક્રોધ પકડશે, કયારેક ઈર્ષા પકડે, પણ પકડે છે. સાહેબ ! બિલાડી ઉદંરને પકડે પછી કોણ છોડાવવા જાય ? તેમ માયાએ જેને પકડયો છે તે કોઈથી છૂટશે નહિ, એ હિંમત માત્ર સદ્ગની છે. તે સિવાય કોઈ છોડાવી ન શકે. પણ એને છૂટવું હોય તો છોડાવી શકે, પણ એ સાફ ના પાડે તો? - સદ્ગુરુની આજ્ઞા એ હુકમ નથી, દબાણ નથી, લશ્કરનો નિયમ નથી, સરમુખત્યાર નથી પણ આજ્ઞા એ ચરી છે અને રોગ હોય તો ચરી પાળવી જ પડે, નહિ તો દવા ગુણ ન For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ કરે. લાલબત્તી થાય એટલે ગાડી ઊભી રાખવી જ પડે, પણ તમે કહો કે હું કરોડપતિ છું, હું તો ગાડી ચલાવીશ, તો એકસીડન્ટ થાય. સાધના કરવી હોય, વૃત્તિઓ વિકારો જીતવા હોય, કર્મોને હાર આપવી હોય, અનાદિકાળનાં સંસ્કારો અને વાસનાઓ જીતવી હોય તો નિયમોનું પાલન કરવું પડે. બહારની દુનિયામાં વિજય મેળવવો સહેલો છે, બીજા ઉપર શાસન કરવું સહેલું છે, ઘરવાળીને દબડાવી શકાય, જો કે હવે જમાનો બદલાઈ ગયો છે. હું આમાં કંઈ પડતો નથી. આ બધું થઈ શકે પણ નિયમો પાળવા કઠિન છે પરંતુ કરવું તો પડશે. રસ્તા ઉપર લખ્યું છે ભય, તો ભયથી ચેતતા રહો. પરંતુ જો તમને થાય કે “ભય કી ઐસી તૈસી' તો તું ઠેકાણે પડી જઇશ. ટ્રેઈન આવતી હોય અને વહીસલ વગાડે, “બાજુ ખસો', પણ આપણે ન ખસીએ તો કપાઈ જઈએ. નિયમ તે નિયમ. આધ્યાત્મિક સાધનામાં પણ આંતરિક ઘટનાની આપણને ખબર નથી. એ ઘટનાઓને સદ્ગુરુ જાણે. કંઈ સમજાય છે ? સદ્ગુરુની અહીં જરૂર છે. હું વારે વારે કહું છું. આ સદ્ગુરુવાદ નથી. સદ્ગુરુ તમારી પાછળ પડ્યા નથી. પડવાના પણ નથી. તેમને કંઈ જ લેવા દેવા નથી. અહીંથી ઊભા થયા પછી તમે હાથ નહિ જોડો તો તેમને ન તો ઓછું આવશે કે ન તો ખોટું લાગશે. તેમને કંઈ સ્પર્શતું નથી. પરંતુ તમારે વૃત્તિઓ જીતવી હોય, ભ્રાંતિ જીતવી હોય, રોગ કાઢવો હોય તો ગુરુ કહે તેમ કરવું પડે. મોટો વકીલ હોય, કોર્ટમાં દલીલ કરતો હોય પરંતુ ગળું બગડી જાય અને માંદો પડે ને ડોકટર પાસે જાય. ડોકટર કહેશે કે આ આ કરો તો તે વાંકો રહીને કરશે. કયાં જાય? વ્યવહારમાં દર્દો મટાડવા આ નિયમો પાળવા પડે છે. આધ્યાત્મિક ચઢાણ કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે. તમે સાધનાની શરૂઆત કરી નથી એટલે સલામત છો. ઉપાધિ નથી. કરો જ નહિ તો મુશ્કેલી ક્યાં છે ? સ્વાધ્યાય થયા પછી અમે પૂછીએ કે કેમ છો ? તો કહેશે લ્હેર છે. સ્વાધ્યાય સાંભળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. કંઈ કરવાનું જ નથી, પછી શું? કરવાની શરૂઆત કરો તો આઘાત પ્રત્યાઘાત આવે. આપણી એક પણ ઈન્દ્રિય પર કાબૂ નથી. એક ભાઈ ચાલ્યા જતા હતા. સામે સિનેમાના પાટિયા ઉપર ધ્યાન ગયું. એટલા તન્મય થયા જોવામાં કે વચ્ચે લાઇટનો થાંભલો આવ્યો તે દેખાણો નહિ અને પડયા. ઘરવાળીએ ધમકાવ્યા, આંખો સખણી રાખોને, ઇધર ઉધર જોવાનું બંધ કરો. એક ભાઈને પેટમાં દુઃખતું હતું અને પાડોશીને ત્યાં મળવા ગયા. ત્યાં ગરમ ગરમ ભજીયાં થતાં હતાં. નાસ્તામાં આપ્યાં તો ખાઈ લીધાં. પછી સખત દુઃખાવો થયો. પેટ ઉપર કંટ્રોલ નથી. એક ભાઈ જમ્યા પછી આળોટતા હતા. શું થયું ? તો કહે મોહનથાળ વધુ ખવાઈ ગયો. મોહનથાળ પારકો હતો પણ અરે ! પેટ તો તારું હતું ને ! સાધના કઠિનમાં કઠિન વાત. આંખ જીતવી કઠિન, જીભ જીતવી કઠિન. એક ભાઈ કહે હું બોલતો નથી પણ બોલું ત્યારે એવું બોલું કે સામાને રડાવી દઉં. તતડાવીએ પછી ચૂં કે ચાં ન કરે. બીજા તેને ના પાડશે તો નહિ માને. અરે ! આ તારું કામ નથી, રહેવા દે, આ કહેવાનો અધિકાર એક સદ્ગુરુને છે. ફરી કહું છું કે સદ્ગુરુને કોઈ ધંધો કરવો નથી કે નથી માંડવી દુકાન. મારા ઘરાક બીજે ચાલ્યા For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૩ જશે તેમ પણ નથી. બીજા રૂપિયામાં આપે છે તો હું બાર આનામાં આપીશ. મારી પાસે આવો તેમ પણ નથી. ત્રણ ઉપવાસથી મોક્ષ મળતો હોય તો હું બે ઉપવાસમાં અપાવીશ એમ પણ નથી. અહીં તો “સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આશા સમ પથ્ય નહિ ગુરુ આજ્ઞા જેવી કોઈ પરેજી નથી. છેલ્લી વાત દવાની રહી, દવા પણ જોઈશે ને. ચાર વાત (૧) રોગ કયો ? આત્મભ્રાંતિ સમ રોગ નહિ. ચાલો આ રોગ મટાડવો છે. (૨) કોણ મટાડશે ? તો કહે “સદ્ગુરુ વૈદ્ય સુજાણ” શું કરવું પડશે ? (૩) “ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ' એટલે ચરી પાળવી પડશે. અને કઈ દવા? તો કહે (૪) “ઔષધ વિચાર ધ્યાન” આ દવા છે. હવે પછીના પ્રવચનમાં દવાની વાત કરીશું. આ વિચાર અને ધ્યાન દવાઓ છે. ત્યાર પછી અત્યંત મહત્ત્વની ગાથા, જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ આપણે સાધના તો કરવી છે પણ કહ્યું છે ને કે પંચમકાળમાં મોક્ષ નથી અને સદ્ગુરુ પણ કયાં છે? દલીલ કરીએ છીએ કે સાહેબ ! કાળ પરિપકવ થવો જોઇએ ને ? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ભવ સ્થિતિ પાક્યા વગર મોક્ષ ન થાય. બોલો ! આ ગુરુઓના પણ ગુરુ છે અને કહે છે કે “કાળ પાકશે ત્યારે થશે. આપણા ઉઘામા કામ ન આવે.” તેને કરવું નથી માટે આ પ્રમાણે બોલે છે. શાસ્ત્રોનું કહેવું છે કે આ બધી વાતો બાજુ પર મૂક. પુરુષાર્થ કર. ભગવાન મહાવીર કહેતા હતા કે અમારો ધર્મ બળ, વીર્ય, પરાક્રમ, અને પુરુષાર્થ ઉપર છે. પુરુષાર્થ કરવાથી જ કામ થાય. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ'. અભુત વાત પરમકૃપાળુદેવને કરવી છે. બહાનાં ન કાઢો. દેખાવ ન કરો, લૂલો બચાવ ન કરો. ગુજરાતી ભાષામાં સાદી કહેવત છે. ન નાચનારીનું આંગણું વાંકુ. તાલ બરાબર નથી. સંગીતકાર બરાબર નથી, આ ઢોલક સારું નથી. તેના કરતાં એમ કહી દે ને કે મારે નાચવું જ નથી. તેવી રીતે ભવસ્થિતિ, આ પંચમકાળ, આ ગુરુ બરાબર નથી, એમ કહેનારો, તે પોતે જ ઠેકાણા વગરનો છે. આ બધું બાજુ પર મૂકી દો અને પ્રચંડ પુરુષાર્થ કરો તો મોક્ષ અવશ્ય મળશે તેમ પરમકૃપાળુદેવ કહે છે. આ સૂત્રનો ૧૩૦મી ગાથામાં વિચાર કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રવચન ક્રમાંક - ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧ પ્રવચન ક્રમાંક - ૧૦૨ ગાથા ક્રમાંક - ૧૨૯-૧) વૈદ્ય-સગુરુ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વૈદ્ય સુજાણ ; ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. (૧૨૯) પરમ ગંભીર અને રહસ્યભૂત આત્મસિધ્ધિ શાસ્ત્ર છે. તેની આ ૧૨૯ ગાથાની વિશેષ વિચારણા કરીએ છીએ. વિચારણા એ આત્માને થયેલ ભ્રાંતિ નામના રોગની દવા છે. આપણે ઘણા વિચારો કરીએ છીએ. માયાના, ભોગના અને સંસારના તથા કોઈ કોઈ વખત મત, માન્યતા અને સંપ્રદાયના વિચારો પણ કરીએ છીએ. અહીં વિચાર સાથે એક શબ્દ જોડવો છે કે માત્ર વિચારણા નહિ પણ તત્ત્વ વિચારણા કરવી છે. તત્ત્વ એ પરમ રહસ્ય છે. પરંતુ એ તત્ત્વની વિચારણા પોતાના દે નહિ પરંતુ વચનાત્ તત્ત્વચિન્તનમ્ એટલે વીતરાગ પુરુષનાં જે વચનો છે, તેને કેન્દ્રમાં રાખી જે નિષ્પક્ષતા પૂર્વક તત્ત્વચિંતન કરવામાં આવે તેને તત્ત્વવિચારણા કહેવાય. આને તત્ત્વઅનુષ્ઠાન, અધ્યાત્મયોગ પણ કહેવાય. આ એક ગંભીર સાધના છે. અરિહંત પરમાત્માએ વહાવેલી જ્ઞાનરૂપી ગંગામાંથી જેટલું અમૃત લઈ શકાય તે અમૃતને લક્ષમાં રાખી પોતે જે તત્ત્વનું ચિંતન કરે તેનું નામ તત્ત્વ વિચારણા. આ વચન અનુષ્ઠાન છે એટલે એમ કહેવામાં આવ્યું કે તમે જે બોધ પામો, તેનો વિચાર તમારા ઈદે નહિ પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે કરો. જ્ઞાનીએ જે સંમત કર્યું છે તેને આપણે સંમત કરીએ, જ્ઞાનીએ જે સ્વીકાર્યું તેને જ આપણે સ્વીકારીએ અને જ્ઞાનીએ જે તત્ત્વનો નિર્ણય કર્યો છે તે તત્ત્વનો નિર્ણય જ્ઞાનીની આજ્ઞામાં રહીને આપણે કરીએ તો તત્ત્વ વિચારણા મોટી સાધના છે. તત્ત્વવિચારણા માત્ર વિચારણા પૂરતી નથી પણ તે વિચારણા પછી સાધકના જીવનમાં એક મહત્વની બાબત આવવી જોઈએ. જે તત્ત્વનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે તમામ તત્ત્વોથી ભિન્ન આત્મતત્ત્વનો સમ્યક્ઝકારે નિર્ણય કર્યો છે, તેનો હવે સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવાનો છે. પોતાના ઉપયોગને, પોતાની વૃત્તિને, પોતાના જ્ઞાનને જગતના પદાર્થોમાંથી સંકેલી લઈને, જ્ઞાતા દ્રષ્ટા થઈ તેને આત્મા એટલે કે ચૈતન્ય તરફ વાળવાનો છે. પોતાના સ્વરૂપમાં ઉપયોગ અથવા વૃત્તિને ઠારવાની છે. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે, લેશ્યા શુધ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે. જે આત્માને સદ્ગુરુ પાસેથી જાણ્યો, જે આત્માનો વિચાર કર્યો, શાસ્ત્રો દ્વારા જે આત્માનું For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શ્રવણ કર્યું અને શ્રવણ પછી નિર્ણય થયો, તેની શ્રધ્ધા થઈ પછી તે સાધકને અંદરથી એક એવી તાલાવેલી જાગે છે કે મેં આત્માને જાણ્યો તો ખરો પણ અનુભવ્યો નથી. આવા આત્માનો મારે અનુભવ કરવો છે. આ વિચાર પછી તે કોઈ જ્ઞાનીને પૂછે કે કઈ રીતે સ્વાનુભવ થાય? જ્ઞાની કહે છે કે તું તારા સ્વરૂપમાં ઠરીશ, ચૈતન્યમાં ઠરીશ ત્યારે તને અનુભવ થશે. એક વખત તું તારા સ્વરૂપમાં સ્થિર થઈ જા. “સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિક્યો મોહ કે દાવમેં,” હે વત્સ ! તું તારો સ્વભાવ હજુ ઓળખતો નથી, वत्स किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । નિથિં સ્વનિધાવેવ, રિચરતા હર્શયિષ્યતિ || (જ્ઞાનસાર ૩/૧) હે વત્સ ! તું કેમ અસ્થિર છો ? કેમ ચંચળ છો ? કેમ દોડધામ કરે છે ? તું તારા સ્વરૂપમાં સ્થિર થા, સમ્યક ચારિત્રમાં સ્થિર થા. સમ્યક ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. આ સ્થિરતા તારી અંદરમાં રહેલા નિધાનને બતાવશે. ફરી પુનરાવૃત્તિ કરીને, પહેલાં શ્રવણ દ્વારા આત્માને જાણ્યો. વીતરાગ પરમાત્માએ કહેલા પરમાર્થના શાસ્ત્રોને કેન્દ્રમાં રાખી, તત્ત્વની વિચારણા કરી અને એ વિચારણા કરતી વખતે આત્મતત્ત્વ બીજા બધા જ પદાર્થોથી ભિન્ન છે તેવો નિર્ણય કર્યો અને તેવો જ આત્મા હું પોતે છું, તેમ પણ નિર્ણય કર્યો. મારો આત્મા આ ક્ષણે મારા દેહમાં વિદ્યમાન છે એમ નિર્ણય કર્યો, હું આવો આત્મા છું પરંતુ હજુ સુધી મેં તેને કેમ અનુભવ્યો નથી? જુઓ, અહીં સુધી પહોંચ્યા એટલે કે ઘરના દરવાજા સુધી પહોંચ્યા પણ અનુભવ નથી. એ અનુભવ કરવા જીવનમાં એક પ્રક્રિયા જોઇશે. આ પ્રક્રિયા કરવા સ્થિરતા જોઇશે, અવસ્થા જોઇશે, ત્યાં પુરુષાર્થ પણ જોઈશે. આ ચારિત્રની સાધના છે. પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપમાં ઠેરવવાનો પુરુષાર્થ તેનું નામ સમ્યક ચારિત્રની સાધના છે અને એ સાધનાનું મૂળભૂત રહસ્ય જો કંઈપણ હોય તો તે સદ્દગુરુની આજ્ઞાની આધીનતા છે. - સાધનાની શરૂઆત થશે, તો અંદર ઘણો મોટો ખજાનો છે તે બહાર આવશે. અત્યારે મનમાં જે કંઈ દેખાય છે તે ઓછું છે. તે જાગૃત મન છે પરંતુ આપણી પાસે અજાગૃત મન પણ છે. તેમાં અનેક જન્મોના વિચારો, વિકારો, વૃત્તિઓ, ક્રિયાઓ, ટેવો, આદતો બધું ભરેલું છે અને ત્રીજું અજ્ઞાત મન પણ છે. અજાગૃત મનમાં મોટો ખજાનો છે, મસાલો છે. ૬૦ હજાર વર્ષે વિશ્વામિત્રને કામ જાગ્યો, મોહ જાગ્યો, માયા લાગી અને મેનકા તેમને તાણી ગઈ. ૬૦ હજાર વર્ષ સુધી તે બધુ કયાં પડ્યું હતું ? એ સામગ્રી એ મસાલો બધો અજાગૃત મન એટલે કે sub-conscious mind માં પડ્યો હતો. જયારે આ સામગ્રી, આ મસાલો બેઠો થાય તે વખતે સદ્ગુરુ હાજર હોત તો વિશ્વામિત્રને બચાવી લીધા હોત. આ વાતને સમજવા પ્રયત્ન કરજો. થુલીભદ્ર બચી ગયા, માથે સદ્દગુરુ હતા. નંદિષણ બચી ગયા કેમકે સગુરુ માથે હતાં. વિશ્વામિત્ર બચી ન શક્યા. આવે વખતે એવો એક પુરુષ હાજર જોઇએ. તેમના For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રવચન ક્રમાંક ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧ માટે ભાવ પણ જોઇએ ને આજ્ઞાની આધીનતા પણ જોઇએ, તે જો હોત તો આવી ઘટના તેમના જીવનમાં ન બનત. જાણવું એક ઘટના છે, પરંતુ જે આત્માને જાણ્યો તે આત્માને અનુભવવો, પ્રગટપણે અનુભવવો તે બીજી ઘટના છે. જયાં સુધી તેનો પ્રગટપણે અનુભવ ન થાય ત્યાં સુધી આપણી પ્રક્રિયા અધૂરી છે. જે વખતે સાધનાની શરૂઆત કરશો, સ્વરૂપમાં ઠરવા માટે મથામણ કરશો તે વખતે અંદરથી વિકારો, વૃત્તિઓના જોરદાર હુમલા આવવાની શરૂઆત થશે. લોકો કહેતા હોય છે કે આમ તો કયારેય ખંજવાળ આવતી નથી પણ જયારે ઘ્યાનમાં બેસીએ છીએ ત્યારે ખંજવાળ ચાલુ થઇ જાય છે. ઘ્યાન અને ખંજવાળને કંઇ જ લેવા દેવા નથી, છતાં તેમ થાય છે કારણકે તે વખતે આપણામાં પડેલા સંસ્કારો, આપણી વૃત્તિઓ અને આદતો તે વખતે પ્રગટ થઇ જાય છે. તમારું સામર્થ્ય અને બળ હોત તો તમે નિકાલ કરી નાખ્યો હોત, પરંતુ આપણા તરફથી એ રોકાતાં નથી. તે માટે આપણને વિશેષ બળ પ્રાપ્ત થવું જરૂરી છે અને આ વિશેષ બળ જેમની પાસેથી પ્રાપ્ત થાય તે સદ્ગુરુ છે. ભગવાન મહાવીર જન્મથી અવધિજ્ઞાની હતા, ત્રણ જ્ઞાનના ધણી હતા. ગૃહસ્થ જીવનમાં પણ વીતરાગ પ્રાયઃ હતા, છતાં તેમને લાગ્યું કે મારે કર્મનો ક્ષય કરવો છે. વિકારો, રાગદ્વેષ જીતવાં છે અને તે માટે મારી પાસે બળ ઓછું છે તો એ બળ મેળવવા તેઓએ સંસારનો પરિત્યાગ કર્યો. જેવો પરિત્યાગ કર્યો કે ચોથું મનપર્યય જ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાન અને મનપર્યય જ્ઞાન થઇ ગયું તો ઘણું થઇ ગયું. હવે બીજી જરૂર કયાં છે ? આવું પણ થાય, પણ ના, ભગવાન મહાવીર સ્વામીને થયું કે મારી પાસે વૃત્તિઓ અને કર્મનો ઢગલો પડ્યો છે, તેનો મારે નિકાલ કરવો છે. તેથી સાડાબાર વર્ષ તપ કર્યું, સતત પુરુષાર્થ કર્યો, સાધના કરી. કર્મક્ષય માટેનું બળ પોતામાંથી માત્ર આવતું નથી. પરંતુ એ સદ્ગુરુની આજ્ઞામાંથી આવે છે. અહીં એક જ ઘટના છે કે શિષ્યને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ છે. આ સમજી લેજો કે શું બને છે ? સદ્દગુરુ પ્રત્યે પરમ પ્રેમ હોવાના કારણે સદ્દગુરુ જે કહે છે તે કિંમત ચૂકવીને પણ શિષ્ય કરવા તૈયાર છે. એક વખત એક છોકરો અમેરિકા ગયેલ. તે ઉદ્યોગપતિનો દીકરો હતો. હવે ત્યાં કોઇ અમેરિકનની દીકરી સાથે પ્રેમ થયો અને તેને પરણવાનું નક્કી કર્યું. પિતાને ખબર આપી કે હું આ છોકરીને જ પરણીશ. પિતા પ્લેનમાં બેસી અમેરિકા ગયા, ત્યાં છોકરા ઊપર ખૂબ જ ગુસ્સે થયા. જો તું આ છોકરી સાથે પરણીશ તો પરિણામ શું આવશે તે ખબર છે? તું મારા ઘરમાં નહિ આવી શકે. મારી મિલ્કતમાંથી હું કંઇપણ ભાગ આપીશ નહિ. દીકરાએ કહ્યું, બસ ! આટલું જ ને ? મારે કંઇપણ જોઇતું નથી પણ પરણીશ તો આને જ પરણીશ. પિતા તો નિરાશ થઇ પાછા આવ્યા. માએ કહ્યું કે તમે તો જઇ આવ્યા, રોફ મારી આવ્યા, હવે મને પ્રયત્ન કરવા દો. મા ત્યાં ગઇ. તેણે દીકરાને કહ્યું કે સુખી થવા તારે કોને પરણવું તે નિર્ણય તારે જ કરવાનો છે. અમારે વચ્ચે આવવાનું હોય નહીં, પરંતુ હું તારી મા છું. કમસે For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૭ કમ માંના હદયનો જો તું વિચાર કરીશ તો મને આનંદ થશે. હું તને ઠપકો આપવા કે લડવા માટે નથી આવી પણ મારું તારા પ્રત્યે જે વાત્સલ્ય છે તે પ્રગટ કરવા આવી છું. આ વાત સાંભળી દીકરાની આંખમાં આંસુ આવ્યાં. આ પ્રેમનું બળ છે. સદ્દગુરુ પાસે પ્રેમનું બળ છે. આ પ્રેમના બળથી શિષ્યની અંદર રહેલી શકિત પ્રગટ થાય છે. આ ઘટના કેમ ઘટે છે તે સમજી લો. શિષ્યના હૃદયમાં પ્રગટ શકિત નથી, બળ નથી અને સામર્થ્ય નથી પરંતુ તેની પાસે બેલેન્સમાં, અજાગૃત મનમાં શક્તિ બળ અથવા તાકાત પડી છે પણ તે વાપરી શકતો નથી. એ વાપરવા માટે કોઇકના પ્રેમના શબ્દો જોઈએ. એ શબ્દો પ્રેમમાં ઝબોળાયેલા જોઈએ અને સદ્દગુરુ પ્રેમમાં ઝબોળીને જે શબ્દો કહે છે તેને કહેવાય છે આજ્ઞા. જરા ઊંડાણથી વિચારજો. આજ્ઞા એ પરમ રહસ્ય છે. આજ્ઞા એ પરમ તત્ત્વ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે आज्ञाऽराद्धा विराद्धा च शिवाय च भवाय च । સમગ્ર દર્શનનો સાર, ધર્મનો સાર એ છે કે આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે. એ આરાધનાની પાછળ બે પરિબળ કામ કરે છે. (૧) સદ્દગુરુમાં રહેલ પ્રેમનું પરિબળ (૨) શિષ્યને સદગુરુ પ્રત્યે પ્રેમ. તેના હૃદયમાં જે ભાવ છે, પ્રેમ છે તે બંને ભેગા થવાના પરિણામે ગમે તેવા વિકારોની સામે લડવાની તાકાત શિષ્યમાં આવે છે. આને કહેવાય છે આજ્ઞાની આરાધના. તમે આજ્ઞાની આધીનતાનો અર્થ શું કરો છો? ગુરુ કહે અને બસ કરવું તેમ ? આ બહુ મોટી ઘટના છે. શકિતપાત કહો, પ્રણિપાત કહો, યોગબળ કહો કે આંતરિક ઘટના કહો. આમાં સદ્દગુરુની પરમ કરુણા છે અને સદ્દગુરુ પ્રત્યે શિષ્યને પરમ પ્રેમ છે. યાદ રાખજો કે આજ્ઞાનું પાલન માત્ર શરીરથી નહિ થાય, માત્ર મનથી નહિ થાય. જેટલું પ્રેમનું બળ તેટલા પ્રમાણમાં આજ્ઞાનું પાલન. આજ્ઞાનું પાલન એમને એમ નહિ થાય. લાખો રૂપિયાની સંપતિ ક્ષણમાં છોડી દેવી સહેલી વાત નથી. ભગવાનના મંદિરમાં જઈએ છીએ અને ભંડારમાં પૈસા નાખવાના હોય ત્યારે ખીસામાં હાથ નાખતા રૂપિયો આવે તો તે પાછો મૂકી પાંચીયું શોધીએ છીએ. ભગવાનના મંદિરમાં રૂપિયો છોડી શકતા નથી તો ચક્રવર્તીનો વૈભવ કેમ છોડી શકીશું? પરંતુ જો સદગુરુ પ્રત્યે પ્રેમ હશે તો વૈભવ છોડી શક્યું. આ પ્રેમની તાકાત છે. . પતિ પત્ની વચ્ચે કાયદેસરના સામાજિક અને લૌકિક સંબંધો હોય તે નિભાવવા પડે. નિભાના હોગા તે ભાર છે, પરંતુ પ્રકૃતિ એક થઈ જાય, સ્વભાવ એક, લાગણી એક, ભાવ એક, ઊર્મિ એક, સ્વપ્ન એક અને ક્રિયા એક થઈ જાય તો ભાર નહીં. શિષ્ય અને ગુરુમાં આવી ઘટના ઘટે છે. એ જ ગુરુ આજ્ઞાનું બળ છે અને એ બળ ઊપર શિષ્ય પોતે પોતાના આત્માનો સ્વાનુભવ કરી શકે છે. બે કલાક સ્વાધ્યાય કર્યો અને ફૂલાઈ જાવ તે બરાબર નથી. એથી કલ્યાણ કે મંગલ થઈ જાય તેવું ન બને. અંદર જોર વાપરવું પડે, પણ તમારું એકલાનું For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રવચન ક્રમાંક - ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧ છેર કામ નહિ આવે. રેલ્વેના પાટા ઉપર ડબ્બા પડ્યો છે અને એજીન પણ છે. પરંતુ સાહેબો ડબ્બા એની મેળે ગતિ નહિ કરે. એન્જન જોડયા વગર ડબ્બો નહિ ચાલે. સદ્દગુરુ એન્જન છે અને શિષ્ય ડબ્બા જેવો છે એમ તો કેમ કહેવાય ? પરંતુ સદ્દગુરુ સાથે તેને અનુસંધાન કરવું પડશે. સંસારમાં રહેલ શિષ્ય જો સદ્દગુરુ સાથે સંબંધ બાંધશે તો મોક્ષમાં જઈ શકશે. “ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન.' વિચાર અને ધ્યાન એ બે શબ્દોમાંથી બે વાતો મળે છે. વિચારનો અર્થ જ્ઞાન અને ધ્યાનનો અર્થ ક્રિયા થાય છે. આ દવામાં ભેળસેળ નથી. આ દવા આપણા વીતરાગ પરમાત્માની ફેકટરીમાં તૈયાર થયેલી છે. ગુરુજનો પાસે આ દવા આવી છે. તે દવા ગુરુજનો તમને આપે છે. તેમાં ભેળસેળ કરતા નથી કારણકે તેઓ સદગુરુ છે. કુગુરુ શોષક છે અને સદ્દગુરુ પોષક છે. સદ્દગુરુ પોષણ આપે છે જયારે કુગુરુ સ્વાર્થ પૂરો કરે છે. સદગુરુ પરમાર્થ સિધ્ધ કરાવે છે. અસદ્દગુરુ તમારા સુખની ચિંતા કરશે પણ સદ્દગુરુ તમારા હિતની ચિંતા કરશે. જે હિતની ચિંતા કરે તે સદગુરુ. સદ્દગુરુની આજ્ઞા એ મજબૂત બંધ છે. પાણી રોકે તે બંધ. સંસારના માર્ગમાં જતા શિષ્યને માટે સદ્દગુરુની આજ્ઞા તે મજબૂત બંધ છે. - ચીનની દિવાલ જેવી મજબૂત આજ્ઞા છે. ૬૦૦ કિલોમીટરની મજબૂત દિવાલ માટે હજારો મજૂરોએ રાતદિવસ કામ કર્યું. તમે તેના ઉપર ગમે તેવા ઘા કરો પણ દિવાલની કાંકરી તૂટતી નથી. સંસારને રોકવા માટે, મોહને રોકવા માટે, રાગદ્વેષ અને વિકારોને રોકવા માટે સદ્દગુરુની આજ્ઞા એ મજબૂત દિવાલ છે. સમજાય છે આમાં કઈ? આ વાત ખ્યાલમાં આવે છે ? આજ્ઞા શબ્દમાં શું રહસ્ય છે ? વિચાર એટલે જ્ઞાન અને ધ્યાન એટલે ક્રિયા. આ એક અર્થ છે. બીજો અર્થ ઘણો મહત્વનો છે. વિચાર એટલે જ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ વિચારમાંથી થાય છે, વિચારની પ્રક્રિયામાં ઘોલન થાય છે. પહેલા શ્રવણ કર્યું, પછી વિચાર કર્યો, પછી મનન કર્યું, પછી ઘોલન કર્યું અને ઘોલન કરતાં કરતાં અંદરથી આવિર્ભાવ થાય તેને કહેવાય છે જ્ઞાન. પહેલાં દૂધ ગાયના પેટમાં હોય છે, પછી તેને દોહવું પડે છે, પછી ઘેર લાવવું પડે છે, તેમાં મેળવણ નાખવું પડે છે, તેને હલે નહિ તેમ એકાંતમાં રાખવું પડે છે. દૂધનો વાટકો જો હલે તો દહીં જામે નહિ, પછી તેનું વલોણું કરવું પડે છે અને બરોબર વલોવાય પછી તેમાંથી માખણ આવે છે. આ માખણને ઘી બનાવવા તાવવું પડે છે. તેમ શ્રવણ, મનન, ચિંતન અને ઘોલન કરતાં કરતાં જે તત્ત્વ જે માખણ બહાર આવે તેને કહેવાય છે જ્ઞાન. વિચાર એટલે જ્ઞાન અને તેમાં સાથે જોડાય ધ્યાન. એ જ્ઞાનમાં જેને તમે જાણ્યો, ધ્યાનમાં તેને અનુભવ્યો, તે પરમાત્મા. નરસિંહ મહેતાનું એક નાનકડું પદ છે. અત્યારે નહિ પણ પછી કયારેક કહીશ. નરસિંહ મહેતા એમ કહે છે કે “સાંભળ સૈયર, સૂરત ધરીને મેં આજ અનુપમ દીઠો રે.” હે મારી વ્હાલી સખી, જેને ઉપમા આપી ન શકાય તેવા પરમાત્માને, તેવા અસ્તિત્ત્વને, તેવા બ્રહ્મને મેં આજ દીઠો. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૦૯ મેં જેને દીઠો તે જોવા જેવો છે. જગતમાં બીજું કઈ જોવા જેવું નથી. તે તો અમૃતથી પણ અતિ મીઠો છે. સમ્યગ્દર્શનમાં સ્વાનુભવ થાય. આવો સ્વાનુભવ સદ્દગુરુની હાજરીમાં ધ્યાનમાં થાય. જ્ઞાનમાં જે જાણ્યું તેને ધ્યાનમાં અનુભવ્યું, અનુભવ કરવા માટે ધ્યાન અને જાણવા માટે જ્ઞાન. જ્ઞાનને કહેવાય છે વિચાર અને ધ્યાનને કહેવાય છે ક્રિયા, ચારિત્ર. ઔષધ વિચાર અને ધ્યાન. આ બે શબ્દો ઘણા જ મહત્ત્વના છે, અકસીર છે. આ દવા કદી નિષ્ફળ જતી નથી, અફળ જતી નથી. આ જ્ઞાન અને ધ્યાન એ બંને દવાઓ છે એમ કહી શકાય. જ્ઞાન એટલે વિચાર અને ધ્યાન એટલે ચારિત્ર એમ પણ કહી શકાય. જેને તમે જાણ્યો તેને ધ્યાનમાં અનુભવવો અને તે અનુભવવાની પ્રક્રિયામાં જે કંઈ પણ કરવું પડે તેને કહેવાય છે પ્રક્રિયા. એ પ્રક્રિયામાં ઢળ્યા પછી તેમાં જ રાખનાર પરિબળ છે તે સદગુરુની આજ્ઞા છે. “જો ઈચ્છો પરસ્મથ તો, કરો સત્ય પુરુષાર્થ.” તેવી ઉદ્દઘોષણા, એવી સિંહગર્જના હવે પછીની ગાથામાં કૃપાળુદેવ કરવાના છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રવચન ક્રમાંક ૧૦૩ પ્રવચન ક્રમાંક - - ગાથા ક્રમાંક ઔષધ વિચાર ધ્યાન - ૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦ - આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર યાન. (૧૨૯) ૧૨૯મી ગાથામાં રોગ, વૈદ્ય, પથ્ય અને ઔષધ, આ ચાર વાતો છે. ભગવાન બુધ્ધે આ શબ્દો વાપરતા હતા. રોગ અને રોગનાં કારણો છે. આવો રોગ મટી શકે છે, તેનો ઉપાય છે. અથવા દુઃખ છે, દુઃખના કારણો પણ છે અને દુઃખમાંથી મુક્ત થઇ શકાય છે, મુક્ત થવાના ઉપાયો પણ છે. ૧૨૯-૨ તથા ૧૩૦ ભગવાન મહાવીર કહેતા હતા કે મોક્ષ છે અને બંધ પણ છે. બંધના કારણો પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે. આ ગાથાનાં ચાર મહત્ત્વના શબ્દો, (૧) આત્મભ્રાંતિ, તેના જેવો બીજો કોઇ રોગ નથી. દવાની સાઇડ ઇફેક્ટ ગમે તેટલી હશે, એ કાબૂમાં આવે તેવું વિજ્ઞાન આજે વિકાસ પામી ગયું છે. પરંતુ ધારો કે વિજ્ઞાનથી પર એવા રોગો હોય કે જે વિજ્ઞાનને પણ ગાંઠતા ન હોય તો એ રોગો બહુ તો શું કરશે? એ દેહને ખતમ કરશે. રોગની સત્તા આત્મા ઉપર નથી, દેહ ઉપર છે. વધુમાં વધુ દેહ નહિ રહે. આ ભ્રાંતિ નામનો રોગ એવો છે કે તેની સત્તા આત્મા ઉપર છે અને અનંતકાળથી તેણે આત્માને જન્મ અને મરણ સાથે જોડી દીધો છે. આ રોગને કારણે જીવનમાં દુઃખો સર્જાય છે. આ રોગની ગંભીરતા સમજી લ્યો. શારીરિક રોગો જરૂર ગંભીર છે પરંતુ તેના કરતાં માનસિક રોગો વધારે ગંભીર છે. આઘ્યાત્મિક રોગો સૌથી વધારે ગંભીર છે. એ આત્માને સ્પર્શેલા છે. જે આત્માના અસ્તિત્વનું જ્ઞાની પુરુષો સાચું પ્રતિપાદન કરે છે અને જેને મેળવવા મુમુક્ષુ સાધક સંસારનો ત્યાગ કરી વિરકત બને છે, યોગીઓ યોગની સાધના કરે છે, ઘ્યાનીઓ ઘ્યાનની સાધના કરે છે, તપસ્વીઓ તપની સાધના કરે છે, બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ઉપનિષદો જે આત્માનાં વખાણ કરે છે અને વેદો જેનાં ગીત ગાય છે તે આત્માનો ઇન્કાર કરવો તેનું નામ છે ભ્રાંતિ. ‘આત્મા છે’ એમ કહેનારાં અનેક શાસ્ત્રો હોવા છતાં, આત્મા નથી તેવી ભ્રાંતિમાં-ભ્રમણામાં રહે તેના જેવો બીજો કોઇ રોગ નથી. દુઃખ જીવનમાં છે જ નહિ, જીવન તો આનંદમય છે અને આનંદ આપણો સ્વભાવ છે. કબીરજી વારે વારે કહેતા હતા. ‘સુન સુન મોહે આવત હાંસી, પાનીમેં મીન પિયાસી.’ માછલાઓ પાણીમાં છે, તળાવો પાણીથી છલોછલ ભરેલાં છે એવા પાણીમાં માછલાઓ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૧ બૂમ પાડે કે અમે તરસ્યા છીએ, તે સાંભળી મને ખરેખર હસવું આવે છે. કોણ એને કહે કે તમે પાણીમાં જ છો તો તરસ્યા ન રહી શકો. માછલાં સમજે કે ન સમજે પણ આપણે સમજવું જરૂરી છે કે આનંદ મારા આત્માનો સ્વભાવ છે. આ રીયલ સાહજિક નોર્મલ અવસ્થા, એમ જો જોઈએ તો તમે આનંદ સ્વરૂપ જ છો, પરંતુ દુઃખ દેખાય છે તેથી કંઈક ગરબડ લાગે છે. બાળક આનંદમાં છે, પક્ષીઓ કલરવ કરે છે, કોયલ ગીત ગાય છે, મોર કળા કરે છે, વનરાજીઓ ખીલે છે. છોડ ઊપર ગુલાબ નૃત્ય કરે છે. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા છે. ધોધમાર કરતી નદીઓ વહે છે. હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય છે. જ્યાં આનંદ નથી ? તું કેમ દુઃખી છો ? તને તારું ભાન નથી માટે. દુઃખ આપનાર ભ્રાંતિ છે. ભ્રાંતિ આપણું સુખ લૂંટી લે છે. અમસ્તો અમસ્તાં આપણે દુઃખી થઈએ છીએ. વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે અમથો અમથો ટીચાય છે, તેમ જ્ઞાની પુરુષ કહે છે કે અમથો અમથો દુઃખી થાય છે. આ આશ્ચર્ય છે. જ્ઞાનીપુરુષ બૂમ પાડીને કહે છે તમે દુઃખી ન હો. અમૃતસ્ય વૈ પુત્રી: I આપણે તો અમૃતના પુત્રો છીએ, આનંદરસથી ભરેલા છીએ, આનંદના સાગર છીએ. આ આનંદ ભ્રાંતિએ ઝૂંટવી લીધો છે, માટે પરમકૃપાળુ દેવ કહે છે, આનાથી મોટો બીજો રોગ હોઈ ન શકે. જે ક્ષણે ભ્રાંતિ મટે છે, તે ક્ષણે આનંદનો ધોધ વરસે છે. - વ્યવહારની ભૂમિકામાં, બહારના સંજોગોમાં, બહારની પ્રવૃતિમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય તો પણ જો અંદરથી ભ્રાંતિ દૂર થઇ હોય તો સુખના સાગરમાં જ તે ડૂબકી મારે છે. સીતાજીને દુઃખ પડવામાં કંઈ બાકી ન હતું, છતાં કયારેય તેમણે ફરિયાદ કરી નથી, કારણકે તેમને ભ્રાંતિ નથી. આપણે બેઠા હોઈએ અને પંખો બંધ થાય તો તરત જ બૂમ પાડીએ કે મરી ગયા. મરી ગયો હોય તો તું બોલે કઈ રીતે? આટલું પણ દુઃખ સહન કરવાની આપણી તૈયારી નથી. ભ્રાંતિ મટે તો દુઃખ મટે. ભ્રાંતિ માટે તો માયા મટે, મોહ મટે અને અશાંતિ પણ મટે. દુઃખ મટાડવા આના સિવાય બીજો કોઇ ઊપાય નથી. કયાં જવું? કોની પાસે જવું? કયાં મટશે આ ભ્રાંતિ ? કોણ સમજાવશે આને કે આ ભ્રાંતિ છે ? આ ભ્રાંતિ છે એનું આપણને ભાન નથી. તે એક મોટું આશ્ચર્ય છે. આ તમારી ભ્રાંતિ છે એવું જયાં સાંભળવા મળે તે સત્સંગ છે. સત્સંગ કોઈ મીટીંગ નથી. તેને સભા કહેવી કે મીટીંગ કહેવી તે ભૂલ છે. સત્સંગ એક એવું વાતાવરણ છે કે જયાં આપણને આત્મભ્રાંતિ જેવો શબ્દ સમજાય છે. બીજી વાત સાંભળવા બધે મળશે. બાપ દીકરાને કહેશે ચોપડા બરાબર રાખજે હ. નહિ તો ઈન્કમટેક્ષવાળા લોહી પી જશે, પણ એમ કહે ખરા કે આત્માની ભ્રાંતિ તને થઈ છે ? ના, એવું નહિ કહે. આત્માની ભ્રાંતિનું ભાન જયાં થાય તે સત્સંગ, ભાન જે કરાવે અને મટાડે તેને કહેવાય સદગુરુ. સદગુરુ બે કામ કરે, ભાન કરાવે અને રોગ પણ મટાડે. (૨) રોગ મટાડવા માટે સદ્ગુરુ કુશળ જાણકાર વૈદ્ય છે. સુજાણ એટલે અનુભવી, For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦ સક્ષમ, સામર્થ્યવાન, કુશળ વૈદ્ય છે. આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય તે સદ્ગુરુ બરાબર જાણે છે, પરંતુ સવાલ એ છે કે પોતાની જાતને સદ્દગુરુને સોંપવી પડે. માટલું કુંભાર ઘડતો હોય ત્યારે માટી વિરોધ કરતી નથી, કંઈ કહેતી નથી. બીજ ખેડૂતના હાથમાં મૂકાઈ જાય છે, લાકડું સુથારના હાથમાં મૂકાઈ જાય છે, તેમ શિષ્ય સદ્દગુરુના હાથમાં મૂકાઈ જાય તો જ કામ થાય. આ જેવી તેવી ઘટના નથી. મોટી ઘટના છે. આરસપહાણનો પથ્થર શિલ્પી પાસે જાય છે અથવા શિલ્પી આરસપહાણ પાસે જાય છે. તેના હાથમાં ટાંકણું અને હથોડો છે. તે કામનો આરંભ કરે છે. પહેલો જ ઘા શિલ્પી હથોડાથી કરે અને આરસપહાણ ના પાડે કે સાહેબ ! તમારો હથોડો છીણી લઈ લો, તો તેમાંથી ભગવાનની મૂર્તિ નહિ બને. ભગવાનને મંદિરમાં બિરાજમાન કેમ કરશો? અને કરોડો રૂપિયા ખર્ચતાં પણ મૂર્તિ વિના મંદિર નહિ બને. આરસપહાણ પોતાની જાતને શિલ્પીના હાથમાં સોંપી દે છે અને શિલ્પી મૂર્તિ કંડારે છે. શિષ્ય ગુરુનાં હાથમાં પોતાની જાત સોંપી દે છે. ગુરુ પાસે જવું, નમસ્કાર કરવા, વંદન કરવું. સાહેબ ! આજ્ઞા આપો એમ આજ્ઞા માગવી પણ તેનું પાલન ન કરવું અને પ્રવચન સાંભળી કહેવું કે શું સરસ પ્રવચન આપ્યું ? આવું કહેવા છતાં અંદર પોતાની જાત ઉપર પોતાનો કંટ્રોલ મૂકી શકતો નથી. એક વખત જાત ઉપર પોતાનો કંટ્રોલ છોડી દો. સદ્દગુરુને તમારી જાત સોપી દો. અસદ્દગુરુ કે કુગુરુના હાથમાં ફસાતા નહિ, પણ સદ્દગુરુ જો મળી જાય તો પાછું વાળીને ન જોશો. જાત આપી દો, તેમને કહો કે લો અમારી જાત. “સ્વ સ્વામિત્વ વિસર્જન.' સદ્દગુરુ તો સુજાણ વૈદ્ય છે. તેઓ ઔષધ આપે છે. સાથે એક શરત છે, ચરી પાળવી પડે. ચરી એટલે પરેજી (પથ્થ). કેટલાક વૈદ્યો કડક થઈ ચરિ પળાવે છે એટલે બધાને વૈદ્ય કરતાં ડોક્ટર વધારે ફાવે છે. વૈદ્ય તો કહેશે કે ખાવાનું બંધ કરો, પેટમાં મળ ભરાણો છે. આંતરડા સાફ કરવા પડશે. હવે તેમાં નવું કંઈ નખાશે નહિ. આવું પથ્ય પાળવાનું કહે તે આપણને અનુકૂળ આવતું નથી. (૩) ગુરુઆજ્ઞા જેવું બીજું કોઈ જ પથ્ય નથી અને (૪) ઔષધ છે વિચાર અને ધ્યાન. બંને પ્રક્રિયાઓ એક નથી, જુદી છે. વિચાર શબ્દ પાછળ એક શબ્દ જોડવો પડશે, એ છે તત્ત્વવિચાર, આત્મ વિચાર અથવા સ્વરૂપ વિચાર. બ્રહ્મ વિચાર, નિજ વિચાર અથવા આધ્યાત્મિક વિચાર. અહીં એ શબ્દ જોડયો નથી પણ અધ્યાત્મનું શાસ્ત્ર છે તેથી તત્ત્વ વિચાર એમ ખ્યાલ આવવો જોઈએ. આત્મા શબ્દ જો જોડશે તો આત્માનો વિચાર, પરમાર્થનો વિચાર, મંગળ વિચાર, કલ્યાણનો વિચાર, આધ્યાત્મિક વિચાર, સત્નો વિચાર, અસ્તિત્વનો વિચાર, અધિષ્ઠાનનો વિચાર, આત્મતત્ત્વ તેનો વિચાર. વિચારની પ્રક્રિયામાં મન પાસેથી કામ લેવાનું છે. અહીં મનને કામે લગાડવાનું છે. મનને બિલકુલ તત્ત્વના વિચારમાં ડૂબાડી દેવાનું છે જેથી મન અશુધ્ધ વિચાર ન કરે, ક્યાંય ભટકે નહિ, કયાંય બહાર પણ ન જાય. આડું અવળું જાય નહિ. કલ્પનાની જાળ ગૂંથે નહિ. બીજો કોઈ વિક્ષેપ ઉત્પન્ન ન કરે અને મન એવું ડૂબી જાય કે અશુભ વિચાર For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૩ ન કરે, મલિન વિચાર ન કરે, દુષ્ટ વિચાર ન કરે, આર્તધ્યાન ન કરે. મનને ત્યાં કામ તો કરવાનું જ છે પરંતુ મનને ત્યાં અત્યંત ગહન કામ આપવાનું છે. અત્યંત સૂક્ષ્મ વિચાર કરવાની પ્રક્રિયા. આ વિચારની પ્રક્રિયાથી મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે, પ્રજ્ઞા બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ અવસ્થા છે. 'सद्धाओ, मेहाओ, धीईओ, धारणाओ, अणुप्पेहाओ, वड्डमाणीओ ठामि काउस्सगं' ।। પ્રતિક્રમણમાં આ સૂત્ર છે. શ્રધ્ધા, મેઘા એટલે પ્રજ્ઞા. અતીન્દ્રિય તત્ત્વનો વિચાર કરવાની ક્ષમતા જે બુધ્ધિમાં છે તે બુધ્ધિને પ્રજ્ઞા કહે છે. પુનરાવૃતિ કરીને, આ મનનું કામ ત્યાં નથી. મન ત્યાં નહિ પ્રવેશ કરી શકે. આ મન ત્યાં નહિ ચાલે, આ મન ઘસાયેલું છે, ભંગાર ખટારો છે. આપણે મન પાસેથી ઘણું બિનજરૂરી કામ લીધું છે. એને પહેલાં ઠેકાણે પાડવાનું છે. આપણે અત્યાર સુધી કેવું કામ લીધું છે ? આ દશના વિશ કરવા છે. કયો શેર ખરીદવો અને કયાં નાણાં મૂકવાં ? પૈસા સલામત તો છે ને ? પછી તમે મારી સાથે કેમ ઝગડ્યા ? આણે મારું કહ્યું કેમ ન માન્યું ? અત્યાર સુધી મનને આવા કામોમાં જોડી ખલાસ કરી નાખ્યું છે. આવું ઘસાઈ ગયેલું મન પરમાત્માના ધ્યાનના કામમાં નહિ આવે. મનને ઘડવું પડશે. મનને બુદ્ધિને પ્રજ્ઞા બનાવવી પડશે. કારણકે પ્રજ્ઞા જ અતીન્દ્રિય તત્ત્વમાં પ્રવેશ કરી શકે છે. જરા ગહન વાત છે પણ સમજવા કોશિશ કરજો. મન પાસે કામ લેવું છે. વિચારની સાધના એ સ્વતંત્ર પ્રક્રિયા છે. તત્ત્વ વિચાર દ્વારા મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે. આ થઈ વિચારની પ્રક્રિયા. બીજી છે ધ્યાનની પ્રક્રિયા. ધ્યાનની પ્રક્રિયામાં મનનું કામ બંધ કરવું, મનની દુકાન જ બંધ કરવાની છે. મન કામ જ ન કરે, તે કામ કરતું મટી જાય એટલે મનનું મટી જવું. આ મનનું મટી જવું તે વિશેષ અવસ્થા છે. મન મટી જાય તેને કબીરજી અમનસ્ક અવસ્થા કહે છે. મનસાતીત અવસ્થા પણ કહેવાય. મન મટી જાય એટલે માયા મટી જાય અને માયા ગઈ તેનો સંસાર પણ ગયો. સંસારને મટાડવાની પદ્ધતિ તો આ જ છે. ધ્યાનમાં મન મટી જાય છે. તમે મંદિરમાં જાવ, પૂજા કરો, શાસ્ત્રો વાંચો, આશ્રમમાં જાવ, આત્મસિદ્ધિની પારાયણ કરો. આ બધું કરશો પણ ધ્યાન કરતા નથી. મન મટાડવા ધ્યાન કરવું પડશે. ધ્યાન એટલે મનનું મૃત્યુ. ધ્યાનમાં મન રહી શકતું નથી. મનકા મિટ જાના, ઉસકો ધ્યાન કહતે હૈ એટલા માટે મન કહે છે કે આ ધ્યાન યમરાજ છે. ધ્યાન એક એવી અવસ્થા છે કે જયાં મન મટી જાય છે. મન કહેશે કે મને કંઈને કંઈ કામ આપો. મનને વિચાર કરવાનું કામ જ ન આપો તો મન મટી જાય. મન મટી જાય તો માયા મટી જાય, અને માયા મટી જાય તો સંસાર મટી જાય. તો મનને મટાડવા ગંભીર ઔષધ છે દયાન. વિચારની ધારા અને ધ્યાનની ધારા બે જુદી ધારાઓ છે. વિચાર તે ધ્યાન નથી અને ધ્યાન તે વિચાર નથી. સમજાય છે ? વિચાર વિચાર છે અને ધ્યાન ધ્યાન છે. જેની છદ્મસ્થ અવસ્થા છે એટલે અધૂરી દશા છે, જેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી તેવી છદ્મસ્થ અવસ્થામાં વિચાર છે અને ધ્યાન પણ છે. જયારે વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માને વિચાર નથી પણ શુકલધ્યાનના છેલ્લા બે ભેદરૂપ ધ્યાન હોય છે. તેરમા For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦ ગુણઠાણાના અંતે યોગનિરોધના ક્રમમાં સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો ત્રીજો ભેદ અને પછી સુપરતક્રિયાનિવૃત્તિ – સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ નામનો ચોથો ભેદ હોય છે.' ધ્યાન પ્રચંડ અગ્નિ છે, એમ પૂજામાં કહ્યું છે. ધ્યાન હતાશન યો’ હુતાશન એટલે અગ્નિ. અગ્નિને પૂછો કે તું કેટલું બાળીશ ? અગ્નિ કહેશે તું પડીશ તો તને પણ બાળીશ, કંઈ બાકી નહિ રહેવા દઉં. ધરતી ઊપર જેટલા પદાર્થો છે તે બધાને બાળવાનું સામર્થ્ય અગ્નિમાં છે. ધ્યાનને પૂછશો કે તમે કેટલાં કર્મો બાળશો ? ધ્યાન કહે છે કે આ જન્મનાં, ગયા જન્મના અને અનંત જન્મોનાં કર્મો બાળવાની તાકાત મારામાં છે. એકવાર તું ધ્યાનમાં જા. આપણે ધ્યાનમાં જતા નથી પણ મોક્ષ જોઈએ છે. ધ્યાનમાં જાવ ત્યારે અવસ્થા બદલાઈ જાય છે. હા, એવું બને કે વિચાર કરતાં કરતાં ધ્યાનમાં જવાય. ધ્યાનમાં ડૂબી જવાય પણ આમાં એક જોખમ છે ખરું. વિચાર કરતાં કરતાં ઊંઘમા જવાય. સ્વાધ્યાયમાં બેઠા હો તે ભાગ્યશાળી, પણ જીવને ઝોકું આવી જાય છે. વગર પથારીએ વગર પલંગે બેઠાં બેઠાં ઊંઘ આવી જાય. આપણે પૂછીએ ઝોકું આવી ગયું? તો કહેશે સાહેબ ! તમારી વાત સાંભળીને હૈયામાં એવી ટાઢક થઈ ગઈ કે આંખ મિંચાઈ ગઈ. ઊંઘ આવી ગઈ તેમ કબૂલ નથી કરતો. વિચાર કરતાં કરતાં ઊંઘમાં પણ સરી પડાય અને વિચાર કરતાં કરતાં ધ્યાનમાં પણ સરી પડાય. ધ્યાન કરતાં કરતાં વીતરાગ અવસ્થામાં જવાય. ધ્યાન કરશો નહિ તો વીતરાગ અવસ્થા પ્રાપ્ત નહિ થાય. જો ગુણસ્થાનની પરિભાષામાં વાત કરવી હોય તો અપ્રમત્ત ગુણસ્થાન એટલે સાતમા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી મુખ્યત્વે ધ્યાનની સાધના અને ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી મુખ્યત્વે વિચારની સાધના. તો અહીં વિચાર મુખ્ય અને ધ્યાન ગૌણ અને સાતમા પછી ધ્યાન મુખ્ય અને વિચાર ગૌણ. સાહેબ ! આ ઔષધ એટલે દવાની વાત છે. દવાની ઓળખાણ આપવામાં આવે છે કે દવા કેવી છે ? અને દવા શું કામ કરે છે ? પ્રારંભ થાય વિચારથી, સરી પડે ધ્યાનમાં, તન્મય થાય સમાધિમાં અને પ્રાપ્ત થાય વીતરાગદશામાં. આવી રીતે આ દશા પ્રાપ્ત થાય માટે કહ્યું કે “ઔષધ વિચાર ધ્યાન.” વિચાર અને ધ્યાન આ ગંભીર શબ્દો છે. સમ્યગ્દર્શન થવામાં એટલે આત્મજ્ઞાન થવામાં વિચાર તે સાધન અને ધ્યાન પણ સાધન. આ બંને સાધન છે. સમ્યગદર્શન થતાં પહેલાં તત્ત્વવિચાર થાય. સદ્દગુરુ પાસે જાય, શ્રવણ કરે અને ધ્યાન પણ કરે અને સમ્યગ્દર્શન થયા પછી પણ વિચાર અને ધ્યાનની સાધના. અને જયાં પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યાં વિચાર પણ ખતમ અને ધ્યાન પણ ખરી પડે. આવી એક અવસ્થા થાય છે, તેને કહેવાય છે વીતરાગ અવસ્થા - સર્વજ્ઞ અવસ્થા. આ ગાથાની અહીં સમાપ્તિ થાય છે. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. (૧૩૦) ટીકા :- જો પરમાર્થને ઈચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૦) આ ૧૩૦મી ગાથામાં સીધી સ્પષ્ટતા છે. તમને પરમાર્થની ખરેખર ઈચ્છા છે? ખરેખર મોક્ષ જોઈએ છે? ખરેખર સંસાર વસમો લાગ્યો છે અને કંટાળો આવ્યો છે? ભોગો અને પરિગ્રહ ખરેખર કડવાં લાગ્યાં છે ? સાચું કહો ? આ હું પૂછતો નથી પરંતુ પરમકૃપાળુદેવ પૂછે છે. મીરાબાઇએ પણ કહ્યું કે, “સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ મા રે. રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે.' તું બીજુ બોલીશ નહિ અને કડવો લીમડો પણ ઘોળીશ નહિ. તમને ધનના ઢગલા કડવા લાગ્યા છે? દર પુનમે લોકો શંખેશ્વર જાય છે. આપણે તેમને પૂછીએ કે ત્યાં જઈ શું ફાયદો થયો ? તો કહેશે ત્યાં ગયા પછી પરિસ્થિતિ બદલાઈ જાય છે. ધંધો સારો ચાલે છે. શું આ ભગવાનનું કામ છે? ખરેખર આ પરીક્ષા થાય છે. સાપ કરડ્યો હોય તો ગામડામાં કડવો લીમડો ખવડાવી પરીક્ષા કરે છે અને પછી પૂછે કે કેવો લાગે છે તો કહેશે મીઠો લાગે છે. કડવો લીમડો ખવડાવતાં જાય અને પૂછતાં જાય. જયારે કહે કે હવે લીમડો કડવો લાગે છે ત્યારે સમજે કે હવે ઝેર ઊતરતું જાય છે. જ્ઞાની તમને પૂછે કે સંસાર તમને કેવો લાગે છે ? અને તમે એમ કહો કે ગોળ જેવો ગળ્યો લાગે છે તો જ્ઞાની કહેશે કે આને મોહરૂપી સાપ બરાબર કરડ્યો છે અને જો કડવો લાગે તો જ્ઞાની સમજશે કે આનામાંથી મોહરૂપી ઝેર હવે ઊતરી ગયું છે. તમારે ઝેર ઉતારવું છે ? પરમાર્થ” પરમ એટલે શ્રેષ્ઠ. અર્થ એટલે હેતુ. જગતમાં કોઈપણ મેળવવા જેવું કે પ્રાપ્ત કરવા જેવું હોય તો એક માત્ર શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવા જેવી છે. લોકો તો અમને પૂછતા હોય છે કે સાહેબ ! તમે મોક્ષની વાત કરો છો પણ મોક્ષમાં સુખ મળે ? ત્યાં પાઉંભાજી, કોકાકોલા અને આઈસક્રીમ મળે ? ત્યાં વાતો કરવા મળે? અહીં કરતાં પણ સારા પીકચરો ત્યાં હશે ને ? કંઈ ભાન છે તમને? શું બોલી રહ્યા છો ? પરમ શુધ્ધાત્માને કહેવાય છે પરમાર્થ. તને જો પરમ શુધ્ધ આત્માની ઇચ્છા હોય, તાલાવેલી અને ઘગશ હોય, ઝંખના હોય, તેના વગર બેચેન હો તો માત્ર ઇચ્છાથી કામ નહિ ચાલે. માત્ર વિચારથી કામ નહિ ચાલે પરંતુ તારે પુરુષાર્થ કરવો પડશે. સદ્દગુરુ તો મળ્યા, સંપર્ક થયો અને તેમના શરણે પણ ગયા. છતાં કાર્ય થતું નથી. કેમ? પુરુષાર્થ કરતો નથી એટલે. વૈદ્ય મળ્યા અને તેમણે તને દવા પણ આપી. પરંતુ દવા લે તો અસર થાય ને ? એક વૈદે દવા લખી આપી. સુવર્ણમાલતી આટલા પ્રમાણમાં, અબરખ ભસ્મ આટલા પ્રમાણમાં, આમ દશ દવાઓ લખી આપી અને દર્દીને કહ્યું કે આ દવાઓ ધ્યાનથી જોજે, વાંચજે અને બરાબર લેજે. નિયમિત આટલું કરજે. તેણે આ નિયમિત ચાલુ કર્યું. સવાર થાય એટલે પોપટિયાને બોલાવે. તે વાંચે અને આ સાંભળે પણ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા માંક-૧૨૯-૨ તથા ૧૩૦ દવા ખાય નહિ. રોગ કાઢવો હોય તો દવા ખાવી પડે તેમ મોક્ષ મેળવવો હોય તો પુરુષાર્થ કરવો પડે. સામર્થ્ય, તાકાત અને બળ વાપરવું પડે અને આવું સામર્થ્ય જો વાપરવાની ઇચ્છા હોય તો કૃપાળુદેવ કહે છે કે સંકલ્પ, વિકલ્પ, રાગ, દ્વેષ અને મોહ મૂકી દે. તને આ સંકલ્પ વિકલ્પથી શું ફાયદો થયો ? નુકશાન જ થયું છે. અહીં એકલો પુરુષાર્થ શબ્દ નથી વાપર્યો પણ કહ્યું છે કે “કરો સત્ય પુરુષાર્થ.” જે મહેનત કરો તે સાચી, યથાર્થ અને સમ્યક પ્રકારની હોવી જોઇએ. ખરેખર મોક્ષ જોઈતો હોય તો સત્ પુરુષાર્થ કર. તેમાં તને હાનિ થવાની નથી પણ પ્રાપ્તિ થવાની છે. પરંતુ આ જીવ એટલો સરળ અને સીધો નથી. એ શાસ્ત્રો વાંચી તેમાંથી ખોળી કાઢે છે કે સાહેબ ! મોક્ષ કયાંથી મળે? ભવસ્થિતિ પરિપકવ થયા પછી મળે ને ? જનમ્યો પંચમકાળમાં તો હવે મોક્ષ કયાંથી મળે? અરે ! એક વખત તું ચોથા આરામાં પણ હતો ને? ત્યાં પણ તું આમ જ કરતો હતો કે કાળ પરિપકવ થયો નથી. સદ્દગુરુ મળતા નથી, સંતો મળતા નથી, શરીર સારું નથી, સંજોગો પણ અનુકૂળ નથી. લડવું હોય તો બધું અનુકૂળ છે પણ ધ્યાન કરવું હોય તો કહેશે કે શરીરનાં કયા ઠેકાણાં છે? કેવી રીતે ધ્યાન કરીએ ? લડવા માટે જબરો થઈ શકે પણ ધ્યાન કરવું હોય તો સંજોગોનો વાંક કાઢે છે. આ ભવસ્થિતિ વિગેરેનું નામ લઈ તમારો પુરુષાર્થ છેદો નહિ. ‘ભવસ્થિતિ પરિપકવ થશે અને જે કાળે મોક્ષ થવાનો હશે તે કાળે થશે. ક્રમ પ્રમાણે જ બધું થાય છે ને.” આ તો ગુરુનો પણ ગુરુ નીકળ્યો. વળી કહે કે ઉધામા કરવાની શું જરૂર છે ? મોક્ષમાં જવાનું નક્કી હશે ત્યારે જવાશે. કોઈ મહાપુરુષ આવીને માથે હાથ મૂકશે એટલે મોક્ષ થશે. કેટલાક તો કહે છે કે મોક્ષ માટે કંઈ મથામણ કરવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી. ઘણા કહે કે કપાળમાં કે હથેળીમાં લખાયેલો હશે તો એની મેળે મળશે. કપાળમાં મોક્ષ લખાતો હશે? - પ્રારબ્ધથી મોક્ષ મળતો નથી. પુરુષાર્થથી મોક્ષ મળે છે. આટલું તો ખ્યાલમાં રાખજો કે સંસાર પ્રારબ્ધથી મળે છે અને મોક્ષ પુરૂષાર્થથી મળે છે. જ્ઞાની કહે છે કે તું પ્રારબ્ધની વાત ન કરતો. અને પૂર્વના કર્મો એવા છે એમ પણ ન માનતો. કારણકે તેં કર્મોને જોયાં તો નથી ને ? પ્રારબ્ધ અને પૂર્વના કર્મોની વાત પડતી મૂકી તું પુરુષાર્થ કરવા મંડી પડીશ તો જરૂર મોક્ષ મળશે. પુરુષાર્થ જ કરવાની જરૂર છે. પુરુષાર્થ કરતાં પહેલાં રુચિ ફેરવવી પડે. રુચિ ફેરવ્યા પછી પ્રવૃતિ કરવી પડે અને પ્રવૃતિ કર્યા પછી સત્યને શોધવું પડે. સત્ય શોધ્યા પછી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યગ્રદર્શન પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપમાં ઠરવું પડે અને સ્વરૂપમાં ઠરવા માટે વિકલ્પો છોડવાં પડે. આ રીતે જો તું કરે તો મોક્ષ તારા હાથમાં છે. મોક્ષ મેળવતાં તને વાર નહિ થાય. માટે મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો સાધકે જીવનમાં પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક ૧૦૪ ગાથા ક્રમાંક હૃદયમાં નિશ્ચય સૃષ્ટિ ને પાલનમાં વ્યવહાર - - નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય ; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (૧૩૧) નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ ; For Personal & Private Use Only ૩૧૭ ૧૩૧ તથા ૧૩૨ એકાંતે વ્યવહાર નહિ, બંને સાથ રહેલ. (૧૩૨) ટીકા :- આત્મા અબંધ છે, અસંગ છે, સિઘ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૧) અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય પણ કહ્યો નથી, બેય જયાં જયાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. (૧૩૨) આ બંને ગાથા વિવાદાસ્પદ છે. આ ગાથાની આજુબાજુ ઘણા વિવાદો છે. પરંતુ એ વિવાદો અને મતમતાંતરો ગાથાને કારણે નથી. ગાથામાં તો વર્ણન છે. આ વિવાદો પક્ષપાત ભરી બુધ્ધિના કારણે છે. કોઇપણ વ્યકિત કોઇપણ એક વાદનો પક્ષ કરે અને બીજી વાતનો એકાંતે નિષેધ કરે તો સત્યના ટુકડા થાય. એ સત્ય રહેતું નથી. જૈન આગમમાં નય નામનો શબ્દ છે. નય એટલે અપેક્ષા. વસ્તુને જોવા માટે, સમજવા માટે એક નિશ્ચિત પધ્ધતિ એ નય કહેવાય છે. નયમાં એકાંત આવે તો તે કુનય કહેવાય, અને એકાંત ન આવે તો તે સુનય કહેવાય. યશોવિજયજી મહારાજે કહ્યું કે ‘વાણી વાચક યશ તણી, કોઇ નયે ન અધૂરી.' પોતે જ પોતા માટે કહે છે કે મારી વાણી કોઇપણ રીતે અધૂરી નથી. સૌ નયને સંમત મારી વાણી છે. જૈનદર્શનની પાયાની વાત કંઇપણ જો હોય તો તે એ વાત છે કે જૈન દર્શનમાં કોઇપણ નયનો આગ્રહ કરવામાં આવતો નથી. તેમાં જેટલાં પડખાંઓ, બાજુઓ, લક્ષણો અને ગુણો છે, જેટલી તેનામાં ક્ષમતાઓ રહેલી છે એ બધાંને લક્ષમાં લઇને વાત કરવામાં આવે છે. ઉપરાંત સાધનો માટે પણ એક સર્વાંગિક પઘ્ધતિ જૈન દર્શનમાં છે. દા.ત. ઘરમાં ઘેંસ છે, દૂધપાક છે, દૂધ છે અને ચાનો કપ પણ છે. ૨૦ વર્ષનો છોકરો જુવાન છે તેને તેની મા ઘેંસ આપે છે. એના નાના ભાઇને દૂધપાક આપે છે, નાના બાળકને દૂધ આપે છે અને વૃઘ્ધને ચા આપે છે. તો જુવાન છોકરો માને પૂછે છે કે તેં આમ કેમ કર્યું? મા કહે તને સંગ્રહણીનું દર્દ છે અને ઝાડા થાય છે તેથી ઘેંસ આપી. તારા આંતરડા વધુ ન બગડે તેની કાળજી રાખવી પડે. નાનો ભાઇ મહેનતનું કામ કરે છે એટલે દૂધપાક અને વૃધ્ધ બાપાને ચા આપી. બધાની તબિયતને Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા માંક-૧૩૧ તથા ૧૩૨ ધ્યાનમાં રાખી બધાને આપ્યું છે. અહીં સાધક જે ભૂમિકા ઉપર હોય તે પ્રમાણે તેની સાધના હોવી જોઈએ. તટસ્થપણે પોતે પોતાની ભૂમિકા સમજે અથવા સદગુરુ પાસે તે પ્રગટ કરે. પોતાની યોગ્યતા ન હોય અને તે સાધન કરવા જાય તો સાધન ન ફળે અને જે સાધન કરવા જેવું છે તે છૂટી જાય. આ વાતને સમજવા પૂરો પ્રયત્ન કરજો. સાંભળતા સાંભળતા મનમાં ઘણા પ્રશ્નો થશે તે લખી રાખજો. પછી નિરાકરણ કરીશું. એટલું લક્ષમાં રાખજો કે એક દૃષ્ટિથી જોતાં વસ્તુનું દર્શન પૂરું થઈ શકતું નથી. તમે વસ્તુને સર્વાગીણ દૃષ્ટિથી જુઓ. બે શબ્દો સમજવા જેવા છે. એક પરમાર્થ અને એક વ્યવહાર. આ બે શબ્દો માટે બીજા પણ બે શબ્દો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, બે શબ્દો જ્ઞાન નય અને ક્રિયાનય. આ શબ્દો વસ્તુની, વાતની, સ્પષ્ટતા કરવા વપરાય છે. ખાસ કરીને વેદાંત દર્શન અને સાંખ્ય દર્શનમાં ઘણો વિવાદ છે. જૈન દર્શનમાં વિવાદ નથી. વિવાદ પક્ષપાત બુધ્ધિને કારણે કરવામાં આવે છે. એકાંત, આગ્રહ અને પકડ છે તેથી વિવાદ થાય છે. એટલા માટે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બે શબ્દો આપ્યા. એક શબ્દ છે ક્રિયાજડ અને બીજો છે જ્ઞાનજડ. આ જડ શબ્દ એટલે જે સમજવા જ તૈયાર નથી તેને જડ કહ્યો છે. જેનામાં સમજવાની ક્ષમતા નથી, જે સમજવા કોશિશ જ કરતો નથી અથવા પોતે પોતાને બુદ્ધિશાળી માને છે. પોતાનો જ મત સાચો છે, તેનું મમત્વ છે અને તેને જ વળગીને રહે છે તેને કહેવાય છે જડ. નીતિશાસ્ત્રમાં એક પંડિતે નાનકડી લીટી કહી છે કે રાગદ્દારે સ્મશાને ઘ ચ તિતિ સ વાંધવ: | રાજાને દ્વારે અને સ્મશાનમાં જે ઊભો હોય તેને ભાઈ માનવો. કોઈના હાથમાં આ લીટી આવી. હવે સ્મશાનમાં એક ગઘેડો ઊભો હતો તેણે માન્યું - આ મારો ભાઈ છે. ગધેડાને કયાં ખબર છે કે આ નીતિશાસ્ત્ર વાંચીને આવ્યો છે અને હૃદયથી તે મને ભાઈ માને છે. ગધેડાને આ માણસનો ભય લાગ્યો અને બંને પગેથી લાતો મારવા લાગ્યો. તે માણસે તો આગ્રહ રાખ્યો. ગમે તે થાય પણ ભાઈનો કેડો ન છોડવો. આ જડતાનો નમૂનો. એક બીજી એવી વાત છે કે આત્મા અબંધ છે. સાચી વાત છે. આત્મા અસંગ છે, શુધ્ધ છે, સિધ્ધ છે, અકર્તા છે, આત્મા નિર્લેષ છે તે પણ સાચી વાત છે. પરંતુ આ કથનો તે આત્માની વર્તમાન અવસ્થાને લક્ષમાં રાખીને નથી. મૂળ અવસ્થાને લક્ષમાં રાખી વાત કરી છે. પાયામાં આત્મતત્ત્વ આવું છે, એટલે આવું માન્યા પછી કહે છે કે દેહમાં રહેલો આત્મા શુધ્ધ છે, બુધ્ધ છે, મુક્ત છે, નિરંજન, નિરાકાર છે, જળકમળવત્ નિર્લેપ છે, અસંગ છે. નિર્વિકલ્પ છે. તેના ઉપર કર્મોની અસર થતી નથી. તો પછી કર્મોથી છોડાવવાની વાત કયાં રહી ? તેથી કોઇ સાધનો વ્રત, તપ, જપ, નિયમ, પૂજા, દયાન, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ વિગેરે કરવાની જરૂર નથી. પચાસ ટકા વાત સાચી પણ છે, અને પચાસ ટકા વાત ખોટી પણ છે. અષ્ટાવક્રજીએ જનકને કહ્યું કે જનક ! બંધ કોને અને મુક્તિ કોને ? આ પણ ભ્રમણા For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૧૯ છે. આત્મા બંધાયેલ નથી. જો બંધાયેલ ન હોય તો તેને મુક્ત કરવાની કે પુરુષાર્થ કરવાની કયાં જરૂર છે? આત્મા અસંગ છે અને કર્મોથી લપાતો નથી અને આત્મા શુધ્ધ જ છે તો તેને શુદ્ધ કરવાની ક્યાં જરૂર છે ? માટે આ ક્રિયાકાંડ, તપ, વ્રત, ભકિત વિ. કરવાની જરૂર નથી. આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ બરાબર છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાથી બરાબર નથી. વ્યવહાર નય એમ કહે છે કે મૂળભૂત રીતે આત્મા શુધ્ધ છે તે ખરું, પરંતુ વર્તમાન દશામાં તે સંસારમાં છે. દેહનાં જન્મ અને મરણમાં તે અટવાયેલો છે. એ દેહમાં છે, કર્મથી બંધાયેલો છે, અવરાયેલો છે. તેના ઉપર કર્મોનું આવરણ છે, કર્મર રહેલી છે. તે પોતે આત્મા હોવા છતાં તેનો અનુભવ પોતે કરી શક્તો નથી. શરૂઆતમાં તો હું આત્મા છું તેમ પણ માનતો નથી. તો આત્મા સિધ્ધ છે, શુધ્ધ છે તે કેમ કહી શકાય ? માટે આ વાત બરાબર નથી. આત્મા શુધ્ધ છે તે નિશ્ચયનયની અપેક્ષાથી છે અને આત્માને શુધ્ધ કરવાનો છે તે વ્યવહારનયની અપેક્ષાથી છે. શુધ્ધ કરવાનો હોય ત્યાં સાધનાની જરૂર, સાધન અને ઉપાયની જરૂર. તપ, વ્રત, અનુષ્ઠાન, સ્વાધ્યાય, સત્સંગ બધું જોઈશે. આ નહિ હોય તો કામ નહિ થાય. નિશ્ચિયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧ ૩૧ પ્રચલિત જૈન સમાજમાં આ વિવાદ છે. વિવાદ હંમેશા ગેરસમજણ હોય ત્યાં જ થાય. અંબાલાલભાઈએ બહુ સંક્ષેપમાં ટીકા લખી છે. અસંગ છે, સિધ્ધ છે એવી નિશ્ચયનયની એકાંતવાણી સાંભળીને સાધન તજવા યોગ્ય નથી. જેનાથી આત્મા શુધ્ધ થાય, સિધ્ધ થાય અને અસંગ અવસ્થાને પ્રાપ્ત કરે તે માટે આ નિશ્ચય લક્ષમાં રાખીને વર્તમાનમાં વ્યવહારનયની અપેક્ષાએ વિશેષ સાધના કરવી અનિવાર્ય છે. આત્મા શુધ્ધ છે અને વર્તમાનમાં અશુધ્ધ છે તે બંને વાત સ્વીકારવાની છે. આવો સ્વીકાર જેમણે કર્યો તેણે નિષ્પક્ષપાતપણે જૈન દર્શનનો સ્વીકાર કર્યો કહેવાય. પરંતુ જો કોઈ એમ કહે કે આત્મા અસંગ છે, શુધ્ધ છે, મુક્ત છે, નિર્લેપ છે. હવે તેને કંઈ કરવાની જરૂર નથી. બાકી બધું કરવાનું. ધંધો કરો. કુટુંબ સાથે રહો, ખાવ પીવો અને મઝા કરો પરંતુ ધ્યાન કે સાધના કરવાની જરૂર નથી. વ્રત, તપ આદિ કરવાની જરૂર નથી, કારણકે આત્મા તો શુધ્ધ, બુધ્ધ, મુક્ત છે. આ સાચું જ્ઞાન નથી. આ જ્ઞાન વિપરીત પરિણમ્યું કહેવાય. શુષ્કજ્ઞાનના વિચાર કરનારને શુષ્કજ્ઞાની કહ્યો છે. તેના માટે પહેલાંજ ગાથા આવી ગઈ છે કે, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી. સ્ટેશન ઉપર થોડાં માણસો પડ્યાં પાથર્યા રહેતાં જ હોય છે. ખાવું, પીવું, સૂવું બધો સંસાર ત્યાં જ. બીજી કોઈ જવાબદારી નથી. આ લુખ્ખા લોકો છે, તેમ શુષ્કજ્ઞાનીઓની પણ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્રમાંક-૧૩૧ તથા ૧૩૨ લુખ્ખા જેવી સ્પેશીયલ કવોલીટી છે. અને તે કારણે આત્મા જાણી લીધો, બસ હવે કાંઈ કરવાની જરૂર નથી. કર્મનો ઉદય આવશે તે ભોગવી લઈશું પણ આત્મા તો અસંગ અને અબધ્ધ જ છે. એ કયાં બંધાયેલો છે? તેને બંધાયેલો કહેવો તે ભૂલ છે. આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે. સિધ્ધ સમાન છે, માટે કંઈ કરવાની જરૂર નથી. આવું જે વર્ણન કરે છે તે શુષ્કજ્ઞાની છે. એણે પક્ષ કર્યો નિશ્ચય નયનો અને એકાંતે નિશ્ચયનયથી કર્મ રહિત દશા છે તે વાત પણ સાચી પણ અત્યારે તે કર્મ રહિત નથી. દા.