________________
૩૦૮
પ્રવચન ક્રમાંક - ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧ છેર કામ નહિ આવે. રેલ્વેના પાટા ઉપર ડબ્બા પડ્યો છે અને એજીન પણ છે. પરંતુ સાહેબો ડબ્બા એની મેળે ગતિ નહિ કરે. એન્જન જોડયા વગર ડબ્બો નહિ ચાલે. સદ્દગુરુ એન્જન છે અને શિષ્ય ડબ્બા જેવો છે એમ તો કેમ કહેવાય ? પરંતુ સદ્દગુરુ સાથે તેને અનુસંધાન કરવું પડશે. સંસારમાં રહેલ શિષ્ય જો સદ્દગુરુ સાથે સંબંધ બાંધશે તો મોક્ષમાં જઈ શકશે.
“ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન.' વિચાર અને ધ્યાન એ બે શબ્દોમાંથી બે વાતો મળે છે. વિચારનો અર્થ જ્ઞાન અને ધ્યાનનો અર્થ ક્રિયા થાય છે. આ દવામાં ભેળસેળ નથી. આ દવા આપણા વીતરાગ પરમાત્માની ફેકટરીમાં તૈયાર થયેલી છે. ગુરુજનો પાસે આ દવા આવી છે. તે દવા ગુરુજનો તમને આપે છે. તેમાં ભેળસેળ કરતા નથી કારણકે તેઓ સદગુરુ છે. કુગુરુ શોષક છે અને સદ્દગુરુ પોષક છે. સદ્દગુરુ પોષણ આપે છે જયારે કુગુરુ સ્વાર્થ પૂરો કરે છે. સદગુરુ પરમાર્થ સિધ્ધ કરાવે છે. અસદ્દગુરુ તમારા સુખની ચિંતા કરશે પણ સદ્દગુરુ તમારા હિતની ચિંતા કરશે. જે હિતની ચિંતા કરે તે સદગુરુ. સદ્દગુરુની આજ્ઞા એ મજબૂત બંધ છે. પાણી રોકે તે બંધ. સંસારના માર્ગમાં જતા શિષ્યને માટે સદ્દગુરુની આજ્ઞા તે મજબૂત બંધ છે. - ચીનની દિવાલ જેવી મજબૂત આજ્ઞા છે. ૬૦૦ કિલોમીટરની મજબૂત દિવાલ માટે હજારો મજૂરોએ રાતદિવસ કામ કર્યું. તમે તેના ઉપર ગમે તેવા ઘા કરો પણ દિવાલની કાંકરી તૂટતી નથી. સંસારને રોકવા માટે, મોહને રોકવા માટે, રાગદ્વેષ અને વિકારોને રોકવા માટે સદ્દગુરુની આજ્ઞા એ મજબૂત દિવાલ છે. સમજાય છે આમાં કઈ? આ વાત ખ્યાલમાં આવે છે ? આજ્ઞા શબ્દમાં શું રહસ્ય છે ?
વિચાર એટલે જ્ઞાન અને ધ્યાન એટલે ક્રિયા. આ એક અર્થ છે. બીજો અર્થ ઘણો મહત્વનો છે. વિચાર એટલે જ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ વિચારમાંથી થાય છે, વિચારની પ્રક્રિયામાં ઘોલન થાય છે. પહેલા શ્રવણ કર્યું, પછી વિચાર કર્યો, પછી મનન કર્યું, પછી ઘોલન કર્યું અને ઘોલન કરતાં કરતાં અંદરથી આવિર્ભાવ થાય તેને કહેવાય છે જ્ઞાન. પહેલાં દૂધ ગાયના પેટમાં હોય છે, પછી તેને દોહવું પડે છે, પછી ઘેર લાવવું પડે છે, તેમાં મેળવણ નાખવું પડે છે, તેને હલે નહિ તેમ એકાંતમાં રાખવું પડે છે. દૂધનો વાટકો જો હલે તો દહીં જામે નહિ, પછી તેનું વલોણું કરવું પડે છે અને બરોબર વલોવાય પછી તેમાંથી માખણ આવે છે. આ માખણને ઘી બનાવવા તાવવું પડે છે. તેમ શ્રવણ, મનન, ચિંતન અને ઘોલન કરતાં કરતાં જે તત્ત્વ જે માખણ બહાર આવે તેને કહેવાય છે જ્ઞાન. વિચાર એટલે જ્ઞાન અને તેમાં સાથે જોડાય ધ્યાન. એ જ્ઞાનમાં જેને તમે જાણ્યો, ધ્યાનમાં તેને અનુભવ્યો, તે પરમાત્મા. નરસિંહ મહેતાનું એક નાનકડું પદ છે. અત્યારે નહિ પણ પછી કયારેક કહીશ. નરસિંહ મહેતા એમ કહે છે કે “સાંભળ સૈયર, સૂરત ધરીને મેં આજ અનુપમ દીઠો રે.” હે મારી વ્હાલી સખી, જેને ઉપમા આપી ન શકાય તેવા પરમાત્માને, તેવા અસ્તિત્ત્વને, તેવા બ્રહ્મને મેં આજ દીઠો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org