________________
૨૮૮
પ્રવચન ક્રમાંક - ૯૯, ગાથા ક્યાંક-૧૨૫ થી ૧૨૭ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે, આત્મા કર્મનો ભોકતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ સ્થાનકો આપે મને સમજાવ્યાં. અને તેની સાથે “ભિન્ન બતાવ્યો આપ'. આપ એટલે આત્મા. આ બધાથી આપે આત્મા ભિન્ન બતાવ્યો. કેવી રીતે ? “મ્યાન થકી તરવારવત્' એટલે મ્યાનમાંથી તલવાર કાઢીએ અને જુદી દેખાય તેમ આ દેહ અને આત્મા, જડ અને ચૈતન્ય, આ પુદ્ગલ અને આ ચૈતન્ય એવા બે ભાગ પાડી અદ્ભુત કામ કર્યું. “મ્યાન થકી તરવાર વત્” આ ભેદ બતાવી ગુરુદેવ ! આપે અભુત અને અમાપ ઉપકાર કર્યો છે. આ ઉપકારના બદલામાં અમે કંઇપણ કરી શકીએ એવી અમારી હાલત નથી. આવું નિવેદન શિષ્ય સદ્ગશ્ના ચરણમાં પ્રેમપૂર્વક કર્યું. સદ્ગએ નિસ્પૃહભાવે આત્મા જેમ છે તેમ કહી બતાવ્યો. શિષ્યની બધી શંકાઓ દૂર થઈ. ભગવદ્ ગીતામાં અર્જુને સેંકડો પ્રશ્નો પૂછયા, પરંતુ ન તો કૃષ્ણ છંછેડાયા કે ન તો કંટાળો બતાવ્યો. જેટલા પ્રશ્નો પૂછયા તે બધાના પ્રેમપૂર્વક હસતાં હસતાં જવાબો આપ્યા છે. અહીં પણ શિષ્ય ઘણી શંકાઓ કરી, પણ ગુરુદેવે પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક, ધૈર્યથી, દેહાતીત-દેહથી, ભિન્ન આત્મા બતાવ્યો. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી જેમ બતાવે તેમ દેહથી આત્મા ભિન્ન છે તેમ અનુભવ કરાવ્યો. સંસારમાં બધે સ્વાર્થની વાતો હોય. સદ્ગએ તો નિસ્પૃહભાવે આત્મા જેવો છે તેવો કહી બતાવ્યો. આત્માનો નિશ્ચય પણ કરાવ્યો અને આત્મામાં સ્થિર થવાનો ઉપાય બતાવ્યો.
ગુરુદેવ! આ ઉપકાર અમાપ છે. આનો બદલો કઈ રીતે વાળીશું ? કંઈ ખ્યાલમાં આવ્યું? શિષ્ય શું કહ્યું તે ? આવા આત્માનો અનુભવ થતાં હવે તો દેહ જુદો દેખાય છે અને દેહમાં રહેલો આત્મા પણ જુદો દેખાય છે. ઘર જ દેખાય છે અને ઘરમાં રહેનારો પણ જુદો દેખાય છે. આવી એક અદ્ભુત ઘટના જીવનમાં ઘટી છે. ભિન્ન અનુભવ કરાવ્યો તે અમાપ ઉપકાર થયો છે એમ શિષ્ય અંતમાં કહે છે.
આવતા પ્રવચનથી હવે આત્મસિદ્ધિયાત્રાના ઉપસંહાર તરફ પ્રારંભ કરીશું. ૧૨૮ થી ૧૪૨ ગાથા ઉપસંહારની છે. પ્રત્યેક ગાથામાં એક એક સિદ્ધાંત પરમકૃપાળુદેવે પ્રગટ કરેલ છે. નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, જ્ઞાન, ક્રિયા, આત્મભ્રાંતિ, ઔષધ આ બધા સિદ્ધાંતો સ્પષ્ટ થશે. બહુ પ્રેમપૂર્વક બધા સિદ્ધાંતો ધ્યાનથી સાંભળજો. હવે પછી ઉપસંહારની ગાથાઓ પર પ્રવચન
થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org