ત. પાણીનો સ્વભાવ ઠંડો છે તે વાત સાચી પણ પાણી ચુલા ઉપર છે અને ઊકળી રહ્યું છે ત્યારે કોણ કહેશે કે પાણી ઠંડું છે? પાણી વર્તમાનમાં ગરમ છે તે વ્યવહારની અપેક્ષાથી, પણ ગરમ પાણીને ઠંડું કરવું પડશે. તેવી જ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુધ્ધ જ છે પણ અત્યારે ઘણાં વળગણો વળગેલાં છે. અંદર જુઓને ! રાગ દેખાય, મોહ દેખાય, ક્રોધ દેખાય, માયા, કામવાસના, લોભ બધું દેખાય છે. જ્ઞાની પૂછે છે કે આ તને દેખાતું નથી ? અમને તારામાં બધું જ દેખાય છે. અમને લોભ દેખાય છે. તમે તેની પાસે પૈસા માંગશો તો કહેશે મારી ચામડી કાપી લ્યો, પણ પૈસા નહિ મળે. આવું કહેનાર પાછો કહેશે કે આત્મા શુધ્ધ છે, બુધ્ધ છે, નિર્લેપ છે તેના માટે કંઈ કરવાની જરૂર નથી. આવું સાંભળીને સાધનો છોડી દેવા યોગ્ય નથી કારણ કે સાધન કર્યા વગર શુધ્ધ દશા પ્રાપ્ત થઈ શકશે નહિ. ફરીથી કહું છું કે બીજમાં આખું વૃક્ષ છે એમ કહ્યા કરે અને બીજ તિજોરીમાં રાખે તો તિજોરીમાં ઝાડ નહિ થાય. બીજ ઉગશે નહિ, પડ્યું રહેશે. બીજમાં વૃક્ષ છે તે નિશ્ચયનય અને બીજમાં રહેલા વૃક્ષને ખીલવવા માટે જમીનમાં નાખો, પાણી ખાતર આપો. તેનું જતન કરો અને ઉગાડવા માટે બધી મહેનત કરો તે વ્યવહાર નય. બે પક્ષ છે. બંને સાચા છે. બીજમાં વૃક્ષ છે તેને પણ જાણો અને બીજને ખીલવવા માટે જે પ્રક્રિયા કરવી પડે તે પણ કરો. દૂધમાં ઘી છે તેમાં ના નહિ પરંતુ તપેલી લઈને બેસો અને બોલો દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે એમ પચીશ વખત બોલશો તો ઘી બહાર આવી જાય તેમ નહિ બને. પ્રયોગ કરી જોજો. એવું કાંઈ થાય છે ? પણ દૂધમાં ઘી છે તે નિશ્ચિત છે – આ નિશ્ચય નય. દૂધમાં રહેલા ઘીને પ્રગટ કરવા એ દૂધને પ્રોસેસમાં ઢાળવું પડે. દૂધમાંથી દહીં બનાવો, પછી દહીંને વલોવો, માખણ બહાર કાઢો પછી તેને ગરમ કરવાથી ઘી બનશે. પછી રોટલી ચોપડાશે. આ બધું કરવું પડે. દૂધમાં ઘી છે તે વાત નિશ્ચિત છે પરંતુ ઘીને પ્રગટ કરવા દૂધમાં પ્રોસેસ કરવી પડે છે. તેમ આત્મા શુધ્ધ છે તે વાત નિશ્ચિત પરંતુ આત્માને શુધ્ધ કરવા માટે આત્મામાં પ્રોસેસ કરવી પડે અને આ પ્રોસેસમાંથી પસાર થવું તેનું નામ વ્યવહાર. કેરીમાં રસ છે, રસ છે, તેમ કહી રસોડામાં બેસી રહો તે ન ચાલે. કેરીને ધોવી પડે પછી ધોળવી પડે અને પછી રસ પણ બહાર કાઢવો પડે. આ વ્યવહાર થયો. નિશ્ચયને મેળવવા વ્યવહાર કરવો જ પડે. આત્મા પરમાત્મા જેવો છે તે નિશ્ચય પણ વર્તમાનમાં કષાયો અને આસકિતથી મૂંઝાયેલો છે તેને દૂર કરવા માટે જે For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨ ૧ પ્રક્રિયાઓ કરવી પડે તેનું નામ વ્યવહાર. જૈન દર્શન બંને વાતને સમતોલ રાખે. જૈન દર્શન એમ કહે છે કે મૂળભૂત અવસ્થા જે તમારી છે તેને તમે જાણો અને તેવી અવસ્થા વર્તમાનમાં અપ્રગટ છે તે પ્રગટ કરવા પ્રચંડ પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરવો તેનું નામ વ્યવહાર અને અંદર શુધ્ધ સત્તા જે રહેલી છે તેને જોવી તે નિશ્ચય. કંઈ ખ્યાલમાં આવે છે? વાત બરાબર સમજજો. આ બે પક્ષોમાંથી એક પક્ષ એમ કહે છે કે તમે આત્માને જાણ્યો ને? કામ પતી ગયું. હવે શું જ કરવાની જરૂર નથી. આત્મા બંધાયેલો છે જ નહિં તો તેને મુક્ત કરવાની કયાં જરૂર છે ? માટે સ્વાધ્યાય કરવો. સવારે ધ્યાન કરવું, તપ વ્રત પૂજા અનુષ્ઠાનો કરવાં, આ ભાંજગડમાંથી મુક્ત થાવ. આ કશું જ કરવાની જરૂર નથી. સાધન કરવાની જરૂર નથી તેમ માન. આ એક નિશ્ચયનયની વાત થઇ. હવે કેટલાક લોકો માત્ર સાધન જ કરે છે, દોડધામ કરી મંડી પડે છે, બીજું કંઈ વિચારતા જ નથી. વિષય રસમાં ગૃહી માચીયા, નાચીયાં કુગુરુ મદ પૂર રે, ધૂમધામે ધમાધમ મચી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. મંદિરમાં જાય, જોર જોરથી ઘંટ વગાડે. શા માટે ઘંટ વગાડો છો? તો કહે કે ભગવાનને જગાડવા! પણ તું જાગને? જાણતો નથી કે આ બધું શા માટે કરવું? આ વ્યવહારની જડતા છે. વૃત્તિઓ કઈ છે? વિકારો કયા છે? આ કંઈ જ જાણતો નથી અને વ્યવહાર કર્યા કરે છે. નિશ્ચયનયથી જે આત્માનું પ્રતિપાદન કર્યું તેને જાણતો નથી અને વ્યવહાર કર્યા કરે તે પણ અધૂરો છે અને નિશ્ચયનયથી આત્મા શુધ્ધ છે તેમ માની લે અને વર્તમાનમાં તેને સુધારવા કંઇપણ ન કરે તે પણ અધૂરો છે. બંને પક્ષો સાથે ચાલવા જોઈએ. આ વાત બરાબર સમજી લેજો. નહિ સમજાય તો કોઈપણ એક વાતની પકડ થઈ જશે. બીજી બધી વાત કરતાં જ્ઞાનની વાત કરવી, બ્રહ્મની વાત કરવી, પાંચ સાત સાંભળનાર મળે તો મલાવી મલાવીને વાત કરવી, તેમાં જે મઝા આવે છે તેવી મઝા તેને ધ્યાન કે વ્રત કરવામાં આવતી નથી. બલા છૂટી ગઈ. એમ કહે કે કોણ કરે છે ભાઈ ? અને કોણ ભોગવે છે? આત્મા કયાં બંધાયેલો છે? આત્મા મુક્ત છે, અસંગ છે, નિર્લેપ છે. આ સાધનો તો અજ્ઞાનીઓ માટે છે, અમારા માટે નહિ. અમારી ભૂમિકા તો ઘણી ઊંચી છે. અમારે આ કરવાની જરૂર નથી. શાસ્ત્રોએ બે શબ્દો આપ્યા. “જ્ઞાનક્રિયામ્યાંમોક્ષઃ'. આ તૃતીયા વિભકિતનું દ્વિવચન છે. જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. સામે દીવો પડ્યો છે. દીવામાં તેલ છે, વાટ બોળેલી છે અને માચીસ પડી છે. પરંતુ હાથ જોડી બોલ્યા કરો કે દીવો પ્રગટે, દીવો પ્રગટે ! પચાશ વખત બોલશો તો પણ અજવાળું નહિ થાય. તમારે માચીશને ઘસારો આપી દીવાને પ્રગટાવવો પડશે. જો ઘસારો ન આપો તો અગ્નિ પ્રગટ નહિ થાય. તેમ આત્મામાં પરમાત્મા છુપાઈને બેઠો છે. પણ તપ જપનો ઘસારો આપ્યા વગર પ્રગટ નહિ થાય. અનંતકાળ ગયો અને આત્મા પ્રગટ ન થયો તેનું કારણ એ છે કે તેણે આત્મા શબ્દોથી જાણ્યો છે પણ એટલાથી કામ નહિ થાય. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્યાંક-૧૩૧ તથા ૧૩૨ સમ્યગદર્શન થયું કે નથી થયું તે નિર્ણય જ્ઞાની કરશે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આવે સપુરુષાર્થ કરવો પડશે. સમ્યગદર્શન જયારે થાય ત્યારે પ્રગટ આત્માનો અનુભવ થાય. જેને આ ઘરતી ઉપર સમ્યગ્દર્શન થયું છે તેને ધન્ય છે. સમ્યગ્દષ્ટિનું એક લક્ષણ તત્ત્વશ્રદ્ધાનપૂતમિા ન રમત્તે મોથી તેને તત્ત્વનું શ્રધ્ધાન છે. તત્ત્વની શ્રધ્ધાથી જેનો આત્મા, જેનું અંતરંગ જેની ચેતના પવિત્ર બની છે, શુધ્ધ અને નિર્મળ બની છે તેના કારણે તે સંસાર સાગરમાં રમતો નથી. કેટલાંક લોકો અભણ હતાં, તેમણે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે અમને સંસ્કૃત ભાષા સમજાતી નથી તો અમને સમજાય તેવી ભાષામાં કહો અને ભગવાને ગીતાનો સાર કહ્યો. સંસારમાં સરસો રહે અને મને મારી પાસ, સંસારમાં રાચે નહિ તે જાણ મારો દાસ, અર્જુન સુણો ગીતાનો સાર. આ ગીતાનો સાર. સંસારમાં રહે પણ અલિપ્ત અને નિર્લેપ રહે, જેમ પાણીમાં કમળ રહે છે તેમ. “સંસારમાં સરસો રહે અને મને મારી પાસ.” તેણે પોતાનું મન પરમાત્માને સોંપી દીધું છે. યાત્રામાં ઘણી વખત પૈસા સાચવવાનો ડર લાગે તો યાત્રી પોતાનું પાકીટ ડાહ્યા માણસને સોંપી દઈ નિરાંત અનુભવે છે. જગતમાં સૌથી વધારે સાચવનાર પરમાત્મા છે. આ મનરૂપી જે મૂડી છે તે પરમાત્માની બેંકમાં મૂકી દો. સંસારમાં જે રમતો નથી, રાચતો નથી, તલ્લીન થતો નથી તે નિર્લેપ રહી શકે છે. એક સીત્તેર વર્ષના માજી સામાયિક કરતાં હતાં. ગામમાં વરઘોડો નીકળ્યો તો માળા કરતાં કરતાં ઊભાં થયાં. માજી ! આ શું કરો છો ? કહે છે બાપા ! જીવ્યા કરતાં જોયું ભલું. આ વ્યવહારની જડતા છે. આવું કરતા હોય, આવી જડતા હોય તો કાર્ય સફળ ન થાય. કોઈ તમને આવીને કહે કે તમને સમ્યગ્દર્શન થઈ ગયું છે તો માની ન લેશો કારણકે અવસ્થા હજી તૈયાર થઈ નથી. ભૂમિકા તૈયાર થઈ નથી. શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે ચોથા ગુણસ્થાને હોય તેના આ લક્ષણ હોય. પાંચમા ગુણસ્થાને હોય તેના આ લક્ષણ હોય, છટ્ટે સાતમે આવાં લક્ષણો હોય. સમ્યગદર્શન થયું હોય તો શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા, આસ્તિકતા, ધર્મરાગ, શુશ્રષા, અખંડ વૈયાવચ્ચ, પર્યાદની શ્રધ્ધા, સદ્ગુરુ પ્રત્યે ભકિત, આ બધા લક્ષણો છે. આમાંથી કંઇપણ ઠેકાણું ન હોય તોયે કહેશે કે અમને સમકિત થયું છે. મુશ્કેલી બે થાય છે. થયું નથી અને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતો નથી, તો તે બંને બાજુથી રહી જાય છે. આવા લોકો માટે શું કરવું ? તેઓ માને છે કે ધ્યાન - પ્રાણાયામ કરવાની શું જરૂર છે ? અમે આત્માને જાણ્યો છે. આત્મા શુધ્ધ છે તેમ જાણવું, તે નિશ્ચયનય. વર્તમાનમાં તે અશુધ્ધ છે તેને શુધ્ધ કરવા સમ્યક્ઝકારે પુરુષાર્થ કરવો તે વ્યવહાર નય છે. ભગવાન મહાવીર સ્વામીજીએ-જૈન દર્શને બંને For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૩ નયોને સાથે રાખવાનું કહ્યું છે. ઉપા. યશોવિજયજી મહારાજે એક નાનકડી વાત કરી કે... નિશ્ચય દષ્ટિ હૃદયે ઘરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. નિશ્ચય દૃષ્ટિ હદયમાં રાખીને જે વ્યવહારનું પાલન કરે છે તે સંસાર સમુદ્રના પારને પામશે. તેમણે એક વાત કરી છે. આદિવાસીઓ જંગલમાં રહેતા હોય છે. આદિવાસીનો રાજા પણ હોય. જયારે મોટો ઉત્સવ હોય ત્યારે તે માથા ઊપર મોટી પાઘડી બાંધે પણ નીચે પહેરવાનું કંઈ ન હોય. ‘ન પહેરણ લંગોટી.” આ કેવો વિચિત્ર લાગે? એમ નિશ્ચયનયની વાતો કરે પણ વ્યવહારમાં આચરણ કરતો નથી તે આના જેવો લાગે. બધા વેદાંતીઓ ભેગા થાય, જોરશોરથી ચર્ચા કરે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આમ ચર્ચા ચાલતી હોય ત્યારે તેમાંથી કોઈ પંડિતની છીંકણીની દાબડી જો ખોવાઈ ગઈ તો આખું ઘર માથે કરે. ટાગોરજી કહેતા કે અલ્યા! આખું જગત મિથ્યા છે તો છીંકણીની દાબડી મિથ્યા નહિ ? આ એકાંત છે. એટલા માટે પરમકૃપાળુદેવે સલાહ આપી કે નિશ્ચયનયની વાણી સાંભળવી તો પડશે જ કારણકે તે પણ જરૂરી છે. આત્મા છે, તે શુધ્ધ છે તે જાણવું તો પડશે ને. આત્મા છે તેમ મૂળ પણ નક્કી કરવું પડશે. આત્મા નિર્લેપ છે તેમ નક્કી કરવું તે નિશ્ચયનયનું કામ, પ્રેકટીકલ અનુભવ કરવા પુરુષાર્થ કરવો તે વ્યવહાર નયનું કામ. બંને નયો સાથે ચાલવા જોઈએ. ગાડાનાં બે પૈડાં છે, પક્ષીને બે પાંખો છે, માણસને બે આંખો છે, બે પગ છે. બધું સાથે ચાલવું જોઈએ. એક પગનું ફ્રેકચર થયું હોય પછી જુઓ કે ચાલવામાં કેવી મઝા આવે છે ? એક પગથી કામ થતું નથી. નિશ્ચયનય અને વ્યવહારનય બંને પક્ષો છે. બંને સાથે હોવા જોઇએ. નિશ્ચયનય જે વર્ણવે છે તે બરાબર છે. સમયસારમાં આત્માને ગાયો તે બરાબર છે અને રત્નકરંડ શ્રાવકાચારમાં બાર વ્રતની વાત કરી તે પણ બરાબર છે. નિશ્ચયવાદી તો રત્નકરંડ શ્રાવકાચારની બારવ્રતની વાતો લુખ્ખી ગણે અને સમયસારની વાત મહત્ત્વની ગણે. એકલો નિશ્ચયનયનો પક્ષ વ્યવહારનયની અપેક્ષા રાખ્યા વગર કરે તો આત્મા પ્રાપ્ત નહિ થાય. તેના હાથમાં કશું આવશે નહિ. માત્ર વાતોથી કદી કામ થતું નથી. એક ગામમાં રાત્રે તરગાળાઓ રમવા આવ્યા. રમત ચગી એટલે એક રબારીએ ખુશ થઈ કહ્યું કે જા, મારી એક ભેંસ તને દાનમાં આપી. આણે બીજો ખેલ શરૂ કર્યો તો તાનમાં આવીને કહે કે મારી ત્રણે ભેસો દાનમાં આપી. તરગાળાઓ ખુશ થયા અને ખુશીમાં ત્રીજો ખેલ શરૂ કર્યો, તો રબારીએ કહ્યું કે જા, તને આખા ગામની ભેંસો દાનમાં આપી. અલ્યા ! કોના બાપની દિવાળી કરે છે? તું શેનો કોઈની ભેંસો આપી શકે ? માત્ર વાતો થઈ ને ? વ્યવહાર નિરપેક્ષ માત્ર નિશ્ચયની વાતો કરે તે રબારી જેવો છે. નિશ્ચયનય દ્વારા નિર્ણય કરવાનો અને વ્યવહારનય દ્વારા પ્રયોગ કરવાનો. વ્યવહારનય અને નિશ્ચયનય બને સાથે રાખવાં પડશે. સોનામાંથી જ ઘાટ ઘડાય છે પરંતુ ઘાટ ઘડવા સોનીએ પ્રક્રિયાઓ તો કરવી જ પડે છે. કપડું મેલું થાય છે તો તેને સાફ કરવા સાબુ ઘસી પાણીમાં For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્યાંક-૧૩૧ તથા ૧૩૨ પલાળી રાખે. જેથી મેલ છૂટો પડે, પછી સાબુ કાઢવા ધોકા પણ મારવા પડે છે. આ બધું થાય પછી કપડું ઊજળું થાય. સ્વીકારવું પડશે કે મલિન કપડું ઉજળું થઈ શકે છે. આત્મા પરમાત્મા થઈ શકે છે, તે નિશ્ચય નય અને આત્માને પરમાત્મા થવા માટે વ્યવહારનયની ભૂમિકા ઊપર સાધના કરવી પડે છે. આ બંને નયોને સાથે રાખવાં તેનું નામ જૈન દર્શન. કોઈ પણ એક નયનું માનવું તે જૈનદર્શન નહિ. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય.' લાગે છે કે તમને વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. તમારા મગજમાં બેઠું તો ખરું ને કે હું આત્મા છું. અને આટલું માનવાથી તમે સમ્યગ્દષ્ટિ થઈ ગયા, હવે બીજુ કંઈ કરવાની જરૂર નથી એમ કોઈ કહે તો માનશો નહિ. આવા ગપ્પામાં અટવાશો પણ નહિ અને સાધનો છોડશો પણ નહિ. અમે જાણ્યું હવે અમારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. અમે તો અસંગ અને નિર્લેપ છીએ. આવુ બધું બોલે ખરા, પણ ચામાં સાકર ઓછું હોય તો ખલાસ. તમે નિર્લેપ છો ને? કેમ આમ થયું ? એક સંન્યાસી એક બાઈને ઘેર આવ્યા. તેઓ વેદાંતી, તત્વજ્ઞાની પણ હતા. બાઇએ સરસ ભોજન બનાવ્યું. દૂધપાક, પૂરી, ઢોકળાં વિગેરે. સંન્યાસી પેટ ભરીને જમ્યા. બાઈએ જોઈ લીધું કે જીભનો સ્વાદ તો બરાબર છે, બરાબર જમ્યા છે. પછી બાઈએ કહ્યું કે આપ સ્નાન કર લીજીયે. સંન્યાસીએ કહ્યું કે મૈયા ! સ્નાન કરનેકી કોઈ જરૂરત નહીં હૈ. હમ તો જ્ઞાનગંગામે ડૂબકી લગાતે હૈ. બહુ આનંદની વાત થઈ. બાઇએ તો ગાદલું પાથરી દીધુ. સંન્યાસી બે કલાક નિરાંતે ઊંધ્યા. ઊઠીને કહે મૈયા! પાનેકા પાની દો. તો મૈયાએ કહ્યું, મહારાજ ! જ્ઞાનગંગામે સે પી લીજીયે. એકાંતે નિશ્ચયનયની વાતો કરનારા અને લોકોને અવળે માર્ગે લઈ જનારા ઉસૂત્ર પ્રરૂપણા કરે છે. અવળે માર્ગે ચડાવનારને અનંત સંસારનું બંધન થશે. નહાવું ન હતું કારણ કે ઠંડી હતી, અને તેથી જ્ઞાનગંગામાં સ્નાન કર્યું. પણ ભજીયાં ઢોકળાં ખાઈને તરસ લાગેલી એટલે પાણી માંગ્યું. બેન તેની ગુરુ થઈ અને કહે કે જ્ઞાનગંગામાંથી પાણી પી લો તરસ છીપાઈ જશે. આમ માત્ર વાતોથી કામ નહિ થાય. માટે “નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નોય.” તો શું કરવું ? “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.” આ લક્ષ રાખવું. સોનાની કસોટી અગ્નિમાં જ થાય, અગ્નિમાં સોનું પડવા તૈયાર ન હોય તો સમજી લેજો કે સોનું નહિ ઘડાય. જ્ઞાન અને ધ્યાનની કસોટી જયાં તીવ્રપણે સાધના થતી હોય ત્યાં જ થાય. તેથી જ પરમકૃપાળુ દેવે આ ગાથામાં આ વાત કરી. ૧૩૨મી ગાથામાં આની ફરી પુનરાવૃતિ છે. આ આત્મસિદ્ધિમાં એકાંતે નિશ્ચય કે એકાંતે વ્યવહારનયની વાત નથી કરી પણ જયાં જયાં જેમ ઘટે તેમ સાથે રાખી વાત કરી છે. આ બંને પક્ષોની વાત ફરી ફરી વિચારજો. જો આ વાત સમજશો તો તમે નિશ્ચય અને વ્યવહારનો મેળ કરી શકશો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૫ પ્રવચન ક્રમાંક - ૧૦૫ ગાથા ક્રમાંક - ૧૩૩ તથા ૧૩૪ સવ્યવહાર અને નિશ્ચય ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. (૧૩૩) આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. (૧૩૪) ટીકા :- ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીનાં લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યા તે સદ્વ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે તેમ આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે; અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩) ભૂતકાળમાં જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશકાળાદિને લીધે ભેદ કહ્યો હોય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પણ પરમાર્થે ભેદ નથી. (૧૩૪). આ ઉપસંહારના શ્લોકો છે. ગ્રંથની સમાપ્તિ તરફ રચયિતા જઈ રહ્યા છે. જતાં જતાં જેના કારણે સાધના અટકે છે, જેના કારણે સાધનામાં અવરોધ થાય છે, જેના કારણે જાણવા છતાં ભૂલો થાય છે અને જેના કારણે સાધના કરવાના બદલે સાધના રહિત થાય છે એવાં કેટલાયે મહત્ત્વનાં પરિબળો અંતરાય કરે છે. તેના તરફ પરમકૃપાળુદેવે ધ્યાન દોર્યું છે. પ્રચલિત માર્ગમાં નક્કી થયેલ કાર્યક્રમ કરવો તો સહેલો છે, પરંતુ મૂળભૂત તત્ત્વને સમજીને કયાં શું કરવા જેવું છે તેની સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે, તેથી સાધકને ચેતવણી આપે છે, નિર્દેશ પણ કરે છે અને ભલામણ પણ કરે છે. અત્યંત કરુણાપૂર્વક હૃદયથી સાધક સાધના કરતાં કરતાં કુમાર્ગે ન જાય તેની કાળજી પણ લીધી છે. સમજવા માટે પ્રયત્ન કરીએ. પહેલી વાત એ કરવી છે કે પરમાર્થ માર્ગમાં અખંડ તત્ત્વને જોવાની ક્ષમતા પણ આવવી જોઈએ. તત્ત્વ પરિપૂર્ણ અને અખંડ છે. પૂર્ણને જોવા આપણી પાસે પ્રજ્ઞા જોઈએ. માત્ર બુધ્ધિથી પૂર્ણ નહિ જોવાય. પૂરેપૂરો આવિર્ભાવ થાય તે પૂર્ણતા છે. આપણે વિભાગને જોવો નથી. આખી For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ વસ્તુ સળંગ છે, સાથે છે અને સર્વ પ્રકારથી તે છે. તમે તેનો કોઇપણ એક ભાગ જોશો તો તે વાત અધૂરી છે. એક માણસ ઇતિહાસ લખવા બેઠો હતો. બહાર અવાજ સાંભળ્યો. કોઈએ એમ કહ્યું કે રસ્તામાં ઝઘડો થઈ રહ્યો છે. પાંચસો માણસો ભેગા થયા છે અને મારામારી થાય તો ઘણા માણસો મરી જાય. એટલામાં ત્યાં બીજો માણસ આવ્યો. તેને પણ પૂછ્યું કે ત્યાં શું થયું છે ? તો કહે અંદર અંદર દશ બાર માણસો બાખડી રહ્યાં છે અને એકબીજાને સમજાવવાની કોશિશ કરે છે. ત્યાં ત્રીજો માણસ આવ્યો, તેને પણ પૂછયું તો કહે ત્યાં બે જણા છે. કંઈક લેવડ દેવડની ચર્ચા ચાલી રહી છે અને એકમેકનો હિસાબ પતાવવા કોશિશ કરે છે. ઈતિહાસ લખવા બેસનાર ભાઈ બોલ્યા કે મારી સામે બનતી ઘટનામાં આ અલગ અલગ સ્ટેટમેન્ટ ! મારો ઈતિહાસ સાચો કયાંથી હોય ? નરસિંહ મહેતાએ કહ્યું, “દીઠો, મેં પૂરો દીઠો.” અધૂરો, અપૂર્ણ કે ખંડિત નહિ પણ અખંડપણે મેં એને જોયો અને મારા મનનું સમાધાન થઈ ગયું. જયાં સુધી આપણા મનમાં પૂરેપુરું સમાધાન થતું નથી ત્યાં સુધી તત્ત્વનું પુરું દર્શન થયું છે તેમ કહેવાશે નહિ. ૧૩૨મી ગાથાથી કેટલાક મૌલિક સિધ્ધાંતો પરમકૃપાળુદેવને સ્પષ્ટ કરવા છે. તેઓ કહે છે કે “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ.” આ આત્મસિધ્ધિ શાસ્ત્રમાં અમારા પ્રતિપાદનમાં અમારી પ્રરૂપણામાં એકાંતે નિશ્ચયને કહ્યો નથી. નય શબ્દ પહેલાં મૂક્યો. નય શબ્દથી એમ કહેવું છે કે નિશ્ચય નામનો નય. નય નિશ્ચય એટલે નિશ્ચયનય આમાં એકાંતથી કહ્યો નથી. “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ.” એમ નિશ્ચયની વાત કરી. “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન ચિદાનંદ સુખધામ.” આ પણ નિશ્ચયની વાત, “તું અકર્તા છો', તે પણ નિશ્ચયની વાત, “સર્વ જીવ છે સિધ્ધ સમ.” આ પણ નિશ્ચયની વાત. આ સ્ટેટમેન્ટ છે. આ વર્ણન છે. આ હકીકત છે. જે બીના છે તે બીના અમે તમને કીધી. પણ આટલા માત્રથી જો એમ માની લે કે હું પૂર્ણ છું, હું બુધ્ધ છું, હું શુધ્ધ છું, હું અકર્તા છું અને હું અભોકતા છું, હવે મારે કંઈ કરવાની જરૂર નથી, કંઈ જ કરવાનું રહેતું નથી, તે બરાબર નથી. એટલા માટે બીજા ઠેકાણે સ્પષ્ટતા કરી કે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ.' આ વ્યવહાર તું કર્મનો કર્તા નથી અને કર્મનો ભોકતા પણ નથી એટલે આત્મા કર્મનો કર્તા કે ભોકતા નથી. પણ કયારે ? “તો' શબ્દ વચમાં આવે છે. છૂટે દેહાધ્યાસ તો. આ તો વ્યવહારનયની વાત કરે છે. તું કર્મનો કર્તા કે ભોકતા નથી એમ બોલે એટલે કામ થઈ ગયું ? ના, એના માટે એક કસોટી આપી. કઈ કસોટી ? છૂટે દેહાધ્યાસ તો તું કર્મનો કર્તા નથી અને તું ભોકતા પણ નથી. પણ હાલમાં તું કર્મનો કર્તા ભોકતા નથી એમ સમજીશ તો તું ભ્રમમાં જીવી રહ્યો છો. દેહાધ્યાસ છૂટયા વગર કર્મનો કર્તા ભોકતા નથી એમ બોલે, પણ ચા ઠંડી મળે તો મગજ તપી જાય અને વાટકો પછાડતો હોય, એ કેમ ચાલે ? કોઈએ થોડું અપમાન કર્યું ત્યાં બદલો લેવાની ભાવના થતી હોય અને પાછો એમ કહે કે “નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા - ૩૨૭ તું તેહનો.” આ દેહાધ્યાસ છૂટી ગયો હોય ત્યારે જ બોલી શકે કે હું કર્તા કે ભોકતા નથી. આ કોણ બોલી શકે ? બધાએ ભોજન કરી લીધું છે ત્યાં માસખમણના પારણે એક મુનિ વહોરાવા ગયા છે. કાંઈ વધ્યું ઘટયું છે તેવો આહાર મુનિને વહોરાવવામાં આવે છે અને તેનાથી મુનિ મા ખમણનું પારણું કરે છે. એ બોલી શકે કે, “નહિ કર્તા હું કર્મનો અને નહિ ભોકતા હું કર્મનો.' માથે અંગારા મૂકાયા છે. ભડભડતો અગ્નિ સળગી રહ્યો છે છતાં મનમાં એમ થાય કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આ એમના મોઢામાં જ શોભે કે “નહિ કર્તા હું કર્મનો, નહિ ભોકતા હું એહનો.” જમણવારમાં જરા વહેલાં મોડું પીરસાય ત્યારે ખબર પડી જાય કે દેહાધ્યાસ કેટલો છૂટયો છે? છૂટે દેહાધ્યાસ તો વ્યવહાર નયની વાત, અને “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.” તે નિશ્ચયનયની વાત. દેહાધ્યાસ છૂટવો જોઇશે. જ્ઞાનીએ કહેલી વિશેષ પ્રકારની સાધના થાય તો જ દેહાધ્યાસ છૂટે. એટલા માટે આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે એ વ્યવહારનયથી કહ્યું પણ એકાંતે કહ્યું નથી. તેમજ નિશ્ચયના લક્ષપૂર્વક, અનેકાંત વાદની પધ્ધતિ અનુસાર કહ્યું. નિશ્ચય અને વ્યવહાર બંને લક્ષમાં રાખીને કહ્યું. આ શાસ્ત્રમાં બંને નયોને સમ્યફપ્રકારે ન્યાય આપી અમે આ વાત કરીએ છીએ. તો થાય શું ? જયારે નિશ્ચયનયની વાત થતી હોય ત્યારે વ્યવહાર નય ગૌણ થાય. જેમ વરને અણવર બંને હોય ત્યારે અણવર ગૌણ થાય અને ગીત તો વરનાં જ ગવાય. નિશ્ચયનયની વાત થતી હોય ત્યારે વ્યવહાર ગૌણ, પણ નિષેધ નથી. ગૌણ અને નિષેધ બે વચ્ચે ફેર છે. નિષેધ એટલે નકાર, એકાંતે નકાર અને ગૌણ એટલે થોડી મહત્તા ઓછી. નિશ્ચયનય મુખ્ય છે, વ્યવહારનય ગૌણ છે. કલેકટર એકલા આવે તો તેમનું સન્માન જુદી રીતે થાય અને ગવર્નર સાહેબ સાથે હોય ત્યારે ગવર્નર સાહેબ મુખ્ય છે અને કલેક્ટર ગૌણ થઈ જાય. બધાનું સન્માન જુદી જુદી રીતે થાય. જયારે નિશ્ચયનયનું પ્રતિપાદન થાય ત્યારે વ્યવહારનય ગૌણ હોય છે અને વ્યવહારનયનું પ્રતિપાદન થાય ત્યારે નિશ્ચયનય ગૌણ છે. ગૌણ અને મુખ્ય એમ બંને વચ્ચે વ્યવહાર થાય પણ સંપૂર્ણ નિષેધ થઈ શકતો નથી. સંપૂર્ણ કાર્ય કરવા સાધકને પૂરેપૂરી જાગૃતિ રહેવી જરૂરી છે. આ વાતની સ્પષ્ટતા એટલા માટે કરી કે શાસ્ત્રો વાંચવાની પણ એક પધ્ધતિ છે. જે વખતે પ્રતિપાદક પ્રતિપાદન કરતો હોય ત્યારે તેનો હેતુ શું છે તે સમજીને શાસ્ત્રનો અર્થ કરવો જોઈએ. પણ શાસ્ત્રના પ્રતિપાદકને બાજુએ મૂકી પોતે કહે અને પોતે સમજે તે અર્થ સાચો તો તે શાસ્ત્રોનું અપમાન કરે છે, અપ્રરૂપણા અને અવસાદન કરે છે. નયનિશ્ચય એકાંતથી' એટલે નિશ્ચયનયને આમાં એકાંતથી કહેલ નથી અને એકાંતે વ્યવહારનય પણ કહ્યો નથી, ત્યાં બંને સાથે રહેલ છે. જેમ ગાડાના બંને બળદ સાથે ચાલવા જોઈએ તેમ. એક બળદ જોરથી ચાલે અને એક ધીમેથી ચાલે તો ગાડાની હાલત શું થાય? પક્ષીની પણ બે પાંખો સાથે ફેલાવી જોઈએ. તેમ આધ્યાત્મિક સાધનામાં બંને નયો સાથે ચાલવા For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પ્રવચન ક્રમાંક ૧૦૫, ગાથા ક્ર્માંક-૧૩૩ તથા ૧૩૪ જોઇએ. જયાં નિશ્ચયનય મુખ્ય હોય ત્યાં નિશ્ચયનય અને વ્યવહારનય મુખ્ય હોય ત્યાં વ્યવહાર નય, તેમ વાત સમજવી જોઇએ. તમને એમ કહેવામાં આવ્યું કે ‘તું છો મોક્ષ સ્વરૂપ', એ નિશ્ચયનયની વાત છે. તને ઓળખાણ આપી, પ્રતીતિ કરાવી, તને ખ્યાલ આપ્યો, તને સમજણ આપી, તારો પરિચય કરાવ્યો, તું શું છો તેનું ભાન કરાવ્યું. ‘તું મોક્ષસ્વરૂપ તો છો’, પણ એવું સ્વરૂપ પ્રગટ કરવા માટે સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે. આપણને પરિણામ તો શ્રેષ્ઠ જોઇએ છે પણ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવાની આપણી તૈયારી નથી. છોકરો એમ કહેશે કે મને સો ટકા માર્કસ જોઇએ છે. આખા મુંબઇમાં પહેલો નંબર લાવવો છે પરંતુ વાંચવાની તૈયારી છે ? વાંચવું ગમતું નથી અને જોઇએ છે પહેલો નંબર. મેળવવું છે પણ પુરુષાર્થ કરવો ગમતો નથી. તો કેમ થશે ? લક્ષ પણ જોઇએ અને પુરુષાર્થ પણ જોઇએ. બંને સાથે ચાલવાં જોઇએ. સમજણ જોઇએ અને આચરણ પણ જોઇએ. ભાન થવું જોઇએ અને ભાનને પ્રગટ કરવાની પૂરી તૈયારી પણ જોઇએ. અવસ્થાની પણ ખબર પડવી જોઇએ ને આવી અવસ્થા પ્રગટ કેમ થાય, એની પણ સમજણ અંદર પ્રાપ્ત થવી જોઇએ. સાધનાની ક્રિયાનું પરિણામ આવતું નથી તો સમજી લેવું જોઇએ કે કયાંક વ્યવહારનયથી વાત પકડી હશે અથવા નિશ્ચયનયથી એકાંત પકડયું છે એટલે કામ અધૂરું છે. એક પાંખથી આકાશમાં ઊડી શકે નહિ પણ બંને પાંખો સાથે જોઇએ. - હવે ૧૩૩મી ગાથાનો પ્રારંભ થાય છે. આ ગાથામાં પણ અગાધ અર્થો ભર્યાં છે અને સાંપ્રદાયિક સમસ્યાનું નિવારણ પણ છે. ઘણી વખત એમ થાય છે કે આવા જ્ઞાની અને વિદ્વાન પુરુષો કેમ મતમતાંતરમાં અટવાતાં હશે. તેમનાં પ્રતિપાદનમાં મતમતાંતરો કેમ ઊભા થતા હશે? પરમાર્થને સમજાવવા શું તેમનું બળ ઓછું પડતું હશે ? શું તેમની બુદ્ધિ ઓછી પડતી હશે? એમ તો ન કહી શકાય કે સમજવા માટે તેમની પાસે તીક્ષ્ણ બુઘ્ધિ નથી. પરંતુ અંદરમાં કયાંક અહંકારના કારણે પોતાનો સૂક્ષ્મ આગ્રહ રહી ગયો હોય અને સૂક્ષ્મ આગ્રહના કારણે સત્યથી થોડા દૂર ચાલ્યા જાય છે અને દૂર ગયા પછી પોતાની માન્યતાનો આગ્રહ થાય છે. મૂળ પુરુષને આગ્રહ થાય તો તેના અનુયાયીઓનો આગ્રહ મજબૂત થાય. એક કહેવત છે ‘ચા કરતાં કીટલી ગરમ.’ અનુયાયીઓનો પોતાનો આગ્રહ પરાકાષ્ટાએ પહોંચે. હમારા ગુરુને કહા હૈ, તુમ્હારા ગુરુને કયા કહા ? એ તો સોચો. સમજવાની વાત નથી. આગ્રહના કારણે મતમતાંતરો થયા અને ધર્મ અટવાઇ ગયો. ભગવાન મહાવીરનું શાસન ચારણીની જેમ ચળાશે એમ કોઇએ કહ્યું છે. ચારણીમાં જેટલાં કાણાં છે તેટલાં કાણાં આ શાસનમાં પડશે. વીતરાગ પુરુષ, સર્વજ્ઞ પુરુષ, મોહમુક્ત પુરુષ, એમના માર્ગમાં ભેદ હોય નહિ. કલ્પના, આગ્રહ કે મતમતાંતર હોય નહિ. પક્ષપાત, હઠાગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ હોય નહિ. અહંકાર કે સ્વછંદપણું પણ હોય નહિ. આ કંઇપણ જો ન હોય તો મતમતાંતર શાનાં ? પણ છે. કયાંક સમજવામાં, કયાંક માનવામાં કયાંક શાસ્ત્રોનો અર્થ કરવામાં પોતે વચ્ચે આવી જતો હોય, For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૨૯ એટલા માટે મહાપુરુષો કહે છે કે તમે વચ્ચે ન આવો. ભગવાન અથવા શાસ્ત્રોને આગળ કરી વાત કરો. સુધર્મા સ્વામી જંબુસ્વામીને વાત કરે ત્યારે આવી રીતે પ્રારંભ કરે છે કે તે આયુષ્યમાન જંબુ ! ભગવાન મહાવીર પાસેથી મેં શ્રધ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, એકાગ્રતા પૂર્વક, નિષ્પક્ષ બનીને સાંભળ્યું છે. જે કંઈપણ સાંભળ્યું છે તે જ અમે તને કહી રહ્યા છીએ. અમે કયાંય વચ્ચે આવતા નથી. બહુ મઝાની વાત તો એ છે કે શાસ્ત્રો કરતાં તમે કયાંય ઊંચા નથી. તમે હંમેશા નાના અને ગૌણ છો. શાસ્ત્રમાં જે શબ્દોનો પ્રયોગ શાસ્ત્રો કરે છે તે વખતે તેમને કંઈક ભાવ હોય છે. તે વખતે તેમને કંઈક કહેવાનું હોય છે. શું કહેવું છે ત્યાં સુધી તમારી બુદ્ધિ પહોંચે તો લઈ જવા કોશિશ કરજો. પહેલાં તેમના હૃદયમાં ઊગે છે પછી શબ્દો વાપરે છે. પછી તે વાત શબ્દો દ્વારા વ્યકત કરે છે. તો શબ્દોને પુલ બનાવી તેની યાત્રા કરી શબ્દો દ્વારા તેમની પાસે પહોંચી શકો. હૃદય પાસે પહોંચવાની કળા જેમની પાસે હશે તે શાસ્ત્રના મર્મને સમજી શકશે. મહર્ષિ વ્યાસે મહાભારતમાં કહ્યું કે ઘચ તત્ત્વ નિહિત ગુBયાનું | ધર્મનું જે તત્ત્વ રહસ્ય છે તે જ્ઞાની પુરૂષના હૃદયમાં છે. પરમકૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રોમાં શબ્દો છે, મર્મ નથી. મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તો જેઓ શબ્દ સુધી પહોંચ્યા, એ પહોંચ્યા નથી. હૃદય સુધી જેઓ પહોંચ્યા એ જ પહોંચ્યા કહેવાય. તેઓ શબ્દનો પરમાર્થ – તાત્પર્ય પણ પકડે અને શબ્દો દ્વારા જે તત્ત્વ અરૂપી છે, ગૂઢ છે, અસ્પષ્ટ છે, તેને પ્રગટ કરવાનો પ્રયાસ પણ થાય. ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર.” સવાસો વર્ષ પહેલા આ વાત કરવી તે મોટું જોખમ કહેવાય. આજુબાજુ મતમતાંતરથી આખી ધરતી ઘેરાયેલી હતી અને મતમતાંતરોની વાત કરનારાઓ એટલા જ મજબૂત હતા અને શિષ્યનું બળ હતું, ભક્તોનું બળ હતું અને બીજાપણ પરિબળો કામ કરતાં હતાં અને એ બળની સામે વાત કરવી તે મોતના મોંમાં પગ મૂકવા જેવું હતું, ત્યારે પરમકૃપાળુદેવે આ વાત કરી હતી. પરમકૃપાળુદેવ આજે પાછા આવે તો બીજાની વાત તો નહિ કરે પણ પહેલાં પોતે જ એમ કહેશે કે અલ્યા! મારા નામે તમે શું કરી રહ્યા છો ? મને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો ? મેં તો એમ કહ્યું છે કે જયાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે મારો ધર્મ છે. અમે કોઈ ગચ્છ કે મતમાં નથી કે નથી કોઈ માન્યતામાં. અમે તો અમારા આત્મામાં છીએ. એમ અમે કહેલું અને તમે અમારા નામે મત અને ગચ્છ તથા આગ્રહો ઊભા કર્યા ? ગચ્છમતની જે કલ્પના તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં જે દશા વર્ણવી છે અથવા મોક્ષ ઉપાયમાં જે જીજ્ઞાસુનાં વર્ણનો વર્ણવ્યાં છે તે ઉપાયો છે. ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; - ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” દયા, શાંતિ, સમતા ક્ષમા, સમભાવ આ બધા ભાવો જેનામાં હોય તે સદ્વ્યવહાર છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ આ જો ન હોય તો સદ્વ્યવહાર નહીં. અત્રે સંક્ષેપમાં જે લક્ષણો કહ્યાં તે સવ્યવહાર. જયાં મુમુક્ષતા હોય, જીજ્ઞાસુપણું હોય, પાત્રતા હોય, સમજવાની તૈયારી હોય, પક્ષપાત ન હોય, વિશાળતા હોય, મધ્યસ્થ બુદ્ધિ હોય, સત્યને સમજવાની તાલાવેલી અને સરળતા હોય, અર્પણભાવ અને નમ્રભાવ હોય તો આ સદ્વ્યવહાર છે. આવા વ્યવહારની સાથે જે કંઈપણ અનુષ્ઠાનો થાય તે શોભે, પરંતુ આવો વ્યવહાર જો ન હોય, કષાયો જો શાંત થયા ન હોય, મોક્ષની અભિલાષા પણ ન હોય, શાંતિ, ક્ષમા અને ઉદારતા ન હોય, સહિષ્ણુતા ન હોય અને માળા ગણતો હોય તો ગણજો, તેની ના નથી, પણ માળા હાથમાં શોભશે નહિ. माला बनाई काष्टकी, और बीच में डाला सूत, माला बिचारी क्या करे, गीननेवाला कपूत । ગણવાવાળો કેવો છે તે જુઓ. શાસ્ત્રો એમ કહે છે કે જેનામાં યોગ્યતા નથી ત્યાં માળા શું કરે? કબીરજીનાં શબ્દો જુઓ. માત્ર તો વર રે, સૌર મન ઝિરે નામાંહિ ! કેમ એમ? સાથે સદ્દગુણો પણ જોઈએ. આત્માર્થીના લક્ષણો પણ જોઈએ. જીજ્ઞાસુનાં લક્ષણો પણ જોઇએ અને સાથે ક્રમબધ્ધપણે શાસ્ત્રનો અભ્યાસ પણ જોઈએ. આને કહેવાય છે સવ્યવહાર. ધર્મમાં અને ગચ્છમાં અનેક ભેદો છે અને તે ભેદો મુહપત્તિ, વેશ, ઉપકરણો અને બાહ્યક્રિયા વગેરે કારણોને લીધે થયાં છે. એક વર્ગ એમ કહે છે કે મુહપત્તિ હાથમાં રાખો. બીજો કહે છે કે મોઢે બાંધો. ત્રીજા મતે એમ કહ્યું કે મુહપત્તિ છ આંગળની છે, તે ચાર આંગળની જોઈએ અને એક ગ્રુપે કહ્યું કે કપડું જ ન જોઈએ, કાઢી નાખો. આમાંથી ઊભા થયા મતમતાંતરો અને ગચ્છ. ૮૪ ગચ્છો છે અને ગચ્છના નાયકો વિદ્વાન પુરુષો, મહાપુરુષો હતા. આપણે હાથ જોડીએ, તેમના ચરણોમાં નમસ્કાર કરીએ, માથું મૂકીએ અને બહુ નમ્રતાપૂર્વક પૂછીએ કે ગચ્છનો આગ્રહ કેમ થયો ? પૂછી શકાય. બાપને પણ દીકરો પૂછી શકે અને ગુરુને પણ શિષ્ય પૂછી શકે કે ગુરુદેવ! આગ્રહ શાથી થયો? તમે આગ્રહ રાખશો તો અમારામાં આગ્રહ આવ્યા સિવાય રહેશે નહિ. મુખ્ય મતભેદો ચાર કારણોથી પડયા. પહેલો ભેદ પડયો દિગંબર અને શ્વેતાંબર. બંનેમાં મહાપુરુષો છે. પછી ભેદ પડયો સ્થાનકવાસી અને દેરાવાસી. મૂર્તિને માનનાર વર્ગ અને મૂર્તિને નહિ માનનાર વર્ગ. શ્રીમદજીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે. તેઓ પહેલા મૂર્તિને માનતા ન હતાં, પછી મૂર્તિની વાત એમણે કરી છે, એટલે એ વર્ગ સામે આવ્યો. તો મૂર્તિને માનનાર વર્ગ અને નહિ માનનાર વર્ગ, તેના કારણે મત ઊભા થયા. મૂર્તિ શા માટે છે અને મૂર્તિની શું જરૂર છે તે વાત ન રહી. સ્થાપના નિક્ષેપ કેટલો જરૂરી છે તે વાત ન રહી. પણ હા અને ના, માનવું - ન માનવું, તેના કારણે મતમતાંતરો ઊભા થયા. તેમાં અટકવા જેવું નથી, તેમાં પડવા જેવું નથી. સિધ્ધાંતોમાં જે ભેદ પડયા તે જુદા જુદા દર્શનોના કારણે થયા. આખી દુનિયામાં ધર્મની વાતો તો બધા કરે છે અને ધર્મના નામે હજાર દર્શનો છે. વિવેકાનંદજીએ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એક ઠેકાણે કહ્યું હતું કે હું જાણું છું ત્યાં સુધી આ ધરતી ઉપર અત્યારે મારી હાજરીમાં ધર્મના સાતસો પ્રકાર છે અને પાછા આ બધા એકબીજાના વિરોધી. ઠંડો લઈને ઊભા છે. “ હમ કહતે હૈ વો સત્ય હૈ, તુમ કહતે હૈ વો સત્ય નહિ હૈ.' એના કારણે સાધક પોતે તેમાં અટકી જાય છે. કલ્પના અનુસાર વર્તવા જેવું નથી. તમારી કલ્પના કામમાં લાવવા જેવી નથી. ગચ્છને સ્થાપનારા મહાપુરુષો હતા, છતાં પણ કયાં ભૂલ થઈ તે જ્ઞાની જાણે, ગુરુ જાણે અને સર્વજ્ઞ પરમાત્મા જાણે. પરંતુ કયાક અટકીને ઊભા છે. તેના કારણે સર્વ પ્રકારથી ધર્મ સાધન કરવું જોઈએ તે કરી શકતા નથી. “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.” એટલે પોતાના સ્વરૂપનું ભાન નથી તે નિશ્ચય કહેવાય નહિ. નિશ્ચયવાદી સ્વ સ્વરૂપની વાત કરે પરંતુ માર્ગના લક્ષ વગર અને માર્ગને જાણ્યા વગર બધી ક્રિયાને ઉત્થાપે. પરિણામે જીવનું શું થાય તે વિચારો. જે મહાપુરુષોએ પ્રરૂપણા કરી છે તેઓ પરમ કરુણાના સાગર હતા. તેમના હૃદયમાં જીવનું શું થશે? એમ ચિંતા હતી, અને કોઈપણ જીવ ખોટે માર્ગે ન ચડે તેની પૂરેપૂરી કાળજી લેવાની કોશિશ તેઓ કરતા હતા. એમને તો “આત્મા કહો કે સ્વરૂપ કહો તેની દૃષ્ટિ કરાવવી છે.” તમને તમારા સ્વરૂપનું ભાન કરાવવા નિશ્ચયની વાત કરી અને નિશ્ચયની વાત કરીને નિશ્ચયના લક્ષે શુભ ક્રિયા કરવાની વાત પણ કરી. પરમકૃપાળુદેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે “કોઈ શુભ ક્રિયાને જાણતાં કે અજાણતાં ઉત્થાપવાનો અમારો ભાવ નથી. અમે કદીપણ શુભ ક્રિયાને ઉત્થાપી નથી પણ સક્રિયા બતાવી છે. સક્રિયા સાથે સ્વરૂપનું જ ભાન હોવું જોઇએ, એવું પણ સ્પષ્ટપણે અમે કહ્યું છે તે એટલા જ માટે કે અહંભાવ, મમત્વભાવ છૂટી જાય. ગચ્છમતનો ભાવ છૂટી જાય, તો જ આત્માને લાભ થાય, એ સિવાય હિત થવાની કોઈ શક્યતા નથી.” સમજી લો કે ગચ્છમતની જે કલ્પના તે નહિ સવ્યવહાર. જે ગચ્છમતની કલ્પનામાં રહ્યો છે, મુહપત્તિનો આગ્રહ, તિથિનો આગ્રહ, વિગેરે મતભેદો છે. એક તિથિ અને બે તિથિના પણ આગ્રહો છે. તિથીની આરાધના આત્માના કલ્યાણ માટે છે. એક બીજા સાથે વાદવિવાદ માટે નથી. કૃપાળુદેવે એક એવી ચેતવણી આપી છે, જે ગંભીર કહી શકાય. ગચ્છમતનું પ્રતિપાદન કરનાર પુસ્તક પણ હાથમાં લેવું નહિ, કારણ કે જ્ઞાની પુરુષ મળ્યા હોય પછી પરાણે મહામહેનતે મતાગ્રહ છૂટયો હોય, કલ્પના પણ છૂટી હોય એમાં પાછું એવું કંઈ આવી જાય તો ફરી જૂના સંસ્કાર ઊભા થાય અને પાછો ગચ્છમતના આગ્રહવાળો થઈ જાય. તેમાં ફરી વળગી પડે. તેને ફરી યાદ આવે કે અમે આ ગચ્છ અને આ મતમાં હતા. જીવને અનાદિકાળથી આત્માનો અભ્યાસ નથી પણ આ ગચ્છમતનો અભ્યાસ છે. વ્યવહારમાર્ગમાં જેટલો ત્યાગ વૈરાગ્ય વધે તેટલો વધારવો ઘટે. ત્યાગ વૈરાગ્ય વધતો નથી અને જ્ઞાનની ઊંચી વાતો કરે એટલે પતી જાય. આત્મા કર્તા ભોકતા નથી, આત્મા દ્રષ્ટા છે, અને આત્મા ખાતો પીતો નથી એમ કહેતો જાય અને ખાતો જાય. હાથમાં કોળિયો રાખી બોલતો For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ જાય. જ્ઞાની પુરુષ કહે છે કે શા માટે તું તારી જાતને છેતરે છે ? નુકસાન તને થવાનું છે. આવું જ કરતા હોય તેને પોષણ આપે એ અહિત કરનારા છે, ભલું કરનારા નથી. વ્યવહાર ધર્મમાં ત્યાગ અને વૈરાગ્ય વધતાં જાય અને કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી સિધ્ધાંતનો બોધ પ્રાપ્ત કરે. જેણે આત્માનો અનુભવ કર્યો હોય તે જ આત્માની, નિશ્ચયની વાત કરે, તેના મોઢામાં આત્માની વાત શોભે. આત્મા જેણે પરખ્યો નથી, અનુભવ્યો નથી, તેના મોઢામાં આત્માની વાત ન શોભે. આ માટે કૃપાળુદેવે એક શબ્દ આપ્યો, જે આગળ આવશે - ‘વાચાજ્ઞાન.” વાણીમાં જ્ઞાન, શબ્દોમાં જ્ઞાન. કબીરજીએ કહ્યું કે “માખણ થા સો વિરલા પાયા, છાશ જગત ભરમાયા.' તત્ત્વોનું વલોણું કર્યું તેમાં માખણ અમૃત વિરલાને મળ્યું પણ આખું જગત શબ્દોમાં અટકી ગયું છે. પોતાને પોતાનું સ્વરૂપ જાણવું હોય તો જ્ઞાનીના યોગે નિર્મળ દૃષ્ટિ પ્રાપ્ત કરી સ્વરૂપ જાણે. તો સાર શું આવ્યો ? ગચ્છ અને મતની કલ્પના એ સદ્વ્યવહાર નથી. આત્માર્થીના અને જીજ્ઞાસુના લક્ષણો એ સવ્યવહાર છે. પોતાના સ્વરૂપનું ભાન, અનુભવ કે પ્રતીતિ ન હોય અને નિશ્ચયની કોરી વાતો માત્ર કરે તો “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.” કૃપાળુદેવે બે શબ્દો વાપર્યા છે. એક ઉપદેશ બોધ અને બીજો શબ્દ છે સિધ્ધાંત બોધ. ખરેખર તો ઉપયોગી છે સિધ્ધાંત બોધ પણ તેને પ્રાપ્ત કરવા ઉપદેશ બોધ જરૂરી છે. પદાર્થોનો અનિર્ણય એ સાધકોને અંતરાય ઊભો કરે છે. સમ્યક્ પ્રકારે તત્ત્વનો નિર્ણય સાધકે કરવો જોઈએ પણ યથાર્થપણે તત્ત્વનો નિર્ણય સાધક કરી શકતો નથી કારણકે તે પોતાની સમજણનું ક્ષેત્ર જે છે તે વિસ્તૃત કરતો નથી. તેથી યથાયોગ્ય સમજણ પ્રાપ્ત થઈ શકતી નથી. જયારે જ્ઞાની પુરૂષ મળે તે વખતે સિધ્ધાંત જેવો છે તેવો જ્ઞાની પુરૂષ પાસેથી જાણે. સિધ્ધાંતના શાસ્ત્રો વાંચવાથી સિધ્ધાંતનો બોધ પ્રાપ્ત થતો નથી. પણ સિધ્ધાંત જેણે પ્રગટપણે જીવનમાં જોયો છે, અનુભવ્યો છે તેમનાથી સિધ્ધાંતબોધ પ્રાપ્ત થાય, પણ તે પચે, પરિણમે, કાર્યકારી થાય, અંદર ઊતરે અને આત્મજ્ઞાન્ થાય, તે માટે ઉપદેશ બોધ જરૂરી છે. આ ઉપદેશ બોધથી બે પરિણામ લાવવા છે. એક તો વૈરાગ્ય અને બીજું પરિણામ ઉપશમ. આ બે મોટા પરિબળો છે. સંસારના જે પદાર્થો, સંસારની જે વસ્તુઓ તેના માટે જે આકર્ષણ, પ્રલોભન, ખેંચાણ, તેના પ્રત્યે આસક્તિ, મમત્વ – મારાપણું થાય ને તેના નિમિત્તે જે અહંકાર થાય છે તે અને પદાર્થોની મૂછ દૂર થાય તે વૈરાગ્ય. અને અંદર જે કષાયો ઊઠે છે, તે કષાયો શાંત રહે તેનું નામ ઉપશમ. આ ઉપશમ અને વૈરાગ્ય સિવાય માર્ગની સાધના થઈ શકતી નથી. જ્ઞાનીનો બોધ પ્રાપ્ત કરવો તે સાધક માટે અત્યંત જરૂરી છે. પોતાના સ્વરૂપના ભાન વગર નિશ્ચયની વાતો કરતો હોય તો એ નિશ્ચયમાં સાર નથી. “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.' કોણ આપણને બોધ આપશે? આ સમાધાન કોની પાસેથી મળશે? પરમકૃપાળુદેવ કહે For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૩ છે કે જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાની પુરુષની બલિહારી એટલા માટે છે કે જ્ઞાની પુરુષ અહંકારથી મુક્ત, મમત્વથી મુક્ત, પક્ષપાતથી મુક્ત, કદાગ્રહથી મુક્ત છે. જ્ઞાની માત્ર શાસ્ત્રના અભ્યાસી નથી પરંતુ શાસ્ત્રમાં જે તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે તેનો પ્રગટ અનુભવ તેમણે જીવનમાં કર્યો છે. એ બધાના પરિણામે તેમની વૃત્તિઓ શાંત થઇ છે. વિકારો શાંત થયા છે અને આંતરિક જ્ઞાનનો ઉઘાડ થયો છે. તેથી અનેક જ્ઞાની હોય પણ માર્ગભેદ નથી. કહેવત છે કે સો જ્ઞાનીનો એક મત, અને એક અજ્ઞાનીના સો મત, કારણકે તેમણે જોયું, જાણ્યું કે અનુભવ્યું નથી. આગળ જ્ઞાની થઇ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ કોય. જગતમાં સામ્રાજ્ય અજ્ઞાનીનું છે. જ્ઞાની તો કોઇક ખૂણે જ છે. તેમનું સામ્રાજ્ય નથી. યશોવિજયજી મહારાજે કહ્યું, જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુ શિષ્યે પરવરિયો, તેમ તેમ જિન શાસનનો વેરી, જો નવિ નિશ્ચય દરિયો. ઘણા શાસ્ત્રો વાંચે, સાંભળે, કહી શકે તેવો વિદ્વાન પંડિત, સાક્ષર એટલે બહુશ્રુત, બીજું બહુજન સંમત એટલે ઘણા લોકો માનનારા હોય, આખું ટોળું હોય અને ગુરુદેવ કહે કે આનું માથું ફોડી નાખો તો ફોડી નાખે. ગુરુને સંમત થઇ જાય. બહુજન એટલે ઘણા લોકોથી વીંટળાયેલો હોય. ઘ્યાન રાખજો આ ગંભીર વાત થઇ રહી છે. જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુશિષ્ય પરવરિયો, તો શું થાય ? તો કહે તેમ તેમ જિન શાસનનો વેરી બને, કારણ કે તે નિશ્ચયનો દરિયો નથી, એને આત્માનો અનુભવ થયો નથી. આટલી કડક વાત કહેવાની એટલા માટે જરૂર પડી કે જ્ઞાની પુરુષો વચ્ચે માર્ગભેદ હોય નહિ. વર્તમાન જ્ઞાની વચ્ચે માર્ગભેદ ન હોય તેટલું જ નહિ પરંતુ ગમે ત્યારે પૂછો, ભુતકાળમાં પણ માર્ગભેદ ન હતો. એ ભૂત અને વર્તમાનનો તાળો મેળવો તો અમે કહી શકીએ છીએ કે ભવિષ્યમાં જે જ્ઞાની થશે તેમના વચ્ચે પણ માર્ગભેદ હશે નહિ. પરમાર્થે તો સહુનો માર્ગ એક જ છે. તે માર્ગ પ્રાપ્ત કરવા માટે પારમાર્થિક વ્યવહાર પણ છે. પ્રાપ્ત કરવું તે પરમાર્થ. પરમાર્થરૂપ સાધન કરવા માટે દેશ કાળ આદિના લીધે કોઇએ જુદા જુદા માર્ગો કહ્યા હોય પણ તેમાંથી આગ્રહ કરીને પોતાનો માર્ગ સ્થાપવા જેવો નથી. કહેનારાઓને આટલી વાત જો સમજાઇ જાય તો આ ભેખડે ભરાવવાની જે વાત થાય છે તે ન થાય. એક ઠેકાણે એક વાણિયો જતો હતો, રસ્તામાં રીંછ મળ્યું. ઝપાઝપી થઇ. અને તેની પાસે સોનામહોર કેડે બાંધેલી હતી તે પડવા લાગી. રીંછ સાથે બાથ કયાંથી ઝીલી શકે ? ત્યાં બીજો માણસ નીકળ્યો, પૂછ્યું કે આ શું કરો છો? તે કહે કે જોતો નથી ? આના કાન આમળી આમળીને સોનામહોરો કાઢું છું. એણે કહ્યું મને સોનામહોરો આપશો ? તો તે કહે કે તું કાઢ. એમ કહી રીંછને પડતું મુક્યું. હવે તે કાન આમળ્યા જ કરે છે પણ મહોરો આવતી નથી. તેમ રીંછના For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા માંક-૧૩૩ તથા ૧૩૪ કાન આમળવાનો ધંધો કે પકડાવાનો ધંધો જે પંડિતો કરે છે તેને ખબર નથી કે સોનામહોરો કાનમાંથી નહિ પણ તેના કેડે બાંધેલી હતી તે પડતી હતી. શાસ્ત્રમાં વર્તમાનમાં જે ભેદ પડ્યાં છે, તેનો નિવેડો કોણ લાવી શકે ? ગાથામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ લાવી શકે. પરમકૃપાળુદેવે કહ્યું કે આ નિવેડો લાવનાર જ્ઞાની પુરૂષ કયાં છે કે નિવેડો લાવે ? જ્ઞાની પુરુષો ન હોય તો જેને નિવેડો કરવા બેસાડશો તે દશ નવા મુદ્દાઓ ઉમેરશે. નિવેડો બાજુએ રહી જાય અને બીજા દશ મુદ્દાઓ આવે. આથી તો સાધકોને અવરોધો થાય છે. પરમાર્થ માર્ગ કઠિન નથી. આત્માની ઓળખાણ કરવાના માર્ગમાં કયાંય પણ ભેદ નથી. પણ કહેનારા જે પુરુષો છે તે આગ્રહ છોડીને વાત કરશે તો સત્ય સમજાશે. આ ૧૩૪મી ગાથાનો આપણે અભ્યાસ કર્યો. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. જગતમાં માર્ગભેદ તો છે જ નહિ. જ્ઞાની માટે માર્ગભેદ નથી અને અજ્ઞાની માટે બીજો કોઈ રસ્તો નથી. તટસ્થ બની તત્ત્વનો સત્યનો બોધ સમજે તો જ માર્ગ પ્રાપ્ત થાય. ૧૩પમી ગાથામાં ફરીથી નિશ્ચયનયની વાત કૃપાળુદેવ કરવાના છે તે આગળ વિચારીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. હse, For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૫ પ્રવચન ક્રમાંક - ૧૦૬ ગાથા ક્રમાંક - ૧૩૫ કારણ યોગે હો કારજ નિપજે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. (૧૩૫) ટીકા - સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદગુરુએ ઉપદેશેલી એવી જિનદશાનો વિચાર કરવો, તે બેય નિમિત્ત કારણ છે. (૧૩૫) આ જૈન દર્શનના પાયાનો સિદ્ધાંત છે, જેના ઉપર સાધનાની ઇમારત ઊભી છે. આ પાયાનો સિદ્ધાંત સમજવામાં ન આવે ત્યાં સુધી સાધક સાધના કરી શકે નહિ. સાધના કરવા માટે, પ્રક્રિયામાં ઢળવા માટે સાધકને મૂળભૂત પાયાનો સિદ્ધાંત સમજી લેવો જરૂરી છે. આ ગાથામાં પરમકૃપાળુદેવે ઉઘોષણા કરી છે અને તમામ શાસ્ત્રોએ પાયામાં આ વાત કરી છે કે જે અંદર હશે તે બહાર આવશે, છુપાયેલું હશે તે પ્રગટ થશે, તેનો જ આવિર્ભાવ થશે. વસ્તુમાંથી જે કંઈ આવશે તે વસ્તુમાં હશે તે જ બહાર પ્રગટ થશે. બીજનો ચંદ્રમા ભલે અંશે જ દેખાતો હોય પરંતુ તેમાં પૂર્ણિમાનો ચંદ્ર છૂપાયેલો છે. માટે પૂનમ ઊગે છે, દેખાય છે બીજ પણ જોનાર એમ માને છે કે તેમાં પૂર્ણિમા છે અને ચંદ્ર પણ પૂરેપૂરો ખીલે છે. જૈનદર્શનની મૌલિક વાત એ છે કે વસ્તુમાં છૂપાઈને જે કંઈપણ રહ્યું છે, તે જ પ્રગટ થાય છે. જે વસ્તુમાં નથી તે કયારેય પ્રગટ નહિ થાય અને જે હશે તે પ્રગટ થયા વગર રહેશે નહિ. તિરોભાવ અને આવિર્ભાવ બે શબ્દો છે. તિરોભાવનો અર્થ અંદર છૂપાઈને રહેવું, આવિર્ભાવનો અર્થ જે છૂપાયેલું છે તેનું પ્રગટ થવું. બે વાતો કરવી છે. હશે તે પ્રગટ થશે પરંતુ તે પહેલાં નકકી કરવું પડે. છે તેને જો પ્રગટ કરવું હોય તો તે માટે પ્રક્રિયામાં ઢળવું પડે. તો બંને પ્રક્રિયાઓ આવે છે. નિશ્ચયથી “છે' તેનો નિર્ણય થાય અને વ્યવહારનયની સાધના દ્વારા જે છે તે પ્રગટ થાય. પરિપૂર્ણ સ્વરૂપ વસ્તુમાં છૂપાઈને રહ્યું છે. તે સ્વરૂપ પ્રગટ કરવું છે માટે સાધના છે. સમ્યગ્દષ્ટિ આત્મા પોતાની સમ્યગ્દર્શન થયા પહેલાની અવસ્થાનું અવલોકન કરે છે અને પ્રગટ થયેલી અવસ્થાને પણ અનુભવે છે અને તેની સામે સિદ્ધ પરમાત્માની અવસ્થાનું લક્ષ છે. પોતે ચોથે ઊભો છે ત્યાં ઊભો રહીને સર્વજ્ઞ પરમાત્માને ભાવથી જોઈ શકે છે. તેને ખબર પડે છે કે આટલું અંતર કાપવાનું છે. ચોથે ગુણસ્થાને આવે એટલે સાધનાની પરિસમાપ્તિ થઈ એમ જે માનતા હોય તે ભ્રમમાં છે, મિથ્યાભ્રમમાં છે. