________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૯૧ વાતો છોડો. જે કાંઈ છે તે આ સ્થૂળ શરીર છે. જનમ્યા એટલે આપણી શરૂઆત અને મરીશું એટલે આપણો છેડો. કોઈ પુણ્ય, પાપ કે પરલોક નથી. કોઈ સાધુ સંતની જાળમાં ફસાવા જેવું પણ નથી. ખાવ, પીવો ને લહેર કરો. કોણ કહે છે કે મર્યા પછી જન્મ છે ? દેહ ભસ્મીભૂત થાય પછી પુનરાગમન કેમ થાય ? એક વખત શરીર બળ્યું તે પાછું આવે કેવી રીતે? ચાર્વાકદર્શનનો સિદ્ધાંત શું છે? Mi #ા કૃતં પિત’દેવું કરીને પણ ઘી ખાવ. પાછું આપવાનું જ નથી. નૈતિક જવાબદારી જ કોની કેવી રીતે રહે? ચાર્વાક દર્શન મહત્ત્વનું કામ કરે છે. એટલા માટે આનંદધનજીએ તેને કૂખ-કુક્ષી-પેટની ઉપમા આપી છે. પેટમાં ખોરાક જાય તે બધાને પહોંચે. હાથને, પગને અને શરીરની નસેનસમાં પહોંચે. પેટનું કામ શાંત છે પરંતુ બહુ મહત્ત્વનું છે. દેખાય છે માથાનું, કાનનું, આંખનું પણ મહત્ત્વનું કામ પેટનું છે. પેટમાં આખી ફેકટરી છે. શરીરને પોષક માલ તૈયાર કરી માથાના વાળથી તે પગના નખ સુધી પહોંચાડવાનું કામ પેટ કરે છે. પેટ બધાને સામગ્રી પૂરી પાડે છે. ચાર્વાક દર્શન બધાને આત્મતત્ત્વ ચિંતનની સામગ્રી પૂરી પાડે છે. જ્યારે તેણે કહ્યું કે આત્મા નથી તો સામે તેને જવાબ મળ્યો કે આત્મા છે અને આત્મા છે તે માટેનાં પ્રમાણો, તે માટેના સિદ્ધાંતો, તેના માટેના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવામાં આવ્યા. આત્મા નથી એમ કહેનાર શિષ્ય પણ ત્યાંથી શરૂઆત કરે
નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવસ્વરૂપ. શા માટે તમે આત્માની વાત કરો છો ? આત્મા હોત તો દેખાય નહિ ? જગતના ઘટપટ આદિ બધા પદાર્થો દેખાય છે તો આત્મા દેખાય નહિ ? આત્મા નથી દેખાતો માટે આત્મા નહીં હોય . સદ્ગુરુએ એમ કહ્યું કે આ પક્ષમાં મારી પાસે સિદ્ધાંતો અને સૂત્રો છે. આત્મા નથી એમ કહેનાર ચાર્વાક દર્શન છે.
આત્મા કૂટસ્થ નિત્ય છે, પરિતર્વનશીલ નથી તેમાં બદલાહટ આવતી નથી. જેમ કે સોનું છે, ગઠ્ઠો પડ્યો છે, તેમાં ઘાટ ઘડાતા નથી, અલંકારો બનતા નથી, સોનામાંથી અલંકારો બનતા ન હોત તો સોનાને કરવું છે શું ? શરીરને શણગારવા માટે તો આ સોનાના અલંકારો છે. પરિતવર્તન શીલનો અર્થ થાય કે ટકીને બદલવું. ‘તમાવાયં નિત્યં છે. રહે છે, કાયમ ટકે છે અને બદલાય છે છતાં પોતાનું અસલ સ્વરૂપ મૂકતું નથી, એવી બદલવાની કળા જેનામાં છે તેને કહેવાય છે નિત્ય. વૈશેષિકો એમ કહે છે કે આત્મા કૂટસ્થ નિત્ય છે. તેમાં ફેરફાર નથી, પરિવર્તન નથી. જો આ પ્રમાણે હોય તો પુણ્ય પાપ ન હોય, તેને ભોગવવાપણું ન હોય, કર્યતંત્ર પણ કામ કરતું ન હોય, વૃત્તિઓ પણ ઊઠતી ન હોય, અનેક જન્મમાં પરિભ્રમણ કરવાની ગોઠવણ થતી ન હોય પણ એમ નથી. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય પણ છે. વસ્તુનાં બે પડખાં છે એક કાયમ રહે તેવું પડખું અને બીજું બદલાય તેવું પડખું. માટી એ કાયમ રહેનાર અને ધડો, કૂ, માટલું આ બદલાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org