________________
૧ ૨૭.
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અને ધન્ના અણગારે જીવન ભર આ તપ વ્રત અનુષ્ઠાન કર્યા.
અંતર્મુહૂર્ત માત્ર સમ્યગદર્શનનો સ્પર્શ થવાથી અને પ્રચંડ વીર્યથી જો સાધનાનો વેગ ચાલે તો તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે અને જો તેમ ન થાય તો ત્રણ જન્મમાં થાય અને તેમ પણ ન થાય તો પંદર ભવમાં મોક્ષ મળે. પરંતુ પંદર ભવમાં કદાચ અવળો પડે તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં રહી શકે નહીં, તેવું સમ્ય દર્શનનું બળ છે. આવું સમ્યગ્દર્શન
જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેનો સંવેગ વધતો જાય. તીવ્ર મોક્ષની અભિલાષા તેને કહેવાય છે સંવેગ. અને આવી તીવ્ર અભિલાષા પૂરી કરવા પોતાની તમામ તાકાત વાપરવાની તૈયારી જોઈએ. રાત્રે તમે ઘરમાં સૂતા હો અને અચાનક આગ લાગે, તમે ગાઢ નિદ્રામાં છો અને બૂમ પડે કે આગ લાગી છે ત્યારે તમે પૂરી તાકાત વાપરી ઘરની બહાર નીકળી જાઓ છો, તેમ મોક્ષાભિલાષી પૂરો પુરુષાર્થ કરે તો તેના જન્મ ન રહે, અથવા તો જન્મ અલ્પ રહે.
સદ્ગુરુ મળતા પહેલાં આ ચેતવણી છે, કયારે સદ્ગુરુ મળશે તે કહેવાય નહિ. સદ્ગુરુની પ્રાપ્તિ કયારે થશે, કશું કહી શકાય નહિ. જો તમારી તૈયારી હશે તો સદ્ગુરુ સામેથી આવશે. સદ્ગુરુ તમારી શોધમાં છે. દાદુ રાજસ્થાનમાં ગયા. તેઓ એક ઘેર ગયા. ત્યાં છ વર્ષનું બાળક જોયું. તેણે તે બાળકની માને કહ્યું કે હમકુ યહ બચ્ચા દે દે ! યહ બાલક હમારા હૈ, તમારા નહીં હૈ. માએ એમ ન કહ્યું કે મારા બાળકને તમને કેવી રીતે આપું, માને સમજણ હતી, તેથી તેણે બાળક સોંપી દીધું, સુંદર ચાલ્યો ને એ સુંદરદાસ બન્યા. સદ્ગુરુ શોધતા આવ્યા ને ? તમે ચર્ચામાં પડશો નહિ કે આ કાળમાં સદ્ગુરુ છે કે નહિ? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? મળે છે કે નથી મળતા? આ બધી ચર્ચા છોડો. અંદર તાલાવેલી જાગશે ત્યારે હાથ પકડનાર આવશે. તમને ઢંઢોળશે કે ચાલો, શું બેઠા છો ? સદ્ગુરુ મળતા પહેલાં ઘણી તૈયારી કરવાની હોય છે. જેમ વરસાદ આવતા પહેલાં ખેડૂત તૈયારી કરે છે, ખેતર ખેડી રાખે છે, કાંકરા કાઢી નાંખે છે. વાડ કમ્પલીટ કરે છે. ખેડૂત એમ નથી કહેતો કે વરસાદ આવશે પછી તૈયારી કરીશું. રસોઈ કરતા પહેલાં બહેનો બધી સામગ્રી ભેગી કરે છે અને બધું તૈયાર રાખે છે. સદ્ગુરુ મળતા પહેલાં પૂરી તૈયારી કરી રાખજો. “ન જાને કિસ રૂપમેં નારાયણ મિલ જાય'. ખબર નથી કે તે કયા સ્વરૂપમાં આવશે. તે ઓળખાશે નહિ અને કહેશે પણ નહિ કે અમે સદ્ગુરુ છીએ, અમે સપુરુષ છીએ. આવું જ કહેતા હોય કે અમે સપુરુષ છીએ તેનાથી છેટા રહેજો.
જે સદ્ગુરુ છે તે હાથ પકડી લેશે. તેમની કળા, રીત, પદ્ધતિ તેઓ જાણે. એ જે રીતે કામ કરશે તેની તમને ખબર નહિ પડે, એટલા માટે એમ કહ્યું છે કે સદ્ગુરુ મળતા પહેલાં એક કામ કરી રાખજો કે પોતાની મતિ કલ્પનાથી કોઈ મત અથવા કુળ દર્શનનો આગ્રહ થઈ ગયો હોય અથવા આનાથી જ મોક્ષ છે અથવા આ જ ધર્મ છે તેવી માન્યતા ઘૂંટી હોય, તેમ માન્યું હોય, અથવા જ્ઞાની આમ જ વર્તે તેવી માન્યતા કેળવી હોય તો આવા આગ્રહો છોડી, નિરાગ્રહી વલણ તૈયાર કરી રાખવું. આ સદ્ગુરુ મળતા પહેલાંની તૈયારી છે. સમજાય છે ? અનંત ચોવીશી થઈ, અનંત તીર્થકરો થયા. આપણે ત્યારે હાજર હતા. સમવસરણમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org