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક ૧૦૬, ગાથા ક્ર્માંક-૧૩૫ સમ્યગ્દષ્ટ જોઇ રહ્યો છે કે અંશ ખીલ્યો છે પણ હજુ આખો અંશી ખીલવાનો બાકી છે. બીચંદ્રની કોર પ્રગટ થઇ છે પણ પૂર્ણિમાનો ચંદ્ર ઊગવાનો બાકી છે. બીજને જોયું છે, વૃક્ષ ખીલવાનું બાકી છે. ચોથા ગુણસ્થાનથી સાધકનો પ્રચંડ પુરુષાર્થ થાય છે. એક વખત નક્કી થઇ ગયું કે મારા ઘરમાં ઉત્તર દિશામાં દશ ફૂટ નીચે ખજાનો છે. તે પછી જંપીને બેસે? રાત-દિવસ મથ્યા જ કરે અને ઊંડો ખાડો ખોદીને ખજાનો કાઢીને જ રહે તેમ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરીને જ રહે, ત્યાં સુધી તે જંપીને બેસે નહિ. આ પોતાની અવસ્થા છે. આ પોતાનું સ્વરૂપ છે અને એ પણ ખબર છે કે પોતાનું સ્વરૂપ અવરાયેલું છે, ઢંકાયેલું છે, તેને પ્રગટ કરવાનું છે. ઉપર શેવાળ છે પણ નીચે સ્વચ્છ પાણી છે. પાણી પીવું છે તો સેવાળ દૂર કરવી પડે. સૂર્ય આકાશમાં ઊગ્યો છે પણ વાદળો આડા હોય તેને દૂર કરવાં પડે. અષાઢ મહિનામાં કાળાં ભમ્મર વાદળ છે પણ પાછળ સૂર્ય છે. સૂર્યમાં કશું કરવાનું નથી પરંતુ વાદળો ખસવાં જોઇએ, તેમ આત્મામાં કશું કરવાનું નથી, કર્મરૂપી વાદળો ખસેડવાનાં છે. આ સહેલી વાત નથી. તમને સાંભળતાં વાર ન થઇ અને અમને કહેતાં પણ વાર ન થઇ. અનંતકાળથી અટકીને બેઠા છીએ. તમે કયારે ન હતા ? અને તમે હતા તો તમને ખબર પણ પડી હશે કે તમે આ છો, છતાં તમે કેમ પ્રગટ ન થયા ? કોઇ કવિએ કહ્યું કે ‘નયનાની આળસે રે મેં હરિને નિરખ્યા નહિ જો'. હરિ મારા જોડે છે પણ આંખ ઉઘાડવાની આળસે મેં હરિને જોયા નહિ. તેમ આપણી આળસે પરમતત્ત્વને જોયું નહિ. પરમતત્ત્વને જોશો ત્યારે પ્રતીતી થશે, શ્રદ્ધા દઢ થશે, અનુભવ થશે અને પછી તાલાવેલી લાગશે પછી જંપીને બેસાય નહિ. પરમસ્વરૂપને જાણ્યા પછી સંપૂર્ણ આવિર્ભાવ ન થાય ત્યાં સુધી બેસાય નહ, એવી અંદરની તીવ્ર અવસ્થાને જ્ઞાની પુરુષે અપ્રમત્ત (અપ્રમાદ) અવસ્થા કહી છે. નિશદિન નૈનમેં નિંદ ન આવે, તબ નર હી નારાયણ પદ પાવે. ૩૩૬ રાતદિવસ ઊંઘ ન આવે એવી દશા થાય, એવી તાલાવેલી થાય ત્યારે પ્રભુ મળે. ઘણા લોકો કહેતા હોય છે કે શું ઉતાવળ છે ? એક જનમ વધારે. અહીં એમ કહે છે કે જનમનો હવે કંટાળો આવે છે. એવી અવસ્થા કેમ પ્રાપ્ત થતી નથી ? તે અવસ્થા પ્રાપ્ત કરવા અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરવી પડશે. સમ્યગ્દર્શન થયું ત્યારે તેણે પોતાને જાણ્યો અને વર્તમાનમાં મલિન થયો છે તે પણ જોયું અને પોતાની અસલ અવસ્થા ૧૩મે ગુણસ્થાને સાકાર પરમાત્મા છે તેમના જેવી છે તે પણ જોયું. પરિપૂર્ણ અવસ્થા સિદ્ધ અવસ્થા છે તે પણ જોઇ, એવી અવસ્થા પ્રાપ્ત કરવા વર્તમાન અશુદ્ધિ દૂર કરવી પડશે એ પણ તેણે જોયું અને અશુદ્ધિ દૂર કરવા માટે પુરુષાર્થ કરવો પડશે તેમ પણ નક્કી કર્યું અને નિર્ણય કરીને ડગલા માંડવાની શરૂઆત કરવી. આપણે કેવળજ્ઞાન પામશું, પામશું, આવો ધ્વનિ અંદરથી ઊઠે. એ અમારી પરિપૂર્ણ અવસ્થા છે. એ અમારું સહજાત્મ સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે. તે અવસ્થાને પ્રાપ્ત કરીને જ રહીશું. કુંદકુંદાચાર્યજીના સમયસારના કળશમાં કહ્યું છે કે મૃત્યુની કિંમત ચૂકવીને પણ તું એક વખત For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૭ તારા આત્માને, તારા ખજાનાને તો જાણી લે. સમયસારના પ્રારંભમાં એમ કહે છે કે હું તને તારા વૈભવની વાત કરવાનો પ્રારંભ કરું છું. એક વખત તું આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને તારા વૈભવની તારી સંપત્તિની વાત તો સાંભળ. તારા વૈભવની ઓળખાણ મારે કરાવવાની છે. લાભ તને થશે, મારે દલાલી જોઇતી નથી. જ્ઞાની પુરુષોની કરુણા છે, તેમને કંઇ જ જોઇતું નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. આત્મસિદ્ધિની સર્વ ગાથા પરિપૂર્ણ ગાથા છે. ૧૪૨ ગાથાઓ ખોવાઇ ગઇ પણ જો ૧૩૫મી ગાથા હશે તો આખી આત્મસિદ્ધિ પાછી આવશે. આ ગાથામાં સિદ્ધાંત છે, પ્રક્રિયા છે આમાં શું કરવાનું છે ? તેની વાત છે. તમે શું છો ? તેની વાત છે. અને પ્રગટ થવા શું સાધન જોઇશે તેની પણ વાત છે. ખેડૂત કહે છે કે આ નાના રાઇના દાણા જેટલા બીજમાં આખું વૃક્ષ છે. આપણને નવાઇ લાગે. આટલો મોટો વડલો તેને ખીલ્યા પછી એક ડાળી પણ કાપવી હોય તો મહેનત પડે. આ બધું બીજમાં હતું ? તો કહે હા. આ બીજના પેટમાં વડલો સૂતો હતો. તેને પ્રગટ કરવો પડે પણ એ બીજ દાબડીમાં મૂકી, તમારી તિજોરીના ચોરખાનામાં મૂકશો તો બીજ ઊગશે ? એ બીજને ખીલવવું હશે તો બીજને જમીનમાં વાવવું પડશે, મહેનત કરવી પડશે, જમીન ખેડવી પડશે, ખાતર નાખવું પડશે પાણી આપવું પડશે, વાડ કરવી પડશે, ધ્યાન રાખવું પડશે, રક્ષણ કરી તેને ખીલવવું પડશે અને એ બીજમાંથી અંકુર ફૂટે છે ત્યારે ખેડૂત રાજી થઇ જાય છે. બીજ જીવતું છે. બીજમાંથી ઝાડ પ્રગટ થયું. ધીમે ધીમે એક દિવસ એવો આવે છે કે ઘણાં માણસો તેનો છાંયડો લઇ બેસી શકે તેવો ઘેઘૂર વડલો બની જાય છે. તો બીજમાં એ વડલો છૂપાયેલો છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં સત્તા કહે છે આ સત્તા શબ્દનો અર્થ ‘અધિકાર' નહિ અને ‘જે સરકારની સત્તાઓ છે' તે અર્થમાં નહિ પરંતુ અહીં તે પારિભાષિક શબ્દ છે. સત્તાનો અર્થ થાય છે અસ્તિત્વ. અસલમાં અંદર જે હોય તેને કહેવાય છે સત્તા. અસ્તિત્વ, સત્તા અંદર છે તો બહાર આવશે ને ? સર્વ જીવને વિષે સિદ્ધ સમ સત્તા છે. આ અદ્વૈતનો પાયાનો સિદ્ધાંત છે. વેદાંતમાં પણ કહ્યું છે કે, सर्वं खलु इदं ब्रह्म । આ જે કંઇ છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કંઇ નથી પણ તે કહેવાનો આશય જુદો છે. અહીં એમ કહ્યું છે કે સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે. સર્વ જીવોમાં સિદ્ધની સત્તા છૂપાઇને બેઠી છે. આનો અર્થ સર્વ જીવો સિદ્ધ જેવા છે. આ તમારી વાત છે. જ્ઞાની પુરુષ તમને કહે છે, તમે માણસ નથી, ગરીબ કે અમીર નથી, બાળક નથી. સ્ત્રી કે પુરુષ નથી, તમે જાતિ કે વર્ણવાળા નથી. તમે તો પરંપારિણામિકભાવે પરમ અસ્તિત્વ ધરાવનાર પરમ સત્તાએ સિદ્ધ છો. સિદ્ધ જેવાં નહિ પણ સિદ્ધ જ છો. આનંદધનજીએ પ્રાસંગિક ભાષામાં એક પદ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા ક્યાંક-૧૩૫ ગાયું છે કે, “અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહા રસ ચાખે અમારું નામ કોઈ રાખે તો તેને પરમ રસ ચાખવા મળશે. કેમ એમ ? તો કહે નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી, જાતિ ન પાંતિ ન સાધુ ન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહે છે કે જગતમાં જેટલા આત્માઓ છે તેમાં સિદ્ધ સમાન સત્તા છે, દરેકમાં સિદ્ધ છૂપાઈને બેઠો છે. તમે પણ સિદ્ધ છો, પરંતુ ઉતાવળ ન કરશો. આ હોવાપણાની વાત છે. જો સિદ્ધપણાનો અનુભવ કરવો હશે તો સિદ્ધત્વ ખીલવવું પડશે. સિદ્ધત્વનું હોવું તે સિદ્ધાંત અને સિદ્ધત્વને ખીલવાની પ્રક્રિયામાં ઢળવું આનું નામ વ્યવહાર. ફકત પ્રાર્થના કરશો કે હું સિદ્ધ છું, સિદ્ધ છું, તો સિદ્ધ નહિ થવાય. તમારે પુરુષાર્થ કરવો પડશે પણ અંદર હશે તો બહાર પ્રગટ થશે. એક કહેવત છે કે કૂવામાં હશે તો અવેડામાં આવશે. નહિ હોય તો કયાંથી આવશે? - તમારી સત્તા છે. તમે સિદ્ધ છો. સિદ્ધની સત્તા તમારામાં છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ” આ સામ્યવાદ છે પણ આધ્યાત્મિક સામ્યવાદ. તેમાં કોઈ ભેદ, જુદાઈ કે ઊંચ નીચપણું નથી. દરેકને સમાન અને સંપૂર્ણ અધિકાર. સર્વમાં સત્તા છે, હોવાપણું છે. નિગોદથી માંડી સિદ્ધ અવસ્થા સુધી દરેક જીવોમાં સિદ્ધની સત્તા છે. સિદ્ધમાં સત્તા પ્રગટ થઈ ગઈ છે અને આપણામાં સત્તા છૂપાયેલી રહી છે. તમે આ સાંભળો છો ત્યારે કંઈ ચટપટી કે મૂંઝવણ થાય છે કે આપણે સિદ્ધ જેવા અને અત્યારે આવા રાંક ! આવા મૂંઝાયેલા ! આવા ટેન્શનવાળા, ડાયાબીટીઝ અને હાર્ટ એટેકવાળા ! રોતાં રોતાં, દુઃખી દુઃખી થતાં પરાણે જીવવાવાળા? ઘણાને તો ઘણી વખત થાય છે કે આવા દુઃખ કરતાં મરવું સારું. અલ્યા ! તું સિદ્ધ છો અને તને આવા વિચાર શોભે? “સર્વ જીવ છે સિદ્ધ સમ” આ જૈનદર્શનનો પાયાનો સિદ્ધાંત છે. આ પ્રલોભન નથી, ચૂંટણીમાં અપાતાં વચનો નથી. આ સત્ય છે, હકીકત છે. વાસ્તવિક્તા છે. આ દ્રવ્યાર્થિક નયે આત્માનું વર્ણન કહેવાય. - આ આત્મામાં સિદ્ધની સત્તા છે, તે પણ તેણે જોયું. બીજું આવી સિદ્ધની સત્તા જેનામાં પ્રગટ થઈ છે એ પણ તેણે જોયું, અને આવી સિદ્ધની સત્તા પ્રગટ કરવા વીતરાગ પરમાત્માના શાસ્ત્રોમાં માર્ગ છે તે પણ જોયું. આવું સળંગ દર્શન કરીને સમ્યગ્દષ્ટિ આત્મા આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે છે. માત્ર વાતથી કામ નહીં થાય તો પહેલો સિદ્ધાંત - સર્વ જીવને વિષે સમાન સત્તા છે. કોઈ ઊંચા કે નીચાં નથી. તમારામાં આત્મા છે તે જે દિવસે તમે જોશો તે જ ક્ષણે જે બધા દેહધારી છે તેમાં આત્મા દેખાશે. આ પરિણામ આવશે. તમે ઘેર જશો તો અત્યાર સુધી જેને પત્ની માનતા હતા, તમને તેમાં આત્મા દેખાશે. પત્નીને પતિમાં આત્મા દેખાશે. આજે શું દેખાય છે તે ખબર નથી પણ આવી અવસ્થા જો પ્રાપ્ત થશે તો તમને દરેક પ્રાણીમાત્રમાં આત્મા જ દેખાશે. એ બધા આત્મામાં સિદ્ધ છૂપાઈને બેઠા છે. જગતમાં હાલતા For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩૯ ચાલતા સિદ્ધ છે. આ સિદ્ધશીલામાં પ્રગટ સિદ્ધો અને સંસારમાં અપ્રગટ સિદ્ધો. આ અપ્રગટ સિદ્ધોને જાણી લો. સત્તા તો બધામાં છે પણ બધા સિદ્ધ કેમ થતા નથી ? સિદ્ધ જેવા છે, સત્તા છે, અસ્તિત્વ છે તો પ્રગટ કેમ થતા નથી, તો કહે છે કે “જે સમજે તે થાય' સમજવું તો પડશે ને ? અત્યાર સુધી સમજ્યા જ નથી ને ? તમે કહો છો કે મને ઓળખો છો ? હું કોણ ? હું જેવો તેવો નથી હોં! હું પૈસાવાળો, સત્તાવાળો, આંટીઘૂંટી ઉકેલનાર, બધું જ મને આવડે છે. ગુજરાતીમાં શબ્દ છે ચૌદશિયો. આ બધાને બાદ કરો અને કહો હું સિદ્ધ છું. પહેલાં તો હું આત્મા છું અને પછી સિદ્ધ સ્વરૂપ છું. આ સમજણ બહુ મોટી મૂડી છે, રાઇટ અન્ડરસ્ટેન્ડીંગ. સમજ પીછે સબ સહેલ હૈ, બિનુ સમજે મુશ્કીલ' સમજ્યા પછી બધું સહેલું, “જે સમજ્યા તે સમાયા” ઘણાં કહેતાં હોય છે કે અમને બધી સમજણ છે, પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે કેવી સમજણ છે ? આ સમજણ જો હોય તો તેની અવસ્થા જુદી હોય. માટે એમ કહ્યું કે “જે સમાયા તે સમજ્યા સ્વરૂપમાં સમાયા, પોતામાં સ્થિર થયા. પોતામાં કર્યા તેને જ અમે સમજણ કહીએ છીએ. બાકી વાતોને અમે સમજણ કહેતા નથી. પૈસા માટે મક્કા જઈ આવે તે સમજ્યા ન કહેવાય. આટલો લોભ, આવો અહંકાર આવો ક્રોધ, આટલી ઈર્ષ્યા, આટલી વાસના, આટલા વિકારો, જેનામાં હોય તે સમજ્યા ન કહેવાય. “જે સમજ્યા તે સમાયા. જે સમજે તે થાય. તો સવાલ એ આવ્યો કે અત્યાર સુધી કેમ પ્રગટ ન થયું. સત્તા તો હતી. બે બાબતો નથી મળી. સત્તાને પ્રગટ કરવા બે સાધનો છે, બે ઉપાયો છે, એક સદ્ગુરુની આજ્ઞા અને બીજો ઉપાય જિનદશાનો વિચાર. વીતરાગ દશાનો વિચાર અને સદ્ગુની આજ્ઞા, આને શાસ્ત્રની પરિભાષામાં નિમિત્ત કારણ કહ્યું. બહુ મોટો સિદ્ધાંત આ ગાળામાં સ્પષ્ટ કરવાનો છે. ઘણો વિવાદ છે. ઘણા માને છે ઉપાદાન જ કામ કરે છે. નિમિત્તની જરૂર નથી. નિમિત્ત હાજર છે પણ કશું કરતું નથી, એમ માને છે. ઘણા માને છે કે નિમિત્તની હાજરી જોઈએ, પણ નિમિત્તથી થતું નથી. શું કામ ગૂંચવાડા ઊભા કરો છો ? છાશ લેવા જ્વી અને દોણી સંતાડવી એવું શા માટે ? વીતરાગ પરમાત્માના સ્વરૂપનો વિચાર કર્યા વગર વીતરાગતા પ્રાપ્ત નહિ થાય. આવો વિચાર કરવામાં આપણને નડે છે શું? પણ પેલાને એમ કહેવું છે કે મારી પકડ મારે છોડવી નથી. પહેલાં સગુરુ પાસે જાવ. તેમનો સ્વીકાર કરો પછી સદ્ગુરુની આજ્ઞાની વાત છે. સદ્ગુરુ એમને એમ તમને આજ્ઞા ન આપે. સદ્ગુરુ પાસે જઈને નમ્રતાપૂર્વક તમારી તાલાવેલી વ્યક્ત કરો. તમારો ભાવ વ્યકત કરો. તમારી જીજ્ઞાસા અને મુમુક્ષુતા વ્યકત કરો. વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવી છે તેવો ભાવ થાય અને એમના શરણમાં જાવ તો કૃપા કરી તમને આજ્ઞા આપે. આજ્ઞા માટે કૃપાળુ દેવે એક પત્ર લખ્યો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિષે. તે પત્રમાં લખ્યું છે કે આવશ્યક ક્રિયા જે કંઈ કરવાની છે તે સામાયિક, ચઉસિન્થો For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ३४० પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા ક્રમાંક-૧૩૫ (૨૪ તીર્થકરોની સ્તવના) વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ. આને પડુ આવશ્યક કહે છે. આ છ શબ્દો ઉપર આવશ્યક સૂત્રો છે. અને આવશ્યક સૂત્રો ઉપર ભદ્રબાહુ સ્વામીની ટીકા છે તેમાં પણ હજારો ગાથાઓ છે. સામાયિક ૨૪ તીર્થકરોની સ્તવના, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ આ છ આવશ્યક કરવા લાયક છે અને તેને શુભ ક્રિયા કહેવાય છે. આવી શુભ ક્રિયા જે છે તે જ્ઞાનીની આજ્ઞાએ કરવી, એવી સ્પષ્ટતા પાંચ સમિતિના પત્રમાં પરમકૃપાળુદેવે કરી છે. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે, તે સાધકની માતા છે. મુમુક્ષુ અને મુનિઓની માતા છે. મા જેમ બાળકનું લાલન પોષણ કરે છે તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા ચારિત્રરૂપી બાળકનું લાલન કરે છે, પાલન કરે છે, સાચવે છે, સંભાળે છે. એમ પૂછ્યું કે ૧૪ પૂર્વ ન જાણે તો મોક્ષ થાય કે ન થાય ? અને ઓછામાં ઓછું કેટલું જાણે તો મોક્ષ થાય ? તો કહ્યું કે મીનીમમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન જોઈએ. ગુમિ-નિવૃત્તિ કરવી હોય તેનું વર્ણન અને સમિતિ – પ્રવૃત્તિ કરવી હોય તેનું વર્ણન, તેનો સમગ્ર વ્યવહાર કેવો હોય તેનું બધું વર્ણન, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિમાં આવે છે. તે બધું જ્ઞાનીની આજ્ઞાએ પાલન કરવાનું હોય છે. નિશ્ચયનયથી વિચારતાં પ્રત્યેક જીવ સિદ્ધ સમ છે, એટલી તેનામાં શક્તિ રહેલી છે, એક વાત. પરંતુ પ્રગટ થયેલ નથી તેથી પ્રગટ કરવાની છે. તમે આજકાલનાં નથી, લગભગ ૭૦૮૦ વર્ષ તો તમને થયાં હશે. તમને કોઈ પૂછે કેટલાં વર્ષ થયાં ? તો તમે કહેશો લગભગ ૭૫ વર્ષ થયાં. આ વાત ખોટી છે. તમે અનંતકાળથી છો. આ દેહનાં વર્ષો કહ્યાં પણ તમારાં નહિ. કયાં સુધી રહેવાના છો ? આ ખોળિયાને બાદ કરો. તમે અનંતકાળ સુધી રહેશો. કૃષ્ણ અર્જુનને કહ્યું કે તું અને હું ન હતા તેવો કોઈ કાળ નથી. આજે પણ છીએ અને તું અને હું હોઈશું. કાયમ માટે એવો ભવિષ્યકાળ છે. તેનો અર્થ આપણે હતા, છીએ અને કાયમ રહેવાના છીએ. સ્મશાનમાં તમે નહિ પણ તમારું ખોળિયું જશે. રડનાર રડશે, તે ખોળિયાને રડશે. જે મર્યું છે તે તમારા કામનું નથી. જેને આપણે મર્યો કહીએ છીએ, તે મર્યો જ નથી, વાત તો આ છે. અનંતકાળથી આપણું અસ્તિત્વ છે. જ્યારથી છો ત્યારથી સિદ્ધની સત્તા તમારામાં છે. પણ સિદ્ધની સત્તા આજ સુધી પ્રગટ થઈ નથી તમને તેનું દુઃખ પણ નથી. હવે થાય તો જુદી વાત છે. આત્મા છીએ તેવી વાત સ્વીકારતા નથી તો આ સિદ્ધ અવસ્થા છે તેવી વાત ક્યાંથી સ્વીકારાય. જો હવે આત્મા છો તે ખબર પડી અને આત્મામાં સિદ્ધની સત્તા છે, સઅવસ્થા છે તો વેદના થશે, પીડા થશે અને રોમરોમમાં અગ્નિ સળગશે કે મારી સત્તા હું કયારે પ્રગટ કરું? પછી પૂછશો કે આ સત્તા કેમ પ્રગટ થાય ? તો બે સાધનોથી થશે. અહીં સાધનાની જરૂર પડશે. આનંદધનજીએ કહ્યું છે કે, કારણ યોગે હો, કારજ નિપજે, એમાં કોઈ ન વાદ, પણ કારણ વિણ કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૧ કારણ વગર કાર્ય સાધીશું, એમ કોઈ કહે તો પોતાના મતનો ઉન્માદ છે. મદિરાપાન કર્યા પછી જેમ ફાવે તેમ બોલે તેમ આ બધા ફાવે તેમ બોલનારા છે. કારણની જરૂર નથી. ઉપાદાન વગર ચાલશે, નિમિત્ત વગર ચાલશે, તેના વગર પણ થઈ જશે. એમ હજારો વાતો એના મગજમાં આવતી હોય છે. જ્ઞાની પુરુષ કહે છે કે તારા માટે બે સાધનો જોઇએ. એક સદ્ગુરુની આજ્ઞાનું આરાધન તે પહેલું સાધન. અહીં સદ્ગુરુની જરૂર. અત્યાર સુધી સગુરુની જરૂર કયાં લાગી છે ? આ ગુરુઓ તમારી પાછળ પડયા છે ને ? સદ્ગુરુની આજ્ઞાની એટલા માટે જરૂર છે તેમણે પોતાના જીવનમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે કે, જે અનુભવી હોય તે જ રસ્તો બતાવી શકે. આપણને એટલા માટે જરૂર છે કે આપણે સિદ્ધ થવું છે અને આત્મા પ્રગટ કરવો છે. એ મહાત્માઓ તથા જ્ઞાની પુરુષે સિદ્ધની સત્તા પ્રગટ કરવા શું કર્યું ? જિનદશા, વીતરાગદશા કેવી રીતે પ્રાપ્ત કરી ? રાગ દ્વેષને કેવી રીતે જીત્યા? આ ક્રોધ કેવી રીતે જીત્યો? અહંકાર, કામનાઓ, વૃત્તિઓ કેવી રીતે જીતી? અમારી તો હાલત એવી છે કે એક કલાકનો નિયમ કર્યો હોય કે મીઠાઈ નથી ખાવી ત્યાં દુર્ભાગ્યે મીઠાઈની થાળી સામે આવે અને પછી વિચાર આવે કે પહેલાં લાવ્યા હોત તો ખવાતને? પછી રહેવાય નહિ એટલે પૂછે કે હમણાં મીઠાઈ ખાઈ લઉં અને પછી બે કલાકની બાધા રાખું તો ચાલે ? આટલો વિકલ્પ, આટલી વૃત્તિઓ જીતી શકતો નથી તો મહાપુરુષોએ કઈ રીતે વૃત્તિઓ જીતી હશે? તેઓ વૃતિરહિત અને વીતરાગ કેવી રીતે થયા હશે ? રાગ અને દ્વેષનો અભાવ કઈ રીતે કર્યો હશે ? એક વખત એક ભાઈ મને બોલાવવા આવ્યાં. મેં પૂછયું કે કેમ? તો કહે મારા પિતાશ્રીનો છેલ્લો ટાઇમ છે આપ માંગલિક સંભળાવવા પધારશો ? મેં કહ્યું, ચાલો. આ બધાને માંગલિક છેલ્લા ટાઈમે જ સંભળાવવાનું હોય. મરનાર સાંભળી ન શકે, લગભગ તો મૂછમાં જ હોય. અમે તો ગયા. તો દર્દી કહે કે શું કામ આમને બોલાવ્યા ? હું ક્યાં મરવાનો છું ? હજુ વાર છે અને પાંચ જ મિનિટમાં મરણ પામ્યા. જીવની આ અવસ્થા છે. આવી આસક્તિ ? આવું મમત્વ ? આવી મૂછ ? વિચાર તો કરો કે જ્ઞાની પુરુષે કેવી રીતે વીતરાગ દશા પ્રાપ્ત કરી હશે ? કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો હશે ? ભગવાન સાડાબાર વર્ષ સાધનામાં રહ્યાં. ઠંડી, ગરમી, અનેક ઉપસર્ગો, માન, અપમાન, સંગમ જેવો દેવ અને ચંડકૌશિક જેવો ઝેરી નાગ, હાથમાં રાશ લઈને મારનાર ખેડૂત અને કાનમાં ખીલા ઠોકનાર જડ માણસ, આ બધા વચ્ચે કેવી સમતા અને શાંતિ ? કેવી ક્ષમા ? કેવો પ્રેમ ? કેવી કરુણા ? કેવી સરળતા ? કેવી નમ્રતા? ઓહો ! આવા મહાપુરુષ ? આ જિન દશા છે. દશા શબ્દ છે. જિનદશા એટલે આવી વીતરાગ અવસ્થા. આનંદઘનજી મહારાજ કહે છે સંભવ દેવ તે ધુર સેવા સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ.” For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા માંક- ૧૩૫ જે તેં જીત્યા રે તેને હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જિન તણો, અજીત અજીત ગુણધામ.” જેમને કોઈ જીતી શકયા નથી તેવા રાગ દ્વેષને તમે જીત્યા છે અને એ રાગ દ્વેષથી અમે જીતાઈ ગયા છીએ. આનંદધનજી મજાકમાં કહે છે કે તમે એમને કાઢી મૂકયાં અને તેઓ અમને આવી વળગ્યાં. કેવી હાલત હશે અમારી? આ રાગ દ્વેષ કેવી રીતે જીત્યાં હશે? કેવી સમતા ? કેવી ધીરજ ? કેવી સહિષ્ણુતા ? કેવી કરુણા? જીવનમાં કેવી અવસ્થા પ્રાપ્ત કરી હશે? આ તત્ત્વ વિચાર અને જિનદશાને જોઈ લો. આપણે તે થવું છે. વ્યવહારમાં સંસાર માંડવો હોય, લગ્ન કરવાં હોય તો બસ એકમેકને જોઈ લે અને હવે તો કલાકોના કલાકો વાતો કરી નક્કી કરે અને છ મહિના પછી ડાયવોર્સ! તમે જોયું શું ત્યારે ? લોકો કહે છે કે જોયા વગર નક્કી ન થાય. અહીં શાસ્ત્રો એમ કહે છે કે તમે પણ જોઈ લો. તમારે વીતરાગ જેવા થવું છે, પણ પહેલાં ઓળખી તો લો, મંદિરમાં જાઓ છો, ઘંટ વગાડો છો, હાથ જોડો છો. પૂજા કરો છો. કોની પાસે જાઓ છો અને કોને માથું ઝૂકાવો છો ? આ પુરુષે તો રાગ જીત્યો, પ્રગાઢ રાગ જીતાય નહિ તે પણ જીત્યો. ક્રોધ પણ જીત્યો, દ્વેષ પણ જીત્યો. આમનામાં અહંકાર કે ઈર્ષ્યા નથી. કઠોરતા નથી. આવી અવસ્થા તેમણે કેવી રીતે પ્રાપ્ત કરી હશે ? વીતરાગતા વિચારતાં વિચારતાં પોતાની શુદ્ધ દશાનું ભાન થાય. વિચાર જિનદશાનો અને ભાન થાય નિજદશાનું. શબ્દો ખ્યાલમાં લો. આ જિનદશા અને નિજદશા ! પોતાની દશા વર્તમાનમાં આવી છે પણ અસલમાં એ જિનદશા છે તે મારી દશા છે. જિનેશ્વરનું દર્શન કરતાં તે વિચારે કે કેવી રીતે તે પૂર્ણ વીતરાગ થયા હશે ? ચોથા ગુણસ્થાનથી આગળ વધતાં વધતાં ૧૨ માં ગુણસ્થાનકે આવે ત્યારે આવી વીતરાગ દશા પ્રાપ્ત થાય, કંઈ સમજાય છે ? ખ્યાલમાં આવે છે ? ચોથું ગુણસ્થાન એટલે સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક, અવિરતિ સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક. ત્યાંથી વીતરાગતાની શરૂઆત થઈ. વીતરાગતા અંશે વધતા વધતા તેની પૂર્ણતા બારમે ગુણસ્થાનકે થાય. આવા વીતરાગ પુરુષને જુઓ, દર્શન કરો, વિચારમાં લો, ચિંતનમાં લો. આ તત્ત્વ વિચારમાં લો, મંથનમાં લો. વીતરાગદશાનું ઘોલન કરો, સમજાય છે ? તમને તો વિચાર આવે છે કે હું કરોડપતિ કયારે થાઉં ? ચૂંટણીમાં ચૂંટાઈને કયારે આવું? હું મોટો માણસ કયારે થાઉં ? જામનગરમાં એક ભાઈને મેં પૂછ્યું કે તમે કેમ બની ઠની તૈયાર થઈને આવ્યા છો ? તેમણે કહ્યું કે કોઇએ મને કહ્યું કે આજની સભાના પ્રમુખ તમને બનાવવાના છે. ત્યાં ગયો તો બીજો પ્રમુખ નીમાયો. મેં કહ્યું કે પહેલા ભસ્યા હોત તો હું તૈયાર તો ન થાત ? આ અહંકાર છૂટતો નથી, તેને બદલે હે પ્રભુ! તમે અહંકાર શૂન્ય બન્યા, આ અહંકારનો લય કર્યો. આપનામાં અહંકારનો છાંટો ન મળે. ૬૪ ઇન્દ્રો એકી સાથે ચરણોમાં માથું નમાવી નમસ્કાર કરે છે, છતાં અહંકાર નહિ અને એક વખતે કમઠ ભયંકર ઉપસર્ગ કરે છે ત્યારે ક્રોધ કે દ્વેષ નહિ. હે પ્રભુ ! તમે For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૩ કઈ રીતે રહી શકયા ? આ કઈ કળા છે ? આ કયું સામર્થ્ય છે ? ચોથા ગુણસ્થાનકથી ઉપડયા અને વીતરાગતા વધતી વધતી ૧૨મા ગુણસ્થાનકે પૂરી થાય, એવું ભગવાનનું સ્વરૂપ વિચારતાં વિચારતાં પોતાને ખબર પડે કે મારે આ જ કરવાનું છે. ચર્ચા કરવી નથી, પંચમકાળમાં મોક્ષ છે કે નહિ ? આ મહારાજ હા પાડે છે અને આ ના પાડે છે, આ બધું છોડ. તું જાગીને શરૂઆત તો કર. એકડો તો ઘંટ, એટલું તો નક્કી કર કે હું આત્મા છું. લોકો પૂછે છે કે ઈશ્વર છે તેનું પ્રમાણ શું? અમે કહીએ છીએ કે તું છો તેનું પ્રમાણ શું? પહેલા એ નક્કી કર કે તું છો કે નહિ? તું આત્મા છો તેમ નક્કી કર્યું? પહેલા નક્કી કરો કે હું આત્મા છું, શરીર નથી. તો પ્રાણીમાત્રમાં તમને આત્મા દેખાશે. આ રીતે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે. જિનેશ્વર પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરે. વારંવાર સ્મરણ કરે. હે પ્રભુ ! તમારું ચિંતન અને મનન કર્યું. તમારી અવસ્થા અમે જાણી અને આવી અવસ્થા અમારે પ્રાપ્ત કરવી છે. હવે તમને કોઈ પૂછે કે તમારે શું થવું છે? શું કહેશો? વીતરાગ થવું છે તેવો રણકો અંદરથી આવવો જોઈએ. કેમ? અમારામાં વીતરાગ થવાની સત્તા છે. અમે સિદ્ધ છીએ. રોતલ અને પામર નથી. થોડી સત્તા હાથમાં આવે તો માણસમાં જોર આવી જાય તો સિદ્ધની સત્તા હોય અને જોર કેમ ન આવે ? મારામાં તો સિદ્ધની સત્તા છે, સદ્ગુરુનું અવલંબન અને જિનદશાનું અવલંબન છે. એના અવલંબનથી આ આત્મા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની આરાધનાથી વીતરાગદશા પ્રાપ્ત કરે છે. ઉપાદાન આતમ સહી રે પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ. ૧૩૬મી ગાથામાં આ વિવાદ આવવાનો છે. “ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, સિદ્ધત્વને પામે નહિ, રહે ભ્રાંતિમાં સ્થિત'. છેલ્લા પચાસ વર્ષથી ઉપાદાન અને નિમિત્ત, પ્રત્યક્ષ અને પરોક્ષ એ ચર્ચામાં મૂળ વાત ભૂલાઈ ગઈ છે. રામકૃષ્ણ પરમહંસ એક દૃષ્ટાંત આપતા હતા. બે મિત્રો ચોપાટી નાસ્તો કરવા ગયા. એક મિત્રે પૂછ્યું, તારા બાપા છે કે નહિ ? ના, નથી. તો કેવી રીતે તે મર્યા? અમે ગામડામાં રહેતાં હતાં, એક દિવસ તાવ આવ્યો. અમે કંઈ ગણકાર્યું નહિ, પછી મેલેરિયા થયો તેમાંથી ડબલ મેલેરિયા અને બે કલાકમાં ગુજરી ગયા અને એટલામાં નાસ્તો પૂરો થઈ ગયો. કાગળમાં કંઈ ન મળે. ઓલાને થયું કે બધું પૂછીને મને આબાદ બનાવ્યો. નાસ્તા વગર રહી ગયો. બીજા અઠવાડિયે પાછા ગયા. પેલાને થયું કે આજે હું પણ પૂછી લઉં. તેણે પૂછ્યું કે તારા બાપાને શું થયું હતું? તે કહે તાવ આવ્યો ને ટપ મર્યા. હવે તું પડીકું છોડ. આમ ચર્ચા અને વાદવિવાદ કયાં સુધી કરશો ? બે શબ્દો સાથે જ જોડાયેલા છે. તમે છૂટા નહીં પાડી શકો. તેને છૂટા પાડવા પ્રયત્નો ન કરશો. ઉપાદાન અને નિમિત્ત સાથે જ છે, સાથે રહેવાના છે. ઉપાદાન વગર પણ ન For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४४ પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા માંક-૧૩૫ ચાલે અને નિમિત્ત વગર પણ ન ચાલે. કોઈ ઝાડ એવું છે કે જમીન વગર ઊગ્યું હોય? ગ્રેનાઈટ ઉપર બીજ મૂકયું અને ઊગી ગયું? અરે ખેતર જોઈએ. ખાતર જોઇએ, ખેડવું પડે, પાણી નાખવું પડે આ બધા સહાયક પરિબળો છે, માટી તો પડી છે પણ એની મેળે ઘડો થઈ જાય ? જો પડ્યો પડ્યો ઘડો થઈ જતો હોય તો કુંભારની પણ જરૂર નહીં અને માટી લાવવા ગધેડાની પણ જરૂર નહિ. દંડ અને ચાકની પણ જરૂર નહિ. બહેનોને કેટલી નિરાંત લાગે જો ઘઉંમાંથી રોટલી એની મેળે થઈ જતી હોય તો. દાળ અને ભાત પણ એની મેળે થઈ જાય તો કેવું સારું ? પછી તો ખાવાનું જ રહેને ? પણ આવું ન થાય. બે કારણો સાથે છે. ઉપાદાન અને નિમિત્ત. બે સૂત્રો છૂટા ન પાડશો. તેની ચર્ચા આવતીકાલે પછીના પ્રવચનમાં થશે. આજનું સૂત્ર “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય'. જો તમે સમજ્યા હો તો મને કહો. જો સમજ્યા હો તો કામકાજ ચાલું. શેના માટે ? સિદ્ધ થવા માટે. હવે જેટલા વર્ષો રહ્યાં તેમાં બીજો કાર્યક્રમ નથી. આ સિદ્ધ થવાનો કાર્યક્રમ ચાલુ. બાકી રહેશે તે આવતા જનમમાં. અમારે તો સિદ્ધ થવું જ છે. તેવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેના માટે બે કારણો સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા, આ બંને તમારા સૌના જીવનમાં પ્રાપ્ત થાઓ. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૫ પ્રવચન ક્રમાંક - ૧૦૭ ગાથા ક્રમાંક - ૧૩૬ ઉપાદાનની મુખ્યતા અને નિમિત્તની અનિવાર્યતા ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. (૧૩૬). ટીકા - સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં શાનદર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમ કે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૬) અનેક સિદ્ધાંતો આ ધરતી ઉપર છે. કર્મવાદનો સિદ્ધાંત, અનેકાંતનો સિદ્ધાંત, અહિંસાવાદનો સિદ્ધાંત, ગુણસ્થાનક, માર્ગણાસ્થાનક, વર્ગણાસ્થાનક વિગેરેના સિદ્ધાંતો છે, તેમ એક કાર્યકારણવાદનો પણ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સાધકે સમજવો પડશે અને એમાંની ગેરસમજણ દૂર કરવી પડશે. વાસ્તવિક સમજ કેળવવી પડશે. જગતમાં કાર્યો થાય છે અને આ જગતનો જે વિકાસ, પ્રગતિ, ઉત્થાન અને આવિર્ભાવ છે તે કાર્યમાં દેખાય છે. અસંખ્ય પ્રકારનાં કાર્યો જગતમાં થઈ રહ્યાં છે. જ્યાં જ્યાં કાર્યો થાય છે તે કાર્ય થવા માટે તેનાં કારણો પણ જોઈએ. એટલે ત્યાં સિદ્ધાંત એ આવ્યો કે કોઇપણ કાર્ય કારણ વગર થાય નહિ. કાર્ય કરવું હોય તો કારણની જરૂર. જેણે કાર્ય કરવું હોય તેણે જાણવું પડે કે આ કાર્ય કરવામાં ક્યા કારણો અનુકૂળ છે? રસોઈ કરવી હોય તો સાધનો જુદાં. વેપાર કરવો છે તો સાધનો જુદાં. અહીં સિદ્ધત્વ પ્રગટ કરવું છે તો તેના સાધનો પણ જુદાં. એવાં ક્યા કારણો છે કે જેનાથી સિદ્ધત્વ પ્રગટ થાય ? આ ઘટના કોનામાં ઘટે ? અને કેવી રીતે ઘટે ? એને કાર્યકારણવાદનો સિદ્ધાંત કહે છે. દેવચંદ્રજી મહારાજે ગાથા આપી છે કે જે જે કારણ કે હનું રે, સામગ્રી સંયોગ, મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ. જે જે કાર્ય હોય, તેનું જે જે કારણ હોય એવા કારણની સામગ્રી પ્રાપ્ત જો થાય તો કાર્ય નીપજે. કયારે? કર્તા પ્રયોગ કરે ત્યારે. ત્રણ શબ્દો સમજી લો. કર્તા, કારણ અને કાર્ય. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા માંક-૧૩૬ જગતમાં જેટલાં કાર્યો છે, તે બધાનું કારણ ભિન્ન ભિન્ન છે. ઘડો કરવો હોય તો માટી જોઇએ. રોટલી કરવી હોય તો લોટ જોઈએ, કપડાં વણવા માટે રૂ જોઇએ અને વૃક્ષ માટે બીજ જોઈએ. આમ અસંખ્ય કાર્યો છે અને તેનાં કારણો પણ અસંખ્ય જુદાં જુદાં છે. તો જે જે કારણ જેનું હોય તેના માટે સામગ્રીનો સંયોગ થવો જોઈએ. સાધકે મોટું કામ કરવું પડશે. જો તેને સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હશે તો સિદ્ધત્વ પ્રાપ્ત કરાવનાર સામગ્રી એકત્રિત કરવી પડે. સાધનો મેળવવા પડે. એ સાધનોનું સેવન કરવું પડે. બહુ ઠંડી લાગે તો લાકડાં શોધીને તેને પ્રગટાવીએ છીએ. લાકડા જોઈએ, અગ્નિ જોઈએ અને પ્રગટાવનાર પણ જોઈએ. એ પ્રગટાવ્યા પછી ઠંડી દૂર થાય અને ગરમી પ્રાપ્ત થાય. લગભગ બધો ખ્યાલ હોય છે કે કયા કારણ માટે ક્યા સાધનો જોઈએ. પરંતુ એક ખ્યાલ નથી કે સિદ્ધત્વ પ્રગટાવવા કયા કારણો જરૂરી છે? આ પાયાની વાત છે. એ કોઈને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે સિદ્ધત્વ પ્રાપ્ત થાય ? દેવચંદ્રજી મહારાજે કહ્યું કે કાર્ય થયું નથી તેવું લાગતું હોય તો એમ સમજી લેજો કે તેને જરૂરી કારણો મળ્યાં નથી. કારણો મળે એક વાત, કર્તા પ્રયોગ કરે તે બીજી વાત અને આ બંનેનો મેળ હોય તો અવશ્ય કાર્ય થાય તે ત્રીજી વાત. જે કાર્ય કરવું છે તેને અનુકૂળ સામગ્રી મળે અને કર્તા પુરુષાર્થ કરે તો કાર્ય થાય. હવે કાર્ય થયું નથી એવું લાગતું હોય તો સ્પષ્ટપણે સમજી લેજો કે અનુકૂળ સામગ્રી મેળવી નથી અને જો સામગ્રી મળી હોય તો કર્તાએ પ્રયોગ-પુરુષાર્થ કર્યો નથી. પંચમકાળ અને કળિયુગની વાત છોડો. મોક્ષ તો ગમે ત્યારે મળી શકે, પરંતુ સામગ્રી જોઈએ અને સામગ્રી છે તો તેને જાણવી પણ જોઇએ ને ? અને જાણી હોય તો મેળવવી પણ પડે અને કર્તાએ પ્રયોગ પણ કરવો જોઇએ ને ? આ તો કર્તા પ્રયોગ કરે નહિ, સામગ્રી મેળવે નહિ, કઈ સામગ્રી છે તે જાણે નહિ અને કહેશે કે કાર્ય થયું નહિ. આ તો વાસ્તવિક્તા નથી પણ બકવાસ છે. ફરી ગાથા તરફ જઈએ. જે જે કારણ જે હનું રે, સામગ્રી સંયોગ, મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રયોગ. આવો સિદ્ધાંત જો સ્પષ્ટ હોય તો ઉપરની ગાથામાં કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય' આ સિદ્ધાંતની વાત કરી. પરંતુ આ એમને એમ ન થાય. તેના માટે કર્તાનો પ્રયોગ જોઈએ. કર્તા એટલે કરનાર, મોક્ષની સાધના કરનાર. તેનો પ્રયોગ જોઈએ. તેનો પુરુષાર્થ જોઈએ અને તે પુરુષાર્થ કરે ત્યારે તેને બે અનુકૂળ કારણ જોઈએ. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આ શબ્દો સમજી લેજો. ચાર શબ્દો છે. (૧) ઉપાદાન, (૨) ઉપાદાન કારણ, (૩) નિમિત્ત અને (૪) નિમિત્ત કારણ. ઉપાદાન એટલે મૂળભૂત દ્રવ્ય. ઉપાદાન કારણ એટલે ઉપાદાનમાં રહેલી જુદી જુદી શક્તિઓ. નિમિત્ત એટલે આ શકિતઓ જેની હાજરીમાં પ્રગટ થાય તેવું કારણ, અને નિમિત્ત કારણ એટલે એ કારણ પ્રગટ કરે તેવી For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૭ ક્ષમતા જેનામાં હોય તે કારણની ઘટના. આ ચારે ભેગાં થાય ત્યારે એક કાર્ય થાય. અને એક સિદ્ધાંત એ પણ છે કે ઉપાદાન કારણ જે કાર્ય પહેલાં પણ હાજર હોય, કાર્ય થતી વખતે પણ હાજર હોય અને કાર્ય થયા પછી પણ હાજર હોય. ત્રણે કાળ હાજર હોય. એક દૃષ્ટાંતથી સમજીએ. ઘડો બનાવવો હોય તો માટી ઘડો બનાવતાં પહેલાં પણ હાજર, બનાવતી વખતે પણ હાજર અને ઘડો બની ગયા પછી પણ ઘડામાં માટી હાજર. ઘડામાં માટી મોજુદ છે. ઘડો લેવા જાવ ત્યારે તમે કહો કે માટી તું રાખી લે અને મને ઘડો આપ. તો શું આપશે? તો ઉપાદાન કારણ (માટી) પહેલાં હોય, પ્રયોગ કરતી વખતે પણ હોય અને પછી પણ હોય. ત્રણે કાળ હાજર રહે. આવું જે કારણ તે ઉપાદાન કારણ. માટી ઉપાદાન કારણ છે. બીજું ઉદાહરણ વૃક્ષ બીજમાંથી થાય છે. તો બીજને ઉપાદાન કારણ કહેવાય. વૃક્ષ પહેલાં બીજ હતું. જ્યારે વૃક્ષ ખીલી રહ્યું છે ત્યારે પણ બીજ છે અને વૃક્ષ સંપૂર્ણ ખીલી ઊઠશે ત્યારે પણ તેમાં બીજ તો છે જ. સતત બીજની હાજરી છે. ઘી બનશે દૂધમાંથી. ઘી પહેલાં પણ દૂધ હતું. ઘી થાય તે પહેલા પણ દહીંરૂપે દૂધ હતું અને ઘી થયા પછી પણ દૂધ હશે પરંતુ ઘી રૂપે. ઉપાદાન કારણ તેને કહેવાય જે કાર્ય પહેલાં, કાર્ય થતી વખતે અને કાર્ય થયા પછી પણ એટલે ત્રણે કાળ હાજર હોય. એવું જે કારણ તે ઉપાદાન કારણ.અહીં એમ કહ્યું કે ઉપાદાન તો આત્મા છે અને તે સંપૂર્ણ દ્રવ્ય, સંપૂર્ણ એકમ છે. તેમાં કશું ખૂટતું નથી. આત્મ દ્રવ્ય એક સંપૂર્ણ એકમ છે, જેમ કે ઉદ્યોગ કરવો હોય તો જમીન ખરીદવાથી માંડી સાધન સામગ્રી ફીટીંગ કરી ઉત્પાદન થાય ત્યાં સુધીની બધી તૈયારી હોવી જોઇએ. આત્મા સંપૂર્ણ એકમ છે અને તેમાં સિદ્ધત્વ ભરેલું છે. આ સંપૂર્ણ એકમ એવો જે આત્મા તે ઉપાદાન. અને ઉપાદાનમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર છે તે કારણ. માટે સૂત્ર એવું આવ્યું કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. પરંતુ આ લાવવું કયાંથી ? કયાં સમ્યગદર્શન મળશે, કયાં સમ્યગ્ જ્ઞાન અને કયાં સમ્યક્ ચારિત્ર્ય મળશે? તો જ્ઞાની કહે છે કે આત્મા સંપૂર્ણ છે, આત્માનો સ્વભાવ છે જ્ઞાન દર્શન ચારિત્ર. એ તને આત્મામાંથી જ મળશે. આ ઉપાદાન કારણ છે. મોક્ષ મેળવવા માટે તમારે બહાર જવું પડે તેમ નથી. કંઇ ખ્યાલમાં આવે છે ? શું ખરી પરિસ્થિતિ છે તે? જેને મોક્ષ મેળવવો તેને બહાર જવું પડતું નથી. બધી સામગ્રી અંદર છે. ો મે સાસો અપ્પા, બાળ-સળ-સંત્રુઓ । सेसा मे बाहिराभावा, सव्वे संजोग लक्खणा ॥ - અહં જો વહુ શુદ્ધો । હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છું. આ મૂડી ઉપર મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. જુઓ ! સિદ્ધત્વ એ તમારી સત્તા, આત્મા એ તમે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે આત્માનો સ્વભાવ. આ બધું ઘરમાં જ છે, કયાં બહાર જવું પડે તેમ છે ? તો ફાંફાં શાના મારો છો ? કે મોક્ષ કયાં મળશે ? મોક્ષ મેળવવા કયાં જવાનું છે ? તારી મિલ્કત તારી પાસે જ છે. ‘જે સમજે તે થાય’ પણ સમજે તો ને ? એ સમજતો નથી માટે For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ થતું નથી. તમે સમજ્યા હોત તો તમે અત્યારે અહીં ન હોત. તમે સમજ્યા હોત તો સિદ્ધશીલા ઉપર હોત. ઉપાદાન કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને ઉપાદાન તે હું આત્મા. ઉપાદાનથી ઉપાદાન કારણ જુદું નથી. પરંતુ આવું ઉપાદાન કારણ હોય ત્યારે તેને પ્રાપ્ત કરવા, તેનો આવિર્ભાવ કરવા સાધનો જોઈએ. એ સાધનો કહેવાય છે નિમિત્ત કારણ. અને જેની હાજરીમાં કાર્ય થાય તેને કહેવાય નિમિત્ત. કારણ શબ્દ એટલા માટે કે હાજરી તો હતી પણ કાર્ય ન થયું તો નિમિત્ત કારણ ન કહેવાય. સાહેબ ! સમોસરણમાં આપણે હાજર હતા, ખરેખર હતા. તીર્થકર દેવો સામે બેઠા હતા, આપણને દેશના આપતા હતા. આપણે સાંભળતા પણ હતા, પણ ચકળવકળ હતા. આમ જોયું કે ઈન્દ્રાણીઓ આવી, આ દેવો આવ્યા, આ આવ્યા, તે આવ્યા. આપણે ત્યાં ડાફોળિયાં મારતા હતા. આપણે પરનું નિરીક્ષણ કરતા હતા. ત્યાંથી પાછા ફરતા ફરતા મુંબઈમાં. નિમિત્ત તો હતું પણ નિમિત્ત કામ ન કરી શકયું. વાંક નિમિત્તનો નથી. વાંક આપણો છે. નિમિત્તને કામ તો કરવા દો. જેની હાજરી વિના કામ ન થાય તે નિમિત્ત કારણ. વલોણું કરવું છે તો પહેલાના વખતમાં ગોળી હતી, દોરી હતી. દોરી બાંધી ફેરવતાં હતાં. હવે સ્વીચ ઓન કરો એટલે માખણ તૈયાર. કંઈ વાંધો નહિ. વલોણું તો ખરું ને ? પ્રકાર બદલાયો. કામ તો કરવું જ પડે ને? ઉપાદાન કારણ હાજર હોવા છતાં અને સિદ્ધત્વની સત્તા હોવા છતાં, એ સિદ્ધત્વ પ્રગટ ન થયું. આવિર્ભાવ ન થયો એનું કારણ અનુકૂળ નિમિત્ત ન મળ્યું. બીજી વાત અનુકૂળ નિમિત્ત પણ મળ્યું, હજારો વાર મળ્યું પણ નિમિત્તે કારણતા ન રહી. નિમિત્ત કારણ કયારે કહેવાય? પ્રયોગ થાય ત્યારે. ઘટના ઘટે ત્યારે, પરિણામ આવે ત્યારે. પરિણામ આવવું જોઈએ. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બને ભેગાં થવાં જોઈએ, બંને ભેગાં જો થાય તો કાર્ય થાય. આમાં ભૂલ કયાં થાય છે? ભૂલ ત્યાં થાય છે કે નિશ્ચયનયે તો કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ” સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેની સત્તા તેમાં રહેલી છે. ઉપાદાન આત્મા છે અને આત્મા હું પોતે જ છું. મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર પણ છે. તો હવે મારે કોઈની જરૂર નથી. ઉપાદાનને સમજવવામાં ભૂલ થાય છે. તારું ઉપાદાન છે ખરું પણ અપ્રગટ છે. તેમાં કારણતા પ્રગટ કરવી પડશે. કારણતા પ્રગટ નહિ થાય તો ઉપાદાન કાર્ય નહિ કરે. પોતાની મેળે આત્મા પ્રગટ કરી શકીશ એમ જ માને અથવા કેવળજ્ઞાન તો મારામાં જ છે, એ તો એની મેળે પ્રગટ થશે તેમ માની બહારના અવલંબનોનો ત્યાગ કરે તો સિદ્ધત્વ પ્રગટ નહિ થાય. ધ્યાનથી સાંભળજો કે કદી પ્રગટ નહિ થાય. આ પરતંત્રતા નથી પણ વ્યવસ્થા છે. આ ગોઠવણ છે. બીજને જમીનમાં જવું પડે ખીલવું હોય તો, એ બીજની પરતંત્રતા કે લાચારી નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉપાદાન કારણની વ્યવસ્થા છે. ઉપાદાનને પ્રગટ જો થવું હોય તો પ્રગટ કરાવનાર કારણો અવશ્ય તેને મેળવવા જોઇએ. રસોઈ કરવી હોય તો મુખ્ય દાળ અને આટો તો જોઈએ ને ? બીજું કાંઈ નહિ હોય તો ચાલશે. બીજા મસાલા, બદામ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૪૯ પીસ્તા રહેવા દો પણ દાળ આટો જોઇશે. સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હોય તો કમસે કમ બે કારણ જોઇશે. સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા. મૌલિક વાત છે. સદ્ગુરુ આજ્ઞાનો એ અર્થ થાય છે કે સિદ્ધત્વ અંદરમાં તિરોભૂત છે, એની સત્તા છે. આ સમજણ પ્રાપ્ત કર્યા પછી એ સત્તાને પ્રગટ કરવાની પ્રક્રિયામાં સાધક જ્યારે ઢળે, કામ લાગે ત્યારે તેને મદદરૂપ પહેલું કારણ સદ્ગુરુ હોવા જોઈએ. હું વારે વારે કહું છું કે અસદ્ગુરુ નહિ, કુગુરુ નહિ, સંપ્રદાય ગુરુ નહિ, માનેલા કે પરંપરાના ગુરુ નહિ પણ સદ્ગુરુ જ જોઈએ. સદ્ગુરુ મળે જ અને હોય જ. મગજમાંથી ભ્રમણા કાઢી નાખો કે સદ્ગુરુ છે જ નહિ. જેમ આ ધરતી ચંદ્ર વગર ન હોય, સૂર્ય વગર ન હોય, આકાશ વગર કે હવા વગર ન હોય તેમ આ ધરતી સદ્ગુરુ વગર પણ ન હોય. કોઈ દિવસ એવો આવવાનો છે કે આકાશ નહિ હોય ? આકાશમાં સૂર્ય નહીં હોય ? કોઈ દિવસ એવો આવશે કે સદ્ગુરુ નહિ હોય? ના, સદ્ગુરુ હોય જ, હશે જ, શોધવા જોઈએ. અથવા સદ્ગુરુ તમને પકડી લે તેવી તૈયારી હોવી જોઈએ. મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે, અને મહાત્મા મુમુક્ષુને ઓળખી લે છે. દાદુ રાજસ્થાનના નાનકડા ગામમાં ક્ષત્રિયના ઘેર ગયા. ત્યાં સાત વર્ષની ઉંમરના બાળક હતો. તેનું નામ સુંદર. દાદુએ તેને જોતાવેત જ તેની માને કહ્યું કે યે હમકો દે દો ! યે હમારા હૈ ! તેની માએ કહ્યું, યે તુમ્હારા કેસે ? મેં ઉસકી મા હું. દાદુએ કહ્યું કે યે હમારે લિયે આયા હૈ. દાદુએ કહ્યું કે સુંદર ચલો ! અને સુંદર તેની પાછળ ચાલ્યો અને ભવિષ્યમાં તે સુંદરદાસ બની ગયો. બીજી વાત, ધંધુકામાં દેવેન્દ્રસૂરિ મહારાજ ગયા ત્યાં પાંચ વર્ષનો ચાંગદેવ પાહિની માતા સાથે ઉપાશ્રયે ગયો. દેવેન્દ્રસૂરિએ તેની માને કહ્યું કે આ બાળક મને સોપી દે. તેમણે તે બાળકમાં હેમચંદ્ર આચાર્ય જોયા, સત્તા છે હેમચંદ્રજીની. બાઈએ કહ્યું કે મારા પતિ હાજર નથી અને વૈષ્ણવ છે, તેઓ જાણશે કે આ બાળક મેં તમને સોપ્યો છે તો ઘણું બૂરું થશે. કંઈ નહિ થાય. મને આપી દે. માએ બાળકને આપી દીધો. એ મહત્ત્વની ઘટના બની ગઈ. જૈનશાસનને હેમચંદ્ર આચાર્ય પ્રાપ્ત થયા. ખોટા બહાના કદી પણ ન કાઢશો. આ બિનજરૂરી ચર્ચા છે, સદ્ગુરુ છે. ને તેઓ આજ્ઞા આપે છે. પ્રોસેસ જરા ખ્યાલથી સમજજો. પહેલી વાત એ કે મુમુક્ષુતા તૈયાર થવી જોઈએ. જીજ્ઞાસુની અવસ્થા આવવી જોઈએ અને મુમુક્ષુતા થાય પછી સદ્ગુરુનો વિરહ થવો જોઈએ, ત્યારે તમને ખબર પડશે કે સદ્ગુરુની જરૂર છે. મુમુક્ષુની આંખમાંથી આંસુ વહ્યા જાય, રાહ જોવે, પ્રતીક્ષા કરે. મીરાં કહેતી હતી કે હું રડી છું, ઝરૂખામાં ઊભી ઊભી રાહ જોતી હતી કે મારા સદ્ગુરુ આવશે. મારી આંખમાં આંસુ આવતાં હતાં અને જાતાં જાતાં સદ્ગુરુ માર્ગમાં મળ્યાં. સદ્ગુરુના વિરહની વ્યથા થાય. પરમકૃપાળુદેવે કહ્યું કે, હે પરમાત્મા! તું ન મળે તો ચાલશે પણ સદ્ગુરુ અમારે જોઈએ. અમે આવું કહીએ તો તારે માઠું ન લગાડવું, કારણ કે તમે પણ સીધા મળતા નથી. એમના દ્વારા મળો છો. બહુ મઝાની વાત કરી, આ અવસ્થા છે, તેમાં વિરહ થાય, For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ વ્યથા થાય. જેને વ્યથા થઈ છે તેને સદ્ગુરુ મળ્યાં જ છે. મળે એટલે ઓળખાણ થાય. એમ કહેવાય છે કે કોઈ પુરુષ લંપટ હોય તો તેને સ્ત્રી ઓળખી લે છે કે આ માણસ બરાબર નથી, એ તેનાથી બચે છે. અને આ માણસ સજ્જન છે, આ બરાબર છે તેમ જાણે છે, તેમ સદ્ગુરુની ઓળખાણ પણ થાય જ અને તેના માટે બહુમાન પણ થાય અને બહુમાન થાય એટલે પ્રેમ પ્રગટ થાય. આ પ્રોસેસ છે. એવો પ્રેમ પ્રગટ થાય કે જેમ પતિ વગર પત્ની આવી ન શકે તેમ સદ્ગુરુનો પણ વિરહ થાય છે. તે સદ્ગુરુ વગર રહી શકતો નથી. સદ્ગુરુ સામેથી આવે છે. છાપામાં મોટાં મોટાં હેડીંગો આવે, પધારો ! અમારી જાહેર સભા છે. અહીં તો અંદરમાં તીવ્ર તાલાવેલી થાય, બહુમાન થાય, પ્રેમ પ્રગટ થાય. બાળક વગર મા જીવી ન શકે અને મા વગર બાળક જીવી ન શકે એ સામાન્ય ઘટના છે તેમ સદ્ગુરુ વગર સાધક રહી ન શકે તે આધ્યાત્મિક ઘટના છે અને આવો પ્રેમ પ્રગટ થાય ત્યારે પોતે મટી જાય અને પોતાની જાત સદ્ગુરુને હાથમાં આપે, લો, અમને ઘડો. આરસપહાણનો પથ્થર શીલ્પી પાસે જાય છે ત્યારે પથ્થર મૌનમાં કહે છે કે ઉઠાવો તમારું ટાંકણું અને હથોડો, અમને ઘડો. આરસપહાણ વચમાં આવતો નથી. સદ્ગુરુ મળ્યા પછી શિષ્ય વચમાં આવવું ન જોઈએ. આ તો ગુરુ કરતાં શિષ્ય ડાહ્યો થાય, પણ ડીસ્ટરબન્સ-આવો અવરોધ ન જોઈએ. શિષ્ય પોતાની જાત સદ્ગુરુના હાથમાં મૂકી દે અને આ ઘટના ઘટયા પછી સદ્ગુરુ એને જે શબ્દો કહે તેને કહેવાય છે આજ્ઞા. અત્યારે તો એવું પૂછે છે કે મારે નવી દુકાન ખોલવી છે તો કેટલા વાગે ખોલું ? દીકરાનું સગપણ કરવું છે, કોની સાથે કરું ? અરે, આ તો ગોરમહારાજનું કામ છે. શેર બજારના ભાવ વધશે કે ઘટશે ? અમેરિકા જવું હોય તો ગુરુની આજ્ઞા લઈને જાય. સદ્ગુરુની આજ્ઞા તો વીતરાગતા પ્રાપ્ત કરાવનારી હોય. અને એવી આજ્ઞા હોય કે જેનાથી રાગ દ્વેષ તૂટતા જાય, તૂટતા જાય. અને એક દિવસ એવો આવે કે રાગ દ્વેષ હોય જ નહિ. આ વાત સમજી લો. સદ્ગને એવું પૂછશો નહિ કે દુકાન કયારે ઉઘાડું? શેનો ધંધો કરું ? આવું પાછું તમારે કરવાનું છે. તમે જાણો. એમાં સદ્ગુરુને શું પૂછવાનું ? અને પાછો માને કે હું ભકિતવાળો સદ્ગુરુને પૂછયા વગર કંઈ કરતો જ નથી. અલ્યા ! રાગ દ્વેષ કરે છે ત્યારે પૂછે છે? તો બરાબર. ક્રોધ કરવો છે, પૂછી લઉં કે ગુરુ મહારાજ ! ક્રોધ કરું? તો પણ ક્રોધ બંધ થઈ જાય. આજ્ઞાનો અર્થ એ થાય છે કે જેનાથી વીતરાગતા પ્રાપ્ત થાય, વીતરાગતા પ્રાપ્ત થાય એવા શબ્દો જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય છે સદ્ગ. વીતરાગતા તરફ લઈ જનારી પદ્ધતિ તેને કહેવાય છે આજ્ઞા. કલિકાલ સર્વશે એક નાનકડી ગાથા કહી છે કે મારવો સર્વથા હેર, ૩૫ાયણ સંવા: આ આજ્ઞા. આસ્રવ હંમેશા ત્યાગ કરવા જેવો હોય છે અને સંવર હંમેશા ઉપાદેય છે, આવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આવી સદ્ગુરુની આજ્ઞા હોય. તમે કોની કોની આજ્ઞામાં રહો છો તે તમને ખબર છે. સ્વાધ્યાયમાં જવા તૈયાર થયા, અને ઘરવાળી કહેશે આજે રહેવા દો, For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩પ૧ બજારમાંથી અત્યારે શાક લઈ આવો. ગયો એ શાક લેવા. આજ્ઞાંકિત, જરાપણ દલીલ કરી નહીં. જેવી તારી આજ્ઞા. સદ્ગુરુ સાથે આવો વ્યવહાર કરો છો ? ત્યાં તો કહો છો કે કરીએ છીએ, વિચારીએ છીએ, બીજાની સલાહ લઈએ છીએ. મોક્ષમાર્ગમાં આ વાત ન થાય. તમે રોજ ગાઓ તો છો કે “નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી !” મને તો નવાઈ લાગે છે કે માત્ર ગાવાથી ફેર પડે ખરો ? સમજો તો ખરા કે તમે શું બોલો છો ? ગુરુદેવની આજ્ઞા હૃદયમાં અચળ કરીને ધારણ કરી નથી. આ સૂત્ર છે. આ સદ્ગુરુ આજ્ઞા એ મોટો બંધ છે. ઘસમસતું પાણી આવતું હોય અને મજબૂત બંધ બાંધ્યો હોય તો પાણી આગળ ન આવે. સંસાર ઘસમસતા વેગે આવતો હોય અને સદ્ગુરુની આજ્ઞામાં જો હોય તો સંસારનાં પાણી તેને ખેંચી ન શકે. વિકારો આવે છે. વાસનાઓ આવે છે. ઘસમસતા વેગે આવે છે. સદ્ગુરુની આજ્ઞા એ આડા બંધ જેવી છે. કંઈ ખ્યાલમાં આવે છે કે આજ્ઞા શું કામ કરે છે? તમારા પ્રયત્નોથી જે વૃત્તિ રોકાતી નથી તે સદ્ગુરુની આજ્ઞાથી શાંત થાય. એવું સામર્થ્ય છે તેમનામાં . નર્મદાના બંધ તૂટશે પણ સદ્ગુરુની આજ્ઞાનો બંધ કદી તૂટશે નહિ. ઘસમસતા વેગે વિચારો આવે અને ચડાઇઓ આવે, કયારેક ક્રોધની, કયારેક વાસનાની, કયારેક લોભ કે કયારેક અહંકારની આવે પણ સદ્ગુરુની આજ્ઞા તેને રોકે છે. એક અર્થમાં એમ કહો કે સદ્ગુરુની આજ્ઞાનું પાલન પ્રેમના બળથી જ થાય. બીજા બળથી ન થાય. જેમ બાળક છે તે માનું કહ્યું કરે પણ બાપને ના પાડે છે. એક છોકરો અમેરિકા ગયો, ત્યાં કોઈની સાથે સબંધ થયો. અને નક્કી કર્યું કે લગ્ન કરવાં. બાપને ખબર પડી ત્યાં પહોંચ્યો અને કહ્યું કે તારા મનમાં શું સમજે છે ? આ લગ્ન નહિ થાય. છોકરો કહે, કરીશ તો ત્યાં જ લગ્ન કરીશ. બાપે કહ્યું, જો કરીશ તો મારી મિલકતમાંથી એક પૈસો નહિ આપું. મારે નથી જોઈતો ? થયું ? પાછો આવ્યો. પત્નીને વાત કરી. પત્ની કહે મને જવા દો, હું સમજાવીશ. તું શું કરવાની હતી ? હું આટલો મોટો ઉદ્યોગપતિ, આવું મારું વ્યક્તિત્વ અને પ્રતિભા! મેં કહ્યું કે તને કાંઈ મિલ્કત મળશે નહિ, તો તે કહે ચાલશે. અને હવે તારું માનશે? પત્ની કહે કે જવા તો દો. મા ગઈ, ત્યાં જઈને કહ્યું કે બેટા! તારા સુખમાં અમારું સુખ છે. હું તો તને આશીર્વાદ આપવા આવી છું. તું સુખી થજે. પરંતુ તું જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ કે જેટલું કલેજું અમારું બળશે, તેટલું બીજાનું નહિ બળે. તું સમજીને કરે તો સારું. છોકરો કહે, મા ! તારી શું ઇચ્છા છે ? માએ કહ્યું કે હું કહીશ ત્યાં લગ્ન કરીશ ? હા મા ! તું કહીશ ત્યાં કરીશ. આ માનું વાત્સલ્ય છે. માના વાત્સલ્ય કરતા વધારે સદ્ગુરુનું વાત્સલ્ય છે. એમના પ્રત્યેના પ્રેમથી પાલન થાય, બળથી ન થાય. સદ્ગુરુ પ્રત્યેના પ્રેમથી સદ્ગુરુ આજ્ઞાનું પાલન થાય. આ કંઈ સમજાય છે ? સદ્ગુરુ આજ્ઞા એક નિમિત્ત. અનંતકાળમાં આ નિમિત્ત મળ્યું નથી. બીજું નિમિત્ત જિનદશા, જે થવું છે તે. શું થયું ? વીતરાગ થવું છે. વીતરાગનો બીજો અર્થ જિન. જિન For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ એટલે વીતરાગ. રાગદ્વેષ જેણે જીત્યાં તે જિન અથવા વીતરાગ.આ સમગ્ર દર્શનનો અર્ક વિતરાગતા છે. એક નાનકડી શીશી અત્તરની ગજવામાં પડી હોય તો સુગંધ આવે અને કાનમાં અત્તર છાંટેલ પુમડું ભરાવ્યું હોય તો ચારેકોર અત્તરની સુગંધ આવે. એક નાનકડી શીશીમાં હજાર ગુલાબના ફૂલોનો અર્ક છે, તેમ વીતરાગતા જૈન દર્શનનો અર્ક છે. આ વીતરાગતા આપણું લક્ષ છે. જેમ આર્કીટેકટ પ્લાન બનાવી સમજાવે છે કે આ તમારો બેડરૂમ, આ ડ્રોઇંગરૂમ, આ રસોઈ ઘર તેમ વીતરાગતા એ આર્કીટેક્ટનો પ્લાન છે. એનો વિચાર, જિન દશાનો વિચાર, વીતરાગ દશાનો વિચાર. આ જિન દશા છે. - સદ્ગુરુની આજ્ઞા અને જિનદશાનો વિચાર આ બન્ને નિમિત્ત કારણ છે. શાસ્ત્ર વાંચીને કહે હું આત્મા છું, મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, તેમ માનીને સદ્ગુરુ કે શાસ્ત્રનું અવલંબન છોડી દે તો સિદ્ધત્વની પ્રાપ્તિ થાય નહિ. “ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,” સમજાયું ? “ઉપાદાન હું છું. ઉપાદાન કારણતા મારામાં છે. મારે કોની જરૂર ? સરુની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી. હું મારું ફોડી લઈશ.” અરે, શું કરીશ તું? જો આવું જ હોત તો અત્યાર સુધી થયું ન હોત ? તું કયાં બદલાયો છે ? તો ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજે, સદ્ગુરુની આજ્ઞાએ વર્તે નહિ, જિનદશાનો વિચાર ન કરે, તેને આત્માનું ભાન થાય નહિ, તે પામે નહિ સિદ્ધત્વને'. અરે સમક્તિ પણ ન પામે, મિથ્યાત્વમાં જ રહે અને રહે ભ્રાંતિમાં સ્થિત.” પુસ્તકો વાંચીને આત્મા આત્મા કરે, મારે કોઈની જરૂર નથી. ગુરુ, શાસ્ત્રો કે ભગવાનની મૂર્તિની જરૂર નથી. એમ કહે તે નિમિત્તકારણનો અપલાપ કરે છે. સદૈવ, સશાસ્ત્ર, અને સરુની ભક્તિ, તેના પ્રત્યે શ્રદ્ધા, તેના પ્રત્યે બહુમાન હોય તેને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે. “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ સ્વછંદ મત આગ્રહ ત્યજી, વર્તે સગુરુ લક્ષ, સમક્તિ તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ. આટલું ચોખ્ખું પરમકૃપાળુદેવે કહ્યું તો પણ સમજણમાં લોચા? સ્વછંદ મત આગ્રહ ત્યજી, સદ્ગના લક્ષે વર્તે તેને સમક્તિ થાય. આ નિશ્ચય સમ્યગ્રદર્શનમાં કારણ છે. સદૈવ, સદ્ગુરુ, સદ્ધર્મ એના પ્રત્યેની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહ્યું. અને આ નિમિત્ત કારણ “વિષમ કાળ જિન બિંબ જિનાગમ, ભવિયણકું આધારો'. આ વિષમકાળમાં જિનબિંબ અને જિનાગમ ભવ્યજીવોને આધાર છે. જીવને જો આ નિમિત્ત મળ્યું ન હોય તો સંસારમાં કયાંય ને કયાંય અટવાયેલો રહે છે. સંસારમાં રહેશે, તેને આત્મામાં રુચિ નહિ થાય. અને પાછું કહેશે કે ઉપાદાન તૈયાર છે ને? નિમિત્ત નિમિત્તે શું કરો છો ? છોડો બધું, ઉપાદાન જાગૃત કરો ? કયાંથી કરશો ? ઉપાદાન જાગૃત કરનાર પરિબળો તો આ છે. બીજને બાહ્ય સહાયક પરિબળ મળ્યા વગર ઝાડ ઊગે નહિ તેમ બાહ્ય અનુકૂળ પરિબળ વગર ઉપાદાન જાગૃત થાય નહિ. ઉપાદાનમાં કારણતા પ્રગટાવવાનું કાર્ય નિમિત્ત કારણ કરે છે. નિમિત્ત કારણ કયારે કહેવાય ? જ્યારે For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૩ ઉપાદાનમાં ઘટના ઘટે ત્યારે, તો સાર શું આવ્યો ? ઉપાદાનનું નામ લઈ, નિશ્ચયનની વાત કરી, આત્મા, આત્મા, આત્મા એમ વાત કરી આ પુષ્ટ નિમિત્તોની જરૂર નથી એમ કહીને તેનો અનાદર કરે એ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે નહિ અને ખોટી માન્યતા કે ભાંતિમાં સ્થિર થાય. મિથ્યાત્વમાં સ્થિર થાય. ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ; ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.” પરમાત્માની ભક્તિ એ ઉપાદાન કારણમાં કારણતાને પ્રગટ કરનારી છે. ઉપાદાન કારણમાં રહેલી કારણતાને પ્રગટ કરવાનું કામ વીતરાગની ભકિત કરે છે. સદ્ગુરુની આજ્ઞા માને છે, તે પ્રમાણે કરે છે, સત્સંગ કરે છે. જિનઆગમો, સર્વજ્ઞ પરમાત્માના શાસ્ત્રોના સ્વાધ્યાય પણ કરે છે. આત્માની-દ્રવ્યની વાત કરી નિમિત્તનો ઉપયોગ કરે નહિ તો એ ન કરવાના પરિણામે તેને હાનિ થાય. એક શ્લોક યાદ કરી લઈએ. જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ'. જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો પણ છૂટી ગયાં.નીચે ઊતર્યો નથી અને નૌકા છોડી દીધી તો દરિયામાં જ જાય ને ? બીજે કયાં જાય ? જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો છોડી દીધા.આવાનો સંગ પામે તો ભવજળમાં ડૂબી જવાય. એટલા માટે પરમકૃપાળુદેવે સ્થળે સ્થળે ચેતવણી આપી છે. કોને ? તો કહે જે પોતાને જ્ઞાની મનાવે. પોતાની ભૂલ થાય તો તેને કહેતાં શરમ આવે. ઊંધે રસ્તે ચડી ગયો હોય તેને સાચે માર્ગે લઈ આવવો તે મહા મહેનતનું કામ છે. અજ્ઞાનીને ગમે તેમ સમજાવીને સાચા રસ્તા ઉપર લાવી શકાય પણ આવાં અર્ધજ્ઞાનીને સાચે રસ્તે લાવવા મુશ્કેલ થઈ પડે છે. તો .... ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. આ અદ્ભુત સિદ્ધાંત આપણે ૧૩૬ મી ગાથામાં જોયો. આવતીકાલે આગળની ૧૩૭મી ગાથાનો પ્રારંભ કરીશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ પ્રવચન ક્રમાંક - ૧૦૮ ગાથા ક્રમાંક - ૧૩૭ જ્ઞાનથી છૂટે મોહ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ દ્ર(૧૩૭) ટીકા - મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટયો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૭). ઉપસંહારની ગાથાઓમાં પરમકૃપાળુદેવે જૈનદર્શનના માર્મિક સિદ્ધાંતો અલોકિક રીતે મૂકયા છે. આ સિદ્ધાંતો સમજ્યા વગર, સમ્યક્ પ્રકારની સાધના થઈ શકશે નહિ. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, અબ કયોં ન બિચારત છે મનસે, કછુ ઓર રહા ઉન સાઘનસે; આથી જબરી શિખામણ બીજી કોઇ હોઈ શકે નહિ. તમે કંઈ કર્યું નથી તેમ નથી પણ જે કંઈ પણ કર્યું છે તેનું પરિણામ હાથ લાગ્યું નથી. ચાલ્યા ખરા પણ ગામ ન આવ્યું ! દળ્યું ખરું પણ લોટ ન મળ્યો. કારણ કે “આંધળી દળે અને વાછરડું ચાટે' આપણી પણ હાલત એવી કંઈક થઈ છે. અનંતકાળના પરિભ્રમણમાં તપ, જપ, અનુષ્ઠાન, નવ તત્ત્વોનો અભ્યાસ, આચાર્યપણું વગેરે કર્યું. સાહેબ ! ઓછું નથી કર્યું, પણ પરિણામ નથી આવ્યું. કંઈક બાકી રહી જાય છે. તેના તરફ કૃપાળુદેવ ધ્યાન દોરે છે. ધ્યાન આપો તો ધ્યાન દોરે, પણ ધ્યાન આપો તો ને ? મૌલિક સૂત્રો સમજી લેવા જેવા છે. આગળની ગાથાની પુનરાવૃત્તિ કરી લઈએ. અંબાલાલ ભાઇએ સંક્ષિપ્ત ટીકા લખી છે અને આ ટીકા પરમકૃપાળુદેવની નજર તળે નીકળી ગઈ છે, એટલે સત્ય જ ગણાય. સદ્ગુરુ આજ્ઞા, જિનદશા, છ આવશ્યક, તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, જિનબિંબ, જિનાગમ આ બધા આત્મસાધનાના નિમિત્ત કારણ છે. લાકડામાં અગ્નિ છે, તો લાકડાને સામે રાખી જોયા જ કરો તો લાખ વર્ષે પણ અગ્નિ પ્રગટ નહિ થાય. ત્યાં ઘસારો જોઇશે. ઘસારો આપશો તો લાકડામાંથી છૂપાયેલો અગ્નિ પ્રગટ થશે. આ અગ્નિનું હોવું તે ઉપાદાન કારણ અને ઘસારો આપવો તે નિમિત્ત કારણ. બીજ પડ્યું છે પણ ખીલ્યું નથી કારણ કે ખેતરમાં વાવ્યું નથી. ઉપાદાન કારણ છે બીજ અને ખેતર, ખેડૂત, પાણી તે નિમિત્ત કારણો છે. નિમિત્ત કારણ અનુકૂળ મળવું જોઈએ તે મહત્ત્વની વાત છે. બીજને ખીલવવા તમે ગ્રેનાઈટ વાપરશો તો તેના ઉપર નહિ ખીલે. લાખો રૂપિયા હોય અને રણમાં ભૂલા પડ્યા હો, તરસ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫૫ લાગી હોય, પ્રાણ કંઠે આવ્યા હોય, લાખો રૂપિયા મારી પાસે છે, તેવો ફાંકો હોય પરંતુ એક ઠંડા પાણીનો ગ્લાસ નહિ મળે તો લાખો રૂપિયા જશે અને મોતના મુખમાં પણ જવું પડશે, અહીં લાખો રૂપિયા કરતાં પાણીનો ગ્લાસ વધારે કિંમતી છે. એ સમયસર મળવો જોઈએ. માટી પડી છે પણ ચાકડો જોઈએ. દંડ, કુંભાર પણ જોઈએ તો ઘડો બને. તેમ આત્મા છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે ઉપાદાન કારણ છે પણ તે સફળ થયું નથી. કેમ ? તો નિમિત્ત કારણ મળ્યું નથી. નિમિત્ત કારણ મળ્યા સિવાય કાર્ય થયું નથી. પરાણે પરાણે નિશ્ચયનયમાં નિમિત્તનો સ્વીકાર કરવામાં આવે છે. નિમિત્ત હાજર હોય જ. વસ્તુ તત્ત્વ છે, તે અસર કર્યા વગર રહેતું નથી. દેવચંદ્રજી મહારાજે એક શબ્દ વાપર્યો. પુષ્ટાલંબન. પુષ્ટ એટલે મજબૂત અને આલંબન એટલે ટેકો આપનાર આધાર. અમે આત્મા છીએ તે ઉપાદાન કારણ છે. જ્ઞાન દર્શન ચારિત્ર અમારું સ્વરૂપ છે, અમારે બહારના કોઈ અવલંબન-સાધનની જરૂર નથી, એમ કહી નિમિત્ત કારણનો જો ત્યાગ કરે તો સિદ્ધપણાને પામી શકશે નહિ, ઘટના નહિ ઘટે, કાર્ય નહિ થાય, અવસ્થા પ્રાપ્ત નહિ થાય અને ભ્રાંતિમાં રહે, “પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત'. સિદ્ધત્વને પામી શકતો નથી અને ભ્રાંતિમાં જ સ્થિત થઈ જાય છે. આવી ભ્રાંતિ જેને થઈ છે તેને સમજાવવો ઘણો જ મુશ્કેલ છે. એક ભાઈ કહે કે મારા પેટમાં આંતરડા છે જ નહીં. કેટલા વર્ષથી આવું થયું છે ? વીશ વર્ષથી, ખાવ તો કેવી રીતે પચે ? એ જ ખૂબીની વાત છે. ડોકટરો કહે છે કે આંતરડા છે પણ હું માનતો નથી, આ ભ્રાંતિ. અજ્ઞાન દૂર થાય પણ ભ્રાંતિ દૂર ન થાય. અજ્ઞાન અણસમજણ છે, ભ્રાંતિ ભ્રમણા છે. એક વાણિયો બડાઈ કરતો હતો કે મને રાત્રે બાર વાગે પણ સ્મશાનમાં જવું હોય તો ડર ન લાગે. થોડા મિત્રો ભેગા મળ્યા અને તેમને કહ્યું કે તમે રાત્રે બાર વાગે જઈ એક ખીલો ખોડી આવો. અમે સવારે જઈને જોઈ આવશે તો તે કહે કે ભલે. ગયો તો ખરો ખીલો હથોડો લઈને પણ ખીલો ખોડવા ગયો ત્યારે ખીલા નીચે તેનું ધોતિયું આવી ગયું. જેવો ઊભો થયો કે પકડાઈ ગયો. ઊભો ન થઈ શકે. તેને થયું કે ભૂત લાગે છે. બૂમાબૂમ કરી મૂકી કે હું પકડાઈ ગયો છું, બચાવો. બહાર મિત્રો ઊભા હતા, તેમને થયું આ વાણિયો ડંફાસ મારે છે, આ ભૂતની ભ્રાંતિ છે. ભ્રમણા ભાંગ્યા વગર કામ નહિ થાય. સદ્ગુરુ મળે છે તે આપણી બધી ભ્રમણાઓ દૂર કરે છે. ભ્રમણાઓ વધારે તે સદ્ગુરુ નહિ. અસદ્ગુરુ ઉપાધિ વધારે છે. જૂની સો ભ્રમણાઓમાં પાંચનો ઉમરો કરે છે. અખાએ કહ્યું કે જ્ઞાન પાશેર હતું , બોલતો થયો એટલે અચ્છેર થયું, ગુરુ થયો એટલે પોણો શેર થયું, સદ્ગુરુ થયો એટલે બંધ થઈ ગયું – આ ભ્રમણા. નિમિત્ત કારણ ઉપાદાન કારણમાં કારણત્વને જગાડીને ઉપાદાનમાં સિદ્ધત્વનું છે કારણ થવું જોઈએ તે કારણત્વમાં સહાયક બને છે. નિમિત્ત કારણનું આટલું જ કામ છે. પછી તે તમારી સાથે રહેતું નથી. જેમ ઘડો બન્યા પછી બજારમાં વેચવા મુકાયો અને તમે તેને ઘેર For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ લઈ આવ્યા તો કુંભાર સાથે આવે ? દંડ અને ચાકડો ભેગો આવે ? ના, ઘડો બનતો હોય ત્યારે તે બધાની હાજરી જરૂરી છે, પછી તેઓ સાથે આવતાં નથી. ઉપાદાન કારણમાં (આત્મામાં) કાર્ય થઈ જાય પછી સદ્ગુરુ સાથે આવતા નથી. કોઈ બાહ્ય કારણો પણ સાથે આવતાં નથી, પણ જ્યારે કાર્ય થાય ત્યારે તેમની હાજરી અનિવાર્ય છે. સાચા નિમિત્તનો નિષેધ કરવા માટે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહી નથી. ઉપાદાન કારણ અજાગૃત છે. તે હોવા છતાં કામ થતું નથી, વિકાસ થતો નથી અને બનાવ બનતો નથી, સિદ્ધત્વ પ્રગટ થતું નથી. કેમ કે કોઈ નિમિત્ત મળ્યું નથી અને નહિ મળે ત્યાં સુધી કામ નહિ થાય. સાચું નિમિત્ત મળ્યા પછી નિમિત્તને અવલંબીને ઉપાદાનને સન્મુખ થવું અને પુરુષાર્થ કરવો, એ કરવાથી સિદ્ધત્વ પ્રગટ થાય. તમને થશે કે શું કરવા આ કહો છો, સરળ રસ્તો બતાવો ને ? સો માળા ગણી લે તો કામ થઈ જશે. આ જે પંડિગ રાખ્યું ને તેનું આ પરિણામ આવ્યું. સિદ્ધાંતને જાણ્યા વગર સાધના નહિ થાય. સિદ્ધાંતો જાણવા પડશે, તો ઉપાદાન કારણ આત્મામાં કાર્ય થાય છે. સિદ્ધત્વ આત્મામાં છે. સિદ્ધત્વનું કાર્ય થાય તેના પહેલા આત્મા છે અને કાર્ય થઈ ગયા પછી પણ આત્મા છે. નિમિત્ત કારણ અહીંયા છે. અનંત સિદ્ધો સિદ્ધશીલા પર ગયા છે, ત્યાં જિનબિંબ છે? સદ્ગુરુ છે ? તપ જપ વ્રત અનુષ્ઠાન છે? ના. એ બધાં ગયાં. કારણો અહીં છે પણ તે કારણો વગર કામ ન થાત. એ કામ થયું એટલે ગયાં. કામ થયા પહેલાં તમે ના પાડો કે અમારે જરૂર નથી તો કામ નહિ થાય. લાકડામાં અગ્નિ છે. ઘસારો આપો, તેમાં પેટ્રોલ નાખો, દીવાસળીથી સળગાવો તો અગ્નિ પ્રગટ થશે. પહેલાં આ બધાની ના પાડો તો કાષ્ટમાં અગ્નિ પ્રગટશે નહિ. પુરુષાર્થ રહિત ન થવું અને અનુકૂળ નિમિત્ત પ્રાપ્ત કરીને ઉપાદાન કારણમાં રહેલી કારણતા પ્રગટ કરવી અને કારણતા પ્રગટ કરીને, ઉપાદાનમાં રહેલ મૂળભૂત શક્તિઓનો આવિર્ભાવ કરવો એ કામ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને સાથે મળે ત્યારે થાય. સાધનો સાધનોની જગ્યાએ મહત્ત્વનાં છે. કોઇપણ ડોકટર એમ.એસ. સર્જન હોય, દુનિયામાં પ્રખ્યાત હોય, તેની બધે નામના હોય તે એમ કહેશે કે મારે સાધનોની જરૂર નથી ? ઓપરેશન માટે જે પ્રકારનાં સાધનો જોઈએ તે તો જોઈએ જ. કોઈ ચપ્પ કે છરી કામ ન લાગે. નિષ્ણાત ડટર હોવા છતાં તેને ઓપરેશન કરવા અમુક પ્રકારનાં જ સાધનો જોઈએ. ઓપરેશન કર્યા પછી સાધનો તેની જગ્યાએ અને દર્દી તેની જગ્યાએ. ડોકટર તે બધાં સાધનો ભેગા કરી ખોળે બંધાવતા નથી કે આ સાધનો પણ લેતા જાવ. સર્જન ડોકટરમાં ઓપરેશન કરવાની ક્ષમતા છે તેમ આત્મામાં સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે પણ તે પ્રાપ્ત કરવા બે અનુકૂળ કારણો મુખ્યત્વે કહ્યા, સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા. બધા કારણો આમાં સમાઈ જાય છે. વીતરાગ દશાનો વારંવાર વિચાર કરવાથી વીતરાગ દશા પ્રાપ્ત થાય છે. “જો નર નિશદિન જાય વિચારત, વો નર હોવે વહી સ્વરૂપે For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩પ૭ તમે વીતરાગતાનો વિચાર કરશો તો તમને વીતરાગતા પ્રાપ્ત થશે. આવી જિનદશા અને સદ્ગુરુ આજ્ઞા બંને નિમિત્ત કારણોથી ઉપાદાન કારણમાં કારણતા પ્રગટ થાય છે. ૧૩૬મી ગાથાની પુનરાવૃત્તિ કરીને હવે ૧૩૭મી ગાથાની શરૂઆત કરીએ છીએ. કઠોરમાં કઠોર વાત જ્ઞાની પુરુષો મધુર ભાષામાં કહે છે, આપણા લમણે ફટકો માર્યો છે. તમે વ્યવહારમાં બોલો છો ને કે ઉઘડો લીધો. અહીં જ્ઞાની થઈને બેઠેલાનો ૧૩૭ મી ગાથામાં ઉધડો લીધો છે. માફ કરજો, અહીં ઘણા જ્ઞાનીઓ હશે ? અહીં એમ કહે છે કે જ્ઞાન આવીને કરે શું? ફકત ચર્ચા કરે ? હજારો માણસો ભેગાં થાય અને પોતે પ્રવચન આપે, ભાષણ કરે, બધા કહેશે વાહ વાહ ! ગુરુ મહારાજ કેવું સરસ બોલ્યા ? જે બોલ્યા તે, પણ તને શું ફાયદો થયો ? શાસ્ત્રો કહે છે, જ્ઞાન આવીને શું કાર્ય કરે છે, તે સમજી લો. સૂર્ય આવે તો અંધકાર દૂર થાય, બિલાડી આવે એટલે ઉંદરો પલાયન થાય, ભોરીંગ નાગ ચંદનના વૃક્ષને વળગી રહ્યા હોય પણ ગરૂડ આવે એટલે ચૂપચાપ ચાલ્યા જાય, જ્ઞાન આવીને કરે શું ? જ્ઞાનકળા ઘટવાસી, જાકું જ્ઞાનકળા ઘટવાસી, તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમાં ભયો રે ઉદાસી, હું અવિનાશી ભાવ જગતને, નિશ્ચય સબ હિ વિનાશી ! એસી ઘાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી, મેં મેરા એ મોહ જનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી, તે નિસંગ પગ મોહ સીસ દે, નિશે શિવપુર જાસિ, જ્ઞાન કળા ઘટ ભાસી, જાકું જ્ઞાનકળા ઘટ વાસી. ચિદાનંદજી મહારાજ બોલ્યા છે. સૂર્યની હજાર કળા છે. તેમાંથી એક કળા પ્રગટ થાય તો ધરતી ઉપરથી અંધકાર દૂર થઈ જાય. તેવી રીતે જ્ઞાનની પણ હજારો કળા છે તેમાંથી એક કળા પણ પ્રગટ થાય તો જ્ઞાનીમાં મોહ કે અજ્ઞાન રહેતાં નથી. મોહ અને જ્ઞાન બન્ને સાથે રહી શકતાં નથી, બારમો ચંદ્રમા. વર કન્યાની કુંડળી મેળવે ત્યારે જ્યોતિષી કહેતો હોય છે કે મેળ નહિ પડે, બંનેને બારમે ચંદ્રમા છે. જ્ઞાન અને મોહને મેળ પડતો નથી. કાં તો જ્ઞાન હશે, કાં તો મોહ હશે. જ્ઞાન આવતાની સાથે જ એટલે કે જ્ઞાન આવ્યું નથી કે મોહ ગયો નથી. લોકો આશ્વાસન આપે છે કે તે ધીરે ધીરે જશે પરંતુ ધીરે ધીરે જાય તે જ્ઞાનનું કામ નથી. સમયસારજીમાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થયું તેનામાં એક પરમ વૈરાગ્યની શકિત અને બીજી સમ્યજ્ઞાનની પ્રચંડ શકિત છે. સંસાર સંબંધમાં કોઈ વિકલ્પ તેનામાં ન ઊઠે આ વૈરાગ્યની શક્તિ છે. જગતનાં પદાર્થો ખુલ્લી આંખે જોવા છતાં તેના પ્રત્યે આકર્ષણ ન થાય એ વૈરાગ્યની શકિત છે. દુઃખનાં ડુંગરા તૂટી પડ્યાં હોય છતાં મૂંઝાય નહિ એ વૈરાગ્યની શક્તિ છે. સુખની છોળો ઊછળતી હોય અને તેમાં ડૂબે નહિ તે વૈરાગ્યની શકિત છે. “રજકણ કે રૂદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” આ તે કેવી ઘટના For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્યાંક-૧૩૭ કે એક બાજુ માટીનું ઢેકું પડ્યું હોય અને બીજી બાજું સાડા સાત કરોડ પાઉન્ડનો કોહીનુર હીરો પડ્યો હોય, જોનારને બન્નેમાં ફેર લાગે, પણ જેનામાં વૈરાગ્યની શકિત છે તેને બે સરખાં દેખાય છે. હું વારે વારે કહું છું કે ચડેલું મોં રાખવું તે વૈરાગ્ય નથી. ઘણા લોકોનું મોં ચડેલું હોય છે. પૂછીએ કે શું થયું? તો કહે વૈરાગ્ય આવી ગયો છે. ભોગ લાગ્યા, આ વેરાગ્ય? વૈરાગ્ય તો જીવનમાં પ્રસન્નતા લાવે, આનંદ લાવે, ગીત પ્રગટે, પગમાં ઝાંઝર બાંધી એ નૃત્ય કરે, ખીલેલા ફૂલ જેવો હોય, પૂર્ણિમાના ચંદ્ર જેવો હોય, વૈરાગ્ય થયો છે ને? જગતના પદાર્થો સામે હોવા છતાં નજર જતી નથી. આંધળો નથી એ, પણ તેનું તેને મૂલ્ય કે મહત્ત્વ નથી. છ ખંડની સંપત્તિ પ્રાપ્ત થવા છતાં જેને આકર્ષણ થતું નથી. સાહેબ ! મશીનગનની તાકાત કરતાં આની તાકાત વધારે છે. એના કારણે જગતના પદાર્થોનો વિકલ્પ તૂટી જાય છે. વસ્તુનો વિલ્પ રહેતો નથી, વૈરાગ્ય આ કામ કરે છે. જ્ઞાન જે છે તે સ્વરૂપને છોડીને કયાંય બહાર જતું નથી. જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ રહે છે. સ્વરૂપમાં જ ઠરે છે. નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો, ચેતન શુદ્ધાતમકુ ધ્યાવો. આવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય માટે જ્ઞાનીઓનો ઉધડો આ ૧૩૭મી ગાથામાં લીધો છે જે તમે ને હું ન લઈ શકીએ, પરમકૃપાળુદેવ જ લઈ શકે. તમે કોઈને કહો કે તમારા જેવું કોઈ જ્ઞાની નથી તો તેને ગમશે, પણ એમ કહો કે બોલો છો ઘણું પણ ઠેકાણું નથી તો ગમશે એને ? ન ગમે, સત્ય હંમેશા કડવું જ લાગે. ખલીલ જીબ્રાન કહેતા હતા કે સાચું બોલશો તો લોકો ભેગા થઈ ફાંસીએ ચડાવશે. “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મોહ.' મોઢેથી તો જ્ઞાનની વાતો કરે છે. નિશ્ચયનયના વચનો જ બોલે છે. કોણ બંધાણું છે? અને કોણ બાંધે છે? આત્મા તો અસંગ છે, નિર્લેપ છે. એ જ્ઞાતા અને દ્રષ્ટા છે, કર્તા નથી, ભોકતા નથી. કોણ ભોગવે છે ? એમ બોલે પણ ભોગવે બધું. નિશ્ચયનયની દૃષ્ટિએ વાત સાચી છે પણ પોતાનામાં શું છે તે તો વિચાર ? ઘણા લોકો કહેતા હોય છે કે બરોડા બેંકમાં આટલું ફંડ છે, સ્ટેટ બેંકમાં આટલું ફંડ છે. તે બધું ગણે છે પણ તારા ગજવામાં કેટલું છે, તે વિચારને ? તારું ગજવું તો ખાલી છે. જ્ઞાનીની અવસ્થા જુદી હોય. ત્યાં મોહ ન હોય એટલે કષાયો અને વિષયો ન હોય. વિકારો, વાસનાઓ, વિલ્પો કે વૃત્તિઓ ન હોય. અશુદ્ધ અને અશુભ વિચારો ન હોય, દોષ ન હોય. આખા સંસારનું મૂળ મોહ છે. આ મોટું ઝાડ છે. હજારો પાંદડાઓ, ફૂલો, ડાળીઓ છે. આ બધું મૂળમાંથી આવ્યું છે. મૂળ જો બળી જાય તો ઝાડને પાણીથી નહીં પણ ઘીથી સીંચો ને તો પણ ખીલશે નહિ. જે વૃક્ષનું મૂળિયું જ બળી ગયું છે તે વૃક્ષને અમૃતથી સિંચશો For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩પ૯ તો પણ વૃક્ષ ખીલશે નહિ. આ ચૌદ રાજલોકમાં ફેલાયેલ સંસારનું મૂળ મોહ છે. જ્ઞાન આવતાની સાથે મૂળિયું બાળી નાખે છે. સંસાર લીલોછમ નહિ થાય. એક ભાઈએ આવી મને કહ્યું કે ગુરુદેવ ! કોઈ દુઃખ નથી, લીલાલહેર છે, આપના પ્રતાપે. અમારા પ્રતાપે ! ઘરવાળી અને દીકરો કહ્યાગરાં છે, પુત્રવધુ સારી, મકાન જુઓ તો છક્ક થઈ જાવ. ચાર દીકરા, ચાર વેવાઈઓ, સાળા વિગેરે છે. હું મરીશ ત્યારે બીજા કોઈને આવવાની જરૂર નહિ રહે, આટલા બધા ભેગા થાય તેમ છે. પણ તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મેં કહ્યું કે આટલું બધું છે ને વળી પાછા આશીર્વાદ શેના માટે ? તો કહે, હા ! આ લીલીવાડી કાયમ લીલી જ રહે તેવા આશીર્વાદ આપો. મૂળ તો વાણિયો ખરો ને ! સંસાર લીલીવાડી છે તેમ ભ્રમણા કરાવનાર અજ્ઞાન છે. જ્ઞાન આ સુખને લીલીવાડી કહેતું નથી. મીરાંબાઈ કહે છે કે અમને ખબર પડી ગઈ છે કે સાકર અને શેરડીનો રસ કેવો છે ? અને લીમડો કેવો છે ? સંસારના તમામ ભોગો કડવા લીમડા જેવા લાગે છે અને પરમાત્માનો પ્રેમ અમૃત જેવો, સાકર શેરડીના રસ જેવો લાગે છે, આ કામ જે કરે તેને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન અસાધારણ સામર્થ્ય ધરાવે છે. પોથી પઢ પઢ જગ મુવા, પંડિત હુઆ ન કોઈ કોને પંડિત કહેવો ? ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' જ્ઞાન અને મોહ સાથે રહી શકતાં નથી. જ્ઞાન આવતાની સાથે જ અહંકાર ઓગળી જાય છે, અને મમત્વનું ઝેર પણ ઊતરી જાય છે. કરા પડે છે ને વરસાદના, ટાલ માથે હોય તો તૂટી જાય પણ નીચે જમીન ઉપર પડે તો ઓગળી જાય. જેમ કરા ઓગળી જાય તેમ અહંકાર પણ ઓગળી જાય. પોલાદને ઓગાળી શકાય, પત્થરને તોડી શકાય પણ અહંકાર ઓગાળી શકાતો નથી. બાર મહિના થયા બાહુબલીજીને, પણ અહંકાર ન ઓગળ્યો. બ્રાહ્મી અને સુંદરી બહેનો આવી અને ચેતવણી આપી ત્યારે અહંકાર ઓગળ્યો. જ્ઞાન અહંકારને ઓગાળનારું છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં અહંકાર નહિ હોય. શાસ્ત્રનો દરિયો હશે, તપનો દરિયો હશે તો પણ છલકાશે નહિ. ચોવીસ કલાક ધ્યાન કરતો હશે તો પણ છલકાશે નહિ. તમે તો કહેશો અમે ચાર વાગ્યે ઊઠી ધ્યાન કરીએ છીએ. આ કોણ બોલે છે? અહંકાર બોલાવે છે. જ્ઞાન હોય ત્યાં અહંકારનું ઝેર ચડે જ નહિ. જ્ઞાન તો અમૃત સમાન છે. અમૃત હોય ત્યાં ઝેર ચડે નહિ. આવી અવસ્થા છે. મમત્વનું ઝેર ઓગળી જાય, વૃત્તિ શાંત થાય, કષાયો શાંત થાય. આધિ, ઉપાધિ, વ્યાધિ, અને આકુળતા વ્યાકુળતા બધું શાંત થાય. ન કલેશ ન કંકાસ, ન વેર, ન વિરોધ, ન વૈમનસ્ય, ન ભાર કે બોજો, ન ઈગો આ બધું જ ચાલ્યું જાય. જ્ઞાન તેને આવવા ન દે. જ્ઞાન ચોકીદારનું કામ કરે છે. ક્રોધને અંદર આવવા ન દે. મોહને, માયાને, કુમતિ, વિકારો અને વાસનાને આવવા ન દે. જ્ઞાન હાજર હશે તો કોઈ આવી શકશે નહિ. તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમેં ભયો રે ઉદાસી. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ શરીર, ધન અને પદાર્થો પ્રત્યે જેને આસકિત રહી નથી. જ્ઞાન આવતા એક ક્ષણમાં ઉદાસીનતા આવી ગઈ. ઉદાસીનતા એટલે પ્રસન્નતા, મસ્તી, આનંદ, ખુમારી, આહૂલાદ. હવે તેને ખબર પડી છે કે હું અવિનાશી છું, મરતો નથી પણ આ શરીર મરે છે. યહ જીવ હે સદા અવિનાશી, મર મર જાય શરીરા ઉસકી ચિંતા કછુ નહિ કરના, હોઈ અપને ઘર્મ ધીરા, હું અવિનાશી ભાવ જગતને, નિશ્ચયે સબ હે વિનાશી, એસી ધાર ધારણા, ગુરુગમ અનુભવ મારગ પાસી. જ્ઞાન આવી ધારણા કરાવે કે હું અવિનાશી છું, જગતનાં બધા પદાર્થો વિનાશી છે. તેનો નાશ પણ થાય અને વિખરાઈ જાય. એ ચાલ્યાં જાય કે આપણે તેને છોડીને જવું પડે. આ બધું સ્વાભાવિક છે. એમાં વિષાદ શું કરવા જેવો છે? તમને થશે કે તમે વધારે પડતી વાત કરો છો. નવલાખનો હાર ગળામાંથી જાય ત્યારે કોઈ તમને આવીને કહે કે એની ચિંતા શા માટે કરો છો ? એ તો નાશવંત છે, તો તમે કહેશો ને કે તમને શું ખબર પડે. નવ લાખ રૂપિયાનો છે. આત્માનો અનુભવ કરવો છે, તે માટે માર્ગ જોઈએ. ગુરુની જરૂર અહીં છે. ગુરુ મોહમાંથી મુક્ત થવા રસ્તો બતાવે છે. સમજણ આપે છે. તમામ ધર્મ સાધના મોહ જવા માટે છે. તમને કોઈ પૂછે શા માટે માળા ગણો છો ? મોહને દૂર કરવા. શા માટે તપ કરો છો ? મોહને દૂર કરવા શા માટે મંદિરે જાઓ છો અને શા માટે સ્વાધ્યાય કરો છો ? તો મોહને દૂર કરવા. “મુખથી જ્ઞાન કથે', આત્મા અસંગ છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, અકર્તા છે, એ બંધાતો નથી, મૂકાતો નથી, આવી હજારો વાતો કરે પણ “અંતર છૂટયો ન મોહ', અંતરથી મોહ છૂટ્યો નથી અને પોતાને જ્ઞાની માને, જ્ઞાની કહેવડાવે તે પામર છે. આથી વધારે ફટકો આપી શકાય નહિ. પોતાને જ્ઞાની માને અને અને બીજા પાસે જ્ઞાની છું તેમ કહેવરાવે તે પામર છે. જ્ઞાન હોય અને મોહ રહે ? પરંતુ આના કરતાં પણ વધારે દુઃખ થાય તેવી વાત એ છે કે આવો જ્ઞાની સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ કરવો એટલે વિશ્વાસઘાત કરવો, તેને વગોવવો, તેની નિંદા કરવી, તિરસ્કાર કરવો. તેને ઉતારી પાડવો. તેને મૂલ્ય ન આપવું. એ જ્ઞાનીને મૂલ્ય આપી શકતો નથી કેમ કે પોતે જ્ઞાની છે તેમ માને છે. કોઇનો દ્રોહ કરશો નહિ, પણ જો જ્ઞાનીનો દ્રોહ કરશો તો કદી માફ નહિ થાય. બહુ ગંભીરતાથી કહું છું કે જ્ઞાની કહેવરાવવાની કામનાના કારણે સાચા જ્ઞાનીનો દ્રોહ કરે છે. દ્રોહ એટલે દગો, વિશ્વાસઘાત. ફરી, મોઢેથી આત્માની વાત બોલે, એમ કહે કે આત્મા ચોખ્ખું સોનું છે તેને કાટ લાગે ખરો ? અગ્નિ ને ઉધઈ લાગે ? તેમ આત્માને કરમ ન વળગે. બેઠા છે પોતે કર્મ વચ્ચે અને કહે છે આમ. કષાયોને તો જીત્યા નથી, સાપને છંછેડો અને ફંફાડો મારે તેમ તેને સહેજ છંછેડો તો ક્રોધ કરે, પછી ખબર પડે કે ઓહોહો. આ જ્ઞાની છે? મનમાં મોહની વાતો રમતી હોય. સંસારની For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૧ મીઠાશ ભારોભાર હોય, સંસાર સાકર જેવો ગળ્યો લાગતો હોય. અમે જામનગર ગયેલા. ત્યાં સાંજે પાંચ વાગે એક ભાઈ મળવા આવ્યા. તેઓ કહે, મહારાજશ્રી! મને ભાન થઈ ગયું છે, વૈરાગ્ય થઈ ગયો છે, મારે હવે સંસારમાં રહેવું નથી, મને હાલને હાલ દીક્ષા આપો. મેં કહ્યું હાલ ને હાલ કેવી રીતે અપાય ? તમે તમારે ઘેર જઈ બધાની રજા સંમતિ લઈને આવજો. એટલામાં તેમનાં ઘરવાળાં આવ્યાં. મેં તેમને કહ્યું કે આ દીક્ષાની વાત કરે છે તો કહે, હમણાં જ આપી દો એમને એટલે માથાકૂટ મટી જાય. હું એ જ કહેવા આવી છું. તે ભાઈ કહે ગાંડી છો ? એમ તું કહે એટલે દીક્ષા હું લઈ લઈશ? તો પેલીએ કહ્યું કે ચાલો, ઊભા થાવ, ઘેર હાંડવો તૈયાર છે. જુઓ આ દીક્ષા લેનારો ! અંદરથી મમત્વ ગયું નથી, મોહયુક્ત વર્તે છે, અંતરમાં માયા ભરેલી છે. “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ”. એને સાચા જ્ઞાની ખટકે છે. એ જ્ઞાનીની સમીપમાં જાય નહિ અને જ્ઞાની ન આવે તો મારી દુકાન બરાબર ચાલે. જ્યાં સુધી સાચા જ્ઞાની હશે ત્યાં સુધી મારો ભાવ નહિ પૂછાય તેથી જ્ઞાની ન હોય તો સારું આવું જે થાય તે જ્ઞાનીનો દ્રોહ કહેવાય. એક ગુરુ ભગવંત એમના શિષ્યને હિત શિક્ષા આપે, પણ શિષ્યને એ ટકટકારો લાગે. ગુરુ પ્રત્યે એના હૃદયમાં દ્વેષ વધતો ગયો. એક વખત તેઓ યાત્રા કરવા ગયા હતા. યાત્રા કરીને પર્વત ઉપરથી નીચે ઊતરતા હતા. શિષ્ય ગુરુ ઉપર પાછળથી મોટો પત્થર રગડાવ્યો. ગુરુ કુશળ હતા, ખસી ગયા, ને બચી ગયા પણ શિષ્ય ગુરુનો દ્રોહ કર્યો. ગુરુએ કહ્યું કે તારા આવા ભાવથી તું પતન પામીશ, ને એ કુલવાલક શિષ્ય એકલો રહ્યો ને પતન પામ્યો આ થયો જ્ઞાનીનો દ્રોહ. જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય તે ભગવાન મહાવીરની પાસે છ-છ મહિના રહેવા છતાં સંગમ પોતે પોતાનો સંસાર વધારી રહ્યો છે. જે નિમિત્તે તરાય તે નિમિત્તે આ જીવ કર્મ બાંધે છે. સાર શું આવ્યો ? “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ”. જ્ઞાની કહેવડાવતાં વિચાર કરજો અને જ્ઞાનીની અવહેલના પણ ન કરશો. તમને પોતાને પણ ખબર પડશે કે અંદર મોહ છે કે નહિ? આ જોઈ લેજો. આ મારો આશ્રમ, આ મારા ભક્તો, આ મારો સંપ્રદાય, આ મારો ઉપાશ્રય, આ મારા ચેલા. દીકરા દીકરીનો મોહ છોડયો તો અહીં નવી ઉપાધિ અને નવી માયા થઈ. સ્ત્રી કુટુંબ પુત્ર પરિવાર તે દેખાય તેવી મોટી માયા, પરંતુ શિષ્ય, મંદિર, આશ્રમ આ ઝીણી માયા. મોટી માયા છૂટે, ઝીણી માયા કોરી ખાય. લોકો લીસ્ટ રાખે છે કે મારે કેટલા શિષ્યો છે, પછી ગુરુપૂર્ણિમા હોય ત્યારે જોવે કે કોણ કોણ નથી આવ્યા ? પછી વોરંટ છૂટે કે કેમ ન આવ્યો? આ જ્ઞાની નથી. અંતરમાંથી મોહ છૂટયો નથી તે પામર પ્રાણી છે. પરમકૃપાળુદેવે મધુર ભાષા વાપરી કહ્યું કે તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે. આ ૧૩૭મી ગાથામાંથી તારણ કાઢજો તમને કોઈ વખત થાય કે અમે જ્ઞાની થઈ ગયા છીએ, તો પગે પડીએ છીએ, પણ જો જો, અંદર મોહ છે ખરો? કષાયો અને વિકારો છે For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ ખરાં? મીઠાઈનો ટૂકડો સામે આવે તો પાણી છૂટે છે ખરું? કોઈ પદાર્થને જોતાં અંદર આકર્ષણ થાય છે? ઘેલછા જાગે છે? કોઈ બોલ્યું હોય તો અંદર ખટકે છે ખરું ? અને કોઈ અપમાન કરે તો મારવા દોડું તેમ થાય છે ? એવું થતું હોય તો સમજી લેજો કે આ માત્ર વાતો જ છે. વાતોથી કંઈ વળતું નથી. હવે પછી ૧૩૮ મી ગાથા જોવાની છે. તેમાં સાત ખજાનાની વાત છે. મુમુક્ષુનો વૈભવ છે. સાત સૂત્રો પૂરાં કરવાનાં છે આ સાતે સાત સૂત્રો જીવનમાં જોવા જેવા છે કે મુમુક્ષુ કેવો હોય? સૌ પોતાને મુમુક્ષુ સમજે છે. અહીં તો બધા મુમુક્ષુઓ છે. સભામાં તો બધાને મુમુક્ષુ ભાઈઓ અને બહેનો ! એમ કહેવું જ પડે, એમ તો ન કહેવાયને કે પાંચથી છ મુમુક્ષુઓ છે, બીજા બધા નહિ. ચાલો, “હોય મુમુક્ષુ જીવ તે પામે અવશ્ય મોક્ષ'. મુમુક્ષતા અદ્ભુત અવસ્થા છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬ ૩ પ્રવચન ક્રમાંક - ૧૦૯ ગાથા ક્રમાંક - ૧૩૮ દયા અને શાંતિનું તાત્વિક સ્વરૂપ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૧૩૮) ટીકા - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૮) સમાપ્તિનાં અંતિમ સૂત્રો એકાગ્ર બનીને, તન્મય બનીને, સ્વસ્થ અને જાગૃત બનીને, આળસ, નિદ્રા, બેદરકારી દૂર કરીને સમજીએ અને વિચારીને જીવનમાં ઉતારીએ. શંકરાચાર્યજીએ એક સ્તોત્રમાં કહ્યું છે કે જગતમાં ત્રણ વસ્તુઓ દુર્લભ છે અને તમને નવાઈ લાગશે કે તમારા લીસ્ટમાં જે વસ્તુઓ છે તેમાંની આમાં એક પણ નથી. પૈસો, ડોલર, સોનું, ચાંદી, હીરા માણેક, મોતી, ગાડીઓ, મકાનો, મહેલાતો જાત જાતના શેર એવું કંઈ નથી. કુટુંબ, સાજન સંબંધીઓ, માન, પ્રતિષ્ઠા, મોભો એવો એક પણ શબ્દ નથી. તેમને એ દુર્લભ નથી લાગ્યું. આ બધું કોમન છે. નાના હોય ત્યારે રૂપ, બળ, બુદ્ધિ, આવડત એ પણ હોય પરંતુ તેમાં પણ અસાધારણતા નથી. બત્રીશ વર્ષની ઉંમરે શંકરાચાર્યજીએ દેહ ત્યાગ કર્યો. તેમણે નવ વર્ષની ઉંમરે ઉપનિષદ્ ઉપર ટીકા લખી. ૧૨ વર્ષની ઊંમરે એમણે બ્રહ્મસૂત્રો રચ્યાં. આવા શંકરાચાર્યજીએ કહ્યું કે અમારી પરિભાષામાં ત્રણ વસ્તુઓ દુર્લભ છે. એક મનુષ્યત્વ દુર્લભ. આ દેહની કિંમત થઈ શકે તેમ નથી, બીજું મહાન પુરુષનો યોગ દુર્લભ છે અને ત્રીજું મુમુક્ષુતા દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. (૧) છ ખંડનો માલિક ચક્રવર્તી પોતાની તમામ સંપત્તિ આપી દે તો પણ માનવજીવનના એક ક્ષણની પણ કિંમત થઈ શકે તેમ નથી. આખા જીવનની વાત તો જવા દો. આખું જીવન નહિ, એક ક્ષણ. આપણે તો કલાકો, દિવસો, અને વર્ષો ગુમાવીએ છીએ. કયાં ગયા હતા? ચોપાટી. શું કરી આવ્યાં ? ભેળપુરી ખાઈ આવ્યાં. તમને વિચાર નથી આવતો કે આટલું કિંમતી જીવન આ માટે છે ? છ ખંડની સંપત્તિ આપો તો પણ જેનું મૂલ્ય ન થાય એવી કિંમતી પ્રત્યેક ક્ષણ છે. મનુષ્યત્વ દુર્લભ છે. આ મનુષ્યદેહમાં તીર્થકરોનો ભેટો થાય છે. આ દેહમાં જ્ઞાની અને સંત પુરુષોનો ભેટો થાય છે. આ મનુષ્ય જીવનમાં મોક્ષની વાત સાંભળવા મળે છે. આ મનુષ્ય જીવનમાં તમામ આધ્યાત્મિક ક્ષેત્રો સર કરી શકાય છે અને આ માનવજીવનમાં અનાદિકાળનો સંસાર પણ સમાપ્ત કરી શકાય છે. રાગ દ્વેષનો ક્ષય કરી શકાય છે. આવી ક્ષમતા For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્રમાંક-૧૩૮ અને સામર્થ્ય જે જીવનમાં છે તે મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે. (૨) એથી દુર્લભ મહાન પુરુષનો યોગ છે. બાકી બધા સગા સંબંધીઓ, કુટુંબીજનો તો મળશે. શાતા પણ આપશે અને કોઈ વખત ઉકાળા પણ કરાવશે તેવું બની શકે. આવા સંજોગો મળે છે. પ્રાપ્ત પણ થાય છે, પરંતુ મહાન પુરુષોનો યોગ પ્રાપ્ત થતો નથી. આ મહાન પુરુષ શબ્દ મઝાનો છે. મહાન એટલે પરમાત્મા. સાક્ષાત્ પરમાત્મા જેણે અનુભવ્યા છે, એવો અનુભવ કરીને જે આ મનુષ્યદેહમાં જીવી રહ્યો છે તેવા પુરુષને મહાન પુરુષ કહેવાય. એને પરબ્રહ્મ પરમાત્માનો ટચ થયો છે, એને મિલન થયું છે, એને પરમાત્મા સાથે જોડાણ થયું છે. “હે સખી ! મેં આ આંખેથી પરમાત્માને દીઠા, દીઠા તો લાગ્યા મીઠા, અમૃતથી પણ મીઠા. તેની પાસે અમૃતની મીઠાશ તો કંઈ નથી. આ મીઠાશ જેણે અનુભવી, જેણે જોયા, ટચ થયો, જેમને સ્પર્શ થયો તે મહાપુરુષ છે. તમે એ ન જોશો કે તે કેટલાં શાસ્ત્રો ભણ્યો છે ? તમે એ ન જોશો કે ઉંમર કેટલી છે ? તમે એ ન જોશો કે દાઢી કેટલી લાંબી છે? કંઈ ન જોશો. આ ધંધાકીય વ્યવસ્થા છે, પણ આ મહાપુરુષ છે કે જેનામાં પરમાત્મા બીરાજ્યા છે. તે હાલતો ચાલતો પરમાત્મા છે અને તેનો ભેટો થવો દુર્લભ છે. (૩) એથી પણ અત્યંત દુર્લભ છે મુમુક્ષુતા, મનુષ્યત્વ અને મહાન પુરુષના યોગ કરતાં મુમુક્ષતા અત્યંત દુર્લભ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેનું લાઇસન્સ તે મુમુક્ષુતા. એરપોર્ટ પર જાવ તો પાસપોર્ટ બતાવવો પડે. ન હોય તો પરવાનગી ન મળે. ટીકીટ પણ લાઈસન્સ છે. મુમુક્ષુતા વગર જેણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તેણે અંધાધૂંધી મચાવી છે. એ બીઝનેસ છે. અમેરિકામાં કરોડો ડોલરનો ધંધો ધ્યાનનો છે. ધ્યાન અને ડોલરને શું લેવા દેવા છે? એક ભાઈ અમેરિકાથી આવેલા, તેઓ કહેતા હતા કે અમારા ગુરુ મહારાજ પાંચસો ડોલર લઈ ધ્યાન કરાવે છે. ધ્યાન પાંચસો ડોલર જેવું જ હોય ને? મુમુક્ષુતા વગરના અનધિકૃત માણસે અધ્યાત્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, એ અનધિકૃત પ્રવેશ, માટે આટલી અંધાધૂંધી, આટલા મતમતાંતરો અને આટલા મતભેદો, આટલા વિવાદો અને આટલા કલેશો છે. | મુમુક્ષુનો અર્થ બહુ ગંભીર રીતે વિચારવામાં આવે તો રોમે રોમમાંથી જેને મોક્ષની તાલાવેલી જાગી છે તે મુમુક્ષુ. કંઈ પણ ન જોઈએ, પ્રભુ ! અમારે મોક્ષ સિવાય કંઈ પણ ન જોઈએ. નિત્યાનંદજી વૃક્ષ નીચે બેઠા છે અને મહાદેવજી તેમની ભકિતથી પ્રસન્ન થઈ પ્રગટ થયા છે. કૈલાશ છોડી હું તમારી પાસે આવ્યો છું. ભગવાન કહે કિંમતીમાં કિંમતી ચિંતામણી રત્ન હું તને આપવા આવ્યો છું. આના વડે જે માગો તે મળે. નિત્યાનંદજી હાથ જોડી કહે છે કે આપે કૃપા કરી, આપ પધાર્યા, દર્શન આપ્યા, ધન્યવાદ ! એ રત્ન આપ આપની પાસે રાખો, મારે ન જોઈએ. આપી શકતા હો તો મને મોક્ષ આપો. મોક્ષ સિવાય મને કંઈ ન ખપે. આવી જેને મોક્ષ વિષે તીવ્ર તાલાવેલી છે તેને કહેવાય મુમુક્ષુ. જન્મ મરણ ટાળવા છે, આ ધગશ જેને જાગી છે તેને કહેવાય મુમુક્ષુ. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬ ૫ મૃગાપુત્ર કહે છે મા ! તારા ખોળામાં હું રમ્યો, તેં મને રડતો છાનો રાખ્યો. તે મને ઊછેર્યો. માથા ઉપર હાથ ફેરવ્યો. વહાલથી મને નવરાવ્યો, સ્નેહથી ખવરાવ્યું, હવે મારી એક જ ઝંખના છે કે કોઈના ખોળામાં મારે રમવું ન પડે. મદાલસા તેના બાળકોને કહેતી હતી કે તમારે અને મારે ઋણાનુબંધ છે. તમે મારે ત્યાં આવ્યાં છો. હું તમારી સાચી મા ત્યારે કહેવાઉં કે તમને એવી કેળવણી આપું કે તમારે ફરીથી જન્મ લેવો ન પડે. આ મદાલસા અને તેની મુમુક્ષુતા. કેટલી વખત અહીં મે તમને કહ્યું છે કે નાની ઊંમરના ગજસુકુમાર ભગવાન નેમનાથની દેશના સાંભળીને કહે છે મા ! હવે સંસારમાં નહીં રહેવાય. તમને ધન્યવાદ છે, કેવી ઝીંક ઝાલી રહ્યા છો ! કેટલા સ્વાધ્યાયકારો અર્થી આવ્યા પણ તમે મચક આપતાં નથી. રંગ છે તમને, બહાદૂર અને શૂરવીર છો. સ્વાધ્યાયકારો થાક્યા હશે, પણ આ બંદા થાક્યા નથી. ગજસુકુમાર કહે છે મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. મા! કોઈ દુઃખ નથી પણ ભગવાન નેમનાથનો નાનો ભાઈ છું. તારા જેવી મા છે. મારું સગપણ જેની સાથે થયું છે તે સ્વર્ગની અપ્સરા જેવી છે. આવી સંપત્તિ અને વૈભવ હોવા છતાં મારાથી નહિ રહેવાય. કર્મ મને ખટકે છે. મને રાગદ્વેષ અને જન્મ મરણ ખટકે છે. મા કહે છે, મારા કલેજાના કટકા ! મારી આંખના તારલા ! તારે આધારે તો મારે જીવવાનું છે. તું મને મૂકીને જઈશ? પણ તારો માર્ગ સાચો છે. હું રડીશ તો મારા મોહના કારણે અને દુઃખ પણ થશે તે તારા મોહનાં કારણે પણ તારા હૃદયમાં આજે જે કંઈ ઊગ્યું છે તે બદલ તને ધન્યવાદ છે. મા ! આશીર્વાદ આપો અને ગજસુકુમારની માએ આશીર્વાદ આપ્યા કે બેટા ! ભગવાન નેમનાથનાં ચરણોમાં જઈને પરીષહોનો જય કરજે, એવું તપ કરજે, એવું ધ્યાન કરજે, એવી સાધના કરજે, એવી ઉપાસના કરજે, એવા ચારિત્રનું પાલન કરજે કે હવે કોઈ માને રોવું ન પડે. મુમુક્ષતા પ્રાપ્ત થાય પછી જ ભક્તિનો પ્રારંભ થાય. પછી જ્ઞાન, પછી જ સ્વાધ્યાય, પછી જ તીર્થયાત્રા અને પછી ધ્યાન. ચા, દૂધ મીઠાઈ વિગેરેમાં ગળપણ તે કોમન ફેકટર, તેમ બધી સાધનામાં મુમુક્ષુતા કોમન ફેકટર. આધ્યાત્મિક ક્ષેત્રમાં મુમુક્ષતા પ્રાપ્ત કરવાની. જો મુમુક્ષતા ન હોય તો સાધનામાં રંગ નથી જામતો. જે મુમુક્ષુ છે તેને કયાંય પણ કઠિનતા કે મુશ્કેલી ન પડે, તેને માર્ગ ન મળે તેવું ન બને. તેને તો તમામ તાકાત વાપરીને માત્ર મોક્ષ જ મેળવવો છે. કૃપાળુદેવે ૧૩૮મી ગાથામાં મુમુક્ષુનાં લક્ષણો બતાવ્યા છે. આટલા લક્ષણો જેનામાં હોય તે મુમુક્ષુ. કોમન ફેક્ટર એક જ તીવ્રપણે મોક્ષની અભિલાષા. તેને મોક્ષ સિવાય કિંઈ જોઈતું જ નથી. તમે સામેથી આપો તો પણ નહિ. કેવી મસ્તી ! કેવી ખુમારી હશે ! જાકુ કછુ ન ચાહિયે, વો શાહનકા શાહ'. જેને કંઈ જોઈતું નથી તે બાદશાહનો પણ બાદશાહ છે. માત્ર મોક્ષ જોઈએ, આવી તીવ્ર તાલાવેલી જેને જાગી છે, રોમે રોમમાંથી સાડા ત્રણ કરોડ રોમમાંથી એક જ ઝણકાર કે મારે માત્ર મોક્ષ જ જોઈએ છે. આવા મુમુક્ષુ, તેના સાત સૂત્રો, ગુણો વિચારીએ. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા માંક-૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદા સુજાગ્ય. આવા ગુણો મુમુક્ષુના ઘટમાં હોય, ભીતરમાં હૃદયમાં હંમેશા વણાઈ ગયા હોય. “એહ સદા સુજાગ્ય.” એ જાગૃત હોય. જેમ અખંડ દીવો બળતો હોય તેમ મુમુક્ષુના ભીતરમાં સાતે સાત તત્ત્વો જાગૃત હોય. અંબાલાલભાઈએ લખ્યું છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આ ગુણો મુમુક્ષુના ઘટમાં સદા જાગૃત (સુજાગ્યો હોય અર્થાત્ આ ગુણો સિવાય મુમુક્ષુપણું હોય નહિ. આ ગુણો જેનામાં હોય તે મુમુક્ષુ અને મુમુક્ષુતા જેનામાં હોય તે શ્રેષ્ઠ પાત્ર. અંતરમાં મોહ રાખી મોક્ષની વાત કરે તે મુમુક્ષુ નથી. શિષ્ય પૂછે છે કે ખરેખર મુમુક્ષુ કેવો હોય ? ૧૩૭ મી ગાથામાં આપે કહ્યું કે મુખથી જ્ઞાનની વાતો કરે અને અંદરમાં મોહ હોય તે મુમુક્ષુ ન કહેવાય. તો હે ગુરુદેવ ! એ મુમુક્ષુ કેવો હોય ? બે લક્ષણો છે. જેને આત્માની ઝાંખી થઈ છે, સાક્ષાત્કાર થયો નથી પણ ઝાંખી થઈ છે, ભણકાર આવ્યો છે, સ્વીકાર થયો છે, ચેતનામાં આંદોલન આવ્યું છે, સ્વીકૃતિ થઈ છે, હકાર આવ્યો છે અને મોક્ષે જવાની તાલાવેલી લાગી છે તે મુમુક્ષુ કહેવાય. પહેલો ગુણ – મુમુક્ષુનો પહેલો અલંકાર તે દયા. તમે ઘણી વખત કહો છો ને કે મને તારી દયા આવે છે. આ કોણ જાણે તમે શું સમજીને કહો છો ? પાણી ગાળીને પીવું જેથી જીવની હિંસા ન થાય, આ દયા છે, દયાનો વ્યાપક અર્થ છે પણ દયાનો મર્મ જુદો છે. પહેલી વાત તો આત્મા શું છે તે તેણે જાણ્યું ન હતું. અનંતકાળમાં જાણ્યું ન હતું. હવે ધન્ય દિવસ અને ધન્ય ઘડી આવી, સદ્ગુરુ મળ્યા અને અદ્ભુત પળ આવી અને એ પળે આત્મા છે તેમ જાણ્યું પણ જાણ્યા પછી તે આત્માને કેમ બચાવવો, દુઃખમાંથી કેમ મુકત કરવો તેવી પીડા થઈ તેને કહેવાય છે દયા. આત્મા છે તેમ પહેલાં જાણ્યું જ ન હતું. બહુ દુઃખની વાત, ૨૦૦ થી ૫૦૦ માઇલ છેટો હોય કે દિલ્હી કે કલકત્તા જેટલો દૂર હોય તો બરાબર કે નથી જાણ્યું પણ આત્મા તો નિકટમાં નિકટ છે, પોતે જ આત્મા છે. પોતે આત્મા હોવા છતાં પોતે આત્માને જાણ્યો નહિ, એ વિચાર આવતાં મનમાં ગ્લાનિ થાય તેનું નામ દયા. કેવી વાત છે કે પોતે પોતાને જાણ્યો નહિ અને જાણ્યું ત્યારે ખબર પડી કે આત્મા તો પરમાત્માની જાતિનો છે. શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું કે તું વાણિયો કે બ્રાહ્મણ નથી પણ પરમાત્મા એટલે બ્રહ્મની જાતિનો છે, સિદ્ધોની જાતિનો છે. આવો હોવા છતાં તને લાચારપણું ! આટલો પામર ! તારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય છે. આટલો વૈભવ તારી પાસે હોવા છતાં તું આટલો કંગાળ કેમ ? આવો વિકારી, લાચાર અને દીન કેમ? આ વિચાર અંદર આવતાં જે પીડા થાય તેને કહેવાય છે આત્મદયા. તેને એમ થાય કે અનંતકાળમાં જન્મ મરણ કરી મેં મારા આત્માને ઓછું દુઃખ નથી આપ્યું. બીજાને દુઃખ આપ્યું હશે એ તો ખરું પણ એના For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૭ કરતાં ગંભીર વાત કે અનંતકાળથી મેં મારા આત્માને જન્મ મરણ કરાવી કરાવી દુઃખી કર્યો છે. રાગ દ્વેષે ભર્યો, મોહ વેરી નડડ્યો, લોકની રીતિમાં ઘણુંયે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષય માતો, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે. આ મારી કથા છે. રાગ, દ્વેષ અને મોહથી ભરેલો, વિકારોથી ભરેલો, વિકારોથી સળગતો, ક્રોધથી ધમધમતો, અને વેરની આગ ઓકતો છું. આ વિચાર કરતાં અંદરથી જે પીડા થાય તેને કહેવાય છે આત્મદયા. જગતમાં જીવોની દયા તો રાખજો, તે રાખવી સહેલી છે પણ જેને આત્માની દયા નથી તે જગતના જીવોની દયા રાખી શકે નહિ. સમજાય છે ? એટલે કહ્યું કે હજુ પણ મારામાં વિભાવ છે. “પરપરિણામિકતા અછે, જે તુજ પુગલયોગ હો મિત્ત'. હું પુદ્ગલ તરફ દોડ્યો, હું ધન તરફ, સત્તા તરફ, સ્ત્રી તરફ દોડ્યો, પુરુષ તરફ દોડ્યો અને દોડતો જ રહ્યો. ખાવા માટે, ભોગવવા માટે, લેવા માટે દોડ્યો અને હું મને ભૂલી ગયો. મેં જ મને ખોયો. આત્માને મેં રાંક બનાવ્યો. આ આત્મા સાથે તમે કેવું વર્તન કરો છો ? તે જરા સમજો. આત્માને રાગી બનાવ્યો, દ્વેષી બનાવ્યો. આવી આત્માની મેં કિંમત કરી ! આ વાત સમજીને અંદરમાં જે પીડા થાય, પછી આત્માને મુકત કરવાની જે પીડા જાગે તેને કહેવાય છે દયા. “પર વસ્તુમાં નહિ મૂંઝવો, તેની દયા મુજને રહી'. પર વસ્તુમાં જીવ મુંઝાઈ જાય છે, પૈસામાં, સત્તામાં, પર વસ્તુને ભોગવવામાં, વિષયોમાં, વિકારોમાં, પાન મસાલા અને બીડી તમાકુમાં, પાણીપુરી, રગડા પેટીસમાં. અલ્યા ! ચૈતન્યમૂર્તિ ભગવાન તું છો અને આમાં મુંઝાઈ ગયો? એમાં તું લાલચ અને આસક્તિ કરે છે? પુદ્ગલમાં તું જાય છે? તને વિચાર નથી આવતો કે તું શું કરી રહ્યો છે ? આવો વિચાર આવતાં એમાંથી આત્માને મુકત કરવાનો ભાવ જાગે તેને કહેવાય મુમુક્ષુતા. આ નિશ્ચયનયની દયા છે, આવી દયા પ્રગટ થાય ત્યારે બીજી વાત પણ પ્રગટ થાય કે મારે જન્મ મરણ ટાળવાં છે અને મારાં ટળે તેમ જગતનાં તમામ જીવોનાં પણ ટળી જાય. આ દયાનો વિસ્તાર થયો. જગતના જીવોને તમે રોટલાં આપો, કપડાં આપો, વસ્તુ આપો, દવા અને ઔષધ આપો, આ દ્રવ્ય દયાનું કામ છે પણ જન્મ અને મરણ ટળે, તેવી અવસ્થા તેને પ્રાપ્ત થાય, તે સૌથી મોટો લાભ છે. જન્મ મરણ જો ટાળવાં હોય તો ધર્મથી જ ટળે. બીજા કશાથી ન ટળે માટે હું ધર્મના શરણે જાઉં છું. એવું ધર્મનું શરણું જેણે લીધું છે તેને કહેવાય છે આત્માની દયા. કંઈ લીંક પકડાય છે કે શું કહેવાઈ રહ્યું છે ? આ જગતનાં જીવો ધર્મ પામે અને પોતાને છૂટવાના સાધનો પ્રાપ્ત થાય, સત્સંગ, સંતપુરુષ, જ્ઞાની પુરુષ તેને હિતકર લાગે, એ તેને ગમે અને પ્રિય પણ લાગે, એમાં જ રાચ્યો રહે. મીરાંબાઇએ ગાયું છે, સાધુ સંગ બૈઠ બૈઠ લોકલાજ ખોઇ, અબ તો મેરે ગિરધર ગોપાલ ! દૂસરા ન કોઈ. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્યાંક-૧૩૮ આ દયા. સત્સંગ ગમે છે, બીજાને પણ રુચે તેવી ભાવના રહે છે અને એ કરતાં પણ મોક્ષની ભાવના થાય એવી આત્માની અનુકંપા તેને કહેવાય છે દયા. સમ્ય દર્શનનાં પાંચ લક્ષણો : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. તેમાં અનુકંપા તે સૌથી મોટું લક્ષણ છે. આત્મા જન્મ મરણથી મુક્ત થાય એ પ્રકારની ભાવના જેનામાં જાગે અને તે પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવા મહેનત કરે તેને કહેવાય છે આત્મ દયા. પહેલાં આત્માની દયા. એટલા માટે કહ્યું કે જેનામાં આવા પ્રકારની આત્મ દયા જાગશે તે મુમુક્ષુ આત્માને જન્મ મરણ કરવા પડે, એવું કોઈ કાર્ય નહિ કરે. એ રાગ દ્વેષ કે કષાય નહિ કરે. વિકારો, વિકલ્પો, દુષ્કર્મ, પાપ, અનાચાર કે અનીતિ નહીં કરે. એ હિંસા અને દ્વેષ નહિ કરે. કંકાસ નહિ કરે, બીજાને પરેશાન નહિ કરે, દુઃખ નહીં આપે. મારે મારા આત્માને દુઃખી કરવો નથી. