________________
૩૧૦
પ્રવચન ક્રમાંક ૧૦૩
પ્રવચન ક્રમાંક
-
Jain Education International
-
ગાથા ક્રમાંક
ઔષધ વિચાર ધ્યાન
-
૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦
-
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર યાન. (૧૨૯) ૧૨૯મી ગાથામાં રોગ, વૈદ્ય, પથ્ય અને ઔષધ, આ ચાર વાતો છે. ભગવાન બુધ્ધે આ શબ્દો વાપરતા હતા. રોગ અને રોગનાં કારણો છે. આવો રોગ મટી શકે છે, તેનો ઉપાય છે. અથવા દુઃખ છે, દુઃખના કારણો પણ છે અને દુઃખમાંથી મુક્ત થઇ શકાય છે, મુક્ત થવાના ઉપાયો પણ છે.
૧૨૯-૨ તથા ૧૩૦
ભગવાન મહાવીર કહેતા હતા કે મોક્ષ છે અને બંધ પણ છે. બંધના કારણો પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે.
આ ગાથાનાં ચાર મહત્ત્વના શબ્દો, (૧) આત્મભ્રાંતિ, તેના જેવો બીજો કોઇ રોગ નથી. દવાની સાઇડ ઇફેક્ટ ગમે તેટલી હશે, એ કાબૂમાં આવે તેવું વિજ્ઞાન આજે વિકાસ પામી ગયું છે. પરંતુ ધારો કે વિજ્ઞાનથી પર એવા રોગો હોય કે જે વિજ્ઞાનને પણ ગાંઠતા ન હોય તો એ રોગો બહુ તો શું કરશે? એ દેહને ખતમ કરશે. રોગની સત્તા આત્મા ઉપર નથી, દેહ ઉપર છે. વધુમાં વધુ દેહ નહિ રહે. આ ભ્રાંતિ નામનો રોગ એવો છે કે તેની સત્તા આત્મા ઉપર છે અને અનંતકાળથી તેણે આત્માને જન્મ અને મરણ સાથે જોડી દીધો છે. આ રોગને કારણે જીવનમાં દુઃખો સર્જાય છે. આ રોગની ગંભીરતા સમજી લ્યો. શારીરિક રોગો જરૂર ગંભીર છે પરંતુ તેના કરતાં માનસિક રોગો વધારે ગંભીર છે. આઘ્યાત્મિક રોગો સૌથી વધારે ગંભીર છે. એ આત્માને સ્પર્શેલા છે. જે આત્માના અસ્તિત્વનું જ્ઞાની પુરુષો સાચું પ્રતિપાદન કરે છે અને જેને મેળવવા મુમુક્ષુ સાધક સંસારનો ત્યાગ કરી વિરકત બને છે, યોગીઓ યોગની સાધના કરે છે, ઘ્યાનીઓ ઘ્યાનની સાધના કરે છે, તપસ્વીઓ તપની સાધના કરે છે, બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ઉપનિષદો જે આત્માનાં વખાણ કરે છે અને વેદો જેનાં ગીત ગાય છે તે આત્માનો ઇન્કાર કરવો તેનું નામ છે ભ્રાંતિ.
‘આત્મા છે’ એમ કહેનારાં અનેક શાસ્ત્રો હોવા છતાં, આત્મા નથી તેવી ભ્રાંતિમાં-ભ્રમણામાં રહે તેના જેવો બીજો કોઇ રોગ નથી. દુઃખ જીવનમાં છે જ નહિ, જીવન તો આનંદમય છે અને આનંદ આપણો સ્વભાવ છે. કબીરજી વારે વારે કહેતા હતા.
‘સુન સુન મોહે આવત હાંસી, પાનીમેં મીન પિયાસી.’
માછલાઓ પાણીમાં છે, તળાવો પાણીથી છલોછલ ભરેલાં છે એવા પાણીમાં માછલાઓ
For Personal & Private Use Only
www.jainelibrary.org