________________
૨૮૬
પ્રવચન ક્રમાંક ૯૯, ગાથા ક્ર્માંક-૧૨૫ થી ૧૨૭ અને સાહીબ વચ્ચે ભેદ નથી. સદ્ગુરુ અને પરમાત્મા વચ્ચે ભેદ નથી’ આ દેહાદિ જે કંઇપણ છે તે બધું પરમાત્માને આધીન થઇ વર્તો. હવે શિષ્ય એકરાર કરે છે કે હું દાસ છું. ભક્તિમાર્ગમાં અહંકારને ઓગાળવાનો ઉપાય દાસ થઇને વર્તવાનો છે. બહુ અધૂરી વાત લાગે છે. દાસ તો ખરો પણ દાસાનુદાસ એટલે દાસનો પણ દાસ છું. આવી આધીનતા મારામાં આવે. પછી અત્યંત દીનભાવે કહે છે કે તમારે તો અનેક દાસ છે, તમારા ભક્તો તો અનેક છે. પ્રભુ ! મારા માટે તો આપ એક જ સદ્ગુરુ છો. અત્યંત દીન ભાવે કહે છે કે હું બધાથી નીચો છું. તમારા બધા શિષ્યોમાં મારો નંબર છેલ્લો, હું આપની સેવા કરું અને આપના દાસની પણ સેવા કરું એવો વિનમ્રભાવ આવે છે. સમક્તિ થયું, આત્મજ્ઞાન થયું, આત્માનો બોધ થયો, આત્મામાં ઘટના ઘટી, એ ઘટના ઘટયા પછી એક વખત એવો આવ્યો કે દાસાનુદાસ છું તેવો ભાવ પ્રાપ્ત થયો. નરમ વસ્તુ હોય તો મેળ પડે. કઠણ વસ્તુનો ઘાટ ન ઘડી શકાય. જો શિષ્યને અભિમાન થાય કે હું જ્ઞાની છું, હું કંઇ જેવો તેવો નથી તો એ ગયો, અહંકાર જાય અને નમ્રતા આવે તો આત્મગુણ પ્રગટે. એટલા જ માટે દાસનો દાસ છું અને હું કંઇ જાણતો નથી એવો ભાવ જીવમાં થવો જોઇએ. અહંકાર હોય તો આત્મજ્ઞાન ન હોય અને આત્મજ્ઞાન હોય તો અહંકાર ન હોય. સૂર્ય હોય તો ધરતી ઉપર અંધકાર ન હોય અને અંધકાર હોય તો સૂર્ય ન હોય. આવું અપૂર્વ ભાન જ્યારે પોતાને થયું ત્યારે એમ લાગે છે કે સદ્ગુરુ દેવની મનથી, વચનથી અને કાયાથી ભક્તિ કરવી, એ સિવાય મારા માટે ઉપકારનો બદલો વાળવા બીજો કોઇ ઉપાય નથી. યથાર્થ ભક્તિ પ્રગટવા માટે નમ્રતા પ્રગટવી જોઇએ.
-
હવે શિષ્યના મન વચન કાયા સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તે, સદ્ગુરુને ગમે, સદ્ગુરુને ભાવ થાય, સદ્ગુરુ આનંદિત થાય, તેવું કાર્ય પોતાના જીવનમાં કરે છે. નોકરી કરતો હોય તો શેઠ કહે તેમ કરવું પડે છે. પરંતુ અહીં તો તે આનંદ અને ઉત્સાહથી કરે છે. અરે, સદ્ગુરુએ મને પસંદ કર્યો ! મને બોલાવ્યો! મને કામ સોંપ્યું, મને સેવા સોંપી ! મારા ઉપર કૃપા કરીને મને આજ્ઞા કરી! આશા સાંભળતાંની સાથે જ શિષ્યને આનંદ ઉલ્લાસ આવે છે. સદ્ગુરુને નાનો કે મોટો એ ભેદ નથી. મારો કે પારકો એ ભેદ પણ નથી પરંતુ અહંકાર ઓગાળી જે સદ્ગુરુને આધીન રહે છે તેના ઉપર સદ્ગુરુને પ્રસન્નતા વર્તે છે. આવો દાસભાવ જેના જીવનમાં આવે તેને શું થાય ? ‘આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન’.
સમ્યગ્દર્શન જેમની હાજરીમાં થાય તે સદ્ગુરુ. અને તેમના પ્રત્યે શિષ્યનો આ દાસભાવ. આવી વ્યકિત માટે તે સદ્ગુરુ છે. સમ્યગ્દર્શન જેમની હાજરીમાં થયું તેમના પ્રત્યે અહોભાવ આવવો જોઇએ અને તેને આધીન થઇ વર્તવું જોઇએ.
“પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર'
જે મહાપુરુષો થયા છે તેમનો ઉપકાર તો છે, પરંતુ જે વ્યકિતની હાજરીમાં સમ્યગ્દર્શનની ઘટના ઘટી તેમને આધીન થઇ વર્તવું, તેમના ચરણમાં મનને લીન કરવું, તેમના ચરણમાં બધું અર્પણ કરવું, આવી અખંડ ભક્તિ શિષ્યને પ્રાપ્ત થઇ. ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્યને અખંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org