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ એને ઓળખો ! જેમ કોઈ માણસ ગર્જના કરી કહેતો હોય તેમ શ્રીમદ્જીએ સિંહગર્જના કરી કહ્યું. આગ લાગી હોય ઘરમાં અને ઘરમાં દાબડો રહી ગયો હોય તો બૂમ પાડે કે દાબડો રહી ગયો, બચાવો, બચાવો. પોતે જતો નથી પણ કોકને કહે છે એ જેમ તેને ચિંતા થાય છે તેમ આત્માને તારો અને બચાવો. સ્કંદક અણગાર કહે છે, પ્રભુ ! આ સંસાર જન્મથી, જરાથી, મૃત્યુથી; આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સળગતો છે. એવા સંસારમાંથી મારે મારા આત્માને બચાવી લેવો છે. સાત મજલાનો મહેલ હોય, હવે તો સાત મજલા જૂના અને ઝૂંપડા જેવા થઈ ગયા, હવે તો સો માળનાં મકાનો આવી ગયાં. અઢળક સંપત્તિ હોય, અને અચાનક મહેલમાં આગ લાગે તો તમે શું લઈને ભાગશો? શું બચાવશો? વજનમાં હળવું અને કિંમતમાં ભારેમાં ભારે હીરા માણેકથી ભરેલો દાબડો લઈને ભાગશો. પ્રભુ ! આ સંસાર તો આધિ વ્યાધિથી સળગતો છે. તેમાંથી મારે મારા આત્માને બચાવવો છે. માટે પ્રભુ ! મારે તમારા સંગની જરૂર છે. અરે આત્મ તારો, આત્મ તારો ! શીધ્ર એને ઓળખો.” શીધ્ર શબ્દ વાપરીને કહે છે કે અનંતકાળ ગયો. હવે રાહ જોશો નહિ. તમે તો કહેશો કે બધું ઘડપણમાં કરવાનું અને ઘરડાઓને થાય કે અમે મોડા પડ્યા. આ સમજણ પહેલા આવી હોત તો ? પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી. આવો ભાવ અંતરમાં આવવો તેને કહેવાય છે દયા. આવી દયા આવશે તો જીવનમાં ભકિત પ્રગટશે. સદ્ આચરણ આવશે. આવી દયા આવશે તો વિભાવ છૂટશે. રાગ દ્વેષ ટળશે અને કષાયો શાંત થશે. વાસનાની આગ ઓલવાઈ જશે, આ દયા. દયા આ કામ કરશે. બીજી વાત એ કે જગતમાં તમે એકલા નથી. જગતમાં અનંત જીવો છે અને અનંત જીવો સાથે રહેવાનું છે. ભગવાન એમ કહેતા હતા કે જેટલું તમારું જીવન તમને વહાલું છે તેટલું ઝીણામાં ઝીણા જંતુને પણ પોતાનું જીવન વહાલું છે. તમે કીડીને પકડવા જાવ તો જેટ વિમાનની ઝડપે દોડે છે, તેને ભય લાગે છે કે કોઈ મારી નાખશે તો ? સર્વ જીવો જીવવા ઈચ્છે છે. સૌ સુખને ઇચ્છે છે. દુઃખને કોઈ ઇચ્છતું For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૬૯ નથી. તમે આનંદથી જીવો, શાંતિથી અને ગીત ગાતાં ગાતાં જીવો. હસતાં હસતાં જીવો. બીજાને પણ સુખેથી જીવવા દો. બીજાને પીડા આપ્યા વગર જીવવું છે એવી જીવન જીવવાની શૈલી તેને દયા કહેવાય. તુલસીદાસજીએ કહ્યું કે દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડિયે, જબ લગે ઘટમેં પ્રાણ. પરમકૃપાળુદેવે કહ્યું કે દયા ન હોય તો ધર્મ ન હોય અને દયા હોય તો જ ધર્મ હોય. પુષ્પ પાંખડી જયાં દુભાય, ત્યાં જિનવરની નહિ આણાય'. શાક સમારતાં સમારતાં આંખમાં આંસુ આવે છે. કંઈ સમજાણું ? કૃપાળુદેવ શાક સમારી શકતા ન હતા. મા પૂછે છે, બેટા ! આંખમાં શું થાય છે? તો કહે, મા ! શાક સમારી શકાતું નથી. વેવલા નથી, ઢીલા પોચા નથી. અંદરથી વ્યથા થાય છે. તેમને થાય છે કે હું બીજા જીવોને પીડા આપી રહ્યો છું. ચાલો, બોલો, બેસો, જે કંઈ ક્રિયા કરો તે સમજપૂર્વક અને જયણાપૂર્વક કરો. ગીત ગાતાં ગાતાં જીવો પણ કોઈના જીવનમાં આગ લગાડશો નહિ. ધર્મનું મૂળ દયા છે. ભગવાન પાર્શ્વનાથ કમઠને કહે છે “જીવદયા ન હુ જાનતે, તપ ફોગટ માયા'. આ જીવદયા જાણતા નથી અને તપસ્વી થઈને બેઠા છો. કાન કુંકાવાથી યોગી ન થવાય, અન્ય જીવોને પીડા ન થાય તેની કાળજી રાખી, ક્ષણે ક્ષણે જીવવું, એવી ચેતનાની અવસ્થાને કહેવાય છે દયા. સમજવા કોશિશ કરજો. બીજા જીવોને દુઃખ આપશો તો ગુણાકાર સાથે પાછું આવશે. આ સિદ્ધાંત સમજાયો ? દુઃખ આવે ત્યારે રોવા બેસો છો. ઘણા તો કહે છે કે અમે મંદિર જઈએ છીએ, માળા ગણીએ છીએ, પૂજા કરીએ છીએ ને દુઃખ ? તું બીજાને દુઃખ દઈને આવ્યો છે તો દુઃખ ભોગવવું પડશે. દુઃખ આપણી પાસે જ કેમ આવ્યું ? બીજા પાસે કેમ ન ગયું ? તમે બહાદુરી અને પરાક્રમ કરીને આવ્યા હશો. તમે બીજાને કલેશ અને કંકાસ કરાવ્યો છે. બીજાને પીડા આપી છે. વારા પછી વારો, મારા પછી તારો અને તારા પછી મારો. માટે કહીએ છીએ કે સાસુ પણ કયારેક વહુ હતી. માટે ચેતજો. વહ કયારેક ચડી બેસશે. તમે કોને કહેવા જશો ? તમે સામાયિક અને માળા કરીને શું મેળવ્યું ? તમને જીવતાં નથી આવડતું. જે ઘરમાં શાંતિ અને સમાધાન નથી, ગંભીર અને ચડેલા ચહેરાઓ હશે અને કેમ જીવવું તે કળાનું પાલન નથી કરતો તે જીવદયા કરી શકશે નહિ. એક સિદ્ધાંત છે કે દુઃખ આપશો તો સામે દુઃખ ભોગવવું પડશે. તુલસીદાસે કહ્યું છે ને કે “તુલસી ! દયા ન છાંડિયે, જબ તક ઘટમેં પ્રાણ'. મહાભારતમાં પણ એક વાકય છે કે અમે તેને પંડિત અને જ્ઞાની પુરુષ કહીએ છીએ કે જે પોતે પોતાનામાં આત્માને જોવે છે, તેમ પ્રાણીમાત્રમાં આત્માને જોવે છે અને પ્રાણીમાત્ર સાથે પ્રેમથી અને દયાથી જીવે છે તેને અમે જ્ઞાની કહીએ છીએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું કે, અનંત જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એ છે કે જીવનમાં તમે કોઈને દુઃખ કે પીડા ન આપો અને એટલા જ માટે સૂત્ર આવ્યું કે “સર્વાત્મમાં સમદષ્ટિ દયો, For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા માંક-૧૩૮ આ વચનને હદયે લખો', યાદ છે ને સૂત્ર “અહિંસા પરમો ધર્મ' એમાંથી સૂત્ર આવ્યું કે દયા એ જીવનનો પ્રાણ અને એમાંથી સૂત્ર આવ્યું કે જગતમાં છ કાય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, જીવોની રક્ષા કરો, એ બધાને દુઃખમાંથી કોઈ બચાવનાર હોય તો ધર્મ છે. ધર્મને જગતના જીવો પ્રાપ્ત કરે એવો ભાવ અંદરમાં આવવો અને કહેવાય છે દયા. - પહેલું સૂત્ર - મુમુક્ષુ જ્યારે જીવન જીવશે ત્યારે આવું જીવન જીવશે. કોઈને દુઃખ પીડા નહિ આપે. કોઈને કલેશ કે સંતાપ નહિ કરાવે. કોઇને પરેશાન નહિ કરે, કોઈની સામે લાલ આંખ નહીં કરે. એ પ્રેમ આપશે, સદ્ભાવ આપશે, મીઠાશ આપશે, માધુર્ય આપશે. બીજો દુઃખી હોય તો માથે હાથ મૂકીને કહેશે કે દુઃખી ન થતો, હું બેઠો છું તારા માટે. ગટરમાં માણસ પડયો હોય તેનું કોઈ ન હોય અને મધરટેરેસા ત્યાંથી નીકળે તો એમ કહે તારું કોઈ નથી ? ચિંતા ન કર, હું તો છું ને ? તેને બેઠો કરી, નવરાવી સાથે લઈ જાય. જેનું કોઈ નથી તેના માટે હું છું. પરમકૃપાળુ દેવનું વાક્ય છે તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને ઓળખ્યાં નહિ. આ શ્રીમદજીની વાત છે. કેટલી સરળતા છે તેમનામાં? તેઓ કહે છે કે સત્ય, દયા અને ક્ષમાને ઓળખ્યાં નથી. ભગવાને બે પ્રકારની દયા કહી છે. સર્વજીવોની દયા અને આત્મદયા. સર્વ જીવોની દયા એટલે બીજા કોઈને દુઃખ આપવા અસમર્થ. આ બિચારો એવો છે કે કોઈને દુઃખી જોઈ શકતો નથી. અને ઘણા એવા હોય કે કોઈને સુખી જોઈ ન શકે. મુમુક્ષુ કોઈને દુઃખ આપી નહિ શકે, એ દુઃખ સહન કરશે, પોતે ભોગવશે. વિવેકાનંદ અમેરિકા જવાના હતા. અને મા શારદા પાસે આશીર્વાદ લેવા આવ્યા. મા ! આશીર્વાદ આપો, ધર્મપ્રચાર માટે અમેરિકા જાઉં છું. શારદામાને કસોટી કરવી હતી. દૂર ચડુ પડ્યું હતું, તેમણે કહ્યું કે સામે પડ્યું તે ચપ્પ લઈ આવ. ચપ્પ લોખંડનું અને પાછળ લાકડાનો હાથો હોય. નરેન્દ્ર ચપ્પ જોયું, ધાર તેજસ્વી હતી. નરેન્દ્ર ચપ્પ હાથમાં લીધું. માને હાથમાં લાકડાનો હાથો આપ્યો. ધાર પોતા બાજુ રાખી, એટલા માટે કે ધાર વાગે તો મને વાગે. માને પીડા થવી ન જોઈએ. આપણને આવો ખ્યાલ રહે? ચપ્પ બીજાનાં હાથમાં અને હાથો આપણા હાથમાં હોય. શારદા માએ કહ્યું, બેટા ! તું જ્યાં જઈશ ત્યાં તને સફળતા મળશે. કારણ કે તારા હૃદયમાં દયા ભરી છે, પ્રેમ ભરેલો છે. મુમુક્ષુ ધરતી ઉપર એવી રીતે જીવે છે કે કોઈને પીડા આપતો નથી. એ દેવ જેવો છે. બીજાની હાય લેતો નથી. તુલસી ! હાય ગરીબકી, કબ હુ ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય. કોઈની હાય ન લેશો. પૈસા જાય તો જવા દો. નુકશાન થાય તો થવા દો. શ્રીમદ્જી દયાળુ હતા, તેમણે કિંમતી દસ્તાવેજ ફાડી નાખ્યો. “આ દસ્તાવેજ છે માટે તમને દુઃખ છે For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૧ ને ? આ રાયચંદ દૂધ પીવે છે. કોઇનું લોહી નથી પીતાં’. આ પ્રસંગ યાદ કરો. કોઇને કલેશ ન થવો જોઇએ, મારે પૈસા જોઇતા નથી. મારે કોઇને કલેશ આપ્યા વગર જીવવું છે. એવી સાધના કરે તેને મુમુક્ષુ કહેવાય. પતિ પત્ની સિમલા ફરવા ગયાં. પતિને પગમાં કાંટો લાગ્યો, પતિએ બૂમ પાડી કે કાંટો લાગ્યો, પત્નીએ કહ્યું કે કાંટો ન લાગે તો શું લાગે ? આખી જીંદગી મને કાંટાની જેમ ખૂંચ્યા છો, કાંટો જ લાગે ને ? આ બધા પતિદેવો બેઠા છે, સમજી લેજો. કયારેય કોઇને ખૂંચશો નહિ. જે કોઇને સંતાપ ન આપે, કોઇની આંખમાં આંસુ લાવતો નથી તેને કહેવાય મુમુક્ષુ. કોઇની આંખનાં આંસુ લૂછે તે મુમુક્ષુ. કોઇની હાય ન લે તે ધરતી ઉપરનો દેવ નહિ ? બીજો દેવ કયાં જોશો? એ ચાલે, બોલે વિવેકથી. બીજાને શાતા આપે, સમાધાન આપે તે મુમુક્ષુ. શાંતિ: ઉપર જણાવેલી દયા જેના જીવનમાં આત્મસાત્ છે, તેના જીવનમાં આંદોલન ઉત્પન્ન થાય છે, એ આંદોલનનું અવતરણ જે થાય તેને કહેવાય છે શાંતિ. દયામાંથી શાંતિ આવે છે. જેની પાસે દયાનું ધન છે તેના જીવનમાં શાંતિ ઊતરે છે. એરકંડીશનમાં શાંતિ નથી. ત્યાં બળતરાનો પાર નથી. કાશ્મીરમાં પણ શાંતિ નથી. કોઇ રીસોર્ટમાં પણ શાંતિ નથી. જ્યાં બહાર નીકળો અને મેનેજર બીલ આપે ત્યારે થાય કે ન આવ્યા હોત તો સારું હતું. અંદરમાં બળતરા હોય તો શાંતિ કયાંય નહિ લાગે. શાંતિ તો અંદરથી આવે છે. બહારથી નથી આવતી. લોકો પૂછે છે કે શાંતિ છે ને ? મનમાં બળતરાનો પાર નથી પણ કહે છે, હા. પૂછનારાં અને કહેનારાં બધાં જ સરખાં છે. કોણ કોને કહે? ઠારો, બીજાને ઠારો. સંસારના તમામ તાપો સમાવવાની તાકાત જેનામાં આવી છે તેને કહેવાય છે શાંતિ. આ શાંત માણસ છે, અકળાતો નથી, ઉત્તેજિત થતો નથી, વ્યગ્ન કે વ્યાકુળ થતો નથી, તૂટી પડતો નથી, પૂરેપૂરો જાગૃત છે, સમર્થ છે પૂરો, શકિત છે પૂરેપૂરી, સાધન અને બળ છે પૂરેપૂરું પણ તેનામાં આવેશ નથી. આ કમજોર નથી. એક બહેન કરાટે શીખતાં હતાં. મેં તેને પૂછ્યું કે કરાટે શીખીને તું શું કરીશ? તો કહે ‘પરણ્યા પછી હું તેને સીધો કરી દઇશ.' જો જો મુશ્કેલી ન થાય! મુમુક્ષુને અંદરમાં પ્રગાઢ શાંતિ હોય, દુઃખ, પીડા, ભય, ચિંતા, વ્યથા, મૂંઝવણ, વ્યાકુળતા નહીં પણ તેને પચાવવાની શકિત. આવી શાંતિ સત્પુરુષોનાં ચરણમાં મળે છે. ત્યાં બોધ મળે છે, ત્યાં જ્ઞાન મળે છે, ત્યાં સમાધાન મળે છે. સર્વ ધર્મનું સાધન શાંતિ છે. સામાયિક નહિ કરી શકો, અશાંત હશો તો. લડીને મંદિરમાં ગયા હશો તો દર્શન કરવામાં શાંતિ નહિ મળે. દર્શન બરાબર નહિ થાય. એટલા માટે મંદિરમાં જતાં પહેલાં પાંચ મિનિટ પગથિયે બેસવું પછી અંદર જવું તેવો રિવાજ છે. આપણે ત્યાં પણ એક રિવાજ બહુ સારો છે. બહારથી કોઇ આવે કે તરત જ પાણી આપીએ છીએ. પહેલાં તે શાંત થાય પછી વાતો થાય. શાંતિ જીવનમાં જરૂરી છે. સકળ વિભાવ પરિણામથી નિવૃત્ત થવું તેનું નામ શાંતિ. આ કંઇ સમજાયું ? સકળ વિભાવ પરિણામ એટલે ક્રોધથી, માયાથી, For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્યાંક-૧૩૮ અહંકારથી, લોભથી નિવૃત્ત, વિકારો અને ઇચ્છાઓથી નિવૃત્ત એનું નામ શાંતિ. સૂયગડાંગ સૂત્રમાં એક ગાથા છે. જેમ ભૂતમાત્રને-પ્રાણીઓને પૃથ્વી આધારભૂત છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર શાંતિ છે. આવી શાંતિ મુમુક્ષુઓના જીવનમાં હોય છે. લાખો રૂપિયા આવે તો પણ શાંત અને જાય તો પણ શાંત. પાથરવા ગાદી મળે તો પણ શાંત અને કંતાનનો ટુકડો મળે તો પણ શાંત. કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ, કદી ઓઢવા શાલ દુશાલા, કદી ફરતા હશું નાગા. તો પણ શાંત, આ મુમુક્ષુ છે. ચઢાવેલું મોં તે મુમુક્ષુ નહિ, રોતા રોતા બોલે તે મુમુક્ષુ નહિ. મુમુક્ષુ તો એ છે જેને જોઈને રડતો માણસ હસતો થઈ જાય. અરે ! ત્યાં સુધી કહું છું કે આપઘાત કરવા નીકળ્યો હોય પણ રસ્તામાં મુમુક્ષુને જોવે તો થાય કે આપઘાત કરવો નથી. જીંદગી તો જીવવા જેવી છે. આવી શાંતિ અવતરે છે. સમાધિ તંત્રની ગાથા છે. यदा मोहात्प्रजायते रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ (३९) જે સમયે તપસ્વી અંતરાત્માને મોહથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે શુદ્ધ આત્મસ્વરૂપની ભાવના કરવી તેથી રાગ દ્વેષ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. ગાથાનો અર્થ એમ છે કે મોહનીયકર્મના ઉદયથી રાગ દ્વેષ થાય, તે જ વખતે જો આત્માનો વિચાર કરે તો આત્માને સઘન શાંતિનો અનુભવ થાય. અનાદિકાળથી રાગ દ્વેષ કરી કરીને મેં આત્માને દુઃખી કર્યો છે. હવે રાગદ્વેષ કરી મારે આત્માને દુઃખી કરવો નથી એમ સ્વીકાર કરી, આત્મા તરફ વળી જે અનુભવ કરે તેને કહેવાય છે શાંતિ. મુમુક્ષુ ઓળખાયો ? ચારે તરફ શાંતિ, શાંતિ, શાંતિ. શાંતિ જેનામાં ઊતરી હોય તેના જીવનમાં એક રસ પ્રગટ થાય છે, તેને કહેવાય છે સમરસ, ઉપશમ રસ, આ રસ ન્યારો છે. કોઈ દુકાને કે ફાઇવસ્ટારમાં શેરડીના રસની જેમ આ રસ ન મળે. તમારી પાસે બીજા રસો હશે પણ સમરસ છે ? શાંતિમાંથી જે રસ પેદા થાય તે સમરસ. સમરસ ભાવ બલા ચિત્ત જાક, થાપ ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘરકી બાતા, જોનેગો નર સોઈ ! અવધૂ નિરપક્ષ વિરલા કોઈ. સમરસ ભાવ એટલે માન અપમાન, સુખ, દુઃખ, ગમતું, અણગમતું, જન્મ મરણ, સંસાર, મોક્ષ, આ બધા વચ્ચે સમભાવ. લાઓસે વાતો કરતાં કરતાં વચમાં આંખ બંધ કરી દે. લોકો તેને પૂછે કે તમે આ શું કરો છો? બોલતાં બોલતાં આંખો કેમ બંધ કરો છો ? તો કહે કે હું એમ જોઉં છું કે ત્રાજવાની દાંડી વચમાં બરાબર છે કે નહિ ? દાંડી બરાબર વચ્ચે હોય તો બે પલ્લાં બરાબર થાય For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૩ ને? તેમ મારામાં સમતા બરાબર છે કે નહિ તે જોઉં છું. આંખો બંધ કરી, ક્ષણે ક્ષણે તપાસી લઉં છું. દયા આવે, તેમાંથી શાંતિ અવતરે અને શાંતિમાંથી જે રસ પ્રગટ થાય તેનું નામ સમરસ છે. “સમરસ ભાવ ભલા ચિત્ત જાકું થાપ ઉથાપ ન હોઈ'. પોતાની વાત મનાવવી, બીજાની વાત તોડવી, વાદ વિવાદ ઝગડા આ બધું તેનામાં ન હોય. ઉદાહરણ આપે છે કે દૂધનો ઉભરો આવે, તેમાં પાણી નાખો એટલે શાંતિ. પછી દૂધ ફ્રીજમાં મૂકો અને ઠરી જાય તેનું નામ સમતા. તમને ખ્યાલમાં આવ્યું ? સમતા એટલે ઠરવું. સમતા અદ્ભુત રસ છે. બીજું કંઈપણ ન હોય પણ આવી સમતા જો આવે તો મોક્ષ મળે છે. મુમુક્ષુનાં બે લક્ષણો વિચાર્યા દયા અને શાંતિ, સૌના જીવનમાં તે પ્રગટ થાય તેવી શુભકામના. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ 3७४ પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્રમાંક-૧૩૮-૧ પ્રવચન ક્રમાંક - ૧૧૦ ગાથા ક્રમાંક - ૧૩૮-૧ મુમુક્ષુતાના અવરોધક દુર્ગુણો તથા સમતા, ક્ષમા અને સત્યનું સ્વરૂપ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સજાગ્ય. (૧૩૮) પરમ આનંદનો અનુભવ જે સંતોએ કર્યો છે, જીવંતદશામાં પરમ સમાધિ જેમણે અનુભવી છે, તેથી જે તુષ્ટ છે, સંતુષ્ટ છે, આત્મરામી છે, આત્મામાં આરામ કરનારાં છે, સાથે સાથે તેમની ચેતનામાં એક કરુણાભાવ પણ વહે છે. આ કરુણાભાવ ન હોત તો આ શાસ્ત્ર ન હોત, સિદ્ધાંતો અને આગમો ન હોત, આ ધરતી ઉપર સંતોના શબ્દો પણ ન હોત. આ કરુણાભાવ એવો છે કે અમે જે પરમ શાંતિ અનુભવીએ છીએ, તેવી શાંતિ અને સમાધિ અનુભવવાની ક્ષમતા દરેક પ્રાણીમાં છે. દરેક પ્રાણી શાંતિ અને સમાધિ અનુભવી શકે છે, પરમ આનંદ ઝીલી શકે છે. આ જગત સામે જોઈએ છીએ તો જગત વ્યાકુળ છે, માણસ દુઃખી છે, પીડિત છે, મુંઝાયેલો છે, વ્યગ્ર અને વ્યાકુળ છે, ઉત્તેજિત અને અશાંત છે. કેમ ? શા માટે ? આ હોવું ન જોઇએ. આ જીવમાં, આત્મામાં અશાંતિ કે દુઃખ હોય નહિ, કારણ કે અશાંતિ અને દુઃખ આત્માનો સ્વભાવ નથી અને સ્વભાવ ન હોવા છતાં, હોય તો તે વિચિત્ર કહેવાય, તેના માટે શબ્દ વાપર્યો વિભાવ. સ્વભાવ છે પરમ આનંદ પરંતુ વિભાવને કારણે પરમ દુઃખ, પરમ અશાંતિ અને પરમ વ્યાધિ છે. આ ન હોત તો તમારે કયાંય જવું પડયું ન હોત ! રોજ સાધના કરવી ન પડત. સ્વાધ્યાય કે પૂજા પાઠ કંઈપણ કરવું પડત નહિ. કરવું પડે છે કારણ કે અનિવાર્ય છે. કારણ ? જીવની પાસે મૂડી છે, પ્રત્યેક જીવ પોતે સ્વતંત્ર ને સંપન્ન છે પણ તે સમજ અને તેનો અનુભવ નથી. દેવચંદ્રજી મહારાજે કહ્યું કે, કયું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીતી હો મિત્ત. પ્રભુ ! તમે જેવો અનુભવ કરો છો, એવો અનુભવ અમને કયારે આવશે ? તે વખતે પ્રભુ બોલતા હોય કે એ અનુભવ તારો હક્ક છે, એ અનુભવ તારો અધિકાર છે. તારે જે અનુભવ કરવો છે, તે કયાંયથી લાવવાનો નથી, મેળવવાનો નથી, આખો અકબંધ ખજાનો તારો છે અને મિત્ર ! એ ખજાનો આજે તારી પાસે છે તેમ નથી. અનંતકાળથી તું તારી સાથે ફેરવી રહ્યો છે. એ માણસને કેવો કહેવો કે જેની પાસે ગજવામાં લાખ રૂપિયા પડ્યા હોવા છતાં તે બીજા પાસે ભીખ માગી રહ્યો છે. જ્ઞાની પુરુષો કહે છે કે અનંતકાળથી આ ખજાનો તારી પાસે છે. નિગોદમાં પણ ખજાનો હતો અને આજે પણ છે. ત્યાંથી લાંબી યાત્રા કરી તું ખજાનો ફેરવતો રહ્યો, છતાં તને તેનો અનુભવ નથી. For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તે અનુભવના દ્વાર ઉઘાડનાર પરમ પરિબળને કહેવાય છે મુમુક્ષુતા. માત્ર વૈરાગ્ય કે ગમગીન ચેહરો રાખવો તે મુમુક્ષુતા નથી. સંસારનો અણગમો થાય તે મુમુક્ષુતા નથી. અંદરમાં એક અવસ્થા તેને પ્રાપ્ત થાય છે કે મારા જીવનમાં મારું અમૃત જે છે તેને હું કેમ અનુભવી શકું ? જ્ઞાનીઓ કહે છે કે તું અમૃતનો સાગર છે. ઉપનિષદમાં કહ્યું છે કે “અમૃતસ્ય :/’ અમે તો અમૃતનાં પુત્રો છીએ. અમારી પાસે અમૃતનો સાગર છે પણ અત્યારે વાતોમાં છે, પ્રતીતિ કે અનુભવમાં નથી. એ અનુભવમાં લાવવાનો ભાવ તે છે મુમુક્ષુતા. મુમુક્ષુ તો અનુભવ કરવા તત્પર થયો છે. એણે નિર્ણય કર્યો છે કે મારી ભૂલ સુધારી લઉં. મેં માન્યું હતું કે સુખ બહાર છે, આનંદ, શાંતિ બહાર છે. આજે મને સ્પષ્ટ ભાન થયું કે આ ખજાનો મારો છે, મારામાં છે, મારી પાસે છે. તાળામાં છે પણ ચાવી ખોવાઈ ગઈ છે. એ ચાવી મળવી જોઈએ. મને ખ્યાલ આવવો જોઈએ કે એ ખજાનો મારી પાસે છે. એના ઉપર લાગેલા તાળાનું નામ છે મોહ. મોહ નામના તાળાને ખોલવાની ચાવીનું નામ છે મુમુક્ષુતા. શું કરવું છે. આપણે જીવનમાં? આ તાળું ખોલવું છે? ખજાનો અંદર તૈયાર છે. - “નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો.” સંતો કેટલું કરુણાથી બોલે છે ! ભાષામાં કેટલું માધુર્ય છે ! ભાઈ ! તારી પ્રભુતા, તારી સાહ્યબી, તારી સંપતિ તારા ઘરમાં છે. બીજાના સંગમાં તું જાય છે તે ઠીક નથી. પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો. ચેતન ! શુધ્ધાત્માકુ માવો, ! તારા શુદ્ધ આત્માનું ધ્યાન કર. તારા સ્વભાવને તું ધારણ કર. પરમકૃપાળુ દેવે કહ્યું કે અરે આત્મ તારો, આત્મ તારો, શીઘ એહને ઓળખો.” શીધ્ર શબ્દ વાપર્યો છે, તેમને બહુ ઉતાવળ છે. તુરંત જ, ત્વરિત. આ આયુષ્યની દોરી કયારે ખેંચાઈ જશે તેની ખબર નથી. માટે સ્વભાવને ઓળખો. આ આપણો ખજાનો આપણે અનુભવી શકતાં નથી. સંતોના હૃદયમાં કરુણાનો એક ભાવ વહી રહ્યો છે. એના કારણે તેઓ જગતને સંદેશો આપે છે કે તમારા જીવનમાં તમે આત્માનો અનુભવ કરી શકો છો અને તે અનુભવ કરવાનો પ્રારંભ મુમુક્ષુતાથી થાય. શંકરાચાર્યજીએ મુમુક્ષુતાને કઠિન કહી છે, મુમુક્ષુતા પ્રાપ્ત થવી દુર્લભ છે. “હોય મુમુક્ષુ જીવ તે, પામે એહ વિચાર.' તમે વાત ગમે તેટલી કરી પણ જે મુમુક્ષુ જીવ હશે તે વિચાર કરશે. મુમુક્ષુ નહીં હોય તે નહીં કરે. મુમુક્ષુતા નથી આવતી, તેના કારણો સાતેક દુર્ગુણો છે, જેમાં જગત અટવાઈ ગયું છે. પહેલો દુર્ગુણ તે હૃદયની કઠોરતા, ક્રૂરતા. જેનું હૃદય પથ્થર જેવું છે, જલ્દી પીગળતું નથી, જેના હૃદયમાં લાગણીશીલતા નથી. પોતા પ્રત્યે પણ કઠોર અને બીજા પ્રત્યે પણ કઠોર. તેણે આ જગતમાં અશાંતિ ઊભી કરી છે, ત્રાસ ગુજાર્યો છે, દુઃખ આપ્યું છે. આ જગતનું વાતાવરણ ડહોળ્યું છે, તે કઠોર હૃદયના માણસે ડહોળ્યું છે. એક માણસનો પગ નાનકડા છોડ ઊપર આવી જાય છતાં તેને કંઈ ન થાય, એવું પણ હૃદય છે. વનસ્પતિ ઊપર પગ આવે તો મુનિ કહે છે કે મિચ્છામિ દુક્કડં. મારા અપરાધને માફ કરો. ‘ને જે નવા વિદિશા, For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ વિયા, વેદિયા, તેદિયા’ વનસ્પતિને દુઃખ આપ્યું, તેની સંવેદના થાય તેવું એક હૈયું છે અને જયારે બીજો લાખો જીવોની કતલ કરે છતાં કંઈ ન થાય તેવું પણ એક હૈયું છે. એ કઠોરતાના કારણે જગતમાં વ્યાકુળતા છે, મૂંઝવણ છે. વાતાવરણ ડહોળાયેલું છે, એટલા માટે ધર્મશાસ્ત્રો એમ કહે છે કે જીવને પ્રારંભ જો કરવો હશે તો હૃદયથી કરવો પડશે. બુદ્ધિથી નહિ, હૃદયને મુલાયમ, ભીનું અને કોમળ બનાવવું પડશે. આર્ટ્સ બનાવવું પડશે. જેમ માખણ પીગળી જાય તેમ બીજાનું દુઃખ જોઈને તેનું હૈયું પીગળી જાય, આવી અવસ્થા જેનામાં આવી છે તે એક અદ્દભુત પાત્ર છે અને જેનામાં આવી અવસ્થા આવી નથી તે પણ એક પાત્ર છે, તે વિરોધ કરે છે, ટીકા કરે છે અને તે કઠોર છે. બીજો દુર્ગુણ અશાંતિ - કઠોર માણસ જીવનમાં કયારેય શાંતિ અનુભવી શકતો નથી. તે અશાંતિ જ કરે. કોઈ બોલ્યું તો ઊભરો આવ્યો. કોઈને સુખી જોયાં તો ઊભરો આવ્યો. કોઈની સંપત્તિ જોઈ ઊભરો આવ્યો. કોઈને મારી હાલતમાં જોયાં તો ઊભરો આવ્યો. આ બધા ઊભરા છે અને ઊભરો આપણને અશાંત કરે છે. આપણે મૂળમાં અશાંત નથી, પણ આપણે અશાંત બનીએ છીએ. પાણી તો પાણી જ છે. પાણી નિર્મળ છે પણ તે પાણીમાં પથ્થર નાખો અથવા ઢોર અંદર ઊતરે તો ડહોળાઈ જાય. ડહોળાયેલું પાણી પી ન શકાય. જેનું ચિત્ત ડહોળાયેલું છે એવું અશાંત મન, અશાંત ચિત્ત ધ્યાન કરી શકતું નથી. સમાધિમાં જઈ શકતું નથી, મંત્રજાપ કરી શકતું નથી. તત્ત્વ વિચાર કરી શકતું નથી. સાધના કે સ્વાધ્યાય કરી શકતું નથી. એ પ્રસન્ન રહી શકતો નથી અને પ્રકૃતિ સાથે તાલ પણ મેળવી શકતો નથી. બગીચામાં બેઠો છે પણ ખબર નથી કે હું કયાં બેઠો છું ? કોયલ ટહુકે છે, મોર નૃત્ય કરે છે પણ ધ્યાન નથી. કારણ? તે અંદરથી ડહોળાયેલો છે. આવો માણસ સાધના કરી શકતો નથી. આ અશાંત હોવું તે આપણી ભૂમિકા નથી. આપણી અવસ્થા નથી. એટલા માટે મહર્ષિ વ્યાસે બહુ તાત્વિક સૂત્ર આપ્યું કે ‘શાંતી ત: સુરમ્ તમે ભલે ગણત્રી કરાવો કે દશ રૂમનો ફલેટ મારી પાસે છે અને કરોડો રૂપિયાની મારી સંપત્તિ છે. શરીર તંદુરસ્ત છે. બહોળું મારું કુટુંબ છે. આ બધું હોવા છતાં અંદર બળતરા છે. શું કરશો તે પૈસાને? શું કરશો તે મહેલો અને સંપત્તિને? આવી બળતરા જેના અંદરમાં હશે તે સુખ ભોગવી નહિ શકે. ધર્મની સાધના કરવી તે સુખી માણસનું કામ છે. તમને ભ્રમણા છે કે ધર્મ તો દુઃખી હોય તે કરે. ખરેખર ધર્મ સુખી લોકો માટે છે કે સુખી લોકો દુઃખી ન થાય. સુખ ત્યાં છે, જયાં અશાંતિ ન હોય. અશાંતિના કારણે લોકો વ્યગ્ર બને છે, તેથી અશાંતિ દોષ છે. ત્રીજો દોષ છે વિષમભાવ. વિષમભાવ તે મોટામાં મોટો દોષ છે. કંઢોમાં અટવાઈ જવું તે. ઉપનિષદ્ધાં કહ્યું છે કે કંદોને સહન કરવા, તેનું નામ તપ. તો સહનમા દ્વન્દ્ર એટલે પરસ્પર વિરોધી પરિબળો. આવા દ્વન્દ્રોની વચ્ચે પણ ચિત્તની સમતુલા રહે છે. વેપારી માલ આપે ત્યારે દાંડી વચ્ચે રહેવી જોઈએ. પલાં સરખાં રહેવા જોઈએ. ચિત્તની દાંડી વચ્ચોવચ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૭ રહે તેનું નામ સમતુલા. આપણે આ બાજુ પણ ઢળીએ અને બીજી બાજુ પણ ઢળીએ છીએ તેથી અસ્વસ્થ બનીએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્રોધ કરવાનો પ્રસંગ હોય છતાં પણ ક્રોધ ન કરે. શક્તિશાળી અને બળવાન હોય છતાં ઝગડો ન કરે, જવાબ આપી શકે તેવા સામર્થ્યવાળો હોવા છતાં પોતે ગમ ખાઈ જાય. આવી સમતુલા રહે તો છ મહિનાના ઉપવાસનું ફળ તેને મળે. આ ગણિત સમજી લેજો. અહીં લાલચની વાત નથી કે વધુ પડતું બોલવાની વાત નથી. ક્રોધનો પ્રસંગ છે, નિમિત્ત છે અને વકીલ પણ બચાવ કરી શકે કે તમે ક્રોધ કર્યો તે કરવા જેવો હતો, તમે ગુનેગાર નથી. આવો ક્રોધ કરવાનો પ્રસંગ હોય છતાં ક્રોધ ન કરે તેને છ મહિનાના ઉપવાસનું ફળ મળે. આને કહેવાય છે સમતા. “વદે ચક્રી તથાપિ ન મળે માન જો.” છ ખંડનો માલિક ચક્રવર્તી પોતાના મંત્રીઓ અને પોતાના ચરણમાં રહેલાં મહારાજાઓ સાથે મુનિનાં દર્શન કરવા જાય છે. મુનિ જંગલમાં એક વૃક્ષ નીચે નગ્ન અવસ્થામાં ધરતી ઉપર બેઠા છે, પોતાના સ્વરૂપમાં લીન છે. પોતાના સ્વભાવની રમણતામાં છે. પોતામાં કરેલા છે અને તે વખતે છ ખંડનો માલિક વંદન કરી કહે છે કે હું હસ્તિનાપુરનો સ્વામી છું. હે મુનિરાજ ! અમે અમારી સંપત્તિ સાથે આપને વંદન કરીએ છીએ. આવું સાંભળવા છતાં તેમના રૂંવાડે હલચલ થતી નથી. “વદે ચક્રી તથાપિ ન મળે માન જો.” ચક્રવર્તી વંદન કરે છતાં અહંકારનો ઊભરો ન આવે, આનું નામ સમતા. આ સમતા સાધારણ નથી. આવી સમતા જેનામાં હોય તેને ચોથો ગુણ ક્ષમા પ્રાપ્ત થાય. દયા, શાંતિ અને સમતા ત્રણ બાબત વિચારી. હવે ચોથી બાબત ક્ષમા શરૂ થાય છે. મહાભારતનું એક વાક્ય છે. ક્ષમા ડાં રે યી, કુનઃશિરિષ્યતિા આ યુધ્ધની ભાષા. મહર્ષિ વ્યાસ બોલ્યા છે કે જેના હાથમાં ક્ષમા રૂપી ખડગ છે, તલવાર છે તેને ક્રોધરૂપી દુર્જન શું કરવાનો હતો? દ્વેષરૂપી દુર્જને શું કરવાનો હતો ? વેરભાવ રૂપી દુર્જન શું કરવાનો છે ? અહીં તો કહેવું છે કે ક્ષમારૂપી ખડગ જેની પાસે છે તેને ક્રોધ, વેરભાવ ન આવે, દ્વેષ ન આવે, તેનું ચિત્ત પરમ શાંત અવસ્થામાં હોય. કદાચ સમતા ધારણ કરે અને નિમિત્ત મળતાં આત્મામાં ખળભળાટ થાય. આ સ્પષ્ટતા કરવી જરૂરી છે. હું તમને સહેલો રસ્તો નથી બતાવતો. તમારામાં ખળભળાટ થાય અને કોઈ પૂછે કે આમ કેમ થયું ? તમે કહેવાના કે શું કરીએ? નિમિત્ત તેવું હતું. આવો બચાવ કરવાની વાત નથી. પણ નિમિત્ત મળતાં ક્રોધાદિ ભાવોનો ઉદય થાય, પોતે પ્રમાદમાં છે, અજ્ઞાનતામાં છે અને ગાફેલ છે તે વખતે અંદર જે ઘટના ઘટે છે એને કહેવાય છે ક્રોધ. ક્રોધ એમને એમ થતો નથી, નિમિત્ત મળતા ક્રોધાદિ ઉદયમાં આવે, તે વખતે જાગૃત રહે અને ક્રોધને શમાવે, શાંત કરે તેને કહેવાય છે ક્ષમા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં એક ગાથા કહી. क्रोधवह्नस्तदह्नाय, शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमैकैव, संयमारामसारणी: ।। (४/११) For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ ક્રોધરૂપી જે અગ્નિ – જે દાવાનળ, તેને શાંત કરવા માટે, તેને ઠારવા માટે, તેને શમાવવા માટે, ઉપશમાવી દેવા માટે જેને આવો ભાવ ઉત્પન્ન થાય છે કે મારે મારા ક્રોધને શાંત કરવો છે, તેને એકમાત્ર ક્ષમારૂપી નદીમાં સ્નાન કરવું પડે. આપણા બાથરૂમમાં આવી વ્યવસ્થા નથી, ત્યાં કોઈ સાધન નથી કે તેમાંથી ક્ષમા વરસે. શાવરમાંથી પાણી વરસે, ક્ષમા ન વરસે. કારણ હોય તો પણ ક્રોધ ન કરે, કોઈ કહે તો પણ તપી ન જાય, આવું હોય તો કહેવાય કે નિરંતર ક્ષમારૂપી નદી અંદર વહે છે. કયારેક ક્યારેક મિચ્છામિ દુક્કડમ્ આપવું એવું નહિ પણ નિરંતર ક્ષમામાં જ રહેજો અને છેલ્લે બહુ સારી વાત કરી કે આ નદી સંયમ નામના બગીચામાં વહે છે. એ સંયમ નામનો બગીચો તારા આત્મામાં છે. ક્રોધરૂપી જે દાવાનળ છે તેને ઠારવા તારે નિરંતર ક્ષમા નામની નદીમાં સ્નાન કરવું. આવી અવસ્થાને કહેવાય ક્ષમા. ક્ષમા તમને શાંતિ આપશે. બીજાના હૃદયનું પરિવર્તન કરશે. બીજાને સમાધાન આપશે. બીજાને તમે દુઃખ નહિ આપી શકો. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થશે. ક્રોધ કરીએ ત્યારે બીજાને નુકસાન થાય કે ન થાય પણ પોતાને તો જરૂર નુકસાન થાય છે. શાત્રે એક વાત કરી છે કે અગ્નિ જે લાકડાં કે કોલસામાંથી ઉત્પન્ન થાય છે, પહેલા તેને જ બાળે છે તેમ ક્રોધ જેનામાં ઉત્પન્ન થયો તેને પ્રથમ બાળ્યા વગર રહે નહીં, બીજાને બાળે કે ન પણ બાળે, બીજો કદાચ સમજુ અને શાણો હોય, ગજસુકુમાર જેવો હોય, ખંધક મુનિ જેવો હોય, પરદેશી રાજા જેવો હોય, ભગવાન મહાવીર જેવો હોય તો તમે ગમે તેટલો ક્રોધ કરો પણ તેઓ ઉત્તેજિત ન થાય. તેઓ તો બચી ગયા, પણ કરનાર નહિ બચી શકે. ક્રોધરૂપી અગ્નિ જેમાંથી પ્રગટ થાય છે તેને જ બાળે છે અને તાપતાપ: ગ્રોથ: ઘોથો વૈરચ ારમ્ ! સંતાપ ઉત્પન્ન કરનાર પણ ક્રોધ છે ને વૈરનું કારણ પણ ક્રોધ છે. જ્ઞાની પુરુષે કહ્યું કે ક્ષમા આપવા હૃદયની ઉદારતા જોઈએ. ક્ષમા આપવા માટે દિલ વિશાળ જોઈએ, સહિષ્ણુતા અને ખમી ખાવાની તૈયારી પણ જોઈએ અને દિલમાં દયાનો ભાવ પણ જોઈએ. છેલ્લી વાત સમજી લો, બીજો માણસ જે કંઈપણ કરે છે તેને ભાન નથી કે હું શું કરી રહ્યો છું. ઇશુ ક્રાઈસ્ટને ક્રોસ ઉપર ચડાવવામાં આવ્યા. હાથમાં, માથામાં અને છાતી ઉપર ખીલા ઠોકવામાં આવ્યા ત્યારે તેઓ એક વાક્ય બોલ્યા, હે પ્રભુ આ લોકો શું કરી રહ્યા છે તેનો તેમને ખ્યાલ નથી પણ તું તેમને માફ કરજે. ક્ષમા આપજે. વાત કરવી અને સાંભળવી એ સહેલું છે. એમાં તો કંઈ કરવાનું નથી. પરંતુ અહીં તો પ્રેકટીકલ ખીલા માર્યા છતાં માફ કરવાનું કહે. રાજસેવકો ખંધક મુનિની ચામડી ઉતારવા આવ્યા છે અને બંધક મુનિ એમ કહે છે કે તપ કરવાના કારણે અને સાધનાને કારણે મારી ચામડી કઠણ થઈ ગઈ છે. તમે કહો કે હું કઈ રીતે ઊભો રહું જેથી ચામડી ઉતારતા તમારા હાથને પીડા ન થાય. આ બધી પરાકાષ્ટાની વાત છે. આ કલ્પિત કથા નથી પણ ઘટેલી ઘટના છે. બીજો જે કરે છે તે કર્મથી અને અજ્ઞાનથી ઘેરાયેલો છે. સમજણ નથી તેને કે આ ક્રોધનું For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૭૯ પરિણામ મને શું આવશે? શાસ્ત્રો તો એમ કહે છે કે ક્રોધ કરનાર ઉપર ગુસ્સો કરવાને બદલે દયા લાવવી જોઈએ. હું અવળી વાત કરી રહ્યો છું. તમે એમ વિચારો કે ક્રોધી કર્મબંધ કરી રહ્યો છે. ભગવાન મહાવીરને સંગમે છ છ મહિના કષ્ટ આપ્યું છતાં તેઓ ગુસ્સે પણ ન થયા અને ઉશ્કેરાયા પણ નહિ. ધ્યાનની ધારા તૂટે અને સમાધિ ભંગ થાય તે માટે સંગમે છે છે મહિના પોતાની તમામ શકિત વાપરી, અપાય તેટલી અસહ્ય પીડા આપી. આવી અસહ્ય પીડા આપવા છતાં ભગવાનની આંખમાં આંસુ ન આવ્યાં. જયારે સંગમ થાક્યો, હાર્યો અને નિરાશ થયો, એને એમ લાગ્યું કે હવે આમને ચલાયમાન નહીં કરી શકું, જીતી નહિ શકું તેથી તે પાછો ફર્યો ત્યારે પ્રભુની આંખમાં આંસુ આવ્યા કે આ મારી પાસેથી પામવાના બદલે કર્મ બાંધીને ગયો. કલિકાલ સર્વશે સ્તુતિ કરી છે. कृतापराधेडपि जने, कृपामंथरतारयोः। इषद्बाष्यायोर्भद्रं, श्रीवीरजिननेत्रयोः।। ભગવાનની આંખનો ખૂણો પાણીથી ભીંજાયો. અપરાધ જેણે કર્યો છે તેના માટે આ કૃપાના સાગર એમ વિચારે છે કે આ જીવ મારી પાસેથી પામવાને બદલે ખાલી હાથે ગયો. તેઓ ઈચ્છે છે કે જીવો પામે. સાક્ષાત્ તીર્થંકર પાસે છ મહિના રહેવા છતાં આ પોતાનો સંસાર વધારીને ગયો, કર્મનો બોજ વધારીને ગયો. આ વિચાર આવતા તેમની આંખો અશ્રુભીની થઈ. આ ક્ષમાની પરાકાષ્ટ છે. તમને થશે કે આવી ક્ષમા હોય ? હોય. આવી ક્ષમા પ્રાપ્ત કરવાની છે. ભૂલ કરનાર પરતંત્ર અને પરાધીન છે. સ્વાધીન નથી. એ કર્મને વશ છે. આવેશમાં તણાયેલો છે, ઘેરાયેલો છે અને મારે શા માટે આવું બોલવું કે કરવું તેવું તેને ભાન નથી. તે અવિચારમાં જીવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે અવિચાર તે સૌથી મોટો દોષ છે. અવિચારને લઈને ક્રોધ થાય છે. જો તેને ખબર હોય, વિચાર થાય કે સદવસ્તુ તો આત્મા છે. આત્માને સાચવવા જેવો છે. ક્રોધ કરવાથી મારો આત્મા મલિન થશે અને દુષિત થશે તેવી તેને ખબર હોત તો ક્રોધ ન કરત. તેને ભલે ખબર નથી, પણ મને ખબર છે તેથી મારે ક્રોધની પ્રતિક્રિયા આપવી નથી, એટલે સામે ક્રોધ કરવો નથી. મને ખબર છે કે મારે મારા આત્માને મલિન થવા દેવો નથી. આવો વિચાર કરતાં જે જીવન જીવે છે તેને એક સમાધાન પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું કે રોજના જીવનમાં આવો વિચાર કરીને સાધકે પોતાનામાં ક્ષમાભાવને દઢ કરવો અને જાગૃત એટલા બધા રહેવું કે ક્રોધ ન આવે, વર્ષો સુધી તપ કર્યું હોય અને ક્ષમાનો ભાવ રાખ્યો હોય પણ આવેશમાં કયારેક જો આવી જવાય તો વરસોથી બાંધેલી પાળ કયારે તૂટી જશે તે કહી શકાય નહિ અને આપણને મોટું નુકસાન થાય. બીજી વાત એ પણ છે કે આપણી પાસે ક્ષમાના સંસ્કાર ઘણા ઓછા છે. ક્રોધના સંસ્કાર ઘણા બળવાન છે. વારંવાર ક્રોધ કર્યો છે પણ વારંવાર ક્ષમા નથી આપી. વળી ક્ષમા આપવાની For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્યાંક-૧૩૮-૧ સાધના માનવદેહમાં જ થાય. પશુઓ કોઈને ક્ષમા આપે ? પશુઓ એકબીજાને ક્ષમા આપે તે શક્ય નથી. ક્ષમા આપવાની સાધના માનવો જ કરી શકે, કારણ કે ક્ષમા આપવાની ક્ષમતા મનુષ્યમાં છે. પરંતુ તેની પાસે ક્રોધના સંસ્કાર પડેલા છે. વારંવાર ક્રોધ કરવાથી સંસ્કાર દૃઢ થઈ જાય છે. આજે ક્રોધ કરવા માટે કોઇને ઉપદેશ આપવો પડતો નથી. કોઈ શાસ્ત્ર ધરતી ઉપર એવું નથી કે જે શીખવે કે ક્રોધ કેમ કરવો? પરંતુ ક્ષમા આપવાની વાત શીખવે છે. ક્રોધના સંસ્કારને કારણે સામે કોઈ વ્યકિત આપણને દુઃખ થાય તેવો વ્યવહાર કરે તો આપો આપ એ સંસ્કાર જાગૃત થતાં આપણે પણ તેની સામે આવેશમાં આવીએ છીએ. ક્રોધને વશ રાખવાના બે ઉપાયો છે. એક ઉપાય એ કે અંદર અકળાયા સિવાય મૌન રાખવું. ઘણા લોકો મૌન તો રાખે છે પણ અંદર ધૂવાંકૂવાં રહે છે. બોલતા નથી પણ બોલી નાખું તેમ થયા કરે છે અથવા અબોલા લે છે. પરંતુ અકળાયા વગર મૌન રાખવું એક ઉપાય. જાગૃતિપૂર્વક અંદરમાં દ્રષ્ટાભાવ રાખવો. અંદરમાં ક્રોધનો ભાવ જાગૃત થયો છે, તેને તમે ક્રોધમાં ભળ્યા સિવાય જુઓ. આનું નામ દ્રષ્ટાભાવ. દ્રષ્ટા શું કરે? જે ખોટા ભાવ થયા હોય તે યાદ કરે અને તે ફરીથી ન થાય તેની જાગૃતિ રાખે અને રોજ રોજ પોતાના કષાયો ઘટે તે માટે પૂરો આગ્રહ રાખે. પોતાના મનને પ્રેમથી સમજાવે અને બીજી વખત ન થાય તેની કાળજી રાખે. - છેલ્લે, દરેકમાં તમે આત્માને જોશો, તો જરૂર ક્ષમા રહેશે. કારણકે તમે દેહને જોતા નથી અને એ તમે જો ભૂલી શકો તો મોટું અમૃત પ્રાપ્ત કર્યું કહેવાય. કયારેક ઘીની તપેલી ગરમ હોય અને આપણી આંગળી દાઝી જાય તો ગુસ્સામાં આવી ઘીની તપેલીને ઊંધી વાળતા નથી. આપણને ખબર છે કે આ ઘી કિંમતી ચીજ છે. કોઈ બીજો આપણને દઝાડે તો પણ દાઝવું નથી એવો નિર્ણય લઈ જીવનમાં પ્રયોગ કરો. ક્રોધથી કોઈ બોલતું હોય તો તે લાચાર છે, અજ્ઞાની છે. આમ વિચારી જે ઉત્તેજિત થતો નથી, એવી અવસ્થા જે જાળવી રાખે છે તેને કહેવાય છે ક્ષમા. ક્ષમાનો ભાવ જો જીવનમાં હોય તો શાંતિની ધારા, સમતાની ધારા સરળ થશે. નહિ તો કયાંક ધારા તૂટી જશે. સમતાની ધારા અને ક્ષમાની ધારા ન તૂટે એની જાગૃતિ પોતે રાખે. આવી રીતે જે જીવે છે અને ક્ષમા આપે છે તેને કશું ખોવાનું નથી. જે ક્ષમા આપે છે તે પ્રેમનું અમૃત મેળવે છે. તે નિર્વેરભાવને સિધ્ધ કરે છે. જે ક્ષમા આપે છે, તેના અંતરમાં દ્વેષ થતો નથી. જે ક્ષમા આપે છે તે ઉત્તેજિત થતો નથી. જે ક્ષમા આપે છે તેમાં વેરની આગ ભભૂકતી નથી. ફરીથી શ્લોક યાદ કરીએ... तत्रोतापक: क्रोध: क्रोधो वैरस्य कारणम् । તર્વતની છોધ:, દ્રોધ: શમસુવાળા || (૪/૬) ચાર બાબતો છે. (૧) ક્રોધ કરનારને જ સૌથી પહેલા સંતાપ થાય. તમે અભ્યાસ કરજો કે ક્રોધ નથી આવ્યો ત્યારે અરિસામાં તમારું મોઢું જોઈ લેજો અને જયારે ક્રોધ આવે ત્યારે દર્પણમાં For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૧ મોટું જો જો. ફરક લાગશે તમને. તમારું હાસ્ય હતું, તમારો આનંદ હતો, તમે પ્રસન્ન હતા, ગુલાબના ફૂલ જેવા ખીલેલા હતા. તમે રાત્રે ચંદ્રમા વરસે તેવા શીતળ હતા. અચાનક શું થઈ ગયુ? બસ, સંતાપ. તમને પણ સંતાપ અને બીજાને પણ સંતાપ. સંતાપ એ ઝેરી દવા છે. ઘણીવાર તો ઘરમાં રવિવાર જેવો દિવસ હોય, બહુ પ્રેમથી ભોજન સમારંભ રાખ્યો હોય. દૂધપાક પૂરી બનાવ્યાં હોય, આનંદ હોય. પણ ભોજન કર્યા પહેલાં પ્રોબ્લેમ થઈ જાય અને ચર્ચા કરવા બેસે તો ભોજન પછી કડવું થઈ જાય. એક વખત એવું થયું કે ભોજન તૈયાર કર્યું અને વાતવાતમાં ઝગડો ચાલુ થયો. રસોડું ખુલ્યું હતું અને બધાં અંદર રૂમમાં બેઠાં હતાં. શેરીના કૂતરાઓ આવીને શાંતિથી જમ્યા. લોકોની વાત પૂરી થઈ અને રસોડામાં આવ્યા ત્યાં તપેલાં ખાલી. સંતાપ તમને જ થશે, ઘરમાં શાંતિથી અને પ્રેમથી રહો. મુમુક્ષુ તો શાંત હોય, આનંદમય હોય. પ્રસન્ન વદનવાળો હોય. તેને જોઈને એમ થાય કે ક્રોધ કરવા જેવો નથી. જગતમાં મોટાં મોટાં યુધ્ધો થયા હોય તો વેરના કારણે થયાં છે. (૨) વેરનું કારણ જ ક્રોધ છે. કોઈ વખત એક માણસને એવો ક્રોધ આવે તો હજારો માણસને સળગાવી દે છે. (૩)ક્રોધ તે દુર્ગતિમાં જવાનો નેશનલ હાઇવે છે અને (૪) છેલ્લે ક્રોધના કારણે તમે સમતાનું સુખ અનુભવી શકતા નથી. આ કંઈ સમજાયું? ખાવાનું સુખ, નાચવાનું સુખ, પહેરવાનું સુખ. આ ૩૧મી ડીસેમ્બર આખી રાત તમે નાચ્યાં, સુખ માણ્યું. આ બધા સુખ કરતાં સમતાનું સુખ સાચું છે. આ સમતાનું સુખ ક્રોધના કારણે તમે માણી શક્તા નથી. મુમુક્ષુ હોય તે ક્ષમાનો ભંડાર હોય. ક્ષમાનો સાગર હોય. પરમકૃપાળુ દેવે એક સુંદર વાક્ય કહ્યું છે કે ક્ષમા એ તો મોક્ષનો દરવાજો છે. તમે વાગ્યું પણ હશે અને કદાચ ઘરમાં બોર્ડ પણ રાખતા હશો અને એવું પણ બને કે બોર્ડ નીચે બેસીને જ ક્રોધ કરતા હો. અલ્યા ! આ શું કરો છો ? આ બોર્ડ નીચે બેસીને સળગી રહ્યા છો અને બીજાને સળગાવી રહ્યા છો. આપણા જીવનમાં ઉત્કટ સાધના કરવાની છે. ચાર વાતો કરી. દયા, શાંતિ, સમતા, ક્ષમા. અલંકારિક ભાષામાં કહેવું હોય તો સમતા નામની મા છે અને ક્ષમા તેની લાડકી દીકરી છે. જયાં સમતા હોય ત્યાં ક્ષમા હોય અને જયાં ક્ષમા હોય ત્યાં સમાધાન હોય. ક્ષમા હોય ત્યાં શાંતિ અને આહ્લાદ હોય. તમે કલ્પના કરો. આખો દિવસ ક્રોધ કર્યા વગરનો જો જાય તો રાત્રે ઊંઘ પણ સારી આવશે. એકબીજાનાં મોઢાં જોઈ શકશો. નહિ તો એકબીજાનાં મોઢાં જોવા ગમે નહિ. યશોવિજયજી મહારાજે એક અદ્ભુત વાત કરી કે “ખેમા કરતાં ખરચ ન લાગે, ભાંગે કરોડ કલેશ.” એમા એ ગુજરાતીમાં ક્ષમાનું અવતરણ છે. પ્રેમ એટલે ક્ષમા. ક્ષમા કરતાં કયાં પૈસા લાગે છે ? પૂજાનો ચડાવો હોય તો પૈસા દેવા પડે. સારો બોલનારો હોય તો વધવું પણ પડે. ક્ષમા આપવામાં કંઇપણ ખર્ચ કરવું પડતું નથી. પણ સાહેબ ! ખર્ચ નથી પણ લાભ કેટલો બધો થાય ? ભાંગે કરોડ કલેશ. એક કરોડ કલેશને શાંત કરી દે આવી For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્રમાંક-૧૩૮-૧ ક્ષમા મુમુક્ષુમાં મૂર્તિમંત હોય. મુમુક્ષુ એટલે ક્ષમાન સાગર, ક્ષમાની મૂર્તિ. મુમુક્ષુ એટલે ક્ષમાના અમૃતનું પાન કરનાર અસ્તિત્વ. એને જોતાં આપણને સમાધાન થાય, સમતા થાય, સમભાવ થાય. છેલ્લી વાત, ક્ષમા જે આપી શકે છે તે શૂરવીર કહેવાય. બહાદૂર કહેવાય. ક્રોધ કરવો તે બહાદૂરીનું કામ નથી. પણ ક્ષમા આપવી તે બહાદૂરીની વાત છે. ક્ષમા જે આપે તેને શાસ્ત્રો મુમુક્ષુ કહે છે. ગાથાની ચર્ચા આગળ કરવાની છે. વિલેપાર્લા સત્સંગ મંડળ માટે આનંદના દિવસો છે. નવપદજીનાં વધામણાં કરવાનાં છે. બધા સંતોને આમંત્રણ આપેલ છે. અમે તો એ જ રાહ જોઈ રહ્યા છીએ. શ્રીમદ્જીના પરિવારના બધા જ મહાપુરુષો એક સ્ટેજ ઉપર બેસે, હસતાં હસતાં વાતો કરે અને પ્રેમનો સાગર જીવનમાં અનુભવે. નવપદજીનાં વધામણાં એક અદ્ભુત સાધના છે. આ નવપદ છે તે સિદ્ધમંત્ર છે. સિદ્ધ કરવાની જરૂર નથી. આ નવપદમાં સાધ્ય, સાધક અને સાધન ત્રણે છે. અરિહંત અને સિદ્ધ આ બે પદ સાધ્ય છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણ સાધક છે અને સમ્યગૂ દર્શન, સમ્યમ્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્ય તપ એ ચાર સાધન છે. નવપદનું ધ્યાન કરતાં શ્રીપાળ તન્મય થયા. આપણે ત્યાં એ પ્રસંગ આવી રહ્યો છે. અમે એવી ભાવના કરીએ છીએ કે શ્રીપાળ રાજાની જેમ તમે પણ તન્મય થાવ અને આત્મઅનુભૂતિ કરો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૩ પ્રવચન ક્રમાંક - ૧૧૧ ગાથા ક્રમાંક - ૧૩૮-૨ પારમાર્થિક ગુણો - ત્યાગ, વૈરાગ્ય દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૧૩૮). મુમુક્ષુ એ આધ્યાત્મિક જગતમાં શ્રેષ્ઠ પાત્ર છે. અહીંથી અધ્યાત્મની શરૂઆત થાય છે અને જીવનની આખી દિશા બદલાઈ જાય છે. સામાન્ય માનવી, મોહથી આધીન માનવી પણ સંસારમાં જીવન જીવે છે અને મુમુક્ષુ પણ સંસારમાં જીવન જીવે છે પરંતુ આ બંનેની જીવનશૈલી જુદી છે. બંનેનાં મૂલ્યાંકન જુદાં છે. સમજણ અને આંતરિક અવસ્થા બંનેની જુદી છે. મુમુક્ષુ એ છે કે જેણે પોતાના જીવનમાં પરમતત્ત્વની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા સમગ્ર જીવન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. હવે જીવનમાં તેને બીજું કંઈ જોઈતું નથી. જગતના પદાર્થો કે વસ્તુઓ જોઇતી નથી. જગતની વસ્તુઓ કરતાં વધારે કિંમતી તત્ત્વ ખુદ સ્વયંમાં પડ્યું છે, જેનાથી અમે અજાણ છીએ, જેને અમે ભૂલી ગયા છીએ, ઓળખતાં નથી, જાણતાં નથી અને જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી એવો ખજાનો અમારી પાસે છે. હવે અમને સદ્ગુરુની કૃપાથી ભાન થયું, એ ખજાનો અમારે મેળવવો છે. એ માટેની મથામણ જેના જીવનમાં શરૂ થઈ છે તેને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુ મથે છે, પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ પણ યોગ્ય દિશામાં થાય છે કારણકે તેને ખજાનાની ખબર પડી ગઈ છે કે તે ખજાનો પોતાની ભીતર છે. આત્માનો ખજાનો એક વખત જેણે જોયો, જાણ્યો, અનુભવ્યો તેને એમ લાગ્યું કે આજ મેળવવા જેવો છે. યશોવિજયજી મહારાજે કહ્યું.. જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી, સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણોકી દાસી. તું તારા સ્વભાવમાં રમ, તારા સ્વભાવમાં સ્થિર થઈ જા, ભાઈ ! કેવી રીતે ? પારકી આશ છોડી, ઉદાસીન બનીને જો તું તારા સ્વભાવમાં હરે, ફરે અને રમે તો સુર નર કિન્નર નાયક સંપત્તિ આ બધું તારા ચરણોમાં આવી વસશે. કારણ? તારે જે જોઈતું હતું તે મળ્યું. નિરપેક્ષ થયો તું ! આવી નિરપેક્ષતાનું બળ જેને પ્રાપ્ત થયું છે અને પોતાનો ખજાનો મેળવવા માટે જેણે પ્રારંભ કર્યો છે એને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુને પોતાનાં સાધનો સાથે રાખવા પડે છે. તેની પાસે દયા, શાંતિ, સમતા, ક્ષમા આ મોટામાં મોટી સાધન સામગ્રી છે. ભાતામાં આ બધું લઈ મુમુક્ષુ પરમાત્માની યાત્રા કરવા નીકળ્યો છે. જેમ હિમાલય ચડવા અમુક સાધનો સાથે જોઇએ, તેમ અહીં પણ તમામ સાધનો દયા, શાંતિ, સમતા, ક્ષમા આ બધા સાધનો સાથે લીધાં છે. બીજું પણ એક મહત્ત્વનું સાધન છે સત્ય. એમ કહેવાય છે કે ધર્મરાજા For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્યાંક-૧૩૮-૨ યુધિષ્ઠિરનો રથ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલે. કોઇએ પૂછ્યું કેમ? તેનું કારણ ધર્મરાજા સત્યનિષ્ઠ છે. આ સત્યનો પ્રભાવ છે. મહાભારતનું પ્રચંડ યુધ્ધ જયારે ચાલુ થયુ ત્યારે દ્રોણાચાર્ય ઘણા બળમાં આવ્યા અને પોતાના સામર્થ્યથી યુધ્ધની શરૂઆત કરી. હાહાકાર મચી ગયો. કોઇએ કહ્યું કે અશ્વત્થામા મરાયો છે. એવું જો કોઈ તેમને કહે તો તેમનું બળ ઓછું થઈ જાય. અશ્વત્થામા મરાયો એ વાત તેમના કાને આવી. પણ તેઓ કહે કે આ વાત જો ધર્મરાજા કહે તો જ સાચી માનું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમ કહ્યું કે ધરતી ભાર સહન કરે છે અને આકાશને ટકવા માટે એક પણ થાંભલો નથી પણ સત્યના બળથી ટકે છે. સૂર્ય પ્રકાશ આપે છે, સત્યના બળથી. ચંદ્ર શીતળતા આપે છે સત્યના બળથી અને વરસાદ વરસે છે સત્યના બળથી. આ સત્યની પ્રતિષ્ઠા, સામર્થ્ય અને ઐશ્વર્ય છે. આવું છે સત્ય. શરીરમાં બે પરિબળો કામ કરે છે. अमृतं चैव मृत्युश्च, द्वयं देहे प्रतिष्ठितम् । मोहादापद्यते मृत्यु:, सत्येनापद्यतेऽमृतम् ।। અમૃત તત્ત્વ અને મૃત્યુ આ બંને મનુષ્ય દેહમાં જ રહેલાં છે. મૃત્યુ એટલે સંસાર અને અમૃત તત્ત્વ એટલે આત્મ અનુભૂતિ. સંસારનો વિકાસ પણ આ દેહમાં થઈ શકે છે અને આત્માની અનુભૂતિ પણ આ દેહમાં થઈ શકે છે. મોહથી સંસારની વૃધ્ધિ થાય છે અને સત્યથી અમૃતની પ્રાપ્તિ થાય છે. એવી અમૃતની ઉપલબ્ધિ સત્ય દ્વારા થાય છે. આ સત્યનું વર્ણન બે ભાગમાં કરવામાં આવ્યું છે. એક પારમાર્થિક સત્ય અને બીજું વ્યવહારિક સત્ય. જેવું જોયું, જાણ્યું, દેખાયું અને જેવી હકીકત બની તેવી જ બીજાને જણાવવી તે વ્યવહારિક સત્ય છે. તે મહત્ત્વનું છે પણ તે મૌલિક નથી. મૌલિક છે પારમાર્થિક સત્ય. પરમકૃપાળુ દેવે કહ્યું કે સાચામાં સાચી વસ્તુ જો કોઈ હોય તો આત્મા છે, પરમાત્મા છે. સાચામાં સાચી વસ્તુ કોઈ હોય તો ધર્મ છે. જ્ઞાની પુરુષોએ કહેલા તત્ત્વના સિધ્ધાંતો છે અને એ સિધ્ધાંતો જેમ છે તેમ સ્વીકારવા, માનવા અને અનુભવવા તે પારમાર્થિક સત્ય છે. જરા સમજવા કોશિશ કરજો. જયાં સુધી આત્મનિર્ણય ન થાય, હું આત્મા છું એવું લક્ષ્ય ન થાય ત્યાં સુધી જે કંઈ બોલ્યા તે ખોટું છે, સાચું નથી. અરે ! પારમાર્થિક સત્યના આધારે જ વ્યવહારિક સત્યની યાત્રા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે મિથ્યાત્વી હોય તેનું બધું મિથ્યા-અસત્ય અને સમ્યગ્દર્શન જેમને પ્રાપ્ત થયું છે તેમનું બધું તે સમ્યક, સત્ય. સમ્યમ્ દષ્ટિ સવળો થયો છે અને મિથ્યાત્વી અવળો પડ્યો છે. અવળો હોવાનાં કારણે તે જે કંઈ બોલે, કરે તે સત્ય નથી. સમ્યગ્દષ્ટિ આત્મા જે કરે છે તે સત્ય છે. વ્યવહારથી જે સત્ય છે તે પણ જીવનમાં આવશ્યક છે, જરૂરી છે અને મહત્ત્વનું છે. પરંતુ પારમાર્થિક સત્ય વગર વ્યવહારિક સત્યનું બહુ મહત્ત્વ નથી. એટલા માટે ઉપનિષદમાં કહ્યું કે ઋતંભરા પ્રજ્ઞા, ઋત એટલે પરમ સત્ય, જે અતીન્દ્રિય છે, બુદ્ધિથી અગમ્ય છે અને મનની પેલે પાર છે,જે ઈન્દ્રિયોની મર્યાદામાં આવતું For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૫ નથી અને શબ્દોથી પકડાતું નથી, એવું જે પારમાર્થિક પરમ સત્ય, તેને ધારણ કરનાર બુધ્ધિને પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા સત્યને, પારમાર્થિક સત્યને ધારણ કરી શકે છે. આ પારમાર્થિક સત્યના આધાર ઉપર સત્યની ઇમારત ચણી શકાય છે. વ્યવહારિક સત્યનો અર્થ એ છે કે જયારે જે પ્રકારની પરિસ્થિતિ હોય તેને કશું જ કર્યા વગર અર્થાત્ પોતાના આગ્રહો, માન્યતાઓ કશું ઉમેર્યા વગર જેમ છે તેમ સ્વીકારવું. શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ અસત્ય બોલે છે તેનાં ચાર કારણો છે. કોહો વા, લોહા વા, ભયા વા અને હાસા વા. આ માગધી ભાષાનાં મધુર શબ્દો છે. ચાર કારણો એવાં છે જેનાથી માણસ અસત્ય જુઠું બોલે છે, તેમાં ક્રોધ પહેલું કારણ છે. ક્રોધમાં માણસ આવે ત્યારે સાચી વાત કરતો નથી અને જુઠી વાત કરી બેસે છે. ક્રોધના આવેશમાં માણસને ભાન રહેતું નથી. વિવેક રહેતો નથી. સમજણ રહેતી નથી અને ક્રોધમાં આવેલો માણસ વસ્તુસ્થિતિ એવી છે તેવી કહેતો નથી. જેવું છે તેવું ન કહેવું અને જેવું નથી તેવું કહેવું. આ ભૂલ માણસ ક્રોધમાં આવીને કરે છે. ક્રોધ એ અસત્ય બોલવાનું મુખ્ય કારણ છે. ખરેખર તો જેણે સાધના કરવી છે તેણે ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધ અને અસત્ય બંનેને સંબંધ છે. ક્રોધના કારણે અસત્ય બોલે છે, આક્ષેપો મૂકે છે. ન ગમતી વાતો કરે છે, સામી વ્યકિત ઉપર કાદવ પણ ઉછાળે છે. આ બધું ક્રોધના કારણે થાય છે. જેને ક્રોધ ઊપર કાબૂ નથી તે સત્યની સાધના કરી શકતો નથી. ' લોહ વા એટલે લોભથી. લોભ હોય ત્યાં પણ અસત્ય બોલાય છે. માણસ વસ્તુને મેળવવા સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવે છે. લોભના કારણે અસત્ય બોલે છે, અસત્યની મદદથી લોભની વૃત્તિ સંતુષ્ટ થાય છે. એટલા માટે મહત્ત્વની વાત કરી છે કે જેણે સત્યની સાધના કરવી છે તેણે લોભ ઉપર કાબૂ મેળવવો પડશે. આજે બે શબ્દો પ્રચલિત બન્યા છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડ. રોજ પેપરમાં ભ્રષ્ટાચારની વાત જાણવા મળે છે. એક રાજકારણીને કોઈએ કહ્યું કે તમારા દીકરાએ બહું જ ખોટું કર્યું. પેલો કહે શું કર્યું? તો કહે કે પાંચ હજારનો ગોટાળો કર્યો. તેઓ કહે કે એ વાત તદ્દન ખોટી છે. મારો દીકરો આવું ન કરે અને કરે તો પાંચ કરોડનો કરે, પાંચ હજારનો ન કરે. કારણ કે તે ઘણો સમર્થ અને શકિતશાળી છે. કોણ કરાવે છે આ બધું ? આપણે જુઠું બોલવું ન હોય તો પણ એક દબાણ, એક પ્રેસર લોભના કારણે આવે છે કે માણસ અસત્ય બોલે છે. સત્ય બોલવાની સાધના સરળ છે. ન થાય તેવી નથી પણ ક્રોધ અને લોભ હશે તો સત્ય નહિ બોલાય. આખો વ્યાપાર અને વ્યવહાર લોભના કારણે અસત્ય બની ગયો છે. ધંધાના ક્ષેત્રમાં, માલના ક્ષેત્રમાં લોભ જ કામ કરતો હોય છે. તેના કારણે અસત્ય આચરે છે અને બોલે છે. મુમુક્ષુ આવું ન કરે. એ લાખો રૂપિયા જતા કરે, એ કહેશે કે લાખો રૂપિયા અસત્ય બોલીને મળતા હોય તો મારે નથી જોઇતા. આવા નિર્ણય અને હિંમત સાથે જીવે છે તે મુમુક્ષુ છે. હજી તે પરિપૂર્ણ બન્યો નથી. પૂર્ણ સમજણ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્રમાંક-૧૩૮-૨ એને પ્રાપ્ત થઈ નથી પણ એક વાત જરૂર મનમાં છે કે અસત્યથી મને દુનિયાની સંપત્તિ મળતી હોય તો પણ મારે જોઇતી નથી. સત્યને ખોઈને મારે કંઈ જ ન ખપે. જયારે આપણને તો થોડું પણ મળતું હોય અને સત્યને ખોવું પડે તો વાંધો નથી. પ્રબળ લોભના કારણે માણસ અસત્ય બોલે છે. ત્રીજું કારણ ભયા વા - ભયથી પણ માણસ જુઠું બોલે છે. માણસ ઉપર મૃત્યુનો ભય, અપયશનો ભય એમ જાતજાતના ભય હોય છે. એ ભયના કારણે અસત્ય બોલે છે. તો ક્રોધ, લોભ અને ભયથી પણ માણસ જુઠું બોલે છે. ચોથી વાત હાસા વા ... માણસ હસવામાં પણ જુઠું બોલે છે. એ ગંભીરતાની ઊણપ છે. ન કહેવાનું એ કહી બેસે છે. લગ્નનાં ગીતો આના ઉપર રચાયેલા છે. તેમાં વાસ્તવિકતા હોતી નથી પણ હસાવવાના માટે અસત્ય બોલે છે. મઝાક કરે છે. લોકો ગાય છે અને સાંભળવાવાળા ડોલે છે પણ એમને ખબર નથી પડી કે આ લોકો ગપ્પાં મારે છે. આ ચાર કારણો જે દૂર કરે અને નિર્ણય કરે કે મારે અસત્ય બોલવું નથી, તો તેને વ્યવહારિક સત્યના પાલનથી પારમાર્થિક સત્ય તરફ જવાની ભૂમિકા ઊભી થાય. પારમાર્થિક સત્ય એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે તે રીતે અતીન્દ્રિય તત્ત્વનો સંપૂર્ણ સ્વીકાર. ક્રોધથી, ભયથી, હાસ્યથી અને લોભથી જે જુઠું ન બોલે તે વ્યવહારિક સત્ય છે. બંને સત્યો મુમુક્ષુના જીવનમાં હોય. મુમુક્ષુ સત્યનિષ્ઠ છે. એટલા માટે ગાંધીજી કહેતા હતા કે સત્ય અને અહિંસાના ભોગે મને સ્વતંત્રતા મળતી હોય અને રાજય મળતું હોય તો પણ મારે જોઈતું નથી. હું અસત્ય અને હિંસામાં રાજી નથી. સત્ય અને પ્રેમની નિષ્ઠા જેના જીવનમાં છે તે મુમુક્ષુ છે. આવો મુમુક્ષુ શુધ્ધ આચરણ કરે છે, સાચું બોલે છે, સાચું વિચારે છે, સાચી વાત કરે છે અને સાચી સમજણ આપે છે. કોઈને ખોટા માર્ગે દોરતો નથી. આવા કામો કદી પણ કરતો નથી તેથી તે સત્યનિષ્ઠ છે. - આ પાંચ મુદ્દાઓ વ્યવહારિક છે અને છેલ્લા બે મુદ્દા પારમાર્થિક છે. જેને મુમુક્ષતા પ્રાપ્ત થઈ છે તેની સામે એક લક્ષ આવ્યું છે, એક ઉદ્દેશ આવ્યો છે. તેને કોઈ હિસાબે આંતરિક અનુભૂતિ કરવી છે. તે અનુભૂતિમાં જે જે બાધક તત્ત્વો છે તેને છોડવા તૈયાર છે. શાસ્ત્રોએ કહ્યું કે પારમાર્થિક અનુભૂતિમાં જે બાધક બનતા હોય, અવરોધરૂપ થતા હોય એવા જે પદાર્થો અને સંયોગો છોડવા તેને કહેવાય છે ત્યાગ. ત્યાગ એટલે છોડવું, પણ શું છોડવું તે આપણને સમજણ નથી. પારમાર્થિક અનુભવ કરવા જતાં જે પરિબળો અવરોધ કરતાં હોય, બાધક બનતાં હોય તેને છોડવાની તૈયારી તે ત્યાગની ભાવના છે. શું બાધક છે ? આખો સંસાર બાધક છે. જગતના પદાર્થો અને વસ્તુઓ બાધક છે. તેના કારણે વિકલ્પો થાય છે, વિભાવો થાય છે, તેના કારણે ચિત્ત ડહોળાય છે, તેના કારણે કર્મબંધ થાય છે, તેના કારણે વ્યાકુળતા થાય છે. પારમાર્થિક અનુભૂતિ કરવા માટે જે કંઈપણ વચમાં આવતું હોય તે છોડવા માટેનું સાહસ તે ત્યાગ. ત્યાગ કહેવા કરતાં આત્માથી ભિન્ન જે કંઈપણ છે તે પદાર્થોની સાથે પોતાની For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૭ મમત્વ બુધ્ધિ બંધાણી છે અને તેના કારણે અવરોધો ઉત્પન્ન થાય છે, તેથી આત્માથી ભિન્ન એવા પદાર્થો પ્રત્યેની જે મમત્વ બુધ્ધિ છે તે છોડવી તેને કહેવાય છે ત્યાગ. પદાર્થ પ્રત્યેની આસક્તિ છોડવી તેને કહેવાય છે ત્યાગ. ગંભીરતા રાખીને ખ્યાલમાં લેજો. આત્માથી ભિન્ન એટલે આત્મા સિવાય જે કંઇપણ પદાર્થો છે તે પર છે, તે પદાર્થો પ્રત્યેની મમત્વ બુધ્ધિના કારણે પોતે સ્વરૂપની અનુભૂતિ કરી શકતો નથી. વિચાર તો કરો કે એ કંઇ બહાર ગયો નથી. અમેરિકા ગયો નથી. એણે કંઇ ખોયું નથી. કયાંય પણ થાપણ મૂકી નથી. કોઇ બેંકમાં ગીરવે મૂકયું નથી. આત્મા સ્વતંત્ર છે, સદા હાજર છે, શાશ્વત છે, નિત્ય છે અને બહુ આશ્ચર્યની વાત તો એ કે તેને ખોજવા જવાની જરૂર નથી, એ ભીતર છે, અંદર છે અને અંદર આત્મા હોવા છતાં આત્મ અનુભવ થતો નથી, કારણકે આત્માથી ભિન્ન એવા પદાર્થોમાં આપણી મમત્વબુધ્ધિ થઇ છે. આત્માના પરિણામથી અન્ય જે પદાર્થો છે તેની સાથે તાદાત્મ્ય બુધ્ધિ, એક્તાબુધ્ધિ અને તેનો જે અઘ્યાસ એ અઘ્યાસને દૂર કરવો, એ તાદાત્મ્ય બુધ્ધિને દૂર કરવી તેનું નામ છે ત્યાગ. જરા સમજવા જેવી વાત છે. વસ્તુ છૂટી શકે પણ વસ્તુ છૂટ્યા પછી યાદ આવે કે મેં આ છોડયું. મેં આ છોડયું એમ દશ જણને કહીએ, એનો અર્થ એ થયો કે વસ્તુ દી પણ તેના પ્રત્યેનું મમત્વ યું નથી, તાદાત્મ્ય છૂટયું નથી. મમત્વ એ જ મૂળ છે, ભૂલ છે. અઘ્યાત્મ સારમાં એમ કહ્યું છે કે જેમ નાનકડા બીજમાંથી વડલો થાય છે તેમ મમત્વના બીજમાંથી આખો સંસાર ઊભો થાય છે. ચૌદ રાજલોકમાં ફેલાયેલ વિરાટ અને વ્યાપક સંસારનું બીજ મોટું નથી. રાઇના દાણાથી પણ નાનું છે, પણ તે મમત્વના બીજમાંથી આખો સંસાર ઊભો થાય છે. સંસાર અસાર છે, નાશવંત છે, અનિત્ય છે એમ બોલાય છે પણ મમત્વ અને તાદાત્મ્ય બુધ્ધિ ઓછી થતી નથી. અઘ્યાસ છૂટી જવો, મમત્વ છૂટી જવું એવી અવસ્થાને પરમકૃપાળુ દેવ ત્યાગબુધ્ધિ કહે છે. ત્યાગવું એટલે મમત્વ બુધ્ધિનો ત્યાગ કરવો. ભગવાન મહાવીર કહે છે કે બાહ્ય પદાર્થોનો સંગ્રહ કરવો એટલો જ પરિગ્રહ નથી પણ અંદર મૂર્છા હોવી, મમત્વ હોવું, મારાપણું હોવું, તાદાત્મ્ય હોવું, અઘ્યાસ હોવો એ પણ પરિગ્રહ છે. પરિગ્રહની વ્યાખ્યા બદલાણી. પદાર્થોનો સંગ્રહ કરવો એટલો જ પરિગ્રહનો અર્થ નથી પણ મૂર્છા હોવી એ પણ પરિગ્રહ છે. આપણને બરાબર ખબર છે કે આ બધા પદાર્થો છોડીને આપણે જવાનું છે અને બીજાને પણ કહીએ છીએ કે આ બધું મૂકીને જવાનું છે પરંતુ એ પદાર્થ ઓછો વધતો થાય, આઘો પાછો થાય, ખોવાઇ જાય, કોઇ લઇ જાય તો દિલમાં ઉઝરડા પડી જાય છે, ફાળ પડી જાય છે. કારણકે અંદર મમત્વ બુધ્ધિ છે અને મમત્વ બુધ્ધિના કારણે વસ્તુનો ત્યાગ કરવા છતાં તેની મૂર્છા હજી ગઇ નથી. પરમાર્થની અનુભૂતિમાં આ મમત્વ બાધક તત્ત્વ છે. તેથી અનુભવ કરી શકાતો નથી. થોડી ધીરજથી એ સમજવા પ્રયત્ન કરજો. તમને મનમાં થતું હશે કે મારે આત્મદર્શન કરવું છે, આત્મસાક્ષાત્કાર કરવો છે. જો એ કરવું For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રવચન ક્રમાંક ૧૧૧, ગાથા ક્ર્માંક-૧૩૮-૨ હોય તો એના માટે આત્માથી ભિન્ન જુદું જે કંઇપણ છે એના પ્રત્યેનું મમત્વ છોડવું પડશે. માત્ર પદાર્થને છોડવાની વાત નથી પણ તેના પ્રત્યેનું મમત્વ છોડવું પડશે અને પદાર્થ છોડીને પણ મમત્વ ઊભું હશે તો જ્ઞાની પુરુષો તેને ત્યાગ કહેતા નથી. આત્માથી ભિન્ન અન્ય પદાર્થો સાથે તાદાત્મ્યનો જે અઘ્યાસ તેના ત્યાગને જ્ઞાની પુરુષો ત્યાગ કહે છે. આ મોટી મૂડી સાધક પાસે છે. આવો ત્યાગ ન આવે ત્યાં સુધી પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે, ઘટનાઓ પ્રત્યે ઉદાસીન રહેવું. જયાં સુધી આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી પર પદાર્થ પ્રત્યેનું મમત્વ રહે, પણ તે બંનેને છૂટા પાડવા પડશે. આત્માથી આ જગતના પદાર્થો જુદા છે, ભિન્ન છે. તેના પ્રત્યેની આસકિતનાં કારણે તે અમથો અમથો બંધાયા કરે છે. જયારે તે પરલોકમાં જાય છે ત્યારે પદાર્થો મૂકતો જાય છે પણ તેના પ્રત્યેની આસકિત સાથે લેતો જાય છે. કોઇ વ્યવસ્થા એવી નથી કે આંગડિયા સાથે આ બધો માલ મોકલી શકાય. એવી વ્યવસ્થા જગતમાં થવાની પણ નથી. પદાર્થો અહીં જ રહેશે પણ મારાપણું અને મમત્વ જયાં જશે ત્યાં સાથે લઇને જશે અને જયાં જશે ત્યાં મૂર્છા પાછી કામ કરશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઇ માણસે જંગલમા ઊંડો ખાડો ખોદીને ધન દાટી દીધું હોય અને ઘેર ગયા પછી વિચાર આવ્યા કરે કે કોઇ જોઇ ગયું નહિ હોય ને ? કોઇ જાણશે તો નહિ ને ? કોઇ ખોદશે તો નહિ ને ? પાછો ઊઠીને જોવા જાય કે બરાબર છે ને ? આવી મૂર્છાના કારણે એ મરીને સર્પ યોનિમાં જાય. ત્યાં ધન ઉપર આંટા માર્યા કરે. ચાર પાંચ વસ્તુ સ્પષ્ટ કરવા જેવી છે. જે બહુ કજીયાળો હોય તેને કૂતરાનો અવતાર આવે. ત્યાં છૂટ મળે છે. લડયા જ કરે, કોઇ ના નહિ પાડે. જેને બહુ માયા છે, લોભ છે તે તિર્યંચ ગતિમાં, સર્પયોનિમાં જાય. સાપ પૈસાને શું કરે ? પણ મૂર્છાના કારણે ત્યાં ફર્યા કરે. ‘તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે’. ધન દાટયું હોય તે મરીને વૃક્ષ થાય તો તે પોતાના મૂળ ધન ઉપર ફેલાવી દે છે. આ સાતે સાત ગુણો વર્ણવ્યા તેનો એક ક્રમ છે. એ ક્રમથી સાધકે યાત્રા કરવી પડે અને તેણે મમત્વ બુધ્ધિનો ત્યાગ કરવો પડે. એ બધા પદાર્થોથી પાછો હઠે ત્યારે એને વિચાર કરવાનો અવકાશ મળે. તમે અહીં કલાક સુધી સાંભળો છો, એટલો વખત કદાચ વિચાર રહે પણ અહીંથી ઊતરીને પછી શું વિચાર થાય છે તે મારે પૂછવું નથી. મૂર્છાની, મમત્વની, અઘ્યાસની બુધ્ધિ જેની છૂટી ગઇ છે તેને કહેવાય છે ત્યાગ. છેલ્લી વાત આવો ત્યાગ કરતા પહેલા પદાર્થ જેવા છે તેવા જાણો. जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् । આ જગત જેવું છે તેવું જાણવું, એ મઝાની વાત છે. આકાશમાં ઇન્દ્રધનુષ્ય થયું છે, રંગબેરંગી ચિત્રામણ થયું છે. અદ્દભુત રંગો પૂરાયા છે. જોતાં આશ્ચર્ય થાય છે, તેને પણ જુઓ અને પછી એ પણ જુઓ કે પા કલાક પછી રંગો વિખરાઇ જાય છે. આ જાણ્યા પછી તેના - - For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રત્યે આસકિત, મોહ, મમત્વ નહિ થાય. નદીમાં પૂર આવ્યું તે પણ જુઓ અને પછી પૂર ઓસરી જાય છે તે પણ જુઓ. નાનું બાળક જનમ્યું છે તે પણ જુઓ અને ૮૦ વર્ષના વૃધ્ધને મૃત્યુ પામતાં પણ જુઓ. આ પ્રકારની અવસ્થાઓ જાણવાથી, અંદરમાં તેનું ભાન થતાં આકર્ષણ તૂટે. તેને કહેવાય છે વૈરાગ્ય. રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ. કોઈને સારાં કપડાં પહેરેલાં જોઈને પૂછીએ છીએ કે ક્યાંથી લાવ્યા? કેટલાનાં છે ? સરસ છે. ભાગ્યશાળી છો કે આ લઈને પહેરી શકો છો. અમે તો આવા ગાભા પહેરીએ છીએ. આ બધું કોણ બોલાવે છે ? તેણે પહેર્યું છે તે પણ ગાભા છે, ને તેં પહેર્યું તે પણ ગાભા છે. આમાં શું જીવ નાખવો? પદાર્થ જેવા છે તેવા જાણવા, પણ જાણ્યા પછી તેનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણને બાહ્ય પદાર્થોનું આકર્ષણ થાય છે. કોઇએ ઘરેણા પહેર્યા હોય તો બહેનોને જરૂર આકર્ષણ થાય છે. કયાંથી લાવ્યા ? કેવા છે ? શું કિંમત છે ? કોણે આપ્યું ? કેમ આપ્યું ? અર્ધી કલાક તેની પૂછપરછ ચાલે. પૂછનારને કંઈ લેવા દેવા નથી. ઘરેણું કાઢીને બાઈ આપી દેવાની નથી, છતાં પદાર્થ અને ઘરેણાં પ્રત્યે આકર્ષણ. પદાર્થ પ્રત્યેના આકર્ષણને કહેવાય છે રાગ અને પદાર્થ પ્રત્યે આકર્ષણ ન થવું તેને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્ય તો ઘટના છે. જગતમાં બધું જોવે અને જોવા છતાં તેના પ્રત્યે ખેંચાણ થતું નથી, તેને પદાર્થો ખેંચી શકતા નથી. આ વૈરાગ્યની અવસ્થા છે. આજે આપણી હાલત એવી છે કે પદાર્થો આપણને ખેંચી જાય છે. ચિદાનંદજી મહારાજે કહ્યું કે “કીડીકે પગ કુંજર બાંધ્યો, જલમેં મકર પીયાસા, સંતો અચરિજ રૂપ તમાસા.” તેમને પૂછ્યું કે આપ આ શું કહેવા માંગો છો ? પદાર્થના આકર્ષણને કારણે તેના તરફ ખેંચાણ થાય છે. આત્મા જેવો આત્મા, જેમાં અનંત જ્ઞાન, દર્શન, આનંદ, અજર, અમર, અવિનાશી, અવ્યાબાધપણું કેટલા બધા ગુણો! આવો આત્મા મીઠાઈનું પડીકું જોઇને ખેંચાઈ જાય છે. અરે ! તું અનંતજ્ઞાનનો ધણી છે. તું કયાં એક નાની ચીજ પ્રત્યે આકર્ષાય છે. તને આ પદાર્થની ખબર નથી, આ પદાર્થ અનિત્ય છે. જે ઉત્પન્ન થયું છે, જનમ્યું છે, તે એક દિવસ વિખરાઈ જવાનું છે. જે ધ્રુવ છે, કાયમ ટકનાર છે તેને તું લક્ષમાં લેતો નથી. જે કાયમ રહેવાનું નથી, એમાંથી ઊંચો આવતો નથી. જે શાશ્વત છે તે તો તેં ખોયું છે અને શાશ્વત નથી તે પણ ખોયું. એટલે આત્મા પણ ખોયો અને પદાર્થો પણ ખોયા. આ કુંડાળામાંથી જે બચે છે તેને કહેવાય વૈરાગ્ય. વારંવાર ઘૂંટી ઘૂંટીને વૈરાગ્યની વાત આપણે કરીએ છીએ. નિષ્કુલાનંદ મહારાજે કહ્યું કે “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરતા કોટિ ઉપાય.” વૈરાગ્યનો ઊભરો એક વખત આવી જાય છે. સંસારમાં જેટલાં માણસો છે તેને એક વખત તો વૈરાગ્ય આવતો જ હશે કે બળ્યો આ સંસાર, પણ અર્ધા કલાક પછી પાછું જે છે તે ઠીક છે. આના વગર ચાલે તેમ નથી. એ તો હોય, હાલ્યા કરે, એમ સંસાર છોડી ભાગી થોડું જવાય? હિંમત રાખીને રહેવાનું. એમ એકબીજાને આશ્વાસન આપે છે. જ્ઞાની પુરુષ કહે છે કે પદાર્થ પ્રત્યેના આકર્ષણમાં માણસ તણાઈ જાય છે અને તે સ્વરૂપને For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ પ્રવચન ક્રમાંક - ૧૧૧, ગાથા ક્રમાંક-૧૩૮-૨ ભૂલે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે તમારી પાસે લાખો રૂપિયાની કિંમતનો હીરો હોય અને કંદોઈની દુકાને જઈ ગાંઠિયાનું પડીકું લો અને તેના બદલામાં કિંમતી હીરો કે ઝવેરાત આપો તો તે સોદો કેવો કહેવાય ? તેમ જડ પદાર્થના ખાતર અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલા આત્માને આપી દો છો. એવું જે કરે નહિ તેને કહેવાય છે વૈરાગ્ય. એ સમજી ગયો કે મૌલિક તત્ત્વ આવી તુચ્છ વસ્તુઓ માટે મારે વેચવું કે આપવું નથી. આનો અર્થ એ થયો કે ઉપર કહેલા સાત ભાવો, સાત સિધ્ધાંતો જીવનમાં જે જાગૃત રાખે છે, તે મુમુક્ષુ છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિષે, તે છે સદાય સુજાગ્ય. મુમુક્ષુના ઘટમાં સાતે સાત તત્ત્વો પ્રદિસપણે કામ કરતાં હોય છે અને તેથી મુમુક્ષુની યાત્રા અદ્દભુત રીતે ચાલે છે. ઉપસંહાર કરીએ છીએ. પહેલાં દયા એટલે આત્માની દયા વિચારો. આત્મા અનંતકાળથી સંસારમાં રખડે છે, દુઃખી છે તેમ લાગે છે એટલે દુઃખ દૂર કરવાના ઉપાયો તે કરે છે અને ઉપાયો કરતાં તેને શાંતિ લાગે છે. જયારે શાંતિનો અનુભવ થાય ત્યારે તેને સમતાભાવ પ્રાપ્ત થાય છે. દયા પછી શાંતિ અને શાંતિ પછી સમતા. સમતા પ્રાપ્ત થાય એટલે સ્વરૂપનો નિર્ણય થઈ જાય કે મારું સ્વરૂપ આવે છે અને એવો નિર્ણય થાય ત્યારે લાગે કે આજે નહિ તો કાલે આત્માને પ્રાપ્ત કરવો છે તો વિલંબ શા માટે ? માટે મારે ક્રોધ, માન, લોભ, માયા વિગેરે ભાવોમાં જવું નથી. મારે તો આત્માની પ્રગટ અનુભૂતિ કરવી છે, માટે પછી આવે છે ક્ષમા. દયા પછી શાંતિ પછી સમતા અને તેના પછી ક્ષમા. આ ક્રમબધ્ધ પ્રોસેસ સાધકના જીવનમાં થાય છે. તે કષાયોને ટાળવાનો પુરુષાર્થ કરે છે. આ કષાયો- ક્રોધાદિ વિકારો દૂર કરવા છે, તે માટે પારમાર્થિક સત્યનો સ્વીકાર કર્યો છે. પારમાર્થિક સત્ય તે ચૈતન્ય તત્વ છે, આત્મ તત્ત્વ છે. હવે તે પ્રાપ્ત કરવું છે તેથી પોતાના સ્વરૂપનું સત્યનું અવલંબન લે, પોતાના સ્વરૂપનો આધાર પોતે લે. પરમકૃપાળુ દેવે મુમુક્ષુના જીવનમાં ક્રમિક વિકાસ કેવી રીતે થાય છે તેની સીડી આપી છે. આ ગાથામાં ક્રમિક પ્રોસેસ આપ્યો છે. દયા પછી શાંતિ પછી સમતા પછી ક્ષમા અને પછી સત્ય, ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી આ બધા પદાર્થો જેવા છે તેવા જાણે છે અને પોતાની મુમુક્ષુતા પ્રાપ્ત કરે છે. આવો મુમુક્ષુ જીવ પરમાર્થ માર્ગની યાત્રા કરવાનો પ્રારંભ કરે છે. સંસારની જે ક્રિયા કરવી પડે તે કરે છે, પરંતુ તેમાં તન્મય થતો નથી. તેનો વિચાર એવો જ હોય છે કે સત્યને પામવા જાગૃત અવસ્થા માટે પ્રાપ્ત કરવી છે. ૧૩૮મી ગાથામાં જે વર્ણન થયું તે મુમુક્ષુનો વૈભવ છે. એ મુમુક્ષુની મૂડી છે. ભગવ ગીતામાં એક શબ્દ છે દેવી સંપત્તિ. બે શબ્દો છે દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. અહીંયા મુમુક્ષુની આ દેવી સંપત્તિ છે. આ સાતે સાત ગુણો જેના જીવનમાં આવે છે તે મુમુક્ષુ છે અને આવો મુમુક્ષુ પરમાર્થ માર્ગની સાધના કરે છે. For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯મી ગાથામાં સમાપનનાં સૂત્રો છે. છેલ્લી ભલામણ થતી હોય તેમ જ્ઞાની પુરુષ ભલામણ કરી રહ્યા છે. મુમુક્ષુને આત્મજ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ જ્ઞાન કેવું હોય અને કેવી રીતે પ્રાપ્ત થાય તેની સ્પષ્ટતા ૧૩૯મી ગાથામાં છે. મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ અને ૧૪૦ ગાથામાં જ્ઞાનીની દશા કેવી હોય ? તેનું વર્ણન છે. છ પદની વાત સાંભળી, કયાં ઠરવાનું છે તે હવે પછીની ગાથામાં વાત કરશે. છેલ્લી ગાથામાં દેહાતીત અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેને ભાવપૂવર્ક વંદન કરશે. આ રીતે આત્મસિદ્ધિની ગાથાઓનું સમાપન થશે. ઘણા લોકો કહે છે કે અમે સમયસાર, નિયમસાર આત્મસિધ્ધિ વાંચી, બધું કંઠસ્થ છે. આ બધું ભલે વાંચ્યું પણ મોહ ગયો કે છે? પાછો એમ કહે કે દીકરો મને સારી રીતે રાખતો નથી. મોહ ગયો હોય તો આવું તેને લાગે નહિ. આ બંને વાતનો મેળ પડતો નથી. જેટલા પ્રમાણમાં મોહ તેટલા પ્રમાણમાં અજ્ઞાન. આવું સીધું અને સ્પષ્ટ ગણિત ૧૩૯-૧૪૦મી ગાથામાં પરમકૃપાળુ દેવે આપ્યું છે અને જ્ઞાનીની દશાનું વર્ણન પણ આ છેલ્લી ગાથાઓમાં છે. આવા જ્ઞાનીના ચરણમાં ન ગણી શકાય તેટલાં અમારાં વંદન છે. આમ અદ્દભુત ગાથાનું સમાપન થશે. છેવટે એક પુરુષની વાત કરે છે જે દેહાતીત અવસ્થામાં જીવે છે, આ ધરતી ઉપર છે, આપણી વચ્ચે છે, દેહમાં છે છતાં દેહથી અને આપણાથી સાવ જુદો રહે તેવી રીતે જીવવું તે અદ્દભુત, આશ્ચર્ય છે. આવું જીવન જે જીવે છે તેને કહેવાય છે જ્ઞાની. આવાં સમાપનનાં સૂત્રો છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્રમાંક-૧૩૯ પ્રવચન ક્રમાંક - ૧૧૨ ગાથા ક્રમાંક - ૧૩૯ જ્ઞાનીની દશા મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. (૧૩૯) ટીકા - મોહભાવનો જયાં ક્ષય થયો હોય, અથવા જયાં મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે, તેને ભ્રાંતિ કહીએ. ૧૩૯ અણમોલ આત્મસિદ્ધિ દ્વારા સાધક માટે પૂરું ચિત્ર પરમકૃપાળુ દેવે આપ્યું છે. આ પંચમકાળમાં મોક્ષ નથી તેમ કહેનારા છે પરંતુ પરમકૃપાળુદેવ કહે છે કે મોક્ષ નથી તે ચર્ચામાં ગયા સિવાય તમે જયાં ઊભા છો ત્યાંથી તમે કેટલા આગળ વધી શકો છો તે નિર્ણય કરો. આખો નકશો સાધકને મળે છે. જેની અનુભૂતિ કરવાની છે તેની રીત પ્રક્રિયા આત્મસિધ્ધિ શાસ્ત્રમાં છે. આ એક એવું શાસ્ત્ર છે કે તમામ પાસાંઓ એક ઠેકાણે એકત્રિત થયાં છે. “વાણીવાચક યશ તણી, કોઈ નયે ન અધૂરી રે.” યશોવિજયજી મહારાજે કહ્યું છે કે અમારી વાણી કોઇપણ રીતે અધૂરી નથી. સાત નયો, સપ્તભંગી, પ્રમાણ, નિક્ષેપ આ બધાને કેન્દ્રમાં રાખી વાણી નીકળી છે, પરમકૃપાળુદેવની સર્વાગીણ વાણી છે. સદ્દભાગ્ય છે કે આવા કાળમાં આપણને આત્મસિધ્ધિ મળી. એ આત્મસાત્ થાય અને જીવનમાં જો વણાય ને જીવાય તો સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન થાય. ૧૩૯ અને ૧૪૦ બંને ગાથાઓ જ્ઞાનીની દશાના વર્ણનની ગાથા છે. ૧૪૨મી ગાથા એ સાકાર પરમાત્માનું વર્ણન છે. નિરાકાર પરમાત્મા સિધ્ધ પ્રભુ છે અને સાકાર પરમાત્મા અરિહંત પ્રભુ છે. નિરાકાર પરમાત્માને વર્ણવી ન શકાય. તેઓ શબ્દાતીત છે. જયાં તર્ક નથી, વાણી નથી, જયાં ભાષા, વિકલ્પ કે વિચાર નથી, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. માત્ર પ્રાપ્તિ થયા પછી અનુભવ થાય. નિરાકાર પરમાત્મા છે, જેને આકાર નથી. આત્મા નિરાકાર છે પણ આત્મા જે દેહમાં ઊતર્યો તે દેહ સાકાર છે અને એ દેહમાં આત્મા હોવાના કારણે એ સાકાર પરમાત્મા કહેવાય. જગતનાં પ્રાણીઓનું બે ભાગમાં વિભાજન થાય. આમ તો ઘણા બધા પ્રકારો, જાતિ, રૂપ, રંગ, વર્ણ, માર્ગણા સ્થાન, ગુણસ્થાન, લેગ્યા આદિના કારણે છે. પણ બે મુખ્ય પ્રકારો છે. એક જ્ઞાનીનો વર્ગ અને બીજો વર્ગ અજ્ઞાનીનો. અજ્ઞાની અને જ્ઞાનીને બરાબર સમજી લેવામાં આવે તો અજ્ઞાન દૂર થઈ જ્ઞાન પ્રાપ્ત થાય. સમ્યક સમજણ અને પ્રયત્નથી જીવનમાં સિધ્ધિ પ્રાપ્ત થઈ શકે અને અનુભવ પણ થઈ શકે. For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૩ આ વાત શાંતિથી સમજીએ. અજ્ઞાની આત્માનું એક જ લક્ષણ અને તે માત્ર મોહભાવ. તેની સમગ્ર ચેતના મોહથી ભરેલી છે. કર્મના અસંખ્ય પ્રકારો છે. અસંખ્ય પ્રકારોમાં મુખ્ય પ્રકાર આઠ છે અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. શ્રી કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે જેમાં વૃક્ષનો આધાર મૂળ છે તેમ સમગ્ર સંસારનો આધાર મોહ છે. આધ્યાત્મિક પુરુષો કહે છે કે આ મોહ ન હોત તો દેખાતી સૃષ્ટિ ન હોત. આ મોહરૂપી મૂળમાંથી ચૌદ રાજલોકમાં ફેલાયેલો સંસાર છે. મોહનું એક જ કામ છે, તે વિપરીત બતાવે, સત્યથી દૂર લઈ જાય, પરમાર્થથી દૂર લઈ જાય, જે નથી તે મનાવવાની કોશિશ કરે. જે છે તેનો ઇન્કાર કરે. આ વિપરીત મનાવાની પ્રક્રિયા જેના દ્વારા થાય છે તેને કહેવાય છે મોહ. મોહ એક નશો છે, મદિરા છે અને મદિરાનું પાન કર્યા પછી જેમ માણસમાં ભાન રહેતું નથી અને બેહોશ થાય છે તેમ આ મોહરૂપી મદિરાના પાનથી જીવ અનંતકાળથી બેહોશીમાં છે. બેહોશ બનેલો માણસ કહે કે મેં આખું રાજય તમને આપી દીધું. પણ હોય તો આપે ને ? તેના ખીસામાં પાંચ દશ રૂપિયા હોય તો કહેશે કે મારી પાસે લાખો રૂપિયા છે. આ એક ભ્રમણા છે, નશો છે, તેમ આપણે મોહના નશામાં છીએ. શ્રીમદજીએ કહેલું વાક્ય વિચારો, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય. એમની મૌલિક વાત તો એ છે કે તમે આ બધું કર્યું ખરું પણ બેહોશીમાં કર્યું અને ભાન વગર કર્યું એટલે તમારા હાથમાં કંઈ આવતું નથી. થોડા પંડિતો કાશીમાં પૂર્ણિમાની રાત્રે ગંગા નદીના કિનારે ભેગા થયા હતા. ચંદ્રમા આકાશમાં ખીલ્યો હતો. તેમને થયું કે ચાલો આજે આપણે સહેલગાહની મોજ માણીએ. ભાંગના નશામાં ચકચૂર હતા. નૌકામાં બેઠાં અને હલેસા માર્યા. સવાર પડી અને જોયું. શિવશંકરે કમળાશંકરને પૂછ્યું કે આપણે કયાં છીએ ? તેમણે કહ્યું કે જયાં હતાં ત્યાં જ છીએ. કારણ શું? નાવ દોરડાથી બાંધેલી હતી. તે ખીલાથી છોડી જ ન હતી. મોહના ખીલાથી નાવ છોડયા સિવાય ગમે તેટલો ઉત્પાત કરશો તો પણ તમે ત્યાં ને ત્યાં જ રહેવાના, નૌકા પાર નહિ થાય, ગમે તેટલી ક્રિયાઓ કરશો તો પણ સંસાર પાર નહિ કરી શકાય. પિસ્વી મોહમયીપ્રતિમવિરામુન્નમૂતં ગત્ | મોહરૂપી મદિરાનું પાન કરીને જગત ઉન્મત બને છે. એક ૫૦, ૬૦, ૭૦ વર્ષની નાનકડી જીંદગીના, ટૂંકા ગાળામાં કેટલા બધા કજીયાઓ! કેટલો કંકાસ ! કેટલી બધી કલ્પનાઓ અને સ્વપ્નાઓ! કેટલા વિરોધો ! કેટલીયે પ્રેમની અને અણગમાની વાતો ! સાથે જીવીશું અને સાથે મરીશું એ વાત અને થોડીવાર પછી તારું મોટું પણ નથી જોવું તેવી વાત. એક જીંદગીમાં કેટલાં નાટકો કરીએ છીએ? આ બધા નાટક પાછળ ડાયરેક્ટર મોહરાજા છે. તે આપણને નચાવે છે. તમે ગમે તેટલી તત્ત્વજ્ઞાનની વાતો કરો પણ તમારામાં મોહ હોય તો હજુ સંસાર તમારા માટે ઊભો છે. મોહ સમગ્ર સંસારનું મૂળ છે. મોહનું પહેલું કામ - તમે જે છો તે નથી એમ મનાવવું, દઢ કરાવવું. આને કહેવાય For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્યાંક-૧૩૯ છે આત્મ વિસ્મરણ. અધ્યાત્મ શાસ્ત્ર એમ કહે છે કે આપણે આત્મા ખોયો નથી અને આત્મા તરીકે મટી શકીએ તેમ પણ નથી. દેહ ઝેર ખાઈને મટાડી શકાશે પણ આત્માને મટાડવાનો કોઈ ઉપાય જ નથી. આત્મા સનાતન છે, સત્ય છે, શાશ્વત છે, અશરીરી છે, નિત્ય છે. તમે ક્યારેય મટી શકશો નહિ. જીવનથી કંટાળો તો પણ આત્મા તરીકેનું રાજીનામુ ચાલશે નહિ. તમે આત્મા તરીકે મટી ન શકો પણ આત્માનું વિસ્મરણ થઈ શકે. તમે મટયા નથી પણ વિસ્મરણ થયું છે. આ નાનકડી વાત અનંતકાળથી આપણને સંસારમાં ઊભા રાખે છે. આપ આપસે ભૂલ ગયે, ઈનસે કયા અંધેર, સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. પોતે પોતાને ભૂલી ગયો. ચિદાનંદજી મહારાજે બહુ માર્મિક ભાષામાં પોતાની વેદના વ્યકત કરી છે. પ્રભુ ! અમે તમારા ચરણે આવ્યા છીએ. તમારા શરણે આવ્યા છીએ. અમારી સામે તો જુઓ. અમારી હાલત બહુ ગંભીર છે. દર્દી ગંભીર હોય ત્યારે ડોકટરની ફરજ વધે છે કે દર્દીને બચાવી લેવાનો છે. અમે અત્યારે સીરીયસ છીએ. આ વખતે અમારી સંભાળ લેવી તમારું કર્તવ્ય નથી ? તેઓ ભગવાનની સાથે લડે છે. ભગવાન પૂછે છે કે થયું શું? તેઓ કહે છે કે... મોહ મહમદ છાકથી, હું છકીયો હી નહિ શુધ્ધિ લગાર, ઉચિત સહી ઈણ અવસરે, સેવકની હો કરવી સંભાળ. મોહરૂપી મદિરાના પાનથી હું છકી ગયો છું અને છકી જવાના કારણે મારામાં જરાય શુધ્ધિ નથી. મારામાં જરા પણ સભાનતા રહી નથી. આ અવસરે, સેવકની-મારી સંભાળ લેવાની આપના માટે તક છે. તમે મારી સંભાળ કરો. મારો આ મોહનો નશો ઉતારો. મારે બીજું કંઈ જ કહેવું નથી. ભક્ત ભગવાન પાસે માગે તો એટલું જ માગે કે મને આ મોહનો નશો ચઢયો છે તે ઊતરી જાય અને મને જેનું વિસ્મરણ થયું છે, તેનું સ્મરણ થાય. મોહ છે એ પાપ કરાવનાર છે. પાપ જુદું અને પાપ કરાવનાર જુદો છે. આ વાતને જાગૃતિપૂર્વક સમજી લેજો. હિંસા એ પાપ, ચોરી એ પાપ, દુરાચાર એ પાપ, પરિગ્રહ એ પાપ, ક્રોધ, માન, માયા અને લોભ એ બધાં પાપો છે પરંતુ આ બધાં પાપ કરાવનાર મોહ છે. પાપ જુદી વસ્તુ અને પાપ કરાવનાર પરિબળ જુદી વસ્તુ છે. પાપ તો ઘણીવાર ઓછાં થયાં હશે. પણ અંદરમાં રહેલા મોહરાજા કયારે એના ચક્કરમાં લેશે, તેની ખબર નહિ પડે, તેથી કહ્યું કે બધા કર્મોનો રાજા મોહ છે. મોહનું સંચાલન અદ્દભુત છે. જગતમાં એકછત્રી સામ્રાજ્ય કોઇપણ રાજાનું હોય તો મોહરાજાનું છે. અનંતકાળથી તેનું શાસન ચાલે છે. આપણા ઉપર મોહની સત્તા છે. મોહનું પહેલું કામ આત્મવિસ્મરણ કરાવવાનું છે, અને સુખ જે કંઈપણ મળે છે, તે બહારના પદાર્થોમાં, વિષયોમાં, પરવસ્તુમાં અને સંયોગોમાં છે તેમ ઠસાવી દેવું તે મોહનું બીજું કામ છે. જયારે સુખ યાદ આવે ત્યારે શું યાદ આવે? ચાલો For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૫ પાણીપુરી, ભેળ ખાઈએ, આઇસ્ક્રીમ ખાઈએ, પીકચર જોવા જઈએ. બધાને પોતાની પ્રતિભા, પ્રતિષ્ઠા બતાવવી હોય તો ઘરનાં સઘળાને ભેગાં કરીએ અને લોકો જોવે તેમ કરીએ. કોઈ પણ બેન નવા કિંમતી ઘરેણા પહેરે એટલે ઘરમાં રહી ન શકે ? બધા જોવે અને વખાણ કરે તો આનંદ આવે ને? બધાં પૂછે કે કયાંથી લાવ્યાં? કેટલાનાં થયા? આવી બધી વાતો કરવાની મઝા આવે. અમારા એ લઈ આવ્યા. આ બધું આત્મબુધ્ધિ વિરુધ્ધની વાત છે. પરપદાર્થમાં સુખ માની કશો વિચાર કર્યા વગર પરપદાર્થની પાછળ આંખો મીચી સતત દોડવું તે ત્રીજું લક્ષણ છે અને મોહનું ચોથું લક્ષણ બહુ મહત્ત્વનું છે. અહમ્ અને મમ. આ ચાર મોહનાં લક્ષણો છે. આવો મોહ હોય ત્યાં સુધી તમે જ્ઞાનની વાત કરો, શાસ્ત્રોની વાતો કરો, સિધ્ધાંતોની વાતો કરો, હજારો માણસોને ઉપદેશ આપો, પ્રવચનો આપો અને તેઓ સાંભળી મુગ્ધ બને તો પણ જ્ઞાની પુરુષો કહે છે કે જો તું મોહની સત્તા નીચે હો તો તારું જ્ઞાન આર્ટીફીસીયલ છે, કૃત્રિમ છે પણ વાસ્તવિક નથી. તે અજ્ઞાન જ છે. અમારે એ જોવું છે કે તું કોની સત્તા તળ છો? જો તું મોહની સત્તા તળે જીવતો હો અને તારી પાસે આગમો કે નવપૂર્વનું જ્ઞાન હોય તો પણ તું જ્ઞાની નથી, અજ્ઞાની જ છે. કોઈ એવો મુનિ હોય કે તેને મોહની સત્તા હઠી ગઈ છે પણ તેને મા રુષ અને મા તુષ એટલા શબ્દો પણ બોલતા આવડતા ન હોય તો પણ જ્ઞાની છે. મોટી ઉંમરે દીક્ષા લીધી, ભણે છે, યાદ નથી રહેતું, ગુરુને કહે છે કે મારી ઉંમરનો ભરોસો નથી મારે શું કરવું? કોઈ ઉપાય બતાવો. ગુરુએ બે શબ્દો આપ્યા, મા રુષ અને મા તુષ.” રોષ કરીશ નહિ અને રાગ કરીશ નહિ. જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય કે તેના બદલે માસતુષ માસતુષ બોલ્યા કરે અને કથા એવી છે કે તેમને કેવળજ્ઞાન થયું. પક્ષપાત નથી. કેવળજ્ઞાન એટલા માટે થયું કે મોહની સત્તાથી પર થઈ ગયા હતા. મોહની સત્તા ઊઠે ત્યારથી આપણે સાધક. સાધુ તે કહેવાય જે મોહની સત્તા તળેથી ઊઠી જાય, મુમુક્ષુ એને કહેવાય જે મોહની સત્તા હઠાવવા મહેનત કરે છે. જેમની મોતની સત્તા સંપૂર્ણ ગઈ તે પૂર્ણ પુરુષ છે, વીતરાગ પુરુષ છે. જરા શાસ્ત્રીય પરિભાષામાં વાત કરીએ. મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. આ બંને પ્રકારમાં બે ઘટના ઘટે છે. એક ઘટના ઉપશમની અને એક ઘટના ક્ષયની છે. આ ચર્ચા કરવી જરૂરી છે, તો કંટાળો લાવશો નહિ. ક્ષય થાય એટલે કર્મો સાથે આપણો સંબંધ છૂટી જાય. કર્મો કાયમ માટે આપણને છોડીને જાય. તમે છેલ્લી વિદાય આપી દીધી કે અબ પીછે મૂડકે દેખના ભી નહિ, આપ જાઈએ, તમે કર્મોનો નિકાલ કર્યો, ક્ષય કર્યો. હવે તે ઉદયમાં આવવાનાં નથી. કાયમ માટે નિકાલ થયો અને ઉપશમ એટલે થોડા ટાઈમ માટે કર્મો આપણા ઉપર કામ કરી ન શકે. નિષ્ક્રિય સ્થિતિમાં મૂકાઈ જાય. બોમ્બ મૂક્યો હોય તો તેનો ટાઈમ નક્કી કરેલ હોય કે તે બે કલાક પછી જ ફૂટશે. જેમ બોમ્બ બે કલાક નિષ્ક્રિય સ્થિતિમાં જ રહે, એ કામ ન કરી શકે. તેમ ઉપશમ કર્યો, નિશ્ચત ટાઈમ સુધી દબાયેલાં For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા માંક-૧૩૯ જ રહે. જેમ અગ્નિ ઉપર રાખ ઢાંકી દો. અગ્નિ કામ ન કરે. ફૂંક મારો રાખ ખસી જાય તો અગ્નિ પાછો પ્રજવલિત થાય. ગામમાં બહારવટિયા આવ્યા અને D.S.P. ની પાર્ટી પહોંચી જાય તો બહારવટિયા જાય કયાં ? છૂપાઈ જાય. તે એવા છુપાઈ જાય કે પોલીસ રહે ત્યાં સુધી કશું જ ન કરે પણ પોલીસ જાય એટલે પોતાનું કામ ચાલુ કરે. બે-ત્રણ દિવસ પોલીસ રહે ત્યાં સુધી કામ કરે નહિ તેવી ઉપશમ અવસ્થા છે. ટાઇમ બીઇંગ કર્મો કંઈ ન કરી શકે તેવી સ્થિતિમાં કર્મોને મૂકવા તે ઉપશમની અવસ્થા છે. કર્મોનો ક્ષય થવો તે અદ્દભુત ઘટના છે, કર્મોનો ક્ષય કરવા એક અદ્દભુત અવસ્થા જ્ઞાનીએ કહી છે. સાતમા ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થા છે. મુનિ જાગૃત થઈને જીવે છે, તેમની અપ્રમત્ત અવસ્થા છે. તેમની વાણી, તેમનો વિચાર, તેમનું વર્તન, તેમનો વ્યવહાર વિગેરેમાં પ્રત્યેક સમયે જાગીને જીવે છે અને પોતાના ઉપયોગને પર તરફ જતાં રોકીને પોતાના જ્ઞાનમાં ઠેરવે છે. આવું નિરંતર કામ જે કરે છે તેને અપ્રમત અવસ્થા કહે છે. એ અપ્રમત અવસ્થા પછી કર્મક્ષયની કે ઉપશમની અદ્ભુત પધ્ધતિની શરૂઆત જયાં થાય છે તેને શાસ્ત્રીય પરિભાષામાં અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. અહીંથી ક્ષપક શ્રેણી મંડાય અથવા ઉપશમ શ્રેણી મંડાય. ક્ષપક શ્રેણીમાં કર્મનો કાયમ માટે નિકાલ થાય. દેવું કર્યું હોય અને એ પૂરું ચુકવી દે એટલે કાયમ માટે તેમાંથી મુક્ત થઈ જાય. ઉપશમ શ્રેણીમાં કર્મોને દબાવીને ઉપર ચઢે છે. કર્મને એવી સ્થિતિમાં થોડા ટાઈમ માટે મૂકે છે કે જેથી એ ટાઈમમાં કર્મ સક્રિય ન બને. એ ટાઈમ પૂરો થતા કર્મ સક્રિય થાય છે. વીર વિજયજી મહારાજે મધુરભાષામાં વાત કરી કે, સંભાળજો મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીયાં રે. આપણને નહિ પણ જે મુનિ ઉપશમ શ્રેણીએ ચડયા છે તેમને કહે છે કે તમે અગિયારમે ગુણસ્થાને ઘણી ઊંચાઈ ઉપર પહોંચ્યા છો પણ મુનિરાજ સંભાળજો. જો ગાફેલ રહેશો તો પહેલે આવી ઊભા રહેશો. શાસ્ત્રો પણ કેટલી સંભાળીને વાત કહે છે સાંભળજો મુનિરાજ ! આ ઉપશમ શ્રેણી છે. આ બધો ખેલ અંતર્મુહૂર્તનો છે. ક્ષય થાય તો કામ નહિ કરી શકે. એ વખતે બારમે ગુણઠાણે ક્ષીણ મોહ વીતરાગ પુરુષને જેવો અનુભવ થાય છે તેવો અનુભવ અગીયારમે ગુણઠાણે ઉપશાંત મોહ વીતરાગ પુરુષને પણ થાય. એવી અદ્દભુત અનુભૂતિ સાધકને થાય છે. આ બધું નિરાંતે એકલા બેસીને સમજવાનું છે અને વિચારવા જેવું છે. દોડધામ ઓછી કરશો તો ચાલશે પણ સમજવું જરૂરી છે કે કેવી કેવી ઘટના ઘટે છે. કર્મનો ક્ષય કેવી રીતે થાય છે ? એક મોહભાવ છે અને બીજો આત્મભાવ છે. અજ્ઞાની મોહભાવમાં જીવે છે અને જ્ઞાની આત્મભાવમાં જીવે છે. તમે સાધુ હો તો પણ ભલે અને વક્તા હો તો પણ ભલે. ઋષિ હો, ત્યાગી હો, તપસ્વી કે શાસ્ત્રોના જાણકાર હો, જે કંઈ હો તે ભલે. લાખો માણસો વચ્ચે પ્રવચનો આપતાં હો તો પણ ભલે. અમારે તો એ જોવું છે કે તમે ક્યા ભાવમાં જીવો છો? જો મોહભાવમાં For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૯૭ જીવતા હશો તો તમારી ખતવણી અજ્ઞાનીના લિસ્ટમાં થશે અને આત્મભાવમાં જીવતા હો તો તમારી ખતવણી જ્ઞાનીના લિસ્ટમાં થશે. સમ્યગ્દષ્ટિમાં થશે. અંબાલાલભાઈની ટીકામાં કહે છે, મોહભાવનો જયાં ક્ષય થયો હોય, અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, મોહ પ્રશાંત એટલે નબળો પડ્યો હોય, મોહ અશક્ત બન્યો હોય, તેને જ્ઞાની દશા કહેવાય. મોહનું જોર બહુ ન ચાલે. ઘરમાં દાદાજી બેઠા છે પણ વહુઓ આગળ એમનું જોર ચાલતું નથી. દાદાજી બહુ બોલે તો વહુઓ કહી દે કે દાદાજી ! છાનામાના માળા ગણો. મોહ છે ખરો પણ ઘરમાં દાદાજીની જેમ અહીં મોહનું જોર ચાલતું નથી. મોહ નબળો પડી ગયો હોય, અને તેની પાસે પૈસા હોય તો પ્રસંગ આવે ત્યારે લાખો રૂપિયા દાનમાં આપી દે છે અને જેનો મોહ પ્રગાઢ હોય તે પાઈ પાઈનો હિસાબ રાખે. એક ભાઈ ઘેર આવ્યા. મોટું પડેલું હતું તેથી પત્નીએ પૂછ્યું શું થયું? માં કેમ પડેલું છે ? શું કંઈ ખોવાઈ ગયું? ખિસ્સામાંથી કંઈ નીકળી ગયું ? કે પછી તમે કોઈને આપ્યું ? પેલો કહે, તું મને ઓળખતી નથી? હું કોઈને શું કામ આપું? અને મારા ખિસ્સામાંથી પડે એવું બને ખરું ? એ માટે ચિંતા કર નહિ પણ બન્યું એવું કે રસ્તામાં એક શેઠ રૂપિયા લઈને બેઠો હતો અને તે બંને હાથે જે આવે તેને આપતો હતો. આ મેં જોયું અને મારું બ્લડપ્રેશર વધી ગયું. આપતો હતો તે જોઇને મારું મોં પ્લાન થઈ ગયું. “દેતા થા સો દેખકે મુખડા ભયા મલિન'. આને કહેવાય પ્રગાઢ મોહભાવ. જેમ બ્રીટીશરો ચાલ્યા ગયા તો “અપને દેશમેં અપના રાજ'. હવે તેમની સત્તા નથી. તેમ જેનો મોહભાવ ચાલ્યો ગયો છે, છે જ નહિ તો આત્મા ઉપર આત્માની સત્તા છે. બીજાની સત્તા નથી. મોહભાવ જેનો ક્ષય થયો હોય, ક્ષીણ થયો હોય તેને જ્ઞાનીની દશા કહેવાય. આવી જ્ઞાનીની અવસ્થા છે. તન ધન સ્નેહ રહ્યો નહિ તાર્ક, છિનમેં ભયો રે ઉદાસી, જાકુ જ્ઞાનકળા ઘટાભાસી.” ખરી લડાઈ બે વચ્ચે છે (૧) જ્ઞાન અને (ર) મોહ. આધ્યાત્મિક સાધનામાં બે જ પક્ષ છે. એક મોહનો પક્ષ અને એક જ્ઞાનનો પક્ષ. જયાં જ્ઞાન હોય ત્યાં મોહ ન હોય અને જયાં મોહ હોય ત્યાં જ્ઞાન ન હોય. ખરો સંઘર્ષ સાધનામાં આ જ ચાલે. કયારેક મોહ કામ કરતો હોય અને કયારેક જ્ઞાન જીતતું હોય. આમ લડાઈ કરતાં કરતાં મોત હારી જાય અને જ્ઞાન જીતી જાય. સાધના કરવી એટલે મોહને ઘટાડતા જવું અને જ્ઞાનને વધારતા જવું. જેમાં જેમ જ્ઞાનનું બળ વધે તેમ તેમ મોહનું બળ ઘટે, તૂટે. જ્ઞાનનું બળ વધે અને મોહ ન ઘટે તો વાચા જ્ઞાન છે, વાયડો માણસ છે, તે અજ્ઞાની કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ કહ્યું છે કે અજ્ઞાની નાદુરસ્ત છે. તેને કોઈ સમજાવનાર કે કહેનાર મળશે પણ જે પોતે પોતાને જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહિ શકે માટે અમે જ્ઞાની છીએ એમ કહી દરવાજા બંધ કરશો નહિ. અજ્ઞાનીને માટે રસ્તો છે, તેને સમજાવી શકાય પણ અજ્ઞાની હોવા છતાં પોતાને For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા માંક-૧૩૮ જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહીં શકે. ઓલો અજ્ઞાની અંધકારમાં છે, પણ પોતાને જ્ઞાની માની બેઠેલો અજ્ઞાની મહાઅંધકારમાં છે. વિદ્યાયા વારે વર્તમાના: સ્વયે થરા: પંડિતમન્ચનાના: જુઓ, ઉપનિષદના શબ્દો કેટલા મઝાના છે. અવિદ્યાના ઘનઘોર અંધકારમાં અથડાઈ રહ્યો છે અને પોતે પોતાને પંડિત માની બેઠો છે, તો શું થયું ? મોહભાવનો જયાં ક્ષય થયો હોય અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય તે જ્ઞાનીની દશા છે. ઘણી વખત તમને થતું હશે કે અમારી કઈ અવસ્થા હશે ? કેટલો તાવ આવ્યો છે ? થર્મોમીટર મૂકો એટલે તરત જ ખબર. કોઇ ઢોંગ કરતું હોય તો તમે કહેશો, જરા થર્મોમીટર મૂકવા દે એટલે હમણાં ખબર. થર્મોમીટર કહેશે ૯૮.૬° જ તાવ છે, જોઈએ તેટલો, બરાબર છે. આ થર્મોમીટર તાવ માપવા માટે છે તેમ કેટલા પ્રમાણમાં મોહનો ક્ષય થયો છે તેના ઉપરથી જ્ઞાનીની દશાની ખબર પડે. મોહ ક્ષીણ ન થયો હોય ને પોતાનામાં જ્ઞાન છે એમ માની લે છે તેને ભ્રાંતિ કહેવાય. મેં એક વખત વાત કરેલી. જવાહરલાલ નહેરુ એક વખત ગાંડાની હોસ્પીટલની મુલાકાતે ગયા. એક સરસ જુવાન છોકરો હતો. ઇંગ્લીશ કડકડાટ બોલે. નહેરુજી સાથે હાથ મીલાવ્યા. નહેરુજીએ સ્ટાફને પૂછ્યું, તમે આ માણસને અહીં કેમ રાખ્યો છે ? આ તો હોંશિયાર ને બિલકુલ નોર્મલ લાગે છે. તેમણે કહ્યું કે તમે તેની પરીક્ષા કરવા એટલું જ કહો કે હું જવાહરલાલ નહેરૂ છું. તે છોકરો પોતાને પંડિત નહેરૂ માને છે અને તમે કહેશો કે હું નહેરૂ છું તો તમને મારવા દોડશે. તે છોકરો ભ્રાંતિમાં જીવતો હતો. આને કહેવાય ભ્રાંતિ. મોહનું કામ આપણને ભ્રમણામાં રાખવાનું છે. આ ભ્રાંતિ વેદાંતનો પ્રિય શબ્દ છે. મોહભાવ બે પ્રકારે છે. એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. માન્યતામાં અને સત્યના સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શન મોહ અને આત્માને જાણ્યા પછી પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં ઠેરવી શકતો નથી કે ઠરતો નથી એવી નબળાઈ જેના કારણે હોય તેને કહેવાય છે ચારિત્ર મોહ. - પરમકૃપાળુ દેવનું એક મહત્ત્વનું વાક્ય છે. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અથવા નિવર્તાવવાનો અભ્યાસ જીવને સતત કર્તવ્ય છે. સમજાયું કંઈ ? બંધ વૃત્તિઓને શમાવવી અથવા જેનાથી આપણને બંધ થાય તે પ્રક્રિયાઓને ઉપશમાવી દેવી અથવા નિવર્તાવી દેવી. બિલકુલ મુક્ત થવાનો અભ્યાસ જીવે સતત કરવા જેવો છે. કઈ બંધ વૃતિઓ છે? શેમાંથી બંધ થાય છે? મોહભાવ તે બંધ વૃતિઓ છે. ટૂંકમાં તમામ બંધન કરનાર વૃત્તિઓને એક ખાનામાં મૂકવી. એ ખાનું છે બંધભાવ. મોહનીય કર્મના ઉદયથી આત્મામાં જે ભાવો થાય છે તે આત્માને બંધ કરનાર છે. ફરી, મોહનીય કર્મના ઉદયથી ગાફેલ હોય ત્યારે આત્મામાં જે ભાવો થાય છે તે ભાવો આત્માને બંધ કરનારા છે. જરા વિગતથી સમજીએ તો, “આપ હી બાંધે, આપ હી છોડે, નિજ મતિ શકિત વિકાસી’. પોતે જ પોતાને બાંધે છે અને પોતે જ પોતાને For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છોડાવે છે. ચિદાનંદજી મહારાજે એક નાનકડી કડી કહી છે કે “બંધ નિજ આપ ઉદીરતા રે, અજા કૃપાની ન્યાય.” પોતે જ પોતાથી બંધાય છે અને પોતે જ પોતાના બંધનને તોડે છે. પોતે પોતાથી બંધાય છે તેનું ઉદાહરણ આપ્યું. એક ઠેકાણે છરી રાખી હતી અને ઘેટું ત્યાં ઊભું હતુ. ખાટકી જોડે હતો. તેને ઘેટાનો વધ કરવો હતો પણ છરી ભૂલી ગયો હતો તો લાવવી કયાંથી ? એવું થયું કે ઘેટાએ પગથી ખણી ખણીને જમીન ખુલ્લી કરી અને તેમાંથી છરી મળી આવી. ઘેટાએ પોતે જ ખણ્યું, ખોડ્યું અને ખાટકીને છરી મળી આવી અને તેણે ઘેટાનો વધ કર્યો. શાસ્ત્રોને એમ કહેવું છે કે આત્મા પોતે જ પોતાને બંધન કરે છે અને પોતે બંધાય છે. કોઇનો પણ વાંક કાઢશો નહિ કે કર્મ બહુ બળવાન છે, કાળ એવો છે, સંયોગો એવા છે, શું થાય ? ચોથા આરામાં જનમ્યા હોત તો સારું હતું. હવે જન્મી ચૂક્યાં, શું થાય? બળાપો ન કાઢો. यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङकेन नासौ पापेन लिप्यते ।। મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે જે તેની સાથે જોડાતો નથી તે જ્ઞાની છે અને જે જોડાય છે તેને કહેવાય છે અજ્ઞાની. આ મૌલિક સૂત્ર તમારા કામમાં લાગશે. ક્રોધ મોહનીય કર્મનો ઉદય છે, જે તેની સાથે જોડાયો, ક્રોધ કર્યો, તે ગયો. મોહનીય કર્મનો ઉદય છે અને અહંકાર કર્યો તે ઊડયો. મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે તેની સાથે જોડાઈ જાય તે અજ્ઞાની અને મોહનીય કર્મના ઉદયમાં જે જોડાતો નથી તે જ્ઞાની છે. પૂજા કરવી, માળા ગણવી, પાઠ કરવો તે બહારની સાધના છે. મોહનીય કર્મના ઉદયમાં ન જોડાવું અને પોતાના સ્વરૂપમાં ઠરવું, પોતાના સ્વરૂપમાં ટક્યું આને કહેવાય છે જ્ઞાનભાવ અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવું તેને કહેવાય છે મોહભાવ. ઉપમા કેવી આપી ? “સાવકાશવિ પન નાસી પારેન સ્થિતે I’ વિશાળ આકાશને હાથમાં કાદવ લઈને લીંપવા જાવ તો આકાશ લેવાતું નથી તેમ આવો આત્મા પણ કર્મથી લપાતો નથી. તમે આ લીંક અને સાંકળ તોડો છો. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મને બંધ કરનાર ભાવો મોહના કારણે થાય છે. આત્માનું જે અજ્ઞાન છે, તેને મજબૂત કરવાનું કામ દર્શન મોહનીયનું છે. આ કામની વહેંચણી છે. મોહરાજાએ કામો વહેંચી દીધા છે. મોહનીય કર્મના બે મુખ્ય દળ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મોહરાજાએ દર્શન મોહનીય કર્મને કહ્યું કે “તારે એક જ કામ કરવાનું, આત્માને પોતાનું ભાન થવા ન દેવું, બેહોશીમાં રાખવો. હું આત્મા છું એમ કહેનારા સાધુઓ મળશે. શાસ્ત્રો હશે. એ વાંચશે પણ ખરો પણ તારે દઢતાપૂર્વક હું આત્મા નથી પણ હું શરીર છું, એ ઘૂંટાવવું, એવી ભ્રમણામાં રાખવો.” આ કામ દર્શન મોહને સોંપી દીધું. પરંતુ કદાચ દર્શન મોહનીયનું બળ તૂટી ગયું અને સમ્ય દર્શનની પ્રાપ્તિ થઈ તો ચારિત્ર મોહનીયને બીજું કામ કરવાનું, નાના નાના રાગ દ્વેષો અંદર ઉત્પન્ન કરવા, જેથી તેના મનમાં વિક્ષેપ થાય એટલે પોતાના સ્વરૂપમાં કરી ન શકે. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્રમાંક-૧૩૯ કંઈ ખ્યાલ આવે છે, શું કહેવાઈ રહ્યું છે? પહેલું કામ બહુ મોટું ને મહત્ત્વનું છે, આત્મા વિષે જ્ઞાન થાય જ નહીં. જગતમાં મોટા ભાગના લોકોને આત્મા શું છે તે ખબર જ નથી. આત્મા શબ્દ તેમના કાને ગયો જ નથી. ગયો હોય તો થાય કે હશે કંઈ, હું છગનલાલ મગનલાલ છું. કદાચ એ અજ્ઞાન દૂર થયું હોય, એ ભ્રાંતિ દૂર થઈ હોય તો રાગ દ્વેષથી મનમાં વિક્ષેપ થાય છે. ધ્યાનમાં હોઈએ અથવા માળા ગણતા હોઈએ અને મનમાં વિક્ષેપ થાય છે, તો વિક્ષિપ્ત મન પણ એક પ્રકારની ભ્રાંતિ છે. આ ભ્રાંતિઓ ટળે કઈ રીતે ? બધી જ વખતે આત્મામાં દૃષ્ટિમાં રહે તો ભ્રાંતિ ટળે. ભ્રાંતિ ટાળનારા બે પરિબળો (૧) દર્શન (૨) ચારિત્ર (૧) દર્શન મોહનો ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયોપશમ થાય ત્યારે સમ્ય દર્શન થાય અને (૨) ચારિત્ર મોહનો ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયોપશમ થાય તો તેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય. આ બંને જો મળે તો તેનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થવો તેને કહેવાય છે જ્ઞાનભાવ અને આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તેને કહેવાય છે મોહભાવ. તમને કેટલું સ્પષ્ટ થયું ? પરમકૃપાળુદેવ કહે છે કે આના કરતાં વધારે શું કહેવું ? આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય, તેમાં સ્થિર થાય તે જ જ્ઞાનીની દશા અને આત્માનો ઉપયોગ, આત્માને બદલે પર પદાર્થોમાં જોડાય તો અજ્ઞાનીની દશા. આત્માનો ઉપયોગ નથી તેનું નામ ભ્રાંતિ અને આત્માનો ઉપયોગ છે તેનું નામ જ્ઞાન. મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત ; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ જ્ઞાનીનું લક્ષણ છે. મોટા વકતા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, હજારો શ્લોક કંઠસ્થ કર્યા હોય, કડકડાટ શાસ્ત્રો બોલતો હોય ને સાથે જો મોહભાવ ક્ષય હોય તો જ્ઞાની અને મોહભાવ ક્ષય થયો ન હોય તો અજ્ઞાની. આટલી ટૂંકીને ટચ વાત છે. તો સાધકે હવે કરવા જેવું શું રહ્યું ? તે આત્મભાવ દઢ કરતો જાય અને મોહભાવ તોડતો જાય. એક વાત એ પણ સમજી લો કે મોહભાવ તોડવા માટે આત્મભાવમાં સ્થિર થવા સિવાય બીજું કોઈ સાધન જ નથી. આત્મભાવમાં જ સ્થિર થવું પડશે. આત્મામાં જેટલો જેટલો સ્થિર થાય તેટલી ભ્રાંતિ ટળે. આ ભ્રાંતિમાંથી મુકિત મળે, એને મોહમાંથી મુકિત મળી તેમ કહેવાય. જે મોહમાંથી મુક્ત બન્યો તે રાગદ્વેષમાંથી મુક્ત બન્યો, એ કર્મોમાંથી મુક્ત બન્યો, તે જન્મમરણથી મુક્ત બન્યો. તે અહીં નહિ હોય પણ સિધ્ધશીલા ઉપર હશે. પરમપદ ઉપર હશે. આવી અવસ્થા જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય છે જ્ઞાનભાવ. આ એક પક્ષ અત્યારે પૂરો થયો. ૧૪૦મી ગાથામાં એક બીજો પક્ષ છે. તેમાં ‘તે કહીએ જ્ઞાની દશા' લીટી છે. આ ૧૩૯માં ગાથામાં પણ તે કહીએ જ્ઞાનીદશા, એ જ લીટી છે પણ ત્યાં સંદર્ભ બદલાયો છે. અહીં લખ્યું છે ભ્રાંત-ભ્રાંતિ અને ૧૪૦મી ગાથામાં લખ્યું છે વાચાજ્ઞાન. બહુ બોલતો For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોય તો વાચાળ કહેવાય. ઘણા બોલકણા માણસો વાયડા હોય છે. અમારે આમ છે, અમારે આમ છે, હોય કાંઈ નહિ. માત્ર વાચજ્ઞાન. વાચાજ્ઞાનમાં બે દર્શનોની વાત એક જ કડીમાં કરી છે. એક પક્ષ વેદાંતનો છે અને એક પક્ષ અધ્યાત્મનો છે. બંને પક્ષની વાત ૧૪૦મી ગાથામાં કરવાની છે. અમે આત્મસિદ્ધિની વાત કરી. આત્માના ષ સ્થાનકની વાત પણ કરી, તમે તે વાત સાંભળી. હવે અમારે એ કહેવું છે કે આનો વિચાર કરી તમારે કરવું શું? આટલું કહ્યા પછી અમારું કામ પૂરું થાય છે. અમે હવે બોલવાના નથી. અમારું મૌન ચાલુ થશે. આ વર્ણન કર્યા પછી આ વાત છેલ્લે છેલ્લે તમને કહીશું કે આવી અવસ્થા જેઓએ પ્રાપ્તિ કરી છે અને આ ધરતી ઉપર આપણી વચ્ચે જીવતા હોય, શરીરમાં હોય, શરીરધારી હોવા છતાં તેઓ નિરાકાર પરમાત્માની ભૂમિકા ઉપર જીવતા હોય, તેવા સાકાર પરમાત્માની ઓળખાણ કરાવી, તેના ચરણોમાં વંદન કરીને અમારી આત્મસિદ્ધિની સમાપ્તિ થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦ પ્રવચન ક્રમાંક - ૧૧૩ ગાથા માંક - ૧૪૦ જાગીને જોઉં તો જગત દિસે નહિ સકળ જ ગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન ; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. (૧૪૦) ટીકા - સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (૧૪૦) આત્મસિધ્ધિ શાસ્ત્રની અંતિમ ગાથાઓ છે. મહાપુરુષોને કહેવાની ખૂબી હોય છે. તેમને જે કહેવું હોય તે પ્રારંભમાં જ કહી દે. એમણે કહ્યું કે આપણે દુઃખી છીએ. અનંત દુઃખ આપણે ભોગવતા આવ્યા છીએ. આજે પણ ભોગવીએ છીએ. તેના કારણની ખબર છે ? જે સ્વરૂપ સમજ્યા વિના', આત્મસિધ્ધિનો પાયો અહીં નખાયો. દુઃખનું કારણ બહાર કયાંય નથી પણ પોતાનું સ્વરૂપ સમજયા નથી એટલે દુઃખ છે. તો ઉપાય શું ? “સમજાવ્યું તે પદ નમું.” એ પદ સમજવું પડશે અને જેમણે સમજાવ્યું તે અમારા સદ્ગુરુ છે અને એ જ વાત અંતિમ ગાથામાં કહી કે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત'; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. વળી આ ૧૪૦મી ગાથામાં કહ્યું કે, સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાશાન. જે જ્ઞાની છે તેની આંતરિક અવસ્થાની વાત કરી. એમના મોહભાવનો ક્ષય થયો છે, એ સ્વરૂપમાં રમે છે, તેમનામાં સ્થિરતા આવી છે. તેમની વૃત્તિ બહાર જતી નથી, તેમને વિકલ્પો નથી, ભય નથી, મૂંઝવણ નથી, આસક્તિ અને પ્રમાદ નથી. એમને કષાયો નથી, રાગદ્વેષના આંદોલન નથી. નિરંતર સત્ ચિત આનંદ સ્વરૂપ પોતાના આત્મામાં ઉપયોગ ઠેરવે છે, અર્થાત્ અપને ઘરમેં નિવાસ કરતા હૈ.' આ તેમની અંદરની અવસ્થા છે. સમગ્ર સાધના મોહનો જય કરવા માટે છે. પરમકૃપાળુ દેવે કહ્યું કે ચારિત્રમોહનો પરાજય કરીને જયાં અપૂર્વકરણ ગુણસ્થાન છે, ત્યાં હું આવું છું. પરંતુ પછીનું કામ મહત્ત્વનું છે. “મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જયાં ક્ષીણવોહ ગુણસ્થાન જો.” મોહરૂપી સ્વયંભૂ સમુદ્ર તરીને જયાં ક્ષીણમોહ ગુણસ્થાન છે ત્યાં હું આવું છું. દશમેથી સીધો બારમે For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૩ જાય તો ત્યાંથી પાછું આવવું ન પડે. પરંતુ દશમેથી અગિયારમે ગુણસ્થાનકે પહોંચે તો તે પાછો ફરવાનો જ. બારમે ગયો તે ક્ષીણમોહ અવસ્થા છે. ત્યાં મોહનો સંપૂર્ણ ક્ષય છે. ખૂબીની વાત તો એ છે કે મોહનીય કર્મનો ક્ષય જેવો જાય તેની સાથે બાકીના ત્રણ કર્મો – અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનો અંતર્મુહૂર્તમાં ક્ષય થાય છે કારણકે તેને ટેકો મળતો નથી. મોહ એ આધાર છે, મોહ એ છત છે. મોહ હોય તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પૂરેપૂરું કામ કરે. મોહ ગયો એટલે ત્રણે કર્મોનું જોર તૂટયું, બળ તૂટયું અને તે અંતર્મુહૂર્તમાં ક્ષય થઈ જાય, એટલે આત્માની પોતાની અસ્મિતા, તેજસ્વિતા ઉપલબ્ધ થાય અને આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે. આવા જે જ્ઞાની તેમની આંતરિક અવસ્થાની વાત કરી. આ ગાથામાં એક મૌલિક વાત કરી કે જ્ઞાનીપુરુષ જગતને કેવી રીતે જોતા હશે? જ્ઞાનીનો જગત પ્રત્યે કેવો અભિપ્રાય હશે ? કેવો અભિગમ હોય ? જ્ઞાની કદી પણ જગતની નિંદા કરતા નથી. જ્ઞાની જગતને વગોવતા નથી. જ્ઞાની કદીપણ જગત ખરાબ છે એમ કહેતા નથી. તેમનો અભિગમ વાસ્તવિક છે. તેમને એમ કહેવું છે કે આ જગત જે દેખાય છે તે અને તે જગતના પદાર્થો આપણે વારંવાર વાપરીએ છીએ, તે એઠ જેવા છે. સંસારમાં રહેવું, મોહમાં રહેવું અને જગતમાં રહેવું તેનો અર્થ જગતમાં જે પદ્ગલિક પદાર્થો છે તેને વારંવાર ભોગવવા અને વારંવાર તેમાંથી સુખ મેળવવાની કોશિશ કરવી. તેમાંથી શું મળે છે, તેનો વિચાર આપણે કરતા નથી. આપણને પણ આશા છે કે આજ નહિ તો કાલ તેમાંથી સુખ મળશે. આમ આશા આપણને ખેંચી જાય છે. ગાયને ઘેર લઈ જવી હોય તો ભરવાડ એક ઉપાય કરે છે. ઘાસનો પૂળો આગળ રાખે. બહુ દૂર પણ નહિ અને નજીક પણ નહિ. તેને ઘાસ ખાવા દેતો નથી પણ ગાયને દેખાયા કરે તેમ રાખે. આ કારણથી ગાય દોરાઈને ઘેર આવી જાય છે. મોહનું કામ પણ આવું જ છે. આપણી સામે જગતનાં પુદ્ગલોનો પૂળો રાખે. ખાવા ન મળે પણ નજર સામે હોય એટલે સંસારમાં પ્રવેશ થઈ જાય અને તેમાં ને તેમાં જ ઉપયોગ રહે. જગત પ્રત્યે જ્ઞાનીની દૃષ્ટિ અદ્દભુત છે. શબ્દ છે, “સકળ જગત તે એઠવ.” શબ્દ કડવો છે પણ તથ્ય જે છે તે મહત્ત્વનું છે. આ જગતમાં પૌદ્ગલિક પદાર્થો અનંત છે અને તે પદાર્થોને ભોગવનારા જીવો પણ અનંત છે. અનંતવાર ભોગવવાની અપેક્ષાએ પૌદ્ગલિક પદાર્થો ઓછા છે, મર્યાદામાં છે એટલે એનાં એ પદાર્થો વારંવાર અનેક વ્યકિતઓ ભોગવે છે અને ભોગવીને છોડે છે, એ જે પદાર્થો છોડ્યા છે તેનો ભોગવટો આપણે કરીએ છીએ અને તેમાં સુખ માનીએ છીએ. જ્ઞાની એમ કહે છે કે બીજાએ જે પુદ્ગલો ભોગવીને છોડ્યાં તે પુદ્ગલો એઠ કહેવાય. તમે જગતના પૌદ્ગલિક પદાર્થો તથા તેના ગુણો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને ભોગવો છો તે બધા પદાર્થો જગતના જીવોએ અનંતવાર ભોગવેલા છે. એ જ આપણે ફરી ફરી ભોગવીએ છીએ. તમે કોઈને ત્યાં જમવા ગયા હો અને જયાં એઠવાડ ભેગો કરે છે ત્યાં તમને બેસાડે For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ४०४ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦ અને તે એઠવાડ તમારી થાળીમાં પીરસે તો તમે જમો ખરા ? તુરંત જ આંખ લાલઘૂમ થઈ જાય. તમે ઊભા થઈ જાવ ને કહોને કે શું અમે ભિખારી છીએ કે એઠવાડ ખવરાવો છો ? જ્ઞાની પુરુષો કહે છે કે જગતમાં બધા પદાર્થો એક જ છે. વારંવાર ભોગવાયેલાં છે છતાં એ ભોગવવામાં તમને આનંદ આવે છે, અને તેની પાછળ તમે દોડો છો. રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શ આ પાંચ વિષય સંબંધી જેટલાં પદાર્થો છે, તે બધા જ પદાર્થોને એક શબ્દમાં પુદ્ગલ કહેવાય. આ જે દેખાય છે તે બધું પુદ્ગલ છે. તેને જડ પણ કહે છે. પરમાણુઓનો જથ્થો પણ કહે છે. એક શિષ્ય જંગલમાંથી ગામમાં આવી રહ્યો હતો. ગુરુએ તેને પૂછયું કે તું બજારમાંથી અહીં આવ્યો તો તે ત્યાં શું શું જોયું? શિષ્ય કહ્યું કે માટીનાં પૂતળાં માટીને ફેરવતાં હતાં તે મેં જોયું. કંઈ સમજાયું? આપણે બધા માટીનાં પૂતળાં અને રમીએ છીએ પણ માટીનાં પૂતળાં સાથે. બધી જ પુદ્ગલની જાત. આપણે લડીએ છીએ પણ માટી માટે. જ્ઞાની પુરુષ કહે છે કે સમસ્ત જગતનાં પુદ્ગલો અનંત જીવોએ અનંતવાર ભોગવીને છોડી દીધેલ છે. જગતનો કોઈપણ પદાર્થ કે કોઈપણ ચીજ ઉપયોગ થયા વિનાની ફેશ, તાજી નથી. બધું જ વારંવાર ભોગવાયેલું છે. સ્વચ્છ કે નવોનકોર જગતનો કોઈપણ પદાર્થ નથી. જગતના તમામ પદાર્થો અનંત જીવોએ અનંતવાર ભોગવ્યા છે. એ અનંતવાર ભોગવેલા પદાર્થોને અમે એઠ કહીએ છીએ. જ્ઞાની જગતના પદાર્થોને એઠ માને છે. તેઓ નિંદા કરતા નથી પણ આ તથ્ય છે. આ એક છે એવું જયારે લાગે ત્યારે ખાવાનું મન ન થાય પણ આપણને તો તે ભોગવવાનું મન થાય છે. આપણે એક ખાઈને જીવવા ટેવાયેલા છીએ અને એઠ ખાઈને જીવીએ છીએ. તેમાં પણ શરીર ભોગવવાનું સાધન છે. સજાતીય અને વિજાતીય, સ્ત્રી અને પુરુષ માટે શરીર એક મહત્ત્વનું સાધન છે. તે શરીર પણ અનેકવાર ભોગવાયેલું છે. શરીર જે બન્યું છે તે અનંતવાર ભોગવાયેલાં પુદ્ગલ પરમાણુઓમાંથી બન્યું છે. આવું શરીર અને જગતના બીજા પદાર્થો ભોગવવામાં તને જે રસ પડે છે તે ખરેખર એઠવાડો છે અને તને તે ગમે છે. પરંતુ જ્ઞાની પુરુષોને એઠવાડો ગમતો નથી. પર પરિણામિકતા અછે, જે તુજ પુગલ જોગ હો મિત્ત, જડચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. દેવચંદ્રજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં એમ કહ્યું કે તારામાં પર તરફ જવાની વૃત્તિ છે ને સુખ લેવા તું ત્યાં જાય છે. જગતનાં પદાર્થોને પ્રાપ્ત કરે છે, વારંવાર ભોગવે છે, તેમાં આસક્ત બને છે, કલેશ અને કંકાસ કરે છે, લડે છે, દ્વેષ કરે છે, વેર વિરોધ કરે છે, એ બધા પદાર્થો જગતના અનંત જીવોએ ભોગવેલા છે. તમે જેના ઉપર માલિકી કરો છો તેના ઉપર ઘણાએ માલિકી કરી લીધી છે. એ દાવાઓ કોર્ટમાં ચાલ્યાં નથી પણ માલિકી અનેક લોકોએ કરી લીધી છે. ૫૦, ૬૦ કે ૭૦ વર્ષ અથવા ૫૦૦ વર્ષ વધારે જૂનું મકાન હોય તો તે મકાનમાં અનેક લોકોએ માલિકી કરી લીધી છે. એક ભાઈ રસ્તામાં જતા હતા, તેણે For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૫ કહ્યું કે પહેલા અમે આ મકાનમાં રહેતાં હતાં. હવે બીજા મકાનમાં રહેવા ગયા છીએ પણ તે મકાન આના જેવું નથી. તો શું અર્થ નીકળ્યો? તેણે જયાં માલિકી ભોગવી છે ત્યાં બીજાઓ પણ માલિક બની રહ્યાં છે. પદાર્થ એક જ અને માલિકી બદલાયા કરે છે. આમ જગતના પદાર્થો અનંત વાર અનંત લોકોએ ભોગવેલા છે. તે ભોગવવામાં આનંદ પણ શું ? રસ પણ શું ? એક ગાથા મહાપુરુષે કહેલી છે. रक्तो बंधति तम्मं, मच्चति जीवो विरागसंपन्नो । असो जिणोवदेसो, तम्हा कम्मेसु मा रज्ज || માગધી ભાષામાં આ બહુ મૌલિક ગાથા છે. આ ગાથામાં એમ કહ્યું કે આ ધરતી ઊપર જેટલા તીર્થકર દેવો થયા, તે બધાએ જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તથા અત્યારે જે તીર્થકરો છે તે આપે છે અને જે પછી થવાના છે તે પણ આ જ ઉપદેશ આપવાના છે. એ તમામ ઉપદેશનો અર્ક