________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૮૫ શું આપી શકું ? સદ્ગુરુએ જ્ઞાનનું દાન કર્યું છે. જગતમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, સંપત્તિદાન અને ભૂમિનાં દાન કરતાં પણ જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાન મોહ નષ્ટ કરે છે, જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, જ્ઞાન, વિકારો અને રાગ દ્વેષ શાંત કરે છે. આવું જ્ઞાનદાન જેમણે આપ્યું તેમને હું શું ભેટ ધરું ? ભેટ ધરવા જેવો તો આત્મા છે. હું આત્માની ભેટ ધરું, પણ આત્મા તો સદ્ગુરુએ ઓળખાવ્યો છે. આત્મા જાણ્યો મેં, પણ જણાવ્યો તો સદ્ગુરુએ. આ ખજાનો ઘરમાં હતો પણ મને ભાન ન હતું.
આ ઉપકારનો બદલો કેમ વાળી શકાય? આનો ઉપાય શું? શિષ્યને છેવટે રસ્તો સૂઝે છે કે એ બદલો વાળવાનો એક ઉપાય છે. જેવો આત્મા મારામાં છે તેવો આત્મા પ્રાણીમાત્રમાં છે. સર્વેમાં આત્માનું દર્શન કરવું અને આવું આત્મદર્શન સર્વમાં થાય, એ ઉપકારનો બદલો વાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આત્માની શુદ્ધિ કરવી તે ઉપાય છે. સદ્ગુરુને પ્રસન્ન કરવા, રાજી કરવાનો ખરેખર ઉપાય તો પોતાના આત્માની શુદ્ધિ કરવી તે છે. આમ કરવાથી સદ્ગુરુ ઘણા પ્રસન્ન થશે. તમે જેટલી શુદ્ધિ કરતા જાવ તેમ તેમની પ્રસન્નતા વધતી જશે. તમે ક્રોધ ન કરો, વૈરાગ્ય પ્રાપ્ત કરો. સદ્ગુરુ રાજી થશે. ધ્યાન કરો, મંત્રજાપ કરો, કોઈનું ભલું કરો તો સદ્ગુરુ રાજી થશે. સદ્ગુરુને રાજી કરવા માટે પોતાના આત્માની શુદ્ધિ કરવી તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમણે આત્માનું ભાન કરાવ્યું તેને બીજું હું કંઈ આપી શકું તેમ નથી પણ “વતું ચરણાધીન'. હવે મારે બાકીનું જીવન જીવવાનું છે તે મારી ઈચ્છાએ કે અપેક્ષાએ નહિ પણ એકજ ઉપાય કે “વતું ચરણાધીન. તેમના ચરણોને આધીન થઈ વર્તુ. મન એમને આધીન, વાણી એમને આધીન, શરીર એમને આધીન. આધીન થઈને વર્તવું તે સદ્ગને બદલો આપવાનો શ્રેષ્ઠતમ ઉપાય છે. અથવા તો એમણે જે કહ્યું અને એમણે જે કર્યું તેવું આચરણ કરું. ઉત્તમ માર્ગ એ છે કે વીતરાગ પુરુષોએ જેવું આચરણ કર્યું તેવું કરવું અથવા તે કહે તેમ વર્તવું.
સંબોધ સત્તરીમાં શિષ્ય પૂછે છે કે ભગવંત, ધર્મની વ્યાખ્યા શું છે? ધર્મ કોને કહેવો? તો એમણે કહ્યું કે “આણાએ તવો, આણાએ સંજમો'. વીતરાગ પુરુષની આજ્ઞા પ્રમાણે કરવું, આજ્ઞાનું અખંડ પાલન કરવું તે ધર્મ છે. જે આજ્ઞા આપી તે પ્રમાણે ચાલવું તે વ્રત છે, તે તપ છે. આ જો સમજાય તો નક્કી થાય કે મારી મેળે મારી મથામણથી આ સંસાર પાર પામી શકાય તેમ નથી. મારા માથે કોઈ સમર્થ માલિક જોઇએ અને સમર્થ તો એક સદ્ગુરુ. છે. તેમની આજ્ઞાની ઉપાસના જ્યારે કરીશું ત્યારે સફળ થવાશે. તેણે ઓધસંજ્ઞાએ જે પણ કર્યું છે તેને ગૌણ ગણી સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો હવે નિર્ણય કર્યો છે. શિષ્યના ભાવ હજુ ઉલ્લાસમય છે. શિષ્ય એમ નિર્ણય કરે છે કે આ દેહ અને આદિ એટલે દેહને વળગીને જે કંઈ રહ્યું હોય તે બધું જ સદ્ગુરુની આજ્ઞાએ વર્તો. આ દેહમાં ઘટના ઘટી. આ દેહમાં સમકિતની અવસ્થા પ્રાપ્ત થઈ, આ દેહમાં આત્માનું ભાન થયું એવો દેહ અને દેહના સંબંધમાં જે કંઇપણ છે તે બધું જ પ્રભુને આધીન થઈ વર્તો.
સદ્ગુરુ એટલે પ્રભુ. સદ્ગુરુ અને સંત વચ્ચે ભેદ નથી. કબીરજીએ પણ કહ્યું કે “સંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org