________________
૨૯૨
પ્રવચન ક્રમાંક
તે
૧૦૦, ગાથા ક્ર્માંક-૧૨૮ આકારવાળું પડખું. સોનું કાયમ રહેનાર અને હાર, કુંડલ, વીંટી વિગેરે આકાર તે બદલાવાવાળું પડખું. આ આકારો બદલાય ભલે પણ સોનું તો રહેશે, તેમ પરિવર્તન ગમે તેટલા આવે પણ આત્મા તો રહેશે એ અર્થમાં કાયમ ટકવું તે વસ્તુની ખૂબી છે માટે આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે.
સાંખ્યદર્શન એમ કહે છે કે આત્મા કર્તા પણ નથી અને આત્મા ભોકતા પણ નથી. પુષ્કર પલાશવત્ નિર્લેપ છે. પ્રકૃતિ કરે છે અને પ્રકૃતિ ભોગવે છે.
તમને થશે આવી બધી મગજમારી શા માટે કરવી ? આત્મસિદ્ધિ જો સમજવી હશે તો માત્ર પારાયણથી કામ નહિ થાય. આમાં કહ્યું છે તે છ એ છ દર્શનો આમાં સમાયાં છે તે તમારે જાણવાં પડશે. ઓળખવા પડશે ને કમસે કમ આત્મસિદ્ધિનું શ્રવણ કર્યા પછી કોઇ પૂછે કે કયા કયા દર્શનો છે ? અને તમે અજાણ હો તો ન ચાલે. જાણતા હો તો કહી શકાયને કે છ દર્શનો અને તેમનું માનવું આ પ્રમાણે છે.
આત્મા કર્તા પણ નથી અને આત્મા ભોકતા પણ નથી તેમ સાંખ્યદર્શન માને છે. સાંખ્યદર્શનને કહીએ છીએ કે પ્રકૃતિ જડ છે, તેમાં ભાવ ન હોય, સ્પંદન, કંપન ન હોય, રાગદ્વેષ ન હોય, કષાયો ન હોય, અશુભ કે શુભની ધારા ન હોય તેથી પુણ્ય પાપ બંધાય નહિ, આ બધું આત્મામાં થાય છે, તેથી આત્મા પોતે જ કર્મનો કર્તા છે અને આત્મા પોતે જ ભોકતા છે.
-
વેદાંત કહે છે જગતમાં એક જ પદાર્થ છે તે માત્ર બ્રહ્મ છે. બીજું કાંઇ નથી માત્ર બ્રહ્મ જ છે તેને આત્મસિદ્ધિ એમ કહે છે કે એકલો બ્રહ્મ જ જો હોય તો સંસારની વ્યવસ્થા ન થાય. કોણ પરિભ્રમણ કરશે ? કોણ જન્મ લેશે ? કોણ કર્મ બાંધશે ? આ વેદાંતદર્શનની વાત કરી.
બૌદ્ધદર્શન એમ કહે છે કે આત્મા અનિત્ય છે, ક્ષણભંગુર છે, પર્યાય જેટલો છે તેને અમે કહીએ છીએ, સાહેબ ! આત્મા અનિત્ય જો હોય તો આત્માએ સો વર્ષ, એંશી વર્ષ દેહમાં રહીને જે પાપ કર્મો અને પુણ્ય કર્મો કર્યા હશે તેને ભોગવશે કોણ ? અને મર્યા પછી તેની હાજરી તો જોઇશે ને ? જે કરનારો છે તે જ ભોગવનારો છે. કરનાર જુદો અને ભોગવનાર જુદો ન હોય. જે ખાય તેનું જ પેટ ભરાય. અર્જુન ખાય અને પેટ ભરાય દુર્યોધનનું, એવું ન બને. જે કર્મો કરે છે તે કર્મો ભોગવે છે, માટે કરનાર અને ભોગવનાર એક જ છે. દર્શન ષટે સમાય છે, આ ષસ્થાનકમાંહિ' આ છ દર્શનો ષટ્કદમાં સમાય છે, ‘વિચારતા વિસ્તારથી’ તમે વિસ્તારથી વિચાર કરજો. વિચારવાનું કામ મન કરે છે. મસ્તક દ્વારા વિચાર થઇ શકશે. માટે જ મસ્તક અને મન જેને મળ્યાં તેને જ મોક્ષનો અધિકાર મળ્યો. મન અને મસ્તક બંને હશે તો જ મોક્ષ મળશે. મનને મોક્ષ નથી મળતો પણ મન તે મોક્ષનું સાધન છે. વિચાર કરનારો આત્મા છે અને સાધન મન તથા મસ્તક છે. તે બન્ને જેની પાસે છે તે વિચાર કરી શકો. તમે જે આ પત્પદનો ઊંડાણથી વિચાર કરશો, ગંભીરતાથી વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org