________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૦૭ કમ માંના હદયનો જો તું વિચાર કરીશ તો મને આનંદ થશે. હું તને ઠપકો આપવા કે લડવા માટે નથી આવી પણ મારું તારા પ્રત્યે જે વાત્સલ્ય છે તે પ્રગટ કરવા આવી છું. આ વાત સાંભળી દીકરાની આંખમાં આંસુ આવ્યાં. આ પ્રેમનું બળ છે. સદ્દગુરુ પાસે પ્રેમનું બળ છે. આ પ્રેમના બળથી શિષ્યની અંદર રહેલી શકિત પ્રગટ થાય છે. આ ઘટના કેમ ઘટે છે તે સમજી લો. શિષ્યના હૃદયમાં પ્રગટ શકિત નથી, બળ નથી અને સામર્થ્ય નથી પરંતુ તેની પાસે બેલેન્સમાં, અજાગૃત મનમાં શક્તિ બળ અથવા તાકાત પડી છે પણ તે વાપરી શકતો નથી. એ વાપરવા માટે કોઇકના પ્રેમના શબ્દો જોઈએ. એ શબ્દો પ્રેમમાં ઝબોળાયેલા જોઈએ અને સદ્દગુરુ પ્રેમમાં ઝબોળીને જે શબ્દો કહે છે તેને કહેવાય છે આજ્ઞા. જરા ઊંડાણથી વિચારજો. આજ્ઞા એ પરમ રહસ્ય છે. આજ્ઞા એ પરમ તત્ત્વ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે
आज्ञाऽराद्धा विराद्धा च शिवाय च भवाय च । સમગ્ર દર્શનનો સાર, ધર્મનો સાર એ છે કે આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે. એ આરાધનાની પાછળ બે પરિબળ કામ કરે છે. (૧) સદ્દગુરુમાં રહેલ પ્રેમનું પરિબળ (૨) શિષ્યને સદગુરુ પ્રત્યે પ્રેમ. તેના હૃદયમાં જે ભાવ છે, પ્રેમ છે તે બંને ભેગા થવાના પરિણામે ગમે તેવા વિકારોની સામે લડવાની તાકાત શિષ્યમાં આવે છે. આને કહેવાય છે આજ્ઞાની આરાધના. તમે આજ્ઞાની આધીનતાનો અર્થ શું કરો છો? ગુરુ કહે અને બસ કરવું તેમ ? આ બહુ મોટી ઘટના છે. શકિતપાત કહો, પ્રણિપાત કહો, યોગબળ કહો કે આંતરિક ઘટના કહો. આમાં સદ્દગુરુની પરમ કરુણા છે અને સદ્દગુરુ પ્રત્યે શિષ્યને પરમ પ્રેમ છે. યાદ રાખજો કે આજ્ઞાનું પાલન માત્ર શરીરથી નહિ થાય, માત્ર મનથી નહિ થાય. જેટલું પ્રેમનું બળ તેટલા પ્રમાણમાં આજ્ઞાનું પાલન. આજ્ઞાનું પાલન એમને એમ નહિ થાય. લાખો રૂપિયાની સંપતિ ક્ષણમાં છોડી દેવી સહેલી વાત નથી. ભગવાનના મંદિરમાં જઈએ છીએ અને ભંડારમાં પૈસા નાખવાના હોય ત્યારે ખીસામાં હાથ નાખતા રૂપિયો આવે તો તે પાછો મૂકી પાંચીયું શોધીએ છીએ. ભગવાનના મંદિરમાં રૂપિયો છોડી શકતા નથી તો ચક્રવર્તીનો વૈભવ કેમ છોડી શકીશું? પરંતુ જો સદગુરુ પ્રત્યે પ્રેમ હશે તો વૈભવ છોડી શક્યું. આ પ્રેમની તાકાત છે. .
પતિ પત્ની વચ્ચે કાયદેસરના સામાજિક અને લૌકિક સંબંધો હોય તે નિભાવવા પડે. નિભાના હોગા તે ભાર છે, પરંતુ પ્રકૃતિ એક થઈ જાય, સ્વભાવ એક, લાગણી એક, ભાવ એક, ઊર્મિ એક, સ્વપ્ન એક અને ક્રિયા એક થઈ જાય તો ભાર નહીં. શિષ્ય અને ગુરુમાં આવી ઘટના ઘટે છે. એ જ ગુરુ આજ્ઞાનું બળ છે અને એ બળ ઊપર શિષ્ય પોતે પોતાના આત્માનો સ્વાનુભવ કરી શકે છે. બે કલાક સ્વાધ્યાય કર્યો અને ફૂલાઈ જાવ તે બરાબર નથી. એથી કલ્યાણ કે મંગલ થઈ જાય તેવું ન બને. અંદર જોર વાપરવું પડે, પણ તમારું એકલાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org