________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૭૧
ને ? આ રાયચંદ દૂધ પીવે છે. કોઇનું લોહી નથી પીતાં’. આ પ્રસંગ યાદ કરો. કોઇને કલેશ ન થવો જોઇએ, મારે પૈસા જોઇતા નથી. મારે કોઇને કલેશ આપ્યા વગર જીવવું છે. એવી સાધના કરે તેને મુમુક્ષુ કહેવાય. પતિ પત્ની સિમલા ફરવા ગયાં. પતિને પગમાં કાંટો લાગ્યો, પતિએ બૂમ પાડી કે કાંટો લાગ્યો, પત્નીએ કહ્યું કે કાંટો ન લાગે તો શું લાગે ? આખી જીંદગી મને કાંટાની જેમ ખૂંચ્યા છો, કાંટો જ લાગે ને ? આ બધા પતિદેવો બેઠા છે, સમજી લેજો. કયારેય કોઇને ખૂંચશો નહિ. જે કોઇને સંતાપ ન આપે, કોઇની આંખમાં આંસુ લાવતો નથી તેને કહેવાય મુમુક્ષુ. કોઇની આંખનાં આંસુ લૂછે તે મુમુક્ષુ. કોઇની હાય ન લે તે ધરતી ઉપરનો દેવ નહિ ? બીજો દેવ કયાં જોશો? એ ચાલે, બોલે વિવેકથી. બીજાને શાતા આપે, સમાધાન આપે તે મુમુક્ષુ.
શાંતિ: ઉપર જણાવેલી દયા જેના જીવનમાં આત્મસાત્ છે, તેના જીવનમાં આંદોલન ઉત્પન્ન થાય છે, એ આંદોલનનું અવતરણ જે થાય તેને કહેવાય છે શાંતિ. દયામાંથી શાંતિ આવે છે. જેની પાસે દયાનું ધન છે તેના જીવનમાં શાંતિ ઊતરે છે. એરકંડીશનમાં શાંતિ નથી. ત્યાં બળતરાનો પાર નથી. કાશ્મીરમાં પણ શાંતિ નથી. કોઇ રીસોર્ટમાં પણ શાંતિ નથી. જ્યાં બહાર નીકળો અને મેનેજર બીલ આપે ત્યારે થાય કે ન આવ્યા હોત તો સારું હતું. અંદરમાં બળતરા હોય તો શાંતિ કયાંય નહિ લાગે. શાંતિ તો અંદરથી આવે છે. બહારથી નથી આવતી. લોકો પૂછે છે કે શાંતિ છે ને ? મનમાં બળતરાનો પાર નથી પણ કહે છે, હા. પૂછનારાં અને કહેનારાં બધાં જ સરખાં છે. કોણ કોને કહે? ઠારો, બીજાને ઠારો. સંસારના તમામ તાપો સમાવવાની તાકાત જેનામાં આવી છે તેને કહેવાય છે શાંતિ. આ શાંત માણસ છે, અકળાતો નથી, ઉત્તેજિત થતો નથી, વ્યગ્ન કે વ્યાકુળ થતો નથી, તૂટી પડતો નથી, પૂરેપૂરો જાગૃત છે, સમર્થ છે પૂરો, શકિત છે પૂરેપૂરી, સાધન અને બળ છે પૂરેપૂરું પણ તેનામાં આવેશ નથી. આ કમજોર નથી. એક બહેન કરાટે શીખતાં હતાં. મેં તેને પૂછ્યું કે કરાટે શીખીને તું શું કરીશ? તો કહે ‘પરણ્યા પછી હું તેને સીધો કરી દઇશ.' જો જો મુશ્કેલી ન થાય! મુમુક્ષુને અંદરમાં પ્રગાઢ શાંતિ હોય, દુઃખ, પીડા, ભય, ચિંતા, વ્યથા, મૂંઝવણ, વ્યાકુળતા નહીં પણ તેને પચાવવાની શકિત. આવી શાંતિ સત્પુરુષોનાં ચરણમાં મળે છે. ત્યાં બોધ મળે છે, ત્યાં જ્ઞાન મળે છે, ત્યાં સમાધાન મળે છે.
સર્વ ધર્મનું સાધન શાંતિ છે. સામાયિક નહિ કરી શકો, અશાંત હશો તો. લડીને મંદિરમાં ગયા હશો તો દર્શન કરવામાં શાંતિ નહિ મળે. દર્શન બરાબર નહિ થાય. એટલા માટે મંદિરમાં જતાં પહેલાં પાંચ મિનિટ પગથિયે બેસવું પછી અંદર જવું તેવો રિવાજ છે. આપણે ત્યાં પણ એક રિવાજ બહુ સારો છે. બહારથી કોઇ આવે કે તરત જ પાણી આપીએ છીએ. પહેલાં તે શાંત થાય પછી વાતો થાય. શાંતિ જીવનમાં જરૂરી છે. સકળ વિભાવ પરિણામથી નિવૃત્ત થવું તેનું નામ શાંતિ. આ કંઇ સમજાયું ? સકળ વિભાવ પરિણામ એટલે ક્રોધથી, માયાથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org