________________
૩૭૦
પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા માંક-૧૩૮ આ વચનને હદયે લખો', યાદ છે ને સૂત્ર “અહિંસા પરમો ધર્મ' એમાંથી સૂત્ર આવ્યું કે દયા એ જીવનનો પ્રાણ અને એમાંથી સૂત્ર આવ્યું કે જગતમાં છ કાય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, જીવોની રક્ષા કરો, એ બધાને દુઃખમાંથી કોઈ બચાવનાર હોય તો ધર્મ છે. ધર્મને જગતના જીવો પ્રાપ્ત કરે એવો ભાવ અંદરમાં આવવો અને કહેવાય છે દયા. - પહેલું સૂત્ર - મુમુક્ષુ જ્યારે જીવન જીવશે ત્યારે આવું જીવન જીવશે. કોઈને દુઃખ પીડા નહિ આપે. કોઈને કલેશ કે સંતાપ નહિ કરાવે. કોઇને પરેશાન નહિ કરે, કોઈની સામે લાલ આંખ નહીં કરે. એ પ્રેમ આપશે, સદ્ભાવ આપશે, મીઠાશ આપશે, માધુર્ય આપશે. બીજો દુઃખી હોય તો માથે હાથ મૂકીને કહેશે કે દુઃખી ન થતો, હું બેઠો છું તારા માટે. ગટરમાં માણસ પડયો હોય તેનું કોઈ ન હોય અને મધરટેરેસા ત્યાંથી નીકળે તો એમ કહે તારું કોઈ નથી ? ચિંતા ન કર, હું તો છું ને ? તેને બેઠો કરી, નવરાવી સાથે લઈ જાય. જેનું કોઈ નથી તેના માટે હું છું. પરમકૃપાળુ દેવનું વાક્ય છે તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને ઓળખ્યાં નહિ. આ શ્રીમદજીની વાત છે. કેટલી સરળતા છે તેમનામાં? તેઓ કહે છે કે સત્ય, દયા અને ક્ષમાને ઓળખ્યાં નથી.
ભગવાને બે પ્રકારની દયા કહી છે. સર્વજીવોની દયા અને આત્મદયા. સર્વ જીવોની દયા એટલે બીજા કોઈને દુઃખ આપવા અસમર્થ. આ બિચારો એવો છે કે કોઈને દુઃખી જોઈ શકતો નથી. અને ઘણા એવા હોય કે કોઈને સુખી જોઈ ન શકે. મુમુક્ષુ કોઈને દુઃખ આપી નહિ શકે, એ દુઃખ સહન કરશે, પોતે ભોગવશે. વિવેકાનંદ અમેરિકા જવાના હતા. અને મા શારદા પાસે આશીર્વાદ લેવા આવ્યા. મા ! આશીર્વાદ આપો, ધર્મપ્રચાર માટે અમેરિકા જાઉં છું. શારદામાને કસોટી કરવી હતી. દૂર ચડુ પડ્યું હતું, તેમણે કહ્યું કે સામે પડ્યું તે ચપ્પ લઈ આવ. ચપ્પ લોખંડનું અને પાછળ લાકડાનો હાથો હોય. નરેન્દ્ર ચપ્પ જોયું, ધાર તેજસ્વી હતી. નરેન્દ્ર ચપ્પ હાથમાં લીધું. માને હાથમાં લાકડાનો હાથો આપ્યો. ધાર પોતા બાજુ રાખી, એટલા માટે કે ધાર વાગે તો મને વાગે. માને પીડા થવી ન જોઈએ. આપણને આવો ખ્યાલ રહે? ચપ્પ બીજાનાં હાથમાં અને હાથો આપણા હાથમાં હોય. શારદા માએ કહ્યું, બેટા ! તું જ્યાં જઈશ ત્યાં તને સફળતા મળશે. કારણ કે તારા હૃદયમાં દયા ભરી છે, પ્રેમ ભરેલો છે. મુમુક્ષુ ધરતી ઉપર એવી રીતે જીવે છે કે કોઈને પીડા આપતો નથી. એ દેવ જેવો છે. બીજાની હાય લેતો નથી.
તુલસી ! હાય ગરીબકી, કબ હુ ન ખાલી જાય,
મુઆ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય. કોઈની હાય ન લેશો. પૈસા જાય તો જવા દો. નુકશાન થાય તો થવા દો. શ્રીમદ્જી દયાળુ હતા, તેમણે કિંમતી દસ્તાવેજ ફાડી નાખ્યો. “આ દસ્તાવેજ છે માટે તમને દુઃખ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org