________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૮૯
પ્રવચન ક્રમાંક - ૧૦૦
ગાથા ક્રમાંક - ૧૨૮ ઘર્મનો પાયો તત્ત્વજ્ઞાન
ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. (૧૨૮). ટીકા - છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૮).
આ ગાથાના પ્રારંભથી આપણે ઉપસંહાર તરફ જઈ રહ્યા છીએ. ઉપસંહારમાં જૈન દર્શનના પાયાના અને અત્યંત મોલિક સિદ્ધાંતોની ચર્ચા પરમકૃપાળુદેવે કરી છે. મોલિક એટલે મૂલ્યવાન, જેના આધારે શાસન, ધર્મ અને શાસ્ત્રો ટકે છે, સાધનાની આચાર સંહિતા જેના આધારે તૈયાર થઈ, જેના આધારે મોક્ષમાર્ગ પ્રગટ થયો, જેના આધારે કર્તવ્યની ભૂમિકા તૈયાર થઈ છે, માટે એ મૂલ્યવાન છે. કોઈ પણ ધર્મ માત્ર કર્મકાંડથી ચાલતો નથી. કર્મકાંડ એ ધર્મની અભિવ્યક્તિ છે પરંતુ ધર્મનો આધાર તેનું તત્ત્વજ્ઞાન છે. જો તત્ત્વજ્ઞાનની અધૂરપ હોય તો જાતજાતના મતભેદો અને મતાંતરો જોવા મળે છે. તે મતભેદો અધ્યાત્મ, ધર્મ કે શાસ્ત્રના કારણે નથી પણ તત્ત્વજ્ઞાનની અધૂરપ ત્યાં કામ કરે છે. માટે પરમકૃપાળુદેવે ઉપસંહાર કોઈ પણ ગ્રંથોની પ્રશસ્તિ કર્યા સિવાય, કોઈપણ ઠેકાણે પોતાનો ઉલ્લેખ કર્યા સિવાય કર્યો છે. ૧૪૨મી ગાથામાં પણ બીજી કોઈ વાત કરી નથી અને અંતમાં જે કહેવું હતું કે “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એ તરફ ધ્યાન દોર્યું છે.
ઉપસંહારની જેટલી ગાથાઓ છે ત્યાં એક પણ ગાથા એવી નથી કે જ્યાં પુનરાવૃત્તિ હોય, અસ્પષ્ટતા કે ગૂંચવાડો હોય. પોતાની પ્રશંસા હોય તેવો એકપણ શબ્દ ઉપસંહારમાં નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક પણ શબ્દ વધારવા જેવો પણ નથી અને એક પણ શબ્દ ઘટાડવા જેવો નથી. આત્મસિદ્ધિ શાસ્ત્ર સંપૂર્ણ છે. જૈનધર્મના ધુરંધર આચાર્ય હોય કે ગદ્દર્શનના મીમાંસક હોય તેમને પણ આત્મસિદ્ધિમાં કંઈ ઉમેરવા જેવું લાગ્યું નથી. એક એક શબ્દ યોગ્ય રીતે વાપરેલો છે. તેનાં થોડાં કારણો છે. પહેલું કારણ - આ અનુભવની વાણી છે. બીજું કારણ એ છે કે અંતરમાંથી પ્રવાહ વહ્યો છે. ત્રીજું કારણ બીજા કોઈ વિચારને અવકાશ નથી, કોઈ રીતે શક્ય નથી કે એક કલાક અને ત્રીશ મિનિટમાં આવી ૧૪૨ ગાથાઓ સળંગ લખાય. આ કાળમાં આ ધરતી ઉપર એક આશ્ચર્યકારક ઘટના બનેલી છે. ચોથું કારણ - આમાં એકપણ વાત શાસ્ત્ર બહારની નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે માત્ર કરુણાને આધીન થઈ આ શાસ્ત્રની રચના થઈ છે માટે આ શાસ્ત્રને બહુ ધીરજપૂર્વક સમજી લેવાની જરૂર છે. એવું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org