________________
3७४
પ્રવચન ક્રમાંક - ૧૧૦, ગાથા ક્રમાંક-૧૩૮-૧
પ્રવચન ક્રમાંક - ૧૧૦
ગાથા ક્રમાંક - ૧૩૮-૧ મુમુક્ષુતાના અવરોધક દુર્ગુણો તથા સમતા, ક્ષમા અને સત્યનું સ્વરૂપ
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સજાગ્ય. (૧૩૮) પરમ આનંદનો અનુભવ જે સંતોએ કર્યો છે, જીવંતદશામાં પરમ સમાધિ જેમણે અનુભવી છે, તેથી જે તુષ્ટ છે, સંતુષ્ટ છે, આત્મરામી છે, આત્મામાં આરામ કરનારાં છે, સાથે સાથે તેમની ચેતનામાં એક કરુણાભાવ પણ વહે છે. આ કરુણાભાવ ન હોત તો આ શાસ્ત્ર ન હોત, સિદ્ધાંતો અને આગમો ન હોત, આ ધરતી ઉપર સંતોના શબ્દો પણ ન હોત. આ કરુણાભાવ એવો છે કે અમે જે પરમ શાંતિ અનુભવીએ છીએ, તેવી શાંતિ અને સમાધિ અનુભવવાની ક્ષમતા દરેક પ્રાણીમાં છે. દરેક પ્રાણી શાંતિ અને સમાધિ અનુભવી શકે છે, પરમ આનંદ ઝીલી શકે છે.
આ જગત સામે જોઈએ છીએ તો જગત વ્યાકુળ છે, માણસ દુઃખી છે, પીડિત છે, મુંઝાયેલો છે, વ્યગ્ર અને વ્યાકુળ છે, ઉત્તેજિત અને અશાંત છે. કેમ ? શા માટે ? આ હોવું ન જોઇએ. આ જીવમાં, આત્મામાં અશાંતિ કે દુઃખ હોય નહિ, કારણ કે અશાંતિ અને દુઃખ આત્માનો સ્વભાવ નથી અને સ્વભાવ ન હોવા છતાં, હોય તો તે વિચિત્ર કહેવાય, તેના માટે શબ્દ વાપર્યો વિભાવ. સ્વભાવ છે પરમ આનંદ પરંતુ વિભાવને કારણે પરમ દુઃખ, પરમ અશાંતિ અને પરમ વ્યાધિ છે. આ ન હોત તો તમારે કયાંય જવું પડયું ન હોત ! રોજ સાધના કરવી ન પડત. સ્વાધ્યાય કે પૂજા પાઠ કંઈપણ કરવું પડત નહિ. કરવું પડે છે કારણ કે અનિવાર્ય છે. કારણ ? જીવની પાસે મૂડી છે, પ્રત્યેક જીવ પોતે સ્વતંત્ર ને સંપન્ન છે પણ તે સમજ અને તેનો અનુભવ નથી. દેવચંદ્રજી મહારાજે કહ્યું કે,
કયું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીતી હો મિત્ત. પ્રભુ ! તમે જેવો અનુભવ કરો છો, એવો અનુભવ અમને કયારે આવશે ? તે વખતે પ્રભુ બોલતા હોય કે એ અનુભવ તારો હક્ક છે, એ અનુભવ તારો અધિકાર છે. તારે જે અનુભવ કરવો છે, તે કયાંયથી લાવવાનો નથી, મેળવવાનો નથી, આખો અકબંધ ખજાનો તારો છે અને મિત્ર ! એ ખજાનો આજે તારી પાસે છે તેમ નથી. અનંતકાળથી તું તારી સાથે ફેરવી રહ્યો છે. એ માણસને કેવો કહેવો કે જેની પાસે ગજવામાં લાખ રૂપિયા પડ્યા હોવા છતાં તે બીજા પાસે ભીખ માગી રહ્યો છે. જ્ઞાની પુરુષો કહે છે કે અનંતકાળથી આ ખજાનો તારી પાસે છે. નિગોદમાં પણ ખજાનો હતો અને આજે પણ છે. ત્યાંથી લાંબી યાત્રા કરી તું ખજાનો ફેરવતો રહ્યો, છતાં તને તેનો અનુભવ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org