________________
૩૬૮
પ્રવચન ક્રમાંક - ૧૦૯, ગાથા ક્યાંક-૧૩૮ આ દયા. સત્સંગ ગમે છે, બીજાને પણ રુચે તેવી ભાવના રહે છે અને એ કરતાં પણ મોક્ષની ભાવના થાય એવી આત્માની અનુકંપા તેને કહેવાય છે દયા. સમ્ય દર્શનનાં પાંચ લક્ષણો : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા. તેમાં અનુકંપા તે સૌથી મોટું લક્ષણ છે. આત્મા જન્મ મરણથી મુક્ત થાય એ પ્રકારની ભાવના જેનામાં જાગે અને તે પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવા મહેનત કરે તેને કહેવાય છે આત્મ દયા.
પહેલાં આત્માની દયા. એટલા માટે કહ્યું કે જેનામાં આવા પ્રકારની આત્મ દયા જાગશે તે મુમુક્ષુ આત્માને જન્મ મરણ કરવા પડે, એવું કોઈ કાર્ય નહિ કરે. એ રાગ દ્વેષ કે કષાય નહિ કરે. વિકારો, વિકલ્પો, દુષ્કર્મ, પાપ, અનાચાર કે અનીતિ નહીં કરે. એ હિંસા અને દ્વેષ નહિ કરે. કંકાસ નહિ કરે, બીજાને પરેશાન નહિ કરે, દુઃખ નહીં આપે. મારે મારા આત્માને દુઃખી કરવો નથી. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ એને ઓળખો ! જેમ કોઈ માણસ ગર્જના કરી કહેતો હોય તેમ શ્રીમદ્જીએ સિંહગર્જના કરી કહ્યું. આગ લાગી હોય ઘરમાં અને ઘરમાં દાબડો રહી ગયો હોય તો બૂમ પાડે કે દાબડો રહી ગયો, બચાવો, બચાવો. પોતે જતો નથી પણ કોકને કહે છે એ જેમ તેને ચિંતા થાય છે તેમ આત્માને તારો અને બચાવો. સ્કંદક અણગાર કહે છે, પ્રભુ ! આ સંસાર જન્મથી, જરાથી, મૃત્યુથી; આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સળગતો છે. એવા સંસારમાંથી મારે મારા આત્માને બચાવી લેવો છે. સાત મજલાનો મહેલ હોય, હવે તો સાત મજલા જૂના અને ઝૂંપડા જેવા થઈ ગયા, હવે તો સો માળનાં મકાનો આવી ગયાં. અઢળક સંપત્તિ હોય, અને અચાનક મહેલમાં આગ લાગે તો તમે શું લઈને ભાગશો? શું બચાવશો? વજનમાં હળવું અને કિંમતમાં ભારેમાં ભારે હીરા માણેકથી ભરેલો દાબડો લઈને ભાગશો. પ્રભુ ! આ સંસાર તો આધિ વ્યાધિથી સળગતો છે. તેમાંથી મારે મારા આત્માને બચાવવો છે. માટે પ્રભુ ! મારે તમારા સંગની જરૂર છે. અરે આત્મ તારો, આત્મ તારો ! શીધ્ર એને ઓળખો.” શીધ્ર શબ્દ વાપરીને કહે છે કે અનંતકાળ ગયો. હવે રાહ જોશો નહિ. તમે તો કહેશો કે બધું ઘડપણમાં કરવાનું અને ઘરડાઓને થાય કે અમે મોડા પડ્યા. આ સમજણ પહેલા આવી હોત તો ?
પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી. આવો ભાવ અંતરમાં આવવો તેને કહેવાય છે દયા. આવી દયા આવશે તો જીવનમાં ભકિત પ્રગટશે. સદ્ આચરણ આવશે. આવી દયા આવશે તો વિભાવ છૂટશે. રાગ દ્વેષ ટળશે અને કષાયો શાંત થશે. વાસનાની આગ ઓલવાઈ જશે, આ દયા. દયા આ કામ કરશે. બીજી વાત એ કે જગતમાં તમે એકલા નથી. જગતમાં અનંત જીવો છે અને અનંત જીવો સાથે રહેવાનું છે. ભગવાન એમ કહેતા હતા કે જેટલું તમારું જીવન તમને વહાલું છે તેટલું ઝીણામાં ઝીણા જંતુને પણ પોતાનું જીવન વહાલું છે. તમે કીડીને પકડવા જાવ તો જેટ વિમાનની ઝડપે દોડે છે, તેને ભય લાગે છે કે કોઈ મારી નાખશે તો ? સર્વ જીવો જીવવા ઈચ્છે છે. સૌ સુખને ઇચ્છે છે. દુઃખને કોઈ ઇચ્છતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org