________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૭૩ ને? તેમ મારામાં સમતા બરાબર છે કે નહિ તે જોઉં છું. આંખો બંધ કરી, ક્ષણે ક્ષણે તપાસી લઉં છું.
દયા આવે, તેમાંથી શાંતિ અવતરે અને શાંતિમાંથી જે રસ પ્રગટ થાય તેનું નામ સમરસ છે. “સમરસ ભાવ ભલા ચિત્ત જાકું થાપ ઉથાપ ન હોઈ'. પોતાની વાત મનાવવી, બીજાની વાત તોડવી, વાદ વિવાદ ઝગડા આ બધું તેનામાં ન હોય. ઉદાહરણ આપે છે કે દૂધનો ઉભરો આવે, તેમાં પાણી નાખો એટલે શાંતિ. પછી દૂધ ફ્રીજમાં મૂકો અને ઠરી જાય તેનું નામ સમતા. તમને ખ્યાલમાં આવ્યું ? સમતા એટલે ઠરવું. સમતા અદ્ભુત રસ છે. બીજું કંઈપણ ન હોય પણ આવી સમતા જો આવે તો મોક્ષ મળે છે. મુમુક્ષુનાં બે લક્ષણો વિચાર્યા દયા અને શાંતિ, સૌના જીવનમાં તે પ્રગટ થાય તેવી શુભકામના.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org