અમે તમને નાનકડી લીટીમાં કહીએ છીએ. આ ડ્રાફ્ટ છે. લાખ રૂપિયા રોકડા, ખણખણ અવાજ કરે. રૂપિયા ભેગા ફેરવવા હોય તો ખટારો રાખવો પડે પણ લાખ રૂપિયાનો ડ્રાફટ ખીસામાં મૂકી દો તો વજન ન લાગે, તેમ આ તમામ ઉપદેશનો સાર આ છે. જગતના પદાર્થો તરફ આકર્ષાઇને, જગતના પદાર્થોમાં સુખ છે એમ માનીને, જગતના પદાર્થો ભોગવવાની લાલચે, જે પદાર્થ ફ્રેશ નથી, પણ અનંત જીવોએ જે ભોગવેલા છે તેવા એઠવાડા જેવા પદાર્થોમાં રાગ દૃષ્ટિ રાખીને જેને ભોગવવાની ઇચ્છા છે તેવો આત્મા પાપથી બંધાય છે અને તેનાથી જેને સભાનતા આવી છે, જેનો રાગ તૂટયો છે, જેને વૈરાગ્ય આવ્યો છે તે આત્મા મુક્ત થાય છે. જીવ રાગથી બંધાય છે અને વૈરાગ્યથી છૂટે છે. જે વૈરાગી થયો તેને ભાન થયું છે કે જગતના પદાર્થો હું જે ભોગવું છું તે પહેલી વખત ભોગવું છું તેમ નથી. મેં જ ભોગવ્યા છે તેવું નથી. આ તો ભોગવતાં ભોગવતાં અનંત જીવોએ તે પદાર્થો ભોગવી ભોગવીને છોડયા છે, તે જ પદાર્થો આપણે ભોગવીએ છીએ. આ ગૂંચવાડો સમજાય છે ? એક શરીર છૂટયું તે ભોગવ્યું પછી બીજું શરીર આવ્યું તે પણ ભોગવ્યું. જુદાં જુદાં શરીર આપણને મળે છે તેનો પુદ્ગલોનો અનેક વ્યકિતઓએ ઉપભોગ કરેલ છે માટે આ એડજેવા કર્મના ફળમાં તમે રાગ દ્વેષ કરશો નહિ. કર્મના ફળ બે પ્રકારે છે. સુખ અને દુખ. એ સિવાય કર્મનું ત્રીજું ફળ નથી. કર્મ ફળ આપે ત્યારે શું આપે? સુખ અથવા દુખ, આ બંનેમાંથી આપણે પસાર થઈએ છીએ. માટે કહ્યું કે સુખ અને દુઃખ એ કર્મનાં ફળ છે, તેમાં તમે રાગ પણ ન કરશો અને દ્વેષ પણ ન કરશો. અનંત તીર્થકર દેવોને આ કહેવું છે. સકળ જગત છે એઠવત.” આખું જગત એઠવાડ છે. “જડ ચલ જગની એઠ” એ જડ છે એક વાત, તથા એ ચલ છે એટલે કાયમ રહેતું નથી. ગમે તેવી સારામાં સારી મીઠાઈ પણ બગડી જાય છે. કાયમ સારી રહેતી નથી. ફ્રીજમાં પણ થોડો વખત સારી રહે પછી ફૂગ વળ્યા વગર ન રહે. સારામાં સારી વસ્તુમાં પણ પરિવર્તન તો થવાનું જ. આવા For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦ જગતના પદાર્થો, હે જીવ ! તને કેમ ગમે છે? તું કેમ એ તરફ જાય છે ? જ્ઞાની આ સમજીને જગતના પદાર્થોમાં આસક્ત બનતો નથી. આને કહેવાય છે જ્ઞાનની દશા. તેઓ એમ કહે છે કે તમને જે મળે છે તે મૂળ વસ્તુ નથી. આ વધેલો એઠવાડ છે. રાજી થવું હોય તો થાવ અને ખાવું હોય તો ખાવ. આપણે રાજી થઈને ખાઈએ છીએ. આપણે મૂળ માલ ખાનાર નથી, એઠવાડ ઊપર જીવનાર છીએ. જ્ઞાની એઠવાડ સામે જોતો નથી અને અજ્ઞાની એઠવાડ વગર જીવી શકતો નથી. આમ બંનેની અવસ્થા જુદી જુદી છે. જગતના પદાર્થો ઉપર અરુચિ જો થઈ જાય, તો તેનું આકર્ષણ ટળી જાય. જગત એઠવત છે. તે વાત પૂરી ન સમજાય તો કહે છે કે આખું જગત સ્વપ્ન સમાન છે. પરમકૃપાળુદેવે મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભિખારી ભિક્ષા લઇ વૃક્ષ નીચે બેઠો હતો અને તેના ચણિયામાં જે કંઈ એઠવાડ વધેલો તે લાવેલો હતો, તેમાં મીઠાઈ પણ હતી. તે તેણે ખાધી, પછી ગંદુ પાણી જે હતું તે પીધું, ઊંઘ આવી અને ઝાડ નીચે સૂઈ ગયો. તેને સ્વપ્ન આવ્યું કે નગરના રાજાનું મૃત્યુ થયું છે. એને દીકરો ન હતો. મંત્રીએ કહ્યું કે હાથીની સૂંઢમાં કળશ લઈને બધે ફરો. જેના ઉપર કળશ ઢોળે તે રાજા બનશે. હું સૂતો છું અને રાજાનો હાથી મારી પાસે આવ્યો. મારા ઉપર તેણે કળશ ઢોળ્યો. મંત્રીએ કહ્યું કે સાહેબ ! આ રાજ્ય તમારું છે. મને લઈ ગયા. હજામત કરાવી, નવરાવ્યો અને ચોખ્ખાં નવાં નકોર કપડાં પહેરાવ્યાં. રાજયાભિષેક કર્યો, રાજગાદી ઉપર બેઠો. હીરામાણેક જડેલું સિંહાસન છે. ચારે બાજુ પંખા વિંઝાઈ રહ્યા છે અને ચામર ઢોળાઈ રહ્યા છે. સુંદર સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે. આ જોઈને મને આશ્ચર્ય થાય છે. બધા ખમા ખમા કરે છે, મારી ખબર પૂછે છે. મને આનંદ થાય છે. એટલામાં વિજળીનો કડાકો થયો. મેઘની ગર્જનાઓ થવા માંડી અને મારી આંખ ખૂલી ગઈ. જોયું તો ફાટેલી ઝોળી અને ચપનિયું પડ્યું હતું. ત્યારે તે રોવા લાગ્યો કે મારું બધું ગયું. રસ્તા ઊપરથી મુસાફર નીકળ્યો અને તેણે પૂછયું કે કેમ શું થયું, સાહેબ ! જેવું તેવું દુઃખ નથી પડ્યું, હું રાજા હતો, સિંહાસન પર બેઠેલો હતો. ચામરો વીંઝાતા હતાં, સંગીત ચાલતું હતું, નૃત્યો થઈ રહ્યાં હતાં અને અચાનક બધું ચાલ્યું ગયું. ત્યારે તું ક્યાં હતો? તો કહે, હું સ્વપ્નામાં હતો. મૂરખના સરદાર ! સ્વપ્ન સાચું હોય ? એક કહેવત છે કે “સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિ જો.' સ્વપ્નામાં જો સુખડી ખાધી હોય અને ઊઠો ત્યારે ભૂખ મટી નથી જતી. ભૂખ તો હોય જ છે. આ જગત જે દેખાય છે તે સ્વપ્ના જેવું છે. આ ભિખારીને બધું સાચું લાગ્યું તેથી દુઃખ થયું. “જાગીને જોઉં તો જગત દિશે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” સ્વપ્નામાં દેખાય ત્યારે સારું લાગે પણ જાગીને જુએ ત્યારે દેખાતું નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સ્વપ્નામાં ભ્રાંતિ થાય છે અને ભ્રાંતિ થવાના પરિણામે એને સાચું માની લઈએ છીએ. આપણને આપણો સંસાર સાચો લાગે છે. કોઈ તમને કહે કે સ્વપ્નામાં તમારું ઘર તે For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ४०७ મારું છે. આપણે કહીએ કે હોતું હશે ? સ્વપ્નામાં ખાધું પીધું તે પણ સ્વપ્ન જ છે. કોઈ સ્વપ્નામાં આપણી છાતી ઉપર ચડી બેસે અને બીકથી આપણે બૂમ પાડીએ, પછી કોઈ પૂછે કે અરે ! શું થયું? તો તુરંત જ કહો છો કે મારી છાતી ઉપર કોઈ બેઠું છે, તેવો ભ્રમ થયો. એક ભાઈ કહે મારા માટે રાજાની કુંવરી રાહ જોઇને બેઠી છે. અરે ! તારા માં સામે તો જો. ના, ના, મને સ્વપ્નામાં એવું લાગ્યું. ઘડીભર સારું લાગતું હશે પણ સ્વપ્ન સાચું નથી. જગત આપણને સાચું લાગે છે, પણ જગત સાચું નથી. એટલા માટે કહ્યું કે આપણે જગતને અને જગતના પદાર્થોને ઓળખી લઈએ. આપણી સામે પદાર્થો આવે છે ત્યારે આપણો અહમ્ ભાવ અને મમત્વભાવ દૃઢ થાય છે, તેથી અનાદિ કાળના સંસ્કારના કારણે વારંવાર આપણે ત્યાં જ જઈએ છીએ. એક નાનકડા સૂત્રમાં કૃપાળુદેવે કહ્યું છે કે જાગૃતિમાં જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય એટલે જાગૃત અવસ્થામાં આપણો ઉપયોગ જેમ જેમ શુધ્ધ થાય તેમ તેમ મોહ અને આસકિત ઘટતી જાય, અજ્ઞાન ઘટતું જાય અને આપણો ઊપયોગ શુધ્ધ અને જાગૃત થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરિક્ષણપણું સંભવે છે અને તેમ તેમ સમજાતું જાય છે કે દેખાતું આ જગત જેને આપણે સાચું માનીએ છીએ તે તેમ નથી. એ વાતનું તારણ કાઢીએ તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જગતમાં સાવ સાચી અને શુધ્ધ વસ્તુ હોય તો તે એક માત્ર આત્મા છે. બાકી બધું અસાર અને એઠ છે, તે સાવ સાચી વાત છે. સ્વપ્નામાં જે સાચું લાગે તે જાગૃત અવસ્થામાં સાચું નથી, આત્મા માટે હિતકારી નથી. આમ હોય તો ઠીક અને તેમ હોય તો ઠીક, આ મળે તો સારું અને ન મળે તે નહિ સારું, આ બધા કંઢો તારામાં જે થાય છે તે સ્વપ્ન અવસ્થાને કારણે થાય છે. તો શું વાત આવી ? “સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન.” આ જો સમજાઈ જાય અને તે પ્રમાણે જીવે તો તેને જ્ઞાનદશા અથવા જ્ઞાનીની અવસ્થા કહેવાય અને આવી સમજણ ન હોય તો મહાપુરુષો કહે છે કે આ બધું વાચાજ્ઞાન છે. વાચાજ્ઞાન શબ્દ બહુ મહત્ત્વનો છે. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી, વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. આ ગાથા મતાર્થીના લક્ષણમાં કૃપાળુદેવે કહી છે. નિશ્ચયનયની વાત કરે પણ જીવનમાં અનુભવ નથી. તે અનુભવ વગરનો જ્ઞાની પોતે તો ન તરે અને બીજાને પણ ન તારે અને ઘણી વખત તો બીજાને ડૂબાડી દે છે. કોઈએ એમ કહ્યું છે કે કોઈક ગુરુ લોઢાની નાવ જેવા હોય છે. પોતે તો ડૂબે ને બીજાને ય ડૂબાડે. તે જ્ઞાની નથી પણ વાચાજ્ઞાની છે. અનુભવ નથી, ડાહી ડાહી વાતો કરે છે કે બ્રહ્મ સત્ય છે, જગત અસાર છે પણ તેની નજર જગતના પદાર્થો ઉપર છે. હજી મોહ છૂટયો નથી. સમળી, ગીધ પક્ષી આકાશમાં ઊંચે ઊંચે ઊડે પણ તેની નજર ધરતી ઉપર હોય અને દૃષ્ટિ કયાં ? તો મરેલાં પ્રાણી ઉપર. ચડે છે ઊંચે આકાશમાં પણ નજર નીચે ધરતી ઉપર, મરેલા પ્રાણી ઉપર. તેમ વાચા જ્ઞાની જ્ઞાનની ઊંચામાં ઊંચી For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્રમાંક-૧૪૦ વાતો કરે છે પણ નજર જગતના પદાર્થો ઉપર છે. આ ઠંદ્ર સમજી લો, રાજમતીએ કહ્યું કે ભોગ વખ્યાં રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અગંધનકુળના હોય રે. દેવરિયા મુનિવાર ધ્યાનમાં રહેજો.' મુનિરાજ એવા હોય કે જે ભોગ વમી નાખ્યાં છે તેને પછી ઇચ્છતા નથી. આ વમી નાખેલા પદાર્થો ભોગવવામાં તમને શું રસ ? છતાં જો ઈચ્છે તો તેનું જ્ઞાન વાચાજ્ઞાન છે. વાચાજ્ઞાની પોતે તરતા નથી અને બીજાને તારી પણ શકતા નથી. આ બે ગાથાઓમાં જ્ઞાની કેવો હોય ? તેની અવસ્થા-અંતરંગ દશા કેવી હોય ? જગત સાથે તેનો અભિગમ – એપ્રોચ કેવો હોય ? એ જગતને – પદાર્થોને એક માનીને ચાલે છે. સ્વપ્ન સમજીને ચાલે છે માટે કયાંય પણ અટકતો નથી, ઊભો રહેતો નથી, એમાં રોકાતો નથી. એમાં ભય રાખવા જેવો પણ નથી. સ્વપ્નામાં મળ્યું તો પણ બરાબર છે. સ્વપ્ન ગયું તો પણ બરાબર છે. કારણ કે કંઈ થતું નથી, જાગ્યા પછી સબ સરખા. કંઈ હાથમાં આવ્યું પણ નહિ અને કંઈ ગયું પણ નહિ. માટે કહ્યું કે કોઈપણ ઠેકાણે સમજયા વગર ઊભા રહેશો તો મુશ્કેલ. સ્વપ્નામાં લૂટાયા કે ધનના ઢગલા મળ્યા પણ તે ખોટું છે. આખું જગત સ્વપ્ન જેવું છે, આવું જે સમજાવે છે તે પણ જગતમાં રહેવાના અને તમે પણ રહેવાના, પણ તે રહેવાની રીત બદલાઈ જાય. તેથી આ જે આસક્તિ છે, ખદબદાટ છે, કલેશ છે, વૈમનસ્ય છે, મોહ છે, પ્રપંચ અને ખટપટ છે, આટલી બધી મૂંઝવણ અને કંઠ અનુભવાય છે તે બધું જ શાંત થઈ જાય અને તમે શાંતિથી જીવી શકો. આનંદથી, પ્રેમથી, સ્વસ્થતાથી, ભય વગર જીવી શકો. કારણ? આ જગત દેખાય છે પણ તે સ્વપ્ન જેવું છે, સત્ય નથી. સ્વપ્નામાં મૂંઝાવા જેવું પણ નથી અને ખુશ થવા જેવું પણ નથી. સ્વપ્ન એ સ્વપ્ન જ છે. પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે સ્વપ્નસુ કો રાજ સાચ કરી માચત, રાચત રે છહ ગગન બદલી રે. સ્વપ્નામાં મળેલું રાજય એને સાચું માની જો કોઈ ચાલે તો લોકો તેને મૂર્ખ કહે છે. સ્વપ્નામાં રાજ્ય મળ્યું અને સવારે કહેવા નીકળ્યો કે હું હિંદુસ્તાનના વડાપ્રધાન છું. ઓલો કહેશે તારા દેદાર તો જો, તું વડાપ્રધાન કેવી રીતે થાય ? કહે મને સ્વપ્ન આવેલું ? સ્વપ્નામાં જે ઘટના ઘટે છે તે સાચી નથી તેમ જગતમાં જે ઘટનાઓ ઘટે છે તે પણ સાચી નથી. તેના માટે રાગદ્વેષ કરવા જેવા નથી. તમારે જીવવું છે તો રાગદ્વેષ કર્યા વગર જીવી શકાશે પણ તમારે એમ સમજવું પડે કે આ એક છે. તેના માટે ઝઘડો કરવા જેવું નથી. નોટોની થપ્પીઓ પડી હોય અને કોઈ પૂછે કે આ શું છે? તો આપણે મલકાઈને કહીએ છીએ કે કરન્સી નોટો છે, પણ જ્ઞાની કહેશે એ બધું એઠવાડો છે. કેટલાના હાથો આ નોટને અડ્યા હશે? કેટલાના હાથમાં આ નોટો ફરી હશે ? લાંબો ટાઇમ નોટોને કોઈ એક હાથમાં રહેવું ગમતું નથી. તેને ફરવું ગમે છે, એટલે તો કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે. એક ઠેકાણે તે સ્થિર રહી શકતી For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૯ નથી. તેને બાંધો તો બંધાઈને રહેતી નથી. હોવું કે ન હોવું તે માત્ર સ્વપ્ન સમાન છે. આવી એક સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે જગતમાં જીવે તો છે પણ આનંદથી જીવે છે. જો કોઈ બે શબ્દો મીઠા કહે તો ખુશખુશ થઈ ગયા અને કોઈ વઢયું તો રિસાઈ ગયા તેમ તેને થતું નથી. જાગ્યા પછી એમ થાય કે આ તો બધું બન્યું તે સ્વપ્ન સમાન છે, રાજી થવા જેવું કે નારાજ થવા જેવું નથી. કોઈ કહે તે ગાંઠે બાંધવા જેવું નથી. જુઓ, જ્ઞાની બનશો ત્યારે બનશો, સંપૂર્ણપણે મોહનો ક્ષય થશે ત્યારે થશે પણ આ બધું બને છે તે સ્વપ્ન સમાન છે, આ વાતની સમજણ આપણામાં આવી જાય તો તમારું જીવન સુખમય, શાંતિમય અને પ્રસન્નતાપૂર્ણ થશે, પછી તમે ગાંઠે નહિ બાંધો. તમને હૃદયમાં ઘા નહિ લાગે. આપણે ઘણી વખત કહીએ છીએ કે તેમણે જે કર્યું છે તે અમે ભૂલ્યા નથી. હજુ હૈયે ચોટયું છે. શું કામ હૈયે ચોંટાડી દુઃખી થાવ છો? જરૂર શી ? તે બોલ્યો તે પણ સ્વપ્ન અને તમે દુઃખી થયા તે પણ સ્વપ્ન અને જો સ્વપ્ન હોય તો તેને સાચું માની દુઃખી સુખી થવાની જરૂર શી ? વેદાંતે જગતને સ્વપ્ન કહ્યું, વેદાંતનું સૂત્ર છે, “બ્રહ્મ સત્, જગત્ મિથ્યા.” મિથ્યા છે એટલે તમને દેખાય છે તેવું નથી. તમે માનો છો અને સમજો છો તેવું નથી. આ પદાર્થો કાયમ તમારી પાસે રહેશે નહિ, ભર્તુહરિ કહે છે કે કાં તો તમે પદાર્થોને છોડી જશો અથવા પદાર્થો તમને છોડી જશે. બેમાંથી એક ઘટના તો ઘટશે જ ને ! અને છેલ્લો વરઘોડો જયારે નીકળશે ત્યારે તમારા ફલેટમાં ગમે તેટલું ભર્યું હોય, સોફાસેટ, ટીવી, કારપેટ પાથરેલી હોય પણ કંઈ લઈ જઈ શકાશે નહિ. સિકંદર ખાલી હાથે જ ગયેલો. તેણે કહ્યું કે મારી શબયાત્રા નીકળે ત્યારે હીરા મોતીના ઢગલા આગળ રાખજો. આ શસ્ત્રો ખિતાબો સાધનો સાથે લાવજો અને કહેજો કે આ બધા સાધનો મેળવવા માટે સિકંદરે આખી જીંદગી લડાઈ કરી, પણ આ બધા સાધનો અહીં જ મૂકીને સિકંદર જાય છે. આ સાધનો અહીં જ પડ્યા રહેશે. અને બીજી પણ વાત એ કરી કે મારી પાસે કુશળમંત્રીઓ પણ હતા, તેઓ કાયદાનો ગમે તેવો ગૂંચવાડો ઉકેલી શકે અને ગમે તેવા પ્રશ્નો હલ કરી શકે પરંતુ મૃત્યુનો ગૂંચવાડો મારા મંત્રીઓ હલ કરી શક્યા નથી. એક ત્રીજી વાત પણ એ કરી કે મારો જનાજો નિષ્ણાત વૈદ્યો ઉપાડે બીજા કોઈ નહિ. હું જગતને કહેવા માંગું છું કે નિષ્ણાત વૈદ્યો પણ મને બચાવી શક્યા નથી. “દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે ?' તેઓ મારા આયુષ્યની દોરી લંબાવી શક્યા નથી. હજારો સ્ત્રીઓ સાથે ચાલી રહી છે તે પણ સાથે આવી શકતી નથી. અને બહુ મહત્ત્વની વાત તો તેણે એ કરી કે મારા બંને હાથ નનામીના કફનની બહાર રાખજો. દુનિયાને ખબર પડે કે સિકંદર જઈ રહ્યો છે પરંતુ દુનિયામાંથી કંઈપણ લીધા વગર, ખાલી હાથે જઈ રહ્યો છે. આ બધું સ્વપ્ન જ છે તેમ આપણને સમજાય તો જીવન બદલાઈ જશે. કલેશ, કંકાસ, ઝગડાઓ ઓછા થઈ જશે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્રમાંક-૧૪૦ આને વધારે કેમ આપ્યું ? મને ઓછું કેમ ? આની રોટલીમાં ઘી વધારે ચોપડ્યું અને મારી રોટલીમાં ઓછું કેમ? આનો ચાનો કપ છલકતો ભર્યો, મારો ઓછો કેમ ? આવું કરી જીવનને કલુષિત ન બનાવશો. જીવનને કડવું અને અસ્વસ્થ ન બનાવશો, જ્ઞાની થશો ત્યારે થશો, સંપૂર્ણપણે મુક્ત થશો ત્યારે થશો. પણ વર્તમાનમાં સમજણ રાખી જગતને સ્વપ્ન સમાન ગણી જીવશો તો સુખેથી જીવન જીવી શકશો. આજે એ નક્કી થયું કે આ જગત એઠવાડ સમાન છે. તેમાં રાજી થવા જેવું નથી. તો શું કરશો? આપણે સંપીને પ્રેમથી રહેવું. એઠવાડ તમને વધારે આવ્યો ને મને ઓછો આવ્યો તો શું થઈ ગયું ? એમાં શું લડવાનું ? ઓછું વધતું હોય તો શું ? આવી સમજ આવી જાય તો જીવનમાં કામ થઈ જાય. આત્મસિધ્ધિના સમાપનમાં તમે આટલા વર્ષ સાંભળ્યું. બીજું કંઈ પણ થાય કે ન થાય પણ તમે શાંતિપૂર્વક જીવતા થાવ અને એઠવાડા માટે ન લડો. જગત સ્વપ્ન સમાન છે. આવું સમજીને જીવન જીવાય તો જીવન હળવું ફૂલ થશે. તમે ગાતાં ગાતા, નૃત્ય કરતાં કરતાં, ગરબો ગાતા ગાતા જીવન જીવી શકશો. તમારા જીવનમાં આહલાદ પ્રગટશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૧ પ્રવચન ક્રમાંક - ૧૧૪ ગાથા ક્રમાંક - ૧૪૧-૧૪૨ મોક્ષમાર્ગ સમ્યક પ્રચંડ પુરુષાર્થમાં છે. સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે છે હ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. (૧૪૧) દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. (૧૪૨) ટીકા - પાંચે સ્થાનકને વિચારીને જે છઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષનાં જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે, તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ તેને પામે. (૧૪૧) પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પના- રહિત, આત્મામય જેની દશા વર્તે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હો ? (૧૪૨) સરળભાષા અને પદ્ય એ મુમુક્ષુ જીવોને વિચારવામાં ઉપયોગી થઈ પડે છે. સૌભાગ્યભાઈએ કહેલું કે આત્માના પર્ષદનો પત્ર તો મળ્યો છે. વારંવાર વાંચીએ છીએ પણ અમારી બુદ્ધિ એટલી બધી કયાં છે કે અમે સૂક્ષ્મતાથી સમજી શકીએ. યાદ રાખી શકીએ ? તેમને વિનંતી કરેલ કે પદ્યમાં હોય તો કંઠસ્થ કરવામાં સુગમ થાય તેથી આત્મસિધ્ધિ મૂળ તો તેમના માટે જ લખાણી ને મોટી ઉંમરે તેમને આ પ્રાપ્ત થઈ પણ કહેવત છે ને શેરડી પાછળ એરંડા પી જાય. સૌભાગ્યભાઈ શેરડી જેવા અને આપણે એરંડા જેવા, એમના નિમિત્તે આપણને આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ. - આ પદ્યમાં જૈનદર્શનના પાયાના તમામ સિધ્ધાંતો અત્યંત સરળ ભાષામાં પ્રગટ થયા છે. એકસો એકતાલીશમી ગાથામાં પરમકૃપાળુદેવે પોતે સમાપન કર્યું છે. વિલેપાર્લા મંડળ સમાપનનો પ્રસંગ ઉજવી રહ્યું છે. આ ઉત્સવ તો બે કે ત્રણ દિવસ ચાલશે. પણ ખરું સમાપન તો કૃપાળુદેવે કર્યું છે. આખી આત્મસિધ્ધિ શ્રવણ કર્યા પછી કામ પૂરું થઈ જતું નથી. પછી જ કામનો પ્રારંભ થાય છે. શ્રવણ કરવું તે મહત્ત્વનું છે પણ શ્રવણ કર્યા પછી બે પગથિયાં અત્યંત મહત્ત્વનાં છે. એક મનન અને બીજું નિદિધ્યાસન. મનન હવે કરવાનું છે અને નિદિધ્યાસન સાધકે પ્રાપ્ત કરવાનું છે. પરંતુ એ બધાની સાથે આત્મસિધ્ધિમાં જે સિધ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે તે આ લેવલ સુધી રહે તો આનંદ નહિ થાય. સમાધાન થશે. આનંદ તો ત્યારે જ થશે જયારે આમાં પ્રતિપાદિત પદ-આત્મતત્ત્વ તેનો સ્વાનુભવ થાય. શબ્દ સમજી લેજો. તમે જો બુધ્ધિશાળી હશો For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ - પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ તો બરાબર સમજમાં આવશે. તેનાથી સંતોષ અને સુખ મળશે પણ આનંદ માટે તો સ્વાનુભવ જ જોઇશે. જીવનના આધ્યાત્મિક ક્ષેત્રમાં અનુભવનું જ મહત્ત્વ છે. હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રની રચનામાં એમ કહ્યું કે અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ. એ શાસ્ત્રોરૂપી સાગરમાંથી દોહન કરી અમને જે પ્રાપ્ત થયું તે આ એક પરિબળ અને અમારા સદ્ગુરુ પાસેથી, પરંપરાથી અમને જે બોધ મળ્યો તે બીજું પરિબળ. અમે જે શાસ્ત્ર રચના કરી તેનો આધાર આ બંને પરિબળો છે. શ્રત મોપેથિી , સંકલાયાન્ગ સરો: શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી મંથન કરીને અમારા હાથમાં જે આવ્યું અને સદ્ગની પરંપરામાં સાધના કરતાં કરતાં અમારા સદ્ગરના સદ્ગુરુએ જે અનુભવ કર્યો તે પ્રત્યક્ષ અનુભવ એમણે અમને વારસામાં ભાષા દ્વારા આપ્યો એ અનુભવના બળ ઉપર અને એક ત્રીજું પરિબળ સ્વવેવનાશપ-અમે જાતે અનુભવ કર્યો. એ અનુભવ કર્યા પછી અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ. આ બહુ અદ્ભુત વાત છે. “સ્વસંવેદન જ્ઞાન લહી કરિવો, ઠંડો ભ્રમક વિભાવો.' સ્વસવેદન જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય સાધકની યાત્રા પૂરી થતી નથી અને આવું સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધકને પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. મહર્ષિ પતંજલીએ કહ્યું કે અમે યોગનાં આઠે આઠ અંગોને વર્ણવવાના છીએ. તમે શ્રવણ કરશો,પણ શ્રવણ કર્યા પછી એ વૃત્તિઓનો વિરોધ કરવા માટે, પોતાના સ્વરૂપમાં કરવા માટે તમારે બે કામ કરવાં પડશે. ‘ભ્યાસવૈરાગ્યાખ્યાં તનિરોધ:’ | શબ્દો ખ્યાલમાં લેજો. આ વૃત્તિઓનો નિરોધ કરવાનો છે. તે એમને એમ નહિ થાય. વૃત્તિઓ ઘણી બળવાન છે અને આપણે તેને બળ આપીએ છીએ અને પોષીએ છીએ. આ વૃત્તિઓને પોષવાથી તે આપણી માલિકણ બની બેઠી છે. હવે તમે વૃત્તિઓને જવાનું કહેશો તો સહેલાઈથી તે જાય તેમ નથી. સાદી વાત છે. કૂતરાને રોટલાનો કટકો નાખો તો એ એમ સમજે છે કે સીક્યોરીટી ગાર્ડ તરીકે તેની નિમણૂંક થઈ ગઈ છે. આખી રાત ત્યાં બેઠું હોય, ચોકી કરે અને સવારે માલિક કહેશે કે હઠ, તો ઊભું નહિ થાય અને જોયા કરે કે આ આગળ શું પગલાં લે છે ? તમે તેની પાછળ દોડો તો પણ પાછું વળી જોયા કરશે કયાં સુધી આવ્યા ? આ કૂતરાને સહેજ પોપ્યું. ત્યાં આવી અવસ્થા થઈ ગઈ, તો આપણે તો વૃત્તિઓને અનંતકાળથી પોષી છે, તેમાં રસ લીધો છે અને સામર્થ્ય વાપર્યું છે, તેમાં ગાંડાતૂર બની ગયા છીએ, તેમાં લોભાણા છીએ અને અટવાઈ ગયા છીએ. એક દિવસ આ વૃત્તિઓને કાઢવાનો પ્રસંગ આવશે ત્યારે ઘણી મુશ્કેલી પડશે. સ્વામી રામતીર્થ કહેતા હતા કે ખીલા જેટલા ઊંડા ખોડશો તેટલી કાઢતા મુશ્કેલીઓ પડશે. વૃત્તિઓ જેટલી પોષશો તેનું નિરાકરણ કરતી વખતે તેટલી મુશ્કેલીઓ પડશે. આપણો તો આખો માર્ગ વૃત્તિઓને શાંત કરી, ક્ષય કરવાનો માર્ગ છે. વૃત્તિનિરોધ: I “વૃત્તિનિરોધ ?' તે પતંજલીનો શબ્દ, વૃત્તિઓનો સંક્ષય એ હરિભદ્રસૂરિજી મહારાજનો શબ્દ અને વૃત્તિઓનો લય તે ભકિતમાર્ગનો શબ્દ. બધામાં ઘટના તો એ જ ઘટે For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૩ છે. વૃતિઓનો નિરોધ કરવો છે અથવા ક્ષય કરવો છે અથવા લય કરવો છે. પરંતુ મુશ્કેલી એ છે કે મોહાધીન અવસ્થામાં, પ્રમાદ અવસ્થામાં અને અજ્ઞાન અવસ્થાઓમાં વૃત્તિઓને ખૂબ ખૂબ પોષી છે. આપણે માત્ર ખાતા નથી પણ સ્વાદિષ્ટ વસ્તુ હોય તો ખાતાં ખાતાં એટલાં વખાણ કરીએ છીએ કે વૃત્તિ પોષાય છે. એટલે તેનો અર્થ એવો ન કરશો કે રોતાં રોતાં ખાવ. તમે ખાવ છો અને એમ પણ કહો છો કે વસ્તુ બહુ સારી બની છે. જીંદગીમાં પહેલી વાર આવો સ્વાદ, આવો રસ, શું મઝા આવી ગઇ ! બસ, વૃત્તિઓ રાજી થાય છે. આપણે વૃત્તિઓને રાજી કરી પોષી છે અને મહત્ત્વ આપ્યું છે તેથી તે વૃત્તિઓ આપણા માથા ઉપર ચડી ગઇ છે. હવે તમને સદ્ગુરુ મળ્યા અને તે એમ કહે છે કે વૃત્તિઓનો નિરોધ કરો. તમને વાત બેસી પણ જાય છે અને પ્રારંભ પણ કરો છો પણ વૃત્તિઓ જતી નથી. માનવિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. પ્રાચીન કાળના શહેરોમાં મોટા મોટા દરવાજાઓ હતા. આજે પાટણમાં પણ છે. લાકડાના મોટા દરવાજા અને બહાર ખીલા મારેલા હોય અને એ દરવાજા રાત્રે બંધ થઇ જાય. ખોલવો હોય તો ખૂલે નહિ. એ દરવાજો ખોલવો હોય તો આડો ઊંટ રાખવો પડે અને હાથીને મદિરા પાઇને ઉન્મત કરે એટલે જોરથી ઊંટ ઉપર ઘા કરે. ઊંટ તો પતી જ જાય અને હાથી ઘા કરે ત્યારે દરવાજા ખૂલી જાય. આવા દરવાજા ખોલવા કઠિન છે. પ્રભુ ! અમે આ વૃત્તિના દરવાજા ખોલવા બેઠા છીએ. હાથમાં સાંઠીકડું લીધું છે અને ઘા કરી રહ્યાં છીએ કે દરવાજો ઉઘડ, ઉઘડ, પણ એમ દરવાજો ન ખૂલે. અમારી બધી સાધનાઓ સાંઠીકડાના ઘા જેવી છે, તો આ વૃત્તિઓના દરવાજા કઇ રીતે ખૂલે ? આ વર્ણન જે કરીએ છીએ તે કંઇ મૂંઝવવા નથી કરતા, પણ સાબદા થવા માટે કરીએ છીએ. તમારે એ વિચારવું પડશે કે વૃત્તિઓનું સામ્રાજ્ય તોડવું હોય તો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. એમ કહેવાય છે કે એક બાજુ ૨૩ તીર્થંકરનાં કર્મો હતા. તેમનો કાળ લાંબો હતો. બીજી બાજુ ભગવાન મહાવીરનાં કર્મો ઘણાં હતાં ને કાળ ટૂંકો હતો. એવા ટૂંકા કાળમાં નિબિડ એવા કર્મોનો ભગવાન મહાવીરે સાડા બાર વર્ષમાં ક્ષય કર્યો, કારણકે તેમનો પુરુષાર્થ પ્રચંડ હતો. ‘મારો માર્ગ માત્ર વિચાર, સમજણ કે જ્ઞાનમાં નથી, મારો માર્ગ માત્ર શ્રવણ કે કથનમાં નથી. મારો માર્ગ સમ્યક્ પ્રકારે પ્રચંડ પુરુષાર્થમાં છે,' એમ ભગવાન મહાવીર કહેતા હતા. જેટલી તમારી તાકાત અને જેટલી તમારી શકિત તે પૂરી વાપરો. જ્ઞાની પુરુષો કહે કે વધારે અપેક્ષા અમે રાખતા નથી. વૃત્તિઓને પોષવા જેટલું બળ તમે વાપરો છો તેટલું જ બળ વૃત્તિઓનો નિરોધ કરવા વાપરો. વૃત્તિ દૂર કેમ કરવી ? બે શબ્દો છે. અભ્યાસ અને વૈરાગ્યથી એ વૃત્તિઓનો નિરોધ થાય છે. સમ્યક્ પ્રકારે, સમજણપૂર્વક, વિવેકપૂર્વકનો સતત પુરુષાર્થ કરવો અને એવો અભ્યાસ કરવો હોય તો લક્ષ, ધૂન, ઘ્યાન એક જ હોય. ગીત અને સંગીત એક જ હોય, ઉદ્દેશ એક For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્રમાંક-૧૪૧-૧૪૨ જ હોય, મનમાં બીજો ભાવ ન હોય. જગતના તમામ બનાવો, જગતની તમામ વ્યકિતઓની તરફનું ધ્યાન પાછું ખેંચી માત્ર વૃત્તિઓના નિરોધમાં જ પોતાનું ધ્યાન હોય તો વૃત્તિઓનો નિરોધ થાય. એટલાં માટે શાસ્ત્રોમાં કહ્યું કે કૃપાનો માર્ગ છે, તેમાં ના નહિ પણ કૃપા પહેલા પુરુષાર્થ જોઈશે. તમારી બધી મહેનત કર્યા પછી જયારે તમને એમ થાય કે અમે અસહાય છીએ, લાચાર છીએ તે વખતે સદ્ગુરુ તમારી મદદમાં આવશે. સદ્ગુરુ કૃપા કરશે. એ કૃપા પ્રાપ્ત કરવા સાધકે પોતે પોતાનો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. એ પ્રચંડ પુરુષાર્થને કહેવાય છે અભ્યાસ અને આ કાર્ય સિવાય બીજા કાર્યમાંથી રસ ઊડી જવો તેને કહેવાય છે વૈરાગ્ય. આવી એક પ્રેકટીકલ સાધના જીવનમાં કરવી પડશે. ૧૪૧મી એક જ ગાથામાં આખો કાર્યક્રમ આપે છે. તેમને એમ કહેવું છે કે આત્મસિધ્ધિ શાસ્ત્રની રચના થઈ. તેનું વર્ણન થયું, તમે ભણ્યા, તમે સાંભળ્યું, વાંચ્યું. હવે તમે ભણીને શું કરશો ? આ શું કરવું, તેનો જવાબ બરાબર ન મળે તો માત્ર સાંભળવાથી ફાયદો નહિ થાય. એના માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જે હ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ છેલ્લી કડી ભારપૂર્વક કહી છે કે અમે કહી રહ્યા છીએ તેમાં સંદેહ નથી, શંકા નથી. તમે આ પ્રમાણે કરશો તો તમારે જે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત થઈને જ રહેશે. તમે પ્રાપ્ત કરી શકશો. પાંચ સ્થાનક એટલે, આત્મા છે, એ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકનો ઊંડાણથી વિચાર કરો. જ્ઞાની પુરુષો અને અમે કહીએ છીએ એટલે માની લો એમ અમે કહેતા નથી. અમારું નહિ માનો તો પરિણામ સારું નહિ આવે, તેવી ધમકી પણ આપતા નથી. અમે કહીએ અને તમને વિચારવા જેવું લાગે તો જરૂર વિચાર કરવો. પૂછવા જેવું હોય તો જરૂર પૂછજો. સંદેહમાં રહેશો નહિ. પાંચ સ્થાનક વિચારીને કરવાનું શું? છઠું સ્થાનક આચરણનું છે એટલે મોક્ષના જે ઉપાયો છે તેમાં પ્રવર્તવાનું. જુઓ, આ ફોડ પાડીએ છીએ કે પાંચ સ્થાનક વિચાર માટે છે અને છઠું સ્થાનક આચરણ માટે છે. શબ્દ વાપર્યો છે વર્તે. વર્તે એટલે જીવે, રહે. છઠ્ઠા સ્થાનકમાં મોક્ષના સભ્ય યથાર્થ ઉપાયો વર્ણવ્યા છે તેમાં પ્રવર્તે. - રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જે હથી, તે જ મોક્ષનો પંથ. દોઢસો કે સવાસો વર્ષ પહેલા સર્વ ધર્મ સમભાવ શબ્દ પ્રચલિત ન હતો, બિનસાંપ્રદાયિક્તા શબ્દ પ્રચલિત ન હતો. બધા ધર્મમાં સારભૂત તત્ત્વ જે છે તે આ, એમ વાત પ્રચલિત ન હતી. તે વખતે કૃપાળુદેવે મત, માન્યતા, ગચ્છ, કલ્પના, જાતિ, વેશ બધાને બાજુએ મૂકી આ સીધો માર્ગ બતાવ્યો. મૂળ વાત સમજો. રાગ, દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. કર્મની ગાંઠની એટલે રાગની દૈષની અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૫ બીજો કયો માર્ગ હોય ? તમે જે મત માન્યતાની વાત કહો છો, તમે જે પક્ષની વાત કરો છો, જે ગચ્છની વાત કરો છો કે આવાં જ કપડાં પહેરવાં, આમ જ કરવું, તેમ નહિ પણ આ રાગ દ્વેષ અને અજ્ઞાનની ગાંઠ છે તે તોડો. જગતના તમામ ધર્મો આ વાતમાં સંમત છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે જ કર્મ બંધાય છે અને તેના કારણે જ સંસારનું પરિભ્રમણ ચાલે છે. તમે એમ કહો છો કે જન્મ મરણનો કંટાળો આવ્યો છે પણ એમ બોલવાથી કે કહેવાથી કંઈ નહિ થાય. પરંતુ અંદરમાં એક અવસ્થા પ્રાપ્ત થાય, એક જાગૃતિ આવે, પછી તેનાથી નિવૃત્તિ માટેના ઉપાયો લો તો જન્મ મરણથી મુક્ત થવાય. રાગાદિની નિવૃત્તિ કરવા શાસ્ત્રોમાં ત્રણ પ્રકારે ઉપાયો બતાવ્યા છે. જાત જાતનાં સાધનો છે. કેટલાક સાધનો રાગની નિવૃત્તિ માટે છે. કેટલાંક સાધનો દ્વેષની નિવૃત્તિ માટે છે અને કેટલાંક સાધનો અજ્ઞાનની નિવૃત્તિ માટે છે. સ્વાધ્યાય, તત્ત્વચિંતન, સદ્ગુરુની ઉપાસના, તેમના નિકટમાં વાસ, તેમના ચરણોમાં, તેમની સમીપમાં બેસી તત્ત્વનું શ્રવણ કરવું, એ અજ્ઞાનને દૂર કરવાની સાધના છે. જગતનાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ, પ્રેમભાવ, વાત્સલ્યભાવ, પ્રમોદભાવ આ ટ્રેષને દૂર કરવાની સાધના છે. અને જગતના તમામ પદાર્થો પ્રત્યે જે આસકિત છે તે આસકિત ઉઠાવી લેવી, મમત્વ ઉઠાવી લેવું, મારાપણું અને મૂછ ઉઠાવી લેવી, તે રાગને દૂર કરવાનો ઉપાય છે. તેમ જ તેમાં સુખબુધ્ધિ છે એને દૂર કરવી. તે જ આધાર છે, એના વગર નહિ જીવાય, તેવી જે માન્યતા છે તે દૂર કરવી તે અજ્ઞાનને તોડવાનો ઉપાય છે. શાસ્ત્રોમાં તો હજારો ઉપાયો છે, પરંતુ ત્રણને દૂર કરવાના આ ઉપાયો છે. રાગ દૂર કરવા માટે વૈરાગ્યથી પ્રારંભ થાય. વૈરાગ્યની વાત કરવી હોય તો સંસારનું સ્વરૂપ જાણવું પડે. જગતનાં પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, આપણી માલિકીના નથી, આપણે રાખી શકતા નથી, જેમ રાખવા હોય તેમ રાખી શકતા નથી. તમને એમ થાય છે કે શેરના ભાવો ઘટી ન જાય, શેરના ભાવો ઘટી જાય તેવી ભગવાનને પ્રાર્થના નહિ કરી હોય પરંતુ ભાવો વધી જાય તો સારું, તેવી પ્રાર્થના જરૂર કરી હશે, કારણકે પૈસા પ્રત્યે રાગ છે. રાગ એટલે આકર્ષણ. જગતના પદાર્થો પ્રત્યે જે આકર્ષણ છે તે ટાળ્યા સિવાય વૈરાગ્ય નહીં આવે, વૈરાગ્ય એટલે તિરસ્કાર, અણગમો કે નફરત નહિ, પણ પદાર્થોનું આકર્ષણ ટળવું જોઈએ. કોઈ કવિએ કહ્યું છે કે “ઓલું પતંગિયું નહિ માને.” દીવા થાય એટલે તેની આજુબાજુ પતંગિયાનું નૃત્ય ચાલુ થઈ જાય. આજુબાજુ ફર્યા જ કરશે. તેને કહી દેજો કે દીપમાં ઝંપલાવવા કરતાં તેનાથી દૂર રહેવામાં જ મઝા છે. સંસારના પદાર્થોમાં આકર્ષણ કરવા કરતાં એ પદાર્થોના આકર્ષણથી દૂર રહેવામાં મઝા છે. કંઈ ગળે ઊતરે છે ? ઓલું પતંગિયું નહિ માને પણ તમે પણ કયાં માનો છો ? તમને અત્યાર સુધી ઓછા કહેનારા મળ્યા છે ? બધાને ઘોળીને પી ગયાં છો. એક ધારશીભાઈ નામના ભાઈ વ્યાખ્યાનમાં રોજ આવે અને આગળ બેસે. મોટી પાઘડી અને ખેસ પહેરે, બની ઠનીને આવે અને પાછા બોલે કે જી, સાહેબ ! હા, સાહેબ! For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ એ મને કહે કે ગુરુજી ! તમે એમ ન માનશો કે તમે છાતી ઠોકીને બોલશો એટલે અમે માની જઇશું, મેં અત્યાર સુધી મારા જીવનમાં અગિયાર હજાર પ્રવચનો સાંભળ્યાં છે, છતાં મારી છાતી અકબંધ છે. મેં કહ્યું કે ધન્યવાદ. જગતનાં આકર્ષણો તોડવા અનિત્ય ભાવના, અશરણ ભાવના વિગેરે ઉપાયો છે. જગતમાં કોઈ કોઈનું નથી એમ લમણે હાથ દઈને બોલવાનું નથી, પણ જગતનાં આકર્ષણો, વસ્તુઓનાં આકર્ષણો, પદાર્થો અને વ્યકિતઓનાં આકર્ષણો, આ બધામાંથી આપણે શેમાં ઊભા રહી ગયા છીએ? તે જોવાનું. પેરીસમાં દોડવાની એક હરિફાઈ હતી. બે માણસો છેલ્લા રહ્યા. તેમાં એક માણસ આગળ હતો. પાછળવાળાને થયું કે આ મારી આગળ જાય છે તેને રોકવો કઈ રીતે? બીજો ઉપાય ન હતો. તેણે એક કામ કર્યું. તેની પાસે સોનાની લગડી હતી તે રસ્તામાં આગળ ફેંકી. પેલો આગળ જતો હતો તેણે તે જોઇ. તેને થયું કે હું તો આગળ જ છું. આ લેતાં મને કેટલી વાર લાગવાની ? એ લગડી લેવા ગયો અને પાછલો માણસ આગળ વધી ગયો અને પહેલો હતો તે દોડ હારી ગયો. કારણ ? સોનાની લગડીનું આકર્ષણ. દુનિયાના પદાર્થોના આકર્ષણને કારણે આપણે પરમાત્માને ખોઈ બેસીએ છીએ. વૈરાગ્યના શાસ્ત્રો રાગાદિને દૂર કરવાના માટે કહ્યાં છે. હું વારંવાર સ્પષ્ટતા કરું છું કે વૈરાગ્ય કોઈ નિરાશા નથી. વૈરાગ્ય એક મસ્તી છે, આલાદ છે, ખુમારી છે. વૈરાગ્ય બાદશાહી છે. જેટલું અભિમાન, જેટલી ઉન્મત્તતા ધનવાનમાં છે એવું અભિમાન નહિ પણ કોઈ અલૌકિક મસ્તી વૈરાગ્યમાં હોય છે. કોઈ સંતે કહ્યું છે કે ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવાહ; જાકુ કછુ ન ચાહિએ, વો શાહનકો શાહ. ચાહ ગઈ એટલે જોઈએ જોઈએ તેવી ઇચ્છા ગઈ, જયાં માંગ છે ત્યાં ચિંતા છે. તમારે ચિંતા નથી જોઇતી પણ તમારે ચાહ, તો જોઈએ છે. ચિંતા એમ કહે છે કે તમારે મને બોલાવવાની જરૂર નથી. તમે ઇચ્છા કરજો હું વગર બોલાવ્યે આવી જઇશ. તમે તમારે ઈચ્છા કર્યા કરો. આ જોઇએ છે, આ જોઇએ છે. આ ચાહ ઊભી થઈ એટલે તેમાંથી ચિંતા આવે. બાળકને ચિંતા નથી પણ વૃધ્ધને ચિંતા છે. પથારો કર્યો છે હવે કોણ સાચવશે? દીકરા કેવા પાકશે? વહુ કેવી આવશે? ઘર સાચવશે કે નહિ ! બરાબર બારણાં બંધ કરશે કે નહિ ? દૂધ કોઈ પી જશે તો? તું શા માટે ચિંતા કરે છે? તું તો જવાની તૈયારીમાં છો, પણ આકર્ષણો છે ને આમ બધા જગતના પદાર્થોના આકર્ષણ ટાળવા માટેનો ઉપાય તે વૈરાગ્ય છે. જગતના સૌ જીવો પ્રત્યેનો દ્વેષ, નફરત, તિરસ્કાર વિગેરેને દૂર કરવાનો ઉપાય તે મૈત્રીભાવ અને પ્રેમભાવ છે. જગતના જીવો સાથે પ્રેમનો અનુભવ કરો, વાત્સલ્યનો અનુભવ કરો. દ્વેષ અને અહંકારને દૂર કરો. અભિમાન અને તિરસ્કારને દૂર કરો. તમારી પાસે પૈસો હોય તો ભલે રહ્યો, બુદ્ધિ હોય તો ભલે રહી, સત્તા હોય તો ભલે રહી પણ પૈસો, બુદ્ધિ અને સત્તા કરતાં For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૭ વધારે વેલ્યુ-મૂલ્ય જીવંત વ્યકિતને આપો, એનામાં ચૈતન્ય છે, એ આત્મા છે, એને મહત્ત્વ આપો. તમારો પૈસો, બુદ્ધિ અને સત્તા કરતાં આ વધારે મૂલ્યવાન છે. બીજાઓને મૂલ્ય આપવું તેને કહેવાય છે પ્રેમ. એમના માટે તમારી લાગણી, તમારી સંવેદના તેમના તરફ વહેતી થાય તો તમને તમારા જીવનમાં એક સમાધાન થશે. શાંતિ થશે. મહાભારતમાં મહર્ષિ વ્યાસને પૂછયું કે સુખેથી કોણ ઊંઘી શકતું નથી ? તેમણે જવાબ આપ્યો કે “જેના હૃદયમાં બીજા પ્રત્યે વેરભાવ છે, દ્વેષભાવ છે, તે સુખેથી ઊંઘી શકતો નથી.” આ દ્વેષભાવ વેરભાવને ટાળવાની પણ સાધના છે. સેવા, શુશ્રષા, પરોપકાર, દાક્ષિણ્યતા, ઉદારતા, ભક્તિ આ બધા ઉપાયો દ્વેષને દૂર કરવાના છે. અજ્ઞાનને દૂર કરવાના ઉપાયો પણ છે. સ્વાધ્યાય, ચિંતન, શ્રવણ, મનન, નિદિધ્યાસન, નમ્રતા, વિનય, સદ્ગુરુની ઉપાસના અને તેમનાં ચરણોમાં વંદન. ચરણોમાં રહેવું, આજ્ઞાનું પાલન કરવું તે અજ્ઞાન દૂર કરવા માટે છે. આમાં કયા પક્ષો, મતો અને ગચ્છો આવ્યાં ? આમાં કયાં કપડાંની કે સ્ત્રી પુરુષની વાત આવી ? જાતિ કે વેશનો ભેદ આવ્યો ? આમાં કયાં વાણિયો કે બ્રાહ્મણ તે વાત આવી? આમાં કયાં મતભેદ કે કદાગ્રહની વાત આવી ? તમે વચમાં બિનજરૂરી લાવો છો. પરમકૃપાળુદેવ તો કહે છે કે આ માર્ગ નથી. આ ઉપાય નથી. પહેલાં તમે કારણ તો સમજો ? ટાઇફોઇડ થયો હોય અને ટી.બી. ની દવા આપો તો દઈ જાય ? શું થાય ? ટી.બી. વાળા દર્દીને કેન્સરની દવા આપો તો દર્દીનું શું થાય ? જે રોગ થયો હોય તેની દવા આપવી જોઇએ. પહેલાં રોગ પારખવો જોઈએ. વૈદકશાસ્ત્રમાં નિદાન મહત્ત્વનું છે. દર્દ-રોગ આ છે તેમ નક્કી થવું જોઈએ અને નિદાન થયા પછી તેને અનુકૂળ દવા આપવી જોઈએ. રાગ, દ્વેષ અને અજ્ઞાન આપણો રોગ છે. આપણો મોક્ષ કોઇએ અટકાવ્યો નથી પણ રાગ દ્વેષથી અટક્યો છે, અજ્ઞાનથી અટક્યો છે. બહુ દુઃખની વાત છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનને આપણે પાણી પાઇને પોષ્યાં છે. ગાંડો બાવળ ઉત્તર ગુજરાતમાં જબરો થાય છે. એને ઊગવા માટે કશાની જરૂર પડતી નથી. ગમે ત્યાં ઊગી જાય. પછી ખીલે, ફૂલે અને તેમાં કાંટા આવે. તમે બાજુમાંથી ચાલો તો કાંટા તમારા શરીરમાં બેસી જાય. ગાંડો બાવળ એમ કહે છે કે તમારે પાણી, યુરિયા ખાતર નાખવાની કંઈ જરૂર નથી. હું મારી મેળે વધ્યા કરીશ. એ ગાંડો બાવળિયો જેમ વધે છે તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન વધ્યા કરે છે. આપણે બધા જ પ્રયત્નો વધારવાના કર્યા છે. આનું નામ સંસાર. સંસાર આમ જ વધે છે. આપણે બીજું કરીએ છીએ શું ? આ મુખ્યકર્મની ગાંઠ છે. તમામ ધર્મશાસ્ત્ર આ વાતનો સ્વીકાર કરે છે. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તેનું વર્ણન જયારે કર્યું ત્યારે ભગવાન કૃષ્ણ કહ્યું. રાષિવિયુવāતુ એટલે રાગદ્વેષથી જેની ચેતના મુકત થાય છે તે સ્થિતપ્રજ્ઞ છે. કામક્રોધથી મુકત થાય છે તે સ્થિતપ્રજ્ઞ છે. કામ, ક્રોધ, For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ લોભ બધાથી જે ઉપર ઉઠે છે તે સ્થિતપ્રજ્ઞ છે. રાગ અને દ્વેષની ગ્રંથિઓને જે દૂર કરે છે તે સ્થિતપ્રજ્ઞ છે. મોક્ષનો માર્ગ અટપટો નથી, ગંભીર નથી. કાનમાં ફૂંક મારવાની જરૂર નથી. અરે મોટેથી બોલને, કોઈ સાંભળી જાય તો શું થયું ? પાછા ભલામણ કરે. આ મંત્ર અમે તમને આપ્યો છે. કોઈને તે કહેશો તો મંત્ર તૂટી જશે. રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ગ્રંથિ છે, ગાંઠ છે. “થાય નિવૃત્તિ જેહથી.” તે શોધો. રાગ અને દ્વેષ શેનાથી વધે ? અને શેનાથી ઘટે ? આ જો નક્કી થઈ જાય તો જેનાથી ઘટે તે ઉપાય અજમાવો અને જેનાથી વધે તે બંધ કરો. ડોક્ટરને પૂછશો કે હાઇપર એસિડીટી થઈ છે, છાતીમાં બળ્યા જ કરે છે તો દવા આપો. ડોક્ટર કહેશે કે દવા પછી આપું. પહેલાં તું તળેલું, તીખું, તમતમતું ખાવાનું છોડી દે. તે પૂછશે કે સાહેબ ! અથાણું ખવાય કે નહિ ? તીખું તમતું ના પાડી અને તું અથાણાનું પૂછે છે ? પણ જીભનો રસ ! જેનાથી રાગ વધે તે બંધ કરવાનું અને જેનાથી રાગ ઘટે તે આચરવું. આ સીધો ધર્મ છે. જેનાથી દ્વેષ વધે તે દૂર કરવાનું, જેનાથી દ્વેષ ઘટે તે આચરવું, એટલા માટે જ મૈત્રીભાવ. રોજ બોલવાનું કે નિતી. સવ્વપૂબેલુ જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રીભાવ છે. કોઇના પ્રત્યે પણ મને વેરભાવ નથી, તેમ રોજ બોલવાનું અને પછી કરવાનું. કોઈના પ્રત્યે ધૃણા, તિરસ્કાર, નફરત કે દ્વેષ થયો હોય તો સામે ચાલીને જાવ અને હિંમત કરીને કહો કે હું તારી પાસે ક્ષમા માંગવા આવ્યો છું. ક્ષમા માંગે તે વીર કહેવાય અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય. તો આપો, જરૂર આપો. જેનાથી રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃતિ થાય તે મોક્ષપંથ છે. આટલી વાત આપણે વિચારી ગયા છીએ. આ મોક્ષનો પંથ તમને બતાવ્યા પછી થાય શું ? બહુ મહત્ત્વની વાત, આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જે થી કેવળ પામિએ, મોક્ષપંથ એ રીત. આ ગાથા સોનાના અક્ષરે લખી ઘરમાં ટીંગાડવા જેવી છે. ઘરમાં દાખલ થતાં જ વાંચો. આત્મા સત્ છે, ચૈતન્યમય છે, જ્ઞાનમય છે, સર્વ આભાસ રહિત છે, જેનાથી એ કેવળ આત્માની પ્રાપ્તિ થાય તે જ મોક્ષપંથ છે. મોક્ષ મેળવવાની રીત છે. કૃપાળુદેવે સમાપન કરતાં એમ કહ્યું કે મોક્ષના ઉપાયો જે કહ્યા છે તેમાં પ્રવર્તે તો શું થાય ? શબ્દની ખૂબી જુઓ. “સ્થાનક પાંચ વિચારીને છઠે વર્તે છેડ', પાંચ સ્થાનક વિચારીને જે છઠ્ઠામાં પ્રવર્તે છે તેને શું લાભ થાય. “પામે સ્થાનક પાંચમુ' એટલે પાંચમું સ્થાનક મોક્ષ છે તેને પામે. અત્યાર સુધી તો ગરબડ હતી કે મોક્ષમાં જઈએ ત્યાં ટી.વી. ન હોય, ઈન્ટરનેટ ન હોય, ટાઇમ કેમ જશે? કોમ્યુટર ન હોય, પકોડીપૂરી, ભેળ ન હોય. અલ્યા, આ બધામાં સાચું સુખ નથી. તેના વગર પણ સુખ હોઈ શકે છે. સમાધિમાં આનંદ અનુભવી શકાય છે. હવે આત્મસિધ્ધિ ભણીને શું કરવું? આપણો કોર્સ તો પૂરો થયો એટલે હવે શું કરવાનું જુઓ, જ્ઞાનીપુરુષો આપણી કેટલી કાળજી લે છે? આટલી કાળજી તો તમારા મા-બાપે પણ For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૯ નહિ લીધી હોય. સદ્ગુરુ મા પણ છે અને બાપ પણ છે અને તે ઉપરાંત શિક્ષક પણ છે. ત્રણેની ચેતના પ્રગટપણે તેમનામાં કામ કરે છે. માતાનું વાત્સલ્ય, બાપની શિસ્ત અને શિક્ષકનું શિક્ષણ. આ ત્રણે ઘડવૈયા છે. માટી ઉપર જેમ કુંભાર કામ કરે છે તેમ જીવંત વ્યકિત પર જ્ઞાની પુરુષ કામ કરે છે. જીવંત વ્યકિતને ઘડવી તે જેવું તેવું કામ નથી. એવું ઘડતરનું કામ આ ગાથામાં કહે છે. આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે. આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકો પહેલાં વિચારીને સમજી લેવાં, એકવાત. તેની દઢ શ્રધ્ધા કરવી “છે જ. જ્ઞાની પુરુષોએ કહ્યાં છે એટલે સત્ય છે. મારા દર્શનમાં અને અનુભવમાં હવે આવશે. આ પરમ સત્ય છે એમ હું સ્વીકારું છું. તમેવ સર્વે નિશં ગં નહિં પડ્રગં હે પરમાત્મા! તમે જે કહ્યું તે જ પરમ સત્ય છે. આપનો કોઈ સ્વાર્થ નથી, આપને કોઈ અહંકાર નથી, કોઈ અપેક્ષા નથી, આપને કાંઈ લેવાદેવા નથી. માત્ર કરુણા સિવાય આપના હૃદયમાં બીજો ભાવ નથી માટે તેની શ્રધ્ધા છે. પહેલાં સાંભળવું, પછી વિચારવું, પછી સમજવું અને શ્રધ્ધા કરવી. આ બધા પગથિયાં છે. પહેલાં શ્રવણ, પછી વિચાર, પછી સમજ. વિચાર અને સમજમાં ફરક છે. સમજ તેને કહેવાય કે વાત ધીમે ધીમે હૈયામાં બેસી જાય. સમજ્યા પછી છઠું સ્થાનકે મોક્ષનો ઉપાય બતાવ્યો છે. આગળ કહ્યું ને કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્યકર્મની ગાંઠ છે. જે જે કારણ બંધના છે તે પહેલા છોડવાં. જે બધી વાત છઠ્ઠા સ્થાનકમાં કહી છે, તે મુજબ વર્તવું. આમાં વર્તન આવ્યું. આમાં જીવવાનું આવ્યું, આચરણ આવ્યું, સાધના આવી. આમાં પુરુષાર્થ, અભ્યાસ અને આયોજન આવ્યું. આમાં સમય અને શકિત વાપરવાની વાત આવી. આ બધા સાધનો આ મન, આ વાણી અને આ શરીર તેને ઉપયોગમાં લેવાનાં છે. આજે પણ શરીર તો વાપરો છો, ઊંઘવા માટે, ખાવા માટે, ભોગો માટે, હરવા ફરવા માટે. લીલા લહેર કરવા માટે શરીર તો વાપરો જ છો. વાણી વાપરો છો કજીયા, કંકાસ અને કલેશ માટે અને મન વાપરો છો જાત જાતના ઘાટ ઘડવા માટે, કેવી રીતે ? અત્યારે નાનું ઘર છે ! પૈસા બચાવી ફલેટ લઈશું પછી તેમાં રહેવા જઈશું, પછી ફલેટ નહિ ફાવે તો સ્વતંત્ર બંગલો. વિચાર કરે છે, કલ્પનામાં રાચે છે અને મને કંઈ નહિ. આમ મનની કલ્પનાઓ થયા કરે છે. આમ મનને ન વાપરો, વાણીને ન વાપરો અને શરીરને પણ ન વાપરો. વાપરો તો ફકત મોક્ષના કારણ માટે જ વાપરો. મન, વચન અને કાયા એ ત્રણ સાધનો સંસાર વધારવા માટે પણ છે અને સંસાર ઘટાડવા માટે પણ છે. મન, વાણી અને શરીર આ સાધનો જેવા તેવા નથી પણ ઘણા મોંધા અને કિંમતી છે. મોક્ષની સાધનામાં મન પણ જોઇશે, વાણી અને શરીર પણ જોઇશે. મોક્ષનો ઉપાય એ છઠું સ્થાનક છે. તે મુજબ વર્તવામાં આવે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. પ્રથમ પાંચ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્રમાંક-૧૪૧-૧૪૨ સ્થાનકો વિચારી શ્રધ્ધા દૃઢ કરવી અને પછી મોક્ષના ઉપાયમાં મંડી પડવું. તમારી રફ ભાષામાં કભી કિયા અને કભી નહિ કિયા, એમ નહીં. ખાઈ ખપૂસીને પાછળ પડવું. માત્ર સાઠીકડાથી કામ નહિ ચાલે. મજબૂત તાકાત વાપરવી પડશે. પોતાના મનની અને શરીરની સમગ્ર શકિત વાપરવી પડશે. ભગવાન મહાવીરને જન્મથી અવધિજ્ઞાન, પચીસમા ભવમાં વર બોધિ-નિર્મળ સમકિત અને સંયમ, એક લાખ વર્ષ માસક્ષમણને પારણે માસક્ષમણ આવો ઘોર તપ કર્યો અને તીર્થકર નામકર્મનો બંધ જેમણે નિશ્ચિત કર્યો, તીર્થકર થવાના એ નક્કી જ હતું અને તેમનો જન્મ થયો, ૩૦ વર્ષની ઉંમરે ભગવાને સંસારનો પરિત્યાગ કર્યો. મનઃપર્યય જ્ઞાન તેમને થયું અને આટલું જ્ઞાન થયા પછી પણ તેમને લાગ્યું કે બળ ઓછું પડે છે, હજી શકિત ઓછી પડે છે, હજી સાધના ઓછી પડે છે તો સાડાબાર વર્ષ સુધી પ્રભુએ ઘોર તપ અને સાધના કરી. લોકો તો બે-ચાર મહિના સાધના કરે પછી પૂછે કે હવે બસ ને ? કયાં સુધી સાધના કરવી ? જ્ઞાનીઓ કહે છે કે અપૂર્વ બળ વાપરી સાધના કરે તો મોક્ષ મળે તેમાં કોઈ સંદેહ નથી. કૃપાળુદેવ પોતા તરફથી કહે છે કે પાંચ સ્થાનકનો વિચાર કરજો, તેનો અભ્યાસ કરજો. દઢ શ્રધ્ધા કરજો અને છઠ્ઠા સ્થાનકમાં વર્તજો. આવું જો કરશો તો મોક્ષ મળ્યા વગર નહિ રહે. તેમાં કોઈ સંદેહ નથી. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. એક નાનકડી પણ બહુ મહત્ત્વની વાત - શાસ્ત્રોમાં કહ્યું કે મોક્ષની સાધનામાં કાળ બહુ મહત્ત્વનો નથી. કાળ ટૂંકો થઈ શકે છે. આઈન્સ્ટાઈને રીલેટીવીટીની થીયરી જગતને આપી. એમને કોઈએ પૂછયું કે કાળ ટૂંકો થાય કે કાળ લાંબો થાય તે કેવી રીતે સમજવું? આઈન્સ્ટાઈને જવાબ આપ્યો કે વાત ખ્યાલમાં લો. ધગધગતી ભઠ્ઠી હોય, તેમાં અગ્નિ પ્રજ્વલિત થયો હોય અને તેમાં લોઢાના સળિયાં નાખ્યાં હોય, તેને તપાવવાના હોય, વૈશાખ મહિનાનો તાપ પડતો હોય અને ધગધગતી ભઠ્ઠી પાસે તમને કોઈ બેસવાનું કહે તો પાંચ મિનિટ પાંચ કલાક જેવી લાગે અને કોઈ પ્રિય પાત્ર સાથે બેસીને આખી રાત વાત કરે તો થશે કે અરેરે ! ટાઇમ થઈ ગયો ? ત્યાં પાંચ કલાક પાંચ મિનિટ જેવા લાગે. ખબર જ ન પડી, આટલો ટાઇમ થઈ ગયો ? આ સાપેક્ષ. જેટલો પુરુષાર્થ તેટલો કાળ ટૂંકો થશે. કેટલાંક લોકો એક અંતર્મુહૂર્તમાં (એટલે ૪૮ મિનિટમાં) અનંતકાળના સંસારનો ફેંસલો કરી શકે છે. એ કેવી રીતે કરે છે? પોતાના સામર્થ્ય અને પુરુષાર્થના જોરે કરી શકે છે. સાચા ઉપાયમાં પ્રવર્તે તો મોક્ષે પહોંચી જાય. પરંતુ એટલું સામર્થ્ય ન વાપરી શકે અને કંઈ બાકી રહી ગયું હોય તો જ્ઞાની પુરુષો કહે છે કે ચિંતા ન કરશો. તમને ફરી નવો જન્મ અને નવો દેહ મળશે. ભગવદ્ગીતામાં તો કહ્યું છે કે शूचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽपि जायते યોગ સાધના કરતાં કરતાં, અધ્યાત્મની સાધના કરતાં કરતાં વચ્ચે દેહ છૂટી જાય તે આપણા હાથની વાત નથી. તે તો કાળના હાથની વાત છે, મૃત્યુના હાથની વાત છે. આતંકવાદીઓએ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૨ ૧ તાજમહાલમાં કયારે ત્રાટકવું તે નક્કી કરેલ હોય છે તેમ મૃત્યુએ પણ આપણા ઊપર ક્યારે ત્રાટકવું તે નક્કી કરેલ છે. “કાળ ઓચિંતો આવશે રે માતા, કોઈ ન રાખણહાર.” કાળ ઓચિંતો આવશે તેને કોઈ રોકનાર નથી. તે આપણા પક્ષની ખામી નથી. આપણે તો સતત સાધના જ કરી રહ્યા છીએ, પણ વચમાં દેહ છૂટી ગયો તો નવો દેહ મળશે. બાકી છે ને તમારું કામ? સાત જન્મ સુધી તમને ચાન્સ મળે. મનુષ્યનો દેહ વધુમાં વધુ સતત સાત કે આઠ જન્મ સુધી મળી શકે છે. નવમી વખત નહિ મળે. એક ધારો આઠ વખત મનુષ્ય દેહ મળે છે, કુદરત ચાન્સ આપે પણ ફેંસલો તો તારે કરવો પડશે. મંડી પડવું પડે વૃત્તિઓને જીતવા, નક્કી કરવું પડે. ઈન્દ્રિયોને ગમે તે ઉપાયે જીતવી જ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે પ્રવાસી પ્રવાસ ચાલુ કરે અને સાંજ પડે તો કોઈ ઝાડ નીચે કે ગામમાં વિસામો લે, પણ વિસામો કરવાથી તેનો પ્રવાસ બંધ થયો નથી. વચમાં વિસામો કરવો પડયો છે. તેમ એક દેહ છૂટયા પછી તેને બીજો દેહ મળવાનો છે. ભક્ત બીજ પલટે નહિ, જુગ જુગ જાય અનંત ઊંચ નીચ ઘર ઉપજે, તો યે સંતકા સંત. તમે જયાં જશો ત્યાં અનુકૂળ સામગ્રી મળશે. સારા માતા-પિતા અને સારું કુળ મળશે. સારો દેહ, સારું ઘર અને સારું વાતાવરણ મળશે. જન્મતાંની સાથે જ કાન ઉપર ૩ૐ નમો અરિહંતાણં અથવા ગાયત્રી મંત્ર સાંભળવા મળશે. કારણ? તમે એ જ કરતા આવ્યા છો, મૂડી લઈને આવ્યા છો. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન અને શ્રધ્ધા મનુષ્યની સાથે જાય છે. તમે કરેલું નકામું જતું નથી અને વચમાં દેહ છૂટી ગયો. “ભાખે ભગવાઈ છઠ તપ બાકી, સાત લવાયુ છે રે.” સમજવા કોશિશ કરજો. એમ કહ્યું કે આ એક મોક્ષનો સાધક, તેનો મોક્ષ ન થયો. કંઈક ઓછું પડ્યું. શું ઓછું પડ્યું? સાત લવ પ્રમાણ આયુષ્ય ઓછું પડ્યું. શાસ્ત્રીય પરિભાષામાં લવ એ કાળનું માપ છે. આપણી ૪૮ મિનિટમાં ૭૭ લવ થાય. આવા ૭ લવ એટલે લગભગ સવા ચાર-સાડા ચાર મિનિટ વચ્ચેનો કાળ, એટલું આયુષ્ય વધારે હોત અને છઠ્ઠનો તપ થયો હોત તો તેમને અચૂક મોક્ષ મળી ગયો હોત. આ એટલા માટે કહે છે કે ટાઈમ ઈઝ મની, એક ક્ષણ પણ ખોવા જેવી નથી. ઘણાં લોકો કહે છે કે હમણાં શું ઉતાવળ છે? ગુરુ મહારાજ! જીંદગી આખી પડી છે, હમણા બીજું બધું કરી લેવા દો. એ તો થયા કરશે. છેવટે તો એ જ મોક્ષની સાધના કરવાની જ છે. અરે ! અનંતકાળથી તું બીજું બધું કરતો આવ્યો છે. તે કંઈ ઓછું કર્યું નથી. આવો પ્રપંચ તો ઘણો કર્યો છે. બળ અને પુરુષાર્થ નહિ કરે તો વચ્ચે ભવ કરવા પડે અને સત્ પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષ થાય. આમ કૃપાળુદેવે સમાપન કર્યું. પહેલી ગાથામાં વંદન નમસ્કાર કર્યા. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત (૧) For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા માંક-૧૪૧-૧૪૨ અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા. નમસ્કાર વંદનથી પ્રારંભ અને નમસ્કાર વંદનથી ઉપસંહાર. જુઓ આ જ્ઞાનીઓની કેવી ખૂબી છે ? હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું કે વંદના ધર્મનો મૂળભૂત હેતુ છે. જે નમી શકતો નથી, ઝૂકી શકતો નથી, જે માથું ઝૂકાવી શકતો નથી તેને મોક્ષ ન મળે. “ન તુરં રિ’ ગર્વથી પોતાનું માથું અક્કડ અને અક્કડ રાખે છે. બાપા ! અક્કડાઈ છોડી દે. કુદરત કયારે બદલો લેશે, તે ખબર નહિ પડે. પહેલા સદ્ગુરુને વંદન કર્યા અને છેલ્લે તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત એમ કહ્યું. