________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૬૯ નથી. તમે આનંદથી જીવો, શાંતિથી અને ગીત ગાતાં ગાતાં જીવો. હસતાં હસતાં જીવો. બીજાને પણ સુખેથી જીવવા દો. બીજાને પીડા આપ્યા વગર જીવવું છે એવી જીવન જીવવાની શૈલી તેને દયા કહેવાય. તુલસીદાસજીએ કહ્યું કે
દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન,
તુલસી દયા ન છોડિયે, જબ લગે ઘટમેં પ્રાણ. પરમકૃપાળુદેવે કહ્યું કે દયા ન હોય તો ધર્મ ન હોય અને દયા હોય તો જ ધર્મ હોય. પુષ્પ પાંખડી જયાં દુભાય, ત્યાં જિનવરની નહિ આણાય'. શાક સમારતાં સમારતાં આંખમાં આંસુ આવે છે. કંઈ સમજાણું ? કૃપાળુદેવ શાક સમારી શકતા ન હતા. મા પૂછે છે, બેટા ! આંખમાં શું થાય છે? તો કહે, મા ! શાક સમારી શકાતું નથી. વેવલા નથી, ઢીલા પોચા નથી. અંદરથી વ્યથા થાય છે. તેમને થાય છે કે હું બીજા જીવોને પીડા આપી રહ્યો છું. ચાલો, બોલો, બેસો, જે કંઈ ક્રિયા કરો તે સમજપૂર્વક અને જયણાપૂર્વક કરો. ગીત ગાતાં ગાતાં જીવો પણ કોઈના જીવનમાં આગ લગાડશો નહિ. ધર્મનું મૂળ દયા છે.
ભગવાન પાર્શ્વનાથ કમઠને કહે છે “જીવદયા ન હુ જાનતે, તપ ફોગટ માયા'. આ જીવદયા જાણતા નથી અને તપસ્વી થઈને બેઠા છો. કાન કુંકાવાથી યોગી ન થવાય, અન્ય જીવોને પીડા ન થાય તેની કાળજી રાખી, ક્ષણે ક્ષણે જીવવું, એવી ચેતનાની અવસ્થાને કહેવાય છે દયા. સમજવા કોશિશ કરજો. બીજા જીવોને દુઃખ આપશો તો ગુણાકાર સાથે પાછું આવશે. આ સિદ્ધાંત સમજાયો ? દુઃખ આવે ત્યારે રોવા બેસો છો. ઘણા તો કહે છે કે અમે મંદિર જઈએ છીએ, માળા ગણીએ છીએ, પૂજા કરીએ છીએ ને દુઃખ ? તું બીજાને દુઃખ દઈને આવ્યો છે તો દુઃખ ભોગવવું પડશે. દુઃખ આપણી પાસે જ કેમ આવ્યું ? બીજા પાસે કેમ ન ગયું ? તમે બહાદુરી અને પરાક્રમ કરીને આવ્યા હશો. તમે બીજાને કલેશ અને કંકાસ કરાવ્યો છે. બીજાને પીડા આપી છે. વારા પછી વારો, મારા પછી તારો અને તારા પછી મારો. માટે કહીએ છીએ કે સાસુ પણ કયારેક વહુ હતી. માટે ચેતજો. વહ કયારેક ચડી બેસશે. તમે કોને કહેવા જશો ? તમે સામાયિક અને માળા કરીને શું મેળવ્યું ? તમને જીવતાં નથી આવડતું. જે ઘરમાં શાંતિ અને સમાધાન નથી, ગંભીર અને ચડેલા ચહેરાઓ હશે અને કેમ જીવવું તે કળાનું પાલન નથી કરતો તે જીવદયા કરી શકશે નહિ. એક સિદ્ધાંત છે કે દુઃખ આપશો તો સામે દુઃખ ભોગવવું પડશે. તુલસીદાસે કહ્યું છે ને કે “તુલસી ! દયા ન છાંડિયે, જબ તક ઘટમેં પ્રાણ'. મહાભારતમાં પણ એક વાકય છે કે અમે તેને પંડિત અને જ્ઞાની પુરુષ કહીએ છીએ કે જે પોતે પોતાનામાં આત્માને જોવે છે, તેમ પ્રાણીમાત્રમાં આત્માને જોવે છે અને પ્રાણીમાત્ર સાથે પ્રેમથી અને દયાથી જીવે છે તેને અમે જ્ઞાની કહીએ છીએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું કે, અનંત જ્ઞાનીઓના જ્ઞાનનો સાર એ છે કે જીવનમાં તમે કોઈને દુઃખ કે પીડા ન આપો અને એટલા જ માટે સૂત્ર આવ્યું કે “સર્વાત્મમાં સમદષ્ટિ દયો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org