________________
૩૦૪
પ્રવચન ક્રમાંક - ૧૦૨, ગાથા ક્રમાંક-૧૨૯-૧
પ્રવચન ક્રમાંક - ૧૦૨
ગાથા ક્રમાંક - ૧૨૯-૧)
વૈદ્ય-સગુરુ
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદગુરુ વૈદ્ય સુજાણ ;
ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. (૧૨૯) પરમ ગંભીર અને રહસ્યભૂત આત્મસિધ્ધિ શાસ્ત્ર છે. તેની આ ૧૨૯ ગાથાની વિશેષ વિચારણા કરીએ છીએ. વિચારણા એ આત્માને થયેલ ભ્રાંતિ નામના રોગની દવા છે. આપણે ઘણા વિચારો કરીએ છીએ. માયાના, ભોગના અને સંસારના તથા કોઈ કોઈ વખત મત, માન્યતા અને સંપ્રદાયના વિચારો પણ કરીએ છીએ.
અહીં વિચાર સાથે એક શબ્દ જોડવો છે કે માત્ર વિચારણા નહિ પણ તત્ત્વ વિચારણા કરવી છે. તત્ત્વ એ પરમ રહસ્ય છે. પરંતુ એ તત્ત્વની વિચારણા પોતાના દે નહિ પરંતુ વચનાત્ તત્ત્વચિન્તનમ્ એટલે વીતરાગ પુરુષનાં જે વચનો છે, તેને કેન્દ્રમાં રાખી જે નિષ્પક્ષતા પૂર્વક તત્ત્વચિંતન કરવામાં આવે તેને તત્ત્વવિચારણા કહેવાય. આને તત્ત્વઅનુષ્ઠાન, અધ્યાત્મયોગ પણ કહેવાય. આ એક ગંભીર સાધના છે. અરિહંત પરમાત્માએ વહાવેલી જ્ઞાનરૂપી ગંગામાંથી જેટલું અમૃત લઈ શકાય તે અમૃતને લક્ષમાં રાખી પોતે જે તત્ત્વનું ચિંતન કરે તેનું નામ તત્ત્વ વિચારણા. આ વચન અનુષ્ઠાન છે એટલે એમ કહેવામાં આવ્યું કે તમે જે બોધ પામો, તેનો વિચાર તમારા ઈદે નહિ પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે કરો. જ્ઞાનીએ જે સંમત કર્યું છે તેને આપણે સંમત કરીએ, જ્ઞાનીએ જે સ્વીકાર્યું તેને જ આપણે સ્વીકારીએ અને જ્ઞાનીએ જે તત્ત્વનો નિર્ણય કર્યો છે તે તત્ત્વનો નિર્ણય જ્ઞાનીની આજ્ઞામાં રહીને આપણે કરીએ તો તત્ત્વ વિચારણા મોટી સાધના છે.
તત્ત્વવિચારણા માત્ર વિચારણા પૂરતી નથી પણ તે વિચારણા પછી સાધકના જીવનમાં એક મહત્વની બાબત આવવી જોઈએ. જે તત્ત્વનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે તમામ તત્ત્વોથી ભિન્ન આત્મતત્ત્વનો સમ્યક્ઝકારે નિર્ણય કર્યો છે, તેનો હવે સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવાનો છે. પોતાના ઉપયોગને, પોતાની વૃત્તિને, પોતાના જ્ઞાનને જગતના પદાર્થોમાંથી સંકેલી લઈને, જ્ઞાતા દ્રષ્ટા થઈ તેને આત્મા એટલે કે ચૈતન્ય તરફ વાળવાનો છે. પોતાના સ્વરૂપમાં ઉપયોગ અથવા વૃત્તિને ઠારવાની છે.
જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે,
લેશ્યા શુધ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે. જે આત્માને સદ્ગુરુ પાસેથી જાણ્યો, જે આત્માનો વિચાર કર્યો, શાસ્ત્રો દ્વારા જે આત્માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org