________________
૨૮૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભક્તિ પ્રાપ્ત થઈ. જ્ઞાન અને અખંડ ભકિતનું મિલન એ શિષ્ય તથા સદ્ગુરુનું મિલન છે. સદ્ગુરુ પાસેથી જ્ઞાનની ધારા આવી અને પોતાનાં સદ્ગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પછી દાસભાવ અને સેવાનો ભાવ આવે. સેવાનો ભાવ આવે ત્યારે સદ્ગુરુને બધું અર્પણ કરે. યાદ રાખજો સદ્ગુરુ નિષ્કામ છે. તમને લૂંટતા નથી. સદ્ગુરુ પ્રત્યે આધીનતા આવે ત્યારે શિષ્યને વિકલ્પ પણ ઊઠતો નથી. સદ્ગુરુ આજ્ઞા કરે અને શિષ્ય તેનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે. ગુરુની સામે જઈ ઊભો રહે કે હે ગુરુદેવ ! આપની શી આજ્ઞા છે ? જેને આત્મજ્ઞાન થાય છે તેની આંતરિક અવસ્થા બદલાઈ જાય છે, માટે શાસ્ત્રને કહેવું છે કે અહંકાર ઓગાળવાનો એક માત્ર ઉપાય દાસભાવ છે.
દાસભાવનો મુખ્ય ભાવ નમ્રતા છે, નમ્રભાવનો મુખ્ય ભાવ વંદન છે અને વંદનનો મુખ્ય ભાવ તન મન ધનથી સદ્ગુરુની સેવા છે. ફરી કહું છું કે સદ્ગુરુ સેવા ઇચ્છતા નથી. તમે ભ્રમણામાં ન રહેશો. સરુ તમારી પાસેથી કંઈ લેવા ઇચ્છતા નથી. મહારાષ્ટ્રમાં ગાર્ગી મહારાજ થયા છે, અત્યારે નથી. તેઓ નાનકડું પાણી પીવાનું ગાણું જેને ઢોચકું કહે છે તે તોડીને કાંઠલો કાઢી માથે મૂક્તા હતા. એ કાંઠલા વિનાના પાત્રમાં જ ખાવાનું અને પાણી પીવાનું. તેથી તેમનું નામ પડ્યું ગાર્ગી મહારાજ. તેઓ જે ગામમાં કથા કરે ત્યાં રાતના એક વાગે, બે વાગે ત્રણ ચાર પણ વાગે, છતાં કથા પૂરી થાય એટલે તે ગામમાં ન રહે. લોકો ઘણી વિનંતી કરતા હતા કે તમે થોડું તો રહો, ભોજન લો પછી જાવ. તેઓ કહેતા કે કથા કરી, હવે પાણી પણ નહિ પીઉં. તમારું પાણી મને આડું આવશે. હું હિંમતપૂર્વક કહું છું અને વાસ્તવિકતાથી કહું છું કે સદ્ગુરુ આવા નિષ્કામ છે. સદ્ગુરુના ચરણમાં પોતાની જાત અર્પણ કરી જીવવું એક લહાવો છે. એમ કહ્યું કે
“આ દે હાદિ આજ થી વાર્તા ચરણાધીન, - દાસ, દાસ હું દાસ છું.' તેહ પ્રભુનો દીન.” આ દાસ શબ્દ ત્રણ વખત આવ્યો. દાસનો પણ દાસ તે દાસાનુદાસ. જગતમાં પ્રાણીમાત્રના, સદ્ગુરુના, અને સદ્ગુરુના શિષ્યોના પણ દાસ, આમ આ દાસ શબ્દ ત્રણ સાથે સંબંધ જોડી આપે છે. આવો અહંકાર જીવનમાં ઓગળી જાય પછી સાચું શિષ્યત્વ પ્રાપ્ત થાય છે.
ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ,
મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭ શિષ્ય સદ્ગુરુને ફરી વિનંતી કરે છે. ગુરુ શિષ્યની સંધિ થઈ. સદ્ગુરુ મળ્યા, ગુરુના ચરણોમાં અર્પણતા થઈ. સદ્ગુરુને આધીન થઈ પોતાનો અહંકાર ઓગાળ્યો. જે કંઈપણ અર્પણ કરવા જેવું હતું તે અર્પણ કર્યું. “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન'. અને એમ પણ કહ્યું કે “દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન'. અને છેલ્લે સન્માન કરતી વખતે શિષ્ય એમ કહે છે કે “ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ”. આત્મા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org