________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૦૯ મેં જેને દીઠો તે જોવા જેવો છે. જગતમાં બીજું કઈ જોવા જેવું નથી. તે તો અમૃતથી પણ અતિ મીઠો છે.
સમ્યગ્દર્શનમાં સ્વાનુભવ થાય. આવો સ્વાનુભવ સદ્દગુરુની હાજરીમાં ધ્યાનમાં થાય. જ્ઞાનમાં જે જાણ્યું તેને ધ્યાનમાં અનુભવ્યું, અનુભવ કરવા માટે ધ્યાન અને જાણવા માટે જ્ઞાન. જ્ઞાનને કહેવાય છે વિચાર અને ધ્યાનને કહેવાય છે ક્રિયા, ચારિત્ર. ઔષધ વિચાર અને ધ્યાન. આ બે શબ્દો ઘણા જ મહત્ત્વના છે, અકસીર છે. આ દવા કદી નિષ્ફળ જતી નથી, અફળ જતી નથી. આ જ્ઞાન અને ધ્યાન એ બંને દવાઓ છે એમ કહી શકાય. જ્ઞાન એટલે વિચાર અને ધ્યાન એટલે ચારિત્ર એમ પણ કહી શકાય. જેને તમે જાણ્યો તેને ધ્યાનમાં અનુભવવો અને તે અનુભવવાની પ્રક્રિયામાં જે કંઈ પણ કરવું પડે તેને કહેવાય છે પ્રક્રિયા. એ પ્રક્રિયામાં ઢળ્યા પછી તેમાં જ રાખનાર પરિબળ છે તે સદગુરુની આજ્ઞા છે.
“જો ઈચ્છો પરસ્મથ તો, કરો સત્ય પુરુષાર્થ.” તેવી ઉદ્દઘોષણા, એવી સિંહગર્જના હવે પછીની ગાથામાં કૃપાળુદેવ કરવાના છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org