________________
૩૦૬
પ્રવચન ક્રમાંક ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧ માટે ભાવ પણ જોઇએ ને આજ્ઞાની આધીનતા પણ જોઇએ, તે જો હોત તો આવી ઘટના તેમના જીવનમાં ન બનત.
જાણવું એક ઘટના છે, પરંતુ જે આત્માને જાણ્યો તે આત્માને અનુભવવો, પ્રગટપણે અનુભવવો તે બીજી ઘટના છે. જયાં સુધી તેનો પ્રગટપણે અનુભવ ન થાય ત્યાં સુધી આપણી પ્રક્રિયા અધૂરી છે. જે વખતે સાધનાની શરૂઆત કરશો, સ્વરૂપમાં ઠરવા માટે મથામણ કરશો તે વખતે અંદરથી વિકારો, વૃત્તિઓના જોરદાર હુમલા આવવાની શરૂઆત થશે. લોકો કહેતા હોય છે કે આમ તો કયારેય ખંજવાળ આવતી નથી પણ જયારે ઘ્યાનમાં બેસીએ છીએ ત્યારે ખંજવાળ ચાલુ થઇ જાય છે. ઘ્યાન અને ખંજવાળને કંઇ જ લેવા દેવા નથી, છતાં તેમ થાય છે કારણકે તે વખતે આપણામાં પડેલા સંસ્કારો, આપણી વૃત્તિઓ અને આદતો તે વખતે પ્રગટ થઇ જાય છે. તમારું સામર્થ્ય અને બળ હોત તો તમે નિકાલ કરી નાખ્યો હોત, પરંતુ આપણા તરફથી એ રોકાતાં નથી. તે માટે આપણને વિશેષ બળ પ્રાપ્ત થવું જરૂરી છે અને આ વિશેષ બળ જેમની પાસેથી પ્રાપ્ત થાય તે સદ્ગુરુ છે.
ભગવાન મહાવીર જન્મથી અવધિજ્ઞાની હતા, ત્રણ જ્ઞાનના ધણી હતા. ગૃહસ્થ જીવનમાં પણ વીતરાગ પ્રાયઃ હતા, છતાં તેમને લાગ્યું કે મારે કર્મનો ક્ષય કરવો છે. વિકારો, રાગદ્વેષ જીતવાં છે અને તે માટે મારી પાસે બળ ઓછું છે તો એ બળ મેળવવા તેઓએ સંસારનો પરિત્યાગ કર્યો. જેવો પરિત્યાગ કર્યો કે ચોથું મનપર્યય જ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાન અને મનપર્યય જ્ઞાન થઇ ગયું તો ઘણું થઇ ગયું. હવે બીજી જરૂર કયાં છે ? આવું પણ થાય, પણ ના, ભગવાન મહાવીર સ્વામીને થયું કે મારી પાસે વૃત્તિઓ અને કર્મનો ઢગલો પડ્યો છે, તેનો મારે નિકાલ કરવો છે. તેથી સાડાબાર વર્ષ તપ કર્યું, સતત પુરુષાર્થ કર્યો, સાધના કરી.
કર્મક્ષય માટેનું બળ પોતામાંથી માત્ર આવતું નથી. પરંતુ એ સદ્ગુરુની આજ્ઞામાંથી આવે છે. અહીં એક જ ઘટના છે કે શિષ્યને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ છે. આ સમજી લેજો કે શું બને છે ? સદ્દગુરુ પ્રત્યે પરમ પ્રેમ હોવાના કારણે સદ્દગુરુ જે કહે છે તે કિંમત ચૂકવીને પણ શિષ્ય કરવા તૈયાર છે. એક વખત એક છોકરો અમેરિકા ગયેલ. તે ઉદ્યોગપતિનો દીકરો હતો. હવે ત્યાં કોઇ અમેરિકનની દીકરી સાથે પ્રેમ થયો અને તેને પરણવાનું નક્કી કર્યું. પિતાને ખબર આપી કે હું આ છોકરીને જ પરણીશ. પિતા પ્લેનમાં બેસી અમેરિકા ગયા, ત્યાં છોકરા ઊપર ખૂબ જ ગુસ્સે થયા. જો તું આ છોકરી સાથે પરણીશ તો પરિણામ શું આવશે તે ખબર છે? તું મારા ઘરમાં નહિ આવી શકે. મારી મિલ્કતમાંથી હું કંઇપણ ભાગ આપીશ નહિ. દીકરાએ કહ્યું, બસ ! આટલું જ ને ? મારે કંઇપણ જોઇતું નથી પણ પરણીશ તો આને જ પરણીશ. પિતા તો નિરાશ થઇ પાછા આવ્યા. માએ કહ્યું કે તમે તો જઇ આવ્યા, રોફ મારી આવ્યા, હવે મને પ્રયત્ન કરવા દો. મા ત્યાં ગઇ. તેણે દીકરાને કહ્યું કે સુખી થવા તારે કોને પરણવું તે નિર્ણય તારે જ કરવાનો છે. અમારે વચ્ચે આવવાનું હોય નહીં, પરંતુ હું તારી મા છું. કમસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org