________________
૨૯૦
પ્રવચન ક્રમાંક - ૧૦૦, ગાથા ક્રમાંક-૧૨૮ કદાચ બને કે ધરતી ઉપર કદાચ બીજા શાસ્ત્રો કે ગ્રંથો ન રહે, બીજું સાહિત્ય ન પણ રહે, પરંતુ એક આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે તો તેમાંથી અનેક શાસ્ત્રો ઊભાં થશે. આ અદ્ભુત, મૂલ્યવાન અને મલિક શાસ્ત્ર છે.
ઉપસંહારમાં ઘણી મૌલિક વાતો પાળુદેવ કહેવાના છે. બહુ ધીરજથી સમજજો. અમારી પણ કહેવાની મર્યાદા છે. તમારે સાંભળવાની મર્યાદા છે. તેમાં બીજો રસ્તો નથી. તટસ્થ મન અને પ્રેમથી છલકતું હદય હશે તો સમજાશે. બાળકની ભાષા કોઈ પ્રોફેસર ન સમજે, મા જ સમજે. બાપ પણ ન સમજે. મા કે બાળક કોઈ બોલતું નથી. મા અને બાળક વચ્ચે વાત્સલ્યનો સેતુ છે. તેના કારણે તેને ભાષા સમજાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે કરુણાનો એક પુલ છે અને તેના કારણે સદ્ગની ભાષા શિષ્ય સમજી જાય છે. શિષ્ય બહુ બુદ્ધિમાન ન હોય તો ચાલશે. સોભાગભાઈ તીવ્ર બુદ્ધિમાન ન હતા પણ તેમને એમ કહેવાયું કે તમે અમારા માટે જન્મ લીધો હોય તેમ લાગે છે. તમે ન હોત તો અમે અમારું હૈયું કયાં ઠાલવત? સોભાગભાઈ કરતાં બીજા માણસો તીવ્ર બુદ્ધિશાળી હતા. જેની પાસે પ્રેમ હોય, કરુણા હોય, જે નિષ્પક્ષપાતી હોય, કદાગ્રહ હઠાગ્રહથી જે મુક્ત હોય, અને સત્યને સમર્પિત હોય તે સરળ છે. ભગવાન અને સરુને સમર્પિત પછી થજો પરંતુ સત્યને સ્વીકારતાં પહેલાં શીખો. પોતાનાં મત, માન્યતા આગ્રહ બધું એક ઝાટકે છોડવા તૈયાર છે તેને શાસ્ત્રોએ સરળપણું કહ્યું છે. ભગવાન કહેતા હતા કે પોચી અને મુલાયમ જમીન ઉપર ખેડૂત કામ કરી શકે છે, ત્યાં વાવેલું ઊગે છે. જેણે હૈયું સરળતાથી, કોમળતાથી પવિત્ર બનાવ્યું છે ત્યાં જ્ઞાની પુરુષ વાવેતર કરી શકે છે. જ્ઞાની પુરુષ નથી મળ્યા તેવું કહેશો નહિ પરંતુ તમે જ્ઞાની પુરુષને વાવેતર કરવા દીધું નહિ હોય અથવા એવી જમીન તમે તૈયાર કરી નહિ હોય એ કારણ છે.
એક અદ્ભુત ભૂમિકા ઉપર આપણે જઈ રહ્યા છીએ અને આજથી જે સૂત્રોનો પ્રારંભ થાય છે તે અત્યંત મહત્ત્વનાં સૂત્રો છે.
દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહિ;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ૧૨૮ એમ કહેવાયું છે કે ગચ્છનો ભાર જે આચાર્યને સોંપવાનો છે તેઓ નીતિમાન, શીલવાન, સદાચારી, આરાધક, નમ્ર, સરળ, તપ, જપ, વ્રત અને અનુષ્ઠાનમાં તત્પર, તમામ શાસ્ત્રના મર્મના જ્ઞાતા અને ખાસ કરીને પદર્શનના મીમાંસક હોય. આ આચાર્યની ભૂમિકા છે. તેમની અવસ્થા છે અને તેમણે છ દર્શન જાણવા જોઈએ. પહેલાં જૈનદર્શનના અભ્યાસથી જૈનદર્શન જાણો પછી તેને પૂરેપૂરું જાણવા માટે છ દર્શન પણ જાણો. છ દર્શનો જાણશો તો જૈનદર્શન વધારે સ્પષ્ટ થશે. સમજણ ચોખ્ખી અને સમ્યક થશે. તેથી જ પર્દર્શનનો અભ્યાસ કરવાનું શાસ્ત્રોએ કહ્યું છે. (૧) ચાર્વાક દર્શન, (ર)નૈયાયિક, વૈશેષિક દર્શન, (૩)સાંખ્યદર્શન-યોગદર્શન, (૪)બૌધદર્શન, (૫) વેદાંતદર્શન-મીમાંસા તેમજ (૬) જૈનદર્શન આ બધા દર્શનો છે.
આત્મા નથી તેવી ઉદ્ઘોષણા ચાર્વાક દર્શને કરી. ચાર્વાકદર્શન એમ કહે છે કે આ બધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org