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. એ જ્ઞાનીના ચરણમાં વંદન જયારે કર્યા છે, ત્યારે આખા જગતમાં આપણા માટે આધારભૂત કોઈ તત્વ હોય તો સાકાર પરમાત્મા છે એમ જણાવ્યું. પરમાત્મા ખરા પણ સાકાર પરમાત્મા. સાકાર એટલે દેહધારી. દેહમાં રહેલા હોવા છતાં જાણે દેહમાં નથી, એવી રીતે જે રહે છે તે દેહધારી પરમાત્મા. દેહ હોય તે અપરાધ નથી, દેહનું હોવું તે પાપ નથી, તે ગુનો નથી, તે અંતરાય નથી. દેહ તો ઘટ મંદિર છે. મીરાંએ ગાયું કે “જુનું તો થયું રે દેવળ જુનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું.” આ દેહ દેવળ છે, મંદિર છે. આનંદઘનજીએ પણ ગાયું કે “કયા સોવે તન મઠમેં' આ તારું જે તન છે, જે શરીર છે, તે આશ્રમ છે, તે દેહાલય છે, શિવાલય છે, તેમાં પરમાત્માનો વાસ છે. આ દેહનું મૂલ્યાંકન છે. આવા દેહમાં હોવું તે ગુનો કે અપરાધ નથી. પરંતુ દેહમાં હોવા છતાં તેમને દેહાધ્યાસ નથી. દેહ પ્રત્યે આસકિત, મૂછ કે મમત્વ નથી. તાદાભ્ય બુધ્ધિ પણ નથી, અભેદ બુધ્ધિ નથી. દેહમાં રહ્યાં છે પણ દેહથી જુદાં છે. સૌથી મોટી કોઈ પણ કળા જો હોય તો જીવન જીવવાની કળા છે. નૃત્યકળા, સંગીતકળા, હસાવવાની કળા, કોઈને છેતરવાની કે કોઇનું આવું પાછું કરવાની, કજીયા કરાવવાની એમ જાત જાતની કળાઓ છે. આ બધી કળાઓ કરતાં એક શ્રેષ્ઠ કળા છે અને તે દેહમાં હોવા છતાં, જાણે દેહમાં નથી, એવી શ્રેષ્ઠ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેવા જ્ઞાનીપુરુષનાં ચરણમાં વંદન હો. સમય પૂરો થાય છે. અમારે જે કહેવું હતું તે પૂરેપૂરું કહી દીધું છે. અમારે એ જ કહેવું હતું કે પાંચ સ્થાનકો છે તેને સાંભળો, સમજો, વિચારો, પ્રતીતિ કરો, શ્રધ્ધા કરો. છઠ્ઠા સ્થાનકમાં વર્ગો અને સિધાવો સીધા મોક્ષમાં. જીત નિશાન ચઢાવજો રે, મોહને કરી ચકચૂર, જેમ સંવત્સ દાનથી રે, દારિદ્ર કાઢયું દૂર. તીર્થકરો જયારે દીક્ષા લઈ વિદાય લેતા હતા ત્યારે કુળની વૃધ્ધ સ્ત્રીઓ તેમને આશીર્વાદ For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૨૩ આપતી હતી. તમે જાઓ છો તો જીતનું નિશાન ચઢાવજો. ધ્વજ ફરકાવજો, ધ્વજ લહેરાવજો. શું કરીને ? મોહને ચકચૂર કરી, તમે તમારું વિજય નિશાન, વિજય ડંકો વગાડજો. સંવત્સરી દાનથી જેમ દુનિયાનું દારિદ્ર દૂર કર્યું તેમ તમે પણ તમારું દારિદ્ર દૂર કરી મોક્ષ પ્રાપ્ત કરજો. આવા આશીર્વાદ કુળની વૃધ્ધ સ્ત્રીઓ આપતી હતી. અમે પણ એ જ આશિષ આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ જીત નિશાન વગાડશો, મોહને ચકચૂર કરજો અને મોક્ષ પ્રાપ્ત કરજો. - ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.દ For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પ.પૂ. ગુરુજીના પ્રવચનોમાંથી. ૨નક્કણિશાઓ સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા જીવમાં બે પ્રકારનાં ભાવો થાય છે. સંસારી જીવોને કર્મભાવની મુખ્યતા છે જ્યારે મોક્ષભાવ જ્ઞાનીને હોય છે. કર્મભાવ એટલે જીવનું અજ્ઞાન અને સ્વરૂપ વિશેની ભ્રાંતિ છે. આ કર્મભાવનાં પ્રતિપક્ષી મોક્ષભાવને અનુસરવું. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી ઉદયમાં આવતાં કર્મો અને સંયોગોથી આત્મા સંપૂર્ણ રીતે ભિન્ન છે તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો. જે જે કારણોથી કર્મબંધ થાય છે તે તે કારણોને મીટાવી દેવાથી કર્મો ફરી બંધાતા નથી. જૂના કર્મોનો ક્ષય થાય છે અને ભવભ્રમણનો અંત આવે છે. ૩. કર્મો રાગ, દ્વેષ કરવાથી બંધાય છે. તેમજ પોતાના સ્વરૂપનું અજ્ઞાન એટલે દેહાધ્યાસથી બંધાય છે. રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણે મળવાથી કર્મની ગાંઠ પાકી અને મજબૂત થાય છે. આ ગાંઠમાંથી નિવૃત્તિ મળે તેવો પ્રયત્ન કરવો. સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની આરાધના તે મિથ્યાત્વ અને રાગદ્વેષની ગાંઠો છોડાવી ગ્રંથિરહિત બનાવે છે. ૪. આત્માનું અસ્તિત્વ ત્રણે કાળ છે. તે માત્ર જોવા અને જાણવાના સ્વભાવવાળો છે, એટલે ચૈતન્યમય છે, આત્મા સર્વ આભાસોથી રહિત છે. તે દરેક પ્રકારનાં કષાયોથી મુક્ત છે. દેહ અને આત્મા ભિન્ન છે તે સત્ય સ્વીકારી અમલમાં મૂકીએ તો મોક્ષપંથ ઉપર ચાલવાનું થાય. કર્મો અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય આઠ છે. અને તેમાં મોહનીય કર્મ મુખ્ય છે, આ કર્મ આત્માને મૂર્શિત કરી ઊંધી માન્યતા કરાવે છે અને સ્વબોધ થવા દેતા નથી, ગમે તેમ કરી મોહનીય કર્મથી બચવું તે મોક્ષનો ઉપાય છે. બોધ અને વીતરાગતા મોહનીયકર્મ ટાળવામાં મદદરૂપ થાય છે. દ. ક્રોધાદિ ભાવને દૂર કરી ક્ષમાદિ રાખવા તે ઉપાય છે. પ્રતિસ્પર્ધીભાવ રાખવાથી વિભાવભાવ દૂર કરી શકાય છે. જેમકે માયા સામે સરળતા રાખવી, અહંકાર સામે નમ્રતા રાખવી. ૭. પોતાનો જ મત અને આગ્રહ છોડી સદ્ગુરુએ કહ્યા માર્ગે ચાલવું અને સગુરુની આજ્ઞાને અનુસરવું. ૮. આત્માના છએ પદને અનુસરવાથી મોક્ષમાર્ગ પર ચાલી શકાય છે. એકાંતે કોઈ પદ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૨ ૫ વિચારતાં મોક્ષ થતો નથી; પરંતુ છએ છ પદની સર્વાગતા જ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય ગમે તે જાતિ હોય કે ગમે તે વેશ હોય, તેમાં થઈ શકે છે. જાતિ સમાજની વ્યવસ્થા અને વેશ સંપ્રદાયની વ્યવસ્થા અને પરિચય માટે છે. મોક્ષમાર્ગમાં જાતિ કે વેશ ઉપયોગી નથી. વીતરાગતાના પાયા ઉપર જ મોક્ષમાર્ગનું ચણતર છે. ૧૦. કોઈપણ વ્યક્તિએ મોક્ષ મેળવવો હોય તો તેનામાં જિજ્ઞાસા હોવી ઘટે. કષાયો પાતળાં પાડવા પુરુષાર્થ કરવો પડશે. જેને ભવભ્રમણનો થાક લાગ્યો છે અને જેનામાં આત્મા પરત્વે દયાભાવ ઉત્પન્ન થયો છે તેવી વ્યક્તિ જ મોક્ષ માટે લાયક છે. ૧૧. જિજ્ઞાસુ થઈને પણ જેને સરુનો બોધ પ્રાપ્ત થશે અને જે પોતાના અંતરમાં દૃષ્ટિ કરી સ્વરૂપમાં ઠરશે તેને સમ્યગદર્શન પ્રાપ્ત થશે. સમ્યગદર્શન મોક્ષ માટે પ્રથમ પગથિયું છે. જે સગુરુની આજ્ઞા પાળશે તેને સમક્તિ અવશ્ય થાય જ. ૧૨. સમક્તિ પ્રાપ્ત થાય એટલે આત્માની શ્રદ્ધા અને પ્રતીતિ થયાં હોય. પોતાની વૃત્તિ જે બહાર જતી હતી તે હવે આત્મામાં સ્થિર થવા લાગે છે. વૃત્તિ આત્મા તરફ ઢળે તો ચારિત્રદશા પ્રગટ થાય છે. ૧૩. ચારિત્રદશા આવતાં સમ્યગુદર્શનની ધારા સ્થિર થતી જાય છે. આને સમક્તિની વર્ધમાન દશા કહેવાય. જેમ જેમ દશા વર્ધમાન થાય તેમ તેમ મિથ્યાત્વ ટળતું જાય છે અને વીતરાગતા પ્રાપ્ત થવા લાગે છે. ૧૪. આ સ્થિતિમાં આગળ વધતાં વધતાં આત્મા બધા કષાયોથી નિવૃત્ત થાય છે અને આત્માનું જે જ્ઞાન અખંડપણે વર્યા કરે છે. આથી કેવળજ્ઞાનની દશા પ્રગટે છે. આ દશામાં જીવને દેહ હોવા છતાં માત્ર આત્માનો જ અનુભવ રહ્યા કરે છે. દેહ ઉપરથી લક્ષ હટી જાય છે. ૧૫. આ દશા પ્રાપ્ત થતા, કરોડો વર્ષનું અજ્ઞાન એક ક્ષણમાં મટી જાય છે. અંધકાર રૂપી અજ્ઞાન નાશ થઈ જ્ઞાનદીપક પ્રગટી જાય છે. ૧૬. દેહાધ્યાસ છૂટવાથી જીવ કર્મનો કર્તા કે ભોક્તા રહેતો નથી. તે પોતાના સ્વભાવમાં જ સ્થિર રહે છે તેથી સ્વભાવનો જ કર્તા ભોક્તા બને છે. ૧૭. આ પ્રમાણે શુદ્ધ આત્મપદ પ્રાપ્ત થતાં જીવનો મોક્ષ થાય છે. જીવ મુક્ત બને છે. શુદ્ધ અને બુદ્ધ બને છે. જીવ ધનતા પામે છે. પોતાથી જ પોતે પ્રગટ થાય છે. આવા આત્માનું જ ચિંતન મનન કરતાં જીવ શિવસ્વરૂપ થાય છે. બધા જ્ઞાનીઓને આ મોક્ષનો ઉપાય માન્ય છે. આ જ નિશ્ચય છે. આ જ ધર્મનો મર્મ અને ધર્મનો સાર છે. For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ આ પરિશિષ્ટ સૂચિ , III .......... ૧. સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા. ... સર્વમંગલમ્ આશ્રમ પરિવાર આશ્રમ, પાટણ................ જ્ઞાનયજ્ઞઃ મહારાજશ્રીએ પાટણમાં આપેલી ચાતુર્માસ પ્રવચનમાળા .IN ૪. મહારાજશ્રીએ પાટણ આશ્રમમાં દર રવિવારે આપેલા પ્રવચનો ૫. મહારાજશ્રીએ સર્વમંલગન્ આશ્રમ- સાગોડીયામાં આપેલ પ્રવચનો....VII મહારાજશ્રીએ મહેસાણા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ .....VI મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ...VI ૮. મહારાજશ્રીએ ડીસા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ.. ..VII ૯. મહારાજશ્રીએ અમદાવાદ જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ.VI ૧૦. મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલાં પ્રવચનો.. ૧૧. આશ્રમ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો.................... ૧૨. શબ્દાર્થ.......... .........................X ૧૩. સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા તસ્વીરી ઝલક.......... XXII For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ 'સર્વમંગલમ આશ્રમ, સાગડીયા (સ્થાપના-૧૯૬૬) * * * * ભગવાન પાર્શ્વનાથજી નું દેરાસર. આત્મ આરાધના કેન્દ્ર' એકાંત, અસંગ, મૌન સાથે સશાસ્ત્ર અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મ આરાધના અર્થે સાધુ-સાધ્વીઓ, સંતો અને મુમુક્ષુઓને સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ. સાત્ત્વિક ભોજનાલય. * શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે. શ્રી કેશર ધ્યાનકક્ષ ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન દર્શન, વીતરાગ વિજ્ઞાન અને ભારતીય તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર. ઓડિટોરીયમ : સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઓડિયો વિઝયુઅલ થિએટર. સમ્યજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. આશ્રમ મુખપત્ર “પરમ તત્ત્વ' પ્રકાશન સદ્ભુત અભ્યાસ વર્તુળ : પૂ.ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાન શિબિરોનું આયોજન. બુનિયાદી માધ્યમિક તાલિમ શાળા, કોમ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠ્ય પુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. નૂતન કુમુદ ગૌશાળા. વાનપ્રસ્થ આરાધના કેન્દ્રઃ વૃદ્ધોને રહેવાની સગવડ. * * * * * * * For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ IIT 'સર્વમંગલમ પરિવાર આશ્રમ, પાટણ (સ્થાપના-૧૯૬૮) પર [. * દર રવિવારે ૫.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજના તથા ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના આધ્યાત્મિક પ્રવચનો. - સર દર બુધવારે ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહના પ્રવચનો. Rટ દર શુક્રવારે આધ્યાત્મિક પુસ્તક વાંચન, વિવેચન અને સ્વાધ્યાય. * અષાઢ સુદ-૧૧ થી શરૂ થતી પૂ.ગુરુજીની તથા ડૉ. મહેન્દ્રભાઈ સી. શાહની ચાતુર્માસ આધ્યાત્મિક પ્રવચનમાળા વિવિધ ઉત્સવોનું આયોજન. એક આજીવન સભ્યોને ભેટ પુસ્તકોનું આયોજન. * સંતો અને વિદ્વાનોનાં પ્રવચનોનું અને રેકોર્ડીંગનું આયોજન. * આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન, વિતરણ અને વેચાણ આયોજન. Rટ સાધકોને રહેવાની સગવડ અને પ.પૂ. ગુરુજીનું માર્ગદર્શન. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ IV જ્ઞાનયજ્ઞ 'મહારાજશ્રીએ પાટણમાં આપેલી ચાતુર્માસ પ્રવચનમાળા દર વર્ષે અષાઢ સુદ-૧૧ થી ભાદરવા સુદ - ૧૫ સુધી ચાલતી ધાર્મિક વ્યાખ્યાનમાળા ૦ છ જ ૨ ૧ ૦ ૧ ૧૯૬૯ ૨ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૬ જ ૧૯૭૭ - ૧૯૭૯ ૯ ૧૯૮૦ ક ૧૯૮૧ ૧૦ ૧૯૮૨ ૧૧ , ૧૯૮૩ ૧૨ ૧૯૮૪ ૧૩ ૧૯૮૫ ૧૪ ૧૯૮૬ ૧૫ ૧૯૮૭ ૧૬ ૧૯૮૮ ૧૭ ૧૯૮૯ ૧૮ ૧૯૯૦ ૧૯ ૧૯૯૧ ૨૦ ૧૯૯૨ ૨૧ ૧૯૯૩ સ્થિતપ્રજ્ઞ કઠોપનિષદ ઈશાવાસ્યોપનિષદ અષ્ટાવક્ર ગીતા વેદમંત્રો યોગવાશિષ્ટ મહારામાયણ શિવસૂત્ર તાઓ ઉપનિષદ - તાઓ તેહ કિંગ પ.પૂ. મુનિશ્રી સાધનામાં શાંડિલ્ય ભક્તિસૂત્ર બંધ ભગવદ્ગીતાનો કર્મયોગ ભાગવત-૧૧ મો સ્કંધ ભક્તામર - સ્તોત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મહાભારત – શાંતિપર્વ ઉપદેશમાળા ષોડશગ્રંથો કબીરવાણી ગોરખવાણી ભક્તમાળ કીર્તન ઘોષા ભર્તુહરિ શતક For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૧૯૯૪ ૨૩ ૧૯૯૫ ૨૪ ૧૯૯૬ ૨૫ ૧૯૯૭ ૨૬ ૧૯૯૮ જ ૧૯૯૯-૨૦૦૦ ર૭ ૨૦૦૧ જ ૨૦૦૨ ૨૮ ૨૦૦૩ ૨૯ ૨૦૦૪ ૩) ૨૦૦૫ ૩૧ ૨૦૦૬ ૩ર ૨૦૦૭ ૩૩ ૨૦૦૮ સુંદરવાણી સંતશ્રી જ્ઞાનેશ્વરજીના અભંગો રામાયણમાં ભારતીય સંસ્કૃતિ દર્શન પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો મહારાજશ્રીની નાદુસ્ત તબિયતના કારણે બંધ પુરુષોત્તમ યોગ-ભ. ગીતાનો ૧૫ મો અધ્યાય મહારાજશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે બંધ સંત રહીમની વાણી સંત ચિદાનંદજી ને સંત દાદૂની વાણી ગંગાસતીનું અધ્યાત્મદર્શન ભાગવતનો સંદેશ માખણ થા સો વીરલા પાયા જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે સંત સુરદાસનાં પદો ગુરુનાનકની વાણી સંતોની વાણી સંતોની વાણી ૩૪ ૨૦૦૯ ૩૫ ૨૦૧૧ ૩૬ ૨૦૧૨ ૩૭ ૨૦૧૩ For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીએ પાટણ આશ્રમમાં દર રવિવારે આપેલી પ્રવચનમાળાઓ ૧ શ્રીમદ્ ભગવદ્ ગીતા | ૧૮ અષ્ટાદશરત્નો ૨ પાતંજલ યોગસૂત્રો ૧૯ ઉમાસ્વાતિઃ પ્રશમરતિ પ્રકરણ ૩ નારદભક્તિ સૂત્ર ૨૦ શ્રમણ સૂત્ર (જૈનદર્શન) ૪ જ્ઞાનેશ્વરી ગીતા | ૨૧ ધમ્મપદ (બૌદ્ધ દર્શન) ષોડશગ્રંથો ૨૨ અખેગીતા ૬ ભર્તૃહરિના નીતિ અને વૈરાગ્યશતક ૨૩ ઉપનિષદો ૭ યોગશાસ્ત્ર - શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ૨૪ સંત ભજનો જ શ્રી હરિભદ્રસૂરીજી કૃત ૨૫ આનંદઘનજીનાં પદો ૮ ષોડશક પ્રકરણ ૨૬ યોગવાશિષ્ટ મહારામાયણ ૯ યોગ બિંદુ ૨૭ વિષ્ણુ સહસ્રનામ ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮ જ્ઞાનાર્ણવ (જૈન દર્શન) ૧૧ ધર્મબિંદુ ૨૯ અષ્ટ પ્રાભૃત (જૈન દર્શન) ઉપા. શ્રી યશોવિજયજી કૃત ૩) પ્રાર્થના અને ધ્યાન (શ્રીમાતાજી) ૧૨ જ્ઞાનસાર ૩૧ અંતરગોષ્ટિ ૧૩ અધ્યાત્મસાર ૩ર ભગવાન મહાવીરના ૨૭ જન્મો આ કવિ બનારસીદાસ કૃત દત્ત મંદિર - પાટણમાં પ્રવચનો ૧૪ સમયસાર ૩૩ ગુરુ લીલામૃત - રંગ અવધૂત કૃત પંડિત રામ શર્માકૃત જ ભટ્ટારક જ્ઞાનભૂષણ આચાર્ય કૃત ૧૫ ગાયત્રી મહાવિજ્ઞાન | ૩૪ તત્ત્વજ્ઞાન તરંગિણી જ યોગેન્દ્રદેવ કૃત ૩પ ચાણક્ય નીતિ ૧૬ પરમાત્મ પ્રકાશ ૩૬ ગંગાસતીનું અધ્યાત્મદર્શન જ શ્રીમદ્ રાજચંદ્રજી કૃત ૩૭ સંતવાણી-યશોવિજયજી મ. ના ૧૭ આત્મસિદ્ધિ શાસ્ત્ર પદો-આનંદઘનજી મ.ના પદો છે જગદ્ગુરુ શંકરાચાર્યજી કૃત For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧ ર ૩ ૪ ૫ ८ ૯ ૧૦ અધ્યાત્મસાર ૧ ૩ ૪ ૫ મહારાજશ્રીએ સર્વમંલગમ્ આશ્રમ સાગોડીયામાં આપેલી પ્રવચનમાળાઓ સમતાશતક-યશોવિજયજી મહારાજ સમયસાર નાટક - બનારસીદાસ તત્ત્વ વિચારમાળા - અનાથ - પ્રશમરતિ પ્રકરણ - પૂ.ઉમાસ્વાતિ મ. આત્મસિદ્ધિ શાસ્ત્ર – શ્રીમદ્ રાજચંદ્રજી યોગદૃષ્ટિ સમુચ્ચય-આ. હિરભદ્રસૂરીજી મણિરત્ન પ્રશ્નોત્તરમાળા શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ગંગાસતીનાં ભજનો નારદ ભક્તિસૂત્ર યક્ષ યુધિષ્ઠિર સંવાદ ભક્તિવર્ધિની અને ચતુઃશ્લોકી (શ્રીમદ્ વલ્લભાચાર્યજી કૃત) મીરાંની વાણી S ৩ ८ ૯ ૧૦ ભક્તમાળ ૧૧ ભર્તૃહિર શતક કબીરની વાણી વેનીસીયનનાં ત્રીસ ધર્મસૂત્રો ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામીનો સંવાદ ૧૨ ઉપદેશ સાર રમણમહર્ષિકૃત - મહારાજશ્રીએ મહેસાણા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ગીતાનો ભક્તિ યોગ ૧૩ જીવન જીવતાં આવડે તો જિંદગી મહેફીલ છે ઈશાવાસ્ય ઉપનિષદ (બે વર્ષ) હસતાં હસતાં હિર મળે ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૧ શ્રમણસૂત્ર ૧૨ ધર્મ સંગ્રહ ભાગ-૧ ૧૯ ૨૦ ૨૧ ૧૩ સમયસાર -કુંદકુંદાચાર્ય કૃત ૧૪ ૨૨ ૨૩ ૧૫. યોગશાસ્ત્ર યોગસાર પ્રવચનસાર – કુંદકુંદાચાર્ય કૃત ૧૬ ૧૭ યોગ શતક ૧૮ અષ્ટ પ્રવચન માતા ૧૯ દુર્ધ્યાનનું સ્વરૂપ આંખમાંથી અમૃત વરસે ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ વરસે ૧૮ આરસ તો મળ્યો – મૂર્તિ કેવી ઘડશું ? ચાલો સર્જન કરીએ સુખ શાંતિનું સુખનું સાચું સરનામું હરિના હોય તેને હિર મળે ગંગાસતીનું અધ્યાત્મદર્શન ધરતીનો શણગાર VII સો હિ સાહિબકુ પ્યારા સંત રૈદાસની વાણી For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ VIII મહારાજશ્રીએ પાલનપુર જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ૧ પાંતજલ યોગદર્શન ૬ મહાભારતનો મર્મ ૨ ઈશાવાસ્ય ઉપનિષદ ૭ યક્ષ-યુધિષ્ઠિર સંવાદ ૩ ધર્મતત્ત્વ દર્શન (વૈદિક, જૈન, બૌદ્ધ) ૮ પ્રશ્નોત્તરમાળા વિવેક ચૂડામણિ - શંકરાચાર્યજી કૃત ૯ દેવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ ૫ નારદભક્તિ સૂત્ર 'મહારાજશ્રીએ ડીસા જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ભગવદ્ગીતાનો જ્ઞાનયોગ ૧૧ જીવન જીવતાં આવડે તો ભક્તિયોગ - કર્મયોગ-૧૯૮૯ જિંદગી મહેફિલ છે અધ્યાત્મ અને ધર્મ-૧૯૯૦ ૧૨ ઉઘડે છે દ્વાર અંતરના-૧૯૯૯ ૩ અધ્યાત્મદર્શન-૧૯૯૧ ૧૩ હસિબા ધરિબા ખેલિબા અધ્યાત્મ દર્શન-૧૯૯૨ ધ્યાન-૨૦૦૩ ૫ અધ્યાત્મ દર્શન-૧૯૯૩ ૧૪ પાંચ કલ્પવૃક્ષો-૨૦૦૪ ૬ શ્રીમદ્ રાજચંદ્રજી વાણી-૧૯૯૪ ૧૫ જીવન જીવવાના છ સિદ્ધાંતો-૨૦૦૫ ૭ યક્ષ – યુધિષ્ઠિર સંવાદ-૧૯૯૫ ૧૬ યશોવાણી-યશોવિજયજી મ.ના ૮ મનની શાંતિના ઉપાયો-૧૯૯૬ પદો-૨૦૦૬ ૯ ઈશાવાસ્ય ઉપનિષદ-૧૯૯૭ ૧૭ આઠે પહોર આનંદમાં રહીએ-૨૦૦૭ ૧૦ ગૌતમ કુલક સંવાદ-૧૯૯૮ ૧૮ ભજગોવિંદમ્ મૂઢમતે-૨૦૦૮ غلبه بر (મહારાજશ્રીએ અમદાવાદ જ્ઞાન શિબિરમાં આપેલી પ્રવચનમાળાઓ ૧ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ૨ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧ થી ૬ ગાથા ૩ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૭ થી ૧૩ ગાથા ૪ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ૧૪ થી ૨૧ ગાથા ૫ બીના નયને પામે નહિ (પાલડીમાં આપેલા પ્રવચનો) ૬ આત્મસિદ્ધિ ૭ ' મૂળ મારગ સાંભળો જિનનો રે - ૧ થી ૬ ગાથા (પાલડી) For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીએ અન્ય શહેરોમાં આપેલાં પ્રવચનો ૧ મુંબઈ (૧) ઈશ્વર પરાયણ (૨) જીવનમાં ધર્મની જરૂર (૩) અપૂર્વ અવસર (૪) મૂળ મારગ (૫) ભક્તિના ૨૦ દોહરા (૬) અંતિમ સંદેશ (૭) આત્મસિદ્ધિ ઈન્દોર (૧) જીવનકા સ્વરૂપ (૨) ધ્યાન સાધના ૩ ભોપાલ (૧) ધર્મકા સ્વરૂપ ઉજ્જૈન (૧) અચિંત્યકા ચિંતન (૨) હૃદય પ્રદીપ શિવપુર (૧) યોગ કે દ્વાર શાજાપુર (૧) ધ્યાન સાધના (૨) મનકી શાંતિ (૩) પાંચ યોગ (૪) અધ્યાત્મ યોગ ૭ ખેરવા (૧) મણિરત્નમાળા – પ્રશ્નોત્તરમાળા (૨) ભજગોવિંદમ ૮ જોટાણા (1) નારદ ભક્તિસૂત્ર (૨) શિવસૂત્ર (૩) રામાયણ (૪) ભગવર્નામકીર્તન (૫) પરમાત્મ-પ્રાપ્તિના ઉપાયો (રામાયણ અંતર્ગત) (૬) ભજગોવિન્દમ્ - આદિશંકરાચાર્યકૃત - મોરબી (૧) ભક્તિ માર્ગની સર્વોપરિતા (૨) અપૂર્વ અવસર (૩) અત્યંતર પરિણામ અવલોકન (૪) વૈરાગ્ય અને ઉપશમ (૫) શ્રીમદ્જીનો અંતિમ સંદેશ-ઉપદેશ (૬) શ્રીમદ્જીનાં વચનામૃતો (૭) સમ્યગ્દર્શન અને શ્રાવકનાં કર્તવ્યો ૧૦ વવાણીયા પ્રાથમિક સાધના ૧૧ કોબા (૧) જૈન દર્શન (૨) સમાધિ કે સપ્તદ્વાર (૩) ગૌતમકુલક સંવાદ (૪) સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ (૫) સમ્યગ્દષ્ટિની અવસ્થા (૬) જ્ઞાનીના લક્ષણો ૧૨ રાજકોટ (૧) મૂળમાર્ગ (૨) સમ્યગદર્શન (૩) વૈરાગ્ય ઉપશમ (૪) સમાધિમરણ (૫) ધ્યાન કોને કહેવાય (૬) શ્રીમજીનો જગત ઉપર ઉપકાર (૭) શ્રીમદ્જીનાં વચનામૃતો (૮) ભક્તિ માર્ગ ૧૩ ધરમપુર (૧) શ્રીમદ્જીનાં વચનામૃતો (૨) જ્ઞાનસાર (૩) શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતો તથા આનંદઘનજી મહારાજનું શાંતિનાથ ભગવાનનું સ્તવન (૪) હૃદય પ્રદીપ (૫) ગંગાસતીના ભજનો ૧૪ બેંગ્લોર શ્રીમદ્જીનો અંતિમ સંદેશ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ X 'આશ્રમ દ્વારા ‘પૂ.ગુરુજીના પ્રવચનોના પ્રકાશિત થયેલા પુસ્તકો જ દે 0 પાતંજલ યોગસૂત્રો ૨૩ રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન ૨ સ્થિતપ્રજ્ઞ - ત્રણ આવૃત્તિઓ | ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧ ૩ પ્રાર્થના પુસ્તક - પાંચ આવૃત્તિઓ ૨૫ ધ્યાન નારદભક્તિ સૂત્ર - નાનું ૨૬ નારદભક્તિ સૂત્ર મોટું-બીજી આવૃત્તિ મૌનનો મહિમા ૨૭ ચૈતન્ય યાત્રા ભાગ-૧ ૬ ભગવદ્ગીતાનો ભક્તિયોગ ૨૮ ચૈતન્ય યાત્રા ભાગ-૨ ૭ તત્ત્વ ચિંતન ૨૯ ચૈતન્ય યાત્રા ભાગ – ૩ ઈશાવાસ્ય ઉપનિષદ ૩) આતમનું ઝરણું ૯ નારદભક્તિ સૂત્ર - મોટું ૩૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૧૦ ભગવાન શ્રી કૃષ્ણ ૩ર માખન થા સો વિરલા પાયા ૧૧ ધર્મબિંદુ - બે આવૃત્તિઓ ૩૩ ધ્યાન પથ ૧૨ જીવન અને જિંદગી ૩૪ ભાગવતનો સંદેશ ૧૩ શ્રી ગુરુચરણે ૩૫ ભગવદ્ ગીતાનો કર્મયોગ ભાગ-૧ ૧૪ સાધનાનાં સૂત્રો ૩૬ આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૧ ૧૫ મહારાજશ્રીની સાથે ૨૧ વર્ષ ૩૭ ભગવદ્ ગીતાનો કર્મયોગ ભાગ-૨ ૧૬ મીરાંની વાણી ૩૮ આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૨ ૧૭ સાચો માનવ ૩૯ આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૩ ૧૮ પ્રેમ લક્ષણા ભક્તિ ૪૦ શિવસૂત્ર ૧૯ ધન્યો ગૃહસ્થાશ્રમ - બે આવૃત્તિઓ ૪૧ સમ્યક્રદર્શન (પ્રેસમાં) ૨૦ ઈશાવાસ્ય ઉપનિષદ 82 Bliss of Family Life (In Press) ૨૧ શ્રી કૃષ્ણ શરણં મમ 83 The Road to Ultimate Reality ૨૨ જીવન એક સંગ્રામ (In Press) For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ શબ્દાર્થ ભાગ-૩ સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૯૨ થી ૧૪૨ (શબ્દોનાં સવિસ્તાર અર્થ) ગાથા - ૨ મોક્ષ આત્માના શુદ્ધપદને મોક્ષ કહે છે. આત્મા પરિપૂર્ણ શુદ્ધ બને તે અવસ્થાને મોક્ષ કહે છે. શુભ અને અશુભ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય, આત્માનો વીતરાગ સ્વભાવ પ્રગટ થાય, વારંવાર જન્મવું અને મરવું મટી જાય તેવી દશા પ્રગટ થાય, પ્રાપ્ત થાય તે મોક્ષ છે. મોક્ષ કોઈ સ્થળ નથી પણ આત્માની શુદ્ધ અવસ્થા છે. ત્યાં ખાવા પીવા કે ફરવાનું નથી; પરંતુ કર્મો અને શરીરથી ભિન્ન આત્માની સુખમય અને આનંદમય દશા તે મોક્ષ છે. આવી દશા પ્રાપ્ત થયા પછી આત્મા ઉર્ધ્વગામી થઈ સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે. ફરી | જન્મ મરણ નથી અને અત્યંત આનંદ અને સુખ અનુભવે છે. ગાથા - ૯૦ પ્રતીતિઃ શ્રદ્ધા, ખાત્રી. રોમ રોમથી આ સત્ય છે તેમ અંદરથી ઝણકાર આવે તેને કહેવાય છે પ્રતીતિ. અંદર શંકાનું બી ઉત્પન્ન ન થાય તે પ્રકારની આંતરિક અવસ્થા થાય તેને કહેવાય છે પ્રતીતિ. ગાથા - ૯૮ કર્મભાવઃ જે ભાવમાંથી સંસારની ધારા ઊઠે તે કર્મભાવ કહેવાય છે. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન અથવા અંધકાર છે. કર્મના ઉદયમાં આત્મામાં જે કંઈ પ્રક્રિયા થાય તેમાં એકતા સાધવી તે કર્મભાવ છે. સંસારને ચાલુ રાખવાની પ્રક્રિયા એટલે કર્મભાવ ! ક્રોધ, માન, માયા વિ. વિભાવ પરિણામો કર્મભાવ છે. મોક્ષભાવઃ જે ભાવથી નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષભાવ છે. જ્યાં ભાવ છે ત્યાં સાથે આનુસંગિક ક્રિયા પણ હોય છે. ચૈતન્ય સાથે જોડવાનું કાર્ય કરે તે મોક્ષભાવ છે. મોક્ષભાવ એટલે શુદ્ધ ભાવ. પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી તે મોક્ષભાવ છે. ઉદયમાં આવતાં કર્મો અને સંયોગોથી પૂર્ણપણે આત્મા ભિન્ન છે તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો તેને કહેવાય છે આત્મભાવ અથવા મોક્ષભાવ. જ્ઞાન: નિજ વિષે નિજ બુદ્ધિ થવી તે જ્ઞાન છે. જ્ઞાન પ્રગટ અને પ્રકાશમય છે. For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ અજ્ઞાન ઃ પોતે હાજર હોવા છતાં પર પદાર્થમાં પોતાપણું માનવું તે અજ્ઞાન છે. અજ્ઞાન અંધકાર સમાન છે. જ્ઞાન પ્રકાશતાં અજ્ઞાન નાશ પામે છે. XII ગાથા - ૯૯ બંધ : બંધાવવું. આસક્તિ અને મમત્વને કારણે જીવને કર્મનો બંધ થાય છે. બંધનું મોટું કારણ વિપરીત બુદ્ધિ છે. રાગ, દ્વેષ, મમત્વ કરવાનાં કારણે કાર્મણવર્ગણાના પુદ્ગલોનું આત્માના પ્રદેશોમાં એકમેક થઈ મળી જવું. અંદર જે પ્રકારે ભાવ થાય તે પ્રકારે કર્મબંધ થાય છે. બંધ થવાથી આત્માનો મૂળભુત સ્વભાવ પ્રગટ થઈ શકતો નથી. ભવઅંત ઃ ભૂ એટલે વારંવાર થવું. વારંવાર જન્મવું અને વારંવાર મરવું, તેનો અંત થવો તેને ભવઅંત કહે છે. છેદક દશા : બંધના પાંચ કારણો છે, તે છેદવા તેવી દશાને છેદકદશા કહે છે. વિપરીત બુદ્ધિને સમ્યગ્દર્શન દૂર કરે છે. અવિરતિ ને વિરતિ દૂર કરે છે. કષાયને અકષાય ભાવ, મંદકષાય દૂર કરે છે. પ્રમાદને અપ્રમાદ દૂર કરે છે. મન વચન કાયાના યોગને મન વચન કાયાની નિવૃત્તિ દૂર કરે છે. :: મોક્ષપંથ : જે વખતે રાગની પર્યાય દેખાય તે વખતે બળ વાપરી આ રાગથી ચૈતન્ય જુદું છે તે પ્રકારનો ભાવ આપવો તે સાધના છે અને આવી સાધના તે મોક્ષનો પંથ છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે. પોતાપણાનું તાદાત્મ્ય જો પોતા વિષે જોડાય તો પરિભ્રમણ દશા ટળે. ટૂંકમાં નિજમાં નિજ બુદ્ધિ થવી ને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું, તે મોક્ષપંથની રીત છે. ગાથા - ૧૦૦ રાગ ઃ રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે ખેંચાણ, આકર્ષણ, પ્રલોભન. રાગ એટલે મઝા, સુખ, રાગ એટલે ડૂબી જવું. રાગ જેટલો નુકસાન કરે છે તેના કરતાં પણ રાગની મીઠાશ વધારે નુકસાનકારી છે. રાગનું મારણ ઉદાસીનતા છે. પદાર્થ, વસ્તુ અને સંયોગો ઉપરથી ઉપર ઊઠવું અને તેમાં આસક્ત ન થવું તે રાગનું મારણ છે. પર વસ્તુને મૂલ્ય આપવું, તેના પ્રત્યે ખેંચાણ અને આસક્તિ થવી તેનું નામ રાગ. : દ્વેષ : ધિક્કાર ભાવ, ઘૃણા, નફરત, અરુચિ, અપ્રીતિ, અનિષ્ટ પદાર્થ પ્રત્યે અણગમો. દ્વેષભાવ તે ક્રોધનો એક પ્રકાર છે. કર્મની ગ્રંથ ઃ રાગ, દ્વેષ અને અજ્ઞાનના એકત્વથી જે ગાંઠ બંધાય તેને કર્મગ્રંથિ કહે છે. આ ત્રણેના એકત્વથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય કર્મની ગાંઠ. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ શબ્દાર્થ XIII મોક્ષપંથ : રાગ, દ્વેષ અને અજ્ઞાન જેવાં કર્મના ઉદયમાં ન તણાતાં, સર્વ પદાર્થથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણી તેમાં સ્થિર થવું તે મોક્ષપંથ છે. ગાથા - ૧૦૧ સતુઃ જેનું અસ્તિત્વ છે તે. સત્ એટલે હોવાપણું. આ હોવાપણું કાયમ છે, અવિનાશી છે. અસ્તિત્વ દરેક પદાર્થનું સ્વાધીન, સ્વતંત્ર, અકારણ અને સદાજીવી છે. ચૈતન્યમય : ચૈતન્ય એટલે જોવું અને જાણવું એ બે ક્રિયા જેનામાં છે તેને ચૈતન્ય કહેવાય. જોવું અને જાણવું, તે બે ક્રિયામાં ડૂબીને રહેવું, તે મય થઈ જવું, બીજી કોઈ પ્રતિક્રિયા નહિ. આત્મા આવું તત્ત્વ છે તેથી તેને ચૈતન્યમય કહેવાય છે. | સર્વાભાસ રહિત : આભાસ એટલે જે વસ્તુ નથી તેનો ભાસ થવો. રૂપ, રસ અને ગંધથી આત્મા ભિન્ન, પ્રાણ, શ્વાસોચ્છવાસ અને શરીરથી ભિન્ન, રાગાદિ વિભાવો અને શુભભાવોથી પણ ભિન્ન, દેહ અને તેના થકી થતાં સંયોગો આ બધું આત્મામાં નથી છતાં આત્માને આભાસ થાય છે કે આ બધું હું છું અને મારું છે. આવા સર્વ આભાસોથી રહિત આત્મા છે. આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત છે. ગાથા - ૧૦૨ કર્મના આઠ પ્રકાર : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય કર્મ આમ આઠ પ્રકાર છે. મોહનીય કર્મ બધા કર્મોમાં મોહનીય કર્મ મુખ્ય છે, જે જીવને મોહિત કરે છે. બાકી બધાં કર્મો છે તે કર્મો કરાવતાં નથી. સત્તર પાપને કરાવનાર અઢારમું પાપ મિથ્યાત્વ છે તેને દર્શન મોહનીયકર્મ કહે છે. મોહનીયકર્મનાં મુખ્ય બે ભાગ છે. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. મોહનીયકર્મનો નશો દારૂના નશા જેવો છે. જે બધાને મોહ, મમત્વ અને આસક્તિનો નશો કરાવે છે. દર્શન મોહનીય કર્મનું મુખ્ય કામ ઊંધી માન્યતા કરાવવાનું છે. સંસારમાં સુખ નથી તેમ જાણવા છતાં અનેક જન્મોના સંસ્કારને કારણે ફરી ફરી ત્યાં જાવ તેનું કારણ ચારિત્રમોહ છે. દર્શન મોહનીય આત્માના બોઘને નાશ કરે છે, અને ચારિત્ર મોહનીય વીતરાગતાનો નાશ કરે છે. જો મોહનીય કર્મનો નાશ થાય તો સાતે કર્મોને જતાં વાર લાગતી નથી. | દર્શન મોહઃ મિથ્યાત્વ, ચિત્તજડ ગ્રંથિ, વિપરીત માન્યતા. ઊંધી માન્યતા જગતનાં પદાર્થો પ્રત્યે ગાઢ આસક્તિ. ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ તેનું નામ દર્શનમોહ. પોતાના છંદે કામ કરાવનાર For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ XIV દર્શનમોહ. બીજાનું મન શંકાશીલ થાય અને તેને સંદેહ કરાવે તેવું કાર્ય કરે તે દર્શનમોહ. તત્ત્વના વિચારને અનુસરી ચાલવું નહિ તે દર્શનમોહ. આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગે તે દર્શનમોહ. દર્શનમોહ ઉપર વિજય મેળવવા ખૂબ જ પુરુષાર્થ માંગી લે છે. દર્શનમોહ તૂટે પછી જ સમ્યગદર્શન થાય. બોધ : સદ્દગુરુનો ઉપદેશ, બોધમાં બે વસ્તુ છે. જ્ઞાન પણ છે અને અનુભવ પણ છે. બોધ અંદર ઘટતી ઘટના છે, જેના પરિણામથી રાગદ્વેષ ઓછા થવા માંડે છે. વીતરાગતાઃ કષાયોથી રહિત અવસ્થા. ચારિત્રમોહનીય કર્મનું બળ જેટલા અંશે છૂટે તેટલા અંશે વિતરાગતા પ્રાપ્ત થાય. વીતરાગતા આત્માની અવસ્થા છે. ગાથા - ૧૦૯-૧૦૮ સર્વાગતા: સંપૂર્ણપણે સ્વીકાર. કષાયઃ કષ એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારનાં કષાયો સંસારની વૃદ્ધિ કરાવે છે. આત્માના કલુષિત પરિણામોને કષાય કહે છે, જે આત્માના સ્વભાવિક ગુણોને અવરોધે છે. ઉપશાંત : કષાયોની માત્રા ઓછી થવી, મોળા પડવું. ખેદઃ ખેદ એટલે નિરાશા નહિ પણ જ્યારે કોઈ પણ વસ્તુ કે કાર્યને સમજવા છતાં, જાણવા છતાં, કડવા અનુભવો થવા છતાં તેનો ત્યાગ કરવો મુશ્કેલ થાય છે ત્યારે તેના માટે જે મનમાં જ થાય છે તેના માટે ખેદ શબ્દ વપરાય છે. કરવું હોય છતાં થઈ ન શકે તે ખેદ, અંતરદયા: ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું તે બહારની દયા છે. પરંતુ અંતરદયા એ છે કે હું મારા આત્માને આ ભવભ્રમણમાંથી ક્યારે મુક્તિ અપાવીશ? અને જગતનાં જીવો અજ્ઞાનનાં કારણે, રાગદ્વેષના કારણે, મોહનાં કારણે દુઃખી થાય છે તેઓ ક્યારે છૂટશે? આવી જ્ઞાની પુરુષોને અંતરમાં દયા આવે છે. જગતનાં જીવો પાસે સુખનું ધામ છે પણ એ બિચારાં જાણતાં નથી એવી લાગણી થાય તે અંતરદયા. ગાથા - ૧૦૯ અંતર શોધઃ આધ્યાત્મિક યાત્રા. આપણામાં જે કષાયો રૂપી કચરો છે તે જાણીને તેને દૂર કરવાનાં કામમાં લાગી જવું. વિભાવો દૂર કરી સ્વભાવને જાળવવાનું કામ કરવું. * જીજ્ઞાસુ : જીજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. અહીં તત્ત્વને જાણવાની આંતરિક For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ XV તાલાવેલી થાય તેવા જીવોને જીજ્ઞાસુ કહેવાય. કષાયો ઉત્પન્ન થાય તેવા સંયોગોમાં પસાર થતી વખતે કષાયોમાં ન જોડાવું તેવી સાધના જીજ્ઞાસુ જીવ કરે છે. ગાથા - ૧૧૦ શુદ્ધ સમક્તિઃનિશ્ચય સમક્તિ, શુદ્ધ આત્મતત્ત્વની પ્રગટ અનુભૂતિ. શુદ્ધ સમક્તિમાં કોઈ જાતનો ભેદ રહેતો નથી. તેમાં અભેદ અનુભૂતિ છે. ગાથા - ૧૧૧ વૃત્તિ વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ. વૃત્તિ એટલે ચેતનાની ઘારા. સાંખ્ય દર્શનમાં વૃત્તિ શબ્દ છે. વૃત્તિના વિરોધને યોગ કહે છે. પરંતુ અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મૂકાયો છે. આંતરિક ચેતનાની ધારા પણ કહી શકાય. પરમાર્થે સમક્તિઃ પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજભાવ તરફ વાળવી, એ વળી ગયેલી અવસ્થા તેને પરમાર્થે સમક્તિ કહે છે. ગાથા - ૧૧૨ વર્ધમાન સમક્તિઃ સમ્યગુદૃષ્ટિ આત્મા જેમ જેમ બહારની વૃત્તિ વાળી અંદરમાં ઠરતો જાય તેમ તેમ તેનો અનુભવ ગાઢ થતો જાય છે તેને કહેવાય છે વર્ધમાન સમક્તિ. ગાથા - ૧૧૩ કેવળજ્ઞાન: જગતમાં છ દ્રવ્યો છે. તેના અનંતગુણો અને તે એક એક ગુણની અનંત પર્યાયો છે, તે બધાને એક જ સમયે એક સાથે જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં છે તેને કહેવાય છે કેવળજ્ઞાન. મોહનીય કર્મ દૂર થતાં જ્ઞાન ઉપર આવેલું આવરણ દૂર થાય છે અને અંદરમાં રહેલ જ્ઞાનની સંપૂર્ણપણે શક્તિ ખીલી જાય તેવા સંપૂર્ણ ખીલેલાં, પ્રકાશ પામેલાં જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન એટલે માત્ર શુદ્ધ જ્ઞાન. વીતરાગ દશાનું ફળ કેવળજ્ઞાન છે. ચારે ઘાતિ કર્મો એટલે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મોનો વ્યવચ્છેદ થતાં જ્ઞાનમાં રહેલી સંપૂર્ણ શક્તિ ખીલી જાય, ત્યારે કેવળજ્ઞાન થાય છે. આ જ્ઞાન પ્રગટ થાય પછી ક્યારેય નાશ પામતું નથી. જ્ઞાનની ધારા અખંડ વહે છે. ક્યારેક મંદ કે ક્યારેક તીવ્ર તેમ થતું નથી. કેવળજ્ઞાનમાં સર્વજ્ઞતા અને પરિપૂર્ણ જ્ઞાન સમાયેલ છે. ગાથા - ૧૧૪ મિથ્યાભાસ : ખોટો આભાસ. જે ન હોય તેનો ભાસ થવો. શરીર તે જ હું તેવો For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ XVI આભાસ, અનેક રીતે ઊંઘી જ માન્યતા થવી. આ દર્શનમોહનીય કર્મ-મિથ્યાત્વ કરાવે છે અને તે તોડવા ઘણી મહેનત કરવી પડે છે. ગાથા - ૧૧૫ દેહાધ્યાસઃ દેહ તે જ હું આત્મા તેવી ખોટી માન્યતાનો અભ્યાસ થઈ જવો. દેહમાં આત્મબુદ્ધિ થવી તે દેહાધ્યાસ કહેવાય. ધર્મનો મર્મઃ દેહ તે જ આત્મા છે એવો અધ્યાસ છૂટી જાય તો જીવ કર્મનો કર્તા નથી. દેહના સંબંધે જ કર્મો બંધાય છે. દેહ અને આત્મા જુદા હોય તો કર્મ થવાનો સંભવ નથી. કર્મનો કર્તા ન હોય અને કર્મ પણ ન હોય તો ભોગવવાનું ક્યાં રહ્યું? દેહ અને આત્માને જુદાં જ માનો. “જાણનાર તે આત્મા અને ન જાણે તે દેહ” આ સૂત્ર જીવનમાં ઉતારો, તે ધર્મનો મર્મ છે. ગાથા - ૧૧૬ મોક્ષ સ્વરૂપ : આત્માની શુદ્ધ અવસ્થાને મોક્ષ સ્વરૂપ કહે છે. અવ્યાબાધ સ્વરૂપ : અવ્યાબાધ એટલે જેને કદી કોઈ જાતની બાધા કે અવરોધ ન આવે તેવી અવસ્થાને અવ્યાબાધ સ્વરૂપ કહેવાય. મુક્ત અવસ્થામાં કોઈપણ જાતની વળગણ નથી તેથી તેને અવ્યાબાધ કહે છે. ગાથા - ૧૧૦ શુદ્ધ : પવિત્ર, દોષથી રહિત, આત્મા કોઈપણ પદાર્થ વિશે રાગ દ્વેષના ભાવોથી, વિકલ્પોથી અને શુભાશુભ વિચારોથી રહિત છે તેથી તે શુદ્ધ છે. કર્મોથી રહિત છે. તે દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી રહિત છે તેથી શુદ્ધ છે. આત્મા શરીરમાં રહેવા છતાં જડ સ્વરૂપ થતો નથી, તેથી તે શુદ્ધ છે. તેમાં કોઈપણ જાતનાં ભેદો નથી તેથી શુદ્ધ છે. આત્મદ્રવ્ય મૂળભૂત સ્વભાવથી શુદ્ધ છે, પરંતુ તે વર્તમાનમાં પર્યાય અવસ્થામાં મલિન છે તેમાં રાગ દ્વેષ અને મિથ્યા માન્યતાઓ રહેલી છે પરંતુ આ મલિનતા દૂર થઈ શકે છે. જે આત્માથી છૂટું પડે તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધતા ક્યારેય આત્માથી છૂટી પડી જ ન શકે તેથી આત્મા શુદ્ધ સ્વભાવવાળો છે. - બુદ્ધઃ કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય યુક્ત આત્મા બુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વચ્છ, નિર્મળ છે. તમામ અવસ્થાઓથી જે પેલી પાર છે. જેને કંઈપણ જાણવાનું બાકી રહેતું નથી અને સંપૂર્ણપણે જેણે પોતાનું અસ્તિત્વ જાણી લીધું છે. જેમાંથી બધી અશુદ્ધિઓ ખરી પડી છે. આવું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે તે આત્મા બુદ્ધ છે. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ XVII ચૈતન્યઘન : ખંડ ખંડ જ્ઞાન બંધ થતાં જે જ્ઞાન અખંડ થાય તેવા જ્ઞાનને ચૈતન્યઘન કહેવાય. આપણું જ્ઞાન ખંડ ખંડ છે. એક વિચાર થયો પછી બીજો આવ્યો. એક વસ્તુ જોઈ પછી બીજી જોઈ તેમ જ્ઞાનમાં ખંડ પડે છે. જ્ઞાનથી જ્ઞાનને જ જાણ્યા કરો તો તેમાં ખંડ પડતાં નથી. વસ્તુ કે પરપદાર્થને (જ્ઞયને) જાણતાં મારા જ્ઞાનથી જ મને વસ્તુ જણાય છે તેમ જ્ઞાન ઉપર જ એકાગ્ર થવાય તો તેમાં ખંડ પડતા નથી. જેમ જેમ જ્ઞાન પોતામાં એટલે જ્ઞાનમાં એકાગ્ર થાય તેમ તેમ જ્ઞાન ઠરતું જાય, પોતામાં જામતું જાય અને ઠરીને ઘન થતું જાય છે. તેથી તેને ઘનસ્વરૂપ એટલે ચૈતન્યઘન અખંડ કહેવાય છે. પોતાના સ્વભાવમાં લીન રહે છે. સ્વયં જ્યોતિ જે પોતે પોતાથી જ પ્રકાશ પામે છે. જ્ઞાન પોતે પોતાથી જ પ્રકાશે છે. તેને પ્રકાશિત થવા માટે બીજાની મદદ લેવી પડતી નથી. મને તો જાણનાર જ જણાય છે એવું લક્ષ રહ્યા કરે તો આત્મા પોતાને જણાયા વગર રહેતો નથી. આત્મા પર પદાર્થથી હટી સ્વમાં કેન્દ્રિત થાય તો તે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. સુખધામઃ જેમાંથી સુખ નીકળ્યા જ કરે. જે સુખનું રહેઠાણ અને સુખનું ધામ છે. સુખ બહારથી મળતું નથી પણ સુખ આત્મામાંથી આવે છે. લોકોને ભ્રમ છે કે સુખ અમને પર પદાર્થમાંથી મળે છે તેથી પુગલ અને સંયોગો પાછળ ફાંફાં મારે છે. જ્ઞાની કહે છે કે હે જીવ! તું ભ્રમા મા, સાચું સુખ અંતરમાંથી મળે છે. સંતોષી નર સદા સુખી ! તે સુખ ક્યાંથી મેળવતો હશે? અંતરમાંથી જ ! ગાથા - ૧૧૯ બોધબીજ આત્મા વિષેનો બોધ તે બોધબીજ કહેવાય. અપૂર્વ ભાન પૂર્વે ક્યારેય નહિ અનુભવેલું જ્ઞાન. અથવા તેની જાણકારી પોતાનું સ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય જાણવું. ગાથા - ૧૨૨ નિર્વિકલ્પ કોઈપણ જાતના વિચારો વગરની દશા. ગાથા - ૧૨૯ આત્મભ્રાંતિઃ ભ્રાંતિ એટલે દ્વિઘા અથવા ભ્રમણા. ભ્રાંતિ શબ્દ મૂળ વેદાંત દર્શનનો છે, પરંતુ બધા દર્શનોએ તે વાપર્યો છે. જે પોતે છે તે ન માનવું અને જે પોતે નથી તેમ માનવું તેનું નામ બ્રાંતિ. આત્મા પોતાને આત્મા છું તેમ માનતો નથી અને હું દેહ છું તેમ માને છે તે આત્મભ્રાંતિ કહેવાય. For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ XVIII ભ્રાંતિનો બીજો અર્થ માયા પણ થાય છે. અજ્ઞાનતાપૂર્વક ગેરસમજણ થાય એટલે ભ્રાંતિ થઈ કહેવાય. પથ્થ: પરેજી, ચરી પાળવી. ધ્યાન ધ્યાન એટલે મનનું મટી જવું. નિર્વિકલ્પ અવસ્થા, ધ્યાનમાં કર્મોને બાળવાની પ્રચંડ શક્તિ છે. ધ્યાનથી મોક્ષ થાય છે. આત્મભ્રાંતિ રોગને દૂર કરનાર ઔષધ ધ્યાન છે. ગાથા - ૧૩૦ પરમાર્થઃ પરમ અર્થ, પરમ શુદ્ધ આત્મા. સત્ પુરુષાર્થ સમજણપૂર્વક, સાચી રીતથી થતો પુરુષાર્થ ! ગાથા - ૧૩૧ નિશ્ચય વાણીઃ આત્માને, તેના સ્વરૂપને ઓળખવા માટે જે શબ્દો કે ભાષા વપરાય તેને નિશ્ચયવાણી કહે છે. ગાથા - ૧૩૨ નય : નય એટલે અપેક્ષા. કોઈપણ વસ્તુને પૂરેપૂરી યથાર્થ સમજવા, જુદા જુદા પડખેથી, જુદી જુદી અપેક્ષાથી સમજવી પડે છે. જૈનદર્શનમાં આત્માને બે નયોથી સમજવામાં આવે છે. એક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી અને એક પર્યાયાર્થિક નયની અપેક્ષાથી. બંને રીતથી સમજીએ તો પૂરું જ્ઞાન થાય. આત્મા શુદ્ધ છે તે દ્રવ્યાર્થિક નયની જ અપેક્ષાથી અને વર્તમાનમાં પર્યાયમાં અશુદ્ધ છે તે પર્યાયાર્થિક નયની અપેક્ષાથી વાત છે. એકાંતઃ એકાંત એટલે એક જ અપેક્ષાથી સમજવું. કાં તો નિશ્ચયથી અથવા ફક્ત વ્યવહારથી સમજીએ તો એકાંતનો પક્ષ કર્યો કહેવાય. જૈનદર્શન અનેકાંતમાં માને છે. એટલે એક વસ્તુને બધી દૃષ્ટિથી જુદી જુદી રીતે જોઈ વાત નક્કી કરવી. ગાથા - ૧૩૫ સદ્ગુરુ આજ્ઞા : જેનાથી વીતરાગતા પ્રાપ્ત થાય તેવા શબ્દો જેમની પાસેથી પ્રાપ્ત થાય તે સદૂગુરુ અને તેમની આજ્ઞા તે સદ્ગુરુ આજ્ઞા. જિનદશાઃ વીતરાગ અવસ્થા. ગાથા - ૧૩૬ ઉપાદાનઃ ઉપાદાન એટલે મૂળભૂત કારણ. અહીં આત્મા ઉપાદાન છે. ઉપાદાન કારણઃ ઉપાદાનમાં રહેલી જુદી જુદી શક્તિઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, શ્રદ્ધા વિગેરે. For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ XIX નિમિત્ત એટલે ઉપાદાનની શક્તિઓ જેની હાજરીમાં પ્રગટ થાય તેવું કારણ. સદ્ગુરુ, સતશાસ્ત્ર, ગુરુ આજ્ઞા વિગેરે. નિમિત્ત કારણ : ઉપાદાન કારણમાં કારણત્વને જગાડીને તેમાં સહાયક બનવું. તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, જિનબિંબ, જિનાગમ આ બધા આત્મસાધના કરવા માટે (ઉપાદાનની શક્તિઓ પ્રગટવા માટે) નિમિત્ત કારણો છે. ગાથા - ૧૩૦ દ્રોહઃ વિશ્વાસઘાત, વગોવણી, નિંદા, તિરસ્કાર, મૂલ્ય ન આપવું અને અવહેલના કરવી તેને દ્રોહ કર્યો કહેવાય. મોહઃ સમગ્ર સંસારનો આધાર તે મોહ. ચૌદરાજલોકમાં ફેલાયેલ સંસારનું મૂળ મોહ છે. મોહનું એક જ કામ છે કે જે સત્ય છે તેને અસત્ય મનાવે છે, પરમાર્થથી દૂર લઈ જાય છે, જે છે તેનો ઈન્કાર કરાવે અને પર પદાર્થોમાં મમત્વબુદ્ધિ અને આસક્તિ કરાવે. સંસારમાં ડૂબાડવાનું કામ મોહ કરે છે. મોહ એટલે મિથ્થાબુદ્ધિ, વિપરીત બુદ્ધિ અને અજ્ઞાન. મોહ મદિરાપાન સમાન છે. અનંતકાળથી માનવી મોહરૂપી મદિરાના નશામાં ડૂબેલો છે, તરબોળ છે, મોહ આત્મવિસ્મરણ કરાવી ચોરી, હિંસા, માયા, કપટ, જૂઠ, પરિગ્રહ, માન, કુશીલ વિગેરેનો પાયો બની પાપ કરાવે છે. મોહનું એક કામ આત્મ વિસ્મરણ કરાવવાનું, બીજું કામ આનંદ અને સુખ પદાર્થો અને વિષયોમાં છે તેમ ઠસાવવું. ત્રીજું કામ આંખ મીંચી પરપદાર્થોની પાછળ દોડવું અને ચોથું કામ અહમ્ અને મમ્ કરાવવાનું. જ્ઞાન અને અજ્ઞાન માપવાની પારાશીશી મોહ છે. જે મોહની સત્તા નીચે હોય તે અજ્ઞાની છે અને મોહની સત્તાથી ઉપર ઊઠે તો જ્ઞાની છે. બધા કર્મોનો રાજા મોહ છે. ગાથા - ૧૩૮ દયા: દયા બે પ્રકારની છે. પરદયા અને સ્વદયા. બીજાની ભૂખ ભાંગવી, કપડાં આપવાં, તરસ્યાને પાણી આપવું, રોગમાં સેવા કરવી તે પરદયા છે. પરંતુ પોતાનો આત્મા દુઃખી છે. ભવભ્રમણ અને જન્મ મરણ કરી દુઃખી થઈ રહ્યો છે. પોતાના સ્વરૂપના ભાન વગર ભમી રહ્યો છે તેને હું બચાવું, તે પ્રકારના વિચારો આવે અને પરિણામે આત્માને મુક્ત કરવાના કાર્યમાં લાગે તે સ્વદયા છે અને તે મુમુક્ષુને હોય છે. શાંતિઃ તમામ સંતાપો સમાવવાની શક્તિ જેમાં છે તેને કહેવાય છે શાંતિ. દુઃખ, For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ XX પીડા, ભય, ચિંતા, ઉપાધિ, વ્યથા, મૂંઝવણ અને વ્યાકુળતા વિગેરેને પચાવવાની જેનામાં શક્તિ છે તે શાંતિ છે. સકળ વિભાવ પરિણામોથી નિવૃત્ત થવું તેનું નામ શાંતિ. ક્રોધ, માન, માયા, ઇચ્છાઓથી નિવૃત્ત થવું તે શાંતિ છે. શાંતિમાંથી જે રસ પ્રગટે, તે રસ છે સમરસ. - સમતાઃ શાંત સ્વભાવ અને શાંત પરિણામ, સમપણું. સમતા હોય તેને અનુકૂળતા માટે રાગ નથી અને પ્રતિકૂળતા માટે દ્વેષ નથી. ગમે તે પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું તે સમભાવી જીવનું કાર્ય છે. ક્ષમા ક્રોધના અભાવ સાથે સાથે વેરનો પણ અભાવ હોય તેને ક્ષમા કહેવાય છે. ગાળ સાંભળીને પણ દ્વેષ વેર ન જન્મે તે ક્ષમાભાવ છે. ક્ષમાભાવી આત્માનો અનુભવ થાય તો પર્યાયમાં ઉત્તમ ક્ષમા પ્રગટ થાય. શાંતિ, સમતા, ક્ષમા આ બધા લક્ષણો, ગુણો એક બીજાના પૂરક છે. સત્ય: સત્ય બે પ્રકારે છે. વ્યવહારિક અને પારમાર્થિક. જેવું જોયું,જાણું, દેખાયું, જે બીના બની તે જ પ્રકારે બીજાને વર્ણવવી તે વ્યવહારિક સત્ય છે. અને પારમાર્થિક સત્ય એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે તે રીતે અતીન્દ્રિય તત્ત્વનો સંપૂર્ણ સ્વીકાર. - ત્યાગઃ વ્યવહારમાં છોડવું અને તજી દેવું તેને ત્યાગ કહે છે. પરંતુ પરમાર્થમાં આત્માથી ભિન્ન એવા પદાર્થોને તો છોડવાં પણ તે પ્રત્યેની મમત્વ બુદ્ધિ છૂટે તે ખરો ત્યાગ છે. આસક્તિ અને તાદાભ્ય બુદ્ધિછોડવી તે ત્યાગ છે. પરને પર જાણી મમત્વભાવ છોડવો તે ખરો ત્યાગ છે. કેરી ખાવી છોડી દીધી તે વ્યવહારમાં કેરીનો ત્યાગ કર્યો તેમ કહેવાય પણ જ્યારે કરી પ્રત્યેનો મમત્વભાવ તોડે, તેના સ્વાદને યાદ પણ ન કરે, મેં આ વસ્તુ છોડી છે તેમ પણ ન થાય ત્યારે પારમાર્થિક ત્યાગ કહેવાય. વૈરાગ્ય : વિષયોથી વિરક્તિ. સંસારના સુખ, ભોગ અને દેહ તથા કુટુંબ સાથે વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ તે વૈરાગ્ય કહેવાય. પદાર્થોથી ઉપર ઊઠવું તે વૈરાગ્ય. ગાથા - ૧૩૯. જ્ઞાનીદશા: જે મોહનીય કર્મના ઉદયમાં જોડાતો નથી તે જ્ઞાની છે અને જે તે કર્મના ઉદયમાં જોડાય છે તે અજ્ઞાની છે. ક્રોધ, અહંકાર, માયા વિગેરે મોહનીય કર્મના ઉદયથી થાય છે, તેમાં ન જોડાવું પણ પોતાના આત્મા વિશે પરિણમવું તે જ્ઞાનીની દશા છે. જગતના પદાર્થો પ્રત્યે જ્ઞાનીને મોહ નથી. મોહભાવ : મોહનાં બે પ્રકાર છે. દર્શનમોહ અને ચારિત્રમોહ. માન્યતા અને For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ XXI સત્યનાં સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શનમોહ અને આત્માને જાણ્યા પછી પોતાનો ઉપયોગ આત્મામાં ઠેરવી શકતો નથી તે ચારિત્રમોહ. આ બન્ને ભાવો ક્ષીણ થાય અથવા પ્રશાંત થાય ત્યારે જ્ઞાનદશા પ્રગટે છે. ગાથા - ૧૪૦ વાચાજ્ઞાની જે માત્ર વાણીથી ડાહી ડાહી વાતો કરે પણ આચરણમાં કાંઈ નથી તેને કહેવાય વાચાજ્ઞાની. શાસ્ત્રોની ઊંચામાં ઊંચી વાતો કરે પણ તેની નજર હોય જગતનાં પદાર્થો ઉપર અને પોતાના શરીર તથા કુટુંબ ઉપર, મોહ હજુ વિરમ્યો નથી અને જ્ઞાનની કોરી વાતો કરે તે પંડિતો વાચાજ્ઞાની છે. પોતે તરે નહિ અને બીજાને તારે નહિ. ગાથા - ૧૪૨ દેહાતીત : દેહથી રહિત, આત્મમય જેની દશા વર્તે છે, દેહમાં રહેવા છતાં જે આત્મા સાથે જ જોડાયેલો છે તેને કહેવાય દેહાતીત. દેહથી જુદો છે તેવી દશામાં રહેનાર. For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ XXII સર્વમંગલમ આશ્રમ સાણોદીયા 'તસ્વીરી ઝલક For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ XXIII સર્વમંગલમ આશ્રમ, સાણોડીયા તરસ્વીરી ઝલક સર્વધર્મસમભાવ અને સદ્ભાવના પાયા ઉપર સર્વના આત્મકલ્યાણ અર્થે સાગોડીયા ગામમાં ૧૯૬૬માં સ્થપાયેલ સર્વમંગલમ્ આશ્રમના અધિષ્ઠાતા પ. પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શિક્ષણ, સેવા, કૃષિ અને આત્મઆરાધનાની વિવિધ સહ્રવૃતિઓ સુચારુરૂપે ચાલે છે. સંસ્કારસિંચન સહ કેળવણી અને વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસાર્થે આશ્રમમાં બુનિયાદી માધ્યમિકશાળા, છાત્રાલય, પુસ્તકાલય, કોમ્યુટર સેંટર તથા સ્પોર્ટસ્ સંકુલ આવેલ છે. આરોગ્ય સેવાર્થે સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી અને મોબાઇલ મેડીકલ વાન નોંધપાત્ર સેવાઓ આપે છે. ગૌશાળામાં ગાયોની માવજત અને વચ્ચે સુંદર કૃષ્ણમંદિર છે. કૃષિ ઉત્પાદન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રવૃત્તિઓ ચાલે છે. સૌંદર્યસભર નૈસર્ગિક પરિસરમાં સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર, આત્માર્થી સાધકો માટે સાધકકુટિર, કેશર ધ્યાનકક્ષ, ઓમ મંદિર, ભગવાન પાર્શ્વનાથનું મંદિર, આત્મોન્નતિ અર્થે આદર્શ આત્મઆરાધના કેન્દ્ર, આત્મખોજ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર મુમુક્ષુઓના મનના કોલાહલને શાંત કરી જીવનમાં શાંતિ અને અલોકિક આનંદનો અનુભવ કરાવે છે. આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ, સાત્વિક ભોજનાલય, વાતાનુકુલિન ઓડીટોરિયમ, સમૃદ્ધ લાયબ્રેરી સાધનાર્થે સાધકોની સુવિધાઓ પૂરી પાડે છે. ભારતીય તત્ત્વજ્ઞાનની પર્દર્શન વિચારધારાને જાણવા માટે આશ્રમમાં આવેલ બેનમૂન વીતરાગ વિજ્ઞાન કેન્દ્રમાં વીતરાગ તત્ત્વદર્શન, કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન અને પદર્શન તથા ભારતીય સંસ્કૃતિના મહાન સંતો અને દાર્શનિકોના જીવનચરિત્ર દર્શાવતું માહિતીસભર, અનુપમ મ્યુઝીયમ સંપ્રદાયમુક્ત સત્યશોધક જિજ્ઞાસુઓને આકર્ષે છે. તીર્થધામ સમાન આ પવિત્ર આધ્યાત્મિક આશ્રમમાં પૂ. ગુરુજીની નિશ્રામાં સ્વાધ્યાય, ભક્તિ, જ્ઞાન અને ધ્યાનની સાધના અર્થે પધારવા સર્વેને પ્રેમપૂર્વક આમંત્રણ છે. For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ 36 આત્મસિદ્ધિશાસ્ત્ર’માં માત્ર તત્ત્વજ્ઞાનની વાત નથી, પણ સાધના, ધ્યાન, ગુરુભક્તિ, સમર્પણ, નિજ વૃત્તિના રૂપાંતરણ, માર્થી, આત્માર્થી, સાધક, મુમુક્ષુ, જ્ઞાની ન હોય છતાં દેખાવ કરે, આત્મજ્ઞાની સત્પરુષના લક્ષણો, અને દેહાધ્યાસ તથા દેહાધ્યાસમાંથી પૂર્ણ મુક્તિ અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિની પણ વાત છે. આત્મસિદ્ધિશાસ્ત્રને માત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવા કરતાં તે સાધનાની પૂર્ણ સંહિતાનું શાસ્ત્ર કહેવાય. આ વાત પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે પણ “વૃત્તિ વહી 'નિજ ભાવમાં પરમાર્થે સમકિત’ સ્વરૂપે જોવા મળશે. આ વૃત્તિ નિજ ભાવમાં અર્થાત્ સ્વરૂપમાં કેવી રીતે જાય, કેવી રીતે ગઈ તથા કઈ રીતે જોઈ શકાય તેનું સૂક્ષ્મતમવિવરણ આ શાસ્ત્રમાં છે. સ્વાનુભવ, દેહાતિત અવસ્થા અને પૂર્ણ 'વીતરાગતા પ્રાપ્ત કરવાનું આ સાધના શાસ્ત્ર છે. For Personal & Private Use Only