________________
૩૭૨
પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્યાંક-૧૩૮ અહંકારથી, લોભથી નિવૃત્ત, વિકારો અને ઇચ્છાઓથી નિવૃત્ત એનું નામ શાંતિ.
સૂયગડાંગ સૂત્રમાં એક ગાથા છે. જેમ ભૂતમાત્રને-પ્રાણીઓને પૃથ્વી આધારભૂત છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર શાંતિ છે. આવી શાંતિ મુમુક્ષુઓના જીવનમાં હોય છે. લાખો રૂપિયા આવે તો પણ શાંત અને જાય તો પણ શાંત. પાથરવા ગાદી મળે તો પણ શાંત અને કંતાનનો ટુકડો મળે તો પણ શાંત.
કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ,
કદી ઓઢવા શાલ દુશાલા, કદી ફરતા હશું નાગા. તો પણ શાંત, આ મુમુક્ષુ છે. ચઢાવેલું મોં તે મુમુક્ષુ નહિ, રોતા રોતા બોલે તે મુમુક્ષુ નહિ. મુમુક્ષુ તો એ છે જેને જોઈને રડતો માણસ હસતો થઈ જાય. અરે ! ત્યાં સુધી કહું છું કે આપઘાત કરવા નીકળ્યો હોય પણ રસ્તામાં મુમુક્ષુને જોવે તો થાય કે આપઘાત કરવો નથી. જીંદગી તો જીવવા જેવી છે. આવી શાંતિ અવતરે છે. સમાધિ તંત્રની ગાથા છે.
यदा मोहात्प्रजायते रागद्वेषौ तपस्विनः ।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ (३९) જે સમયે તપસ્વી અંતરાત્માને મોહથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે શુદ્ધ આત્મસ્વરૂપની ભાવના કરવી તેથી રાગ દ્વેષ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. ગાથાનો અર્થ એમ છે કે મોહનીયકર્મના ઉદયથી રાગ દ્વેષ થાય, તે જ વખતે જો આત્માનો વિચાર કરે તો આત્માને સઘન શાંતિનો અનુભવ થાય. અનાદિકાળથી રાગ દ્વેષ કરી કરીને મેં આત્માને દુઃખી કર્યો છે. હવે રાગદ્વેષ કરી મારે આત્માને દુઃખી કરવો નથી એમ સ્વીકાર કરી, આત્મા તરફ વળી જે અનુભવ કરે તેને કહેવાય છે શાંતિ. મુમુક્ષુ ઓળખાયો ? ચારે તરફ શાંતિ, શાંતિ, શાંતિ. શાંતિ જેનામાં ઊતરી હોય તેના જીવનમાં એક રસ પ્રગટ થાય છે, તેને કહેવાય છે સમરસ, ઉપશમ રસ, આ રસ ન્યારો છે. કોઈ દુકાને કે ફાઇવસ્ટારમાં શેરડીના રસની જેમ આ રસ ન મળે. તમારી પાસે બીજા રસો હશે પણ સમરસ છે ? શાંતિમાંથી જે રસ પેદા થાય તે સમરસ.
સમરસ ભાવ બલા ચિત્ત જાક, થાપ ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘરકી બાતા, જોનેગો નર સોઈ !
અવધૂ નિરપક્ષ વિરલા કોઈ. સમરસ ભાવ એટલે માન અપમાન, સુખ, દુઃખ, ગમતું, અણગમતું, જન્મ મરણ, સંસાર, મોક્ષ, આ બધા વચ્ચે સમભાવ.
લાઓસે વાતો કરતાં કરતાં વચમાં આંખ બંધ કરી દે. લોકો તેને પૂછે કે તમે આ શું કરો છો? બોલતાં બોલતાં આંખો કેમ બંધ કરો છો ? તો કહે કે હું એમ જોઉં છું કે ત્રાજવાની દાંડી વચમાં બરાબર છે કે નહિ ? દાંડી બરાબર વચ્ચે હોય તો બે પલ્લાં બરાબર થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org