________________
૨૮૪
પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭ મંગાઉં ? ભોજન કરાવું? શું કરું એવું થાય ને? તેમ આ શિષ્ય ગાંડો ઘેલો થયો છે. “શું પ્રભુ ચરણ કને ધરું ?' કારણ ? સદ્ગુરુ પરમ નિષ્કામ છે. સદ્ગનાં અનેક લક્ષણોમાં મહત્ત્વનું લક્ષણ તેઓ નિષ્કામ છે. જે શિષ્યને પોતાથી બોધ થયો, તે શિષ્ય પોતાને નમસ્કાર કરવા ઊભો રહે એવી અપેક્ષા સદ્ગુરુને હોતી નથી. એમના અંતરમાં કોઈપણ જાતની કામના નથી. સદ્ગુરુ કેવા છે ?
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ. આ લક્ષણોમાં પરમ કરુણા અને પરમ નિષ્કામ શબ્દો ઉમેરો. કોઈ પણ જાતની કામના કે અપેક્ષા નથી. તેમને કંઈ જોઈતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી મહારાજે સિદ્ધરાજના સૈનિકોથી કુમારપાળને બચાવ્યો. અને તે રાજા બન્યો પછી ધર્મ ઉપદેશ પણ આપ્યો. પરંતુ તેમણે કુમારપાળ મહારાજા પાસે એક ચાદરની પણ અપેક્ષા રાખી ન હતી. આ સપુરુષોની ઉદારતા છે. નિષ્કામ ભાવના છે. આ નિષ્કામ કરુણાની ભાવનાથી જ તેઓ માત્ર ઉપદેશ દાતા છે. આ વાત સમજી લેજો. અને શિષ્યના પક્ષે પોતાનો ધર્મ છે. શું ધર્મ છે ? શું પ્રભુ ચરણ કને ધરું ? કારણ ? જગતમાં બધા પદાર્થો કિંમતી તો છે, મૂલ્યવાન છે. માટી કરતાં લોખંડ કિંમતી, લોખંડ કરતાં ચાંદી, ચાંદી કરતાં સોનું અને સોના કરતાં રત્નો, તેમાં પણ કોહિનૂર અને કોહીનૂર કરતાં ચિંતામણિ રત્ન કિંમતી અને આ ચિંતામણિ રત્ન કરતાં પણ આપણો આત્મા કિંમતી છે. કંઈ સમજાયું ?
ઝવેરી મોલ કરે લાલકા, મેરા લાલ અમોલા,
જાકે પટંતર કો નહીં, ઉસકા કયા મોલા? જેના સિવાય બીજું કંઈ મૂલ્યવાન નથી એવા આત્માની અપેક્ષાએ બધા નિર્મૂલ્ય છે. એટલા માટે તો કહ્યું કે ઈન્દ્રનો વૈભવ પણ આત્માની અપેક્ષાએ મૂલ્ય વગરનો છે. આવો મૂલ્યવાન આત્મા જેમણે આપ્યો તેમના ચરણોમાં શું ધરું ? આ શિષ્યની ખાનદાની છે. આ શિષ્યનો વિવેક છે. આનું નામ શિષ્ય. જે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે.
મઝા કેવી છે કે સામું જે પાત્ર છે તેને કંઈ જોઈતું નથી અને આ કંઈ આપ્યા વગર રહી શકતો નથી. ત્યાં ગુરુશિષ્યની સંધિ થાય છે. આ તો,
ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ;
તરે નહિ, તારે નહિ, જે સી પથ્થર નાવ'. સાહેબ ! આવા બે વચ્ચે મેળ ન પડે. ગુરુની હાઇટ એવી છે કે તેને કંઈ જોઈતું નથી અને શિષ્યની હાઇટ એવી છે કે મારે શું આપવું? કોઈ આપણા ઉપર ઉપકાર કરે તો સામો ઉપકાર કરી બદલો વાળીએ તેનું મહત્ત્વ છે. કોઈ માન આપે, હાથ જોડે તો કમ સે કમ હાથ તો જોડીએ. પણ ઘણા એવા અહંકારી હોય છે કે સામેનો માણસ હાથ જોડે તો પણ તેનું માથું જરા પણ નીચું ન નમે. એ ટાઈટ અને ટાઇટ. અહીં શિષ્ય વિચાર કરે છે કે હું બદલામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org