________________
૧૨૬
પ્રવચન ક્રમાંક - ૭૯, ગાથા ક્રમાંક-૧૦પ-૧ તો કર્મો હટે ? તેમ પણ પૂછવાનું રહેતું નથી. જેટલું તમારું જોર અને જેટલો તમારો સંવેગ અને જેટલી તમારી તીવ્રતા, તે તીવ્રતા પ્રમાણે કામ થશે.
ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યો હતા. બધા સરખા સાધક હતા નહિ. આ બધા જ એ જ ભવમાં મોક્ષમાં ગયા, તેવું તો નથી થયું. કોઈ દેવલોકમાં ગયા, અને કોઈ મોક્ષમાં ગયા. જેટલો તીવ્ર સંવેગ હોય તે પ્રમાણે મુકિત મળે. એક વખત શ્રેણિક મહારાજે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો. બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. મારે એ જાણવું છે પ્રભુ ! આ ચૌદ હજાર મુનિઓ આપના શિષ્યો છે, એ મુનિઓમાં એવો કોઈ સાધક છે, કોઈ એવો અણગાર છે કે જેના ભાવ દિન-પ્રતિદિન ચડતા અને ચડતા જ હોય? પરિણામ શુભ અથવા શુદ્ધ ચડતા જ હોય. દરિયામાં ભરતી આવે. એકમ કરતાં બીજે વધારે હોય તેમ પુનમ આવતાં સુધીમાં દરિયો ઉછળવા લાગે. સુદ પક્ષમાં બીજના ચંદ્રની કળા ખીલતી જાય છે. શરદપૂર્ણિમા આવી અને ચંદ્ર પૂરેપૂરો ખીલે અને વદ પક્ષમાં ચંદ્રની કળા ઘટતી જ જાય છે. તો કોઈ મુનિના ભાવ ઘટે જ નહિ પણ દિનપ્રતિદિન વધતા જ જાય તેવો કોઈ મુનિ છે ? મહાવીર ભગવાને કહ્યું કે શ્રેણિક ! ધન્નો અણગાર આવો મુનિ છે. તે કાકંદી નગરનો વતની છે. બત્રીશ પદ્મિની સ્ત્રીઓનો તે પતિ હતો. માતા પિતા અને કુટુંબીજનો પણ અનુકૂળ હતાં. એક દિવસ એ કાકંદી નગરીમાં મારે જવાનું થયું, અને પહેલા જ દિવસે ધન્નાજી પ્રવચનમાં આવ્યાં અને પ્રવચન સાંભળી ઘેર આવી તેની માને કહે છે કે મા ! હવે આ સંસારમાં મારાથી નહિ રહેવાય. કોઈ વખત ધનાજી જેવો ઉલ્લાસ આપણને થતો નથી. આપણે ઠંડા પડી ગયા છીએ. માએ ધન્નાને ઘણું સમજાવ્યો પરંતુ એ ધન્નાએ સંસાર છોડ્યો. શું શું છોડ્યું? ૩૨પદ્મિની સ્ત્રીઓ છોડી, કુટુંબ-સંપત્તિ, ધન ધાન્ય છોડ્યું? દીક્ષા ગ્રહણ કરી અને પ્રતિજ્ઞા લીધી, સંકલ્પ કર્યો, અભિગ્રહ કર્યો કે હે પ્રભુ ! મને જીવનભર માટે સંકલ્પ કરાવો કે હું છઠ્ઠનું તપ એટલે સ્થાનકવાસી પરંપરામાં તેને બેલા વ્રત કહે છે તે કરીશ અને છઠ્ઠના પારણે આયંબીલ કરીશ, અને ફરીથી છઠ્ઠ કરીશ. છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણું આયંબીલ કરીને. શ્રેણિક આ ચૌદ હજાર મુનિઓમાં ઉત્કૃષ્ટ સાધના કરનાર ધન્ના નામના અણગાર છે.
મુનિવર ચૌદ હજારમાં રે, ધન ધનો અણગાર રે,
વીર જિર્ણોદે વખાણિયો રે, શ્રેણિક સભા મોઝાર રે. શ્રેણિક સભામાં ભગવાન મહાવીરે તેનું વર્ણન કર્યું છે. આ વર્ણન કર્યું ત્યારે ધન્નાજી કયાં ઊભા હશે તે ખબર નથી, પણ તેમણે કંઈ જાહેરાત કરી નથી કે હું આ પ્રકારની સાધના કરું છું. કયાંક કોઈ ખૂણામાં, કોઈક વૃક્ષની નીચે, ધ્યાન કરતા હશે, સાધના કરતા હશે અને નિત્ય ચડતો ભાવ, નિત્ય ચડતા પરિણામ, આપણને તો કયારેક ઊભરો આવે છે પરંતુ ઘેર જઈએ એટલે ઊભરો બેસી જાય. ઉત્કૃષ્ટ પણે સાધના જો કરે, તીવ્ર સંવેગથી જો સાધના કરે તો મોક્ષ દૂર નથી. ઢગલાબંધ કર્મો હોય તો પણ તેનો ક્ષય કરી શકાય. કાળનો ગેપ હોઈ શકે, દઢ પ્રહારીએ તમામ તાકાત વાપરી અને તેમને કર્મનો નિકાલ કરતાં છ મહિના લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org