________________
૨૮૨
પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭
પ્રવચન ક્રમાંક - ૯૯
ગાથા ક્રમાંક - ૧૨૫ થી ૧૨૭) સદગુરુ પ્રત્યે સમર્પણ
શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સો હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન (૧૨૫) આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન (૧ ૨ ૬) ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. (૧૨૭) ટીકા - હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે). જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણ સમીપે હું બીજું શું ધરું ? એક પ્રભુના ચરણને આધીન હતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. (૧૫)
આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. (૧૬)
છયે સ્થાનક સમજાવીને સગુરુદેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. (૧૨૭)
સંસારમાં કોઈ ધંધે લગાડી દે, આજીવિકાનું સાધન આપે, કમાતો કરી છે, તેનો ઉપકાર આપણે ભૂલતા નથી. મુંબઈ જેવા શહેરમાં રહેવા ઓટલો પણ ન હોય અને ખાવા રોટલો પણ ન હોય, ત્યારે કાઠિયાવાડના કોઈ એમ કહે કે મારે ત્યાં આવો. રોટલો, ઓટલો બને મળશે અને ધંધો કરવા મૂડી પણ આપીશ. હવે એ ધંધો કરે અને સારી સ્થિતિમાં આવે તો જેણે આ બધું કર્યું તેનો જીંદગીભર ઉપકાર ન ભૂલાય, કારણ એમણે મને આજીવિકાનું સાધન આપ્યું. બીજું, કોઈને અસાધ્ય રોગ થયો હોય, ભયંકર પીડા થતી હોય, કેટલાય ડોકટર પાસે ઘણા ઉપાયો કર્યા હોય છતાં દર્દ ન મટ્યું હોય અને કોઈ આવી મંત્ર બોલી દર્દ મટાડી દે અથવા કિંમતી દવા સૂચવે અને દર્દ મટી જાય તો આણે મને ભયંકર દર્દમાંથી મુક્ત કર્યો, તેમનો ઉપકાર ન ભૂલાય. અહીં પરમકૃપાળુદેવ કહે છે અનંતકાળથી હું સંસારમાં પરિભ્રમણ કરતો હતો, મને પરિભ્રમણ કરતો અટકાવ્યો તે સદ્ગુરુનો ઉપકાર કેમ ભૂલાય ? સમજાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org