________________
૧ ૨૮
પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા માંક-૧૦૫-૧ ગયા હતા પણ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા છીએ. એમ ન કહેશો કે તીર્થકર મળ્યા નથી. અનંત ચીવીશી થઈ અને આપણે હાજર હતા. જ્ઞાની પુરુષ કે સદ્ગુરુ મળ્યા નથી તેમ ન કહેશો, મળ્યા તો છે પરંતુ આપણે પૂર્વ તૈયારી કરી નથી. ગંગાસતીએ તેથી કહ્યું છે કે વીજળીના ઝબકારે મોતી પરોવી લ્યો, પાનબાઈ ! બહુ અદ્ભુત વાત કરી છે. ગંગાસતી ભણેલા નહિ, અભણ હતા અને તેઓ ગૃહસ્થ જીવન જીવતા હતા. તેમને પતિ અને બાળકો પણ હતાં. તેમણે કહ્યું કે વીજળીનો ઝબકારો થયા પછી સોય અને દોરો શોધવા જાઉં તો મોતી કયારે પરોવું ? મોતી હાથમાં તૈયાર જોઈએ અને સોયમાં દોરો પરોવેલો જોઇએ. અને જ્યાં ઝાઝો પ્રકાશ આવે તેવી બારીએ બેસવું, જેથી ઝબકારો થયો નથી અને મોતી પરોવ્યું નથી. આવું જ્યારે તૈયાર હોય ત્યારે કામ થાય. આપણને તો સદ્ગુરુ મળતા પહેલાં જાતજાતની માન્યતાઓ અને મતો હોય છે કે દેવ આવા હોવા જોઈએ અને સદ્ગુરુ હોય તો આવા હોય, શાસ્ત્રો હોય તો આવા હોય, પોતે માને તેવા હોય. - સદ્ગુરુ, સદૈવ અને સશાસ્ત્રો આ ત્રણ શબ્દો મહત્ત્વનાં છે. સત્ એટલે જેમ છે તેમ અને જેવાં હોવા જોઇએ તેવાં. દા.ત. ચામાં સાકર નાખવી છે. સાકરનો રંગ સફેદ, મીઠું સફેદ અને સોડા પણ સફેદ છે. ચામાં ખાંડ જોઈએ અને ખાંડની પહેચાન પણ જોઈએ કે આ વસ્તુ સાકર જ છે. સાકરને બદલે મીઠું નાખવાથી ચા બગડી જશે. તો વસ્તુ જેમ છે તેમ જાણવી અને આગ્રહ છોડી દેવો. આગ્રહને દૃઢ કરનારા અનેક વિકલ્પો હોય છે, જેમ કે આ માન્યતા ઘણા બધાની છે માટે સાચી પણ હોય. આ પણ વિકલ્પ છે કે લોકોમાં આમ જ સારું કહેવાશે માટે હું આ ટોળામાં ભળું અને લોકો તેથી મને સાચો માનશે. આવા બધા આગ્રહના કારણે જે વિકલ્પો ઊઠે છે તે છોડી દેવા, તે સદ્ગુરુ મળ્યા પહેલાની પૂર્વ તૈયારી છે. સમજાય છે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર? પરમકૃપાળુદેવે સ્વસ્થ રહી ગૂઢ આ વાત કરી છે. તમે આવી તૈયારી રાખશો તો સદ્ગુરુ મળે જ. મને બોલતા મિનિટથી પણ ઓછો ટાઈમ જોઈશે, પરંતુ તમારે આગ્રહ છોડવામાં કદાચ જન્મો કરવાં પડશે. આગ્રહ છૂટતા નથી, એકી સાથે જે ધડાક દઈને છોડી શકે તેમાં બહુ હિંમત અને તાકાત જોઈએ. સત્ નિષ્ઠા જોઈએ. જે દિવસે આ થશે તે દિવસે સદ્ગુરુના ચરણમાં ખરેખરા નમસ્કાર થશે. તે દિવસે તમે કહેશો કે “આવ્યો શરણે તમારા, સહાય કરજો હમારી' ! પ્રભુ ! બધા આગ્રહ છોડીને તમારે શરણે આવ્યો.
ભારતીય પરંપરા છે કે નમસ્કાર માથું નીચે નમાવીને કરીએ છીએ. સદ્ગુરુના ચરણમાં મસ્તક ઝૂકાવીએ છીએ. માથું એટલે બુદ્ધિ. મારી બુદ્ધિ, મારી સમજ, મારો ખ્યાલ, મારું વાંચન, મારા સિદ્ધાંતો અને માન્યતાઓ પ્રભુ ! આપના ચરણમાં મૂકું છું. તમારા ચરણોમાં અર્પણ કરું છું. બોલતાં કેટલી વાર થઈ ? પૈસા આપવા, બાહ્ય પદાર્થો આપવાં સહેલા છે, પણ આગ્રહ છોડવો મુશ્કેલ છે. આગ્રહ છોડવા માટે વિશાળતા, સરળતા, નિષ્પક્ષપાતતા અને મધ્યસ્થતા જોઈશે. કોઈ આગ્રહ લઈને સદ્ગુરુ પાસે ન જશો અને જો જશો તો વચમાં આગ્રહ હશે તો સાંધો રહેશે. મિલન નહિ થાય. વરસાદથી પડેલું બિંદુ દરિયામાં પડી ગયું અને દરિયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org