________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૮૩ છે ? સદ્ગુરુના યોગથી દશા અને દિશા ફરી ગઈ, વૃત્તિ ફરી ગઈ, ભાવ ફરી ગયો, જીવન જીવવાની શૈલી કે રીત બદલાઈ ગઈ, કર્મબંધ કરતો હતો તેનાથી અટકી ગયો. કષાયો અને વિકારો શાંત થયા. વાસનાઓ શાંત થઈ. અંદર પરમ અવસ્થામાં ડૂબકી મારવાની તક મળી. બહિર્મુખ દશા જે હતી એ અંતરંગ દશા થઈ. આટલું બધું જીવનમાં થયું એ ઉપકાર, બુદ્ધિથી માપી શકાય તેવો નથી, માટે કહ્યું કે હે સદ્ગુરુદેવ ! આપે અમાપ ઉપકાર કર્યો છે. “આ પામર પર પ્રભુ કર્યો, અહો, અહો ! ઉપકાર' અમે પામર હતા. મૃત્યુને આધીન, કર્મોને આધીન, રાગદ્વેષને આધીન. અમને ખ્યાલ છે કે અમે કેટલાં પામર હતાં. અમને કંઈ જ ભાન ન હતું. અમે વિષયો,વિકારો અને જડ પદાર્થોમાં આસકત હતાં. એમાંથી હાથ પકડીને આપ બહાર લઈ આવ્યાં. આ ઉપકાર, બુદ્ધિથી માપી શકાય તેવો નથી. પોતાની પામરતા સમજાય ત્યારે જ સદ્ગના ઉપકારનું ભાન થાય.
આવું સમજવાથી શિષ્યના હૃદયમાં ભાવની ધારા વહેવા લાગી. પ્રેમનો ધોધ વહેવા લાગ્યો. પ્રેમનો સાગર છલકાવા લાગ્યો. એને આશ્ચર્ય થયું અને મંત્રગુગ્ધ બન્યો. તેના હૃદયમાં ભક્તિનું પૂર ઉમટી આવ્યું અને તેથી મૂંઝવણ થઈ કે આટલા મોટા ઉપકારનો હું બદલો કેવી રીતે વાળું ? શું કરું તો ઉપકારનો બદલો વળે ? શું આપી દઉં તો ઉપકારનો બદલો વળે ? આવી મીઠી પ્રેમની મૂંઝવણ, સ્નેહ અને ભાવની મૂંઝવણ, ઉલ્લાસ અને ઉત્સાહની મૂંઝવણ સાધકના હૃદયમાં થઈ છે. “શું પ્રભુ ! ચરણ કને ઘરું ?' હું શું એમને આપું ? તેમણે મને જે આપ્યું એની તુલનામાં કંઈપણ આપી શકાય તેવું મારી પાસે નથી. સમજવા કોશિશ કરજો.
સમક્તિ દાતા ગુરુતણો, પચ્ચેવયાર ન થાય.
ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. જેમણે સમક્તિ આપ્યું એટલે જેમની હાજરીમાં, જેમના નિમિત્તે દર્શનમોહનો ઉપશમ થયો, સમકિતની સાધના થઈ, ગ્રંથિભેદ જેમની હાજરીમાં થયો, જેમનો સંગ કરવાથી, જેમની નિકટમાં રહેવાથી, જેમના ચરણોમાં રહેવાથી સમ્યગ્રદર્શન થયું, આવી ઘટના જીવનમાં જેના કારણે બને, જેના નિમિત્તથી બને તેમને જોતાં એમ થાય કે આનો બદલો કઈ રીતે વાળી શકાય? તેમણે સમકિત આપ્યું એટલે તેમણે બોધ આપ્યો, તેમણે ઉપદેશ આપ્યો, અમે શ્રવણ કર્યું તેનાથી અમને જ્ઞાન થયું, જ્ઞાનમાંથી બોધ અને બોધથી આત્માની ઓળખાણ થઈ અને અભ્યાસ કરતાં કરતાં અનુભૂતિ થઈ અને અમે આનંદના સાગરમાં ડૂબી ગયાં. આ સમક્તિદાતા ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. કરોડ વખત ઇન્દ્રપદ મળે ને તેમના ચરણોમાં ધરી દે તો પણ એ ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. આવો ભાવોલ્લાસ, આવી સમજણ શિષ્યના હૃદયમાં થઈ છે તેને મૂંઝવણ થાય છે કે પ્રભુના ચરણે શું ધરું ?
ઘણી વખત એવું થાય છે કે ઘણાં નજીકનાં મહેમાનો જેમની સાથે વર્ષોનો ઘનિષ્ઠ સંબંધ હોય તેઓ ઓચિંતા અમેરિકાથી આવે અને ડોરબેલ વગાડે અને દરવાજો ખોલતાની સાથે આનંદ થાય તથા ગાંડાધેલા થઈ જવાય કે વર્ષો પછી આ આવ્યાં છે તેમને શું ખવરાવું? આઈસ્ક્રીમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org