________________
૩૦૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શ્રવણ કર્યું અને શ્રવણ પછી નિર્ણય થયો, તેની શ્રધ્ધા થઈ પછી તે સાધકને અંદરથી એક એવી તાલાવેલી જાગે છે કે મેં આત્માને જાણ્યો તો ખરો પણ અનુભવ્યો નથી. આવા આત્માનો મારે અનુભવ કરવો છે. આ વિચાર પછી તે કોઈ જ્ઞાનીને પૂછે કે કઈ રીતે સ્વાનુભવ થાય?
જ્ઞાની કહે છે કે તું તારા સ્વરૂપમાં ઠરીશ, ચૈતન્યમાં ઠરીશ ત્યારે તને અનુભવ થશે. એક વખત તું તારા સ્વરૂપમાં સ્થિર થઈ જા.
“સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિક્યો મોહ કે દાવમેં,” હે વત્સ ! તું તારો સ્વભાવ હજુ ઓળખતો નથી,
वत्स किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
નિથિં સ્વનિધાવેવ, રિચરતા હર્શયિષ્યતિ || (જ્ઞાનસાર ૩/૧) હે વત્સ ! તું કેમ અસ્થિર છો ? કેમ ચંચળ છો ? કેમ દોડધામ કરે છે ? તું તારા સ્વરૂપમાં સ્થિર થા, સમ્યક ચારિત્રમાં સ્થિર થા. સમ્યક ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. આ સ્થિરતા તારી અંદરમાં રહેલા નિધાનને બતાવશે. ફરી પુનરાવૃત્તિ કરીને, પહેલાં શ્રવણ દ્વારા આત્માને જાણ્યો. વીતરાગ પરમાત્માએ કહેલા પરમાર્થના શાસ્ત્રોને કેન્દ્રમાં રાખી, તત્ત્વની વિચારણા કરી અને એ વિચારણા કરતી વખતે આત્મતત્ત્વ બીજા બધા જ પદાર્થોથી ભિન્ન છે તેવો નિર્ણય કર્યો અને તેવો જ આત્મા હું પોતે છું, તેમ પણ નિર્ણય કર્યો. મારો આત્મા આ ક્ષણે મારા દેહમાં વિદ્યમાન છે એમ નિર્ણય કર્યો, હું આવો આત્મા છું પરંતુ હજુ સુધી મેં તેને કેમ અનુભવ્યો નથી? જુઓ, અહીં સુધી પહોંચ્યા એટલે કે ઘરના દરવાજા સુધી પહોંચ્યા પણ અનુભવ નથી. એ અનુભવ કરવા જીવનમાં એક પ્રક્રિયા જોઇશે. આ પ્રક્રિયા કરવા સ્થિરતા જોઇશે, અવસ્થા જોઇશે, ત્યાં પુરુષાર્થ પણ જોઈશે. આ ચારિત્રની સાધના છે. પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપમાં ઠેરવવાનો પુરુષાર્થ તેનું નામ સમ્યક ચારિત્રની સાધના છે અને એ સાધનાનું મૂળભૂત રહસ્ય જો કંઈપણ હોય તો તે સદ્દગુરુની આજ્ઞાની આધીનતા છે. - સાધનાની શરૂઆત થશે, તો અંદર ઘણો મોટો ખજાનો છે તે બહાર આવશે. અત્યારે મનમાં જે કંઈ દેખાય છે તે ઓછું છે. તે જાગૃત મન છે પરંતુ આપણી પાસે અજાગૃત મન પણ છે. તેમાં અનેક જન્મોના વિચારો, વિકારો, વૃત્તિઓ, ક્રિયાઓ, ટેવો, આદતો બધું ભરેલું છે અને ત્રીજું અજ્ઞાત મન પણ છે. અજાગૃત મનમાં મોટો ખજાનો છે, મસાલો છે. ૬૦ હજાર વર્ષે વિશ્વામિત્રને કામ જાગ્યો, મોહ જાગ્યો, માયા લાગી અને મેનકા તેમને તાણી ગઈ. ૬૦ હજાર વર્ષ સુધી તે બધુ કયાં પડ્યું હતું ? એ સામગ્રી એ મસાલો બધો અજાગૃત મન એટલે કે sub-conscious mind માં પડ્યો હતો. જયારે આ સામગ્રી, આ મસાલો બેઠો થાય તે વખતે સદ્ગુરુ હાજર હોત તો વિશ્વામિત્રને બચાવી લીધા હોત. આ વાતને સમજવા પ્રયત્ન કરજો. થુલીભદ્ર બચી ગયા, માથે સદ્દગુરુ હતા. નંદિષણ બચી ગયા કેમકે સગુરુ માથે હતાં. વિશ્વામિત્ર બચી ન શક્યા. આવે વખતે એવો એક પુરુષ હાજર જોઇએ. તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org